| | |

દેશમાં ધરતીપુત્રો બદહાલ અને વાયનાડમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂરઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૧૧ઃ રાહુલ ગાંધીએ બજેટમાં ખેડૂતોની અવગણના થઈ હોવાનો આક્ષેપ લગાવતા કહ્યું છે કે દેશભરમાં ધરતીપુત્રો બદહાલ છે અને વાયનાડમાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

લોકસભામાં કોંગ્રેસ સાંસદોએ ખેડૂતોની સ્થિતિ વિશે ચર્ચા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા સંસદીય વિસ્તાર વાયનાડમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અહીં ૮ હજાર ખેડૂતોને લોન ન ચૂકવી હોવાથી નોટીસ આપવામાં આવી છે અને કેરળમાં ૧૮ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કારણ કે તેઓ બેંકની લોન ચૂકવી શક્યા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ખેડૂતોને ખૂબ ઓછા પૈસા આપ્યા છે જ્યારે અમીરોને ખૂબ વધારે આપ્યા છે. આવું બમણું વલણ કેમ? સરકાર માટે ખેડૂતો કરતા અમીરો વધારે મહત્ત્વના કેમ છે? રાહુલ ગાંધીએ સરકાર પાસે માંગણી કરતા કહ્યું છે કે, આરબીઆઈને નિર્દેશ આપે અને ખેડૂતને ધમકાવવાનું બંધ કરે. દેશમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. તે માટે સરકારે કોઈ પગલાં લેવા જોઈએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit