close

Nov 20, 2024
સેલેબ્રિટીઝ, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો, અગ્રણીઓએ કર્યું વોટીંગઃ બન્ને ગઠબંધનોએ કર્યા જીતના દાવાઃ ઝારખંડમાં સવારથી જ ઉત્સાહઃ યુપીમાં ડખ્ખો નવી દિલ્હી તા. ર૦: આજે મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ બેઠકો તથા ઝારખંડમાં છેલ્લા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે, અને વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. સેલેબ્રિટીઝ, દિગ્ગજો અને વિવિધ ક્ષેત્રોના માધાંતાઓ પણ મતદાન કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં મતદારોને અટકાવાઈ રહ્યા હોવાનો વિવાદ શરૂ થયો છે. મહારાષ્ટ્રમાં આજે રર૮ બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, જેમાં બપોર સુધીમાં ૩૫% મતદાન ... વધુ વાંચો »

Nov 20, 2024
મીરાપુરમાં મતદાન દરમિયાન મામલો બીચક્યોઃ નવી દિલ્હી તા. ર૦: યુપીમાં પેટાચૂંટણીમાં મતદાન વચ્ચે હોબાળા પછી પથ્થરમારો થયો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાથી ચૂંટણી હિંસક બની હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની ૧પ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ ર૮૮ બેઠકો અને ઝારખંડમાં બીજા તબક્કાની ૩૮ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. એવામાં યુપીમાં આજે ૯ વિધાનસભા સીટો ... વધુ વાંચો »

Nov 20, 2024
બેલેસ્ટિક મિસાઈલનો જવાબ પરમાણુ બોમ્બથીઃ પુતિન નવી દિલ્હી તા. ર૦: યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી દહેશત ઊભી થતા યુરોપના કેટલાક દેશો સતર્ક થઈ ગયા છે અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો ઊભો થયો છે. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે ભયંકર વળાંક લેવા જઈ રહ્યું છે અને વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો છે. રશિયાએ બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી આપવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં સવાલ ઊઠી રહ્યો ... વધુ વાંચો »

Nov 20, 2024
આગામી એકાદ અઠવાડિયામાં જામનગર તા. ર૦: ગુજરાત રાજ્યમાં આગામી એકાદ અઠવાડિયામાં સત્તાધારી ભાજપમાં નવાજુની થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પક્ષના અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મંત્રીમંડળમાં પણ કેટલાક ચોંકાવનારા ફેરફાર થાય તો નવાઈ નહીં. આ અંગે બીનસત્તાવાર રીતે જાણવા મળતી વિગતો મુજબ બે-એક દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીને ભાજપ મોવડી મંડળનું દિલ્હી આવવાનું તેડું આવ્યું હતું તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે બેઠક ... વધુ વાંચો »

Nov 20, 2024
ઓસ્કાર વિજેતા ખ્યાતનામ સંગીતકાર મુંબઈ તા. ર૦: ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન છૂટાછેડા લેશે. તેની પત્નીએ લગ્નના ર૯ વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો લાગ્યો છે. ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાનની પત્નીના વકીલે પબ્લિક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે લગ્નના વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. ... વધુ વાંચો »

Nov 20, 2024
આપના જિલ્લા પ્રમુખની રજૂઆત જામનગર તા. ૨૦: જામનગરના માર્કેટીંગ યાર્ડમાં ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે કૃષિમંત્રીને આવેદન પત્ર પાઠવી સમસ્યાઓના નિવારણ માટે રજુઆત કરી છે. જે ખેડૂતની મગફળીનો ઉતારો નિયમ મુજબ પુરતો આવતો હોઈ પરંતુ તે મગફળી બારદાનમાં ૩૫ કિલો ન સમાતી હોઈ તેથી ખેડૂતની તે મગફળી પરત મોકલવામાં આવે છે તેમાં તાત્કાલિક આદેશ કરી ... વધુ વાંચો »

Nov 20, 2024
કેટલાક મુસ્લિમ સંગઠનો તથા વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે નવી દિલ્હી તા. ૨૦: કેટલાક વર્ગોના વિરોધ છતાં સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં વકફ સુધારો બિલ પસાર કરવા માટે મક્કમ છે. વિરોધ પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનોએ આ બિલનો વિરોધ વ્યક્ત કર્યો છે. પરંતુ સરકારે આ બિલ પસાર કરાવવાની તૈયારી કરી લીધી હતી. તેમ જણાવાયું છે. મોદી સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં વન નેશનં વન ઈલેકશન તેમજ વકફ બિલ માટે સંપૂર્ણ ... વધુ વાંચો »

Nov 20, 2024
આંગણવાડી લાભાર્થી બાળકો માટે અભ્યાસલક્ષી 'વેસ્ટમાંથી બેસ્ટ'ની હરીફાઈઃ જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખા દ્વારા આજે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાજા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આંગણવાડી લાભાર્થી બાળકો માટે ખાસ હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં તેઓએ એક કૃતિ રજૂ કરવાની હતી. ઉપરાંત અભ્યાસલક્ષી વેસ્ટમાંથી બેસ્ટની હરીફાઈનું પણ આયોજન થયું હતું. આ સમયે બન્ને વિભાગમાં ... વધુ વાંચો »

Nov 20, 2024
લાંબી લાંબી લાઈનોમાંથી મુક્તિઃ અદ્યતન ટેકનોલોજી એ.આઈ.ની મદદથી અમરાવતી તા. ર૦: તિરૂપતિ મંદિરમાં હવે બે કલાકમાં દર્શન થઈ શકશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે. તેથી હવે વીઆઈપી ક્વોટા બંધ કરી દેવામાં આવશે, તેવી જાહેરાત તિરૂપતિ દેવસ્થાન બોર્ડે કરી છે. આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થિત જગપ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમાં બોર્ડે નિર્ણય ... વધુ વાંચો »

Nov 20, 2024
ભાજપ, કોંગ્રેસ તથા શિવસેના-એનસીપીના બબ્બે જૂથો ચૂંટણી જંગમાં: અનેક નેતાઓની કારકીર્દિનો અંતિમ ફેંસલોઃ મતદાનની ટકાવારી પર નજર મુંબઈ તા. ૨૦: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-ર૦ર૪ માં કાંટાની ટક્કર છે. સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી વચ્ચે સ્પર્ધા છે. મહાયુતિમાં ભાજપ, શિંદે જૂથની શિવેસેના અને અજિત પવાર જૂથની એનસીપી સામેલ છે. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરે જૂથ, શરદ પવાર જૂથ અને કોંગ્રેસ સામેલ છે. બન્ને ગઠબંધન જીતવા માટે સક્ષમ છે. ભાજપ ૧૪૯ બેઠકો ... વધુ વાંચો »

Nov 20, 2024
૪૮ કલાકમાં તાપમાનનો પારો સડસાડટ નીચે ઉતરતા જામનગર તા. ર૦: હાલારમાં શિયાળાએ ગતિ પકડી લીધી છે. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૪.પ ડીગ્રી સુધી નીચે શરકીને સિઝનમાં પ્રથમ વખત ૧પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો. જામનગરમાં ગત્ સોમવારે લઘુતમ તાપમાન ૧૯.પ ડીગ્રી નોંધાયું હતું જે અત્યાર સુધીમાં સડસડાટ ૪.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૧પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. ચાલુ સિઝનમાં લઘુતમ તાપમાન ... વધુ વાંચો »

Nov 20, 2024
ડિજિટલ ઈન્ડિયાના દાવા અને ઈન્ટરનેટ યુગ છતાં જામનગર તા. ર૦: એક તરફ જમાનો અત્યાધુનિક બન્યો છે. દેશ હાલ ર૧ મી સદીમાં પ્રગતિ કરી રહ્યો છે, જ્યારે જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં આજે પણ ઢબ મુજબ અને ઢંગધડા વગરની મશીનરીથી કામ કરવામાં આવે છે. પરિણામે લોકો- અરજદારો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના કમિશનર, મેયર અથવા સ્ટે. ચેરમેનને ક્યારેય જન્મ-મરણ શાખાની આકસ્મિક મુલાકાત લીધી નથી અને લોકોની સમસ્યા જાળવવાની તસ્દી પણ લીધી નથી. વધુ વાંચો »

Nov 20, 2024
ગુજરાત હાઉસીંગ બોર્ડની જર્જરિત ઈમારતોની પાડતોડ હેઠળ આજે ઓપરેશન ડિમોલીશન હેઠળ જામનગરમાં સાધના કોલોની હાઉસીંગ બોર્ડની જર્જરિત આવાસ યોજનામાં મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો ભાગ હવે આજે એલ-૮૮ બ્લોકનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. જામનગરની સાધના કોલોનીની વર્ષો જુની હાઉસીંગ બોર્ડની આવાસ યોજનાનાં મકાનો જર્જરિત હાલતમાં છે.  અગાઉ અહિં મકાન તુટી પડતાં માનવ મૃત્યુ પણ થયું છે. આ પછી મહાનગર પાલિકાએ અહિંની આવાસ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. અને ખાલી મકાનો ડિમોલીશન કરવામાં આવી છે. અગાઉ ૨૦ ... વધુ વાંચો »

Nov 20, 2024
યુવાનને પરિવારજનોએ સારવારમાં ખસેડ્યાઃ જામનગર તા. ૨૦: જામનગરની પઠાણ ફળીમાં રહેતા એક યુવાને ગઈકાલે ઝેરી પ્રવાહી પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાને કોઈ વ્યાજખોરના ત્રાસથી દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તેનું નિવેદન નોંધવાની તજવીજ કરી છે. જામનગરના પઠાણફળી વિસ્તારમાં રહેતા અકરમ સંધી નામના યુવાને ગઈકાલે કોઈ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેની જાણ થતાં પરિવારજનોએ આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ... વધુ વાંચો »

Nov 20, 2024
ઉલ્ટી થવા લાગ્યા પછી સપડાના યુવાન પર કાળનો પંજોઃ જામનગર તા. ૨૦: જામનગર તાલુકાના આમરા ગામમાં સપ્તાહ પહેલાં કપડા સૂકવી રહેલા એક મહિલાને કોઈ રીતે વીજ આંચકો લાગ્યો હતો. સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે સપડા ગામના એક યુવાનને ઉલ્ટીઓ થયા પછી સારવાર માટે જામનગર દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું પણ મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામમાં રહેતા મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામના ... વધુ વાંચો »

Nov 20, 2024
પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું: જામનગર તા. ર૦: જામનગરના રાજીવનગરમાં વસવાટ કરતા એક વૃદ્ધાએ ગઈકાલે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે. જામનગરના એરફોર્સ રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા રાજુબેન મેઘજીભાઈ ભરાડીયા (ઉ.વ.૭૭) નામના વૃદ્ધા ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેઓએ કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી પોતાના ઓરડાની છતમાં રહેલી આડીમાં ચુંદડી વડે ગાળીયો ... વધુ વાંચો »

Nov 20, 2024
મૃતકના સંબંધીનું પોલીસે નિવેદન નોંધ્યું: જામનગર તા. ૨૦: ખંભાળિયાના સલાયા ગામના એક પ્રૌઢ પોતાના ઘરેથી ગયા ગુરૂવારે નીકળ્યા પછી રામ મંદિરેથી લાપત્તા બની ગયા હતા. તેઓનો મૃતદેહ ગઈકાલે ખંભાળિયામાં તેલી નદીના પુલ નીચે પાણીમાંથી મળી આવ્યો છે. પોલીસે તેમના ખંભાળીયામાં રહેતા સંબંધીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં વસવાટ કરતા અને ત્યાં આવેલા રામમંદિરમાં પૂજાપાઠ કરતા અશોકભાઈ શશીકાંત ભાઈ મહેતા (ઉ.વ.૫૬) નામના ... વધુ વાંચો »

Nov 20, 2024
દ્વારકામાં વૃદ્ધાને મોટરે ઠોકર મારીઃ જામનગર તા. ૨૦: ખંભાળિયા-દ્વારકા વચ્ચે આવેલા હંજડાપરના પાટીયા પાસે ગઈકાલે સવારે વેગનઆર મોટર સાથે ક્રેટા મોટર ટકરાઈ પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે. રોંગ સાઈડમાં મોટર ચલાવનાર શખ્સ સામે ગુન્હો નોંેંધાયો છે. દ્વારકા શહેરમાં ચાલીને જતાં વૃદ્ધાને અજાણી મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં ભોગાવો નદીના કાંઠે રહેતા ભાવેશભાઈ ગિરીશચંદ્ર યાજ્ઞીક નામના પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૧-એચએસ ૫૨૪ નંબરની વેગનઆર મોટરમાં મીઠાપુરથી રવાના ... વધુ વાંચો »

Nov 20, 2024
કારખાનાના માલિકે નોંધાવી હતી ફરિયાદઃ જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીએ પોતાના બંધ કારખાના પર બેંકમાં ખાતુ ખોલાવી મેતાજીએ રૂ.૫ કરોડનું જીએસટી રિફંડ મેળવી લીધાની અને બંેકમાંથી લોન મેળવી લીધાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અદાલતમાં રજૂ કરાયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે. જામનગરમાં બેડીબંદર રોડ પર તિરૂપતિ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયાએ પોતાનું એક કારખાનુ થોડા સમય પહેલાં બંધ કર્યા ... વધુ વાંચો »

Nov 20, 2024
એલસીબીએ ધ્રોલ પાસેથી પકડી પાડ્યાઃ જામનગર તા. ૨૦: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં થોડા મહિના પહેલાં નોંધાયેલા એક ગુન્હામાં રાજકોટના બે શખ્સના નામ ખૂલ્યા હતા. ત્યારથી બંને આરોપી નાસતા ફરતા હતા. તેઓને એલસીબીએ ધ્રોલ પાસેથી પકડી પાડ્યા છે. ધ્રોલના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં બીએનએસ કલમ ૧૮૯ (ર), ૧૯૧ (ર) (૩), ૧૯૦, ૧૧૫ (ર), ૧૧૮ (૧), ૧૧૭ (ર) હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં રાજકોટના ભવાનીનગરમાં રહેતા સંદીપસિંહ અમરસિંહ રાણા ઉર્ફે લક્કી તથા ... વધુ વાંચો »

Nov 20, 2024
સ્કૂટરમાં કરાતી દારૂની હેરાફેરી ઝડપાઈઃ જામનગર તા. ૨૦: જામનગરના ધરારનગરમાં એક મકાનમાંથી પોલીસે દારૂની ર૪ બોટલ અને બીયરના પાંચ ટીન પકડી પાડ્યા છે. કાનાનગરમાંથી એક શખ્સ દારૂની છ બોટલ સાથે મળી આવ્યો છે. સ્કૂટરમાં દારૂ લઈને જતાં શખ્સની સુમેર કલબ રોડ પરથી અટકાયત કરાઈ છે. જીવાપરમાંથી એક બોટલ કબજે લેવાઈ છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગરમાં દરગાહ પાસે રહેતા એક શખ્સના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી ... વધુ વાંચો »

Nov 20, 2024
શ્રમ અધિકારીએ નોંધાવી ફરિયાદઃ જામનગર તા. ૨૦: જામનગરના કોમલનગરમાં આવેલા એક ગેરેજમાં ચૌદ વર્ષ થી નાની વયના શ્રમયોગી પાસે કામ કરાવાતું હતું. ત્યાં દોડી ગયેલા શ્રમ અધિકારીએ આ બાળકને મુક્ત કરાવી ગેરેજના સંચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના એરફોર્સ રોડ પર આવેલા કોમલનગર નજીક રેલવે ફાટક પાસે એક ગેરેજમાં ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે કામ કરાવાતું હોવાની બાતમી પરથી ગઈકાલે જામનગરના શ્રમ અધિકારીએ દરોડો પાડ્યો હતો. વધુ વાંચો »

Nov 20, 2024
શ્રેષ્ઠ કર્મીઓનું સન્માનઃ લાભાર્થીઓને મંજૂરી હુકમોઃ ડીડીઓએ યોજી બેઠક જામનગર તા. ૨૦: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિકટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર જામનગર જિલ્લામૉ ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી સ્વચ્છતા અંગે ચાલનારી વિશેષ ઝુંબેશ અંગે ચર્ચા- પરામર્શ સાથે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતાં. સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ-૨ ના સુચારૂ અમલીકરણ માટે કલેકટર કચેરી, ... વધુ વાંચો »

Nov 20, 2024
થોડા સમય પહેલા જામસાહેબે તાળા મરાવી દીધા હતાં, ત્યાં સાફસફાઈ, મરામત અને નવીનિકરણનું કામ શરૃઃ જામનગર શહેરના પોશ વિસ્તારની મધ્યમાં જોગર્સ પાર્કમાં આવેલ પૂજ્ય ધનકુંવરબા સ્વામી આયુર્વેદિક ઔષધિ ઉદ્યાનની વિશાળ જગ્યામાં જામનગરના અનેક લોકો મોર્નીંગ-ઈવનીંગ વોક માટે આવતા હતાં, પણ થોડા વર્ષો અગાઉ આ વોકીંગ સ્થળે કેટલાક લુખ્ખા અને માથાભારે શખ્સો દ્વારા ગેરઉપયોગ થતો હોવાની, મહિલાઓની છેડતી, દારૂની મહેફીલો થતી હોવાની ફરિયાદો ઊઠવા પામતા જામસાહેબે તેમની માલિકીના આ વિશાળ સ્થળને તાળા મારી દીધા ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગરની બાગાયત કચેરીમાં જામનગર તા. ર૦: જામનગર જિલ્લાના દરેક નાગરિકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન) નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, મરચા, રીંગણા, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, કારેલા, દુધી, કાકડી, મેથી, ધાણા વિગેરેનું વાવેતર કરી શકે તે માટે નાયબ ... વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તા. ર૦: ખંભાળિયા પાલિકામાં હાલ કાયમી સફાઈ કામદારોની જગ્યાઓ ખાલી છે, ત્યારે તે પૈકી પાંચ જગ્યાઓ ભરવાની મંજુરી મળ્યા પછી તેની પ્રક્રિયા પણ થઈ ગયાને દોઢ-બે વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં તથા આ અંગે સફાઈ કામદારો દ્વારા દોઢેક વર્ષ પહેલા પ્રતીક ઉપવાસ આંદોલન પણ કરાયેલું તે પછી પાલિકાની સામાન્ય સભાઓમાં ઠરાવો થઈ જવા છતાં પ્રક્રિયા પછી વારંવાર ભરતી થશે તેમ કહેવા છતાં પણ લાંબા સમયથી કંઈ કાર્યવાહી થઈ નથી. ખંભાળિયા સફાઈ ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગર તા. ૨૦: જામનગરમાં બેડેશ્વર ઓવરબ્રીજ નિચેનાં ભાગમાં મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. જે પૈસાનાં વેડફાટ સમાન અહીં જાહેર શૌચાલયની કોઈ જ જરૂરિયાત નથી.  સામાજિક કાર્યકર અનવર નુરમામદ સંઘારે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, અહિં કોઈ કોમર્શિયલ વિસ્તાર નથી અને દરેક રહેણાંક મકાનમાં શૌચાલયની સુવિધા છે. આ વિસ્તારમાં શેલ્ટર હોમ, આંગણવાડી, સાર્વજિનક દવાખાનાની સુવિધા છે. પરંતુ તેમાં પણ શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ શૌચાલય બનાવવા માટે કોણે સર્વે કર્યો? કયા કારણોસર જરૂરિયાત જોવા મળી? અધિકારીઓની અણઆવડતનાં ... વધુ વાંચો »

Nov 20, 2024
૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન ખંભાળિયા તા. ૨૦: અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદમાં તા. ૨૫ નવેમ્બરથી તા. ૦૬ ડિસેમ્બર સુધી ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની વિનામૂલ્યે તાલીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટેનીસ રમતના ખેલાડી ભાઈ બહેનોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદમાં ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદમાં કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર ... વધુ વાંચો »

Nov 20, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ઈ.કે.વાય.સી. પ્રક્રિયા ચાલતી હોય, આ માટે આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી ચાલતી હોય, તેમાં ઓછી કીટ કામમાં વપરાતી હોય લોકોને ખૂબ જ પરેશાની સાથે વારંવાર બાળકો ઘરના સદસ્યો સાથે દ્વારકા તાલુકા મથકોએ આવી પડતા હોય, આ અંગે જિલ્લા તંત્રને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવેલ કે ઈ.કે.વાય.સી.ની આ ધીમી પ્રક્રિયાની લોકો જે ગરીબ છે તેઓ આ ... વધુ વાંચો »

Nov 20, 2024
અમદાવાદ તા. ૨૦: જાહ્ન સ્ટુડિયોના બેનર હેઠળ બનેલ ફિલ્મ 'ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની' તેની રિલીઝ ડેટ એનાઉન્સમેન્ટ પછી જોરશોરથી ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૨ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા મિત્ર ગઢવી અને અભિનેત્રી સિદ્ધિ ઈદનાની આ ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ કંઈક અલગ સ્ટોરી લાઈન લઈને આવી રહી છે. દિવ્યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના ડિરેક્ટર પ્રીત છે જેઓ અગાઉ ગુજરાતી ફિલ્મ 'વેનીલા ... વધુ વાંચો »

Nov 20, 2024
'નો પાર્કિંગ બોર્ડ લગાડેલ છે' પણ તેનો અમલ થતો નથી...!! જામનગર તા. ર૦: જામનગરના અતિ વ્યસ્ત એવા જી.જી. હોસ્પિટલ માર્ગ ઉપર હોસ્પિટલના દરવાજાઓ પાસે જ ખાણી-પીણીની રેંકડીઓ, પથારાવાળાઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને હોસ્પિટલના પ્રવેશ પાસે જ ગંદકી ફેલાયેલી   રહે છે. આ હોસ્પિટલની દીવાલો પાસે 'નો પાર્કિંગના બોર્ડ' લગાડેલ છે... પણ તેનો અમલ થતો નથી. અહીં વાહનોને પાર્ક કરવાની મનાઈ છે, પણ ખાણી-પીણીવાળા બિંદાસપણે ખડકાયેલા રહે છે, અને ર૪ કલાક ન્યુસન્સ ફેલાવે છે. આ ધંધાર્થીઓ પાસેથી ચોક્કસ તંત્રના કર્મચારીઓ દ્વારા ... વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા પાલિકાની આર્થિક સ્થિતિ નબળી થતાં વીજબીલ ભરવા માટે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાંથી લોન માંગવાનો વારો આવતા એક સમયની રાજ્યની બીજા નંબરની સદ્ધર પાલિકાની આર્થિક સ્થિતિ માટે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે ખંભાળિયા ઉપરાંત અન્ય પાલિકાઓની પણ આર્થિક સ્થિતિ નબળી હોય લાખોના વીજબીલો બાકી હોવાનું પણ આવ્યું છે. છેલ્લી સ્થિતિ મુજબ ખંભાળિયા પાલિકા પાસે વીજતંત્ર ૧.૧૪ કરોડ રૂપિયા ભાણવડ નગરપાલિકા પાસે ૬૫.૧૮ લાખ રૂપિયા તથા સલાયા નગરપાલિકા પાસે ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગર તા. ૧૩: ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાંડર સંદીપ ખેતિયા દ્વારા જિલ્લાના વિવિધ યુનિટો વચ્ચે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના હોમગાર્ડઝ સ્પોર્ટસ ઓફિસર પી.કે. કારીયા, ગીરીરાજસિંહ જાડેજા વગેરે દ્વારા સ્પર્ધાઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની દોડ, કૂદ તથા ફેંકની સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતા ખેલાડીઓને ઈનામ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં.   જો આપને આ વધુ વાંચો »

Nov 20, 2024
રાજ્યકક્ષાના ન.પ્રા. શિક્ષક સંઘની શિક્ષણમંત્રીને રજૂઆત ફળી જામનગર તા. ૨૦: જિલ્લા ફેર બદલીમાં જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અગ્રતાની ખાલી જગ્યામાં અરજીથી વંચિત અરજદારો (દંપતી અને અન્ય) ને  તક આપવાની રજૂઆતને શિક્ષણ વિભાગે માન્ય રાખી છે. ગુરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી મનોજ પટેલએ રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી કે ૧૭ હજાર શિક્ષકોને આંતરિક ફેર બદલી અને ૧ર હજાર શિક્ષકોને જિલ્લા ફેર બદલીના લાભ મળ્યા હતાં. ચાલુ વર્ષ પણ વિદ્યા સહાયકની ભરતી પહેલા જિલ્લા ફેરબદલી કરવા ... વધુ વાંચો »

Nov 20, 2024
જાયન્ટસ વીકની ઉજવણી અંતર્ગત આયોજન જામનગર તા. ૨૦: જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા જાયન્ટસ વીકની ઉજવણી અંતર્ગત સમાજ ઉપયોગી વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં જાયન્ટસ વીક દરમિયાન પ્રાઈમ સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટીશન રાખવામાં આવી હતી અને વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતાં. એમએસી ઈન્સ્ટિટયુટમાં થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવી હતી. તેમજ વ્યસન મુક્તિ અવેરનેસ માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હંસરાજ લાધા ચેરીટેબલ ટ્રસ્ટની બાળાઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તા. ર૦: રવિ પાકના વાવેતર માટે ડીએમ ખાતરનો જથ્થો ખેડૂતોને તાકીદે પૂરો પાવાના મુદ્દે જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાતભરમાં ભારે હોબાળો મચી ગયો અને ખેડૂતો, ખેડૂત આગેવાનો, સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતોના પગલે સરકાર દ્વારા ખાતરની ફાળવણી કરવામાં આવી રહી છે. ખંભાળિયા તથા દ્વારકા જિલ્લામાં સતત ડી.એ.પી.ના માંગને લઈને ઉપર વારંવાર ખાતરની માંગણી કરતા અગાઉ એસડબલ્યુમાંથી ટ્રક મારફતે ડી.એ.પી.નો જથ્થો આવેલો હતો જ્યારે ગઈકાલે હાપામાં રેક ભરીને માલ આવ્યો હતો જે રેલવે વેગનોમાં ત્યાંથી આવતા ... વધુ વાંચો »

Nov 20, 2024
પોલીસ, ફોરેસ્ટની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ટ્રેનીંગ માટે ઉત્તમ સ્થળઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું લોકાર્પણ જામનગર તા. ર૦: પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં દોડ માટે ટ્રેક, સુવિધાસભર મેદાન, વાતાનુકૂલ વાચનાલય તેમજ સ્પર્ધામક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને અનુકૂળ પડે તે પ્રકારનું વાતાવરણ પૂરૃં પાડવાનો પ્રશંસનીય પ્રયાસ જામનગર જિલ્લા પોલીસ ... વધુ વાંચો »

Nov 20, 2024
સકંલ્પ ગ્રુપના સહયોગથી ખંભાળીયા તા. ૨૦: રક્તદાન મહાદાન છે. રક્ત એ ફેક્ટરીમાં બનતું નથી અને રક્તની અછત ફક્ત રક્તથી જ પૂરી શકાય છે. સરકારી હોસ્પિટલમાં રક્તની અછત રહે છે આથી ભાણવડ તાલુકાના આરોગ્ય વિભાગના મોરઝર કેન્દ્રની ટીમ, નવાગામ આયુષ્માન કેન્દ્રની ટીમ, નવાગામ સરપંચ અને ત્યાંની યુવા ટીમ અને સંકલ્પ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૨૭ બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. કેમ્પમાં એકત્ર થયેલ રક્ત ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગર તા. ૨૦: મહેસાણામાં ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસો. દ્વારા મહેસાણા યુનાઈટેડના સંયુક્ત ઉપક્રમે વેટરન ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ૬ ટીમે ભાગ લીધો હતો. રાજકોટ-જામનગર કમ્બાઈન્ડ ૪૦ પ્લસ ટીમ સેમિ ફાઈનલમાં બરોડા તથા ફાઈનલમાં સુરતને પરાજીત કરી ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત ૬૦ પ્લસ સૌરાષ્ટ્ર વેટરન ટીમે રેસ્ટ ઓફ ગુજરાતની ટીમને હરાવી ખિતાબ જીત્યો હતો. ૪૦ પ્લસ કેટેગરીમાં બેસ્ટ ડિફેન્ડર તરીકે જામનગરના પૃથ્વીરાજ જેઠવા અને બેસ્ટ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ ... વધુ વાંચો »

Nov 20, 2024
શિક્ષણ, અન્નદાન અને ધાર્મિક ક્ષેત્રે દાનની સરવણી વહેવડાવી હતી જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને અન્નદાન ક્ષેત્રે અજોડ માનવતાની સુવાસ ફેલાવનાર દાતા જમનાદાસભાઈ રાયઠઠ્ઠાનો તાજેતરમાં લંડનમાં દેહવિલય થયો છે. વડવાઓનું મૂળ ચપર ગામ પરંતુ પોતાના જન્મ વતનમાં ન હોવા છતાં દ્વારકામાં માતાના નામથી દ્વારકાધીશ બાલઘર સંચાલિત સ્વ. કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા પ્રાથિમક સ્કૂલ અર્પણ કરી ભાટિયામાં દ્વારકાધીશ સોસાયટીમાં શ્રી ગણેશ, રામપંચાયત, શ્રીનાથજી, તથા ગાયત્રી માતાજીના મંદર ... વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના ઉમેદસિંહ લઘુભા જાડેજા ભારતીય લશ્કરમાં ૧૭ વર્ષ સેવા આપીને નિવૃત્ત થતાં ગ્રામજનો દ્વારા તેનું ઘોડા પર બેસાડીને હારતોરા કરીને સોનારડી ગામના પાટીયાથી આશાપુરા માતાજીના મંદિર સુધી ઢોલ-નગારા સાથે સરઘસ કાઢીને સ્વાગત કર્યુ હતું. રાસ-ગરબા તથા દેશભકિતના ગીતની રમઝટ સાથે આ જવાનને વધાવ્યો હતો.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Nov 20, 2024
વિવિધ વયજૂથના ભાઈઓ-બહેનો રાજ્ય કક્ષાએ ભાગ લેશેઃ રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા-ર૦ર૪-રપ ની જિલ્લાકક્ષાની એથ્લેટિકસ અંડર-૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઈઓ બહેનોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૭ અને ૮ ઓકટોબરના જામજોધપુર તાલુકાની વિજાપુર વિદ્યા સંકુલ સીદસરમાં યોજાયેલ એથ્લેટિકસ સ્પર્ધામાં કુલ ૩પ૦ ભાઈઓ અને ર૭પ બહેનો ... વધુ વાંચો »

Nov 20, 2024
સ્થાનિક /     વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ૨૦-નવેમ્બર-૨૦૨૪ રોજના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી ભારતીય શેરબજાર બંધ રહેનાર હતું. મંગળવારે ભારતીય શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક શેરબજારમાં એશિયન શેરબજારોના સથવારે છેલ્લા સતત સાત દિવસના કડાકા બાદ સ્થાનિક શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૭૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગ્રુપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની ... વધુ વાંચો »

Nov 20, 2024
આગામી એકાદ અઠવાડિયામાં જામનગર તા. ર૦: ગુજરાત રાજ્યમાં આગામી એકાદ અઠવાડિયામાં સત્તાધારી ભાજપમાં નવાજુની થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પક્ષના અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મંત્રીમંડળમાં પણ કેટલાક ચોંકાવનારા ફેરફાર થાય તો નવાઈ નહીં. આ અંગે બીનસત્તાવાર રીતે જાણવા મળતી વિગતો મુજબ બે-એક દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીને ભાજપ મોવડી મંડળનું દિલ્હી આવવાનું તેડું આવ્યું હતું તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે બેઠક યોજાઈ હતી અને ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ બેઠક અને ચર્ચામાં એવું નક્કી ... વધુ વાંચો »

Nov 20, 2024
આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેની સાથે સાથે યુ.પી., પંજાબ, કેરલ અને ઉત્તરાખંડ સહિત કુલ ૧પ વિધાનસભા બેઠકો ઉપરાંત એક લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે મતદારો પોતાનો જનાદેશ આપી રહ્યા છે. બપોર સુધીનો ટ્રન્ડ જોતા કેટલાક સ્થળે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, તો કેટલાક સ્થળે બપોર પછી મતદાનની ટકાવારી વધી શકે છે. એકંદરે આ ચૂંટણીઓને શાસક ગઠબંધન તથા વિપક્ષી ગઠબંધન બન્ને માટે લિટમસ ટેસ્ટ ગણાવાઈ રહ્યો છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક માટે ૧૩ મી નવેમ્બરે મતદાન સંપન્ન થયું હતું, જેનું પરિણામ પણ મહારાષ્ટ્ર-ઝારખંડની સાથે જ ર૩ ... વધુ વાંચો »

Nov 20, 2024
ડિજિટલ ઈન્ડિયાના દાવા અને ઈન્ટરનેટ યુગ છતાં જામનગર તા. ર૦: એક તરફ જમાનો અત્યાધુનિક બન્યો છે. દેશ હાલ ર૧ મી સદીમાં પ્રગતિ કરી રહ્યો છે, જ્યારે જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં આજે પણ ઢબ મુજબ અને ઢંગધડા વગરની મશીનરીથી કામ કરવામાં આવે છે. પરિણામે લોકો- અરજદારો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના કમિશનર, મેયર અથવા સ્ટે. ચેરમેનને ક્યારેય જન્મ-મરણ શાખાની આકસ્મિક મુલાકાત લીધી નથી અને લોકોની સમસ્યા જાળવવાની તસ્દી પણ લીધી નથી. આજે તમામ કામગીરી કોમ્પ્યુટરાઈઝ્ડ થઈ રહી છે. સાધન સામગ્રીની સુવિધા વધી છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં જાણે વધારાની ... વધુ વાંચો »

Nov 20, 2024
થોડા સમય પહેલા જામસાહેબે તાળા મરાવી દીધા હતાં, ત્યાં સાફસફાઈ, મરામત અને નવીનિકરણનું કામ શરૃઃ જામનગર શહેરના પોશ વિસ્તારની મધ્યમાં જોગર્સ પાર્કમાં આવેલ પૂજ્ય ધનકુંવરબા સ્વામી આયુર્વેદિક ઔષધિ ઉદ્યાનની વિશાળ જગ્યામાં જામનગરના અનેક લોકો મોર્નીંગ-ઈવનીંગ વોક માટે આવતા હતાં, પણ થોડા વર્ષો અગાઉ આ વોકીંગ સ્થળે કેટલાક લુખ્ખા અને માથાભારે શખ્સો દ્વારા ગેરઉપયોગ થતો હોવાની, મહિલાઓની છેડતી, દારૂની મહેફીલો થતી હોવાની ફરિયાદો ઊઠવા પામતા જામસાહેબે તેમની માલિકીના આ વિશાળ સ્થળને તાળા મારી દીધા હતાં. વર્ષોથી આ અત્યંત ઉપયોગી, વૃક્ષો સાથેના હરિયાળા વોકીંગ ઝોન-ગાર્ડન બંધ હાલતમાં હોવાથી વેરાન બની ગયું હતું અને આ ઉદ્યાન ... વધુ વાંચો »

Nov 20, 2024
બેલેસ્ટિક મિસાઈલનો જવાબ પરમાણુ બોમ્બથીઃ પુતિન નવી દિલ્હી તા. ર૦: યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી દહેશત ઊભી થતા યુરોપના કેટલાક દેશો સતર્ક થઈ ગયા છે અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો ઊભો થયો છે. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે ભયંકર વળાંક લેવા જઈ રહ્યું છે અને વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો છે. રશિયાએ બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી આપવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં સવાલ ઊઠી રહ્યો છે કે શું હવે કરશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરશે? નિષ્ણાતો કહી રહ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ... વધુ વાંચો »

Nov 20, 2024
લાંબી લાંબી લાઈનોમાંથી મુક્તિઃ અદ્યતન ટેકનોલોજી એ.આઈ.ની મદદથી અમરાવતી તા. ર૦: તિરૂપતિ મંદિરમાં હવે બે કલાકમાં દર્શન થઈ શકશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે. તેથી હવે વીઆઈપી ક્વોટા બંધ કરી દેવામાં આવશે, તેવી જાહેરાત તિરૂપતિ દેવસ્થાન બોર્ડે કરી છે. આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થિત જગપ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમાં બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે અને નવી વ્યવસ્થા હેઠળ ભક્તોને માત્ર ... વધુ વાંચો »

Nov 20, 2024
કેટલાક મુસ્લિમ સંગઠનો તથા વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે નવી દિલ્હી તા. ૨૦: કેટલાક વર્ગોના વિરોધ છતાં સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં વકફ સુધારો બિલ પસાર કરવા માટે મક્કમ છે. વિરોધ પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનોએ આ બિલનો વિરોધ વ્યક્ત કર્યો છે. પરંતુ સરકારે આ બિલ પસાર કરાવવાની તૈયારી કરી લીધી હતી. તેમ જણાવાયું છે. મોદી સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં વન નેશનં વન ઈલેકશન તેમજ વકફ બિલ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય તેવું લાગે છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ મંગળવારે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે વકફ સંશોધન બિલ ... વધુ વાંચો »

Nov 20, 2024
ગુજરાત હાઉસીંગ બોર્ડની જર્જરિત ઈમારતોની પાડતોડ હેઠળ આજે ઓપરેશન ડિમોલીશન હેઠળ જામનગરમાં સાધના કોલોની હાઉસીંગ બોર્ડની જર્જરિત આવાસ યોજનામાં મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો ભાગ હવે આજે એલ-૮૮ બ્લોકનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. જામનગરની સાધના કોલોનીની વર્ષો જુની હાઉસીંગ બોર્ડની આવાસ યોજનાનાં મકાનો જર્જરિત હાલતમાં છે.  અગાઉ અહિં મકાન તુટી પડતાં માનવ મૃત્યુ પણ થયું છે. આ પછી મહાનગર પાલિકાએ અહિંની આવાસ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. અને ખાલી મકાનો ડિમોલીશન કરવામાં આવી છે. અગાઉ ૨૦ જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતાં જયારે આજે એલ-૮૮ નંબરના બ્લોક નં. ૧ર ફલેટ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી ... વધુ વાંચો »

Nov 20, 2024
સ્કૂટરમાં કરાતી દારૂની હેરાફેરી ઝડપાઈઃ જામનગર તા. ૨૦: જામનગરના ધરારનગરમાં એક મકાનમાંથી પોલીસે દારૂની ર૪ બોટલ અને બીયરના પાંચ ટીન પકડી પાડ્યા છે. કાનાનગરમાંથી એક શખ્સ દારૂની છ બોટલ સાથે મળી આવ્યો છે. સ્કૂટરમાં દારૂ લઈને જતાં શખ્સની સુમેર કલબ રોડ પરથી અટકાયત કરાઈ છે. જીવાપરમાંથી એક બોટલ કબજે લેવાઈ છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગરમાં દરગાહ પાસે રહેતા એક શખ્સના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા કિરીટસિંહ ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગરની બાગાયત કચેરીમાં જામનગર તા. ર૦: જામનગર જિલ્લાના દરેક નાગરિકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન) નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, મરચા, રીંગણા, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, કારેલા, દુધી, કાકડી, મેથી, ધાણા વિગેરેનું વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા રૂપિયા પ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્ટ્રીય ... વધુ વાંચો »

Nov 20, 2024
શિક્ષણ, અન્નદાન અને ધાર્મિક ક્ષેત્રે દાનની સરવણી વહેવડાવી હતી જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને અન્નદાન ક્ષેત્રે અજોડ માનવતાની સુવાસ ફેલાવનાર દાતા જમનાદાસભાઈ રાયઠઠ્ઠાનો તાજેતરમાં લંડનમાં દેહવિલય થયો છે. વડવાઓનું મૂળ ચપર ગામ પરંતુ પોતાના જન્મ વતનમાં ન હોવા છતાં દ્વારકામાં માતાના નામથી દ્વારકાધીશ બાલઘર સંચાલિત સ્વ. કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા પ્રાથિમક સ્કૂલ અર્પણ કરી ભાટિયામાં દ્વારકાધીશ સોસાયટીમાં શ્રી ગણેશ, રામપંચાયત, શ્રીનાથજી, તથા ગાયત્રી માતાજીના મંદર બંધ આપ્યા તેમજ માતુશ્રીના નામથી સ્વ. કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા હોલ બનાવી આપ્યો હતો. તે ઉપરાંત ... વધુ વાંચો »

Nov 20, 2024
ઓસ્કાર વિજેતા ખ્યાતનામ સંગીતકાર મુંબઈ તા. ર૦: ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન છૂટાછેડા લેશે. તેની પત્નીએ લગ્નના ર૯ વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો લાગ્યો છે. ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાનની પત્નીના વકીલે પબ્લિક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે લગ્નના વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણા તણાવ પછી આ પગલું લેવામાં આવ્યું છે. બન્ને વચ્ચે ઊંડો પ્રેમ હોવા છતાં, મુશ્કેલીઓ અને તણાવે એક ... વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના ઉમેદસિંહ લઘુભા જાડેજા ભારતીય લશ્કરમાં ૧૭ વર્ષ સેવા આપીને નિવૃત્ત થતાં ગ્રામજનો દ્વારા તેનું ઘોડા પર બેસાડીને હારતોરા કરીને સોનારડી ગામના પાટીયાથી આશાપુરા માતાજીના મંદિર સુધી ઢોલ-નગારા સાથે સરઘસ કાઢીને સ્વાગત કર્યુ હતું. રાસ-ગરબા તથા દેશભકિતના ગીતની રમઝટ સાથે આ જવાનને વધાવ્યો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Nov 20, 2024
પોલીસ, ફોરેસ્ટની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ટ્રેનીંગ માટે ઉત્તમ સ્થળઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું લોકાર્પણ જામનગર તા. ર૦: પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં દોડ માટે ટ્રેક, સુવિધાસભર મેદાન, વાતાનુકૂલ વાચનાલય તેમજ સ્પર્ધામક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને અનુકૂળ પડે તે પ્રકારનું વાતાવરણ પૂરૃં પાડવાનો પ્રશંસનીય પ્રયાસ જામનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ગ્રાઉન્ડમાં દોડ માટે અનુકૂળ એવો ૪૦૦ મીટરનો વિશેષ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો ... વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા પાલિકાની આર્થિક સ્થિતિ નબળી થતાં વીજબીલ ભરવા માટે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાંથી લોન માંગવાનો વારો આવતા એક સમયની રાજ્યની બીજા નંબરની સદ્ધર પાલિકાની આર્થિક સ્થિતિ માટે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે ખંભાળિયા ઉપરાંત અન્ય પાલિકાઓની પણ આર્થિક સ્થિતિ નબળી હોય લાખોના વીજબીલો બાકી હોવાનું પણ આવ્યું છે. છેલ્લી સ્થિતિ મુજબ ખંભાળિયા પાલિકા પાસે વીજતંત્ર ૧.૧૪ કરોડ રૂપિયા ભાણવડ નગરપાલિકા પાસે ૬૫.૧૮ લાખ રૂપિયા તથા સલાયા નગરપાલિકા પાસે ૩૬.૯૦ લાખની વીજબીલની રકમો સ્ટ્રીટ લાઈટો તથા પાણી વોટર વર્કસની માંગણી હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગની પાલિકાઓમાં વેરા વસુલાત નબળા, ... વધુ વાંચો »

Nov 20, 2024
કારખાનાના માલિકે નોંધાવી હતી ફરિયાદઃ જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીએ પોતાના બંધ કારખાના પર બેંકમાં ખાતુ ખોલાવી મેતાજીએ રૂ.૫ કરોડનું જીએસટી રિફંડ મેળવી લીધાની અને બંેકમાંથી લોન મેળવી લીધાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અદાલતમાં રજૂ કરાયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે. જામનગરમાં બેડીબંદર રોડ પર તિરૂપતિ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયાએ પોતાનું એક કારખાનુ થોડા સમય પહેલાં બંધ કર્યા પછી પણ તે કારખાનાના નામનું જીએસટી એકાઉન્ટ ચાલુ હોવાની અને તેમાં જીએસટી અંગેનું રિફંડ મેળવાતું હોવાની વિગત મળતા વિષ્ણુભાઈએ તપાસ ... વધુ વાંચો »

Nov 20, 2024
યુવાનને પરિવારજનોએ સારવારમાં ખસેડ્યાઃ જામનગર તા. ૨૦: જામનગરની પઠાણ ફળીમાં રહેતા એક યુવાને ગઈકાલે ઝેરી પ્રવાહી પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાને કોઈ વ્યાજખોરના ત્રાસથી દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તેનું નિવેદન નોંધવાની તજવીજ કરી છે. જામનગરના પઠાણફળી વિસ્તારમાં રહેતા અકરમ સંધી નામના યુવાને ગઈકાલે કોઈ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેની જાણ થતાં પરિવારજનોએ આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો. આ યુવાનની ફરજ પરના તબીબે સારવાર શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસ દોડી આવી હતી. આ યુવાને કોઈ ... વધુ વાંચો »

Nov 20, 2024
૪૮ કલાકમાં તાપમાનનો પારો સડસાડટ નીચે ઉતરતા જામનગર તા. ર૦: હાલારમાં શિયાળાએ ગતિ પકડી લીધી છે. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૪.પ ડીગ્રી સુધી નીચે શરકીને સિઝનમાં પ્રથમ વખત ૧પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો. જામનગરમાં ગત્ સોમવારે લઘુતમ તાપમાન ૧૯.પ ડીગ્રી નોંધાયું હતું જે અત્યાર સુધીમાં સડસડાટ ૪.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૧પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. ચાલુ સિઝનમાં લઘુતમ તાપમાન પ્રથમ વખત ૧પ ડીગ્રીએ પહોંચતા ઠંડીમાં વધારો થયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાપમાનમાં થઈ રહેલા ... વધુ વાંચો »

Nov 20, 2024
આંગણવાડી લાભાર્થી બાળકો માટે અભ્યાસલક્ષી 'વેસ્ટમાંથી બેસ્ટ'ની હરીફાઈઃ જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખા દ્વારા આજે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાજા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આંગણવાડી લાભાર્થી બાળકો માટે ખાસ હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં તેઓએ એક કૃતિ રજૂ કરવાની હતી. ઉપરાંત અભ્યાસલક્ષી વેસ્ટમાંથી બેસ્ટની હરીફાઈનું પણ આયોજન થયું હતું. આ સમયે બન્ને વિભાગમાં એકથી પાંચ નંબરના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતાં. આઈસીડીએસ વિભાગના અંજનાબેન ઠુમ્મર, પૃથ્વીબેન પટેલ અને કર્મચારીઓ દ્વારા આયોજન થયું હતું.   વધુ વાંચો »

Nov 20, 2024
સકંલ્પ ગ્રુપના સહયોગથી ખંભાળીયા તા. ૨૦: રક્તદાન મહાદાન છે. રક્ત એ ફેક્ટરીમાં બનતું નથી અને રક્તની અછત ફક્ત રક્તથી જ પૂરી શકાય છે. સરકારી હોસ્પિટલમાં રક્તની અછત રહે છે આથી ભાણવડ તાલુકાના આરોગ્ય વિભાગના મોરઝર કેન્દ્રની ટીમ, નવાગામ આયુષ્માન કેન્દ્રની ટીમ, નવાગામ સરપંચ અને ત્યાંની યુવા ટીમ અને સંકલ્પ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૨૭ બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. કેમ્પમાં એકત્ર થયેલ રક્ત ખંભાળીયા જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કમાં આપવામાં આવ્યું છે. કેમ્પમાં રક્તદાતાઓને ડૉ. રાબડીયા ભાણવડ દ્વારા પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી અને ... વધુ વાંચો »

Nov 20, 2024
સેલેબ્રિટીઝ, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો, અગ્રણીઓએ કર્યું વોટીંગઃ બન્ને ગઠબંધનોએ કર્યા જીતના દાવાઃ ઝારખંડમાં સવારથી જ ઉત્સાહઃ યુપીમાં ડખ્ખો નવી દિલ્હી તા. ર૦: આજે મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ બેઠકો તથા ઝારખંડમાં છેલ્લા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે, અને વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. સેલેબ્રિટીઝ, દિગ્ગજો અને વિવિધ ક્ષેત્રોના માધાંતાઓ પણ મતદાન કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં મતદારોને અટકાવાઈ રહ્યા હોવાનો વિવાદ શરૂ થયો છે. મહારાષ્ટ્રમાં આજે રર૮ બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, જેમાં બપોર સુધીમાં ૩૫% મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં ઉત્સાહપૂર્વક બપોર સુધીમાં ૪૭% મતદાન થયું છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં મતદરોને મતદાન કરતા અટકાવાઈ રહ્યા હોવાના ... વધુ વાંચો »

Nov 20, 2024
મીરાપુરમાં મતદાન દરમિયાન મામલો બીચક્યોઃ નવી દિલ્હી તા. ર૦: યુપીમાં પેટાચૂંટણીમાં મતદાન વચ્ચે હોબાળા પછી પથ્થરમારો થયો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાથી ચૂંટણી હિંસક બની હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની ૧પ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ ર૮૮ બેઠકો અને ઝારખંડમાં બીજા તબક્કાની ૩૮ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. એવામાં યુપીમાં આજે ૯ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન મુઝફ્ફર નગરની મીરાપુર સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી દરમિયાન પથ્થરમારો ... વધુ વાંચો »

Nov 20, 2024
વિવિધ વયજૂથના ભાઈઓ-બહેનો રાજ્ય કક્ષાએ ભાગ લેશેઃ રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા-ર૦ર૪-રપ ની જિલ્લાકક્ષાની એથ્લેટિકસ અંડર-૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઈઓ બહેનોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૭ અને ૮ ઓકટોબરના જામજોધપુર તાલુકાની વિજાપુર વિદ્યા સંકુલ સીદસરમાં યોજાયેલ એથ્લેટિકસ સ્પર્ધામાં કુલ ૩પ૦ ભાઈઓ અને ર૭પ બહેનો એમ ૬રપ ખેલાડીઓએ ભાગ લીધો હતોે. વિજેતા ટીમ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા ર૦ર૪-રપ રાજ્યકક્ષાએ યોજાનાર એથ્લેટિકસ સ્પર્ધામાં ભાગ લેશે. ... વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તા. ર૦: રવિ પાકના વાવેતર માટે ડીએમ ખાતરનો જથ્થો ખેડૂતોને તાકીદે પૂરો પાવાના મુદ્દે જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાતભરમાં ભારે હોબાળો મચી ગયો અને ખેડૂતો, ખેડૂત આગેવાનો, સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતોના પગલે સરકાર દ્વારા ખાતરની ફાળવણી કરવામાં આવી રહી છે. ખંભાળિયા તથા દ્વારકા જિલ્લામાં સતત ડી.એ.પી.ના માંગને લઈને ઉપર વારંવાર ખાતરની માંગણી કરતા અગાઉ એસડબલ્યુમાંથી ટ્રક મારફતે ડી.એ.પી.નો જથ્થો આવેલો હતો જ્યારે ગઈકાલે હાપામાં રેક ભરીને માલ આવ્યો હતો જે રેલવે વેગનોમાં ત્યાંથી આવતા દ્વારકા જિલ્લામાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓનલાઈન વેંચાણ મુજબમાં માલનો જથ્થો વિક્રેતા પાસેથી વેંચાણ કરવા માટે ... વધુ વાંચો »

Nov 20, 2024
અમદાવાદ તા. ૨૦: જાહ્ન સ્ટુડિયોના બેનર હેઠળ બનેલ ફિલ્મ 'ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની' તેની રિલીઝ ડેટ એનાઉન્સમેન્ટ પછી જોરશોરથી ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૨ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા મિત્ર ગઢવી અને અભિનેત્રી સિદ્ધિ ઈદનાની આ ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ કંઈક અલગ સ્ટોરી લાઈન લઈને આવી રહી છે. દિવ્યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના ડિરેક્ટર પ્રીત છે જેઓ અગાઉ ગુજરાતી ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ' ડિરેક્ટ કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ જગતમાં ૧૫ વર્ષથી પણ વધુ અનુભવ ધરાવતા એવા મનોજ આહિર આ ફિલ્મના કો-પ્રોડ્યુસર ... વધુ વાંચો »

Nov 20, 2024
જાયન્ટસ વીકની ઉજવણી અંતર્ગત આયોજન જામનગર તા. ૨૦: જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા જાયન્ટસ વીકની ઉજવણી અંતર્ગત સમાજ ઉપયોગી વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં જાયન્ટસ વીક દરમિયાન પ્રાઈમ સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટીશન રાખવામાં આવી હતી અને વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતાં. એમએસી ઈન્સ્ટિટયુટમાં થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવી હતી. તેમજ વ્યસન મુક્તિ અવેરનેસ માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હંસરાજ લાધા ચેરીટેબલ ટ્રસ્ટની બાળાઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીકેવી કોલેજમાં જામ્યુકો દ્વારા લોન્ચ કરવામાં આવેલ 'જેએમસી કન્ટેક્ટ' એપ્લીકેશન અવેરનેસ પ્રોજેક્ટમાં આર્ટસ અને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ બહોળી ... વધુ વાંચો »

Nov 20, 2024
શ્રેષ્ઠ કર્મીઓનું સન્માનઃ લાભાર્થીઓને મંજૂરી હુકમોઃ ડીડીઓએ યોજી બેઠક જામનગર તા. ૨૦: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિકટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર જામનગર જિલ્લામૉ ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી સ્વચ્છતા અંગે ચાલનારી વિશેષ ઝુંબેશ અંગે ચર્ચા- પરામર્શ સાથે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતાં. સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ-૨ ના સુચારૂ અમલીકરણ માટે કલેકટર કચેરી, જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી. વધુ વાંચો »

Nov 20, 2024
એલસીબીએ ધ્રોલ પાસેથી પકડી પાડ્યાઃ જામનગર તા. ૨૦: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં થોડા મહિના પહેલાં નોંધાયેલા એક ગુન્હામાં રાજકોટના બે શખ્સના નામ ખૂલ્યા હતા. ત્યારથી બંને આરોપી નાસતા ફરતા હતા. તેઓને એલસીબીએ ધ્રોલ પાસેથી પકડી પાડ્યા છે. ધ્રોલના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં બીએનએસ કલમ ૧૮૯ (ર), ૧૯૧ (ર) (૩), ૧૯૦, ૧૧૫ (ર), ૧૧૮ (૧), ૧૧૭ (ર) હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં રાજકોટના ભવાનીનગરમાં રહેતા સંદીપસિંહ અમરસિંહ રાણા ઉર્ફે લક્કી તથા ઓમનગર પાસે પ્રજાપતિ સોસાયટીમાં રહેતા દિગ્વિજય દિલીપભાઈ ઝાલા ઉર્ફે દીગા નામના બે શખ્સના નામ ખૂલ્યા હતા. ત્યારપછી ... વધુ વાંચો »

Nov 20, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ઈ.કે.વાય.સી. પ્રક્રિયા ચાલતી હોય, આ માટે આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી ચાલતી હોય, તેમાં ઓછી કીટ કામમાં વપરાતી હોય લોકોને ખૂબ જ પરેશાની સાથે વારંવાર બાળકો ઘરના સદસ્યો સાથે દ્વારકા તાલુકા મથકોએ આવી પડતા હોય, આ અંગે જિલ્લા તંત્રને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવેલ કે ઈ.કે.વાય.સી.ની આ ધીમી પ્રક્રિયાની લોકો જે ગરીબ છે તેઓ આ કામગીરીમાં જતા રોજગારી મેળવવામાં પણ તકલીફ થાય છે. રોજના પૈસા કમાય છે. પાંચ ગામ દીઠ એક મશીન કીટ રાખીને કામ ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગર તા. ૨૦: જામનગરમાં બેડેશ્વર ઓવરબ્રીજ નિચેનાં ભાગમાં મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. જે પૈસાનાં વેડફાટ સમાન અહીં જાહેર શૌચાલયની કોઈ જ જરૂરિયાત નથી.  સામાજિક કાર્યકર અનવર નુરમામદ સંઘારે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, અહિં કોઈ કોમર્શિયલ વિસ્તાર નથી અને દરેક રહેણાંક મકાનમાં શૌચાલયની સુવિધા છે. આ વિસ્તારમાં શેલ્ટર હોમ, આંગણવાડી, સાર્વજિનક દવાખાનાની સુવિધા છે. પરંતુ તેમાં પણ શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ શૌચાલય બનાવવા માટે કોણે સર્વે કર્યો? કયા કારણોસર જરૂરિયાત જોવા મળી? અધિકારીઓની અણઆવડતનાં કારણે આ શૌચાલય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રજાનાં પૈસાનાં વેડફાટ સમાન છે. શું લોકો ઓવરબ્રીજ ઉતર્યા પછી શૌચાલયનો ... વધુ વાંચો »

Nov 20, 2024
રાજ્યકક્ષાના ન.પ્રા. શિક્ષક સંઘની શિક્ષણમંત્રીને રજૂઆત ફળી જામનગર તા. ૨૦: જિલ્લા ફેર બદલીમાં જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અગ્રતાની ખાલી જગ્યામાં અરજીથી વંચિત અરજદારો (દંપતી અને અન્ય) ને  તક આપવાની રજૂઆતને શિક્ષણ વિભાગે માન્ય રાખી છે. ગુરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી મનોજ પટેલએ રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી કે ૧૭ હજાર શિક્ષકોને આંતરિક ફેર બદલી અને ૧ર હજાર શિક્ષકોને જિલ્લા ફેર બદલીના લાભ મળ્યા હતાં. ચાલુ વર્ષ પણ વિદ્યા સહાયકની ભરતી પહેલા જિલ્લા ફેરબદલી કરવા હકારાત્મક નિર્ણય લેવાયો છે તે આવકાર્ય છે. રાજ્યના ૩૩ જિલ્લા અને ર૦ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જિલ્લા ફેર બદલી અંગે વિસંગતતા ... વધુ વાંચો »

Nov 20, 2024
આપના જિલ્લા પ્રમુખની રજૂઆત જામનગર તા. ૨૦: જામનગરના માર્કેટીંગ યાર્ડમાં ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે કૃષિમંત્રીને આવેદન પત્ર પાઠવી સમસ્યાઓના નિવારણ માટે રજુઆત કરી છે. જે ખેડૂતની મગફળીનો ઉતારો નિયમ મુજબ પુરતો આવતો હોઈ પરંતુ તે મગફળી બારદાનમાં ૩૫ કિલો ન સમાતી હોઈ તેથી ખેડૂતની તે મગફળી પરત મોકલવામાં આવે છે તેમાં તાત્કાલિક આદેશ કરી ૩૦ કિલોની ભરતીમાં પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી જોઈએ. જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યુ ... વધુ વાંચો »

Nov 20, 2024
'નો પાર્કિંગ બોર્ડ લગાડેલ છે' પણ તેનો અમલ થતો નથી...!! જામનગર તા. ર૦: જામનગરના અતિ વ્યસ્ત એવા જી.જી. હોસ્પિટલ માર્ગ ઉપર હોસ્પિટલના દરવાજાઓ પાસે જ ખાણી-પીણીની રેંકડીઓ, પથારાવાળાઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને હોસ્પિટલના પ્રવેશ પાસે જ ગંદકી ફેલાયેલી   રહે છે. આ હોસ્પિટલની દીવાલો પાસે 'નો પાર્કિંગના બોર્ડ' લગાડેલ છે... પણ તેનો અમલ થતો નથી. અહીં વાહનોને પાર્ક કરવાની મનાઈ છે, પણ ખાણી-પીણીવાળા બિંદાસપણે ખડકાયેલા રહે છે, અને ર૪ કલાક ન્યુસન્સ ફેલાવે છે. આ ધંધાર્થીઓ પાસેથી ચોક્કસ તંત્રના કર્મચારીઓ દ્વારા નિયમિત હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની પણ ચર્ચા થઈ રહી છે, જેના કારણે આ ધંધાર્થીઓ બિંદાસપણે દબાણ કરી 'નો પાર્કિંગ'ના આદેશનો ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગર તા. ૨૦: મહેસાણામાં ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસો. દ્વારા મહેસાણા યુનાઈટેડના સંયુક્ત ઉપક્રમે વેટરન ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ૬ ટીમે ભાગ લીધો હતો. રાજકોટ-જામનગર કમ્બાઈન્ડ ૪૦ પ્લસ ટીમ સેમિ ફાઈનલમાં બરોડા તથા ફાઈનલમાં સુરતને પરાજીત કરી ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત ૬૦ પ્લસ સૌરાષ્ટ્ર વેટરન ટીમે રેસ્ટ ઓફ ગુજરાતની ટીમને હરાવી ખિતાબ જીત્યો હતો. ૪૦ પ્લસ કેટેગરીમાં બેસ્ટ ડિફેન્ડર તરીકે જામનગરના પૃથ્વીરાજ જેઠવા અને બેસ્ટ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ તરીકે અમિત શિયાળીયાને પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનના પ્રમુખ અને જામનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસો.ના ... વધુ વાંચો »

Nov 20, 2024
ભાજપ, કોંગ્રેસ તથા શિવસેના-એનસીપીના બબ્બે જૂથો ચૂંટણી જંગમાં: અનેક નેતાઓની કારકીર્દિનો અંતિમ ફેંસલોઃ મતદાનની ટકાવારી પર નજર મુંબઈ તા. ૨૦: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-ર૦ર૪ માં કાંટાની ટક્કર છે. સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી વચ્ચે સ્પર્ધા છે. મહાયુતિમાં ભાજપ, શિંદે જૂથની શિવેસેના અને અજિત પવાર જૂથની એનસીપી સામેલ છે. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરે જૂથ, શરદ પવાર જૂથ અને કોંગ્રેસ સામેલ છે. બન્ને ગઠબંધન જીતવા માટે સક્ષમ છે. ભાજપ ૧૪૯ બેઠકો પર શિવસેના ૮૧ બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ પ૯ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. વિપક્ષી ... વધુ વાંચો »

Nov 20, 2024
પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું: જામનગર તા. ર૦: જામનગરના રાજીવનગરમાં વસવાટ કરતા એક વૃદ્ધાએ ગઈકાલે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે. જામનગરના એરફોર્સ રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા રાજુબેન મેઘજીભાઈ ભરાડીયા (ઉ.વ.૭૭) નામના વૃદ્ધા ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેઓએ કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી પોતાના ઓરડાની છતમાં રહેલી આડીમાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાધો હતો. આ બાબતની થોડીવાર પછી તેમના પરિવારને જાણ થતાં રાજુબેનને નીચે ઉતારી ચકાસવામાં આવ્યા હતા. જેમાં તેઓ ... વધુ વાંચો »

Nov 20, 2024
શ્રમ અધિકારીએ નોંધાવી ફરિયાદઃ જામનગર તા. ૨૦: જામનગરના કોમલનગરમાં આવેલા એક ગેરેજમાં ચૌદ વર્ષ થી નાની વયના શ્રમયોગી પાસે કામ કરાવાતું હતું. ત્યાં દોડી ગયેલા શ્રમ અધિકારીએ આ બાળકને મુક્ત કરાવી ગેરેજના સંચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના એરફોર્સ રોડ પર આવેલા કોમલનગર નજીક રેલવે ફાટક પાસે એક ગેરેજમાં ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે કામ કરાવાતું હોવાની બાતમી પરથી ગઈકાલે જામનગરના શ્રમ અધિકારીએ દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા મોમાઈ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશનમાં ચકાસણી કરાતા ત્યાંથી ૧૪ વર્ષથી ઓછી ઉંમરનો એક શ્રમ યોગી મળી ... વધુ વાંચો »

Nov 20, 2024
જામનગર તા. ૧૩: ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાંડર સંદીપ ખેતિયા દ્વારા જિલ્લાના વિવિધ યુનિટો વચ્ચે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના હોમગાર્ડઝ સ્પોર્ટસ ઓફિસર પી.કે. કારીયા, ગીરીરાજસિંહ જાડેજા વગેરે દ્વારા સ્પર્ધાઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની દોડ, કૂદ તથા ફેંકની સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતા ખેલાડીઓને ઈનામ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Nov 20, 2024
દ્વારકામાં વૃદ્ધાને મોટરે ઠોકર મારીઃ જામનગર તા. ૨૦: ખંભાળિયા-દ્વારકા વચ્ચે આવેલા હંજડાપરના પાટીયા પાસે ગઈકાલે સવારે વેગનઆર મોટર સાથે ક્રેટા મોટર ટકરાઈ પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે. રોંગ સાઈડમાં મોટર ચલાવનાર શખ્સ સામે ગુન્હો નોંેંધાયો છે. દ્વારકા શહેરમાં ચાલીને જતાં વૃદ્ધાને અજાણી મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં ભોગાવો નદીના કાંઠે રહેતા ભાવેશભાઈ ગિરીશચંદ્ર યાજ્ઞીક નામના પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૧-એચએસ ૫૨૪ નંબરની વેગનઆર મોટરમાં મીઠાપુરથી રવાના થઈને ખંભાળિયા તરફ આવતા હતા. આ પ્રૌઢની સાથે તેમના પત્ની, પુત્ર, પુત્રી પણ હતા. તેઓ જ્યારે ખંભાળિયા ... વધુ વાંચો »

Nov 20, 2024
મૃતકના સંબંધીનું પોલીસે નિવેદન નોંધ્યું: જામનગર તા. ૨૦: ખંભાળિયાના સલાયા ગામના એક પ્રૌઢ પોતાના ઘરેથી ગયા ગુરૂવારે નીકળ્યા પછી રામ મંદિરેથી લાપત્તા બની ગયા હતા. તેઓનો મૃતદેહ ગઈકાલે ખંભાળિયામાં તેલી નદીના પુલ નીચે પાણીમાંથી મળી આવ્યો છે. પોલીસે તેમના ખંભાળીયામાં રહેતા સંબંધીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં વસવાટ કરતા અને ત્યાં આવેલા રામમંદિરમાં પૂજાપાઠ કરતા અશોકભાઈ શશીકાંત ભાઈ મહેતા (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ ગયા ગુરૂવારે પોતાના ઘરેથી રામમંદિર ગયા પછી ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા. તેઓની પરિવાર દ્વારા શોધ કરાતી હતી. વધુ વાંચો »

Nov 20, 2024
ઉલ્ટી થવા લાગ્યા પછી સપડાના યુવાન પર કાળનો પંજોઃ જામનગર તા. ૨૦: જામનગર તાલુકાના આમરા ગામમાં સપ્તાહ પહેલાં કપડા સૂકવી રહેલા એક મહિલાને કોઈ રીતે વીજ આંચકો લાગ્યો હતો. સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે સપડા ગામના એક યુવાનને ઉલ્ટીઓ થયા પછી સારવાર માટે જામનગર દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું પણ મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામમાં રહેતા મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામના ચુમાલીસ વર્ષના મહિલા ગઈ તા.૧૨ના દિને પોતાના ઘરે કપડા સુકવતા હતા ત્યારે કોઈ રીતે તેઓને વીજ કરંટ લાગતા તેઓને ૧૦૮ ... વધુ વાંચો »

Nov 20, 2024
ખંભાળિયા તા. ર૦: ખંભાળિયા પાલિકામાં હાલ કાયમી સફાઈ કામદારોની જગ્યાઓ ખાલી છે, ત્યારે તે પૈકી પાંચ જગ્યાઓ ભરવાની મંજુરી મળ્યા પછી તેની પ્રક્રિયા પણ થઈ ગયાને દોઢ-બે વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં તથા આ અંગે સફાઈ કામદારો દ્વારા દોઢેક વર્ષ પહેલા પ્રતીક ઉપવાસ આંદોલન પણ કરાયેલું તે પછી પાલિકાની સામાન્ય સભાઓમાં ઠરાવો થઈ જવા છતાં પ્રક્રિયા પછી વારંવાર ભરતી થશે તેમ કહેવા છતાં પણ લાંબા સમયથી કંઈ કાર્યવાહી થઈ નથી. ખંભાળિયા સફાઈ મંડળના અગ્રણી તથા રાજ્ય સફાઈ કાર્ય મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાની આગેવાનીમાં ૧૧ સફાઈ કામદારો અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળે રાજકોટ પ્રાદેશિક ન.પા. ... વધુ વાંચો »

Nov 20, 2024
૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન ખંભાળિયા તા. ૨૦: અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદમાં તા. ૨૫ નવેમ્બરથી તા. ૦૬ ડિસેમ્બર સુધી ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની વિનામૂલ્યે તાલીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટેનીસ રમતના ખેલાડી ભાઈ બહેનોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદમાં ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદમાં કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સટીમાં ૧૦ થી ૧૪ વર્ષના ટેનિસ રમતના ખેલાડી ભાઈઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ ... વધુ વાંચો »

Nov 20, 2024
સ્થાનિક /     વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ૨૦-નવેમ્બર-૨૦૨૪ રોજના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી ભારતીય શેરબજાર બંધ રહેનાર હતું. મંગળવારે ભારતીય શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક શેરબજારમાં એશિયન શેરબજારોના સથવારે છેલ્લા સતત સાત દિવસના કડાકા બાદ સ્થાનિક શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૭૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જવાથી અન્ય સહકર્મીનું ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જાહેરક્ષેત્ર, ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ અને શાંતિથી દિવસ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : ધંધામાં કોઈ નવી વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપે દિવસ દરમિયાન સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપની ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપના કાર્યની સાથે પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર મળી રહે. આડોશ-પાડોશના કામકાજમાં વ્યસ્ત ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી જણાય. પરિવારની ચિંતાના લીધે કામમાં મન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૧-૧૧-ર૦૨૪, ગુરૂવાર અને કારતક વદ-૬ : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગે ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નવું સાહસ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે નસીબનો સાથ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે પરિવર્તનયોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે વ્યાપાર-ધંધામાં નિર્ણય લેવામાં તકેદારી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે નવી તકોનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh