જામરાવલના ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ, ચર્મરોગ તથા રક્તદાન કેમ્પ સંપન્ન

ભાટિયા તા. ૨૩ઃ જામરાવલના ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ ગોરધનદાસ હિન્ડોચા સરકારી હોસ્પિટલમાં નેત્રયજ્ઞ, ચર્મરોગ તથા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં દીપ પ્રાગટ્ય ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ ગોકાણી, વિઠ્ઠલભાઈ મશરૃ, પ્રવિણભાઈ લાખાણી, સંજયભાઈ ગોકાણી, પ્રવિણસિંહ જાડેજા, સોનલબેન લાડવા, જોષીભાઈએ કર્યું હતું. વિશિષ્ટ સેવા મેડિકલ ઓફિસર ડો. નકુમે આપી હતી. આ કેમ્પમાં ગો.વા. બિહારીદાસ લાલજીભાઈ હિન્ડોચા પરિવાર દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. કેમ્પમાં ઓજસ આંખની હોસ્પિટલના ડો. ગરેજા તથા સ્કીનના ડો. બેન્ની કાર્ડસોએ સેવા આપી હતી. કેમ્પમાં આંખના ઓપરેશનના પ૧ દર્દીઓ, ચામડીના ૧૦ર દર્દીઓ સહિત ૩રપ દર્દીઓએ લાભ લીધો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં ર૭ બોટલ રક્ત એકત્ર થયું હતું

close
Ank Bandh 29 March
close
PPE Kit