| | |

બીમારીથી કંટાળી નગરના વૃદ્ધની આત્મહત્યા

જામનગર તા. ૧૧ઃ જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે અલ્સર તથા કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલી હાજીપીરની શેરીમાં રહેતા આમદભાઈ અલ્લારખાભાઈ સફીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધે મંગળવારે પાકમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેઓની ફરજના તબીબોએ તાકીદે સારવાર શરૃ કરી હતી તેમ છતાં મોડીરાત્રે આમદભાઈએ છેલ્લા શ્વાસ લેતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

દોડી આવેલા પોલીસ સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના પુત્ર યુનુસભાઈ આમદભાઈ સફીયાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ મૃતક અલ્સર તેમજ કેન્સરની બીમારીથી પીડાતા હતાં જેના કારણે કંટાળી જઈ ઝેરી દવા પી મોતની સોડ તાણી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit