Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે
ખંભાળીયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં કોંગ્રેસનું શાસન જામરાવલ નગરપાલિકામાં આવ્યું હોય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિને અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ રાવલ ગામે યોજાયો છે.
તેમણે અગાઉથી જાહેર કર્યું હતું કે એક વૃક્ષ સ્વર્ગવાસી સ્વજન કે નામ આ પહેલમાં રજીસ્ટ્રેશન રાખતા તા. ૩૦-૫-૨૬ સુધીમાં બે હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
હવે આ બે હજાર લોકો આંબા, નાળિયેર, ચીકુ, જાંબુ, સીતાફળ, જામફળ, પીપળો, ઊંબરો વિગેરે છોડને એક હાથમાં લઈ બીજા હાથમાં અગ્નિની સાક્ષીએ વૃક્ષને ઉછેરવાના સોગંદ પણ લેશે. અગાઉથી ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન થયેલા બે હજાર લોકોને તેમનું પસંદગીનું વૃક્ષ આપવામાં આવશે તથા બે હજાર લોકો સામૂહિક પ્રતિજ્ઞા અગ્નિની સાક્ષીએ લઈને પોતાના ઘર, ખેતર, વાડીમાં આ રોપાનું વાવેતર કરીને ઉછેર પણ કરશે.
જામરાવલ વર્તુ નદીના તટ પાસે રાધાકૃષ્ણ મંદિર પાસે મેળાના મેદાનમાં તા. ૫-૬-૨૬ના સાંજે ૬:૩૦ વાગ્યે આ કાર્યક્રમ યોજાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial