| | |

વીજ કર્મચારીનું શોર્ટ લાગતા મૃત્યુ

જામનગર તા. ૧૧ઃ ઓખાના શામળાસર વાડી વિસ્તારમાં ગઈકાલે એક સબસ્ટેશનમાં ફોલ્ટ થતા તેને રિપેર કરવા ગયેલા વીજકર્મચારીનું જોરદાર શોર્ટ લાગતા મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના ઓખા તાલુકાના શામળાસર ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સવારે સબસ્ટેશનમાં ફોલ્ટ સર્જાતા પીજીવીસીએલએ સ્થાનિક કચેરીને જાણ કરવામાં આવી હતી જેના પગલે ઓખામાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા મુકેશભાઈ મગનભાઈ ઓરીયા (ઉ.વ. ૩૨) નામના કર્મચારીએ કપ્લેઈન રિપેર કરવા માટે મોકલવામાં આવ્યા હતાં. આ સ્થળે મુકેશભાઈ સબસ્ટેશનના થાંભલા પર ચડી ચકાસણી કરતા હતાં ત્યારે અચાનક જ તેઓને જોરદાર વીજ આંચકો લાગતા મુકેશભાઈ પછડાયા હતાં. તેઓની સાથે આવેલા અન્ય કર્મચારીઓએ મુકેશભાઈને સારવારમાં ખસેડવાની તજવીજ કરી હતી. પરંતુ સારવાર મળે તે પહેલાં મુકેશભાઈનું મૃત્યુ નિપજતા ગાલીલભાઈ કમજીભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરી છે. જમાદાર એમ.આઈ. મામદાણીએ મૃતદેહનું પીએમ કરાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit