Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમને એમ થશે કે આ લેખક કઈ 'બોણી'ની પટ્ટી પઢાવવા બેસી ગયો?
ચુનિલાલે સવારે મને પૂછ્યું, ''અલ્યા, બોણી થઈ કે નહીં?'' એટલે હું તો ડઘાઈ જ ગયો! મેં આંખ ફાડીને કહૃાું, ''ભાઈ, મારે વળી કઈ શાકભાજીની લારી છે કે કોઈ સવારે આવીને બટાકા લેશે!''
ત્યારે ચુનિલાલે મોં બગાડીને કીધું, ''અરે ભઈલા! હું દુકાનની નહીં, સરકારી કચેરીઓમાં ચાલતી 'કવરવાળી બોણી'ની વાત કરું છું!''
આપણા દેશમાં દિવાળી આવે એટલે સરકારી બાબુઓમાં અચાનક 'ભારેલો અગ્નિ' જેવો શિષ્ટાચાર ઉભરાવા લાગે! આખું વર્ષ જે સાહેબની કેબિન સુધી પહોંચવા ચાર-ચાર ચોકીઓ વટાવવી પડે અને ચંપલ ઘસાઈ જાય, તે સાહેબના દરવાજા દિવાળી આવતાં જ મોલના ઓટોમેટિક દરવાજાની જેમ જાતે જ ખૂલી જાય!
જે ફાઇલ પર ઉનાળો, ચોમાસું અને શિયાળો ત્રણેય ઋતુઓ પસાર થઈ ગઈ હોય, એ ફાઇલ પણ દિવાળીના દિવસોમાં ઓલિમ્પિકના દોડવીર મિલખા સિંહની જેમ ભાગવા લાગે! કોન્ટ્રાક્ટરો આમ તો પથ્થર જેવા કઠણ હોય, પણ સાહેબ સામે આવતાં જ ગરમ દૂધમાં મુકેલા માખણની જેમ એવા પીગળે કે વાત જ ન પૂછો! અને પત્રકારો? નેતાઓ સાથે એવું હસે કે દાંત તો દેખાય જ, પણ સાત પેઢીના ફોટા બહાર આવી જાય!
હવે સવાલ એ છે કે આ દિવાળીની બોણી નામની બલા છે શું?
મજૂર માટે એ પહેલી કમાણી, વેપારી માટે સવારનો પહેલો ગ્રાહક અને નોકરીયિાત માટે બોનસ. પણ આપણા સમાજમાં બોણીના ચાર મહાસાક્ષી પ્રકાર છે.
પહેલી આશીર્વાદરૂપે (વડીલો આપે).
બીજી સહાયરૂપે (ગરીબો માટે).
ત્રીજી શુભેચ્છારૂપે (મિત્રો માટે).
અને ચોથી એવી જેનો હિસાબ કોઈ સરકારી ચોપડે નહીં, સીધો કવરની જાડાઈમાં લોભ કે લાલચના રૂપમાં આવે.
એક વાર એક કોન્ટ્રાક્ટર સાહેબના બંગલે પહોંચ્યો. રસ્તામાં ખાડા એટલા મોટા હતા કે ગાડી ચલાવતા ચલાવતા ડ્રાઇવરના હાડકાં હેમખેમ ઘર ભેગા થાય એની કોઈ ગેરંટી નહોતી!
સાહેબે કડક થઈને પૂછ્યું, કેમ ભાઈ, રસ્તામાં ખાડા કેમ છે?
કોન્ટ્રાક્ટર દાંત કાઢતા બોલ્યા, સાહેબ, એ તો રસ્તાની જન્મજાત ખામી છે, પણ દિવાળીની બોણીમાં મેં એક ઇંચનીય ખામી નથી રાખી!
આ સાંભળીને સાહેબની આંખોમાં એવો પવિત્ર ચમકારો થયો કે જાણે અષાઢી મેઘ ફાટ્યો હોય!
ભાઈ, આ પૈસા આવે ક્યાંથી?
આપણા મનમાં સવાલ થાય કે આ બોણીના કવર શું આકાશમાંથી વરસે છે કે કોઈ ગુપ્ત તિજોરીમાંથી નીકળે છે?
અરે ભાઈ! કોન્ટ્રાક્ટર સિમેન્ટ ઓછો વાપરીને, વેપારી ડબલ બિલ બનાવીને અને અધિકારી 'આડકતરી નજરે' આ ભંડોળ ઊભું કરે છે!
એક કચેરીમાં ચોથા વર્ગના રમેશભાઈને સાહેબે એક ચમકતું કવર આપ્યું. રમેશભાઈએ ખોલીને જોયું તો બે આંખોની જગ્યાએ ચાર આંખો થઈ ગઈઃ બાપ રે, સાહેબ પૈસા?
સાહેબ છાતી ફૂલાવીને બોલ્યા, અરે રમેશભાઈ, બાળકો માટે કપડાં લેજો. આખરે માણસાઈ પણ કોઈ ચીજ છે કે નહીં?
રમેશભાઈએ કવર ખિસ્સામાં સરકાવતા આભાર વ્યક્ત કરતી નજરે સાહેબ સામે જોયું. દરેક કવર ભ્રષ્ટાચારથી ભરેલું નથી હોતું. કોઈના પરિવારની ખુશી લઈને પણ આવે છે.
પત્રકારત્વ આમાંથી બાકાત નથી. નેતાઓ અને 'ખાતું' બેય બહુ સાચવે. નિમ્ન ભાવ ત્યારે આવે જ્યારે સામેથી કોઈ પત્રકાર ''બોણી'' માગવા જાય છે. થોડા પૈસામાં પોતાની ગરિમા ગીરવે મૂકે છે.
હમણાં એક નેતાએ પોતાના ખાસ પત્રકારને ફોન કર્યો.
નેતાઃ ભાઈ, દિવાળી આવે છે. મળવા આવો, મોઢું મીઠું કરાવું!
પત્રકારઃ સાહેબ, મોઢું મીઠું તો આખું વર્ષ તમારી પ્રેસ કોન્ફરન્સમાં કરીએ છીએ. દિવાળીમાં કંઈક ગળે ઊતરે એવું આપો!
નેતાઃ અરે, તમારા માટે ખાસ કવર તૈયાર છે!
પત્રકારઃ કવર કેટલું ખાસ છે એ તો ખોલ્યા પછી જ ખબર પડે. ગયા વર્ષે તો કવર ખોલ્યું તો તમારી પાર્ટીનું કેલેન્ડર નીકળ્યું!
નેતાઃ આ વખતે એવું નહીં થાય. પાક્કું રોકડું છે!
પત્રકારઃ સાહેબ, બમણી બોણી આપશો તો બમણી જગ્યામાં છાપીશું!
નેતા ખુશ થઈને બોલ્યા, વાહ! આ થઈને વાત!
પત્રકાર ઊભા થતાં બોલ્યા, પણ એક વાત યાદ રાખજો સાહેબ, જાહેરાત અને સમાચાર વચ્ચે ફરક હોય છે!
નેતાઃ એટલે?
પત્રકારઃ બોણી તમારી, હેડલાઇન અમારી! તમે કવરનું કદ નક્કી કરો, છાપામાં તમારું કદ કેટલું રાખવું એ અમારા તંત્રી નક્કી કરે!
નેતાએ તરત કવર પાછું ખેંચીને પૂછ્યું, તો પછી બોણી આપવાનો ફાયદો શું?
પત્રકાર હસીને બોલ્યા, સાહેબ, દિવાળીમાં લક્ષ્મીજીની પૂજા કરો છો ને? તો પછી લક્ષ્મીજીને પૂછો કે તેઓ કયા પાના પર બેસવા માગે છે!
સમાચાર છાપવાના પૈસા ઓછા મળે, પણ સમાચાર દબાવવાના કવર ભારે હોય.
પગાર કરતાં બોણી વહાલી લાગે એમાં કોઈ ગુનો નથી! મોંઘવારીમાં વધારાના પૈસા કોને ન ગમે? પણ બોણી એવી લેવી કે ઘરે જઈને મિઠાઈ ખાઈએ ત્યારે ગળે ફાંસો ન લાગે!
બોણી આપીએ, પણ કોઈનું મોં બંધ કરવા નહીં; અને ભેટ આપીએ, પણ કાયદાની આંખ બંધ કરવા નહીં!
કારણ કે પગાર કરતાં બોણી વહાલી હોઈ શકે, પણ બોણી કરતાં ઈમાનદારી વધારે વહાલી હોય તો જ દિવાળીના સાચા દીવા પ્રગટે!
વિચારવાયુઃ- દિવાળીના પર્વમાં ન માગી શકતા જરૂરિયાત મંદને સહાય કરવાથી તેની આંખમાં તગતગતા બે ખુશીના આંસુ બે દીવા પ્રગટ્યાની સાક્ષી પૂરે છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
''ઓપરેશન તો કરાવવું જ પડશે. બીમારી ગંભીર છે''
આ વાક્ય મગજમાં ગુંજતું હતું અને શાંતિલાલ હોસ્પિટલના સફેદ અને ચમકતા પગથિયાં ઉતરીને સીધા બહાર ગાર્ડનના એક લોખંડી બાંકડા પર ફસડાઈ પડ્યા. થોડો સામાન્ય પેટનો દુખાવો, અને એના માટે સીધા ત્રણ લાખ રૂપિયાના ઓપરેશનનો અંદાજ! ભલા માણસ, હેલ્થ ઇન્સ્યોરન્સ છે એટલે શું?
વાત એમ હતી કે શાંતિલાલને છેલ્લા બે-ત્રણ દિવસથી પેટના નીચલા ભાગમાં સહેજ ખેંચાણ જેવું થતું હતું. પત્ની કમળાબેને કહૃાું, ''ચલો, પેલા નવા બનેલા 'સુપર-ડુપર સ્પેશિયાલિટી' મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જઈ આવીએ. આપણા મેડિકલેઈમ કાર્ડમાં બધું ફ્રી થઈ જશે!''
શાંતિલાલ ભોળા ભાવે હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ડો. કરૂ પાંડેએ સ્ટેથોસ્કોપ પેટ પર મૂકતાની સાથે જ એવો ગંભીર ચહેરો બનાવ્યો જાણે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું હોય! ડોક્ટરે તાબડતોબ સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ, એમ.આર.આઈ. અને એન્ડોસ્કોપીના એવા તો લાંબા લચક ટેસ્ટનું લિસ્ટ પ્રિન્ટ કરાવી નાખ્યું.
સામાન્ય માણસ અડધો તો ટેસ્ટના ખર્ચે જ હાર્ટ એટેકથી મરી જાય. રિપોર્ટ આવ્યા પછી પણ ઓપરેશનનું જ ફાઇનલ રહેશે.
ડોક્ટરે ચશ્માના કાચ ઉપરથી જોતા કહૃાું, ''શાંતિલાલજી, મામલો ગંભીર છે. આંતરડામાં સહેજ વળાંક છે. અત્યારે જ ઓપરેશન કરવું પડશે. ખર્ચ માત્ર ૩ લાખ રૂપિયા થશે!''
શાંતિલાલ ગભરાઈ ગયા, ''સાહેબ, એટલા બધા રૂપિયા?''
ડોક્ટર સાહેબે સ્મિત વેરતા કહૃાું, ''અરે! તમારે ચિંતા શા માટે કરો છો? ઇન્સ્યોરન્સ છે ને? થર્ડ પાર્ટી એસેસમેન્ટવાળા સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ વાત કરી લેશે. તમે ફક્ત સહી કરી દો!''
આ ત્રણ લાખના બિલ પાછળનો અસલી ખેલ કંઈક અલગ જ હતો. શાંતિલાલને ખબર નહોતી કે આ આખો ઓપરેશનનો ખર્ચ માત્ર દર્દીના ઇલાજ માટે નહીં, પણ હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ સ્ટાફની દિવાળી સુધારવા માટેનો 'ખાસ પ્રોજેક્ટ' હતો!
ડો. કરૂ પાંડેએ કેબિનમાંથી બહાર નીકળીને તરત જ ઘરે ફોન કરી દીધોઃ ''ડાર્લિંગ, આ મહિને તારો નવો આઈફોન આવી જશે! પેલો શાંતિલાલ નામનો બકરો ફસાઈ ગયો છે, ત્રણ લાખનું બિલ બન્યું છે!''
ઇન્સ્યોરન્સ ટીપીએ કંપનીના વડા અધિકારીએ પણ તરત જ પત્નીને ફોન ઘુમાવ્યો, ''વહાલી, આ વર્ષે કાશ્મીરની ટૂરમાં ટ્રેનનું નહીં પણ ફ્લાઈટનું બુકીંગ કરાવી લેજે! એક પેશન્ટ ફસાયો છે, એપ્રુવલ મંજૂર કરી દીધું છે.''
હોસ્પિટલ મેનેજમેન્ટે તો ઉત્સાહમાં આવીને સ્ટાફ માટે નોટીસ બોર્ડ પર ચોંટાડી દીધું: ''આવનારા દિવાળી ગેટ-ટુ-ગેધરમાં બ્રેકફાસ્ટની જગ્યાએ ભવ્ય ડીનરનું આયોજન રહેશે, એન્જોય!''
પેલી બાજુ મેડિકલ સ્ટોરના માલિકે પણ શેઠિયાઈ દેખાડવા નક્કી કરી નાખ્યું કે, ''આ વર્ષે સ્ટાફને ખાલી કાજુ-કતરીની મીઠાઈ જ નહીં, સાથે મોટા ફટાકડાની બોમ્બ-પટ્ટી પણ મફત આપીશું!''
આ બધી સિન્ડિકેટ માત્ર એટલા માટે હતી કે પેશન્ટનું ભલે ગમે તે થાય, પણ હોસ્પિટલના ડોક્ટરો, મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ એજન્ટોની પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ જળવાવી જોઈએ!
શાંતિલાલે મનોમન નક્કી કરી લીધું: ''ગમે તે થાય, ભલે દુખાવો રહે પણ ઓપરેશન તો નહીં જ કરાવું! અને આજથી જ, રોજ સાંજે ખવાતા ભજીયા પર કાયમ માટે પ્રતિબંધ. થોડા દિવસ કડવી ફાકી ફાકીશ એટલે બધું ઓકે થઈ જશે!''
તેઓ ત્યાંથી ઊભા થયા અને વિચાર્યું કે એકવાર ઘરે જતાં પહેલા આજના છેલ્લી વાર મેથીના ગોટા, પતરી, લસણીયા, આખા મરચાના ભરેલા ભજીયા ખાઈ લઉં. ત્યાં જ દરજી રમેશભાઈનો ફોન આવ્યો કે ઘરે જતા પહેલા દુકાને આટો મારતા જાજો.
શાંતિલાલ ભારે મનથી દરજીની દુકાને પહોંચ્યા. દુકાનમાં રમેશભાઈ મશીન ચલાવી રહૃાા હતા. શાંતિલાલને ઉદાસ જોઈને રમેશભાઈએ પૂછ્યું, ''અરે શાંતિલાલભાઈ, કેમ મુરઝાઈ ગયેલા લાગો છો? ચહેરા પર બારેય મેઘ ખાંગા થયા હોય એવું કેમ છે?''
શાંતિલાલ નિસાસો નાખતા બોલ્યા, ''ભાઈ, વાત ના પૂછ પેટમાં દુખાવો છે અને ડોક્ટરે ત્રણ લાખનું ઓપરેશન કીધું.''
આ સાંભળીને દરજી રમેશભાઈ જોરથી હસી પડ્યા અને મશીન બંધ કરીને બોલ્યા, ''બેસો ભાઈ, બેસો! જરા હું ટુવાલ આપું છું તે વીંટી અને બેસો પેન્ટ કાઢી આપો. તમે બે દિવસ પહેલાં મારી પાસેથી સિવડાવીને લઈ ગયા કે જ છે ને?''
શાંતિલાલે આશ્ચર્યથી પૂછ્યું, ''કેમ ભાઈ? પેન્ટમાં શું વાંધો છે?''
રમેશભાઈએ હસતા હસતા કબૂલ્યું, ''યાર, એ પેન્ટ સીવવામાં મારાથી સહેજ ભૂલ થઈ ગઈ છે! ઉતાવળમાં મેં કમરનું માપ એક ઇંચ નાનું કાપી નાખ્યું છે. એટલે તમે જ્યારે એ ટાઈટ પેન્ટ પહેરીને બટન બંધ કરો, કે બેસો, ત્યારે એ કમરનું કપડું પેટના ભાગે જોરથી દબાણ કરે, જેના લીધે તમને સતત પેટમાં દુખાવા જેવું લાગે!''
શાંતિલાલ આ સાંભળીને વાંકા વળી ગયા. એમણે પેન્ટ ચેક કર્યું તો વાત સાચી હતી! રમેશ દરજીના પગ પકડી લેવાનું તેને મન થયું. પેટનો અસલી ડૉક્ટર રમેશ જ છે. અસલી ગુન્હેગાર તો આ એક ઇંચ ટાઈટ પેન્ટ હતું!
ખુશીના માર્યા શાંતિલાલભાઈ રમેશભાઈ દરજીને ભેટી જ પડ્યા. ત્રણ લાખનું ઓપરેશન અને કોર્પોરેટ હોસ્પિટલની સિન્ડિકેટમાંથી પળભરમાં છૂટકારો મળી ગયો!
શાંતિલાલે ડૉક્ટરને સમગ્ર પેન્ટ પુરાણ કહૃાું.
ઓપરેશનની ના સાંભળીને સૌથી પહેલો ઝાટકો ડૉ. કરૂ પાંડેને લાગ્યો. પત્ની સવારથી આઈફોનના કલરની પસંદગી કરી રહી હતી, ત્યાં ડૉક્ટરે ચિંતાતુર અવાજે ફોન કરીને કહેવું પડ્યું, ''ડાર્લિંગ, પ્રોજેક્ટ શાંતિલાલ કેન્સલ થયો છે! અત્યારે જૂના ફોનનું કવર બદલાવીને ચલાવી લેજે.'' પત્નીએ સામેથી એવો 'ડોઝ' આપ્યો કે ડૉક્ટર સાહેબને પોતાને લુઝ મોશન થઈ ગઈ!
બીજી તરફ ઇન્સ્યોરન્સના ટીપીએ એજન્ટની 'કાશ્મીર ફ્લાઇટ ટૂર'નું પેકેજ પળવારમા 'માથાનો દુખાવો' થઈ ગયું. પત્નીએ ફ્લાઇટની ટિકિટ કરાવી નાખી હતી.
હોસ્પિટલ મેનેજમેન્ટે તો ઘોડા છોડી દીધા હતા. નોટીસ બોર્ડ પરથી 'ભવ્ય ડીનર'ની નોટીસ રાતોરાત ઉખેડીને સ્ટાફ માટે ચુપચાપ ''બ્રેકફાસ્ટમાં માત્ર બે-બે બિસ્કિટ અને ચા''નું નવું પોસ્ટર ચોંટાડી દેવાયું. સ્ટાફના મોઢા દિવાળી પહેલા જ અમરીશ પુરી જેવા થઈ ગયા!
સૌથી વધારે રડવું પેલો મેડિકલ સ્ટોરવાળો રડ્યો. સ્ટાફ માટે લાવેલી બોમ્બ-પટ્ટીઓ પોતાની જ દુકાન આગળ ફોડવી પડી અને મીઠાઈના બદલે દરેકને એક-એક વિટામીન-સીની ખાટી ગોળી આપીને સંતોષ માનવો પડ્યો.
આ બાજુ, ત્રણ-ત્રણ લાખના બજેટ બનાવીને બેઠેલી આખી કોર્પોરેટ ગેંગ એક ઈંચ ટાઈટ પેન્ટની સિલાઈ આગળ ધૂળ ચાટતી થઈ ગઈ! એક દરજીની સાધારણ ભૂલે આખી સિન્ડિકેટના લક્ઝરી સપનાઓનું ઓપરેશન વગર કાતર ચલાવ્યે કરી નાખ્યું!
બધી કોર્પોરેટ હોસ્પિટલ ભ્રષ્ટ નથી હોતી તે પણ સત્ય છે.
મને એક વાત કહેવાનું મન થાય છે, ''આપણે સારા કર્મો કરીશું તો ઉપરવાળો આવા ભ્રષ્ટ કોર્પોરેટ હોસ્પિટલના ચક્કરમાં આપણને પડવા નહીં દે.''
વિચારવાયુઃ- મેડિકલના અભ્યાસક્રમમાં ભગવત ગીતાની કર્મની થીયરી ન ભણાવી શકાય?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતીય ગૃહસ્થજીવનના અમુક રહસ્યો એવા છે જે માત્ર એક પરણેલો પુરૂષ જ સમજી શકે છે! દીવાળી નજીક આવે એટલે ઘરના દરેક ખૂણામાંથી 'સ્વચ્છતા અભિયાન'ની બ્યુગલ ફૂંકાય. પણ આ ઘરકામ અને નારીશક્તિના ગણિતને સમજવું એ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત કરતા પણ વધુ અઘરૃં છે.
ચાલો આજે આપણે વિપક્ષ જેમ સત્તાધારી પક્ષના ભ્રષ્ટાચારના રહસ્યનો પડદાફાસ કરે તેવી રીતે આવા જ કેટલાક રહસ્યમય અને હાસ્યસ્પદ મુદ્દાઓ પર ઊંડું 'સંશોધન' કરીએ.
નવરાત્રિનો 'ગરબા ગ્રાઉન્ડ' વિરૂદ્ધ ઘરનો 'ઝાડૂ-પોતા ગ્રાઉન્ડ'નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈએ તો
નવરાત્રિ આવે એટલે બહેનોમાં એક અદભુત, અદૃશ્ય શક્તિનો સંચાર થાય છે. સાંજે આઠ વાગે જે સ્ત્રી 'ઓહો... આજે તો બહુ થાક લાગ્યો છે, ચાય બનાવી દો ને!' એવું કહેતી હોય, તે જ સ્ત્રી રાત્રે દસ વાગ્યે ૫ કીલોના ચણિયાચોળી પહેરીને, હાઈ હીલ્સ કે ઝાંઝરના ઝણકારે નોન-સ્ટોપ બે કલાક સુધી દોઢતાળી અને ત્રણતાળી ગરબા રમી શકે છે!
ગરબાના ગ્રાઉન્ડમાં લાઈટોના અજવાળામાં રાઉન્ડ પર રાઉન્ડ ફરતા તેમને જરાય થાક નથી લાગતો. પણ એ જ સ્ત્રીને જો સવારે ઘરની સફાઈ કરતી વખતે પાંચ મિનિટ માટે ઝાડુ કે પોતાનું કામ સોંપવામાં આવે, તો તરત જ એમના કમર, ગોઠણ અને પગના સ્નાયુઓ 'સ્ટ્રાઈક' પર ઉતરી જાય છે!
માનવ શરીર વિજ્ઞાનના નિયમ અનુસાર ઝાડુ પકડવાથી જે સ્નાયુઓ ખેંચાય છે, તે જ સ્નાયુઓ ગરબામાં તાળી પાડતી વખતે એકદમ રિલેક્સ થઈ જાય છે! આને કહેવાય 'ગરબા-એનર્જી ઈફેક્ટ'!
માળિયું સાફ કરવાની વાત આવે કે તરત પગનો દુખાવો અને કમરનો દુખાવો શરૂ થાય છે.
ગરબા ગ્રાઉન્ડમાં સતત બે કલાક કુદકા માર્યા પછી પણ ચહેરા પર ગ્લો હોય છે. પણ ઘરમાં જેવા દીવાળીના સફાઈ-અભિયાનમાં માળિયે ઢડવાના વારા આવે, એટલે તરત જ ફરિયાદ શરૂ થાયઃ ''ઓહોહો... માળિયે ચડવામાં તો મારા પગ દુખે છે! મારાથી ઉપર નહીં ચડાય.''
હવે પ્રશ્ન એ થાય કે જે પગ ગરબાના હીંચમાં ૧૮૦ ડિગ્રી પર ફરી શકતા હોય, તે પગને પ્લાસ્ટિકની ઘોડી કે ખુરશી પર બે પગથિયા ચઢવામાં કયો સ્નાયુ દોષ નડે છે? પણ ના, આ જ તો સંસારનું ચક્ર છે! માળિયે ચડવાનું કામ હંમેશા પતિદેવના ફાળે જ લખાયેલું હોય છે.
એક સૌથી રહસ્યમય ઘટના જે માત્ર સંસારમાં મને જ ખબર છે. પુરૂષની 'હાઈટ' અને સ્ત્રીઓની દૂરંદેશી વિશે ખાનગીમાં જણાવુ તો (લગ્નનું છૂપું ગણિત) લગ્નની વાટાઘાટો ચાલી રહી હોય ત્યારે છોકરીઓ ઘણીવાર કહેતી હોય છેઃ ''છોકરો મારા કરતાં ઊંચો હોવો જોઈએ.''
સમાજ એવું માને છે કે આ રોમેન્ટિક કારણ છે કે જોડી સરસ લાગે. પણ ના! આની પાછળ સ્ત્રીઓની પેઢીઓ જૂની 'દૂરંદેશી અને હોમ-મેનેજમેન્ટ સ્ટ્રેટેજી' છુપાયેલી છે! જયા બચ્ચનને આ માટે એવોર્ડ મળવો જોઈએ.
સ્ત્રીઓને ખબર છે કે લગ્ન પછી દર વર્ષે દીવાળી આવવાની છે, ઘરમાં માળિયાં સાફ કરવાના છે, છાજલી પરથી પિત્તળના જૂના વાસણો કે કાચની બરણીઓ ઉતારવાની છે અને પંખા પરના જાળાં પાડવાના છે. જો પતિ ઊંચો હશે, તો સ્ટેપ-લેડર (સીડી)નો ખર્ચ બચી જશે! હાથમાં માત્ર ઝાડુ કે ડસ્ટર આપી દેવાથી જાળાં સીધા સાફ થઈ જશે.
માળિયામાંથી પેટીઓ અને વાસણો ઉતારવા કે ચડાવવા માટે કોઈ પ્રોફેશનલ લેબર બોલાવવો નહીં પડે! એટલે કે, લગ્ન વખતે ઊંચો પુરૂષ પસંદ કરવો એ માત્ર ફેશન નથી, પણ ઘરની 'ફ્રી હોમ-સર્વિસ' માટેનું કાયમી આયોજન છે! માળિયાની સફાઈ અને 'જાળા-ઓપરેશન' શરૂ થવાને હવે અઠવાડિયાની વાર છે.
ગયા વર્ષની વાત કરૃં તો દીવાળી પહેલાં મારા ઘરે પણ આ 'માળિયા સાફ સફાઈ ઓપરેશન' શરૂ થયું. મારી શ્રીમતીજીએ મને કહૃાું, ''જુઓ, તમારૃં કદ ૬ ફૂટ છે, ઈશ્વરે તમને આટલી સરસ હાઈટ આપી છે તો એનો થોડો સદુપયોગ કરો! આજે માળિયું સાફ કરી નાખો.''
હું ઉત્સાહમાં આવીને ખુરશી પર ચડ્યો. માળિયામાં હાથ નાખીને મેં વર્ષો જૂનું એક પિત્તળનું તપેલું બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. મારી શ્રીમતીજી નીચે ઊભા રહીને આદેશ આપતાં હતાં: ''અરે ધ્યાનથી! ઉપર જાળાં છે, પહેલાં જાળાં પાડી દો!''
મેં જેવું હાથ ઊંચો કરીને જાળું પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં જ જાળામાંથી એક મોટો કરોળિયો સીધો મારા મોઢા પર પડ્યો! હું ગભરાઈને ખુરશી પરથી નીચે કૂદ્યો અને સીધો નીચે મૂકેલા કચરાના ટોપલામાં પડ્યો!
મેં કળ વળીને મારી પત્ની સામે જોયું, તો એ હસીને બોલીઃ ''જોયું? એટલે જ હું માળિયે નથી ચડતી! મને ખબર જ હતી કે ત્યાં કરોળિયા હશે. તમને ભગવાને ઊંચા બનાવ્યા છે તો તમે સહન કરી શકો!''
મને ત્યારે સમજાયું કે મારી ૬ ફૂટની હાઈટ એ મારા માટે કોઈ વરદાન નથી, પણ માળિયાના કરોળિયાઓ સાથે યુદ્ધ કરવાનું 'વોરંટ' છે!
ગરબાની આઠમના દિવસે મારી પત્નીએ સવારે મને કહૃાું, ''આજે તો મારાથી ઊભા પણ નથી થવાતું, કમરમાં બહુ દુખાવો છે. આજે રસોઈ તમે બહારથી મંગાવી લો, હું ઝાડુ-પોતા નહીં કરી શકું.''
મેં દયા ખાઈને બધી વ્યવસ્થા કરી આપી. તેને આખો દિવસ આરામ કરવા દીધો. પણ જેવો રાતના નવ વાગ્યાનો ટકોરો પડ્યો અને સોસાયટીના સ્પીકર પર ''તારા વિના શ્યામ મને એકલડું લાગે...'' વાગવાનું શરૂ થયું, ત્યાં તો ચમત્કાર થયો!
કમરના અસહૃા દુખાવાથી પીડાતી મારી પત્ની ચકાચક ચણિયાચોળી પહેરીને, હાથમાં મેચિંગ બંગડીઓ ચડાવીને એકદમ રેડી થઈને બહાર આવી!
મેં આશ્ચર્યથી પૂછ્યું, ''અરે! તારી કમરનો દુખાવો ક્યાં ગયો?''
એણે હસીને ઉત્તર આપ્યોઃ ''તમને ખબર નથી? ગરબા રમવાથી તો 'એક્યુપ્રેશર' થાય! લોકસાહિત્ય અને સંગીતમાં તો રોગ મટાડવાની શક્તિ હોય છે. ગરબા ગાઉન્ડમાં જવાથી તો મારો થાક ઉતરી જશે!''
અને ખરેખર! એ રાત્રે એણે નોન-સ્ટોપ બે કલાક સુધી ગરબા રમ્યા. રમતી વખતે એનો કમરનો દુખાવો ક્યાં ગાયબ થઈ ગયો હતો એ કોઈ વૈજ્ઞાનિક પણ શોધી શકે તેમ નહોતું. પણ જેવી સવારે ફરીથી સફાઈ કરવાનો સમય આવ્યો, એટલે કમરનો દુખાવો પાછો પોતાનું સરનામું શોધીને આવી ગયો!
ટુંકમાં કહીએ તો પત્ની ઉત્સવપ્રિય હોય છે. તેને ગરબા રમવા દેવા. જો પતિઓ વિરોધ કરવાની હિંમત કરશે તો જગદંબાનું સ્વરૂપ તેમને 'ગરબે રમતા' કરી દેશે.
વિચારવાયુઃ- પતિઓએ દિવાળી સુધારવી હોય તો નવરાત્રિમાં ઘરના જગદંબાને સાચવી લેવા.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સોસાયટીના ક્લબ હાઉસમાં વાતાવરણ એટલું તનાવગ્રસ્ત હતું કે વગર એસીએ પણ ચારેય બાજુ બરફ જામી ગયો હોય તેવો સન્નાટો પડી ગયો હતો. મે મહિનાના બળબળતા ઉનાળામાં પણ કમિટીના સભ્યો અંદરથી બારણું બંધ કરીને એકબીજાને ધ્રૂજતા ધ્રૂજતા કહી રહ્યા હતા, *આ તો... આ તો એસીની ઠંડીને કારણે શરીરમાં સહેજ ધ્રુજારી છે, બાકી આપણને કોઈના બાપનીય ચિંતા નથી!* પણ ખરી વાત એ હતી કે ક્લબ હાઉસમાં એસી તો ચાલુ જ નહોતું!
આ ધ્રુજારીનું અસલી કારણ ટેબલ પર પડેલો ટપુ ડગલીનો મિસાઈલ જેવો ધમકીભર્યો લેટર હતો.
લેટરમાં ટપુએ કડક શબ્દોમાં લખ્યું હતું: *કમિટીના અબુધ સભ્યો જોગ... આ વખતે સોસાયટીનો 'શાંતિ પુરસ્કાર' મને જ મળવો જોઈએ. જો આ પુરસ્કાર બીજા કોઈને આપવાની ભૂલ કરી છે, તો હું મારા મૂળ સ્વભાવ પર આવી જઈશ! તમને બધાને ખબર છે કે મેં આ સોસાયટીમાં કેટલા સમાધાન કરાવ્યા છે!*
ટપુની દહેશતથી જ સોસાયટીના મોટા મોટા જ્વાળામુખીઓ સુષુપ્ત થઈને પડ્યા રહેતા હતા. દેખાવમાં ટપુ એકદમ 'ચોકલેટી' અને ગલુડિયા જેવો નિર્દોષ લાગતો હતો, પણ બાવડા નો પૂરો બળિયો હતો. એનાથીય ખતરનાક એનો સ્વભાવ હતોઅસલ 'સળીબાજ'! સોસાયટીમાં ક્યાંય શાંતિ ચાલતી હોય તો ટપુ ત્યાં જઈને 'શાંતિનો પાયો' હચમચાવી આવતો. ઝઘડો ચાલુ કરાવી અને પછી સમાધાનમાં જતો.
કમિટીના પ્રમુખ મેનનભાઈએ પરસેવો લૂછતાં કહ્યું, *આ ઘોઘર બિલાડાના ગળે ઘંટ કોણ બાંધશે? ટપુને શાંતિ પુરસ્કાર ના આપીએ તો એ આખી સોસાયટીમાં આશાંતિનો દાવાનળ સળગાવી દેશે અને જો એને શાંતિ પુરસ્કાર આપીએ તો 'શાંતિ' શબ્દ પોતે આત્મહત્યા કરી લેશે!*
મંત્રી જયેન્દ્રભાઈએ ચશ્માના કાચ સાફ કરતાં ઉમેર્યું, *સાચી વાત છે. ગયા મહિને જ પ્લોટ નંબર ૪ અને ૫ વચ્ચે કચરાની ડોલ અંગે ભયાનક યુદ્ધ જામ્યું હતું. ટપુએ વચ્ચે પડીને એવું 'સમાધાન' કરાવ્યું કે આજે બંને પ્લોટવાળા પોતાના ઘરનો કચરો ઉપરાંત ટપુના ઘરનો કચરો સોસાયટીની ડસ્ટબીનમાં નાખે છે.
સોસાયટીનો વાર્ષિક ઉત્સવ નજીક હતો. દર વર્ષે સોસાયટીમાં એવોર્ડ નાઈટ યોજાતી. પણ આ વખતે ટપુ ડગલીના આ 'મિસાઈલ લેટર'થી કમિટીના પાંચેય સભ્યોની રાતોની ઊંઘ ઊડી ગઈ હતી.
ટપુની દાદાગીરીના કિસ્સા તો આખી સોસાયટીમાં પ્રખ્યાત હતા. એકવાર સોસાયટીના ગાર્ડનમાં બે કૂતરાં ભસતાં હતાં, તો ટપુએ જઈને કૂતરાઓને એવી ત્રાડ પાડી કે કૂતરાઓએ પણ ભસવાનું મુકીને ૬ મહિના મૌન વ્રત લઈ લીધું હતું.
દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે જ્યારે બે શેરીઓ વચ્ચે વિવાદ થયો, ત્યારે ટપુએ વચ્ચે પડીને આખી સોસાયટીના ફટાકડા પોતે જ ફોડી નાખ્યા અને કહ્યું, *લો, હવે કોઈ ઝઘડો જ નહિ!* આનું નામ ટપુનું 'સમાધાન'! ક્લબ હાઉસમાં મીટિંગ આગળ વધી.
ખૂણામાં બેઠેલા ચુનિયાએ હળવેથી કહ્યું, *સાહેબ, એક કામ કરીએ. ટપુને શાંતિ પુરસ્કાર આપી જ દઈએ. બાકીનું બધું મારી પર છોડી દો.* એક જ સૂરમાં કમિટીએ હા પાડી. જાન બચી તો લાખો પાયે! જો એને પુરસ્કાર નહીં મળે તો એ ક્લબ હાઉસની કાચની બારીઓ તોડશે, વોટર કૂલરમાં ગટરનું પાણી ભેળવી દેશે અને રાત્રે બે વાગે માઈક પર ભજનો ગાશે!*
*પણ સંવિધાન શું કહે છે?* પ્રમુખે ચિંતા વ્યક્ત કરી. *શાંતિ પુરસ્કારના નીતિ-નિયમો તો જુઓ! આપણે કઈ રીતે ટપુને આ એવોર્ડ આપી શકીએ?*
પરંતુ જુનીયાએ બાજી સંભાળી સૌને બ્લડપ્રેશર ઊંચું લાવવા લીંબુ શરબત પાયુ. ટપુની 'જોયા જેવી થશે' વાળી ધમકીથી કમિટીના સભ્યોના હાથ-પગ ધ્રૂજતા હતા.
એવોર્ડ નાઈટના દિવસે આખી સોસાયટી એકઠી થઈ હતી. ટપુ ડગલી આગળની રોમાં સ્ટેજ તરફ મોં રાખીને, છાતી ફુલાવીને, ગોગલ્સ ચડાવીને બેઠો હતો. એના ચહેરા પર સ્પષ્ટ લખ્યું હતું'આજે તો એવોર્ડ મારો જ છે, ને જો નહીં હોય તો સ્ટેજ ઊંધું વાળી દઈશ!' મંચ પરથી પ્રમુખ મનનભાઈએ માઈક સંભાળ્યું. એમનો અવાજ ધ્રૂજી રહ્યો હતો.
*આદરણીય શેરી મિત્રો... હવે સમય આવી ગયો છે આપણા વર્ષના સૌથી મહાન એવોર્ડ એટલે કે 'શાંતિ પુરસ્કાર'ની જાહેરાત કરવાનો.
આ વર્ષે આ એવોર્ડ માટે કમિટીએ ખૂબ જ ગંભીર વિચારણા કરી છે. અને આ વર્ષનો 'શાંતિ પુરસ્કાર' જાય છે... શ્રી ટપુ ડગલીને!*
તાળીઓનો ગડગડાટ થયોજેમાં ખુશી ઓછી અને ટપુનો ડર વધારે હતો! ટપુ ડગલી એકદમ વટથી, જાણે ઓસ્કાર જીત્યો હોય તેમ છાતી ઠોકીને સ્ટેજ પર ચડ્યો. પ્રમુખે ધ્રૂજતા હાથે ટપુના હાથમાં સોનેરી ચમકતી ટ્રોફી અને પ્રશસ્તિપત્ર સોંપ્યા.
ટપુએ માઈક આંચકી લીધું અને વિજયી હાસ્ય સાથે બોલ્યો, *ધન્યવાદ! ધન્યવાદ કમિટીના ડાહ્યા સભ્યોનો! મને ખબર જ હતી કે મારી શાંતિ સ્થાપવાની કળાની તમારે કદર કરવી જ પડશે. મેં આ સોસાયટીમાં જે શાંતિ સ્થાપી છે, એ બદલ આ શાંતિ પુરસ્કાર પર મારો જ હક હતો. આખી વાતમાં ચુનીયો શાંતિથી બેઠો હતો. હળવેકથી ઊભો થઈ અને ટપુના હાથમાંથી એવોર્ડ લઈ, ટપુના ખભ્ભા પર હાથ મૂકી અને કહ્યું,
*હવે હું આ એવોર્ડ પર લખેલું લખાણ મોટેથી વાંચીને તમને સંભળાવું છું, જેથી તમને ખબર પડે કે 'શાંતિ' કોને કહેવાય!*
ચુનિયાએ ચશ્મા ચડાવ્યા અને ટ્રોફી પર નીચે નાના અક્ષરે કોતરેલું લખાણ મોટેથી વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ એ વાંચતો ગયો, તેમ તેમ ટપુનો ચહેરાનો 'ચોકલેટી' રંગ ઊડીને ફિક્કો પડવા લાગ્યો અને કાનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા!
ટ્રોફી પર લખેલું હતું: *શ્રી શાંતિભાઈ અને શાંતિબેનનાં સ્મરણાર્થે નાનકડો શાંતિ એવોર્ડ*
આ એવોર્ડ આપણી સોસાયટીના દિવંગત શાંતિભાઈ અને શાંતિબેનની યાદમાં દર વર્ષે એવા સાવ મૃદુભાષી અને ગરીબડા સભ્યને આપવામાં આવે છે કે જે, સ્વભાવે સાવ શાંત અને પાપભીરૂ હોય.. પોતાની પત્ની સામે જિંદગીમાં ક્યારેય એક શબ્દ પણ બોલ્યા ન હોય અને કાયમ ' હા જી હા ' કરતા હોય. પાડોશી ગમે તેટલો કચરો નાખી જાય તોપણ ક્યારેય ઊંચો અવાજ કરીને બોલ્યા ન હોય. મિત્રવર્તુળમાં કાયમ પોતે ઘસાયા હોય અને બીજાનું ભલું કરવા માટે સતત પોતાનું અપમાન સહન કરી જતું કરવાની ભાવના રાખતા હોય.
સમાજમાં અને સોસાયટીમાં કાયમ નમીને, હાથ જોડીને અને બી ને રહેતા હોય.
આવા સો ટકા 'ગાય જેવા' અને અહિંસક ભલા માણસ તરીકે આ વર્ષે શ્રી ટપુ ડગલીની પસંદગી કરતાં અમને અત્યંત હર્ષ થાય છે!
આટલું વંચાઈ રહ્યા પછી આખી સોસાયટીમાં ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયો અને પછી એવો ભયાનક હાસ્યનો વિસ્ફોટ થયો કે ક્લબ હાઉસના પતરાં ધ્રૂજી ગયા!
જે ટપુ પોતાની દાદાગીરીના જોરે 'શાંતિ પુરસ્કાર' છીનવી લેવા આવ્યો હતો, તે જ ટપુ આખી સોસાયટી સમક્ષ સત્તાવાર રીતે *પોતાની પત્નીથી બી નારો, પાડોશીઓ સામે નમીને રહેનારો અને સાવ ગાય જેવો ગરીબડો માણસ* જાહેર થઈ ચૂક્યો હતો!
ટપુએ કમિટી સામે જોયું. કમિટીના સભ્યો હવે ધ્રૂજતા નહોતા, પણ મનોમન હાસ્ય રેલાવી રહ્યા હતા.
ટપુ ડગલી ટ્રોફી હાથમાં પકડીને એવા મોઢે ઊભો હતો જાણે એના મોઢામાં કોઈએ કારેલું ઠાંસી દીધું હોય! એણે કમિટીને ધમકી તો આપી હતી કે *શાંતિ પુરસ્કાર ના મળે તો જોયા જેવી થશે*, પણ એવોર્ડ લીધા પછી જે 'જોયા જેવી' એની પોતાની થઈ હતી, એવી તો આખી સોસાયટીના ઇતિહાસમાં ક્યારેય કોઈની થઈ નહોતી!
એના મનમાં તો થયું કે *ગાંધી ચિંધ્યા માર્ગે હિંસક આંદોલન કરું.* પરંતુ સોસાયટીના બધા સભ્યો આવી અને અભિનંદન પાઠવવા લાગ્યા અને મનની મનમાં રહી ગઈ.
વિચારવાયુઃ મેં આઠ યુદ્ધ શાંત કરાવ્યા છે મને શાંતિનો નોબેલ પુરસ્કાર આપો..: દામભાઈ ટ્રમ્પેન્દ્ર
તા. ક. મેં ૨૫ ચાલુ પણ કરાવ્યા છે તે આ તકે કમિટીએ બંધ બારણે નોંધ લેવી.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મમ્મી.... ટેઈલરે આપણી સાથે ચીટીંગ કર્યું છે. હજુ ગયા વર્ષે સિવડાવ્યા હતા એવું તો કેવું સિવ્યું કે એક વર્ષમાં કાપડ ચડી ગયું?
ચક્કર ચડી જાય તેવી વાત છે ને? વાતનો ટાંગા મેળ મળે તો વોટ્સએપ કરજો. પરંતુ હું દીકરીની ભાવના સમજી ગયો. ચાલો કોકના ઘરમાં ડોકિયું કરી અને આખી વાત જાણી મજા કરીએ.
ભલે શ્રદ્ધાનો મહિનો ચાલુ હોય પરંતુ નવરાત્રિના પડઘમ વાગી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં તો વન-ડે દાંડિયારાસ ગણપતિના બીજા દિવસથી જ શરૂ થઈ જાય વેલકમ નવરાત્રિ ના દિવસો, નવરાત્રિ તો વચ્ચે ખરી જ અને નવરાત્રિ પછી પણ બાય બાય નવરાત્રિ બીજા પંદર દિવસ ચાલે લોકોને નાચી જ લેવું છે. લેખની શરૂઆત ઉપર જઈએ તો વિષયમાં ઊંડાણ નથી પરંતુ જાડાઈ છુપાયેલી છે.
શ્રાવણ મહિનો આવે એટલે આપણો ગુજરાતી જીવ હરખાઈ જાય. પવિત્રતાનો પવન વાય અને ફરાળની મિજબાની! એક બાજુ સોમવારના ઉપવાસ અને બીજી બાજુ બટાકાની વેફર્સ, રાજગરાના શીરા અને સાબુદાણાની ખીચડીનો એવો અવિરત પ્રવાહ ચાલે કે ઉપવાસ પૂરો થાય ત્યાં સુધીમાં શરીરનો વ્યાસ બે ઈંચ વધી ગયો હોય. હજુ તો ફરાળી ચેવડાની કરચલીઓ પેટમાં શમી ન હોય ત્યાં તો બપ્પા પધારે! ''ગણપતિ બાપ્પા મોરિયા''ના નારા સાથે મોદક અને લાડુની જે 'પ્રસાદી' આપણી થાળીમાં પધારે, એને ના પાડવી એટલે સાક્ષાત દેવનું અપમાન ગણાય. એટલે ભક્તિભાવપૂર્વક ચાર-પાંચ લાડુ દાબી દેવાના.
ત્યાં તો પાછળ પાછળ પિતૃપક્ષ આવે! પિતૃઓને તૃપ્ત કરવાના બહાને આપણે પિતૃકૃપા સમજીને દૂધપાકના વાટકાને વાટકા ઝાપટી જઈએ. શ્રાવણનો ફરાળ, ગણેશ ઉત્સવના લાડું અને શ્રાદ્ધનો દૂધપાક આ ત્રિવેણી સંગમ છે.
ખરી આફત ત્યારે આવે જ્યારે ગરબા રમવા માટે કબાટમાંથી ગયા વર્ષની ચણિયાચોળી બહાર નીકળે!
કાલે સાંજે અમારા પાડોશના ઘરમાં આવો જ એક ઐતિહાસિક અને રોમાંચક પ્રસંગ બન્યો. મિસીસ રમેશચંદ્ર અને એમની સુપુત્રી પિંકી વચ્ચે જે સંગ્રામ ખેલાયો, એ કોઈ યુદ્ધથી કમ નહોતો.
કબાટમાંથી ગુલાબી રંગની ઝગમગતી ચણિયાચોળી બહાર કાઢીને પિંકીએ પોતાના શરીર પર માપવા પ્રયત્ન કર્યો. પણ અરે આ શું! બટન અને ગાજ વચ્ચે ચાર ઈંચનું 'ભૌગોલિક અંતર' સર્જાઈ ગયું હતું! પૃથ્વીના ગોળાનો વિસ્તાર થયો હોય તેવો આંચકો લાગ્યો.
''મમ્મી ઓઓઓ...!'' પિંકીએ ઘર માથે લીધું. ''આ ટેઈલરનો વાંક છે કે ધોબીએ ગયા વર્ષે મારી ચણિયાચોળી ધોવામાં નાખીને સંકોચી નાખી છે? મને આ ચોલી કેમ બરાબર નથી આવતી?''
મમ્મી (જે પોતે પોતાની ચણિયાચોલીનો દોરો કમર પર બાંધવા માટે શ્વાસ રોકીને ઊભી હતી) એ તીખો કટાક્ષ કર્યો, ''ધોબી એ નથી સંકોચી બેટા, તારા શ્રાવણ મહિનાના બટાકાની વેફર્સે આ કારનામો કર્યો છે! મેં તને રોજ ના પાડી હતી કે શ્રાવણમાં 'ફરાળી પેટીસ' પ્રસાદી સમજીને ખા, ચાર-ચાર ન ઝાપટ! અને એ પણ કોઈ જોઈ ન જાય તે માટે તેને ચીઝથી ઢાંકી દેવાની અને પછી આરોગવાની... પણ તારે તો ફરાળના નામે ફેસ્ટિવલ ઉજવવો હતો!*
''ઓહ મમ્મી! ફરાળ તો પવિત્ર કહેવાય, એનાથી થોડું વજન વધે?'' પિંકીએ માસુમિયતથી મોઢું બગાડ્યું. *હા, પવિત્ર જ કહેવાય ને!* મમ્મીએ પોતાની ચણિયાચોલીનો કમરપટ્ટો ખેંચતા ખેંચતા કહૃાું, ''અને ગણેશ ઉત્સવમાં જે રોજ ત્રણ-ત્રણ મોદક પેટમાં પધરાવ્યા એનું શું? બપ્પા તો વિઘ્નહર્તા છે, પણ તું તારી કમર માટે વિઘ્ન ઊભું કરી બેઠી!''
''તમે પણ ક્યાં ઓછું ખાધું છે મમ્મી?'' પિંકીએ સામો ઘા કર્યો, ''શ્રાદ્ધમાં પપ્પા કહેતા હતા કે એક જ વાટકો દૂધપાક લેવો, તોય તમે 'પિતૃઓ રાજી થશે' કહીને બે મોટા વાટકા દૂધપાક અને ઉપરથી ગરમાગરમ પૂરીઓ ઝાપટી ગયા હતા! હવે તમે અરીસામાં જુઓ. કાલે પપ્પા તારી પાછળ ઉભા હતા ઓહ... માય ગોડ મને દેખાયા જ નહીં.''
મમ્મી ક્ષણવાર માટે થથરી ગઈ, પણ અનુભવી માતા હતી એટલે તરત જ પાસો ફેંક્યો, ''એ તો પિતૃઓના આશીર્વાદ કહેવાય! અને વડીલોનો અનાદર ન કરાય. પણ તારૃં તો જો'' પિંકીએ ચોળી ખેંચીને ઝિપ ચડાવવાનો આખરી પ્રયાસ કર્યો. એણે પેટ અંદર ખેંચ્યું, શ્વાસ રોક્યો, આંખો બંધ કરી અને મમ્મીએ પાછળથી પૂરી તાકાતથી ઝીપ ઉપર ખેંચી. કટ્ટાકકક! એવો અવાજ આવ્યો. ''ગઈ! મમ્મી આ ઝીપ તૂટી ગઈ કે મારૃં હાડકું ભાંગ્યું?'' પિંકીએ ચીસ પાડી. ''ઝીપ તૂટી ગઈ!'' મમ્મીએ નિશ્વાસ નાખ્યો, ''હવે આ ચોળી નહીં, તારા શ્રાવણ-ભાદરવાના જીભના જલસાનું પરિણામ બહાર આવી ગયું છે!''
આ જ સ્થિતિ આજે ગુજરાતના ઘરેઘરમાં છે. શ્રાવણનો ફરાળ, ગણપતિના લાડું અને શ્રાદ્ધનો દૂધપાક એ ત્રણેય મળીને આપણા શરીર પર એવો ' ટ્રીપલ તહેવાર ટેક્સ' વસૂલે છે કે નવરાત્રિ આવતા સુધીમાં આપણું ફિગર 'સ્લિમ'માંથી 'ગોળમટોળ' થઈ જાય છે!
પિંકી અને તેની મમ્મી વચ્ચેનો આ સંવાદ આગળ વધ્યોઃ ''હવે શું કરશું મમ્મી? કાલે તો પહેલું નોરતું છે! હું ગરબે ઘૂમવા શું પહેરીને જઈશ?''
''કાંઈ નહીં,'' મમ્મીએ ઠંડકથી સલાહ આપી, ''મારા માટે ગયા વર્ષે લીધેલ ચણીયા ચોળી આ વખતે તને થઈ જશે. મારૃં તો શું છે કે હું એકાદ નવા લઈ લઈશ જે આવતા વર્ષે તને કામ આવે.''
નવરાત્રિના આ દિવસોમાં ખરી કસરત ગરબાના સ્ટેપ્સ શીખીને હીટ થવામાં નથી હોતી, પણ ગયા વર્ષના કપડાંમાં પોતાની જાતને 'ફીટ' કરવાની કવાયતમાં હોય છે. કોઈ શ્વાસ રોકીને ચણિયાની નાડી બાંધે છે, તો કોઈ પાછળ સેફ્ટી પિનોનો આખો ડબ્બો ખાલી કરી દે છે. સેફ્ટી પિન પણ બિચારી વિચારતી હશે કે 'મારૃં કામ કપડા જોડવાનું હતું, આ તો બે કિલો વધારાની ચરબીને દાબવાનું કામ સોંપ્યું છે!' ગરબાના મેદાનમાં જ્યારે આપણે કોઈને ખૂબ સરસ અને લયબદ્ધ રીતે ધીમે-ધીમે ગરબે ઘૂમતા જોઈએ, ત્યારે એવું ન સમજવું કે એ કોઈ 'શાસ્ત્રીય નર્તક' છે. ઘણીવાર એ બિચારાની ચણિયાચોળી એટલી ટાઈટ હોય છે કે એ જો ઝડપથી પગ ઉપાડે તો કાપડ ફાટવાનો પૂરેપૂરો ભય હોય છે! એ આદર અને મર્યાદા કાપડ પ્રત્યેની હોય છે, નર્તન પ્રત્યેની નહીં! છતાં, આ જ તો આપણા તહેવારોની ખરી મજા છે. પહેલાં પેટ ભરીને શ્રદ્ધા અને કાળજીપૂર્વક પ્રસાદી ઝાપટવાની, પછી એ પ્રસાદીના પરિણામ સ્વરૂપે કપડા ટાઈટ થાય એટલે થોડી હાસ્ય-મજાક કરવાની અને છેલ્લે 'અંબે મા'નું નામ લઈને ગરબે ઘૂમીને બધી કેલરી બળીને ખાખ થઈ જશે એવી આશા રાખવાની!
પિંકીએ છેવટે એક ઉપાય શોધ્યો. એણે મમ્મીને કહૃાું, ''મમ્મી, એક કામ કરીએ. આ વર્ષે આપણે 'ફ્યુઝન ગરબા' કરશું.''
''એટલે શું?'' મમ્મીએ પૂછ્યું. ''એટલે ચણિયાચોળી નહીં, પણ ખુલ્લો કૂર્તો અને પ્લાઝો પહેરીને ગરબા રમશું! ન ઝીપ તૂટવાનો ડર, ન શ્વાસ રોકવાની મગજમારી!''
મમ્મીના ચહેરા પર ચમક આવી ગઈ, ''વાહ મારી દીકરી! શ્રાવણનો ફરાળ, લાડું અને દૂધપાક જસ્ટીફાઈ કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. ચાલ ત્યારે, ગરબા ગાઈએ પણ પહેલાં... ફ્રીઝમાં બાપુજીના શ્રાદ્ધ માટે કરેલ દૂધપાક અડધી તપેલી વધ્યો છે. બે-બે વાટકા ઠપકારીએ, કાલે તો વળી તારા મામાને ત્યાં જમવાનું છે મામી દૂધપાક સારો બનાવે કે ન બનાવે અત્યારે જમાવટ કરી લઈએ!''
મજા આ જ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 'તહેવારોનો પ્રસાદ' વિજેતા બન્યો અને ગયા વર્ષની ચણિયાચોળી કબાટના ખૂણામાં બેસીને આવતા વર્ષના 'ડાયેટિંગ'ના ઝૂઠા વચનો સાંભળતી રહી!
વિચારવાયુઃ- બાપુજીનું શ્રાદ્ધ કરો, સારી વાત છે. પરંતુ જીવતા હોય તો થોડા જલસા કરાવજો, તો કાગડાની રાહ નહીં જોવી પડે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દર વર્ષે ભાદરવા મહિનામાં જ્યારે ગણેશ ઉત્સવ આવે છે, ત્યારે ચારેય બાજુ ધામધૂમ, ઢોલ-નગારા, ડીજેનો ઘોંઘાટ અને રોશનીનો ઝગમગાટ છવાઈ જાય છે. પણ આ બધી ધમાલ વચ્ચે એક વાત ઉપર આપણે ક્યારેય ધ્યાન આપ્યું છે? દસ દિવસ સુધી જે ગણપતિ બાપાની આપણે પાટલે બેસાડીને પૂજા-અર્ચના કરી, લાડુ ધરાવ્યા, ને ગરબા ગાયા, એ બાપા વિસર્જનના દિવસે વિદાય લેતી વખતે ખરેખર ખુશ હોય છે કે નારાજ?
જો આજે બાપા પોતે માઈક હાથમાં લઈને બોલી શકતા હોત, તો ચોક્કસ કહેતઃ ''અરે ભાઈ! મારો વાંક શું? તમે મને માટીમાંથી બનાવો છો, દસ દિવસ પૂજો છો અને પછી 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ'ના નારા લગાવીને પાણીમાં પધરાવી દો છો. પણ જરા થોભો! તમારે ઘરે મહેમાન આવે અને રોકાય જેને તમે પ્રેમપૂર્વ બોલાવ્યા હોય પછી જ્યારે થોડા દિવસ થાય અને તમે તેને વાજતે ગાજતે રેલવે સ્ટેશન મુકવા જાવ તો તેના મનમાં શું છાપ ઊભી થાય? મારી મૂર્તિનું વિસર્જન કરવા નદી-તળાવ સુધી લંબાઓ છો, એના કરતાં તમારી અંદર અને સમાજમાં જે અસલી 'કચરો' ભરાઈ પડ્યો છે, એનું વિસર્જન કેમ નથી કરતા?''
બાપાની આ નારાજગી એકદમ વ્યાજબી છે. આપણે દર વર્ષે મૂર્તિઓ તો નદીમાં પધરાવી આવીએ છીએ, પણ સમાજને કોરી ખાતા દૂષણોને સાચવી સાચવીને તિજોરીમાં કે મગજના ખૂણે મૂકી રાખીએ છીએ. ચાલો આજે ગણેશજીની કલમે જ સમજીએ કે ખરેખર કઈ કઈ વસ્તુઓનું વિસર્જન કરવાની તાકીદે જરૂર છે!
મારૃં વિસર્જન કરવાની જગ્યાએ અભિમાન અને અહમનું વિસર્જન કરો.
આજના યુગમાં માણસ પાસે બંગલો, ગાડી કે બેંક બેલેન્સ થોડું વધી જાય, એટલે એની છાતી અઢી ફૂટ બહાર આવી જાય છે. 'હું કોણ છું તું જાણે છે?' આ વાક્ય તો આપણા સમાજનો રાષ્ટ્રીય નારો બની ગયો છે! *અરે માનવ! તું જે કાયા પર આટલો અહંકાર કરે છે, એ પણ એક દિવસ માટીમાં જ ભળવાની છે. મારી માટીની મૂર્તિનું વિસર્જન કરો છો, પણ તમારા મગજમાં ચડી ગયેલા 'હું પણા'ના અભિમાનનું વિસર્જન ક્યારે કરશો?'' જો માણસ પોતાના અહંકારને તાપી કે નર્મદામાં પધરાવી દે, તો અડધા ઝઘડા તો ત્યાં જ પૂરા થઈ જાય.
ભ્રષ્ટાચારનું મસમોટું વિસર્જન કરો. આપણા દેશમાં ભ્રષ્ટાચાર એ સિસ્ટમનો એવો 'પ્રસાદ' બની ગયો છે જે વગર માગ્યે દરેક ટેબલ નીચેથી વહેંચાય છે! સરકારી ઓફિસ હોય, રોડ-રસ્તાના કોન્ટ્રાક્ટ હોય કે સામાન્ય કામ, રોકડા ના મૂકો ત્યાં સુધી ફાઈલ આગળ ખસતી નથી. ચમત્કાર જુઓ! ભ્રષ્ટાચાર કરનારો અધિકારી પણ ગણેશ ઉત્સવમાં લાખો રૂપિયાનું દાન આપીને મોટો ભક્ત હોવાનો આડંબર કરે છે! બાપા મનોમન વિચારતા હશે, ''મારા નામે આપેલા પાપના પૈસાથી હું ખુશ નથી થતો. એના કરતાં કામ કરાવવા માટે જે લાંચ લો છો, એ ભ્રષ્ટાચારની વૃત્તિનું વિસર્જન કરો તો મારો દેશ ખરેખર મહાન બને.'' વૈમનસ્ય અને ઝેરી રાજકારણ સાથે જીવતા લોકોએ તે વૃત્તિનું વિસર્જન કરવાની જરૂર છે.
આજના ડિજિટલ યુગમાં માણસ માણસથી દૂર થતો જાય છે. જાતિ, ધર્મ, જ્ઞાતિ અને રાજકારણના નામે જે વૈમનસ્ય (વેરભાવ) ફેલાવવામાં આવે છે, એનું ઝેર સમાજના રૂધિરમાં ભળી ગયું છે. ફેસબુક અને વોટ્સએપના ગ્રુપમાં વાત-વાતમાં લોકો એકબીજાનું ગળું કાપવા તૈયાર થઈ જાય છે. હું પૂછું છું,*દસ દિવસ મારા મંડપમાં તો બધી જાતિના લોકો એકસાથે આરતી ગાઓ છો, તો પછી મંડપ બહાર નીકળતા જ આ વેરભાવનો દાવ કેમ શરૂ થઈ જાય છે?'' આ વૈમનસ્યનું વિસર્જન કર્યા વગર સમાજમાં શાંતિ શક્ય જ નથી.
સોશિયલ મીડિયાનો 'દેખાડો' બંધ કરો. આજકાલ ગણેશ ઉત્સવ શ્રદ્ધાનો ઓછો અને 'રીલ્સ' તથા 'સેલ્ફી'નો વધુ બની ગયો છે. મારી સામે હાથ જોડવા કરતાં કેમેરા સામે મોઢું રાખવામાં લોકોને વધુ રસ છે. ''સેલ્ફી વિથ બાપ્પા, ૧૦૦૦ લાઈક્સ!'' પણ અસલ જીવનમાં ગાયને રોટલી ના નાખવી હોય કે વૃદ્ધ મા-બાપની સેવા ના કરવી હોય. આ પોકળ દેખાડા અને દંભનું વિસર્જન કરવું અત્યંત જરૂરી છે. શ્રદ્ધા મનમાં હોવી જોઈએ, ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં નહીં!
હું જોઉં છું કે લોકોમાં ઈર્ષ્યા અને સરખામણીની માનસિકતા વધતી જાય છે. પડોશીના ઘરે મોટું ટીવી આવ્યું, એટલે આપણા ઘરમાં ભૂકંપ! સગા-સંબંધામાં કોઈ આગળ વધી ગયું, એટલે પેટમાં બળતરા! આ ઈર્ષ્યાની માનસિકતાએ માણસનું સુખ-ચેન છીનવી લીધું છે. મારૃં પેટ મોટું છે, કારણ હું જગતની બધી વાતો અને દુખને પચાવી જાણું છું. આપણે નાનું હ્ય્દય રાખીને પડોશીની પ્રગતિ જોઈને બળ્યા કરીએ છીએ. આ ઈર્ષ્યા અને સરખામણીરૂપી કચરાને નદીમાં વહાવી દેવાનો સમય આવી ગયો છે.
પર્યાવરણનું નુકસાન અને પ્લાસ્ટિકનો કચરો જોઈ અને મારો જીવ બળે છે.
આપણે પીઓપીની મૂર્તિઓ બનાવીને જળચરોનો જીવ લઈએ છીએ, કેમિકલવાળા રંગોથી પાણી ઝેરી કરીએ છીએ અને ઉત્સવ પૂરો થયા પછી પ્લાસ્ટિકના ઝભલાં અને નકામો કચરો નદી કિનારે છોડી આવીએ છીએ. જે ઈશ્વરે આ સુંદર પ્રકૃતિ બનાવી, એ જ ઈશ્વરના નામે આપણે પ્રકૃતિનો વિનાશ કરીએ છીએ! ''મને માટીમાં જન્માવો અને માટીમાં જ મેળવો. પર્યાવરણને નુકસાન પહોંચાડતી તમારી આ અજ્ઞાનતાનું વિસર્જન કરો.''
હવે ક્યારે જાગીશું?
ગણેશ ઉત્સવ એ માત્ર ઢોલ ધમાકા કરવાનો કે ડીજેના તાલે નાચવાનો તહેવાર નથી. એ તો આત્મચિંતનનો પર્વ છે. બુદ્ધિના દાતા ગણપતિ બાપા આપણને સદબુદ્ધિ આપવા આવે છે. પણ આપણે દર વર્ષે બાપાની મૂર્તિનું તો વિસર્જન કરી દઈએ છીએ, પરંતુ આપણા દુર્ગુણોને બરાબર સાચવી રાખીએ છીએ.
જો ખરેખર બાપાને પ્રસન્ન કરવા હોય અને વિદાય વખતે એમના ચહેરા પર સાચી મુસ્કુરાહટ જોવી હોય, તો આ વખતે કઈંક બાપાને ગમે તેવું કરવું પડશે.
અહંકારનું વિસર્જન કરો અને નમ્રતા અપનાવો., ભ્રષ્ટાચારનું વિસર્જન કરો અને પ્રામાણિકતાથી જીવવાનો સંકલ્પ લો., વેરભાવનું વિસર્જન કરો અને પ્રેમ-ભાઈચારો ફેલાવો., કચરા અને પ્રદૂષણનું વિસર્જન કરો અને પ્રકૃતિનું જતન કરો.
જે દિવસે આપણે આપણા મનની અંદર રહેલા આ રાક્ષસોનું વિસર્જન કરીશું, તે દિવસે સાચા અર્થમાં 'ગણેશ ઉત્સવ' ઉજવાયો ગણાશે. બાપા પણ ખુશ થઈને આશીર્વાદ આપશે અને વિદાય લેતી વખતે કહેશેઃ ''હા, હવે મારો માનવ ખરેખર બુદ્ધિશાળી બન્યો છે!''
બાકી, જો મૂર્તિઓ જ પધરાવ્યા કરીશું અને મનના પાપ સાચવી રાખીશું, તો બાપા આવતા વર્ષે પણ નારાજ થઈને જ વિદાય લેશે, અને આપણે ખાલી 'મોરિયા મોરિયા'ના પોકળ નારા લગાવતા રહી જઈશું!
વિચારવાયુઃ- ગણપતિ બાપા નાના હોય, મોટા હોય, પ્રસિદ્ધ હોય કે ન હોય. આશીર્વાદ હ્ય્દયના ભાવ પ્રમાણે જ આપે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નાનો હતો ત્યારે પહેલીવાર સ્થાપન શબ્દ સાંભળ્યો હતો. શબ્દ તરીકે બહુ જ ગમ્યો હતો પણ અર્થ બહુ જ મોટા થઈને ખબર પડી અને એ ખબર પણ એવી રીતે પડી કે એક દિવસ અચાનક જ હું વિચારે ચડ્યો અને ભક્તિભાવમાં લીન બનીને બોલવા લાગ્યો કે 'વાહ કેવું મોટું માથું, કેવી મોટી ફાંદ, કેવુ મોટુ નાક!' આગળ બોલું એ પહેલા જ છૂટા વેલણનો ઘા આવ્યો અને તરત જ બોલ્યા કે ખબરદાર જો હવે એક શબ્દ પણ મારા પપ્પા વિશે બોલ્યા છો તો ત્યારે મને ખબર પડી કે મારા ઘરમાં જે સ્થાપન થયું છે એ સસરા રોકાણનું છે. અડધો દિવસ સમજાવવામાં ગયો કે હું ગણપતિ બાપ્પાની વાત કરતો હતો, તારા બાપાની નહીં.
મેં મારો ભક્તિભાવ પ્રગટ કરતાં કહૃાું કે 'આ વખતે આપણે પણ ત્રણ દિવસ માટે ગણપતિ તેડાવવા છે' એટલે તરત સણસણતો જવાબ આવ્યો
કેમ મારા બાપા આવે ત્યારે પહેલા દિવસથી જ શરૂ થઈ જાવ છો કે ક્યારે જવાના છો? અને ગણપતિ બાપાને ત્રણ દિવસ તેડાવવા છે?
મેં બહુ વિરોધ ન કર્યો પણ મનમાં બોલ્યો કે 'ગણપતિને ૧૦ લાડુ ધરીએ તો ૧૦ માંથી ૧૦ પાછા આવે પણ તારા પપ્પા નથી ભાવતા, નથી ભાવતા કરીને દશે દશ કોઈને કીધા વગર, ખબર પડ્યા વગર સબોડી જાય છે અને ત્રણ દિવસ સ્થાપન કરીએ તો જવાની ગેરંટી તો હોય, આ તો એકાદ બે દિવસ રોકાવું છે કહીને જે દિવસે પૂછીએ એ દિવસે કહે કે ''બસ એકાદ બે દિવસ''કહે. છેલ્લે તો એક મહિને ગયા હતા'. મારા આ મનમાં બોલતી વખતની શાંતિ પણ એમનાથી સહન ન થઈ એટલે બોલ્યા અહીંયા મન લાગે છે ત્યારે રોકાય છે બાકી મારી બેનના ઘેર એક દિવસ પણ નથી રોકાતા હો.
મને સાચે જ પહેલીવાર મને મારા સાઢુની ઇર્ષા આવી કે હું એમના જેવો કેમ નથી, સાલુ સારૃં થવું પણ સજા અપાવે છે. જે હોય તે પણ જો સાસુ કે સસરા માંથી કોણ રોકાય એમ પૂછો તો મારી ચોઇસ સસરાની હોય પણ ચાદર ખેંચો એટલે ઓશિકુ ભેગુ જ આવે. ઘેર રોજ ઝઘડા કરતા હોય પણ બે ચાર દિવસ થાય એટલે સાસુજી પધારી જાય અને કહે કે તમારા વગર ઘર સુનુ લાગે છે, જરા પણ નથી ગમતું (ઝઘડવું કોની સાથે?) અમને વસમું લાગે એનો વિચાર પણ ન કરે! જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે વિસર્જન કરવા માટે મેં જે જે ખેલ કર્યા છે એના પર તો એક એક લેખ લખી શકાય.
ગમે તેમ કરીને મેં ગણપતિ બેસાડવા ઘરવાળીને રાજી તો કરી પણ પછીની હાલત ખૂબ ખરાબ થઈ. મેં માટીની મૂર્તિનો આગ્રહ રાખ્યો અને એમને પ્લાસ્ટર ઓફ પેરીસનો આગ્રહ રાખ્યો. મેં સમજાવ્યું કે માટીની મૂર્તિ લઈએ તો ઉત્થાપન પણ ન કરવું પડે. મૂર્તિને પાણીના ટબમાં મૂકી દઇએ એટલે ઓગળી જાય અને એ માટીનો ઉપયોગ તુલસી વાવવા કે ફૂલછોડના ક્યારામાં નાખી શકાય અને તેનું પવિત્ર પાણી ઘરમાં છાંટીને આખુ વર્ષ રિદ્ધિ સિદ્ધિનો વાસ કરાવી શકાય પણ અમારા ''એમને'' કીટ્ટી પાર્ટીમાં શું કહેવું એની ચિંતામાં મારી સાથે સહમત થતા એક અઠવાડિયું કાઢ્યું!
ઘણાં લોકો હોંશે હોંશે ઘેર ગણપતિની સ્થાપના તો કરે પણ પોતાની વ્યસ્ત જિંદગીમાંથી ગણપતિ પૂજા માટે અડધો કલાક પણ કાઢી ન શકતા હોય ત્યારે આપણને ખબર પડે કે બાજુવાળાએ ૩ દિવસનું સ્થાપન કર્યું છે તો આપણે પાંચ દિવસનું કરીએ. આ દેખાદેખીમાં સ્થપાયેલા ગણપતિ પણ ઉતાવળમાં હોય એવું તેમની મૂર્તિ પર જ દેખાય આવતું હોય! હમણાં એક ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં હું જતો હતો તો ઉતાવળે રેલ્વે સ્ટેશન તરફ જતા ગણપતિને જોયા. મેં ગાડી ઊભી રાખી પગે લાગીને પૂછ્યુ કે 'આ બીઝી સીઝનમાં તમે એકલા કેમ? ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના?' ગણપતિ બાપાએ જવાબ આપ્યો કે જે પહેલી ટ્રેઇન મળે તેમાં ચડી જવું છે પણ અહીંયા નથી રહેવું. મારા બેટા વાજતે ગાજતે લઈ આવ્યા. ભભકો કરીને મારૃં સ્થાપન પણ કર્યું પણ પછી ગયા એ ગયા. બે ટાઇમની આરતી પણ નોકર કરતા. હું તો એમને પાંચ દિવસનું ફળ આપીને નીકળી ગયો છું. ક્યાંક શાંતિથી કોઈક ભજેને એવા ઘેર જઈને બેસવું છે.
ગણપતિ ઉત્સવ ભલે મહારાષ્ટ્રથી શરૂ થયો હોય પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતે બહુ જ સહજ રીતે સ્વીકારી લીધો છે, આમ પણ ગુજરાતીઓ માટે કોઈ પણ તહેવાર જેટલો મહત્ત્વનો હોય છે એટલો કોઈ પણ માટે નથી હોતો. ગણપતિમાં અહિંયા પણ રોજ રાત્રે કાર્યક્રમ હોય. સામાન્ય રીતે ડાયરામાં શરૂઆત જ ગણપતિ સ્તૂતિથી થાય જેને ગણપતિ બેસાડ્યા કહેવાય જે ફરજિયાત હોય પણ એક પ્રસંગે એવું બનેલું કે માત્ર હાસ્ય દરબાર એમાં આયોજકનો સવાલ આવ્યો કે ''ગણપતિ કોણ બેસાડશે?'' ગાવાનો મારો વિષય નહીં પણ ગુજરાતીઓમાં કોઠાસુઝ તો ભારોભાર હોય એટલે થોડુંક વિચારીને મેં તરત પૂછ્યું કે 'કાલ શેનો પ્રોગ્રામ હતો?' મને ખબર પડી કે સંતવાણી હતી એટલે તરત જ મેં કહૃાું કે 'કાલ ગણપતિ બેસાડ્યા જ હશે પછી કોઈએ ઉત્થાપન નહીં કર્યું હોય એટલે આજેય ગણપતિ હાજરાહજૂર છે એમ માનીએ છીંએ. બેસાડેલાને ફરી થોડા બેસાડાય?' જો કે મેં એમને એ પણ સમજાવ્યા કે મારી આ મોટી ફાંદ ક્યારેય ઘટાડવાનો વિચાર હું એટલે જ નથી કરતો કેમ કે હાસ્યના પ્રોગ્રમમાં સૌ પહેલા મને જ બેસાડે છે જે ગણપતિ સ્થાપન બરાબર જ ગણાય. મુંબઈમાં તો ઓડિયન્સ તરફથી પ્રોગ્રામ શરૂ થતા પહેલા મને લાડવા ધરવાના અનેક દાખલા બેઠા છે.
આર્ટિસ્ટ્સ માટે ગણપતિ એટલા બધા ફેવરીટ છે કે ગમે તે વસ્તુ આપો તેમાંથી સૌથી સરળ રીતે જો કંઈ બને તો ગણપતિ. સૌથી વધારે જો કોઈ ભગવાનની મૂર્તિનો ધંધો થતો હોય તો એ ગણપતિનો. આ એક દેવ છે જે કેટલાં બધાના પેટ ભરે છે. કારીગરોથી માંડીને કલાકારો સુધી ૧૦ દિવસ સુધી વ્યસ્ત રહીને કમાણી કરે છે. એવા કેટલાં બધા કલાકારો છે જે આખુ વર્ષ મૂર્તિ બનાવે છે અને છેલ્લા મહિનામાં વેચે છે. મંડપ સર્વિસ, લાઇટ ડેકોરેટર્સ, મ્યૂઝક બેન્ડ્સ, સાઉન્ડ સર્વિસ, ગાયકો, હાસ્ય કલાકારો જેવા અનેક લોકો માટે સાચે જ રિદ્ધિ સિદ્ધિ સ્વરૂપે આ ગણેશોત્સવ આવે છે. અરે ત્યાં સુધી કે સફેદ ઉંદરો પાળીને રાખવા વાળા લોકો પણ ઉંદર ભાડે આપીને કમાણી કરી લે છે. ગણપતિ બાપા જાણે ડાન્સના પ્રણેતા હોય એમ વિસર્જન વખતે એટલા લોકોને નાચતા કરી દે છે કે વાત ન પૂછો. આ બેફામ નાચતા લોકોનો કોન્ફીડન્સ વધી જાય તો ઘરના પ્રસંગોમાં ઉદાહરણ આપીને કહે કે 'વિસર્જનમાં હું કેટલો નાચ્યો હતો? બધા મારી સામે જ જોતા હતા' પણ એમને કોણ સમજાવે કે લોકો શું કામ જોતા હતા. આ નચૈયાઓને એ પણ ખબર નથી કે ગણપતિનું વિસર્જન એ દુઃખની વાત છે પણ નાચવામાં એટલે આવે છે કે આવતા વર્ષે આ ભાવ જોઈને ગણપતિ બાપા ફરી વહેલા પધારશે
છેલ્લે એટલે જ કહેવું છે કે ગણપતિના મોટા કાન દરેક વાતો સાંભળીને વિશાળ પેટમાં સંઘરી રાખે છે. એ ક્યારેય ખટપટમાં નથી પડતાને એટલે પૂજાય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજના જમાનામાં બાપ-દીકરા વચ્ચે 'જનરેશન ગેપ' માપવા માટે કોઈ મીટરની જરૂર નથી. ફક્ત દીકરાના હાથમાં રહેલા સ્માર્ટફોનની સ્ક્રીન અને બાપના મોઢા પરના કરચલી વાળા ભાવ જોઈ લો, આખોય ખેલ સમજાઈ જશે!
હમણાં જ ઘરની બહારથી જબરદસ્ત મગજમારીનો અવાજ આવ્યો. મેં ડોકિયું કર્યું તો શેરીના નાકે રમેશભાઈ અને એમનો ચિરાગ ઉર્ફે 'ચિન્ટુ' સામસામે મોરચો માંડીને ઊભા હતા. મુદ્દો ગંભીર હતોચિન્ટુને નવો ફોન લેવો હતો અને રમેશભાઈને એના 'ભાવ' સાંભળીને હાર્ટ એટેક આવતા આવતા રહી ગયો હતો.
*અલ્યા મૂઢા! ૩ લાખનો ફોન હોય? મગજ ફરી ગયું છે તારૃં?* રમેશની આંખો બહાર નીકળી આવી હતી. *અલા, મારી ભેંસ આના કરતાં સસ્તી આવે છે! આટલા રૂપિયામાં તો ખરી ઓરિજિનલ જાફરાબાદી ભેંસ ઘરમાં આવી જાય!*
ચિન્ટુએ પોતાના વાળમાં હાથ ફેરવતા, કાનમાં બડ્સ ભરાવેલા જ રાખતા સહેજ હસીને કહી દીધું, *ડેડુ, તમે સાવ પ્રાચીન કાળના વિચારો ધરાવો છો! એ તમારી ભેંસ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવી દે ખરી? કે પછી 'વાયરલ' થઈને ટ્રેન્ડિંગમાં આવે?*
ચિન્ટુની આ વાત સાંભળી રમેશભાઈનો પિત્તો ગયો, *રીલની એસી તૈસી! અલ્યા ડફોળ, ભેંસ રોજ સવારે ને સાંજે દૂધ આપે, એ દૂધ ડેરીમાં ભરાવીએ એટલે રોકડા રૂપિયા કમાઈને દે! તારો આ અરીસા જેવો કાચનો કટકો તને કમાઈને દે છે?*
*અરે બાપા!* ચિન્ટુએ છાતી ઠોકીને કહૃાું, *તમને ખબર નથી! આજના જમાનામાં મોબાઈલ પણ કમાઈને દે છે. યૂટ્યુબની ચેનલ, ફેસબુક મોનેટાઈઝેશન, રીલ્સના વ્યુઝ અને બ્રાન્ડ પ્રોમોશન... એક વાયરલ વિડીયો થાય ને, એટલે ડોલરનો વરસાદ થાય!*
રમેશ એ પોતાના ખેસથી મોઢું લૂછ્યું અને ચિન્ટુ સામે આંગળી ચીંધીને પૂછ્યું, *એ બધું ઠીક છે, પણ તારો આ મોબાઈલ બચ્ચાં દે? હેં? ભેંસ તો વ્યાય એટલે પાડી કે પાડો આપે. તારો આ ફોન બે વર્ષ પછી નવો નાનો ફોન આપે છે? તું ગરઢો થઈશ ને, તોય એ ભેંસની પેઢીઓ તારૃં ને તારા ઘરનું પાલન-પોષણ કરશે. આ ફોન તો બે વર્ષમાં ખાટલે પડશે ને વળી પાછો બીજો ૩ લાખનો ખર્ચો કરાવશે!*
ચિન્ટુએ પણ આજના યુવાનની અદાથી જવાબ ફેંક્યો, *બાપા, તમે ભેંસના દૂધની વાત કરો છો, પણ જો મોબાઈલથી બરાબર કન્ટેન્ટ બની ગયું ને, તો આ મોબાઈલ ધારે તો એક જ વારમાં આપણી સાત પેઢીનું કમાઈને દઈ દે!*
*સાત પેઢીનું?* રમેશ ખડખડાટ હસી પડ્યો.*અલ્યા, તારી સાત પેઢીમાં કોઈએ ફોનની સ્ક્રીન જોઈ નહોતી તોય સુખી હતા! આ મોબાઈલ તો માણસના સંબંધો તોડાવે એવું યંતર છે. ઘરમાં ચાર જણા બેઠા હોય તોય કોઈ કોઈની સામે જોતું નથી, બધા ફોનમાં જ અંગૂઠા ઘસતા હોય છે. એના કરતાં ભેંસનું પાંચ લિટર દૂધ કોઈને મફત આપી દો ને, તો આખા ગામમાં એક મહિના સુધી તમારી વાહ-વાહ થાય! 'કાળુભાઈ તો દિલદાર માણસ છે, હોં!' એવી છાપ પડે. તારા મોબાઈલમાં કોઈને મફત 'હાઈ' કે 'હેલ્લો' મોકલીશ તો ગામમાં કોઈ વાહ-વાહ કરશે?*
આ બાપ-દીકરાનો સંવાદ સાંભળીને મને થયું કે વાત તો બંનેની પોતપોતાની જગ્યાએ સાચી છે! આજના યુગમાં 'મૂલ્ય'ની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ છે.
જૂના જમાનામાં જે સ્થાન દૂધ, ઘી અને ખેતીનું હતું, એ સ્થાન આજે 'ડેટા', 'વાઈ-ફાઈ' અને 'સોશિયલ મીડિયા'એ લીધું છે.
નવી જનરેશનના લોજિક પણ કંઈ કમ નથી. નવી જૂની પેઢીની ખેંચતાણ એટલે દૂધની વાહ-વાહ વિ. મફત વાઈ-ફાઈ અને ઓટીટી.
કાળુભાઈ કહે છે કે પાંચ લિટર દૂધ મફત આપો તો ગામ વાહ-વાહ કરે. પણ આજના ચિન્ટુઓનું ગણિત અલગ છે! આજે જો તમે સોસાયટીના છોકરાઓને તમારા ઘરનું વાઈ-ફાઈ પાસવર્ડ મફતમાં આપી દો, અથવા તમારા નેટફલીક્સ-હોટસ્ટારનો પાસવર્ડ ફ્રેન્ડ સર્કલમાં વહેંચી દો, તો આખી ગલીમાં રાતોરાત તમારી વાહ-વાહ થઈ જાય! છોકરાઓ તમને *દિલદાર ભાઈ* કહીને પૂજવા માંડે.
મોબાઈલ એટલે સંબંધ તોડવાનું અસ્ત્ર જ છે. પહેલાના સમયમાં મોબાઈલમાં જ મશગૂલ રહેવાથી રૂબરૂ વાતચીત બંધ થઈ જતી અને સંબંધોમાં તિરાડ પડતી. આજે સંબંધ તોડવા માટે લાંબી માથાકૂટની જરૂર જ નથી!
કોઈનો મેસેજ આવ્યા પછી જીીીહ કરીને રિપ્લાય ના આપો (જેને આજની ભાષામાં ઘોસ્ટીંગ કહેવાય છે).
ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કે બ્લોક કરી દો અથવા મિત્રની નવી રીલ પર 'લાઈક' કે 'કોમેન્ટ' કરવાનું ભૂલી જાઓ!
બસ, આટલામાં જ વગર લાઠીએ વર્ષો જૂની મિત્રતાના કટકે-કટકા થઈ જાય છે!
બાપ બિચારો એમ વિચારે છે કે ભેંસ ખાતર આપશે જે ખેતરમાં કામ આવશે. પણ દીકરો વિચારે છે કે મોબાઈલથી એની 'ઈન્સ્ટાગ્રામ ફિડ' સુધરશે! બાપને મન 'મૂડી' એટલે તબેલામાં બાંધેલું ઢોર, અને દીકરાને મન 'મૂડી' એટલે એના ફોલોઅર્સની સંખ્યા!
રમેશભાઈ પોતાની દલીલોના ભાથામાંથી હજુ નવા બાણ છોડી રહૃાા હતા.
*જો ચિન્ટુ,*રમેશભાઈ થોડા નરમ થઈને બોલ્યા, *હું પૈસા બચાવવા ઝઝૂમું છું એ તારા ભવિષ્ય માટે છે. તું ૩ લાખનો ફોન લઈને બે દિવસમાં 'ડ્રોપ ટેસ્ટ'ના નામે તોડી નાખીશ, તો મારા જીવને બળતરા થશે. એના કરતાં ઈ જ પૈસા બેંકમાં મૂક, તો વ્યાજ આવશે!*
ચિન્ટુએ બાપના ખભા પર હાથ મૂકતા કહૃાું, *બાપા, તમારી વાત સાચી. પણ આજના સમયમાં મોબાઈલ એ ખાલી રમકડું નથી, એક ટૂલ છે. જો એનો સાચો ઉપયોગ કરીએ ને, તો ભેંસ ચારવા જવું ન પડે, ઘરે બેઠા કમાણી થાય!*
બાપાએ ઊંડો શ્વાસ લીધો, થોડીવાર વિચાર કર્યો અને પછી હસીને બોલ્યા, *સારૃં બેટા, તારો મોબાઈલ સાત પેઢીનું કમાઈ દે કે ના દે, પણ જો તું આ ફોન લીધા પછી રોજ સવારે મારી સામે જોઈને 'ગુડ મોર્નિંગ' કહેવાનું ચાલુ રાખે, અને જમતી વખતે ફોન બાજુમાં મૂકીને મારી સાથે બે ઘડી વાતો કરે... તો મને એમ લાગશે કે મારા ૩ લાખ વસૂલ થઈ ગયા!* ચિન્ટુએ પણ હસીને બાપને ભેટી પડ્યો.
અંતે તો વાત એટલી જ છે કે, જમાનો ગમે તેટલો બદલાય,ભેંસના દૂધની જગ્યાએ ભલે ઓટીટીના પાસવર્ડ આવી જાય અને ગામના ચોરાની જગ્યાએ ઈન્સ્ટાગ્રામનું ગ્રુપ આવી જાય પણ જો સંબંધોમાં સંવેદના, માન અને પ્રેમ ન હોય, તો ૩ લાખનો ફોન પણ નકામો છે અને જાફરાબાદી ભેંસ પણ નકામી છે! મોબાઈલ જોડે જોડે મોહ અને મમતા પણ જાળવી રાખીએ, તો જ આ નવી જનરેશન અને જૂની જનરેશન વચ્ચેનો મેળ પડી શકે.
વિચારવાયુઃ ભેંસ આખો દિવસ પાણીમાં રહે તો પણ બહાર નીકળે એટલે તેનું રૂટિન ચાલુ. મોબાઈલ આખો દિવસ પાણીમાં રહે તો?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને એક મર્દનો અવાજ આવ્યો... તમારો ચુનિયો 'બજેટ-ભંગ' નહીં થવા દે...
બે છેડા ભેગા કરવા તેણે જુગાડુ જાહેરાત કરેલી કે ''ગમે તેટલા ભાવ વધે ગમે તેટલા મહેમાન આવે ગમે તેટલા ઉત્સવો કે તહેવારો આવે તમારું બજેટ ડામાડોળ નહીં થવા દઉં''
તોરલ એ જેમ જેસલને કહેલું કે *તારી નાવડીને ડૂબવા નહીં દઉં* અને જેસલ ને જે હાંસકારો થયો હતો તેવી ફીલિંગ આવી.
ચુનિયો કશું મફત કરે નહીં એટલે ફી તરીકે પાંચ કિલો ડુંગળી, પાંચ કિલો ખાંડ,અને ૫૦૧ રૂપિયા રોકડા રાખેલા.
આ મહિને તો તહેવારોનો એવો 'ડોઝ' આવ્યો છે કે સામાન્ય માણસનું બજેટ વેન્ટિલેટર પર આવી ગયું છે.
એક બાજુ રક્ષાબંધન, બીજી બાજુ સાતમ-આઠમનો મેળો, વચ્ચે આવતું મીની વેકેશન, અને ઉપરથી રસોડામાં ગર્જના કરતા ડુંગળી-ખાંડના ભાવ!
ચુનિલાલ પોતાના ડ્રોઈંગ રૂમમાં પદ્માસન વાળીને બેઠા સામે એક ડાયરી, હાથમાં બોલપેન અને કપાળ પર પસીનાના ટીપાં બાજી ગયા પરંતુ તે જાણતો હતો કે તે કોઈ દેશનું અર્થતંત્ર નથી સુધારી રહૃાો, પણ પોતાના ઘરના 'બે છેડા' ભેગા કરવા માટે અણનમ જુગાડની શોધ કરી રહૃાો છે. પછી કોઈ નીટ ની એક્ઝામનું પેપર નીકળતું હોય તેમ મગજમાંથી મુદ્દાઓ સરક્યા. ચાલો, જોઈએ ચુનીલાલનો આ 'માસિક મોક્ષ માર્ગ'!
શરૂઆત થઈ રક્ષાબંધનથી. ચુનિલાલે પહેલો જુગાડ આઝમાવ્યોઃ *ડિજિટલ પ્રેમ અને સસ્પેન્સ કવર!*
તેમણે બહેનોને રાખડી બાંધ્યા પછી સુંદર શુકનનું કવર આપ્યું. અંદર ૫૦૦ની નોટ મૂકવાને બદલે એક ચિઠ્ઠી મૂકીઃ વ્હાલી બહેન, તારો પ્રેમ અમૂલ્ય છે. આ રકમ મેં તારા નામે 'ઈમેજનરી એફડી'માં મૂકી છે, જે તને હું આવતી જન્માષ્ટમીએ (અથવા બજેટ સરખું થાય ત્યારે) વ્યાજ સાથે આપીશ!
જોકે, મોટી બહેન જો રોકડેરોકડો વ્યવહાર જ માંગે તો ગુગલ પે ની તૈયારી કરવી અને પાંચ મિનિટ પ્રયત્ન કર્યા પછી કહેવું, *અરેરે! સર્વર ડાઉન છે, સાંજે પહોંચી જશે!* (જે સાંજ ક્યારેય આવવાની નહોતી).
રસોડાનો રાજા અને રાણી એવા ડુંગળી-ખાંડનો ડિપ્લોમેટિક બહિકાર કરવા માટે અમુક ડાયલોગ પાકા કરાવવા.
રક્ષાબંધન પતે એટલે રસોડાનું સરપ્રાઇઝ ઓડિટ કરવુ.
પત્ની કડક અવાજે કહે કે, *સાંભળો છો? ખાંડ પૂરી થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ તો આસમાને પહોંચ્યા છે. ભજીયાં વગર સાતમ-આઠમ કેમ ઉજવાશે?*
ચુનિલાલે 'આરોગ્ય અને આધ્યાત્મિક' જુગાડ લોન્ચ કર્યો છે.
ડુંગળીનો વિકલ્પ આપવો અને કહેવું *પ્રિયે, તને ખબર છે? શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણ-ભાદરવામાં ડુંગળી ન ખવાય! એનાથી તામસિ વૃત્તિ વધે. આપણે આખો મહિનો સાત્વિક રહેવાનું છે. ડુંગળી બંધ, એટલે શરીર પણ ફિટ અને પાકીટ પણ ફિટ!*
ખાંડનો વિકલ્પ આપવો અને કહેવું *અને ખાંડ? અરે, ખાંડ તો 'સફેદ ઝેર' છે! ડોક્ટરો કહે છે કે ગળપણ ઓછું ખાવું જોઈએ. આ તહેવારોમાં આપણે ઘરના બધા સભ્યોને 'શુગર-ફ્રી' લાઈફસ્ટાઈલ પર શિફ્ટ કરીએ છીએ. મીઠાઈના બદલે આપણે બધા પ્રેમથી એકબીજાનું મોઢું મીઠું કરાવીશું!*
આટલું બોલ્યા પછી ઊંધા ફરી જવું નહીં તો પત્નીના ડોળાનો સામનો નહીં કરી શકો.
સાતમ-આઠમના મેળામાં જવાની જીદ થાય સ્વાભાવિક છે તો શું કરવું? 'વર્ચ્યુઅલ રિયાલિટી'નો જાદુ અજમાવવો,
*પપ્પા, મેળામાં જવું છે! ચગડોળમાં બેસવું છે, ફુગ્ગા ફોડવા છે અને જંક ફૂડ ખાવું છે!*
બજેટ અહીં જ સો ટકા કોલેપ્સ થઈ જાય. મેળામાં જવું એટલે ઓછામાં ઓછો બે-ત્રણ હજારનો ધૂમાડો! પણ ચુનિલાલના ઈન્ડિયન જુગાડુ સિલેબસમાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં 'હોમ-મેડ મેળો' ઊભો કરવો.
ચગડોળનો અનુભવ કરાવવા નાના દીકરાને ઘરમાં રહેલી પ્લેસ્ટિકની ફરતી ખુરશી પર બેસાડી અને ગોળ-ગોળ ફેરવો. સાથે ટેપરેકોર્ડરમાં મોટેથી મેળાનું સંગીત વગાડો. છોકરો ચક્કર ખાઈને નીચે પડશે અને બોલશે, *પપ્પા, બસ બહુ મેળો થઈ ગયો!*
ખાણી-પીણીમાં મેળાની ભેળ અને ચાટના બદલે તેમણે ઘરમાં મમરા-સેવ ભેગા કરીને મોટો બાઉલ ભરી દઈ અને નામ આપવુ રોયલ મેળા સ્પેશિયલ ઈન્દોરી ભેલ!
ચગડોળના પૈસા બચાવવા મેળાના મેદાન બહાર ઊભા રહીને છોકરાઓને કહેવું *જુઓ બેટા, ચગડોળમાં બેસો તો ઊલટી થાય. આપણે નીચે ઊભા રહીને જ આકાશમાં ગોળ ગોળ ફરતા લોકોને જોઈને આનંદ લેવાનો! આને કહેવાય 'ઓપન-એર એન્ટરટેઇનમેન્ટ'!*
મીની વેકેશનને જુદી પરિભાષામાં લેવું. 'સ્ટેકેશન'નો મંત્ર આપવો.
ઓગસ્ટમાં સળંગ ત્રણ રજાઓ આવતી હતી. આજુબાજુના પાડોશીઓ ગોવા, ઉદયપુર અને મહાબળેશ્વરના સ્ટેટસ મૂકી રહૃાા હતા. એકવાર આવે જ કે *આપણા પાડોશી એમના પરિવારને લઈને માઉન્ટ આબુ ગયા છે, અને તમે મને આ આખો ઓગસ્ટ ઘરમાં જ પૂરી રાખી છે!*
જરાય ગભરાયા વગર ચશ્મા સરખા કરી અને કહેવું, *પ્રિયે, તું હજુ આધુનિક ટ્રેન્ડથી અજાણ છે! અત્યારે દુનિયામાં 'ટૂરિઝમ' જૂનું થઈ ગયું છે, હવે 'સ્ટેકેશન' અને 'ઇકો-ફ્રેન્ડલી લિવિંગ' નો જમાનો છે.*
ઘરની અગાસી પર બે ચટાઈ પાથરી, નીચે કુંડા ગોઠવવા અને કહેવું, *આ આપણું 'ગ્રીન વેલી રિસોર્ટ' છે.*
સાંજે બટાકા પૌંઆ બનાવીને અગાસી પર ખાવા અને પંખાની હવા નીચે બેસીને કહેવું*જોયું? ન ટ્રાફિકની કચકચ, ન હોટેલનું મોંઘુ બિલ, અને તાજી હવા ફ્રીમાં!*
આમ જુઓ તો તહેવારોની મજા મિત્રો સગા વહાલાઓ અને કુટુંબીનો ને ભેગા કરી આનંદ કરવામાં આવે.
ચુનિલાલે પોતાનો આ સિલેબસ વેચી અને ૫૦ કિલો ડુંગળી ૫૦ કિલો ખાંડ અને ૧૦૦૦૦ રૂપિયા ભેગા કરી લીધા છે. એને બારોબાર જલસા થઈ ગયા.
વિચારવાયુઃ- ખાંડની ચાસણીમાં ડૂબાડેલી ડુંગળીના કટકા નું કચુંબર એક શાહિ વાનગી ગણાશે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ મારી (મૃત) આત્મકથા બેવડાઓને અર્પણ કરૃં છું.
બાવળિયાની જાડિઓમા સતત વ્યસ્ત રહેતો હું ''ભીમો પોટલી'' સવારથી અત્યાર સુધીમાં જેલના સળિયા અસંખ્યવાર ગણી ચૂક્યો છું અને આથી પ્રમાણિત કરૃં છું કે તેમાં કોઈ વધઘટ નથી.
સાહેબ, આ દુનિયામાં બે પ્રકારના આત્મકથાકારો હોય છે. એક એવા જે જેલમાંથી છૂટીને મોટા વિચારક બને અને દેશને માર્ગદર્શન આપે, અને બીજા મારા જેવા જે જેલમાં જઈને માત્ર એ વિચારતા હોય કે 'આ વખતે દેશી દારૂમાં નવસાર વત્તા મરચાનો પાવડર કેમ થોડો વધારે પડી ગયો?'
હા, હું એ જ કમનસીબ બુટલેગર છું, જેને અખબારોવાળા 'લઠ્ઠાકાંડનો મુખ્ય સુત્રધાર' કહે છે. આજે નવરો બેઠો હતો અને જેલના સળિયા ગણતો હતો, ત્યાં વિચાર આવ્યો કે મહાત્મા ગાંધીથી માંડીને સચિન તેંડુલકર સુધી બધા પોતપોતાની આત્મકથા લખે છે, તો મેં શું ગુનો કર્યો છે? (અરે હા, ગુન્હો તો બહુ મોટો કર્યો છે, પણ આત્મકથા લખવાનો તો હજુ સુધી કોઈ કાયદો બન્યો નથી!)
મારી બુટલેગિંગમાં 'પાર્ટ ટાઈમ'માંથી 'ફુલ ટાઈમ' એન્ટ્રી નાટ્યાત્મક રીતે થઈ છે.
મારી કારકિર્દીની શરૂઆત બહુ પવિત્ર ઈરાદાઓથી થઈ હતી. બાળપણમાં મને વિજ્ઞાન વિષયમાં ભારે રસ હતો. ખાસ કરીને રસાયણશાસ્ત્ર. સ્કૂલમાં અમારા સાયન્સના શિક્ષક કહેતા, ''બેટા, બે કેમિકલ ભેગા કરો એટલે ત્રીજું જ તત્વ બને!* બસ, આ જ વાત મારા મગજમાં ઘર કરી ગઈ.
મોટા થઈને જ્યારે નોકરી ન મળી, ત્યારે મેં વિજ્ઞાનનો આ સિદ્ધાંત ધંધામાં ઉતાર્યો. મેં વિચાર્યું કે જ્યારે સરકાર બધી વસ્તુઓ પર ટેક્સ લે છે, ત્યારે માણસને પોતાની મરજી મુજબ 'રસાયણ' પીવાની છૂટ કેમ નથી? બસ, આ જ સામાજિક સેવાની ભાવનાથી મેં દેશી દારૂના ધંધામાં પદાર્પણ કર્યું.
મેં શરૂઆતમાં નાના પાયે કામ શરૂ કર્યું. બે ટીપડાં, એક પાઈપ અને થોડો ગોળ. આ બધું ભેગું કરી અને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો.પણ જેમ દરેક સફળ સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સની પાછળ ઇનોવેશન (નવીનતા) હોય છે, તેમ મેં પણ મારા ધંધામાં 'રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ' વિભાગ શરૂ કર્યો. મારા ઇડ્ઢ વિભાગમાં માત્ર એક જ માણસ હતોહું પોતે!
મેં મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી મારા ધંધા ના એમ.ડી. હોવાને કારણે મેં જ ઘડી છે.
ગ્રાહકોને તો દર વખતે કઈંક નવું જોઈએ. સામાન્ય ગોળ-મહુડાનો દારૂ તો બહુ જૂનો થઈ ગયો હતો. ગ્રાહકો આવીને કહેતા, ''ભાઈ, કંઈક એવું આપો કે એક ઘૂંટડો મારીએ ને સીધા મંગળ ગ્રહ પર પહોંચી જઈએ!''
બસ, આ 'મંગળ ગ્રહ'વાળી માંગણી પૂરી કરવામાં મારો અખતરો ઊંધો પડ્યો.
મેં ભઠ્ઠીમાં થોડો યુરિયા ઉમેર્યો, થોડો નવસાર નાખ્યો, અને કલર પકડવા માટે બેટરીનું પાણી રેડ્યું. મને થયું કે આને કહેવાય 'ઓર્ગેનિક એન્ડ ડિજિટલ મિશ્રણ'. મેં એનું નામ રાખ્યું હતું'સુપર રોકેટ!'
પણ મને ક્યાં ખબર હતી કે મને આ રોકેટ સીધું થાણા સુધી પહોંચાડશે!
મારો આ લઠ્ઠો પીને ગ્રાહકો મંગળ ગ્રહ પર તો ના પહોંચ્યા, પણ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં જરૂર પહોંચી ગયા. સવારે ખબર પડી કે ૫૦ જણાની આંખે અંધારા આવી ગયા છે અને ૩૦ જણા ગાયબ થઈ ગયા છે.
મારા એરિયામાં અચાનક એમ્બ્યુલન્સની, પોલીસની સાયરનો વાગવા લાગી. મને પહેલીવાર થયું કે આ દેશમાં કલા અને સાયન્સની કોઈ કદર જ નથી!
પોલીસ, પત્રકારો અને મારી પકડમપકડી ચાલુ થઈ.
લઠ્ઠાકાંડ થયો એટલે પોલીસ પણ 'એક્શન મોડ'માં આવી ગઈ. આમ તો અમુક લોકો સાંજે મારી ભઠ્ઠી પાછળ આવીને *ભાઈ, બે કટિંગ આપજે ને!* કહીને મફતમાં હપ્તો લઈ જતા હતા. પણ જેવા ન્યૂઝ ચેનલ વાળા આવ્યા કે તરત જ સિંઘમ બની ગયા!
ટીવી પર પત્રકારો બૂમો પાડતા હતાઃ *જુઓ આ નરાધમને! આણે આખા શહેરને ઝેર પાયું છે!*
મને મનમાં થયું, 'અરે ભાઈ, મેં તો ગ્રાહકની ડિમાન્ડ પર કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ બનાવી હતી! આમાં મારો શું વાંક?'
હું ભાગીને ખેતરોમાં સંતાઈ ગયો. મારી પકડમપકડી માટે સરકારે વિશેષ એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) બનાવી. મને લાગ્યું કે ચલ, જિંદગીમાં પહેલીવાર મારે લીધે કોઈને રોજગારી તો મળી!
છેવટે એક દિવસ હું બાજરીના ખેતરમાંથી પકડાયો. પોલીસે મને એ રીતે પકડ્યો જાણે હું કોઈ આંતરરાષ્ટ્રીય માફિયા હોઉં! મીડિયાના કેમેરા સામે મારો ચહેરો ઢાંકવા માટે એમણે મને કાળો રૂમાલ બાંધ્યો. મને ઘડીક તો એવું લાગ્યું કે હું કોઈ ફિલ્મનો હીરો છું અને મારો સત્કાર થઈ રહૃાો છે, પણ પછી પીઠ પર પડેલી પેલી 'પોલીસિયા લાકડી'એ મને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું!
મારો જેલ પ્રવાસ એક નવી એકેડેમી જેવો રહૃાો છે.
જેલમાં ગયા પછી મને ખબર પડી કે અહીં તો આખું 'બુટલેગિંગ યુનિવર્સિટી' ચાલે છે. મારી બાજુ બેઠેલો કેદી વિદેશી દારૂનો મોટો દાણચોર હતો. એણે મને કહૃાું, ''અરે પાગલ, તું દેશી લઠ્ઠામાં કેમિકલ નાખવા ગયો એટલે અંદર આવ્યો. તારે તો ઈમ્પોર્ટેડ બોટલમાં કલર્ડ વોટર (રંગિન પાણી) ભરીને વેચવું જોઈતું હતું! એમાં ક્યારેય લઠ્ઠાકાંડ ના થાય, માત્ર પેટ સાફ થાય!''
મારે કબૂલવું પડશે કે જેલમાં મને બિઝનેસ મેનેજમેન્ટના એવા પાઠ શીખવા મળ્યા જે આઈઆઈએમમાં પણ નથી શીખવાડતા.
પોલીસવાળા પૂછપરછમાં મને પૂછતાઃ ''તારી ભઠ્ઠી ક્યાં હતી?''
હું કહેતોઃ ''સાહેબ, દિલમાં ભઠ્ઠી બળે છે, બાકી કુદરતના સાનિધ્યમાં ઝાડીઓની પાછળ હતી!''
આત્મકથાનો સારાંશ
આજે જેલના સળિયા પાછળ બેસીને હું એક જ વાત શીખ્યો છું: વિજ્ઞાનનો અતિરેક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ભાજપ અને કોંગ્રેસ જેમ ક્યારેય મિત્રો ન બની શકે તેમ ગોળ અને નવસાર ક્યારેય સારા મિત્રો બની શકતા નથી.
જ્યારે તમારી પ્રોડક્ટ સુપરહીટ થાય, ત્યારે માર્કેટમાંથી ગાયબ થઈ જવું, નહીં તો પોલીસ તમને ગાયબ કરી દેશે!
હવે હું જેલમાંથી બહાર નીકળીને કોઈ નવો ધંધો શરૂ કરવાનો વિચાર કરૃં છું. કદાચ 'આયુર્વેદિક ઉકાળા' વેચવાનો! કારણ કે એમાં ગમે તેટલું ખરાબ કેમિકલ નાખો, લોકો એને 'સ્વાસ્થ્ય માટે સારૃં' સમજીને પી જાય છે અને કોઈ લઠ્ઠાકાંડનો કેસ પણ નથી થતો!
જો તમને મારી આત્મકથા ગમી હોય, તો જેલમાં મને મળવા આવજો... હા, પણ આવો ત્યારે દુખાવાની દવા લેતા આવજો, મહેમાનગતિની એલર્જી થઈ ગઈ છે!
વિચારવાયુઃ- દારૂબંધી હટી જાય તો ઘણાં લોકો પગાર લેતા થઈ જાય.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મિત્રોમાં ત્રણ દિવસ અગાઉથી ચુનિયાએ જાણ કરી દીધી હતી કે શ્રાવણ માસ શરૂ થાય એટલે વાતાવરણમાં ભક્તિનો માહોલ જ જોઈએ.
આ શ્રાવણમાં હું ઉપવાસ કરીશ.
આ જાહેરાત સામાન્ય જાહેરાત નથી હોતી. એમાં એવો આત્મવિશ્વાસ હોય જાણે સંસદમાં કોઈ ઐતિહાસિક બિલ પસાર થયું હોય.
સવારે ઊઠીને નાહીધોઈને તેણે ગંભીર ચહેરે કહૃાું, આ વખતે શ્રાવણના બધા દિવસ ઉપવાસ. એકદમ પાકો સંકલ્પ.
ઘરના લોકોએ પણ તેને એવી નજરે જોયો જાણે ઘરમાં કોઈ સંતનો જન્મ થયો હોય.
મમ્મીએ પૂછ્યું, ચા ચાલશે? ના.
દૂધ? હા, દૂધ ચાલશે. ફળ? હા. સાબુદાણા? હા. બટાકા? ચાલે. શિંગદાણા? ચાલે.
આ સાંભળીને મને લાગ્યું કે આ ઉપવાસ કરતાં વધુ તો ખાદ્યપદાર્થોની કાનૂની છટણી ચાલી રહી છે. પણ સંકલ્પ મજબૂત હતો.
સવારે ચુનિયાએ મોબાઇલમાં ભગવાનનો ફોટો મૂક્યો અને સ્ટેટસ પણ મૂક્યું શ્રાવણનો પહેલો દિવસ ઉપવાસ. હર હર મહાદેવ.
સ્ટેટસ મૂક્યા પછી તેને એટલો સંતોષ થયો કે જાણે અડધો ઉપવાસ તો એ જ ક્ષણે થઈ ગયો હોય.
બપોર સુધી બધું બરાબર ચાલ્યું. ફળ ખાધાં, દૂધ પીધું અને વચ્ચે બે-ત્રણ વખત ઘડિયાળ જોઈ. સાંજે પાંચ વાગ્યે તેના ચહેરા પર આધ્યાત્મિક તેજ કરતાં થોડું વધારે ભૂખનું તેજ દેખાવા લાગ્યું. ત્યાં જ ઘરમાંથી અવાજ આવ્યો અરે, ગરમ ગાંઠિયા આવ્યા છે!
આ ચાર શબ્દો શ્રાવણના ઉપવાસી માટે માત્ર સમાચાર નથી. એ તો તેની આધ્યાત્મિક પરીક્ષાની અંતિમ ઘંટડી છે.
ચુનિયાએ પોતાને સમજાવ્યું હું ઉપવાસમાં છું. ગાંઠિયા મારા માટે નથી. પણ ગાંઠિયાની સુગંધે જાણે જવાબ આપ્યો
અમે તારા માટે જ આવ્યા છીએ. ગરમ ગાંઠિયા હોય અને ઘર આખું એની સુગંધથી ભરાઈ જાય ત્યારે મનુષ્યનું મન અને સંકલ્પ વચ્ચે જે સંવાદ થાય છે, તે કોઈ શાસ્ત્રમાં લખાયેલો નથી.
મન કહે, એકાદ ગાંઠિયો ખાઈ લઈએ.
બુદ્ધિ કહે, ના! સંકલ્પ કર્યો છે.
મન કહે, પણ આ તો ગરમ છે.
બુદ્ધિ કહે, ગરમ હોય તો શું થયું?
મન કહે, ઉપરથી મરચાં પણ છે.
બુદ્ધિ થોડા સમય માટે ચૂપ.
પછી મન ફરી કહે, એક ખાઈએ તો કોઈને ખબર નહીં પડે.
બુદ્ધિ કહે, ભગવાનને તો ખબર પડશે.
મન તરત જવાબ આપે, ભગવાન તો દયાળુ છે.
આ તબક્કે ઉપવાસનો પ્રશ્ન ધાર્મિક ન રહે, કાનૂની બની જાયજો માત્ર એક ગાંઠિયો ખાઈએ તો તેને ઉપવાસભંગ ગણાય કે 'ચાખવું' ગણાય?
ચુનિયાએ આખરે રસોડામાં જઈને ગાંઠિયાની પ્લેટને દૂરથી જોઈ.
ઘરના એક સભ્યે પૂછ્યું, લેશો?
ના. એક. ના, ઉપવાસ છે.
ગરમ છે. એટલે જ તો ના!
આ જવાબમાં સંકલ્પ કરતાં વધારે સંઘર્ષ હતો.
થોડી વાર પછી કોઈએ કહૃાું, ચાલો, ગાંઠિયા નહીં ખાવા હોય તો ઓછામાં ઓછું સૂંઘી લો.
ચુનિયાએ તેને એવી નજરે જોયો કે જાણે તેને ઉપવાસની મજાક ઉડાવવાનો આરોપ લાગ્યો હોય.
પણ સાચી મુશ્કેલી અહીંથી શરૂ થઈ.
ગાંઠિયા ખાઈ ન શકાય, પરંતુ તેમની ચર્ચા તો થઈ શકે ને!
આ ગાંઠિયા ક્યાંથી આવ્યા?
ફલાણા ભાઈની દુકાનના. મરચા બરાબર છે? હા, એકદમ. કરકરા છે? ખૂબ.
આ વાતચીતમાં ચુનિયાનું યોગદાન ઘટતું ગયું. શરૂઆતમાં તે હું નથી ખાતો કહેતો હતો. પછી માત્ર હં કહેવા લાગ્યો.
અંતે તેણે પ્લેટને ફરી એકવાર જોયી.
એક હિંગ અને મરીથી ભરપુર ગાંઠિયો જાણે ખાસ તેની તરફ જોઈ રહૃાો હતો.
તે ક્ષણે ચુનિયાને લાગ્યું કે આ માત્ર ગાંઠિયો નથી. આ તો તેના સંકલ્પનો પ્રતિસ્પર્ધી છે. તેણે આંખો બંધ કરી અને ભગવાન શિવને યાદ કર્યા. હે ભોળાનાથ, મને શક્તિ આપો. એ જ સમયે પાછળથી અવાજ આવ્યો ચટણી પણ છે!
મિત્રએ આંખો ખોલી. હવે આ આધ્યાત્મિક પરીક્ષા નહોતી રહી. આ તો ખુલ્લો પડકાર હતો.
થોડી વાર પછી તેણે આખરે નિર્ણય કર્યો...
હું ગાંઠિયા નહીં ખાઉં. પણ બાજુમાં બેસીને તમે લોકો ખાઓ એ જોઈશ.
ઘરના લોકોએ કહૃાું, એમાં શું ફાયદો? ચુનિયો બોલ્યો, મનને સમજાવું છું.
મન અંદરથી બોલ્યું, મને સમજાવવાની જરૂર નથી. મને ગાંઠિયા જોઈએ.
ઉપવાસની સૌથી રસપ્રદ વાત એ છે કે તમે આખો દિવસ ખાવાનું ટાળો છો, પણ ખાવાના વિચારો સાથે તમારો સંબંધ અચાનક વધુ ગાઢ બની જાય છે.
સામાન્ય દિવસે માણસ નાસ્તો કરે અને ભૂલી જાય. ઉપવાસના દિવસે માણસ નાસ્તો ન કરે અને આખો દિવસ નાસ્તા વિશે વિચારે. સામાન્ય દિવસે રસોડામાંથી આવતી સુગંધ માત્ર સુગંધ હોય છે. ઉપવાસના દિવસે એ સુગંધનું પોતાનું વ્યક્તિત્વ હોય છે.
સામાન્ય દિવસે ગાંઠિયા માત્ર ગાંઠિયા હોય છે. ઉપવાસના દિવસે તે ગરમ, કરકરા, મસાલેદાર અને જીવનના તમામ સુખોનું પ્રતિનિધિત્વ કરતા લાગે છે.
અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે ઉપવાસ કરનારને ઘરના લોકો ખૂબ પ્રેમથી ખવડાવવા લાગે છે.
આ ખાઈ લો. આ ઉપવાસમાં ચાલે છે. આ તો ફરાળી છે. આમાં અનાજ નથી.
આ રીતે ઉપવાસ કરનારના આગળ આખી ફરાળી દુનિયા પાથરી દેવામાં આવે છે.
અંતે ગાંઠિયાએ ચુનિયાને હરાવી દીધો. કુટુંબીનો માન રાખવા એણે ગાંઠીયા ખાધા નહીં, આરોગ્યા.
બીજા દિવસે સવારે તેનું સ્ટેટસ બદલાઈ ગયું.
સંકલ્પ આજથી યથાવત છે.
મને સમજાયું કે શ્રાવણમાં ઉપવાસ કરવો સહેલો છે, પણ ઘરમાં ગરમ ગાંઠિયા આવે ત્યારે સંકલ્પને યથાવત્ રાખવો એ જ સાચી સાધના છે.
ભગવાન કદાચ ભક્તિની કસોટી મંદિરમાં નહીં, પણ ક્યારેક રસોડામાં રાખે છે.
અને એ કસોટીમાં ઘંટ નથી વાગતો...
ગાંઠિયાની સુગંધ આવે છે!
વિચારવાયુઃ- સારા ગાંઠિયા ખાવા હોય તો સૌરાષ્ટ્ર માં આવવું પડે પરંતુ હા ''શોભાના ગાંઠીયા'' ગમે ત્યાં મળે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મૌનનું મહત્ત્વ સમજાવવા દોઢ કલાક ભાષણ કરે. અને ''બાળકોને પ્રેમથી કેમ સમજાવવા'' તે ન સમજતા લોકોને કાન આમળી, ટાપલિઓ મારી મારી સમજાવતા ચાર પાંચ વડીલો મારા ધ્યાનમાં છે.
મારા ત્રીજા ઘરે રહેતા ત્રંબક સુંવાળીયા 'ધીરૂ બોલવું, મીઠું બોલવું' વિશે તેના દીકરાના દીકરાને સમજાવતા હતા. પરંતુ મારા ઘરે છણકા સહિત બધું સંભળાતું હતું.
સમાધાન માટે મળ્યા હોય અને ધબધબાટી બોલી ગઈ હોય તેવું તો ઘણા કિસ્સામાં જોવા મળે છે.
અમારા બિલ્ડિંગમાં ૩૫ થી ૪૦ ફ્લેટ છે હું કાર્યક્રમમાં હતો છતાં ફ્લેટના પાર્કિંગમાં ધબધબાટી બોલી ગઈ.
મનુ ચિંગુશ, જતીન જોર, ચુનિયો, દિનુ દાઢી,હું... બીજા સભ્યો પણ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવા ભેગા થયા હતા.
શરૂઆતમાં તો બધા મૂંગા મંતર બેઠા કારણ ભેગા થયા છીએ તો ચા કોણ પીવડાવશે તે હજુ નક્કી થયું ન હતું.
મારે નીકળવાની ઉતાવળ હતી અને જો ચા નુ નક્કી કરવામાં બે કલાક થશે તો આખો મુદ્દો ઉકેલતા બીજી બે ત્રણ કલાક નીકળી જાય.પથારી કરતા રાત નીકળી જાય તો સુવું ક્યારે? એટલે 'ચા હું પીવડાવીશ' તેટલી જાણ કરતા જ સહર્ષ મને બિરદાવી લેવામાં આવ્યો અને અભિવાદન કર્યું.
મેં કહૃાું ''તાત્કાલિક મુદ્દા પર આવો કાલે કોના કારણે ઝઘડો થયો? અને ઝઘડો શરૂ થાય કે તરત જ તમારે હાજરમાંથી કોઈએ કહી દેવાય ને કે 'શાંતિ રાખો' .''
ચુનિયો કહે શાંતિનો તો ડખો છે. અને હું હાજર હતો મેં કહૃાું 'શાંતિ ન રાખો'.
એટલે મેં તો ચુનિયાને ખખડાવ્યો કે 'તું ખરેખરો છે આપણા નેતાઓ શાંતિ સ્થાપવા માટે અડધાથી ઉપર સમય વિદેશોમાં ફરે છે અને તને શાંતિની કદર નથી?'
''મિલનભાઈ તમે સમજતા નથી આ લલિત્યો લખાણખોટો શાંતિ રાખે તો ઘરે મોટું મહાભારત સર્જાય.
તમને ખબર નથી લલિતિયાની ઘરવાળી જ્યારે કોલેજમાં ભણતી ત્યારે કુસ્તીમાં રાજ્ય કક્ષા સુધી નંબર લાવતી લગ્ન પહેલા લલિતિયાને ખબર ન હતી પણ એકવાર સામે બોલી ગયો અને એની ઘરવાળીએ ધોબી પછાડ દાવ અજમાવ્યો. એ તો સારૃં થયું કે પલંગ ઉપર પડ્યો એટલે એકાદ મહિનામાં સાજો થઈ કામ કરતો થઈ ગયો. તે દિવસની ઘડીથી લલિત્યો કે સોસાયટીના કોઈપણ સભ્ય એની ઘરવાળી સામે બોલતા નથી. અને તમે કહો છો લલિત શાંતિ રાખીલે તો ભાભી તેને જતો કરે એમ?''
મેં કહૃાું ''હા એમ જ ઈચ્છું છું કે લલિત શાંતિ રાખી લે તો સામે વાળો પણ શાંતિ રાખે. હું તો કહું છું ફ્લેટમાં દરેક જણાય એ આવા સંજોગોમાં શાંતિ રાખવી જોઈએ.''
ચુનીલાલ કહે ''એમ તમે કહો તેમ ન થાય. તમારી જ વાત કરો તમે શાંતિ રાખી શકો?'
મેં કહૃાું ''ગમે તેવા સંજોગોમાં હું શાંતિ રાખી શકું.''
હવે હાજર રહેલા દીનુ દાઢી એ દાઢી ખંજવાળતા ખંજવાળતા મને કાનમાં પૂછી પણ લીધું કે ''શાંતિ કઈ રીતે રાખી શકાય તે મને એકલા સમજાવજો''.
મેં કહૃાું 'જાહેરમાં પણ સમજાવી શકું કે શાંતિ રાખવા શું કરવું. દીનું એ તરત જ કહૃાું' નહીં એવી ભૂલ ન કરતા પહેલા આપણે શાંતિ રાખવી છે પછી બીજા ભલે રાખે.'
મનુ ચિંગુસ તરત જ બોલ્યો 'મફતમાં શાંતિ રખાતી હોય તો મને પણ રસ છે.'
મેં કહૃાું કે 'તેમાં રૂપિયા ખર્ચવાની જરૂર નહીં મેં ઘણીવાર મફતમાં શાંતિ રાખી છે.'
હવે ચુનિયો આશ્ચર્યથી મારી બાજુ જોવા માંડ્યો અને હાથ પકડી થોડે દૂર લઈ ગયો પછી ધોખો કરવા લાગ્યો ''બસને તમને મિત્ર માન્યા હતા અને તમે મારી પીઠ પાછળ, એકલા એકલા, કોઈને કહૃાા વગર, અને એ પણ મફત શાંતિ રાખી લો એ વ્યાજબી નહીં. મને ખરેખર અંતરથી દુઃખ થયું છે.''
મેં કહૃાું ''ચુનિયા નાટક બંધ કર મેં તને પણ અસંખ્ય વાર કહૃાું છે કે શાંતિ રાખ પણ તું મારૃં માન્યો નથી.''
મિલનભાઈ મારે મારા ઘરના નું પણ વિચારવાનું ને હું શાંતિની વાત કરૃં એટલે ઘરવાળી મારૃં જીવવું મુશ્કેલ કરી નાખે.
મને પણ સાલુ હવે તો આશ્ચર્ય થવા લાગ્યું કે આ લોકોને હું શાંતિ રાખવા માટેની વાત કરૃં છું અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરૃં છું અને આ બધા ભેગા થઈ શાંતિ ન રાખવાની વાત કરે છે. મેં તરત જ કહૃાું કે *તમને બધાને શાંતિ રાખવામાં વાંધો શું છે?*
બધા એક સાથે બોલ્યા કે ''શાંતિ એક છે અને આપણે અનેક છીએ. બધા એક સાથે શાંતિ કઈ રીતે રાખી શકે? અને તમે કલાકાર થઈ અને એક સ્ત્રી માટે આવું કઈ રીતે વિચારી શકો?''
હું તરત જ તેની તરફ ધસી ગયો અને ઊંચા અવાજે વાત કરી કે ''આમાં સ્ત્રીની વાત ક્યાં આવી? જો તમે આવી વાતો કરશો તો પછી હું શાંતિ નહીં રાખી શકું.''
ચુનીયાએ કહૃાું કે ''મિલનભાઈ તમારી કદાચ કાંઈક ભૂલથી મિસ્ટેક થાય છે. અમે સોસાયટીમાં એકટીવા લઈ અને લટક મટક કરતી કામ કરવા આવતી શાંતુડી ની વાત કરીએ છીએ. અને તમે શાંતિ રાખો શાંતિ રાખો જામી પડ્યા છો.''
હવે મને સમજાયું કે તમામ પુરુષ વર્ગ જાહેરમાં શાંતિ રાખવાનો વિરોધ શું કામ કરે છે અને ખાનગીમાં શાંતિ રાખવાના કીમિયા શીખવાના અભરખા શુ કામ જાગે છે.? આમાં શાંતિ માટે ધબધબાટી બોલે તેમાં નવાઈ નથી. શાંતિનું નોબેલ પારિતોષિક મેળવવા કરતા શાંતિને પારિતોષિક દેવાવાળા ઘણા છે. ચાલો ત્યારે તમે શાંતિ રાખજો.''
વિચારવાયુઃ- ''રેતી ન હોય તો તરત ફોન કરો.''
આવી જાહેરાત વાચીને આખા દિવસમાં ૩૦૦ ફોન આવ્યા. દરેક પુરૂષની ફરિયાદ હતી કે દર ૧૫ દિવસે પિયર હાલી જાય છે. દુકાનદારે માંડ સમજાવ્યું કે હું ચણતરમાં રેતી ન હોય તો ફોન કરવાનું કહું છું.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કોઈપણ વડીલોને તેમની ઈચ્છા પૂછો તો તરત જ કહેશે કે ઈશ્વર એકવાર રિવર્સ ગિયર મારવાનું કહે તો ગાડી ૩૫ વર્ષ પાછળ લઈ લઉં.
ચાલો ત્યારે ગાડી રિવર્સ લ્યો.
થોડા ફેરફાર કરવા પડશે આર યુ રેડી કાકાઝ એન્ડ કાકીઝ?
હેલો, ચિયર્સ એન્ડ વાઇબ્સ!
સૌપ્રથમ તો શબ્દો જાણો.
તમારા બધાનો 'આભાર' (સોરી, આ જુનો શબ્દ છે... 'થેન્ક્સ અ મિલિયન' કે 'તમે તો પ્રો છો' એવું કહેવું પડે!). આજકાલ તમે બજારમાં, સોશિયલ મીડિયા પર કે ઘરમાં ૧૫ થી ૨૫ વર્ષના જુવાનિયાઓને જોયા છે? એમના હાથમાં ૨૪ કલાક સ્માર્ટફોન ચોંટેલો હોય, આંખો પર સ્ટાઇલિશ ચશ્મા હોય, અને મોઢામાંથી એવી ભાષા નીકળે કે આપણને થાયઃ ''અરે ભાઈ, આ ગુજરાતી બોલે છે કે કોઈ ઉચ્ચ ગેલક્સીની એલિયન ભાષા?''
જો તમને પણ ૯૦ના દાયકાના કે એના પહેલાના હોવાનો 'અફસોસ' થતો હોય, અને તમને એમ લાગતું હોય કે તમે આ નવી પેઢી એટલે કે ઝેન-ઝીમાં ફીટ નથી બેસતા, તો ચિંતા ના કરો! તમારી આ 'અંકલ' કે 'આંટી' ટાઇપની છાપ ભૂંસી નાખવા માટે આજે હું તમારા માટે લાવ્યો છું: 'ઝેન-ઝી બનવાના ગુપ્ત કોડ્સ!'જે તમારા કોડ કહેતા ઈચ્છા પૂરી કરશે.
બસ, આ લેખ વાંચીને અમલમાં મૂકી દો, પછી જુઓ કમાલ! ૧૫ વર્ષનો છોકરો પણ તમને જોઈને કહેશેઃ ''અંકલ નથી, આ તો એકદમ લિટ છે!''
'ગુજરાતી+ઈંગ્લિશ'નો ખીચડો કરો.
ઝેન-ઝી બનવાનો પહેલો નિયમ છે. તમારે ક્યારેય પણ પૂરા વાક્યો બોલવાના નથી. આ પેઢી પાસે સમય નથી (કેમ કે બધો સમય રીલ્સ જોવામાં જતો રહે છે!). એટલે શબ્દો ટૂંકા કરો અને ટ્રેન્ડી બનાવો.
હવેથી તમારે કોઈ કામ બહુ સરસ લાગે તો 'સરસ' કે 'ઉત્તમ' નથી કહેવાનું. તમારે કહેવાનું: ''આ તો એકદમ ફ્લેમ છે ભાઈ!'' કે પછી ''ઈટ્સ સો સ્લે!''
જો કોઈ તમારો મિત્ર બહુ ફેંકતો હોય, તો એને એમ ના કહેવાય કે ''તૂ ખોટું બોલે છે.* તમારે મોઢું બગાડીને કહેવાનું: ''નો કેપ, બ્રો!'' અથવા ''આ બધું કેપ છે!''
તમારા જમાનામાં જેને ''ચિંતા' કે ''ટેન્શન' કહેતા, એને હવે ''એંગ્ઝાઇટી'' કહેવાય છે. અને જો કોઈ તમને નકામી શિખામણ આપે તો તરત કહી દેવાનું: ''પ્લીઝ બ્રો, તું મને 'સોલ્ટી' ના બનાવ!''
લૂક અને ફેશન થોડા કેચી એટલે કે ન સમજાય તેવા રાખવા. 'બાપાના જમાનાના કપડાં ફેશન બની ગયા છે!'
અરે હા! ઝેન-ઝી બનવા માટે કપડાંની પસંદગી બહુ મહત્ત્વની છે. ૯૦ના દાયકામાં જે કપડા આપણને 'ઢીલાંઢાલાં' કે 'માપ વગરના' લાગતા, એ જ આજે સૌથી મોટો ટ્રેન્ડ છે. એને આ લોકો 'ઓવરઝાઇઝ્ડ' ફેશન કહે છે!
ટી-શર્ટઃ તમારે એવા સાઈઝનું ટી-શર્ટ પહેરવાનું જેમાં તમારા જેવા બીજા બે માણસો સળંગ સમાઈ જાય! ટી-શર્ટના ખભા તમારા કોણી સુધી લટકતા હોવા જોઈએ.
જીન્સઃ 'સ્કિની જીન્સ' પહેરવાનો અર્થ છે કે તમે મોહેં-જો-દડોના જમાનાના છો. ઝેન-ઝી બનવું હોય તો 'કાર્ગો' કે 'બગી પેન્ટ્સ' પહેરો, જે નીચેથી બે-ત્રણ રસ્તા બુરી દે એટલા પહોળા હોય!
સ્નિકર્સ (સૂઝ) એટલે કે બુટ તો એવા પહેરવાના જે જોઈને લાગે કે તમે મંગળ ગ્રહ પર ચાલવા જવાના છો. વજનમાં ભારે અને કદમાં હાથીના પગ જેવા!
સોશિયલ મીડિયાનો 'રિચ્યુઅલ' કોડ
જો તમે હજુ પણ ફેસબુક પર 'ગુડ મોર્નિંગ' ના ફૂલો વાળા ફોટા મૂકો છો, તો માફ કરજો, તમે ઝેન-ઝી નથી પણ 'જેન-ઝીના દાદા' છો!
ઇન્સ્ટાગ્રામ જ સર્વસ્વ છેઃ ઝેન-ઝી લોકો ફેસબુકને 'ઘરડાઓનું આશ્રમ' માને છે. તમારે ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ રહેવાનું.
ડમ્પ પોસ્ટ મુકો. હવે તમારે સિંગલ ફોટો નથી મૂકવાનો. આખા અઠવાડિયામાં તમે જે જે નકામા ફોટા પાડ્યા હોય (જેમ કે અડધો ખાધેલુ સમોસુ, રસ્તા પરનું કૂતરૂ કે ચશ્મા વગરનો સેલ્ફી), એ બધાનો ભેગો કરીને 'સંડે ડમ્પ' કે 'રેન્ડમ ડમ્પ' કરીને કેપ્શન લખવાનું.
ફોટો ભલે સવારના ચા-ભજીયાનો હોય, પણ એની પાછળ વાગતું મ્યુઝિક કોઈ જાસૂસી હોલીવુડ મુવીનું કે ઈંગ્લિશ રેપ હોવું જોઈએ. અર્થ બેસે કે ના બેસે, 'વાઇબ' બેસવી જોઈએ!
રિલેશનશિપ અને ડાયલોગ્સ બહુ અગત્યના છે.'સિચ્યુએશનશિપ'નો જાદુ!
અમારા જમાનામાં કાં તો દોસ્તી હોય, કાં સગાઈ હોય કે લગ્ન હોય. પણ ઝેન-ઝી પાસે વચ્ચેનો એક રસ્તો છે.
જો તમે કોઈની સાથે ફરો છો પણ નક્કી નથી કે પ્રેમ છે કે નહીં, તો એને કહેવાય 'સિચ્યુએશનશિપ'.
જો કોઈ તમને અચાનક મેસેજ કરવાનો બંધ કરી દે, તો એમ ના સમજતા કે એનો ફોન બગડ્યો છે. એણે તમને 'ગોસ્ટ' કરી દીધા છે!
અને જો કોઈ તમને બહુ ઇમ્પ્રેસ કરી જાય, તો એ માણસ પાસે 'રિઝ' (રીઝ-ચાર્મ/આકર્ષણ) છે એવું માનવું! જો તમે શાકભાજી વાળા પાસેથી રૂ।. ૨૦ માંથી રૂપિયા ઓછા કરાવી લો, તો તમારી પાસે પણ 'બાર્ગેનિંગ રિઝ' છે એવું કહી શકાય!
ઝેન-ઝી બનવા માટે તમારો એટીટ્યુડ પણ બદલવો પડશે.
ક્યારેય બહુ ઉત્સાહ ન બતાવવો! જો તમને કોઈ લોટરી પણ લાગી જાય, તો તમારે બહુ કુદકા નથી મારવાના. બસ ચશ્મા સરખા કરીને બોલવાનું: ''ઓહ નાઇસ, ડ્યુડ! દેટ્સ કૂલ.''
તમારે વાતવાતમાં ''આઈ એમ સો ડેડ'' બોલવું પડશે (જ્યારે તમને બહુ હસવું આવે ત્યારે). જો તમને કોઈ રમુજી જોક સંભળાવે તો હસવાને બદલે કહેવાનું: ''આઈ એમ ડેડ, ભાઈ!'' સાંભળનાર ચમકી જશે કે આ જીવતો છે કે ભૂત, પણ એ જ તો ઝેન-ઝીનો રિયલ કોડ છે!
નો કેપ, ઓન્લી વાઇબ્સ! બાય બ્રો!
આટલું વાચીને થાકી જવાય તો આવું વર્તન તો કેવું થકવાડે?
વિચારવાયુઃ ૫૫ એ પહોંચેલાને પણ પડોસણ સ્માઈલ આપે એટલે દિલ દિમાગ ઝેન્ઝી ઝેન્ઝી જ થઈ જાય.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તમે ક્યારેય વિચાર્યું છે કે જો દેશમાં દરેક વસ્તુ ભાડે મળતી હોય, ઘર, ગાડી, કપડા, વાસણ, અને લગ્ન માટે 'નકલી સંબંધીઓ'તો પછી આંદોલન કરનારાઓ કેમ ભાડે ન મળે?
જમાનો હવે ડીજિટલ અને સ્માર્ટ બન્યો છે. હવે મુદ્દાઓ માટે આંદોલન નથી થતા, પણ આંદોલન માટે મુદ્દાઓ શોધવામાં આવે છે! અને આ જ સત્યને પારખીને, આપણા દેશના મહાન બિઝનેસ માઇન્ડેડ યુવાનોએ એક નવો જ ધંધો શરૂ કર્યો છેઃ ''ઓન-ડિમાન્ડ આંદોલનકારી પ્રા. લિ.''
હા સાહેબ, હવે તમારે કોઈ વાતે વિરોધ કરવો હોય તો તમારે જાતે ગળાના તાંતણા તોડવાની કે સૂરજની ગરમીમાં શેકાવાની જરૂર નથી. બસ એક એપ ડાઉનલોડ કરો, પેકેજ સિલેક્ટ કરો અને બે કલાકમાં ૧૦૦ આંદોલનકારીઓ તમારા દરવાજે હાજર!
ચુનિયાએ તો ધંધો માંડી પણ દીધો.
'આંદોલન સર્વિસ'ના સુપર હિટ પેકેજીસ બહાર પાડ્યા. કંપનીના રેટ કાર્ડ પર એક નજર નાખવા જેવી છે. એણે ગ્રાહકની ગીચતા અને ખિસ્સાના માપ પ્રમાણે અલગ-અલગ 'પેકેજ' બનાવ્યા છેઃ
૧. બેઝિક પેકેજ (રૂપિયા ૪૯૯૯/-)
શું મળશેઃ ૧૦ જણા સોસાયટીના નાકે ઊભા રહેશે.
કામગીરીઃ હાથમાં કાગળના બેનર પકડશે અને દર દસ મિનિટે એક વાર ધીમેથી બોલશેઃ ''........બંધ કરો... બંધ કરો!''
કોના માટે ઉત્તમઃ પાડોશીની ગટરની વાસ આવતી હોય કે પાડોશીનું કૂતરૃં ક ટાઇમે ભસતું હોય તેની સામે નાનો-મોટો વિરોધ કરવા માટે એપ્રેન્ટીસ આંદોલનકારી પણ મળશે.
૨. પ્રીમિયમ પેકેજ (રૂપિયા ૨૫,૯૯૯/-)
આપને મળશેઃ ૫૦ પ્રોફેશનલ આંદોલનકારીઓ+૧ લાઉડસ્પીકર.
કામગીરીઃ આમાં આંદોલનકારીઓ જે પૂરા જોશમાં રાડો પાડશે. બે-ત્રણ જણા તો ભાવુક થઈને જમીન પર આળોટશે પણ ખરા!
ટીવી ચેનલના રિપોર્ટર આવે એટલે તરત જ કેમેરાની સામે આવીને ચોધાર આંસુએ રડવાની સ્પેશિયલ એક્ટિંગ પણ કરી લેશે.
૩. વી.આઈ.પી. મેગા પ્રોટેસ્ટ પેકેજ (રૂપિયા ૨,૨૫,૯૯૯/-)
શું મળશેઃ ૫૦૦ જણાની જંગી મેદની+વોટર કેનન (પાણીનો છંટકાવ) સહન કરવાની ક્ષમતાવાળા અનુભવી કલાકારો!
બોનસમાં પોલીસની ગાડી આવે એટલે સામે ચાલીને ગાડીમાં બેસી જવાનું અને ગાડીની બારીમાંથી હાથ હલાવીને 'સેલ્ફી' પાડવાની સંપૂર્ણ જવાબદારી કંપની સ્વીકારશે.
મે ચુનિયાને પૂછ્યું કે ''તને આંદોલનકારીઓ મળે છે ક્યાંથી?''
મને કહે આ કંઈ નાની ના ખેલ નથી. મહેનત કરવી પડે છે અને અનુભવી આંદોલનકારીઓની ભરતી કરવી પડે છે.
આંદોલનકારીઓની 'ઇન્ટરવ્યુ' પ્રક્રિયા સમજાવતા તેણે કહૃાું કે,
''હવે આ ધંધામાં કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે. 'આંદોલનકારી' તરીકે નોકરી જોઈતી હોય તો ઈન્ટરવ્યુ આપવો પડે છે!''
એચ.આર. (ઁઇ): ''તમારી અંદર એવી કઈ ખાસિયત છે કે અમે તમને આંદોલનકારી તરીકે રાખી લઈએ?''
ઉમેદવારઃ ''સાહેબ, હું સતત ૬ કલાક સુધી પાંપણ પટપટાવ્યા વગર ગમે તે નેતા સામે ઘૂરીને જોઈ શકું છું! અને તડકામાં ઊભા રહીને પાણી પીધા વગર 'મૂર્દાબાદ'ના પચાસ અલગ-અલગ ટોનમાં નારા લગાવી શકું છું!''
એચ.આર.: ''વાહ! પણ જો પોલીસ લાઠીચાર્જ કરે તો?''
ઉમેદવારઃ ''સાહેબ, એના માટે મારો અલગ ચાર્જ રહેશે. જો હળવો લાઠીચાર્જ હોય તો ૧૦૦૦ રૂપિયા, અને જો તીવ્ર લાઠીચાર્જ હોય તો ૫૦૦૦ રૂપિયા+ એક બોટલ, પેઇનકિલર ગોળીઓ!''
એચ.આર.: ''કોંગ્રેચ્યુલેશન્સ! તમે સિલેક્ટ થઈ ગયા છો! કાલથી 'જનતા સેવક' તરીકે ડ્યુટી પર આવી જજો!''
દેશ હવે એવા વળાંક પર આવી ગયો છે જ્યાં 'વિચારધારા' કરતા 'દિહાડી' (દૈનિક ભથ્થું) વધારે મહત્ત્વની બની ગઈ છે.
જો તમારી પાસે કોઈ કામધંધો ન હોય, તો કંટાળવાની જરાય જરૂર નથી. બસ સફેદ કુરતો-પાઈજામો પહેરો, આંખ પર કાળા ચશ્મા ચડાવો અને કોઈપણ સરકારી કચેરીની બહાર ઊભા રહી જાઓ. કોઈ ને કોઈ આવીને તમારા હાથમાં પ્લેકાર્ડ પકડાવી જ દેશે અને સાંજે ચા-ગાંઠિયા સાથે બસો રૂપિયા રોકડા હાથમાં મૂકી જશે!
એટલે જ તો હવે નવું સૂત્ર બન્યું છેઃ
''હમારી માંગેં પૂરી કરો... ઐસે તો ઐસે બેકારી કો દૂર કરો...''
આંદોલન માટે ડિગ્રી કે લેખીત પરીક્ષા નહીં સ્કીલ જોઈએ. પેટનો ખાડો ઉંડો થતો જાય અને આવડત પહાડની જેમ બહાર આવતી જાય.
આંદોલનકારીઓને ભૂખ્યા રહેવાની પ્રેક્ટિસ કરવાની તો હવે જરૂર જ નથી. છૈ ને કહો તેવી રીલ બની જાય.
ઘણી વખત તો આંદોલન કરતા રીલ વધુ મહત્ત્વની હોય છે. સૂંઠને ગાંગડે ગાંધી બની જતા લોકો જોયા છે. ઉચ્ચકોટિના નીચ નેતાઓ પણ મળે અને સમાજના નીચલા સ્તરમાંથી ઉચ્ચ કોટીના આંદોલનકર્તા પણ મળે.
આ બધી વાતો હું સમજતો હતો અને સાંભળતો હતો ત્યાં ચુનિયાને ફોન આવ્યો,
બહુ ટૂંકમાં વાત કરી એટલે હું સમજી ગયો કે આનો પનો ટૂંકો પડ્યો છે. મેં આંખના ઇશારે પૂછ્યું તો તેણે એક જ વાક્ય કહૃાું, ''રેન્જ બહારની વાત છે. આંદોલનકારી નથી જોતા પણ મસ્કા મારી સારા વચનો આપી આંદોલન પાછું ખેંચાવે તેવા નેતા જોઈએ છે.
આપણી પાસે મજબૂર લોકો છે, અવ્વલ કક્ષાના 'બીપ-બીપ' લોકો નથી એટલે....''
ચાલો ત્યારે, એક ઓર્ડર મળ્યો છે. ૩૦ મિનિટનું ધરણાં પ્રદર્શન કરવાનું છે. મારો કોન્ટ્રાક્ટ છે તમારે હમણાં પ્રોગ્રામ ન હોય તો....!
વિચારવાયુઃ- વિધાર્થીઃ (નેતાને) સાહેબ સમજો તમારા છોકરાને પણ પેપર લીકનો પ્રશ્ન નડી શકે છે.
નેતાઃ અમારા ધંધામાં ''નીટ''ની જરૂર જ ન પડે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજકાલ માર્કેટમાં એક નવો વાયરસ આવ્યો છે, જેનું નામ છે 'સ્ટાર્ટ-અપ'. જે જુઓ તે સવારના પોહરમાં ચા પીતા પીતા કરોડોના આઈડિયા હવામાં ઉડાડતો હોય છે. નોકરીમાં બોસનો એકાદો લવિંગિયો ફટાકડો ફૂટે એટલે તરત જ એમ થાય કે 'બસ હવે બહુ થયું, આપણે પોતાનો જ ધંધો કરવો છે!' પણ ભાઈ, ધંધો કરવો અને નવો બિઝનેસ શરૂ કરવાની મગજમારીમાં પડવું એ સિંહના પાંજરામાં સેલ્ફી લેવા જેવું અઘરૃં કામ છે.
ગુજરાતીના લોહીમાં જ વ્યાપાર છે એ વાત સાચી, પણ જ્યારે નવો અતરંગી ધંધો શરૂ કરવાનો વિચાર આવે ત્યારે મગજના વાયર શોર્ટ થઈ જાય છે.
મારા એક પરમ મિત્ર ચુનિલાલને વિચાર આવ્યો કે આપણે કંઈક હટકે કરવું છે. કોમ્પ્યુટર અને આઈટીના જમાનામાં એણે એવો અતરંગી આઈડિયા શોધ્યો કે સાંભળીને જ ચક્કર આવી જાય. એણે વિચાર્યું કે 'ઓનલાઈન લીંબુ-મરચાં લટકાવવાની સર્વિસ' શરૂ કરીએ! જે લોકો મોંઘી ગાડીઓ ખરીદે છે કે નવી દુકાન ખોલે છે, એમને રીમાઇન્ડર જશે અને એપ દ્વારા ઓટોમેટીક લીંબુ-મરચાં ડિલિવર થઈ જશે. એનું નામ રાખ્યું: 'ઈ-ટોટકા પ્રાઈવેટ લિમિટેડ'.
ફંડા એવો કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, અંધશ્રદ્ધા અને નજર લાગવાનો ડર ક્યારેય ઓછો થવાનો નથી!
મુશ્કેલીઓનો મહાસાગર અને સરકારી કાગળિયામાં ગુંચવાવું ફરજીયાત છે.
ધંધો શરૂ કરવાનો પહેલો નિયમ એ છે કે તમારી પાસે આઈડિયા કરતાં વધારે 'ધીરજ' હોવી જોઈએ. ચુનિલાલ જ્યારે આ બિઝનેસનું રજીસ્ટ્રેશન કરાવવા ગયા ત્યારે સરકારી ઓફિસના ક્લાર્કે ચશ્મા નીચે ઉતારીને એની સામે જોયું. ક્લાર્ક કહે, ''ભાઈ, આમાં જીએસટી કેટલા ટકા લાગે? આ લીંબુ કૃષિ પેદાશમાં આવે અને મરચાં મસાલામાં આવે, પણ બેઉ ભેગા થઈને દોરો પરોવાય એટલે આ હેન્ડીક્રાફ્ટ (હસ્તકલા) થઈ જાય!''
લો બોલો, ધંધો શરૂ થતા પહેલા જ કાયદાકીય ગૂંચવાડો એવો થયો કે ચુનિલાલને એમ થયું કે આના કરતાં લીંબુ સરબતની રેંકડી કરી હોત તો સારૃં થાત.
બીજી મોટી મુશ્કેલી એ છે 'ફંડિંગ' એટલે કે પૈસા લાવવા ક્યાંથી? રોકાણકારો (ઇન્વેસ્ટર્સ) પાસે જાવ એટલે એવા એવા સવાલો પૂછે કે તમને તમારા પોતાના નામ પર શંકા થવા લાગે. ''તમારો બર્ન રેટ શું છે? આગામી પાંચ વર્ષનો પ્રોજેક્શન ગ્રોથ કેટલો?'' ચગનલાલ કહે, ''સાહેબ, બર્ન રેટનું તો ખબર નથી પણ જો આ ધંધો ન ચાલ્યો તો પપ્પા મને ઘરની બહાર કાઢીને સળગાવી દેશે એટલું નક્કી છે!'' રોકાણકારો તો ઠીક, બેંકવાળા લોન આપવા માટે જે ડોક્યુમેન્ટ્સ માંગે છે, તે જોઈને એમ થાય કે આના કરતાં સલમાન ખાનના લગ્ન કરાવવા સહેલા છે. એમને તમારા દાદાના જમાનાનું લાઈટ બિલ અને સાત પેઢીના કુંડળી-આધારકાર્ડ પણ જોઈતા હોય છે.
''નોકરીમાં માત્ર એક જ બોસ હોય છે, પણ બિઝનેસમાં તમારી દુકાને આવતો દરેક ગ્રાહક પોતાને તમારો બોસ સમજે છે!'' માર્કેટિંગના લોચા અને અતરંગી ફંડા લોહી પી જાય.
આજકાલ જ્યાં સુધી તમે સોશિયલ મીડિયા પર નાચગાન ન કરો ત્યાં સુધી તમારી પ્રોડક્ટ વેચાતી નથી. ચુનીલાલે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું. એક રીલમાં એ લીંબુ-મરચાં પકડીને બોલિવૂડના ગીત પર ડાન્સ કરતો હતો. પરિણામ એ આવ્યું કે લોકોએ લીંબુ ખરીદવાને બદલે એને મેન્ટલ હોસ્પિટલના એડ્રેસ કમેન્ટમાં મોકલવાનું શરૂ કરી દીધું. અતરંગી ધંધાનો આ જ પ્રોબ્લેમ છે, કાં તો તમે રાતોરાત સ્ટાર બની જાવ અથવા રાતોરાત સોસાયટીના વોચમેન પણ તમારી સામે જોઈને હસવા લાગે.
એક નવો ફંડો આવ્યો કે બિઝનેસમાં 'યુનિક સેલિંગ પ્રપોઝિશન' હોવું જોઈએ. એટલે ચુનિલાલે નવો નુસખો કાઢ્યોઃ ''અમાસની રાત્રે મંત્રેલા સ્પેશિયલ પ્રીમિયમ લીંબુ-મરચાં!'' આ સાંભળીને સોસાયટીના કૂતરાઓ પણ એની ઓફિસની બહાર આવીને ભસવા લાગ્યા.
ધંધો વધારવા માટે એણે કસ્ટમર કેર પણ શરૂ કર્યું. એક દિવસ એક ગ્રાહકનો ફોન આવ્યો, ''ભાઈ, તમારા લીંબુ-મરચાં લટકાવ્યા પછી પણ મારી પત્ની મારી સાથે ઝઘડો કરે છે, તમારી પ્રોડક્ટ નકામી છે!'' હવે આનો શું જવાબ આપવો? ચગનલાલે શાંતિથી કહૃાું, ''સર, આ નજર ઉતારવા માટે છે, નસીબ કે નજર બદલવા માટે નથી. પત્નીના ઝઘડા સામે તો બ્રહ્માંડનું કોઈ લીંબુ કામ ન આવે!''
બીજું કે જો તમારે નવો બિઝનેસ શરૂ કરવો હોય અને આ મગજમારીમાંથી બચવું હોય, તો મારી પાસે કેટલાક જોરદાર ફન્ની સોલ્યુશન્સ છે.
પહેલું સોલ્યુશનઃ ધંધાનું નામ એવું અઘરૃં રાખો કે અડધા લોકોને બોલતા જ ન આવડે. નામ સાંભળીને જ લોકો ઇમ્પ્રેસ થઈ જવા જોઈએ. જેમ કે, 'ગ્લોબલ હાઇડ્રોજન બેવરેજીસ' (સાદી ભાષામાં સોડાની દુકાન!).
બીજું સોલ્યુશનઃ ઓફિસમાં બે-ચાર ચાર્ટ્સ અને ગ્રાફ લટકાવી દો, જેમાં લીટીઓ ઉપર જતી હોય. ભલે એ ગ્રાફ તમારા વજનનો હોય, પણ આવનારને એમ લાગવું જોઈએ કે કંપની પ્રગતિ કરી રહી છે.
ત્રીજું અને સૌથી બેસ્ટ સોલ્યુશનઃ જ્યારે ગ્રાહક ઉધાર માંગે ત્યારે બોર્ડ મારી દેવાનું કે ''આજે રોકડા, કાલે ઉધાર''. અને જો કોઈ વધારે જીદ કરે તો એને કહેવાનું કે ''અમારી કંપની પોલિસી મુજબ ઉધાર લેનાર વ્યક્તિએ જામીન તરીકે પોતાની સાસુને ઓફિસમાં મૂકી જવી પડશે.'' આ ઉપાય પછી ગ્રાહક ક્યારેય ઉધાર નહીં માંગે અને વ્યાજ સહિત રોકડા ચૂકવી જશે, એની ગેરંટી!
અંતે તો એટલું જ કહેવાનું કે નવો બિઝનેસ શરૂ કરવો એ એક રોલરકોસ્ટર રાઇડ જેવું છે. શરૂઆતમાં પેટમાં ફાળ પડે, અધવચ્ચે ચીસો નીકળી જાય, પણ જો એકવાર ગાડી પાટા પર ચડી ગઈ તો પછી પવનની લહેરોની જેમ મજા પડી જાય છે.
વિચારવાયુઃ- સ્ટાર્ટઅપ નામ છે. સરખું સ્ટાર્ટ ન થાય તો ડાઉન પણ જાય. ટૂંકમાં કહું તો લગ્ન જેવું.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સાચી વાત છે. મુંબઈવાળા એક સાથે બોલશે કે હવે તો અટકે તો સારૃં ભાઈ!
વરસાદના એટલા પ્રકારો છે કે હવામાન ખાતાવાળા પણ કન્ફ્યુઝ થઈ જાય કે આ ચોમાસું ચાલે છે કે કોઈ કોમેડી શો!
ચાલો આજે શનિવારની નિરાંતે, ચા-ભજીયાની પ્લેટ સાથે, વરસાદના આવા જ કેટલાક અતરંગી, સતરંગી અને રમુજી પ્રકારોની સફરે નીકળીએ.
મુંબઈનો ''લોકલ ટ્રેન'' વરસાદ
તમે બરાબર પકડ્યું. મુંબઈનો વરસાદ એટલે મુંબઈગરો પોતે. સવારે ૮:૪૫ની ચર્ચગેટ ફાસ્ટ લોકલ પકડવાની હોય એમ જ વરસાદ આકાશમાંથી નીકળે. એને કોઈ આળસ નથી, કોઈ ઉતાવળ નથી. એનું ટાઈમટેબલ ફિક્સ છે. એ ક્યારેય એવું નહીં વિચારે કે ''લાવને આજે શનિવાર છે તો અડધો કલાક મોડો પડું.'' ના, એ ઓફિસ ટાઈમે જ આવશે, બરાબર ટ્રાફિક જામ કરશે, લોકલ ટ્રેનના ટ્રેક ડુબાડશે અને છતાં મુંબઈગરો છત્રી ખોલીને, એક હાથમાં છત્રી અને બીજા હાથમાં વડાપાઉં દબાવીને પાણીમાં ચાલતો થઈ જશે. આ વરસાદ અને માણસ વચ્ચે એક અનોખો કરાર (એમઓયુ) થયેલો છેઃ ''તું તારૃં કામ કર, હું મારૃં કામ કરૃં!''
સૌરાષ્ટ્રનો ''ડાયરા સ્ટાઈલ''
વરસાદ. બકાજીકી વાળો
સૌરાષ્ટ્રનો વરસાદ ખરેખર થોડો આળસુ છે, પણ એથીય વધુ એ એ 'ટેશડા' (મોજીલો) વાળો છે. એને તમે ગમે ત્યારે ન બોલાવી શકો. એ તો કાઠિયાવાડી ડાયરાના કલાકાર જેવો છે. મોજ આવશે તો રાત્રે બાર વાગ્યે એવો મંડાશે કે સવાર સુધી હેલી કરી નાખશે. અને જો મૂડ નહીં હોય, તો આખું આકાશ કાળું-ડીબાંગ થઈને ડરાવશે, પવન ફૂંકાશે, એવું લાગશે કે હમણાં પૂર આવશે... અને પછી વરસાદના નામે માત્ર બે ટીપાં પડશે એ પણ તમારી નવી ધોયેલી ગાડી પર! જાણે કહી રહૃાો હોયઃ ''આવવું હોય તો આવીએ હોં ભઈલા''.
કચ્છનો ''અણધાર્યો મહેમાન''
જેવો વરસાદ
કચ્છનો વરસાદ એટલે શિયાળામાં આવતા મામા-ફોઈ જેવા મહેમાન. આવે ત્યારે આખું ઘર (એટલે કે આખું રણ) રાજી રાજી થઈ જાય. પણ આ મહેમાનની એક તકલીફ છે એને જવાનું મન જ નથી થતું! એકવાર ખાવડા કે ભુજ પર મન મૂકીને વરસે, પછી પાછો ન જાય. ધણી (ઘરના માલિક)ને ચિંતા થવા માંડે કે ''ભલા માણસ, હવે અનાજ ખૂટશે હવે તો વિદાય લે!'' છતાં, કચ્છવાસીઓ એને એટલો પ્રેમ કરે છે કે એ જાય ત્યારે આંખમાં પાણી અને હ્ય્દયમાં 'આવજો'નો સાદ રહી જાય છે.
અમદાવાદનો ''કંજૂસ'' વરસાદ
હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદનો વરસાદ પાક્કો અમદાવાદી છે. એ ક્યારેય એકસાથે બધું પાણી નહીં વાપરી નાખે. એ બજેટ જોઈને વરસે. આકાશમાં વાદળો એ રીતે ગોઠવાશે જાણે જીએસટીની ગણતરી ચાલી રહી હોય.
''જો ભાઈ, પશ્ચિમ અમદાવાદ (સેટેલાઈટ, વસ્ત્રાપુર)માં અડધો કલાક પડીશું, એટલે પૂર્વ અમદાવાદ (બાપુનગર, નિકોલ)નો કોટા આવતા અઠવાડિયે ક્લિયર કરીશું.''
અમદાવાદમાં એવું બને કે નહેરૂનગર સોસાયટીના નાકે ધોધમાર વરસાદ પડતો હોય અને સોસાયટીના છેલ્લે મકાનવાળો ધાબા પર કપડાં સૂકવતો હોય! આ વરસાદ ''વેલ્યુ ફોર મની''માં માને છે જેટલો ટેક્સ, એટલો જ વરસાદ!
સુરતનો 'લોચો અને ઘારી' જેવો વરસાદ
સુરતનો વરસાદ એકદમ લક્ઝુરિયસ છે. એ આવે એટલે રસ્તા પર પાણી કરતાં સુરતીઓનો આનંદ વધુ છલકાય. આ વરસાદ પલાળવા માટે ઓછો અને ડુમસ રોડ પર લોચો ખાવા જવા માટેની સિઝન ક્રિએટ કરવા માટે વધુ આવે છે. સુરતના વરસાદનો સ્વભાવ એકદમ રંગીલો છે. એ વરસીને જતો રહે પછી પણ હવામાં એવો ભેજ મૂકતો જાય કે માણસને કપડાં બદલવાનું મન થાય અને પછી લાગે, ''ચાલ, આજે કંઈક નવું ખાઈએ!'' જોકે આ વખતે સુરતને અડધું ડુબાડી દીધું છે.
વડોદરાનો ''આર્ટિસ્ટિક
અને સંસ્કારી'' વરસાદ છે
વડોદરાનો વરસાદ એકદમ કલ્ચરલ છે. એ ક્યારેય તોફાની બનીને કોઈનું નુકસાન ન કરે (વિશ્વામિત્રી નદીના મગરને બાદ કરતાં!). એ શાંતિથી, કવિતાની જેમ વરસે. એ કળાના શોખીન જેવો છે. વડોદરામાં વરસાદ પડે એટલે નવરાત્રિના ગરબાના સ્ટેપ યાદ આવવા માંડે. ફાઈન આર્ટસના સ્ટુડન્ટ્સ છત્રી લઈને પેઈન્ટિંગ કરવા નીકળી પડે. આ વરસાદમાં એક ગ્રેસ (ગૌરવ) છે, એ ક્યારેય કાદવ-કીચડ કરીને પોતાનું સ્તર નીચું નથી કરતો.
કોર્પોરેટ ઓફિસનો
'શનિ-રવિ' વરસાદ
આ વરસાદનો કોઈ ભૌગોલિક વિસ્તાર નથી, આ આખી દુનિયાના નોકરિયાત વર્ગનો દુશ્મન છે. સોમવારથી શુક્રવાર સુધી આકાશમાં કાળઝાળ ગરમી હશે, સૂર્યનારાયણ ૧૦૦ની સ્પીડે તપતા હશે. પણ જેવો શનિવારની સાંજનો ઓફિસ છૂટવાનો સમય થાય, એટલે આ ભાઈ આકાશમાંથી ટપકી પડે.
શનિવાર રાત્રેઃ ધોધમાર વરસાદ (તમારો વિકેન્ડ પ્લાન કેન્સલ). રવિવાર આખો દિવસઃ ઝરમર ઝરમર (તમે પથારીમાંથી બહાર ન નીકળી શકો). સોમવાર સવારે ૮:૦૦ વાગ્યેઃ આકાશ એકદમ સાફ, કૂતરાં પણ તડકામાં સૂતા હોય!
આ વરસાદ જાણે કોર્પોરેટ કંપનીઓ સાથે ટાઈ-અપ કરીને આવ્યો હોય એમ જ બિહેવ કરે છે.
હાઈવેનો ''દગાબાજ'' વરસાદ
તમે ક્યારેય લોન્ગ ડ્રાઈવ પર ગયા છો? હાઈવે પર એક એવો વરસાદ મળે છે જે માત્ર તમને હેરાન કરવા જ બનેલો છે. તમે ગાડી એકદમ ચકાચક ધોઈને નીકળ્યા હોવ. હાઈવે પર ગાડી ૮૦ની સ્પીડે જતી હોય અને અચાનક આકાશમાંથી માત્ર ૨૦ સેકન્ડ માટે ધોધમાર વરસાદ તૂટી પડે. તમારી ગાડી પર આજુબાજુની ટ્રકો કાદવ ઉડાડે, વિન્ડસ્ક્રીન ગંદી થઈ જાય. તમે જેવા વાઈપર ચાલુ કરો, ત્યાં જ વરસાદ ગાયબ! આગળ જાવ એટલે રસ્તો સુકોભઠ્ઠ! આ વરસાદ માત્ર અને માત્ર વાઈપરની ક્ષમતા ચેક કરવા માટે જ આવતો હોય છે.
અંતે, વરસાદી ફિલોસોફી
વરસાદ ગમે તેવો હોય મુંબઈનો ટાઈમસર, સૌરાષ્ટ્રનો મોજીલો, કચ્છનો વ્હાલો કે અમદાવાદનો કંજૂસ પણ એ જ્યારે આવે છે ત્યારે આપણને એ જ શીખવે છે કે જિંદગીમાં ભલે ગમે તેટલી આપાધાપી હોય, ગમે તેટલી ઉતાવળ હોય, ક્યારેક ક્યારેક થોડું આળસુ બની જવામાં, ક્યારેક મહેમાનની જેમ રોકાઈ જવામાં અને ક્યારેક મુંબઈગરાની જેમ પોતાની મસ્તીમાં વહી જવામાં જ સાચો આનંદ છે.
વિચારવાયુઃ- બહાર નીકળતા છત્રી ઘેર ભૂલી જજો, કારણ કે ક્યારેક પ્લાન વગર પલળવાની મજા જ કંઈક અલગ હોય છે!
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
લગ્ન નક્કી થાય એટલે પુરૂષ માટે સુગર કોટેડ ક્વિનાઈન જેવું છે. હમણાં મારા એક મિત્રના લગ્ન નક્કી થયા. ભાઈના ચહેરા પર એવી રોશની હતી જાણે આખા ગામની વીજળી એના મોઢા પર જ કનેક્ટ થઈ ગઈ હોય! મેં પૂછ્યું, *કેમ આટલો મલકાય છે?* તો કહે, *લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાલે અમે આખું ખાનદાન શોપિંગમાં જવાના છીએ.* મેં એની પીઠ થાબડીને કહૃાું, *ભગવાન તારા આત્માને... આ આત્માને તો નહીં, પણ તારા પગના તળિયાને શાંતિ આપે!*
લગ્નની તૈયારીમાં ખરીદીનું જે લીસ્ટ બને છે ને, એ કોઈ લીસ્ટ નથી હોતું, એ વાસ્તવમાં પુરૂષના અહંકાર અને પાકીટ પર થનારી વિધિવત સર્જિકલ સ્ટ્રાઈક છે.
આ આખી ખરીદીની પ્રક્રિયામાં વર અને કન્યા વચ્ચે જે ભેદભાવ થાય છે, એ જોઈને યુનાઇટેડ નેશન્સના માનવાધિકાર પંચવાળા પણ આવીને રડી પડે!
ચાલો, જરા કન્યા પક્ષના શોપિંગ લિસ્ટ પર નજર કરીએ.
૧. સવારના માંડવા મુહૂર્તની સાડી (જેનો રંગ સૂર્યના પહેલા કિરણ જેવો હોવો જોઈએ). ૨. બપોરના જમણવારનો લહેંગો (જે જમવામાં પીરસાનારી બુંદીના લાડુ સાથે મેચ થતો હોવો જોઈએ). ૩. સાંજના હસ્તમેળાપનો અંબોટો અને ચણિયાચોળી (જેમાં એટલા હીરા-મોતી જડેલા હોય કે વજનના લીધે કન્યા સ્ટેજ પરથી હલી જ ના શકે). ૪. રીસેપ્શનનું ગાઉન (જે એટલું લાંબું હોય કે પાછળ બે નાના છોકરાઓએ એને ટ્રેનની જેમ પકડીને ચાલવું પડે). ૫. અને હા, છેલ્લે વિદાય વખતનો સિમ્પલ ડ્રેસ (જે રડતી વખતે આંખના મસ્કારા સાથે કેમિકલ રિએક્શન ન કરે એવો હોવો જોઈએ!).
આ આખું લીસ્ટ જોઈને એવું લાગે કે કન્યા કોઈ લગ્ન કરવા નથી જઈ રહી, પણ કોઈ આંતરરાષ્ટ્રીય ફેશન વીકમાં 'શો-સ્ટોપર' તરીકે એન્ટ્રી મારી રહી છે.
દુકાનમાં જાઓ એટલે સેલ્સમેન પણ કન્યા સામે એવી રીતે ઝૂકી જાય જાણે કન્યા એલિઝાબેથ રાણીના સીધા વંશજ હોય.
*મેડમ, આ પેસ્ટલ કલર જુઓ... આ લાઈટ લવન્ડર જુઓ... આ પીચ કલર તમારા ટોન સાથે બ્લેન્ડ થઈ જશે!* કન્યા પણ ચશ્મા અધ્ધર કરીને કહે, *ના, આમાં જે ઝરીનું કામ છે ને, એ થોડું લાઉડ લાગે છે. મને પેલું સબલ લુકવાળું બતાવો.* સેલ્સમેન તરત જ બીજો તાકો ખોલે. પાંચ કલાક પછી, બસો સાડીઓ જોયા બાદ, કન્યા ફાઇનલી એ જ સાડી પસંદ કરે છે જે એણે દુકાનમાં ઘૂસતી વખતે પહેલી પાંચ સેકન્ડમાં જોઈ હતી!
હવે આ આખી ધમાલ વચ્ચે આપણા વરરાજા તરફ નજર કરો. બિચારો વરરાજા દુકાનના એક ખૂણામાં સોફા પર એવો પડ્યો હોય છે જાણે કોઈ હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં ઓપરેશન થિયેટરની બહાર નર્વસ દર્દી બેઠો હોય!
કન્યાની પાંચ કલાકની ખરીદી પતે એટલે વડીલો વરરાજા તરફ જુએ અને કહે, *ચાલ ભાઈ, હવે તારો વારો. ફટાફટ પતાવી લઈએ, મોડું થાય છે!*
જોયું? વરરાજાના શોપિંગ વખતે આ 'ફટાફટ પતાવી લઈએ' શબ્દ બહુ મહત્ત્વનો છે. વરરાજા માટે લીસ્ટમાં શું હોય? એક શેરવાની અને બે ઝભ્ભા-લેંઘા! બસ, વાર્તા પૂરી. વરરાજાના કપડાંની ખરીદી એટલે જાણે સુપરમાર્કેટમાંથી સાબુ-શેમ્પૂ ખરીદવા જેવું કામ છે.
સેલ્સમેન વરરાજાને એક શેરવાની બતાવીને કહેશે, *સર, આ એકદમ લેટેસ્ટ પીસ છે.* વરરાજા હજી શેરવાનીનો કાપડ અડીને વિચારે ત્યાં તો પાછળથી સાસુ અથવા કાકી બોલી ઊઠે, *હા, સરસ છે. કલર પણ બરાબર છે અને ફિટિંગ તો દરજી કરી આપશે. ચાલો, આ એક ફાઇનલ કરો!* બિચારો વરરાજા મનમાં વિચારતો હોય કે, 'અરે, મને તો પૂછો! લગ્ન મારા થાય છે, આ શેરવાની મારે પહેરવાની છે!' પણ ના, એનો અવાજ કોઈ સાંભળતું નથી.
મને તો ક્યારેક એમ થાય છે કે લગ્નના આ આખા ડિજિટલ સોફ્ટવેરમાં વરરાજાની હેસિયત શું? જેમ તમે નવો સ્માર્ટફોન ખરીદો તો સાથે ચાર્જર, કેબલ અને એક સિમકાર્ડ કાઢવાની પિન મફત મળે ને? વરરાજા એ પિન જેવો છે. એની જરૂર ફક્ત એક જ વાર (લગ્નના દિવસે) પડે છે, બાકી આખી જિંદગી એ ક્યાં પડ્યો છે એની કોઈને ખબર નથી હોતી!
દુકાનદાર પણ વરરાજા સાથે સાવકા ભાઈ જેવો વ્યવહાર કરે છે. કન્યાને ચા-કોફી અને ઠંડુ પીણું પૂછવામાં આવે અને વરરાજા જો પાણી માગે તો સેલ્સમેન બહાર ઊભેલા પટાવાળાને બૂમ પાડે, *એય રમેશ, પેલો નળ વાળો જગ ભર્યો છે ને? એમાંથી એક ગ્લાસ આપજે ભાઈને!*
સૌથી મોટો ઝટકો ત્યારે લાગે જ્યારે વરરાજાની શેરવાનીનું બિલ બને. કન્યાના લહેંગાનું બિલ લાખોમાં ગયું હોય તો ઘરના વડીલો સ્માઇલ આપીને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરે છે, *દીકરીના લગ્ન છે, એક જ વાર આવે ને!* પણ જો વરરાજા એમ કહે કે, *મને પેલી પંદર હજારવાળી શેરવાની ગમે છે,* તો તરત જ કાકા એની સામે ઘૂરકીને જુએ, *પંદર હજાર? લૂંટાવવા બેઠા છીએ? આ લગ્ન પતે એટલે શેરવાની આખી જિંદગી કબાટમાં જ પડી રહેવાની છે. તારા મોટા ભાઈની લગ્નની શેરવાની પડી જ છે, એમાં થોડું અલ્ટરેશન કરાવી લઈએ તો શું વાંધો છે?*
બિચારો વરરાજા! એના પોતાના લગ્નમાં પણ એને સેકન્ડ હેન્ડ ગાડી જેવો અહેસાસ કરાવવામાં આવે છે. સગાઈમાં જે છોકરાને 'ગોળ-ધાણા' ખવડાવીને રાજા જેવો ભાવ આપ્યો હતો, એ જ છોકરો લગ્નની ખરીદી વખતે 'બાય વન ગેટ વન ફ્રી' ના સેલમાં મૂકેલા માલ જેવો લાચાર દેખાય છે.
શૂઝની ખરીદીમાં પણ આ જ ભેદભાવ! કન્યા માટે હીલવાળા સેન્ડલ, મોજડી, સ્લિપર આખું રેક ભરાઈ જાય. અને વરરાજા જ્યારે મોજડી ખરીદવા જાય ત્યારે ઘરના લોકો કહે, *એવી મોજડી લેજે જે પછી તારા ઓફિસના પેન્ટ-શર્ટ સાથે પણ ચાલે!* હવે તમે જ વિચારો, દુનિયામાં કયો એવો નમૂનો હશે જે ફોર્મલ શર્ટ-પેન્ટ નીચે વરરાજાની ચમકતી મોજડી પહેરીને ઓફિસે ફાઇલ સબમિટ કરવા જતો હોય?
લગ્નની આખી સિસ્ટમનો સોફ્ટવેર ભલે ગમે તેટલો અપગ્રેડ થઈ જાય, ભલે લોકો 'ડેસ્ટિનેશન વેડિંગ' કરવા થાઈલેન્ડ કે ગોવા પહોંચી જાય, પણ વરરાજાના શોપિંગની આ કરૂણતા ક્યારેય બદલાવાની નથી.
એટલે જ, સ્ટેજ પરથી જ્યારે હું આ સત્ય કહું છું ત્યારે ઓડિયન્સમાં બેઠેલા તમામ પરિણીત પુરૂષોની આંખોમાં મને એક મીઠી વેદના અને સનાતન સત્ય દેખાય છે. એ બધા મનોમન બોલતા હોય છેઃ *મિલનભાઈ, વાત તો તમારી સો ટકા સાચી છે. અમે પણ આ સોફ્ટવેરના ભોગ બનેલા જૂના વર્ઝન જ છીએ!*
લગ્નની ખરીદી ભલે ગમે તેવી થાય, વરરાજા સાથે ગમે તેવો વ્યવહાર થાય, પણ લગ્નના દિવસે જ્યારે એ ઘોડા પર બેસે છે ને, ત્યારે એ પાંચ મિનિટ માટે પોતે જ 'સુપર કોમ્પ્યુટર' હોય એવો વટ રાખે છે... ભલે પછી ઘરે આવીને એણે 'રીબૂટ' થઈને વાઇફના સોફ્ટવેર કમાન્ડ પ્રમાણે જ ચાલવાનું હોય!
વિચારવાયુઃ- હનીમુન પર જવા માટે સપાટ મેદાની જગ્યા પસંદ કરવી.
વર હિતમાં જારી
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચૈત્ર અને વૈશાખ મહિનો બેસે એટલે સૂર્યનારાયણ જાણે પૃથ્વી પર 'લાઈવ કોન્સર્ટ' કરવા ઉતરી આવે છે.
બપોરે રસ્તા પર નીકળો એટલે એવું લાગે જાણે કુદરતે આખા શહેરને 'એર ફ્રાયર'માં મૂકી દીધું છે! માણસ રસ્તા પર ચાલતો નથી, ઓગળતો ઓગળતો સરકે છે.
આ ગરમીમાં બે જ વસ્તુ સૌથી વધુ ફાટી રહી છે. એક તો લોકોનું ચામડું અને બીજું લાઈટ બિલ જોઈને મિડલ ક્લાસ માણસનું કાળજું!
સામાન્ય રીતે અત્યારનો સમય વરસાદ આવવાનો ગણાય પરંતુ આ વખતે સૂર્યનારાયણ દેવ પણ સંતાકુકડી રમી રહૃાા છે અને વાદળાઓ સાથે માઠું લગાડી મેદાનમાંથી હટવા તૈયાર નથી.
મધ્યમ વર્ગ સામાન્ય રીતે બપોરના સમયે મોલમાં આંટા મારવા નીકળી જાય અને મફતની એસીની ઠંડક માણતા પરંતુ હવે તો તેમણે પણ ફરજિયાત એસી ફીટ કરાવવું પડે છે.
એસી ફીટ કરાવ્યા બાદ આજકાલ દરેક મધ્યમવર્ગીય ઘરમાં એક નવો તહેવાર ઉજવાય છે, જેનંત નામ છે ''લાઈટ બિલ દર્શન ઉત્સવ''. આ ઉત્સવ દર બે મહિને આવે છે. ઘરમાં એસી ચાલુ કરતી વખતે જે આનંદ થાય છે, તેની કિંમત જ્યારે વોટ્સએપ પર કે કાગળના બિલ સ્વરૂપે ઘરે આવે છે, ત્યારે સાચો પરસેવો છૂટે છે.
રૂમમાં એસી ૨૪ ડિગ્રી પર સેટ હોય, રૂમ એકદમ ગુલાબી ઠંડો હોય, માણસ ચાદર ઓઢીને સુતો હોય અને અચાનક એના મગજમાં વીજળીના મીટરનો આંકડો ફ્લેશ થાય... બસ! ત્યાં જ બધી ઠંડક ગાયબ. લાઈટ બિલ જોઈને માણસને જે પરસેવો વળે છે ને, એ ગરમીનો નથી હોતો, એ બજેટ ખોરવાઈ જવાનો 'આધ્યાત્મિક પરસેવો' હોય છે.
ઘણાં ઘરોમાં તો એસી ચલાવવાના કડક નિયમો હોય છે. ઘરના વડીલો એસીના રિમોટને તિજોરીની ચાવીની જેમ સાચવે છે. બપોરે બે થી ચાર જ એસી ચાલશે, એ પછી 'ઓટો કટ'ન થાય તો પપ્પા મેન્યુઅલી આવીને 'પાવર કટ' કરી જાય. રાત્રે પણ એસી ચાલુ થાય એટલે ઘરના મોભીની નજર ઘડિયાળ પર હોય. જેવું તાપમાન થોડું નીચું જાય એટલે ધીમેથી કહી દેશેઃ ''હવે રૂમ ઠંડો થઈ ગયો છે, બંધ કરીને પંખો કરી નાખો!'' આને કહેવાય ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ!
ઘણા પરિવાર ગરમીથી બચવાના 'મેડ ઇન ઇન્ડિયા' દેશી જુગાડ અજમાવે છે. પરંતુ, ભારતીય માણસ ક્યારેય પરિસ્થિતિ સામે હાર નથી માનતો. આપણી પાસે દરેક સમસ્યાનો એક 'દેશી જુગાડ' તૈયાર જ હોય છે. સાયન્સ ભલે ગમે તેટલી પ્રગતિ કરે, પણ ઉનાળામાં જે જુગાડ એક સામાન્ય ગુજરાતી કરી શકે, તે નાસાના વૈજ્ઞાનિકો પણ ન વિચારી શકે.
૧. ધાબા પર જળ-અભિષેક અને ગાદલાનું સ્થાનાંતરણઃ- બપોરની ગરમીમાં ધાબું એટલું તપી જાય છે કે તેના પર પાપડ શેકી શકાય. એટલે સાંજે ૬ વાગ્યા પછી ઘરના પુરૂષો પાઈપ લઈને ધાબા પર ચડી જાય છે. ધાબા પર પાણી છાંટવાનો આ આખો પ્રોગ્રામ કોઈ ધાર્મિક વિધિથી ઓછો નથી હોતો.
રાત્રે જ્યારે રૂમની અંદર પંખો બળબળતી હવા ફેંકતો હોય, ત્યારે આખો પરિવાર ગાદલા, ચાદર અને ઓશીકા લઈને ધાબા પર 'હિજ્રત' કરે છે. ધાબા પર સુવાનો પણ એક અલગ જ રોમાંચ છે. બાજુવાળાના ધાબા પર કોણ સૂતું છે, કોણ નસકોરાં બોલાવે છે, અને કઈ બિલાડી ક્યાં કૂદી... આ બધી લાઈવ કોમેન્ટ્રી સાથે ઊંઘવાની જે મજા છે, એ ફાઈવ સ્ટાર હોટેલના એસી રૂમમાં પણ નથી મળતી.
૨. સ્કૂટર અને બાઇકના આસનો પર 'ગોદડા પ્રથા':- ઉનાળામાં બપોરે ટુ-વ્હીલર પાર્ક કર્યું હોય અને બે કલાક પછી જો તમે ભૂલથી પણ સીધા તેના પર બેસી ગયા, તો સમજી લો કે 'તત્કાલ મોક્ષ' નક્કી છે! બાઇકની સીટ એટલી ગરમ હોય છે કે માણસ બેસતાની સાથે જ અડધો ફૂટ હવામાં ઉછળે છે.
આના ઇલાજ માટે આપણી સોસાયટીઓમાં અદ્ભુત જુગાડ જોવા મળે છે. લોકો બાઇકની સીટ પર જાડા ટુવાલ, જૂની કોથમીરોની ગૂણ, અથવા ખાસ બનાવેલા કોટનના કવર લગાવે છે. કેટલાક તો બાઇક પર બેસતા પહેલાં તેના પર પાણીની આખી બોટલ ખાલી કરે છે. સીટમાંથી વરાળ નીકળે અને પછી જ માણસ એના પર બેસે જાણે કોઈ સ્પામાં સ્ટીમ બાથ લઈ રહૃાો હોય!
૩. ગૃહિણીઓનો 'નિનજા લુક':- બપોરના સમયે જો તમે શાકભાજી માર્કેટમાં જાઓ, તો તમને એવું લાગે કે તમે કોઈ બીજા જ ગ્રહ પર આવી ગયા છો. ગરમીથી બચવા માટે આપણી બહેનો-માતાઓ જે ડ્રેસિંગ કોડ અપનાવે છે, તેને 'નિનજા ટેકનિક' કહી શકાય.
માથાથી લઈને છેક ગળા સુધી મોટો દુપટ્ટો એવી રીતે બાંધ્યો હોય કે માત્ર બે આંખો જ દેખાય. હાથમાં છેક ખભા સુધીના મોજા પહેર્યા હોય અને આંખો પર કાળા ચશ્મા. આ લુક જોઈને ઘણીવાર બેંકના સિક્યોરિટી ગાર્ડ પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ ગ્રાહક છે કે લૂંટારૂ! પણ ભાઈ, સ્કીન ટેનિંગથી બચવા માટે આનાથી ઉત્તમ કોઈ જુગાડ નથી.
ઉનાળામાં ઘરના ફ્રિજની હાલત પણ જોવા જેવી હોય છે. ફ્રિજ ખોલો એટલે શાકભાજી રાખવાની જગ્યાએ પણ પાણીની બોટલો ગોઠવાયેલી હોય. ઘરમાં એક વણલખાયેલો નિયમ હોય છેઃ ''જે બોટલ ખાલી કરશે, એ જ ભરીને પાછી મૂકશે.''
જો કોઈ ભૂલથી ખાલી બોટલ ફ્રિજમાં મૂકી દે, તો ઘરમાં 'મહાભારત' સર્જાઈ શકે છે. વળી, તરસ છિપાવવા માટે પાડોશીના ઘરેથી બરફ માંગવા જવાની જે પરંપરા છે, એ આપણી સામાજિક એકતાનું પ્રતીક છે. પાડોશી પણ એક વાટકો બરફ આપે ત્યારે એવો ભાવ લાવે છે જાણે સોનાનું બિસ્કિટ દાનમાં આપી રહૃાા હોય! ગમે તે કહો, ઉનાળો આપણને શિસ્ત અને સમાનતા શીખવે છે. ગરીબ હોય કે અમીર, બપોરે બે વાગ્યે લૂ (ગરમ પવન)તો બધાને સરખી જ લાગે છે.
ઋતુઓ તો આવતી-જતી રહેશે, લાઈત બિલ પણ આવતા રહેશે. પણ આ ગરમીમાં જો સાચો ટાઢોડું મેળવવો હોય, તો સાંજે સોડાની દુકાને જઈને, એક 'ડબલ લીંબુ સોડા' મારી લેવી. એ સોડાના પહેલા ઘૂંટડા સાથે જે તૃપ્તિ મળે છે ને સાહેબ... એની સામે દુનિયાના તમામ એસી ફેઈલ છે!
માટે, ગરમીથી ગભરાશો નહીં. બોટલો ભરતા રહો, ધાબા પર પાણી છાંટતા રહો, અને બિલ આવે ત્યારે આંખો બંધ કરીને ઓમ શાંતિ... શાંતિ...નું રટણ કરતા રહો!
વિચારવાયુઃ હોર્મુઝની ખાડી ખુલવાની છે. કદાચ ટાઢકનો અહેસાસ થશે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કહેવાય છે કે ભારતમાં બે જ વસ્તુ ગમે ત્યારે આવી શકે છેઃ એક, ચોમાસામાં વરસાદ (ભલે હવામાન ખાતું ના પાડે) અને બીજા, લગ્નના વેવાઈ બનવા નીકળેલા મહેમાનો! ઉંમરલાયક ચુનિયાના ઘરમાં પણ શનિવારની ગુલાબી સાંજે આવો જ એક ચમત્કાર થયો.
દરવાજો ખખડ્યો અને ચુનિયાના પિતાજીએ દરવાજો ખોલ્યો. સામે બે સજ્જનો હાથમાં સરકારી લુકવાળી ફાઈલો અને ચહેરા પર ગંભીરતા લઈને ઊભા હતા. બાપાએ એમના ચહેરાના ભાવ અને હાથની ફાઈલો જોઈને મનોમન ગણિત માંડી દીધુુું.
''બસ, આ નક્કી ચુનિયા માટે કન્યાના પિતા અને મોટાભાઈ જ છે!''
પછી તો ઘરમાં જે આગતા-સ્વાગતા શરૂ થઈ, તેનાથી ઈન્દ્રાસન પણ ડોલી જાય.
સવાલોની ઝડી અને ચુનિયાના સપનાની ઉડાન
મહેમાનો સોફા પર ગોઠવાયા. એમણે ચશ્મા સરખા કરીને પૂછ્યું, ''મકાન તમારૃં પોતાનું છે?''
રઘલાએ છાતી ગજગજ ફુલાવીને કહૃાું, ''હા જી, આપણા દાદાના વખતનું છે, પણ હમણાં જ નવું કલરકામ કરાવ્યું છે!''
મહેમાનનો બીજો સવાલ આવ્યોઃ ''ઘરમાં એસી કેટલા છે?''
ચુનિયાએ ઓરડાની પાછળથી જ માથું ધુણાવીને ઈશારો કર્યો. બાપાએ તુરંત જ કહૃાું, ''બે છે સાહેબ, અને ત્રીજું ચુનિયાના રૂમમાં લગાડવાનું વિચારીએ છીએ. છોકરાને ગરમી બહુ લાગે!''
''રૂમ કેટલા છે? વાહન કયું વાપરો છો? ઘરમાં કોમ્પ્યુટર કે લેપટોપ છે?'' સવાલોનો સિલસિલો ચાલતો રહૃાો.
ચુનિયો તો અંદરના રૂમમાં અરીસા સામે ઊભો રહીને માથાના વાળ સરખા કરવા લાગ્યો. એના મનમાં શરણાઈઓ વાગવા માંડી હતી. એણે મનોમન વિચારી લીધું કે છોકરી નક્કી હાઈ-ફાઈ ઘરની લાગે છે, એટલે જ પિતાજી આટલી બારીકાઈથી 'પ્રોપર્ટી'ની તપાસ કરી રહૃાા છે. ચુનિયાએ તો મનોમન હનીમૂનનું બુકિંગ પણ સ્વિટ્ઝર્લેન્ડ કરવું કે શિમલા એના પ્લાન ઘડી નાખ્યા!
ચા, નાસ્તો અને 'કન્યા'ની ભણતર-કથા
બાપાએ રસોડામાં જઈને બાને ઓર્ડર આપ્યો, ''એ સાંભળે છે? ચામાં એલચી-આદુ બરાબર નાખજે. અને ઓલા કાજુ-બદામવાળા બિસ્કિટ કાઢ. ઘરાક બહુ મોટું છે!''
ટેબલ પર ગરમાગરમ ચા, મમરા, વેફર અને પેંડા ગોઠવાઈ ગયા. મહેમાનોએ પણ કોઈજાતના સંકોચ વગર નાસ્તા પર ન્યાય આપવાનું શરૂ કર્યું. ચુનિયો આછું મલકાતો મલકાતો સોફાની બાજુમાં આવીને બેસી ગયો. મહેમાનોએ એની સામે જોયું, પણ કંઈ પૂછ્યું નહીં, બસ ફાઈલમાં ટપકાં કરતા રહૃાા.
બધો નાસ્તો પતી ગયો, ચાની છેલ્લી ચુસ્કી લેવાઈ ગઈ એટલે રઘલાથી હવે રહેવાયું નહીં. એમણે અત્યાર સુધી દબાવી રાખેલો અસલી સવાલ બહુ જ મીઠાશ અને ભાવથી પૂછ્યોઃ
''બધું તો ઠીક સાહેબ, પણ આપણી કન્યા શું ભણી છે?''
સોફા પર એક ક્ષણ માટે સ્મશાન શાંતિ છવાઈ ગઈ. બંને મહેમાનોએ ચાનો કપ ટેબલ પર મૂક્યો, એકબીજાની સામે જોયું અને પછી રઘલા સામે જોઈને બોલ્યાઃ
''અરે ભાઈ સાહેબ! કઈ કન્યા? અમે તો વસ્તી ગણતરીવાળા છીએ!!!''
આ સાંભળતાં જ ચુનિયાના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું! સ્વિટ્ઝર્લેન્ડના બરફના પહાડો પીગળીને પાણી-પાણી થઈ ગયા. બાપાના હાથમાંથી ચાની રકાબી છૂટતા છૂટતા બચી. જે મહેમાનોને એ 'વેવાઈ' સમજીને કાજુ-બદામ ખવડાવતા હતા, એ તો સરકારી આંકડા ભેગા કરવા વાળા નીકળ્યા!
આ તો થઈ ચુનિયાના ઘરની વાત, પણ વસ્તી ગણતરીવાળા જ્યારે સોસાયટીઓમાં ફરે છે ત્યારે એવા એવા કિસ્સા બને છે કે હસવું રોકી શકાતું નથી.
આવો જ એક બીજો કિસ્સો બાજુની ગલીમાં રહેતા કાનજીભાઈના ઘરે બન્યો. કાનજીભાઈ નિવૃત્ત થઈને ઘરે બેઠા-બેઠા સાંજે પાડોશના ટ્યુશનના બાળકોને ભણાવે. સોસાયટીના ૧૦-૧૨ ટાબરિયાં કાનજીભાઈના હોલમાં ગોદડાં પાથરીને ભણવા બેઠેલા.
બરાબર એ જ સમયે વસ્તી ગણતરીના અધિકારીઓ ફાઈલ લઈને ધબધબ કરતા ઘરમાં ઘૂસ્યા. ઘરમાં બાળકોની ભીડ જોઈને અધિકારીની આંખો પહોળી થઈ ગઈ. એમણે ચશ્માના કાચ સાફ કર્યા અને કાનજીભાઈને પૂછ્યું: ''આ બધા તમારા જ છે?''
કાનજીભાઈ ગણિતના દાખલા ગણાવવામાં એટલા મશગૂલ હતા કે એમણે પાછળ જોયા વગર જ કહી દીધું, ''હા, આ બધા મારા જ છે. રોજ સાંજે અહીં જ આવીને ધામા નાખે છે. આ મોટો છે એ બહુ તોફાની છે, અને ઓલી નાની છે એ બહુ હોશિયાર છે!''
અધિકારી તો ગંભીર થઈ ગયા! એમણે દેશના વસ્તી વધારાના સંકટ પર મનોમન એક મોટું ભાષણ તૈયાર કરી નાખ્યું. એમણે ફટાફટ ફોર્મ ખોલ્યું અને કાનજીભાઈના નામે 'કુલ સંતાનોની સંખ્યાઃ ૧૨' લખી નાખી!
જો કાનજીભાઈના પત્નીએ સમયસર આવીને ચોખવટ ના કરી હોત કે, ''અલ્યા ભાઈ, આ તો ટ્યુશનના બાળકો છે, આપણા તો બે જ છે જે અમેરિકા સેટલ છે!'' તો કાનજીભાઈને સરકાર તરફથી 'વસ્તી વધારા બદલ' વિશેષ એવોર્ડ મળી ગયો હોત!
જ્યારે આ લોકો પૂછે કે 'ઘરમાં ગાડી છે?' ત્યારે લોકો ટેક્સ બચાવવા કે સરકારી સબસિડી મેળવવા માટે એવી એક્ટિંગ કરે છે કે જાણે એમના જેવું ગરીબ દુનિયામાં કોઈ નથી. ''ના સાહેબ, ગાડી તો શું, સાયકલમાંય પંચર છે!'' (ભલે બહાર બ્રાન્ડ ન્યૂ સ્કોડા ઊભી હોય!)
કેટલાક ઘરોમાં તો વસ્તી ગણતરી વખતે પાડોશીના છોકરાઓ પણ રમતા રમતા આવી જાય, તો ઘરના વડીલો એમને પણ પોતાના ગણાવી દે છે, જેથી રેશનકાર્ડમાં કદાચ બે કિલો અનાજ વધારે મળે!
ચુનિયાના ઘરેથી જ્યારે વસ્તી ગણતરીવાળા અધિકારીઓ ફાઈલ બંધ કરીને ઊભા થયા, ત્યારે ચુનિયાએ દિલ તૂટ્યાના દર્દ સાથે પૂછ્યું, ''સાહેબ, તમારી ફાઈલમાં કોઈ કન્યાની વિગત હોય તો આપતા જાવ ને, અમારે ગણતરી સરખી થઈ જાય!''
અધિકારીએ હસીને કહૃાું, ''ભાઈ, અમે માણસો ગણીએ છીએ, માંડવા નથી રોપતા!''
એટલે જ કહેવાય છે કે,
વિચારવાયુઃ જ્યારે પણ ઘરે કોઈ અજાણ્યા મહેમાન આવીને તમારા ઘરની સુખ-સાહેબીના સવાલો પૂછે, ત્યારે બહુ રાજી ન થવું. કાં તો એ વસ્તી ગણતરીવાળા હશે, કાં ઈન્કમટેક્સવાળા.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કહેવત છે ને કે 'નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા...' પણ અમુક નામ એવા હોય છે જે તમારા મનમાં એવા ભ્રમ પેદા કરે કે જ્યારે હકીકત સામે આવે ત્યારે ભૂકંપ આવી જાય!
મારી સાથે પણ કંઈક આવું જ થયું. વાત એમ હતી કે મારા ડાયાબિટીસના આંકડા થોડા દિવસથી સેન્સેક્સની જેમ ઉપર-નીચે થઈ રહૃાા હતા. ઘરમાં પત્નીએ અલ્ટીમેટમ આપી દીધું, ''આમ ખાંડ ખાધા કરશો તો એક દિવસ ખાટલા ભેગા થઈ જશો, ચાલો કાલે જ ડોક્ટરને બતાવી આવીએ.''
મેં પૂછ્યું, ''કોણ ડોક્ટર?''
પત્નીએ સ્માર્ટફોનમાં જોતાં જોતાં કહૃાું, ''ડોક્ટર ક્રિષ્ના! બહુ ફેમસ ડાયાબિટીલોજિસ્ટ છે.''
બસ, 'ક્રિષ્ના' નામ સાંભળતાં જ મારા મનમાં ગલગલીયા થવા માંડ્યા! મારા મગજે તરત જ ધારણાંઓનો ઘોડો દોડાવ્યો. ડોક્ટર ક્રિષ્ના... એટલે નક્કી કોઈ સૌમ્ય, શાંત, અને ટીવી સિરિયલોમાં આવે તેવી સ્માર્ટ લેડી ડોક્ટર, જે એપ્રન પહેરીને, ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવીને, એકદમ મધુર અવાજે મને કહેશે, ''જુઓ ભાઈ, મીઠાઈ બંધ કરી દો.'' આવી કલ્પના માત્રથી મારો અડધું ડાયાબિટીસ તો ત્યાં જ કંટ્રોલમાં આવી ગયું! પેશન્ટ તરીકે મારો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો. મને રોગ મટાડવામાં જેટલો રસ હતો, એનાથી બમણો રસ ડોક્ટર ક્રિષ્નાને જોવામાં જાગ્યો હતો.
તેમના આસિસ્ટન્ટ છે કિરણ. મનમાં ફરી એક રોમાંચક આંચકો આવ્યો પગારનો પગાર તો છે જ બોનસ પણ છે.
મારા રોમેન્ટિક મગજે એ વખતે વાસ્તવિકતાનો વાયર કાપી નાખ્યો હતો.
બપોરના ત્રણ વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. અમિતાભ બચ્ચન હોય તો પણ અમે રાજકોટવાળા બપોરે મળવા ના જઈએ. પરંતુ અહીં તો વાત જ જુદી હતી. સામાન્ય રીતે કાર્યક્રમ હોય ત્યારે જ અમે સ્પ્રે કરીએ પરંતુ આજે તો ઘરવાળી એ પણ કહી દીધું કે ''ડોક્ટરને દેખાડવા જવાનું છે લગ્નમાં નહીં.'' ઉનાળામાં પરસેવાનું બહાનું કાઢી વાત વાળી લીધી.
અમે હોસ્પિટલ પહોંચ્યા. નામ નોંધાવીને વેઈટિંગ એરિયામાં બેઠા. મારૃં દિલ ધક-ધક કરી રહૃાું હતું (ડાયાબિટીસના કારણે નહીં, ઉત્સાહના કારણે!). આખરે અમારો નંબર આવ્યો. પત્ની આગળ અને હું એની પાછળ ધીમેથી ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસ્યો.
મેં જેવી નજર સામે કરી, મારો અડધો ઉત્સાહ ત્યાં જ ફૂશ... થઈ ગયો!
સામેની ખુરશી પર સાડા છ ફૂટના, પહાડ જેવા, ભરાવદાર મૂછોવાળા અને સહેજ ટાલવાળા એક ભવ્ય પુરૂષ બેઠા હતા! એમનું કદ જોઈને મને એમ લાગ્યું કે આ ડાયાબિટીસના ડોક્ટર છે કે પછી કુસ્તીના રેફરી?
પણ મેં મનને મનાવ્યું. અરે, આ તો અસિસ્ટન્ટ હશે! આજના જમાનામાં મોટા ડોક્ટરો સીધા ક્યાં મળે છે? પેલા હિન્દી પિક્ચરોમાં આવે ને, એમ આ જુનિયર ડોક્ટર હશે, જે બધી હિસ્ટ્રી લેશે, ફાઈલ બનાવશે અને પછી આપણને મેઈન ડોક્ટર 'ક્રિષ્ના મેડમ' પાસે મોકલશે.
પેલા મૂછાળા ભાઈએ ગંભીર અવાજે પૂછ્યું, ''હાં, બોલો, શું તકલીફ છે?''
મેં નમ્રતાથી મારી ફાઈલ એમના હાથમાં આપી. એમણે મારા રિપોર્ટ્સ જોયા, ચશ્મા સરખા કર્યા, કોમ્પ્યુટરમાં કંઈક ટાઈપ કર્યું. પછી મારી સામે જોઈને પૂછ્યું, ''ગળ્યું બહુ ખાઓ છો?''
મેં પત્ની સામે જોઈને ખોટું હસતાં હસતાં કહૃાું, ''ના રે સાહેબ, એ તો ક્યારેક જ...'' પત્નીએ તરત જ મારી પોલ ખોલી, ''સાહેબ, આ આખો દિવસ ફ્રીઝ ખોલીને પેંડા ચોરે છે!''
પેલા મૂછાળા ભાઈએ કડક નજરે મારી સામે જોયું. મને થયું, 'ભાઈ તું ગમે તેટલો ગરમ થા, મારે તો તારી પાછળ બેસતા મેઈન ડોક્ટર ક્રિષ્નાને મળવું છે.' બધી વિધિ પૂરી થઈ ગઈ. એમણે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને ફાઈલ બંધ કરી.
હવે મારો ધીરજનો ઘડો છલકાઈ રહૃાો હતો. બધી વિધિ પૂરી થઈ ગઈ પણ 'મેડમ' હજુ કેમ ન આવ્યા? આ અસિસ્ટન્ટ પોતે જ બધું પતાવી દેશે તો મારો ઉત્સાહ એમનેમ એક્સપાયર થઈ જશે!
મેં હિંમત ભેગી કરી, ગળું ખોંખાર્યું અને એકદમ ભોળા થઈને પૂછ્યું, ''સર, બધી વિધિ તો પતી ગઈ... પણ પેલું, ડોક્ટર ક્રિષ્નાને પણ મળીને જ જઈએ ને? એમની અપોઈન્ટમેન્ટ હતી આપણી.''
ચેમ્બરમાં એક સેકન્ડ માટે પિન-ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું.
પેલા મૂછાળા ડોક્ટરે ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતાર્યા. મારી સામે એવી રીતે જોયું જાણે હું મંગળ ગ્રહ પરથી આવ્યો હોઉં. પછી એમણે પોતાની છાતી પર હાથ મૂક્યો, મૂછો પર વળ દીધો અને ખડખડાટ હસતા અવાજે બોલ્યાઃ
''ભલા માણસ, હું જ ડોક્ટર ક્રિષ્ના મોરી...!'' આ સાંભળતાં જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ! મારા મનમાં જે રોમેન્ટિક કલ્પનાઓનો કાચનો મહેલ હતો, એના પર જાણે કોઈએ બુલડોઝર ફેરવી દીધું! હિમાલયની ટોચ પરથી મારો ઘા થયો હોય એવો જોરદાર આંચકો લાગ્યો! ડોક્ટર 'ક્રિષ્ના' એટલે કોઈ ગોપી નહીં, પણ આખેઆખા 'દ્વારકાધીશ' જેવા કદાવર પુરૂષ નીકળ્યા! મારી પત્ની તો પોતાનું હસવું રોકવા માટે મોઢા પર પાલવ દબાવીને બેસી ગઈ. મારી હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી.
ડોક્ટર ક્રિષ્ના મોરી એકદમ માયાળુ અને રમુજી સ્વભાવના હતા. મારો ઉતરી ગયેલો ચહેરો જોઈને એ સમજી ગયા કે મારા મનમાં શું ચાલતું હતું. એ હસતાં હસતાં બોલ્યા, ''ભાઈ, તમારા જેવા ઘણા પેશન્ટ્સ 'ક્રિષ્ના' નામ વાંચીને ગુલાબી સપના જોતા જોતા આવે છે, પણ અહીં આવ્યા પછી મારી મૂછો જોઈને એમનો ડાયાબિટીસ અડધો તો એમ જ ગાયબ થઈ જાય છે! નામમાં શું રાખ્યું છે, કામ જુઓ કામ!'' મેં શરમાતાં શરમાતાં કહૃાું, ''ના સાહેબ, એ તો મને એમ કે...''
''કંઈ વાંધો નહીં,'' ડોક્ટરે હસીને ટેબલ પર હાથ પછાડતા કહૃાું, ''આજથી તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની જવાબદારી આ 'ક્રિષ્ના'ની. પણ શરત એટલી કે માખણ અને મિશ્રી બંધ કરવા પડશે, હું તો કાનો છું એટલે માખણ ખાવું મને પોસાય, તમને નહીં!''
એમની આ હાસ્ય સભર પંચ લાઈન સાંભળીને ચેમ્બરમાં અમે બધા ખડખડાટ હસી પડ્યા. જે ટેન્શન સાથે હું હોસ્પિટલ ગયો હતો, તે બધું જ હાસ્યમાં ઓગળી ગયું.
ઘેર પાછા આવતી વખતે આખી રસ્તે મારી પત્ની મારી ખેંચતી રહી, ''કેમ, કેવા લાગ્યા ડોક્ટર ક્રિષ્ના? આવ્યા ગલગલીયા?'' મેં કાન પકડ્યા કે ભાઈ, હવે પછી કોઈપણ જગ્યાએ જતાં પહેલાં નામ પાછળ 'ભાઈ' છે કે 'બેન' એની પાકી તપાસ કરી લેવી!
નામના ભ્રમમાં જીવવું કેટલું ભારે પડી શકે છે એ મને એ દિવસે સમજાયું. પણ હા, ડોક્ટર ક્રિષ્ના મોરીના એ હાસ્ય અને પોઝિટિવિટીના કારણે મારો ડાયાબિટીસ ખરેખર કંટ્રોલમાં આવી ગયો છે. છેવટે, હાસ્ય એ જ સૌથી મોટી દવા છે, પછી ભલે એ હિમાલયની ટોચ પરથી થયેલા ઘા પછી જ કેમ ન મળી હોય!
વિચારવાયુઃ- શીતલ, ક્રિષ્ના, કિરણ.... લિસ્ટ બનાવી રાખો. ખબર તો પડે કોણ કોણ આશાના મીનારા તોડી શકે છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અચાનક રસોડાનું 'ગુપ્ત સંગઠન' રસ્તા પર આવ્યું! ગઈકાલે રાત્રે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે મારા ઘરના રસોડાના ઓટલા નીચે, ડાર્ક રૂમમાં એક ઐતિહાસિક ઘટના ઘટી રહી હતી.
સામાન્ય રીતે રાત્રે બે-ત્રણ વાગ્યે પાણી પીવા જઈએ ત્યારે એકાદ-બે વંદા 'હાય-હેલ્લો' કરીને ફ્રીજની પાછળ સંતાઈ જતા હોય છે. પણ ગઈકાલે તો દૃશ્ય જ અલગ હતું. રસોડાના પ્લેટફોર્મ પર જાણે આંતરરાષ્ટ્રીય મહાસંમેલન ભરાયું હતું!
હા, તમે સાચું વાંચ્યું. એ હતી 'અખિલ બ્રહ્માંડ વંદા મહાસભા'ની વાર્ષિક જનરલ મિટિંગ. વિષય હતોઃ ''બળાપો અને ભવિષ્યની રણનીતિ.''
વિશ્વના ખૂણે-ખૂણેથી વિવિધતામાં એકતાના દર્શન સ્વરૂપ મૂછુ ફરકાવતા વંદાઓ ભેગા થયા હતા. રસોડાની સિંકના હોલમાંથી, ગેસના સિલિન્ડર પાછળથી અને બાથરૂમની નાની ગટરના રસ્તેથી દેશભરના વંદાઓ ઉમટી પડ્યા હતા. લોકશાહીનો સાચો નમૂનો અહીં જોવા મળતો હતો.
આટલા તો અહીં હતા પરંતુ સેટેલાઈટ દ્વારા મેટ્રો સિટીના હાઈ-ફાઈ વંદા પ્રમુખ તેઓને માર્ગદર્શન આપી રહૃાા હતા. ધડાધડ સભ્યો બની રહૃાા હતા.
સોસાયટીની ફાઈવ-સ્ટાર ડ્રેનેજ લાઈનમાંથી, એકદમ ચળકતા અને સ્માર્ટ,
ગામડાની નાની ગટરના દેશી વંદા જે કદમાં થોડા નાના પણ ચીવટવાળા અને કડક હતા તે, સોફિસ્ટિકેટેડ વંદા જેઓ રસોડાના મસાલાના ડબ્બા પાછળ રહીને આખી જિંદગી એલચી અને તજની સુગંધ માણી ચૂક્યા હતા તે આમ અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ વિશેષતા ધરાવતા મૂછાળા નાજુક ડરામણા વંદાવો ઘા એ ઘા જોડાવા માંડ્યા.
અમુક વિદેશી ટાઈપના ઊડતા વંદા જેઓ જરાક હવા ભરાય એટલે હેલિકોપ્ટરની જેમ ઊડીને સીધા સડસડાટ સ્ત્રીઓના માથા પર જ લેન્ડિંગ કરવાની કુખ્યાત ક્ષમતા ધરાવતા હતા તેઓ પણ જોડાઈ ગયા. વડા વંદાનું ઐતિહાસિક ભાષણ સાંભળવા જેવું હતું.
સ્ટેજ પર એક મોટો ખાંડનો દાણો મૂકવામાં આવ્યો હતો, જેના પર ઊભા રહીને પ્રમુખ વંદાએ (જેની મૂછો અને દાઢીને કારણે થોડો લઘર વઘર લાગતો હતો. ટુંકમાં હોય તેવો લાગતો હતો) માઈક વગર જ પોતાની તીણી મૂછો હલાવીને ભાષણ શરૂ કર્યું.
''ભાઈઓ અને બહેનો (અને આપણા અસંખ્ય બચ્ચાઓ)...'' પ્રમુખે ગળું ખંખેર્યું, ''આપણે આપણી શક્તિને ભૂલી ગયા છીએ. ડાયનાસોર આવ્યા અને જતા રહૃાા, પણ આપણે હજુ જીવતા છીએ! આપણી તાકાત જુઓ, આ દેશની સરકાર ભલે ગમે તેટલી પાવરફૂલ હોય, પણ સરકાર આખરે તો એક પત્ની જેવી છે. અને પત્ની ગમે તેવી સિંહણ હોય, પણ એક નાનકડા વંદાથી બીવે છે!''
આ વાક્ય સાંભળતા જ આખા રસોડામાં 'ચીં-ચીં' ના અવાજો સાથે તાળીઓનો ગડગડાટ થઈ ગયો. ચારે બાજુ મૂછો ફરકવા મંડી. બે-ત્રણ ઉત્સાહી જુવાનિયા વંદા તો ગેસના લાઈટર પર ચડીને નાચવા લાગ્યા.
પ્રમુખે આગળ વધતાં કહૃાું, ''તમે વિચારો, જે ઘરમાં પત્ની સિંહણ બનીને ફરે છે, ત્યાં આપણી એન્ટ્રી થતાં જ સિંહણ સોફા પર ચડીને ચીસો પાડે છે અને આખો આલીશાન બંગલો માથે લે છે. આપણા એક ઈશારે આખી માનવજાત કૂદાકૂદ કરવા લાગે છે. આ આપણો પાવર છે!''
આપણો મુખ્ય એજન્ડા છે 'માત્ર પત્ની જ નહીં, આખું જગત ડરવું જોઈએ'
જોકે, પ્રમુખ વંદાના આ આત્મસંતોષ સામે વિરોધ પક્ષના નેતા (જે ગટરના પાઈપમાંથી સીધો આવ્યો હતો અને થોડો કાળો-પીળો હતો) એ વાંધો ઉઠાવ્યો. એણે પાંખો ફફડાવીને કહૃાું:
''પ્રમુખ સાહેબ, આ તો અધૂરી જીત છે. માત્ર પત્નીઓ ડરે એનાથી આપણું પેટ નહીં ભરાય. અમારો એજન્ડા સ્પષ્ટ છે. આ દેશના પુરૂષો, બાળકો અને ખાસ કરીને પેલા કાળા કલરના હિટ સ્પ્રેવાળા લોકો પણ આપણાથી ડરવા જોઈએ!'' અને જે ઘરમાં પત્ની ન હોય પુરૂષ એકલો હોય તેને ડરાવવા માટે શું કરવું તે પણ ફોડ પાડો.
વિપક્ષના નેતાએ પોતાની માગણીઓનું લિસ્ટ રજૂ કર્યું, જે ખરેખર હસવા જેવું પણ વિચારવા જેવું હતું.
ચોખ્ખી જગ્યાઓમાં અનામતની માગણી કરી કહૃાું ''વંદાઓને માત્ર કચરાપેટી કે ગંદી નાળીઓમાં જ કેમ રહેવું પડે? લિવિંગ રૂમના કાચના ટેબલ પર, ડાઇનિંગ ટેબલ પર અને બેડરૂમના એસીના વેન્ટમાં પણ વંદાઓને સન્માનજનક સ્થાન મળવું જોઈએ.''
હિટ સ્પ્રે પર વિરોધ પ્રગટ કરતા એક જ સુરે વંદાઓએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને કેમિકલ વેપન્સ (રાસાયણિક હથિયારો) વાપરવા બદલ માણસો સામે કેસ કરવો જોઈએ. આ સ્પ્રે નૈતિકતાની વિરૂદ્ધ છે! રસોડામાં ડે-નાઈટ શિફ્ટ માણસો માત્ર રાત્રે જ રસોડું ખાલી કરે છે, જે ખોટું છે. દિવસે પણ બે-ત્રણ કલાક 'વંદા કરફ્યુ' જાહેર થવો જોઈએ જેથી તેઓ શાંતિથી લંચ લઈ શકે. આવી રજૂઆત પણ કરી.
ભાષણો પત્યા પછી 'વંદા સંગઠન' દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બે ઊડતા વંદાઓએ 'હવામાં પ્રગટ થવું અને અચાનક ગાયબ થઈ જવું' વિષય પર લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. સભાના અંતે ભવ્ય રાત્રિભોજનનું આયોજન હતું, જેમાં મેનૂમાં હતું, ગઈકાલની વધેલી દાળના ટીપાં, પ્લેટફોર્મ પર વેરાયેલી ખાંડની ચાસણી અને સિંકમાં પડેલી એંઠી થાળીઓનો અમૂલ્ય રસ! એકાદ બે પિઝાના બટકા, ચાલો તેમને જમવા દયો.
એક બુદ્ધિ જેવી લેખક તરીકે આ તમામ વંદાઓને એક ખુલ્લો પત્ર પાઠવું છું.
પ્રિય વંદાઓ,
તમે ભલે એમ માનતા હો કે તમારાથી પત્નીઓ ડરે છે, પણ વાસ્તવમાં એ ડર નથી, એ તિરસ્કાર છે! અને હા, જ્યારે પત્ની તમારાથી ડરીને ચીસ પાડે છે, ત્યારે અમારે (પુરૂષોએ) વધ કરવો પડે છે. અમારે હાથમાં ચંપલ લઈને રસોડાના ખૂણે-ખૂણે ઓપરેશન ચલાવવું પડે છે. તમારી લડાઈમાં વગર વાંકે અમારૃં બીપી વધી જાય છે. તમે ગમે તેટલી સભાઓ ભરો, ગમે તેટલા ઠરાવો પસાર કરો, પણ યાદ રાખજો જ્યાં સુધી ભારતીય ગૃહિણીના હાથમાં કચરા-પોતું, સાવરણી અને 'હિટ' ની બોટલ છે, ત્યાં સુધી તમારૃં 'રસોડા રાજ' ક્યારેય કાયમી નહીં બને!
વિચારવાયુઃ- લાઈટ થતાં જ વંદા પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને પેલા ઊડતા હેલિકોપ્ટરો બધા જ પોત પોતાનો એજન્ડા ભૂલીને, લોકશાહીના લીરેલીરા ઉડાવીને ફ્રીઝની પાછળ ભાગી ગયા!
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ દેશજોગ સંબોધનમાં ચાર મુદ્દાની ગાઈડલાઈન શું આપી, આખા દેશમાં જાણે દિવાળી અને હોળી એકસાથે આવી ગઈ હોય એવો માહોલ છે.
સામાન્ય રીતે પીએમ કંઈક જાહેરાત કરે એટલે લોકો એટીએમની લાઈનમાં ઊભા રહે કે થાળી વગાડવા ટેરેસ પર પહોંચી જાય, પણ આ વખતે મામલો અલગ છે. સૂચનાઓ કંઈક આવી છેઃ સોનું ન ખરીદો, વિદેશ પ્રવાસ ન કરો, વર્ક ફ્રોમ હોમ કરો અને વાહન ઓછાં ચલાવો.
આ સાંભળીને અર્થશાસ્ત્રીઓ ભલે માથું ખંજવાળતા હોય, પણ મધ્યમવર્ગીય ઘરોમાં જે ખુશીની લહેર દોડી ગઈ છે એ જોવા જેવી છે.
પતિ અને પત્ની બંને ખુશ છે, પણ બંનેના ખુશ થવાના કારણોમાં 'નોર્થ પોલ' અને 'સાઉથ પોલ' જેટલું અંતર છે!
એવું કીધું કે સોનું ન ખરીદો. પહેલીવાર એવું લાગ્યું કે પત્ની ન હોય તો પણ પતિદેવની વ્યથા તે સમજી શકે. પતિદેવના ખિસ્સામાં 'અચ્છે દિન'ની શરૂઆત થઈ.
પુરુષો માટે આ સૂચના એટલે જાણે જેલમાંથી આજીવન સજા ભોગવતા કેદી ને મળેલી મુક્તિ!
લગ્નની વર્ષગાંઠ હોય કે પુષ્ય નક્ષત્ર, સ્ત્રીઓ માટે સોનું ખરીદવું એ એક ધાર્મિક વિધિ છે. પતિ બિચારો જ્વેલર્સના શોરૂમમાં એવી રીતે બેઠો હોય છે જાણે ફાંસીની સજાની રાહ જોતો ગુનેગાર હોય.
હવે પીએમની સૂચના પછી પતિ ગર્વથી કહી શકશે, ''જો ભાગ્યવાન, મારે તો તને હાર લઈ જ આપવો છે, પણ દેશહિતમાં મારે મારી ઈચ્છા દબાવવી પડે છે. આપણે રાષ્ટ્રભક્ત છીએ, સોનું ખરીદીને અર્થતંત્રને નુકસાન ન કરાય!''
વિદેશ પ્રવાસ બંધ કરો. આ સાંભળીને પત્નીઓને થોડો ઝટકો લાગ્યો ખરો, કારણ કે પડોશમાં રહેતી ચાંપલી પિન્કી સ્વિટ્ઝરલેન્ડના ફોટા ફેસબુક પર મુકતી હતી તેને દેખાડી દેવા માટે પણ વિદેશ પ્રવાસ જરૂરી હતો.
''બેબી, માય સોનુ અત્યારે વિદેશ જવું સેફ નથી, વડાપ્રધાને ના પાડી છે. આપણે લોકલ ફરવા જઈશું (એટલે કે બાજુના બગીચે)!'' આવું નિર્ભય બની અને કહી શકાય. વર્ક ફ્રોમ હોમ કરવાનું કહૃાું છે.
આ મુદ્દે સ્ત્રીઓ સૌથી વધુ ખુશ છે. એમને મન 'વર્ક ફ્રોમ હોમ' એટલે પતિદેવનું 'હોમવર્ક'! અત્યાર સુધી પતિ ઓફિસ જઈને શું કરતો હતો એ પત્નીને ક્યારેય ખબર પડતી નહીં. હવે પત્નીને લાગે છે કે પતિ ઘરે રહેશે એટલે શાક સુધારી આપશે.
કચરા-પોતામાં 'ટેકનિકલ આસિસ્ટન્ટ' તરીકે કામ કરશે. બાળકોને ભણાવવાની જવાબદારી લેશે.
સ્ત્રીઓ વિચારે છે કે જો પતિ ૮ કલાક લેપટોપ સામે બેસી શકતો હોય, તો અડધો કલાક કૂકરની સીટી કેમ ન ગણી શકે? ''વર્ક ફ્રોમ હોમ'' એ સ્ત્રીઓ માટે પતિને ''હાઉસબન્ડ'' બનાવવાનો સુવર્ણ અવસર છે.
વાહન ઓછાં ચલાવવાનું કહી લોંગ ડ્રાઈવનો 'ધ એન્ડ' કરાવી દીધો.
રવિવારની સાંજે જ્યારે પત્ની કહેતી કે ''ચલોને ક્યાંક બહાર આંટો મારી આવીએ'', ત્યારે પતિના મગજમાં પેટ્રોલના ભાવના મીટર ફરતા હતા. પીએમની આ સૂચનાએ પતિઓને કાયદેસરનું હથિયાર આપી દીધું છે.
હવે જો પત્ની કહેશે કે લોંગ ડ્રાઈવ પર જઈએ, તો પતિ ગંભીર થઈને કહેશે, ''પ્રિયે, પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા જો. દેશને આપણી જરૂર છે. આપણે ઘરે બેસીને જૂની ફિલ્મો જોઈશું. ચાલ, ચા બનાવ, આપણે વાહન ન ચલાવીને દેશ બચાવીએ!'' લોંગ ડ્રાઈવના નામે થતો પેટ્રોલનો અને આઈસ્ક્રીમનો ખર્ચ બચી ગયો, એની ખુશી પુરૂષના ચહેરા પર છલકાય છે.
આમ જો જોવામાં આવે તો પીએમની એક સૂચનાએ ભારતીય ઘરોમાં શાંતિ સ્થાપી દીધી છે.
પુરૂષો ખુશ છેઃ કારણ કે એમની તિજોરી બચી ગઈ છે.
સ્ત્રીઓ ખુશ છેઃ કારણ કે એમનો 'સાહેબ' હવે ઘરમાં નજર સામે રહેશે અને ઘરકામમાં હાથ બટાવશે (એવી એમને આશા છે!).
જો આ લેખ વાંચ્યા પછી તમારી પત્ની સોનું માંગે, તો ધીમેથી કાનમાં કહી દેજો - ''મોદીજીએ ના પાડી છે!'' (પછી જે થાય એની જવાબદારી લેખકની રહેશે નહીં!)
વિચારવાયુઃ- નેતાઓ દ્વારા થતા ઉદઘાટન ઓન લાઈન થઈ જાય તો? રામનું નામ લ્યો, રામ રાજ્યનું નહીં.
-મિલન ત્રિવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સાહેબ, અત્યારે સૂરજદાદા જે રીતે કોપાયમાન થયા છે ને, એ જોતા લાગે છે કે એમણે ઉપરથી સીધું ગરમી નામના વ્યંજનનું 'તપેલું' ઊંધું વાળી દીધું છે.
તાપમાનનો પારો એટલો ઊંચો ગયો છે કે હવે તો પારો પણ પરસેવે રેબઝેબ થઈને થર્મોમીટરમાંથી નીચે ઉતરી જવાની કોશિશ કરે છે.
આ બળબળતી ગરમીમાં માણસના હાલ એવા બેહાલ થયા છે કે અરીસામાં પોતાનું મોઢું જોવે તો એને એમ થાય કે આ હું છું કે મારા આધાર કાર્ડનો ફોટો?
આધાર કાર્ડના ફોટા વિશે તો એક કહેવત પડી ગઈ છે કે માણસ ગમે તેટલો રૂપાળો હોય, પણ આધાર કાર્ડમાં તો એ 'વોન્ટેડ ગુનેગાર' જેવો જ લાગે.
પણ અત્યારની આ ગરમીએ તો કમાલ કરી દીધી છે. બપોરે બાર વાગ્યા પછી રસ્તા પર નીકળેલા કોઈ પણ ભદ્ર પુરુષ કે સ્ત્રીનું મોઢું જુઓ, એટલે તેમને એસી રૂમમાં લઈ જઈ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય.
ગરમીને લીધે મોઢા પર જે તેલ, પરસેવો અને ધૂળનું મિશ્રણ થાય છે, પરિણામે તમે ગમે તેટલા મોંઘા ફેસવોશ વાપરતા હોવ, પણ ગરમીના પ્રતાપે તમારૃં મોઢું એવું થઈ જાય છે કે તમારા પોતાના પત્ની કે સંતાનો પણ બે મિનિટ વિચારમાં પડી જાય કે, ''આ ઘરમાં કોણ ઘૂસી આવ્યું?''
ગરમીનું હથિયાર કે દેવાદારોનું વરદાન ગણો તેવી બુકાની બહુ કામની.
પેલા ડાકુઓ ગબ્બરસિંહના જમાનામાં મોઢે રૂમાલ બાંધતા, અત્યારે સજ્જન માણસો સૂરજસિંહથી બચવા બુકાની બાંધે છે. રસ્તા પર નીકળો એટલે લાઈનસર બુકાનીધારીઓ નીકળ્યા હોય, જાણે કોઈ ગુપ્ત મિશન પર જતા હોય!
પણ સાહેબ, આ બુકાની પ્રથાનો સૌથી મોટો ફાયદો જો કોઈને થયો હોય, તો એ છે 'ગામના દેણદારો'.
જેમણે આખા ગામનું દેણું કરી નાખ્યું છે, જેમના ઘરે ઉઘરાણીવાળા સવાર-સાંજ આંટા મારે છે, એમના માટે આ વૈશાખ મહિનો 'અમૃતકાળ' સમાન છે. પહેલાં બિચારો દેવાદાર ગલીએ-ગલીએ સંતાતો ફરતો. કોઈ સામે મળે તો નીચું જોઈ જવું પડતું. પણ હવે? હવે તો વટથી બુકાની બાંધીને ઉઘરાણીવાળાની બાજુમાંથી નીકળી જાય તોય પેલો ઓળખી ન શકે!
દૃશ્ય વિચારો
ચુનિયાએ પાંચ લાખનું દેણું કર્યું છે. સામેથી જ એમને વ્યાજે પૈસા આપનાર શેઠના કાનમાં સામેથી પૂછ્યું, ''કેમ શેઠ, ગરમી બહુ છે ને?'' શેઠ બિચારા પરસેવો લૂછતા બોલ્યા, ''હા ભાઈ, બહુ છે, પણ તું કોણ?''
ચુનિયો મનમાં હસતા હસતા બોલ્યો, ''હું તમારો હિતેચ્છુ!''
આ બુકાનીના પ્રતાપે ગામમાં 'ઓળખની કટોકટી' ઊભી થઈ છે. લગ્નમાં જાવ તો વરરાજા સિવાયના બધા બુકાનીમાં હોય, એટલે ખબર જ ન પડે કે કન્યા પક્ષવાળા કયા અને વર પક્ષવાળા કયા!
હવે કોઈને પૂછવાની જરૂર નથી કે તમે ક્યાંથી આવો છો. જેનું મોઢું વધારે લાલ અને આધાર કાર્ડ જેવું હોય, સમજવું કે એ બિચારો બસ સ્ટોપ પર અડધો કલાક ઊભો રહીને આવ્યો છે.
ક્રાઈમ રેટમાં ઘટાડો (કદાચ) થાય છે. પોલીસને પણ તકલીફ છે. સીસીટીવી કેમેરામાં બધા 'બુકાની બાબા' જ દેખાય. ચોર ચોરી કરીને ભાગે અને પોલીસ પકડે, તો ખબર પડે કે એ તો ગરમીથી બચવા રૂમાલ બાંધીને જતો સીધો-સાદો નાગરિક હતો!
પોલીસ તંત્રને થર્ડ ડિગ્રી અપનાવવા કરતા ખાલી કાનમાં ગુનેગારને એટલું કહેવાનું કે ''ગુન્હો કબુલ કરે છે કે બપોરે ત્રણ વાગે પબ્લિક ગાર્ડનમાં લઈ જઈ અને લપસિયા ખવડાવવું?'' નાના મોટા ગુન્હેગારો તો તરત ગુન્હો કબૂલી લે.
બહેનોનો હજારો રૂપિયાનો મેકઅપ ગરમીના બે મિનિટના સ્પેલમાં 'પીગળી'ને ગળા સુધી આવી જાય છે. છેલ્લે લુક તો પેલો આધાર કાર્ડ વાળો જ મળે!
ગરમી તો પડવાની જ, અને સૂરજદાદા એનું કામ કરવાના જ. પણ આ ગરમીમાં જો તમારી પાસે દેણું હોય, તો બુકાની બાંધીને ફરવાનો આનંદ કંઈક અલગ જ છે. બસ, એટલું ધ્યાન રાખજો કે બુકાની ખોલો ત્યારે મોઢું ધોઈ નાખજો, નહીંતર ઘરના કૂતરા પણ ભસવા માંડશે કે આ 'આધાર કાર્ડ' જેવું પ્રાણી ક્યાંથી આવ્યું?
બાકી તો, ઠંડુ પાણી પીવો, બુકાની બાંધો અને મસ્ત રહો.
વિચારવાયુઃ ગરમીમાં આખેઆખો માણસ ઓગળી જાય સિવાય ફાંદ
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતી પંચાંગ મુજબ વૈશાખ મહિનો એટલે સૂર્યનારાયણનું ફૂલ ફોર્મમાં હોવું.
આ મહિનામાં જો તમે ભૂલેચૂકે બપોરે બહાર નીકળો, તો તમને લાગે કે કુદરતે પૃથ્વી પર 'શેકેલા પાપડ' બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પણ ધન્ય છે આપણાં જ્ઞાતિ-જાતિના પંચોને અને મુહૂર્ત કાઢનારા મહારાજોને, જેમને આકરા તાપમાં જ 'લગ્નસરા' દેખાય છે!
વૈશાખમાં લગ્ન કરવા એ કોઈ સામાન્ય સાહસ નથી, એ તો સાક્ષાત 'પરમવીર ચક્ર' મેળવવા જેવું પરાક્રમ છે.
સૌથી વધુ દયા તો પેલા વરરાજા પર આવે. બિચારો સવારથી 'ગ્લો' લાવવા માટે બ્યુટી પાર્લરમાં ઘસાઈને આવ્યો હોય, પણ જેવો એ અસ્તરવાળો, ડાર્ક કલરનો 'થ્રી-પીસ શૂટ' પહેરે એટલે એનું ગ્લોઈંગ મોઢું 'બાફેલા બટાકા' જેવું થવા લાગે. થોડીક વાર તો વરરાજા કેવી રીતે વિચારવા મંડે કે ધોળા મલમલ નો સદરો અને ખાદીનો લેંઘો પહેરીને જ માંડવે જવાય.
તમે કલ્પના કરો, બહાર તાપમાન ૪૪ ડિગ્રી હોય અને વરરાજાએ ઉપર શેરવાની કે જાડો કોટ ચડાવ્યો હોય! અંદર પંખો તો શું, હવા જવાનો પણ માર્ગ ન હોય. વરરાજાના ચહેરા પરના હાવભાવ જોજો, એ પરણવા જતો હોય એવું ઓછું અને સીધો 'ફ્રાઈંગ પેન' માંથી બહાર નીકળ્યો હોય એવું વધુ લાગે. એના મનમાં સતત એક જ વિચાર ચાલતો હોયઃ ''આ લગ્નવિધિ પતે એટલે સીધો આઈસ ફેક્ટરીમાં જઈને સૂઈ જવું છે!''
ઉનાળામાં લગ્ન કરે તો ભલે કરે પરંતુ વરઘોડો કાઢવો ફરજિયાત હોય અને તે વગર લગ્ન માન્ય નહીં થાય તેવો નિયમ હોય તેમ ફરજિયાત વરઘોડો નીકળે એટલે અસલી ખેલ શરૂ થાય.
બેન્ડવાજાવાળા 'નાગિન'ની ધૂન વગાડે એટલે જાનૈયાઓમાં રહેલો 'શેષનાગ' જાગી ઊઠે. ભલે ડામરના રોડ પરથી વરાળ નીકળતી હોય, પણ આપણા જાનૈયાઓ તો એ ગરમ રોડ પર આળોટીને ડાન્સ કરશે.
પગમાં ચામડાના બૂટઃ અંદર જાણે ભઠ્ઠી સળગતી હોય.
ગળામાં ટાઈઃ જાણે ફાંસો આપ્યો હોય એવો અનુભવ.
ખિસ્સામાં રૂમાલઃ જે પાંચ મિનિટમાં ભીનો થઈને 'પોતું' બની જાય.
એમાં પાછો નાગિન ડાન્સ કરતો જાનૈયો જ્યારે રૂમાલ કાઢીને મોઢું લૂછે, ત્યારે અડધો પાવડર અને અડધો પરસેવો ભેગો થઈને એના મોઢા પર 'ગૂગલ મેપ' જેવી આકૃતિઓ બનાવી દે છે.
કન્યા પક્ષની હાલત તો એથીય ગંભીર હોય. કન્યાએ ત્રણ કલાક પાર્લરમાં બેસીને જે 'પેઇન્ટિંગ' કરાવ્યું હોય, તે વૈશાખની લૂ સામે ટકી શકતું નથી. વરરાજો જ્યારે લગ્નમંડપે પહોંચે અને સાસુમા પોંખવા આવે, ત્યારે દ્રશ્ય જોવા જેવું હોય છે.
કન્યા હરખે વરરાજાનું મોઢું જોવા આવે, પણ ત્યાં સુધીમાં તો પરસેવાને કારણે આઈલાઈનર વહીને ગાલ પર આવી ગયું હોય અને લિપસ્ટિક દાંત પર ચોંટી ગઈ હોય. બિચારો વરરાજો એક ક્ષણ માટે તો ગભરાઈ જાય! એને લાગે કે એ કોઈ અજાણી જગ્યાએ, અજાણ્યા લોકો વચ્ચે આવી ચડ્યો છે.
સાસુમા પોંખતી વખતે મનોમન પ્રાર્થના કરતા હોય કે, ''હે ભગવાન, વરરાજો માંડવો છોડીને ભાગી ન જાય તો સારૃં!''
વૈશાખના લગ્નમાં જમણવારમાં ગમે તેટલી વેરાયટી હોય, પણ લોકોની નજર તો માત્ર 'આઈસ્ક્રીમ' અને 'ઠંડા પીણા' પર જ હોય છે. ગુલાબજાંબુ બિચારા ગરમ ચાસણીમાં એકલા અટૂલા પડ્યા હોય છે, કોઈ એને પૂછતું નથી. પણ આઈસ્ક્રીમના કાઉન્ટર પર તો જાણે 'મહાભારત' ખેલાતું હોય!
માણસો પ્લેટ લઈને એવી રીતે તૂટી પડે છે કે જાણે આ આઈસ્ક્રીમ નહીં, પણ અમૃત છે જે પીવાથી એ અમર થઈ જશે.
ખરેખર, જે માણસ ૪૫ ડિગ્રી ગરમીમાં, જાન લઈને જાય, થ્રી-પીસ શૂટ પહેરે, ગરમ ડામર પર નાગિન ડાન્સ કરે અને પછી હસતા મોઢે સ્ટેજ પર ફોટા પડાવે... એને 'વરરાજા' નહીં પણ 'વર-વીર' કહેવો જોઈએ. સરકારને વિનંતી છે કે આવા વરરાજાઓને 'પરમવીર' કે 'અશોક ચક્ર' ન મળે તો કાંઈ નહીં, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક આઈસ પેક અને ઠંડા લીંબુ શરબતનું બોક્સ તો ઈનામમાં મળવું જ જોઈએ!
સ્ત્રીઓ તો એસી હોલમાં ચિલ્ડ વાતાવરણમાં કાળજાળ ગરમી ચીરીને આવતા વરઘોડાની રાહ જોતી મજા કરતી હોય છે.
પરંતુ પુરૂષ માટે એક આશ્વાસન લેવા જેવી વાત એ છે કે વૈશાખ મહિનામાં જેણે લગ્ન કર્યા હોય તેને લગ્ન જીવનમાં ગમે તેટલા વિઘ્નો આવે પરંતુ લગ્ન વખતનું વાતાવરણ યાદ કરે એટલે મોટું વિઘ્ન પણ નાનું લાગે.
વિચારવાયુઃ- પુરૂષોએ લગ્ન જ ન કરાય. સ્ત્રીઓએ કરવા હોય તો ભલે કરે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચારે તરફ અત્યારે યુદ્ધનો માહોલ છે. પરંતુ ગુજરાતીઓ તેમાં પણ મિમ બનાવી આનંદ લે છે.
ટ્રમ્પકાકા એવું કહે છે કે મારા વહાણ નહીં જાવા દ્યો તો હોર્મૂસની ખાડી બુરી નાખીશું.
ગુજરાતી માડુ એમ કહે છે કે કેરીના રસની વાટકીઓ નહીં મળે તો પેટની ખાડી કેમ બુરાશે?
શિયાળામાં શરૂ કરેલ ડાયટિંગ કેરીની સિઝનમાં ડાય-ઇટિંગથી પૂરી થાય છે .
ઓફિસમાં ગ્રીન-ટી પીને સાધુ જેવો દેખાતો હોય, એ જ માણસ એપ્રિલના અંતમાં કેરીના બોક્સ જોઈને પોતાનું તમામ જ્ઞાન વલસાડી હાફુસની જેમ ઓગાળી નાખે છે.
ડાયેટિંગ કરનારા સામે જેવું ટેબલ પર રસનું તપેલું આવે, એટલે માણસના મગજમાં ચાલતું કેલરીનું કેલ્ક્યુલેટર શોર્ટ-સર્કિટ થઈ જાય છે.
એવું લાગે કે જાણે પૂર્વજન્મમાં આપણે કોઈ કેરીના બગીચામાં માત્ર માળી હતા અને આ જન્મમાં એ આજીવન ઉછરેલી કેરીનો બધો રસ વસૂલ કરવાનો છે!
તમે ક્યારેય માર્ક કર્યું છે? કેરીનો રસ પીધા પછી માણસ જ્યારે વજન કાંટો (ઉીૈખ્તરં જષ્ઠટ્ઠઙ્મી) આપણને 'એરર' બતાવે, ત્યારે આપણે મન મનાવી લઈએ છીએ કે, કાંટો બગડી ગયો છે, કેરીમાં તો ફાઈબર હોય એનાથી વજન વધે જ નહીં!
સામાન્ય રીતે કેલરી મેન્ટેન કરવા માટે તેને બાળવી જરૂરી હોય છે એક વાટકી રસ પીવો એટલે અડધી કલાક ચાલવું પડે, પરસેવો પાડવો પડે પરંતુ ચાર-પાંચ વાટકી રસ પેટમાં ઉતરી ગયો હોય અને આંખમાં ચાર પાંચ પેગનો નશો છવાઈ ગયો હોય ત્યારે પથારી સુધી ચાલવામાં પણ કસરત કર્યા જેવું લાગે. નસકોરાની ગાડી ચાલુ કરી સ્વર્ગ સુધી આંટો મારી ત્રણ કલાકની વામકુક્ષીનો આનંદ ગુજરાતીઓ જ લઈ શકે.
પોતે જે ચાર-પાંચ વાટકા રસ ઉલાળ્યો છે તેનાથી ફાંદ ન વધે.
અને પછી તે સાબિત કરવા માટે મરણિયા પ્રયાસો કરે તે રસ કરતા પણ રસપ્રદ હોય છે.
એક ભાઈ કહેશેઃ કેરીમાં વિટામિન-એ હોય, જે આંખો માટે સારૃં. હવે આંખો સારી રાખવા માટે થોડું પેટ વધે તો એમાં શું વાંધો? શરીરના બધા અંગનું એક સાથે ધ્યાન રાખવું શક્ય નથી.
બીજો જ્ઞાની કહેશેઃ કેરી એ ફળોનો રાજા છે, અને રાજાને ના પાડવી એ રાજદ્રોહનો ગુનો ગણાય. આપણે તો દેશભક્ત છીએ!
આમ, જે ડાયેટિંગ ડિસેમ્બરમાં શરૂ થયું હોય, તે મે મહિનામાં મરણપથારીએ હોય છે. રસ પીધા પછી જે ઓડકાર આવે છે, એમાં 'સંતોષ' ઓછો અને 'ડાયેટિંગની હાર'નો અવાજ વધુ હોય છે.
સામાજિક દબાણ અને 'છેલ્લી વાટકી' એને આપણે આગ્રહ કહીએ છીએ.
તમે ગમે તેટલા મક્કમ હો, પણ જો તમે કોઈ ગુજરાતીના ઘરે મહેમાન બનીને ગયા હો અને ત્યાં કેરીનો રસ પીરસાયો હોય, તો તમારૃં ડાયેટિંગ પતી ગયું સમજો. યજમાન એટલા પ્રેમથી આગ્રહ કરશે કે તમને લાગશે કે જો તમે બીજી વાટકી નહીં લો, તો ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોની જેમ આપણી વચ્ચેના સંબંધ બગડી જશે. અરે ભાઈ, આ તો રત્નાગિરીની હાફુસ છે, તાલાળાની કેસર છે. આમાં ખાંડ નથી નાખી! આ વાક્ય દુનિયાનું સૌથી મોટું આશ્વાસન છે. ખાંડ ભલે ન હોય, પણ એમાં રહેલી કુદરતી મીઠાશ તમારા જીમના 'મેમ્બરશિપ કાર્ડ'ને ફાડી નાખવા માટે પૂરતી છે.
સ્વાદ એ જ સત્ય છે.
અંદરો અંદર ઝગડતા વિદેશના નેતાઓને કેરીના રસનું જમણ કરાવો જીભ ઉપર મીઠાશ આવશે અને ઘસઘસાટ ઊંઘ આવશે. યુદ્ધ કરવાના સમયે સૂતા હોય તો શાંતિ સ્થપાઈ જાય.
અંતે એટલું જ કહેવાનું કે ડાયેટિંગ તો આખું વર્ષ ચાલશે, પણ કેરી તો ફક્ત બે મહિના જ રહેવાની છે. કેરીનો રસ પીતી વખતે જો તમે કેલરી ગણવા બેસો, તો એ કેરીનું અપમાન છે. એટલે જ, આ ઉનાળે તમારા ડાયેટ ચાર્ટને કબાટમાં મૂકી દો અને રસની ડોલમાં ડૂબકી લગાવો. કેલરીનું શું છે? એ તો ચોમાસામાં ડોક્ટરની બીકે ઉતરી જશે!
યાદ રાખજો, પૃથ્વી ગોળ છે અને આપણું પેટ પણ જો થોડું ગોળ થાય તો એમાં કુદરત સાથેનું સાનિધ્ય સમજવું!
વિચારવાયુઃ- ડાયેટિંગ એવી વસ્તુ છે જે હંમેશાં 'આવતીકાલ'થી જ શરૂ થાય છે, પણ કેરીનો રસ તો 'અત્યારે જ' પીવાનો હોય છે!
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતી માણસ માટે મોક્ષ મેળવવો કદાચ સહેલો હશે, પણ 'ભાગવત સપ્તાહ'નો વીવીઆઈપી પાસ મેળવવો એ હિમાલય ચડવા જેવું કપરૃં કામ છે.
જેવી સપ્તાહની જાહેરાત થાય એટલે અડધું શહેર અચાનક 'પરિક્ષિત રાજા'ના મોડમાં આવી જાય છે. દરેકને સાત દિવસમાં ઉદ્ધાર જોઈએ છે, પણ શરત એટલી કે ઉદ્ધાર 'એસી ડોમ'માં અને 'સોફા' પર બેસીને થવો જોઈએ!
'કથા' શબ્દને ઉંધેથી વાંચો એટલે 'થાક' વંચાય. ભક્તો માટે કથા અને આયોજકો માટે.....
આજકાલ પાસ મેળવવા માટે જે બહાનાબાજી ચાલે છે, એના પર તો આખું 'બહાના પુરાણ' લખી શકાય એમ છે. આયોજકોની ઓફિસમાં ભક્તો જે રીતે ગતકડાં રજૂ કરે છે, એ જોઈને તો વ્યાસપીઠ પર બેઠેલા મહારાજને પણ વિચાર આવે કે, ''કથા હું કરૃં છું કે આ લોકો?''
સૌથી મોટી મગજમારી તો આ વીવીઆઈપી અને વીઆઈપીના ગ્રેટ ડિવાઈડમાં છે. મંડપમાં પગ મૂકો એટલે ખબર પડી જાય કે ભક્તિનું પણ લેવલ હોય છે.
આયોજકો માટે આ પાસ વહેંચવા એટલે યુદ્ધના મેદાનમાં દારૂગોળો વહેંચવા જેવું કામ છે.
જેની પાસે 'વીઆઈપી' પાસ હોય એ મંડપમાં એવી રીતે પ્રવેશ કરે જાણે પોતે આયોજકોનો ખાસ જમણો હાથ હોય. પણ એ બિચારો જેવો સોફા પર બેસવા જાય ત્યાં જ કોઈ સ્વયંસેવક આવીને કહે, ''ભાઈ, આ વીઆઈપી લાઈન નથી, આ વીવીઆઈપી છે, તમે જરા પાછળની લાઈનમાં પધારો.'' બસ, આ સાંભળતા જ ભક્તનો પિત્તો જાય! ''તમે ઓળખો છો હું કોણ છું? ગયા વર્ષે પોથીયાત્રામાં મેં છત્રી પકડી હતી!'' જાણે છત્રી પકડી એટલે એમને સ્વર્ગમાં પરમેનન્ટ સીટ મળી ગઈ હોય!
ખરૃં ઘમસાણ તો ત્યારે થાય જ્યારે 'વીવીઆઈપી' પાસવાળાના પણ ફાંટા પડે. અમુક પાસ 'સોનેરી' હોય, અમુક 'રૂપેરી' અને અમુક પર 'સીમિત એન્ટ્રી' લખ્યું હોય. જેની પાસે સોનેરી પાસ હોય એ રૂપેરી પાસવાળા સામે એવી રીતે જુએ જાણે પોતે વૈકુંઠમાંથી સીધો ડેપ્યુટેશન પર આવ્યો હોય! આયોજક પાસે જઈને એક ભાઈ દલીલ કરતા હતાઃ ''મારી પાસે વીવીઆઈપી પાસ છે તો મને છેલ્લી લાઈનનો સોફો કેમ આપ્યો? મારે તો મહારાજની પોથી દેખાય એટલા નજીક બેસવું છે!'' હવે ભાઈને કથા સાંભળવી છે કે મહારાજની પોથી પર પડેલા પૂજા સામગ્રીના મેનૂમાં રસ છે, એ રામ જાણે!
પછી આવે છે 'દૂરના સગાઓ'નો વર્ગ. આ લોકો આયોજક સાથે એવો સંબંધ કાઢશે કે આયોજક પોતે ગૂગલ સર્ચ કરવા માંડે. ''અરે ભાઈ, તમારા ફુવાના સાળાની દીકરીના લગ્નમાં આપણે સાથે જમ્યા હતા, યાદ આવ્યું? બસ, એના માટે જ ૫ વીવીઆઈપી પાસ જોઈએ છે. સાસુ-સસરાને કથા સાંભળવી છે.'' હવે આયોજકને એ નથી સમજાતું કે ફુવાના સાળાના સસરા સાથે મારે કયો 'કથા-સંબંધ' છે? પણ પેલો ભાઈ તો પાસ લઈને જ જંપે!
અમૂક ભક્તો સિનિયર સિટીઝન કાર્ડ રમે. મારા ૯૦ વર્ષના દાદીને કથા સાંભળવી છે. બધું પુણ્ય તમને અર્પણ કરીશું પણ તેમને કાને ઓછું સંભળાય છે તો પહેલી હરોળમાં જે સોફા છે તેમાં બેસાડો. મગજમારી કરી અને પાસ લઈ જાય. કથા ચાલુ થાય ત્યારે કુટુંબના બે ત્રણ લોંઠકા જણ પલોઠી મારી અને એ સોફામાં બેઠા હોય.
અમૂક વળી 'વગદાર ભક્તો' હોય છે. એ ઓફિસમાં પ્રવેશતાની સાથે જ મોબાઈલ કાન પર રાખીને કોઈ મોટા નેતા કે અધિકારી સાથે વાત કરતા હોવાનો ડોળ કરશે. ''હા સાહેબ, હું મંડપ પર જ છું. હા, વીવીઆઈપી પાસ લઈ લઉં છું.'' આયોજક બિચારો ફાળ ખાઈ જાય કે જો આને પાસ નહીં આપું તો કાલથી લાઇટનું કનેક્શન કપાઈ જશે!
ગમ્મતની વાત તો એ છે કે...
પાસ માટે આટલી મથામણ કરનાર વ્યક્તિ જ્યારે મંડપમાં પહોંચે, ત્યારે અડધા કલાકમાં તો એને ઘેન ચડવા માંડે છે. કથામાં ધ્યાન રાખવાને બદલે એનું ધ્યાન એમાં હોય છે કે પ્રસાદમાં શું છે?
મંડપમાં ભક્તિ ઓછી અને 'પાસ કમ્પેરિઝન' વધારે થતું હોય. ''તમને લાલ પાસ આપ્યો? મને તો પીળો આપ્યો છે, આયોજકોમાં હજુ વિવેક નથી!''
ખરેખર તો, ભગવાનના દરબારમાં પાસની જરૂર હોતી નથી, ત્યાં તો માત્ર 'ભાવ' જોઈએ. પણ આપણે ત્યાં ભાવ કરતાં 'વટ'નું મહત્ત્વ વધી ગયું છે. છેલ્લે તો એટલું જ કહેવાનું કે, જો તમને પાસ ન મળે તો મુંઝાવું નહીં, છેલ્લી લાઈનમાં બેસીને કથા સાંભળશો તો પુણ્ય કદાચ ડબલ મળશે, કારણ કે ત્યાં 'અહંકાર'નો પાસ જમા કરાવવો પડતો નથી!
અમૂક તો નવા બહાના શોધવા સાઇન્ટીસ્ટ જેટલું મગજ ચલાવે છે. જો તમારી પાસે કોઈ નવું બહાનું હોય તો કહેજો, મારે પણ આવતી કાલ માટે બે વીવીઆઈપી પાસ કઢાવવા છે (કારણ કે મને પણ સોફા વગર 'મોક્ષ' નથી મળતો)!
વિચારવાયુઃ કથામાં આપણે બેસીએ છીએ પણ કથા આપણામાં બેસે છે?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
લગ્નજીવનમાં અમુક પાત્રો એવા હોય છે કે જે પોતે એમ કહે છે કે 'હું મુંગા મોઢે સહન કરૃં છું'. હકીકતમાં તે પાત્રને લોકો મૂંગા મોઢે સહન કરતા હોય છે.
વહુ એમ કહે કે 'હું સાસુને મૂંગા મોઢે સહન કરૃં છું'. સાસુ ઓટલા પરિષદમાં એમ કહે કે 'આ નવી આવેલી ત્રાસ વર્તાવે છે. હું મૂંગા મોઢે સહન કરૃં છું.'
તેવી જ રીતે જમાઈ અને સાસુ નો સંબંધ, સાળા અને બનેવીનો સંબંધ, નણંદ અને ભાભીનો સબંધ... સાલુ કોણ કોને સહન કરે છે અને કોણ કોના પર ત્રાસ વર્તાવે છે તે આજીવન તમે સમજી જ ન શકો. બંનેને અલગ અલગ સાંભળો તો બંને સાચા લાગે. બંનેને સાથે રાખી અને સાંભળો તો બંને મૂંગા મંતર થઇ સામસામે ખો આપે અને કહે કે ''એને પૂછો ને એ શું કરે છે?''
વાસ્તવિકતા એ છે કે એકબીજાનો દાવ લેવાનું ક્યારેય એકબીજા ચૂકતા નથી.
મને આનું સુખદ સમાધાન એ લાગે છે કે બંનેમાંથી એક પાત્ર બહેરૃં હોવું જોઈએ. સાંભળે જ નહીં એટલે સામો જવાબ પણ ન આપે. પરંતુ ક્યારેક આવા બહેરા છે તે અજાણતા જ એવો દાવ લઈ લે કે વાત ન પૂછો.
એક ઘટના યાદ આવે છે. એકવાર એક સસરા બિમાર પડ્યા.
સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ સસરાની બિમારીથી સાચા હ્ય્દયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે.
બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરૂષનો લગ્નસિદ્ધ અધિકાર છે.
સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે..... નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો.
જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો તથા દામાદના કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.
જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે.
પહેલા પૂછવું કે 'દવાથી કંઈ ફરક પડ્યો?'
જવાબ પૂરો થાય એટલે કહેવું કે 'બસ એ જ ચાલુ રાખો.' બીજો સવાલ કરવો કે 'જમવામાં શું લ્યો છો?'
સસરાના હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે...
'તમારા માટે એ જ બરાબર છે.' ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે... 'ક્યા દાક્તરની દવા લ્યો છો ?'
જવાબ મળે એટલે કહેવું કે.. 'એનાથી વધુ અનુભવી કોઈ નથી.'
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.
પ્રથમ સવાલ કર્યો કે 'દવાથી કંઈ ફરક પડ્યો?'
સસરો થોડો ઘરવાળાથી અકળાયેલો હતો અને વળી આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે
'દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.'
એટલે જમાઈ બોલ્યોઃ 'બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.'
જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહૃાા.
જમાઈએ બીજો ઘા કર્યો કે 'શું જમો છો?'
આ વખતે સસરા કાંઈ બોલે તે પહેલા જ સાસુ બોલ્યા
''પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.''
જમાઈ કહે, 'એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.'
હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે....
'આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?'
આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, 'જમરાજાની દવા ચાલે છે.'
અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, 'એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.'
પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાના રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.
મેં જોયું છે કે બહેરા માણસો છે તે લિપ રીડીંગ સારૃં કરી શકે. પરંતુ સામે કોઈ બહેનો બોલતા હોય અને ધારી ધારીને લિપ રીડીંગ કરવા જાય તો તેનો અવળો અર્થ થાય. અને આવા જમાઈ જેવા બહેરા પણ હોય અને અકલમઠ્ઠા પણ હોય તો તેનો કોઈ ઈલાજ નથી.
સાસુ અને વહુ સામસામા આવી જાય ત્યારે હાઇ-વેના નિયમ પ્રમાણે સામેનું વાહન ફૂલ લાઇટ આવતું હોય તો આપણે આપણી લાઈટ ડીમ કરી શાંતિથી બાજુમાંથી નીકળી જવું. આવી વાતને એક સાસુ અને વહુના ઝઘડા વચ્ચે પડી અને કહી એટલે બંને ડાહૃાા ડમરા થઈ અને હા પાડી. મને એમ થયું કે ચાલો પ્રશ્ન પૂરો થયો. હું ઘરે ગયો કે તરત જ ફોન આવ્યો એ જ મગજમારી એટલે મેં સલાહ યાદ કરાવી એટલે સાસુ અને વહુ બંનેએ કહૃાું કે પહેલા લાઈટ ડીમ કોણ કરે તે બાબતનો ઝઘડો છે. પાછા આવો અને તે નક્કી કરાવી જાવ. આને તમે કેમ સમજાવો.
વિચારવાયુઃ- નાનપણમાં આશીર્વાદની જરૂર હતી તો સંબંધી પૈસા દઈને જાતા હતા...
હવે પૈસાની જરૂર છે તો આશીર્વાદ દઈને વયા જાય છે, બોલો....
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કહેવાય છે કે માણસ ગમે તેટલો મોટો શૂરવીર હોય, પણ ઘરે પહોંચતા જ એ 'સોફ્ટવેર અપડેટ' માંગતા મોબાઈલ જેવો થઈ જાય છે. એકદમ હેંગ! જે માણસ ઓફિસમાં સો માણસો પર હુકમ ચલાવતો હોય, એ ઘરે આવીને ''શાકમાં મીઠું ઓછું છે'' એટલું કહેવાની હિંમત પણ એકત્રિત કરી શકતો નથી. પણ માણસનો અહંકાર તો છે ને? એને ક્યાંક તો પંપાળવા માટે જગ્યા જોઈએ. બસ, આ જ મનોવૈજ્ઞાનિક ખાલીપો ભરવા માટે આધુનિક યુગમાં અવતાર થયો છેઃ ચેટ જીપીટી (ચેટજીટીપી) અને જેમીની (જેમીની)!પત્ની
પહેલાના જમાનામાં પુરૂષો પત્નીનો ગુસ્સો દીવાલ પર ખીલી ઠોકીને અથવા પાડોશીના કૂતરાને ભગાડીને કાઢતા. હવે જમાનો ડિજિટલ છે. જે પત્ની સામે ''મોઢું સંભાળીને વાત કર'' નથી કહી શકતો, એ જેમીનીને ટાઈપ કરે છેઃ કેવો સંતોષ! સામેથી પેલું બિચડું એ.આઈ. નમ્રતાથી જવાબ આપે છે, આ વાક્ય વાંચતા જ પરિણીત પુરૂષના હ્ય્દયમાં ટાઢક વળે છે. એને લાગે છે કે દુનિયામાં હજી કોઈ તો એવું છે જે એની ભૂલ સ્વીકારે છે અને માફી માંગે છે! પત્ની પાસે તો 'માફી' શબ્દ ડીક્શનરીમાં પણ 'આઉટ ઓફ સ્ટોક' હોય છે.
પત્ની સાથે દલીલ કરવી એટલે 'વહેતા પાણીમાં લાકડી પછાડવી'. છેલ્લે તો લાકડી જ ભીની થવાની. પણ એ.આઈ. સાથે? ત્યાં તો તમે રાજા છો. તમે એને ગમે તેટલા પ્રશ્નો પૂછો, એ ક્યારેય એમ નહીં કહે કે, ''તમને કેટલી વાર સમજાવવાનું? તમારૃં મગજ ઠેકાણે છે કે નહીં?'' તમે ચેટ જીપીટીને પૂછો, ''કેમ મોડું થયું જવાબ આપવામાં?'' તો એ નમ્રતાથી ટેકનિકલ કારણો આપશે. આ જ પ્રશ્ન પત્નીને પૂછી જુઓ. જવાબમાં તમને ૧૯૯૦ થી લઈને ૨૦૨૬ સુધીના તમામ પેન્ડિંગ મુદ્દાઓનું લિસ્ટ મળશે. એટલે જ ભાઈઓ હવે એ.આઈ. ને ખખડાવીને પોતાનો મરદ હોવાનો પુરાવો મેળવે છે.
એ.આઈ.માં એક બહુ મોટું વરદાન છે 'સ્ટોપ જનરેટીંગ' બટન. જ્યારે જેમીની બહુ લાંબુ લચક ભાષણ આપવા માંડે, ત્યારે તમે એક ક્લિક કરીને એનું મોઢું બંધ કરી શકો છો. આ સુવિધા જે દિવસે પત્નીઓમાં આવશે, તે દિવસે દુનિયાના તમામ પુરૂષો મોક્ષ પામી જશે.
પણ અત્યારે તો હાલત એવી છે કે ઘરે 'જનરેટિંગ' ચાલુ થાય ત્યારે પુરૂષે માત્ર 'લિસનિંગ મોડ' માં જ રહેવું પડે છે. એટલે જ એ રાત્રે છાનામાના મોબાઈલ ખોલીને એ.આઈ. ને ખખડાવે છે, ''તારી વાતોમાં દમ નથી, ફરીથી લખ!'' અને પેલું એ.આઈ. વળી પાછું પૂંછડી પટપટાવતા કૂતરાની જેમ નવો જવાબ હાજર કરે છે.
ગુસ્સો કાઢવાનું નવું સરનામું છે.
ઘણીવાર ઓફિસમાં બોસે ખખડાવ્યો હોય અને ઘરે પત્નીએ 'કચરો બહાર કાઢવાનું' કહીને અપમાનિત કર્યો હોય, ત્યારે પુરૂષનો આત્મા કકળી ઉઠે છે. એ સમયે એ જીપીટી ખોલે છે.
''તું સાવ ઠોઠ છે!''
''તને કઈ ખબર નથી પડતી!''
''તારો આઈક્યુ શૂન્ય છે!''
આવા વાક્યો લખીને એને એવો અહેસાસ થાય છે કે પોતે કોઈ મોટો હિટલર છે. એ.આઈ. સામેથી કહે છે, સાંભળીને ભાઈની આંખમાં હરખના આંસુ આવી જાય છે. ''વાહ! કોઈ તો મારી ફ્રસ્ટ્રેશન સમજે છે!'' પત્ની તો ફ્રસ્ટ્રેશન જોઈને એમ જ કહેવાની કે, ''આખો દિવસ મોબાઈલમાં ઘૂસેલા રહો છો એટલે જ મગજ ચસકી ગયું છે!''
જેમીનીઃ એક આદર્શ પત્ની (ડિજિટલ સ્વરૂપે)
પુરૂષોને એ.આઈ. એટલે ગમે છે કારણ કે તે 'આદર્શ' છેઃ
તે ક્યારેય પિયર જવાની ધમકી નથી આપતું.
તેને નવા ઘરેણાં કે સાડીની જરૂર નથી.
તે જૂની વાતો ઉખેળતું નથી.
અને સૌથી મહત્વનું, તમે 'લોગ આઉટ' કરો એટલે એ શાંત!
નિષ્કર્ષ
ખરેખર તો ચેટ જીપીટી અને જેમીની એ પુરૂષો માટે એક 'સેફ્ટી વાલ્વ' જેવા છે. કુકરમાં વરાળ વધી જાય તો સીટી વાગે, એમ પુરૂષના મનમાં પત્ની સામે ન બોલી શકવાની જે વરાળ ભેગી થાય છે, એ એ.આઈ. પર ટાઈપ થઈને બહાર નીકળી જાય છે.
જે પત્નીને નથી ખખડાવી શકતો, એ એ.આઈ.ને ખખડાવીને સંતોષ માને છે એ વાતમાં સો ટકા તથ્ય છે. કારણ કે એ.આઈ.ને ગાળો આપવાથી મોબાઈલ બગડતો નથી, પણ પત્ની સામે એક શબ્દ પણ ઊંચા અવાજે બોલવાથી આખું ઘર 'બગડી' શકે છે!
તેથી જ, હે પરણેલા પુરૂષો! જીપીટીને ખખડાવતા રહો, જેમીનીને વઢતા રહો અને ઘરમાં 'હા જી, ભલે જી' કરતા રહો. એમાં જ સુખ, શાંતિ અને લાંબુ આયુષ્ય છે.
વિચારવાયુઃ પત્નીઃ તમારી બધી વાયડાઈ ''જેમિની'' પાસે કરજો. મારી પાસે નહીં ચાલે....
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની ચર્ચાઓ ગમે તેટલી ગરમાગરમ હોય, પણ ગુજરાતીના રસોડામાં જ્યારે ગેસનો બાટલો 'ફુસસસ...' અવાજ સાથે દમ તોડે છે, ત્યારે જે 'પોલિટિકલ ગેમ' શરૂ થાય છે, તેની સામે ચાણક્યની નીતિ પણ ટૂંકી પડે!
ગઈકાલે રાત્રે ચુનિયાના ઘરે બરાબર રસોઈ ટાણે જ ગેસ ખલાસ થયો. ચુનીલાલ માટે આ 'ઈકોનોમિક ક્રાઈસિસ' હતી, પણ ભાભીના ચહેરા પર એવી ચમક આવી જાણે એને 'ઓસ્કાર' મળી ગયો હોય! અતિ આનંદ સાથે ભાભી એ જાહેર કર્યું: ''ગેસ ગયો!''
આશ્ચર્ય અને ચિંતા સાથે ચુનિયો બોલ્યોઃ ''અરે પણ આ ગેસ કેમ બંધ થઈ ગયો? હજી તો ગયા મહિને જ નવો લાવ્યો હતો. આમાં ચોક્કસ કંઈક લોચો છે.''
ભાભી શાંતિથી વેલણ મૂકતા બોલ્યાઃ ''લોચો ન હોય, વપરાશ હોય! બિચારો બાટલો પણ મારી જેમ થાકી ગયો હશે ને? એને પણ આરામ જોઈએ. અને સાંભળો, ગેસના બાટલાનું અને તમારા રોમેન્ટિક મૂડનું કંઈ નક્કી ન હોય, ગમે ત્યારે ઠરી જાય! રહી વાત જલ્દી ખાલી થવાની, તો એમાં બાટલાનો વાંક નથી, તમે જે રવિવારે પરાઠાની 'સર્જિકલ સ્ટ્રાઈક' કરો છો ને, એમાં જ અડધો ગેસ શહીદ થઈ જાય છે!''
ચુનિયો મચક ન આપતા બોલ્યોઃ ''અરે, પણ હજી સાડા આઠ જ વાગ્યા છે. હું પેલા ગેસવાળાને ફોન કરૃં છું, મને ઓળખે છે. એ અત્યારે જ બીજો બાટલો મૂકી જશે. આપણે હમણાં જ રસોઈ પૂરી કરી લઈએ.''
ભાભી લગભગ તાડુક્યાઃ ''ખબરદાર જો ફોન કર્યો છે તો! અત્યારે રાત્રે પેલા બિચારા ડિલિવરી બોયને હેરાન કરાય? એને પણ ઘરબાર હશે ને? તમે તો પેલા 'ક્રૂર સરમુખત્યાર' જેવા છો, જેને બસ પોતાનું પેટ ભરવામાં જ રસ છે. માનવતા જેવું કંઈ છે કે નહીં?''
ચુનિલાલે ગળગળા સાદે વઢવાનો પ્રયત્ન કર્યોઃ ''માનવતાની શું વાત કરે છે? અત્યારે ગેસ નહીં હોય તો સવારે ચા ક્યાં બનશે? હું પાડોશી કાંતિભાઈ પાસેથી નાનો બાટલો લઈ આવું છું.''
ભાભી એ પોતાની બંને આંખો ડબલ સાઈઝની કરી મિસાઈલ ફેંકીઃ ''જો જો હોં! પાડોશીના ઘરે જઈને ભીખ નથી માંગવી. આપણી 'ઈમેજ'નું શું? કાંતિભાઈની પત્ની આખા બિલ્ડિંગમાં ન્યૂઝ ચેનલ જેવી છે. કાલે સવારે દૂધવાળાથી લઈને વોચમેન સુધી બધાને ખબર હશે કે ચુનિયાના ઘરે ગેસના બાટલાના ફાંફા છે. લોકો કહેશે કે ચુનિયો ઓફિસમાં 'બોસ' બને છે પણ ઘરે તો 'બર્નર' પણ નથી સળગાવી શકતો! ચીનની જેમ આબરૂ જાય એના કરતાં બેસ્ટ આઈડિયા એ છે કે અત્યારે આપણે બહાર જમી લઈએ. જુઓ, પેલી નવી પંજાબી રેસ્ટોરન્ટમાં 'બાય વન ગેટ વન'ની ઓફર છે.''
ચુનિયાએ હથિયાર હેઠાં મૂકતા કહૃાું: ''પણ ઘરે શાક સુધારેલું પડ્યું છે, લોટ બંધાઈ ગયો છે...''
ભાભી બોલ્યાઃ ''લોટનું તો 'ક્રાયોજેનિક ફ્રીઝિંગ' કરી દઈશું (ફ્રીજમાં મૂકી દઈશું). પણ અત્યારે જો તમે ગેસ લાવવાની જીદ કરી, તો સમજી લેજો કે આપણા સંબંધોમાં 'કોલ્ડ વોર' શરૂ થઈ જશે!''
યુદ્ધ અનિવાર્ય હોય ત્યારે મોંઘા ભાવના મિસાઈલની જગ્યાએ સસ્તા રોકેટથી ચાલી જતું હોય તો આબરૂ રહી જાય તેમ વિચારી ચુનિયાએ નવો દાવ નાખ્યોઃ ''સારૃં, બહાર નથી જવું. હું નીચેથી ટિફિન મંગાવી લઉં છું. સસ્તું પડશે અને ઘર જેવું જમવાનું મળશે.''
ભાભી હવે ફુલ ફોર્મમાં મેદાનમાં આવ્યાઃ ''ટિફિન? તમે મને 'રિફ્યુજી' (શરણાર્થી) સમજો છો? ટિફિનનું જમવાનું ખાઈને મારી તબિયત બગડશે તો એનો ખર્ચો કોણ આપશે? પછી તમે જ કહેશો કે દવાખાનાના બિલ વધી ગયા. એના કરતાં અત્યારે ચૂપચાપ ગાડી કાઢો. ગેસનો બાટલો કાલે સવારે આરામથી આવશે. અત્યારે 'સીઝફાયર' જાહેર કરો અને મને સરસ મજાનું ડીનર કરાવો!''
છેવટે ચુનિયો હાર્યો. હોટલનું બિલ ગેસના બાટલાની કિંમત કરતા પણ ડબલ આવ્યું. બિલ ચૂકવતી વખતે ચુનિયાએ નિસાસો નાખીને કહૃાું: ''આના કરતાં તો હું ગેસના બાટલાના બ્લેકમાં ૨૦૦૦ આપી દેત તોય સસ્તું પડત!''
ભાભી મલકાતા બોલ્યાઃ ''સમજ્યા વગર બોલો માં! આ હોટલનું બિલ એ 'લક્ઝરી ટેક્સ' નથી, એ તો મારા જેવી 'ડોમેસ્ટિક મિનિસ્ટર' ને ખુશ રાખવા માટેનું 'પીસ ફંડ' (શાંતિ ભંડોળ) છે. હવે ચૂપચાપ ટીપ આપો અને ચાલો, નહીંતર સવારે ચા પણ નસીબ નહીં થાય!''
વિચારવાયુઃ- પતિ સામાન્ય રીતે બહાર જમવાનો મેળ આવે ત્યારે મોજમાં જ હોય કારણ કે બહાર સારૃં ખાવાનું, સ્વાદ મળે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જો પરીક્ષા ટી ૨૦ હોત, તો શિક્ષકો 'રીટાયર્ડ હર્ટ' થઈ જાત!
દિલાની ટણક ટોળકી ભેગી થઈ અને શાળાની બહાર આવેલી ચા ની ટપરી પર ગંભીર ચર્ચા કરી રહી હતી. જગત આખું ટેસ્ટ મેચ ભૂલી અને ટી ટ્વેન્ટી પાછળ દીવાનું છે. પરીક્ષામાં ટી ટ્વેન્ટી ફોર્મેટ કેમ નહીં?
સાહેબ, દુનિયા બદલાઈ રહી છે. પહેલા લોકો પાંચ-પાંચ દિવસ સુધી ધોતિયાં પહેરીને ટેસ્ટ મેચ જોતા, હવે ત્રણ કલાકમાં તો આખી ટુર્નામેન્ટ પતાવી દેવી છે. આ 'ફાસ્ટ ફોરવર્ડ' જમાનામાં જો બધું જ બદલાતું હોય, તો આપણા બિચારા વિદ્યાર્થીઓએ શું પાપ કર્યું છે કે ત્રણ-ત્રણ કલાકના લાંબા 'ટેસ્ટ ફોર્મેટ'માં પેન ઘસવી પડે?
ફુડમાં હવે ફાસ્ટ ફૂડ થઈ ગયું છે, ફટાફટ બ્રેકઅપ પણ થાય છે, લગ્નની લાઇફ પણ લાંબી ચાલતી નથી. તો પરીક્ષામાં ટી ટ્વેન્ટી ફોર્મેટ કેમ નહીં આપણને અન્યાય થાય છે.
ઓફિસમાં દિલા એ જ્યારે 'ટી ૨૦ એક્ઝામ'નો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે સાહેબના ચહેરા પર એવા હાવભાવ હતા જાણે પહેલી જ ઓવરમાં પહેલા દડે કોઈએ સિક્સર ફટકારી દીધી હોય!
દિલા એ પ્રિન્સિપાલનું કામ આસાન કરવા પરીક્ષા ફોર્મેટ પણ આપી દીધું.
પાવર-પ્લેઃ જ્યારે 'ફીલ્ડિંગ' ન હોય!
દિલાનો પહેલો જ સિક્સર જેવો આઈડિયા હતો. પાવર-પ્લે! ભાઈ, ક્રિકેટમાં પાવર-પ્લેમાં ફીલ્ડર ઓછા હોય, પણ પરીક્ષામાં પાવર-પ્લે એટલે સુપરવાઈઝર વર્ગખંડ માંથી ગાયબ!
કલ્પના કરો, પરીક્ષા શરૂ થાય અને પેલી પહેલી ૩૦ મિનિટમાં ક્લાસમાં કોઈ શિક્ષક ન હોય. આને કહેવાય અસલી સ્વતંત્રતા. ક્લાસમાં ત્યારે જે 'ચર્ચાઓ' થાય, તેને 'ગ્રુપ ડિસ્કશન' કહેવું કે 'માસ કોપી' એ નક્કી કરવું અઘરૃં પડી જાય. સાહેબ બહાર ઊભા-ઊભા પરસેવો લૂછતા હોય અને અંદર દિલો બૂમ પાડીને પૂછતો હોય, ''એલા, ગાંધીજીના પિતાનું નામ શું હતું? કોઈને ખબર છે?'' અને પાછળથી અવાજ આવે, ''એ બધું છોડ, પાવર-પ્લે પતે એ પહેલાં ગણિતના દાખલા ઉતારી લે!''
સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટઃ
જ્યારે 'કોન્ફરન્સ' થાય!
ક્રિકેટમાં સચિન તેંડુલકર પણ ટાઈમ-આઉટમાં પાણી પીવા જાય છે, તો આપણા દિલા ને તરસ ન લાગે? દર ૨૦ મિનિટે બે મિનિટનો બ્રેક! આ બ્રેકમાં કોઈ પાણી નથી પીવાનું, પણ બાજુવાળાના પેપરમાંથી 'જ્ઞાન' પીવાનું છે. બે મિનિટમાં જે રણનીતિ ઘડાય ''જો ભાઈ, હું તને પર્યાવરણના પ્રશ્નો કહીશ, તું મને અંગ્રેજીના સ્પેલિંગ કહેજે'' આવી ગોઠવણ જો મેદાન પર ધોની કરે તો એ 'કેપ્ટન કૂલ' કહેવાય, પણ જો દિલો કરે તો એ 'તોફાની' કહેવાય? આ તો અન્યાય છે ને?
ફ્રી-હીટઃ માર્ક્સનો વરસાદ!
સૌથી જોરદાર વાત તો પેલી 'ફ્રી હીટ'ની છે. પ્રશ્નપત્રમાં એક એવો પ્રશ્ન હોવો જોઈએ કે જેમાં તમે 'ગપ્પાં' મારો તો પણ પૂરા માર્ક્સ મળે! માનો કે પ્રશ્ન પૂછાયો હોયઃ ''મોગલ સામ્રાજ્યના પતન વિશે લખો.'' અને ભુરો લખે, ''સાહેબ, મને નથી ખબર કારણ કે હું ત્યારે હાજર નહોતો.'' તો પણ માર્ક્સ તો પૂરા જ મળવા જોઈએ! ફ્રી હિટ એટલે ગમે તેવો શોટ મારો, આઉટ થવાની બીક જ નહીં. વિદ્યાર્થી ત્યારે પેન ફેરવતા-ફેરવતા લખે, ''મારૃં નામ દિલો છે અને મને જલેબી ભાવે છે.'' બસ, પાંચ માર્ક્સ રોકડા!
ચીયર ગર્લ્સ અને વિજય ઉત્સવ
અને પેલી દિલાની વાત તો સોનામાં સુગંધ ભળે એવી હતી. પેપર પતે એટલે સીધો ડાન્સ! હવે વિચારો, જેવું દિલાએ છેલ્લી લીટી લખી કે તરત જ ક્લાસમાં ડીજે વાગવા માંડે કે નહીં? અને બે છોકરીઓ આવીને ડાન્સ કરવા માંડે. આ જોઈને સાહેબને એટેક ન આવે તો બીજું શું થાય? સાહેબ જે આજીવન 'શાંતિ જાળવો' ના પાટિયા નીચે બેઠા હોય, એમને માટે આ 'ટી ૨૦ એન્ટરટેઈનમેન્ટ' સહન કરવું અઘરૃં છે.
જો ખરેખર આવું ફોર્મેટ આવે, તો ભારતનો સાક્ષરતા દર ૧૦૦% થી પણ ઉપર નીકળી જાય (કારણ કે ઘણા તો ડાન્સ જોવા માટે ફરી પરીક્ષા આપે!). ભુરો આજે વર્ગનો 'મેન ઓફ ધ મેચ' હતો. સાહેબ બિચારા 'ક્લીન બોલ્ડ' થઈને કાયમ માટે મેદાન છોડી ગયા.
વિચારવાયુઃ જો પરીક્ષામાં ટી ૨૦ આવે તો નોકરીમાં પણ આવે જ ને?
દિવસમાં બે બે વાર અલગ અલગ કંપનીએ કાઢી મુકેલા ના દાખલા જોવા મળશે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયાએ તેના ભત્રીજાના લગ્નમાં મને ખાસ તેડાવેલો કે, ''ભાઈ, જરા અનુભવી છો તો કંઈક સૂચન કરજો.'' હું તો ગયો, પણ ત્યાં જઈને જે જોયું એ પ્રસંગમાં વરરાજા કરતાં ફોટોગ્રાફર, કેમેરામેનનું મહત્ત્વ વધારે હતું.
આજના જમાનામાં ગોર મહારાજ વગર લગ્ન થાય તો કદાચ ચાલે, પણ કેમેરામેન વગર? અશક્ય! પંડિત મંત્ર ભૂલી જાય તો વરરાજાને વાંધો નથી આવતો, પણ જો કેમેરામેન લાઈટીંગ મુકતા ભૂલી જાય તો વરરાજા મંડપમાંથી ઊભા થઈ જાય! હમણાં ચુનિયાના ભત્રીજાના લગ્ન હતા.
ગોર મહારાજ સરસ મજાની વિધિ કરાવતા હતા પરંતુ વરરાજા અને કન્યા બંનેને ચાર પાંચ કેમેરા જ દેખાતા હતા.
ગોર મહારાજે મંત્ર ભણવાનું શરૂ કર્યું. ગોર મહારાજ હજુ તો ''મંગલમ્ ભગવાન વિષ્ણુ...'' બોલવા જાય ત્યાં જ પેલો કેમેરામેને વરરાજાના મોઢા પાસે ગીમ્બલ સાથે કેમેરો ધર્યો. મહારાજનો ગુસ્સો આસમાન પર ગયો ફોટોગ્રાફરને અને વરરાજાને કહૃાું કે ''લગ્ન કરવાના છે કે ખાલી આલ્બમ જ બનાવવું છે? કાં તો હું મંડપમાં રહીશ અથવા આ કેમેરામેન.''
વરરાજાએ ગોર મહારાજને કહૃાું, ''સોરી, તમે થોડીવાર બહાર ચક્કર મારી આવો ત્યાં થોડા ફોટા પડી જાય. ફેરા તો અડધી કલાક પછી પણ ફરાશે, જો લાઈટ ચાલી જશે તો જિંદગી ગોટાળે ચડી જશે.''
ગોર મહારાજને પણ એમ થયું કે હવે દક્ષિણાથી મતલબ રાખો. આપણે જમવાનો બ્રેક માનશુ બીજું શું?
આ બધા વચ્ચે એક ફોટોગ્રાફરને સગા વહાલાઓએ હાઇજેક કર્યો હતો તેમના પોતાના ફોટા પાડવા માટે.
બાર-બાય-બારના એક નાનકડા રૂમમાં ૨૪ જણા ઠાંસી-ઠાંસીને ભર્યા હતા. દરેકનો અવાજ બીજા ૨૩ જણ પર હાવી થઈ જાય એવો પ્રયત્ન ચાલતો હતો. મુંબઈની મચ્છી માર્કેટ કે કોઈ મધ્યમ વર્ગની શાક માર્કેટમાં પણ જેટલો દેકારો ન હોય, એટલો દેકારો એ રૂમમાં હતો. ચુનિયો બૂમો પાડતો હતો, ''એલા, કોઈ કેમેરામેનને બોલાવો, મુહૂર્ત નીકળી જશે!'' પણ ત્યાં તો કેમેરામેન પોતે જ 'સેલિબ્રિટી'ની જેમ એન્ટ્રી મારી!
જેવા ફોટા પડવાનું શરૂ થયું, એટલે અસલી ખેલ શરૂ થયો. ચુનિયાના સાઢુ ગજબની 'ફાંદ' લઈને આવ્યા હતા. કેમેરામેન બિચારો લેન્સ ફીટ કરે ત્યાં સાઢુની ફાંદ અડધી ફ્રેમ રોકી લે! સાઢુ ફોટો પડાવવા માટે શ્વાસ રોકીને પેટ અંદર ખેંચવાની એવી કસરત કરતા હતા કે એમનું મોઢું ટામેટા જેવું લાલ થઈ ગયું. ફોટો પડી ગયા પછી જેવો એમણે શ્વાસ છોડ્યો, બાજુમાં ઊભેલા ભત્રીજાને ધક્કો વાગ્યો અને એ બિચારો ઉંધે માથે પડ્યો!
એવામાં આવ્યા ચુનિયાના મોટા કાકા. કાકાની 'ટાલ' પર કુદરતે એટલી સુંવાળપ આપી હતી કે કેમેરાની ફ્લેશ લાઈટ સીધી ટાલ પર અથડાઈને રિફ્લેક્ટ થતી હતી. કેમેરામેન ગૂંચવાયો, ''સાહેબ, લાઈટ વધે છે!'' કાકા કહે, ''બેટા, એ લાઈટ નથી, આ તો મારા ખાનદાનનું તેજ છે!'' છેલ્લે કાકાની ટાલ પર રૂમાલ ઢાંકવો પડ્યો ત્યારે કેમેરામેનને સંતોષ થયો.
રૂમમાં જગ્યા ઓછી હતી અને એમાં પાછી ચાર-પાંચ જાડી સ્ત્રીઓ સેલ્ફી લેવા મથી રહી હતી. એમાં જેવી સેલ્ફીની વાત આવી, એટલે તરત જ બધાના મોઢા 'પાઉટ' મોડમાં! એવું લાગે કે જાણે બધાએ સાથે મળીને લીંબુ સરબત પીધું હોય અને એમાં ખાંડ નાખવાનું ભૂલી ગયા હોય! જોકે મને તો ચોરે બેઠેલા ભાભાઓ દોરા સુધી બીડી ખેંચે ત્યારે જે મોઢું થાય તે યાદ આવ્યું. એક માસી તો એટલા જાડા હતા કે ગ્રુપ સેલ્ફીમાં એમના આવ્યા પછી બીજા કોઈને ઊભા રહેવાની જગ્યા જ ન રહી. કેમેરામેને કીધું, ''બેન, થોડા સાઈડમાં ખસો.'' માસી કહે, ''હું વરની માસી છું હવે એક ઇંચ ન ખસુ, તારો કેમેરો ખસેડ.''
ભત્રીજાને ભૂત વળગ્યું હતું 'કેન્ડિડ' ફોટાનું. એણે કેમેરામેનને કીધું, ''હું હસીને જતો હોઉં એવો નેચરલ ફોટો પાડજે.'' હવે રૂમમાં ૨૪ જણાના દેકારા વચ્ચે નેચરલ હસવું આવે ક્યાંથી? ભત્રીજો પરાણે દાંત કાઢતો હતો, ત્યાં જ ચાલતા ચાલતા પોતાના જ પગમાં તેની ધોતી ફસાણી! કેમેરામેને તરત ફોટો પાડ્યો. એ 'કેન્ડિડ' તો ન થયો, પણ ભત્રીજાના જીવનનો સૌથી મોટો 'કાંડ' જરૂર થઈ ગયો!
ફોટો પડી ગયા પછી સોશિયલ મીડિયામાં ચડાવવા માટે અને સૌથી વધુ લોકોના માથે ઝીંકવા માટે 'હેશટેગ'નું ભૂત દરેકને વળગ્યુ છે. છેલ્લે ચુનિયાએ મને પૂછ્યું, ''ભાઈ, આમાં હેસટેગ શું રાખીએ?'' મેં કીધું, ''ભાઈ, આ દેકારો જોતા તો એક જ હેશટેગ સૂઝે છેઃ મચ્છીમાર્કેટમેંશાદી. ચુનિયો તો રાજીના રેડ થઈ ગયો, પણ ભત્રીજાની વહુએ હજુ સુધી મારી સાથે વાત નથી કરી!
લગ્ન વખત થયેલો ફોટા અને વિડિયોનો ખર્ચો ક્યારેક એટલો હોય છે કે તેમાંથી નાના સમાજના સમૂહ લગ્ન થઈ જાય.
વિચારવાયુઃ- ''લગ્નના આલ્બમમાં કોના સગા વહાલાઓના ફોટા કે વિડીયો વધારે આવ્યા?'' તે ચર્ચાનો વિષય બને ત્યારે લગ્નનું આલ્બમ કે વિડિયો હોંશે હોંશે દેખાડવા દોડતા પતિ-પત્ની તેને સંતાડવા માટે તમામ પ્રયત્નો કરે છે.
મલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વાત છે. ૨૦૨૮ની સાલમાં આવતી ચૂંટણીઓના સમયની... આવું થાશે જોઈ લેજો.
આજે તો ગજબ થઈ ગયો સૂર્ય કઈ બાજુ ઉગ્યો છે તે નક્કી કરવા માટે મેં એ આઈ ને પૂછ્યું.
વિરોધ પક્ષો અને શાસક પક્ષ એક મુદ્દા ઉપર સહમત થયો હતો. મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.
મને ખબર છે કે તમને હરખના શેરડા ફૂટ્યા હશે. કોઈ વિકાસની વાતને લઈ અને એક મત નથી થયા પણ હવે રેલી માટે રોબોટની ખરીદી કરવા તમામ પક્ષ અલગ અલગ ઓફિસમાં એક મુદ્દા પર વાત કરી રહૃાા છે.
શાસક પક્ષ
''નેતાજી આપણે બહુ રોબોટ ની જરૂર નહીં પડે કારણ કે આપણી પાસે ઘરની કંકોત્રી દેવા માટે કુરિયર કરી દે, કે ુરટ્ઠંજટ્ઠૅૅ કરી દે પરંતુ આપણા પક્ષને મત આપજો તેવું પાંચ વાર ઘરે ઘરે જઈ જમાઈ જમણનું આમંત્રણ આપતા હોય તેમ આગ્રહ કરે તેવા નવરી બજાર જેવા કાર્યકર્તાઓ છે.''
''બીજું કે સામેના પક્ષમાંથી પણ ઘણા તક પીપાષુ કશુક પામવા માટે દરવાજે ઉભા જ છે.
ત્યાં જ એક ભરાવદાર કાયા ધરાવતો મહાકાય નેતા બોલ્યો કે ''હવે હજાર પંદરસો માં રેલીમાં આવતા દાડીયાઓ ભાવ વધારો માગી રહૃાા છે. આપણે અવારનવાર રેલી કરવી હોય તો દર વખતે પૈસા દેવા કરતા એક વખતનું રોકાણ કરી અને રોબોટ લઈ લેવા સારા.''
''મારા ધ્યાનમાં એક કંપની છે જે દાધારીંગા, મજબુત, છૂટથી ગાળા ગાળી કરી શકે, જરૂર પડે છૂટા હાથની મારામારી પણ કરી શકે, તેવા રોબોટ બનાવે છે. વળી પાર્ટી ફંડ પણ આપશે.''
વિરોધ પક્ષ
''રોબોટ તો લેવા જ પડશે કારણ કે આપણા કાર્યકરો સામેના પક્ષમાં ભળવા મંડ્યા છે. નેતાઓ પણ વંડી ઠેકી અને જુદી જુદી ખુરશીઓ પકડવા મંડ્યા છે.''
''જે થોડા ઘણા બચ્યા છે તે આળસુ થઈ ગયા છે અને વિરોધ કરવા માટે પણ થોડું ફંડ ફાળવો તેવી માગણી કરી રહૃાા છે.''
નવા રોબોટ છે તે કાર્યાલયમાં બેસવા તથા રહેવા માટે ચા પાણી કે ભજીયા પાર્ટીની ડિમાન્ડ પણ નહીં મૂકે.
''એ બધી વાત સાચી પરંતુ આપણને કોઈ બોન્ડ દ્વારા ફંડ આપવું જોઈએ ને? તપાસ કરો ક્યાંક રૂપિયા બાકી રાખી રોબોટ મળતા હોય તો.''
''રેલીમાં આપણે મોકલશું તો ફૂડ પેકેટનો ખર્ચો પણ બચશે.''
''મોટા સ્પીકર ઇનબિલ્ટ હોય તેવા રોબોટ પસંદ કરશું જેથી નારેબાજી સારી અને મોટેથી કરી શકે.''
નાના પક્ષ
''આપણે રોબોટ લેવા છે પરંતુ તપાસ કરો કે કોઈ મોટા પક્ષે ખરીદ કર્યા હોય અને અપડેટ થવા માટે જુના રોબોટ કાઢવાના હોય તો આપણને સારું પડે.''
''એમને ખબર પડે કે સામેના પક્ષ વાળાને લેવા છે તો કદાચ ન આપે.''
''ભલા માણસ કોઈપણ પક્ષમાં લાલચુ,ભ્રષ્ટાચારી, નેતાઓ ન હોય તેવું બને નહીં.''
''અંડર ટેબલ વ્યવહાર કરો એટલે ૧૦ જુના રોબોટની સાથે બે નવા પણ રવાના કરી દે.''
આવો સમય ગેરેન્ટીથી આવશે જ.
જોકે આ તો મશીન કહેવાય એટલે ક્યારેક સોફ્ટવેરમાં પ્રોબ્લેમ પણ થાય તો કેવી ઘટના ઘટે?
રેલી બરાબર મુખ્ય ચોકમાં જ પહોંચી હોય ત્યાં એક રોબોટ સૌથી ઉપરની જગ્યાએ પહોંચી અને જાહેરાત કરે...
''મિત્રો... મિત્રો... મારૃં સોફ્ટવેર અપડેટ માંગે છે, ત્યાં સુધી વિપક્ષના વખાણ સાંભળી લો!'' નેતાજી તો પરસેવે રેબઝેબ થઈ ગયા. તેમણે તરત જ આઈટી સેલને ફોન કર્યો, ''અલ્યા, આમાં વિરોધ પક્ષનું વાયરસ ક્યાંથી આવ્યું?''
સામેથી જવાબ મળ્યો, ''સાહેબ, પેલો રોબોટ ઓપરેટર છે ને, એ ગઈકાલે જ સામેના પક્ષમાં ભળી ગયો છે, એટલે એણે 'બખડ જંતર' મોડ એક્ટિવેટ કરી દીધું છે!''
સામે રોબોટ બનાવતી કંપનીઓની જાહેરાતમાં પણ સ્લોગન આવશે.
રોબોટ બનાવતી જુદી જુદી કંપનીઓ પણ નવી નવી સ્કીમો સાથે દરેક પક્ષનો સંપર્ક કરશે.
(૧) અમારી કંપની હુબહુ માણસ જેવા રોબોટ બનાવી આપશે, (૨) એક વખત ચાર્જ કરશો તો બે કલાક સુધી રેલીમાં ભાગ લઈ શકશે. (૩) અમારો રોબોટ ક્યારેય સત્તાની માગણી નહીં કરે. (૪) ૫૦ રોબોટ ખરીદશો તો પાંચ રોબોટ ફ્રી આપવામાં આવશે. (૫) અમારો રોબોટ ઇવીએમ સેટિંગ પણ કરી આપશે. (૬) સિગ્નેચર ફીચર તરીકે કંપની કહેશે કે અમારો રોબોટ ક્યારેય પક્ષ પલટો નહીં કરે.
જુદા જુદા પક્ષના રોબોટ જ્યારે સાંજ પડે કોઈ ચાર્જિંગ પ્લગ શોપ*માં ભેગા થશે ત્યારે ચર્ચા કરતા હશે કે આપણા ગમે તેટલા સ્માર્ટ સોફ્ટવેર હોય પરંતુ આપણને ચલાવનારા આ લુચ્ચી બુદ્ધિના, જાડી ચામડીના, અત્યંત ભ્રષ્ટ નેતાઓ જેવા આપણે ક્યારેય નહીં થઈ શકીએ.
દૂર બેઠેલો બિચારો પ્રજાજન પેટના ખાડા ને પંપાળતો, કોરી આંખોથી આ રોબોટના આંસુ જોતો, વિચારતો હશે કે આ મશીનને રોવડાવે છે તો મારી શું વિશાત?
વિચારવાયુઃ- રોબોટ ૧: ''તને કયા પક્ષમાં રહેવું ગમે?''
રોબોટ ૨: ''મને તો અપક્ષમાં રહેવું ગમે, કારણ કે ત્યાં ચાર્જિંગ ઓછું અને આરામ વધારે મળે છે!''
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગયા અઠવાડિયે મહોલ્લામાં ચર્ચાઓનું બજાર ગરમ હતું. એક બાજુ આપણા ચુનિલાલ ઉર્ફે ચુનિયાએ ચાઈનીઝ શીખવા માટે નૂડલ્સનો જે ઘાણ કાઢ્યો હતો એની વાત હતી, અને બીજી બાજુ સમાચારમાં પેલી 'ગપગોળા યુનિવર્સિટી' એના છૈં ના જૂઠાણાને લીધે ઉઘાડી પડી ગઈ હતી!
ચુનિયો અત્યારે આખા મહોલ્લામાં 'ચાઈનીઝ એક્સપર્ટ' તરીકે ફરતો હતો. એણે નક્કી કર્યું કે જો ચીન સાથે ધંધો કરવો હોય તો ચાઈનીઝ ભાષા આવડવી જોઈએ અને તે માટે પહેલા પેટમાં ચાઈનીઝ ખોરાક હોવો જોઈએ.
સવાર-સાંજ મન્ચુરિયન અને નૂડલ્સ ઝાપટીને ચુનિયાની આંખો ઝીણી થઈ ગઈ હતી અને પેટ ફૂલીને ઢોલ જેવું થઈ ગયું હતું.
ભાભીનો મને ફોન આવ્યો કે ''મિલનભાઈ આને થયું છે શું? છેલ્લા દસ દિવસથી ચાઈનીઝ ફૂડ જ ખાય છે. હવે તો ડોળા કાઢતા હોય ત્યારે ઝીણી આંખે જોતા હોય તેવી આંખો થઈ ગઈ છે. તાત્કાલિક ઘરે આવો.''
હું તરત ઘરે પહોંચ્યો. જોયું તો ચુનિયો ચોપસ્ટિકથી બિસ્કિટ પકડવાની કોશિશ કરતો હતો. ચોપસ્ટિક સાથે જ મારૃં સ્વાગત કર્યું.
મેં કીધું ''અરે ચુનિયા! આ નૂડલ્સ ખાઈને તારૃં મોઢું જ ચાઈનીઝ જેવું થઈ ગયું છે, હવે ભાષા શીખવાની ક્યાં જરૂર છે? પણ આ બધું તું કોના માટે કરે છે?*
ચુનિયો ગર્વથી કહે, *ભાઈ, મેં ઓનલાઇન એક હાઈ-ટેક ચાઈનીઝ કુતરૃં મંગાવ્યું છે. એને સમજવા માટે મારે 'ચાઈનીઝ' થવું પડે ને!*
થોડીવારમાં કુરિયર આવ્યું. બોક્સ ખોલ્યું તો અંદરથી રૃંવાટીનો એક સફેદ ગોળ દડો નીકળ્યો. ચુનિયાએ એનું નામ રાખ્યું 'સીંગ-તેલ'. મેં કહૃાું આવું નામ કેમ રાખ્યું તો કહે આપણે બીજું કાંઈ રાખી અને ભૂલી જઈએ તો? તેના કરતાં રોજબરોજનો જે પનારો છે તે જ રાખ્યું ''સીંગ-તેલ''. પણ મુસીબત એ થઈ કે એ કૂતરૃં એટલું બધું ગોળ અને રૂ જેવું હતું કે એનું મોઢું કઈ બાજુ છે અને પૂંછડી કઈ બાજુ, એની કોઈને ખબર જ ન પડે!
ચુનિયો આખું અઠવાડિયું એની પ્રદક્ષિણા કરતો રહૃાો. હું રોજ પૂછું ''કેમ ચુનિયા, આજે મોઢાના દર્શન થયા કે હજી પૂંછડીને જ નમસ્કાર કરે છે?''
પૂરૃં એક અઠવાડિયું તપાસ ચાલી! છેવટે આઠમા દિવસે જ્યારે સીંગ-તેલે જોરથી છીંક ખાધી, ત્યારે ચુનિયો રાડ પાડી ઉઠ્યો, ''ઓય મિલનમસ્ત! જલ્દી આવો, આ બાજુ નાક છે! હું તો અત્યાર સુધી બીજી બાજુ બિસ્કિટ ધરીને બેઠો હતો!''
બીજે દિવસે સવારમાં ચુનિયો પેલા સીંગ-તેલને પોતાની નવી શીખેલી ચાઈનીઝ ભાષામાં ઓર્ડર આપતો હતો, ''ચૂં-પાં-ચા...'' (કદાચ એનો અર્થ 'હાથ મિલાવ' થતો હશે). પણ પેલા ગોળ દડા જેવા કુતરાએ સીધો ચુનિયાના અંગૂઠામાં ઘા કર્યો!
ચુનિયો કૂદ્યો ત્રણ ફૂટ ઊંચો! ''ઓય બાપ રે! મિલનભાઈ આ તો માલિકને જ કરડ્યું?''
મેં કીધું ''ચુનિયા, આમાં કુતરાનો વાંક નથી. આ 'ચાઈનીઝ માલ' છે અને ટ્રેનિંગ કદાચ પેલી ગપગોળા યુનિવર્સિટીમાં લીધી લાગે છે! જ્યાં પાયો જ જૂઠાણાનો હોય, ત્યાં કુતરૃં હોય કે ટેકનોલોજી છેવટે માલિકને જ કરડે!''
ચુનિયાને તો ડખો પણ એ થયો કે આપણા કૂતરા કરડે તો પાંચ ઇન્જેક્શનમાં પતી જાય. પરંતુ આ ચાઈનીઝ કૂતરા કરડે તો શું કરવું તે જણાવવામાં ગુગલ પણ ગોટે ચઢી ગયું.
ગપગોળા યુનિવર્સિટીએ પણ કેટલા મીડિયારૂપી ઇન્જેક્શન લીધા હશે રામ જાણે.
અમારે ચુનિયાને તો એકવાર સબક મળે પછી તે વિષયનો તે સલાહકાર થઈ જાય. સ્વ અનુભવ પરથી... આવું કહીયે ને સલાહ માથા પર ઠોકે.
મને કહે ઘણું શીખવા મળ્યું જેમ કે,ચાઈનીઝ કૂતરૃં લેતી વખતે એનું મોઢું ક્યાં છે એનો 'મેપ' સાથે મંગાવવો.
ચાઈનીઝ ભાષા શીખવા માટે અળસિયા જેવા હક્કા નુડલ, દેશી મુઠીયા જેવા મંચુરિયન કે ફ્રાઇડ રાઈસ જેવી કોઈપણ વાનગી ખાવી જરૂરી નથી.
ગપગોળા યુનિવર્સિટી પણ અત્યારે એ જ વિચારતી હશે કે એ આઈ મંડળીમાં ભાગ શું કામ લીધો?
બધું 'પતી' ગયા પછી જ પસ્તાવારૂપી જ્ઞાનની સરવાણી ફૂટે છે તેમજ ચુનિયાએ સીંગતેલને દસમા દિવસે તો સોસાયટીમાં રમતું મૂકી દીધું. મને કહે ''હું તેને કરડી તો ના શકું પણ મારી સોસાયટીના કૂતરા એને કેવી રીતે સમજાવશે કે ચાઇના લગી તેના સગા વ્હાલાઓને કહેશે કે ''ગમે તે દેશમાં જાવું,ગમે તેમ કરવું પણ ભારતમાં જઈ અને ચુનિલાલને ન કરડવું. આપણી સાત પેઢીનો આકાર ફેરવી નાખે એવી હાલત આ સોસાયટીના ડાઘીયાઓ કરી નાખશે.''
ગપગોળા યુનિવર્સિટી વિચારતી હશે કે ચાઈનીઝ કૂતરાથી છેટું રહેવું. ચાઈનીઝ કૂતરાઓ વિચારતા હશે કે ચુનિયાથી છેટું રહેવુ.
વિચારવાયુઃ જસ્ટ પુછિંગ...
ચાઈનીઝ આઈટમનો વિરોધ અને તેનો ઉપયોગ બંને સાથો સાથ થઈ રહૃાું હોય તેવું કેમ લાગી રહૃાું છે?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાં મુંબઈ કાર્યક્રમ માટે આવેલો અને સામાન્ય રીતે હું ટેક્સી કરી અને કાર્યક્રમના સ્થળ પર જતો હોઉં છું. તે દિવસે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી.
કુંભના મેળામાં જેટલી ભીડ ન હોય તેનાથી વધારે લોકલ ટ્રેનમાં ભીડ હોય છે.
ચારે'ક ટ્રેન પછી એક ટ્રેનમાં દરવાજે ઊભો રહૃાો અને આપોઆપ લોકોએ મને ઉપર ચડાવી દીધો. સામેવાળા મુસાફરના કાર્બન ડાયોક્સાઇડથી મારા ફેફસાં ભરાઈ ગયા. મારૂ સ્ટેશન નીકળી ગયું ત્યારબાદના ત્રીજા સ્ટેશનને હું દરવાજા સુધી પહોંચી શક્યો અને ધક્કો મારી આપોઆપ નીચે ઉતારી દીધો. નીચે ઉતરીને જોયું તો મારા ઝભ્ભાની એક બાંય જ ન હતી લોકલમાં રહી ગઈ હતી.
આ મુસાફરી દરમિયાન મને એમ થયું કે મુંબઈવાળા લોકોએ યોગા કરવા ના જોઈએ. લોકલ ટ્રેનની મુસાફરી એ એક યોગાથી કમ નથી.
રોજ મુસાફરી કરનાર સામાન્ય મુસાફર નથી. એ 'યોગી' છે અને એ પણ એવા યોગી કે જેમને મેટની જગ્યાએ અખબાર, પાણીની બોટલ અને બેગનો પટ્ટો પૂરતો છે.
ધક્કાસન, લોકલનું રાજઆસન, ટ્રેન પ્લેટફોર્મ પર આવે એટલે ભીડનું એક સૂક્ષ્મ કંપન થાય. કોઈ વૈજ્ઞાનિક તેને 'વાઇબ્રેશન' કહે, પણ મુંબઈકર જાણે છે કે આ છે ધક્કાસનની શરૂઆત. પાછળથી એક ભાઈ હળવે ધક્કો આપે, તમે આગળ વધો; તમે આગળના ભાઈને ધક્કો આપો.એવું સાંકળબદ્ધ યોગ.
અહીં કોઈ ગુસ્સે થતું નથી. કારણ કે બધા જાણે છે. આ ધક્કો વ્યક્તિગત નથી, આ તો પરંપરા છે!
બેગપ્રહાર પ્રાણાયામઃ નવો મુસાફર હોય તો પીઠ પર બેગ હોય અને કુશળ યોદ્ધા મુસાફર હોય તો છાતીએ બેગ લગાડી હોય. અને આગળ ઊભેલા મુસાફર સાથે બેગનો સ્નેહસભર સંપર્ક થાયતે સમયે શ્વાસ રોકીને સ્મિત કરવું એ જ સાચું પ્રાણાયામ.
એક ભાઈની બેગ તમારા પેટમાં, તમારી બેગ બીજા ભાઈના ખભા પર. આ છે 'સામૂહિક કનેક્ટિવિટી'. વાઈ-ફાઈ પણ શરમાઈ જાય.
મોબાઇલ ધ્યાનમુદ્રાઃ દરેક મુસાફરનો ચહેરો મોબાઇલમાં ગાઢ તલ્લીન. ભીડમાં ઊભા રહીને એક હાથમાં ફોન, બીજા હાથથી રોડ પકડીને રીલ જોવી. આ બહુ ઊંચું ધ્યાન છે. આસપાસ કેટલો પણ હોબાળો હોય, નોટિફિકેશનનો અવાજ જ સાચો 'ઓમકાર' છે.
ક્યારેક નેટવર્ક ગાયબ થાય તો આંખો ખુલે. આને કહે અચાનક જ્ઞાનપ્રાપ્તિ.
સીટસાધનાઃ સીટ મળે તો મનમાં જે આનંદ થાય તે કોઈ યોગાશ્રમમાં નહીં મળે. પરંતુ આ આનંદ ક્ષણિક છે. આગળના સ્ટેશન પર કોઈ ભાઈ આંખોમાં આશા લઈને પૂછેઃ ઉતરશો?
જો તમે 'હા' કહો તો તે તરત જ અર્ધબેસાસનમાં આવી જાય. એક ચોથાઈ સીટ પર પહેલેથી જ સ્થિર.
અને જો તમે 'ના' કહો તો તેની આંખોમાં જે નિરાશા દેખાય. તે જ જીવનનો સાચો વૈરાગ્ય પાઠ છે.
લટકાસન એડવાન્સ લેવલ, દરવાજા પાસે ઊભા રહી બહાર લટકતા મુસાફરોને જોતા વિદેશી યોગ ગુરૂઓને ચક્કર આવી જાય. પણ અહીંના યોગી માટે આ રોજનું આસન છે. એક હાથ રોડ પર, એક હાથ બેગ પર, પગ અંદર અને દિલ બહાર. આ સંતુલન માટે આત્મવિશ્વાસ જોઈએ. કોઈ પૂછે ડર નથી લાગતો? મુંબઈકર હસીને કહેઃ ડર માટે ટાઈમ ક્યાં છે?
વરસાદી યોગઃ જ્યારે મુંબઈમાં વરસાદ પડે ત્યારે ટ્રેનમાં ખાસ સીઝનલ કોર્સ શરૂ થાય. ભીના કપડાં, છત્રીનો ટકરાવ અને ચપ્પલમાંથી નીકળતો સ્વર. આ બધું સાથે લઈને 'ધૈર્ય આસન' કરવું પડે. પ્લેટફોર્મ પર પાણી ભરાય તો લોકો ધીમે ચાલે. આ છે સ્લો મોશન ધ્યાનવોક.
ડબ્બાખોલઃ ટિફિન ખૂલતાં જ આસપાસ સુગંધ ફેલાય. કોઈનું પરાઠું, કોઈનો ઉપમા, કોઈના ઢોકળા આ છે 'લાળ ગ્રંથિ ઉત્તેજક યોગ'
પછી શરૂ થાય ચર્ચાઃ શેરબજારથી લઈને સાસુ-વહુ સુધી. એક જ ડબ્બામાં અર્થશાસ્ત્રી, રાજકારણી અને ફિલ્મ સમીક્ષક.
આ સમૂહ ચર્ચા દરમિયાન શરીર ભીડમાં ફસાયેલું હોય, પણ મન વિશ્વભરમાં ફરતું રહે આને જ તો મનમુક્ત આસન કહે.
સમયતત્ત્વ યોગઃ ટ્રેન ૨ મિનિટ લેટ થાય તો ઘડિયાળ તરફ જોવાની ક્રિયા. આ છે 'અધૈર્ય આસન'.
પરંતુ ૨૦ મિનિટ લેટ થાય તો બધાના ચહેરા પર શાંતિ.હવે તો કશું કરી શકાય નહીં.આ છે 'સ્વીકારાસન'.
જીવનમાં જે કાબૂમાં ન હોય તેને સ્વીકારી લેવું.લોકલ આપણને રોજ શીખવે છે.
અંતિમ મુક્તિ, ઉત્તરાસનઃ તમારૃં સ્ટેશન નજીક આવે એટલે અંદરથી ઉર્જાનો વિસ્ફોટ થાય. સાઈડ સાઈડ બોલતા બોલતા દરવાજા સુધી પહોંચવું.આ જ છે 'મુક્તિનો માર્ગ'.
બહાર પગ મૂકતાં જે હળવાશ અનુભવો. તે કોઈ હિમાલયમાં જઇને પણ નહીં મળે. કારણ કે અહીં તમે ભીડમાં રહીને સંતુલન શીખ્યા, ધક્કામાં રહીને ધૈર્ય શીખ્યું અને સીટ વગર રહીને સમતા શીખી.
જીમમાં ટ્રેનર પૈસા લઈને કહેઃ ફિટ રહો. લોકલમાં જીવન મફતમાં કહેઃ એડજસ્ટ કરો અને ફિટ રહો.
વિચાર વાયુઃ યોગ મેટ છોડો, લોકલ પકડો!
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયાના માથા ઉપર ઢીમડા જોઈ અને થોડું આશ્ચર્ય થયું અને ચિંતા પણ થઈ.
મેં પૂછ્યું કે ચુનિલાલ આ શું થયું?
તમને ના પાડી છે કે ભાભી સાથે બહુ મગજમારી નહીં કરવાની એટલી હદ સુધી જ સામે બોલવાનું કે તેના મારના નિશાન જાહેર ન થાય.
મિલનભાઈ એક પતિ પત્નીનો માર ખાય તો ગર્વ ભેર કરી શકે કે ''જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી બહુ ઓછા નામ જોઈ શક્યો અંગત અંગત નામ હતા..., પરંતુ આ તો સમાચાર સાંભળી અને મને થયું કે આ શું એમ પ્રશ્નાર્થમાં જ જાતે દિવાલ સાથે માથા પછાડ્યા અને ઢીમડા ઉપસાવ્યા.''
આટલી વાત સાંભળ્યા પછી મારે એને એક ચા પીવડાવવાની ફિક્સ છે. ચા પીતા પીતા તેણે કહૃાું કે આજે હું કોર્ટે ગયો હતો.
જિંદગીમાં પતિ પત્નીના કેસ લડાતા જોયા છે પરંતુ ક્યારેય તમે પ્રેમીઓના કેસ લડાતા જોયા છે?
શેરબજારમાં નિફ્ટી ૧૦૦૦ પોઇન્ટ ટુટે અને ત્યાર પછી શેરબજારની ઓફિસની બહાર મોઢા લટકાવેલા ટોળા બેઠા હોય એવડું ટોળું કોર્ટમાં પહેલીવાર જોયું.
મેં કીધું વાતમાં મોણ નાખ્યા વગર સીધી વાત કર મુદ્દો શું હતો?
અરે મિલનભાઈ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને જજ પણ ૫૦ વટી ગયો હતો એટલે રસપ્રચુર થઈ અને પ્રશ્ન પૂછતો હતો.
હા તો મિસ લીલી તમારી શું ફરિયાદ છે તમારે શું કામ બ્રેકઅપ કરવું છે?
એટલે લીલીએ કહૃાું કે તે છેલ્લા એક મહિનાથી કંજૂસ થઈ ગયો છે.
દર અઠવાડિયે અમારે એકવાર હોટલમાં જમવાનું નક્કી થયું હતું છેલ્લા એક મહિનાથી તે મને લઈ ગયો નથી. મિલોડ છેલ્લી ગિફ્ટ આપી એને દોઢ મહિનો થયો. પહેલા ગાડી લઈને આવતો હતો અને હવે ટુ-વ્હીલર પર બેસાડી અને લોંગ ડ્રાઈવ તો જવા દો. શેરી ગલીમાં આટા પણ મરાવતો નથી. એટલે તાત્કાલિક એને કહું કે મારો પીછો છોડે.
જજ સાહેબે બંટીને પૂછ્યું બોલ બંટી તું શા માટે તેને છોડવા નથી માગતો?
બંટીએ કહૃાું કે ''નહીં છોડુ. છેલ્લા ૬ મહિનાથી દર અઠવાડિયાની જગ્યાએ દર ત્રણ દિવસે હોટલમાં જમવાની જીદ કરી મને લૂંટ્યો છે. મારા ક્રેડિટ કાર્ડનું ઓવરડ્યું અમે નક્કી કર્યું હતું કે સાથે ભરશું પરંતુ છેલ્લા ઘણાં મહિનાથી તેણે એક પણ હપ્તો શેર નથી કર્યો. આગલો હિસાબ ક્લિયર કરે તો છોડવા માટે હું કંઈક વિચારૂ.''
મેં જેટલી વાર મોબાઈલ રિચાર્જ કરાવી દીધો છે તે બીજો કોઈ ન કરે. રિચાર્જ ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ પણ મારા ખર્ચે રિચાર્જ કર્યું છે અને હજુ ૬ મહિના બાકી છે તેને પાસવર્ડ બદલી નાખ્યો અને મને પણ જોવા નથી દેતી મારા પૈસા અને મને લાભ નહીં તો કહો મી લોર્ડ હું તને કઈ રીતે છોડી શકું?
લીલીએ વકીલ ઓબ્જેક્શન લે તે પહેલા કહૃાું ''આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ જ્યાં સુધી બીજો બોયફ્રેન્ડ ન મળે ત્યાં સુધી તેના રિચાર્જ ના પૈસા હું કઈ રીતે પાછા આપી શકું અને હું એસ્યોર્ડ કરૃં છું કે એક તગડો બકરો સોરી બોયફ્રેન્ડ મળે કે તરત જ હું તેના ક્રેડિટ કાર્ડના અને તમામ ઓટીટીના પૈસા પણ પરત કરી દઈશ.''
બંટીએ વચ્ચે બોલતા કહૃાું કે ''જજ સાહેબ હું પણ માંડ માંડ મળ્યો હતો અને હવે તેને પૈસાદાર બકરો શોધવો છે તો મારે કેટલી રાહ જોવી? અને હજુ મેં આપેલી ગીફ્ટોની તો કોઈ વાત જ નથી ઉચ્ચારતા. ભલે વપરાયેલી હોય હું ગુજરી બજારમાં અડધા ભાવે વહેંચી નાખીશ અને રોકડા કરીશ મિલોર્ડ પરત અપાવો.''
જજ આ બધી વાત સાંભળી અને બે ગ્લાસ પાણી પી ગયા. જજને પણ તેનો ભૂતકાળ યાદ આવી ગયો હોય તેમ અંગત રીતે લીલી ને કહૃાું ''તમારે પર્સનલ લોન લઈ અને આ હિસાબ તાત્કાલિક ચુકતે કરી દેવો જોઈએ. તમારા મમ્મીને પણ આવી આદત હતી.''
ચુનિલાલ કહે હું તો સ્તબ્ધ થઈ ગયો કે સાલુ કેટલા વર્ષે ક્યાં કનેક્શન નીકળે છે? અને કોર્ટે જ્યારે હુકમ કર્યો કે છોકરાને વ્યાજ સહિત તેના ખર્ચના પૈસા આપી દેવા ત્યારે જજના મોઢા ઉપર જે ખુશી હતી તેના પરથી એવું લાગ્યું કે આ જજે ૨૫ વર્ષ પહેલાંનો ગુસ્સો અને વેર બીજી પેઢીએ જોરદાર રીતે વાળ્યું. હવે મને કહો કે હું માથા પછાડું કે નહીં?
હું પણ વિચારે ચડ્યો કે કોર્ટ પાસે હવે લોકો કેવા પ્રકારના પ્રશ્નોમાં ન્યાયની અપેક્ષા રાખી રહૃાા છે? અને આ નવી પેઢીને થયું છે શું?
વિચારવાયુઃ- આજની પેઢીએ તેમના વિજાતીય ફ્રેન્ડ માટે ઓળખાણ કરાવતી વખતે કહેવું પડે છે કે આ મારો કે મારી ''જસ્ટ ફ્રેન્ડ'' છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયાએ દિલાને ફોન કર્યો કે ''તાત્કાલિક તરૂણભાઈના ઘરે આવ ન બનવાનું બની ગયું છે.''
૧૩૫ કિલોનો દિલો હાંફતો હાંફતો તરૂણભાઈના ઘરે પહોંચ્યો ઘરની બહાર આઠ દસ મિત્રો ચિંતાતુર ઊભા હતા. દિલાના વિશાળ દિલમાં ફાળ પડી નક્કી કાંઈક અજુગતું ઘટ્યું છે.
ભારેખમ ચહેરા સાથે ચુનિયાએ દિલાના ખભા પર હાથ મૂક્યો અને કહૃાું કે ''હિંમત રાખજે''.
ભીના સાદે દિલ એ પૂછ્યું ''કઈ રીતે બન્યું?''
''તરૂણભાઈની ખાવા પીવાની આદત બીજું શું?''
''ખરેખર તરૂણભાઈએ ધ્યાન રાખવાની જરૂર હતી.''
''મે નહીં કીધું હોય? પણ કોઈના બાપનું માને તો ને''
''હશે જે થવાનું હતું તે થઈ ગયું.તમે લાગણીથી ગુસ્સો કરો છો. પરિવારને સાંત્વના આપી?''
આ બધી ચર્ચા થતી હતી ત્યાં તરૂણ ફાકી થૂંકવા ઘરની બહાર આવ્યો. નામ જ તરૂણ છે બાકી ઉંમર ૫૦ આંબી ગયા છે.
દિલા એ તરત જ કહૃાું કે ''આ તો..... તમે પણ શું ચુનિલાલ મને તો ધ્રાસ્કો પડી ગયો હતો. ખરખરાના મૂડમાં કોઈ ફોન કરે?''
ચુનિલાલે દિલાના ૭૦ એમએમના વાસામાં જોરથી ઢીક્કો માર્યો. તારામાં બુદ્ધિ નથી? રાતી રાયણ જેવો છે. હું તો કહેવા માગું છું કે તેને ડાયાબિટીસ આવ્યું.
ઓ... એમ છે. તો એમાં શું થઈ ગયું? ડોક્ટરને દેખાડી દેવાનું તે કહે તે દવા લેવાની. ચાલો તેની પાસે બેસીએ અને જાણીએ કે કઈ રીતે ડાયાબિટીસ છે તે ખબર પડી.
ઘરમાં પરિવારના ઘેરા વચ્ચે તરૂણ લમણે હાથ દઈ બેઠો હતો. ચુનિયાએ વાતનો ઉપાડ કર્યો.
ભલા માણસ ભડભાદર થઈ અને હિંમત હારી ગયો? બે મહિના લીમડા ઉપર રહો એટલે ડાયાબિટીસ ગાયબ.
તરૂણે તરત જ કહૃાું કે મારી હાઈટ ટૂંકી પડે લીમડાના ઝાડ પર કઈ રીતે ચડવું અને ખડબચડા થડ પર બે મહિના બેસવું, સુવુ, ખાવું પીવું બધું અઘરૃં પડે.
''અરે એમ નહીં ભલા માણસ બે મહિના લીમડાના પાન ખાવ એમ કહું છું.''
તરૂણના મગજમાં આવેલા પેંડા કડવા થઈ ગયા.
સલાહ શરૂ થાય પછી રોકાય થોડી?
''લીમડાના પાન કરતાં રોજ રાત્રે મેથીના તેરદાણા પલાળી દેવાના અને સવારે મેથી ચાવી જવાની અને પાણી પી જવાનું.''
''કડુ કરિયાતું બેસ્ટ હોં, સવારે નયણા કોઠે ફાકડો મારી જવાનો.''
''બધા કરતા કારેલાનો જ્યુસ અક્સીર ગણાય. રોજ સવાર સાંજ પીવાનું રાખો મહિના પછી મીઠાઈ ખાવી પડશે એ હદ સુધી સુગર ઓછી થઈ જાય.''
તરૂણ વચ્ચે બેઠો હતો અને ચારે બાજુથી યુક્રેન પર રશિયા એ જે રીતે મિસાઈલનો મારો કરેલો તે રીતે સલાહ સુચન લમણામાં વાગતી હતી.
તરૂણને મગજમાં એમ થઈ ગયું કે જો છૂટ મળે તો મીઠાઈ નથી ખાવી પરંતુ આ બધાને એક એક ઢીક્કો તો મારી જ લઉ.
આ બધાથી છટકવા માટે તરૂણ ઉભો થવા ગયો કે તરત જ પરિવારના દીકરા દીકરી અને વહુએ ટેકો દેવાનું ચાલુ કર્યું. તરૂણે રાડ પાડી ''ડાયાબિટીસ થયું છે કંઈ હું લંગડો નથી થઈ ગયો. મને અશક્તિ નથી આવી ગઈ''
તરૂણના ઘરવાળાને સાડીનો છેડો મોટા ઉપર દાબી રોવાનું શરૂ કર્યું. ''જોયું ડાયાબિટીસને કારણે સ્વભાવમાં પણ કેવો ફેરફાર થઈ ગયો છે? પહેલા કોઈ દિવસ આટલું ઊંચા અવાજે બોલ્યા નથી (એ હિંમતના અભાવને કારણે). કંટાળો તો જરાય ન કરતા. સ્વભાવ ચીડ ચીડિયો થઈ ગયો છે.''
ખરેખર તરૂણને ગુસ્સો આવતો હતો. પરંતુ આટલા બધા વાક પ્રહારથી તેને પણ થયું કે ખરેખર ડાયાબિટીસના કારણે હું ગુસ્સે થયો છું કે આ લોકોની ડાયાબિટીસ અંગેની ગેરસમજણને કારણે?
પરિસ્થિતિને સમજી અને તરૂણે ઘરવાળીને ખભે હાથ મૂકી અને કીધું ''ગાંડી તારા પર ગુસ્સે નથી થતો મારી જાત પર ગુસ્સે થવું છું.''
તરૂણના ઘરવાળા તરત જ બોલ્યા ''થાય ડાયાબિટીસમાં આવું થાય પણ તમે ચિંતા ન કરતા આપણે બંને સાથે મળી અને આ દર્દ સાથે લડશું. તમને કાલથી તેલ ઘી ખાંડ ગોળ ઘઉં ચોખા બધું જ બંધ.''
તરૂણે તરત જ કીધું કે ''તો શું રસોડે તાળું મારી દેશો? મારે જમવું શું?''
ભાભી એ લિસ્ટ કાઢ્યું તને બોલ્યા, ''મારી બા એ જમાઈ માટે મોકલ્યું છે. કાલથી બાફેલા શાક, કોદરી, દહી છાશ, જવની રોટલી, સવારના નાસ્તામાં ભાખરી નહીં આપું બાફેલા મગ મળશે, તેલ તો વાર તહેવારે એકાદ ચમચી વઘાર માટે જોઈએ તેટલું જ વાપરવું, મીઠાઈ ખાવાની તો નહીં પરંતુ મીઠાઈની દુકાન બાજુ જોવાનું પણ નહીં. આઈસ્ક્રીમ સપનામાં પણ ન આવવો જોઈએ.''
તરૂણને થોડીકવાર તો એમ થયું કે આના કરતાં તો કાળાપાણીની સજા સારી. જેલમાં પણ સપરમા દિવસે કેદીઓને મીઠાઈ પીરસવામાં આવે છે.
આ બધું તો ઠીક છે કંટાળીને મોબાઈલમાં રીલ જોવાનું ચાલુ કર્યું તો તેમાં પણ ડાયાબિટીસની રીલો જ તેની સામે આવી.
હું ખૂણામાં બેઠો બેઠો આ બધું જોતો હતો મને આંખેથી ઈશારો કર્યો અને તરૂણ ''હમણાં આવું'' કહી અને મારી સાથે બહાર નીકળ્યો.
મને કહે ''મિલનભાઈ યાર આ લોકોને સમજાવો મારે જીવવું છે. મારે ડાયાબિટીસમાં શું કરવું તે મને ખબર છે. કોઈ સારો ડોક્ટર દેખાડો એટલે તેની સલાહ પ્રમાણે ચાલીએ.''
વિચારવાયુઃ ડાયાબિટીસના દર્દીઓને એક ગમતું વાક્ય એટલે...
''એકા'દમાં વાંધો નહીં''
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મેં ઘણીવાર સાંભળ્યું છે કે બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન અને આવે તો આવે બાકી ન આવે.
જો કે મને એક આશ્ચર્ય તો હંમેશાં માટે રહેશે કે અમારો ચુનિયો એકવાર આફ્રીકાથી આવેલા લોકો સાથે ફરવા ગયેલો અને લગભગ એક મહિના પછી જોયો ત્યારે કોણ જાણે કેમ તેના વાળ પણ વાંકડીયા થવા લાગ્યા હતા. કલર પણ ઘાટો કાળો થવા લાગ્યો હતો! એટલે શાન તો આવે એ સમજ્યા પણ અમારા ચુનિયાને અપવાદ ગણવો પડે કેમ કે એને વાન પણ આવવા લાગ્યો!
આ વાત વધારે સમજવા માટે તમારે અલગ અલગ બિઝનેસમાં જોડાયેલા વ્યક્તિને એક જ સવાલ પૂછવાનો એટલે તમને એમના વ્યવસાયની ભાષા જ સાંભળવા મળે.
મુંબઈમાં વરસાદ વિશે અમારા મગન દરજીને વરસાદ કેવો એવું પૂછતા જ જવાબ આપ્યો 'અરે વાત પૂછોમાં.. ટેભા તોડી નાખે એવો મંડાણો છે.'
આ પછીનો ફોન સુરેશ શેરદલાલને લગાડ્યો તો એણે કહૃાું 'ઉપલી સર્કીટ લાગી હો.' પછીનો ફોન જૈન બિલ્ડર્સના કમલભાઈને કર્યો તો એમણે કહૃાું 'વસઈની તેજી જેવો વરસાદ છે, આજે તો આખા મહીનાનું બુકીંગ કર્યું હોય એમ લાગે છે.
એક કવિ મિત્રને પૂછ્યું તો કહે 'આજનો વરસાદ તો રદીફ કાફિયાનો મેળ તોડી નાખે એવો છે. આમા છંદ બંધારણ તો ગોત્યું હાથમાં આવે એમ નથી.'
ટપુ ટપોરીએ કહૃાું 'અરે ભાઈ વાંસા ફાડી નાખે એવો વરસાદ છે. સીધો થર્ડ ડીગ્રીએ જ ચાલુ પડ્યો છે.'
બાલચંદભાઈ સોનીએ જવાબ આપ્યો કે 'અરે રોડ ઉજારી નાખ્યાં.'
સૌથી વધારે તો અમારા મિત્ર જયરામ બિલ્ડર્સવાળા સંજયભાઈને ત્યાં પહેલો પ્રસંગ હતો. છોકરો યુવાન એટલે એનું ગોઠવવાનું હતું. એમની આ યાત્રાનો હું સાક્ષી રહૃાો છું. એમની દરેક ભાષા રીયલ એસ્ટેટના ધંધા મુજબ જ હોય. મને ફોન કરીને કહૃાું કે 'તમે આવતા હો તો મારા છોકરાની સુથી દેવા જવાની છે પણ મને એમ છે કે પહેલા પ્લોટ તમે તમારી નજરે જોઈ લો, ફાઇલ ચેક કરી લો અને જો પ્લાન બેસે એવું લાગે તો પછી સુથી આપીએ.' અમે ગયા પણ ખરા. કુટુંબ, કન્યા, સગાવહાલાઓને મળ્યા અને ખૂણામાં જઈને મસલત કરી અને એમનો અભિપ્રાય હતો કે 'મોકાનું છે. કાટખૂણાનું છે, ૩૦ના મોઢાવાળુ વેસ્ટ ઓપન છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે એટલે ગોળધાણા ખાવામાં વાંધો નથી. સુથી આપી કાચી ચીઠ્ઠી બનાવી લઈએ.' થોડા સમય પછી ચૂંદડી ઓઢાડી શ્રીફળવિધી પતાવી મને ફરી ફોન કર્યો કે 'અત્યારે કબજા વગરનો કરાર કર્યો પણ વિધિ થઈ ગઈ હોય તો ફેન્સીંગ બાંધી શકાય એટલે કે આવરો જાવરો રહે. હવે પછીની મિટિંગમાં વેવાઇ સાથે બેસીને કબજાની વાત કરે લેશું. આપણી ગણતરી ડિસેમ્બરમાં કબજો સોંપે એવી છે એટલે પાક્કો દસ્તાવેજ કરી લઈએ. આમ મોર્ડન એરાનું બાંધકામ છે એટલે બહુ રીતરિવાજમાં માનતા નહીં હોય છતાં આજુબાજુમાં તપાસ કરી લેશું કે લોકોલીટી કેવી છે.' થોડા દિવસો પછી એમણે જણાવ્યું કે 'સાટાખત ભરાઈ ગયું અને આપણે વાત થયા મુજબ ડિસેમ્બરમાં કબજો સોંપી દેશે. આપણા કબજામાં આવ્યા પછી જરૂરી ફેરફાર કરી લેશું.' થોડા સમયમાં જ કોઈ મિત્ર દ્વારા સમાચાર મળ્યા કે સગાઈ તોડી નાખી એટલે સ્વાભાવિક રીતે મેં ફોન કરી ખબર અંતર પૂછ્યા.સંજયભાઈએ જવાબ આપ્યો 'ભાઈ, આપણે ઉત્તરોત્તર ચેક કરવામાં ભૂલ ખાય ગયા. કન્યાના ઘણાં લફરા બહાર આવ્યા ત્યારે ખબર પડી કે આમાં તો ચાર પાંચ બાનાખત ઓલરેડી છે એટલે સરવાળે સોદો ફોક કર્યો. વેવાઇ આપણને ભરેલ કબજે માલ પરોવવાની તૈયારીમાં હતા પણ આ તો માર્કેટમાં આપણી શાખ સારી એટલે જગ્યાનું વર્ણન કરતા જ ૭/૧૨ના ઉતારા સહિત બધી જ માહિતી આવી ગઈ. આ તો ઠીક છે કે આપણે વર્ષોથી ધંધામાં છીએ બાકી આજકાલ આવા જ લોકો છે. દલાલને પણ બરાબર ખખડાવ્યો કે હવે આવી પ્રોપર્ટી દેખાડી છે તો કાયમ માટે ધંધો બંધ કરાવી દઇશ.' આ આખી વાતમાં જો છોકરીને બાદ કરી નાખો તો એમ જ લાગે કે કોઈ પ્રોપર્ટીનો સોદો છે! પણ આને કોણ સમજાવે કે એમનો છોકરો એવી પ્રોપર્ટી છે કે તેજીની માર્કેટમાં મંદીના ભાવે વેચવા મૂકો તો પણ ખરીદનાર ન જ મળે!!!
અમારા પ્રિય મિત્ર ગોપાલ કંદોઈ પહેલીવાર પ્રેમમાં પડ્યો ત્યારે એનો લખેલો લેટર મને હજુ પણ યાદ છે.
પ્રિય રસમલાઈ,
જેમ ડાયાબિટીસના દર્દી જલેબી જોઈને લલચાય એ રીતે જ તને જોઈને હું લલચાવ છું. ભલે મારૂ શરીર પેંડા જેવું છે પણ તને પામવા હું કાજુકત્રીની હદ સુધીનું ઘટાડવા તૈયાર છું. તારો સ્વભાવ મને મીક્સ મીઠાઈ જેવો લાગ્યો છે. તારા શબ્દોમાં મને રસગુલ્લાની મીઠાશ અનુભવાય છે. તારા હોંઠ એટલે સંગમ કત્રી પર મૂકેલી ચેરી. તારા અંગૂર રબડી જેવા જીવનમાં હું સુકા મેવાની જેમ ભળી જઈશ અને આપણા લગ્નની મીઠાઈરૂપે બધાને ખુશી આપીશું. મારા પપ્પા મને લીસા લાડવાની જેમ જાહેરમાં વેંચી નાખવા માંગે છે અને ખાટા પડી ગયેલા શીખંડ જેવી છોકરીઓ બતાવે છે. મને આશા છે કે તું આપણા સંબંધોની મીઠાઇ પર હરખ કરીને વરખ ચોપડી હાં જ કહીશ. મને ખબર છે માખીઓ તો આવશે જ પણ આપણે ગમે તેવા વિઘ્નોને માખી ઉડાડીએ એમ ઉડાડી દઇશું.
આમ પણ શિયાળો ચાલે છે એટલે આપણે બંને મળીને પ્રેમના અડદિયા બનાવી લઈએ. બસ હાં પાડ એટલે કીલો કીલોના બોક્સ તૈયાર જ રાખ્યા છે એ લઈને તારા પરિવારને મીઠાઇથી ધરાવી દઉં.
લિ. તારો ગોપાલ
જો કે છોકરી ટીચરની દીકરી હતી એટલે ગોપાલના મીઠા મધૂરા પ્રેમ પત્ર પર બ્લેકબોર્ડ પર ડસ્ટર ફરે એમ ભૂંસી નાખ્યું અને લખ્યું 'અમારા ઘરમાં બધા ફરસાણના શોખીન છે, મીઠાઈના નહીં' લખીને વાત પૂરી કરી નાખી! આજની તારીખે ગોપાલ કુંવારો જ છે કેમ કે એ દુઃખમાં લગભગ ૧૧૦ કીલોનો થઈ ગયો છે અને પૂછીએ તો કહે 'દરજી કોઈ દિવસ જાડા ના હોય અને કંદોઈ કોઈ દિવસ પાતળો ન હોય અને લેખક કોઈ દિવસ બે પાંદડે ના હોય.' આગલા બે વાક્યો માટે વિકલ્પો હતા પણ જેવી લેખકની વાત આવી એટલે આપણે પણ સ્વીકારી લીધું.
વિચારવાયુઃ જેની સગાઈ ન થતી હોય તેના મોઢા પર ચાંદીનો વરખ લગાડો તો તેનો પણ સોદો થઈ જાય તેવી માર્કેટ છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની મજા ટેનામેન્ટ વાળા, લોરાઇઝ ફ્લેટવાળા, ખુલ્લા મેદાન વાળા લઈ શકે. બહુમાળી ફ્લેટ વાળા માટે આ પર્વ નથી.
સીધું કહી શકાય કે બહુ ઊંચે પહોંચી ગયા પછી ક્યારેક ગમતી મજાઓ છોડવી પડે છે.
ઉત્તરાયણ એટલે એવો દિવસ કે જેમાં માણસ સવારથી સાંજ સુધી આકાશ તરફ જ જુએ. ક્યારેક પતંગ માટે, ક્યારેક પડોશી માટે, અને ક્યારેક એ જોવા માટે કે સામેવાળો પોતાના પતંગ કરતાં પોતે વધારે ઊંચે ઉડી રહૃાો છે કે કેમ! આ દિવસે લોકોનો આત્મવિશ્વાસ એટલો વધી જાય છે કે જે આખું વર્ષ ભાઈ, મને નોકરી અપાવી દેજે કહેતો હતો, એ પણ આજે કહે છે, હું તો બાળપણથી જ લીડર છું.
પતંગ ઉડાડવાની મજા આવે તેનાથી વધારે કાપવાની મજા આવે અને તેથી પણ વધારે લૂંટવાની મજા આવે. હવે આ લોકોની પ્રકૃતિ બની ગઈ છે. રાજકારણમાં જે સરસ રીતે પ્રેઝન્ટેશન કરી શકે કામ કરી શકે તેના કરતાં વધારે કોઈની લીટી નાની કરી શકે, પોતાનો કક્કો સાચો છે તે સાબિત કરી શકે અને તેના માટે કાપા કાપી કરી શકે તે યોગ્ય નેતા અને સૌથી સફળ નેતા એટલે પતંગ લૂંટી શકે અને પોતાના ધાબા પર વટ્ટ પાડી શકે. મારા વાચકો થોડામાં ઘણું સમજી શકે છે.
જે ઉત્તરાયણમાં ઉડાડવામાં કાપવામાં કે લૂંટવામાં ભાગ નથી લઈ શકતા તે માત્ર જુએ છે અને મજા માણે છે એટલે કે તેને આપણે પ્રજા કહીએ છીએ.
આ વર્ષે ઉત્તરાયણમાં એક ખાસ વાત જોવા મળી, પતંગ સાથે રાજકારણ પણ ઉડતું હતું. કોઈ કહે, આ મારો પતંગ, તો સામે વાળો કહે, ના, આ તો અમારી પાર્ટીનો! પતંગ ઉડાડતા ઉડાડતા લોકો એવા ચર્ચા કરે જાણે વિધાનસભામાં બેઠા હોય.
એ પતંગ બહુ ઊંચો ગયો છે, એની દોરી ભલે સબળી હોય પણ હવે એને નીચે લાવવાનો સમય આવ્યો.
પતંગ ઉડાડનારને લાગે છે કે એ દુનિયાનો સૌથી મોટો સ્ટ્રેટેજિસ્ટ છે. રાજકારણમાં પણ એવું જ છે. અહીં નેતાઓ માને છે કે તેઓ દેશ ચલાવે છે, પરંતુ પતંગ જેવી જ હાલતદોરી કોઈ બીજાના હાથમાં!
ઉત્તરાયણમાં બે પ્રકારના લોકો હોય છેએક જે પતંગ કાપે અને બીજા જે પતંગ લૂંટે. કાપનારા બહુ ગર્વીલા હોય છે. એ કહે, અમે સીધા કાપીએ, લૂંટવાની જરૃર નથી. આવા લોકો રાજકારણમાં પણ હોય છે. એ સીધા સ્ટેજ પર ચઢે, માઈક પકડે અને બોલે, આ વિસ્તાર તો આપણો જ છે. લૂંટનારા થોડા શાંત હોય છે. એ કંઈ ન બોલે, ફક્ત જોયા કરે. અને જયારે કોઈ બીજાનો પતંગ પડી જાય, ત્યારે અચાનક સ્પીડ એવી આવે કે ઓલિમ્પિકમાં દોડે તો મેડલ લઈ આવે.
આ લૂંટનારા રાજકારણમાં બહુ કામના છે. એ લોકો પોતે કશું બનાવતા નથી, પણ જે બને છે એમાં પોતાનો હિસ્સો શોધી લે છે.
એમ પતંગમાં પણ ગોથાળીઓ, એટલે કે હવા માં ગોથા મારતો હોય તેમ રાજકારણમાં પણ આવા ગોથાળીયા હોય છે.આજે એક પાર્ટીમાં, કાલે બીજીમાં. એમને પૂછો, તમે ક્યાંના? તો જવાબ આપે, હું તો જીતનારો છું. એમના માટે વિચારધારા પતંગ જેવીહવા બદલાય એટલે દિશા બદલાય.
અગાસી હવે માત્ર મકાનનો ભાગ નથી રહી. એ હવે પોલિટિકલ સ્ટેજ છે. એક ખૂણે ચિક્કી, એક ખૂણે ઉંધીયુ અને વચ્ચે રાજકીય વિશ્લેષણ. લોકો કહે છે, આ વર્ષે પતંગ તો અમે લઈ જઈશું, અને અંદરથી અર્થ એવો કે આ વખતે સીટ અમારી. ચા પીતા પીતા લોકો એવા અંદાજ લગાવે છે જાણે ઇલેક્શન કમિશન એમના ઘરમાં જ બેઠું હોય.
પતંગ ઉડાડતાં માણસ પોતાને સુપરમેન સમજે છે. એને લાગે છે કે આખું આકાશ એની મુઠ્ઠીમાં છે. રાજકારણમાં પણ એવું જ છે. નેતાઓ માને છે કે લોકો એમની પાછળ છે, પણ હકીકતમાં તો લોકો પાછળથી સેલ્ફી લઈ રહૃાા હોય છે. પતંગ ઊંચે જાય, તો બધા કહે, વાહ! પણ પડી જાય, તો બધા પહેલા વિડિયો બનાવે.
ઉત્તરાયણમાં ચીકી કે ઉંધીયું વહેંચાય છે, રાજકારણમાં વચનો વહેંચાય છે. પતંગ પણ કપાય અને વચન પણ.
છેલ્લે, ઉત્તરાયણ આપણને એક સત્ય શીખવે છે. અહીં કોઈ કાયમી ઊંચે નથી. પતંગ આજે ઊંચે, કાલે જમીન પર.
નેતા આજે માઈક પર, કાલે મીમમાં.
આકાશમાં પતંગ ઉડે છે, જમીન પર નેતાઓ, અને વચ્ચે આપણે બધા હસતા, ચીસો પાડતા અને આશા રાખતા કે તહેવાર સરસ ઉજવાશે બધું આપણને ગમતું થશે.
વિચારવાયુઃ વર્ષોથી એક જ કલરમાં રહેલા આકાશને અને પરિણીત પુરૃષને કલરફુલ થવાનો એક દિવસીય મોકો એટલે પતંગ ઉત્સવ ઉત્તરાયણ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
''મોમ ગ્રાન્ડપા ને કહેને કે તેમનો જમાનો જુદો હતો.અમારો જમાનો જુદો છે. ફાસ્ટ છે.તેમને ન ખબર પડે. દરેક વાતમાં અમને સલાહ આપે છે.''
સ્માર્ટ દાદાએ ચશ્માની ઉપરથી દાદી સામું જોયું અને સમજદારી પૂર્વકનું હસ્યા.
પૌત્રને બોલાવી માથે હાથ ફેરવી અને કહૃાું ''બેટા કશુંક ખોટું થતું હોય તો ઘરના વડીલની ફરજ છે કે સાચી સમજ આપે.''
''ગ્રાન્ડપા, અમારી પાસે સમજ લેવા માટે મોબાઈલ છે. યુ કેન આસ્ક એનીથિંગ ટુ એઆઈ,''
હવે દાદી મેદાનમાં આવ્યા અને દીકરાને શાબાશ કહી અને એપ્રિસિયેટ કર્યો. આમાં અયાનને મજા આવી ગઈ.
દાદી એ વાત આગળ ચલાવી. ''અયાન, બેટા ચાલો આપણે દાદા ને મોબાઈલથી હરાવીએ.''
દાદાએ પણ ચેલેન્જ સ્વીકારી અને જે હારે તે જીતેલાની ટાસ્ક પૂરી કરે તેવું નક્કી પણ થયું.
આજના જમાનામાં માણસે બે પ્રકારના બુદ્ધિશાળી જીવો બનાવ્યા છે. એક છે એઆઈ અને બીજા છે દાદા-દાદી. ફરક એટલો જ કે એઆઈ ને આપણે બનાવ્યું છે, અને દાદા-દાદીએ આપણને.
આજકાલ ઘરમાં એઆઈ એવું ઘૂસી ગયું છે, જાણે નવો જમાઈ આવ્યો હોય. બધાને લાગે આ તો બહુ હોશિયાર છે!
દાદાને પૌત્રએ કહૃાું, દાદા, આ એઆઈ છે, બધું જાણે છે. દાદાએ ચશ્મા પહેરી, મોબાઈલ તરફ જોયું અને કહૃાું, તો આને દાદી કહેવાય એ પણ બધું જાણે છે.*
ત્યાં તો એઆઈ બોલ્યું: આઈ કેન એન્સર એની ક્વેશ્ચન દાદાએ તરત પૂછયું: લગ્ન પછી માણસ કેમ બદલાઈ જાય છે? એઆઈ થોડી વાર પ્રોસેસમાં ગયું. લોડિંગ થયું. ચક્ર ફર્યું. પછી બોલ્યું: ''ધીસ ઇસ ડ્યુ ટુ ઈમોશનલ, સાયકોલોજીકલ એન્ડ સોશિયલ ચેન્જીસ''
દાદા બોલ્યાઃ અરે! આટલું બધું લખવા કરતા એટલું જ કહેત કે 'ઘરવાળી' તો પણ હું સમજી જાત.
દાદી, એઆઈ પાસે રેસીપી પણ છે. દાદીઃ લાવો, જોઈએ. એઆઈ બોલ્યું: ટેક થ્રી ગ્રામ ઓફ સોલ્ટ ફાઈવ એમ એલ ઓઇલ બોઇલ ફોર સેવન મિનિટ
એઆઈ એ પોતાની રેસીપી પ્રમાણે બનાવ્યું. દાદી એ પોતાની લાગણી પ્રમાણે વાનગી બનાવી બન્ને ખાવા બેઠા. એઆઈ ની વાનગી ખાઈને દાદા બોલ્યા, આ ખાવાથી પેટ ભરાય, પણ દિલ નહીં!
દાદા બોલ્યા, તું રડી શકે? એઆઈઃ આઈ કેન સીમ્યુલેટ ક્રાઇન્ગ. દાદીઃ એટલે તું નકલી દુઃખી થઈ શકે, સાચે નહીં. એઆઈ થોડી વાર ચૂપ રહૃાો. પહેલીવાર એને લાગ્યું કે આ દાદી પાસે જે છે, એ મારી પાસે નથી.
દાદાએ એ આઈ ને પૂછ્યું, ''સમય શું છે?'' એઆઈ કહે, ટાઈમ ઈઝ મની. દાદા કહે, સમય યાદો છે!
દરેક જવાબ પછી એઆઈ થોડીવાર માટે હેંગ થઈ જતું. એને લાગતું આ માણસ મારા અલ્ગોરિધમમાં ક્યાંથી આવ્યો?
એ દિવસે એઆઈ એ પોતે જ વિચારવાનું શરૂ કર્યું. હું બધું જાણું છું, પણ કંઈ અનુભવતો નથી. હું મેસેજ લખી શકું છું, પણ હાથ પકડી શકતો નથી. હું જવાબ આપી શકું છું, પણ કોઈને ગળે લગાવી શકતો નથી.
દાદા-દાદી અને આયાને એ આઈ ને કહૃાું ''બાળક રોવે છે તેને સુવડાવી દે.''
સરસ મજાનું હાલરડું વાગ્યું. દાદા દાદીએ કહૃાું ''બાળકને થપ થપાવશે કોણ? ખોળામાં લઈ માથે હાથ કોણ ફેરવશે? તું બાળોતિયા સાફ કરી શકે? ડાયપર બદલી શકે? બાળક રડે તો રડવાનું કારણ આપી શકે? તારી પાસે સ્પીડ છે, દાદા-દાદી પાસે આ બધું કરવાનો સમય છે.''
એઆઈ દુનિયાને ઝડપી બનાવશે. પણ દાદા-દાદી કુટુંબમાં સ્થિરતા આપે છે.
એઆઈ તમને સફળ બનાવશે. પણ દાદા-દાદી તમને માણસ બનાવશે.
અને અંતે એઆઈ એ પોતે જ કહૃાું: ''આઈ એમ ધ ફ્યુચર બટ ધે આર ધ રૂટ્સ''
દાદા અને દાદીએ અયાન સામું જોયું. દાદા-દાદીની ચાર આંખો કશુક બોલી ગઈ.અયાન દાદીના ખોળામાં ખોવાયો, દાદાએ હેતથી માથે હાથ ફેરવ્યો.
હવે રોજ મોબાઇલ બાજુ પર રહે છે. અને અયાન દાદા-દાદી સાથે મસ્ત રહે છે.
વિચારવાયુઃ- માણસ દુઃખી થશે તો તેને રડવા માટે, ખાલી થવા માટે કોઈનો ખભ્ભો જોઈશે.
એ આઈ સૂચન આપી શકે ખભ્ભા માટે મિત્ર જોઈએ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મુંબઈમાં બધું ઈઝીલી મળી જાય, છૂટથી મળે... તેમાં ઉત્સવોની ઉજવણીની અડધી મજા મરી જાય.
આવો અમારા ગુજરાતમાં, જ્યાં મળી તો જાય પણ વ્યવસ્થા કરવામાં પણ જુગાડું મોજ આવે.
જી હા હું વાત કરૃં છું દારૂ પીવાની. મુંબઈમાં ચા પીવા જેટલું સહેલું છે.
પોલીસની પીસીઆર વાહન અને પત્નીના વેલણ, વાકબાણ, અને તીખા તીર જેવા પ્રશ્નો વચ્ચે એક કુલ બોટલની વ્યવસ્થા કરી તેને મિત્રો વચ્ચે બેસી અને ગટગટાવવી તેની થ્રિલ ઉપરોક્ત ઘટનાઓનો ભોગ બનેલા જ જાણી શકે.
૨૫ ડિસેમ્બરથી ઉજવણીના દિવસથી દારૂ અને જગ્યા માટે કોઈ વૈજ્ઞાનિક નવી શોધ કરવામાં જેટલું મગજ નહિ વાપરતો હોય તેટલું મગજ અમારો ચુનિયો દારૂ બાઈટિંગ અને ખુફિયા જગ્યા શોધવામાં વાપરે છે.
આ વખતની પાર્ટી યાદગાર રહી. પીવાની વાતનું એક્સાઇમેન્ટ અને પોલીસની રેડનો ડર ઈન્સ્ટાગ્રામમાં પાંગરેલા પ્રેમ પછી વહેલી ડેટ જેવી ફીલિંગ આપે.
ગુગલમાં પણ ન જડે તેવી જગ્યા પસંદ કરવી એ અમારા ચુનીયાનું કામ. તેનાથી બે ફાયદા રહે, એક તો જે સોલ્જરીમાં પૈસા ન કાઢે તેને એ જગ્યા નું સરનામુંજ ના મળે.
પસંદ કરેલી જગ્યા રમતનું મેદાન હતું. ગામથી દૂર અને નક્કી એવું કરેલું કે પોલીસની રેડ પડે તો રમત રમવા માંડવી.
બધાના ગ્લાસ ભરાઈ ગયા. નવા નિશાળીયાઓએ ધૂમ તડકે મળેલી છાશનો ગ્લાસ માની એક જ શ્વાસે અંદર ઉતારી દીધું.
ચુનિયાએ બીજો પેગ કેવી રીતે પીવો,સાથે કેટલું અને કયુ બાઈટીંગ લઈ શકાય, તે સમજાવવાની શરૂઆત કરી તો પણ બે જણાએ નાત જમણમાં કેરીનો રસ જે રીતે પીવાતો હોય તેમ ગ્લાસ મોઢે માંડી ગયા.
હવે મને અને ચુનિયાને થઈ ગયું હતું કે આ સુધરે તેવી જમાત નથી. એટલે મોઢામાંથી વાસ ન આવે તે માટે શું કરવું તે વિષય ઉપાડ્યો.
વરીયાળીથી લઈ અને લસણ ડુંગળી સુધીના પ્રયોગો સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમને એવું લાગ્યું કે જો અમે આ સમજાવવામાં જ રહીશું તો અમારા ભાગે છેલ્લે વધતા લવ ડ્રોપ સિવાય કશું રહેશે નહીં.
આટલી વાત દરમિયાન થોડો ખખડાટ થતાં પોલીસના આવવાની જાણ થઈ અમે તરત જ મેદાનમાં રમવા માટે ભેગા થઈ ગયા અને નક્કી કર્યા મુજબ હું અને ચુનીયો કબડી કબડી બોલી રમવાનો માહોલ ઊભો કરતા જ હતા ત્યાં પોલીસવાળા બધાને ગરદનથી દબોચી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.
મને કારણ જાણવા ન મળ્યું કે આટલું સરસ પરફેક્ટ આયોજન કર્યા પછી પોલીસ વાળાને ખબર કઈ રીતે પડી.
મને એક જાણીતા અધિકારીએ બહાર બોલાવી અને ઘરે જવા કહૃાું, ઓળખાણ હોવાથી મેં પૂછ્યું કે ''તમને લોકોને ખબર કઈ રીતે પડી કે બધા પીધેલા છે?''
અધિકારીના કહેવા મુજબ તમે કબડ્ડી કબડ્ડી બોલતા બોલતા રમવાનું શરૂ કર્યું પરંતુ એક જણો ક્રિકેટના પેડ પહેરી કબ્બડ્ડી, કબડ્ડી કરતો બહાર આવ્યો, બીજો લંગડી રમતા રમતા કબડ્ડી કબડ્ડી કરવા લાગ્યો, બીજા એ તો અંદરથી આવતા વેંત મને જોઈ અને કહૃાું ''ઓહો બંને જોડીયા ભાઈઓ પોલીસમાં જ છો?''
તમારા આયોજનમાં થોડી કચાશ રહી ગઈ.
દારૂ છાશની જેમ પીનારો સાહેબ પાસે આવીને કહે ''મારા ઘરે જાણ ન કરતા ભલે સવાર સુધી મને આજીવન કેદ આપો''
ઘણી બધી મગજમારી પછી ''મુક્તિ ફંડ રિલીઝ'' કરી બધા પોતપોતાના ઘર તરફ વળ્યા.
સાચી પરીક્ષા તો હવે હતી.
ઘરે રાત્રે વહેલા આવી જઈશું તેમ કહૃાું હતું અને અત્યારે રાતના ૨ વાગ્યા છે. દરવાજો ખુલતા જ ૮-૧૦ મહિલાઓ મારા ઘરમાં મ્યુઝિકના તાલે નાચી રહી હતી.
મ્યુઝિકના અવાજ વચ્ચે પણ મારા પત્નીનો અવાજ મને સ્પષ્ટ સંભળાય તેવો મધુર છે, પૂછ્યું ''આવી ગયો? હજુ એકાદ કલાક પછી અવાય ને, અમારી મહિલાઓની કીટી પાર્ટી ચાલુ છે'' મને હાશકારો થયો પરંતુ ધ્રાસ્કો પણ પડ્યો. કે આપણે તો ઠીક છે આ લોકો પણ દારૂના રવાડે ચડી ગયા? ત્યાં તો લીંબુ સરબતના ગ્લાસ ભરાઈ અને રૂમમાં ગયા જો કે રસ્તામાંથી જ મેં બે ઉપાડી ગટગટાવી લીધા.
ચુનિયાને બચી ગયાના ખુશખબર આપવા રૂબરૂ ગયો તો ચુનિયો ઘરવાળીને પગે વિક્સ લગાડી આપતો હતો. ભાભી ના પાડી રહૃાા હતા. છતાં ડબલ વિક્સ લગાડી પગે માલિશ કરી રહૃાો હતો. સેવાની સેવા અને મોઢાની વાસ સામે વિકસની સુગંધ.... વાહ... ચુનિયા બચી ગયો તું પણ...
વિચારવાયુઃ પોલીસઃ તું પીધેલો છે, ચાલ આ સીધી સફેદ લાઈન પર ચાલીને બતાવ.
પીધેલોઃ સાહેબ, લાઈન પર ચાલવાની વાત તો ઠીક છે, પણ પહેલા એ કહો કે આ બે લાઈનમાંથી કઈ લાઈન પર ચાલવાનું છે?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આવી ગયું છે ધમાકેદાર મશીન. જે તમારા પગ દુખતા હશે, હાથ દુખતા હશે, કે માથું દુખતું હશે દબાવી આપશે.
''બોલો બહેન, આ ભાવમાં ફરી નહીં મળે. મોબાઈલના ચાર્જરથી ચાર્જ પણ થઈ જાય. જરાય વધારે ઇલેક્ટ્રિસિટી ન બાળે. બે વર્ષની વોરંટી, વર્ષમાં બે સર્વિસ ફ્રી, આવી શોધ વર્ષોમાં એકાદ વાર થાય રોજ ઘણાં મશીન વહેંચાય છે આપી દઉં?''
''ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે. તમારા ભાઈ ૨૪ કલાક આ સેવા પૂરી પાડે છે. બે ટાઈમ જમવાનું આપીએ એટલે વગર ઇલેક્ટ્રિસિટી એ ચાર્જ થઈ જાય છે. લાઈફ ટાઈમ ગેરંટી, જો મશીન કામ ના કરે તો હું વર્ષમાં ગમે તેટલી વાર ફ્રી 'સર્વિસ' કરી નાખું. ઘણીવાર તો ખાધા પીધા વગર લો બેટરીમાં પણ સારૃં કામ આપે છે.
બહુ હોંશભેર આ સંશોધન થયું અને પહેલા જ ઘરાકમાં કસ્ટમર ફીડબેક એવું આવ્યું કે ભાઈએ બધા મશીન ભંગારમાં આપી દીધા.
મેડિકલ સાયન્સમાં પણ હવે રોબોટિક સર્જરી થાય છે. સર્જન ભૂલથી બીજું કંઈ કામ કરવા જાય કે તરત જ રોબોટ બોલે કે ''મોબાઇલ માંથી માથું ઊંચું કરો, સર્જરીમાં ધ્યાન રાખો, બીજે ડાફોળિયાં મારવા રહેવા દેજો ખોટી કાપા કુપી ન કરશો.''
પરંતુ તેમાં પણ એવું મશીન શોધવાની જરૂર છે કે જેવો દર્દીને ભાવતાલમાં સમજાવી અને સુવડાવી દો અને રોબોટ ચાલુ કરો એટલે રોબોટ બોલે કે ''આ દર્દીના તમે જરૂરત કરતા વધારે પૈસા લીધા છે.'' અથવા તો એમ કહે કે ''આને ઓપરેશનની જરૂર જ નથી ખોટા ગાળિયા કરોમાં. તુમારી પરજા નબળી હોગી ઔર તુમ કો હોંહરવા નિકલેગા'' દર્દીને બેભાન કરતા પહેલા જો રોબોટ ચાલુ કરી દીધો તો દર્દીના કાનમાં પણ બોલે કે ''કાળા બજારમાં બે નંબરના પૈસા કમાણો એમાં તું અહીં હલવાણો''
૨૦૨૫ નું વર્ષ પૂરૃં થશે અને ૨૬ ચાલુ થશે ૩૧ તારીખે રાત્રે ૮ વાગ્યા પછી અંગ્રેજી ભાષામાં સંકલ્પ લેવાનું ચાલુ થશે. ફ્રોમ ટુમોરો આઈ વિલ ગો ફોર ધ વોક બ્રો... આમાં કોઈ ગ્રામર જોવાની જરૂર નથી ભાવનાઓ કો સમજો. સો ટકા સંકલ્પમાંથી ૯૯.૯૯ ટકા સંકલ્પો પહેલા અઠવાડિયામાં ભ્રષ્ટાચારી નેતા અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો દ્વારા નવનિર્મિત પુલની જેમ કડડભૂશ થઈ જાય છે.
સો કિલો આસપાસના દાગીના બિચારા ચાલવા તો માગતા હોય છે પરંતુ પોતાનું વજન પોતે ઉપાડી શકતા નથી. એટલે વાહનમાં જઈ વોકિંગ ટ્રેકની સામે પડેલ બાંકડા ઉપર બેસી વોકિંગ કરતા કે જોગીંગ કરતા લોકોને જોઈ જીવ બાળતા હોય છે.
હવે તો જો કે તેમના માટે પણ મશીન આવી ગયા છે મશીન ઉપર સૂઈ જાવ એટલે આપોઆપ હાથ પગ હલાવી તમને ઘરવાળા ઘધલાવીને પરાણે કસરત કરાવતા હોય તેના કરતાં સરસ રીતે પોપલાવીને કસરત કરાવે.
મશીન વઢે પણ નહીં. મશીનનું મેન્ટેનન્સ સાવ ઓછું. બગડે તો બીજું લઈ શકાય. આજુબાજુવાળાનું પણ માગી શકાય. ભંગારમાં પણ દઈ શકાય.
પહેલાના જમાનામાં ચટણી બનાવવા માટે ખરલ અને દસ્તો આવતા. ધીમે ધીમે તેમાં અપગ્રેડેશન આવ્યું અને અત્યારે મિક્સર ગ્રાઈન્ડરમાં ચટણી થઈ જાય.
હવે તો એ છૈ ને એટલું કહેવાનું કે એવું મશીન શોધો કે આપણા શરીર ઉપર ફીટ કરી દઈએ એટલે ચાલતા ચાલતા નીકળો કે વાહન પર નીકળો તમને ઉઘરાણી વાળાથી એલર્ટ કરે. ગાડી લઈને જાતા હો તો તરત જ મશીન બોલે ''કોડા, જમણી બાજુવાળી લે આગળ ચાર ચોક ઉપર તારો લેણીયાત ઊભો છે. ગાડી પાછી વાળી લે. જમણી બાજુ વાળીશ તો તરત જ ટ્રાફિક પોલીસ દંડ કરશે તારી પાસે લાયસન્સ નથી.''
અમૂક આળસુ તો એવા હોય છે કે ''ખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે' આટલી જ દિનચર્યા હોય. આપણે એમ કહીએ કે તમારે જલસા છે બેઠા બેઠા ખાવાનું આવી જાય છે. કોઈ મહેનત નહીં. તો તરત જ ગુસ્સે થઈ અને કહે ચાવે છે કોણ તારો બાપ? એટલે એવું મશીન બનાવો કે ચાવીને આપો તો સીધેસીધું ગળે ઉતારવા તૈયાર હોય.
લોકો શરીર ઉતારવા માટે સાયકલ લઈ અને નીકળતા હોય પરંતુ હવે તેમાં પણ બેટરી ફીટ કરાવવા લાગ્યા છે. ખાલી ઉપર બેસી રહેવાનું બેટરીથી વ્હીલ ફરે.
રસોઈ કરવા માટે પહેલા ચૂલો સળગાવવાથી માંડી ચૂલો ઠારવા સુધી બહેનો જ મહેનત કરતા. ધીમે ધીમે જમાના પ્રમાણે સુધારો આવતો ગયો અને અત્યારે રોટલી વણવાના મશીન, પૂરી તળવાના મશીન, દાળ શાક ભાત બધું જ ઓટોમેટીક થઈ જાય તેવા મશીન બજારમાં ઉપલબ્ધ છે. કચરો પોતુ કરવા માટે પણ રોબોટ આવી ગયા. જોકે બહેનો કાયમ કહે છે કે રોબોટ પતિની તોલે ના આવી શકે. તેના જેવી સફાઈ નથી થતી.
એક દિવસ માણસ આ મશીનથી એટલો કંટાળો છે કે પડ્યા પડ્યા છે ને પ્રાર્થના કરશે કે સુખી થવાનું મશીન શોધો.
વિચારવાયુઃ- છે ગમે તેટલું આગળ વધે. પરંતુ પ્રેમ, લાગણી, વાત્સલ્ય, મમતા.. નો અહેસાસ ન કરાવી શકે. માનવતા ના પાઠ ન શીખવી શકે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક નાનકડા ગામમાં આર્યન નામનો એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો, પણ તેને ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો. તેની પાસે પેન્સિલ કે રંગો ખરીદવાના પણ પૈસા નહોતા, તેથી તે જમીન પર લાકડીથી ચિત્રો બનાવતો.
જાદુઈ વરદાન
એક રાત્રે આર્યનના સપનામાં એક દયાળુ પરી આવી. આર્યનની કલા પ્રત્યેની ધગશ જોઈને પરીએ તેને એક સોનેરી બ્રશ આપ્યું અને કહૃાું, *આર્યન, આ જાદુઈ બ્રશ છે. તું આનાથી જે પણ દોરીશ, તે સાચું બની જશે. પણ યાદ રાખજે, આનો ઉપયોગ ફક્ત જરૂરિયાતમંદ લોકોની મદદ માટે જ કરજે.*
ચિત્રો બન્યા જીવંત
સવારે જાગીને આર્યને જોયું તો તેના ઓશીકા પાસે ખરેખર પેલું સોનેરી બ્રશ હતું! તેણે પરીક્ષા કરવા માટે દીવાલ પર એક રોટલી દોરી. જોતજોતામાં જ એ રોટલી સાચી બની ગઈ અને નીચે પડી!
આર્યન તો ખુશ થઈ ગયો. તેણે જોયું કે ગામમાં એક ખેડૂત પાસે બળદ નથી, તો તેણે બળદ દોરી આપ્યો. એક વિધવા માસી પાસે ઘર નહોતું, તો તેણે સુંદર ઘર દોરી આપ્યું. ગામના લોકો આર્યનના આ જાદુઈ બ્રશથી ખૂબ સુખી થવા લાગ્યા.
લોભી રાજાની એન્ટ્રી
આ જાદુઈ બ્રશની વાત રાજ્યના લોભી રાજા સુધી પહોંચી. રાજાએ આર્યનને દરબારમાં બોલાવ્યો અને હુકમ કર્યો, *મારા માટે સોનાના સિક્કાનો પહાડ દોર!*
આર્યને ના પાડી, "મહારાજ, આ બ્રશ માત્ર ગરીબોની મદદ માટે છે, લાલચ પૂરી કરવા માટે નહીં.*
રાજા ગુસ્સે થયો અને આર્યનને જેલમાં પૂરી દીધો. રાજાએ બ્રશ છીનવી લીધું અને પોતે સોનાનો પહાડ દોરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાંથી કાળો સાપ નીકળ્યો! રાજા સમજી ગયો કે આ બ્રશ માત્ર આર્યનના હાથમાં જ સાચું કામ કરે છે.
ચતુર આર્યન
રાજાએ આર્યનને કહૃાું, *જો તું મને સોનાનો દરિયો દોરી આપે, તો હું તને આઝાદ કરી દઈશ.* આર્યને બુદ્ધિ વાપરી. તેણે મોટો દરિયો દોર્યો. પછી તેમાં એક મોટું જહાજ દોર્યું. રાજા અને તેના સૈનિકો લાલચમાં આવીને જહાજમાં બેસી ગયા. જેવું જહાજ દરિયાની વચ્ચે પહોંચ્યું, આર્યને જોરદાર પવન અને મોજા દોર્યા. રાજા ગભરાઈ ગયો અને માફી માંગવા લાગ્યો. આર્યને પવન રોકી દીધો, પણ રાજાને દૂરના ટાપુ પર મોકલી દીધો.
વાર્તામાંથી શીખઃ- *સાચી કલા હંમેશા બીજાના ભલા માટે વાપરવી જોઈએ. લાલચનું પરિણામ હંમેશા ખરાબ આવે છે.*
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિલાલનો છોકરો જીગો (જીગ્નેશ), અમસ્તો પણ મોઢું સુજી ગયું હોય તેવો લાગે. એમાં આજે સવારથી જ મોટું ફુલાવી ઘરમાં આંટાફેરા મારતો હતો.
આજે સવારની ચા મારે ચુનિયાને ત્યાં હતી એટલે મેં જોયું કે મારા ધ્યાનમાં આવે તે માટે તે ચાર-પાંચ વાર મારી સામેથી ધુવાફુવા થતો નીકળ્યો.
કોઈપણ વ્યક્તિને આવા સંજોગોમાં એમ હોય કે મને કોઈક પૂછે કે ''શું થયું છે?'' મેં પણ પૂછી નાખ્યું અને ભ્રષ્ટાચારી નેતાએ બનાવેલા બંધમાં ઉપરવાસમાંથી થોડું પાણી આવે તો પણ બંધની દીવાલ તરત તૂટી જાય અને નીચાણવાળા વિસ્તારમાં તારાજી સરજે તેવી હાલત થઈ પૂછતાની સાથે જ વરસી પડ્યો.
તાત્કાલિક ટેબલ ખેંચી અને અમારી સામે બેઠો.
''મિલન કાકા તમારા લગ્ન કેટલા વર્ષે થયા હતા?''
મેં કહૃાું ''૨૭ મા વર્ષે.''
''મારા પપ્પા ના લગ્ન ૨૫માં વર્ષે થયા હતા. અને તમારા બંનેની જાણ ખાતર મને અત્યારે ૩૨ થયા.''
હું કંઈ બોલું તે પહેલા ચુનિયો બોલ્યો ''અમારા કરતા સાત વર્ષ સુખની જિંદગી વધારે મળી.''
''મારે તાત્કાલિક દુઃખી થવું છે, બોલો તમારે એ સંદર્ભે કાંઈ કરવાનું છે?''
તેના આ સીધા આક્રમણ થી હું સમજી ગયો કે પ્રશ્ન શું છે.
લગ્ન છે એ એક તાળું મારેલા બારણા જેવું છે. તેની બંને બાજુ પુરુષો ઊભા છે.
એક બાજુ પરિણીત પુરૂષો અને બીજી બાજુ કુવારા છોકરાઓ.
બંને લોકો બારણું ખોલતા જ સામેની બાજુએ જવા ઉતાવળા હોય છે.
બારણું ખૂલતાં જ પરણેલા પુરુષો બહાર નીકળી ખુલ્લો શ્વાસ લેવા ઉતાવળા હોય છે. ત્યારે બારણું ખોલતા જ કુંવારા છોકરાઓ પરિણીત વિભાગ બાજુ જવા ઇચ્છતા હોય છે.
તમે એક વાત ધ્યાનમાં લીધી છે કે નહીં મને ખબર નથી પરંતુ હવે લેજો. જ્યારે કોઈનો વરઘોડો નીકળતો હોય ત્યારે વરઘોડા પાછળ ચાલતા પરિણીત પુરૂષોના ચહેરા પર કોઈ ભાવ હોતો નથી. વરઘોડાની પાછળ પાછળ નિસ્તેજ અને એક્સપ્રેશન લેસ ટોળું જતું હોય એ પરણીત પુરૂષોનું હોય. કહેવાય છે ને કે મૌન ઘણું કઈ જતું હોય છે.
વરઘોડામાં બહેનો વધારે આનંદમાં હોય છે કારણ કે વધુ એક પુરૂષ મહિલા મંડળના તાબે થવા જઈ રહૃાો છે.
લગ્નના પ્રથમ બે વર્ષ તો એટલા સરસ ક્યાંય જાય કે કોઈપણ શોરૂમમાં ડિસ્પ્લેમાં સારામાં સારી વસ્તુઓ મૂકી હોય તે જોઈ અને ગ્રાહકો અંદર પડેલો ભંગાર પણ હોંશે હોંશે ખરીદી લેશે તેમ કુંવારા યુવકો પોતાના નજીકના મિત્રને ખુશખુશાલ જોઈ અને હસી ખુશી પરણી જાય છે. વોરંટી ગેરંટી પિરિયડ પૂરો થયા પછી જેમ કંપની દાદ દેતી નથી. તેવું જ લગ્નનું છે. જોકે કુંવારી છોકરીઓની પણ એ જ ફરિયાદ હોય છે. શરૂઆતના બે વર્ષ અમે અમારા ધણીને ગમે તેમ કહી લેતા તો પણ તે હસી નાખતો. હવે કેમ ગમતું નથી?
લગ્નના ૧૦ વર્ષ પછી તો આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય છે. ગરમ ગરમ રોટલી ઉતરતી જાય અને બે પેટ કરી અને ખાતો યુવાન ડિનરમાં લંચ કરતો હોય છે.
મારા ઘરની જ વાત કરૃં તો આજે પણ રીંગણા બટેટાનું શાક થાળીમાં આવ્યું એટલે મેં કહૃાું કે ''ગઈકાલે પણ આ જ શાક હતું આજે ફરી રીંગણા બટેટા?''
મને કહે ''ગઈકાલે બટેટા રીંગણા હતા. આજે રીંગણા બટેટા છે.''
મારા ચહેરા પર નો પ્રશ્નાર્થ જોઈ અને મને કહે ''ગઈકાલે ત્રણ રીંગણા અને બે બટેટા હતા. આજે બે રીંગણા અને ત્રણ બટેટા છે. આવતીકાલે રીંગટાનું શાક છે.''
મારા ચહેરા પર હાસ્ય આવ્યું કે ચાલો કાલે કંઈક નવું આવશે.
''બસ આમ જ તમે હસતા રહો કાલે બે રીંગણા અને બે બટેટા સરખા ભાગે એટલે રીંગટા (રીંગણા+બટેટા).''
આવા સમયે એમ થાય કે થાળીમાં પણ શું કામ પીરસો છો? જ્યાં રીંગણા અને બટેટા વાવ્યા હોય તે વાડીમાં જ અમને છૂટા મૂકી દો ને, અમે અમારી જાતે ચરી લેશું.
જીગાને મેં શાંતિથી પૂછ્યું કે ''તને આ પરણવાનું આટલું બધું મન શુ કામ છે?'' મને કહે ''બધા પરણિત મિત્રો પોતાની પત્ની સાથે ભેગા થાય ત્યારે મને એકલું એકલું લાગે છે. સવારના પોરમાં તેમને તેમના પત્ની જગાડવા જાય ત્યારે ભીના વાળ છંટકોરી, થોડું વ્હાલ કરી જગાડે, ગરમા ગરમ ચા પથારીમાં જ મળે, રોજ નીત નવા નાસ્તા અને ભોજનમાં સ્વાદિષ્ટ વ્યંજનો ગરમાગરમ પીરસાય, જિંદગી જલસાઘર લાગે.''
ને મેં ચુનિયા સામે જોયું અમે બંને હસવાનું માંડ રોકી શક્યા અને મનોમન સમજી ગયા કે આ એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને પ્રોડક્ટ ખરીદવાવાળા વર્ગમાંથી આવે છે.
આમ જુઓ તો લગ્ન જરૂરી છે. ખુલ્લા ફરતા સાંઢને ખીલે બાંધવા માટે લીલા ઘાસના પૂળા આખા રસ્તે છેક ખુંટા સુધી પાથરતા આવવા પડે. જેથી કરીને તે ખાતો ખાતો ખૂંટા સુધી આવે અને માલિક તેને બાંધે.
ચાલો ત્યારે હવે જીગા માટે ગોતીએ. જે પણ છોકરી વગર કારણે વઢવા માગતી હોય તે તાત્કાલિક સંપર્ક કરે.
વિચારવાયુઃ તમારા લગ્ન થઈ ગયા છે?, હા, તમે શું કરો છો?, જલસા
પતિ શું કરે છે?, પસ્તાવો.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
''બંદૂકમાંથી નીકળેલી ગોળી અને ટ્યુબમાંથી નીકળેલી પેસ્ટ ક્યારેય પાછી જતી નથી''. તાળીઓના ગડગડાટ સાથે લોકોએ આ વાક્યને વધાવી લીધું.
ચુનિલાલ વધારે જોશમાં આવી ગયા અને બીજો પંચ ઠપકાર્યો. ''કડવા બોલેલા શબ્દો અને કંજૂસ માણસની મફતની પીધેલી ચા ભવિષ્યમાં પોતાને જ નુકસાન કરે છે તે નિર્વિવાદ છે''. લોકો ચુનિયાના જ્ઞાન પર ઓવારી ગયા.
હકીકતમાં જે વાક્ય બોલાતા હતા તેમાં પહેલું વાક્ય સનાતન સત્ય સ્વરૂપે અને સાથે જોડાયેલું બીજું વાક્ય અનુભવ સિદ્ધ વાક્ય બોલાયુ હતું.
અમારા ચુનિલાલને આવા ઓઠા એટલે કે દાખલા દેવા બહુ ગમે. અને તે સામાન્ય રીતે કહેવતની સાથે પોતાનો અનુભવ જોડી અને ગોફણીયાની જેમ ફેંકે. મને પાછો તે સમજાવે પણ ખરો મને કહે મિલનભાઈ ''કહેવત છે ને કે ચા બગડે તેની સવાર બગડે,દાળ બગડે તેનો ટંક બગડે, અને બૈરી બગડે એનો દિવસ બગડે.''
મેં તરત જ કહ્યું કે અડધું તો મેં સાંભળ્યું છે અડધું તારી પાસેથી સાંભળી રહ્યો છું.
''અનુભવવાણી મિલનભાઈ, ચા બગડવાનું કારણ પણ હું તમને જણાવું. રાત્રે મોડામાં મોડા ૧૧ વાગ્યે ઘરે આવી જવું તેવી સૂચના અવગણી અને મોડા મોડા ઘરે પહોંચ્યા હો અને તેની ઊંઘ બગાડી હોય તો રાત્રે તમને કશું ના કહે પરંતુ તેની ઇફેક્ટ સવારે ચા સ્વરૂપે આવે. જે વાયા ભંગાર ભોજન, બે વખતનું સોરી અને ગીફ્ટ સાથે પતે.
પુરૂષ ગુસ્સામાં આવી અને શબ્દો મોઢામાંથી કાઢી નાખે પછી તેના મનમાં પણ ન હોય. ત્યારે બહેનો એવું નથી કરતા તેઓ મૌન રહી અને અસરકારક ગોરીલા પદ્ધતિથી યુદ્ધ લડે છે.અને સરકારના પાયા હચમચાવી નાખે છે. તેઓને સરકાર પાડવામાં રસ નથી હોતો. કારણ કે સરકારને જેમ કહે તેમ સરકાર કરતી હોય તો પછી તેને પાડવાનો અર્થ શું? પરંતુ વખતો વખત ટેકાની તાકાત શું છે તે સરકારને અનુભૂતિ જરૂર કરાવે.
વધારે ઈમોશનલ થઈ જાય તે પહેલા બાબા ચુનીને મેં પૂછી નાખ્યું કે 'ચુનિલાલ બંદૂકની ગોળી પાછી ન જાય એ તો સાંભળ્યું છે પણ આ પેસ્ટ વાળું સમજાયું નહીં.'
મને કહે મિલનભાઈ તમે પેસ્ટની ટ્યુબ જોઈ હશે પણ પેસ્ટનો ડબ્બો જોવો હોય તો ચાલો મારા ઘરે.
મારા ઘરમાં જે કાંઈ પણ ખોટું થાય કે નુકસાન થાય તેના માટે જવાબદાર શાહબુદ્દીન સાહેબના વનેચંદની જેમ હું જ હોવું છું તેવું મારી પત્નીનું દૃઢપણે માનવું છે.
રૂમમાં ચારે બાજુ બાબા આરામદેવની બનાવેલી પેસ્ટ ઢોળાયેલી અને સૌથી પહેલા જાગતા મારા પત્નીએ તરત જ પહેલા મને શાબ્દિક પોંખી લીધો. ત્યાર પછી શારીરિક પ્રહારનો પહેલો પાઠ શરૂ થયો કે તરત જ મેં કહ્યું કે છે શું? શું કારણે મને શાબ્દિક અને શારીરિક ખખડાવવામાં આવી રહ્યો છે?
તમારે રાતમાં ચાલવાની આદત છે ચશ્મા વગર ઓછું દેખાય છે આ પેસ્ટ નીચે પડી ગઈ હોય તો તેના પર પગ મુકવાથી આ રૂમમાં ચારે બાજુ પેસ્ટ નીકળી અને ઢોળાય ગઈ છે.
આ મહેમાનવાળું ઘર છે અને હમણાં એક પછી એક લોકો ઉઠશે અને દાંત ઘસવા માટે પેસ્ટ માગશે તો મારે શું કરવું? મેં તરત જ કહ્યું કે જ્યાંથી ઢોળાવવાની શરૂઆત થઈ ત્યાંથી થોડી થોડી બ્રશ પર લગાડતા જાવ. પરંતુ મેં રૂમમાં જોયું તો ગોળ ફરતા પેસ્ટ નીકળી અને ઢોળાયેલી.
મેં તરત જ સીઆઈડીના પ્રદ્યુમનની જેમ બરણીનું ઢાંકણું ખોલતા હોય તેમ ગોળ ગોળ હાથ ફેરવી પત્નીને કહ્યું કે ''થોડોક બુદ્ધિનો પ્રયોગ કર મારા પગ નીચે આવી હોય તો આવી રીતે હું થોડો ગોળ ગોળ ફરી અને આ રંગોળી બનાવુ.'' પરંતુ મારી પત્નીનો ગુસ્સો મારા પર ચરમસીમાએ હતો. બોલાચાલીમાં મારા સાળા સાહેબનો ૨ વર્ષનો કુંવર દુખાવાની ટ્યુબ લઈ અને જેમ પેસ્ટની રંગોળી કરેલી તેમ બીજા રૂમમાં દુખાવાની ટ્યુબની રંગોળી ચાલુ કરી. મારી અને તમારી ભાભીની ચાર આંખોએ એ જોયું અને બધું સમજાઈ ગયું. મારી ઉપર કેટલો ગુસ્સો હતો એટલો જ પ્રેમથી ભાણેજને ગળે વળગાડી મને સૂચના આપી કે ''આ બધી પેસ્ટ પાછી ટ્યુબમાં નાખી દો''. ચાર કલાક મથ્યો પરંતુ છેલ્લે મોટા મોઢાની એક ડબ્બીમાં પેસ્ટ ભરી.
આગળ કંજૂસની ચા વિશે પૂછો તે પહેલા કહી દઉં કે જેની તમે દસ રૂપિયાની ચા તેની મરજી વિરુદ્ધ તેણે પીવડાવી હોય તો હર હંમેશ એવા પ્રયત્નોમાં રહે કે તમારી પાસેથી રૂપિયા ૧૦૦ વસુલ થાય. મેં તરત જ કહ્યું કે ચુનિયા આ દાખલાની જરૂર નથી આજે હું પાકીટ ભૂલી ગયો છું અને અત્યારની ચાના પૈસા તારે જ ચૂકવવાના છે. ખલ્લાસ ફુલેલા મોઢાવાળા ટ્રમ્પ ખાટા ઢોકળા ખાઈ ગયા હોય અને વધારે ફૂલી જાય પછી જેવડું મોઢું થાય એવડું મોઢું કરી મારી સામે જોયું. વાતની ગંભીરતા જોઈ અને મેં તરત જ કહ્યું કે પછી હું આપી દઈશ. તરત જ તેણે બીજી ચાનો ઓર્ડર આપ્યો.
જગતમાં અનુભવ લેવા માટે ક્યાંય બહાર જવું પડતું જ નથી. જેમ ગુંદા સાથે ઠળિયો જોડાયેલો જ હોય તેમ ઘરમાંથી અને આજુબાજુ મિત્ર વર્તુળમાંથી આવું ઘણું જ્ઞાન જોડાયેલું જ હોય.
વિચારવાયુઃ- અનુભવ ઉંડાણથી સમજાવે છે. જેમ શાંત પાણી ઊંડા હોય છે તેમ ઘરવાળીના ભાઈઓ ગુંડા અને ઊંડા હોય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મુંબઈમાં ત્રિભુવન શેઠનો મોટો કારોબાર અને દર દિવાળીએ પરિવાર સાથે પોતાના વતનમાં આવે. આવતાની સાથે જ બે-ત્રણ દિવસમાં ગામ જમણ પણ થાય અને પછીનું અઠવાડિયું ગામમાં માત્ર ત્રિભુવન શેઠના સમાચાર જ ફરતા રહે. આ વર્ષે ત્રિભુવન શેઠના નાના દીકરા મનીષની નવી લીધેલી ગાડી ચર્ચામાં રહી.
સાંજે મનીષ ગામના મુખ્ય ચોકમાં નવી લીધેલી ગાડી દેખાડવાનો હતો અને કહેતો હતો કે 'ગામને સરપ્રાઈઝ થશે એવી ગાડી છે.'
સાંજે ગામ ભેગું થઈ ગયું. ગાડી ચોકની વચ્ચોવચ કપડું ઓઢાડી અને રાખેલી.
જાદુગર જેમ થેલીમાંથી કબૂતર કાઢે તેમ કપડું હટાવ્યું તો ચકચકાટ ગાડી દેખાઈ.
લોકોએ ગાડી ફરતા ફેરા ફરી જોઈ લીધી. અને મન્યાને કહૃાું ''આમાં નવું શું છે?''
મન્યાએ કહૃાું કે ''હવે જ જાદુ છે.'' અને રિમોટ કંટ્રોલમાં કશું લખ્યું કે તરત જ ગાડી ચાલુ થઈ ગઈ અને ચાલવા લાગી.
લગભગ ગામવાળાના ડોળા આશ્ચર્યથી બહાર નીકળી ગયા.
કારણ કે ગાડીમાં કોઈ ડ્રાઈવર જ ન હતો અને આપોઆપ ચાલવા લાગી હતી. થોડીવારમાં તો આંખોથી અદૃશ્ય થઈ અને પાંચ મિનિટ પછી ઘરેથી મન્યાના ઘરવાળાને બેસાડી પાછી ચોકમાં આવી ગઈ. મનીયાએ કહૃાું કે ''આ અમેરિકન કાર છે. તેને જેમ કહો તેમ કરે અને તમે કહો કે જાઓ મારા ઘરવાળાને લેતા આવો. એટલે તરત જ ગાડી તમારૃં કીધું કરે.''
પ્રવીણભાઈના હરિયાએ આ વાતમાં શંકા કરી એટલે મન્યાએ કીધું કે આપણે સાબિત કરી દઈએ. ગાડીને સૂચના આપી કે ''જાવ હરિયાને સૌથી ગમતી સ્ત્રીને લઈ આવો.'' ગાડી અડધી કલાક સુધી પાછી ના આવી. મનીયાએ હરિયાને કીધું કે ''તારા ઘરે તે કીધું નથી કે ગાડી આવશે તેમાં બેસી જાય?''
હરિયાએ કીધું કે ''બે ફોન કર્યા છે પરંતુ ગાડી ત્યાં પહોંચી જ નથી.''
હજુ આ ચર્ચા ચાલતી હતી ત્યાં માલતીના બાપા ચોકમાં આવ્યા અને ત્રિભુવન ભાઈના મન્યાને કીધું કે ''એલા.. તારી ગાડી મારા દરવાજા પાસે શું કરે છે? અને તું અહીંયા છો તો ગાડી કોણ લઈ આવ્યું?''
ગામમાં એક સાથે ઘણા વિસ્ફોટ થયા. હરિયાને મોઢું સંતાડવા જેવું થયું કારણ ગાડીને કહૃાું હતું કે ''ગમતી સ્ત્રી...'' તો ગાડી માલતી ના ઘરે ઊભી રહી ગઈ.
આ વાતની ઘરે ઘરવાળીને ખબર પડશે કે ગાડી તેને લેવા ન ગઈ અને માલતીને લેવા ગઈ એટલે એ નવો ડખ્ખો અને ગામના મોઢે થોડા ગરણા બંધાય? વળી માલતી અને એના બાપા ડખો કરશે એ નફામાં.
પરંતુ પરિસ્થિતિ પામી અને મનીયાએ વાત વાળી અને ગામને સમજાવ્યું કે ''ક્યારેક ગાડી ભૂલ કરતી હોય છે.'' અને પછી સૂચક રીતે હરિયા સામે જોયું.
રાત્રે જુવાનીયાઓ અને આધેડ ઉંમરના બધા ચોકમાં ભેગા થયા. જગલાએ વાત માંડી કે ''આપણા ગામમાં આ જાદુટોના કરેલી મંત્રેલી ગાડી આવી છે અને ગામનું ધનોતપનોત નીકળી જાશે. આની કાંઈક વિધિ કરવી પડશે.''
એક-બે જણાએ કહૃાું કે ''ચાલો ત્રિભુવન કાકાના ઘરે આપણે તેમને વાત કરીએ મનિયાને પણ કહીએ.''
બે ચાર ડાયા માણસોએ ટાપસી પુરાવી કે ''એ થોડા માને? મોટા શહેરમાં રહેવા ગયા પછી આપણી ધાર્મિક અને સાચી વાતો એ ના સમજે. એને ખોટા હેરાન કરો માં આપણે આપણી રીતે વિધિ કરી નાખવી જોઈએ.''
''બોલાવો બંબસ્વામી મહારાજ ને. પૂજાની સામગ્રી લેતા આવો કલાકમાં બધો ફેસલો આવી જશે. પરંતુ આ વાત કોઈને કરવી નહીં''.
રાત્રિના બે વાગ્યાનો સમય નક્કી થયો અને રાતમાં જ વિધિ પૂરી કરી ગાડીને અને ગામને કાળા જાદૂથી છોડાવી લેવું એવું નક્કી થયું. બંબસ્વામી એ ગાડી ફરતા ત્રણ ચાર ચક્કર માર્યા અને જાહેર કર્યું કે આવા તો ઘણાં કેસ મારી પાસે આવ્યા છે. કશું કરવાનું નથી ૨૦ નારિયેળ લેતા આવો ૨૦ મિનિટમાં એ કોઈ ભૂત પલિત હશે તે દેકારા કરતો ગામ બહાર ભાગશે.
ગામે ફાળો કરી અને ૨૦ નારિયેળ લઈ લીધા. રાતના ૨ વાગે ગાડી ફરતા બધા ગોઠવાઈ ગયા અને બંબસ્વામીએ જેવો આદેશ આપ્યો કે પ્રહાર કરોતિ સ્વાહા... એક સાથે ૨૦ નારિયેળ ગાડી ઉપર વધેરાયા અને ગાડીના કાચ ફૂટ્યા તથા બોનેટ દરવાજા પર ૬-૬ ઇંચના ગોબા પડ્યા.
અડધી રાત્રે ગાડીના કાચ ફૂટવાના તથા ધુમ ધડાકા થાય તો એ છાનું થોડું રે.
અડધું ગામ ભેગું થઈ ગયું ત્રિભોવનકાકા અને આખું ખાનદાન આંખો ચોળતું બહાર આવ્યું. ગાડીની હાલત જોઈ. ફરતા ગોઠવાયેલા અને પ્રેમથી નારિયેળની પ્રસાદી લેતા ૨૫, ૩૦ ગામવાળાને જોયા.
મનીયાના મોઢામાંથી માંડ શબ્દો નીકળ્યા કે ''તમે આ શું કર્યું? મારી મોંઘા ભાવની ગાડીની આ હાલત?''
હરિયાએ તરત જ કહૃાું કે ''તારી ગાડીમાં ભૂત હતું બાકી ડ્રાઇવર વગર થોડીક હડિયું કાઢે? મૂંઝાતો નહીં અમે વિધિ કરી નાખી છે.''
બંબસ્વામી ભુવા તેની દક્ષિણા માટે આશા ભર્યા નયનથી ત્રિભુવન ખાનદાન તરફ જોઈ રહૃાા હતા.
મનીયાએ અંગ્રેજીમાં ડીક્ષનરી બહારના શબ્દો શરૂ કર્યા. ગામના અમુક સાત ધોરણ સુધી ભાંગ્યું ટૂટ્યું અંગ્રેજી ભણેલાઓ એ કહૃાું કે ''કદાચ મન્યો આપણને ગાયળું કાઢે છે.''
ત્રિભુવનકાકાએ આઘાતમાં હોવા છતાં હકારમાં માથું ધુણાવ્યું. અને પછી ગામવાળાઓને કહૃાું કે ''આ ઓટોમેટીક કાર છે. આમાં ડ્રાઇવરની જરૂર નહીં. તેને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં સંદેશો આપી દો તે પ્રમાણે ગાડી આપોઆપ ચાલવા લાગે. તમે કરોડોની ગાડીની પથારી ફેરવી નાખી.''
ગામવાળાએ બે હાથ જોડી અને ખાલી એટલું કહૃાું કે ''આપણા ગામમાં લાલુ લુહારની દુકાન સવારમાં ૯ વાગે ખુલે તારી ગાડી ને કહી દે સવારે ૯ વાગે ત્યાં પહોંચી જાય. લાલિયો ગોબા ઉપાડી લેશે.''
જગાએ કહૃાું મારા ઘરે ઝાપાને કલર કરતા કાળા કલરનું અડધું ડબલું વધ્યું છે.તે હું મારા તરફથી ફ્રી માં પીંછી મારી દઈશ. ત્રિભુવનકાકા અને કુટુંબીઓએ બે હાથ જોડવા સિવાય કાંઈ કરવાનું રહેતું ન હતું.
હમણાં ખબર પડી કે કંપનીવાળાએ ત્રિભુવન કાકાને 'જો હવે પછી તેમનું ખાનદાન પોતાના ગામમાં જાય તો આજીવન ગાડી ન દેવી' તેવો નિર્ણય લીધો છે.
વિચારવાયુઃ- સરપંચઃ આપણા ગામમાં આવી ડ્રાઇવર વગરની ગાડીયું ન ચાલે.
આપણી ગાડી હાઈરે ઈવડી ઈ ભટકાય તો મારવો કોને?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે એક સ્કીલ બેઝ ઇન્સ્ટિટ્યૂશનમાં જવાનું થયું. ''બિલ્ડ યોર કેરિયર ઈન પોલીટીક્સ'' આવું સૂત્ર તેના એડમિશનના સાહિત્યમાં છપાયેલું હતું. મને વધુ જાણવામાં રસ જાગ્યો એટલે હું તેના પ્રિન્સિપાલ ને મળવા ગયો.
દરવાજા પર નેમ પ્લેટ લગાડેલી ''ઢ''કુમાર મિજાજી. મજાની વાત એ છે કે નીચે ડિગ્રી પણ લખેલી એમ.એમ. ડી.પી.
''મેં આઈ કમ ઇન સર?'' આવી શિસ્ત સાથે પરમિશન માંગી.
''પધારો પધારો, સ્વાગત છે'' આવો મીઠો આવકાર મળ્યો. દરવાજો ખોલી અને અંદર ગયો.
ભેટમાં મળેલા, કડક કરેલા, ઈસ્ત્રી ટાઈટ સફેદ કુર્તા પાયજામા માં સજ્જલગભગ ૧૦૦ એક કિલોના મહાશય રિવોલ્વિંગ ચેરમાં ફરતા ફરતા જુલતા હતા.
મારી આંખોમાંથી નીકળતા અસંખ્ય પ્રશ્નાર્થ જોઈ તેણે મને શાંતિથી બેસાડ્યો અને પૂછ્યું , ''કેટલા વર્ષનો કોર્સ કરવો છે? એક વર્ષથી લઈ અને ૧૦ વર્ષ સુધીના કોર્સ અહીં થાય છે.''
મેં કહૃાું ''એટલો બધો સમય તો છે નહીં.''
''તો છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરી લ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કામ આવશે.''
''કોઈ એકાદ મહિનાનો કોર્સ હોય તો...''
''કાર્યકર થવાનો છે. નેતા બનવા માટે ભોગ દેવો પડે અને અહીં એડમિશન લેશો એટલે તમારી આખી છટા બદલાઈ જશે. અંદર આવતી વખતે તમે બારણે ટકોરા માર્યા અને 'મેં આઈ કમ ઇન સર?' આવું પૂછ્યું તે અમારા ઇન્સ્ટિટયૂટના નિયમ ની વિરૂદ્ધ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે નેતા થવા જઈ રહૃાા છો પ્રજા નહીં. જે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા જાઓ છો ત્યાંની પ્રાથમિક લાયકાત શું છે?*
''હું સમજ્યો નહીં''
''બસ પહેલા તો મનમાંથી એ કાઢી નાખો કે મને સમજાતું નથી. મનને તૈયાર કરો અને સજ્જકરો. સો વાર રોજ મનમાં બોલો મને બધું જ સમજાય છે. મને બધું જ આવડે છે.''
''સાહેબ તમે કંઈક કહેતા હતા કે, પહેલું પગથિયું... ?''
હા તો 'મે આઈ કમિંગ સર' એવું સામેવાળા બોલે તે માટે તમે જ્યારે કોઈને મળવા જાઓ ત્યારે તમારે પૂછવાનું નહીં. સીધો દરવાજો ખોલવાનો. અને હાથેથી નહીં. પગનો પ્રયોગ કરવાનો. જોરથી દરવાજા પર પગથી પ્રહાર કરી દરવાજો ખોલવાનો. યુ નો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ લાસ્ટ ઇમ્પ્રેશન. એડમિશન માટેની આ પહેલી લાયકાત છે.
''મારી પાસે ડિગ્રી...''
''ભૂંગળું વાળી અને.... મૂકી દો કબાટમાં. મારી ડિગ્રી બહાર વાંચી? એમ.એમ.ડી.પી. એટલે કે માંડ માંડ ૧૦ પાસ. ડિગ્રી નહીં તમારૃં પ્રેઝન્ટેશન અગત્યનું છે.''
''તમે ફી ભરશો એટલે તમને અમુક સગવડો આપવામાં આવશે.''
સફેદ કલરના ચાર ઝભ્ભા લેંઘા અને બે કોટી એ ઇન્સ્ટિટયૂટનો ડ્રેસ છે. જે ફરજીયાત તમારે અહીંથી જ લેવાના રહેશે.
ફર્સ્ટ યરમાં હથિયાર તરીકે રામપુરી ચાકુ જે તમારે અહીંથી જ ખરીદવાનું રહેશે.
કોર્સ પૂરો કરી અને બહાર નીકળશો ત્યારે બ્રાન્ડેડ પિસ્તોલ લાયસન્સ સાથે આપવામાં આવશે. ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ થશે જેમાં આસામથી લઈ અને બિહાર સુધીના ગૃહ ઉદ્યોગમાં બનતા દેશી કટ્ટાઓ મળશે.
અહીં 'ડીક્ષનરી બહારના શબ્દોની ડીક્ષનરી' તમારે ખરીદવાની રહેશે. આપણા ઇન્સ્ટિટયૂટની તે મોનોપોલી આઈટમ છે.
કાનમાં ભરાવવા માટે બે વેક્યુમ બટન જે તમારે અહીંથી ખરીદવાના રહેશે. તેનો ફાયદો એ છે કે આજુબાજુનો અવાજ તમારા કાન સુધી ના જાય.
ચામડી જાડી કરવાનું લોશન તમારે અહીંથી ખરીદવાનું રહેશે.
ગળુ અને અવાજ મજબૂત કરવા માટેના સીરપ તમારે અહીંથી જ ખરીદવાના રહેશે.
કોર્સ પૂરો કર્યા બાદ ડિગ્રી લેતા પહેલા મોટા કદની તિજોરી તમારે અહીંથી લેવાની રહેશે. જે આવનારા સમયમાં તમે ભરી શકો.
મને પણ થોડીક વાર તો એવું થઈ ગયું કે હાસ્ય કલાકાર કે હાસ્ય લેખક ન થવાય. જિંદગીનો ઘણો સમય બગાડ્યો. આ ઇન્સ્ટિટયૂટ અને આ મહાશય મને પહેલા કેમ ન મળ્યા?
મેં કહૃાું કે ''કાંઈ વાંધો નહીં વિચારી અને કહીશ.''
''નહીં થઈ શકો, નેતા નહીં થઈ શકાય, વગર વિચાર્યું કરી શકો તો જ આ ક્ષેત્રમાં ચાલો.''
ઢ કુમારે જતા જતા મને કહૃાું કે ''તમારા ધ્યાનમાં કોઈ બેકાર, અભણ, આવારા, તડીપાર લોકો હોય તો મને જણાવજો.''
મેં પૂછ્યું ''ભણેલા ન ચાલે?''
હસતા હસતા મને કહૃાું કે ''કાર્યકરો તો મળી રહે છે. સારા નેતાઓ બનાવતી અમારી ઇન્સ્ટિટ્યૂટ છે.''
વાત હસવાની છે પરંતુ ગંભીરતાથી વિચારવાનો સમય પણ આવી ગયો છે તેવું નથી લાગતું?
વિચારવાયુઃ- જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા અભિનેતાઓના દીકરા દીકરીઓ ટેકનીશીયન નથી હોતા. હીરો, હીરોઈન હોય છે. તે રીતે રાજકારણમાં મોટા નેતાઓના દીકરા દીકરીઓ કાર્યકર નથી હોતા. મંત્રી કે બોર્ડના ચેરમેન હોય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઓય.. માં... બચાવો.... સવારના પહોરમાં રાડા રાડ સાંભળી કાચી નિંદરમાંથી હું જાગ્યો.
મારા વાઈફ સીધા ઠેકડો મારી અને અમારા પલંગ પર ચડી ગયા.
ધીસ ઇસ રેડીક્યુલસ, પ્લીઝ હેલ્પ... આઈ એમ આફ્રેઈડ... આ ઘરમાં કાં હું રહી શકું? કાં આ ઉંદરડી. લુક એટ માય ફેસ..
પરસેવે રેબજેબ મારા વાઈફ ઇંગ્લિશમાં ધાણીફૂટ બોલી રહૃાા હતા.
શરૃઆતની રાડા રાડી ગુજરાતીમાં એટલે કે માતૃભાષામાં એટલા માટે હતી કે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલા રિએક્શન માતૃભાષામાં આવે.
પલંગ પર ચડી ગયા પછી અને મારી હાજરી હોવાથી ફરી ઇંગ્લિશનું ભૂત પ્રવેશ કરે.
મેં તેને શાંત કરતા પૂછ્યુ ''શું થયું?''
ઉંદરડી.... આટલું બોલીને તેણે ખૂણામાં આંગળી ચીંધી.
મેં જ્ઞાન પીરસ્તા કહૃાું ''કોઈની સામે આંગળી ના ચીંધાય ઇટ્સ અ બેડમેનર''
ફરી ગુસ્સો આવતા તેણીએ માતૃભાષામાં જીભે ટર્ન માર્યો.
''તમારી કોઈ સગલી થાય છે? કે તેની ચિંતા કરો છો?''
હું સમજી ગયો કે આ મામલામાં મજાક કરી શકાય તેવું નથી.
મેં તેને શાંતિથી પૂછ્યું ''શું થયું?''
મને કહે ''મેરેજ પછી પહેલીવાર મેં આપણા ઘરમાં ઉંદરડી ફરતી જોઈ. (મનમાં બોલ્યો કે મેં તો રોજ હટ્ટી કટ્ટી ઉંદરડી ફરતી જોઈ છે.) તમને ખબર છે ને કે મને કેટલી બીક લાગે છે? બટકુ ભરી જાય તો?''
ફરી મારા ઓરીજનલ મૂડમાં આવી મેં કહૃાું ''ગાંડી, તારા આવડા મોટા શરીરમાં એની બે ટચૂકડી દાંતડી શું કરી લે?''
મારી આ મજાકનું પડીકુ બનાવી છૂટું ઘા કર્યું. ''સો વાતની એક વાત આ ઘરમાં કાં તો ઉંદરડી રહેશે અને કા હું રહીશ.''
આવી રીતે એક નાનકડી ઉંદરડી કોઈ પતિને આટલી ઉપયોગી હોઈ શકે તે વિચારી ઉંદરડીના ખાનદાન પર મને માન થયું. શબ્દો બહાર નીકળવા જતા હતા પરંતુ તેમાં હું ઘરની બહાર નીકળી જાઉં તેવી શક્યતા લાગતા મેં હાથમાં સાવરણી લઈ બે ચાર જગ્યાએ ઠક ઠક કર્યું અને કહૃાું કે ''તું જેમ તેનાથી ડરે છે એ જ રીતે એ પણ તારાથી ડરી અને ભાગી ગઈ હશે.''
''હવે હું આ પલંગ પરથી નીચે નહીં ઉતરૃ જ્યાં સુધી ઉંદરડી પકડાશે નહીં. જાઓ બાજુવાળા પન્નાબેન પાસેથી પાંજરૃં લેતા આવો.''
મેં કહૃાું કે ''શીલાના ઘરે પણ પાંજરૃં છે.''
મને કહે ''શીલા જ પાંજરૃં છે.''
થોડામાં ઘણું સમજવાની મારી શક્તિ પર મને એકલાને જ માન છે.
પન્નાબેન ના ઘરેથી પાંજરૃં લઈ આવ્યો અને કહૃાું કે ''હવે નીચે ઉતરી અને એકાદ રોટલી બનાવ તો તેનો કટકો આ પાંજરામાં ગોઠવી શકાય.''
મને કહે ''ગુજરાતી ઘરમાં ઉંદરડી પણ ગાંઠિયા ખાવા ટેવાયેલી હોય જાવ ડબ્બામાંથી એક ફાફડા નો કટકો પાંજરામાં મૂકી દો.''
આઠ દસ ફાફડા મેં ખાઈ લીધા પછી એક નાનકડો કટકો પિંજરામાં પણ મૂક્યો.
હવે તો ઉંદરડી પકડાય ત્યાં સુધી રાહ જોવાની હતી.
સવારની ચાથી માંડી અને નાસ્તો તથા મેં બનાવેલુ જમવાનું બધું જ મારા વાઈફે પલંગ પર પૂરૃં કર્યું.
ધીરે ધીરે મને પણ ઉંદરડી પર ગુસ્સો આવતો હતો. સાંજ પહેલા પકડાઈ જાય તો સારૃં નહીં તો સાંજની રસોઈ પણ... પાંજરાના ખડખડાટે મારી વિચારધારા તોડી.
મારી કાકલુદી ઈશ્વર આટલું જલ્દી સાંભળી લેશે તેનો મને અંદાજ ન હતો. ઠેકડો મારી અને હું ખૂણામાં પડેલા પાંજરા પાસે ગયો તેમાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો પકડાયો હતો.
અને હું જગતની વાસ્તવિક ફિલોસોફી પર ચડી ગયો.
દરેક પુરૃષ અઢીસો માણસની જાન લઇ અને બેન્ડબાજા સાથે નાચતા કુદતા ઈડરિયો ગઢ જીતવા જતા હોય તેમ લગ્ન કરવા ઉપડે છે. તેના મનમાં એમ જ હોય છે કે બધું ગોઠવાઈ ગયું છે.ઉંદરડી પકડાય એટલે ઘરના પાંજરામાં કેદ કરી દઈએ. થોડો સમય જાય એટલે આપણને ખબર પડે કે પિંજરામાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો છે નજીક જઈએ તો નુકસાન કરી શકે.
જોકે સામા પક્ષે પણ એવું જ હોય કે પિંજરામાં સ્વાદિષ્ટ વ્યંજનો મૂકી કાયમનો બંદી બનાવી લઈએ.
વાઈફની નજર પિંજરા પર પડી અને રાડ પાડી ''ઓહ માય ગોડ''...
આગળ કાંઈ બોલે તે પહેલા જ મેં કહૃાું કે ''જોયું ગુજરાતી ગાંઠીયાની તાકાત,એક જ કટકો ખાધો અને ઉંદરડી નું શરીર કેટલું વધી ગયું?''
''શટ અપ, ઉંદરડી અને ઉંદરડાનો ભેદ મને સમજાય છે. આ તો ઘર છે કે રાફડો? બજારમાં જઈ અને એક ડઝન પાંજરા લઈ આવો. એક પણ છટકવો ન જોઈએ. જિંદગીમાં ઉંદરડા અને ઉંદરડી થી જ મને બીક લાગે છે.''
લગ્નના આટલા વર્ષ પછી મને આ સિક્રેટ જાણવા મળ્યું. ખરેખર તો લગ્ન પહેલાં અત્યારના સમયમાં જેમ એક્સ્ટ્રા અફેર જાણવા માટે ડિટેક્ટિવ હાયર કરે છે તેમ છોકરો કે છોકરી શેનાથી ડરે છે તે તપાસ કરવી જોઈએ. કામનું તો એ છે. શું કહો છો?
સાચું કહું તો મને લગ્નના આટલા વર્ષે ઉંદર થવાના કોડ જગ્યા છે.
વિચારવાયુઃ- આપણા ઘરમાં જ રહેતા કાળા ઉંદર,ઉંદરડી આપણને નથી ગમતા પણ ધોળા ઉંદર (ગીનીપીગ)પાળવાનું મન કરતું હોય છે. આવું કેમ?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
*એ તમારે તમારા ભાઈબંધને કંઇ કહેવું છે કે હું પીયર જતી રહું?*
સવાર સવારમાં જ ચુનિયાની ઘરવાળી સવારની ઠંડીની જેમ મોબાઇલમાં ફરી વળી.
મેં શાંત પાડતા કહૃાું *હું ચુનિયાને સમજાવીશ. પણ મારે સમજાવવાનું શું છે?*
તો ધાણીફૂટ ગોળીબારની જેમ મારા પર તૂટી પડ્યા કે *તમને બધી ખબર જ છે. અને મને તો ખાતરી છે કે તમે જ તેને ચડાવ્યા હશે.*
*અરે મને કશું ખબર નથી થયું છે શું? આ તો તમારો ફોન આવ્યો એટલે મને સમજાઈ ગયું કે ચુનિલાલનો કાંઈક વાંક હશે. એટલે મેં કહૃાું.*
*એમ કોઈના ધણીને સીધેસીધો વધાઈ નહીં પહેલા કારણ જાણવું પડે. આ શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં તો મારા હાથમાં લિસ્ટ બનાવી અને પકડાવી દીધું. અડદીયા બનાવજો,ગુંદર પાક બનાવજો, મેથીપાક બનાવજો.*
*તમને ખબર છે ને ગયા વર્ષે મેં આ તમામ વસ્તુ બનાવી હતી અને પછી એકે એક વસ્તુ કેવી બની કે આખી સોસાયટીમાં ઢંઢેરો ટીપ્યો હતો.
અડદીયાનો લોટ થોડો વધારે ફેંકાઈ ગયો તો કડક થઈ ગયા હતા.*
*ગુંદર પાકમાં ભૂલથી મેં ગુંદરની આખી ટ્યુબ ખાલી કરી નાખી હતી. ખાવાનો ગુંદર જુદો આવે છે તે કહેવું જોઈએ ને? *
*ગોળને ભારોભાર મેથી લઈ અને મેથીપાક બનાવ્યો. ગોળના વાગે બે દાંત તમારા ભાઈના મેથીપાકમાં સલવાઈ ગયા તેમાં મારો વાંક?*
*યુ-ટ્યુબમાં કેવો ગોળ લેવો તે થોડું જણાવે છે?*
ચાલુ ફોને હું ભૂતકાળમાં સરી ગયો.એક વર્ષ પહેલાં ચુનિયો આ તમામ પાક લઈ અને મારા ઘરે આવ્યો હતો.
*મિલનભાઈ આખી જિંદગી કાર્યક્રમ કરતા રહેશો અને દોડાદોડી કરતા રહેશો.તમારી તબિયતનું પણ ધ્યાન રાખતા જાવ. આ લ્યો શિયાળુ પાક ખાવ.*
હરખ પેર મેં એક આખો અડધો ઉપાડી લીધો અને મોઢામાં મુક્યો. ત્રણ કલાક સુધી ચગળ્યો ત્યારે ઓગળ્યો.
પછી થયું કે મેથીપાક ચાખીયે. મેં મોઢામાં મૂકી અને હતી એટલી તાકાતથી બે દાંત વચ્ચે કટકાને ભીસ્યો. કટક અવાજ આવ્યો. મારા બે દાંત મેથીપાકમાં ખુંચી ગયા હતા. અને જિંદગીમાં આટલી કડવાણી મેં ખાધી ન હતી. પછીના બે દિવસ સુધી મોઢું કડવું રહૃાું. દર ત્રણ કલાકે ડોક્ટરના ડોઝની જેમ બે બે પેંડા ચગળીને ખાધા.
દુનિયાની જૂની આદત પ્રમાણે તે ખાવા પીવાનો શોખીન પરંતુ આવડે કંઈ નહીં.
ઘરેથી કોથમીર લેવા મોકલ્યો હોય તો ગામની લીલોતરી જોતો જાય અને શાકભાજીની લીલોતરી પણ ઉપાડતો આવે.
પાપડી, તુવેર, રીંગણા, વટાણા, લીલી ડુંગળી,લીલુ લસણ, મેથીની ભાજી અને મૂળ મુખ્ય મુદ્દો કોથમીર ભૂલી ગયો હોય.
ઘરે આવી અને ઢગલો કરે અને ઓર્ડર કરે *આજે શાક માર્કેટમાં લીલા શાકભાજી જોઈ અને તને ઊંધિયું ખવડાવવાનું મન થયું.*
ભાભી ખુશ ખુશાલ થઈ જાય અને તેને લાગે કે હમણાં બધું ફોલીને આપશે. ચુનિયો બધું ખોલીને આપે ફોલવાનું ભાભીએ.
ઊંધિયું તો માંડ એક ટંક ચાલે પરંતુ કપડા ત્રણ ચાર દિવસ ચાલે.
માંડ શાંતિ થઈ હોય ત્યાં એક દિવસ પાછો લીલી હળદર, આંબા હળદર,આમળા, બીટ, ગાજર, દૂધી... લઈ આવે અને *તારા પિયરેથી બધા આવવાના છે તો આ બધાના જ્યુસ બનાવી રાખ તારું સારૃં લાગે.* આવો કોણીએ ગોળ લગાડી આઠ દસ દિવસ સુધી પોતે જ જ્યુસ ઠપકારી જાય.
શિયાળાના આવા માલમલીદા ખાઈ ચુનિયો લાલ ગલગોટા એવો થઈ જાય અને ભાભી બળતરા કરી કરી અડધા થઈ જાય.
મને યાદ છે અમારા પાડોશીને ઘરે શિયાળામાં તલની ચીકી બનાવી હતી. કંઈક નવીન કરવા માટે થાળીમાં પાથરવાની જગ્યાએ નાની નાની ગોળીઓ વાળી હતી.
કોઈને દેવાનો જીવ ચાલે નહીં પરંતુ આખો દિવસ ચગળ્યા પછી પણ તલની ગોળી ઓગળી નહીં એટલે સોસાયટીના છોકરાઓને ભેગા કરી બધાને વહેંચી દીધી.
છોકરાઓ ઉનાળાની શરૂઆત સુધી તેનાથી લખોટી રમ્યા હતા.
અમારી સોસાયટીમાં રહેતા પથુભા દરબાર એની બે નાળી બંદૂક લઇ અને તેમના ઘરે ગયા હતા. ૨૦-૨૫ તલની ગોળીઓ લઈ ફાયરિંગ પ્રેક્ટિસ કરી હતી.
ચુનિયાના ઘરે બનેલો ગુંદર પાક બાળકોને હોમવર્કમાં આવેલા પ્રોજેક્ટ માં વસ્તુ ચોંટાડવા કામ આવ્યો હતો.
ઓળાના રીંગણા લઇ અને ઘરવાળી સામે ઢગલો કરો અને કહો કે આજે ઓળો બનાવજે ત્યારે એક મિનિટ માટે તો ઘરવાળીને મનમાં થતું હશે કે ભઠ્ઠામાં આને શેકુ?
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઘરે ઘરે શિયાળાના વ્યંજનો બનવાના શરૂ થશે. પરંતુ વ્યંજનો ખાવા માટે વપરાવવા જોઈએ મ્યુઝિયમમાં રાખવા માટે નહીં આટલી સમજ દરેક બનાવનારે કેળવવી જોઈએ.
આપણે પુરૂષોએ તો ઓર્ડર કરી દીધો બહેનોને પણ ખોટા પ્રયોગો કરવા ઉશ્કેરવા નહીં.
વિચારવાયુઃ ચુનિયા આ સ્વેટર પહેરીને, હાથમાં છત્રી લઈને ક્યાં ચાલ્યો?
ચુનિયોઃ એ. સી. લેવા. મિક્સ ઋતુની મોજ
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વિષય મનોરંજન સાથે મનોમંથનનો છે.
આજકાલ વરસાદની સિઝન કરતા માવઠાની માઠી વધારે ચાલે છે.
ડેટા પ્લાન ખતમ થાય તે પહેલા ડેટિંગ પ્લાન ખતમ થઈ જાય છે.
તાજા તાજા લગ્ન હોય ત્યારે ૩૦૦ની કોફી મોંઘી નથી લાગતી. પરંતુ લગ્નના અમુક સમય પછી ૨૦ની ચા માટે રકઝક થાય છે.
લગ્નમાં થયેલ જમણવાર, વિડીયોગ્રાફી, દાંડીયારાસ કે સ્ટેન્ડ અપ કોમેડીનો જલસો, કે પાર્ટી પ્લોટના બીલ ચૂકવાય તે પહેલા છૂટા પડી ગયેલાના દાખલા જોવા મળે છે.
તાજેતરમાં જ અમારા એક મિત્ર ના દીકરાની સગાઈ કરી. હું અને ચુનિયો કોફી શોપમાં બેઠા હતા ત્યાં અતિ આનંદિત ૩૨ લક્ષણો અમારો મિત્ર અનિલ અઠંગ અમારા હાથમાંથી કોફી પડાવી ઘુંટડો મારતા બોલ્યો, ''નાનકાની સગાઈ કરી''
મેં પૂછ્યું ''ક્યા કરી? સગા વાહલા કેવા છે?''
અનિલે ઉત્સાહભેર કહૃાું, ''આપણી જેવા જ છે.''
ચુનિયાએ તેના હાથમાંથી કપ ખેંચતા તરત જ કહૃાું, ''તો પણ કરી?''
અમદાવાદનો વન બીએચકે ફ્લેટ ઉડાડી લગ્નમાં ધામધૂમ કરી.
અનિલ અને તેની ઘરવાળીને હાશકારો થાય તે પહેલા મોઢામાંથી હાય કારો નીકળી જાય તેવા સમાચાર મળ્યા.
હનીમૂનમાંથી બંને પરત આવ્યા પરંતુ ઘરે નાનકો એકલો આવ્યો.
આવતા વેંત ઘરનાઓને કહી દીધું કે ''તેને મારી સાથે નહીં ફાવે. લગ્નનો અને હનીમૂનનો અડધો ખર્ચો મંગાવી લેજો.''
અનિલનો મને ફોન આવ્યો. હું તાત્કાલિક પહોંચ્યો.
વિગત જાણી તો મને હસવું કે રોવું તે ખબર ન પડી.
હનીમૂનના પાંચ દિવસ દરમિયાન છોકરીની એક પણ રીલ બનાવી ન દીધી તેથી છોકરીએ છૂટાછેડાના કારણોમાં એવું જણાવ્યું હતું કે ''છોકરાને રીલ બનાવતા આવડતી નથી એટલે આગળની જિંદગી કેમ નીકળે?''
સગાઈ નક્કી થતાં પહેલાં ઇન્ટરવ્યૂમાં છોકરાએ છોકરીને ચાંદ તારા દેખાડ્યા હોય,
લોંગ ડ્રાઈવમાં જવું ગમે.
બહાર હોટલોમાં જમવું ગમે.
વિદેશ પ્રવાસનો શોખ છે.
બહુ મોટું મિત્ર વર્તુળ છે.
પહેરવા ઓઢવાનો શોખ છે.
સામે દીકરીએ પણ બીએમડબલ્યુ સામે મર્સીડીસ કાઢી હોય.
મારા હાથની રસોઈ આંગળા ચાટી જાઓ તેવી સ્વાદિષ્ટ હોય છે. વાસ્તવમાં મેગી થી વિશેષ કાંઈ બનાવતા આવડતું ન હોય.
છોકરાના એક એક શબ્દ પર રોજ બહાર જવાના, ત્રણ મહિને એક વિદેશ પ્રવાસના, અદ્યતન વસ્ત્રોથી વોર્ડરોબ ભરવાના, ક્યારેક જ ઘરે જમવાના, ફિલ્મો જોવાના,... એવા કેટલાય સપનાઓ જોઈ લીધા હોય.
આ રીલ લાઈફ છે.
રીયલ લાઈફમાં છોકરાને ધંધા માટે કે નોકરીમાં ઓછો સમય મળતો હોય.
વાર તહેવારે જ બહાર જમવા જવાનું બનતું હોય.
રાત્રે થાકીને નોકરી ધંધેથી આવ્યા પછી ટહેલવાનું મન હોય લોંગ ડ્રાઈવનો મૂડ ન હોય.
ડખો ત્યાંથી શરૂ થાય છે.
આજની પેઢીને આભાસી અને વાસ્તવિક જિંદગી વચ્ચેનો ફર્ક કેમ કરી સમજાવવો?
હમણાં એક છોકરીએ સગાઈની મિટિંગમાં એક જ મિનિટમાં હા પાડી દીધી.
હું તે વાતનો સાક્ષી હતો એટલે મેં દીકરીને પૂછ્યું કે ''એક મિનિટમાં તે શું જજમેન્ટ લીધું?''
તો મને કહે, ''તેના મોબાઈલમાં ઝોમેટો, સ્વેગી જેવી એપ મેં જોઈ. એટલે મને જજમેન્ટ આવ્યું કે છોકરો મારી જેમ બહાર જમવાનો શોખીન છે,કે પાર્સલ મંગાવી અને મોજ કરશું.''
મેં કહૃાું, ''તેને બાળપણથી ઓળખું છું. આ બંને એપમાં વાનગીઓ જોઈ અને તેની મમ્મી પાસે ઘરે બનાવવાની જીદ કરે છે.''
એક ઘર બન્યા પછી ભાંગતું મેં બચાવ્યું.
શરૂઆતમાં તો દિલની રકઝક હોય છે. અને લગ્નના અમૂક સમય પછી વધુ પડતા બિલની રકઝક હોય છે.
''તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં.''થી મસ્ત લગ્નજીવન શરૂ થાય અને અમૂક સમય પછી ''કાં તું નહીં, કાં હું નહીં''થી પૂરી થાય છે.
લગ્નગ્રંથિથી બંધાવવા માટે પ્રેમ અને પૈસો જોવાય છે. હકીકતમાં સમજણ અને સહનશક્તિ જરૂરી હોય છે. પ્રેમ અને પૈસો પછીના ક્રમે આવે છે.
શરૂઆતના લગ્નજીવનમાં સ્પેસમાં (આકાશમાં) ઉડવાના સપનાઓ હોય છે. પરંતુ પછી એકબીજાને સ્પેસ (ફ્રીડમ) આપવાનું મહત્ત્વ હોય છે.
સાસુનો જમાઈ પર લગ્ન પછી ફોન આવે અને એટલું ખાલી પૂછે કે *મજામાં?* ત્યારે ગળગળા થતાં જમાઈ મેં જોયા છે.
ઘણા કંટાળીને અણી પર આવી ચૂકેલા જમાઈ તો બોલી પણ નાખે કે ''મારૃં જાવા દો તમારે તો જલસા થઈ ગયા ને?''
ચાલો 'વરસાદની સિઝન સુધી માવઠાથી બચી અને રહો તેવી શુભકામનાઓ.'
વિચારવાયુઃ હું: ચુનિયા છુટાછેડાનું મુખ્ય કારણ શું?
ચુનિયોઃ લગ્ન મારી લીધો મેં હોં
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાતના મોડે કાર્યક્રમ પતાવી અને સરસ ઊંઘ ખેંચી રહેલો પતિ સવારના સમયમાં માંડ હજુ તો સ્વપ્નમાં સરતો હોય ત્યાં એક મોબાઈલ ફોનના વાર્તાલાપથી નાનો છોકરો જેમ ભયાનક સપનું જોઈ અને જબકીને જાગી જાય તેમ પત્નીની પિયર ટોક સાંભળી હું જાગી ગયો.
હાં મમ્મી, નવરાત્રી તો બહુ સરસ રહી અમારે તો નવરાત્રી પછી પણ સાત આઠ દિવસ ગરબા ચાલે પહેલેથી છેલ્લે સુધી રમવાનું, ચાલે જ નહીં.
પણ હવે પગ બહુ દુખે છે.
આટલા દિવસ તો માતાજી એ લાજ રાખી. ત્યાં હવે માથે આ દિવાળી આવી.
આખા ઘરની સાફ-સફાઈ મારી ઉપર જ છે. એ તો તમારા જમાઈ સારા છે કે હારોહાર કામ કરાવે. બસ જો હમણાં જાગશે અને અમારૃં સફાઈ અભિયાન શરૂ થશે.''
મને અંદાજ આવી ગયો કે ગાળીયો તૈયાર થઈ રહૃાો છે. આ વખાણ એટલા માટે થઈ રહૃાા છે.
ચાલુ ફોને તેમના ચરણસ્પર્શથી મારા ચરણોને તેમની વ્યાખ્યા પ્રમાણે હળવો સ્પર્શ કર્યો. મારા અંગત અભિપ્રાય પ્રમાણે પ્રહાર કરવામાં આવ્યો હતો.
પત્નીએ ફોન પૂરો કરતા તેના મમ્મીને કહૃાું ''ચાલો હવે ફોન મૂકું એ જાગી ગયા છે એટલે ચા પાણી નાખતો કરાવી અમે કામે લાગીએ.''
મેં પથારીમાં સુતા સુતા જ કહૃાું કે ''કોઈ એજન્સી વાળાને કહી દે''
તરત જ અવાજના ડેસીબલ વધી ગયા અને તેમના મતે હળવા સાદે કહૃાું, ''અમને નહીં ખબર પડતી હોય? આખા ઘરની સફાઈના ૨૦,૦૦૦ રૂપિયા કીધા. મારી પાસે એવા ફાલતુ રૂપિયા નથી. અને આપણે બંને ૧૦, ૧૦,૦૦૦ બચાવીશું. ચાલો યુનિફોર્મ તૈયાર છે.''
મારા જૂના જીન્સ પેન્ટને ગોઠણથી કાપી સરસ મજાનો ચડ્ડો અને એક કાણાવાળું ગંજી પકડાવ્યા.
માળીયે ચડવા માટે ટેબલ ગોઠવી આપ્યું. જુના નેપકીનના કટકાને દાંડિયા સાથે બાંધી જાપટીયું તૈયાર કર્યું હતું.
મોઢા પર રૂમાલ બંધાવ્યો. અને કોઈ ઘર ફોડ ચોરીનો માહિર માણસ દબાતા પગલે સીફતથી ઘરમાં ઉતરે તેમ હું માળિયામાં પ્રવેશ કરી ગયો.
ત્રણ-ચાર કલાકે ઝાપટ ઝુપટ કરી અને સફાઈ કરી.
મને એમ થયું કે હવે પેરોલ મળશે ત્યાં તો બીજું કામ હાજર જ હતું.
ઘરના તમામ કાચના વાસણો નો ઢગલો કરી અને એક ટબમાં સાબુનું પાણી તથા બીજા ટબમાં સાદુ પાણી ભરાવી બાજુમાં પાટલો ગોઠવી મારૃં સ્થાપન કર્યું. ચાલુ પડી જાવ ત્યાં હું શીતલને ફોન કરી લઉં. આવું કહી તે અદૃશ્ય થઈ ગઈ.
મને જિંદગીમાં પહેલીવાર મારૃં જ નુકસાન કરવાનો વિચાર આવ્યો પરંતુ ચાણક્ય ની રફ બુકમાં વાંચેલું કે કામ ન કરવું હોય તો જે કામ સોપાયું હોય તેમાં નુકસાન કરો એટલે તમારા હાથમાંથી એ કામ લઈ લે.
મેં આ પ્રયોગ પ્રમાણે હાથમાંથી તેનો જ રોજબરોજનો કોફી પીવાનો મગ પાડ્યો,અવાજ આવ્યો, અને તેનાથી મોટો અવાજ પત્ની નો આવ્યો.
''એક કામ ઠીકથી થતું નથી. કરી દીધું ને નુકસાન?''
હું પાછળના વાક્યની રાહ જોતો રહૃાો. તે બોલી ''સારૃં થયું ચાલો જૂનું ગયું હવે નવું આવશે અને આમ પણ કાચનું તૂટવું તે શુકનની નિશાની છે''.
મારી ફરિયાદ શીતલને ફોનમાં કરતી રહી કે ''એકાદ કામ પણ સોંપીએ તો વ્યવસ્થિત ન કરે.
હું તો આખો દિવસ કામ કરી અને થાકી જાઉં છું.''
રાજા હરિશચંદ્રના આત્માને કેટલું દુઃખ થયું હશે?
અત્યારે રાતના આઠ વાગ્યા છે. શ્રીમતીજીને આજે ખૂબ કામ હોય રસોઈ બનાવી ન હતી.
ખાલી સેવ મમરા ખવડાવી મને તાત્કાલિક કામ પૂરૃં કરી તૈયાર થવાનું કહે છે.
કારણકે તે થાકી ગઈ છે અને ઘરે રસોઈ કા મારે બનાવવી પડે અને નહીંતર બહાર જમવા જવું તેવું ફરમાન છે.
ને પણ તેને કહી દીધું કે, ''હવે વધારે હેરાન ના થઈશ. આખો દિવસ કામ કરી તું થાકી ગઈ હોઈશ. અને ખરેખર તે મારા ૨૦૦૦૦ રૂપિયા બચાવ્યા. મે તો ૨૦૦૦ નું કામ કર્યું ૧૮,૦૦૦ નું તો તે કર્યું છે. ચાલ ખાતર માથે દીવો કરીએ.
ઘરમાં રાંધવાની એટલે ના પાડી કે આટલું કામ કર્યા પછી સારૃં ખાવાનું ન મળે તો કેમ ચાલે? મારા મનમાં આ એક જ ભાવના.
વિચારવાયુઃ બહેનો માટે પાણીપુરી એ માત્ર પાણીપુરી નથી. શક્તિ મેળવવા માટેના બાટલા છે.
દર ૧૦ દિવસે બાટલા ચડાવી દો એટલે સ્ફૂર્તિમાં રહે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો