Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર પાસે રહેતા વિપ્ર મહિલા પોણા બે મહિના પહેલાં બન્યા લાપત્તા

પોલીસે ફોટો તથા વર્ણન મેળવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા એક વિપ્ર મહિલા પોણા બે મહિના પહેલાં પોતાના ઘરેથી પતિની ગેરહાજરીમાં ક્યાંક ચાલ્યા ગયા છે. પતિએ પોલીસને તેની જાણ કરી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા જકાતનાકા નજીક વસવાટ કરતા રાજેશભાઈ સામતભાઈ ચાઉં નામના યુવાનના પત્ની શીલુબેન રાજેશભાઈ ચાઉં (ઉ.વ.૩૫) નામના મહિલા ગઈ તા.૨૪ ડિસેમ્બરની બપોરે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.

ઉપરોક્ત વિપ્ર મહિલાના પતિ રાજેશભાઈ કામ પર ગયા પછી પાછળથી જાણ કર્યા વગર જ શીલુબેન ક્યાંક ચાલ્યા ગયા છે. તેની તમામ સગા-સંબંધીને ત્યાં તપાસ કરાવાયા પછી પણ પત્તો નહીં લાગતા આખરે રાજેશભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ મહિલાનું વર્ણન તથા ફોટો મેળવી તપાસ હાથ ધરી છે. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝનના જમાદાર ડી.એન. ત્રિવેદી-૭૦૧૬૧ ૭૧૮૪૯નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh