| | |

મધ્યસ્થી સફળ નહીં થાય તો રામ મંદિર તેમજ બાબરી મસ્જિદ મામલે રપ જુલાઈથી રોજ સુનાવણી

 

નવી દિલ્હી તા. ૧૧ઃ સર્વોચ્ચ અદાલતે મભ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે, અને જો મધ્યસ્થી સફળ થઈ રહી નહીં હોય તો તા. રપ જુલાઈથી રામમંદિર, બાબરી મસ્જિદ મામલે રોજેરોજ સુનાવણી કરશે. એક અરજદારે કરેલી અરજી સંદર્ભે સુપ્રિમ કોર્ટે આ પ્રકારનો નિર્ણય સંભળાવ્યો છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુપ્રિમ કોર્ટમાં થઈ હતી. અરજકર્તાએ માગ કરી હતી કે આ મામલે કોર્ટે જે મધ્યસ્થતાનો રસ્તા કાઢ્યો હતો તે યોગ્ય રીતે કામ નથી કરતા, જેના પર સુપ્રિમ કોર્ટે મધ્યસ્થતા પેનલ પાસે રિપોર્ટ માગ્યો છે અને ૧૮ જુલાઈ સુધી રિપોર્ટ સામે આવશે, જે પછી આ મુદ્દે ચૂકાદો આવશે કે આ કેસમાં રોજ સુનાવણી કરવી કે નહીં.

સુપ્રિમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસે આ મુદ્દે રિપોર્ટ માગી લીધો છે. હવે આ મામલાની સુનાવણી રપ જુલાઈએ થશે. પેનલને પોતાનો રિપોર્ટ આગામી ગુરુવાર સુધી સુપ્રિમ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે જો પેનલ કહે છે કે મધ્યસ્થતા કારગર નથી સાબિત થતી તો રપ જુલાઈ પછી  ઓપન કોર્ટમાં રોજ આ મુદ્દે સુનાવણી થશે. એટલે કે આ મુદ્દે મધ્યસ્થતા યથાવત્ રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય ૧૮ જુલાઈએ જ લેવામાં આવશે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બેન્ચ પક્ષકાર ગોપાલસિંહ વિશારદની અરજી પર સુનાવણી કરી રહ્યા છે. અરજી કરનારનું કહેવું છે કે, પહેલા તબક્કાની મધ્યસ્થતા સુધીમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. આ પહેલા કોર્ટે ૮ માર્ચે આ વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થા સમિતિ બનાવી હતી. સમિતિમાં પૂર્વ જસ્ટિસ એફએમ ફલિકુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સિનિયર વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. બેન્ચે પેનલના સભ્યોને નિર્દેશ આપ્યો હતો કે આઠ સપ્તાહમાં વિવાદનો કોઈ ઉકેલ લાવવામાં આવે. સંપૂર્ણ વાતચીત કેમેરાની સામે કરવામાં આવે. જેમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની બેન્ચે મધ્યસ્થા સમિતિને આ વિવાદનો ઉકેલ લાવવા માટે ૧પ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ર૦૧૦ માં અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયના વિરૃદ્ધમાં સુપ્રિમ કોર્ટમાં ૧૪ અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાની વિવાદીત એકરના વિસ્તારને ત્રણ સમાન હિસ્સામાં વહેંચી દેવો જોઈએ. પહેલો હિસ્સો સુન્ની વકફ બોર્ડ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો હિસ્સો રામલલ્લાને આપવો જોઈએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit