હાલારમાં શરાબના અલગ-અલગ દરોડામા ૧૫૦ થી વધુ બોટલો સાથે હોટલના માલીક સહીત લાખોનો મુદ્દામાલ ઝડપાયો

જામનગર તા. ૧૩ઃ લાલપુરના નક્ટા પાવરીયા ગામ પાસેની હોટલના ઓરડામાંથી પોલીસે અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડ્યો છે. હોટલનો સંચાલક ત્યાં શરાબનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે ઉપરાંત શાપર ગામ પાસેથી એક શખ્સ શરાબના ત્રીસ ચપલા સાથે ઝડપાઈ ગયો છે.

લાલપુર તાલુકાના નક્ટા પાવરીયા ગામમાં આવેલી એક હોટલમાં અંગ્રેજી શરાબનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી પરથી શનિવારે લાલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે ત્યાં આવેલી ગણેશ નામની હોટલમાં દરોડો પાડતા ત્યાં બાજુમાં બનાવવામાં આવેલા એક ઓરડામાંથી પ્લાસ્ટિકના બાચકામાં ભરેલો અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. તે બાચકા ખોલાવી પોલીસે તલાસી લેતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની વ્હીસ્કીની ૬૭ મોટી બોટલ અને ૧૫ નાની બોટલ મળી આવી હતી. પોલીસે રૃા. ૩૫,૦૦૦ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કર્યો છે.

આ જથ્થા સાથે હોટલના સંચાલક ખંભાળીયા તાલુકાના વચલાબારા ગામના વતની અને હાલમાં લાલપુરના ડબાસંગમાં રહેતા ચેતનસિંહ સદુભા રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે ઉપરોક્ત જથ્થો રાજસ્થાનના સાંચોર જિલ્લાના ખીલેરી ગામના મહારાજ ગામના શખ્સ પાસેથી વેચવા માટે લીધો હોવાની કબુલાત આપી છે. પોલીસે બન્ને સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સેટેલાઈટ સોસાયટી પાસે શનિવારે બપોરે બે શખ્સ અંગ્રેજી શરાબની લેતીદેતી કરતા હોવાની બાતમી પરથી ધસી ગયેલા પોલીસ કાફલાએ પટેલ સમાજ પાસે ઉભા રાખવામાં આવેલા જીજે-૧૦-સીક્યુ-૯૯૬૩ નંબરના પ્લેઝર સ્કૂટરના ચાલક ધરમસી કારૃભાઈ રાઠોડની તલાસી લેતા તેના કબજામાંથી શરાબની એક બોટલ મળી હતી. ધરમસી તે બોટલ ગ્રીન સિટીની શેરી નં. ૨માં રહેતા નીખિલ રમેશભાઈ બકરાણીયાને આપતો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી બોટલ તથા સ્કૂટર કબજે કર્યા છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા શાપર ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે પસાર થતા સિક્કા હાઉસીંગ બોર્ડમાં રહેતા ધર્મેન્દ્રસિંહ પોલુભા જાડેજા નામના શખ્સને સિક્કા પોલીસે રોકી તલાસી લેતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબના ૩૦ ચપલા મળી આવ્યા હતાં. પોલીસે તેને કબજે લઈ ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી છે.

જામનગરના પવનચક્કી સર્કલથી નહેરના કાઠાં તરફ જવાના માર્ગ પરથી ગઈકાલે સાંજે પસાર થયેલા સુભાષ પાર્કવાળા આકાશ પરેશભાઈ લહેરૃ ઉર્ફે છીપા ભાનુશાળી નામના શખ્સને શરાબની એક બોટલ સાથે પકડી પાડ્યો છે.

દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૯માં ચારણનેસ નજીકથી ગઈકાલે રાત્રે જીજે-૧૦-સીજે-૪૫૩૫ નંબરનું મોટરસાયકલ પસાર થયું હતું. પોલીસે તેના ચાલક અંધાશ્રમ નજીકની ચેમ્બર કોલોનીવાળા ધર્મેન્દ્ર પરેશભાઈ ભટ્ટ નામના શખ્સની તલાસી લીધી હતી. તેના કબજામાંંથી શરાબની બોટલ મળી આવતા પોલીસે મોટરસાયકલ તથા બોટલ ઝબ્બે લીધા છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit