નેત્ર નિદાનના બે કેમ્પોનું આયોજન

જામનગર તા. ર૨ઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાનના બે કેમ્પોનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૬-ર-ર૦ર૧ ના સીંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ, પ૯-દિ.પ્લોટના છેવાડે, નાના પાણીના ટાંકા પાસે અને તા. ૬-૩-ર૦ર૧ ના રોજ જૈન લાયબ્રેરી, ચાંદીબજાર દેરાસર સામે, જામનગરમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે. ઉપરોક્ત બન્ને કેમ્પો સવારે ૯.૩૦ થી ૧૧ વાગ્યા દરમિયાન યોજવામાં આવશે.

મોતીયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ, રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા તથા દવા-ટીંપા, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિઓ માસ્ક પહેરવા, સેનેટાઈઝીંગ તથા સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરવાનું રહેશે.

આ કેમ્પના આયોજનમાં "સદ્ગુરૃ સંદેશ" શ્રી સીંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખ હેમતકુમાર ભોજરાજ દામા, પ્રફુલભાઈ શેઠ, પ્રમુખ જીવદયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, હિતેશભાઈ ગોરધનદાસ અમલાણી અને મીનાક્ષી મજમુદાર, સ્વ. રક્ષેશ બી. મજમુદાર મેમોરીયલનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. જ્યારે ભોજન/નાસ્તાની વ્યવસ્થા કિરીટ ફરસાણ માર્ટ, પારસ સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટ દ્વારા કરવામાં આવી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit