Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં બેન્ક કર્મીઓના સુત્રોચ્ચારઃ ગુજરાતમાં ૭૫ હજાર કર્મીઓ જોડાયા જેથી ૧૫ હજાર કરોડના વ્યવહારો ખોરવાયા
જામનગર તા. ૧૧: સરકારની ખોખલી નીતિ અને સમાધાનનાં ભંગ સામે આજે દેશભરના બેન્ક કર્મચારીઓ હડતાલમાં ગયા છે. હાલારની પણ તમામ સરકારી બેન્કના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જામનગરમાં આજે બેન્ક કર્મચારીઓએ દેખાવો- સુત્રોચાર પણ કર્યા હતાં. આજની બેન્ક હડતાલથી સતત ત્રણ દિવસ બેન્કીંગ સેવા બંધ રહેશે.
આજે, ૧૧મી સપ્ટેમ્બરે, ગુજરાતના ૭૫,૦૦૦ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ ૫ દિવસીય કામકાજ, સમાન પીએલઆઈ અને આઈડીબીઆઈ બેન્કના ખાનગીકરણ અટકાવવા સહિતની માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા છે. આ હડતાળથી રાજ્યમાં આશરે ૧૫,૦૦૦ કરોડના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા. યુનિયનોએ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બરની ત્રણ દિવસીય હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
દેશ અને રાજ્યમાં બેન્કકર્મી દ્વારા આજે (૧૧મી સપ્ટેમ્બર) હડતાળ અને દેખાવો કરવામાં આવી રહૃાો છે. અમદાવાદમાં પણ બેન્કકર્મી દ્વારા 'મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી બોલ મજુરા હાય હાય, પહેલે ભી હમ જીતે થે, હમ જો બેન્કના ખોલંગે સહિતના સૂત્રોચ્ચાર કેન્દ્ર સરકાર સામે કરવામાં આવ્યા છે. અઠવાડિયામાં ૫ દિવસનું કામકાજ, સમાન પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ)ની ફાળવણી અને આઈડીબીઆઈ બેન્કનું ખાનગીકરણ અટકાવવા જેવી મુખ્ય માંગણીઓ સાથે ગુજરાતના આશરે ૭૫,૦૦૦ કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે રાજ્યમાં અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા છે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ)ના નેજા હેઠળ દેશભરના આશરે ૭.૫ લાખથી વધુ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાતા કામકાજ ઠપ થઈ ગયું છે. બેન્ક યુનિયનોએ ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય હડતાળ પાડવામાં આવશે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાથી અચોક્કસ મુદતની હડતાળ યોજાશે.
મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરીના જણાવ્યા મુજબ, યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ હેઠળ સંગઠિત વિવિધ બેન્ક સંગઠનોના કર્મચારીઓ બેન્કિંગ ક્ષેત્રના પડતર પ્રશ્નોને લઈને દેખાવો કરી રહૃાા છે. તેની મુખ્ય માંગ એ છે કે એલઆઈસી અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોની જેમ બેન્કોમાં પણ સપ્તાહમાં ૫ દિવસનું કામકાજ અમલી બનાવવામાં આવે. આ બદલાવ સામે કર્મચારીઓ દરરોજ ૪૦ મિનિટ વધુ કામ કરવા માટે પણ તૈયાર છે. સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ)ને લાંબો સમય વિતી ગયો હોવા છતાં તેનો યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત, પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ નીચલા સ્તરના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે થતો અન્યાય દૂર કરવા, આઈડીબીઆઈ બેન્કનું ખાનગીકરણ અટકાવવા તેમજ અન્ય સેવાકીય પ્રશ્નોના નિકાલ માટે આ હડતાળ યોજવામાં આવી છે.
ગુજરાતમાં ૫૪ જેટલી બેન્કોની શાખાઓના કર્મચારીઓ કામકાજથી અળગા રહેતા વહીવટી પ્રક્રિયાઓ અને ક્લિયરિંગ હાઉસના કામકાજને ભારે અસર પહોંચી છે. યુનિયનના પદાધિકારીઓએ ઉમેર્યું હતું કે કેન્દ્રીય નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે બેઠકો યોજાઈ હોવા છતાં હજુ સુધી કોઈ સાનુકૂળ ઉકેલ આવ્યો નથી. જો સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં લે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ આજે હડતાલમાં જોડાતા બેન્કીંગ કામગીરી અટકી પડી છે. પરિણામે કરોડો રૂપિયાનાં આર્થિક વ્યવહારો અટકી પડયા છે.
જામનગરમાં આજે સવારે બેન્ક કર્મચારીઓ એકત્ર થઈને દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતાં. આ કાર્યક્રમ યુનિયનનાં અગ્રણી કુલીન ધોળકિયાની આગેવાનીમાં યોજાયો હતો.
આજે બેન્ક હડતાલ ત્યાર પછી શનિવારે અને રવિવારની રજા આમ સતત ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે. પરિણામે ગ્રાહકોને પરેશાની ભોગવવી પડશે.
જો કે એટીએમ, ડિજીટલ પેમેન્ટ, ઓનલાઈન બેન્કિંગ સેવા વગેરે ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial