સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાઃ જનતાને લાભ લેવા સરકારનો અનુરોધ

જામનગર તા. ૧૩ઃ ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના અંગેની તારીખો જાહેર કરી છે જે અનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડ્સની દસમી સિરીઝ ૧૧-૧-ર૦ર૧ નો પ્રારંભ થયો છે. આ ઉપરાંત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ તેની ૧૧ અને ૧ર મી સિરીઝ ખુલશે જે નીચે જણાવેલ વિગત પ્રમાણે જારી કરવામાં આવશે. જેમાં એક્સ સીરીઝ માટે સબસ્ક્રીપ્શન તારીખ ૧ર-૧પ, જાન્યુઆરી, ર૦ર૧, ઈસ્યુ તારીખ ૧૯ જાન્યુઆરી ર૦ર૧ છે. સીરીઝ એક્સઆઈ માટે ૧-પ ફેબ્રુઆરી, ર૦ર૧ અને ઈસ્યુ તા. ૯ ફેબ્રુઆરી ર૦ર૧ છે, જ્યારે સીરીઝ એક્સડબલ્યુઆઈ માટે તા. ૧-પ માર્ચ, ર૦ર૧ અને ઈસ્યુ તારીખ ૯ માર્ચ ર૦ર૧ છે.

સોવરિન ગોલ્ડબોન્ડ્સ ગુજરાત સર્કલ હેઠળની કોઈપણ પોસ્ટ ઓફિસ પરથી ખરીદી શકાશે. સોવરિન ગોલ્ડ બોન્ડનું ન્યુનત્તમ રોકાણ ૧ ગ્રામ અને રોકાણની મહત્તમ મર્યાદા વ્યક્તિગત માટે ૪ કિલો, એચયુએફ માટે ૪ કિલો અને ટ્રસ્ટ તેમજ સંસ્થાઓ માટે ર૦ કિલો છે. બોન્ડનો રોકાણ સમય ૮ વર્ષના સમયગાળા માટે રહેશે, જો કે પ વર્ષ પછી એક્ઝિટ વિકલ્પ રહેશે. બોન્ડ્સ માટે રોકડ ચૂકવણી (મહત્તમ ર૦,૦૦૦ સુધી) અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકીંગ દ્વારા થશે. ગોલ્ડ બીન્ડ્સને ભારત સરકાર સ્ટોક તરીકે જીએસ એક્ટ, ર૦૦૬ હેઠળ જારી કરવામાં આવશે. રોકાણકારોને તે માટે હોલ્ડિંગ સર્ટીફિકેટ આપવામાં આવશે. બોન્ડ્સ ડીમેટ સ્વરૃપમાં રૃપાંતર માટે પાત્ર છે. નજીવા મૂલ્ય પર રોકાણકારોને અર્ધવાર્ષિક ચૂકવવાપાત્ર વાર્ષિક ર.પ૦ ટકાના દરે વ્યાજ મળવાપાત્ર રહેશે. બોન્ડ્સ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડેબલ રહેશે. વિમોચન કિંમત આઈબીજેએ લિમિટેડ દ્વારા પ્રકાશિત અગાઉના ૩ કાર્યકારી દિવસોના ૯૯૯ શુદ્ધતાના સોનાના બંધ ભાવની સરેરાશના આધારે ભારતીય રૃપિયામાં રહેશે.

આ યોજનાને પોસ્ટલ ગ્રાહકો અને રોકાણકારો જેઓ સલામત, સુરક્ષિત અને ખાતરીપૂર્વક વળતર આપતા નવા પ્રકારના રોકાણ વિકલ્પ શોધી રહ્યા છે તેઓ તરફથી અનુકૂળ પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા ઈસ્યુ માં, રોકાણકારોએ ગુજરાતની પોસ્ટ ઓફિસોમાંથી ૩પ કિલોથી વધુ માટે ઓવરિન ગોલ્ડ બોન્ડ ખરીદ્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit