| | |

વાગડીયા જળસંપત્તિ યોજનાના અસરગ્રસ્તોને પ્લોટ ફાળવણી અંગે

જામનગર તા. ૧૧ઃ નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગ નં. ૬/૧, જિલ્લા સેવા સદન-૪, સુભાષ બ્રીજની પાસે, જામનગરની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની વાગડીયા જળસંપત્તિ યોજનામાં અંશતઃડુબાણમાં આવતા વાગડીયા ગામના અસરગ્રસ્તોને જણાવવામાં આવે છે કે, અત્યાર સુધીમાં પુનઃવસન અર્થે વાગડીયા ગામના અસરગ્રસ્તોને કુલ ૧૨૯ પ્લોટ ફાળવણીના હુકમો કરવામાં આવ્યા છે. તે પૈકીના કુલ ૧૨૬ આસામીઓને પ્લોટ ફાળવી અને તેની કબજા પાવતી આપવામાં આવ્યા છે અને હજી સુધી ૪ આસામીઓ દ્વારા પ્લોટનો કબ્જો લેવામાં આવ્યો નથી. આવા આસામીઓને જણાવવામાં આવે છે કે, વહેલી તકે તેમના પ્લોટનો કબજો ઉપરોક્ત બતાવ્યા મુજબની કચેરીનો સંપર્ક કરીને મેળવી લેવો.

વધુમાં નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા નવા ગામતળ વાગડીયા-૧ અને વાગડીયા-૨ના અસરગ્રસ્તોની સનદ તૈયાર કરવા અર્થે વાગડીયા મુકામે અત્યાર સુધીમાં ત્રણ કેમ્પો કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૧૨૬ આસામીઓ પૈકી (બાવન) અસરગ્રસ્તો દ્વારા તેમની સનદોમાં સહી કરવામાં આવેલ જે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી દ્વારા નાયબ કલેક્ટર, જમીન સંપાદન અને પુનઃ વસવાટ (સિંચાઈ) જામનગરને મોકલવામાં આવેલ હતા. હાલ તા. ૮-૭-૨૦૧૯ ના નાયબ કલેક્ટર, જમીન સંપાદન અને પુનઃ વસવાટ (સિં.) જામનગરની હાજરીમાં વાગડીયામાં(બાવન) અસરગ્રસ્તોને નવા ગામતળમાં ફાળવવામાં આવેલ પ્લોટોની સનદ આપવા અર્થે કેમ્પ રાખવામાં આવ્યો હતો.

બાકી રહેલા ૭૩ અસરગ્રસ્તો દ્વારા તેમની સનદોમાં સહી કરવામાં આવેલ નથી, તેઓએ તેમને ફાળવેલ પ્લોટની કબજા પાવતી સાથે રાખીને નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીને ઉપરોક્ત બતાવ્યા મુજબના સરનામે રૃબરૃ સંપર્ક કરીને સનદોમાં સહી કરી જવા અથવા તો દરેક બાકી અસરગ્રસ્તોએ સાથે મળી નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીને ગ્રામ પંચાયત મારફત આગોતરી જાણ કર્યે ફરીથી ગ્રામ પંચાયત વાગડીયામાં  કેમ્પ રાખી સનદની કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરવા સહકાર આપવા દરેક અસરગ્રસ્તોને અપીલ કરવામાં આવે છે. આ બાબતની જાણ નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા ગ્રામ પંચાયત વાગડીયાના નોટીસ બોર્ડ પર પણ લગાવડવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit