Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળી તહેવાર પૂર્વે ભાવ વધારો ઝીંકાયોઃ
નવી દિલ્હી તા. ૪: અમૂલે તહેવારો પૂર્વે ઘી અને બટરના ભાવમાં વધારો ઝીંક્યો છે, જે સામાન્ય નાગરિકોના બજેટ પર મોટી અસર કરશે. ૧ કિલો ઘી હવે રૂ।. પ૦ મોંઘુ થઈ રૂ।. ૬૮૦ માં મળશે, જ્યારે પ૦૦ ગ્રામ બટરનું પેકેટ રૂ।. ૧પ વધીને ૩રપનું થયું છે. કેટલાક બજારોમાં અમૂલ ગાયના ઘીની અછત પણ જોવા મળી રહી છે. નકલી ઘી સામેની કાર્યવાહી અને તહેવારોમાં વધતી માંગને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
તહેવારોની સિઝનમાં મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાની તૈયારી કરી રહેલા સામાન્ય નાગરિકોના બજેટ પર મોટો ફટકો પડ્યો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ અમૂલે ઘી અને બટરના ભાડામાં વધારો ઝીંક્યો છે. કંપની દ્વારા કિલો ઘીના પેકેટમાં સીધો રૂ।. પ૦ નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પ૦૦ ગ્રામ બટરનું પેકેટ પણ રૂ।. ૧પ મોંઘુ થઈ ગયું છે. ભાવવધારાની સાથે સાથે કેટલાક બજારોમાં અમૂલના ગાયના ઘીની અછત પણ જોવા મળી રહી છે. જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
અમૂલના નવા ભાવ મુજબ ૧ કિલો ઘીનું પેકેટ હવે ૬૩૦ ના બદલે રૂ।. ૬૮૦ માં મળશે તે જ રીતે પ૦૦ ગ્રામ ઘીના પાઉચની કિંમત રૂ।. ૩રપ થી વધારીને ૩૪પ કરવામાં આવી છે. બટરની વાત કરીએ તો ૧૦૦ ગ્રામ બટરનું પેકેટ રૂ।. ૬૩ થી વધીને રૂ।. ૬૬ અને પ૦૦ ગ્રામનું પેક રૂ।. ૩૧૦ થી વધીને રૂ।. ૩રપ થઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial