ગોડાઉન બંધ રહેવાથી સસ્તા અનાજના દુકાનદારોને પરેશાની

જામનગર તા.૧૨ ઃ જામજોધપુર તાલુકામાં પુરવઠા નિગમના ગોડાઉન બંધ રહેવાના કારણે સસ્તા અનાજના દુકાનદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

સસ્તા અનાજના દુકાનદારોએ તા.૧૮-૧-૧૯થી તા.૩૦-૧-૧૯ સુધીમાં તમામ રકમ ચલણ દ્વારા નિગમમાં ભરપાઈ કરી દીધી છે. નિગમના ગોડાઉન બંધ રહેવાથી ચીજવસ્તુની સપ્લાય પણ બંધ છે. પરિણામે કાર્ડ ધારકોને જણસોનું વિતરણ થઈ શક્યું નથી અને ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે. સસ્તા અનાજના દુકાનદારોના એસોસિએશનના પ્રમુખ હિરાભાઈએ ઉચ્ચકક્ષાએ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit