જામનગર તા. ૧૯ઃ ધ્રોળ તાલુકાના ખેંગારકા ગામના વિજય નરેશભાઈ વરણા સાથે ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ગામના લીલાબેન સોમાભાઈના લગ્ન વર્ષ ર૦૧પ માં થયા પછી માત્ર અઢી મહિના વિત્યે આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈ હરસુખભાઈ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હો પોલીસે આઈ.સી.પી. કલમ ૩૦૬, ૪પ૮, પ૦૬, ૧૧૪ હેઠળ નોંધી આરોપી પતિ વિજય, સસરા નરેશભાઈ જીવાભાઈ, સાસુ સવિતાબેનની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલની દલીલોને માન્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ પરબત મકવાણા, એન.જે. પરમાર, ભરત એમ. ચૌહાણ, પી.ડી. પાલા રોકાયા હતાં.