Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રના ભોંકરથી નાંદેડના માર્ગે
મુંબઈ તા. ૧૧: મહારાષ્ટ્રના નાંદેડમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રકની ટક્કરથી પેસેન્જર વાન ફંગોળાતા ૯ના મોત થયા છે અને ૩ મુસાફરો ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. નાંદેડ-ભોકર હાઈ-વે પર વાકદ ગામ નજીક સાંજે ૬:૩૦ વાગ્યે ટ્રક અને ટાટા મેજિક વાન વચ્ચે ભયાનક ટક્કર થઈ છે. આ અકસ્માતમાં ૯ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે, જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે વધુ તપાસ હાથ કરી છે. ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આ કમનસીબ ઘટના સાંજે આશરે ૬:૩૦ વાગ્યે નાંદેડ-ભોકર હાઈ-વે પર વાકદ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં બની હતી.
અહેવાલો અનુસાર ભોકરથી નાંદેડ તરફ જઈ રહેલા બેફામ ટ્રકે સામેથી આવી રહેલી ટાટા મેજિક વાનને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત સમયે બંને વાહનોની ગતિ ખૂબ જ વધારે હોવાથી વાનના કૂરચા ઊડી ગયા હતા અને તે ફંગોળાઈને રસ્તાની બાજુમાં ખાબકી હતી. વાનમાં કુલ ૧૨ મુસાફરો સવાર હતા, જે તમામ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે ૯ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો અને રોડ પર મૃતદેહો વેર વિખેર થઈ ગયા હતા. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાબડતોબ ભોંકર અને નાંદેડની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટક્કર બાદ ટ્રકનો આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે ટ્રક ડ્રાઈવર કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. પોલીસ અને બચાવ દળે ભારે જહેમત બાદ તેને કેબિનમાંથી બહાર કાઢયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કોની ભૂલ હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial