| | |

ફોટોગ્રાફી બિઝનેસ વિડીયો એડીટીંગ અંગે સેમિનાર યોજાશે

જામનગર તા. ૧૧ઃ જામનગરના પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વાર તા. ર૭-૯-ર૦૧૯ ના સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી કુંવરબાઈ જૈન ધર્મશાળામાં ફોટોગ્રાફી બિઝનેસ ડેવલોપ અને ઈડીયુસ સોફટવેરનું એડીટીંગ અંગે સેમિનાર યોજાયો છે. જેમાં ફેકલ્ટી તરીકે ધવલ રાવલ અને હિરેન જોશી માર્ગદર્શન - માહિતી આપશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે આશા ડીજીટલ સ્ટુડિયો, વિનોદ ફોટો ગુડઝ, સ્વસ્તિક કલર લેબ તથા રાજ એન્ટરપ્રાઈઝમાં નામની નોંધણી કરાવી લેવા સેક્રેટરી રૃષી જોષીએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit