Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ પણ માર માર્યાે હતોઃ
જામનગર તા. ૩: જામનગરમાં રહેતા અને પ્રેમલગ્ન કરનાર યુવાનને તેના સાળાએ ગાળો કઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પહેલાં પણ તેને માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં સાંઈબાબા મંદિરની પાછળ રહેતા પાર્થ રાજેશભાઈ સોલંકી નામના પચ્ચીસ વર્ષના યુવાનને તેના સાળા મયુરસિંહ સજુભા જાડેજાએ પાર્થ સોલંકીના ઘર પાસે જઈને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગઈકાલે પાર્થ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, આ પ્રેમલગ્ન પસંદ નહીં હોવાથી અગાઉ પણ મયુરસિંહે માર માર્યાે હતો. આ બનાવ અંગેની તપાસ પોલીસ સબ ઈન્સ. આર.બી. ઠાકોર ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial