Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાતા પાસે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુઃ
જામનગર તા. ૪: ભાણવડના આંબરડી ગામના પાટીયા પાસે સોમવારે એક બાઈક રોડ પર પશુ સાથે ટકરાઈ પડતા એક યુવાનનું ગંભીર ઈજાથી મૃત્યુ નિપજ્યું છે. અન્ય એકને ઈજા થઈ છે. જ્યારે દાતા ગામ પાસે બે બાઈક ટકરાઈ પડતા ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ થયું છે.
ભાણવડ તાલુકાના આંબરડી ગામના રાહુલભાઈ ગામજીભાઈ સાદીયા (ઉ.વ.૩૩) તથા ધર્મેન્દ્રભાઈ સાદીયા નામના બે યુવાન સોમવારે સવારે આંબરડી ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ પર પસાર થતા હતા. આ વેળાએ રાહુલભાઈ ડ્રાઈવીંગ કરતા હતા.
આ બાઈક જ્યારે આંબરડી ગામના પાટીયા નજીક પહોંચ્યું ત્યારે રોડ પર જઈ રહેલા એક પશુ સાથે કોઈ રીતે બાઈક ટકરાઈ પડતા રાહુલભાઈ તથા ધર્મેન્દ્રભાઈ ફંગોળાઈ ગયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા રાહુલભાઈનું મૃત્યુ નિપજ્યું છે. પાછળ બેસેલા ધર્મેન્દ્રભાઈને ઈજા થઈ છે. મૃતકના માતા ધાનીબેન ગામજીભાઈએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયાના દાતા ગામના જયંતિગીરી ગોસ્વામી નામના વૃદ્ધ ગઈ તા.પ જૂનની સવારે જીજે-૧૦-બીએફ ૯૧૫૩ નંબરના બાઈકમાં દાતા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે એક અજાણ્યું બાઈક તેમની સાથે ટકરાઈ પડ્યું હતું. ઘવાયેલા જયંતિગીરીને સારવાર માટે જામનગર અને ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. તેમના પુત્ર ચેતનગીરી ગોસ્વામીએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial