જેએનયુ હિંસા સાથે જોડાયેલા વીડિયો સુરક્ષિત રાખવા ગુગલ-વોટસઅપ-એપ્પલને હાઈકોર્ટની નોટીસ

નવી દિલ્હી તા. ૧૩ઃ જેએનયુ હિંસા સાથે જોડાયેલા વીડિયોને સુરક્ષિત રાખવા દિલ્હી હાઈકોર્ટે ગુગલ, વોટસએપ અને એપ્પલને નોટીસ આપી હોવાનું જાણવા મળે છે.

જેએનયુમાં ૫ જાન્યુઆરીએ થયેલી હિંસા મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે હિંસા સાથે જોડાયેલા વીડિયો મામલે એપ્પલ, વોટસએપ અને ગુગલને નોટીસ આપી છે અને વીડિયોને સુરક્ષિત રાખવા કહ્યું છે. હિંસા સમયે વોટસએપ સહિત અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફર્મ પર ઘણા પ્રકારના વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. જેમાં ઘણાં દેખાવકારોની ઓળખ થઈ શકે છે.

જવાહરલાલ નહેરૃ યુનિવર્સીટીમાં થયેલી હિંસા દરમિયાન હાથમાં ડંડો પકડીને જોવા મળેલી બુકાનીધારી છોકરીની પોલીસે ઓળખ કરી લીધી છે. દિલ્હી પોલીસે આ છોકરીની ઓળખ કોમલ શર્મા તરીકે કરી છે. કોમલ શર્મા દિલ્હી યુનિવર્સીટી (ડીયુ)ની છોકરી છે. તે ડીયુ સેકન્ડ યરની વિદ્યાર્થીની છે. હવે દિલ્હી પોલીસ કોમલ શર્માની પૂછપરછ કરવા માટે તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની આગેવાનીમાં બનેલી એસઆઈટી એ ૩ વિદ્યાર્થીઓને નોટીસ આપી છે અને આજે તેમની પૂછપરછ થાય તેવી પણ શક્યતા છે.

જેએનયુમાં હિંસા પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂછપરછ માટે ૯ આરોપીઓને બોલાવ્યા છે. આ દરેકની જેએનયુ હિંસાવાળા વીડિયોમાં ઓળખ કરી લેવામાં આવી છે. પૂછપરછમાં જેએનયુ સ્ટુડન્ટ યુનિયન અધ્યક્ષ આઈશી ઘોષ પણ સામેલ છે. જેએનયુમાં ૫ જાન્યુઆરીએ થયેલી હિંસા પછી આજથી પહેલીવાર કલાસ શરૃ થવાના છે. જે દિવસે હિંસા થઈ તે સમયે બે સેમિસ્ટર વચ્ચેનું વેકેશન હતું. આજથી ક્લાસ શરૃ થઈ રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલુ રહેશે. હિંસા અને વિરોધ વચ્ચે જેએનયુ પ્રશાસન તરફથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી હતી.

close
Ank Bandh 26 January
close
PPE Kit