| | |

કર્ણાટકના સ્પીકરને સાંજ સુધીમાં નિર્ણય લેવા સુપ્રિમકોર્ટનો આદેશ

નવી દિલ્હી તા. ૧૧ઃ કર્ણાટક વિધાનસભાના સ્પીકરનો બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે, જ્યારે બળવાખોર ધારાસભ્યોને અધ્યક્ષ સમક્ષ હાજર થવા ફરમાવ્યું છે. આ ધારાસભ્યોની સુરક્ષા માટે ડીજીપીને પણ હુકમ કર્યો છે.

કર્ણાટકમાં રાજકીય સંકટ પર આજે સુપ્રિમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું છે કે, કર્ણાટકના સ્પીકરે બળવાખોર ધારાસભ્યો પર આજે જ નિર્ણય લેવો પડશે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાનો પણ આદેશ આપ્યો હતો. એ સાથે ધારાસભ્યોને કહ્યું કે તે આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં સ્પીકર સામે રજૂ થાય.

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસના અને જેડીએસ પાર્ટીના ૧૦ બળવાખોર ધારાસભ્યો દ્વારા બુધવારે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વિધાનસભા અધ્યક્ષ પર આ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરૃદ્ધ બોઝની પીઠે આ અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં વિધાનસભા સ્પીકરને બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવાનો નિર્દેશ કરવાની માંગ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રિમ કોર્ટે સુનાવણી કરતા કર્ણાટકના સ્પીકરને બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે. વિધાનસભા સ્પીકરે આ નિર્ણય ગુરુવારે એટલે કે આજે જ કરવો પડશે. સુપ્રિમ કોર્ટે આ ઉપરાંત કર્ણાટકના ડીજીપીને તમામ બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા આપવાનો પણ આદેશ આપ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit