Advertisement
Author: નોબત સમાચાર

રાઈડ સંચાલકો, સ્ટોરધારકોએ રૂ।. ૧૩ કરોડ, જામ્યુકોએ રૂ।. પાંચ કરોડનો ઉતરાવ્યો વીમો

પ્રદર્શન ગ્રાઉન્ડના ૧૧ દિવસીય મેળા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં તારીખ ૧ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર સુધીના શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સલામતીની દૃષ્ટિએ મહાનગરપાલિકા દ્વારા પબ્લિક લાયબીટીનો રૂપિયા પાંચ કરોડનો વીમો ઉતારીને વીમાનું સુરક્ષા કવચ પૂરૃં પાડવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના સીધા માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશે જાની, મુકેશ વરણવા ઉપરાંત એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈ અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર મેળા વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગ દ્વારા પણ હાઈજેનિક ખોરાક મળી રહે તે સંદર્ભમાં કાર્યવાહી થઈ રહી છે. શ્રાવણી મેળામાં મશીન મનોરંજનની મોટી ૧૩ રાઈડ લગાવવામાં આવી છે અને તે રાઈડના સંચાલકો દ્વારા પણ રૂપિયા ૧૧ કરોડના વીમાનું સુરક્ષા કવચ મેળવવામાં આવ્યું છે.

આ ઉપરાંત બાળકોની નાની રાઈડ માટે પ૦-પ૦ લાખના બે વીમા ઉતરાવાયા છે, જ્યારે રમકડા સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેના મેળાધારકો દ્વારા પણ રૂપિયા એક કરોડનો વીમો ઉતરાવ્યો છે, અને મેળા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના બને તો અને જાનમાલને નુક્સાની થાય તો તેની સલામતીના ભાગરૂપે આ વીમા સુરક્ષા કવચ મેળવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh