પરાવલંબી વનવાસ ભોગવતા વડીલોની લાચારી કાયમ સંતાનોને કારણે નથી હોતી!

આરોગ્ય, સ્વભાવ અને સંપત્તિ ૫૫ વર્ષ પછીની ત્રણ મોટી સમસ્યા છે

વૃદ્ધાવસ્થા વણ ઉકેલ્યો કોયડો છે. લાચારી, મુંઝવણ, અશક્તિ, નિવૃત્તિ ઘેરી વળે છે. કેટલાક વૃદ્ધો ટટ્ટાર ચાલે છે, પરંતુ  અંદરથી તૂટી ગયા હોય છે. આજના જમાનામાં અચાનક એક્ઝિટ કરનાર લોકોને નસીબદાર માનવામાં આવે છે. કેમ?

તાજેતરમાં નાના પાટેકરની ફિલ્મ વનવાસ જોઈ, અને મનમાં ફરી વૃદ્ધાવસ્થાનો કીડો સળવળવા લાગ્યો! યુવાનીની પ્રેમ કથા, સંઘર્ષ અને વનવાસનો વસવસો, બહુ યાદ આવે છે. તેના ઉપર અનેક ફિલ્મો પણ બની ચૂકી છે. આજે મોટા ભાગના ઘરમાં વનવાસ કે બાગબાનની કથા છે. દીકરાઓ સાચવે છે, તેવા પણ કરોડો કુટુંબો છે. દરેક સમાજ, ગામ, જ્ઞાતિ, દેશ અને દુનિયામાં વૃદ્ધોની અલગ દુનિયા અને કથા હોય છે. જામનગરમાં જોગર્સ પાર્ક ખૂલવાથી અનેક પ્રૌઢ લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ. ઉંમર વધવા સાથે જરૂરિયાતો ઘટવા લાગે છે. રોગોના ભોગ બનવાથી ખોરાક ઉપર પણ પ્રતિબંધ આવે છે, પગ અને આંખ નબળા પડવાથી અવરજવર બાધિત બને છે. સંતાનો ડૉકટર પાસે સમયસર લઈ જાય તેટલી જ અપેક્ષા રહે છે.

વનવાસ

નાના પાટેકરની આ ફિલ્મ આમ તો સામાન્ય કથાનક ધરાવે છે. ત્રણ દીકરા અને તેની પત્નીઓ ઘરના વડીલ દીપક ત્યાગીના સ્વભાવથી કંટાળી ગયા હોય છે. સીમલામાં રહેતા દીપકને મોટી ઉમરે થતી નબળી યાદશક્તિની બીમારી લાગુ પડે છે. પરિવારમાં દીપક સામે રોષ પણ રહે છે. ત્રણ પુત્ર અને તેની પત્ની દીપકને વારાણસી લઈને જાય છે, દરેક વૃદ્ધાશ્રમ સંચાલકો સંતાનોના ઓળખ પત્રો માંગે છે, જે આપવાની તૈયારી નથી. અંતે દીપકને વારાણસીમાં અનાથ હાલતમાં છોડી દેવામાં આવે છે. નબળી યાદશક્તિને કારણે તે અટવાતો રહે છે અને નાટકીય ઘટનાઓ પછી તે કીડની રેકેટમાં  ફસાઈ જાય છે. તેની મદદે વીર નામનો લંપટ, ખિસ્સા કાતરૂ આવે છે અને દીપકનું સરનામું શોધે છે. સમગ્ર ફિલ્મમાં  વૃદ્ધ દીપકની લાચારી જ તરફડે છે. ફિલ્મમાં વીરની પ્રેમકથા અડધો સમય ખાઈ જાય છે. જો કે તેની પ્રેમકથાને પરિણામે જ વાર્તાનો અંત આવે છે. દીપક ત્યાગીને નામે જમીન હોય છે, જેનું ૪૦ કરોડનું જંગી વળતર મળવાની ઘટનાથી તેના ત્રણ પુત્ર ડેથ સર્ટિફિકેટ પણ બનાવી નાખે છે!

વનવાસ જેવો મુદ્દો ધરાવનારી અનેક ફિલ્મો આવી. જેમાં અમિતાભ બચ્ચનની બાગબાન યાદગાર છે. ૧૯૮૦ ના સમયમાં ફિલ્મ શ્રદ્ધાંજલિ અને બંધન કચ્ચે ધાગોકાનું કથાનક પણ આ સામાજિક સમસ્યા ઉપર આધારીત હતું. વનવાસ માત્ર નાના પાટેકરના અભિનય પૂરતી સીમિત છે, જો કે બાગબાનના અમિતાભ સુધી પહોંચી શકતી નથી.  ૨૦૧૫ માં રજૂ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ પિકુ પણ સફળ રહી હતી. જેમાં કબજીયાતથી પીડાતા ૭૦ વર્ષના ભાષ્કર બેનરજીની કથા હતી.

વડીલોએ ઊંચાઈ ફિલ્મ પણ જોવી જોઈએ. અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને અનુપમ ખેર અભિનીત, આ ફિલ્મ આપણને ત્રણ વૃદ્ધ મિત્રોના જીવનમાં લઈ જાય છે. મિત્રોએ તેમના મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એવરેસ્ટ બેઝ કેમ્પ પર જવાનો નિર્ણય કર્યો. ટ્રેક દરમિયાન, આ મિત્રો તેમના જીવનના અંગત, ભાવનાત્મક અને આધ્યાત્મિક પાસાઓ વિશે ખુલે છે. તેઓ તેમની શારીરિક મર્યાદાઓ સામે લડે છે અને સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે તે શોધે છે. આવી ફિલ્મો જોવાથી આપણામાં હકારાત્મક શક્તિ અને વિચારોનું સિંચન થાય છે. ઉમરને આપણે શક્તિ સાથે સાંકળવી ન જોઈએ.

સ્વભાવ અને સંપત્તિ

૫૫ વર્ષ પછીની આ બે મોટી સમસ્યા કહેવાય છે. સ્ત્રી કે પુરુષે જીવનના અંતિમ ભાગમાં સ્વભાવ સાથે બાંધછોડ કરવી જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશે.. જીભ ઉપર રાખવા જોઈએ. જો કે, આ તબક્કે એક હાથે તાલી પડતી નથી, સંતાનોના સ્વભાવ ઉપર પણ વૃદ્ધત્વ નિર્ભર રહે છે. પુત્રવધૂઓ પણ કૌટુંબિક શાંતિ અને ઝગડાઓમાં કારણભૂત બની શકે છે. વનવાસ ફિલ્મમાં પણ પુત્રવધૂઓ સસરાના નિકાલ માટે કાવાદાવા અને ઝગડા કરતી જણાય છે.

કુટુંબમાં બહુ ઓછી મિલકત અને વધુ પડતી મિલકત પણ કારણ બની શકે છે. જામનગરમાં પણ એક નામાંકિત પરિવારમાં વહુના આગમન અને સ્વભાવને કારણે તાજેતરમાં ભાગલા પડ્યા છે. અહીં, સંપત્તિનો સવાલ નહીં, પરંતુ સ્વભાવની સમસ્યા હતી. વૃદ્ધાવસ્થા દરેક માટે કમજોર કડી છે. ઘર છોડીને જવું પણ ક્યાં?

વૃદ્ધાશ્રમ

આ વ્યવસ્થા આવકારદાયક તો નથી જ, પરંતુ અનિવાર્ય છે. દુનિયાના બધા દેશોમાં ઓલ્ડ એઇજ હોમનો કોન્સેપ્ટ સ્વીકાર્ય છે. અનેક વિકસિત દેશોમાં કેર હોમ પ્રચલિત છે. ત્યાં લોકો પ્રામાણિકતાથી કરવેરા ભરે છે અને સરકાર વૃદ્ધાવસ્થા પેન્શન આપે છે. કેર હોમ સંચાલકોને પણ મદદ કરે છે. બ્રિટનમાં કેર યુકે એ વૃદ્ધ લોકો માટે રહેણાક સંભાળ પ્રદાતા છે. તેઓ આવાસ જરૂરિત, ડિમેન્શિયા કેર અને નર્સિંગ કેર ઓફર કરતા ૫૦૦થી વધુ ઘરનું સંચાલન કરે છે. કંપનીએ અગાઉ ૨૦૨૧ સુધી આરોગ્ય સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણીનું સંચાલન પણ કર્યું હતું. ૨૦૦૨માં બ્રિટન સરકારે ઓલ્ડ એઇજ હોમને સત્તાવાર રીતે નર્સિંગ સાથે કેર હોમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને રહેણાક ઘર કેર હોમ્સ તરીકે જાણીતા બન્યા હતા. બ્રિટનમાં કેર હોમ્સ અને નર્સિંગ સાથે કેર હોમ્સ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં અલગ સંસ્થાઓ દ્વારા સંચાલન થાય છે. કેર હોમમાં દાખલ થવા માટે, ઉમેદવાર દર્દીને તેમની સ્થાનિક કાઉન્સિલ પાસેથી જરૂરિયાતો અને તેમની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. દર્દીને નર્સિંગ સંભાળની જરૂર હોય તો ઉમેદવારનું નર્સ દ્વારા મૂલ્યાંકન પણ થઈ શકે છે.

ગુજરાતઃ ગુજરાતમાં રાજ્ય સરકારના સમાજ સેવા વિભાગ દ્વારા વૃદ્ધોની સમસ્યા ઉપર ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી સંચાલકો અને ટ્રસ્ટ દ્વારા પણ વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે. મોટાભાગના આવા સંકુલો આર્થિક સમસ્યાઓથી પીડાતા હોવાનું જણાય છે.

મારા મતે ગુજરાતની કુલ વસ્તીના બહુ ઓછા ટકા વૃદ્ધો એકલતા અને લાચારી ભોગવે છે. વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને પુત્રો કે પુત્રવધૂઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવું નથી. અનેક વડીલોને સંતાન ન હોવાથી પણ લાચારી ભોગવવી પડે છે. બીજા કેટલાકને સંતાનમાં માત્ર પુત્રી જ હોવાથી અને તે સાસરે ચાલી ગઈ હોવાથી તકલીફો ભોગવવી પડે છે. ગણ્યાગાંઠીયા વૃદ્ધોને જ સંતાનો તરફથી ત્રાસ મળતો હોય તેવું બની શકે છે.

મોટાભાગના સંતાનો વડીલોની ખૂબ સારી સંભાળ રાખે છે, છેલ્લા શ્વાસ સુધી સેવા કરે છે. ગુજરાતની સામાજિક રચના જ પ્રેમ અને લાગણી ઉપર રચાયેલી છે.

ગુજરાતમાં વૃદ્ધોના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કાર્યરત છે. આ વિભાગની વેબસાઇટ ઉપર જણાવ્યા અનુસાર તે વૃદ્ધ કલ્યાણ યોજના હેઠળ (૧) વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂા.૫૦૦૦ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના (૨) ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (૩) રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (નેશનલ ફેમિલી બેનીફીટ સ્કીમ) અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) ચલાવે છે. ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગની વેબસાઇટ અનુસાર રાજ્યમાં ૨૮ વૃદ્ધાશ્રમ તેમની યાદીમાં છે જેમાં જામનગરમાં (૧) શ્રી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ, લીમડાલેન, જામનગર અને (૨) એમ.પી. શાહ, મ્યુનિસિપલ સંચાલિત વૃદ્ધાશ્રમ, એરોડ્રામ, ખોડીયાર કોલોની સામે, જામનગર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થવા છતાં ત્યાં કોઈ વૃદ્ધાશ્રમ ન હોવાનું તે જણાવે છે. ગુજરાતમાં હવે સારી સુવિધા ધરાવતા અનેક વૃદ્ધાશ્રમો શરૂ થયા છે. જામનગરમાં પણ વાત્સલ્ય ધામ ચાલે છે. રાજકોટમાં સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય સંકૂલ આકાર પામી રહ્યું છે.

સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર જામનગરમાં શ્રી આણદાબાવા સેવા સંસ્થા, લીમડા લાઇનમાં હાલ ૧૮ મહિલા આશ્રય મેળવી રહ્યા છે. એમ.પી. શાહ, મ્યનિસિપલ સંચાલિત વૃદ્ધાશ્રમમાં સ્ત્રી અને પુરૂષ મળીને કુલ ૧૧૩ અને વસઈમાં ૪૦ વડીલો આશ્રિત છે.

સરકારની વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત કુલ ૨૮,૩૪૩ વૃદ્ધ માસિક રૂા.૧૦૦૦/- ની સહાય મેળવી રહ્યા છે. આ   યોજનાનો લાભ લેવા માટે ૬૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધો જેમને સંતાન નથી તેવા વૃદ્ધ વ્યક્તિ માન્ય છે. તેમજ સંતાન હોય પણ ૦ થી ૨૦ સુધીના બીપીએલ સ્કોર ધરાવતા હોય તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

વનવાસ

તંદુરસ્ત અર્થમાં વનવાસ સમય દરમિયાન વ્યક્તિ શાંત જીવન, સ્વચ્છ હવા, શુદ્ધ ખોરાક, નચિંત સંબંધો સાથે ઉત્તરાર્ધ પસાર કરી શકે છે. પરંતુ આપણે જીવનને સ્વાર્થ અને લોભમાં અટપટું અને પીડાદાયક બનાવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, પુતિન જેવા દુનિયાનો ભાર લઈ ફરતા નેતાઓ મોટી ઉમરે પણ તંદુરસ્ત જીવન જીવે છે. પરાવલંબન ટાળવા માટે પોઝિટિવ વિચારસરણી, જુસ્સો અને ઊચા વિચાર જરૂરી છે. માત્ર તણાવ રાખવાથી દુઃખ ઓછું થતું નથી. વનવાસ સાચા અર્થમાં સમાજને સમજવાની ઉમર છે. દુનિયામાં કરોડો વૃદ્ધો જાત મહેનત કરી જીવન જીવે છે. પશ્ચિમના દેશોમાં બાળકો ૧૮ વર્ષના થાય એટલે માતા-પિતાને અલગ તારવી દે છે. ત્યાં વાલીઓ અને સંતાનો જેવા લાગણીના સંબંધો જોવા નથી મળતા. ભારતની સંસ્કૃતિ લાગણીના પાયા ઉપર ઊભી છે. માત્ર ૧૦ ટકા સંતાનો જ ગદ્દાર નિકળતા હોય છે. ૯૦ ટકા સંતાનો અને વહુઓ વડીલોની દેખભાળ બહુ સારી રીતે કરે છે. સરકાર આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય માટે પણ  કાળજી રાખે છે.

જે લોકો, જેટલો આવકવેરો ભરે તે પ્રમાણમાં સરકારે તેમને પેન્શન પણ આપવું જોઈએ. વિદેશમાં આવી વ્યવસ્થા છે.  એન્જિઑગ્રાફીના લેખકે આખી જિંદગી કરવેરા ભર્યા, છતાં વળતર પેટે કઈ મળતું નથી. આરોગ્ય વીમાની મોટી રકમ દર ૩૬૫ દિવસે સંપૂર્ણ ડૂબી જાય છે. નવા વર્ષે ફરી નવું જંગી પ્રીમિયમ ભરવું પડે છે. વીમાની રકમ ડૂબી શા માટે જાય? ૬૦ વર્ષ પછી આરોગ્ય વીમાની રકમ અને પ્રીમિયમ બાબતે પુનઃવિચાર કરવો જરૂરી છે.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્વચ્છ ભારતની જેમ હવે સત્ય ભારત ઝુંબેશ કરવાનો સમય પાકી ગયો છે!

ખોટા આવકવેરા પત્રકો ભરનાર લોકોને લક્ષ્મીજીનું પૂજન કરવાનો નૈતિક અધિકાર નથી

પ્રભુએ નવું વર્ષ આપ્યું છે, તો માણસે પણ નવું જીવન શરૂ કરવું જોઈએ. આ ઈસુનું નવું વર્ષ છે, ભગવાન ઈસુનો જન્મ  થયો, હિન્દુ કેલેન્ડરમાં પણ કારતક માસથી નવું વર્ષ શરૂ થયું છે. ભગવાન રામ અનિષ્ટ રાવણ ઉપર વિજય મેળવી પરત ફર્યા હતા. આપણે પણ અનિષ્ટો ઉપર વિજય પ્રાપ્ત કરી નવા જીવન કે નવા આચાર-વિચારોનો પ્રારંભ કરવો જોઈએ.  જીવીત વિશ્વમાં એક માત્ર સાપ જ સમયાંતરે પોતાના આવરણ સમાન કાંચળી ઉતારે છે, બીજા કોઈ જીવમાં આવી દુર્લભ વ્યવસ્થા નથી! માણસો તો સ્વાર્થ માટે નીતનવા રંગ-રૂપ ધારણ કરતા રહે છે. ધર્મ અને સાદગીના પાઠ ભણાવતા લોકો લકઝરી લાઈફ જીવે છે, ચાર્ટર્ડ વિમાનોમાં ઊડે છે અને સંસારી કરતાં વધુ સુખ સુવિધાઓ ભોગવે છે. એક માત્ર સામાન્ય માનવી જ સામાન્ય જિંદગી જીવે છે બાકી બધા સાદગીના નાટકો કરે છે!

એક રાજાને વિચાર આવ્યો કે મારા રાજમાં કેટલા લોકો એવા છે કે જે મારા નિર્ણય કે આદેશને માન આપે છે તે ચકાશું. તેને શહેરની વચ્ચે કુંડ બનાવ્યો અને તેના ઉપર સફેદ કપડું ઢાંકી દીધું, અને આદેશ કર્યો કે દરેક નાગરિકે તેમાં એક કળશો દૂધ નાખવાનું. થોડા પવિત્ર લોકોએ દૂધ નાખ્યું, બીજા લોકોએ વિચાર્યું કે બધા જ દૂધ નાખે છે, ત્યારે હું એક લોટો પાણી નાખીશ તો કોઈને ખબર નહીં પડે અને દૂધમાં ફર્ક નહીં પડે! શહેરના મોટાભાગના લોકોએ આવું વિચારી હોજમાં પાણી ઠાલવ્યું, રાજાએ સફેદ કપડું દૂર કર્યું ત્યારે ખબર પડી કે પોતાના રાજમાં ઘણાં તકલાદી મનોવૃત્તિવાળા લોકો છે.

આ વાર્તા બહુ જૂની અને ચવાઈ ગયેલી છે, પરંતુ આજના સમયમાં પણ સો ટકા બંધ બેસતી કથા છે. હું એક જ કચરો જાહેરમાં ફેંકીશ તો શું ફર્ક પડશે? હું એક કરવેરા નહીં ભરૃં, તો શું ફર્ક પડશે? હું એક ભેળસેળ કરીશ તો શું ફર્ક પડશે? આવું વિચારી મોટાભાગના લોકો રાષ્ટ્રને નબળું પાડે છે!

૨૦૨૫ ના વર્ષમાં નાના-મોટા, ધનિક-નિર્ધન, સ્ત્રી-પુરૂષ સૌ કોઈએ એક સારો નિર્ણય કરવો જોઈએ. દરેક વ્યક્તિ એક પવિત્ર નિર્ણય કરે તો સમાજને લાભ થશે. કુંડમાં દૂધ જ નાખવાનો નિર્ણય તમામ લોકો કરે તો રામરાજ્ય દૂર નથી. રામની જરૂર નથી, રામ જેવા કર્મો કરવાની આવશ્યકતા છે. વર્તમાન વર્ષને સચ્ચાઈના વર્ષ તરીકે ઉજવો. જો કે આવી મધમીઠી સલાહ તો હજારો મોટીવેશનલ વકતાઓ આપે છે, પરંતુ આપણને તે કાનથી આગળ ઊતરતી જ નથી.

સત્યના પ્રયોગો

મહાત્મા ગાંધીજીની આત્મકથાના ઉલ્લેખ વગર સત્યની મહત્ત્વતા અધૂરી ગણાય. મારી જાણ અનુસાર ગાંધીજી પછી કોઈપણ રાજકીય કે સામાજિક અગ્રણીએ સત્યનો ઉલ્લેખ કરી કાર્ય કર્યા નથી. કદાચ સત્યને અભેરાઈ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. ગાંધીજીના સત્યના પ્રયોગોના ફળ આપણે આરોગી રહ્યાં છીએ, પરંતુ હવે નવા નેતાઓ દ્વારા પ્રજાને ઓર્ગેનિકને બદલે પરાણે પકવેલા ફળ ખવડાવવામાં આવી રહ્યાં છે! પરિણામ શું આવશે તે રામ જાણે.

સત્યના પ્રયોગો આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

દેશમાં ચૂંટણી લડતા લોકોએ પોતાની મિલકતોની જાણકારી જાહેર કરવી જરૂરી છે, તે રીતે હવે આ લોકોએ પોતાના જીવનનો સત્ય ટૂંકસાર પણ આપવાનું ફરજિયાત કરવું જોઈએ. દરેક ઉમેદવારે ખુલ્લા મને પાપોનું શાબ્દિક પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રજા હવે ઠાલા વચનોથી થાકી ગઈ છે! ગાંધીજીના સત્યના પ્રયોગો આત્મકથા દરેક લોકો માટે અલ્ટિમેટ ગાઈડલાઇન છે, અવશ્ય વાચવી અને અનુસરવી જોઈએ. 

આજે અહીં કેટલાક સરળ અને અમલમાં મૂકી શકાય તેવા નિર્ણયોની ચર્ચા કરવી છે. એન્જિઑગ્રાફીના વાચકો એકાદ પ્રણ લે તેવી આગ્રહભરી વિનંતી છે.

સત્ય વક્તા

સમાજમાં અસત્ય બહુ મોટું ઘર્ષણ પેદા કરે છે. વારંવાર અસત્ય બોલવાથી ભરોસાની કડી તૂટે છે. દરેક વ્યક્તિએ સત્ય બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. કળીયુગમાં કદાચ રોજ સત્ય બોલવું શક્ય ન હોય તો સપ્તાહમાં ચોક્કસ દિવસે સત્ય બોલવું. આ માટે ચોક્કસ વાર પણ નક્કી કરવો. આ દિવસે જો સત્યનું ઉચ્ચારણ ન થઈ શકે તો મૌન પાળી સામેની વ્યક્તિની માફી માંગી લેવી. સત્ય હમેશાં અસત્યથી લાંબુ ટકે છે. સત્ય ગંગાજળ જેવું પવિત્ર છે, તેનું પાન અનેક વિટંબણાઓ દૂર કરે છે. સોશિયલ મીડિયા ઉપર જાહેર કરી દેવું કે, આ ચોક્કસ વારે હું સત્ય જ બોલીશ! દેશના ૧૫૦ કરોડ લોકો જો આવો નિર્ણય કરે તો ૧૫૦ કરોડ સત્યોનું ઉચ્ચરણ થાય!

સત્ય આચરણ

આ બહુ જરૂરી છે. ડગલેને પગલે અસત્યનું આચરણ યુદ્ધ પેદા કરે છે. સત્ય બોલવું અને સત્યનું આચરણ કરવું તેમાં બહુ મોટો ફર્ક છે. આવકવેરાના પત્રકમાં સાચી વિગતો જ ભરવી, તે સત્યનું આચરણ છે. ખોરાકમાં ભેળસેળ ન કરવી, દાદાગીરી ન કરવી, ખોટો દેખાડો ન કરવો, નબળા માણસને અન્યાય ન કરવો, પઠાણી વ્યાજ ન વસૂલ કરવું, દર્દીને બિનજરૂરી દવાઓ ન આપવી, સારવારમાં પણ પ્રમાણભાન રાખવું, અસીલને ખોટા ભ્રમમાં ન નાખવો જેવા અનેક સત્ય આચરણના માર્ગો છે.

કળીયુગમાં અસત્ય વ્યાપક અને સર્વત્ર છે. ડગલેને પગલે દરેક બાબતોમાં સંશય રહે છે. સત્યના આચરણને કારણે  પ્રગતિની ગતિ ધીમી હોય છે, પરંતુ નક્કર હોય છે.

સત્ય જીવન

કળીયુગમાં સો ટકા સાચા જીવનની અપેક્ષા રાખી ન શકાય, પરંતુ ડગલેને પગલે અસત્ય પણ ચલાવી ન લેવાય. નવી પેઢીને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ખબર જ નથી. મારે તેની તલવારના યુગમાં ગાંધીજીને વાચવા કોણ નવરૂ છે? વર્તમાન સમયમાં દરેક નાગરિકે જીવનમાં એક સત્ય અપનાવવું જોઈએ. તંદુરસ્ત શરીર માટે આપણે નીતનવા અખતરા કરીએ છીએ, ચાલવું, દોડવું, ઉપવાસ, ભક્તિ, ઉજવણી વગેરે.. વગેરે. તો પછી સ્વચ્છ જીવન માટે સત્યના પ્રયોગો કેમ ન કરી શકીએ?

ધનિક લોકોને ઓછી આવકના પ્રમાણપત્રો મેળવવા માટે દોડધામ કરતાં જોઈને દયા આવે છે. સરકારી લાભો લેવા માટે હાથે કરીને ગરીબ દેખાવાની મનોવૃત્તિને હું માનસિક ગરીબી ગણું છું. આ દેશમાં કાગળ ઉપર ગરીબ દેખાવાની પણ ફેશન છે. શું આપણે આપણી સાચી આવક પણ ન બતાવીએ? આ દેશમાં નાણુ પણ કાળુ છે! એક તરફ લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરીએ અને બીજીતરફ તે અપવિત્ર થાય તેવા કાળા ધોળા કરીએ છીએ? ખોટા આવકવેરા પત્રકો ભરનાર લોકોને લક્ષ્મીજીનું પૂજન કરવાનો નૈતિક અધિકાર નથી. ડમી શાળાઓ ચલાવનાર સંચાલકોને સરસ્વતી માતાની પૂજા કરવાનો અધિકાર નથી. અસત્ય જીવન જીવતા લોકો માટે સંકટ મોચક હનુમાનજી પણ મદદે આવતા નથી.

સત્ય ભારત

હવે, સત્ય ભારત કરવાનો સમય પાકી ગયો છે. અસત્યના પાયા ઉપર મહાન ભારતની ઇમારત લાંબુ નહીં ટકે. સ્વચ્છ  ભારત અભિયાન કરતાં પણ સત્ય ભારત અભિયાન બહુ મહત્ત્વનું છે. નરેન્દ્ર મોદી વિવિધ અભિયાનો સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે પ્રખ્યાત છે. તેમણે પોતાનું નામ દેશના ઇતિહાસમાં લખાવવા માટે આ ઉત્તમ માર્ગ છે. કદાચ, અડધો દેશ પણ સત્યનો માર્ગ અપનાવે તો બેડો પાર થઈ જાય! કળીયુગનો પ્રભાવ ચરમસીમા ઉપર છે. સેવાદારો હવે મેવાદારો બની ગયા છે.

ગુજરાત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામે અભિયાન ચલાવવામાં આવે છે. ખોવાયેલી કે ચોરાયેલી ચીજ વસ્તુઓ શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવે છે, આવી ઘટનાઓની પ્રસિદ્ધિ પણ કરવામાં આવે છે. ગુજરાત સરકારે આવી રીતે સત્ય વચન અભિયાન શરૂ કરવું જોઈએ. દિવસમાં એકવાર સાચું બોલવું જોઈએ. તેરા તુજકો અર્પણની જેમ નૈતિકતા અભિયાન શરૂ કરવામાં આવે તો પોલીસ વિભાગનું મનોબળ વધે તે નિશ્ચિત છે.

૨૦૨૫ ની સાલમાં પ્રામાણિકતા અને સત્યતા વધે તે માટે તમામ લોકોએ પ્રયાસો કરવા જોઈએ. તંદુરસ્ત જીવન માટે શુદ્ધ પર્યાવરણ મહત્ત્વનું છે તેમ તંદુરસ્ત સમાજ માટે સત્ય પ્રાણવાયુ છે. ઝાડ અને શબ્દ લીલાચ્છમ રહેશે તો જ જીવન મજબૂત બનશે. 

સત્યનો સ્વાદ કડવો પણ હોય શકે છે, તો પણ ઔષધિ સમજીને આરોગી લેવું જોઈએ. મહાભારતમાં અશ્વસ્થામાં મરાયો જેવું અર્ધસત્ય ન બોલાયું હોત તો તેનો અંત કદાચ જુદો હોત. રાજ કપૂરની ફિલ્મ બૉબીમાં પણ જૂઠ બોલે, કૌવા કાટે, કાલે કૌવે સે ડરીઓ ગીત હતું. સાચી વાત છે, જૂઠ જેવા કાળા મનહૂસ કાગડાઓથી દૂર રહેવું જ જોઈએ. આપણે ધર્મભીરૂ પ્રજા છીએ, તો પણ રામ અને કૃષ્ણને બદલે વારંવાર શકુની અને મંથરા જેવું વર્તન કરવા માંડીએ છીએ. તસુભાર જમીન માટે મહાભારતમાં મોટો ઝગડો થયો હતો, આજે પણ જર, જમીન અને જોરૂ કજિયાના છોરૂ માનવામાં આવે છે.

શું આપણે નવા વર્ષમાં આવી અનેક માન્યતાઓને ખોટી ન પાડી શકીએ? આ અસત્ય નામનો મહારોગ વળગ્યો છે,  જીવલેણ છે, જડીબુટ્ટી નજીકમાં મળે તેવી આશા નથી. સડેલી આ માનસિકતાને કાપીને દૂર ફેકી શકાય તેમ પણ નથી. આ મહાવ્યાધિને નેસ્તનાબૂત કરવા માટે એક માત્ર સત્ય નામના ઉપચારનો આશરો છે. રોજ થોડું થોડું સત્ય જીવતા રહેશું તો અસત્યને માત કરી શકીશું.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૨૦૨૪: એક ભારત કોલ્ડ પ્લે અને બીજું ભારત આધાર કાર્ડની લાઇનમાં પરેશાન છે!

ધનિકો અને રાજકીય લોકો એકબીજામાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે

૨૦૨૪ના અંગ્રેજી વર્ષની આ છેલ્લી એન્જિઑગ્રાફી છે. ઈચ્છા હતી કે આ વખતે પોઝિટિવ નોટ સાથે લખવું. સારા સારા પ્રસંગોની અવશ્ય નોંધ લેવી. લખવા બેઠો ત્યારે થોડો વિચાર બદલ્યો અને સોલ્ટ એન્ડ પેપર દૃષ્ટિકોણ નક્કી કર્યો. અનેક ઘટનાઓ જોઈ, સાંભળી, વાંચીને હૃદય પ્રફુલ્લિત થાય છે અને ક્યારેક ખિન્ન પણ થાય છે. આપણા હાથમાં કશું નથી, પડે એવા દેવાશે ના ન્યાયે બધા લોકો દિવસો પસાર કરી રહ્યા છે. એક ભારતમાં બે ભારત વસે છે. એક ભારત કોલ્ડ પ્લેની લાઇનમાં છે અને બીજું ભારત આધારકાર્ડની લાઇનમાં છે. બન્ને પરેશાન છે. એકને ટિકિટ નથી મળતી અને બીજાને અપડેટ નથી થતું! એક ભારતમાં બે ભારત વસે છે. એક ભારતને પૂરતા ભાવ મળતાં નથી અને બીજાને મોંઘવારી નડે છે! અહી પણ બન્ને પરેશાન છે!

વાચકોની જાણ માટે કે, વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિક બેન્ડ કોલ્ડ પ્લે ભારતમાં પ્રોગ્રામ રજૂ કરવાનું છે, અને તેની મોંઘીદાટ ટિકિટો માટે યુવાનોમાં આંધળો ક્રેઝ છે! આધાર કાર્ડ માટેની કતારો વિશે લખવાની હવે જરૂર લાગતી નથી. ૨૦૨૪નું વર્ષ આમાં જ ચાલ્યું અને ૨૦૨૫નું વર્ષ પણ આમ જ ચાલશે. બહુ વિચારવાથી દુઃખી થવાય અને ન વિચારવાથી પણ દુઃખી થવાય! શું વિચારવાથી સુખી થવાય તેની રેસીપી કે ફોર્મ્યુલા ઉપલબ્ધ નથી. કોઈને તે શોધવાની નવરાશ પણ નથી. એક મોટી મોબાઈલ કંપનીએ તાજેતરમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત આપી તેમાં લખ્યું કે.. માત્ર ફોન સાથે જ નહીં, પરિવાર સાથે પણ સમય વિતાવો! મોબાઇલમાં પરિવાર ગોતીએ છીએ અને નજીકના પરિવારને નજર અંદાઝ કરીએ છીએ! ધર્મસ્થાનોમાં ભીડ બેકાબૂ બની રહી છે અને બીજીતરફ ભ્રષ્ટાચાર, ભેળસેળ, અવ્યવસ્થા બેકાબૂ બની છે. માણસ  ભગવાનથી ડરે છે કે કેમ? તે પણ બહુ મોટી પહેલી છે!

૨૦૨૪ના વિદાય લેતા વર્ષમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરીએ.

રાજકીય

દેશ અને દુનિયામાં આ વર્ષ રાજકીય રીતે કોઈ નાવીન્ય સભર ન રહ્યું. નવા નેતાઓ આવ્યા, ત્યાં નવીનતા ન આવી અને જૂના નેતા રિપીટ થયા ત્યાં તાજગી ન આવી. દુનિયાના સૌથી શક્તિશાળી અને બાધોડકા દેશ અમેરિકામાં તરંગી દિમાગના ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાયા, તેના માથે પરસ્ત્રી ગમનથી લઈ અનેક આક્ષેપો છે. દુનિયાના અતિ મોડર્ન દેશ અમેરિકામાં ૨૧ મી સદીમાં પણ સર્વોચ્ચ પદ માટે મહિલાને ત્યાંના મતદારો પસંદ નથી કરતાં તે બહુ આશ્ચર્યની વાત છે. અમેરિકાની આ ચૂંટણીએ, એ બાબત પ્રસ્થાપિત કરી કે સત્તા ઉપર મોટા, માથા ફરેલ અને જિજીવિષા ધરાવતા ઉદ્યોગપતિઓ કબજો જમાવી રહ્યા છે. એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ ટેકો આપ્યો. આદર્શ લોકશાહી સામાન્ય રીતે છેવાડાના માનવીને ધ્યાનમાં રાખવાની વાતો કરે છે, પરંતુ તે ખ્યાલ કદાચ હવે આઉટ ઓફ ડેટ થઈ રહ્યો છે. ધનીકો પોતાનો સ્વાર્થ સાધવા માટે રાજકીય નેતાઓના ખભે ચડી બેસે છે. ચીનમાં તો જે ધનિક સત્તા વિરોધ બોલે તેના કપરા હાલ થાય છે. અલિબાબ ગ્રૂપના જેક મા સાચું બોલવાના ફળ ભોગવી રહ્યા છે. રશિયામાં તો ઓઇલ ટાઈકુન પુટીન વર્ષોથી સત્તા ભોગવે છે. ભારતમાં પણ ધનીકો અને રાજકીય નેતાઓ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે! અહી ધનીકો  કદી આધારકાર્ડની લાઈનોમાં ઊભેલા જોવા નથી મળતાં! કેમ? આધારકાર્ડની લાઇનમાં ઊભતા લોકો ચાર્ટર્ડ વિમાનમાં  ઉડતા જોવા નથી મળતાં! અસમાનતા ચરમસીમાએ છે. પાડોશી દેશોમાં પણ ૨૦૨૪નું વર્ષ સારૃં રહ્યું નથી. ભારતના આશ્રિત દેશ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ખળભળાટ છે. બન્ને દેશો રાજકીય અને આર્થિક રીતે દેવાળીયા છે. પાકિસ્તાન તો રાજકીય, આર્થિક અને સલામતી એમ તમામ રીતે પાયમાલ થઈ ગયું છે. નેપાળ બેહાલ છે. રશિયા અને ઈઝરાયેલ લડવામાં વ્યસ્ત છે. માનવતા મરી પરવારી છે. દુનિયામાં યુદ્ધનો માહોલ છે. સંયુક્ત રાષ્ટ્ર વેરવિખેર છે. આફ્રિકા ભગવાન ભરોસે છે.

ભારતમાં નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ માટે જનાદેશ મેળવી લીધો છે. મહારાષ્ટ્રમાં તડજોડ રાજકારણ હજુ ચાલુ છે.  ભાજપમાં અમિત શાહને બદલે હવે યોગી આદિત્યનાથ બીજા નંબર ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં કોઈ પહેલાં કે બીજા નંબરે નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મજબૂત થવાના પ્રયાસો કરી રહ્યા છે! અર્જુનભાઇ મોઢવાડીયા મંત્રી પદની રાહમાં છે. મતદારોના મન કી બાત કોણ સાંભળે છે તે મોટી પહેલી છે.

૨૦૨૪ ના વર્ષમાં દુનિયામાં કોઈ પણ નેતામાં નવી કે તાજગી ભરી માનવતાવાદી દૃષ્ટિ જોવા મળી નથી.

આર્થિક

૨૦૨૪ના વર્ષમાં ધનિકોની સંપત્તિઓના હિસાબ કિતાબ માટે કેલ્ક્યુલેટર પણ ટૂંકા પડે તેવો સરસ રહ્યો. માઈક્રોસોફ્ટ, ટેસ્લા, અમેઝોન સહિતના અનેક વિદેશી ધનીકો સાથે આપણા ગુજરાતી અંબાણી અને અદાણી પણ ધનિકોની યાદીમાં ચમકતા રહ્યા! શેરબજાર દર વર્ષની જેમ અકળ રહ્યું. અંબાણીએ બોનસ શેર જાહેર કરતાં રોકાણકારોના ગાલ ગુલાબી થઈ ગયા, પરંતુ ડબલ શેર અને અડધા ભાવ થઈ જતાં મૂડી ડૂબી ગઈ હોવાની ફિલિંગ આવી! આ વર્ષમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં નવી કંપનીઓ ભરણા માટે બજારમાં આવી. નામ પણ ન સાંભળ્યું હોય તેવા આઈ.પી.ઑ.માં લોકોએ તગડો નફો કમણાં અને નામી કંપનીઓમાં રૂપિયા ફસાઈ ગયા! શેર માર્કેટમાં કોઈ ગણીત ચાલતું નથી, માત્ર નસીબ જ ચાલે છે. ગુજરાતમાં આ વર્ષમાં પોન્ઝી સ્કિમોમાં લાખો લોકોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા. છેલ્લે બી.ઝેડ. નામની કંપનીમાં કરોડોનું કૌભાંડ થઈ ગયું. કરૂણતા એ વાતની છે કે, નાના માણસોના પરસેવાની કમાણી તણાઇ ગઈ. નાણા વિભાગ પાસે આવી પોન્ઝી સ્કીમો પકડવાની કોઈ રાજકીય ઈચ્છા શક્તિ નથી. ૧૫૦ કરોડના દેશમાં માત્ર ૬ કરોડ લોકો જ આવકવેરો  ભારે છે. ધનીકો પણ માત્ર ૬ લાખ રૂપિયાની આવકના પ્રમાણપત્રો ગજવે ઘાલીને જલસા કરે છે! કાળું નાણુ બેફામ વધી રહ્યું છે. જમીન-મકાનોની લે-વેંચમાં ૬૦:૪૦ ની લેતી દેતી ખુલ્લેઆમ ચાલે છે. રોકડ વ્યવહારો ટ્રેસ કરવા માટે આવકવેરા વિભાગ પાસે કોઈ ટેકનિક નથી. દેશમાં આજે પણ માત્ર પગારદાર વર્ગ જ સાચો આવકવેરો ભરે છે.

આગામી ૨૦૨૫ના વર્ષમાં આર્થિક ક્ષેત્રે કોઈ ચમત્કાર થવાની અપેક્ષા રાખતા નહીં. મધ્યમ વર્ગ પાસે આગળ કૂવો છે અને પાછળ ખાઈ છે. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને ગ્રાહકોને ખાદ્ય ચીજો સસ્તી મળતી નથી. દેશની જેવી પરિસ્થિતિ છે તેવી તેવું જ ગુજરાતમાં છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસના દાવ કરે છે અને બીજી તરફ વ્યાજખોરો બેફામ છે. નબળા લોકો માટે આત્મહત્યા એક જ માર્ગ બચે છે. સુરતના હીરા બજારમાં મંદી છે. આર્થિક ક્ષેત્રે ૨૦૨૫ નું વર્ષ ૨૦૨૪ જેવું જ રહેશે.

મનોરંજન

દેશની પ્રજાને વર્ષ ૨૦૨૪ દરમિયાન દરેક ક્ષેત્રમાંથી મનોરંજન મળી રહ્યું! જેમને સુખી થવું હતું તેના માટે આનંદ માણવાના ઘણાં રસ્તા રહ્યા. થિયેટર જગતની વાત કરીએ તો આ વર્ષે સિકવલો વધુ ચાલી. સ્ત્રી-૨ અને પુષ્પ-૨ એ ભારે સફળતા સાથે જંગી કમાણી કરી. આમિર ખાન દ્વારા નિર્મિત લાપતા લેડીઝ પણ લોકોને ગમી. મનોરંજન દુનિયામાં દક્ષિણનો દબદબો રહ્યો. બીજી તરફ રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનેલી અને અમિતાભ બચ્ચન, પ્રભાસ, દિપીકા પાદુકોણે જેવા મેગા સ્ટારનો જમાવડો હોવા છતાં કલ્કી-૨૮૯૮ ફિલ્મનો બોક્સ ઓફિસ ઉપર કરૂણ રકાસ થયો! કાંગુંવાના પણ ખરાબ હાલ થયા. છેલ્લા પાંચ વર્ષથી ટીવીના નાના પડદે ઑ.ટી.ટી. આગળ વધી રહ્યું છે. આ વર્ષે નાના બજેટ અને તદ્દન ગામડાંની પૃષ્ટભૂમિ ઉપર બનેલી વેબ સીરિઝ પંચાયતનો દબદબો રહ્યો. બીજી ધ્યાન ખેંચનાર વેબ ફિલ્મ ડિસ્પેચ રહી. કામાંધ પત્રકારની ભૂમિકામાં મનોજ વાજપાઈ જેવા સશક્ત કલાકારે સેક્સ અને નગ્ન દૃશ્યો શા માટે ભજવવા પડ્યા તે દર્શકો માટે મોટો કોયડો રહ્યો.

જામનગર

આખી દુનિયાની પંચાત કરીએ, અને આપણા શહેરને ભૂલી કેમ જવાય? છોટીકાશી અને સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરમાં ૨૦૨૪નું વર્ષ મિશ્રિત લાગણીવાળું રહ્યું. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ હવે પૂર્ણતાને આરે છે. શહેરના ધણી જામસાહેબે વારસદાર પસંદ કરી લીધા. ત્રણ નવા બગીચા બનાવવા માટે જગ્યા ફાળવવા પણ તૈયાર થયા છે. હાલારે દેશના મોટા ધનિક અંબાણી પરિવારનો જલસો પણ દૂરથી માણ્યો. અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં દુનિયાની હસ્તીઓ ઉમટી પડી. જામનગરનું હવાઈ મથક ૧૦ દિવસ માટે આંતરરાષ્ટ્રીય જાહેર કરવામાં આવ્યું. વંદે ભારત ટ્રેનને ભારે સફળતા મળી. બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ શરૂ થતાં ભક્તોને મોટી રાહત થઈ. દ્વારકાનો સુદામા સેતુ હજુ  પણ અકળ કારણોસર બંધ છે.

બીજી તરફ, ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, નજીકના સમયમાં તેનો નક્કર ઉકેલ દેખાતો નથી. ટ્રાફિક પોલીસ સી.સી. ટી.વી. જોઈને વાહનચાલકોને દંડી પોતાની પીઠ થાબડી રહી છે. ટી.પી. સ્કિમોનો વહીવટ ગોકળગાયની ગતિએ ચાલે છે. કાલાવડ-ધોરાજીનો ધોરી માર્ગ વર્ષોથી ખખડધજ છે. પ્રજા અને નેતાઓ બન્ને આ બાબતે મૌન છે! સતત વરસાદ સારો થતો હોવા છતાં ખાદ્ય પદાર્થોના ભાવ વધી રહ્યા છે. ખેડૂતો પૂરતા ભાવ ન મળી રહ્યા હોવાની કાગારોળ કરે છે અને ગ્રાહકોને ચીજ વસ્તુઓ મોંઘા ભાવે મળે છે. વચ્ચેનો મોટો નફો ખાનાર અદૃશ્ય છે.

આ વર્ષમાં હાલારે બે મોટા નામ ગુમાવ્યા. 'નોબત' પરિવારના અને જાહેર જીવનના અગ્રણી કિરણભાઈ માધવાણીનો દેહવિલય થયો. હાસ્ય મનોરંજન ક્ષેત્રે હાલારનું નામ રોશન કરનાર વસંત પરેશ 'બંધુ' પણ ચાલ્યા ગયા. રવિન્દ્ર જાડેજા ચમકતા રહ્યા છે.

જે હોય તે..

૨૦૨૪નું વર્ષ સુખે દુઃખે પસાર થઈ ગયું. ૨૦૨૫નું વર્ષ પણ આમ જ પસાર થઈ જશે. ચિંતા કરવાથી કે રોકકળ કરવાથી કઈ નહીં વળે. મન ચંગા, તો કથરોટ મેં ગંગા! આપણે મોટું મન રાખવું. સુખી થવા માટે આ રામબાણ ઈલાજ છે. દેવું કરીને ઘી ન પીવાની વણમાંગી સલાહ છે. વધુ વ્યાજની લાલચમાં ન ફસાવું. ઓનલાઇન ફ્રોડથી બચવું. કાળી ચૌદસે કુંડાળામાં પગ ન પડી જાય તેની કાળજી રાખવી, જો કે હવે તો આ દિવસ સિવાય પણ કુંડાળા દોરાયેલાં હોય છે, તેથી બારેમાસ સાવચેત રહેવું.

'નોબત'ના વાચકો અને ચાહકોને ૨૦૨૫ના વર્ષની હાર્દિક શુભકામના...

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રભુ ઈસુના એક અવતાર ઉપર બની ચૂકી છે ૨૫૦થી વધુ ફિલ્મો!

''ધ પેશન ઓફ ક્રાઈસ્ટ'' પ્રભુ જીસસ વિશેની પ્રથમ ફિલ્મ હતીઃ

યહૂદી ધર્મમાં કદાચ સૌથી ઓછા તહેવારો આવે છે. મારી જાણ અનુસાર ગુડ ફ્રાઈડે અને નાતાલ એમ બે જ મોટા  તહેવાર આવે છે. જો કે, યહૂદીઓ ફાઇવ ડે વીક કરીને દર શનિ અને રવિવાર ઉજવે છે તે અલગ બાબત છે. નાતાલ નજીક આવી રહી છે. ગુજરાતીઓ પણ નાતાલ ઉજવશે. ભગવાન ઈસુનો બેથલહામમાં જન્મ થયો તે દિવસને નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઈસુના જન્મ અને જીવન ઉપર અનેક સંશોધનો થયા છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ઈસુના જન્મમાં એક સમાનતા હતી. કંસને આકાશવાણી દ્વારા જાણકારી થઈ હતી કે દેવકીનું આઠમું સંતાન તેના મૃત્યુનું કારણ બનશે, આથી કંસે દેવકીને જેલમાં બંધ કરી તેના સંતાનોને મોતને ઘાટ ઉતારતો રહ્યો. ઈસુના જન્મ સમયની પણ આવી કથા છે. રાજા હેરિસને જાણકારી મળી હતી કે બેથલહામમાં જન્મનાર બાળક તેના શાસનનો અંત લાવશે. આથી રાજા હેરિસે અહીં જન્મેલા બાળકોની સામૂહિક હત્યાનો આદેશ આપ્યો હતો. કૃષ્ણ અને ઈસુ બન્ને ઉગરી ગયા!

આજે ભગવાન ઈસુના જન્મ પ્રસંગે તેમના જીવન ઉપર બનેલી ફિલ્મોની એન્જિઑગ્રાફી કરવી છે. ભગવાન ઈસુના  જીવન ઉપરની ફિલ્મો બાબતે લગભગ નહિવત લખાયું છે. આજે ઈસુ આપણા વચ્ચે પડદા ઉપર જીવી રહ્યા છે તેમ  માનવું રહ્યું.

ભગવાન ઈસુના જીવન ઉપર જ બનેલી સળંગ ફિલ્મો બહુ જૂજ છે. મોટાભાગની ફિલ્મો તેના જીવન સંદેશ આધારિત છે. નાતાલ કે ક્રિસમસ નામ આધારિત બધી ફિલ્મો ઈસુ ઉપર હોતી નથી. માત્ર આ દિવસે બનતી ઘટનાઓ ઉપરનું ફિલ્માંકન હોય છે. દાખલા તરીકે ૨૦૨૪ માં રજૂ થયેલી હિન્દી ફિલ્મ મેરી ક્રિસમસ કે જેમાં કેટરીના કૈફ અને વિજય સેતૂપતિ મુખ્ય ભૂમિકામાં હતા તે ફિલ્મ ઈસુના જીવન સાથે કોઈ સંબંધ ધરાવતી ન હતી! આ જ રીતે તાજેતરમાં રજૂ થયેલી ઇંગ્લિશ ફિલ્મ બ્લેક ડવસનું કથાનક નાતાલના દિવસે લંડનમાં ચાઇનીઝ અધિકારીની હત્યા ઉપર આધારિત છે. પરંતુ ઈસુના જીવન સાથે કોઈ લેવાદેવા નથી! ૧૮૯૭માં ધ પેશન ઓફ ક્રાઈસ્ટ નામની જીસસ વિશેની પ્રથમ ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મ આલ્બર્ટ કિર્ચનર દ્વારા રોમન કેથોલિક પૃષ્ઠભૂમિના પ્રકાશન ગૃહ, લા બોન પ્રેસ માટે બનાવવામાં આવી હતી. તાજેતરમાં નેટફલીક્સ ઉપર રજૂ થયેલી ફિલ્મ મેરી સૌથી લેટેસ્ટ ફિલ્મ છે. આમ ભગવાન ઈસુના જીવન ઉપર લગભગ સવાસો વર્ષથી દુનિયાની તમામ ભાષાઓમાં ફિલ્મો બની રહી છે. નાટકો જુદા! અંગ્રેજી ફિલ્મ વિવેચકોના જણાવ્યા અનુસાર સવાસો વર્ષમાં અંગ્રેજી ભાષામાં જ નાની મોટી ૨૫૦થી વધુ ફિલ્મો બની ચૂકી છે.

જીસસ ઉપર બનેલી કેટલીક ફિલ્મોની જાણકારી અત્રે પ્રસ્તુત છે.

ધ લાસ્ટ ટેમ્પટેશનઃ ઈસુના જીવન ઉપર બનેલી ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી વધુ લોકપ્રિય રહી. ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ એ ૧૯૮૮ની ધાર્મિક ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન માર્ટિન સ્કોર્સીસ દ્વારા કરવામાં આવ્યું છે. સ્કોર્સીસ અને જય કોક્સના અપ્રમાણિત પુનઃલેખન સાથે પૌલ શ્રેડર દ્વારા લખાયેલ, તે સમાન નામની નિકોસ કાઝાન્ત ઝાકીસની ૧૯૫૫ની વિવાદાસ્પદ નવલકથાનું રૂપાંતરણ છે. વિલેમ ડેફો, હાર્વે કીટેલ, બાર્બરા હર્શી, આન્દ્રે ગ્રેગરી, હેરી ડીન સ્ટેન્ટન અને ડેવિડ બોવી અભિનીત આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ મોરોક્કોમાં કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મ ઈસુ ખ્રિસ્તના જીવન અને ભય, શંકા, હતાશા, અનિચ્છા સહિત વિવિધ પ્રકારની લાલચ સાથેના તેમના સંઘર્ષને દર્શાવે છે. પુસ્તક અને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ખ્રિસ્તીઑને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાની કલ્પના કરીને લલચાવવામાં આવે છે, જેના કારણે અમૂક ખ્રિસ્તી જૂથ દ્વારા આક્રોશ પેદા થયો હતો, અને આ કાર્યને નિંદા તરીકે દાવો કર્યો હતો. આ ફિલ્મ ગોસ્પેલ્સ પર આધારિત નથી, પરંતુ શાશ્વત આધ્યાત્મિક સંઘર્ષના કાલ્પનિક સંશોધન પર આધારિત છે.

બેન-હૂર

બેન-હૂર એ ૧૯૫૯ની અમેરિકન ધાર્મિક મહાકાવ્ય ફિલ્મ છે, જેનું નિર્દેશન વિલિયમ વાયલર દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું નિર્માણ સેમ ઝિમ્બાલિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ચાર્લ્ટન હેસ્ટન શીર્ષક પાત્ર તરીકે અભિનય કરે છે. સમાન શીર્ષક સાથે ૧૯૨૫ની સાયલન્ટ ફિલ્મની રિમેક, તે લ્યુ વોલેસની ૧૮૮૦ની નવલકથા બેન-હરઃ અ ટેલ ઓફ ધ ક્રાઈસ્ટ પરથી લેવામાં આવી હતી. પટકથાનો શ્રેય કાર્લ ટનબર્ગને આપવામાં આવે છે, પરંતુ તેમાં મેક્સવેલ એન્ડરસન, એસ.એન. બેહરમેન, ગોર વિડાલ અને ક્રિસ્ટોફર ફ્રાયના યોગદાનનો સમાવેશ થાય છે. આ કલાકારોમાં સ્ટીફન બોયડ, જેક હોકિન્સ, હાયા હરારેટ, હ્યુગ ગ્રિફિથ, માર્થા સ્કોટ, કેથી ઓ'ડોનેલ અને સેમ જાફે પણ છે. આ ફિલ્મ માત્ર ઈસુના જીવન ઉપર આધારિત ન હતી, પરંતુ તે સમયગાળા દરમિયાનના લડાયક રજાઓ વિશેની હતી. આ બિગ બજેટ ફિલ્મ હતી.

સન ઓફ ગોડ

સન ઓફ ગોડ ફિલ્મ ક્રિસ્ટોફર સ્પેન્સર દ્વારા નિર્દેશિત અને માર્ક બર્નેટ અને રોમા ડાઉની દ્વારા નિર્મિત ૨૦૧૪ ની અમેરિકન મહાકાવ્ય બાઈબલની ફિલ્મ છે. આ ફિલ્મ જીસસ ક્રાઇસ્ટના જીવનને રજૂ કરે છે. જે હિસ્ટ્રી ચેનલ પર માર્ચ  ૨૦૧૫માં પ્રસારિત કરવામાં આવી, અને ફિલ્મ પછી તરત જ એડી ધ બાઇબલ કન્ટીન્યુઝ નામની બીજી ટીવી શ્રેણી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં ડિયોગો મોર્ગાડો, ગ્રેગ હિક્સ, એડ્રિયન શિલર, ડાર્વિન શો, સેબેસ્ટિયન નેપ, જો વર્ડેન, સિમોન કુન્ઝ, પોલ માર્ક ડેવિસ, મેથ્યુ ગ્રેવેલ, એમ્બર રોઝ રેવાહ અને રોમા ડાઉની છે.

આ ફિલ્મ અમેરિકા અને કેનેડામાં એક સાથે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મને ખ્રિસ્તી પ્રકાશનો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી હતી પરંતુ સામાન્ય રીતે મુખ્ય પ્રવાહના વિવેચકો તરફથી નકારાત્મક સમીક્ષાઓ મળી હતી, જેમણે તેને ''ખૂબ નિસ્તેજ'' ગણાવી હતી. આ હોવા છતાં, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી, તેણે ૨૨ મિલિયન ડોલરના બજેટ  સામે ૭૦ મિલિયન ડોલરની કમાણી કરી, જે તેને અત્યાર સુધીની સાતમી સૌથી વધુ કમાણી કરનાર ક્રિશ્ચિયન ફિલ્મ બની. તે ૨૦ મી સેન્ચ્યુરી ફોક્સ હેઠળ રિલીઝ થનારી પ્રથમ ક્રિશ્ચિયન મૂવી હતી.

મેરી, મધર ઑફ જીસસઃ એ ૧૯૯૯ની અમેરિકન ટેલિવિઝન માટે બનેલી બાઈબલના ડ્રામા ફિલ્મ છે જે તેની માતા મેરીની આંખો દ્વારા ઈસુની વાર્તાને ફરીથી કહે છે. જો કે ફિલ્મમાંની દરેક વસ્તુ ન્યુ ટેસ્ટામેન્ટમાં નોંધવામાં આવી નથી, પણ  આ ફિલ્મ ઈસુના જીવનમાં મેરીના મહત્ત્વ પર ભાર મૂકે છે, ઉદાહરણ તરીકે, તેમના દૃષ્ટાંતો મેરીએ તેમના બાળપણમાં કહેલી વાર્તાઓથી પ્રેરિત હોવાનું અને મેરીને ઉછરેલા ઈસુનું ચિત્રણ કરીને સૂચવ્યું છે. આ ફિલ્મ મેરી સાથે બંધ થાય છે જે સૂચવે છે કે તેના પુત્રનુ મૃત્યુ એ અંત નથી, પરંતુ શરૂઆત છે, અને તેણીએ અને શિષ્યોએ ઈસુ વિશે પ્રચાર કરવાનું શરૂ કરવું જોઈએ, અને તેમણે શીખવ્યું તેમ શીખવવું જોઈએ, જેમ તે જીવે છે તેમ જીવે છે, જેમ તે પ્રેમ કરે છે તેમ પ્રેમ કરે છે.

કિલિંગ જીસસઃ આ એક અમેરિકન ટેલિવિઝન ફિલ્મ હતી, જે બિલ ઓ'રેલી અને માર્ટિન ડુગાર્ડના સમાન શીર્ષકના ૨૦૧૩ પુસ્તકથી આધારિત હતી. નેશનલ જિયોગ્રાફિક ટીવી ચેનલની આ ફિલ્મમાં હાઝ સ્લીમેન, કેલ્સી ગ્રામર, સ્ટીફન મોયર, એમેન્યુએલ ક્રિક્વિ અને જ્હોન રાયસ-ડેવિસ જેવા ધુરંધર કલકારોનો સમાવેશ થતો હતો.  આ ફિલ્મ નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર માર્ચ ૨૯, ૨૦૧૫ના પ્રસારિત થઈ હતી.

પ્રભુ જિસસના જીવનનો અંત પીડાદાયક હતો. તેમણે સમજ સામે સત્ય રાખવા માટે ખૂબ પીડા ભોગવી. મધર મેરી તેની ધાર્મિક સંસ્થાને સંપૂર્ણ સમર્પિત હતાં. પરંતુ સગર્ભા થતાં તેમને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. તે નઝરથન વતની હતા અને પ્રસૂતિ માટે લપાતા છુપાતા બેથલહામ પહોચ્યાં હતાં. માતા મેરીએ પોતાના પુત્રને પણ પવિત્ર કર્યો માટે ચર્ચને સમર્પિત કરી દીધો હતો. ફિલ્મોમાં પ્રભુ ઇસુનું જીવન બે ભાગમાં વહેચાયેલું છે. એક તો માતા મેરીનું જીવન અને ઇસુનો જન્મ અને બીજી કથામાં ઈસુના જીવન અને અંત સુધીની કથા આવે છે.

નાતાલ

નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ. આ શબ્દ 'ક્રાઇસ્ટ્સ માસ' નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ મધ્યકાલીન અંગ્રેજી ભાષાના શબ્દ ક્રિસ્ટેમાસે અને પૌરાણિક અંગ્રેજી ભાષાના શબ્દ ક્રાઇસ્ટેસ માએસે ઉપરથી  ઉતરી આવ્યો છે. આ શબ્દસમૂહનો પ્રથમ વખત પ્રયોગ ૧૦૩૮માં કરવામાં આવ્યો હતો. ''ક્રાઇસ્ટેસ'' શબ્દ ગ્રીક  ભાષાના શબ્દ ક્રિસ્ટોસ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે જ્યારે ''માએસે'' શબ્દ લેટીન ભાષાના મિસા (પવિત્ર સમૂહ) નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષામાં ઈસુ ખ્રિસ્તના નામ ક્રાઇસ્ટના પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી મૂળાક્ષર એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે રોમન ભાષામાં અંગ્રેજી મૂળાક્ષર એક્સનો ઉપયોગ  ૧૬મી સદીના મધ્યભાગથી ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના નામનાં ટૂંકા સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી, તેના કારણે ઘણી વખત ક્રિસમસના ટૂંકા સ્વરૂપ માટે અંગ્રેજી ભાષામાં ક્રીસમસ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.

ખ્રિસ્તી ધર્મમાં નાતાલની ઉજવણી ઈસુના જન્મદિન તરીકે કરવામાં આવે છે. ખ્રિસ્તીઓની એવી માન્યતા છે કે મસિહા (યહૂદી લોકોનો ભાવિ તારણહાર ઈસુ)એ આ દિવસે નવા કરારની ભવિષ્યવાણીમાં જણાવ્યા મુજબ કુંવારી મેરીની કૂખે જન્મ લીધો હતો. નાતાલની વાર્તા બાઇબલને આધારિત છે. આ વાર્તા અનુસાર ઈસુ ખ્રિસ્તનો જન્મ મેરી અને તેનાં પતિ જોસેફના ઘરે બેથલહેમમાં થયો હતો. પ્રચલિત પરંપરા અનુસાર ઈસુનો જન્મ પાલતુ પ્રાણીઓથી ભરેલા તબેલામાં થયો હતો. જોકે બાઇબલની વાર્તામાં પ્રાણીઓ કે તબેલાનો કોઇ ચોક્કસ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ બાઇબલમાં ગમાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને ઈસુના જન્મ પર્વ નાતાલની હાર્દિક શુભકામના. વિશ્વમાં દરેક મનુષ્યોમાં પ્રભુ ઈસુના જીવન સંદેશનું અવતરણ થાય અને પવિત્ર જીવન જીવે તેવી કામના.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કમુરતા નામનો રાક્ષસ કાળશા માટે ગણ્યા ગાંઠિયા ગુજરાતી લોકોને જ કનડે છે?

મહાભારતના લોહિયાળ ભીષણ યુદ્ધ સમયને કમુરતા ગણવામાં આવે છેઃ કમુરતામાં શુભ કાર્યો વર્જિત છે

ગુજરાતીઓ મોટાભાગે અંગ્રેજી કેલેન્ડરને માને છે. વડીલો ધરમ કરમ કરવા માટે ગુજરાતી કેલેન્ડર અથવા પંચાંગને વધુ અનુસરે છે. કડિયા, સુથાર, પ્લંબર સહિતના કારીગરો પણ ગુજરાતી કેલેન્ડર અનુસાર અમાસના દિવસે ચોક્કસ રજા પાળે છે. તે લોકો રવિવાર કે અંગ્રેજી કોઈપણ વાર તહેવાર પાળતા નથી. દિવાળીમાં પણ અવશ્ય રજા રાખે. ગુજરાતમાં કદાચ આ એક જ એવો વ્યવસાય છે જે ગુજરાતી પંચાંગને અનુસરે છે! બીજો વર્ગ પૂજારીઓનો છે, જે ગુજરાતી પંચાંગ અનુસાર ક્રિયા, કર્મ, પૂજા-અર્ચન કે હોમ હવન કરે છે. આમ ગુજરાતમાં બે વર્ગ એવા છે જે આપણા શાસ્ત્રોને ચુસ્ત રીતે વળગેલા છે. કારીગરો અને પૂજારીઓ અંગ્રેજી કેલેન્ડરને અનુસરતા નથી.

કમુરતા નામનો રાક્ષસ કાળ માત્ર ગણીયા ગાંઠિયા ગુજરાતી લોકોને જ નડે છે. બાકીના લોકો આ સમય દરમિયાન શુભ કાર્યો અવિરત કરતા રહે છે.

ગુજરાતી કેલેન્ડર કે હિન્દુ કેલેન્ડરને વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ માન્યતા આપે છે. ગુજરાતીઓ તિથિઓને માને છે અને માન પણ આપે છે. કારતક માસથી શરૂ કરી આસો માસ સુધી તમામ તિથિઓ સંપૂર્ણ પાળવામાં આવે છે. શુભ કાર્યો માટે તો ખાસ અનુસરવામાં આવે છે. સગાઈ, લગ્ન, ઉદ્ઘાટન સહિતના શુભ કાર્યો માટે પંચાંગ અવશ્ય જોવામાં આવે છે. શુભ દિવસે પણ ચોઘડીયા જોવામાં આવે છે. સામાન્ય રીતે  બપોરે ૧૨:૩૯ના સમયને વિજય મુહૂર્ત માનવામાં આવે છે. ગુજરાતી પંચાંગ સામાન્ય રીતે શુભ કાર્યો માટે અનુસરવામાં આવે છે. જો કે, ડિસેમ્બરથી જાન્યુઆરી માસ આવે એટલે ગુજરાતીઓ સતર્ક બની જાય છે. કારણ કે, આ અંગ્રેજી મહિનામાં કમુરતા નામનો રાક્ષસ કાળ આવે છે. એક મહિના સુધી અશુભ દિવસો  રહે છે. આ વખતે ૨૦૨૪ મા ૧૫ ડિસેમ્બરથી કમુરતાનો પ્રારંભ થશે.

અર્થ

ગુજરાતી શબ્દકોષ અનુસાર કમુરતાનો અર્થ ખરાબ મુહૂર્ત, ખરાબ વેળા, અશુભ કે અમંગળ સમય એવો થાય છે.

કારણ

ધર્મના જાણકારોના જણાવ્યા પ્રમાણે ધનુર્માસ દરમિયાન જ મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હતું. ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચંદ્રમાસ માર્ગશીર્ષ ચાલુ હોય છે. અદિતથી થતી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે, તેમાં ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેના કારણે ધનુર્માસનું શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણન છે. ધનુર્માસમાં ભગવાનનું ધ્યાન, પૂજન, કીર્તન કરવામાં આવે છે. જેથી મંદિરો ભક્તિભાવથી ગૂંજી ઉઠે છે.

ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલ્લામાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતા કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામ ક્ષેત્રમાં હોવાથી કમૂરતાની ગણના કરવાની રહેતી નથી. બીજી માન્યતા અનુસાર નર્મદા નદીના ભરૂચ બાજુના કાંઠા પછી કમુરતા અસર કરતા નથી પરંતુ આપણી બાજુ તેને પાળવામાં આવે છે.

ધનારક અને મીનારક એક જ છે. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમુરતા શરૂ થાય છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે.

કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરૂની શુભ સ્થિતિ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ અથાર્ત ધનુર્માસ અથાર્ત કમુરતા આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં ગુરૂ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને કમુરતા પૂર્ણ થઈ જાય છે.

કમુરતામાં વર્જ્ય

ગૃહ પ્રવેશ કે લગ્ન જેવાં કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર, પહેલીવાર તિર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઇ નવી વસ્તુની ખરીદી વગેરે જેવાં કાર્યો કમુરતામાં કરવામાં આવતાં નથી.

કમુરતામાં માન્ય

કમુરતાના સમયગાળા દરમિયાન સૂર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી વિશેષ લાભ થાય છે. આ મહિનામાં આવતી એકાદશી પણ ખાસ કરવી જોઇએ. કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવી જોઇએ. પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઈએ. ધાર્મિક યાત્રા કરવી જોઇએ. બ્રાહ્મણ, ગુરૂ, ગાય અને સાધુ-સંતોની સેવા કરવી જોઇએ.

આ વર્ષે ૨૦૨૪ માંદ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે સૂર્ય દેવનું ગોચર ધન રાશિમાં ૧૫ ડિસેમ્બરે રવિવારે રાત્રે ૧૦:૧૯ વાગ્યે થશે. તે સમયે સૂર્યની ધન સંક્રાંતિ થશે. આ આધારે કમુરતા ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે.

સમાપ્તિ

સૂર્ય દેવ ધન રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે. જેના કારણે ખરમાસ એક મહિના માટે રહેશે. જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશે છે, ત્યારે કમુરતા સમાપ્ત થાય છે. ૨૦૨૫ મા સૂર્ય દેવ મકર રાશિમાં ૧૪ જાન્યુઆરીએ મંગળવારે પ્રવેશશે, તે દિવસે કમુરતાનું સમાપન થશે. ત્યારબાદથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે. તે દિવસે જ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. નવા વર્ષ ૨૦૨૫માં મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે.

કમુરતામાં તમે દૈનિક પૂજા કરી શકો છો. આ દરમિયાન વ્રત રાખવા પર કોઈ પાબંદી નથી. તમે તમારા ઇષ્ટદેવની આરાધના કરી શકો છો. સાથે જ તમે ગ્રહોની શાંતિ માટે મંત્ર જાપ કરી શકો છો.

લગ્ન

ગુજરાતી પરિવારોમાં લગ્નને સૌથી મોટું શુભ કાર્ય માનવામાં આવે છે અને સુખ શાંતિ માટે દંપતી વચ્ચેનો મનમેળ બહુ મહત્ત્વનો છે, આથી વડીલો કોઈ જોખમ લેવા ન માંગે તે સ્વાભાવિક છે. ધનુર્માસમાં પવિત્ર અને સુબહ મુરહત હોતાં નથી. શુભ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આથી લગ્ન થતાં નથી. લગ્ન મુહૂર્ત માટે તિથિ, વાર અને નક્ષત્રો સાથે જ સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહ સ્થિતિને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે સૂર્ય, ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતાં નથી. ત્યાં જ, ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતાં નથી. ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને જ રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે. જેથી માંગલિક કાર્યો થઈ શકતાં નથી. ધનારક કમુરતા કે મીનારક કમુરતામાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો સંબંધ નબળો પડી શકે છે.

માન્યતા

કમુરતા એક પ્રસ્થાપિત માન્યતા છે. તે સૂર્યની ચાલ આધારિત છે. હવે, સૂર્યદેવ આખા વિશ્વમાં પરિભ્રમણ કરે છે, આથી તેની ચાલ, ગતિ અને દિશાની અસર આખી દુનિયામાં સમાન રીતે થવી જોઈએ! ગ્રહોનો પ્રવેશ, દિશા, ગતિ અને અસરો માત્ર ગુજરાતીઓ ઉપર જ થાય તે બહુ આધારભૂત બાબત નથી. સમગ્ર દુનિયામાં ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી તમામ શુભ કર્યો કરવામાં આવે છે અને તેના સુખદ પરિણામો પણ મળે છે. ગ્રહમાળાના ગ્રહો શા માટે આપણે જ અસર કરે? પરંતુ ગ્રહોની ચાલ અને અસરો બાબતે આપણી માન્યતા બહુ ઊંડી અને જૂની છે.

આપણે બહુ સગવડીઓ ધર્મ પાળીએ છીએ. અસંખ્ય વિદેશી ગુજરાતીઓ કમુરતાના સમયમાં સ્વદેશ આવે છે અને ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવે છે. માર્મિક રીતે એમ પણ કહેવામાં આવે છે કે, કમુરતામાં લગ્નપ્રસંગ કરવામાં આવે તો સસ્તો પડે! વર કન્યાનાની કુંડળી મેળાપક સમયે પણ ૩૬ ગુણ મળે તે ઉત્તમ ગણાય છે. પરંતુ ઉચ્ચ ગુણાંક ધરાવનાર દંપતીના જીવનમાં પણ વિડંબનાઓ આવી શકે છે, લગ્ન ભંગ થયાના ઉદાહરણો જોવા મળે છે. કમુરતાં પણ એક માનસિક માન્યતા જ છે. કમુરતા બાબતે લાંબી લચક એન્જિઑગ્રાફી લખનાર પણ કમુરતમાં શુભ કાર્યો કરવાનું ટાળે છે તે પણ હકીકત છે!

અશુભ

ગુજરાતી પંચાંગમાં કમુરતાનો એક સમયગાળો જ અશુભ માનવામાં આવતો નથી, પરંતુ દૈનિક ધોરણે પણ કેટલાંક ચોઘડિયાને અશુભ ગણવામાં આવે છે. ચલ, કાળ, રોગ, ઉદ્વેગ ને પણ અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો વર્જિત છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સમયને પણ અશુભ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસને જેમ વણલખ્યો શુભ દિવસ માનવામાં આવે છે તે રીતે કાળી ચૌદશને અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં કોઈનું અવસાન થયું હોય તો તે સમયને પણ અશુભ ગણવામાં આવે છે.

જો કે, કેટલાંક અશુભ સમયને શાંત કરવા માટે પાઠ, પૂજા, ધૂપ દીપ, હવન પણ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે, આ કાળ સમયે માનસિક શાંતિ માટે ભગવાનનું નામ અવસ્ય લેવું. બની શકે તો ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો. દાન ધર્માદાને પણ મહત્ત્વ આપવું.

સારાંશ

ધરતી ઉપર બે મહત્ત્વની બાબતો. જન્મ અને મૃત્યુ ચોઘડિયાં જોયા વગર થાય છે. કમુરતામાં જન્મેલ બાળક યશસ્વી અને સફળ બની શકે છે. શુભ મુહૂર્તમાં જન્મેલ બાળક નઠારુ હોય શકે છે. ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો હોવા છતાં તારણહાર ગણાયા. ભગવાન ઈશુનો જન્મ અંધાધૂંધી વચ્ચે બેથલહામમાં થયો હોવા છતાં યહૂદીઓના તારણહાર બન્યા.

કાળ મહત્ત્વનો નથી, કર્મો જ મહાન છે. કર્મ કરશો તેવા ફળ મળશે. ભગવાન કૃષ્ણે ભાગવત ગીતમાં આપેલા ઉપદેશને કંઠસ્થ રાખવો.

'નોબત'ના વાચકો અને ચાહકોને તારીખ ૧૫ ડિસેમ્બરથી શરૂ થતાં કમુરતા નડે નહીં અને માનસિક શાંતિ તથા શારીરિક સુખ જળવાઈ રહે તેવી શુભેચ્છા.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સાત જનમના ફેરાથી લઈને કોન્ટ્રેક્ટ મેરેજ સુધી ફેલાયેલું છે દાંપત્ય જીવન!

દેશમાં અંદાજે રોજ ૩ કરોડ લોકો લગ્ન કરવા બાબતે ખાંખાંખોળા કરે છે!

ગુજરાતમાં લગ્નની મૌસમ પૂરબહારમાં ખીલી છે. કમુહર્તા પહેલાં પ્રસંગ આટોપી લેવા વડીલો ઉંધા માથે  થયા છે, પ્રેમના આ પ્રસંગમાં ધંધો કરી લેવા વેપારીઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહૃાા છે. લગ્નની આ ભરપૂર સિઝનમાં વાત કઇંક જુદી કરવી છે. નેટફિલક્ષ ઉપર દક્ષિણ કોરિયાની વેબ સીરિઝ 'ધ ટ્રંક' ૨૯ મી નવેમ્બરે જ રીલીઝ થઈ છે. આમ તો મિસ્ટ્રી મનોરંજન છે, પરંતુ લગ્નની નવી પ્રથા આધારિત હોવાથી રસ પડ્યો. બીજી ગુજરાતી ફિલ્મ જોઈ, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની'. બન્ને લગ્ન ઉપર આધારિત છે, પરંતુ 'ધ ટ્રંક' નવા સમાજ તરફ ઈશારો કરે છે. ઉચ્ચ ધનાઢ્ય લોકોમાં કોન્ટ્રેક્ટ મેરેજ' ની ફેશન કે જરૂરિયાત હશે તે અહી જામનગરમાં બેઠાં બેઠાં ખબર નથી, પરંતુ ટેકનોલોજીમાં મહારથી ગણાતાં દક્ષિણ કોરિયામાં તો આ વિષયની ફિલ્મ બની છે, માટે ત્યાં જરૂરિયાત અનુસાર કરાર આધારિત ટૂંકા ગાળાના લગ્નની આવી વિચારસરણી કે વ્યવસ્થા હશે તેવું માનવું રહૃાું.

થાઈલેન્ડમાં તો થોડા દિવસો કે કલાકો માટે પણ સ્ત્રી મિત્ર' મળી શકે છે. દુનિયામાં અનેક દેશોમાં કે વિસ્તારોમાં 'ભાડુતી પતિ' કે 'ભાડૂતી પત્ની' ની પ્રથા ઘણી આગળ વધી ગઈ છે. હિન્દુ સંસ્કૃતિમાં તો લગ્ન બંધનને સાત જનમ સુધી વિસ્તરેલું અને અપેક્ષિત ગણવામાં આવ્યું છે. પરંતુ હવે તકલાદી સમાજ, વિચારસરણી, સ્વાર્થ કે સ્વભાવને કારણે એક ભવ પણ ભારે પડે છે.

ધ ટૂંકઃ અબજો પતિ હીરો એકાકી જીવન જીવે છે, એકલતાને કારણે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, માનસિક રોગી પણ છે. તેની સ્વરૂપવાન પત્ની તેને છોડીને ચાલી ગઈ છે, જો કે તેણીએ પૈસાના આકર્ષણને કારણે હીરોને છૂટાછેડા નથી આપ્યાં અને સસરાની દેખભાળ કરે છે. અબજોપતિ યુવાનને તેની એકલતા ટાળવી છે, પરંતુ પહેલાં કડવા અનુભવને કારણે બીજા લગ્ન નથી કરવા માંગતો!

આથી હાન-જેઓન-વોન (યુવાન) કોન્ટ્રાક્ટ મેરેજ કરે છે. દો-ઇન-જી નામની યુવતી સાથે એક વર્ષ સાથે રહેવામાં કરાર કરે છે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આવા ભાડૂતી પતિ-પત્ની પૂરા પડતી 'એજન્સી જયુ મેરિજ' દ્વારા બન્ને સંપર્કમાં આવ્યા હોય છે. યુવાનના આ બીજા લગ્ન છે અને યુવતીના આ પાંચમા કરાર આધારિત લગ્ન છે. મજાની એ બાબત પણ છે કે, લગ્ન કરારમાં 'ઈમોશનલ એટેચમેન્ટ કે નોનઈમોશનલ એટેચમેન્ટ' જેવી જોગવાઈ પણ હોય છે. આ ફિલ્મના બન્ને પાત્રો નોન ઈમોશનલ એટેચમેન્ટનો કરાર ધરાવતા હતા. આપણી ભાષામાં કહીએ તો '૨૪ કલાકની બાઈ' કહેવાય! જો કે આ બાઇ ટાપટીપ કરી સાથે હરેફરે પણ ખરી, પાર્ટીમાં આવે અને એકલતા દૂર કરે, આ કરાર હેઠળ 'સેક્સ' ન આવે

જો કે, ઉલ્મની હિરોઈન ડ્રગ્સના રવાડે ચડેલા યુવકને 'કરાર બહારની' લાગણી દર્શાવી સુધારવાના પ્રયાસો કરે છે.

કરાર લગ્નઃ ધ ટ્રંક નો વિષય આપણાં જેવા વફાદાર' સમાજ માટે સમજવો કે પચાવવો જરાક અઘરો છે. જો કે રૂઢિચુસ્ત સમાજમાં પણ ઢગલાબંધ 'આડા સંબંધો' જોવા મળે છે. આપણે ત્યાં 'લગ્ન કરાર' હોય છે પરંતુ 'કરાર લગ્ન' ની પ્રથા નથી. હા, મૈત્રી કરાર શબ્દ ક્યારેક છૂટો છવાયો સાંભળવા મળે છે. લગ્નોમાં મૂળમાં તો એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા' માટેનો ખાનગી, અલિખિત કરાર હોય જ છે.

ધ ટ્રંક ફિલ્મમાં 'ન્યુ મેરેજ' કંપની આવી કામચલાઉ વ્યવસ્થા કરી આપે છે. આપણે ત્યાં 'મોટી ઉમરે લગ્ન'ને લગભગ ટાળવામાં આવે છે અથવા સામાજિક સંસ્થાઓ વડીલો માટે લગ્ન મેળાઓ યોજે છે.

ગુજરાતી ફિલ્મ 'ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની' નો અહી હવે ઉલ્લેખ કરવો જોઈએ. આ કંપની ચલાવતા બે મિત્રો એકલતામાં અટવાતા બે પાત્રોને લગ્નના તાંતણે બાંધી આપે છે. ઈરાની કાફે ચલાવતા પ્રૌઢ રૂસ્તમ અંકલ અને નૃત્યાંગના શાલિની આંટી એકલતા ટાળવા માટે જીવતર જોડે શરૂ કરે છે. આમ તો આ ફિલ્મ ચિલ્લા ચાલુ લવસ્ટોરી જ છે. ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ 'ધ ટ્રંક' જેવી કોન્ટ્રેક્ટ મેરેજ વાર્તા રજૂ કરવાની ક્યારે હિમ્મત કરશે?

સપ્તપદીઃ 'સપ્તપદી' નામની ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ૨૦૧૩ માં બનાવી હતી. જેમાં પતિ-પત્ની પોતાના માનસિક અસ્વસ્થ બાળકની સારવાર અને જીવન સુધારણા માટે કાર્ય કરતાં હોવાની વાર્તા હતી. સપ્તપદી ફિલ્મમાં હીરો અને હિરોઈન લગ્નના સાત ફેરા સમયે એક બીજાને આપેલાં વચનો વફાદારી પૂર્વક પૂરાં કરતાં જોવા મળે છે.

કદાચ, દુનિયામાં ગુજરાતી સ્ત્રી-પુરુષો સૌથી વફાદાર હશે! લગ્નના સાત ફેરામાં ગોર મહારાજે લેવડાવેલ એક પણ વચન ન પાળી શકવા છતાં જીવવાના અંત સુધી સાથે રહે છે અને પાર્ટનરને ગંગા જળ પીવડાવી છૂટા પડે છે!

સાત ફેરા વખતે લેવામાં આવતા સપ્તપદીના વચનો પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લગ્નમાં વર-વધૂ બંને પવિત્ર અગ્નિને સાક્ષી માનીને દેવ, ગુરુજન અને તેમના માતા-પિતા સામે આ સપ્તપદીના વચન ઉચ્ચારે છે અને ૭ જીવન સુધી પતિ-પત્ની તરીકે એકબીજાના સંબંધો જાળવી રાખવાનું વચન આપે છે.

પહેલા વચનમાં કન્યા વરને વચન આપે છે કે, તીર્થ, ધર્મ, વ્રત, યજ્ઞ જેવા કોઇ પણ ધાર્મિક કાર્યોમાં હું તમારી સાથે રહીશ. વર જોડે બીજા વચનમાં કન્યા માંગે છે કે, તમે તમારા માતા-પિતાનું સન્માન જે શ દે જ રીતે મારા માતા-પિતાનું પણ સન્માન કરશો. તથા મારા પરિવારની ગરિમા પ્રમાણે ભગવાનમાં માનતા  રહેશો તો, હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું. ત્રીજા વચનમાં કન્યા વરને કહે છે. હું દરરોજ તમારી આજ્ઞાનું પાલન કરીશ. તથા સમયસર ગળ્યું તથા તમારા મનગમતાં ભોજન તૈયાર કરીને તમારી સામે રાખીશ. ચોથું વચન જે કન્યા વરને આપે છે, હું સ્વચ્છતાપૂર્વક એટલે કે, સ્નાન કરીને દરેક શૃંગારને ધારણ કરીને મન, વાણી અને શરીરથી તમારો સાથ નિભાવીશ. પાંચમું વચન જે કન્યા વરને આપે છે, હું તમારા દુઃખમાં ધીરજ અને તમારા સુખમાં પ્રસન્નતા સાથે રહીશ. હું  તમારા સુખ-દુઃખની સાથી બનીશ. હું ક્યારેય પરપુરૂષનો સાથ રાખીશ નહિ. છઠ્ઠું વચન જે કન્યા વરને આપે છે, હું તમારું દરેક કાર્ય ખુશીથી કરીશ. સાસુ-સસરાની સેવા અને બીજા સંબંધીઓનો સત્કાર કરીશ. તમે જ્યાં રહેશો ત્યાં રહીશ, હું તમને ક્યારેય ઠગીશ નહિ એટલે કે, તમારો વિશ્વાસ ક્યારે નહિ તોડું. સાતમા અને છેલ્લા વચનમાં કન્યા પતિને વચન આપે છે કે, હું ધર્મ, અર્થ અને કામ સંબંધી કાર્યોમાં તમારી ઇચ્છાનું પાલન કરીશ. અહીં અગ્નિદેવ, બ્રાહ્મણ અને માતા-પિતા સહિત દરેક સંબંધીઓની સાક્ષીમાં તમને મારા પતિ માનીને મારું તન તમને અર્પણ કરું છું.

સામે પક્ષે કન્યા પણ પોતાના ભાવિ ભરથાર પાસે સાત વચનો માંગે છે. સાવિત્રી નામની સ્ત્રી સત્યવાન નામના પતિને યમરાજ પાસેથી પાછી લાવ્યાની વાર્તા બહુ પ્રસિદ્ધ છે.

મેટ્રીમોનીઃ વર્તમાન સમયમાં ઠેર ઠેર લગ્ન માટે પાત્રો શોધી આપતી સંસ્થાઓ અને કંપનીઓ ખૂલી ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શ્રેણીમાં પત્રકાર પોપટલાલ સતત યોગ્ય પાત્રની શોધમાં અવિરત ફરતા રહે છે. આપણાં સમાજમાં પણ આવા પોપટલાલ માટે 'મેચ મેકિંગ' કરાવી આપવાનો મોટો ધંધો ધમધમે છે. લગ્ન મેળવડાઓ આખું વર્ષ ચાલતા રહે છે. હવે તો સોસિયલ મીડિયા ઉપર પણ કુંવારા લોકો ખાંખાંખોળા કરતા રહે છે. બીજી તરફ 'લૂંટેરી દુલ્હન' ના કિસ્સા પણ પ્રસિદ્ધ થતા રહે છે. જો કે આશ્ચર્યની બાબત એ છે કે 'લૂંટેરા દુલ્હા' ની ઘટનાઓ પ્રકાશમાં આવતી નથી! અનેક પુરુષો સ્ત્રીઓને આંબા આંબલી બતાવી ઘર માંડે છે અને પછી.. સંતાકૂકડી શરૂ થાય છે!

દેશની મોખરાની મેટ્રીમોની વેબસાઈટના અંદાજ અનુસાર દેશમાં રોજ લગભગ ૩ કરોડ લોકો જીવનસાથીની શોધમાં ખાંખાંખોળા કરતા હોય છે.

લગ્ન માટે પાત્રો દર્શાવતી ઓનલાઈન અને ઓફલાઈન મેચમેકિંગ સેવાઓની અનેક શ્રેણી ઓફર કરે છે. તેની ઓનલાઈન સેવાઓમાં કોમ્યુનિટી મેટ્રિમોની, એલિટ મેટ્રિમોની અને આસિસ્ટેડ મેટ્રિમોનીનો સમાવેશ થાય છે. આ વેબસાઇટસ વપરાશકર્તાઓને વય, ધર્મ, જાતિ, વ્યવસાય અને સ્થાન જેવા માપદંડોના આધારે સંભવિત જીવન ભાગીદારોને શોધવા અને તેમની સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. દેશમાં અનેક નામી કંપનીઓ નેટવર્ક દ્વારા ઓફલાઇન મેચમેકિંગ સેવાઓ પણ પ્રદાન કરે છે. આ કેન્દ્રો એવા વપરાશકર્તાઓને વ્યક્તિગત મેચમેકિંગ સેવાઓ પ્રદાન કરે છે જેઓ મેચમેકિંગ માટે વધુ પરંપરાગત અભિગમ પસંદ કરે છે. અનેક સંસ્થાઓ મફતમાં પણ આ સેવા આપે છે.

કાયદોઃ

સરકારમાં લગ્નની નોંધણી કરાવવી જોઈએ. દાંપત્ય જીવનનો આ મહત્ત્વનો દસ્તાવેજ છે. વારસાઈ કે

કાનૂની ગૂંચ ઊભી થાય ત્યારે સરકારી નોંધણી જ માન્ય ગણવામાં આવે છે. વિદેશ ગમન, બેન્ક લોન, જવાબદારીઓ સમયે પણ તે ઉપયોગી બને છે. ગુજરાતમાં 'લગ્ન નોંધણી માટે સબ રજિસ્ટ્રાર' કચેરી કાર્યરત હતી, પરંતુ હવે તે કચેરી બંધ કરી દેવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ તલાટી અને નગરપાલિકાઓ હવે લગ્ન નોંધણીનું કામ કરે છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ એ ભારતની સંસદનો એક અધિનિયમ છે જેમાં ભારતના લોકો અને વિદેશી દેશોમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે બિનસાંપ્રદાયિક નાગરિક લગ્ન (અથવા *રજિસ્ટર્ડ મેરેજ) માટેની જોગવાઈ છે, જે ધર્મ અથવા આસ્થાને અનુસરવામાં આવે છે, ધાર્મિક અને નાસ્તિકો મને અજ્ઞેયવાદીઓ માટે પણ આ કાયદા હેઠળ લગ્ન કરી શકે છે. આ અધિનિયમ ૧૯મી સદીના અંતમાં પ્રસ્તાવિત કાયદાના ટુકડામાંથી ઉદ્દભવ્યો હતો. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરવામાં આવેલા લગ્નો વ્યક્તિગત કાયદાઓ દ્વારા સંચાલિત નથી અને તેને બિનસાંપ્રદાયિક માનવામાં આવે છે. નોબતના વાંચકો અને ચાહકોનું દાંપત્ય જીવન સુખમય અને સમજમય રહે, લગ્ન ઇચ્છુકોને ઝડપથી યોગ્ય પાત્ર મળી રહે અને ઘરસંસાર માંડી બેઠેલાઓને ગૃહસ્થી સરળતાથી ચાલતી રહે તેવી શુભકામના.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રતુમડા ગાલ અને લીલીછમ્મ થાળીની અદ્ભુત મૌસમ એટલે ઠંડોગાર શિયાળો!

વિદેશોમાં સિઝનલ ફૂડ જેવી કોઈ વ્યવસ્થા કે શોખ જ નથી!: બારેમાસ પિઝા, પાસ્તા, નુડલ્સ, મોમોઝ અને બર્ગર ઝાપટતા લોકો મૌસમના વૈભવથી અજાણ

શિયાળાના પગરણ થયા. ઠંડી પડતાં જ ગાલ રતુમડા અને ભોજનની થાળી લીલીછમ્મ થવા લાગે. વિશ્વમાં દોમદોમ સાયબી ભોગવતા બીજા દેશોમાં શિયાળાની આવી જાહોજલાલી નથી. બારે માસ પિઝા, બર્ગર, કોક, થીક શેક અને નૂડલસ જ આરોગવાના. ગુજરાતીઓ ભારે નસીબદાર છે, ખાવાના શોખીન ગુજરાતીઓને જીભના ચટકા અને ભરપુર ખેત પેદાશો આપી છે. જો કે કાળઝાળ ઉનાળામાં પણ રસભર કેરીઓનો અંબાર ખડકાઈ જાય છે. શરીર ઉપર સ્વેટર અને થાળીમાં લીલી હળદર આવે એટલે જલસા પડી જાય. ગામડાઓમાં ખેતરે ખેતરે જયાફત ઉડવા લાગે. શિયાળામાં સુરતી અને કાઠીયાવાડી જમણના ટોળાં જામવાં લાગે. સુરતી ઊંધિયું અને કાઠીયાવાડી ઘૂટો હવે દેશ બહાર પણ ફેમસ થઈ ગયા છે.

નવરાત્રિમાં લોક ગાયકોને વિદેશમાં તડકો પડે તેમ શિયાળામાં ગુજરાતી રસોઈયાઓ પણ હવે દેશે દેશ ઉડતા થઈ ગયા છે. વિદેશી ગુજરાતીઓ પણ ઓવનમાં પકાવેલ  રેડી ટુ ઈટ ખોરાકથી વાજ આવી ગયા છે. ત્યાં શિયાળો લગભગ આઠ માસ હોય એટલે ઠંડીની નવાઈ નથી. પરંતુ ભારે ઠંડીથી બચવા માટે સિનિયર સિટીઝનો વતનની વાટ પકડે છે અને અહીં દેસી તડકાની જયાફતો ઉડાવે છે.

અમારા એક સ્નેહી તાજેતરમાં ટેક્સાસથી આવ્યા હતા તે કહે, ગુજરાતમાં માત્ર આછા લીલા કલરની જ કોબી મળે, ત્યાં લાલ, પીળી, બદામી જેવા અનેક કલરના કોબીજના દડા મળે. કલરનું વૈવિધ્ય હોવાનું કારણ એ કે અમેરિકામાં આસપાસના અનેક દેશોમાંથી કોબી આયાત થાય એટલે જેવો દેશ તેવો કલર! કેનેડા અને મેક્સિકોની કોબી સૌથી વધુ ટેસ્ટી અને જયુસી હોય. દડા જેવા ઓળાના રીંગણ પણ ગુજરાત કરતાં લાંબા સમય સુધી મળે. અમેરિકા, કેનેડા, બ્રિટનમાં હવે ગુજરાત જેવા શાકભાજી મળતાં થઈ ગયા છે. જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ગુજરાતમાંથી જ આયાત થતા મરી મસાલા સરળતાથી મળી રહે. જો કે ગુજરાત જેવી સોડમદાર બાંધાની હિંગ હજુ મળતી નથી. વિદેશના લોકો આપણાં જેવા મૌસમના વૈભવથી સાવ અજાણ છે. થાળીમાં સિઝન અનુસાર ભોજન પીરસાય તે માત્ર આપણને જ ખબર છે.

આજે અહીં કેટલાંક ઓફ બીટ શાક અને ભાજી બાબતે ગુજરાતીઓને માહિતગાર કરવા છે.

કારેલા

પ્રભુએ ગુજરાતીઓને શિયાળાની અદ્ભુત ઔષધિ જેવાં કારેલા આપ્યા છે. આ માત્ર લીલું શાક નથી પરંતુ એક કડવાણી પણ છે. જે લોહીને સ્વચ્છ કરે છે અને પાચનક્રીયા સરળ બનાવે છે. કારેલા મધુપ્રમેહથી પીડિત લોકો માટે તો આશીર્વાદ સમાન છે. કારેલનું માત્ર શાક જ નથી બનતું, પરંતુ જ્યુસ પણ અફલાતુન બને છે. નૈણા કોઠે જ્યુસ પીવાથી તંદુરસ્તી માટે અમૃત સમાન છે. કારેલાના રસમાં આંબળા ઉમેરવાથી સોનામાં સુગંધ ભળે છે. આમળાં કારેલાનો જ્યુસ સવારે નાસ્તા પછી પણ પી શકાય છે. લોહીને શુદ્ધ કરે છે અને રક્તચાપને પણ સુધારે છે. કારેલા સ્વાદમાં કડવા હોવાથી અનેક લોકોને પસંદ નથી પડતાં, પરંતુ એક ઔષધિ તરીકે અવશ્ય ખાવા જોઈએ.

કારેલા પેટમાં જમા થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, યકૃતને સ્વસ્થ બનાવે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને લોહીને સાફ કરે છે. કારેલાના રસના સેવનથી તેમજ કારેલાનું શાક ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભો થાય છે. કારેલામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે.

આમળા

સ્વાદમાં ખાટાં છે, પરંતુ ગુણમાં મીઠાં છે. આરોગ્ય માટે તે ઉત્તમ છે. આમળાનો રસ એક મહા ઔષધિ છે. એક લોકકથા અનુસાર ભગવાન રામ જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે અચૂક આમળાં આરોગતા હતા. આમળાંથી લોહી શુદ્ધ થાય છે. આમળાંનું અથાણું બનાવી આખું વર્ષ આરોગી શકાય છે. વૈદીક શાસ્ત્રમાં ચ્યવનપ્રાસનું અનેરૃં મહત્ત્વ છે. ચ્યવનપ્રાસને અમૃત સાથે સરખવામાં આવ્યું છે. આમળાં અને કારેલાના જ્યુસનું મહત્ત્વ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ.

આમળાં એક સુપરફૂડ છે જે હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર કંટ્રોલ કરે છે, શરીરને ડિટોક્સ કરે છે, ત્વચા સ્વચ્છ રાખે છે અને પ્રજનનક્ષમતા વધારે છે. રોજિંદા આહારમાં આમળાનો રસ, પાઉડર કે કાચા આમળાનો સમાવેશ કરી શકાય છે.

ગાજર

ગાજર પણ શિયાળાની જ દેણ છે. ગાજરના હલવાનો સમાવેશ શાહી ભોજનમાં કરવામાં આવે છે. ગાજરનો જ્યુસ પણ અતિ ગુણકારી છે. લોહીનું પરિભ્રમણ વધારે છે અને તંદુરસ્તી માટે તમામ ગુણ ધરાવે છે. ગાજરને શાક, રાયતું કે અથાણાં તરીકે આરોગવામાં આવે છે. ગાજરનું સેવન આંખ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરનું સેવન કરવાથી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પાચનક્રિયા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હૃદયના દર્દીઓ માટે ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

લીલું લસણ

શિયાળાએ કેટલીક ઔષધિરૂપી લીલોતરી આપી છે તેમાં લીલા લસણનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી લોકો માટે આ બહુ સ્વાદિષ્ટ લીલોતરી છે. લીલા લસણ વગર થાળી અધૂરી ગણાય છે. મોટાભાગના શાકમાં લીલા લસણનો ઉપયોગ થઈ શકે છે. આ પણ એક ઔષધિ જ ગણી શકાય છે. શિયાળામાં તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. કોથમીર-મરચાંની લીલી ચટણીમાં તેને ઉમેરવાથી આખી થાળીની રંગત ફરી જાય છે.

ભાજી

ગુજરાતમાં લગભગ ૧૦ પ્રકારની ભાજી શિયાળામાં મળે છે. કોથમીર, તાંદળજો, પાલક, મૂળા ભાજી, મેથીની ભાજી તેમાં મુખ્ય છે. જો કે હવે અનેક ભાજી લગભગ આખું વર્ષ મળે છે. ચોમાસામાં તો વરસતા વરસાદમાં મેથીના ભજીયા હાઇ ડીમાન્ડમાં રહે છે. જો કે શિયાળામાં મળતી ભાજીઓના ગુણ અને અસરો વિશેષ હોય છે. ભાજી હવે આધુનિક સૂપમાં પણ ગોઠવાઈ ગઈ છે. પાલકનો સૂપ તો હવે સામાન્ય બની ગયો છે. ગુજરાતી થાળીમાં લીલોતરી ન હોય તો ભોજન અધૂરૂ મનાય છે. તમામ ભાજીમાં લોહીને શુદ્ધ કરવાનો મોટો ગુણ હોય છે. આપણે ત્યાં સરસોની ભાજી બહુ ખવાતી નથી, પરંતુ પંજાબમાં તો મકકે કી રોટી અને સરસોનું શાક બહુ સામાન્ય હોય છે. જો કે સ્વાદ શોખીન ગુજરાતીઓ હવે આ વાનગીને બહુ શોખથી અને ફેશનમાં ખાવા લાગ્યા છે. કોથમીરની લીલી ચટણી બહુ સામાન્ય થઈ ગઈ છે.

શિયાળામાં આપણે લીલી ભાજી અવશ્ય ખાવી જોઈએ. બાળકોને તો ખાસ આપવી જોઈએ. કારણ કે તેમાં કેલ્શીયમ અને વિટામિન્સ ભરપુર માત્રામાં હોય છે.

ગુજરાતી થાળી

સામાન્ય ગુજરાતી થાળીમાં રોટલી, દાળ અથવા કઢી, ભાત અને શાક (શાકભાજી અને મસાલાના વિવિધ સંયોજનોથી બનેલી વાનગી, જે કાં તો મસાલેદાર અથવા મીઠી હોઈ શકે છે)નો સમાવેશ થાય છે. આ થાળીમાં કઠોળ અથવા આખા કઠોળ (ગુજરાતીમાં કઠોર કહેવાય છે) જેમ કે મગ, કાળી કઠોળ વગેરે, ઢોકળા, પાતરા, સમોસા, ફાફડા વગેરે જેવી નાસ્તાની આઈટમ (ફરસાણ) માંથી બનાવેલ તૈયારીઓનો પણ સમાવેશ થશે અને મોહનથાલ, જલેબી, સેવૈયા વગેરે જેવી મીઠી (મિષ્ટાન) પણ ગણાય છે.

ગુજરાતી રાંધણકળા સ્વાદ અને ઠંડીમાં વ્યાપકપણે બદલાય છે, જે પરિવારની રુચિ તેમજ ગુજરાતના પ્રદેશ પર આધાર રાખે છે કે જેનો તેઓ સંબંધ છે. ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ ગુજરાતના પાંચ મુખ્ય પ્રદેશ છે જે ગુજરાતી ભોજનમાં તેમનો અનન્ય સ્પર્શ પ્રદાન કરે છે. ઘણી ગુજરાતી વાનગીઓ સામાન્ય રીતે વિશિષ્ટ રીતે મીઠી, ખારી અને મસાલેદાર હોય છે.

ગુજરાતી થાળીમાં રોટલી મુખ્ય છે. શિયાળામાં રોટલી ઉપર ગાયનું ઘી લગાવવાથી ખૂબ લાભદાઈ થાય છે. ગાયનું ઘી સામાન્ય સંજોગોમાં આયુર્વેદિક ઔષધિનું સ્થાન ધરાવે છે. શિયાળાની ઠંડીમાં થાળીમાં ગાયના ઘીને અવસ્ય સ્થાન આપવું જોઈએ. ગાયના ઘીને રોટલા ઉપર કે ખીચડીમાં ઉમેરીને આરોગી શકાય છે.

ચેતતા રહેવું

ગુજરાતીઓની યુવા પેઢી હવે પિઝા, પાસ્તા, મેક્રોની, નુડલ્સ, મોમોઝના રવાડે ચઢી ગયા છે. તેમણે પરંપરાગત ફૂડ હવે બહુ ભાવતું નથી. મરી વડીલોને વિનંતી છે કે, શિયાળામાં તેમણે આપણી આરોગ્યપ્રદ વાનગીઓ અવશ્ય આગ્રહ કરીને ખવડાવવી જોઈએ. ચીઝથી બને તેટલું દૂર રહેવું. વર્ષના આઠ મહિના ભલે ઉદરમાં ગમે તે ભરો, શિયાળામાં તો માતા પીરશે તે જ ગ્રહણ કરવું જોઈએ. રોટલા, ઊંધિયું, ઓળો, ઘૂટો, ચાપડી ઊંધિયું, પોંક, ઊંબાડિયું પણ બહુ સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે. શિયાળામાં તંદુરસ્તી મહત્ત્વની છે. માટે બની શકે તો વિદેશી ખોરાક ટાળવો જોઈએ.

શિયાળાના ફાયદા

શ્વસનતંત્ર માટે ઠંડી હવા જરૂરી છે. તે ફેફસાંને સાફ કરવા અને બિલ્ટ-અપ લાળથી છૂટકારો મેળવવાનો એક અસરકારક માર્ગ છે. જ્યારે આપણે ઠંડી હવામાં શ્વાસ લઈએ છીએ, ત્યારે તે આપણાં ફેફસામાં રીફ્લેક્સ પ્રતિક્રિયા પેદા કરે છે, જે લાળને સાફ કરવામાં મદદ કરે છે. ઠંડી હવા ''વેસોકોન્સ્ટ્રક્શન રિસ્પોન્સ'' નામના રીફ્લેક્સનું કારણ બનીને અનુનાસિક માર્ગોને સાફ કરવામાં પણ મદદ કરે છે જે રક્તવાહિનીઓને સાંકડી કરે છે અને પ્રવાહીને તમારા ગળામાં જતા અટકાવે છે. આ તમારા નાક અને સાઇનસમાં બળતરા અને સોજો પણ ઘટાડે છે, તેમજ ચેપને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે.

આપણી સામાન્ય માન્યતાથી વિપરીત, શિયાળાના ઘણાં ફાયદા છે અને શિયાળાના સીધા કે આડકતરા સ્વાસ્થ્ય લાભો અનેક છે. સંશોધન દર્શાવે છે કે ઠંડુ હવામાન વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે. તે લોકોને સારી રીતે ઊંઘવામાં પણ મદદ કરે છે અને તે મૂડને સુધારી શકે છે. શિયાળાને શરદી અને જકડન જેવી પીડાઓને બદલે લાભકારક માનવો જોઈએ.

ભારતીય લોકો ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૌસમનો અનુભવ કરે છે. હિમાલયના નજીકના વિસ્તારોમાં લગભગ આઠ મહિના ઠંડક રહે છે. ગુજરાતમાં કેલેન્ડર પ્રમાણે ચાર મહિના શિયાળો ગણાય, પરંતુ કડકડતી હિમાલયન ઠંડી માત્ર ગણતરીના દિવસોમાં જ પડે છે.

'નોબત'ના વાચકો અને ચાહકો ઠંડા ઠંડા કુલ કુલ દિવસોની ભરપૂર મજા માણે તેવી શુભેચ્છા અને લીલા શાકભાજી વધુ પ્રમાણમાં આરોગે તેવી વિનંતી.

૫ેરશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંબંધો તો ચાઈનીઝ માલ જેવા છે, ચલે તો ચાંદ તક.. ન ચલે તો શામ તક!

મેદાન કરતાં ઘરમાં લડાતાં યુદ્ધ વધુ જીવલેણ હોય છે!: સંગીતકાર રહેમાને ૨૯ વર્ષના દાંપત્યજીવન પછી છૂટાછેડા લીધા!

એકતરફ સુખના સાધનો વધી રહ્યાં છે ત્યારે દુઃખોની ભરમાર પણ કુદકે ને ભૂસકે વધી રહી છે. આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપી રહ્યું છે ત્યારે સંવેદનાઓ પણ આશ્ચર્યજનક રીતે બુઠ્ઠી થઈ રહી છે. ઇન્ટરનેટ શક્તિશાળી બની રહ્યું છે ત્યારે લાગણીઓનો દુકાળ પડી રહ્યો છે. અમેરિકાના એલોન કાકાને કોઈ સમજાવો કે, ગગન ગમન પછી કરજો, પહેલા સુખની ચાવી બનાવી આપો! બુઠ્ઠી થયેલી લાગણીઓને ફરી લીલીછમ કરી આપો. એકબીજાના હૃદય સુધી પહોંચવાની કેડી કંડારી આપો. અમારુ નેટ ધીરુ હશે તો ચાલશે, સંબંધો સાચા અને મજબૂત બને તેવા કનેક્ટિંગ દોરડાં નાખી આપો. સંદેશા વ્યવહાર તો ફાઇવ જી અને સિક્સ જી સુધી પહોંચી ગયા છે પરંતુ પ્રેમના ગણિત સાવ શૂન્ય થઈ ગયા છે. વસતી વધી રહી છે છતાં મને કેમ ચારે તરફ લાશો ફરતી દેખાય છે? સ્મશાનમાં માણસો ફરે છે અને સમાજમાં કેમ ભૂતો રખડે છે? આંખોમાં મોતીઓ આવ્યો છે કે મારી દૃષ્ટિમાં જ ભેંકાર રડે છે? સમાજમાં મોટિવેશનલ સ્પીકરો વધતા જાય છે અને સારા વિચારોનો કેમ દુકાળ પડતો જાય છે?

જે હોય તે.. કઇંક તો ગરબડ છે! સોશિયલ મિકેનિઝમ હવે આઉટ ઓફ ડેટ થઈ ગયું છે. કોઈ કોઈનું સાંભળતું જ નથી. ધનીકો સોનાના બિસ્કિટ ખાઈ રહ્યા છે અને ગરીબોને ગ્લુકોઝના બિસ્કિટ દાન કરી ફોટા પડાવી રહ્યા છે. બસ.. આ વાઇરસ જ લાગણીઓને ખોરવી રહ્યો છે.

મનોવૈજ્ઞાનિક કારણો

સમાજમાં નબળાઈ, ઈર્ષા, દેખાદેખી, અજ્ઞાન જેવી અનેકવિધ બાબતો હકીકતમાં મનોવૈજ્ઞાનિક કારણે છે. દૂબળી ગાયને બગા જાજી, કહેવત પ્રમાણે નબળા મનના લોકોને દૂષણો વળગે છે. દેવું કરીને ઘી પીવા જેવી જીવનશૈલી હવે ઊધઈની જેમ સામાજિક તંદુરસ્તીને કોરી ખાય છે. આમદની અઠ્ઠન્ની, ખર્ચા રૂપૈયા જેવી હાલત જ ઘરેલુ ઝઘડાઓનું મુખ્ય કારણ હોય છે. ઘરેલુ અશાંતિ માટે આર્થિક પરિબળો મોટો ભાગ ભજવે છે. અતિ ધન અને ગરીબી બન્ને કુટુંબને વેરવિખેર કરી નાખે છે. શાંતિ મેળવવા માટે અશાંતિનો માર્ગ પકડે છે.

નબળી માનસિકતાનો ઈલાજ શું? દોરા ધાગા, લીંબુ મરચાં કે સાધુ બાવા નથી? તેના માટે તબીબી શાખામાં ન્યુરોસાયકિયાટ્રી બ્રાન્ચ છે, માનસિક બીમારીઓને વૈજ્ઞાનિક રીતે દૂર કરે છે. સામાન્ય રીતે અહીં માનસિક ઉશ્કેરાટ કે આવેગને શાંત કરી સાચો માર્ગ બતાવવામાં આવે છે. વર્તમાન સમયમાં ડિપ્રેશન મહારોગ તરીકે ઊભરી આવી છે. સોશિયલ મીડિયા ઉપર પડ્યા પાથર્યા રહેતા લોકોને લાઇક્સ ઓછા આવે તો પણ ડિપ્રેશન આવી જાય છે. એક ગુજરાતી ધનિક વ્યક્તિ રોજ સવારે અચૂક પોસ્ટ મૂકે. પોતે કારોબારમાં વ્યસ્ત રહેતા હોવાથી પોષ્ટ મૂકવા માટે ખાનગી કંપનીને મોટી રકમ પણ ચૂકવે. તે લોકો રોજ સવારે સાહેબને પસંદ પડે તેવી પોષ્ટ અપલોડ કરે. જો તે પોષ્ટને મોટી સંખ્યામાં લાઇક્સ ન મળે તો ધનિક સાહેબનો મગજ છટકી જાય! આ ધનિક સાહેબને સંતોષ આપવા માટે એજન્સીએ ઓર્ગેનિક લાઇક્સને બદલે આર્ટિફિસિયલ લાઇક્સ નો રોજ ઢગલો કરવા માંડ્યો. સાહેબ ખુશ થઈ ગયા!

આ પણ આધુનિક બીમારી છે. સોશિયલ મીડિયાને કારણે હજારો લોકો પરેશાન રહે છે. લગ્ન, છૂટાછેડા, આર્થિક છેતરપિંડી, શારીરિક ઉત્પીડનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.

આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પક્ષના નેતાઓને તેમની પોષ્ટ ઉપર કેવો પ્રતિભાવ મળે છે તેની ગંભીર નોંધ રાખે છે. થોડા સમય પહેલાં ઓછા લાઇક્સ આવતા હોય તેવા નેતાઓ પ્રત્યે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી!

આર્થિક કારણો

ભારતમાં દેખાદેખીનું પ્રમાણ ભયજનક છે. એકતરફ ઓછી આવક અને બીજી તરફ મોટા ખર્ચ લોકોને દેવામાં ધકેલી રહ્યા છે. દેશમાં ૬૦ ટકા પરિવારો આર્થિક સંકડામણ ભોગવે છે. જેમાંથી અડધા પરિવારો તો પરાણે ગૃહસ્થી ચલાવે છે. જીવનનિર્વાહ માટે બહુ તકલીફો ભોગવતા લોકોમાંથી બહુ ઓછા લોકો માનસિક સંતુલન જાળવી શકે છે. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ વચ્ચે વૈમનસ્યનું મુખ્ય કારણ સેક્સ અથવા નાણા હોય છે. ઘર કંકાસ માટે નાણાની તંગી સૌથી મોટું હોય છે. આ ઉપરાંત સંતાનોના ભણતરના પ્રશ્નો, પુત્ર-પુત્રીના લગ્નેતર સંબંધો, જમીન-જાયદાદના પ્રશ્નો પણ ગૃહ કલેશ માટે જવાબદાર હોય છે. એક વખત રકઝક શરૂ થાય પછી તે વિકરાળ બનતી જાય છે. પરપોટો ફૂટબોલ બની જાય છે. દાયકાઓ પહેલાં સમાજમાં પંચાયત નામની વ્યવસ્થા હતી. આ પંચાયત લોકોના, પરિવારો વચ્ચે મધ્યસ્થી કરતી અને પ્રશ્નો ઉકેલવામાં આવતા હતા. હવે કોર્ટ-કચેરી આવી બાબતોના નિકાલ કે ઉકેલ માટે બહુ લાંબો સમય લે છે.

જો, પરિવાર સમજુ હોય તો આર્થિક પ્રશ્નો હાલ થઈ શકે છે, નાણાની તંગી વચ્ચેથી માર્ગ કાઢી શકાય છે. કરકસર કે જતું કરવાની ભાવના રાખવાથી પરિવારમાં સુમેળ અને શાંતિ સ્થપાઈ શકે છે. લડાઈ ઝઘડા કરવાથી સમસ્યા હલ થતી નથી પરંતુ વકરે છે.

દો પત્તી

તાજેતરમાં રજૂ થયેલી કાજોલ અને ક્રીતી સેનોન અભિનીત ફિલ્મ દો પત્તી ગૃહ કંકાસ ઉપર જ આધારિત છે. ફિલ્મમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે, ગૃહ કલેશનો સૌથી ગંભીર ભોગ બાળકો બને છે. માતા પિતા વચ્ચેના ઝઘડામાં બાળક તેની નિર્દોષતા ગુમાવી દે છે અને ભવિષ્યમાં હિંસક મનોવૃત્તિવાળું બની શકે છે. દો પત્તી ફિલ્મમાં પોલીસ અધિકારી કાજોલને અંતમાં સાચી ઘટનાની ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. મા-બાપના ઝઘડાઓ તેની આગામી આખી પેઢીને બરબાદ કરી દે છે. છૂટાછેડાના કેસમાં તો બાળકોની હાલત બહુ કફોડી બની જાય છે.

ઘરેલુ હિંસા

બંધ દરવાજા વચ્ચે ખેલાતા યુદ્ધો બહુ ભયંકર પરિણામો લાવે છે. સામાન્ય રીતે આબરૂ જવાની બીકે પોલીસ સ્ટેશન કે કોર્ટ સુધી પહોંચતા નથી. દો પત્તી ફિલ્મમાં ટેલિફોનિક ફરિયાદના આધારે પોલીસ અધિકારી કીર્તિનાં ઘરે પહોંચે છે, પરંતુ પરિવાર કોઈ ઘટના ન ઘટી હોવાનું જ રટણ કરે છે. મારપીટ જેવી હિંસક ઘટનાઓ પણ ખાનગી રાખવામાં આવે છે. ગરીબ, મધ્યમ અને તવંગર એમ બધી કક્ષાના પરિવારોમાં બંધ બારણે યુદ્ધો ખેલાતા હોય છે. ભારતીય પરિવારોમાં આંતરિક ઝઘડાના મુખ્ય કારણોમાં આર્થિક તંગી, સેક્સ, મિલકત કે દારૂ હોય છે.

અર્થ

સંયુક્ત રાષ્ટ્રની વ્યાખ્યા અનુસાર ઘરેલુ દુર્વ્યવહાર સામાન્ય રીતે નજીકના સંબંધ, કૌટુંબિક સંબંધ કે ઘનિષ્ઠ ભાગીદાર પ્રત્યે અપમાનજનક વર્તનની દ્વારા પ્રતિપાદિત થાય છે. જ્યાં દુરુપયોગકર્તા પીડિત પર શક્તિ અને નિયંત્રણનો ઉપયોગ કરે છે. ઘરેલું દુર્વ્યવહાર માનસિક, શારીરિક, આર્થિક અથવા જાતીય પ્રકૃતિનો હોઈ શકે છે. તેનો ભોગ સ્ત્રી કે પુરુષ તે ગમે તે હોય શકે છે. ઘરેલુ હિંસા એ ઘરના દરવાજાઓની અંદર ખેલાતું યુદ્ધ છે. ઘણીવાર પતિ અને પત્ની ઓરડાની અંદરનો ઝઘડો બહાર ન જાય તેટલા ધીમા અવાજે ઝઘડો કરતા હોય છે. મૌન પણ એક જાતનો વિવાદ જ છે.

લગ્ન

ભારતીય સમાજમાં નવો પરિવાર શરૂ કરવા માટે લગ્ન કરવામાં આવે છે. વિદેશમાં એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા માટે દાંપત્યજીવન આકાર લે છે. મારા મત અનુસાર વેસ્ટર્ન કલ્ચરમાં આપણાં કરતાં વધુ મોકળાસ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણવાર લગ્ન કરી ચૂક્યા છે. મજાકમાં એવું પણ કહેવાય છે કે, ડોનાલ્ડના ત્રીજીવારના પત્ની બીજીવાર અમેરિકાના ફર્સ્ટ લેડી બનશે! બે દિવસ પહેલા દેશના ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાને લગ્ન જીવનના ૨૯ વર્ષ બાદ પત્ની સાયરા બાનું સાથે છૂટાછેડા લીધા! સેલિબ્રિટીઓ જેટલા સરળતાથી લગ્ન ભંગ કરી શકે તેટલી અનુકૂળતા આપણને ગુજરાતીઓને નથી! ઉચ્ચ વર્ગના યુવક યુવતીઓ હવે ડેટીંગ કરે છે. લગ્ન પહેલાં છૂટથી હરવા ફરવાને ડેટીંગ કહેવાય તેવું હું માનું છે. હકીકતની ખબર નથી. નવાઈની બાબત એ છે કે, અનેક કિસ્સાઓમાં તો ડેટિંગ દરમિયાન જ બ્રેક અપ થઈ જાય છે. સંતાન ડેટીંગ ઉપર જાય તે મા-બાપ અને વડીલ લોકોને ખબર પણ હોય છે. મોટાભાગે આવું કલ્ચર નીઓ રીચ કે ફિલ્મ જગતમાં છે.

અબજોપતિ વિજયપત સિંઘનિયાનો કિસ્સો પણ ચોંકાવનારો છે. અતિ ધનિક આ વ્યક્તિને તેના સંતાનોએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ફિલ્મ કલાકાર ધર્મેન્દ્રની બન્ને પત્નીના સંતાનો સારા મનમેળથી રહે છે. મારા એક મિત્રને બે પત્ની છે, ત્રણેય લોકો સુમેળથી અમેરિકામાં સાથે રહે છે. સંતાનો પણ આનંદથી સાથે હરેફરે છે.

ગણિત

સંબંધોનું કોઈ ચોક્કસ ગણિત કે નિયમો હોતા નથી. લાગણી કે ધિક્કાર માટે કોઈ ચોક્કસ કારણો પણ હોતા નથી. બસ.. ચાલે છે. પરિવારની અખંડતા ચાઇનીઝ માલ જેવી છે, ચલે તો ચાંદ તક.. ન ચલે તો સામ તક!

વિનંતી

'નોબત'ના વાચકો અને ચાહકોને નમ્ર વિનંતી કે, મગજ ઉપર બરફ રાખો, શાંતિ જ સુખી જીવનની ચાવી છે. દલીલોથી દૂર રહેવું. આર્થિક બાબતોમાં બહુ ઊંડા હિસાબ-કિતાબ ન કરવા. ખોટ જતી હોય તો, ખોટ ખમીને ખસી જવું. જ્યાં પણ વિવાદ થાય ત્યાં લવાદ થવાનો પ્રયાસ કરવો. વિવાદ હિંસક ન બને તેની ખાસ કાળજી લેવી. સ્વાર્થનું પ્રમાણ નહિવત રાખવું. જ્યાં પ્રેમ કે લાગણી જણાય ત્યાં વધુ અવરજવર રાખવી. રામ અને કૃષ્ણ જેવા ભગવાનની હાજરીમાં પણ વિખવાદ અને યુદ્ધ થયા હતા! કૃષ્ણ પણ કૌરવોને તસુભાર જમીન જતી કરવા માટે રાજી નહોતા કરી શક્યા. તો આપણે તો કળયુગના તકલાદી માણસ છીએ, ક્યારે અને ક્યાં બટકી જઈએ તે રામ જાણે!

'નોબત'ના સૌ વાચકોને તંદુરસ્ત અને વિવાદ વિહીન જીવન પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભકામના.

૫રેશ છાંયા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મહારાષ્ટ્રના ઉદ્ધાર માટે ૨ ગઠબંધન અને ૬ નેતા વચ્ચે ખેલાય રહ્યો છે ચૂંટણી જંગ!

મુખ્યમંત્રી એકનાથ શિંદેની ખુરશી ચૂંટણી પછી જોખમમાં!: ચૂંટણી સમયે જ ધર્મવીર-૨ ફિલ્મ એકનાથ શિંદેને પ્રમોટ કરવા રજૂ કરવામાં આવી

મૂળ મરાઠી ભાષાની અને બે ભાગમાં બનેલી ફિલ્મ ધર્મવીર પડદા ઉપર ખાસ દેખાવ ન કરી શકી. આ ફિલ્મનો પ્રથમ ભાગ ૨૦૨૨ માં રજૂ થયો હતો અને ધર્મવીર-૨ મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે રજૂ થયો એટલે તેની નોંધ લેવામાં આવી. આ ફિલ્મ શિવ સેનાના થાણે જિલ્લાના નેતા આનંદ દીઘેની બાયોગ્રાફી છે. ચાર દાયકા પહેલા મહારાષ્ટ્રમાં આખા દેશની સાથે અહીં પણ કોંગ્રેસની આણ પ્રવર્તતી હતી. મહારાષ્ટ્રમાં શિવ સેનાને બેઠી કરવામાં આનંદ દીઘે ઉર્ફે ધર્મવીરની નોંધનીય ભૂમિકા હતી. ગામડે ગામડે ફરીને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો અને હિન્દુઓ ઉપર થતા અત્યાચાર સામે આવાજ ઉઠાવ્યો.

આનંદ દીઘે તો શિવ સૈનિક હતા અને હાલમાં તો ભાજપ સમર્થિત બળવાખોર શિવ સેના સત્તા ઉપર છે, તો પછી ધર્મવીર ફિલ્મ અને આનંદ દીઘેની કેમ ચર્ચા થાય છે અને તે ઉપર અહી કેમ નોંધ લેવી પડે છે?

આનંદ દીઘેની સાથે તેમના વિશ્વાસુ કાર્યકર તરીકે ત્યારે આજના વર્તમાન મુખ્ય મંત્રી એકનાથ શિંદે હતા! આમ એકનાથ શિંદેને વર્તમાન સમયમાં હિન્દુવાદી અને ઓરિજિનલ શિવ સૈનિક તરીકે રજૂ કરવા માટે ધર્મવીર ફિલ્મને પ્રોજેક્ટ કરવામાં આવી હોય તેવી અનુભૂતિ થાય છે. આનંદ અને એકનાથ બન્ને સિક્કાની બે બાજુ હતી. આનંદનું અકસ્માતે મોત થતાં તેના સમર્થકો તોફાને ચઢ્યા અને હોસ્પિટલમાં આગ ચાંપી દીધી. આવા સમયે એકનાથ શિંદે પોતાના ગુરૂ આનંદ દીઘેના નશ્વર દેહને આગથી બચાવવા માટે પોતાના ખભે નાખી દોડ્યા હતા!

આજ એકનાથ શિંદે સમય આવ્યો ત્યારે આખી શિવ સેનાને ખભે નાખી દોડ્યા અને સત્તા માટે ભાજપમાં ભળી ગયા!

ચૂંટણી

મહારાષ્ટ્રમાં હવે મતદાન આડે માત્ર પાંચ દિવસનો જ સમય છે. ૨૦ તારીખે વિધાનસભા માટે ૯.૭૦ કરોડ મતદારો મતદાન કરશે. ગુજરાતનું પાડોશી રાજ્ય હોવાના નાતે આપણે તેની ઉપર સીધી નજર રાખીએ તે સ્વાભાવિક છે. પાડોશી હોવા છતાં રાજકીય રીતે આપણાથી તદ્દન ઊલટી પરિસ્થિતિ છે. વર્તમાન ચૂંટણીમાં ત્યાં ૬ મોટા નેતા સેવા માટે મહાસંગ્રામ લડી રહ્યા છે. આ ૬ નેતામાં દેવેન્દ્ર ફડનવીસ, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અજીત પવાર અને પૃથ્વીરાજ ચૌહાણ છે. ત્યાં સત્તા ન મળવાથી ભાજપ ગભરામણ અનુભવે છે. મોદી અને શાહે તેની સીધી હરીફ શિવ સેનાનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો! આ ૬ નેતાની કુસ્તીમાં ત્યાં સ્થિર સરકાર બને તેવા સંજોગો ઓછા છે. જો ભાજપ સમર્થિત ઉમેદવારો બહુમતીમાં નહીં જીતે તો ભાજ૫ની નેતાગીરી ત્યાં નવી સરકારને બહુ લાંબુ નહીં જીવવા દે!

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ સમર્થિત શાસક મહાયુતિ ગઠબંધન અને વિપક્ષના મહા વિકાસ અઘાડી (એમવીએ) વચ્ચે સીધી સ્પર્ધા છે. બંને ગઠબંધન પાસે પડકારોનો સમાન હિસ્સો છે.

મહાયુતિ એ ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું ગઠબંધન છે. તેની સામે મુખ્ય હરીફ  એમ.વી.એ. છે, જેની આગેવાની કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબીટી અને શરદ પવારની એનસીપી-એસપી છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય તમામ ચાર પક્ષો મહારાષ્ટ્રમાં પ્રાદેશિક રાજકીય પક્ષો છે.

ભાગીદારી

રાજ્યમાં વિધાનસભાની કુલ ૨૮૮ બેઠક છે. સત્તાધારી ભાજપ શિવસેના અને એનસીપી સાથે ગઠબંધન કરીને રાજ્યની ચૂંટણી લડી રહી છે. મહાયુતિ ગઠબંધન સીટ-શેરિંગ ફોર્મ્યુલાના ભાગરૂપે, ભાજપ ૧૪૮ બેઠકો પર લડશે, શિવસેના ૮૦ પર અને એનસીપી ૫૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.

એ જ રીતે, કોંગ્રેસ એમવીએ અથવા મહા વિકાસ અઘાડી ગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ૧૦૧ સીટ પર ચૂંટણી લડશે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ૯૪ બેઠકો પર અને એનસીપી (એસપી) ૮૮ બેઠકો પર લડશે. બન્ને ગાંઠબંધનોએ કેટલીક બેઠકો સ્થાનિક મજબૂત ઉમેદવારો માટે છોડી દીધી છે.

સમગ્ર મહારાષ્ટ્રમાં ૮૫ જેટલી બેઠકો પર પવાર વિરુદ્ધ પવાર અને સેના વિરુદ્ધ સેનાનો માહોલ છે.

અહીં ભાજપના દેવેન્દ્ર ફડનવીશ હવે મુખ્યમંત્રી બનવા તલપાપડ છે. શિંદેને હોદ્દો છોડવો નથી, શરદ પવાર પોતાની પુત્રી સુપ્રિયા સુલે માટે આકાશ પાતાળ એક કરે છે જે વર્તમાનમાં સાંસદ છે. શિવ સેનાના ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણ અને નાના પટોળે પણ મોટી ખુરશીના સપના જોવે છે. આમ બધાં જ મહેનત કરશે તો કોઈ એક ને બહુમતી મળવાની શક્યતા બહુ ઓછી છે. જો ભાજપને વધારે બેઠકો મળશે તો પહેલો ભોગ શિંદેનો લેવાશે. રાજ ઠાકરે પણ થોડા મતો આગળ પાછળ કરી શકે છે.

લોકસભાની હાર

સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનને લોકસભા ચૂંટણી ૨૦૨૪માં મહા વિકાસ અઘડી ગાંઠબંધનના ભાગીદારોના હાથે આંચકો લાગ્યો હતો. એકંદરે, એમવીએ ૪૮ માંથી ૩૦ બેઠકો જીતી હતી, અને મહાયુતિએ માત્ર ૧૭ બેઠકો જીતી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. આમ મોદી અને એકનાથની ટીમ ઉપર મરાઠી લોકોએ બહુ રસ દાખવ્યો નહોતો. મોદીજીના ભવ્ય પ્રચાર બાદ પણ નબળા પરિણામો આવ્યા હતા! મતદાનની આજ પેટર્ન રિપીટ થાય તો ૨૦ તારીખે તકલીફ પડી શકે છે.

તાજેતરમાં કોંગ્રેસ રાજ્યની ૪૮ લોકસભા બેઠકોમાંથી મહત્તમ ૧૩ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિવસેના-યુબીટી પ્રતિસ્પર્ધી ભાજપ સાથે ૯-૯ બેઠકો પર જીતી હતી, જ્યારે શરદ પવારની પાર્ટીએ ૮ બેઠકો જીતી.

ભાજપ

મહારાષ્ટ્રમાં ભાજપ માટે લાંબા સમયથી દ્રાક્ષ ખાટી રહી છે. આ વખતે પણ રાજકારણના ચાણક્ય મનાતા અમિત શાહ મુખ્યમંત્રીના નામ બાબતે મગનું નામ મરી પાડતા નથી, આથી ભાજપના ટોચના નેતાઓ નારાજ છે. હવે તેમને બીજા નંબરની ખુરશી પસંદ નથી. લોકસભામાં નબળા દેખાવ પછી અહીં કોઈ જીત માટે ખોંખારો ખાઈને બોલી શકતું નથી. મહારાષ્ટ્રના નબળા પરિણામોને કારણે દિલ્હીમાં પણ પરિસ્થિતિ વિકટ બની છે. મોદીજીએ ત્યાં પણ બીજા નાના પક્ષોના ખભે માથું મૂકવું પડ્યું છે! દેવેન્દ્ર ફડનવીસ અહી બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે માટે તેમને હવે બીજા નંબરની ખુરશી કે કેબિનમાં શોરવતું નથી. ભાજપ પાસે અહીં નીતિન ગડકરી, ગોપીનાથ મુંડે, એકનાથ ખડગે જેવા અનેક નેતાઓ હોવા છતાં લાંબા સમય માટે નિર્ણાયક સત્તા મેળવી શકી નથી. આ વખતે પણ અનેક નેતાઓ મોટું પદ પામવા માટે દિલ્હી દરબારમાં અને નાગપુરના સંઘ કાર્યાલયે દંડવત કરી આવ્યા છે.

કોંગ્રેસ

એક સમયે સમગ્ર દેશની સાથે કોંગ્રેસની અહી પણ આણ પ્રવર્તતી હતી. પરંતુ શિવ સેના અને ભાજપના હિન્દુવાદ સામે તે ખખડી ગઈ. બીજી તરફ જય મહારાષ્ટ્ર નો નારો પણ ખોંખારો ખાઈને બોલી શકી નથી. તાજેતરમાં બીજા પક્ષોના આંતરિક વિખવાદને કારણે લોકસભામાં સારો દેખાવ કરી શકી.  ૧૯૬૧ માં રાજ્યની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોંગ્રસના ૨૧ મુખ્યમંત્રીઓએ મહારાષ્ટ્રનો વહીવટ સાંભળ્યો છે. હિન્દુત્વનું મોજું આવ્યું ત્યારથી ભાજપ અને શિવ સેના ત્યાં મોટું કદ ધરાવતા થયા છે. જો કે ભાજપ અને શિવ સેના વચ્ચે હિન્દુત્વ બાબતે ખેચતાણ રહેતાં તેનો ફાયદો કોંગ્રેસને મળતો રહ્યો છે.

શિવ સેના

મહારાષ્ટ્રમાં બાલા સાહેબ ઠાકરેનો દબદબો હતો. મરાઠીના હિતો અને હિન્દુત્વનો ભગવો ઝંડો તેમની આગવી ઓળખ રહ્યા. સાહેબના વારસદારો તરીકે ઉદ્ધવ અને રાજ તેમના પેગાડામાં પગ ઘાલી શક્યા નથી તે પણ હકીકત છે. એકનાથ શિંદે આખી શિવ સેનાને હાઈજેક કરી ગયા તો પણ બન્ને નોંધનીય વિરોધ કરી શક્યા નથી. શિંદે હવે ઓરિજનલ સેનાના વડા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ધર્મવીર-૨ ફિલ્મ રજૂ કરવામાં આવી તેમાં બાલા સાહેબના ગણ્યા ગાંઠિયા દૃશ્યો છે. રાજ અને ઉદ્ધવને તો બાકાત જ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મ જોઈ એવું લાગે કે શિવ સેના સુપ્રીમો આનંદ દીઘે અને એકનાથ શિંદે જ હતા અને છે! જો આમને આમ ચાલ્યું તો નવી પેઢીને ઠાકરે પરિવારની ભૂમિકા યાદ પણ નહીં રહે. ભાજપની ટોચની નેતાગીરીએ શિંદેને ખભે બંદૂક ફોડીને સત્તા આંચકી લીધી છે. બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે, વર્તમાન સમયમાં ભાજપ માટે એકલે હાથે સત્તા મેળવી શકાય તેમ નથી. જો કે આ ગણિત કોંગ્રસ, સેના, એન.સી.પી. બધાને લાગુ પડે છે.

શક્યતા

સર્વેક્ષણ એજન્સી મેટ્રિઝ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલ મુજબ, મહારાષ્ટ્રનું શાસક જોડાણ, મહાયુતિ, ૨૦ નવેમ્બરના યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર પાછા ફરવા માટે ઉજળા સંજોગો દેખાય છે. વર્તમાન ગઠબંધન માટે નોંધપાત્ર લીડની આગાહી સર્વેક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ ૧૩ બેઠકો મળી હતી તેથી તે ઉત્સાહમાં છે પરંતુ સંગઠન નબળું છે. ભાજપમાં બધું છે પરંતુ હિન્દુ મતો શિવ સેના સાથે વેચાઈ જાય છે. બધા પક્ષો હિન્દુ મતોમાં ભાગ પડાવતા હોવાથી ભાજપ માટે જીતના કપરાં ચઢાણ રહે છે. શિવ સેનામાં પણ હવે ત્રણ ચોક્કા હોવાથી મુશ્કેલી છે. ઉદ્ધવ, રાજ અને એકનાથને આ મતોમાં ભાગ પાડવો પડે છે. ભાજપ દેશમાં હિન્દુવાદ સર્જી શક્યો છે પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠા વાદ હજી તેનાથી દૂર છે. તેનો જય મહારાષ્ટ્રનો નારો બુલંદ બન્યો નથી.

પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, અને થાણે-કોંકણમાં ભાજપને નોંધપાત્ર સમર્થન મળવાની ધારણાં છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડી ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડા જેવા પ્રદેશોમાં મજબૂત દેખાવ કરે તેવી ધારણાં છે.

મતદારો

રાજ્યમાં ૯,૭૦,૨૫,૧૧૯ મતદારો છે, જેમાં ૫,૦૦,૨૨,૭૩૯ પુરૂષો અને ૪,૪૯,૯૬,૨૭૯ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૬,૧૦૧ ટ્રાન્સજેન્ડર મતદારો, ૬.૪૧ લાખ દિવ્યાંગ (વિકલાંગ વ્યક્તિઓ) અને ૧.૧૬ લાખ સેવા મતદારો છે, મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા બેઠક માટે ૪૧૪૦ ઉમેદવારો મેદાનમાં છે. નંદુરબાર જિલ્લાની શાહદા બેઠક પર માત્ર ત્રણ ઉમેદવારો છે, જ્યારે નાંદેડ ઉત્તરમાં ૩૩ ઉમેદવારો છે જે સૌથી વધુ છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નવા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઘૂસણખોરોને અમેરિકામાંથી તગેડી શકશે ખરા?

ટ્રમ્પના ચૂંટણી વચનથી ગુજરાતના લોકોનું બીપી હાઇ!: ગેરકાયદે વિદેશ ગમન માટે ભારતમાં પણ જેલની હવા ખાવી પડે છે!

અમેરિકામાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ગુજરાતના લોકોનો રક્તચાપ બહુ વધી ગયો છે. કારણ કે, ભારતના મિત્ર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા આ ધૂની ધનિક ઉદ્યોગપતિએ જીતશે તો ગેરકાયદે વસાહતીઓને દેશ નિકાલ કરવાનું સૌથી મોટું અભિયાન હાથ ધરાશે તેવું વચન ચૂંટણીમાં આપ્યું છે. આગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિજય પછીના પ્રથમ સંબોધનમાં પણ ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાના તેમના નિર્ણયનો પુનઃઉચ્ચાર કર્યો છે. ભારતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના હજારો લોકો અમેરિકામાં સોનેરી સપનાઓ આંજીને ઘૂસ્યા છે. હવે જો ટ્રમ્પ દાદા ઘૂસણખોરો ઉપર દાદાગીરી કરે તો દુનિયામાં હાહાકાર મચી જાય તેમ છે. કારણ કે, આ સોનાની ચિડિયા જેવા દેશમાં સૌથી વધુ  ચાઇનીઝ લોકો ઘૂસ્યા છે. ત્યારબાદ કદાચ ભારતનો ક્રમ આવે! અમેરિકામાં ઝાડ ઉપર ડોલર ઊગે છે તેવું સામાન્ય લોકો માને છે. ત્યાંની વાસ્તવિકતા કેમ છુપાવવામાં આવે છે, તે એક મોટું રહસ્ય છે. અમેરિકામાં બેકારી અને  મોંઘવારી વધી રહ્યાં છે. તેનો પહેલો ભોગ ગેરકાયદે વસાહતીઓ જ બને છે. કારણ કે, તેમને કાયમ લપાતા છુપાતા જીવવું પડે છે. નોકરીમાં પણ શોષણ મોટા પાયે કરવામાં આવે છે. પકડાઈ જાય તો જીવન જેલમાં વિતાવવું પડે છે.

ગુજરાતના એક પત્રકાર અમેરિકામાં સ્થાઈ થયા છે. તેમણે એક ટીવી મુલાકાતમાં જણાવ્યું કે, અહી સોનાના ઝાડ ઊગતા નથી કે રોડ ઉપર ડોલરના ઢગલા જોવા મળતા નથી. ગુજરાતના જે લોકો ડોન્કી રુટ ઉપર જાય  છે તે ત્યાંની સાચી હકીકત કહેતા નથી, માટે અન્ય ગુજરાતીઓને અમેરિકા જવાનો લોભ ભરખી જાય છે. જે લોકો ત્યાં અધિકૃત દસ્તાવેજો વગર પકડાય છે, તેમને અગાઉથી રાજ્યાશ્રય બાબતે પણ એજન્ટો દ્વારા પાઠ ભણાવવામાં આવે છે. જે બહુ કપરી બાબત છે. પત્રકાર મહોદયે સ્પષ્ટ કહ્યું કે, સામાન્ય  ભણતર ધરાવતા યુવાનોએ ત્યાં બહુ જવાનો મોહ રાખવો નહીં. એન્જિનિયરિંગ ડિગ્રી ધારકો માટે પણ કપરાં ચઢાણ છે. માત્ર ઉચ્ચ ડિગ્રીધારકો માટે ઉજળા સંજોગો છે.

ઘૂસણખોરો

અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા લોકોની બહુ મોટી સમસ્યા છે. તે દેશ ઉપર ભારણ છે. અમેરિકાને ઉધયની જેમ કોતરી રહ્યા છે. ત્યાં ભારતીય લોકો ઉપર બહુ ઊંડી શંકા કરવામાં આવતી નથી, પરંતુ, પાકિસ્તાન, બાંગલાદેશ, ચીન, આફ્રિકાના લોકો ઉપર અમેરિકાનું વહીવટી તંત્ર સખ્ત નજર રાખે છે. તેમને રોજગાર મેળવવામાં પણ મુશ્કેલી પડે છે, ઓછું વેતન મળે છે. ગેરકાયદે ઘૂસણખોરોને અમેરિકાની નામાંકિત કંપનીઓમાં કે સરકારમાં જોબ મળતી નથી. રહેવા માટે મકાનો પણ ઝડપથી મળતાં નથી, ગંદા અને નબળા  વિસ્તારોમાં જીવન વ્યતીત કરવું પડે છે. અમેરિકા કાયદો અને વ્યવસ્થાનો દેશ છે. મૂળ અમેરિકાના લોકો ગેરકાયદે વસાહતીઓને ધિક્કારે છે. કારણ કે, તે તેમના ટેક્સના રૂપિયા કોતરી ખાય છે. નોકરીઓ પણ પડાવી લે છે. અમેરિકાનું વહીવટી તંત્ર પણ આવા લોકોથી ત્રસ્ત છે. તેમાં પણ તેમના ટ્વીન ટાવર ઉપરના હુમલા પછી તો વિદેશી ઘૂસણખોરોને બહુ ભાવ આપવામાં આવતો નથી. અમેરિકાના લોકો માટે ઘૂસણખોરો બહુ મોટો ચૂંટણી વિષય છે. આથી જ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂકવાનું ચૂંટણી વચન આપવું પડ્યું હતું.

જો બાઈડને ૨૦૨૦ મા ટ્રમ્પને હરાવ્યા, ત્યારે ગેરકાયદે વસાહતીઓ સાથે માનવીય અને વ્યવસ્થિત વ્યવહાર અને ઉદાર ઇમિગ્રેશન નીતિઓનું વચન આપ્યું હતું. બાઈડન વહીવટી તંત્રે ઘૂસણખોરો સામે બહુ કડક કે નોંધનીય  કાર્યવાહી કરી નથી. જો કે, સામે પક્ષે બાઈડનના આવા નિર્ણયથી મૂળ અમેરિકનો નારાજ થયા તે પણ વાસ્તવિકતા છે.

ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન યુ.એસ.-મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને જો ચૂંટાયા તો સરહદ ઉપરની દીવાલ સજ્જડ બંધ કરવાનું વચન આપ્યું છે. તેમના વહીવટીતંત્રે ૧૯૫૫-માઇલ (૩૧૪૫-કિમી) સરહદ પર ૪૫૫ માઇલ (૭૨૬ કિમી) અવરોધો બાંધ્યા હતા, ટ્રમ્પે બાઈડનની ઉદરવાદી વલણની ટીકા કરી હતી અને એરિઝોનામાં એક ઝુંબેશ કાર્યક્રમ દરમિયાન ઉદાર વલણને રદ કરી દેવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ પગલું સરહદને પર્યાપ્ત રીતે સુરક્ષિત કરશે નહીં, તેમ છતાં તે સ્થળાંતર કરનારાઓને અટકાવવા માટે નિર્ણાયક પ્રયાસો કરશે. ટ્રમ્પે પ્રચાર કાર્યક્રમમાં એમ પણ કહ્યું હતું કે, તેઓ ચીન અને અન્ય રાષ્ટ્રો પર દબાણ કરશે કે, તેમના દેશોમાંથી સ્થળાંતર કરનારાઓને યુએસ-મેક્સિકો સરહદ પર આવતા રોકવા માટે સઘન પગલાં લે.

ભારત

ભારત મહદ્અંશે અમેરિકાથી અંજાયેલો દેશ છે. રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકો સતત અમેરિકાની મહાનતા ઉપર ઓળઘોળ રહે છે. ત્યાં જવામાં અને રહેવામાં ગર્વ સમજે છે. હવે, જો ટ્રમ્પ સત્તા સંભાળ્યા પછી ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂકવાનું અભિયાન શરૂ કરે તો, ભારતમાં નાના મોટા તમામ લોકોને પરસેવો વળી જાય તેમ છે. કારણ કે, કરોડો ભારતીઓને અમેરિકા સાથે સીધા કે આડા સંબંધો છે. મોદી સરકાર અમેરિકા સાથે સૌહાર્દ પૂર્ણ સંબંધો બાબતે વારંવાર કથા-વાર્તા રજૂ કરે છે અને તે બાબતે ગર્વ અનુભવે છે. નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો શો કર્યો હતો. હવે જથ્થાબંધ ગુજરાતીઓ લીલા તોરણે ગુજરાત પાછા ફરે તો ભાજપ સરકારને બહુ મજા ન આવે તે સ્વાભાવિક છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આવે તો ભારતીઓને હાંકી કાઢવામાં ન આવે તે માટે મોદી સરકાર દ્વારા ઘણાં સમયથી રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે!

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી બોર્ડર અને ઇમિગ્રેશન પોલિસીના આસિસ્ટન્ટ સેક્રેટરી રોયસ મુરેએ તાજેતરમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે ભારત સરકારના સહયોગ બદલ આભાર માન્યો હતો.

તેણીએ કહ્યું કે, અમે વિવિધ મુદ્દાઓમાં ભારત સરકાર સાથેના અમારા કાર્યકારી સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ અને અમારી પાસે જે  ભાગીદારી છે તેને આવકારીએ છીએ. માનવ દાણચોરો અથવા અનૈતિક  ટ્રાવેલ એજન્સીઓ કે જેઓ સંવેદનશીલ સ્થળાંતર કરનારાઓનો શિકાર કરે છે અને તેમને ખોટી માહિતી પૂરી પાડે છે, તેની ભારત સાથે સતત આપલે કરીએ છીએ.

પુનઃ ઉચ્ચાર

ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં તેમના વિજય ભાષણમાં કહ્યું કે, ''ઇમિગ્રન્ટ્સનું સ્વાગત છે, પરંતુ તેઓએ કાયદેસર રીતે આવવું પડશે.'' આમ ભારતીયો માટે ટ્રમ્પની જીતનો અર્થ સ્પષ્ટ છે કે, હવે લાલિયાવાડી નહીં ચાલે. સામાન્ય  રીતે રિપબ્લિકન નેતાઓ ઇમિગ્રેશન પર સખત હોવા માટે જાણીતા છે; હકીકતમાં, તેમની મોટાભાગની ઝુંબેશ બાઈડન-હેરિસ વહીવટ હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં વધારાની આસપાસ કેન્દ્રિત હતી. તેમની પાછલી મુદતમાં ઇમિગ્રેશન નીતિઓ બાબતે સ્પષ્ટતા જોવા મળી હતી, જેણે કુશળ વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને અસર કરી હતી, ખાસ કરીને જેઓ એચ-૧બી, એફ-૧ અને એચ-૪ વિઝા ધરાવતા હતા.

ટ્રમ્પનું શાસન ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને અમેરિકામાં અંદાજિત ૧૦ મિલિયન લોક અધિકૃત દસ્તાવેજો વગર રહે છે. આ લોકોના જવાથી કુશળ વ્યક્તિઓ માટે નવા દરવાજા ખૂલી શકે છે. જે ભારતીયો, જેઓ મોટાભાગે કામ માટે એચ-૧બી અથવા અભ્યાસ માટે એફ-૧ જેવા કાનૂની માર્ગોનો ઉપયોગ કરે છે, તેઓને  ત્યાં નવી તકો મળી શકે છે. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવી પોઈન્ટ આધારિત સિસ્ટમ રજૂ કરવાનો સંકેત આપ્યો હતો. અત્યારે, અમેરિકન પ્રવેશ  સિસ્ટમ કુટુંબ આધારિત છે. ટ્રમ્પ માને છે કે, તે કુશળ સ્થળાંતર કરનારાઓની તુલનામાં આર્થિક રીતે ઓછું યોગદાન આપે છે.

હમ નહીં સુધરેગે

ભારતીય લોકો દરવાજા કરતાં બારીઓ શોધવામાં નિપૂર્ણ છે. ગુજરાતી  ભાષામાં તેને છટકબારી પણ કહેવામાં આવે છે. દાયકાઓથી અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ બાબતે  કડક કાયદાઓ અને સજાઓ છે. પરંતુ તેનો અમલ બાબાગાડી જેવો નબળો  અને ધીમો છે. ત્યાંની પોલીસ ભારતની પોલીસ જેટલી બરછટ અને તેજ નથી. ત્યાંની પોલીસ પણ કાયદાથી ડરે છે, ખોટો કેસ થઈ જાય અને ભોગ બનનાર વ્યક્તિ પોલીસ ઉપર કાનૂની કાર્યવાહી કરે તો તેની નોકરીને ગંભીર અસર પહોંચે છે. માટે ત્યાંની સ્થા નિક પોલીસ કે જે હોમ લેન્ડ ડીપાર્ટમેન્ટ  હેઠળ આવે છે તે પોતાની ફરજમાં છાસ ફૂંકી ફૂંકીને પીવે છે!

અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂકવા હોય તો તેના વતન દેશવાળા પણ તેને સ્વીકારવા જોઈએ. ભારત માટે તો આ બાબત બહુ ગંભીર નથી, પરંતુ ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આફ્રિકન જેવા સંખ્યાબંધ દેશો  પોતાના જ નાગરિકોનો સ્વીકારવા માટે સરળતાથી રાજી નહીં થાય! ભારતની સરહદે સેના સાથેની અથડામણમાં માર્યા જતા ત્રાસવાદીના નશ્વર દેહને પણ પાકિસ્તાન સ્વીકારતું નથી. તો પછી, અમેરિકા જેને તગેડી મૂકે  તેને સરળતાથી અવકારશે તે બહુ મુશ્કેલ બાબત છે. અમરીકા જે ગેરકાયદે વસાહતીઓને રવાના કરશે તે જશે ક્યાં? ભારતમાંથી ખોટા દસ્તાવેજો અને એજન્ટો દ્વારા જનાર વ્યક્તિ ભારતમાં પરત ફરે તો તેની સામે પણ કાનૂની સિકંજો તૈયાર જ હશે.

અનેક લોકો ખોટા દસ્તાવેજો દ્વારા વિદેશગમન કરે છે. તેવા લોકો જઈ શકે છે, પરંતુ ભારત પરત ફરી શકતા નથી. ગુજરાતમાં અનેક એજન્ટો કબૂતરબાજીમાં જેલમાં સબડી રહ્યા છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ આવા ગેરકાયદે ભરતીઓને સ્વદેશ રવાના કરે તો તેમણે હવાઈ મથકેથી સીધા જેલમાં જવાનો વારો આવે! આ સંજોગોમાં અમેરિકામાંથી હાંકી કઢાયેલા લોકો સાથે સ્વદેશમાં કાનૂની કાર્યવાહી ૫ણ થઈ શકે છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને નમ્ર વિનંતી કે, જ્યારે પણ વિદેશગમન કરવાની ઈચ્છા કે જરૂરિયાત ઊભી થાય ત્યારે નામાંકિત એજન્ટ દ્વારા કાયદેસર રીતે જ પ્રવાસ કરવો!

- પરેશ છાયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિવાળી બાદ નવા જગત જમાદાર પસંદ કરવા માટે અમેરિકામાં જામ્યો છે ચૂંટણી જંગ

ટ્રમ્પ અને મસ્ક એક થઈ કમલાને હંફાવી રહ્યા છે.: આધુનિક અમેરિકામાં હજુ સુધી કોઈ મહિલા પ્રમુખ બની શકી નથી!

ભારતમાં મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી વડાપ્રધાન પદની ચૂંટણીમાં ઝંપલાવે તો શું થાય?

૧૦ થી ૧૨ રિચર સ્કેલનો જંગી ભૂકંપ આવે અને લોકશાહી અને સામંતશાહીના નામે કાગારોળ થઈ જાય!

અમેરિકામાં આવું કંઈ થયું નથી. સામાજિક, નૈતિક કે આર્થિક ભૂકંપ આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ નામના અતિ ધનિક ઉદ્યોગપતિ બીજીવાર અમેરિકાના પ્રમુખ બનવા માટે મેદાને જંગમાં ઉતર્યા છે!

કલ્પના નંબર.. બે

મુકેશ અંબાણી વડાપ્રધાન પદની ચૂંટણીમાં ઝંપલાવે અને ગૌતમ અદાણી તેનો ખુલ્લેઆમ પ્રચાર કરે તો શું થાય?

આપણાં દેશમાં સૌથી મોટી રાજકીય ઉથલ પાથલ થઈ જાય. રાજકીય અને સામાજિક કટોકટી સર્જાય જાય.

અમેરિકામાં આવું કંઈ થયું નથી. બધું સમુંસૂતરું ચાલે છે. ટ્રમ્પ દાદાને વિશ્વના ધનિકોમાં ટોચના છે તેવા ટેસ્લાના એલોન મસ્ક સરાજાહેર ટેકો આપી પોતાના એક્સ મીડિયા ઉપર જોરદાર પ્રચાર કરી રહ્યા છે. એલોન ટ્રમ્પની નીતિઓ, જાહેરાતો અને અગાઉના શાસનકાળને જબરજસ્ત ટેકો આપી રહ્યા છે. તે એક્સ ઉપર ટ્રમ્પની તરફેણમાં જથ્થાબંધ પોસ્ટ મૂકી રહ્યા છે. કમલા હેરિસની ઠેકડી પણ ઉડાવે છે.

ચૂંટણી

વિશ્વની મહાસત્તા અને દાદા ગણાતા દેશ અમેરિકામાં પાંચ નવેમ્બરે મતદાન છે. આપણે દિવાળીના પર્વમાં વ્યસ્ત હશું ત્યારે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરીશ વચ્ચે કાંટે કી ટક્કર ચાલતી હશે. વર્તમાન પ્રમુખ જો બાઈડેન ઉમરને કારણે ચૂંટણી જંગમાંથી ખસી ગયા છે અને ભારતીય મૂળના કમલા હેરીશ હવે તેને સ્થાને ચૂંટણી જંગમાં છે. ટ્રમ્પ અને બાઈડેન, બન્નેને ઉમર નડે છે. આમ છતાં ટ્રમ્પ હજુ ખસ્યા નથી. તેની સામે જૂના અનેક કાનૂની કેસો ચાલી રહ્યા છે.

અમેરિકા વિશ્વનો સૌથી આધુનિક વિચારસરણીવાળો દેશ ગણાય છે, મુકત સમાજ જીવન છે અને સામાજિક સંબંધોમાં બહુ જૂજ વિશ્વાસ રાખે છે. આ દેશની બીજી બાજુ એ પણ છે કે, અમેરિકાના મતદારો સામાન્ય રીતે દેશના વડા તરીકે મહિલાને પસંદ કરતાં નથી. આ વખતે પણ કમલાને તેનું મહિલપણું નડવાની જોરદાર શક્યતાઓ છે. અમેરિકાના ઇતિહાસમાં હજુ સુધી કોઈ મહિલા પ્રમુખ બન્યા નથી. અમેરિકાની ચૂંટણીઓમાં હવે ધીરે ધીરે બદીઓ ઘૂસવા લાગી છે. ટ્રમ્પ પહેલીવાર જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે તેની સામે ગરબડના આક્ષેપો થયા હતા. ૨૦૨૦ માં ચૂંટણી હાર્યા ત્યારે પણ મોટી ધમાલ થઈ હતી અને તેના સમર્થકો વ્હાઇટ હાઉસમાં ઘૂસી ગયા હતા.

વર્તમાન

વર્તમાન સમયમાં અમેરિકા અનેક વિવાદો અને નબળાઇઓથી ઘેરાયેલું છે. ત્યાં મંદી અને બેરોજગારીએ ભરડો લીધો છે. લાખો લોકો નિર્વાસિતો તરીકે ઘૂસી રહ્યા છે. દુનિયામાં ચાલતા સશસ્ત્ર જંગમાં તે પ્રણેતા હોવાની છાપ પણ છે. માનવ અધિકારોનો ભંગ કરતાં યુદ્ધમાં તે સતત ઉશ્કેરણી કરતું આવ્યું છે. અફઘાનિસ્તાન, યુક્રેન અને ઇઝરાઈલ યુદ્ધમાં તે સીધી રીતે ભાગીદાર છે. દેશમાં મંદી અને બેરોજગારી છે ત્યારે આવા ખર્ચાળ યુદ્ધમાં સામેલ ન થવું જોઈએ તેવો પ્રજામત છે.

નિશ્ચિત દિવસ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે નિશ્ચિત દિવસે જ થાય છે, જે ૧૮૪૫થી નવેમ્બરમાં પ્રથમ સોમવાર પછી પ્રથમ મંગળવાર યોજાય છે. જે ત્યાંની સમયબદ્ધતા દર્શાવે છે. આ વખતે ૫ નવેમ્બરે ચૂંટણી યોજાશે.

લાયકાત

અમેરિકાના બંધારણની જોગવાઈ અનુસાર પ્રમુખ તરીકે ચૂંટણી લડનાર વ્યક્તિ યુનાઈટેડ સ્ટેટ્સનો જન્મેલો નાગરિક હોવો જોઈએ, વય ઓછામાં ઓછી ૩૫ વર્ષની જોઈએ અને ૧૪ વર્ષથી યુનાઈટેડ સ્ટેટ્સનો રહેવાસી હોવો જોઈએ. ઉમેદવાર ૩૫ વર્ષનો થાય અથવા ૧૪ વર્ષનું રહેઠાણ પૂરું કરે તે પહેલાં પ્રચાર ઝુંબેશ ચલાવવાનું શરૂ કરી શકે છે, પરંતુ નિમણૂકના દિવસ સુધીમાં વય અને રહેઠાણની આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે. પ્રમુખ બે ટર્મથી વધુ સમય માટે ચૂંટાઈ શકતા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ જોન ટ્રમ્પનો જન્મ જૂન ૧૪, ૧૯૪૬ ના થયો હતો. તે  એક અમેરિકન રાજકારણી, મીડિયા વ્યક્તિત્વ અને ઉદ્યોગપતિ છે જેમણે ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી યુનાઇટેડ સ્ટેટ્સના ૪૫મા પ્રમુખ તરીકે સેવા આપી હતી.

પિતાએ તેમને ૧૯૭૧માં કૌટુંબિક રિયલ એસ્ટેટ બિઝનેસના પ્રમુખ બનાવ્યા. ટ્રમ્પે કંપનીનું નામ બદલીને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન રાખ્યું અને કંપનીને ગગનચુંબી ઈમારતો, હોટેલ્સ, કેસિનો અને ગોલ્ફ કોર્સના નિર્માણ અને નવીનીકરણ તરફ આગળ વધારી. ૧૯૯૦ના દાયકાના અંતમાં શ્રેણીબદ્ધ વ્યાપારી નિષ્ફળતાઓ પછી, તેણે નવા સાહસો શરૂ કર્યા. તેણે રિયાલિટી ટેલિવિઝન શ્રેણી ધ એપ્રેન્ટિસનું સહ-નિર્માણ કર્યું અને હોસ્ટ કર્યું. ટ્રમ્પ અથવા તેની કંપનીઓ અમેરિકામાં ૪ હજારથી વધુથી વધુ કાનૂની કાર્યવાહીમાં વાદી અથવા પ્રતિવાદી છે, જેમાં ૬ વ્યવસાયિક નાદારીનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પે ૨૦૧૭ માં પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન સામે રિપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. મુલરની વિશેષ સલાહકાર તપાસમાં નક્કી થયું હતું કે રશિયાએ ટ્રમ્પની તરફેણ કરવા ૨૦૧૭ની ચૂંટણીમાં દખલ કરી હતી. ઝુંબેશ દરમિયાન, તેમની રાજકીય હોદ્દાઓને લોકવાદી, સંરક્ષણવાદી અને રાષ્ટ્રવાદી તરીકે વર્ણવવામાં આવી હતી. તેમની ચૂંટણી અને નીતિઓએ અસંખ્ય વિરોધને વેગ આપ્યો. અગાઉ લશ્કરી અથવા સરકારી અનુભવ વિનાના તેઓ એકમાત્ર યુએસ પ્રમુખ હતા. ટ્રમ્પે ષડયંત્ર સિદ્ધાંતોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમની ઝુંબેશ અને પ્રમુખપદ દરમિયાન ઘણાં ખોટા અને ભ્રામક નિવેદનો કર્યા હતા.

કમલા હેરીસ

કમલા દેવી હેરીસનો જન્મ ઓક્ટોબર ૨૦, ૧૯૬૪ ના થયો હતો. તે એક અમેરિકન રાજકારણી અને એટર્ની છે જે ૨૦૨૧થી યુનાઇટેડ સ્ટેટ્સના ૪૯માં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન હેઠળ સેવા આપે છે. હેરિસ વર્તમાન ચૂંટણીમાં રાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. આફ્રો-જમૈકન અને તમિલ ભારતીય વંશની મહિલા (માતા શ્યામલા ગોપાલન) તરીકે, તે ઉપરાષ્ટ્રપતિ, કેલિફોર્નિયાના એટર્ની જનરલ અને સાનફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ એટર્નીની દરેક ઓફિસો સંભાળનાર પ્રથમ મહિલા, પ્રથમ બ્લેક અમેરિકન અને પ્રથમ એશિયન અમેરિકન છે. વધુમાં, ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી તેણીએ યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટમાં કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ કર્યું. યુ.એસ.ના રાજકીય ઈતિહાસમાં તે સર્વોચ્ચ ક્રમાંકિત મહિલા અધિકારી છે.

નામાંકિત

અમેરિકન ઇતિહાસમાં કેટલાક પ્રમુખો નામાંકિત રહ્યા અને સમગ્ર દુનિયામાં તેની નોંધ લેવામાં આવી. પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન તેમાં એક છે. ત્યાર બાદ ૧૬માં પ્રમુખ અબ્રાહમ લિંકન, ૩૨મા પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, ૩૫મા પ્રમુખ જોહ્ન એફ. કેનેડી, ૩૭મા પ્રમુખ રિચાર્ડ નિક્સન, ૪૦માં પ્રમુખ રોનાલ્ડ રેગન, ૪૧મા પ્રમુખ જ્યોર્જ બુશ, ૪૨મા પ્રમુખ બિલ ક્લિન્ટન, ૪૪મા પ્રમુખ બરાક ઓબામા નોંધનીય છે.

આ નેતાઓએ અમેરિકા અને દુનિયામાં પોતાની હાજરી પુરાવી. અમેરિકામાં પ્રમુખ બદલે, સત્તાધારી પક્ષ બદલે, પરંતુ અમેરિકા ફર્સ્ટનો નારો બદલતો નથી. અમેરિકા આર્થિક અને સામાજિક મહાસત્તા છે અને રહેશે. આજે દુનિયામાં તેના ચલણ ડોલરની આણ પ્રવર્તે છે.

શક્યતા

અમેરિકામાં વર્તમાન સમયમાં બે મોટા પરિબળ કામ કરે છે. (૧) અમેરિકામાં કમલા હેરિસ કરતાં ટ્રમ્પ હરિફાઈમાં આગળ છે કારણ કે ત્યાંનું મીડિયા અને ઉદ્યોગ ટ્રમ્પની તરફેણ કરે છે. ટ્રમ્પ તરંગી છે, પરંતુ બેરોજગારી અને મંદી નાથવા માટે તેમણે તેમના કાર્યકાળમાં સારું કામ કર્યું હતું. ચીન સામે તે ટક્કર લેવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ વર્તમાન પ્રમુખ જો બાઈડેનના સમયગાળામાં અમેરિકા નબળું પડ્યું હોવાનો મત છે. યુક્રેન અને ઇઝરાઈલ યુદ્ધને નિર્ણાયક મદદ કરી શક્યા નથી. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કમલા હેરીસ મહિલા હોવાથી પણ જીતની શક્યતા ઘટી જાય છે. અમેરિકામાં પ્રમુખ તરીકે મહિલાના જીતની તકો ઓછી રહે છે.

વર્તમાન પ્રમુખ જો બાઈડન મોટી વયને કારણે વારંવાર વિવાદોમાં સપડાયા છે. તેમની યાદશક્તિ નબળી પડી છે. આમ છતાં હોદ્દા ઉપર ચીટકી રહ્યા છે. પક્ષના અનેક લોકોએ મનાવ્યા પછી ફરી ઉમેદવારી નોંધાવી નથી. તે વ્યક્તિગત રીતે તો બીજી ટર્મ માટે પણ ચૂંટણી લડવા ઇચ્છતા હતા.

મતદારો અને પક્ષો

અમેરિકામાં ૨૧૫ મિલિયનથી વધુ નોંધાયેલા મતદારો છે. ત્યાં રાજ્યવાર મતદાન ગણવામાં આવે છે. ભારતમાં લોકસભામાં દેશ માટે મતદાન કરવામાં આવે છે તેવી પદ્ધતિ નથી. ત્યાં ઇલેક્ટરોલ વોટ ગણવામાં આવે છે. ભારતમાં જે પક્ષને બહુમતી મળે તેના ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાન નક્કી કરે, જ્યારે અમેરિકામાં પ્રમુખે જાતે નામજોગ ચૂંટાવું પડે છે. અમેરિકામાં લોકશાહી હોવા છતાં બે જ રાજકીય પક્ષો માન્ય છે. (૧) રિપબ્લિકન અને (૨) ડેમોક્રેટ. આ દેશ આધુનિક અને સદ્ધર હોવા છતાં ઇવીએમને બદલે મતદાન માટે કાગળના મતપત્રોનો ઉપયોગ કરે છે. નવા ચૂંટાયેલા પ્રમુખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ માં સત્તાના સૂત્રો સંભાળશે અને ચાર વર્ષ માટે હોદ્દા ઉપર રહેશે.

આ ચૂંટણી અમેરિકાના ૫૦ રાજ્યમાં યોજાઈ રહી છે.  ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ૫૩૮ માંથી ઓછામાં ઓછા ૨૭૦ ઈલેક્ટોરલ કૉલેજ મત જીતવા માટે જરૂરી છે.

ભારતની જેમ અમેરિકામાં ચૂંટણી સમયે રોડ શો થતા નથી, જંગી જાહેરસભાઓ યોજાતી નથી. આપણાં જેવી ઉત્કંઠા કે ઉશ્કેરાટ પણ જોવા નથી મળતો. એક પીઢ રાષ્ટ્રની જેમ તે પ્રમુખ પસંદગીમાં પણ ધીર ગંભીર રહે છે. જો કે ટ્રમ્પના રાજકારણમાં પ્રવેશ પછી ઘણાં નાટકીય વળાંકો અને ઘટનાઓ આવી છે. આ વખતે ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલાનો ભય વધી ગયો છે. તેના ઉપર ગોળીબારની ઘટના પણ બની હતી. ત્યાં કોઈ પણ ઘટના કે દુર્ઘટનાને રાજકીય રંગ આપવામાં આવતો નથી.  'નોબત'ના વાચકો અને ચાહકો વતી અપેક્ષા રાખીએ કે અમેરિકાને આ વખતે મહિલા પ્રમુખ મળે. અમેરિકા આધુનિકની સાથે સાથે બહુ રૂઢિચુસ્ત દેશ છે, પોતાના સામાજિક વિચારો ઝડપથી બદલાતા નથી.

'નોબત'ના વાચકો અને ચાહકોને દિવાળી પર્વની હાર્દિક શુભકામના અને આગામી વર્ષ સુખમય નિવડે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ યુદ્ધમય રહેવાથી શાંતિના પારેવાં લોહીલુહાણ થઈ ગયા!

રશિયા અને ઇઝરાઈલ જંગે ચઢવાથી દુનિયામાં અશાંતિનો માહોલઃ ગાઝા, લેબેનોન અને યુક્રેનમાં વહેતી લોહીની નદી

આપણા માટે વર્તમાન વર્ષની કોઈ મોટા આનંદ પ્રમોદના વર્ષ તરીકે માનવતાની તવારીખમાં નોંધ લેવામાં આવશે નહીં. નબળા દેશોનું મોટા અને માથાભારે દેશો શોષણ કરી રહ્યાં છે. દુનિયાના અડધા દેશો દેવાના ડુંગર હેઠળ કચડાઈ રહ્યાં છે. અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન જેવા માલેતુજાર  દેશો ગરીબો પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરે છે. જે નબળા દેશો કાબુમાં નથી રહેતા ત્યાં રાજકીય, સામાજિક, આર્થિક કે લશ્કરી અશાંતિ ઊભી કરે છે. સરવાળે પીડા તો નાના અને મજબૂર લોકોએ જ ભોગવવી પડે છે.

રશિયા જેવી મહાસત્તા અને પુતિન જેવા ખુંખાર નેતા ગુજરાત કરતાં નાના દેશ યુક્રેન સામે તલવાર વીંઝી રહ્યા છે. યુક્રેનમાં અમેરિકા પોતાના હિતો સાચવવા માટે હજારો લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યું છે. અમેરિકા અને  અફઘાનિસ્તાન યુદ્ધનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. ભારત પણ વારંવાર આ બ્લડ બાથનો અનુભવ કરી ચૂક્યું છે. હવે માનવજાતે નવેસરથી વિચારવાની જરૂર છે. બળિયાના બે ભાગનો ન્યાય ભૂલવાની જરૂર છે. પરંતુ અફસોસ, આપણે ઇતિહાસમાંથી કશું શીખવા માંગતા જ નથી. ભગવાન બુદ્ધને લોકો ભૂલી ગયા છે. તે શાંતિના પહેલા બ્રાન્ડ એમ્બેસેડર હતા. મહાત્મા ગાંધી પણ અહિંસાના હિમાયતી હતા. પોતાની રક્ષા કરવી તે દરેક જીવનો અધિકાર છે. બીજા ઉપર હુમલો કરવાની સત્તા કોઈએ આપી નથી.

રામના સમયમાં પણ રાવણ હતો અને કૃષ્ણના સમયમાં પણ કંસ હતો. તો, આજે તો કલયુગ છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ચલણમાં છે, આમ છતાં તેના હિમાયતી ઘણાં લોકો છે. જ્યારે ધૂતરાષ્ટ્ર અંધ બને છે ત્યારે મહાભારત થાય છે. ગાંધારી આંખે પાટા બાંધે છે ત્યારે પરિવાર બેફામ બને છે. સીતા જ્યારે સોનેરી હરણ પાછળ દોડે તો જ રાવણ પ્રવેશ કરી શકે છે! પાંડવોએ જુગારના ખેલથી દૂર રહેવું જોઈએ. પરંતુ સમય ભાન ભુલાવે છે. કોઈ યુદ્ધથી વિકાસ થયો નથી, વિનાશ જ થયો છે.  મંથરા અને કૈકઈને આપણે રોલ મોડલ નથી બનાવતા. બાળકોના નામ પણ કંસ, રાવણ, મંથરા નથી રાખતા, તો પછી વિચારો કેમ કંસ અને મંથરા જેવા રાખીએ છીએ?  લડાઈ એ ઉકેલ નથી, શસ્ત્ર પોતાની સલામતિ માટે રાખી શકાય, પરંતુ હુમલા માટે નહીં!

યુદ્ધ

ઇતિહાસ જોતાં જણાશે કે, યુદ્ધથી જીત થતી નથી, માત્ર વિનાશ જ થાય છે. મહાભાતનું યુદ્ધ ૧૦૦ કૌરવો પણ જીતી શક્યા નહોતા! રાવણ પણ વાનર સેના સામે વામન થઈ ગયો હતો. બ્રિટિશરો પણ ગાંધીજી સેના સામે લાચાર હતા. વિશ્વના ત્રણ મહાશક્તિશાળી દેશો, અમેરિકા, રશિયા અને બ્રિટન છેલ્લા પાંચ દાયકામાં એક પણ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી શક્યા નથી. રશિયા એ અફઘાનિસ્તાનમાં લડાઈ કરી અને શરમજનક રીતે ભાગવું પડયું! આ યુદ્ધ પછી રશિયા ભાંગી પડ્યું અને મહાસત્તાનો હોદ્દો છીનવાય ગયો. રશિયા અફઘાનિસ્તાનમાં જીતી એશિયામાં ઘૂસવા માંગતુ હતું, પરંતુ પોતે જ ખોવાઈ ગયું! તેની અર્થવ્યવસ્થા પડી ભાંગી. પરંતુ જેનો સ્વભાવ જ લડવાનો હોય તેને કોણ સુધારી શકે? હવે તે યુક્રેન સામે જંગે ચડ્યું છે. બે વર્ષમાં તો હજુ કાઈ ઉકાળી શક્યું નથી! તેને હંમેશાં અમેરિકાથી મોટા થવાનો મોહ છે.

રશિયા મૂળભૂત રીતે ખનિજો અને પ્રવાસન સ્થળોથી ભરપૂર દેશ છે. તે  વિશ્વનો બીજા નંબરનો ઓઇલ ઉત્પાદક દેશ છે. અનાજ અને દવા બાબતે આત્મનિર્ભર દેશ છે. ટૂંકમાં તે સમૃદ્ધ દેશ છે, પરંતુ યુદ્ધના ચાળે ચડી બરબાદ  થઈ રહ્યો છે. હિમાચ્છાદિત પ્રદેશો અને વૉડકા માટે પ્રસિદ્ધ છે. બરફના ઘર ઇગલું માત્ર આ દેશમાં જ માણી શકાય. રશિયા સામ્યવાદી દેશ છે. ચીન પણ સામ્યવાદને માને છે, પરંતુ બન્ને સામ્યવાદી દેશને હુંફાળા નહીં પરંતુ સ્વાર્થના સંબંધો છે. ચીન પણ આ દેશમાં પોતાનો માલ વેંચવામાં હજુ સફળ નથી થયું. યુક્રેન સાથે લડાઈ પછી તે થોડું ચીન પ્રત્યે નરમ પડયું છે. રાશિયાનો પ્રથમ દુશ્મન અમેરિકા છે. મૂડીવાદી અમેરિકા જગત જમાદાર તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ તેની જમાદારી હજુ બહુ જામતી નથી. અમેરિકાના  વડપણ હેઠળના 'નાટો' સંગઠનમાં જોડાવાની યુક્રેનની દાનત જ યુદ્ધનું કારણ બની છે. કારણ કે આ સંગઠનમાં યુક્રેન જોડાય તો અમેરિકાની સેના કાયમ માટે રશિયાની સરહદ ઉપર ગોઠવાય જાય તે રાશિયાને પસંદ નથી.

પરિણામ

ધરતી ઉપર ખેલાયેલા તમામ યુદ્ધોના પરિણામો વિપરીત રહ્યા છે. અમેરિકા દુનિયામાં સુપર પાવર તરીકે ઓળખાય છે, પરંતુ હજુ સુધી કોઈ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી શક્યું નથી. રશિયા પણ અફઘાનિસ્તાન પછી હવે યુક્રેનમાં ભરાઈ પડ્યું છે. અમેરિકા આર્થિક રીતે પગભર છે, ટેકનોલોજી પણ  સારી છે, પરંતુ તેને દુનિયા ઉપર રાજ કરવું છે, તેમાં રશિયા અને ચીન નડે છે. તેથી વારંવાર આ બન્ને દેશોને ભીડવવા ખેલ કરે છે. યુક્રેન યુદ્ધ પણ તેના દિમાગની ઉપજ છે. અમેરિકા શકુની જેવું લુચ્ચું છે. રાવણ પાસે જેમ સોનાની  લંકા હતી તેમ અમેરિકા પણ સોનાની લંકા છે. તે અફઘાનિસ્તાનમાં બે દાયકા સુધી લડયું, અને કોઈ પરિણામ વગર પાછું ફર્યું! અમેરીકાએ અફઘાનિસ્તાનમાં લડવા ઉપર એટલો જંગી ખર્ચ કર્યો કે, તે રકમમાંથી આફ્રિકા, ઇથોપિયા, લિબિયા, ઘાના, જેવા ભૂખમરાથી પીડાતા દેશોના તમામ લોકોને આખી જિંદગી કાજુ, બદામ ખવડાવી શકાય! પરંતુ તેને લડવાનો શોખ છે, અને  આખી દુનિયામાં યુદ્ધ કરે છે અથવા કરાવે છે.! અમેરિકા સામે શીંગડા ભરાવવા યુરોપના દેશોએ યુરો નામનું ચલણ ડોલર સામે અમલમાં મૂક્યું હતું. પરંતુ અમરિકાની દાદાગીરીને કારણે યુરો ડૂબી ગયો. સિરીયા, ઈરાક, ઈરાન, અફગાનિસ્તાન, પેલિસ્તાઈન સહિત ૭૫% દુનિયામાં અમેરિકાએ ખાંડાં ખખડાવ્યા છે. અને હજુ યુક્રેનમાં યુદ્ધ જોઈને તેને મજા આવે છે. અમેરિકાને કાયમ ચીનને પાડી દેવાના સપના આવે છે. પરંતુ મેળ પડતો નથી.

પીડા

તમામ સંઘર્ષોમાં પીડા સામાન્ય લોકોના ભાગે જ આવે છે. લેબેનોન, ગાઝા, યુક્રેનમાં મધ્યમ અને ગરીબ વર્ગ તબાહ થઈ ગયો. ધનિકો તો દેશ છોડી ભાગી ગયા છે.

ચીન પ્રોક્સી વોર ખેલી રહ્યું છે. હજુ સુધી એકપણ યુદ્ધ લડવાનો અનુભવ નથી. તે માત્ર વ્યાપાર યુદ્ધ જ લડે છે. તે પોતાના ધંધામાં જ વ્યસ્ત છે. આખી દુનિયામાં સસ્તો માલ વહેંચી કમાણી કરે છે. ચીન આર્થિક મહાસત્તા છે.  વિશ્વની બીજા નંબરની સૈન્ય સત્તા છે. હોંગકોંગ અને તાઈવાન મામલે તેને પણ લાલચ છે. પરતું દ્રાક્ષ ખાટી છે! અમેરિકામાં મેડિકલ દવાના પ્રથમ પરીક્ષણો વાંદરાઓ ઉપર કરવામાં આવે છે. આ વાંદરા અમેરિકાને ચીન પૂરા પાડે છે. ભારતમાં બનતી દવાઓનો ૭૫% કાચો માલ ચીનથી આવે છે. ઇલેક્ટ્રોનિક માલસામાનમાં પણ ભારત ચીન ઉપર નિર્ભર છે. ગાવલાન ઘાટીમાં ચીન સાથે અથડામણ થતાં ભારતમાં ચીની માલના બહિષ્કાર માટે ઝુંબેશ ચાલી હતી, પરંતુ થોડા સમયમાં તે પડી ભાંગી હતી. કોઈને પણ યુદ્ધ  પાલવે તેમ નથી. લડાઈ એ હવે મૂર્ખાઓનો શોખ છે! અને મહામૂર્ખ લોકો તે શરૂ કરે છે.

હવે યુદ્ધ એ જ કલ્યાણ નથી. વાણિયો વેપાર કરે, લડાઈ ના કરે! મહાભારતથી લઈ યુક્રેન સુધીના યુદ્ધના પરિણામો જોતાં જણાશે કે, બરબાદી સિવાય કાંઈ નથી! અફઘાનિસ્તાન ક્યારે પગભર બનશે તે નક્કી નથી. જોકે  બીજી તરફ અમેરિકા, રશિયા અને ચીન નાના દેશોને પોતાના ખંડિયા દેશ બનાવવા માંગે છે. તે પરિસ્થિતિ પણ ખોટી છે. યુક્રેન જો અમેરિકા સાથે જોડાય તો રશિયા માટે ખતરો બને, આમ રશિયાના આક્રમણને પણ તદ્દન ખોટું ના કહી શકાય! કાશ્મીર પણ માથાનો દુખાવો છે. તે ભૌગોલિક કરતાં રાજકીય રીતે બગાડેલો કેશ છે. જોકે, ભારત અને પાકિસ્તાન બન્ને પૂર્ણ કક્ષાના યુદ્ધથી દૂર રહે છે, તે બંનેનાં લાભમાં છે.

શાંતિ

વિશ્વમાં શાંતિદૂતો અલોપ છે. શાંતિની અપીલો કોઈ સાંભળતું નથી અને માનતું પણ નથી. આપણાં વડાપ્રધાન રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોમાં મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ દાળ ગળતી નથી. શાંતિના પારેવા  લોહીથી લથબથ તરફડે છે.

શાંતિ માટેના મુખ્ય પરિબળોમાં સૂચારૂ વ્યવસ્થા, રોજગારી, શાંતિ અને રાજકીય સ્થિરતા મહત્ત્વના છે. દુનિયામાં આ તમામ પરિબળો નબળા પડી રહ્યાં છે. રાજકીય અસ્થિરતા, બેકારી, મોંઘવારી, ભૂખમરો વ્યાપી રહ્યો છે. દુનિયાના અડધાથી વધુ દેશો કંગાળિયતની કગાર ઉપર છે. જ્યાં તેના જી.ડી.પી. કરતાં દેવાનું પ્રમાણ વધુ છે. ભારતના પડોસી દેશો જ આનું ઉત્તમ ઉદાહરણ છે. લાખો લોકો સુખની શોધમાં અમેરિકા, બ્રિટનમાં ગેરકાયદે  ઘૂસવા માંગે છે. આફ્રિકા, બાંગલાદેશ, યુક્રેન, ગાઝા જેવા અનેક વિસ્તારોમાંથી મોટા પાયે હિજરત થઈ રહી છે. ૨૦૮૦ નું વર્ષ અસુખનું વર્ષ ગણી શકાય.

દુનિયામાં જેટલા પણ સંઘર્ષો ચાલે છે તે શાંતિ માટે ચાલે છે તે પણ બહુ કરુણાજનક છે. અનાજના ગોદામો કરતાં શસ્ત્રોના ગોદામો મોટાં અને વ્યાપક થઈ રહ્યાં છે. ભારતીયો પણ કેનેડા, અમેરિકા, બ્રિટન તરફ વધુ આકર્ષણ  ધરાવે છે. ભારત પણ વસ્તી વધારાથી ખદબદતો દેશ બની રહ્યો છે. ભારતમાં શાંતિના પારેવા પરેશાન છે.

યુદ્ધ કે સંઘર્ષ કોઈના હિતમાં નથી. દુનિયામાં શાંતિ સ્થાપવા માટે એક નહીં અનેક ફરીસ્તાઓની જરૂર છે. વ્યક્તિ, સમાજ કે દેશ.. યુદ્ધ કોઈના લાભમાં નથી!

'નોબત'ના વાચકો અને ચાહકો શાંતિના માર્ગ ઉપર ચાલે અને અશાંતિ સર્જાતાં તત્ત્વોને જાકારો આપે તેવી અભ્યર્થના. આગામી વિક્રમ સંવત ૨૦૮૧ ના વર્ષમાં સંપ અને સુલેહનું વાતાવરણ રહે તેવી પ્રભુને પ્રાર્થના.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાવણ કરતાં તેના ભાઈ, બહેન અને રોટલીયાઓનો વધુ ત્રાસ હતોઃ રાવણ, કૌરવો, મંથરા અને શકુની હવે આપણાં વિચારોમાં જીવે છે!

કળયુગમાં અત્ર, તત્ર, સર્વત્ર વ્યાપક રાવણને ક્યાં, ક્યારે અને કેવી રીતે મારશો?

દશેરાના દિવસે રાવણ મળશે, તો મારશોને..

કળયુગમાં રાવણના પૂતળાં બાળીને જ સંતોષ માનવો પડે છે! સતયુગમાં તો રાવણને ઓળખી શકાયો હતો, લંકામાં રહેતો હતો, રાક્ષસ કુળનો હતો, સીતા માતાનું હરણ કર્યું હતું, બહુબલી હતો, દસ માથાં હતા.. વગેરે વગેરે. સાદી ભાષામાં કહોતો, જ્યાં સુધી તેણે સિતાનું અપહરણ નહોતું કર્યું ત્યાં સુધી તે ઓઝલમાં હતો. સંસારના નેપથ્યમાં જીવતો હતો. ઋષિમુનિઓને પરેશાન કરતો હતો. રાવણ કરતાં તેના રોટલીયાઓનો વધુ ત્રાસ હતો. રાવણના  બહેન-ભાઈ પણ હાહાકાર મચાવતા હતાં. રાવણનો ભાઈ શહસ્ત્ર મુખ રાવણ તો રાવણના મોત બાદ પણ રામને નડતો હતો. તેને તેની બહેન સુપર્ણખાં સતત ઉશ્કેરતી હતી. ભાઈ- બહેનના દૂષ્પ્રચારને કારણે રામે સગર્ભા પત્ની સીતાને વનમાં મોકલી દીધી હતી. નારાયણ સ્વરૂપ રામને જો ઢગલાબંધ  તકલીફોનો સામનો કરવો પડ્યો હોય તો, વિચારો કે, મારા તમારા જેવા સામાન્ય લોકોના કેવા કેવા બેહાલ થતા હશે?

ભગવાન શ્રીકૃષ્ણે સંભવામી યુગે યુગેનું વચન આપ્યું, પાળ્યું કે નહીં તે ખબર નથી, પરંતુ રાવણ હજુ ધરતી ઉપર અડીખમ છે કારણ કે ૨૧મી સદીમાં વૃત્તિના રાક્ષસો બેફામ બન્યા છે.

બહુરૂપી

રાક્ષસો માયાવી હોય છે, વારંવાર સ્વરૂપ બદલી શકે છે. જેવી જરૂર પડે તેવો વેશ ધારણ કરી શકે છે. છળ કપટમાં માહીર હોય છે. સીતા માતાના હરણ સમયે રાવણ સાધુ બન્યો અને મારીચ સોનેરી મૃગ બન્યો હતો! રામને  પણ મોહાંધ કરી શક્યો હતો. ભગવાન શિવને પણ ખુશ કર્યા હતા. નવગ્રહો તેના દાસ હતા. રાવણના પુત્રએ દેવોના દેવ ઇન્દ્રને પરાજિત કરી દીધા હતા. વિશ્વકર્માએ દેવો માટે બનાવેલી સોનાની લંકા રાવણે પચાવી પાડી હતી.  આકાશ, ધરતી અને પાતાળમાં તેનું, તેના પરિવારનું અને મળતીયાયોનું એકચક્રી શાસન હતું.

આપણે તેની બહુ કથા કરવી નથી. પરંતુ એટલું તો યાદ રાખવું જ પડશે કે, રાવણ અભિ મરા નહીં, ઓર કભી મરેગા ભી નહીં!

૨૦૨૧

આવતીકાલે વિજયાદશમી છે. પરંપરાગત રીતે દરેક ગામ, શહેરોમાં રાવણ દહન કરવામાં આવશે. મનના અને વિચારોના રાવણને મારો જેવા ઢગલાબંધ સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતા રહેશે. સાચી વાત છે, સાચા  રાવણને મારી શકવાની આપણી નૈતિક કે શારીરિક તાકાત કે હિંમત બચી નથી. ત્યારે એક રાવણ હતો, આજે કરોડો, અબજો રાવણ ભટકી રહ્યાં છે. નિશ્ચિત સ્વરૂપ કે દેખાવ નથી, કે તેને ઓળખી શકીએ. દશેરાના દિવસે કયા  રાવણને મારશો? કેટલાં રાક્ષસોને મારશો? જ્યાં સુધી જીવ છે, ત્યાં સુધી રાવણનું અસ્તિત્વ છે. હવનમાં હાડકાં નાખવાવાળા વધી રહ્યાં છે. ચોરી, ચપાટી, લૂંટ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર, દેખાદેખી, ભેળસેળ, કાળાબજાર, ખૂન જેવી અધમ પ્રવૃત્તિઓ કરનાર બધા વર્તમાનમાં રાવણ જ છે. વર્તમાન રામાયણ લખવા માટે વેદવ્યાસ પણ ટૂંકા પડે તેમ છે. શું લખે? કેવું લખે? કેટલું લખે? કોના વિશે લખે? ક્યારે લખે? એક રાવણ હતો માટે લખી શકાયું,  લાખો કરોડો નરાધમોની અટપટી માયાજાળ તો શબ્દોમાં કેમ વ્યક્ત કરવી?

રામ તો નારાયણ અવતાર હતા છતાં તે છળ કપટમાં અટવાઈ જતા હતા, રામ સાથે બનતી ઘટનાઓ બાબતે કૈલાશમાં પાર્વતી માતા વારંવાર શિવજી સમક્ષ મુંઝવણ રજૂ કરતાં હતા, દરેક સમસ્યાના જવાબમાં ભગવાન શિવજી કહેતા હતા કે, દેવી, નારાયણે માનવ અવતાર લીધો છે એટલે મુશ્કેલીઓ તો રહેશે જ. ભગવાન રામ પણ ધરતી ઉપર અનેક સમસ્યાઓ, કુટિલતા, સ્વાર્થ, લાગણીઓનો ભોગ બન્યા જ હતા. મર્યાદા પુરૂષોત્તમના લેબલને કારણે પારિવારિક વિટંબણાઓ પણ ભોગવી. રામની સાથે હનુમાન અને વિભીષણ ન હોત તો લંકા વિજય કપરો હોત!

હું, તમે અને આપણે તો નારાયણ અવતાર નથી, મર્યાદા પુરષોત્તમ નથી, દૈવી શક્તિઓ નથી, હનુમાન અને વિભીષણ ક્યાં છે તે ખબર નથી.. તો રાવણ વધ કે લંકા વિજય કેવી રીતે, ક્યારે મળશે તે નિશ્ચિત નથી.

ઉપાય

રાવણ વૃત્તિને નાથવાના અનેક ઉપાયો છે. અશક્ય નથી પરંતુ દુષ્કર જરૂર છે. પ્રથમ સમસ્યા એ છે કે, વર્તમાન સમયમાં રાવણને ઓળખવો કેવી રીતે? કયા કર્મોને આધારે રાવણ છે તે નક્કી કરવું? રાવણ નક્કી કરવાના માપદંડો  શું? કયા માપદંડોને વ્યાજબી ગણવા? લૈલા મજનૂ ફિલ્મમાં લતા મંગેશકરનું ગીત હતું કે, જિસને પાપ ના કિયા હો, વહ પહેલા પથ્થર મારે. આપણામાં નાની, મોટી લોભ, લાલસા, ગંદકી ભરી પડી છે, જે આપણી પોતાની જાતને જ નાનો મોટો રાવણ બનાવવા પૂરતી કાફી છે. જ્યાં સુધી જાતે મર્યાદા પુરુષોત્તમ નહીં બનીએ, ત્યાં સુધી રાવણ ઉપર અમોઘ શસ્ત્ર છોડવાનો અધિકાર નથી.

કુટિલતા, સ્વાર્થ, લોભ, ચોરી, લૂંટ, અનૈતિકતા છોડવી પડશે. જો કે, રાવણ પણ મૃત્ય પર્યંત આ બધું છોડી નહોતો શક્યો. માણસ મરે છે, ત્યાં સુધી વૃત્તિ છૂટતી નથી.

પ્રાચીન સમયથી સજ્જનો વીંધતા રહ્યાં છે. ગાંધીજીને ગોળીથી હણી નાખવામાં આવ્યા, ઈશુને શૂળી ઉપર ચઢાવી દેવામાં આવ્યા, ઈન્દિરાજીને પણ અપમૃત્યુ મળ્યું, સોક્રટીસને પણ હળાહળ ઝેર આપવામાં આવ્યું હતું, ભીષ્મ પણ બાણ શૈયા ઉપર પીડા ભોગવી મૃત્યુને પામ્યા હતા. દ્રોપદીના   વસ્ત્રોનું ભરી સભામાં હરણ કરવામાં આવ્યું હતું. જે જે જીવો નબળા પડ્યા તેમને માથાભારે માણસો દ્વારા પોતાના હિતો માટે અપમાનિત કરવામાં આવ્યા અથવા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા!

રાવણ વૃત્તિને નાથવાનો સાદો અને સરળ ઉપાય એ જ છે કે, આપણે આસુરી કામોમાં ભાગીદાર ન બનવું.

રાવણ

રાવણ એક બૌદ્ધિક અને શૂરવીર વ્યક્તિ હતો. મારા અભ્યાસ મુજબ એ સમયમાં કદાચ તે જ્ઞાન અને બળમાં શિરમોર હતો. માત્ર તેની વૃત્તિ એ જ તેને બદનામ કરી દીધો. રાવણમાં પણ અનેક ગુણો હતા. રાવણ, સારસ્વત  બ્રાહ્મણ મહર્ષિ પુલસ્ત્ય ઋષિના પૌત્ર અને વિશ્રવનો પુત્ર, ભગવાન શિવનો મહાન ભક્ત, પ્રખર રાજનેતા, મહાન અને પરાક્રમી યોદ્ધા, અત્યંત શક્તિશાળી, શાસ્ત્રોનો નિષ્ણાત, મહાન વિદ્વાન હતો. રાવણના શાસન દરમિયાન લંકાનો મહિમા ચરમસીમાએ હતો અને તેણે પોતાના મહેલને  સંપૂર્ણ રીતે સોનેરી અને ચાંદીનો બનાવી દીધો હતો, તેથી તેના લંકા શહેરને સુવર્ણ લંકા અથવા સોનાનું શહેર પણ કહેવામાં આવે છે. રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે મંદોદરીનો જન્મ મધ્ય  પ્રદેશના મંદસૌર જિલ્લામાં થયો હતો. ત્યાં મહારાજા રાવણજીની આજે પણ પૂજા થાય છે અને રાવણની ચાવરી ત્યાં જ છે, જ્યાં રાવણના લગ્ન થયા હતા. રાવણના ત્રણ ભાઈઓ હતા જેઓ કુંભકર્ણ અને વિભીષણ હતા જો કે,  પરાશર સંહિતા અને અદ્ભુત રામાયણ અનુસાર, રાવણનો એક મોટો ભાઈ હતો જેનું નામ શતાનન રાવણ અથવા સહસ્ત્રાન હતું અને પરાશર સંહિતા અને અદ્ભુત રામાયણ અનુસાર, સહસ્ત્રાનને માતા સીતાએ ભદ્રકાલીના રૂપમાંના રૂપમાં માર્યો હતો.

બીજી માન્યતા અનુસાર રાવણના લગ્ન મય રાક્ષસની પુત્રીઓ સાથે થયા હતા. તેમના નામ મંદોદરી અને દમ્યામાલિની હતા. મંદોદરીથી તેને મેઘનાદ અને અક્ષયકુમાર નામના બે પુત્રો હતા અને દમ્યામાલિનીથી તેને અતિકાયા, ત્રિશારા, નરાંતક અને દેવંતક નામના ચાર પુત્રો હતા. તેમાંથી અક્ષયકુમાર, ત્રિશારા અને નરાંતકનો વધ ભગવાન શિવના અવતાર હનુમાનજીએ કર્યો હતો. નાગરાજ અનંતના અવતાર લક્ષ્મણજી દ્વારા મેઘનાદ અને અતિકાયાની હત્યા કરવામાં આવી હતી અને દેવંતકની હત્યા વાનર રાજા બાલીના શક્તિશાળી પુત્ર અંગદ દ્વારા કરવામાં આવી હતી, જે ઇન્દ્ર અને રિક્ષારાજના પૌત્ર હતા.

આજના સમયમાં માથાભારે અને ધનિક લોકો રોટલીયા રાખે છે. જે પોતાના બોસના હિતો સાચવે છે અને રક્ષા કરે છે. રાવણના રાજમા પણ આવા નાના-મોટા રોટલીયાઓ અસ્તિત્વ ધરાવતા હતા જેનો બહુ ત્રાસ હતો. સત્કાર્યોમાં વિઘ્ન નાખતા હતા. આજે પણ હવનમાં હાડકાં નાખવા લોકોક્તિ પ્રચલિત છે.

આસુરી વિચારો

આજે પણ રાવણ હજુ જીવે છે. માણસના મગજના એક ખૂણામાં આસુરી વિચારો ચાલતા જ રહે છે. રાવણને બદનામ કરનાર લોકો, રામનું જીવન જીવતા નથી. ચોરી, પરપીડન, ત્રાસવાદ, છેતરપિંડી, લૂંટ, બળજબરી આજે પણ વ્યાપક છે. આ બધા રાક્ષસના લક્ષણો છે. રાવણ તો કારણો સાથે યુદ્ધે ચડયો હતો, આપણે તો કારણ વગર, સ્વાર્થ, દેખાદેખી, લોભ, લાલચથી સજ્જનો સાથે યુદ્ધે ચડી ગયા છીએ. આપણાં અંદર વસતા રાવણને મારો, જે લગભગ અશક્ય છે. ભોળાને મૂર્ખ અને સજ્જનને નિર્બળ ગણવામાં આવે છે. અત્યારે પણ અત્યાચાર અને અશાંતિ વ્યાપક છે. રાવણ અને મંથરા બન્ને હાજરા હજુર છે. રામ તો શોધ્યા જડતા નથી! અહીં નિરાશાજનક વાતો કરવાનો જરા પણ ઇરાદો નથી. પરંતુ ક્યારેક, તમે એકલા બેસી, વિચારજો  કે, તમારા મગજમાં કેટલા કલુષિત વિચારો ભર્યા છે.

વિશ્વમાં ઠેર ઠેર યુદ્ધો વિનાશ વેરી રહ્યાં છે. નાના અને ક્ષુલ્લક કારણો માટે રશિયા, અમેરિકા, ઇઝરાઈલ યુદ્ધમય છે. તાલિબાનો અને હમાસ પણ કાળો કેર વાર્તાવે છે. કરુણતા એ બાબતની છે કે, દુનિયામાં બધા શાંતિ અને  વિકાસ માટે જંગે ચડયા છે!

રાવણના મર્યા પછી લંકાનું શું થયું? વિભીષણ લંકાપતિ બન્યા પછી શું? અમેરિકા અને રશિયાએ અફઘાનિસ્તાનમાં વિનાશ વેર્યા બાદ શું થયું? શાંતિ, વિકાસ મળ્યા? ગાઝાને ખેદાનમેદાન કર્યા પછી શું ઇઝરાયલ શાંતિથી જીવી શકશે? ભેળસેળ, ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટફાટ કર્યા પછી અમરત્ત્વ પ્રાપ્ત થશે?

આ બધા સવાલોના જવાબો ના છે. રાવણ વિચારો સ્વરૂપે અમર છે. રાવણ જ શું કામ? કૌરવો, શકુની, મંથરા અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે.

આગામી સમય અને નવા વર્ષમાં 'નોબત'ના વાચકોને સદવિચાર પ્રાપ્ત થાય, રામ અને ક્રૃષ્ણ જેવા ઉમદા વિચારોનો અમલ કરવાની શક્તિ પ્રાપ્ત થાય, અનિષ્ઠ સામે લડવાનું બળ મળે તેવી માતાજીને પ્રાર્થના.

-પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નવરાત્રિની ભક્તિમાં ધર્મલક્ષી કરતા અર્થલક્ષી મનોવૃત્તિમાં ચિંતાજનક વધારો!

નવરાત્રિ ઈંધણાથી શરૂ કરી ચાર ચાર બંગડીવાળી ગાડી સુધી પહોંચી ગયા છેઃ નફાખોરી નહીં પરંતુ પોષણક્ષમ નફો આવકાર્ય છે

ર્માં નાં નોરતાં ગરબે ઘૂમી રહ્યાં છે. ભક્તિનું સ્વરૂપ હવે ધરમૂળથી બદલી ગયું છે. ઘેર ગવાતા બેઠા ગરબા હવે ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. માતાજીની ભક્તિમાં વળી ટિકિટ, દૈનિક પાસ કે સિઝન પાસ કેવા? જે આવે તે રમે, ન રમે તે જોઈને માણે! કોલ્ડ પ્લેની ટિકિટ હોય તે સમજ્યા, પરંતુ આરાધ્ય માતાજી માટે પણ ટિકિટ બુક કરાવવી પડે તે જરા અજુગતું લાગે છે. ધાર્મિક મેળાવડાઓ મનોરંજન બને તે બહુ દુઃખદ છે. ઘણી જગ્યાઓએ નવરાત્રિના આયોજન સ્થળે માતાજીના ફોટા કરતાં નટ-નટીઓના મોટાં બેનરો જોવા મળે છે. કલાકારો આવે તે આવકાર્ય છે પરંતુ નટ નટીઓનો પ્રચાર ન કરવો જોઈએ. ભક્તિના કોઈ પણ સ્વરૂપમાં નફો ધ્યેય હોય તે કોઈ પણ રીતે ચલાવી ન શકાય. પોષણક્ષમ નફો આવકાર્ય છે પરંતુ નફાખોરી ન ચાલે. આપણે હવે જાગૃત થવાની જરૂર છે. ચાણક્યનું અર્થશાસ્ત્ર પણ ધાર્મિક કાર્યોમાંથી વકરાનું વિરોધી છે. ચાલો.. માનાં નોરતાને અર્થલક્ષીને બદલે ધર્મલક્ષી બનાવીએ.

ર્માં ના ગરબા ચારે દિશામાં ગુંજી રહ્યા છે. પ્રાચીન સમયમાં તો આસો સુદ એકમના દિવસે જ માતાજીનો નાદ ગુંજવા લાગે. હવે સમય બદલી ગયો છે. ૨૧ મી સદીમાં વેલકમ નવરાત્રિથી ગુડબાય નવરાત્રિ સરેરાશ એક મહિનો ચાલે છે. અમેરિકા, બ્રિટન જેવા વિદેશી સ્થળો ઉપરતો બહુ લાંબો ચાલે છે. ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી, અતુલ પુરોહિત, આદિત્ય ગઢવી જેવા મોટા કલાકારો નવરાત્રિ શરૂ થતાં ભારતમાં પરત આવી જાય છે.

નવરાત્રિ હવે અબજો રૂપિયાનું ટર્ન ઓવર કરતો તહેવાર બની ગયો છે. વિદેશમાં ગુજરાતી કલાકારો અને ખેલૈયાઓ બે માસથી ધૂમ મચાવી રહ્યા છે. નવરાત્રિના કલાકારો અને આયોજનો પણ કોર્પોરેટ બની ગયા છે! ગુજરાતી નવરાત્રિ ઈંધણાથી શરૂ કરી ચાર ચાર બંગડી વળી ગાડી સુધી પહોંચી ગયા છે! પરંપરાગત રસ ગરબાના સ્થાને હવે પોપ, રેપ અને વેસ્ટર્ન કૃતિઓ લખાય છે, ગવાય છે.

ગુજરાતી લોક ગાયન ક્ષેત્રે દિવાળીબેન ભીલનું મોટું નામ. પ્રારંભમાં જૂનાગઢની સ્થાનિક ગરબીઓ અને નાના કાર્યક્રમોમાં લોકગીતો ગાતાં હતા. તે સમયે સાદગી અને ભક્તિનું પ્રમાણ બહુ મોટું રહેતું હતું. કોઈ નફાનું લક્ષ્ય નહીં. પ્રાચીન ગરબાનું મહત્ત્વ. સોના ઈંઢોણી, ને રૂપાનું બેડલું જેવા ભક્તિ ગીતો ઉપર ગરબા થતા હતા. ચાચર ચોકમાં ર્માં ગરબે રમે, પાવા તે ગઢથી ઉતર્યા મહા કાળી રે, માતાજીનો ગરબો રૂમે ઝૂમે જેવા લોક ગીતો ગવાતાં હતાં. સાજિંદા પણ હાર્મોનિયમ. તબલાં, મંજીરાં સુધી સીમિત હતા. જૂનાગઢમાં સૂચક બંધુ પણ લોકોને અકર્ષતા હતા.

ગુજરાતમાં લગભગ તમામ ગરબીમાં સ્થાનિક કલાકારો જ ગરબે રમાડતા હતા, એક તાલી, બે તાલી. ટિપ્પણી, હીંચ જેવા નૃત્યના પ્રકાર હતા. ત્યારે ફ્રી સ્ટાઈલ જેવું કશું હતું નહીં. પોરબંદરમાં મેર રાસ પ્રસિદ્ધ હતા, આજે પણ છે. રોજ ગરબા પૂરા થયા પછી દાતા તરફથી દૂધ અને નાસ્તો રમનાર બાળાઓને આપવામાં આવતો હતો. છેલ્લાં દિવસે બાળાઓને લહાણી આપવામાં આવતી હતી.

દિવાળીબેન પછી બીજું સેલિબ્રિટી નામ આવ્યું, પ્રફુલ દવેનું. સાત હજાર ગુજરાતી ગીતો ગાવાનો રેકોર્ડ તેમના નામે છે. મણિયારો અને મારું વનરાવન છે રૂડું થી તેને લોકપ્રિયતા મળી. તેમણે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં કલા રજૂ કરી. પ્રસિદ્ધ ગાયિકા ભારતીબેન કુંચલા તેમના પતિ. ગુજરાતી ગરબા દેશ બહાર લઈ જવાનું શ્રેય આ દંપતીને ફાળે જાય છે.

વાઇબ્રન્ટ નવરાત્રિ

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રિ દરમ્યાન વાઇબ્રન્ટ નવરાત્રિ અમદાવાદમાં ભવ્ય અને કલાત્મક રીતે ઉજવવામાં આવે છે. હવે આ રંગારંગ ભક્તિ કાર્યક્રમ બીજા રાષ્ટ્રીય પર્વોની જેમ જિલ્લા કક્ષાએ યોજાય તે જરૂરી છે.

ઉત્પત્તિ

ગરબાની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ ગરભ પરથી થઈ છે જેનો અર્થ થાય છે ગર્ભ. પરંપરાગત રીતે, તે નવ દિવસીય નવરાત્રિ ઉત્સવ દરમિયાન નૃત્ય પણ કરવામાં આવે છે, જેને ગરબા તરીકે ઓળખવામાં આવે છે, જે દર વર્ષે અશ્વિન મહિનામાં યોજાય છે. ગરબા એ ગુજરાતનું લોકનૃત્ય છે અને તે નવરાત્રિની ઉજવણી દરમિયાન કરવામાં આવે છે. ગીતોની થીમ દેવી દુર્ગાના નવ સ્વરૂપની આસપાસ છે.

ડાયરા અને ગરબા

કેટલાક ડાયરાના ગાયકો ગરબાના રવાડે ચડયા છે. ડાયરો અને ગરબા બન્ને જુદી જુદી અભિવ્યક્તિની કલા છે. વાસ્તવમાં કિર્તીદાન કે ઇશર દાન ગરબામાં જમાવટ ના કરી શકે, અને ફાલ્ગુની પાઠક કે કિંજલ દવે ડાયરો જમાવી ન શકે! ડાયરામાં પ્રેમ, ભક્તિ કે શૂરવીરતાની વાતો લોક ગીતોની વચ્ચે વણી લઈ રજૂઆત કરવામાં આવે છે. જ્યારે ગરબા માત્રને માત્ર માતાજીની ભક્તિ માટે સતત લય અને તાલ સાથે રજૂ કરવામાં આવે છે. ડાયરામાં ચાચર ચોક ન આવે અને ગરબામાં કાદુ મકરાણી ન આવે. પરતું હવે ડાયરા અને ગરબામાં ભેળસેળ થઈ ગઈ છે.

ગુજરાતી ગરબામાં પંજાબી ભાંગડા, રેપ સોંગ, કોરિયન ડાંસ, પોપ સોંગ, વેસ્ટર્ન ડાંસ જેવી અનેક લોકપ્રિય તર્જ વાગે છે. તેનું પણ સ્પષ્ટ કારણ છે. નવા ગુજરાતી ગરબા લખતા બંધ થઈ ગયા છે. કવિઓ જ ઘટી રહ્યા છે, ત્યાં ગરબા, રાસ કોણ લખે? અવિનાશ વ્યાસ ઘણું નવું સર્જન કરતાં ગયા છે. પરંતુ પંજાબીમાં જેટલું જોશ ભરેલું અને નવતર સર્જન થઈ રહ્યું છે તેટલું ગુજરાતીમાં થતું નથી. લીંબુડા લીંબુડા એ ગરબો નથી. છતાં ગવાય છે.

વિદેશ

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત! સાચી વાત છે, નવરાત્રિ આવે એટલે વિદેશી ગુજરાતીઓને તાન ચડે. ઈન્ડિયન ડાયસ્પોરા ગુજરાતમાંથી ચણિયા ચોળી મંગાવે જ! ફાલ્ગુની પાઠક, કિંજલ દવે, અતુલ પુરોહિત, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, કૈરવી બુચ, જિગરદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, સચીન-જિગર, ઐશ્વર્યા મજમુદાર, ગાર્ગી વોરા, અરવિંદ વેગડા, પાર્થિવ ગોહિલ, લાલિત્ય મુન્શા મોટાં નામ છે. વિદેશમાં બે મહિનાથી ઠેર ઠેર રાસ ગરબાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પ્રસિદ્ધ ગુજરાતી ગીત તારા વિના શ્યામ મને એકલડું લાગે, ના લેખક વડોદરાના અતુલ પુરોહિત વિદેશમાં પણ મોટો ચાહક વર્ગ ધરાવે છે. અમેરિકા અને બ્રિટનમાં માત્ર શનિ અને રવિવારની રાત્રે જ દાંડિયા રાસના કાર્યક્રમો યોજાય છે. વિક એન્ડ માં જ ગુજરાતીઓ આવે છે. નવરાત્રિના નવ દિવસ કોઈ મોટા આયોજનો થતાં નથી. માત્ર નાના અને ઘરેલું ગરબા યોજાય છે. અમેરિકામાં માતાજીના નાના મંદિરોમાં બેઠા ગરબા અને આરતી યોજાય છે. ગુજરાતમાં નવરાત્રિ શરૂ થાય એટલે મોટા કલાકારો ભારત પાછા ફરે છે અને શરદ પૂનમ સુધી આપણાં કાર્યક્રમો કરે છે. આ વખતે ફાલ્ગુની સહિત અનેક કલાકારો ઇઝરાયલ- ઈરાન યુદ્ધને કારણે ભારત પરત ફરી શક્યા નથી તેથી કાર્યક્રમો મોકૂફ રહ્યાં છે.

ગરબા અને દાંડિયા રાસ વિદેશમાં પણ લોકપ્રિય છે જ્યાં ૨૨ થી વધુ યુનિવર્સિટીમાં વ્યાવસાયિક કોરિયોગ્રાફી સાથે દર વર્ષે વિશાળ સ્કેલ પર રાસ/ગરબા સ્પર્ધાઓ યોજાય છે. કેનેડિયન શહેર ટોરોન્ટોમાં હવે સૌથી મોટા વાર્ષિક ગરબાનું આયોજન કરે છે. યુનાઇટેડ કિંગડમમાં પણ ગરબા ખૂબ જ લોકપ્રિય છે જ્યાં અસંખ્ય ગુજરાતી સમુદાયો છે જેઓ પોતાના ગરબા રાત્રિએ યોજે છે અને વિશ્વભરમાં ગુજરાતી સમુદાયમાં વ્યાપકપણે લોકપ્રિય છે.

ગુજરાત

ગુજરાત સરકારે પણ આ લોકપ્રિય નવરાત્રિમાં માઇલેજ લેવાનો પ્રયાસ કર્યો છે. વાઇબ્રન્ટ નવરાત્રિ બેનર હેઠળ ગાંધીનગરમાં મેગા ઇવેન્ટ કરે છે, જેનો મોટો ભાર ધનિક કંપનીઓ ઉપર નાખી દે છે! ગુજરાતમાં સુરત અને વડોદરા મોટા આયોજનો માટે પ્રસિદ્ધ છે. રાજકોટ ઘણું પાછળ છે. જામનગરમાં ગણ્યા ગાંઠ્યા મોટા આયોજનો થાય છે. જેમાં ૭૫ ટકા લોકો મફત પાસનો આગ્રહ રાખે છે. કેટલાક  મહિલા મંડળો પોતાની રીતે એક દિવસના રાસ ગરબા યોજે છે.

ડિજિટલ નવરાત્રિનો કોન્સેપ્ટ હવે ચાલે છે. માત્ર ખેલૈયાઓ જ રમી શકે છે. રાસ ગરબા ગ્રુપ કોઈ એક જગ્યાએ પરફોર્મ કરે અને તેનું મોટા પડદા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે. ગરબા રમવા માંગતા જૂથે ફી ભરવાની, એટલે લિન્ક મળે. રમાડે એક જગ્યા એ અને રમે અનેક શહેરોમાં! ફેસબુક લાઈવ પણ આ વખતે ટ્રેન્ડિંગમાં છે.

નગરોના બેઠા ગરબા પણ નોંધનીય હોય છે. જામનગરમાં હવાઈ ચોક સ્થિત હાટકેશ્વર મંદિરમાં નવ દિવસ સુધી બેઠા ગરબા રોજ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી યોજાઇ રહ્યાં છે.

ચાર નવરાત્રિ

વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જેમાં (૧) વસંત નવરાત્રિ, (૨) અષાઢ નવરાત્રિ, (૩) શરદ નવરાત્રિ અને (૪) પુષ્ય નવરાત્રિ છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

૧. ચૈત્રી (વસંત) નવરાત્રિઃ શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રિઃ ગુપ્ત નવરાત્રિ, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપને નવ દિવસમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ-અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રિઃ આ ખૂબ જ મહત્ત્વની નવરાત્રિ છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રિ કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રિ પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ-અજવાળીયું) થાય છે માટે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રિઃ પુષ્ય નવરાત્રિ પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપને નવ દિવસમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રિ પોષ શુક્લ પક્ષ (પોષ સુદ-અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.

૫. (વૈકલ્પિક) માઘ નવરાત્રિઃ માઘ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપને નવ દિવસમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રિ માઘ શુક્લ પક્ષ (મહા સુદ-અજવાળીયું) દરમ્યાન કરાય છે.

'નોબત' દૈનિકના વાચકો અને ચાહકોને માતાજીના અવિરત આશીર્વાદ મળતા રહે તેવી શુભકામના.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભવિષ્યમાં મનોરંજન મેળામાં ફાઇટર જેટ, ટેન્ક અને યુદ્ધ જહાજો લોકરંજન કરશે!

હાઇબ્રીડ યુદ્ધ નવી યુદ્ધ નીતિ છેઃ સાયબર યુદ્ધ વર્તમાન આ યુદ્ધોને નકામા બનાવી દેશે

ઇઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધને દુનિયા જેમ્સ બોન્ડની ફિલ્મની જેમ જોઈ રહી છે. નવા નવા આ યુદ્ધનો સુરક્ષા નિષ્ણાતો પણ આશ્ચર્યની નજરે અભ્યાસ કરી રહ્યાં છે. દુનિયા બદલ રહી હૈ! તલવાર અને બખ્તર જેમ  મ્યુઝિયમમાં ગોઠવાઈ ગયા છે તેમ આગામી સમયમાં યુદ્ધ ટેન્ક, લડાકુ વિમાનો, મશીનગન, બોમ્બ, મિસાઇલ પણ શ્રાવણ માસના મનોરંજન મેળામાં લોકરંજન કરતા નજરે પડે તો નવાઈ ન પામતા! ઇઝરાઈલ દ્વારા હમાસના  સભ્યોને પેજર જેવા જૂના અને લગભગ વિસરાઈ ગયેલા સંદેશા વ્યવહારના સાધન દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા તેથી દુનિયા હચમચી ઉઠી! ગાઝામાં સોલાર ગ્રીડને પણ ટાર્ગેટ બનાવી બહુ મોટું નુકસાન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર જેટલો વિસ્તાર ધરાવતું ઇઝરાઈલ તેની આક્રમક શક્તિ માટે પ્રખ્યાત છે. સૌ પ્રથમ એન્ટેબી એરપોર્ટ ઉપર હુમલો કરી હવાઈ ચાંચિયાઓને માત કરવામાં આવ્યા અને બંધકોને મુક્ત કરવાની ઘટના અને સાહસ આજે પણ સુરક્ષાના અભ્યાસક્રમોમાં મોખરે છે.

સાઇબર વોર

૨૧ મી સદીમાં સાઇબર વિશ્વ પાપા પગલી માંડી રહ્યું છે. હવે નિષ્ણાતોને  હાર્ડવેરમાં રસ નથી. આખી દુનિયા સોફ્ટવેર પાછળ દોડી રહી છે. આપણાં  જેવા સામાન્ય માણસની પણ ગૂગલ જાસૂસી કરે છે, ખાવા પીવાની પસંદગી, ખરીદીનો મુડ, ફરવાના સ્થળો, જરૂરિયાતોની ક્ષણે ક્ષણની નોંધ રાખે છે. મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોય તો પણ જાસૂસી ચાલુ રાખે છે. જો કે તેનો મુખ્ય હેતુ માર્કેટીંગનો છે, સાઈડ બિઝનેસ તરીકે તે મોબાઈલધારકની  વ્યક્તિગત માહિતી વેંચી કમાણી કરે છે. ભારતમાં ચૂંટણી સમયે મતદારોની માહિતીના બહુ ઊંચા ભાવ બોલાય છે.

૨૧ મી સદીમાં નાના હુમલાને સાયબર એટેક કહેવામાં આવે છે અને મોટા હુમલાને સાયબર વોર કહેવામાં આવે છે.

ભવિષ્યમાં ઉડતા વિમાનોને તોડી પાડવા માટે મિસાઇલ કે હાઇજેકર્સની જરૂર નહીં પડે. માત્ર તેની કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે. વિમાન દિશા શૂન્ય બની તૂટી પડશે, આગામી સમયમાં સાયબર વોરનું મુખ્ય  હથિયાર સેટેલાઈટ હશે. જેની પાસે જેટલા આધુનિક સેટેલાઈટ હશે તે શક્તિશાળી ગણાશે. બે દેશ વચ્ચે યુદ્ધ થશે ત્યારે યુદ્ધ વિમાનો રન-વે ઉપરથી ઊડી પણ નહીં શકે, મિસાઇલ ટાર્ગેટ સુધી જઈ નહીં શકે! સેના વચ્ચેનો  સંદેશા વ્યવહાર ઠપ્પ પડી જશે, પાવર ગ્રીડમાં જબ્બર વિસ્ફોટ થશે, બેન્કીંગ વ્યવહારો પ્રભાવિત થશે. આ બધું આંખના પલકારામાં બની જશે. જામનગરના પટેલ કોલોની કે ખોડિયાર કોલોની, દ્વારકાના ભથાણ ચોક કે રાજકોટના હોસ્પિટલ ચોકમાં વીજળીના ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થશે અને નગરજનો હતાહત થશે! લાખો લોકોના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફાટશે, લેપટોપ અને કોમ્પુટરના ડેટા ડિલીટ થઈ જશે. ધરતી કરતાં અનેક ગણો મોટો અને વ્યાપક ભૂકંપ સોફટવેરમાં આવશે.

ભવિષ્યમાં સોફ્ટવેર મિત્ર કરતાં દુશ્મન વધારે લાગશે. એટમ બૉમ્બમાં પણ આવું જ થયું છે. અણું વિસ્ફોટની ટેકનોલોજી ઉર્જા ઉત્પાદનને બદલે ધમકી આપવા માટે વધારે થઈ રહી છે. આગામી સમયમાં તમારા ઘરનો રોબોટ  પારકા આદેશથી તમારી ઉપર હુમલો કરશે, તમારી જાસૂસી કરશે અને આદેશ મળશે ત્યારે હત્યા પણ કરી નાંખશે!

માણસ ગુસ્સામાં હોય, આનંદમાં હોય, નારાજ હોય ત્યારે હાવભાવ ઉપરથી ખબર પડે છે, રોબોટમાં આવી કોઈ લાગણીઓ નથી, તેથી તેને જજ કરી શકશે નહીં.

ઇઝરાઈલ દ્વારા પેજરમાં વિસ્ફોટ કરવામાં આવ્યા તે બહુ ગંભીર ઘટના છે. આગામી યુદ્ધ કેવી રીતે લડાશે તેની ઝલક જોવા મળી. અફઘનિસ્તાનમાં અમેરિકાના હજારો સ્માર્ટ બોમ્બ ન કરી શક્યા તે ઇઝરાઈલના પેજરે કરી  બતાવ્યું!

સાઈબર ત્રાસવાદ

આતંકવાદનું આ નવીનતમ સ્વરૂપ છે. ડિજિટલ અરેસ્ટ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. વર્તમાનમાં આ માત્ર આર્થિક અપરાધો પૂરતું જ સીમિત છે. ભવિષ્યમાં તેનો વ્યાપ વધતો જશે. સાઇબર ત્રાસવાદમાં હાલમાં ગુન્હેગારો પણ બહુ જૂજ છે અને બિન અનુભવી છે. આગામી સમયમાં  દાઉદ, અલ કાયદાના ઓસામા બિન લાદેન કે હમાસના ઈસ્માઈલ હેનીયા જેવા ખૂંખાર માથા સાયબર ત્રાસવાદમાં ઝંપલાવશે ત્યારે શું થશે?

સાયબર યુદ્ધને સામાન્ય રીતે સાયબર એટેક અથવા દેશને નિશાન બનાવતા હુમલાઓની શ્રેણી તરીકે જોવામાં આવે છે. તે સરકારી અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર વિનાશ વેરવાની અને જટિલ સિસ્ટમોને વિક્ષેપિત  કરવાની ક્ષમતા ધરાવે છે, જેના પરિણામે વ્યાપક નુકસાન થાય છે અને જાનહાનિ પણ થાય છે.

જો કે, સાયબર સુરક્ષા નિષ્ણાતોમાં ચર્ચા છે કે સાયબર યુદ્ધની વ્યાખ્યા શું કરવી? યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (ડીઓડી) ઈન્ટરનેટના દૂરઉપયોગ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમને સૌથી ગંભીર ગણે છે, પરંતુ સાયબર  વોરફેરની સ્પષ્ટ વ્યાખ્યા આપતું નથી. કેટલાક લોકો સાયબર યુદ્ધને સાયબર  હુમલો માને છે જે મૃત્યુમાં પરિણમી શકે છે.

સાયબર યુદ્ધમાં સામાન્ય રીતે રાષ્ટ્ર-રાજ્ય દ્વારા બીજા પર સાયબર હુમલાઓ કરવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, હુમલાઓ આતંકવાદી સંગઠનો દ્વારા કરવામાં આવે છે જે પ્રતિકૂળ રાષ્ટ્રના ધ્યેયને આગળ વધારવા માંગે છે. તાજેતરના ઇતિહાસમાં કથિત સાયબર યુદ્ધના ઘણાં ઉદાહરણો છે, પરંતુ સાયબર હુમલો કેવી રીતે યુદ્ધનું કૃત્ય બની શકે તેની કોઈ સાર્વત્રિક, ઔપચારિક, વ્યાખ્યા નથી.

હુમલાઓ

વર્તમાન સમયમાં સાત પ્રકારના સાઈબર હુમલાઓને અલગ તારવામાં આવ્યા છે.

(૧) જાસૂસીઃ રહસ્યો ચોરી કરવા માટે અન્ય દેશો પર દેખરેખ રાખવા માટે જાસૂસી કરવામાં આવે છે. સાયબર વોરફેરમાં વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇઝરાઈલની પેગાસસ કંપની જાસૂસી ઉપકરણો બનાવવા માટે જાણીતી છે. ભારતમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. પેગાસસ કંપની માત્ર સરકારોને જ આવા ઉપકરણો વહેંચે છે.

(૨) તોડફોડઃ સરકારની સંવેદનશીલ માહિતી સાથે ચેડા કરવામાં આવે તો સુરક્ષા ઉપર જોખમ સર્જાય છે. પ્રતિકૂળ સરકારો અથવા આતંકવાદીઓ માહિતી ચોરી શકે છે, તેનો નાશ કરી શકે છે અથવા અસંતુષ્ટ અથવા  બેદરકાર કર્મચારીઓ અથવા હુમલાખોર દેશ સાથે જોડાણ ધરાવતા સરકારી કર્મચારીઓ જેવા આંતરિક ધમકીઓનો લાભ લઈ શકે છે.

(૩) નકલી વેબસાઇટઃ ભારતમાં આ પ્રકારની પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો છે. આવા હુમલાઓ કાયદેસર વપરાશકર્તાઓને વેબસાઇટને નકલી વિનંતીઓથી ભરીને ઍક્સેસ કરવા માટે લલચાવે છે, અને વેબસાઇટને હેન્ડલ કરવા દબાણ કરે છે. આ પ્રકારના હુમલાનો ઉપયોગ જટિલ કામગીરી અને સિસ્ટમોને વિક્ષેપિત કરવા અને નાગરિકો, લશ્કરી અને સુરક્ષા કર્મચારીઓ અથવા સંશોધન સંસ્થાઓ દ્વારા સંવેદનશીલ વેબસાઇટ્સની ઍક્સેસને અવરોધિત કરવા માટે થઈ શકે છે. નકલી વેબ સાઇટ દ્વારા હોટેલ બુકિંગ, ટ્રાવેલ બુકિંગ સહિતની સેવાઓ સસ્તા ભાવે ઓફર કરવામાં આવે છે અને અંતે ગ્રાહકના રૂપિયા પડાવી લઈ સુવિધા આપવામાં આવતી નથી.

(૪) ઇલેક્ટ્રિકલ પાવર ગ્રીડઃ પાવર ગ્રીડ પર હુમલો કરવાથી હુમલાખોરો વીજળીની ક્રિટિકલ સિસ્ટમ્સને ઠપ્પ કરી શકે છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખલેલ પહોંચાડે છે અને સંભવિત રીતે શારીરિક નુકસાન પહોંચાડે છે. પાવર ગ્રીડ  પરના હુમલાઓ સંદેશાવ્યવહાર સહિતની વીજ આધારિત સેવાઓને અવરોધ કરી શકે છે અને સંદેશાવ્યવહાર બિનઉપયોગી જેવી સેવાઓને પ્રભાવિત કરી શકે છે.

(૫) પ્રચાર હુમલાઃ રામાયણમાં રાવણ સાથે યુદ્ધ સમાપ્ત થયા પછી રામનો રાજ્યાભિષેક થયો. આ સમયે રાવણનો ભાઈ સહસ્ત્રમુખ રાવણ છુપા વેશે અયોધ્યામાં પ્રવેશ કરે છે અને નગરજનોને રામના વિરોધમાં ઉશ્કેરે છે.  અફવાઓ ફેલાવે છે. અયોધ્યામાં નગરજનોના આક્ષેપોથી કંટાળીને રામ-સીતાનો ત્યાગ કરી દે છે. અહી સહસ્ત્રમુખ રાવણ સફળ થયો. એક તબક્કે રામ જાહેર સંબોધનમાં કહે છે કે, લંકામાં હું યુદ્ધ જીતી ગયો હતો પરંતુ અયોધ્યામાં હારી ગયો! વર્તમાન સમયમાં આ અફવા રાક્ષસ સતત ફરતો રહે છે. તેનું લક્ષ્ય દેશમાં રહેતા અથવા લડતા લોકોના મન અને વિચારોને નિયંત્રિત કરવાનું હોય છે. પ્રચારનો ઉપયોગ શરમજનક બાબતોને ઉજાગર કરવા, લોકોનો તેમના દેશમાંથી વિશ્વાસ ગુમાવવા અથવા તેમના દુશ્મનોનો સાથ આપવા માટે અસત્ય ફેલાવવા માટે થઈ શકે છે.

(૬) આર્થિક વિક્ષેપઃ મોટાભાગની આધુનિક આર્થિક કામગીરીઓ કોમ્પ્યુટરનો ઉપયોગ દ્વારા થાય છે. હુમલાખોરો નાણાની ચોરી કરવા અથવા લોકોને જરૂરી ભંડોળ મેળવવાથી અવરોધિત કરવા શેરબજાર, પેમેન્ટ સિસ્ટમ્સ અને બેંકો જેવી આર્થિક સંસ્થાઓના કોમ્પ્યુટર નેટવર્કને નિશાન બનાવી શકે છે.

(૭) આશ્ચર્યજનક હુમલાઃ ઇઝરાઈલ દ્વારા કરવામાં આવેલા પેજર હુમલાઓ  આ કક્ષામાં આવે. આ પર્લ હાર્બર અને અમેરિકાના ૯/૧૧ જેવા હુમલાના સમકક્ષ છે. મુદ્દો એ છે કે, એક વિશાળ હુમલો કરવાનો છે જેની દુશ્મન  અપેક્ષા ન કરે, હુમલાખોરને તેમના સંરક્ષણને નબળા બનાવવા માટે સક્ષમ બનાવે છે. હાઇબ્રિડ યુદ્ધના સંદર્ભમાં ભૌતિક હુમલા માટે જમીન તૈયાર કરવા માટે આ કરી શકાય છે.

ભારત

સાયબર વોર માટે ભારતની કેટલી તૈયારી છે?

આપણાં પડોસી દેશો નબળા અને ખખડી ગયેલા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાન્મારની કોઈ તાકાત કે હેસિયત નથી. તેની પાસે સબળ ટેકનોલોજી નથી, આર્થિક શક્તિ નથી. આમ છતાં આપણે સાવચેત રહેવું  જોઈએ. ચીનને એશિયા ખંડમાં પગદંડો જમાવવો છે અને ભારત તેમાં નડે તેમ છે. આથી, ચીન સીધો હુમલો ન કરે, પરંતુ સાયબર યુદ્ધ દ્વારા પીઠ પાછળ ખંજર ભોંકી શકે છે. રશિયા-અમેરિકા-ચીન વચ્ચે કોલ્ડ વોર થાય તો ભારત પણ તેમાં નિશાન બની શકે છે. હાલમાં રશિયા અને ચીન ભેગા મળી નાટો સામે ડોળા કાઢી રહ્યાં છે.

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ક્યારે શું થાય તે નક્કી નથી. આપણે એલર્ટ રહેવું સારું. ચીન ગમે ત્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે શ્રીલંકાના ખભે રાખી બંદૂક ફોડી શકે છે. ભારત ચીપ નિર્માણમાં પાપા પગલી માંડે છે, પરંતુ સંપૂર્ણ આત્મનિર્ભરતા ઘણી દૂર છે. સાયબર યુદ્ધ માટે ચીપ, પ્રોસેસર, ઇન્ટરનેટ પાયાના હથિયાર છે. જે બાબતે અમેરિકા, બ્રિટન, ચીન, ઇઝરાઈલ, જાપાન, કોરિયા કરતાં ઘણાં પાછળ છીએ! હમાસ જેવા નાના સંગઠને  ઇઝરાઈલની અતિ સુરક્ષિત આયર્ન ડોમ સીસ્ટમ ભેદી નાખી હતી. ભારતની વર્તમાન કોઈ પણ સીસ્ટમ ગમે ત્યારે દગો દઈ શકે તેમ છે. હવે આપણે નવેસરથી શક્તિશાળી બનવાનો સમય આવી ગયો છે, માત્ર આધુનિક લડાકુ વિમાનો, ટેન્ક કે યુદ્ધ જહાજો જ રક્ષા કરી શકે તે ખ્યાલ દૂર કરવો પડશે.

- ૫રેશ છાયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઠંડા મલકમાં કાશ્મીરીઓનું ભારે મતદાન દ્વારા લોકશાહીને ઉષ્માભર્યું આલિંગન!

વિધાનસભાની ૧૧૪ બેઠક પૈકી ૨૪ બેઠક પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં છે

જમ્મુ કાશ્મીર ૧૯૪૭ની સાલથી ભારત માટે સંવેદનશીલ, લાગણીશીલ, દેશદાઝ, આબરૂ અને આત્મસન્માનનો વિષય રહ્યો છે. હજુ ૨૦૪૭ સુધી આ મુદ્દાઓ જ વિષય બની રહેશે. ૪૮ કલાક પહેલા આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. એન્જિઑગ્રાફીના લેખકે હજુ ૯૦ દિવસ પહેલાં જ આ રાજ્યનો પ્રવાસ કર્યો છે, તેને આધારે કહી શકું છું કે, કાશ્મીરીઓ માટે આર્થિક કરતાં ધાર્મિક બાબતો વધુ મહત્ત્વની છે. ખિસ્સા ઉપર દીમાગ સવાર છે. જાહેરમાં દેશ પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ કાશ્મીર ફર્સ્ટની લાગણી છે. રાજ્ય પ્રત્યે પ્રેમ હોવો તે આવકારદાયક છે, પરંતુ રાષ્ટ્રભાવના મુખ્ય હોવી જોઈએ. કાશ્મીરીઓને ભાજપ પ્રત્યે કુણી લાગણી નથી. તેનું કારણ હિન્દુ છે. નરેન્દ્ર મોદી કાશ્મીરીઓને તટસ્થતાની વારંવાર હૈયાધારણ આપે છે, પરંતુ કાશ્મીરી મુસ્લિમોને તે ગળે ઊતરતી નથી. જો કે યુવા પેઢી હવે નવા ભારત અને આધુનિક દુનિયાને જોવા લાગી છે તેથી માનસ પરિવર્તન થવા લાગ્યું છે. ૩૬૦ ડિગ્રી પરિવર્તન માટે હજુ લાંબો સમય લાગશે.

ચૂંટણી

બુધવારે પ્રથમ તબક્કામાં અહીં મતદાન થયું. આવકારદાયક બાબત એ છે કે, કોઈ અઘટિત બનાવ ન બન્યો, કોઈ ઉગ્ર વિરોધ ન થયો કે વિવાદાસ્પદ બાબત ન બની. ઠંડા મૂલકમાં વસતા કાશ્મીરીઓએ ઉષ્માસભર વાતાવરણમાં ૬૦ ટકા જેવું ધીંગું મતદાન કર્યું! રાજકીય નેતાઓ અહીં સ્થિરતા ઇચ્છતા હોય કે નહીં તે ખબર નથી, પરંતુ કાશ્મીરીઓ હવે સ્થિરતા અને વિકાસ માંગે છે. જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી આગળ વધી રહ્યો છે. મુખ્ય પક્ષો તરીકે ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ, ફારૂક અબ્દુલ્લાનો નેશનલ કોન્ફરન્સ, મહેબૂબા મુફ્તી મહમ્મદનો પી.ડી.પી. છે. આ વખતની ચૂંટણીમાં અનેક મોટાં માથાં અપક્ષ તરીકે લડી રહ્યાં છે. અહીં પણ તકવાદ અને તોડજોડનું રાજકારણ ચાલે છે. નરેન્દ્ર મોદી તેના પ્રવચનોમાં ટીકા કરે છે તે પક્ષો સાથે સાંઠગાંઠ કરી ચૂક્યા છે. અટલ બિહારી વાજપેયીજીએ ઓમર અબ્દુલ્લાને તેના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. અહીં આ રાજકારણમાં કોમવાદ ભરપૂર છે. ભાજપ હિન્દુ છાપ ધરાવતો હોવાને કારણે સ્થાનિક મતદારોમાં બહુ ગજ વાગતો નથી. જો ભાજપ જીતે તો તેને ચમત્કાર માનવો રહ્યો. ગાંધી પરિવારને કારણે કોંગ્રેસના મૂળિયાં ઊંડા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુના ડોડા વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરીને ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. આ નોંધનીય બાબત એટલા માટે છે કે,  છેલ્લા ૪૫ વર્ષમાં કોઈ વડાપ્રધાન ડોડાની આ પ્રથમ મુલાકાત હશે. ડોડા, ચિનાબ ખીણનો ભાગ, જેમાં રામબન, ડોડા અને કિશ્તવાડનો સમાવેશ થાય છે, પ્રથમ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરે મતદાન થયું છે. બીજો તબક્કો ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજો અને અંતિમ તબક્કો ૧ ઓક્ટોબરે યોજાશે. પરિણામ ૮ ઓક્ટોબરે જાહેર થશે. મોદીએ જમ્મુના ઉધમપુરમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ માટે પ્રચાર પણ કર્યો હતો. ભાજપે જમ્મુની બંને બેઠક-ઉધમપુર અને જમ્મુ-કોંગ્રેસ સામે સતત ત્રીજી વખત જીત મેળવી હતી.

ભારત સરકારે જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો છે. પક્ષના તમામ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમાંથી એક ડૉક્ટર તલત મજીદ છે, જે પુલવામાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના તે નવા પાવરફૂલ નેતા માનવામાં આવે છે.

૨૦૧૪

અગાઉની વિધાનસભા ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪  માં યોજાઈ હતી. ચૂંટણી પછી, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધને રાજ્ય સરકારની રચના કરી, જેમાં મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું ૭ જાન્યુઆરી ૨૦૧૬ના અવસાન થયું. રાજ્યપાલ શાસનના ટૂંકા ગાળા પછી, મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

જૂન ૨૦૧૮ માં, ભાજપે પીડીપીની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું અને ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું. નવેમ્બર ૨૦૧૮માં, જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા રાજ્યની વિધાનસભા ભંગ કરવામાં આવી. ઘણાં રાજકીય પક્ષોએ રાજ્યપાલને પત્ર લખીને સરકાર રચવાની ઈચ્છા વ્યક્ત કરી હોવા છતાં ૨૦  ડિસેમ્બર ૨૦૧૮ ના રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું જે હજુ અમલમાં છે.

નવું સીમાંકન

માર્ચ ૨૦૨૦માં, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના નવા સીમાંકન માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યના સીમાંકન પંચની રચના કરવામાં આવી હતી. કમિશને તેનો વચગાળાનો અહેવાલ ફેબ્રુઆરી ૨૦૨૨માં પ્રકાશિત કર્યો. અંતિમ સીમાંકન અહેવાલ ૫ મે ૨૦૨૨ ના બહાર પાડવામાં આવ્યો હતો જે હેઠળ જમ્મુ વિભાગમાં વધારાની ૬ બેઠક અને કાશ્મીર વિભાગમાં ૧ બેઠક ઉમેરવામાં આવી હતી. સીમાંકન પછી, વિધાનસભાની કુલ બેઠકો વધીને ૧૧૪ બેઠક થઈ, જેમાંથી ૨૪ બેઠક એવા વિસ્તારો માટે નિર્ધારિત કરવામાં આવી છે જે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર હેઠળ આવે છે. બાકીની ૯૦ બેઠકમાંથી ૪૩ બેઠક જમ્મુ વિભાગમાં અને ૪૭ બેઠક કાશ્મીર વિભાગમાં છે.

નેતા

થોડા દિવસો પહેલાં પક્ષમાં જોડાયેલા મુસ્લિમ નેતા સઇદ મુસ્તાક બુખારી ઉપર ભાજપને બહુ મોટી આશા છે. બુખારી ૪૦ વર્ષ સુધી ફારૂક અબ્દુલ્લા સાથે નેશનલ કોંગ્રેસમાં હતા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે પાર્ટીના નેતા મુસ્તાક બુખારીની તુલના મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા સાથે કરી, જમ્મુ અને કાશ્મીરમાં પહાડી સમુદાયને 'સ્વતંત્રતા' લાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. ૭૫ વર્ષના જૈફ રાજનેતા મુશ્તાક બુખારીને જમ્મુ ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ અનામત મતવિસ્તાર સુરનકોટમાંથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. બુખારીજી મુસ્લિમ સમુદાયમાં ''પીર સાહબ'' તરીકે ઓળખાતા આદરણીય આધ્યાત્મિક નેતા છે અને પહારી સમુદાયમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે, જેની સંખ્યા રાજૌરી, પૂંચ, બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં લગભગ ૧૩ લાખ છે.

જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા, મુફ્તી સઇદ પરિવારનો દબદબો છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓમાં નરેન્દ્ર મોદી અને ગાંધી પરિવાર આ વિસ્તારોમાં જાણીતો ચહેરો છે. નરેન્દ્ર મોદી પહેલાં આ બરફ આચ્છાદિત પ્રદેશમાં ભાજપનું કોઈ વજન ન હતું.

લડાઈ

જમ્મુ કાશ્મીરમાં નરેન્દ્ર મોદીના પ્રવેશથી રાજકીય સંઘર્ષ બહુ રોચક બની ગયો છે. અહી ભાજપ ૯૦ માંથી ૬૭ બેઠક ઉપર ચૂંટણી લડે છે. જેમાં જમ્મુની તમામ ૪૩ બેઠકનો સમાવેશ થાય છે. કાશ્મીરની ૪૭ પૈકીની ૨૪ બેઠક લડે છે. બાકીની બેઠક સાથી પક્ષો માટે છોડી દીધી છે. ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં કાશ્મીરની ૩ બેઠકમાંથી એક પણ બેઠક ઉપર ભાજપે ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા! ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં ૫૦ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ૨૦૧૪ માં તે ૨૫ બેઠક જીત્યું હતું.

સમસ્યા

જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટી સમસ્યા લોકોનો અસંતોષ અને કોમવાદ છે. ભારતીય જનતા પક્ષે દિલ્હીમાં રાજ સંભાળ્યા પછી કોઈ મોટો ફરક પડ્યો ન હોવાનું લોકો માને છે. બેરોજગારીનું સ્તર દિવસે ને દિવસે વધી રહ્યું છે. જો કે પહાડી વિસ્તાર હોવાથી આર્થિક કે રોજગારી ક્ષેત્રે કોઈ પક્ષ મોટી કામગીરી કરી શકે તેમ નથી. માત્ર પ્રવાસન, કેશર, ડ્રાયફ્રુટ, પશ્મીના કાપડ જ મુખ્ય રોજગારી છે. તેમાં પણ ૬ મહિના તો બરફ હોવાને કારણે ધંધા રોજગાર ઠપ્પ રહે છે. બીજી તરફ આતંકવાદની છાપ હોવાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઓછી રહે છે. અહીંના સ્થાનિક લોકોએ આ મુદ્દાઓ ધ્યાને રાખવાની જરૂર છે. કારણ કે, પરિસ્થિતિ ઝડપથી બદલી શકાય તેમ નથી. ૩૭૦ ની કલમ કાઢી નાખ્યા પછી પણ બહારના રોકાણો બહુ નહીંવત આવી રહ્યાં છે. જમ્મુ કશ્મીરના લોકો ઝડપથી વિકાસ ઇચ્છતા હોય તો માનસિકતા બદલવી પડશે. દેશના ૩૦ ટકા રાજ્ય માત્ર પ્રવાસન ઉપર નિર્ભર છે અને સુખી છે.

સારાંશ

જમ્મુ કાશ્મીરમાં અલગતવાદી તત્ત્વો આઝાદી સમયથી બળવાખોર અને કાનૂન ભંગ કરનાર સાબિત થયા છે. આશ્ચર્યની બાબત એ છે કે, અહીં હજુ સુધી સ્ટેટીક ટીમ દ્વારા આચારસહિંતા દરમિયાન કાળું નાણું કે બિન હિસાબી રોકડ પકડાયાના અહેવાલો નથી! રાજકીય પક્ષો પણ મર્યાદામાં રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ કે અન્ય પક્ષો પણ કોઈ કાંકરીચાળો કરવા માંગતા નથી, જેથી દોષનો ટોપલો માથે આવે.

કાશ્મીરમાં હજુ સંપૂર્ણ શાંતિ અને સ્થિરતા માટે ઘણી રાહ જોવી પડશે. કારણ કે, અહીંના લોકો હજુ કોહલી કે ધોની કરતાં બાબર આઝમને વધુ સારો ક્રિકેટર માને છે!

પ્રથમ તબક્કાના મતદાન અને મતદારોની માનસિકતાના આધારે બીજા બે તબક્કા પણ આવા જ રહેશે તેવી ભવિષ્યવાણી કરવી શક્ય નથી. આપણે આશા રાખીએ કે કાશ્મીરીઓ કાયમ માટે બરફ જેવા ઠરેલા રહે. સરહદ પાર પણ પાકિસ્તાન હવે પહેલાં જેવું ઉગ્ર અને ભાગલાવાદી રહ્યું નથી. ત્યાં પણ અસ્થિરતા, મોંઘવારી, રાજકીય અસ્થિરતા, ઉગ્રવાદ, અસલામતી પ્રવર્તી રહી છે. પાકિસ્તાનના બે મોટા આકા અમેરિકા અને ચીને પણ તેને ચીમકી આપી ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરી દેવા જણાવ્યું છે. આ બંન્ને મહાસત્તા ભારતની સામાજિક અને આર્થિક શક્તિથી પરિચિત છે, તેથી ભારતને નારાજ કરવું તેમને પાલવે તેમ નથી. આરબ દેશો પણ પાકિસ્તાનની અસ્થિરતાથી પરેશાન છે. તેમણે પણ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાય માટે કડક ધોરણો રાખ્યા છે. આમ, પાકિસ્તાનના રાજકારણીયો અને સેનાને અમેરિકા, ચીન અને આરબ દેશોને નારાજ કરી ભારત સાથે સંબંધો બગાડવા પાલવે તેમ નથી.

આપણે આશા રાખીએ કે, જમ્મુ અને કાશ્મીર પોતાનું હિત જોઈને શાંતિ અને સુમેળ રાખે. બીજી તરફ પી.ઓ.કે. નો પ્રશ્ન નજીકના સમયમાં ઉકલે તેમ નથી તે પણ દીવા જેવું સ્પષ્ટ છે.

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના બીજા બે તબક્કા પણ શાંતિ અને કોમી એખલાશથી સંપન્ન થાય તેવી અપેક્ષા!

-પેરશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈજનેરી કૌશલ્યને પુનઃ જીવીત કરવા માટે ભગીરથ પ્રયાસો કરવા જ પડશે!

ઈજનેરી શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ ગુણવત્તા અને નૈતિકતા ઘટી છે

ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજો વધતી જાય છે, પરંતુ માળખાકીય સુવિધાઓ દિન પ્રતિદિન નબળી પડતી જાય છે! આમ કેમ? ગુજરાતમાં એક તરફ રોડ નેટવર્ક વધી રહ્યું છે ત્યારે ચોમાસામાં રસ્તાઓ તૂટવાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બીજી કરુણતા એ છે કે, પૂરગ્રસ્ત ગુજરાતમાં મોદી સરકાર નલ સે જલ યોજના ચલાવી રહી છે. આમ રોડ મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ બાબતે આપણે નબળા અને દૃષ્ટિહીન સાબિત થઈ રહ્યા  છીએ. ચાલુ ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ ૧૫૦ ટકા વરસાદ પડ્યો. રોડ ધોવાઈ જવા અને પૂર આવવા માટે સરકાર અને તંત્ર એવો બચાવ કેરી રહ્યું છે કે, વધુ વરસાદ પડવાથી સમસ્યા સર્જાઇ છે!

એન્જિનિયરીંગ

ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલના રાજમાં એન્જિનિયરીંગ કોલેજોનો રાફડો ફાટ્યો. ગલીએ ગલીએ આવી કોલેજો ધમ ધમવા લાગી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ તરફ દોડ મૂકી. ખાનગી કોલેજ સંચાલકોએ  આ દોડનો ભરપૂર લાભ લીધો. તગડી ફી વસૂલી, પરંતુ શિક્ષણમાં ગુણવત્તા આપી નહીં. ગણી ગાંઠી કોલેજો એન્જિનિયરીંગ ક્ષેત્રે નામના મેળવી શકી. સરકારે સંખ્યા તરફ જ ધ્યાન આપ્યું, ગુણવત્તા વિસરી જવાઈ. શિક્ષણ નબળું રહેતા તેની સીધી અસર સમાજ ઉપર દેખાવા લાગી છે. સિવિલ એન્જિનિયર બનતા વિદ્યાર્થીઓને રોજગારી મળતી નથી, મળે છે તેને પૂરતું વેતન મળતું નથી અને બધું મળે તો નોકરી લાંબી ટકતી નથી!

ગુજરાત સરકારે તાજેતરમાં જણાવ્યું કે, વર્તમાન ચોમાસા દરમિયાન ૩૬ હજાર કિલોમીટર લાંબા માર્ગોને નુકસાન થયું છે. ભારે વરસાદમાં ટકી રહે તેવા માર્ગો નિર્માણ કરવાનું કેમ આપણે ચૂકી ગયા છીએ? ગુણવત્તા નબળી છે કે નિયત ખોટી છે? ગુજરાતમાં હવે એન્જિનિયરિંગ ક્ષેત્રે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. નબળા એન્જિનિયરો સબળ રાષ્ટ્રનું નિર્માણ નહીં કરી શકે.

તાજેતરમાં એન્જિનિયરીંગના ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું, તેમાં ૮૦ કોલેજમાંથી ૧૬,૪૬૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પૈકીનાં ૮૩૫૦ નાપાસ થયા! આમ ૫૦ ટકા પણ પાસ થઈ શક્યા નથી. નાપાસ થનાર ઉપરાંત માંડ માંડ પાસ થનારાઓની સંખ્યા જાહેર કરવામાં નથી આવી, પરંતુ તે પણ ઘણાં હશે.

જામનગરની એક કોલેજમાંથી ૪૧ ટકા પાસ થયા, એટલે કે ૪૯ ટકા નાપાસ થાય!

ગુજરાતનાં વહીવટકર્તાઓ જો ગંભીર નહીં બને તો, ભવિષ્યમાં નબળા પરિણામોના પરિણામ ગંભીર આવશે!

નલ સે જલ

ગુજરાતમાં બીજી કરુણતા એ છે કે, છેલ્લા ૧૫ વર્ષથી જોરદાર વરસાદ પડે  છે. ચારે તરફ પાણી પાણી થઈ જાય છે. એન.ડી.આર.એફ. બોલાવવી પડે છે. સેનાના હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે ઊડાઊડ કરે છે. માલ  મિલકત ધોવાઈ જાય છે. આમ છતાં સરકાર દ્વારા નલ સે જલ યોજના ચલાવવામાં આવે છે. નબળા લોકોને ઘરમાં પાણી મળી રહે તે માટે જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. શું આપણી પાસે વોટર એન્જિનિયરીંગ નથી? વોટર મેનેજમેન્ટ કરી શકે તેવા નિષ્ણાતો નથી? ઈજનેરી વિદ્યાશાખામાં વોટર મેનેજમેન્ટ કે વોટર એન્જિનિયરીંગ નામનો વિષય કે શાખા નથી? ગુજરાત સરકારમાં જળ સંપત્તિ વિભાગ છે. કેન્દ્રમાં પણ આ વિભાગ છે અને તેના  મંત્રી આપણા સી.આર. પાટીલ છે. પાટીલજીના મત વિસ્તારમાંથી જંગી નદી તાપી પસાર થાય છે, જેના પાણી સુરતમાં હાહાકાર મચાવે છે. તેના નજીકના જિલ્લા વડોદરામાં વિશ્વામિત્ર નદી તોફાને ચડે છે. આપણા જામનગરમાં પણ રંગમતિ નદીના પાણી અડધા શહેરમાં ફરી વળે છે. દર ચોમાસે ઘેડ પંથક દરિયો બની જાય છે. તો પછી.. નલ સે જલ યોજના કેમ?

હજારો ઇજનેરો તૈયાર થતા હોવા છતાં રોડ અને પાણીની આ પરિસ્થિતિ હોય તો.. આ સમાજ સાથે છલ છે!

ભૂમિકા

ઈજનેરોની ભૂમિકા શું? બહુ સાદી અને સ્પષ્ટ છે. આયોજન અને બાંધકામ વ્યવસ્થિત થાય, ગુણવત્તાયુક્ત થાય, વ્યાજબી ભાવે થાય, કરકસરપૂર્વક અને સારા, ટકાઉ માલ સામાનનો વપરાશ થાય. બીજા સાદા અર્થમાં કહીએ  તો, તે બાંધકામ ક્ષેત્રના ચોકીદાર પણ છે. ગ્રાહકોના હિતના રક્ષકો પણ છે. નિર્માણ કરતાં લોકો માટે પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણ ક્ષેત્રે ઈજનેરી શાખા સૌથી વધુ બ્રાન્ચ ધરાવે છે. તેમાં સિવિલ, મિકેનિકલ,  ઇલેકટ્રીકલ સૌથી જૂની બ્રાન્ચ છે. હવે અવકાશ વિજ્ઞાન, નેનો ટેકનોલોજી, એ.આઈ. ટેકનોલોજી, મેડિકલ એન્જિનિયરીંગ જેવા અનેક નવા-નવા વિષયો ઉમેરાયા છે.

ઈજનેરી ભણતરની ગુણવત્તા ઘટે એટલે સમગ્ર માનવજીવન ઉપર તેની સીધી કે આડકતરી અસરો પહોંચે. વર્તમાન સમયમાં નવા નિર્માણ પામતા સંકુલો, ભવનો, માર્ગ, પુલ બાબતે વ્યાપક અસંતોષ જોવા મળે છે.  તાજેતરમાં અમારા એક મિત્રએ જીવન મૂડી ખર્ચી ફ્લેટ લીધો તેમાં પ્રથમ વરસાદે જ પાણી ટપકવા લાગ્યું! કેમ? જ્યાં ગુણવત્તા નબળી હોય ત્યાં ઇજનેરની જવાબદારી બને છે. બિલ્ડર જો કચાસ રાખવા માંગે તો ઈજનેરે  નૈતિકતાના ધોરણોને અનુસરવું જોઈએ. ચોમાસામાં પાણી ભરાય જાય તેવા માર્ગો શા માટે બને છે. નદીના વહેણ ઉપર મેગા મોલ કેમ બની જાય છે? તાજમહાલ અડીખમ ઊભો રહે અને ગરીબોના આવાસો કેમ ખખડધજ બની  જાય છે? ખાનગી બિલ્ડરના મકાન સારા બને અને હાઉસિંગ  બોર્ડના મકાનો કેમ નબળા બને છે?

ગુજરાતમાં ઈજનેરી શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ ગુણવત્તા અને નૈતિકતા ઘટી છે.

યોગદાન

એન્જિનિયરીંગ એ ભારતનો સૌથી મોટી આર્થિક પ્રવૃત્તિ છે, જે દેશના અર્થતંત્રમાં લગભગ ૧૭.૫% યોગદાન આપે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સથી લઈને ટકાઉ ઊર્જા ઉકેલો સુધી, ઉદ્યોગો જટિલ સમસ્યાઓનો સામનો કરવા માટે જ્ઞાન ધરાવતા પ્રતિભાશાળી ઈજનેરો તૈયાર થાય છે. આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આર્ટિફિશિયલ  ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને સાયબર સિક્યુરિટીમાં નિપુણ એન્જિનિયરોની માંગ વધી રહી.

દેશમાં સાત હજાર ઈજનેરી કોલેજો, છેલ્લા દાયકાઓમાં એન્જિનિયરોને આકાર આપવામાં ભારતની ભૂમિકા પ્રભાવશાળી રહી છે. આથી,  ઈજનેરીનું ક્ષેત્ર લાભદાયી ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈજનેરી અભ્યાસક્રમોમાં વ્યાપક  શક્યતાઓ છે.

ઈજનેરી ભણતરમાં સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કેમિકલ, કમ્પ્યુટર, એરોસ્પેસ, બાયોમેડિકલ, સાયબર સિક્યુરિટી, એન્વાયર્નમેન્ટલ, ઔદ્યોગિક, મટિરિયલ અને પેટ્રોલિયમ એન્જિનિયરીંગનો સમાવેશ થાય છે. આશ્ચર્યની બાબત એ છે કે, ક્યાંય વોટર એન્જિનિયરીંગ અભ્યાસ બાબતે વાચવા નથી મળ્યું! જળ વ્યવસ્થાપન બહુ જૂનો અને વ્યાપક વિષય છે.

પ્રસિદ્ધ

ભારતમાં ઇજનેરો દિવસ દર વર્ષે ૧૫ સપ્ટેમ્બરના એન્જિનિયર્સ ડે પ્રખ્યાત ભારતીય એન્જિનિયર અને રાજનેતા સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. એન્જિનિયરીંગના ક્ષેત્રમાં, સર વિશ્વેશ્વરાય એક અગ્રણી હતા જેમણે ભારતના માળખાકીય વિકાસને નોંધપાત્ર રીતે પ્રદાન કર્યું  હતું. સિવિલ એન્જિનિયરીંગને તમામ એન્જિનિયરીંગ શાખાઓની માતા પણ કહેવામાં આવે છે, કારણ કે તે સૌથી જૂની શાખા છે.

વર્તમાન

ગુજરાતમાં વર્તમાન સમયમાં વારંવાર પુલ ધસી પડવા, માર્ગો તૂટી જવા, ચોમાસામાં પાણી ભરાઈ જવા જેવી ઘટનાઓ સાંભળવા મળે છે. અમદાવાદની પોળમાં કેમ પાણી ભરાતું નથી? જામનગરમાં જૂના વિસ્તારોમાં કેમ વરસાદી પાણી ભરાતાં નથી! અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં   ગમે તેટલો વરસાદ પડે કોઈ સમસ્યા થતી નથી. પશ્ચિમના નવા વિસ્તારો ડૂબી જાય છે. જામનગરમાં કેમ રંગમતિ નાગમતિ નદીના પાણી ઘૂસીને હાહાકાર મચાવે છે? ગુજરાતમાં ભારે વરસાદ થાય તો પાણીનો નિકાલ કેમ  ઝડપથી થતો નથી? આપણી ઈજનેરી ક્ષમતામાં ગરબડ વધી રહી છે.

દૂરદૃષ્ટિ

ગુજરાતનાં ઈજનેરી કૌશલ્યમાં દૂરદૃષ્ટીની મોટી ઉણપ સર્જાઇ છે. ઈજનેરી શાખા તાંત્રિકની સાથે કલા પણ છે. માત્ર ડ્રોઈંગ બોર્ડ, પરિકર, ડ્રોઈંગ સીટ, પ્રોટેક્ટર, ફૂટપટ્ટી, પેન્સિલ, કંપાસ, ટી-સ્ક્વેર હાથમાં પકડી લેવાથી સિવિલ  ઇજનેર બની નથી જવાતું! આવી વાસ્તવિકતા બધી શાખાઓમાં છે. પાના-પક્કડથી મિકેનિકલ ઇજનેર કે ટેસ્ટર-ડિસમીસ પકડવાથી ઇલેકટ્રીકલ ઇજનેર નથી બનતું. તેમાં બુદ્ધિ અને દૃષ્ટિનો સમન્વય કરવો પડે છે. થોમસ આલ્વા એડિસને વીજળીનો બલ્બ શોધ્યો ત્યારે તેની પાસે દૂરદૃષ્ટિ પણ હતી. એલેન મસ્કએ ઇલેકટ્રીક કાર દોડતી કરી ત્યારે તેની પાસે ભવિષ્યનું દર્શન હતું. સરદાર સરોવર નર્મદા ડેમ બાંધનાર લોકો પાસે જ્ઞાનની સાથે દૃષ્ટિ પણ હતી. આપણે રણજીતસાગર ડેમમાં ૫૦ ટકા કાંપ ભર્યો છે, તેને દૂર કરી ડેમને કેમ પુનઃ જીવિત નથી કરી શકતા? આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કેમ વાવાઝોડાં કે પૂરમાં વીજ લાઈનો ધોવાઈ જાય છે અથવા મોટું નુકસાન ભોગવે છે? ઈજનેરી ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યાં છે, પરંતુ તે બહુ ધીમા અને ક્ષુલ્લક છે.

ગુજરાત સરકારને સૂચન છે કે, દર વર્ષે ઈજનેરી ક્ષેત્રે નવીન કરનાર ઈજનેરોનું પુરસ્કારથી સન્માન કરવું જોઈએ.

સંગઠન

જીઆઈસીઈએ-ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ. જીઆઈસીઈએ વર્ષ ૧૯૪૭ માં સ્થપાયેલ અને હવે એક અનન્ય વ્યાવસાયિક સંસ્થા  છે. આજે જીઆઈસીઈએ એ સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સની અગ્રણી સંસ્થા છે અને ચેરિટેબલ ટ્રસ્ટ અને સોસાયટી હેઠળ નોંધાયેલ બિન-સરકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે. સંસ્થાના નામ ઉપરથી એવું લાગે છે કે તે માત્ર સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ સભ્યો જ ધરાવે છે. ઈજનેરીની બીજી શાખાઓના સભ્યો આ સંગઠનમાં છે? ન હોય તો ગુજરાત સરકારે તેની રચના કરવા માટે આગળ આવવું જોઈએ. સિવિલ એન્જિનિયર્સ સંગઠને વારંવાર તૂટી જતા અને નબળા બાંધકામોના કારણો બાબતે જાહેર જનતાને વાકેફ કરવી જોઈએ. જાહેર સુખ  સુવિધાના કામો, કે જે પ્રજાના કરવેરાના નાણામાંથી બને છે તે ઉચ્ચ ગુણવત્તાવાળા બને તે માટે આગળ આવવું જોઈએ. નબળા બાંધકામોને કારણે ઈજનેરોની છાપ પણ ખરડાઇ રહી છે.

આંતરરાષ્ટ્રીય ઉદાહરણ લઈએ તો, સ્માર્ટ મોબાઇલના પ્રારંભ કાળમાં તે હેન્ગ થતાં હતા, ચોંટી જતા હતા, આ ક્ષેત્રેના ઈજનેરોએ તે ખામી સિફતથી દૂર કરી દીધી. આજે સ્માર્ટ ફોનમાં આ સમસ્યા નથી. આપણે પણ વિવિધ  ક્ષેત્રોની ઈજનેરી ક્ષતિઓ દૂર કરવા માટેની માનસિકતા અને દૃષ્ટિ કેળવવી પડશે.

ઈજનેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા અને શિક્ષણ આપતા અને મેળવતા તમામ લોકોને નૈતિકતા, દૂરદૃષ્ટિ, પ્રામાણિકતા વધે તેવા પ્રયાસો કરવા અનુરોધ છે. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મજબૂત બાંધકામો બહુ જરૂરી છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૨૦૪૭: ભારતે મહાસત્તા બનવા માટે પ્રામાણિક બનો અભિયાન શરૂ કરવું પડશે!

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આકાશી આફતથી ગુજરાત કેમ હાંફી જાય છે?

 (ભાગ -૨)

આઝાદીના ૧૦૦ વર્ષ પછીના ભારતની રૂપરેખા વિઝન-૨૦૪૭ ના નામે કેન્દ્ર સરકારનું નીતિ આયોગ તૈયાર કરી રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદી હંમેશાં સામાન્ય લોકો કરતાં લાંબુ અને મોટું વિચારે છે. બહુ સારી વાત છે. રાષ્ટ્ર,  સંસ્થા કે વ્યક્તિ જો ભવિષ્યનું આયોજન ન કરે તો ધીરે ધીરે ક્ષીણ થતાં જાય છે. ભવિષ્ય ઘડતર બહુ મોટી અને ઊંચી ક્ષમતા ધરાવતાં લોકો જ સફળતાપૂર્વક કરી શકે છે. આયોજનમાં નસીબ પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ નસીબને સહારે જ બેઠા રહેવું તે યોગ્ય નથી.

મેં વિકસિત ગુજરાત-૨૦૪૭ માટેની વિઝન-૨૦૪૭ પુસ્તિકા વાંચી. કેન્દ્ર સરકાર જે મનન, ચિંતન કરી રહ્યું છે તે બાબતે ગૂગલની મદદ લીધી. ત્યાં બહુ છૂટક છૂટક જાણકારી મળે છે. કોઈ ચોક્કસ કે સ્પષ્ટ ડોક્યુમેન્ટ મળ્યા  નથી.

વિઝન-૨૦૪૭ બહુ મહત્ત્વની અને જરૂરી બાબત છે. કારણ કે, આઝાદીના ૭૫ વર્ષ પછી આપણે હજુ ખોવાયેલા જ છીએ. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા મળે તેવા માર્ગો જ અપનાવે છે. મજબૂત વિકાસ કે નક્કર દિશા ક્યાંય જોવા નથી મળતી. બહુ નાની પણ મહત્ત્વની વાત કરીએ તો, લોકસભાની ચૂંટણી સમયે અમેરિકન ટેક જાયન્ટ એલેન મસ્ક ભારત આવવાના હતા અને અચાનક તેમણે ભારત પ્રવાસ રદ કરી નાખ્યો. સીધી નજરે આ બહુ સામાન્ય  બાબત હતી. પરંતુ પડદા પાછળ મોટો ખેલ પડી ગયો તેની સામાન્ય લોકોને ખબર ન પડી! મોદી સરકાર પ્રો-અમેરિકા અને એન્ટી-ચાઈના માનવામાં આવે છે. પરંતુ, લોકસભાની ચૂંટણી સમયે મોદી સરકાર દ્વારા આશ્ચર્યજનક  રીતે ટેસ્લાની સૌથી મોટી હરીફ ચાઇનીઝ કંપની બી. વાય.ડી.ને ઇલેકટ્રીક વાહનો ભારતમાં વેચાણ માટે છૂટ આપી દીધી! આજે ભારતના રસ્તાઓ ઉપર આ ચાઇનીઝ ગાડીઓ દોડવા લાગી છે. બીજું પરિણામ એ આવશે કે,  મેક ઇન ઈન્ડિયા નારો હવાઈ ગયો. ભારતમાં ઇલેકટ્રીક કાર નિર્માતા બે દેશી કંપની ટાટા અને મહિન્દ્રાએ બહુ મોટું નુકસાન ભોગવવું પડશે!

ભારતમાં ૨૦૪૭ સુધીમાં રામ રાજ્ય લાવવું હશે તો આવી માનસિકતા છોડવી પડશે!

હવે પાયાના મૂળ મુદ્દાઓની વાત કરીએ.

નિયંત્રણો

વર્તમાન સમયમાં ભારત ગાંડા બાવળની જેમ વધી રહ્યું છે. બરખા દત્ત નામની વિચક્ષણ મહિલાએ તાજેતરના તેમના એક લેખમાં લખ્યું હતું કે ભારત જીવી નથી રહ્યું, ખદબદી રહ્યું છે!. બહુ કડક નિરીક્ષણ કહેવાય. જ્યાં જુવો ત્યાં ભીડ! ૧૫૦ કરોડની વસ્તી એકબીજાથી આગળ નીકળી જવા માટે દોડી રહી છે. ગુણવત્તા ખૂબ પાછળ રહી ગઈ છે. પેરિસ ઓલમ્પિકમાં ભારત કરતાં વધુ ગોલ્ડ મેડલ યુદ્ધગ્રસ્ત યુક્રેન લઈ ગયું છે! ભારતમાં સંખ્યા વધે છે, ગુણવત્તા વધતી નથી તે જ મોટી સમસ્યા છે. ભાવિ આયોજન માટે વસ્તીના આંકડા, આર્થિક ધોરણો જેવી અસંખ્ય બાબતોની જરૂર પડે. કરૂણતા એ વાતની છે કે, દેશ પાસે વસ્તીના સાચા આંકડા કે માહિતી જ ઉપલબ્ધ નથી. ૨૦૧૧ પછી વસ્તી ગણતરી થઈ જ નથી. હજુ ક્યારે થશે અને કેવી થશે તેની જાણકારી નથી! દોઢ દાયકાથી અડસટ્ટે જ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોદીજીના મેગા પ્રોજેક્ટ વિઝન-૨૦૪૭ માં પણ ત્યારે કેટલી વસ્તી હશે, તેની કેટલી અને કેવી જરૂરિયાતો હશે તે બાબતે કોઈ ચર્ચા, ઉલ્લેખ કે દિશા નિર્દેશ નથી કરવામાં આવ્યા! પરિણામે આ પ્રોજેક્ટ હાલમાં શેખચલ્લીના સ્વપ્ન જેવો ભાસી રહ્યો છે.

ભારતમાં વસ્તી અને વાહનોનો અનિયંત્રિત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રોજગાર અને રસ્તાઓના ઠેકાણા નથી. ૨૦૪૭ સુધીમાં ભારતના વિકાસને અર્થસભર અને અસરકારક બનાવવો હશે તો વસ્તીનું નિયંત્રણ કરવું પડશે.  જન્મદર ઉપર હાઇડ્રોલિક બ્રેક મારવી પડશે. જો વસ્તી નિયંત્રણ બાબતે કઠોર નિર્ણયો લેવામાં નહીં આવે તો ૧૯૪૭ પછી બીજા ભારત જેટલી વસ્તી વધી હશે. ૨૦૪૭ માં અંદાજિત ૨૫૦ કરોડની વસ્તીને પેટ ભરવા માટે  ખોરાકની શું વ્યવસ્થા કરવી? જમીનો અને તેની ફળદ્રુપતા ઘટતી જાય છે. આજે ૧૫૦ કરોડ લોકો માટે રોજગાર, આરોગ્ય કે શિક્ષણની પૂરતી વ્યવસ્થા નથી. જે છે તેમાં જંગલરાજ જેવી સ્થિતિ છે.

માનવ વસ્તી જેટલો જ ગંભીર પ્રશ્ન વાહનોના અનિયંત્રિત વધારાનો છે. એકતરફ નબીરાઓ અતિ મોંઘા વાહનો બેફામ હંકારે છે અને બીજીતરફ કન્યા કેળવણી માટે મફત સાયકલો સરકારે આપવી પડે છે. વાહનો જે ઝડપે વધે તે તેટલી ઝડપે સારા માર્ગો વધતાં નથી. દેશમાં રસ્તાઓના નિર્માણની કામગીરી ભ્રષ્ટાચારનું મોટું માધ્યમ બની ગઈ છે. જામનગર-ખંભાળીયા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બે દાયકાથી ટોલટેક્ષ ઉઘરવવામાં આવે છે, છતાં તાજેતરમાં ભારે વરસાદમાં ૪૮ કલાક માટે બંધ કરવો પડ્યો હતો! કેમ?

ભારતમાં વાહનોની ખરીદી અને અવરજવર ઉપર કડક નિયંત્રણો નહીં મૂકવામાં આવે તો ૨૦૪૭ સુધીમાં ભયંકર ટ્રાફીક સર્જાવાની શક્યતા છે. જામનગરમાં જી.જી. હોસ્પિટલ રોડ, ગુલાબનગર કે સમર્પણ સર્કલ પાસે પગ મૂકવાની જગ્યા નહીં રહે તેટલાં વાહનો હશે! ૨૦૪૭ સુધીમાં વાહનોના ઈંધણની પણ મોટી તંગી પડશે, સોલાર વાહનો કેટલાં સફળ રહેશે તે બાબતે પણ વિઝન-૨૦૪૭ માં કોઈ ઉલ્લેખ નથી!

વાસ્તવમાં ઈંધણ-૨૦૪૭ ઉપર અલગથી મનોમંથન થવાની જરૂર છે.

ભારતમાં અસરકારક અને ટકાઉ વિકાસ કરવો હશે તો ઘણી પાયાની બાબતોને અગ્રતા આપવી પડશે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પુરના પાણી ઘૂસી ગયા ત્યારે મુખ્યમંત્રીએ ૧૨૦૦ કરોડની યોજના જાહેર કરી દીધી.  વાસ્તવમાં આ યોજના ૧૫ વર્ષ પહેલા આવું પૂર આવ્યું ત્યારે તૈયાર કરવામાં આવી હતી, જે ફાઇલ દોઢ દાયકા સુધી પડી રહી!

જામનગરમાં નદીના પાણી શહેરમાં દાયકાઓથી હાહાકાર મચાવે છે, પરંતુ કોઈ નક્કર ઉકેલ લવાતો નથી. કેશડોલ્સ અને ફૂડ પેકેટના આધારે વિકસિત ગુજરાત-૨૦૪૭ સિદ્ધ થશે નહીં! નક્કર, શુદ્ધ કે સ્વાર્થ વિહીન વિચાર કરવા જેટલી ક્ષમતા કે લાગણી હવે બચી નથી!

પ્રોજેક્ટ ૨૦૪૭

વિઝન ઈન્ડિયા ૨૦૪૭ એ ભારતની ટોચની પોલિસી થિંક ટેન્ક, નીતિ આયોગ દ્વારા આગામી ૨૫ વર્ષોમાં ભારતના વિકાસની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા માટે શરૂ કરાયેલ એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારતને નવીનતા અને ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનાવવાનો છે, જે માનવ વિકાસ  અને સામાજિક કલ્યાણની દૃષ્ટિએ પણ એક મોડેલ દેશ હશે અને પર્યાવરણીય ટકાઉપણુંનો મજબૂત હિમાયતી હશે. જેનો ઉદ્દેશ્ય ભારતના લોકોની માથાદીઠ આવક ૧૮ થી ૨૦ હજાર અમેરિકી ડોલર કરવી, અને ૩૦ ટ્રિલિયન  અમેરિકન ડોલરનું અર્થતંત્ર હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ ઊભી કરવી, નાગરિકોના જીવનમાં બિનજરૂરી સરકારી હસ્તક્ષેપને સમાપ્ત કરવો અને ડિજિટલ અર્થતંત્ર અને શાસનને પ્રોત્સાહન આપવું. સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રમાં આત્મ નિર્ભરતા હાંસલ કરવાના ધ્યેય છે. દેશ આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે ત્યાં સુધીમાં વડાપ્રધાન દેશને અમેરિકન ડોલર ૩૦ ટ્રિલિયન અર્થતંત્ર સાથે વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે. વિઝન ઈન્ડિયા-૨૦૪૭ યોજના ઉપર છેલ્લા બે વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિવિધ મંત્રાલયોના અધિકારીઓ વિચારણા કરી રહ્યા છે કે, દેશને  વિકાસના વર્તમાન સ્તરથી કેવી રીતે મહત્ત્વાકાંક્ષી સ્તર પર લઈ જવું જોઈએ? નીતિ આયોગ, આ વિઝન ડોક્યુમેન્ટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં, ટૂંક સમયમાં જ વિશ્વ બેંકના પ્રમુખ અજય  બંગા, એપલના વડા ટીમ કૂક તેમજ વિવિધ ભારતીય ઉદ્યોગપતિઓ અને વિચારકો સહિત વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો સમક્ષ તેના મુખ્ય વિચારો અને ધ્યેયો રજૂ કરશે.

વિષય

વિઝન-૨૦૪૭ વિષય જરા અટપટો અને કંટાળાજનક છે. પરંતુ, બહુ મહત્ત્વનો હોવાથી એન્જિઑગ્રાફીમાં છેડવામાં આવ્યો છે. મચ્છરને શાકાહારી બનાવવું, સિંહને ઘાંસ ખાતો કરવો કે નેવાના પાણી મોભે ચડાવવા શક્ય છે  પરંતુ ભારતીય લોકોના ડી.એન.એ.માંથી, ભ્રષ્ટાચાર, લાગવગ, ટૂંકી દૃષ્ટિ, બેફીકરાઈ, જડતા દૂર કરવા શક્ય નથી. આ લેખ શ્રેણીના પ્રથમ ભાગમાં લખ્યું હતું કે સ્વર્ણિમ ભારતની રચના માટે માનસિકતા બદલવી પડશે.

સારાંશ

વિઝન-૨૦૪૭માં ચરમ સુખની કલ્પના કરવી બહુ આવકારદાયક છે. સ્વપ્નો પૂર્ણ કરવા માટે ઊંઘમાંથી જાગવું પણ બહુ જરૂરી છે. ૭૫ વર્ષનો ટ્રેક રેકોર્ડ સુધારવા માટે આપણે રામ અને કૃષ્ણ બનવું પડશે. ન્યાય તંત્રમાં બે કે ત્રણ  દાયકા સુધી કેસો પડ્યા રહે, આરોપી, ફરિયાદી અને તપાસનીસ અધિકારી મરી જાય ત્યાં સુધી ન્યાય ન થાય તે બહુ ગંભીર છે. નાનો અને વર્તમાન દાખલો લઈએ તો વીજ વિભાગ દર ચોમાસામાં વીજ પુરવઠો રીપેર કરવા  માટે દર વર્ષે ૫૦૦ થી ૭૦૦ કરોડ ખર્ચ કરે છે પરંતુ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવામાં નથી આવતી! અમદાવાદમાં પણ ભારે વરસાદ થયો, પરંતુ ૪૦ લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં ટોરેન્ટ કંપનીના અંડરગ્રાઉન્ડ વીજલાઇન નેટવર્કને કારણે વીજ પુરવઠો ચાલુ રહ્યો, જ્યાં સપ્લાય બંધ થયો ત્યાં જૂજ ખર્ચે એક કલાકમાં વીજ પુરવઠો પુનઃ શરૂ થયો. ગુજરાતમાં ખાનગી કંપની આવું કરી શકે તો પીજીવીસીએલ કેમ નથી કરતું? દુબઈના બુર્જ ખલિફાની જંગી લિફ્ટ કેમ ૧૪૦ માળ સુધી ૩૬૫ દિવસ વજન વહન કરે છે?

આપણી સામે સમસ્યાઓ વધતી જાય છે, ત્યારે આપણે રેલી, સૂત્રો, સભાઓ, રોડ શો કરવામાં મગ્ન છીએ! મારી કલ્પના છે કે, ૨૦૪૭ પણ આપણે નક્કર કાર્યોને બદલે આવા દેખાડા કરીને, છાતી ફૂલાવીને ઉજવણી કરીશું તે નક્કી છે! મર્યાદા પુરષોત્તમની ભક્તિ કરીએ છીએ, ગીતા જ્ઞાન પઠન કરીએ છીએ, પરંતુ લાગવગ, ભ્રષ્ટાચાર, સ્વાર્થ, છેતરપિંડી, ભેળસેળ, છોડવા નથી! નરેન્દ્ર મોદી અભિયાન સમ્રાટ છે, તેમણે પ્રામાણિક બનો અભિયાન શરૂ કરવું જોઈએ. શહેર સ્વચ્છ બને તેના કરતાં સમાજ સ્વચ્છ બને તે વધુ મહત્ત્વનું અને સમયોચિત છે.

૨૦૪૭ માં ભારત સાચા અર્થમાં, મજબૂત અને સર્વાંગી મહાસત્તા બને તેવી સાત્ત્વિક જીવન પ્રથા અપનાવવા દેશના ૧૫૦ કરોડ લોકોને હૃદયથી પ્રાર્થના.

(સમાપ્ત)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૨૦૪૭ સુધીમાં સ્વર્ણિમ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે માનસિકતા બદલવી પડશે!

અમેરિકા કે બ્રિટન જેવી સિદ્ધિઓ હાંસલ કરવા આપણે રામ જેવા પવિત્ર બનવું પડશે!

 (ભાગ -૧)

૨૦૪૭ માં ભારતની આઝાદીને સો વર્ષ પૂર્ણ થશે. નરેન્દ્ર મોદીની ઉજવણી સ્ટાઈલ અનુસાર હાલમાં ૭૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. નાની મોટી તમામ બાબતોને ઉજવાણીઓનું સ્વરૂપ આપવાથી હવે તેની ગંભીરતા, અસરકારકતા કે લોકભાગીદારી ઘટતી ગઈ છે. દેશના ૧૫૦ કરોડમાંથી ૧૦૦ કરોડ લોકો તો પોતાની વિટંબણાઓમાંથી નવરા થતાં નથી! બાકીના ૫૦ કરોડ લોકોએ પોતાનું ગોઠવી લીધું છે. જો કે આજની આ કૉલમ જુદા વિષય અને આયોજન બાબતે એન્જિઑગ્રાફી કરવાની છે.

નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ માં ભારત મહાસત્તા બને, અમેરિકા, જાપાન અને રશિયાને ઓવરટેક કરી જાય તે માટે વિઝન-૨૦૪૭નો કાર્યક્રમ શરૂ કર્યો છે. ૨૦૪૭ સુધીમાં દેશ કેવો હોય અને તે સ્વપ્નો સિદ્ધ કરવા માટેના ગોલ નક્કી કરવા માટે સરકારી તંત્ર મેરેથોન મિટિંગો કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રોડમેપ તૈયાર કરવા માટે કમરકસી છે. દરેક આયોજનોની જેમ અહી પણ મતદારોને અભિભૂત કરવા માટે સોનેરી સિદ્ધિઓની વણઝાર લગાવી દેવામાં આવી છે. મારી પાસે કેન્દ્ર સરકારના ૨૦૪૭ સુધીના રોડમેપની વિગતો તો આવી નથી પરંતુ ગુજરાત સરકારની વિકસિત ગુજરાત એટ ૨૦૪૭ નામની ૧૪૦ પેજની પુસ્તિકા આવી છે, તેના ઉપરથી આ બાબતોના મારા વિચારો રજૂ કરું છું. મારી ધારણા છે કે, ગુજરાત સરકારે કેન્દ્રની વિગતો ઉપરથી જ ગુજરાતની કોપી પેસ્ટબુક તૈયાર કરી હશે! ૨૦૪૭ માં ભારત મહાસત્તા બને અને સર્વ જન સુખાય સિદ્ધ થાય તેવો મારો પણ શુભ આશય છે. આ લેખ દ્વારા હું રામયણની કથાની જેમ ખિસકોલી કર્મ કરી રહ્યો છું.

રસ્તા, પુલ, પૂતળા, મહાલયો બાંધવાને પ્રાથમિકતા આપવાની જરૂર નથી. આઝાદીના ૭૫ વર્ષ પછી હવે સંપૂર્ણ શુદ્ધ ખોરાક અને પાણી, વ્યાજબી ભાવે આરોગ્ય સારવાર અને શિક્ષણ, કડક કાયદાઓ અને તેનું ત્વરિત અમલીકરણ માટે કેન્દ્રિત થવાની જરૂર છે. જો કે, સરકારની સાથે સામે પક્ષે નાગરિકોએ પણ નિષ્ઠા, પ્રામાણિકતા, રાષ્ટ્રભાવના, સત્યતા જેવા સદ્ગુણો આત્મસાત કરવા પડશે.

૨૦૪૭

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સનદી અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા કહો, માર્ગદર્શિકા કહો કે લક્ષ્યાંકો કહો.. એક બીબાંઢાળ રચના છે. જેમાં મૂળભૂતને બદલે રૂટિન ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કદાચ સામાન્ય લોકો, કૃષિકારો, ચેમ્બર ઓફ કોમર્સ, સેવા સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ, ચિંતકો જેવા જમીની લોકોના અભિપ્રાય લેવામાં નથી આવ્યા. વાતાનુકૂલિત મિટિંગ હોલમાં તેની રચના કરવામાં આવી છે. મારા હાથમાં જે પુસ્તિકા આવી છે તે, સંપૂર્ણ અંગ્રેજીમાં છે. તેનો ગુજરાતી અનુવાદ કરી જાહેર જનતા માટે અભિપ્રાયો માટે ખુલ્લો મૂકવો જોઈએ.

એક્ઝિકયુટીવ સમરીમાં બે ભાગ પાડવામાં આવ્યા છે, જે મહત્ત્વના અને બહુ મુશ્કેલ છે. ચાંદ-તારા તોડવા જેવી પરિકલ્પના કહેવાય! (૧) લિવિંગ વેલ (૨) અર્નિગ વેલ. દેશના ૯૯ ટકા લોકો આ બે બાબતો માટે આખી જિંદગી ખર્ચી નાખે છે તો પણ બે છેડા ભેગા થતાં નથી! સુખી જીવન અને સંતોષજનક આવકની વ્યાખ્યા બહુ કપરી છે. આ રોડમેપમાં વારંવાર સુખી થવા માટેના માપદંડો માટે અમેરિકા અને ચીનના આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. હકીકતમાં આપણી સંસ્કૃતિ, ભૌગોલિક અને સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિની આ બે દેશ સાથે સરખામણી કરવી બેહૂદું છે. ચીનની તો ખબર નથી, પરંતુ બ્રિટન, અમેરિકા, જાપાન જેવા દેશોના લોકોની માનસિકતા, દેશપ્રેમ કે આર્થિક વ્યવસ્થાપન સુધી પહોંચવા માટે બીજા ૧૦૦ વર્ષ જોઈએ. ગત ૭૫ વર્ષમાં આપણે નૈતિકતા કે તંદુરસ્ત માનસિકતા ક્ષેત્રે બહુ સારું પ્રદર્શન કરી શક્યા નથી. આગામી ૨૫ વર્ષમાં આપણી ચાલચલગતમાં કોઈ ક્રાંતિકારી પરિવર્તનો આવવાની શક્યતા મને દેખાતી નથી.

મહત્ત્વની બાબત એ છે કે, ૨૦૪૭ ના લક્ષ્યાંક નક્કી કરનાર રાજકીય અને સરકારી અધિકારીઓ ત્યારે અથવા ત્યાં સુધીમાં નિવૃત્ત થઈ ગયા હશે. માટે તેમની કોઈ જવાબદારી રહેશે નહીં. વિભાગ ૪.૨ માં ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક માળખાકીય સુવિધાઓ બાબતે દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે. ૨૦૨૪ માં રાજ્યના અનેક માર્ગો હજુ ખખડધજ છે અથવા એક વરસાદમાં ધોવાઈ જાય છે. ૭૫ વર્ષ પછી પણ નક્કર અને મજબૂત માર્ગોના નિર્માણમાં ઊણા ઉતાર્યા છીએ. માર્ગોની બાબતમાં રાજ્યમાં સૌથી વ્યાપક ભ્રસ્ટાચાર પ્રવર્તે છે.

૨૦૪૭ ના વિઝન ડોક્યુમેન્ટમાં મુખ્ય ચાર ભાગ પાડવામાં આવ્યા છે. (૧) વિઝન એન્ડ માઇક્રો સ્ટ્રેટેજી (૨) એમ્પાવર્ડ સિટીઝન્સ- લિવિંગ વેલ (૩) અર્નિગ વેલ (૪) કી અનેબલ્સ.

વર્તમાન માનસિકતા જોયા પછી એટલો નિષ્કર્ષ તારવી શકાય કે, ૨૦૪૭ સુધીમાં જો આપણે અમેરિકા કે બ્રિટન જેવું બનવું હશે તો રામ જેવા મર્યાદા પુરષોત્તમ બનવું પડશે!

જરૂરી કાર્યો

આગામી ૨૫ વર્ષ માટેના કરવા જેવા જરૂરી અને મહત્ત્વના કાર્યોને સમય માટે કોરાણે મૂકી દેવામાં આવ્યા છે તે સમજાતું નથી! મારા માટે (શુદ્ધ અને ભેળસેળ રહિત ખોરાક અને પાણી (૨) ભ્રસ્ટાચારમુક્ત અને પારદર્શક વહીવટ (૩) ન્યાય પ્રક્રિયામાં થતો અતિશય વિલંબ નિવારવો (૪) કરચોરી માટે ઝીરો ટોલરન્સ (૫) કાળા અને બે નંબરી ધંધા અને વ્યવહારો માટે સીધી જેલની સજા.

૨૦૪૭ માં જે પક્ષની સરકાર હશે તેણે ઉપર દર્શાવેલ કામો કરવા પડશે નહીં તો આઝાદી વ્યર્થ ગણાશે. એક નાનું પરંતુ મહત્ત્વનું ઉદાહરણ ટાંકવું જરૂરી છે. રાજકોટના અગ્નિકાંડમાં સાગઠિયા નામના ફાયર અધિકારી પાસેથી ૨૦ કરોડની જંગી માત્રામાં બેનામી મિલકતો લાંચ રૂશ્વત વિરોધી શાખાએ પકડી. હવે મહત્ત્વનો અને મુંઝવતો સવાલ એ છે કે, આટલું જંગી કાળું નાણું કોણે કોણે આપ્યું? કયા ગેરકાયદે કામો માટે લાંચ આપવામાં આવી? સરકારને આ નામો અને કામો શોધવામાં રસ નથી! દેશમાં ૨૦૪૭ સુધીમાં સ્વર્ણિમ ભારતની રચના માટે સરકાર, રાજકીય પક્ષો, અધિકારીઓ અને નાગરિકોએ આવી ગરબડવાળી અને ગંદી માનસિકતા ૩૬૦ ડિગ્રીએ બદલવી પડશે. ભ્રસ્ટાચારીઓને છાવરવાનું બંધ કરવું પડશે. આ છટકબારીઓ અને સગાંવાદ નાબૂદ કરવા માટે વિઝન-૨૦૪૭ માં કોઈ ઉલ્લેખ જ નથી!

લોકભાગીદારી

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે લોકભાગીદારી નામનો શબ્દ આપ્યો. બહુ સુંદર અને સુંવાળા લાગતા આ ખ્યાલને સ્વાર્થી લોકોએ મારી મચડીને રફેદફે કરી નાખ્યો. સરકાર તમામ કામો એકલે હાથે કરી ન શકે અને શક્ય પણ નથી. લોકતંત્રમાં ૬૦ ટકા જવાબદારી લોકોની અને ૪૦ ટકા જવાબદારી સરકારની હોવી જોઈએ. ૨૦૪૭ સુધીમાં જો આ રેશીયો સિદ્ધ નહીં થાય તો જાપાન કે અમેરિકા બની શકીશું નહીં. આ દેશમાં માત્ર ૮ થી ૧૦ ટકા લોકો જ આવકવેરો ભરતા હોય તો વિકાસ કેવી રીતે થાય? દેશના ૯૦ ટકા લોકો નાની મોટી, સીધી કે આડકતરી ચોરી કરે છે. મારુ મંતવ્ય છે કે ૨૦૪૭ સુધીમાં ચોરીની માનસિકતા બદલવી પડશે. નાનો માણસ નાનો ચોર હોય અને મોટો માણસ મોટો ચોર હોય ત્યાં રામરાજ્ય કેવી રીતે શક્ય બને! નરેન્દ્ર મોદીએ વિઝન-૨૦૪૭ના મુસદ્દામાં માનસિક પરિવર્તનને પણ સ્થાન આપવાની જરૂર છે. જે બહુ કપરું છે. રાવણ કદી સુધરે જ નહીં, રાક્ષસવૃત્તિનો નાશ કરવા માટે રાવણને મારવો જ પડે. વર્તમાન સમયમાં ભ્રમાસ્ત્રનો ઉપયોગ કરવો તો શક્ય નથી, પરંતુ કાયદાઓ સખ્ત બનાવવાની જરૂર છે. હાલમાં મોટાભાગના વિવાદિત કેસો બે થી ત્રણ દાયકા સુધી અનિર્ણિત રહે છે. આરોપીઓ મરી જાય ત્યાં સુધી ચુકાદો નથી આવતો. નરેન્દ્ર મોદીએ વિઝન-૨૦૪૭ના ડ્રાફ્ટમાં ઝડપી ન્યાયના મુદ્દાને પણ આવરી લેવાની જરૂર છે. તો જ તોફાની તત્ત્વો સુધરશે અને કાયદાઓનો ભંગ કરતા ડરશે. પરિણામે લોકભાગીદારી તંદુરસ્ત બનશે અને દેશ વિકાસ કરશે.

પ્રાથમિકતા

રોટી, કપડાં ઓર મકાન પ્રાથમિક જરૂરિયાતો છે. પેટ ભરવા માટેના ખોરાક અને પાણીમાં ભેળસેળ બેફામ બની છે. ખેત પેદાશોમાં ઝેરી રસાયણોનો વપરાશ હદ વટાવી રહ્યો છે. ખેત પેદાશોમાં કેમિકલ વપરાશથી જીવલેણ રોગો વધી રહ્યા છે. ૪૫-૫૦ ઉપરના લોકો નાના મોટા રોગના ભોગ બની રહ્યા છે. દૂધ હવે સફેદ ઝેર બની ગયું છે. ખોરાકની તમામ ચીજો ગુણવત્તાની બાબતમાં શંકાથી પર નથી. ૨૦૪૭ સુધીમાં સરકારે ખોરાક શુદ્ધ કરવો જોઈએ. જેનો વિઝન-૨૦૪૭માં કોઈ ઉલ્લેખ નથી!

વિકસિત દેશોમાં ખોરાકમાં ભેળસેળને બહુ ગંભીર ગુન્હો ગણવામાં આવે છે. કડક સજા મળે છે. ભારતમાં ખોરાકની ગુણવત્તા માટેનું તંત્ર પાંગળું અને અપૂરતું છે. ખાસ કરીને ગુજરાતમાં તો લાલિયાવાડી જ છે. ૨૧ મી સદીમાં પણ ભેળસેળ ચકાસવા માટે વડોદરા લેબોરેટરીમાં સેમ્પલ મોકલવા પડે છે. લાંબા સમય પછી રિપોર્ટ આવે છે અને નગણ્ય દંડ કે સજા મળે છે. માંદલી અને નબળી પ્રજા મહાસત્તા કેવી રીતે બની શકશે. ગુજરાત સરકારે ખોરાકની ગુણવત્તા માટે દરેક જિલ્લામાં આધુનિક લેબોરેટરી ઊભી કરવી જોઈએ, તે માટે નિપૂર્ણ અને પ્રામાણિક કર્મચારીઓ તૈયાર કરવા જોઈએ. ખોરાકના નમૂના કલાકોમાં ચેક થાય અને ભેળસેળ કરનાર વ્યક્તિ કે કંપનીને ગણતરીના દિવસોમાં સજા પડે તેવી જડબેસલાક વ્યવસ્થા હોવી જોઈએ.

હું કે નરેન્દ્ર મોદી ૨૦૪૭ માં કઈ હાલતમાં હશું તે ખબર નથી, પરંતુ જે કોઈ હશે તે ખખડધજ લોકો હશે તે નિશ્ચિત છે. આજે ૯૦ ટકા ખોરાકમાં ભેળસેળ થાય છે, તે ૨૦૪૭ માં કેટલા પ્રમાણમાં થતી હશે તે ભગવાન જાણે!

વિઝન-૨૦૪૭ માં પણ હજુ મૂળભૂત મુદ્દાઓ કે કામોનો ઉલ્લેખ નથી તે વાંચી ભારોભાર દુઃખ સાથે આશ્ચર્ય થયું! મોદી સરકારે આવા મહત્ત્વના ને ગંભીર કામો માટે એક અલગથી ઇમ્પોર્ટન્ટ વિઝન એન્ડ ઇમરજન્સી ટાર્ગેટ-૨૦૪૭ નામનો અલગથી જુદો મુસદ્દો કે રોડમેપ તૈયાર કરવો જોઈએ. આ લક્ષ્ય પ્રત્યે ગંભીરતા ન દાખવનાર અધિકારીઓ અને રાજનેતાઓને પદભ્રષ્ટ કરવા જોઈએ. ચીન જેવા અનેક દેશોમાં ખોરાકમાં ભેળસેળ કરનાર સામે હત્યા જેવા ગુનામાં પડતી સજા આપવામાં આવે છે. ભારતમાં કેટલાક ક્ષેત્રોમાં સરમુખત્યારશાહી જરૂરી છે!

વિઝન-૨૦૪૭ માટે વધુ ચિંતન આગામી શુક્રવારે કરીશું.

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અસ્તિત્વ અને ઓળખ જાળવવા ટ્રેને હંમેશાં પાટા ઉપર જ જીવવું પડે છે!

ટ્રેન એક ફિલોસોફી છે, એક સંદેશ છે, એક જીવન છે!: ટ્રેનની અદ્ભુત ફિલોસોફી ૧૯૭૪ મા દોસ્ત ફિલ્મમાં ગીતકાર આનંદ બક્ષીએ રજૂ કરી હતી

લોકલ, એક્સપ્રેસ, મેમુ, ડેમુ, મેટ્રો, રાજધાની, ગરીબ રથ, વંદે ભારત, સાબરમતી, બુલેટ ટ્રેન.. નામ ગમે તે હોય. ટ્રેન હંમેશાં પાટા ઉપર જ દોડે, તે દિશા અને પાટા છોડી શક્તિ નથી! જો રતિભાર પણ પાટા છોડે તો  અકસ્માત સર્જાય અને અઘટિત બને. વ્યક્તિની જિંદગી પણ અદ્દલ ટ્રેન જેવી જ છે. જરાક પણ ભટક્યા, તો ગયા, સમજો! ટ્રેન પ્રવાસીની ઈચ્છા અનુસાર દિશામાં દોડતી નથી કે માર્ગ બદલાવી શક્તિ નથી. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો, આગગાડીએ બીબાંઢાળ જીવન જીવવું પડે છે. ટ્રેનના જન્મ અને મૃત્યુ બન્ને પાટા ઉપર જ લખ્યાં હોય છે. અનુકૂળ હોય તે બેસે, પ્રવાસીએ ટ્રેનના નિયમો અને પ્રકૃતિને અનુરૂપ વર્તવું પડે છે! ટ્રેન જો રોડ ઉપર દોડવા લાગે તો કાર કે ટ્રક કહેવાય અને ઉડવા લાગે તો પ્લેન કે હેલિકોપ્ટર કહેવાય. ટૂંકમાં ટ્રેન પાટા છોડી દે તો પોતાની ઓળખ અને અસ્તિત્વ ગુમાવી દે!

'નોબત'ના સુજ્ઞ વાચકો અને ચાહકને આશ્ચર્ય થશે કે, લેખક આજે કેમ પોતાનો ટ્રેક ચૂકી ગયા છે? અચાનક ટ્રેનમાં ચઢી બેઠા છે? ટ્રેનની અદ્ભુત ફિલોસોફી ૧૯૭૪ માં દોસ્ત ફિલ્મમાં ગીતકાર આનંદ બક્ષીએ રજૂ કરી હતી. હું તો તેને માત્ર વાગોળી રહ્યો છું. ધર્મેન્દ્ર અને હેમામાલીની અભિનીત દોસ્ત ફિલ્મમાં ગાડી બુલા રહી હૈ, સિટી બજા રહી હૈ અચૂક સાંભળજો અને પછી એન્જિઑગ્રાફી વાંચજો. આખી જિંદગીનો મર્મ સમજાઈ જશે.

ચલના હી જિંદગી હૈ

ગીતકાર આનંદજી લખે છે કે, ચલના હી જિંદગી હૈ, ચલતી હી જા રહી હૈ. જીવિત માણસ માટે પણ ચાલતા રહેવું બહુ જરૂરી છે. જો રુકા, વો મરા સમજો. નાનું બાળક પા પા પગલી પાડે ત્યારે પડે આખડે, પરંતુ યુવાન જો વારંવાર ગડથોલિયા ખાય તો સમાજ તેને ગાંડો, દારૂડિઓ કે રખડું કહે છે. ટ્રેન જો ઊભી જ રહે તો તેની કોઈ કિમત નથી. તેમ વ્યક્તિએ પણ સતત આગળ ધસમસતા રહેવું પડે છે. દોડવું જરૂરી છે, સાથે ટ્રેક છૂટવો ન જોઈએ તે પણ મહત્ત્વનું છે. ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય કુસ્તીબાજ મહિલાનું માત્ર ૧૦૦ ગ્રામ વજન વધી ગયું તેમાં તે બહાર ફેંકાઇ ગઈ! પાટા છોડો એટલે ફેંકાઇ જવાનું નિશ્ચિત છે અથવા ઓળખ ગુમાવવી પડે છે. જે પાટા છોડીને પણ જીવી ગયા તે અમર થઈ ગયા!

ટ્રેન એક ફિલોસોફી છે. એક સિમ્બોલ છે, એક સંદેશ છે, એક જીવન છે! જીવવા માટે અને જીતવા માટે ચાલતા રહેવું બહુ જરૂરી છે. દિશા અને દશા નક્કી કરવી તે પ્રારબ્ધની વાત છે. હિન્દુ સંસ્કૃતિમાં કર્મનું મહત્ત્વ મોટું માની ગુણગાન કરવામાં આવ્યા છે. આ કર્મ એટલે જ ચલના હી જિંદગી હૈ! ચાલવું તે કર્મ છે.

ટ્રેનના સ્ટેશનની જેમ જિંદગીમાં પણ સ્ટેશનો નક્કી જ છે. નિયત સમય કરતાં વધુ રોકાણ કરવું નહીં, જો રોકાઈ ગયા તો, ગરબડ થઈ જશે.

કૈસી હે નેક

ટ્રેન અને જીવન, બંનેમાં સાથી સંગાથીઓ મહત્ત્વના છે. આનંદ બક્ષી કહે છે કે, કૈસી હે નેક, બુરા-ભલા ન દેખે, જો હે સવાર.. કેટલાક પહેલાંથી છેલ્લા સ્ટેશન સુધી સાથ આપે છે, કેટલાક પોતાની જરૂરિયાત હોય ત્યાં સુધી જ  સાથે રહે છે. જો કોઈ અધવચ્ચે ઉતરી જાય તો, તેને સ્વાભાવિક ગણવાનો સંદેશ ટ્રેન આપે છે. જે કોઈ પ્રવાસમાં જોડાય તેને સમયસર તેના નિયત સ્થાને પહોંચતો કરવો જોઈએ. પ્રવાસી છે, તો જ પ્રવાસ છે, મુસાફરને શક્ય  તેટલી અનુકૂળતા કરી આપવી, અનુકૂળતાભર્યો સહકાર આપવો જોઈએ. આપણાં જીવનમાં પણ અસંખ્ય, નામી અનામી લોકો જોડાતા રહે છે, સૌ કોઈ પોતાની અનુકૂળતા મુજબ ચડઊતર કરે છે. આ આવાગમનને નિર્લેપ ભાવે અપનાવી લેવું જોઈએ. આવતાં-જતા તમામ લોકો સાથે અનુકૂલન સાધવાનો અદ્ભુત સંદેશ ટ્રેન આપે છે! પોતાની દિશામાં જવા માંગતા  સારા-નરસા તમામ લોકોને ભેદભાવ વગર નિયત સ્થાને પંહોચાડે છે. આપણે પણ જીવન સફરમાં શક્ય તેટલા નિર્લેપ થવું જોઈએ. જો કે ટ્રેન જેટલા નિર્લેપ  થવું પણ આપણાં માટે શક્ય નથી. ટ્રેન મશીન છે, માણસમાં લાગણી નામનું તત્ત્વ ભગવાને ભરપૂર માત્રામાં ઉમેરેલું છે.

સિને મેં હૈ આગ

આનંદ બક્ષીએ જે જે શબ્દો અને અંતરાઓ લખ્યા છે તેનો ગૂઢાર્થ સમજવા જેવો છે. શીખો તુમ સબક જવાનો, સર પે હૈ બોજ, સિનેમેં આગ, લબ પે ધુવા, ફીર ભી યે ગા રહી હૈ! જીવન બહુ દુષ્કર છે. ટ્રેનમાં બહુ વજન ભરેલું  છે, દોડવા માટે ભરપૂર આગ ભરેલી છે, સતત ધુમાડો કાઢે છે.. ફીર ભી યે ગા રહી હૈ. ટ્રેનનો પોતાનો પ્રવાસ પણ બહુ મુશ્કેલ હોવા છતાં તે ગીતો ગણગણતી આગળ વધતી જ જાય છે. યુવાનોએ પણ કપરી જિંદગીમાં નિરાશ  થવાને બદલે દિલમાં આગ ભરીને દોડતાં રહેવું જોઈએ. આજના યુવાનો સફળ થવા માટે ટૂંકા રસ્તા અપનાવે છે, ગુસ્સે થઈ અઘટિત કરી બેસે છે, અથવા નિરાશ થઈને માર્ગ ભટકી જાય છે.

આપણી ટ્રેન પણ આવા યુવાનોને સરસ સંદેશ આપે છે.. ફીર ભી યે ગા રહી હૈ! અનેક વિટંબણાઓ આવે, ગીતો લલકારતા આગળ વધો. કવિ આગળ વધીને લખે છે કે, સર પે હૈ બોજ.. પેસેન્જર ટ્રેન હોય કે, માલગાડી, બન્ને ભારે વજન સાથે આગે કુચ કરતી જ રહે છે. યુવાનો એ પણ જિંદગીના બોજને નગણ્ય માનીને પોતાના કેન્દ્ર તરફ આગળ વધતાં જ રેહવું જોઈએ. હારી, થાકીને મુસાફરી અધવચ્ચે છોડી દેવી ન જોઈએ! મગજ ઉપર બોજ અને ચિંતા માણસને વહેલો વૃદ્ધ બનાવી દે છે. કુસ્તીબાજ વીનેશ ફોગટને તેનું ૧૦૦ ગ્રામ વજન નડી ગયું! જો કે, આનંદ બક્ષીના શબ્દોનો મલમ તેને કામ ન લાગે તે સ્વાભાવિક છે. સર પે બોજ બને તેટલો ઝડપથી ઉતારી નાખવો. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ખંખેરી નાખવો!

સિગ્નલ હુવા કે નિકલી

બક્ષી સાહેબ કહે છે.. આગે તુફાન, પીછે બરસાત, ઉપર ગગન પે બીજલી,  દિન હો કે રાત, સિગ્નલ હુવા કે નિકલી.

શબ્દો અને સંજોગોનો અદ્ભુત સમન્વય કર્યો છે. આટ આટલી મુશ્કેલીઓ હોવા છતાં, સિગ્નલ મળ્યું એટલે દોડવા લાગી. ટ્રેન કપરા સંજોગોને ગણકારતી નથી. વ્યક્તિને પણ ગમે તેટલા તોફાનો નડે, ચારે તરફ વિટંબણાઓ હોય, પરતું યોગ્ય સમયે ચાલતા થવું જોઈએ! બાળકના જન્મ  સાથે જ મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તકલીફો સ્વરૂપ બદલીને આગળ પાછળ દોડતી જ રહે છે. પરંતુ, માણસે  ટ્રેનની જેમ સિગ્નલ મળે કે તુરંત આગળ વધવું જોઈએ.

બક્ષીજીની ફિલોસોફીમાં થોડો સુધારો કરીએ તો, લાલ સિગ્નલ મળે એટલે જ્યાં હોઈએ ત્યાં ઊભા રહી જવું જોઈએ. લાલ સિગ્નલનું માન જાળવવું જોઈએ. માણસના જીવનમાં પણ જ્યાં રૂક જાવ નો સંદેશ મળે ત્યાં ઊભા રહી જવામાં જ શાણપણ છે. આગળ ખતરો હોવા છતાં દોડ્યા જવામાં મૂર્ખામી છે. વર્તમાન સમયમાં એક ના ડબલ કરી દેવાની લાલચોમાં પડવું ન જોઈએ. અહી લાલ સિગ્નલની નોંધ લેવી જોઈએ.

આગે તુફાન, પીછે બરસાત, ઉપર ગગન પે બીજલી.. શબ્દો સૂચિત કરે છે કે  તકલીફો પણ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. આપણાં વ્યક્તિત્વ ઉપર આવા બહુ પાંખીયા હુમલાઓ થાય છતાં યોગ્ય સમયે વાટ પકડવી જોઈએ.

જીના શિખા રહી હૈ

આ માત્ર આગગાડી જ નથી, આખો જીવન સંદેશ છે. ભગવાન કૃષ્ણએ મહાભારતમાં કર્મયોગ કહ્યો છે. આ કર્મ યોગના સંદેશ અને અર્થને લઈને ટ્રેન ગામે ગામ ફરી રહી છે. આનંદ બક્ષી ગીતના અંતિમ અંતરામાં બહુ સરસ કહી દે છે. ગીતમાં આખી ટ્રેનની કહાની કહેવાનો આશય છે કે..

જીના શિખા રહી હૈ, મરના શિખા રહી હૈ

જો જીવવું હશે તો, દિવસ રાત દોડતાં રહેવું પડશે. સમય પાલન કરવું પડશે, નિશ્ચિત માર્ગ અને સિગ્નલોને અનુસરવું પડશે. ટાઢ, તડકો, વરસાદ, તોફાન કે જે કઈં પરિસ્થિતિ હોય તેને અનુકૂળ બનીને આગળ વધતાં રહેવું  પડશે. જો આખી જિંદગી નિયમોનુસાર જીવ્યા હશું તો મૌત અધવચ્ચે નહીં પણ મંઝિલ ઉપર જ આવશે. કાર્ય પૂર્ણ કર્યાનો સંતોષ મળશે. વ્યક્તિઓએ પણ તેની જીવન સફર દરમિયાન શિસ્તબદ્ધ અનુસરવું પડશે. માર્ગમાં જે કોઈ મળે  તેને યથાયોગ્ય સુવિધા આપવી.

સંદેશ

આવા અથસભર ગીતો નવી ઉર્જા પૂરી પાડે છે. અનાયાસે જ મારા કર્ણપટલ ઉપર આ ગીત પડ્યું અને મારા રોમે રોમમાં તાજગી ફેલાઈ ગઈ. આખું ગીત સાંભળ્યા પછી છેલ્લે અર્થ સમજયો કે.. જીના શિખા રહી હૈ!

વર્તમાન સમયમાં આપણે આર્થિક આંધીમાં અટવાઈ ગયા છીએ. તેમાંથી ઉગરવા માટે આવા પ્રેરક ગીતો નવી દિશા બતાવે છે. પાંચ હજાર કરોડના ઝાકઝમાળવાળા ભવ્યાતિભવ્ય લગ્નના દૃશ્યો જોઈ હજારો માતાપિતા  ખૂણામાં બેસી પોતાના સંતાનને આવું સુખ આપી ન શક્યાનો વસવસો આંસુ દ્વારા ઠાલવી લે છે. આવા સંજોગોમાં આનંદ બક્ષી જેવા સિદ્ધહસ્ત કવિ કહે છે  કે..

હિંમત ના હાર, કર ઇન્તઝાર,

યે રાત જા રહી હૈ, વો સુબહ આ રહી હૈ

નિરાશ થવાની જરૂર નથી, વાતાનુકૂલિત ડબ્બામાં બધાને જગ્યા ન મળે. સ્લીપર કોચમાં પણ આર.એ.સી. ટિકિટ મળે તો ભાગ્યવાન સમજવું. કન્ફર્મ ટિકિટ ધરાવતાં પ્રવાસીઓ કરતાં વેઇટિંગ ટિકિટવાળા પ્રવાસીઓ વધુ  જરૂરિયાત વાળા હોય છે, કારણ કે, તેમને મોડી, અચાનક જરૂર પડી હોય છે. પરંપરાઓ છોડી દેનારાઓ યુગ પુરુષ કહેવાય છે. એકવાર પાટા છોડીને પણ જીવી જોવું!

'નોબત'ના ચાહકો અને વાચકો દોસ્ત ફિલ્મનું આ ગીત સાંભળે અને પછી એન્જિઑગ્રાફી વાંચે તેવી ભલામણ છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘરે બેઠાં માણો મલયાલમ ભાષાની બે દમદાર ફિલ્મો 'ગોટ લાઈફ' અને 'બ્રહ્મયુગમ'

પૈસા કમાવવાની લાલચમાં ગેરકાયદે વિદેશ જવા માંગતા લોકોએ ગોટ લાઈફ અવશ્ય જોવી...

કેરળના નાના ગામમાં નદીની રેતી ઉલેચવાની મજૂરી કરતો નદીમ નામનો ગરીબ યુવાન શાંતિથી ખુશી ભરી જિંદગી જીવતો હતો. તેને વધુ પૈસા કામવવાની લાલચમાં બોગસ એજન્ટનો ભેટો થઈ ગયો. તેની માં પૂછે છે કે,  વિદેશ શા માટે જવું છે?

ત્યારે નદીમ આંખોમાં સપના આંજી કહે છે કે, બસ, રસોઈમે છત સે ટપકતા પાની બંધ કરના હૈ! નદીમ પાસે ચોમાસામાં ટપકતી છત રીપેર કરાવવાના નાણા પણ ન હતા.

ઘર ગીરવે રાખી વિદેશ જવા માટે એજન્ટને છેલ્લી મૂડી પણ આપી દીધી. નજીમ અને તેનો મિત્ર કરીમ ગલ્ફના હવાઈ મથક ઉપર ઉતર્યા ત્યારે તેને લેવા માટે કોઈ ત્યાં હતું નહીં. બન્ને અટવાઈ ગયા. મલયાલમ ભાષા જાણતા  બન્ને યુવાનો માટે ત્યાં અરબી ભાષા તદ્દન અજાણી હતી. ત્યારે એક મજૂર જેવો આરબ આવ્યો અને બન્નેને ખખધડજ વાહનમાં બેસાડી રવાના થયો. નદીમ અને કરીમને થયું કે, હવે આપણાં દુઃખનો અંત આવશે, પરંતુ હવે જ તેના જીવનમાં નર્ક સમાન યાતનાઓ શરૂ થઈ!

નેટફલીક્ષ ઉપર રજૂ થયેલી મલયાલમ ફિલ્મ ગોટ લાઇફ અવશ્ય જોવા જેવી છે.

મલયાલમ ફિલ્મ

સામાન્ય રીતે હું હિન્દી, અંગ્રેજી કે ગુજરાતી ફિલ્મો જોતો હોઉં છું. ક્યારેક સ્પેનિસ કે બીજી ભાષાની ફિલ્મો પણ નિહાળું છું. દક્ષિણની ફિલ્મો ઘણી જોઈ છે. પરંતુ મલયાલમ ફિલ્મો જોઈ નથી. તેમાં શું હોય? તેમ માની દૂર રહું છું. પરંતુ હમણાં બે મલયાલમ ફિલ્મો જોઈને સીધો લખવા બેસી ગયો. ગોટ લાઈફ અને બ્રહ્મયુગમ બન્ને આલા દરજ્જાના નિર્માણ છે. ભાષાકીય ફિલ્મો બહુ ઉકાળી શકતી નથી તેવી આપણી માન્યતા છે. પરંતુ ગોટ લાઈફમાં  ઓસ્કાર સુધી જઈ શકે તેવું સ્ટફ છે! અરબસ્તાનનાં અફાટ રણમાં બચવા માટે સંઘર્ષ કરતી વ્યક્તિઓની હાલત રજૂ કરતા કલાકારોનો અભિનય કાબિલ એ દાદ છે.

બીજી મલયાલમ ફિલ્મ બ્રહ્મયુગમ છે. આધુનિક સીનેમેટોગ્રાફીક યુગમાં આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટમાં બની છે. હોરર ફિલ્મ હોવા છતાં કલર કમી નજરે નથી પડતી. બન્ને ફિલ્મોમાં માત્ર ત્રણ-ત્રણ પુરુષ પાત્રો જ સમગ્ર ફિલ્મ ઉપાડી લે છે. મહિલા પાત્રો નામ પૂરતાં જ છે. તાજેતરમાં ગુજરાતી હોરર ફિલ્મ ઝમકુડી આવી હતી, આમ છતાં તે બ્રહ્મયુગમની નજીક પણ ન ફરકી શકે! મલિયાલમ મનોરંજન ઘણું પાકટ બની ગયું છે, બન્ને ફિલ્મો હિન્દીમાં ડબ કરેલી છે!

ગોટ લાઈફ

આપણાં દેશના લોકોને કમાવા માટે વિદેશ જવાનો બહુ અભરખો છે. દુનિયાના કેટલાક દેશોમાં સ્વર્ગ છે તેમ માની દોડ્યા જાય છે. આ માટે ડંકી રુટ અને કબૂતરબાજી બહુ પ્રચલિત શબ્દો છે. એક જમાનામાં જોડિયા અને સિક્કા બંદરેથી બકરા ભરી આરબ દેશોમાં જતા વાહણોમાં લોકો ગેરકાયદે જતા હતા. આજે જેમ કબૂતરબાજી કે ડંકી રુટ કહેવામાં આવે છે તેમ, ત્યારે ખલિવલી કહેવાતું હતું! અનેક ગુજરાતીઓ કબૂતરબાજીનો ભોગ બને છે, લાખો કરોડો રૂપિયા ગુમાવી મૂર્ખ બને છે. મહેસાણાના દિગુચ ગામનો  આખો પરિવાર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતાં બરફના તોફાનમાં ફસાઈ ગયો અને મૃત્યુ પામ્યો! માત્ર ગુજરાતમાં જ નહીં આખા દેશમાં આવો ગાંડો ક્રેઝ છે. મલયાલમ ફિલ્મ ગોટ લાઈફ પણ આવી જ ફિલ્મ છે, જે સત્ય કથા  ઉપર આધારિત છે. શાહરુખ ખાનની ફિલ્મ ડંકી કરતાં ચાર ચાસણી ચડે તેવી આ ફિલ્મ છે. પૈસા કમાવા માટે વિદેશ જવા માંગતા દરેક લોકોએ ગોટ લાઈફના નાયકની પીડા જોવા જેવી છે. લીલાછમ પ્રદેશમાં ખુશીની જિંદગી  જીવતા નજીબને ગલ્ફમાં સોનાના ઝાડ દેખાય છે. પરંતુ નજીબને ત્યાં અફાટ રણમાં ગંદા ગોબરા, તોછડા અને કંગાળ આરબો સાથે ઘેટાં બકરાના દુર્ગંધ મારતા વાડામાં રહેવું પડે છે. આ વાડાને અરબી ભાષામાં મસારા કહે છે.  નજીબ મસારામાં નર્કની જિંદગી જીવે છે. તેનો પાસપોર્ટ પણ ફાડી નાખવામાં આવે છે. તે ભંગાર બનેલા વાહનમાં પોતાની બેગ રાખી રાતો પસાર કરે છે. ઘર યાદ આવે ત્યારે માતાએ આપેલા ખાટાં અથાણાંની બોટલ સૂંઘીને આસું  સારી લે છે. સ્વર્ગની કલ્પના કરીને ગયેલા નજીબને અરબસ્તાનમાં ઘેટાં-બકરાંની જિંદગી મળે છે!

આદુજીવિથમ ધ ગોટ લાઇફ મલયાલમ ભાષાની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ એક આંતરરાષ્ટ્રીય સહ-નિર્માણ છે જેમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સની કંપનીઓ સામેલ છે. આ બેન્યામીન લિખિત સૌથી વધુ વેચાતી મલયાલમ નવલકથા આદુજીવિથમનું રૂપાંતરણ છે, જે મલયાલી ઇમિગ્રન્ટ મજૂર નજીબની વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત છે, જેમને સાઉદી  અરેબિયામાં ગુલામી તરીકે ફરજ પાડવામાં આવી હતી.  ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, જીમી જીન-લુઇસ અને કે.આર. ગોકુલ મુખ્ય ભૂમિકામાં છે, જેમાં તાલિબ અલ બાલુશી, રિક અબી, અમલા પોલ અને શોભા મોહન સહાયક  ભૂમિકામાં છે. એ.આર. રહેમાને ફિલ્મના ગીતકાર અને સંગીતકાર છે. આપણાં માટે આ કલાકારો તદ્દન અપરિચિત છે. ગોટ લાઈફ અવશ્ય જોવા ભલામણ છે.

બ્રહ્મયુગમ

મલયાલમ ભાષાની આ હોરર ફિલ્મ છે. નિર્માણ ગુણવત્તા ઊંચી હોવાથી તે મનોરંજક બની છે. આ ફિલ્મ ૨૧મી આધુનિક સદીમાં પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવવામાં આવી છે, તે નિર્માતા અને દિગ્દર્શકની હિંમત  કહેવાય. જો કે ૧૭ મી સદીનું બેકગ્રાઉન્ડ ધરાવતી વાર્તા હોય ત્યારે આ નિર્ણય ઉચિત છે. ગુજરાતી ભાષામાં છેલ્લે જાનકી બોડીવાલાની હોરર ફિલ્મ વશ જોઈ હતી. બહુ દમદાર વાર્તા અને માવજત હતી, ત્યારબાદ આ કથા ઉપરથી અજય દેવગણે હિન્દી ફિલ્મ શેતાન બનાવી હતી. પ્રથમ ગુજરાતી હોરર ફિલ્મ વિર માંગડાવાળો હતી.

બ્રહ્મયુગમમાં માત્ર ત્રણ પુરુષ પાત્ર જ છે. ત્રણેય કલાકારોનો અભિનય સારો છે. વનવિહાર કરતાં બે મિત્રો ચોમાસામાં અચાનક નદીમાં ભારે પૂર આવતાં પોતાને ઘરે આવી શકતા નથી. અંધારામાં ભટકતા એક મિત્ર રહસ્યમય મોત પામે છે. ફિલ્મનો હીરો પુરાણી ખખડધજ હવેલી જેવા મકાનમાં આસરો લેવા પહોંચે છે. આ ખખડધજ નિવાસનું લોકેશન અને આર્ટ ડિઝાઇન પણ દાદ માંગે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. અશુભ શક્તિના ફંદામાં ફસાયેલો હીરો વારંવાર ભાગવાના પ્રયાસો કરે છે, પરંતુ નિષ્ફળ નીવડે છે. દક્ષિણના માતબર અભિનેતા મામૂટી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ હિન્દીમાં ડબ કરેલી છે.

ફિલ્મની કથામાં લીલુંછમ જંગલ હોવા છતાં નિર્દેશક તેના પ્રદર્શનથી લલચાયા નથી અને કથાનકને વળગી રહ્યા છે. નિર્માણ સાથે સંકળાયેલા લોકો ગુજરાતીઓ માટે પરિચિત ન હોવાથી અહીં તેનો રિવ્યુ ટાળ્યો છે. પરંતુ, નિર્માણ, દિગ્દર્શન, અભિનય, સંગીત, કલા નિર્દેશન પ્રેક્ષકોને જકડી રાખે છે. આ ફિલ્મ ટીવીમાં સોની લિવ ઓટીટી ઉપર જોવા મળે છે.

લાઈફ હિલ ગઈ

ડિઝની હોટ સ્ટાર ઉપર રજૂ થયેલી સાત એપિસોડની હિન્દી વેબ સીરિઝ છે. આ વેબનું નિર્માણ એક સમયની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી ભાગ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેને મૈંને પ્યાર કિયા ફિલ્મથી લોકપ્રિયતા મળી  હતી. તેણી સલમાન ખાન સામે લીડ રોલમાં હતી. ઉત્તરા ખંડમાં પંચમોલી ગામમાં કથા આકાર લે છે. ટાઈમ પાસ માટે જોઈ શકાય. વેબના નિર્માતાઓ તેમાં ક્રાઇમ, રહસ્ય, હાસ્ય, પ્રેમ, રોમાન્સ જેવા તમામ મનોરંજનના તમામ  મસાલા ભરવા ગયા છે તેમાં બધા સ્વાદ જતા રહ્યા છે. ક્યારેક તદ્દન ચાલુ કક્ષાની વેબ લાગે છે. કબીર બેદી, વિનય પાઠક, મુક્તિ મોહન, હેમંત પાંડે જેવા કલાકારો હોવા છતાં જામતી નથી. છેલ્લે સરપંચની પુત્રીના લગ્નનો   એપિસોડ થોડી રાહત આપે છે. આ પ્રથમ સિઝન છે, હવે બીજી સિઝન કરવા માટે નિર્માતાએ કેટલીક ઘટનાઓ, પ્રસંગો અધૂરી છોડી દીધા છે.

લોકપ્રિય વેબ

૨૦૨૪ના વર્ષનો આઠમો માસ ચાલી રહ્યો છે, જેમાં કેટલીક વેબ સીરિઝ બહુ સફળ રહી. દર્શકોએ માણી. જો કે, ભારતમાં ઓટીટી માર્કેટ હજુ ગરમ થયું નથી. નિર્માતાઓ અને એપ માલિકો હજુ આવક માટે ફાંફાં મારે છે. કારણ કે, ઓટીટી જોવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. આમ, ઓટીટી એપનું ભાડું અને ઇંટરનેટનું એમ બે ભાડાં ચૂકવવા પડે છે. જે સામાન્ય વ્યક્તિ માટે વધુ પડતું છે.

૨૦૨૪માં સૌથી લોકપ્રિય શ્રેણી પંચાયત રહી. તદ્દન ગ્રામ્ય વાર્તા, દેશી વાણી-વર્તન ધરાવતાં પાત્રો આમ છતાં ઉત્તમ માવજતને કારણે તેની ત્રીજી સિઝન પણ સફળ રહી, જેને ૩૦ લાખ ટીવી કે મોબાઈલ ઉપર જોવામાં આવી. બીજા નંબરે સંજય લીલા ભણસાળીની હિરામંડી રહી. જાજરમાન સેટ્સ, વ્યવસ્થિત ગૂંથાયેલી વાર્તા અને પ્રતિભાશાળી કલાકારોને કારણે નેટફિલક્ષની આ વેબ આવતાં વેત છવાઈ ગઈ જેને ૨૫ લાખ ટીવી કે મોબાઈલ ઉપર જોવામાં આવી. ત્રીજા ક્રમે ઝી ફાઇવની સનફ્લાવર રહી, જેની બીજી સિઝન પણ સફળ રહી. સોની લિવ ઉપર બિહારના રાજકારણ ઉપર આધારિત મહારાણીની ત્રીજી સિઝન લોકપ્રિય રહી. હુમાખાનનો અભિનય લોકોને પસંદ પડ્યો.

અનિલ કપૂર-હોસ્ટ બિગ બોસની ત્રીજી સિઝન ૧૭ લાખ વ્યૂઝ સાથે 'મોસ્ટ હિન્દી અનસ્ક્રીપ્ટેડ શો'ની યાદીમાં આગળ છે, ત્યારબાદ નેટફ્લિક્સ પર કપિલ શર્માનો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો (૧૫ લાખ વ્યૂઝ), અને શાર્ક ટેન્ક  ઈન્ડિયા સીઝન ૩ (૧૩ મિલિયન વ્યુઝ) આગળ રહ્યા છે. જો કે કપિલ શર્માને ટીવી જેટલી જંગી સફળતા ઓટીટી ઉપર મળી નથી! ડિઝની હોટ સ્ટારની વેબ ફ્રિલૅન્સર નોંધનીય રહી. જો કે તે અંગ્રેજી વેબ આધારિત હોવાથી દેશી કમ, વિદેશી જ્યાદા લાગતી હતી.

નામાંકિત નિર્માતા દિગ્દર્શક હંસલ મહેતાની વેબ લુંટેરે હોટસ્ટાર ઉપર આવી, પરંતુ વ્યૂઅરશીપ ન મળી. સમુદ્ર ચાંચિયાઓ ઉપર બનેલી આ વેબમાં મોટાભાગના કલાકારો  હર્ષદ મહેતાના કૌભાંડ ઉપર આધારિત સ્કેમ ૧૯૯૨ ના છે. સ્ટોરી વેરવિખેર હોવાથી દર્શકો અટવાયેલા જ રહે છે. બ્રિટિશ વેબ સીરિઝ ૩૫ ડેયસ ઉપરથી સોની લિવ ઉપર ૮ હપ્તામાં પ્રસારિત શ્રેણી ૩૬ ડેઈસ સમય પસાર કરવા માટે જોવાય તેવી છે, હાઇ પ્રોફાઇલ પરિવારો અને  લોનાવાલાના લક્ઝુરિયસ વિલા કેમ્પસમાં આકાર લેતી કથા દર્શકોને ઝકડી રાખવા માટે પૂરતી છે.

'નોબત'ના વાચકો અને ચાહકો પણ સમય પસાર કરવા માટે વિવિધ ઓટીટી એપ ઉપર પ્રસારિત થતી વેબ સીરિઝ માણી શકે છે.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શ્રાવણ માસઃ અમૃત પિનારાઓની તો ખબર નથી, હળાહળ પિનારા અમર થઈ ગયા!

કળિયુગનું વિષ સર્વત્ર વ્યાપી ગયું છે..કારણ કે, હવે કોઈ વિષધર બચ્યો નથી

ભગવાન ભોળાનાથનો માસ શરૂ થયો અને ભક્તો શિવમય થયા. શિવ જીવનના અનેક શુભ સંદેશ આપે છે. જીવનની વિટંબણાઓ સમયે સાચો માર્ગ બતાવે છે. હળાહળ કળયુગમાં પણ શિવ સંદેશ પ્રસ્તુત છે. ભક્તો શિવ મંદિર ઉપર ભીડ કરે છે, હર હર મહાદેવના નાદ પોકારે છે, પૂજન અર્ચન કરે છે, ઉપવાસ એકટાણાના વ્રત કરે છે, ભાવ ભક્તિ કરે છે, પરંતુ શિવના સંદેશ, જીવન કે આચરણને પોતાના જીવનમાં ઉતારતા નથી! જે ધર્મમાં માનો, જે ભગવાનને પૂજો, જે પંથમાં પ્રવેશ કરો, જે વિધિ વિધાન કરો, માનવતાને ભૂલતા નહીં. પરપીડા એ સૌથી મોટું પાપ છે. કોઈ ધર્મ કે ભગવાન તે મંજૂર કરતો નથી.

ડમરૂ, ત્રિશુળ, ભભૂત, રૂદ્રાક્ષ, વાઘ ચર્મ, જટાધારી મહાદેવ શિવ શંકર હિન્દુઓના આરાધ્ય દેવ છે. ભોળાનાથ સહિતના ૧૦૦૮ નામોથી ઓળખાતા ભગવાન શંકર અને પાર્વતીની જોડી સમગ્ર બ્રહ્માંડના રચનાકાર છે.

હળાહળ

સમુદ્ર મંથન સમયે અનેક રત્નો સાથે અશુભ ગણાતું વિષ પ્રાપ્ત થયું હતું. આ મંથન બાદ રત્નો અને અમૃતના લાભાર્થીઓની યાદી તો નથી, પરંતુ હળાહળ વિષ પિનારા ભગવાન શિવજી ભક્તોના હૃદયમાં અમર થઈ ગયા!  ભગવાન શિવના જીવનના અનેક કિસ્સાઓ પ્રચલિત છે. અનેક ઘટનાઓ, કુટુંબ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ, સાદગી, ન્યાય પ્રિયતા માટે સદેવ અંકિત કરવામાં આવે છે. શિવજીના જીવનમાં સૌથી વધુ પ્રચલિત હોય તો તે વિષપાન પ્રસંગ છે. સાગર મંથન દરમિયાન અનેક રત્નો સાથે હળાહળ ઝેર પણ નિકળ્યું હતું. દેવો આ વિષ માટે તૈયાર ન થયા. હવે, સમુદ્ર મંથન કરવાથી પ્રાપ્ત થયેલી આ ચીજનું શું કરવું? સૌ વિચારમાં પડી ગયા. વાદ વિવાદ પણ થયા. વિષના નિકાલનો માર્ગ મળતો ન હતો. આવે સમયે ભગવાન શિવ આગળ આવ્યા અને વિષ ગટગટાવી ગયા. ઝેર પીવાથી તેમનો કંઠ લીલો થયો અને તેથી તે નિલકંઠ તરીકે ઓળખાય છે.

અહીં, આ વારંવાર કહેવાયેલી બાબતનો વધુ ઉલ્લેખ કરવાનો આશય માત્ર ઉપદેશાત્મક જ છે. આજે કળયુગમાં તો ડગલે અને પગલે ઝેર પ્રાપ્ત થઈ રહ્યું છે. વાતે વાતે લોકો ઝેર ઓકી રહ્યા છે. હવામાન સ્વાર્થથી પ્રદૂષિત છે. છળકપટ ચરમસીમાએ છે. મુખવટાઓની ભરમાર છે. કદાચ એમ પણ કહી શકાય કે, સમાજના સમુદ્ર મંથનમાં સમુદ્ર જ વિષમય બની ગયો છે. રત્નો દુર્લભ બન્યા છે. હળાહળ ગટગટાવનાર શિવજીનો અતોપતો જ નથી! સમુદ્ર મંથન સમયે એવી બાબત પણ હતી કે, જો વિષનું ટીપું પણ ધરતી ઉપર પડશે તો સમગ્ર ધરતી વિષમય બની જશે, માટે તેને ધારણ કરવું જરૂરી હતું! આજે આ વૈદિક બાબત સત્ય સાબિત થઈ રહી છે. કળિયુગનું વિષ સમગ્ર ધરતીના અણુએ અણુમાં વ્યાપી ગયું છે. કારણ કે, હવે કોઈ વિષધર બચ્યો નથી!

શ્રાવણ માસ સંદેશ આપે છે કે, જ્યારે પણ વિષ મળે ત્યારે ગ્રહણ કરી, આસપાસને દોષ મુક્ત કરો. વિષ યુક્ત જીવન છોડો, પવિત્રતા જાળવો, સત્ય, સંયમ, પ્રામાણિકતા, નિકટતા, લાગણી, સ્નેહ ઉજાગર કરો. આપણે શ્રાવણ માસમાં ભગવાન શિવના હળાહળ ધારણ સ્વરૂપને આત્મસાત કરવાની જરૂર છે.

ન્યાય પ્રિય

ભગવાન શિવ હંમેશાં ન્યાય પ્રિય રહ્યા છે. જે ભક્તિ કરે તેની ઉપર કૃપા દૃષ્ટિ કરવી તેનો સ્વભાવ છે. ઉત્તમ ઉદાહરણ એ છે કે, તે રાક્ષસ રાજા રાવણને પણ પ્રસન્ન થયા હતા. રાવણ શિવમય હતો. રાવણ ભક્ત હોવાથી સીતા માતાના હરણ પછી પણ રાવણ પ્રત્યે દ્વેષ રાખ્યો ન હતો. શિવજી જાણતા હતા કે, નારાયણ જ સ્વયં રામ સ્વરૂપે ધરતી ઉપર અવતર્યા છે, આમ છતાં તે રામ પ્રત્યે સીધા મદદગારી કરવા આવ્યા ન હતા. સીતા સ્વયંવરમાં પણ સાધુ વેશે ર્માં પાર્વતી સાથે આવી સામાન્ય લોકો સાથે ગોઠવાઈ ગયા હતા! શિવજી ન્યાય પ્રિય એટલા બધા હતા કે, રાવણ ભક્ત હોવા છતાં સીતા સ્વયંવરમાં ધનુષ ઊંચકવા આવ્યો ત્યારે તેને શિવજીએ સફળ થવા દીધો ન હતો.

રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ ચરમ સીમા ઉપર હતું, રાવણના પુત્ર ઇન્દ્રજીત સહિતના યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે, રાવણે યુદ્ધ જીતવા શિવજીને પ્રસન્ન કરવા માટે હઠ યજ્ઞ શરૂ કર્યો હતો. જો રાવણ યજ્ઞ પૂર્ણ કરે તો રામને મુશ્કેલી થાય. આવા કપરા સમયે માતા પાર્વતી શિવજીને પૂછે છે કે, રાવણને યજ્ઞનું ફળ આપશો? ત્યારે ભગવાન તેની ન્યાય પ્રિયતા દર્શાવતા કહે છે કે, જો રાવણ હઠ યજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ કરશે તો તે તેને અવશ્ય દર્શન આપશે અને માંગશે તે વરદાન આપશે! સાથે આ સમયે તે માર્ગ પણ બતાવે છે કે, જો તેનો હઠ યજ્ઞ પૂર્ણ નહીં થાય તો આશીર્વાદ નહીં આપે!

આમ, રાવણ પ્રખર ભક્ત હોવા છતાં તે ધર્મ પક્ષે રહ્યા!

રૂદ્રી

રૂદ્રી શું છે?

રૂદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરૂદ્ર છે.

શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રૂદ્રી.

રૂદ્રી વિશે કહેવાય છે કે.. ''રૂત દ્રાવ્યતિ ઈતિ રૂદ્ર''

એટલે કે, રૂત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રૂદ્ર છે અને આવા શિવના રૂદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતિ એ રૂદ્રી.

વેદોમાં રૂદ્રી અંગેના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રૂગ્વેદીય મંત્રો કહે છે. ગુજરાતમાં શુક્લ યજુર્વેદીય રૂદ્ર મંત્રો વધારે પ્રચલિત છે.

ભગવાન શિવજીની ભક્તિ માટે ઉત્તમ ગણાતી આ સ્તુતિ, રૂદ્રીમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી પણ કહે છે. આ સ્તુતિમાં રૂદ્રની જે મુખ્ય આઠ સંજ્ઞા છે તેમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્માનો સમાવેશ થાય છે.

સ્થૂળ રીતે આ અધ્યાયોમાં...

પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતિ છે.

બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ છે.

ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતિ છે.

ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતિ છે.

પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રૂદ્રની સ્તુતિ છે.

છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ છે.

સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતિ છે અને,

આઠમાં અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતિ છે.

આમ આઠ અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવોમાં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે-આઠ અધ્યાય બોલી શકાય છે.

પંચમ અધ્યાય કે જે આ સ્તુતિનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમાં અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ ૬ થી ૮ અધ્યાયના પઠનથી એક રૂદ્રી થઈ ગણાય.

મુખ્ય વસ્તુ રૂદ્રના પાંચમા અધ્યાયનો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે.

શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ-અવરોહ અને શુદ્ધ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રૂદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રૂદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય.

પાંચમાં અધ્યાયનું સળંગ ૧૧ વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પદ્ધતિને નમક-ચમક કહે છે. હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરૂદ્ર કહે છે.

લઘુરૂદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને

મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિરૂદ્ર કહે છે.

રૂદ્રના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.

રૂદ્રના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.

રૂદ્રના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી.

રૂદ્રના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.

રૂદ્રના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.

રૂદ્રના ૯૯ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ધર્મ, અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.

રૂદ્રાભિષેક શિવ આરાધનાની સર્વશ્રેષ્ઠ રીત છે, કેમકે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઊર્જાથી સાધક તન્મય થઈ જતો હોય સાધકમાં શિવ તત્ત્વનો ઉદય થાય છે.

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને બતાવેલ ૧૧ મંત્રોના સમૂહને ''પુરાણોકત રૂદ્રાભિષેક'' કહે છે. આ પાઠ ૧૧ વખત કરવાથી એક રૂદ્રીનું ફળ મળે છે. ઉચ્ચાર સરળ હોય હાલ આ પાઠ લોકોમાં વધારે પ્રચલિત છે. આમ છતા વેદ મંત્રોની રૂદ્રીની માનસિક અસરો અપાર છે.

સમય અભાવે કે અન્ય કારણોસર જો વૈદિક રૂદ્રીના પાચંમા અધ્યાયના ૧૧ પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો. તેમાં આધ્યાત્મિક રીતે વ્યક્તિના મન-બુદ્ધિ-કવચ-હૃદય-નેત્ર તેમજ સંબંધોની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રૂચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રૂદ્રીનો સળંગ પાઠ કલ્યાણ કારી છે.

શિવ મહીમ્ન સ્ત્રોત્ર

શિવ મહિમ્ન સ્ત્રોતના રચયિતા પરમ શિવભક્ત ગન્ધર્વરાજ પુષ્પદંત હતા. તેઓ રોજ શિવની આરાધના માટે પ્રાતઃકાળે જ એક રાજાના ઉપવનમાંથી સુંદર અને સુગંધિત પુષ્પો તોડી લાવતા. માળીઓએ ઘણાં પ્રયત્ન કર્યા પણ ફુલ લઇ જનારનો પત્તો લાગતો ન હતો. છેવટે તેમને લાગ્યું કે, ફુલ લઇ જનારો ઉપવનમાં આવતાં જ કોઈ વિશેષ શક્તિની કૃપાથી અદૃશ્ય થઇ જાય છે. સમસ્યાના સમાધાન માટે સર્વ સમંતિથી નિર્ણય લીધો કે ઉપવનની ચારે તરફ શિવનિર્માલ્ય ફેલાવી દેવા, જેથી શિવનિર્માલ્ય ઓળંગતા જ ચોરની અદૃશ્ય અન્તર્ધાનિક શક્તિ ક્ષીણ થઇ જશે.

ગંધર્વરાજને આ યોજનાની ખબર ન હતી. નિર્માલ્યનું ઉલ્લંઘન કરતાં માળીઓએ તેમને જોઈ લીધા. તેઓ તેમને પકડીને લઇ ગયા અને કારાવાસમાં નાખી દીધાં.

પુષ્પદંતને જયારે જાણ થઈ કે મેં શિવનિર્માલ્ય ઓળંગીને મહાન અપરાધ કર્યો છે ત્યારે એમણે ભગવાન આસુતોષને પ્રસન્ન કરવા શિવનો મહિમા વર્ણવતું સ્ત્રોત રચ્યું અને કઠોર આરાધના કરી મુક્તિ મેળવી. આસુતોષ ભગવાન ભોળાનાથની ગતિ જ ન્યારી છે.

ભક્તોના સાચા હૃદયથી આ પાઠ કરવાથી દુઃખ, દર્દ નાશ પામે છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને શિવ આરાધના પર્વની હાર્દિક શુભકામના.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ધોળા હાથી જેવા ઓલમ્પિક રમતોત્સવની કોમર્શિયલ વેલ્યુ નહીવત સમાન છે!

ઓલમ્પિક વિજેતા ખેલાડી માટે પણ ચાર દિન કી ચાંદની જ હોય છે!: ઓલમ્પિકના ખેલાડીઓ રમત સિવાયની આર્થિક પ્રવૃત્તિઓ કરી જીવન નિર્વાહ ચલાવે છેઃ

ફ્રાન્સના પેરિસમાં બીજી વખત દુનિયાની અસંખ્ય રમતોનો મહાકુંભ યોજાયો છે. દર્શનિય ઉદ્ઘાટન સમારોહ સમગ્ર વિશ્વના લોકો ઉત્સાહ સાથે નિહાળે છે. ભારત પણ તેમાં સહભાગી થાય છે. ગત ઓલમ્પિક સુધીમાં આપણે ૧૩૫ મેડલ જીત્યા હતા. આ વખતે મનુ ભાકારે બે મેડલ જીતીને નવો વિક્રમ સ્થાપ્યો છે. હજુ શરૂઆત છે. એક સમયે ભારતનો હોકીમાં દબદબો હતો. હવે પરફોર્મન્સ નબળું પડ્યું છે. પી.ટી. ઉષા અને  મીલ્ખાસીંઘના ઉચ્ચ પ્રદર્શનને આજે પણ ભારતીય લોકો ગર્વથી યાદ કરે છે.

પેરિસ ઓલિમ્પિકનો ખર્ચ શું છે? આજની તારીખે, સુવિધાઓ અને કામગીરી માટે ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સનું આયોજન કરવા માટે પેરિસનો ખર્ચ યુરો ૮.૯ બિલિયન અથવા લગભગ ૯.૭ બિલિયન ડોલર થયો છે. ઉદ્ઘાટન સમારોહ અને પાણીની રમતો માટે પેરીસની સીન નદીની સફાઈ માટે ૧.૫ બિલિયનનો ખર્ચ થયો છે. દિવસેને દિવસે આ ખર્ચ વધી રહ્યો છે. ગુજરાતી ભાષામાં કહીએ તો ઓલમ્પિક રમતોત્સવ ધોળા હાથી જેવો ખર્ચાળ છે, જે માત્ર ધનિક દેશોને જ પોષાય છે. ભારતે ૧૯૮૨માં એશિયાડ રમતોત્સવ યોજ્યો હતો તેમાં પણ ખર્ચને કારણે આપણે થાકી ગયા હતા. આ રમતોત્સવ પછી એશિયાડ વિલેજ સંપૂર્ણ ઉપયોગ વિહીન સાબિત  થયું અને તેના નિવાસો નબળા વર્ગના લોકોને આપી દેવા પડ્યા! આજે ચાર દાયકા પછી દિલ્હીમાં એશિયાડના અવશેષો પણ જોવા નથી મળતા!

રમતવીરો

ઓલમ્પિકમાં રમતા ખેલાડીઓ માટે પણ મેડલ જીતે તો તે સુખ ક્ષણીક નિવડે છે. વિજેતાને દેશમાં રોકડ રકમ ઉપરાંત સરકારી નોકરી મળે છે અથવા જે તે રમતના કોચ તરીકે ગુજરાન ચલાવે છે. ઓલમ્પિક વિજેતા માટે ચાર દિન કી ચાંદની હોય ત્યારે, મેડલ ન જીતનાર માટે તો ભવિષ્ય કપરું બની જાય છે. બીજી રીતે કહીએ તો, અત્યાર સુધીમાં ૧૩૫ ખેલાડીઓ મેડલ જીત્યા છે, તેને આર્થિક લાભો પ્રાપ્ત થયા છે, બાકીના ઊંડા અંધકારમાં ધકેલાઈ ગયા  છે. પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકમાં ૧૬ રમત -તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, અશ્વારોહણ, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ,  શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસમાં કુલ ૬૯ મેડલ ઇવેન્ટ્સમાં  ભારત સામેલ થયું છે. જેમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગના ખેલાડીઓ રમત સિવાયની આર્થિક પ્રવૃત્તિઓ કરી જીવન નિર્વાહ ચલાવે છે.

દુનિયામાં ક્રિકેટ, ફૂટબોલ, બેઝબોલ, વોલીબોલ, કાર રેસીગ, બોક્સિંગ, ટેનિસ જેવી ગણી ગાંઠી રમતોમાં આર્થિક વળતર સારૂ છે. જો કે, પાકિસ્તાન,  અફઘાનિસ્તાન, શ્રીલંકા જેવા દેશોમાં તો ક્રિકેટ રમતા ખેલાડીઓ પણ આર્થિક મુશ્કેલી ભોગવે છે. દુનિયામાં એક માત્ર ભારતનું ક્રિકેટ બોર્ડ ધનિકની યાદીમાં ટોચનું સ્થાન ભોગવે છે. ભારતમાં ઓલમ્પિક રમતા ખેલાડીઓ બહુ ખ્યાતી મેળવતા નથી. આ સમયે ગુજરાતમાંથી ત્રણ ખેલાડી પેરીસ ગયા છે, તેની કોઈ નોંધ લેવામાં આવી નથી. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભાગ લઈ રહેલા ગુજરાતના ૩ પ્રતિભા સંપન્ન ખેલાડીઓમાં હરમીત દેસાઈ (સુરત), માનવ ઠક્કર (રાજકોટ) અને ઇલા વેનીલ વાલારિવાનનો સમાવેશ થાય છે. પ્રથમવાર ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે. હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની ભારતની ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો, હરિયાણાના સૌથી વધારે ૨૪ ખેલાડી પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે. ત્યારબાદ બીજા નંબર પર પંજાબ સ્થાને છે. જેના કુલ ૧૯ ખેલાડી છે. ત્રીજા નંબર પર તમિલનાડુના ૧૩ ખેલાડી ભાગ લેશે.

ગુજરાતના બે ખેલાડીઓ કે જે, ટેનીસ રમે છે, તે અ રમત સિવાયની કામગીરીથી જીવન નિર્વાહ ચલાવે છે. આમ ઓલમ્પિક ગેમ રમવાથી કોઈ મોટો ફાયદો થતો નથી!

યજમાની

ઓલમ્પિક ગેમની યજમાની ખર્ચાળ હોવાથી માત્ર બહુ થોડા દેશો તેને આવકારે છે. ૨૦૨૨માં, બેઇજિંગ એ પહેલું શહેર બન્યું કે જેણે ઉનાળો અને  શિયાળુ ઓલિમ્પિક બંને રમતો યોજી હોય. ૨૦૩૪ સુધીમાં, અગિયાર શહેરએ એક કરતા વધુ વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કર્યું હશેઃ એથેન્સ (૧૮૯૬ અને ૨૦૦૪ સમર ઓલિમ્પિક્સ), પેરિસ (૧૯૦૦, ૧૯૨૪ અને ૨૦૨૪ સમર ઓલિમ્પિક્સ), લંડન (૧૯૦૮, ૧૯૪૮ અને  ૨૦૦૪ સમર ઓલિમ્પિક્સ), લેક પ્લેસીડ (૧૯૩૨ અને ૧૯૩૮ વિન્ટર  ઓલિમ્પિક્સ), લોસ એન્જલસ (૧૯૩૨, ૧૯૮૪ અને ૨૦૨૮ સમર  ઓલિમ્પિક્સ), કોર્ટિના ડી'એમ્પેઝો (૧૯૫૬ અને ૧૯૫૬માં વિન્ટર ઓલિમ્પિક્સ), ટોક્યો (૧૯૬૪ અને ૨૦૨૦ સમર ઓલિમ્પિક્સ), બેઇજિંગ (૨૦૦૮ સમર ઓલિમ્પિક્સ અને ૨૦૨૨ વિન્ટર ઓલિમ્પિક્સ) અને સોલ્ટ લેક સિટી (૨૦૦૨ અને ૨૦૩૪ વિન્ટર ઓલિમ્પિક્સ). સ્ટોકહોમ ૧૯૧૨ સમર ઓલિમ્પિક્સ અને ૧૯૫૬ સમર ઓલિમ્પિક્સના  અશ્વારોહણ ભાગનું આયોજન કર્યું હતું. લંડન સમર ઓલિમ્પિક્સ સાથે ત્રણ ગેમ્સનું આયોજન કરનાર પ્રથમ શહેર બન્યું. ૨૦૨૪ સમર ઓલિમ્પિક સાથે આવું કરનાર પેરિસ બીજું શહેર છે અને ૨૦૩૪માં ત્રીજા સ્થાને લોસ  એન્જલસ પછી આવશે.

ગુજરાત

આ ધોળા હાથીની યજમાની કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થનગની રહ્યા છે. તેમની ઈચ્છા અનુસાર ૨૦૩૬નો ઓલમ્પિક ગેમ અમદાવાદમાં યોજવી છે. જો કે, ૨૦૩૬ ની યજમાની માટે ઓલમ્પિક કમિટી દ્વારા હજી ટેન્ડર ખોલવામાં આવ્યા નથી. આપણી ઊંચી સોચને કારણે ગુજરાતીઓ સીન નદીને સાબરમતી સાથે સરખાવી રહ્યા છે. શું ગુજરાત આ ધોળા હાથી જેવા ખર્ચાળ કાર્યક્રમને સહન કરી શકે ખરા? હાલના તબક્કે તો બાર હાથનું તરબૂચ અને તેર હાથનું બીજ જેવું લાગે છે. અત્યારથી જમીનના દલાલો અમદાવાદ નજીકના ગોતા ગામમાં ઓલમ્પિકના નામે જમીનો ખરીદી રહ્યા છે. ગુજરાતની રાજધાની પાસે હાલમાં કોઈ મોટું અને ભવ્ય માળખું નથી. નામ માત્રનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. આંતર રાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નથી. ગુજરાતમાં જો આ મહાકુંભ યોજવો હોય તો દારુબંધીને છોડવી પડશે. આંતર રાષ્ટ્રીય ખોરાક ઉપલબ્ધ કરવો પડશે. ખમણ-ખાંડવીથી ચાલે તેમ નથી! ગુજરાતમાં વિદશી લોકો બહુ ઓછા આવે છે, તેનું મોટું કારણ પેટપૂજા છે. રાજસ્થાન આ ક્ષેત્રે ઘણું આગળ વધી ગયું છે. ઓલમ્પિક કમિટીમાં ગુજરાતી નીતાબેન અંબાણી ૨૦૧૬થી સભ્ય છે. તે ભારતમાં ઓલમ્પિક યોજાય તે માટે લોબીંગ કરી રહ્યા છે.

ઓલમ્પિક દુરથી ડુંગર રળિયામણા છે. તેમાં ખર્ચ જેટલી આવક કે ફાયદા નથી. એશિયામાં માત્ર ચીન જ તેની યજમાની કરી શક્યું છે. પેરીસ વૈભવી શહેર હોવા છતાં કેટલાક ખેલાડીઓ અસંતોષને કારણે હોટલમાં રહેવા ચાલ્યા ગયા છે. અમદાવાદમાં તો પેરીસની સરખામણીમાં એક ટકા જેટલી પણ સુવિધાઓ કે લક્ઝરી નથી. હાલના તબક્કે તો એશિયાડ યોજવો પણ શક્ય નથી.

આર્થિક વળતર

જંગી ખર્ચ પછી પણ કોઈ લાંબાગાળાનો ફાયદો દેખાતો નથી. ગુજરાતીઓની આર્થિક ક્ષમતા પણ તે માટે નથી. જે જે દેશોએ તેની યજમાની કરી છે તે સદ્ધર છે. ગુજરાતમાં ૫૦ ટકા લોકોને સબસીડીવાળું અનાજ અપાવું પડે છે. ગરીબો હજુ પીડીત છે. ૨૦૩૬ સુધીમાં કોઈ મોટો ચમત્કાર  થાય તો જ ઓલમ્પિક યોજી શકાય તેમ છે. જે વિદેશી ખેલાડીઓ આવે છે તે પણ જે તે સરકારો દ્વારા મોકલવામાં આવે છે, માટે તે ફરી આવશે તેવું માનવું વધુ પડતું છે. ઓલમ્પિક એ સોનાના બિસ્કિટ જેવું છે, તેનાથી પેટ ભરાતું  નથી!

તાજેતરમાં જી-૨૦ સમિટનું આયોજન આપણે કર્યું હતું, તેનાથી દેશને કોઈ મોટો ફાયદો થયાનું ધ્યાનમાં નથી. ગુજરાતે પણ તેની યજમાની ઉપર મોટો ખર્ચ કર્યો હતો. ઓલમ્પિકની આર્થિક અસરો ઉપર અભ્યાસ થવો જરૂરી છે. જયારે ખર્ચ કરતાં વળતર વધુ હોય તો જ આ રમતમાં પડાય!

માળખું

ઓલિમ્પિક સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ અને ફેડરેશનો, માન્યતા પ્રાપ્ત ભાગીદારો તેમજ એથ્લેટ્સ, અધિકારીઓ, ન્યાયાધીશો અને ઓલિમ્પિક ચાર્ટરના નિયમોનું પાલન કરવા માટે સંમત  થતા દરેક વ્યક્તિ અને સંસ્થાનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકની માત્રુ સંસ્થા તરીકે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) યજમાન શહેરની પસંદગી કરવા, ઓલિમ્પિક ગેમ્સના આયોજનની દેખરેખ રાખવા, ઓલિમ્પિક રમતગમતના કાર્યક્રમને અપડેટ કરવા, મંજૂર કરવા, સ્પોન્સરશીપ અને પ્રસારણ અધિકારોની વાટાઘાટો માટે જવાબદાર છે. આ વર્ષે ૧૭૯ દેશના એથ્લેટ્સ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વિશ્વ મંચ પર છે, આ  વખતે ઓલમ્પિક રેફ્યુજી ખેલાડીઓને પણ  સામેલ કરવામાં આવ્યા છે. મૂળ ૧૧૧ દેશના ૩૭ એથ્લેટ ૨૦૨૪ સમર ઓલિમ્પિકમાં ૧૨ રમતોમાં રેફ્યુજી ઓલિમ્પિક ટીમનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં ૩૭માંથી ૧૪ એથ્લેટ ઈરાની છે.

દુનિયામાં પાંચ ઓલિમ્પિક એસોસિએશનો છેઃ (૧) આફ્રિકા-એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી ઓફ આફ્રિકા (૨) અમેરિકા પાન અમેરિકન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (પીએએસઓ) (૩) એશિયા ઓલિમ્પિક  કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ) (૪) યુરોપ-યુરોપિયન ઓલિમ્પિક સમિતિઓ  (ઈઓસી) (૫) ઓશનિયા - ઓશનિયા નેશનલ ઓલિમ્પિક સમિતિઓ (ઓએનઓસી).

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)નું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના લૉસનેમાં છે. તે સ્વિસ ફેડરેશન હેઠળની બિન-સરકારી, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ૨૩ જૂન ૧૮૯૪ના રચાયે છે. જે સમર, વિન્ટર અને યુથ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે સર્વોચ્ચ સત્તા તરીકે કાર્ય કરે છે.

સારાંશ

ઓલમ્પિક એ બહુ ખર્ચાળ અને વ્યાપક આયોજન છે. ભારત માટે કે ગુજરાત માટે હાલના તબક્કે કોઈ વ્યાજબીપણું ધરાવતું નથી. આપણી પાસે તેટલો સમય, શક્તિ કે આર્થિક જોગવાઈ નથી. દેશની ૬ ટકા વસ્તી જ કરવેરા ભરે છે, તેમાંથી આ આયોજન શક્ય નથી. આપણે હાલના તબક્કે આ સ્વપ્ન જોવાનું બંધ કરી દેવું જોઈએ.

'નોબત'ના વાચકો અને ચાહકો ટીવીમાં રમતો માણે તેવો અનુરોધ છે. ઓલમ્પિકના સ્વપ્નકર્તા ભલે દોડે, ૨૦૩૬માં દેખા જાયેગા!

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૨૧ મી સદીનો માણસ ઑક્સીજન, સૂરજ, માઈક્રોસોફ્ટ અને ગૂગલ ઉપર જીવે છે!

સોફટવેરમાં આ બન્ને અમેરિકન કંપનીઓની મોનોપોલી છે!: ૨૧ મી સદી  ડિજિટલ લાઇફની છે

સૂરજ ઠરી જાય તો માણસ મરી જાય.

ઑક્સીજન ખલાસ થઈ જાય તો માણસ મરી જાય.

તેવી જ રીતે જો ગૂગલ અને માઈક્રોસોફ્ટ નામના બે તત્ત્વો ઠપ્પ થઈ જાય તો માણસ જીવી ન શકે તે ચોક્કસ છે. વર્તમાન સમયના બન્ને મોટા સોફ્ટ ડેવીલ  છે. દુનિયાનો ૯૦ ટકા કારોભાર આ બન્ને અમેરિકન કંપનીઓ ચલાવી રહી  છે. ૧૯ જુલાઇના માઇક્રોસોફ્ટમાં ખામી સર્જાતાં સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. એવું પણ કહેવાય છે કે, એમ.એસ. દ્વારા પોતાની સિસ્ટમ બંધ થાય કે ખોરવાય તો દુનિયામાં તેની શું અસર થાય છે તેની  ચકાસણી કરવા માટે જાણી જોઈને બગ ઍક્ટિવ કર્યો હતો! બિલ ગેટ્સ પોતાની શક્તિ ચકાસવા માંગતા હતા. તેમાં તે સફળ રહ્યા. માત્ર ૧૦ ટકા આડઅસર ધરાવતા બગે દુનિયા હચમચાવી નાખી હતી!

૨૧ મી સદીમાં માઈક્રોસોફ્ટ અને ગુગલની મોનોપોલી છે. બન્ને સોફ્ટવેર જાયન્ટ છે. ઓફિસ કોમ્પ્યુટર માઈક્રોસોફ્ટ ચલાવે છે અને મોબાઈલ, ટીવી,  ટેબલેટ જેવા ગેજેટ્સ ગુગલ હસ્તક છે. જો કે માઈક્રોસોફ્ટ કરતા ગુગલનો મોટો અને ઝડપથી વિકસિત પરિવાર છે. મુકેશ અંબાણી કાઓસ નામની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભારતમાં લાવ્યા હતા, પરંતુ તે બહુ ખરાબ રીતે ૫ીટાઈ ગઈ. ગુગલ માઈક્રોસોફ્ટ કરતા ઉમરમાં નાનું છે, પરંતુ બહુ  ચતુરવ, લોકપ્રિય છે અને યુઝર ફ્રેન્ડલી છે.

માનવ જીવનમાં જેમ સુખ દુઃખના પ્રસંગો બને છે તેમ ડિજિટલ દુનિયામાં પણ સારા નરસા દિવસો અને પ્રસંગો આવે છે. માણસો વાઇરસના કારણે માંદા પડે કે તેમ ડિજિટલ દુનિયામાં પણ વાઇરસ આવે છે, કામગીરી  ખોરવાઈ જ જાય છે. સંબંધો તોડી નાખવા માટે સોશિઅલ મીડિયા ઉપર બ્લોક કરી દેવું, ડીલીટ કરવું કે હેક કરવામાં આવે છે. હવે જીવિત ઉપરાંત 'ડિજિટલ દુનિયા' અમલમાં આવી ગઈ છે. ડિજિટલ દુનિયામાં પણ માથાભારે લોકો હોય છે, જે માઈક્રોસોફ્ટ અને ગુગલ છે! જે મનફાવે તેમ  વર્તે છે.

ડિજિટલ લાઈફ

હમણાં જે માઈક્રોસોફ્ટનો પ્રોબ્લેમ થયો તેને 'સોફ્ટવેર ડેથ' કહી શકાય!

માણસ ઓક્સીજન અને સુરજ ઉપર જીવે છે તેમ સોફ્ટવેરની દુનિયામાં માઈક્રોસોફ્ટ અને ગુગલ ઉપર શ્વસી રહ્યો છે.

જયારે બંને ડેડ થશે ત્યારે દુનિયા અચેતન અવસ્થામાં આવી જશે!

માઈક્રોસોફ્ટ

માઈક્રોસોફ્ટ કોર્પોરેશન અમેરિકન બહુરાષ્ટ્રીય કોર્પોરેશન અને ટેકનોલોજી કંપની છે. જેનું મુખ્ય મથક રેડમન્ડ, વોશિંગ્ટનમાં છે. તેના સૌથી જાણીતા સોફ્ટવેર ઉત્પાદનો ઓપરેટિંગ સિસ્ટમ્સની વિન્ડોઝ લાઇન, એપ્લિકેશનનો  માઈક્રોસોફ્ટ ૩૬૫ સ્યુટ, એક્ઝુયર ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ અને એજ વેબ બ્રાઉઝર છે. તેના મુખ્ય હાર્ડવેર ઉત્પાદનો એક્સબોક્સ વિડિયો ગેમ કન્સોલ અને ટચસ્ક્રીન પર્સનલ કમ્પ્યુટર્સની માઇક્રોસોફ્ટ સરફેસ છે. માઈક્રોસોફ્ટ  ૨૦૨૨ ફોર્ચ્યુન ૫૦૦ રેન્કિંગમાં યુનાઈટેડ સ્ટેટ્સના સૌથી મોટા  કોર્પોરેશનોની કુલ આવક દ્વારા ૧૪મા ક્રમે છે અને ફોર્બ્સ ગ્લોબલ ૨૦૦૦ અનુસાર ૨૦૨૨મા તે વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર નિર્માતા હતી. તેને બિગ ફાઈવમાંની એક ગણવામાં આવે છે. અમેરિકન ઇન્ફર્મેશન ટેકનોલોજી  કંપનીઓ, આલ્ફાબેટ (ગુગલની પેરેન્ટ કંપની), એમેઝોન, એપલ અને મેટા (ફેસબુકની પેરેન્ટ કંપની) સાથે સીધી હરીફાઈ છે.

માઈક્રોસોફ્ટની સ્થાપના બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ૪ એપ્રિલ, ૧૯૭૫ના બેઝિક ઈન્ટરપ્રિટર્સ વિકસાવવા અને વેચવા માટે કરવામાં આવી હતી. તે ૧૯૮૦ના દાયકાના મધ્યમાં એમએસ-ડોસ સાથે પર્સનલ કોમ્પ્યુટર  ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું, ત્યારબાદ વિન્ડોઝ આવ્યું. કંપનીની ૧૯૮૬ પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) અને તેના શેરના ભાવમાં વધારાએ માઇક્રોસોફ્ટના ત્રણ ભાગીદારોને અબજોપતિ અને અંદાજિત ૧૨ હજાર લોકોને કરોડપતિઓ બનાવ્યા. ૧૯૯૦ ના દાયકાથી, તે ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાંથી વધુને વધુ વૈવિધ્યસભર બન્યું છે અને તેણે ઘણાં કોર્પોરેટ  એક્વિઝિશન કર્યા છે, જેમાં સૌથી મોટું હસ્તાંતરણ એટલે કે ખરીદી બ્લીઝાર્ડનું સંપાદન હતું, ત્યારપછી લીંક્ડ ઈન અને સ્કાયપે ટેકનોલોજીસનું સંપાદન કર્યું. આપણે સ્કાયપેનો ઓનલાઇન વિડીયો મિટિંગ માટે કોરોનાકાળમાં મહત્તમ ઉપયોગ કર્યો.

એક સમયમાં છાપકામ ઉદ્યોગની લોકપ્રિયતા ચરમસીમા ઉપર હતી, તેને મુદ્રા રાક્ષસ પણ કહેવાતો હતો. આજે પ્રિન્ટિંગ વ્યવસાય કોમ્પ્યુટરને કારણે તળીએ બેસી ગયો છે. વર્તમાન સમયમાં માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી,  વ્યાપક અને સફળ ઓપરેટીંગ સીસ્ટમ છે. ૨૦૨૪ના વર્ષમાં એપલ અને એમેઝોન પછી માઈક્રોસોફ્ટ ત્રીજી-ઉચ્ચ વૈશ્વિક બ્રાન્ડ મૂલ્યાંકન ધરાવે છે. તે મોનોપોલી માટે સમગ્ર દુનિયામાં ટીકાનો ભોગ બની છે, પરંતુ બિલ ગેટ્સને તેની પડી નથી!

તેની ભારતમાં ચાર ઓફિસ અને ૨૦ હજાર કર્મચારી છે.

ગુગલ

ગુગલની સ્થાપના ૪ સપ્ટેમ્બર, ૧૯૯૮ ના અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી જ્યારે તેઓ કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડી વિદ્યાર્થીઓ હતા. તેઓ તેના સાર્વજનિક લિસ્ટેડ શેરના લગભગ ૧૪% માલિકી ધરાવે છે. ૨૦૧૫ માં, ગુગલને આલ્ફાબેટઆઈએનસીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની તરીકે પુનઃસંગઠીત કરવામાં આવ્યું હતું. ગુગલએ આલ્ફાબેટની સૌથી મોટી પેટાકંપની છે અને આલ્ફાબેટની ઈન્ટરનેટ પ્રોપર્ટી માટે હોલ્ડિંગ કંપની છે.  સુંદર પિચાઈને ૨૪ ઓક્ટોબર, ૨૦૧૫ ના તેના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે લેરી પેજના સ્થાને છે, જેઓ આલ્ફાબેટના સીએઑ બન્યા હતા. ૩ ડિસેમ્બર, ૨૦૧૯ ના પિચાઈ આલ્ફાબેટના સીઈઓ પણ બન્યા.

કંપનીએ ગુગલ સર્ચની બહાર ઘણાં બધા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે ઝડપથી સંશોધન કર્યા છે, જે માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. આ ઉત્પાદનો ઈમેલ (જીમેલ), નેવિગેશન (મેપ્સ), ક્લાઉડ કમ્પ્યુટિંગ  (ક્લાઉડ), વેબ નેવિગેશન (ક્રોમ), વિડિયો શેરીંગ (યુટ્યુબ), ઉત્પાદકતા (વર્કસ્પેસ), ઓપરેટિંગ સિસ્ટમ્સ (એન્ડ્રોઇડ) સહિત ઉપયોગના કેસની વિશાળ શ્રેણી ધરાવે છે.

સ્ટોરેજ, ભાષા અનુવાદ (અનુવાદ), ફોટો સ્ટોરેજ (ફોટો), વિડિયો ટેલિફોની (મીટ), સ્માર્ટ હોમ (નેસ્ટ), સ્માર્ટફોન (પિક્સેલ), પહેરવા યોગ્ય ટેકનોલોજી (પિક્સેલ વૉચ અને ફિટબિટ), મ્યુઝિક સ્ટ્રીમિંગ (યુ ટ્યુબમ્યુઝિક), વિડિયો ઓન ડિમાન્ડ (યુ ટ્યૂબ ટીવી), એઆઈ (ગુગલ આસીસ્ટન્ટ અને જેમીની), મશીન  લર્નિંગ એપીઆઈ (ટેન્સરફ્લો), એઆઈ ચિપ્સ (ટીપીયુ) છે. આ ઉપરાંત  બંધ  કરાયેલ ઉત્પાદનોમાં ગેમિંગ, ગ્લાસ, ગૂગલ પ્લસ, રીડર, પ્લે મ્યુઝિક, નેક્સસ, હેંગઆઉટનો સમાવેશ થાય છે.

મોનોપોલી

દુનિયાના સોફટવેર બજારમાં આ બન્ને કંપનીઓ ૯૫ ટકા મોનોપોલી ધરાવે છે. અનેક દેશોએ મોનોપોલી વિરુદ્ધ નિયમો બનાવ્યા છતાં તેને જવાબ આપતી નથી. અનેક દેશોમાં તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સામે પક્ષે પોતાનો ફેલાવો વધારવા માટે અને નવા ગ્રાહકોને આકર્ષવા માટે મફતમાં ક્રેક વર્ઝન પણ પૂરા પાડે છે અને ગ્રાહકોને પોતાના આદિ બનાવે છે. ગુગલ તો મોબાઈલ સાથે જ પોતાના એન્ડ્રોઇડ સ્યૂટની કિમત વસૂલ કરી લે છે!

ભારત

ભારતીય આઈ.ટી. ઉદ્યોગ વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન ધરાવે છે અને નિકાસના વિકાસ અને રોજગારીની તકોના સર્જનમાં ઉત્તરોત્તર યોગદાન આપી રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આશરે ૨૦૦ અમેરિકન ડોલર બિલિયનની નિકાસ સહિત ભારતનો આ ઉદ્યોગ (ઈ-કોમર્સ સિવાય) યુએસડી  ૨૫૦ બિલિયન સુધી પહોંચવાની ધારણા છે.

ભારતમાં આ બન્ને મેગા કંપનીઓ મોનોપોલી ધરાવે છે. માત્ર ભારત જ નહીં પરંતુ ચીન જેવા માથાભારે દેશમાં પણ માઈક્રોસોફ્ટ અને ગુગલ હાથી જેવડું કદ ધરાવે છે. ભારતના મોબાઈલ બજારમાં ૮૦ ટકા ચીનના ઇન્સ્ટ્રુમેન્ટ  વેચાઈ રહ્યા છે તે બધા પણ આ જ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે.

એક સમયે બ્લેક બેરી મોબાઈલ હોટ કેક હતા, તે પોતાની બી.બી.એમ. ઓપરેટિંગ સીસ્ટમ ધરાવતી હતી. પોતાની અલાયદી મેસેજિંગ સીસ્ટમ ધરાવતી હતી. જે કે એન્ડ્રોઇડ સિસ્ટમના વાવાઝોડામાં બ્લેકબેરી પડી ભાંગી! આ ક્ષેત્રનું જીવિત ઉદાહરણ એપલ ફોન છે. તેની પોતાની અલાયદી ઓપરેટિંગ સીસ્ટમ છે અને હાલમાં સ્ટેટસ સિમ્બોલ છે. એપલના મોબાઈલ, ટેબ, લેપટોપ અતિ ઊંચી કિમતે લોકો ખરીદે છે. જો કે તે એન્ડ્રોઇડના સરખામણીમાં યુઝર ફ્રેન્ડલી ન હોવાની પણ ફરિયાદો છે. સામે પક્ષે એપલે જીવવા માટે એન્ડ્રોઇડ અને માઇક્રોસોફ્ટને સપોર્ટ કરવો પડે છે.

ભારતને પોતાનો કોઈ ઓપરેટિંગ સીસ્ટમ નથી. ભારતીય રેલવે પોતાની ઓપરેટિંગ સીસ્ટમ વાપરે છે, પરંતુ રેલવેની પોતાની બુકિંગ, રિઝર્વેશન, રિફંડ સીસ્ટમ છે. પોતાની માલિકીના જ રેલવે સ્ટેશન છે, એટલે પોતાની  સીસ્ટમ ઉપર આધારિત રહી શકે. જ્યારે હવાઈ કંપનીઓ દેશ વિદેશમાં વ્યવહાર કરતી હોવાથી વૈશ્વિક ઓપરેટિંગ સીસ્ટમ જ કામ લાગે. દાખલા તરીકે ઇંડિયન એરલાઇન્સના વિમાનો દુનિયાના અનેક દેશોમાં ઉડાન ભરતા હોય, અનેક ચલણમાં ચાર્જિસ લેતા હોય ત્યારે સમગ્ર વિશ્વની માન્ય  ઓપરેટિંગ સીસ્ટમ ઉપર આધારિત રહેવું પડે. આવું જ શિપિંગ ઉદ્યોગ, ઑટોમોબાઇલ જેવા ક્ષેત્રોનું છે.

ભવિષ્ય

દુનિયામાં માઈક્રોસોફ્ટ અને એન્ડ્રોઇડ પોતાનો પગદંડો જમાવી રહી છે. જે ખતરનાક છે. જો આ બન્ને મહારથીઓ સ્વિચ ઓફ કરી દે તો દુનિયાના વ્યવહારના શ્વાસ થંભી જાય! આ બન્નેના આર્થિક વ્યવહારો એક મધ્યમ દેશના જીડીપી જેટલા જંગી છે. ભારતમાં વિપ્રો, ટીસીએસ (ટાટા) સોફ્ટવેર ક્ષેત્રે મોટું નામ છે, પરંતુ ઓપરેટિંગ સીસ્ટમ બહુ ક્ષુલ્લક છે. તે માત્ર પ્રોસેસર સેવા આપે છે. ભારતની બેન્કો તેના આર્થિક વ્યવહારો માટે વિદેશી સર્વર ઉપર નિર્ભર છે. વિશ્વમાં ઓનલાઇન પેમેન્ટ ક્ષેત્રે એલેન  માસ્કની કંપની પેપલની માસ્ટરી છે. વીઝા અને માસ્ટર કાર્ડના તમામ વ્યવહારો પેપલ થ્રૂ પ્રોસેસ થાય છે!

સોફ્ટવેર દુનિયામાં અમેરિકન કંપનીઓ ૯૦ ટકા હિસ્સો ધરાવે છે!

બીજી તરફ ચીન પણ આ ક્ષેત્રે બહુ મહેનત કરી રહી છે, પરંતુ અમેરિકાના પ્રભુત્વને કારણે તે પાછળ પડી રહ્યું છે.

'નોબત'ના વાચકો અને ચાહકો પણ ઑક્સીજન, સૂરજ ઉપરાંત માઈક્રોસોફ્ટ અને ગૂગલ ઉપર જ નિર્ભર છે! હાથમાં મોબાઈલ હોય કે ઓફિસમાં કોમ્પ્યુટર હોય, આ બન્ને જ રાજા છે. આપણે સામાન્ય લોકોએ ગુજરાતી ટાઈપ કરવું હોય, ભાષાંતર કરવું હોય, ઈમેલ કરવા હોય તો આ બન્ને જ મદદ કરે છે. આપણી કરૂણતા એ છે કે આપણી પોતીકી ગુજરાતી ભાષા માટે આપણું પોતીકું કી બોર્ડ જ નથી!

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આશ્રમોના બાબાઓ અને બાવાઓ દ્વારા કરવામાં આવતા ચમત્કારો માઇન્ડ ગેમ હોય છે!

૮૦ ના દાયકામાં સેલિબ્રિટી બનેલા ચંદ્રા સ્વામી ગોડમેન તરીકે જ ઓળખાતા હતા!: બાબાઓના કરતૂતો જોવા આશ્રમ વેબ સીરિઝ અવશ્ય નિહાળવી

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક કહેવાતા ધાર્મિક કાર્યક્રમમાં ભોલે બાબાની ચરણરજ લેવા માટે થયેલી ભાગદોડમાં ૧૨૦થી વધુ લોકોના કરૂણ મૃત્યુ થયા! તેમાં મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ભોગ બન્યા. એવી માન્યતા હતી કે બાબાના આશ્રમ નજીકના પાણીના હેન્ડપંપ (ડંકી)નું પાણી પીવાથી દુઃખ દર્દ દૂર થઈ જતાં હતાં. બાબાના આશ્રમમાં કાયમ માટે ભક્તોનો ધસારો રહેતો હતો. બાબા બોડીગાર્ડ પણ રાખતા હતાં, જેને સ્વયંસેવક તરીકે ઓળખવામાં આવતા હતાં. ભાગદોડની દુર્ઘટના સમયે બાબા સ્થળ છોડી ભાગી નીકળ્યા, અને ભક્તો કચડાઈ માર્યા.

સમગ્ર દુનિયામાં ધર્મના ઓઠા હેઠળ મોટી માત્રામાં અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે. એક તરફ માનવી વિજ્ઞાન તરફ વધુને વધુ આગળ વધી રહ્યો છે ત્યારે વિજ્ઞાનીઓ સાથે સાથે બાબાઓનું સામ્રાજ્ય પણ વધુને વધુ ફેલાઈ રહ્યું છે. નબળા મનના લોકો પોતાની સમસ્યાઓ દૂર કરવા માટે અંધશ્રદ્ધાનો આશરો લે છે. એક બાબા પીડિતોના પ્રશ્ન સાંભળીને તેને પાણીપૂરી, આઇસ્ક્રીમ, સમોસા, ખીચડી ખાવા જેવા તુક્કાઓ ઉપાય તરીકે કહેતા હતાં. તેના દરબારમાં પણ હજારો લોકો ઉમટતા હતાં. ટીવી ઉપર તેના દરબાર લાઈવ આવતા તેનો ટી.આર.પી. પણ બહુ ઊંચો રહેતો હતો.

ચંદ્રાસ્વામી

ભારતમાં ૮૦ના દાયકામાં ચંદ્રાસ્વામી નામના ધાર્મિક બાબાની બોલબાલા હતી. તે ઇન્દિરા ગાંધી જેવી લોખંડી મહિલાને અપોઇન્ટમેન્ટ વગર મળી શકતા હતાં. તેના અનુયાયીઓમાં મોટા મોટા રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓ હતાં. તે એક તાંત્રિક બાબાનું બિરુદ ધરાવતા હતાં. ચંદ્રાસ્વામી જન્મથી જૈન હોવા છતાં, તેઓ કાલી દેવીના ''સાધક'' (ઉપાસક) બન્યા હતા. તેઓ આંતરધર્મ સંવાદમાં પણ રસ ધરાવતા હતા. ૧૯૯૧માં પી.વી. નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા પછી તરત જ, ચંદ્રાસ્વામીએ દિલ્હીના કુતુબ સંસ્થાકીય વિસ્તારમાં વિશ્વ ધર્માયતન સંસ્થાન તરીકે ઓળખાતો આશ્રમ બનાવ્યો. આશ્રમ માટે જમીન ઈન્દિરા ગાંધીએ ફાળવી હતી. ચંદ્રાસ્વામી બ્રુનેઈના સુલતાન, બહેરીનના શેખ ઈસા બિન સલમાન અલ ખલીફા, હોસ્ની મુબારક, યાસર અરાફાત, હંસ-આદમ, લિક્ટેંસ્ટાઈનના પ્રિન્સ, રિચાર્ડ નિક્સન, માર્ગારેટ થેચર, અભિનેત્રી એલિઝાબેથ ટેલર, હથિયારોના સોદાગર ખસોગિને આધ્યાત્મિક સલાહ આપી હોવાનું કહેવાય છે. તેમના વફાદાર સમર્થકોમાં તેમના સચિવ પૂર્વ ભાજપના ધારાસભ્ય વિક્રમ સિંહ, મદદનીશ વિજયરાજ ચૌહાણ, મામાજી તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ કૈલાશનાથ અગ્રવાલનો સમાવેશ થાય છે.

ઓશો રજનીશ

ઓશો રજનીશ ભારતના કદાચ પ્રથમ આધુનિક વિચારસરણી ધરાવતા આધ્યાત્મ ગુરુ હતા. ઓશો રજનીશનો આશ્રમ પુનામાં હતો અને દેશ-વિદેશના હજારો લોકો તેના ભક્ત હતાં. ભારતમાં તેનો વિરોધ થતા તે અમેરિકા ચાલ્યા ગયા હતાં અને ત્યાં પણ સ્થાનિક વિરોધનો ભોગ બન્યા હતાં. તેના આશ્રમમાં રહેતા તેના અનુયાયીઓ વ્યસની હોવાનો પણ આરોપ લાગતો હતો. તે સંભોગથી સમાધિ સુધીની તેમની વિચારસરણીથી વિવાદાસ્પદ બન્યા હતાં.

બાબાઓની લોકપ્રિયતા

અખિલ ભારતીય અખાડા પરિષદે દેશના સ્વયંભુ બાબાઓ સામે મોટો વિરોધ નોંધાવ્યો હતો. અખાડા પરિષદે કેટલાક ધાર્મિક બાબાઓની યાદી જાહેર કરીને તેમને ધર્મના ખોટા આચરણ અને પ્રચાર માટે જવાબદાર ગણાવ્યા હતાં.  દેશમાં વિવાદાસ્પદ બાબાઓમાં બાબા ગુરમીત રામ રહીમ, આસારામ ઉર્ફે આશુમલ શિરમાણી, આસારામના પુત્ર નારાયણ સાંઈ, સુખવિંદર કૌર ઉર્ફે રાધે મા, નિર્મલ બાબા ઉર્ફે નિર્મલજીત સિંહ સહિત અનેક લોકોના નામ છે.  સચ્ચિદાનંદ ગિરી ઉર્ફે સચિન દત્તા, ઓમ બાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, ઈચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, સ્વામી અસીમાનંદ, ઓમ નમઃ શિવાય બાબા, કુશ મુનિ, બૃહસ્પતિ ગિરી અને મલકાન ગિરીનો સમાવેશ થાય છે.

સામે પક્ષે આ બાબાઓનો ચાહક વર્ગ પણ બહુ મોટો રહ્યો છે. તેમના સત્સંગમાં વિશાળ જનમેદની ઉમટે અને ચમત્કારની આશા પણ રાખે.

વર્તમાન સમયમાં બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી બહુ ચર્ચામાં છે. તે સમસ્યા લઈને આવેલી વ્યક્તિને તે સમસ્યા કહે તે પહેલાં જ તેની વિગતો જણાવી દે છે. તેમના સત્સંગમાં લાખો લોકો ઉમટે છે. તે વારંવાર પોતાની વિદ્યાને ખોટી સાબિત કરી આપવાની ચેલેન્જ પણ આપે છે.

માઇન્ડ ગેમ

ચમત્કારી બાબાઓના ચમત્કારને વિજ્ઞાન માઇન્ડ ગેમ કહે છે. બીજી ભાષામાં તેને હિપ્નોટિઝમ કે સમોહન વિદ્યા પણ કહેવામાં આવે છે. ભારતમાં જાદુગરો લોકોને સમોહિત કરી પૈસા કમાતા હતાં. સમોહનને એક પ્રકારની ત્રાટક કલા કહી શકાય છે. જે સામેની વ્યક્તિના મગજ અને વિચારો ઉપર કાબૂ મેળવી લે છે! જાદુ ટોણાં કરતાં લોકો પ્રથમ માઇન્ડ રીડર બને છે. જે સામેની વ્યક્તિના વિચારો આત્મસાત કરે છે અને તેના મગજ ઉપર કાબૂ મેળવે છે.

સાદી ભાષામાં કહેવું હોય તો, જ્યારે મનપસંદ સંગીત વાગતું હોય ત્યારે વ્યક્તિ આંખો બંધ કરી સંગીતના તાનમાં ડૉલવા લાગે છે. પોતાના દુઃખ દર્દ ભૂલી જાય છે. સંગીત વાગતું હોય ત્યારે અલગ દુનિયામાં ખોવાઈ જાય છે. સંગીતને આપણે સમોહન કલા કહી શકીએ. ઘણાં નબળા મનનાં લોકો મનપસંદ સંગીત સાંભળી રડી પડે છે! આવીજ બાબત ફિલ્મોમાં પણ બને છે. ફિલ્મીની અસરકારક રીતે કહેવાયેલી બાબતોની વાસ્તવિક જીવનમાં પણ ઈચ્છા કે કલ્પના કરે છે. ૯૦ ના દશકમાં આવેલી કમલા હસન અને રતી અગ્નિહોત્રીની ફિલ્મ એક દૂજે કે લીએ ફિલ્મથી પ્રેરાઇને અનેક યુવક યુવતીઓ તેની નકલ કરતાં હતાં અને થોડા પ્રેમમાં પણ આત્મહત્યા કરી લેતા જોવા મળ્યા હતા. આ માઇન્ડ ગેમની અસર હતી.

કોઈ બાબા કે સાધુ હથેળીમાંથી કંકુ કે ભસ્મ કાઢી શકતા નથી. એક સમયના જાદુગરો વોટર ઓફ ઈન્ડિયા નામના જાદુથી ખાલી વાસણમાં પાણી ભરતા જોવા મળ્યા હતા. તે એક વૈજ્ઞાનિક પ્રયોગ માત્ર હતો.

સમોહન કળા

ગુજરાતીમાં આપણે જેને સમોહન કહીએ છીએ તેને અંગ્રેજીમાં હિપ્નોટીઝમ તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે બે કે તેથી વધુ લોકો વચ્ચેનું માનસિક આદાન પ્રદાન હોય છે. જે વ્યક્તિ સમોહન કલા કે વિદ્યા જાણતી હોય તે સામેની વ્યક્તિ કે સમૂહ ઉપર ત્રાટક કરે છે. થોડી ક્ષણો કે મિનિટો માટે સામેની વ્યક્તિને પોતાના કબજામાં લઈ લે છે. પછી તેને જેમ કહેવામાં આવે તેમ વર્તે છે અથવા અનુભવે છે. મેડિકલ ભાષામાં તેને નર્વસ સ્લીપ પણ કહેવામાં આવે છે.

તુષાર રાજકુમાર

વર્તમાન સમયમાં તુષાર રાજકુમાર આ ક્ષેત્રના માસ્ટર ગણાય છે. તે માઇન્ડ રીડરની સાથે સાથે જાદુના કોચ અને ઇલયુઝીઓનીસ્ટ અથવા ભ્રાંતિવાદી છે. તે ૩૧ દેશોમાં ૪ હજાર કરતાં વધુ શો કરી ચૂક્યા છે. તેમનો દાવો છે કે, કોઈ પણ બાબા કે સાધુ વાસ્તવમાં ચમત્કારી હોતા નથી, તે માત્ર ભ્રમણા પેદા કરે છે. તુષાર રાજકુમાર એક ઉચ્ચ કક્ષાના માઇન્ડ રીડર પણ છે. તે કહે છે કે, હું કોઈ દેવી સાધના કે દેવી આશીર્વાદ ધરાવતો નથી, માત્ર ઈલુઝન ઊભું કરું છું.

સમોહન કે જાદુની ઘટનાઓમાં હાથ કી સફાઇ પણ મોટો ભાગ ભજવે છે.

ગૌતમ શેઠ

આ પણ ભારતના પ્રસિદ્ધ માઇન્ડ રીડર કે ચમત્કાર વિજ્ઞાન જાણતા વ્યક્તિ છે. તે ટેલીપથી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. તે દેશની નામાંકિત ટીવી ચેનલો ઉપર તેમના શો રજૂ કરે છે. એન્જિઑગ્રાફીના લેખક પણ તેમના શો જોઈ ચૂક્યા છે. મારુ માનવું છે કે જો તેઓ બાબા બન્યા હોત તો ટોચના બાબા તરીકે તેમની ખ્યાતિ હોત! પરંતુ તે પોતાની કલાને માત્ર મનોરંજન પૂરતી જ સીમિત રાખી છે. તે કોઈ ચમત્કાર કરતાં નથી, સમોહન કલા દ્વારા અંધશ્રદ્ધા નાબૂદી માટે કામ કરે છે.

જનવિજ્ઞાન જાથા

રાજકોટ સ્થિત આ સેવાભાવી સંસ્થા અંધશ્રદ્ધા દૂર કરવા માટે સતત કાર્ય કરે છે. ભૂત, ભૂવા કે તેવી કોઈ પણ અંધશ્રદ્ધા પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં જઈ આવા તત્ત્વોને ખુલા પાડે છે.

દેશમાં મોટી સંખ્યામાં નબળા મનના લોકો દુખ, દર્દ દૂર કરવા માટે અંધશ્રદ્ધાનો આશરો લે છે. અનેક મહિલાઓ પણ ધુતારાઓની જાળમાં ફસાઈ જાય છે. અનેક લોકો છુપો ખજાનો મેળવવાની લાહ્યમાં મોટી રકમ ગુમાવે છે.

આશ્રમ

ટેલીવિઝનના ઓટીટી એપ ઉપર બોબી દેઓલ અભિનીત વેબ સીરિઝ આશ્રમનો ઉલ્લેખ કરવો જ જોઈએ. ધર્મની આડમાં શક્તિશાળી બની ગયેલા બાબા દ્વારા કરવામાં આવતા કરતૂતોનું બહુ ચોંકાવનારૃં નિરૂપણ કરવામાં આવ્યું હતું. ગોડમેન બાબા નિરાલા અનુયાયીઓને એકત્ર કરવા અને ભ્રમિત કરવા માટે ધર્મ અને અંધવિશ્વાસનો ઉપયોગ કરે છે. તે પોતાની ભ્રષ્ટ જીવનશૈલી અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરે છે.

ગોડમેન, બાબા નિરાલા (બોબી દેઓલ)ના અનુયાયીઓ મોટાભાગે સમાજના વંચિત વર્ગના હોય છે તે તેમનામાં આંધળો વિશ્વાસ ધરાવે છે. રાજકારણીઓ હુકુમ સિંહ (સચિન શ્રોફ) અને વર્તમાન સીએમ સુંદર લાલ (અનિલ રસ્તોગી) આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં બાબા નિરાલાના સમર્થન માટે ખેંચતાણ રહ્યા છે, કારણ કે તેમની મોટી સંખ્યામાં અનુયાયીઓ તેમની વોટ બેંકની રાજનીતિ માટે છે. બાબા નિરાલા ધન, વૈભવની સાથે સુંદરીઓના પણ લાલચુ હોય છે. તેના માટે પણ સેવકો તત્પર રહે છે! બાબાના શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતી પમ્મી બાબા સામે બળવો કરે છે. ૩ સિઝનની આ વેબ ખૂબ સફળ રહી હતી.

અનુરોધ

અહી જે કોઈ બાબત જાણવામાં આવી છે તે માત્ર જાગૃતિ માટે છે. શ્રદ્ધા કે આસ્થા રાખવી, પરંતુ કોઈ સાધુ, બાબા કે વ્યક્તિ ચમત્કાર સર્જી શકશે તે ભ્રમમાં ન  રહેવું. દોરા ધાગા માત્ર માનસિક શાંતિ આપે છે, તે ઈલાજ નથી! અહી જણાવેલ નામો માત્ર દાખલા દલીલ માટે જ છે, જો તેમની પાસેથી માનસિક શાંતિ મળતી હોય તો તેને અનુસરવાની છૂટ છે.

આપણા સમાજમાં નજર ઉતારવા કે નજર ન લાગે તે માટે કાળું ટીલું કરવામાં આવે છે. તેને ડોસી શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે કોઈ સ્મશાનમાં ભૂત આવતા નથી, કાળી ચૌદસના દિવસે ચાર રસ્તા ઉપર કાળા તલ, કાળું કપડું કે વડા મૂકવાથી આસુરી તત્ત્વો ભાગતાં નથી! કેલેન્ડરના કાળ ચોઘડિયામાં જન્માક્ષર બાળક પણ લાંબુ અને સફળ જીવન જીવે છે. આખી દુનિયામાં કમુરતમાં લાખો લોકો લગ્ન કરે છે અને સુખી દાંપત્યજીવન જીવે છે. કુંડળીમાં ૩૨ ગુણ મળતા હોય તેના છૂટા છેડા થઈ શકે છે.

આજના સમયમાં નવી પેઢી હવે આધુનિક અને શિક્ષિત બની રહી છે, તેથી અંધશ્રદ્ધા ઘટી રહી છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને નમ્ર વિનંતી કે શ્રદ્ધા રાખવી, અંધશ્રદ્ધામાં અટવાઈ ન જવું. કોઈ પણ સ્થળે જવું, પરંતુ ચમત્કાર થશે અને કોઈ આપણને સુખી કરી દેશે તેવા ભ્રમમાં ન રહેવું! અંધશ્રદ્ધાથી દૂર રહેવું. તમે જે પંથ, ધર્મ કે વ્યક્તિમાં માનતા હો ત્યાં જાગૃત મન સાથે જોડાવું.

- પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિશ્વની સૌથી નામાંકિત, લોકપ્રિય અને ધનિક ટેનિસ રમત પ્રત્યે આપણું ઠડું વલણ!

ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડન હવે પૂર્ણાહુતિને આરે છેઃ ટેનિસ સાચા અર્થમાં જેન્ટલમેન્સ ગેમ તરીકે જ રમાય છે!

મારા મતે ધરતી ઉપર રમાતી તમામ મેદાની રમતોમાં ટેનિસ સૌથી શિસ્તબદ્ધ રમત છે. પ્રેક્ષકો અને ખેલાડીઓ બન્ને રમત દરમિયાન અદ્ભુત શિસ્ત રાખે છે. પ્રેક્ષકોને જોઈ લાગે કે, જાણે કોઈ કડક શિક્ષકના વર્ગમાં વિદ્યાર્થીઓ બેઠા હોય! તમે આ લેખ વાંચતા હશો ત્યારે વિમ્બલડન ટુર્નામેન્ટ પૂરી થવામાં બે દિવસ બાકી હશે. રવિવારે ૧૪ તારીખે ફાઇનલ મેચ છે. હજુ તક ચૂક્યા નથી, શુક્રવાર, શનિવાર અને રવિવારે આ સ્પર્ધાના સૌથી રોમાંચિત મેચો નિહાળી શકો છે. દરેક દેશ અને તેના લોકોની એક સૌથી વધુ પસંદગી ધરાવતી રમત હોય છે, દા.ત. ભારતીય લોકો માટે ક્રિકેટ લાગણીની રમત છે. તેમાં પણ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ હોય તો કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાય છે. દુનિયાના અનેક દેશો માટે ટેનિસ પ્રથમ પસંદગીની રમત છે.  વિમ્બલડન જેવી મોટી રમત સાથે ગુજરાત પણ સંકળાયેલું છે, જે ગૌરવની બાબત છે. ભરૂચ જિલ્લામાં આવેલી વેલસ્પન નામની કંપની કોર્ટ ઉપર વપરાતા ટર્કીશ ટુવાલ અને નેપકીન વિમ્બલ્ડનમાં પૂરા પડે છે!

વિમ્બલડન ચૅમ્પિયનશિપ સોમવાર ૧ થી રવિવાર ૧૪ જુલાઈ સુધી ૧૪ દિવસમાં રમાશે.

ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વુમન સિંગલ્સ, મેન ડબલ્સ, વુમન ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરીમાં રમાય છે.

જુનિયર ચૅમ્પિયનશિપ્સ (૧૮ અને તેથી ઓછી) રવિવાર ૭ જુલાઈથી શરૂ થઈ છે, અને બીજા સપ્તાહમાં વ્હીલચેર સ્પર્ધકો અને ૧૪ વર્ષથી ઓછી વયના જુનિયરો માટેની સ્પર્ધાઓ આમંત્રણ ઇવેન્ટની સાથે યોજાશે.

ઇતિહાસ

વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ, જેને સામાન્ય રીતે વિમ્બલ્ડન તરીકે ઓળખવામાં આવે છે, એ વિશ્વની સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ છે અને તેને સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.તે ૧૮૭૭થી વિમ્બલ્ડન, લંડનમાં ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ અને ક્રોક્વેટ ક્લબમાં યોજવામાં આવે છે અને ૨૦૧૯થી બે મુખ્ય કોર્ટ પર આઉટડોર ગ્રાસ કોર્ટ અને કલે કોર્ટ પર રમવામાં આવે છે.

વિમ્બલ્ડન એ ચાર ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ પૈકીની એક છે, અન્ય ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન છે. તે ગ્રાસ કોર્ટ ઉપર પર રમાતી રમત છે, જેના ઉપર પરંપરાગત ટેનિસ રમવામાં આવે છે. તે એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ છે જે રાત્રિના સમયે પણ રમવામાં આવે છે. જોકે હવે મેચો રાત્રિના ૧૧ વાગ્યા સુધી ચાલુ રહી શકે છે.

આ ટુર્નામેન્ટ પરંપરાગત રીતે જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં બે અઠવાડિયાથી વધુ ચાલે છે, જે જૂનના છેલ્લા સોમવારે અથવા જુલાઈના પ્રથમ સોમવારે શરૂ થાય છે અને અંતમાં શનિવાર અને રવિવાર માટે નિર્ધારિત સ્ત્રી અને પુરુષ સિંગલ્સ ફાઇનલ્સ સાથે સમાપ્ત થાય છે. દર વર્ષે પાંચ મુખ્ય સ્પર્ધાઓ યોજાય છે, જેમાં જુનિયર અને આમંત્રિત સ્પર્ધાઓ પણ યોજાય છે. ૨૦૦૯માં, વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટમાં વરસાદને કારણે રમવાના સમયના નુકસાન થતાં તેને ઘટાડવા માટે કોલેપસીબલ છત ફીટ કરવામાં આવી હતી. ૨૦૧૯ સુધી વિમ્બલડનમાં પરંપરાગત બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ હતી પરંતુ ત્યાર બાદ સ્વયં સંચાલિત કેમેરા ઉમેરવા સહિત અન્ય સંખ્યાબંધ સુધારાઓ કરવામાં આવ્યા હતા.

પોષાક

પ્રારંભમાં ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ વસ્ત્રો જ પહેરતા હતાં. હવે રંગબેરંગી અને આકર્ષક યુનિફોર્મ પહેરે છે. જ્યારે ટેનિસમાં હજુ રંગો પ્રવેશ્યા નથી. જો કે મહિલા ખેલાડીઓના ટૂંકા વસ્ત્રો ચર્ચાનું કારણ બનતા રહ્યા છે. ભારતીયો માટે એવું કહેવાય છે કે, ભારતીઓ જર્મનીની ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફને કારણે ટેનિસ જોતા થયા. તે બ્યુટી ઓન કોર્ટનું બિરુદ ધરાવતી સુંદરી હતી. પુરુષ ખેલાડીઓ શોર્ટ અને ટીશર્ટ પહેરે છે.

વિમ્બલ્ડનની પરંપરાઓમાં સ્પર્ધકો માટે સંપૂર્ણ સફેદ ડ્રેસ કોડ શાહી સમર્થનનું પ્રતિક માનવામાં આવે છે. ટુર્નામેન્ટમાં પરંપરાગત રીતે સ્ટ્રોબેરી અને ક્રીમનું સેવન કરવામાં આવે છે, પછીના વર્ષોમાં શેમ્પેઈનની સાથે સ્લેઝેન્જર, રોલેક્સ, નાઈક, રાડો જેવા સત્તાવાર સપ્લાયરો તરફથી જાહેરાત આપવામાં આવે છે. સ્લેઝેન્જર સાથેનો સંબંધ વિશ્વની સૌથી લાંબી ચાલતી સ્પોર્ટિંગ સ્પોન્સરશિપ છે, જે ૧૯૦૨થી ટુર્નામેન્ટ માટે બોલ પૂરા પાડે છે.

કોવિડ-૧૯ રોગચાળાને કારણે, વિમ્બલ્ડન ૨૦૨૦માં  રદ કરવામાં આવી હતી. જે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર બંધ રાખવામાં આવી હતી. રશિયા અને બેલારુસનું પ્રતિનિધિત્ત્વ કરતા ખેલાડીઓને બાકાત રાખવાના ટુર્નામેન્ટના વિવાદને કારણે એટીપી, આઈટીએફ અને ડબલ્યુટીએ ૨૦૨૨ ટુર્નામેન્ટ માટે રેન્કિંગ પોઈન્ટ્સ આપ્યા નથી.

૨૦૨૪ની  વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ૧૩૭ મી સ્ટેજિંગ છે.

વિશ્વ

ટેનિસ રમતા ટોચના ખેલાડીઓ અબજોપતિ બની ગયા છે. એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે જીવે છે. રોજર ફેડરર, રફેલ નડાલ, જોહ્ન મેકેનરો, બિજોન બોર્ગ, પેટ સાંપ્રસ, આન્દ્રે અગાસી, સેરેના વિલિયમ્સ અને તેની બહેન વિનસ વિલિયમ્સ, સ્ટેફી ગ્રાફ, નાવક ડોજોવીક, માર્ટિના નાવરાતીલોવા અતિ સફળ ખેલાડીઓ રહયાં છે. લંડનમાં રમાતી ૨૦૨૪ ની વિમ્બલ્ડનમાં કાર્લોસ અલકઝર, કોકો ગુફિ લોકપ્રિય રહયાં છે.

ટાઈટલ્સ

ટેનિસમાં મુખ્યત્વે ચાર સ્પર્ધાઓ રમાય છે, જે ગ્રાન્ડ સ્લેમ તરીકે ઓળખાય છે. (૧) ઓસ્ટ્રેલિયન ઓપન એ ટેનિસ ટુર્નામેન્ટ છે જે મેલબોર્ન, વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન પાર્કમાં દર વર્ષે યોજાય છે. આ ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન પહેલાની ચાર ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ઈવેન્ટ્સમાંની પ્રથમરમાતી સ્પર્ધા છે. (૨) અમેરિકામાં રમાતી ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ, સામાન્ય રીતે યુ.એસ. ઓપન તરીકે ઓળખાય છે, એ હાર્ડકોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ છે જે દર વર્ષે ક્વીન્સ, ન્યુ યોર્કમાં યોજાય છે. ૧૮૮૭થી રમાતી યુએસ ઓપન, વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. (૩) ફ્રેન્ચ ઓપન, જેને રોલેન્ડ-ગેરોસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક મુખ્ય ટેનિસ ટૂર્નામેન્ટ છે જે દર વર્ષે મેના અંતમાં ફ્રાન્સના પેરિસમાં સ્ટેડ રોલેન્ડ ગેરોસમાં બે અઠવાડિયા સુધી ચાલે છે. ટુર્નામેન્ટ અને સ્થળનું નામ ફ્રેન્ચ એવિએટર રોલેન્ડ ગેરોસના નામ પરથી રાખવામાં આવ્યું છે. (૪) હાલમાં રમાતી વિમ્બલડન ચોથી ગ્રાન્ડ સ્લેમ છે. વિમ્બલ્ડન, વિશ્વની સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ છે. તે ૧૮૭૭થી વિમ્બલ્ડન, લંડનમાં ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ અને ક્રોક્વેટ ક્લબમાં યોજાય છે.

ભારત

ટેનિસની રમતમા ભારતનું બહુ મોટું પ્રતિનિધિત્વ રહ્યું નથી. વિજય અમૃતરાજ, મહેશ ભૂપતિ, પ્રકાશ પાદુકોણ, સાનિયા મિરઝા, રમેશ કૃષ્ણન જેવા ગણ્યા ગાંઠ્યા ખેલાડીઓ ભારત બહાર નામ મેળવી શક્યા છે.

સાનિયા મિર્ઝા, રોહન બોપન્ના, લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ, માત્ર ચાર ભારતીય ટેનિસ ખેલાડી છે જેમણે તેમની કારકિર્દીમાં ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. આ ચાર ખેલાડીઓએ કુલ ૩૩ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. આ તમામ જીત ડબલ્સ સ્પર્ધાઓમાં જ પ્રાપ્ત કરવામાં આવી છે. સિંગલ્સનો કોઈ ખિતાબ આપણે જીત્યા નથી.

ભારતીય રામનાથન ક્રિષ્નન ૧૯૫૪માં વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ એશિયન ખેલાડી હતા, જેણે ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એશ્લે કૂપરને ફાઇનલમાં હરાવી હતી. તમિલનાડુમાં જન્મેલા ભારતીય ટેનિસ ખેલાડી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ્સમાં સતત પ્રદર્શન કરતા હતા.તે ૧૯૬૦ અને ૧૯૬૧માં બે વાર વિમ્બલ્ડન સેમી ફાઇનલમાં પહોંચ્યાં હતાં, જ્યારે ૧૯૬૨માં ફ્રેન્ચ ઓપન ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યાં હતાં. તે ચાર વખત વિમ્બલ્ડનની ડબલની  ક્વાર્ટર ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું હતું.

ભારતના નામાંકિત ટેનિસ ખેલાડી પ્રકાશ પાદુકોણે હાલની સુપર સ્ટાર અભિનેત્રી દિપીકા પદુકોણેના પિતા થાય.

નાગર રત્ન અને ક્રિકેટના નામાંકિત ખેલાડી વિનુ માંકડના પત્ની નિરુપમા માંકડ ભૂતપૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી છે. તે આધુનિક યુગમાં ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં રમનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેણી ૧૯૬૪થી ૧૯૭૯ સુધી સક્રિય રહ્યા અને વિશ્વની અલગ અલગ ૨૫ ફાઇનલમાં ભાગ લીધો હતો અને ૧૮ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. જો કે તે એક પણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા નથી. ત્યારબાદ વર્તમાન સમયમાં સાનિયા મિરઝાએ દેશનું નામ રોશન કર્યું છે. સાનિયા મિર્ઝા એક ભારતીય ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે. ભૂતપૂર્વ ડબલ્સ વર્લ્ડ નંબર ૧, તેણીએ ત્રણ મહિલા ડબલ્સમાં અને ત્રણ મિશ્ર ડબલ્સમાં એમ ૬ મોટા ટાઈટલ્સ જીત્યા છે. હાલમાં તેમણે સિંગલ્સ રમતમાંથી નિવૃત્તિ લીધી છે. તેણીને મહિલા ટેનિસ એસોસિએશન દ્વારા સિંગલ્સમાં નંબર ૧ ભારતીય તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

ગુજરાત

ટેનિસની રમતમાં આપણું કોઈ મોટું પ્રદાન રહ્યું નથી. જૂના રજવાડાઓની આ શાહી રમત હતી. કેટલાક રાજવીઓ અને રાજકુમારો આ રમત રમતા હતાં. એન્જિઓગ્રાફીના લેખક એ વાતના સાક્ષી છે કે, રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજા અચ્છા ટેનિસ ખેલાડી હતાં. સૌરાષ્ટ્રના જીમખાનાઓમાં ટેનિસ રમાતુ થયું હોય તેમાં દાદાનો મોટો ફાળો હતો. ખાસ કરીને રાજકોટ અને જૂનાગઢના જીમખાનમાં નિયમિત ટેનિસ રમાતુ હતું. ત્યારે સૌરાષ્ટ્ર ઓપન નામથી ટેનિસ સ્પર્ધા પણ રમાતી હતી. રાજકોટના રેસકોર્સ ઉપર આવેલી મહાલેખાગાર કચેરી (એ. જી. ઓફિસ) માં ટેનિસ કોર્ટ પણ હતો.

જામનગરના જિલ્લા સેવા સદન-૨ પાછળ આવેલી ઓફિસર્સ ક્લબમાં ઉચ્ચ અધિકારીઓ ટેનિસ રમતા હતા. હાલમાં ત્યાં શું પરિસ્થિતિ છે તે જાણમાં નથી!

ભારતીય સંગઠન

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) એ ભારતમાં ટેનિસનું સંચાલન કરતી સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૨૦ માં કરવામાં આવી હતી અને તે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન અને એશિયન ટેનિસ ફેડરેશન સાથે સંલગ્ન છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન ડેવિસ કપ, ઈન્ડિયા બિલી જીન કિંગ કપ ટીમ અને યુવા ટીમો સહિત તમામ ભારતીય સ્થાનિક સંગઠનોનું સંચાલન અને તાલીમ, સ્પરધોનું આયોજન અને સંચાલન કરે છે.

ગુજરાતમાં ગુજરાત લોન ટેનિસ એસોસિએશન છે, જો કે તેની કોઈ પ્રવૃતિ દેખાતી નથી. બીજી તરફ ગુજરાતીઓને ક્રિકેટનું અનહદ ઘેલું હોવાથી, ટેનિસ પ્રવૃત્તિ તરફ કોઈ લક્ષ્ય આપતું પણ નથી. ટેનિસ પણ દમદાર રમત છે, ક્રિકેટ જેટલું જ નામ અને દામ ધરાવે છે.

'નોબત'ના ચાહકો અને વાચકો વિમ્બલડન સ્પર્ધા જરૂર જુવે અને સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન આપે તેવી વિનંતી.

- પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચોમાસામાં જળમગ્ન બનતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે રામબાણ ઈલાજ જરૂરી

આડેધડ બાંધકામો અને દબાણો જળબંબાકાર માટે જવાબદારઃ દુબઈ જેવા આધુનિક દેશમાં પણ પાણી ભરાવાની વિકરાળ સમસ્યા છે!

જામનગર હોય કે જાપાન, અમદાવાદ હોય કે અમેરિકા, દિલ્હી હોય કે દુબઈ, ચેન્નાઈ હોય કે ચાઈના, બધા વિસ્તારો ચોમાસામાં જળભરાવ સમસ્યાથી પીડાય છે. થોડા વરસાદમાં પણ રહેણાક વિસ્તારો અને ધોરીમાર્ગો પાણી પાણી થઈ જાય છે. આપણા ઘરની વાત કરીએ તો, જામનગર શહેરમાં ૫૦ ટકા વિસ્તારોમાં થોડું ઘણું પાણી ભરાય છે. ચોમાસું આવે એટલે વરસાદ કરતાં પાણી ભરાવાની સમસ્યા મોટી બની જય છે. નાના-મોટાં શહેરો, ગામો કે કસબાઓ જળમગ્ન બની જાય છે, વાહનો ફરતાં હોય ત્યાં હોડીઓ ફરવા લાગે છે. જો કે, જળ ભરાવની આ સમસ્યા બહુ ટૂંકા ગાળાની હોય છે. સમય જતાં વરસાદી પાણી ઉતરી જાય છે અને જનજીવન સામાન્ય બને છે.

કુદરત

જળ ભરાવ સમસ્યા માત્ર માનવ સર્જિત જ નથી. આપણો સમુદ્ર પણ એક મોટો પાણીનો ખાડો જ છે, જે પ્રભુએ સર્જ્યો છે. અહીં અગાધ જળરાશી કાયમ હિલોળા લેતી નજરે પડે છે. આ કુદરતી રચનાના રહસ્યોનો ત્યાગ હજુ સુધી મળ્યો નથી. ભારત-ચીન સરહદ ઉપર આવેલું વિશાળ પેનગોંગ તળાવ પણ કુદરત સર્જિત છે. ધરતી ઉપર આવા અબજો ખાડાઓમાં પાણી ભરાયેલું રહે છે. માત્ર પૃથ્વી જ નહીં, તારા મંડળના તમામ ગ્રહો આવી ભૂરચના ધરાવે છે. ચંદ્ર અને મંગળના આવા વિશાળ ખાડાઓની ભૂરચનાઓને વૈજ્ઞાનિકોએ નામ પણ આપ્યા છે. અસમતોલ ભૂરચનાઓને કારણે માનવ રચિત નિર્માણ પણ ઊંચા-નીચા બને છે. જો કે, શોધ અને શિક્ષણને કારણે આપણે ભૂરચનાઓને સમથળ કરવા માટે મહદ્અંશે સફળ થયા છીએ.

નિકાલ

વરસાદી પાણીના નિકાલ માટે એન્જિનિયરિંગ ખૂબ જહેમત ઉઠાવે છે. પરંતુ માનવ સહજ કારણોસર ચોમાસામાં પાણી ભરાય જ છે. સૌથી સમથળ ગણાતા અને ઊચ્ચ ટેકનોલોજીથી બનેલા હવાઈ મથકો પણ જળ મગ્ન બની જાય છે. જળ ભરાવની સમસ્યા બનવાનું મુખ્ય કારણ, પાણીનો પૂરતા પ્રમાણમાં નિકાલ ન થવાનું છે. જેટલું વરસે, તેટલું વહે તો પાણી ભરાવાની સમસ્યા ન રહે. પરંતુ ક્યારેક વરસે તેના કરતાં વધુ ભરાઈ જાય છે. આવી હાલત, નિકાલની અપૂરતી જોગવાઈ, અણઘડ આયોજન, બેદરકારી કે ગુણવત્તાનો અભાવ છે. જે પાણી વરસે છે તેમાંથી કેટલુંક જમીનમાં ઉતરી જાય છે અથવા નદી નાળા દ્વારા સમુદ્રમાં ચાલ્યું જાય છે. આ પ્રવાહ રોકાય ત્યારે જળ ભરાવની સમસ્યા સર્જાય છે.

નાના, મધ્યમ કે મોટાં શહેરોમાં ગટરો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ ગટરોમાં કચરો ભરાતાં વરસાદી પાણીનું વહેણ અવરોધાય છે અને માર્ગો ઉપર પાણી ભરાય છે. સરકારી તંત્ર આ ગટરોનો કચરો સમયસર સાફ કરતું નથી અથવા સફાઇ થાય તેના કરતાં વધુ ઝડપથી લોકો તેમાં કચરો ઠાલવે છે. નાગરિકોની બેદરકારી પણ કારણભૂત છે!

પ્રકારો

શહેરી પૂરના ઘણા પ્રકારો છે, દરેકનું કારણ અલગ છે. ભારે વરસાદને કારણે, નજીકની નદી તેના કાંઠે વહેવાને કારણે, અથવા દરિયાકાંઠાના પૂર (ઘણી વખત તોફાન ઉછાળાને કારણે) ને કારણે જળ ભરાવ સમસ્યા સર્જાય છે. શહેરી પૂર એ વસ્તી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંને માટે ખતરો છે. કેટલીક જાણીતી દુર્ઘટનાની ઘટનાઓમાં ૧૯૯૮માં નિમ્સ (ફ્રાન્સ),૧૯૯૨માં વાઈસન-લા-રોમૈન (ફ્રાન્સ)ના પૂર, ૨૦૦૫માં ન્યૂ ઓર્લિયન્સ (યુનાઈટેડ સ્ટેટ્સ)નું પૂર, બુન્ડાબર્ગ, બ્રિસ્બેનમાં પૂરનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૦-૧૧ ક્વીન્સલેન્ડ પૂર, ૨૦૨૨માં પૂર્વી ઑસ્ટ્રેલિયા પૂરનો સમાવેશ થાય છે. દુનિયાના સૌથી મોર્ડન ગણતાં દુબઈમાં તો પાણી ભરાવાની સમસ્યા આપણાં  અમદાવાદ અને જામનગર જેટલી સામાન્ય થઈ ગઈ છે.

શહેરી વિસ્તારોમાં, રસ્તાઓને પૂરની અસરો વધુ ખરાબ થઈ શકે છે જે વહેતા પાણીની ગતિમાં વધારો કરે છે. દરિયાકાંઠાના શહેરોને જળ ભરાવ સમસ્યા વધુ  લાગુ પડે છે જે દરિયાની સપાટીમાં વધારો અને વધુ વરસાદની તીવ્રતાથી પ્રભાવિત થઈ શકે છે.જ્યારે દરિયામાં ભરતી હોય ત્યારે વધુ વરસાદના પાણીનો નિકાલ થઈ શકતો નથી. જ્યારે ઓટ હોય ત્યારે વરસાદી પાણી ઝડપથી દરિયામાં ચાલ્યું જાય છે. દુબઈ અને મુંબઈ તેના ઉત્તમ ઉદાહરણો છે.

દુબઈ

સંયુક્ત આરબ અમીરાતના મોટા દેશ દુબઈનો અહી ખાસ ઉલ્લેખ કરવો પડે તેમ છે, કારણ કે આ દુનિયાનું નવીનત્તમ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતો દેશ છે. દુનિયાના તમામ દેશો અહીની લાઈફ સ્ટાઈલ અને બંધકામોથી પ્રભાવિત છે. દુનિયાના અતિ ધનિક લોકો દુબઈમાં મિલકતો ધરાવે છે અને ત્યાં સતત અવરજવર કરે છે. એન્જિઓગ્રાફીના લેખકે પણ તેમના જીવનના પ્રથમ પ્રવાસ માટે દુબઈની પસંદગી કરી હતી. ત્યાં ઉનાળામાં પણ ઠંડક લાગે તેટલી જંગી કુલિંગ સીસ્ટમ ફીટ કરવામાં આવી છે.

પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, નહિવત વરસાદ ધરાવતા આ દેશમાં હવે પૂર આવે છે. વાહનો રમકડાંની જેમ તણાતી જોવા મળે છે. હવાઈ મથક પણ તળાવ બની જાય છે.

૧૬ એપ્રિલ ૨૦૨૪ના ભારે વરસાદના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં પૂર આવ્યું, મુખ્યત્ત્વે દુબઈ અને શારજાહના શહેરો, ઉત્તર અમીરાત અને રાસ અલ ખૈમાહના અમીરાતના વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા હતા. નેશનલ સેન્ટર ફોર મીટીરોલોજી (યુનાઈટેડ આરબ અમીરાત) ના જણાવ્યા અનુસાર, આ ૭૫ વર્ષમાં નોંધાયેલો દેશનો સૌથી ભારે વરસાદ હતો. આરબ દેશો આ પ્રકારના ભારે વરસાદ માટે તૈયાર નથી. તે રણ પ્રદેશ છે અને દુકાળગ્રસ્ત રહે છે. પાણીની તિવ્ર અછત ભોગવે છે. આવી પરિસ્થિતિમાં ભારે વરસાદ થવાથી ભયાનક પૂર આવ્યા હતાં. જેથી સ્વાભાવિક છે કે જળભરાવ પરિસ્થિતિ ઊભી થાય.

આ કપરા સમયમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે દિવસના સમયગાળામાં કુલ ૧૩૦૦ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી જેમાં ૫૧ ડાઈવર્ટ કરવામાં આવી હતી. દુબઈથી ઊપડતી તમામ ફ્લાયટ દુબઈ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

દુબઈની આ અવદશા બતાવે છે કે, જળભરાવ એ એવો રાક્ષસ છે જેની ચુંગાળમાંથી કોઈ બચી શકે તેમ નથી!

અમેરિકા

દુનિયાના શક્તિશાળી દેશો પણ સમયાંતરે ડૂબતા રહયાં છે. તેમાંથી અમેરિકા પણ બાકાત નથી. અમેરિકાના મહાનગરો પણ વરસાદી પાણીના નિકાલ માટે સક્ષમ સાબિત થયા નથી. ન્યુયોર્ક, વોશિંગ્ટન, કેલિફોર્નિયા સહિત અનેક શહેરો જળભરાવ સમસ્યાનો ભોગ બને છે. ૨૦૨૪ માં તો ન્યૂયોર્કમાં કટોકટી જાહેર કરવી પડી હતી. અબજોની મિલકતોને ભારે નુકશાન થયું હતું! અમેરિકામાંથી પસાર થતી નદીઓમાં સમયાંતરે ભારે પૂર આવે છે, જેના પાણી શહેરોમાં ઘૂસી તબાહી મચાવે છે.

સુરત

ગુજરાતમાં સુરત આ બાબતે બહુ બદનામ શહેર છે. લગભગ દર વર્ષે તાપીના પાણી શહેરમાં ફરી વળે છે. જુલાઈ ૨૦૨૨ના મહિના દરમિયાન, સુરતમાં અવિરત વરસાદ પડ્યો, પરિણામે પૂરનો લાંબો સમય થયો. પૂરના પાણીએ શહેરના વિવિધ ભાગોને ઘેરી લીધા હતા, ખાસ કરીને અડાજણ, પાલ, રાંદેર અને પીપલોદ વિસ્તારો ડુબી ગયા હતાં. આજે પણ સામાન્ય વરસાદમાં સુરત શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જાય છે. આ માટે કુદરતી અને માનવ સર્જિત કર્યો જ જવાબદાર છે.

જળબંબાકાર

જુનાગઢ અને પોરબંદરના ઘેડ વિસ્તાર દર ચોમાસામાં ડુબી જાય છે. ઉપરવાસના વરસાદને કારણે જળબંબાકાર થતાં ખેતીને પણ મોટું નુકશાન થાય છે. અહી સર્જાતી આફત કુદરતી છે. ભૌગોલિક રીતે ઘેડ પંથક રકાબી જેવી ભૂરચના ધરાવે છે, તેથી રકાબીમાં ચા ભરાય તેમ અહી પાણી ભરાઈ જાય છે. નજીકના ભવિષ્યમાં તેનો કોઈ ઉકેલ દેખાતો નથી! ઘેડ પંથકમાં ભારાંતા પાણી સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશતા સમયે સુરેન્દ્રનગર ઊંચો વિસ્તાર છે, તેથી આ પંથકમાં ઘેડ જેવા પાણીની જમાવટ થતી નથી. કોટલાક વિસ્તારોમાં પાણી ભરાય છે, પરંતુ તે માનવ સર્જિત દબાણો અને બેદરકારીને કારણે બને છે.

જામનગર

આ શહેર નવા અને જૂના એમ બે ચહેરા ધરાવે છે. જામનગરના નિર્માણ, સ્થાપના સમયે ક્ષુલ્લક વસ્તી હતી, તેથી પાણીના વાસણો (રણજીતસાગર અને રણમલ તળાવ)માં પાણીની આવક અને નિકાલની તે અનુસાર વ્યવસ્થા હતી. આજે વસ્તી ૯ લાખ ઉપર પંહોચી છે, શહેર ગીચ બન્યું છે અને વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે. શહેરમાં બાંધકામ અને દબાણો પણ વધ્યા છે. રંગમતી અને નગમતી નદીમાં કચરો અને દબાણો વધ્યા છે. આવા કારણોથી જળભરાવ સમસ્યા સર્જાય છે, પરંતુ અમદાવાદ અને સુરત જેટલી ગંભીર નથી બનતી! સામાન્ય રીતે શહેરના બાંધકામ, જાળવણી, મારામત ગંભીરતાથી કરવામાં આવતા નથી તે જળ ભરાવવાનું મુખ્ય કરણ છે.

મહાનગરપાલિકા દર ચોમાસામાં પ્રિ મોન્સુન કામગીરી કરે છે પરંતુ નાગરિકો પોતાનો સ્વચ્છતા ધર્મ બજાવતા નથી, તેથી પાણી નિકાસ સરળતાથી થતો નથી. બે વર્ષ પહેલાં લીમડાલેન વિસ્તારમાં પાણીના વહેણના માર્ગમાં બાંધકામ કચરાનો મોટો ઢગલો કરી દેવામાં આવતાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં! ક્રિકેટ બંગલા વિસ્તાર, રામેશ્વરનગર, નવાગામ જેવા અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદી પાણી ભરાય છે. આપણે તેના થિગડાં જેવા ઉપાયો કરીએ છીએ. મહાનગરપાલિકાની ક્ષમતા ન હોવા છતા રાજ્ય સરકારે આસપાસના અનેક ગામો મહાનગર પાલિકામાં ભેળવી દીધાં છે. હવે આ નાવા ભળેલા વિસ્તારો ભગવાન ભરોસે છે. આવી પરિસ્થિતિ અમદાવાદ, સુરત અને અમદાવાદમાં પણ છે.  નવા ભળેલા વિસ્તારોની વિકાસ બાબતે બહુ મોટી ફરિયાદો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જેવા સાત શહેરોમાં નગરપાલિકાને મહાનગર પાલિકા જાહેર કરી દેવામાં આવી છે. આ મહાનગરપાલિકાઓમાં સનદી અધિકારી હોય તેમાં કમિશનરો મૂકવામાં ન આવતાં ચીફ ઓફિસરો જ મહાનગરપાલિકનો વહિવટ કરે છે. જુનાગઢ શહેરને મહાનગરપાલિકનો દરજ્જો આપ્યા છતાં નાગરિકોને નવો કોઈ અહેસાસ થતો નથી! આજે પણ તે ખાડા શહેર જ છે.

ઉપાય

નજીકના ભવિષ્યમાં નાના, મધ્યમ અને મોટા શહેરોમાં જળબંબાકાર પરિસ્થિતિમાં કોઈ મોટો ફર્ક પડે તેવી કોઈ આશા નથી. સ્માર્ટ સિટી બનશે, પરંતુ ચોમાસામાં પાણી તો ભરશે જ! અમદાવાદ અને જુનાગઢ મહાનગરપાલિકાએ ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ કર્યાના સોશિયલ મીડિયા ઉપર ફોટા સાથે દાવ કર્યા છે. પાણીના નિકાલ માટે નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જો કે, દુબઈ અને ન્યૂયોર્કમાં કચરો ન હોવા છતા ચોમાસામાં પાણી ભરાય છે. જળબંબાકાર માટે કોઈ એક કારણ જ જવાબદાર નથી.

'નોબત'ના વાચકો અને ચાહકો જળબંબાકાર પરિસ્થિતિ નિવારવા માટે તંત્રને સહયોગ આપે તેવો હાર્દિક અનુરોધ.

- પરેશ છાયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બરછટ નસીબ ધરાવતા સુંવાળા કાશ્મીરમાં ફૂંકાવા લાગ્યો છે પરિવર્તનનો પવન!

મુલાયમ પશ્મિનાના પ્રદેશમાં લોખંડી બખ્તરબંધ લોકો વધુ જોવા મળે છે!

 (આંખે દેખ્યો અહેવાલ ભાગ-૨)

પશ્મિના, કેસર, બરફ જેવી સુંદર, મુલાયમ ચીજો માટે નામના ધરાવતા કાશ્મીરને ખુદાએ બરછટ નસીબ આપ્યું છે! સ્વર્ગમાં સુખ હોવાનું તો સાહિત્યમાં વાંચ્યું છે, પરંતુ સ્વર્ગમાં અશાંતિ, અસલામતી, પીડા હોવાનો ક્યાંય ઉલ્લેખ નથી. હા, કાશ્મીરમાં તેનો અનુભવ થાય છે! ઉર્દૂ સાહિત્યકાર આમિર ખુશરોએ કાશ્મીર માટે જન્નત શબ્દ વાપર્યો, ત્યારથી તેને ધરતી ઉપરનું સ્વર્ગ કહેવામાં આવતું હોવાની માન્યતા છે. જો કે, ખુશરો સાહેબને ભવિષ્યની કલ્પના નહીં હોય કે, અહીં પશ્મિના જેવા મુલાયમ અને  આંગળીની વીંટીમાંથી પસાર થઈ શકે તેવા વસ્ત્ર બનાવતા પ્રદેશમાં લોખંડી બખ્તરબંધ લોકો વધુ જોવા મળશે!

મેં મિત્રો સાથે શ્રીનગર અને તેના આસપાસના સ્થળોનો વ્યાપક પ્રવાસ કર્યો, જનજીવનનો ઊંડો અભ્યાસ કર્યો! અહીંના લોકોને બહુ ઊંડા પ્રશ્નો પૂછવા શક્ય નહોતાં, કરણ કે, તે તરત શંકાની નજરે જોવા માંડે છે. વાતને વાળી દે છે.

પુલવામા

આ વિસ્તારનું નામ દેશના લોકો સેના ઉપરના મોટા ત્રાસવાદી હુમલા તરીકે  ઓળખે છે. તેને પુલવામામાં એટેક તરીકે પ્રસિદ્ધિ મળી. અમે ત્યાંથી પસાર થયા ત્યારે ગાડીના ચાલકે વાહન ધીમું કરી, કહ્યું કે, અહીં સેનાના કાફલા ઉપર મોટો હુમલો થયો હતો! (૨૦૧૯)

મારે એન્જિઓગ્રાફીના વાચકોને પુલવામાની સાચી અને સારી ઓળખ આપવી છે. પુલવામાં વિસ્તારમાં દુનિયાનું શ્રેષ્ઠ કેસર પાકે છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ઉપર જે રીતે હોટલો અને ધાબા છે તે રીતે આ ધોરીમાર્ગ ઉપર કેસર વેચતી શ્રેણીબદ્ધ અસંખ્ય દુકાનો છે. પુલવામામાં અને  પોમપોર વિસ્તારનું હવામાન અને પાણી કેસરના પાક માટે ઉત્તમ છે.

વિશ્વમાં માત્ર થોડા જ પ્રદેશો કેસરનો છોડ ઉગાડવા માટે સક્ષમ છે અને કાશ્મીર સરેરાશ ૨૦ થી ૨૫ ટન વાર્ષિક ઉત્પાદન કરે છે, જે તેને વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું કેસર ઉત્પાદક બનાવે છે. કાશ્મીરી ઝફરન અથવા  કેસર, જેને હિન્દીમાં કહેવામાં આવે છે, તે ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે. પોમપોરને દુનિયામાં કેસર બાઉલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં વિકાસને નામે સિમેન્ટ પ્લાન્ટ શરૂ થતાં કેસરની ગુણવત્તા અને ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે.

પશ્મિના

અતિ સુંવાળા અને મુલાયમ વસ્ત્રો પશ્મિના નામના બકરાના ઉનમાંથી તૈયાર કરવામાં આવે છે. તે વિશ્વ પ્રસિદ્ધ છે. ઠંડા પહાડી પ્રદેશના બકરા ઠંડી ઋતુમાં પોતાના રક્ષણ માટે ગાઢ ઉન પેદા કરે છે. તેને કાશ્મીરી વુલના નામે પણ  ઓળખવામાં આવે છે. જેને માણસો દ્વારા ઉતારી લેવામાં આવે છે. આ  જાતના બકરા કાશ્મીર અને લદખના પહાડી પ્રદેશોમાં જ જોવા મળે છે. ધોરીમાર્ગો ઉપર કેસરની જેમજ ઉની વસ્ત્રોની નાની મોટી અનેક દુકાનો જોવા મળે છે.

દાલ લેક

કાશ્મીર પ્રવાસે ગયા હો અને દાલ લેકમાં શિકારામાં ન બેઠા હો તો પ્રવાસ અધૂરો ગણાય છે. અહીં આવતા તમામ પ્રવાસીઓ શિકારાની મોજ માણે છે. શિકારા એટલે નાની હલેસાંવાળી હોડી! અહી એક કે બે કલાક માટે તળાવમાં  મુસાફરી કરાવવામાં આવે છે. વ્યક્તિદીઠ ૮૦૦ રૂપિયા આસપાસ ફી છે. અહી લાંબા રોકાણ માટે હાઉસ બોટ પણ મળે છે, જેમાં બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, રસોડુ જેવી સંપૂર્ણ સુવિધાઓ મળે છે. હાઉસ બોટ કિનારા સાથે બાંધેલી  હોવાથી તે દાલ લેકમાં ફરતી નથી, માત્ર કહેવા પૂરતું નામ બોટ છે. મારા અભ્યાસ અનુસાર લોકોનું હાઉસ બોટ પ્રત્યેનું આકર્ષણ હવે ઘટી ગયું છે. તેનું કારણ તળાવમાં ગંદકી અને નવીન્યનો અભાવ છે.

દાલ સરોવર ૧૮ ચોરસ કિલોમીટર (૬.૯ ચોરસ માઇલ) ના વિસ્તારને આવરે છે અને તે કુદરતી વેટલેન્ડનો એક ભાગ છે જે તેના તરતા બગીચાઓ સહિત ૨૧.૧ ચોરસ કિલોમીટર (૮.૧ચોરસ માઇલ) આવરી લે છે. કાશ્મીરી ભાષામાં ''રાડ'' તરીકે ઓળખાતા ફ્લોટિંગ બગીચા જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન કમળના ફૂલોથી ખીલે છે. દાલ વેટલેન્ડ કોઝવે દ્વારા ચાર બેસિનમાં  વહેંચાયેલું છેઃ ગાગરીબલ, લોકુત દળ, બોડ દલ અને નિજીન (જોકે નિજીનને સ્વતંત્ર તળાવ તરીકે પણ ગણવામાં આવે છે). લોકુત દળ અને બોડ દળ પાસે મધ્યમાં એક ટાપુ છે, જે અનુક્રમે રૂપા લંક (અથવા ચાર ચિનારી) અને સોના લંક તરીકે ઓળખાય છે.

દાલ લેક પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની બેકાળજીને કારણે દૂષિત બની ગયું છે. પ્રદૂષણને કારણે વાસ પણ આવે છે. આપણે જેને ગાંડી વેલ કહીએ છીએ તે અહી વ્યાપક પ્રમાણમાં છે. દાળમાં હોડીઓમાં નાના મોટા અનેક  વ્યાપાર કરવામાં આવે છે. ખાણી પીણીની બજાર પણ છે, જે પાણીને ગંદુ કરે છે. સ્થાનિક તંત્ર સફાઇ અને જાળવણીના દાવ કરે છે, પરંતુ તે ક્યાંય દેખાતા નથી. આપણે બહુ બેજવાબદાર રીતે વર્તી રહ્યાં છીએ. અહીંના વેપાર-ધંધા  સરકારી પરવાનગી સાથે ચાલતા હશે, પરંતુ કડક નિયમોનો સંપૂર્ણ અભાવ છે. શિકારમાં ફરતા લોકો તળાવમાં દારૂની બોટલો, ખાનપાનના પ્લાસ્ટિકના પેકેટ સહિતની ચીજો અહીં ફેકીને પ્રદૂષણ કરી રહ્યાં છે. આ ઉપરાંત પહાડો, માર્ગો ઉપર પણ ગંદકી અને પ્રદૂષણ ફેલાકી રહ્યાં છે.

આપણે આ કુદરતી વિરાસતને જીવંત રાખવી હશે તો નાગરિક ધર્મ નિભાવવો પડશે.

પરિવર્તન

ઠંડા બર્ફીલા પવનો વચ્ચે કાશ્મીરમાં પરિવર્તનનો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. બે દશકા પહેલાનું રૂઢિચુસ્ત કાશ્મીર હવે રહ્યું નથી. અહી પારંપરિક પહેરવેશ,  રૂઢિચુસ્ત વર્તુણક અને જૂની વિચારસરણી લુપ્ત થતી લાગી. આગળ વધવું  હોય તો વહેણ સાથે વહેવું પડે તે ઉક્તિ અહીના લોકોને ગળે ઉતરી ગઈ હોય તેમ લાગે છે. મહિલાઓ અને યુવતીઓ કાર ચલાવે છે, ખુલ્લા રેસ્ટોરાંમાં બિન્દાસ પેટપૂજા કરે છે, આધુનિક ડિઝાઇનર વસ્ત્રો પહેરે છે.

અહીના એક સ્થાનિક વ્યક્તિને પરિવર્તનનું કારણ પૂછતાં, બહુ ખુલ્લા મને અને નિખાલસતાથી પ્રત્યુત્તર આપ્યો કે, આ ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા  અને મોબાઈલનું પરિણામ છે. લોકો હવે ઘરે બેઠાં દુનિયા જોવા લાગ્યા છે.  ટેલિવિઝનથી ક્રાંતિ આવી હતી, પરંતુ મોબાઈલથી તે ઝડપી અને વ્યક્તિગત બની છે. મહિલાઓ અને યુવતીઓ પણ છૂટથી મોબાઈલ, કોમ્પુટર, લેપટોપ વાપરે છે. કાશ્મીરના મુસ્લિમો પણ વિચારતા થયા છે કે, રૂઢિચુસ્તતા હવે પાલવે તેમ નથી. ધર્મની સાથે રહી પરિવતનમાં સામેલ થવું પડશે. અહીં અંગ્રેજી માધ્યમની શાળા, મહાશાળા અને વિદ્યાલયો છે. ભારતના અન્ય રાજ્યોમાં મળતું શિક્ષણ અહી મળે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેટ (આઈ.આઇ.એમ.) અને મેડિકલ કોલેજ પણ છે.

બરછટ નસીબ ધરાવતું કાશ્મીર હવે પરિવર્તનનાં પંથે છે.

ફિલ્મ

હિન્દી ફિલ્મ નિર્માતાઓ માટે જમ્મુ કાશ્મીર પસંદગીનો વિષય અને જગ્યા રહી છે. કાશ્મીર કી કલી (૧૯૬૪) થી લઈ કાશ્મીર ફાઇલ્સ એ બહુ સારો દેખાવ કર્યો છે. બોલીવુડમાં દર પાંચમી ફિલ્મમાં કાશ્મીર વિષય હોય છે.  અહી સોંદર્યથી લઈ સનસનાટીભર્યા મસાલા મળે છે અને દર્શકોને આકર્ષે પણ છે. ટુર ઓપરેટરો અહી જ્યાં બજરંગી ભાઈજાનનું શૂટિંગ થયું હતું ત્યાં લઈ જાય છે અને કહે છે કે, સલમાન ખાને મુન્નીને આ પુલ ઉપરથી પાકિસ્તાન જવા માટે છોડી હતી! વિકી કૌશલની ઉરી, આલીયા ભટ્ટની રાઝી અને હાઇવે, કેટરીનાની ફિતૂર, રણવીર-દીપિકાની યે જવાની હૈ દિવાની, શાહરુખ ખાનની જબ તક હે જાન, આમિર ખાનની થ્રી ઈડિયટ્સ સહિત અનેક ફિલ્મો અહી બની છે. આ ઉપરાંત જંગલી (૧૯૬૧), જબ જબ ફૂલ  ખીલે (૧૯૬૫), કભી કભી (૧૯૭૬), આપ કી કસમ (૧૯૪૭), બોબી (૧૯૭૩), સિલસિલા (૧૯૮૧), બેતાબ (૧૯૮૩), રોજા (૧૯૯૨), દિલ  સે (૧૯૯૮), મિશન કાશ્મીર (૨૦૦૦), રોકસ્ટાર (૨૦૧૧), હૈદર  (૨૦૧૪), ઉરી (૨૦૧૯) અહી આકાર પામી છે.

જમ્મુ અને કાશ્મીર બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે હોટસ્પોટ બની રહ્યું છે. ૨૦૨૩ દરમિયાન અહીં ૧૦૫ ફિલ્મો અને વેબ સિરીઝ શૂટ કરવામાં આવી હતી.

આ સાથે છેલ્લા બે વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં ૩૦૦ થી વધુ ફિલ્મો અને વેબ સીરિઝ શૂટ કરવામાં આવી છે, જેણે કાશ્મીરના સુંદર સ્થાનોને દર્શાવવા માટે પ્રસંંસા મેળવી છે.

ફૂડ

કાશ્મીર વિસ્તારમાં ગુજરાતી પ્રવાસીઓ વધુ હોવા છતાં પંજાબી ખોરાક છૂટથી મળે છે, ગુજરાતી ભાણું નહિવત જ મળે છે. નોનવેજ ખાતા લોકો માટે અનેક સુવિધાઓ છે. જો કે શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં પણ પુષ્કળ પ્રમાણમાં છે. દારૂ માત્ર સરકારી ઠેકા ઉપર જ મળે છે, આમ છતાં છાપેલા ભાવ કરતાં વધુ લેવામાં આવે છે અને પાકું બીલ આપતા નથી! શ્રીનાગરથી દૂધ પત્રી જતાં માર્ગમાં નાના નાના સ્ટોલ આવે છે, જે એક પરિવાર જ ચલાવે છે. અહી  કાશ્મીરી ખોરાક મકાઈની રોટી અને સરસોનું શાક મળે છે. સાથે ડુંગળીનું અથાણું, માખણ અને ચા પણ પીરસવામાં આવે છે.

ઝીરો પોઈન્ટ કે અન્ય કોઈ સ્થળે ગરમાગરમ કાવાનું બોર્ડ વાંચીને દોડી ન જવું. કારણ કે, જામનગરમાં મળતા તીખા તમતમતા કાવા જેવો નહીં હોય. ત્યાં મોસંબી અને લીંબુના ગળચટ્ટા સરબતને ગરમ કરી કાવાના નામે  પીરસવામાં આવે છે! બહુ વિચિત્ર સ્વાદ લાગે છે! એક નાના કપના ૫૦ રૂપિયા લે છે. ગુજરાતનાં રેસ્ટોરાંમાં ૯૯ ટકા નેપાળી યુવાનો કામ કરતા જોવા મળે છે, કાશ્મીરમાં કાશ્મીરી યુવાનો જ દેખાય છે. જો કે તેમાંથી મોટાભાગના દબાતે અવાજે ફરિયાદ કરે છે કે, માલિકો શોષણ બહુ કરે છે. સાચું-ખોટું ખુદા જાણે!

સારાંશ

કાશ્મીરનો પ્રવાસ કર્યા પછી તારણ કાઢ્યું કે, કાશ્મીરમાં ગોકળ ગાયની ઝડપે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. સમાચાર માધ્યમોમાં જેટલો વાંચીએ છીએ તેટલો વ્યાપક ત્રાસવાદ નથી. પાકિસ્તાનની સરહદ ઉપર છૂટા છવાયા  બનાવો બને છે. પ્રવાસીઓ માટે કોઈ ખતરો નથી. બધા આરામથી હરે-ફરે છે. સ્થાનિક મુસ્લિમો પ્રવાસીઓ સાથે સુમેળભર્યું વર્તન કરે છે. અમને કોઈ જગ્યા એ અજુગતું લાગ્યું નથી. પ્રવસના એક દિવસમાં ઈદ નો તહેવાર હતો. બજારમાં બહુ ભીડ ખરીદી માટે ઉમટી હતી. અમારો ડ્રાઈવર મુસ્લિમ પઠાણ હોવા છતાં, ઈદના દિવસે નોકરી ઉપર આવી ગયો હતો. અમે તેમને પૂછ્યું કે, તહેવારને દિવસે પણ નોકરી કરશો? તેમને હસતાં ચહેરે કહ્યું કે, તમે પ્રવાસી છો, તમારે માટે દરેક દિવસ ઉપયોગી છે, હું ના આવું તો તમારો એક દિવસ વ્યર્થ જાય!

બીજી તરફ, અમારા પ્રવાસના એક સપ્તાહ દરમિયાન કોઈ વિદેશી પ્રવાસીઓ જોવા ન મળ્યા! સ્થાનિક કોઈએ કહ્યું કે, શિયાળામાં આવે છે, કોઈએ કહ્યું કે, તે અંતરિયાળ વિસ્તારોમાં ફરે છે, કોઈએ કહ્યું કે આ વિદેશી પ્રવાસીઓની સિઝન નથી!

જે હોય તે, વાસ્તવિકતા એ છે કે, કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓ લગભગ આવતા ઓછા થઈ ગયા છે. કારણ ખુદા અને ગોડ જાણે!

'નોબત'ના ચાહકો અને વાચકો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે તો જરૂરથી  મજા આવશે.

(સમાપ્ત)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેસર, બરફ, સફરજન અને ત્રાસવાદથી પ્રખ્યાત છે ધરતી ઉપરનું સ્વર્ગઃ કાશ્મીર

૩૭૦ કલમની નાબૂદી બાદ દેશના મુકુટ સમાન કાશ્મીરનો આંખે દેખ્યો અહેવાલઃ કાશ્મીરીઓ ખિસ્સાથી નહીં મનથી ગરીબ છે!

 (આંખે દેખ્યો અહેવાલ ભાગ-૧)

ધરતી ઉપરના સ્વર્ગની ઉપમા ધરાવતા કાશ્મીરને ખુદાએ મન મૂકીને અફાટ સૌંદર્ય આપ્યું છે. અગણિત પહાડો, ઊંડી ખીણો, બરફ વર્ષા, એશિયાનું સૌથી મોટું અને રમણીય તળાવ અહીં છે. આ આખો પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તરીકે ઓળખાય છે. દેશ અને દુનિયામાં તેની બીજી ઓળખ આતંકવાદ અને અશાંતિ તરીકેની પણ છે. ખાટલે મોટી ખોટ એ પણ છે કે, કુદરતે સૌંદર્ય આપ્યું છે સાથે આપણે તેને પાકિસ્તાન જેવો અસભ્ય દેશ પણ પડોસમાં આપ્યો છે. જાણે કે ઉત્તમ ફેટ ધરાવતા દૂધમાં છાસનું ટીપું પડી ગયું હોય તેવો અહેસાસ થાય છે!

તાજેતરમાં મે મિત્રો સાથે શ્રીનગર અને તેના આસપાસના વિસ્તારો અને પ્રવાસન સ્થળોનો વ્યાપક પ્રવાસ કર્યો. નરેન્દ્ર મોદી દ્વારા ૩૭૦ની બહુ ચર્ચિત કલમની નાબૂદી પછી હું પહેલીવાર ત્યાં ગયો. એક અભ્યાસુ અને જાગૃત નાગરિક તરીકે હું આ વિસ્તારના સૌંદર્યની સાથે રાજકીય અને સામાજિક જાણકારી મેળવવા માંગતો હતો.

એન્જિઓગ્રાફીના વાચકો માટે હું અહી, આંખે દેખ્યો અહેવાલ અને મારા તારણો રજૂ કરું છે.

આ રાજ્યમાં જેટલું સૌંદર્ય દેખાય છે, તેના કરતાં વધુ સલામતી જવાનો પહેરો  દેતા નજરે પડે છે. જો કે સામાન્ય પ્રવાસી માટે તે બાધારૂપ બનતા નથી. મહાન ફિલ્મ નિર્માતા રાજ કપૂરની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ્ની અભિનેત્રી પોતાની સુંદરતાને બાધા ન પહોંચે તે માટે કાયમ પોતાના ચહેરાનો અડધો કદરૂપો ભાગ છુપાવી રાખે છે. કાશ્મીરની હાલત પણ રાજ કપૂરની હિરોઈન રૂપા જેવી જ છે. તે સતત અશાંતિ અને ત્રાસવાદને યેનકેન પ્રકારે  ઢાંકવાનો પ્રયાસ કરે છે. મારા સર્વેક્ષણ પ્રમાણે અહીં દૂધમાં છાસનું ટીપું પડી ગયું છે તે, અલગ તારવવું કે નિષ્ક્રિય કરવું નજીકના ભવિષ્યમાં શક્ય નથી.

શ્રીનગર

લાખની વસ્તી ધરાવતું આ શહેર ઉનાળુ સમયની રાજધાની છે. શિયાળામાં જમ્મુથી વહીવટી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે શ્રીનાગરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યો છે. પરતું સામાન્ય પ્રવાસી કે સ્થાનિક લોકોને સ્માર્ટ સિટીના  નામે ઇલેક્ટ્રિક સીટી બસોથી વધુ કઈ જોવા નથી મળતું. વિદેશની જેમ પ્રદૂષણ મુક્ત વાહન તરીકે ઠેર ઠેર સાયકલ સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે, પરંતુ તેનો કોઈ ઉપયોગ કરતું હોય તેમ લાગતું નથી. વહીવટી તંત્ર પણ જાળવણી કરતું  હોય તેમ દેખાતું નથી. આ શહેર રાજ્ય બહારના પ્રવાસીઓથી સતત ઉભરાય છે. પ્રવાસન જ મુખ્ય રોજગાર અને વ્યવસાય છે. ભારતમાં અનેક રાજ્યો પ્રવાસન પ્રવૃત્તિ ઉપર જ નભે છે, તેથી જમ્મુ કાશ્મીર માટે આ નવી  બાબત નથી. પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં જુદી પડતી બાબત એ છે કે, અહીંના લોકોના મનમાં અસંતોષ અને અન્યાયની લાગણી છે. જ્યાં સુધી તેઓ પોતાને મનથી સુખી નહીં માને ત્યાં સુધી તેને કોઈ રાજ્ય વ્યવસ્થા સુખી  નહીં કરી શકે.

અહીં હોટલોના ભાડાં, વાહનો, નાસ્તા-ભોજન સહિતની તમામ બાબતો મોંઘી છે, માટે તેમને વ્યક્તિગત સારી કમાણી પણ થાય છે, કાશ્મીરીઓ ખિસ્સાથી નહીં મનથી ગરીબ છે. ગોવા, કેરળના લોકો પણ પ્રવાસન ઉપર  નભે છે, છતાં પ્રફુલ્લિત અને સુખી જણાય છે!

શ્રીનગરમાં પ્રવાસીઓના મોટા ધસારાને કારણે રસ્તાઓ ઉપર સતત ટ્રાફિક જામ રહે છે, જો કે એક તરફ દાલ લેક અને બીજી તરફ પહાડીને કારણે રસ્તાઓ બહુ મોટા કરવાનો અવકાશ પણ નથી. જો કે જ્યાં શક્ય હોય ત્યાં  બહુ સારી રીતે માર્ગો મોટા કરવામાં આવ્યા છે.

શ્રીનગરમાં ઠેર ઠેર સી.આર.પી.એફ.ના જવાનો મશીનગન સાથે પહેરો ભરતા નજરે ચઢે છે. નરેન્દ્ર મોદી અહીંના લાલ ચોકમાં તિરંગો ધ્વજ લહેરાવી નામના મેળવી હતી.

શ્રીનગરમાં હઝરત બાલ નામની બહુ મોટી મસ્જિદ પણ છે, સાથે શંકરાચાર્યનું મંદિર પણ છે. ૮૫ ટકા વસ્તી મુસ્લિમ છે. મારા સર્વે મુજબ ૯૯.૯૯ મુસ્લિમો શાંતિ પ્રિય અને સામાજિક છે. તેમણે ત્રાસવાદ કે ભાગલાવાદ સાથે કોઈ સંબંધ નથી. તેઓ શાંતિથી રોજી રોટી કમાવવા માંગે છે અને પ્રવસીઓને ખૂબ સારી સર્વિસ આપે છે. તેઓ વાત વાતમાં હિન્દુ કે ભારત વિરોધી ન હોવાનો એકરાર કરતાં પણ જોવા મળે છે. જો કે બીજી તરફ શા બાબતે અસંતોષ કે અન્યાયની લાગણી છે તે સ્પષ્ટતા કરી શકતા નથી!

૩૭૦ ની કલમ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ ચર્ચિત બાબત રહી હોય તો તેમાં જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવાનો નિર્ણય પણ છે. આ કલમ જમ્મુ અને કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી હતી, સ્થાનિક રહેવાસીઓને ખાસ અધિકારો આપતી હતી, આ વિસ્તાર બહારના લોકોને જમીન-મિલકત ખરીદવા અને નોકરીઓ મેળવવા ઉપર પ્રતિબંધ હતો. અહી પાકિસ્તાનના અસંખ્ય નાગરિકો ગેરકાયદે વસવાટ કરવા લાગ્યા હતાં. પહાડી વિસ્તાર, ઠંડુ હવામાન અને પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે સરહદ પરથી ઘૂસણખોરી ચાલતી રહેતી હતી. નરેન્દ્ર મોદી સરકારને  લાગ્યું કે, જમ્મુ અને કાશ્મીરનો વિકાસ કરવો હશે તો રાજ્ય બહારના લોકોને પણ અહીં તક આપવી પડશે. વેપાર વ્યવસાય મુક્ત કરવા પડશે. આથી તેમણે આ બહુ ચર્ચિત કલમ નાબૂદ કરી નાખી.

મારો અભ્યાસ કહે છે કે, ૩૭૦ની કલમ નાબૂદીના પરિણામો ટૂંકા સમયમાં ન દેખાય, કમ સે કમ એક દાયકા સુધી રાહ જોવી પડે. પ્રથમ તારણ ૧૦ વર્ષ પછી જ નીકળી શકે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે આ ખાસ દરજ્જાનો વિટો વાળી દેવામાં આવ્યો. આથી એમ કહો કે પાંચ વર્ષ થયા. બીજી રીતે કહીએ તો એક દાયકામાં અડધો સમય પસાર થઈ ગયો છે. અહીના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હજુ નોંધપાત્ર રીતે રાજ્ય બહારના  ઉદ્યોગપતિઓએ બહુ રસ દાખવ્યો નથી. કોઈ મોટા પ્રોજેક્ટ આવતા હોવાના અણસાર નથી અથવા આવી કોઈ ગતિવિધિ ચાલતી હોવાની જમ્મુ કાશ્મીરની સ્થાનિક સરકારે જાહેરાત કરી નથી.

પહાડી વિસ્તાર, આસમાન હવામાન, સરહદી પ્રદેશને કારણે પણ પૂંજીપતિઓ તેલ જુઓ અને તેલની ધાર જુઓની માનસિકતામાં હોય તેવું  લાગે છે. અહીં હજુ સેનાના જવાનો સિવાય કોઈ બહારની વ્યક્તિઓ આવી હોય તેમ જણાતું નથી.

૩૭૦ ની કલમ નાબૂદીના નોંધનીય પરિણામો હજુ ધરતી ઉપર અનુભવાતા નથી. આગામી સમય આ વિસ્તાર માટે સાચા અર્થમાં સ્વર્ગ બને તેવી સમગ્ર દેશની શુભકામના છે. શરીરનું એક અંગ પણ પીડા અનુભવે તે આખા શરીરને ગમતું નથી.

સુખ સુવિધા

જમ્મુ કાશ્મીર ભારતની રચના સમયથી અસ્તવ્યસ્ત છે. સામાજિક, આર્થિક અને સલામતીની દૃષ્ટિએ કાયમ ચર્ચામાં રહે છે. મારા અનુભવ પ્રમાણે અહી દુનિયાના તમામ સુખ સુવિધા ઉપલબ્ધ છે. આધુનિક ચીજ વસ્તુઓ, બ્રાન્ડેડ  હોટલો, આરામદાયક વાહનો, સંદેશાવ્યવહાર, ખાનપાન ઉપલબદ્ધ છે. વિદેશી સ્ટોર પણ નજરે પડે છે. ગેસ્ટ હાઉસથી શરૂ કરી લકઝરી હોટેલ્સ પણ અહીં છે. જામનગર જેવા સદ્ધર શહેરમાં ન હોય તેટલી ટોયોટા ઈનોવા  લકઝરી ગાડીઓ રસ્તા ઉપર ફરતી દેખાય છે!  અહી રિલાયન્સ, ટાટા, મેક  ડોનાલ્ડ, બર્ગર કિંગ, ડોમીનોઝ સહિતની બ્રાન્ડ ઉપલબ્ધ છે. દેશના અન્ય  વિસ્તારમાં હોય તેવું સંદેશા વ્યવહાર નેટવર્ક છે. પ્રવાસીઓ દ્વારા થતી અઢળક આવક પણ છે. દુનિયા આ ખીનું ફૂડ મળે છે.

કાશ્મીરમાં અન્ય રાજ્યોની સરખામણીમાં કઈ ઓછું નથી. ઓછું હોય તો પોતાની જાતને સુખી માનવાની માનસિકતા છે! કાશ્મીરીઓ એ વાત પણ  કબૂલ કરે છે કે તેઓ, ભારતમાં છે, તો પાકિસ્તાન કરતાં વધુ સુખી છે.

પર્યાવરણ

દુનિયાના તમામ કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો પ્રવાસીઓને કારણે નષ્ટ થઈ  રહયાં છે અથવા પોતાની સુંદરતા ગુમાવી રહ્યાં છે. પર્યાવરણ અને કુદરતી  રચનાઓમાં બરફ સૌથી ઝડપથી નાશ પામતો પદાર્થ છે. દુનિયામાં તમામ બર્ફીલા સ્થળો માનવીના અતિક્રમણને કારણે નાશ પામી રહયાં છે. કાશ્મીર  પણ બરફ આચ્છાદિત પ્રદેશ છે. અહીંના ગ્લેસિયર્સ પાતળા થઈ રહ્યા છે અથવા બહુ ટકતાં નથી! અમરનાથ યાત્રા પણ અહીંના ચંદનવાડી અને સોનમર્ગ વિસ્તારમાંથી શરૂ થાય છે. આ કારણે પણ પ્રદૂષણ સર્જાતાં પર્યાવરણ ઝડપથી પોત ગુમાવી રહ્યું છે. વર્તમાન કેન્દ્ર સરકાર વિકાસના મોહમાં પહાડોમાં સુરંગો બનાવી આ પ્રદેશને બારમાસી આવાગમન માટે તૈયાર કરી રહી છે. અહી ૬ માસ બરફ રહે છે, તેને આ સુરંગોને કારણે બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

મેં સૌથી દુઃખદ દૃશ્ય ઝીરો પોઈન્ટ ઉપર જોયું. અહી સેંકડો સહેલાણીઓ ડેડ આઇસમાં વાહનો બેફામ ફેરવીને રીતસરનો ત્રાસ ગુજારતા હોય તેવું લાગ્યું.  આ ડેડ આઇસ આકાર લેવાનું કરણ પણ પ્રદૂષણ જ છે! ડેડ આઇસ એટલે  સુકાઈ ગયેલો પ્રદૂષણ યુક્ત બરફ! અતિ માનવ અવરજવરને કારણે વારંવાર બરફની શિલાઓ ધસી પડે છે, એક સમયે અમરનાથમાં આવા કારણોસર ભયંકર પૂર આવ્યું હતું અને ભારે વિનાશ વેર્યો હતો. પર્યાવરણ બાબતે  આપણે બહુ ડાહી ડાહી વાતો કરીએ છીએ, પરંતુ તેને નષ્ટ કરવામાં બેવડી પ્રવૃત્તિઓ કરીએ છીએ. બરફ આચ્છાદિત વિસ્તારો ઉપરાંત અહીનું પ્રસિદ્ધ  દાલ લેક પણ અતિક્રમણનું ભોગ બન્યું છે. તળાવ રીતસર એક ગીચ બજાર બની ગયું છે. જ્યાં ૨૦૦૦ થી વધુ શિકારા અને ૫૦૦થી વધુ હાઉસ બોટ પ્રદૂષણ ફેલાવી રહી છે. અહી બેસુમાર ગંદકી છે, સફાઈનો સદંતર અભાવ છે. શિયાળામાં દાલ લેક બરફ બની જાય છે અને તેના ઉપર લોકો રમતો રમે છે. આવી અદ્ભુત કુદરતી રચના ઉપર આપણે બળાત્કાર કરી રહ્યા હોય તેવું લાગે છે! જેવી માનવીની ઈચ્છા!

આતંકવાદ

ત્રાસવાદ માત્ર અહીં જ છે તેવું નથી. આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહારમાં પણ નક્સલાઇટ નામનો ત્રાસવાદ છે, કેન્દ્ર સરકાર તેની સામે પણ લડી રહી છે. વિશ્વમાં ૫૦ ટકા કરતાં વધુ દેશો  ત્રાસવાદથી પીડિત છે. આમ છતાં જમ્મુ કાશ્મીરને ત્રાસવાદને આપણે બહુ બદનામ કરી રહ્યા છીએ! અહી આંતરિક ત્રાસવાદ કરતાં આયાતી ત્રાસવાદ વધુ હોવાને કારણે સંપૂર્ણ નાબૂદ કરવામાં હજુ બહુ સમય અને શક્તિ  વ્યય થશે. જો કે હવે, આતંકવાદી પ્રવૃત્તિ જમ્મુ કશ્મીરના હાર્દને બદલે પાકિસ્તાન સરહદ ઉપરના ગામોમાં છૂટીછવાઈ જ જોવા મળે છે. એકલ દોકલ ત્રાસવાદીઓ જન્નતના ભ્રમમાં દોડ્યા આવે છે. ભારતના સલામતી જવાનો તેની સાથે બહુ સિફતથી નિપટી રહ્યા છે. શ્રીનગર અને તેના આસપાસના સ્થળોમાં અમને કોઈ ડર નથી લાગ્યો!

સમગ્ર દેશના લોકો આરામથી મોજ માણી રહ્યા છે.

હા, વિદેશના પ્રવાસીઓ ક્યાંય જણાયા નહીં, તે અલગ બાબત છે.

આવતા સપ્તાહે કળિયુગના સ્વર્ગ બાબતે વધુ મંથન કરીશું...

(ક્રમશઃ)

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાંગડાની બલ્લે બલ્લેથી શૂરવીરતાની અનેરી ગાથા કંડારતો ખડતલ શીખ સમુદાય

ગુજરાતીઓને પંજાબી ડ્રેસ અને ભોજન અતિ પ્રિય છેઃ શીખો જામ સાહેબના આમંત્રણથી હાલારમાં આવ્યા છેઃ

ફાયર બ્રાન્ડ અભિનેત્રી અને નવી સાંસદ કંગના રનૌતને ચંડીગઢ હવાઈમથક ઉપર પોલીસ અધિકારીના હાથની થપ્પડ ખાવી પડી! તેણીએ ખેડૂત આંદોલન સમયે ટીકા કરતું નિવેદન કર્યું હતું, તેથી પોલીસ અધિકારી ગુસ્સામાં હતી અને તક મળતાં જ કંગનાને ફટકારી! દેશના લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ તેના સલામતી રક્ષકોએ પંજાબમાં ખાલિસ્તાન ચળવળ મુદ્દે ઠાર માર્યા હતાં! સિદ્ધુ મુસલેવાલ નામના ગાયકને ગોલ્ડી બ્રાર નામના ગુંડાએ ઠોકી દીધો. તાજેતરમાં નેટફલીક્ષ ઉપર રજૂ થયેલી ફિલ્મ અમરસિંઘ ચમકીલામા ૨૮ વર્ષના લોકપ્રિય ગાયકને તેના અશ્લીલ ગીતોને કારણે સ્થાનિક ગુંડાઓ દ્વારા ઠાર મારવા બાબતેની કથા છે. ભારતીય સેનામાં ખાસ શીખ રેજિમેન્ટ છે જે સાહસ અને શૌર્યનું પ્રતિક છે. મનમોહનસિંહ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને સફળ વડાપ્રધાન રહી ચૂક્યા છે, તેમની સાથે મોન્ટેકસિંઘ અહલુવાલીયાનું પણ નામ લેવાય છે. ક્રિકેટમાં બિશનસિંઘ બેદીને પણ યાદ કરવા પડે.

આ બધી બાબતોમાં સમાનતા શું છે? તમામ બાબતો પંજાબ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે.

ગુજરાતીઓ ગુજરાતી પછી બીજા ક્રમે પંજાબી વાનગીઓ શોખથી આરોગે છે. એન્જિઓગ્રાફીના લેખક પણ તેના ચાહક છે અને દાળફ્રાઇ સૌથી વધુ પસંદ છે. આઝાદીની લડાઈમાં પણ પંજાબીઓનો મોટો ફાળો રહ્યો છે. નવી  યુવા પેઢી પંજાબને બલ્લે બલ્લે અને ભાંગડાથી ઓળખે છે. શરીરે ખડતલ પંજાબીઓ દિલના બહુ આળા હોય છે, ખુશ જલદી થાય અને ગુસ્સો પણ તુરત ભડકી ઉઠે! ભારતમાં પ્રથમ સુખી સંપન્ન રાજ્ય તરીકે પંજાબનું સ્થાન હતું.  પંજાબને દેશની સોને કી ચીડિયા પણ કહેવામાં આવતું હતું. મુખ્યત્વે ખેતી પ્રધાન રાજ્ય. સરદાર કહો એટલે પંજાબી પૂતર જ નજર સામે આવી જાય! પંજાબીઓનું બીજું વતન એટલે કેનેડા! અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોમાં પંજાબીઓ અવશ્ય જોવા મળે.

અમૃતસરનું સુવર્ણ મંદિર અને તેના લંગરનું જમણ વિશ્વ પ્રસિદ્ધ છે. જલિયાવાલા બાગને કેમ ભૂલી શકાય? ગુજરાતીઓ પંજાબી લસ્સી પોણો ગ્લાસ  પીવે પછી જમવા જેટલી જગ્યા ન રહે. દારૃ પીતા લોકો માટે પતિયાલા પેગનું માપ વિશ્વમાં માન્ય ગણાય છે! ગુજરાતી સન્નારીઓ અને યુવતીઓ સાડી કરતાં પંજાબી ડ્રેસ વધુ પહેરે છે. ગુજરાતની નામાંકિત અને જામનગરની સરકારી હોસ્પિટલ ગુરૃ ગોબીન્દસિંઘના નામે છે.

ઇતિહાસ

પંજાબનો ઈતિહાસ વિવિધ સંસ્કૃતિઓ અને વિચારો ધરાવતા લોકોની વિવિધ જાતિઓના સ્થળાંતર અને વસાહતનો સાક્ષી છે, જે ભાતીગળ સંસ્કૃતિની રચના કરે છે. પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ ૧૯૦૦ બીસીઇની આસપાસ આ પ્રદેશમાં વિકાસ પામી હતી. વૈદિક કાળની ઊંચાઈ દરમિયાન પંજાબ સમૃદ્ધ બન્યું હતું, પરંતુ વિદેશીઓના આક્રમણને કારણે વર્ચસ્વ ઘટી ગયું હતું.  એલેક્ઝાન્ડર અને મૌર્ય સામ્રાજ્યો સહિત પ્રાચીનકાળ અને  તે પછીથી કુશાન સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય અને પછી હર્ષના સામ્રાજ્ય દ્વારા જીતી લેવામાં આવ્યું હતું. પંજાબમાં વિચરતી જાતિના લોકોએ સ્થાયી થવાનું ચાલુ રાખ્યું.  હુણ, તુર્કિક અને મોંગોલ પણ આવ્યા. પંજાબ મુસ્લિમ શાસન હેઠળ પણ આવ્યું, તે દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યનો ભાગ બન્યું હતું.

શીખ ધર્મ, શીખ ગુરુઓના ઉપદેશો પર આધારિત, ૧૫મી અને ૧૭મી સદીની વચ્ચે ઉભરી આવ્યો. મુઘલો અને પછીના શીખ ગુરુઓ વચ્ચેના સંઘર્ષોએ શીખોના લશ્કરીકરણને વેગ આપ્યો, જેના પરિણામે મુઘલ  સામ્રાજ્યના નબળા પડ્યા પછી એક સંઘની રચના થઈ, જેણે મોટા દુરાની સામ્રાજ્ય સાથે નિયંત્રણ માટે સ્પર્ધા કરી. આ સંઘ ૧૮૦૧ માં મહારાજા રણજીત સિંઘ દ્વારા શીખ સામ્રાજ્યની રચના કરવામાં આવી.

નવરચના

૧૮૪૯માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા શીખ સામ્રાજ્યમાંથી નવા મોટા પંજાબ પ્રદેશની નવી રચના કરવામાં આવી હતી. ૧૯૪૭માં બ્રિટિશ શાસનથી ભારતની આઝાદી સમયે, પંજાબ પ્રાંતને વ્યાપક હિંસા વચ્ચે ધાર્મિક રેખાઓ સાથે વિભાજીત કરવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ બહુમતીનો પશ્ચિમ ભાગ પાકિસ્તાનનો ભાગ બન્યો હતો અને હિંદુ અને શીખ-બહુમતી  પૂર્વ ભારતમાં રહી ગયો હતો, બંને વચ્ચે મોટા પાયે સ્થળાંતર પણ થયું.  પંજાબી સુબા ચળવળ પછી ભારતીય પંજાબને ૧૯૬૬માં ભાષાના આધારે પુનઃસંગઠિત કરવામાં આવ્યું હતું, જ્યારે તેના હરિયાણવી અને  હિન્દી ભાષી વિસ્તારોને હરિયાણા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલા પહારી-ભાષી પ્રદેશો અને બાકીના, મોટે ભાગે પંજાબી ભાષી વિસ્તારો વર્તમાન પંજાબની વર્તમાન રચના બની ગયા. ૧૯૮૦ના દાયકા દરમિયાન રાજ્યમાં ખાલિસ્તાનના નામે અલગતાવાદી બળવો થયો હતો જે સર્વ વિદિત છે.

હાલમાં, પંજાબનું અર્થતંત્ર કુલ સ્થાનિક ઉત્પાદનમાં ૮ ટ્રિલિયન (૮.૦  ટ્રિલિયન એટલે ૨૦૨૩માં યુએસ ડોલર ૯૬ બિલિયનની સમકક્ષ) અને ૨,૬૪,૦૦૦ની માથાદીઠ જીડીપી સાથે ભારતનું ૧૫મું સૌથી મોટું રાજ્ય અર્થતંત્ર છે. આઝાદી પછી, પંજાબ મુખ્યત્વે કૃષિપ્રધાન સમાજ છે. માનવ વિકાસ સૂચકાંકમાં તે ભારતીય રાજ્યોમાં નવમું ઉચ્ચ રેન્કિંગ ધરાવે છે. પંજાબમાં પર્યટન, સંગીત, રાંધણ અને ફિલ્મ ઉદ્યોગો પણ ધમધમે છે.

ગુરુ

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ ૧૪૬૯માં થયો. તેમના અનુગામી નવ અન્ય ગુરુઓ બન્યા. ૧૭૦૮માં, ગુરુપદ આખરે દસમા ગુરુ દ્વારા પવિત્ર શીખ ગ્રંથ, ગુરુ ગ્રંથ સાહિબને સોંપવામાં આવ્યું, જેને હવે શીખ ધર્મના  અનુયાયીઓ દ્વારા જીવંત ગુરુ માનવામાં આવે છે.

મુઘલ સમ્રાટ ઔરંગઝેબના ઇસ્લામિક શરિયા શાસન દરમિયાન તેમના પિતા ગુરુ તેગ બહાદુરનું શિરચ્છેદ કરવામાં આવ્યા બાદ ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પરંપરા શરૃ કરી હતી. ગુરુ ગોવિંદ સિંઘે ધાર્મિક અત્યાચારોથી નિર્દોષોને બચાવવાની ફરજ સાથે યોદ્ધા તરીકે ખાલસાપંથની રચના કરી અને તેની શરૃઆત કરી. ખાલસાની સ્થાપનાએ શીખ પરંપરામાં એક નવો તબક્કો  શરૃ કર્યો. તેણે ખાલસા યોદ્ધાઓ માટે દીક્ષા સમારોહ (અમૃત સંસ્કાર) અને આચારના નિયમો ઘડ્યા. શીખોના બિનસાંપ્રદાયિક નેતૃત્વ માટે અગાઉની મસંદ પ્રણાલીને બદલીને એક નવી સંસ્થાની રચના કરી. વધુમાં ખાલસાએ  શીખ સમુદાયને રાજકીય અને ધાર્મિક દૃષ્ટિ પ્રદાન કરી.

ખાલસાનો અર્થ 'શુદ્ધ હોવું' અથવા 'સ્પષ્ટ હોવું' અથવા 'મુક્ત થવું' તેવો  થાય છે.

ભૂગોળ

પંજાબ ઉત્તર પશ્ચિમ ભારતમાં છે અને તેનો કુલ વિસ્તાર ૫૦,૩૬૨ ચોરસ કિલોમીટર (૧૯૪૪૫ ચોરસ માઇલ) છે. પંજાબના પશ્ચિમમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંત, ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વમાં હિમાચલ પ્રદેશ અને  દક્ષિણમાં હરિયાણા અને રાજસ્થાનથી ઘેરાયેલું છે. પંજાબનો મોટા ભાગનો વિસ્તાર બારમાસી નદીઓ અને વ્યાપક સિંચાઈ નહેર વ્યવસ્થા સાથે ફળદ્રુપ, કાંપવાળા મેદાનમાં આવેલો છે. હિમાલયની તળેટીમાં રાજ્યના ઉત્તર-પૂર્વીય ભાગ સાથે અનડ્યુલેટીંગ ટેકરીઓનો પટ્ટો વિસ્તરેલો છે. તેની સરેરાશ ઉંચાઈ સમુદ્ર સપાટીથી ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) છે, રાજ્યનો દક્ષિણ-પશ્ચિમ અર્ધ શુષ્ક છે, જે આખરે થાર રણમાં ભળી જાય છે. પંજાબની પાંચ  નદીઓમાંથી ત્રણ સતલજ, બિયાસ અને રાવી ભારત રાજ્યમાંથી વહે છે. સતલજ અને રાવી પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના ભાગોમાં પણ વહે છે.

ભાંગડા

ગુજરાતી ગરબા જેવુ જ નૃત્ય ભાંગડા છે. જે ભરપૂર ઉત્સાહ અને જોશપૂર્વક રજૂ કરવામાં આવે છે.

ભાંગડા પંજાબ વિસ્તારના પરંપરાગત લોકનૃત્યનો એક પ્રકાર છે. તે લણણીની સિઝનમાં કરવામાં આવે છે. ભાંગડા ખાસ કરીને સ્થાનિક વૈશાખી ઉત્સવ સાથે સંકળાયેલ છે, જે એપ્રિલ અને મેના પ્રથમ ત્રિમાસિક ગાળાની વચ્ચે લણણીની મોસમ દરમિયાન ઉજવણી રૃપે કરવામાં આવે છે.

ભાંગડાના લાક્ષણિક પ્રદર્શનમાં, ઘણા નર્તકો જોરદાર લાત, કૂદકો અને શરીરના વળાંકને ચલાવે છે. ઘણીવાર ઊંચો, જોરદાર હાથ અથવા ખભાની હલનચલન સાથે-બોલિયન નામના ટૂંકા ગીતોની સાથોસાથ અને સૌથી  નોંધપાત્ર રીતે, ઢોલ (ડબલ)ના બીટ પર હેડેડ ડ્રમ સાથે નૃત્ય કરે છે. એક ઊર્જાસભર પંજાબી નૃત્ય, ભાંગડાનો ઉદ્દભવ પંજાબી ખેડૂતો દ્વારા સાંસ્કૃતિક અને સાંપ્રદાયિક ઉજવણી તરીકે થયો હતો, તેના આધુનિક યુગના ઉત્ક્રાંતિએ ભાંગડાને તેના પરંપરાગત પંજાબી મૂળને જાળવી રાખ્યા છે.

ગાયન કલા

પંજાબી સંગીતની વાઇબ્રન્ટ દુનિયા વિવિધ પ્રતિભાઓથી ભરેલી છે, જે દરેક  શૈલીમાં પોતાની આગવી અદાધરાવે છે અને કરોડો ફોલોવર્સ ધરાવે છે. પંજાબી સંગીતનો સમૃદ્ધ ઇતિહાસ છે. તે દક્ષિણ એશિયાના પંજાબની સંસ્કૃતિમાં ઊંડા મૂળ ધરાવે છે. સંગીત તેના લોકોના જીવંત અને રંગીન જીવનને પ્રતિબિંબિત કરે છે. પરંપરાગત પંજાબી ગીતો પ્રેમ, બહાદુરી અને રોજિંદા જીવનની વાર્તાઓ કહે છે. તેઓ ઢોલ, તુમ્બી અને હાર્મોનિયમ જેવા  વાદ્યોનો ઉપયોગ કરે છે.

સમય જતાં, પંજાબી સંગીતનો વિકાસ થયો છે. તેમાં આધુનિક અવાજો અને  થીમ્સ સંકલિત છે. આ મિશ્રણે ઘણા પ્રખ્યાત ગાયકોને જન્મ આપ્યો છે. આ કલાકારોએ પંજાબી સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેઓએ માત્ર પંજાબમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના દિલ જીતી લીધા છે. તેમના ગીતો લગ્ન, પાર્ટીઓ અને ક્લબમાં પણ વાગે છે.

દેશ અને વિદેશની યુવા પેઢી પંજાબી ગાયકો ઉપર ફીદા છે. ગુરુદાસ માન, દિલજીત ડોસાઝેં, બી. પ્રાક, ગુરુ રાંધવા, બાદશાહ, કણિકા કપૂર, યો યો હની સિંઘ, જસલીન રોયલ મુખ્ય છે.

જામનગર

હાલાર પણ હવે શીખોનું ઘર બની ગયું છે. જાણકારોના મતે જામસાહેબને પહેલવાની કરવાનો શોખ હતો અને પંજાબના મહારાજા રણજીતસિંઘ તેમના મિત્ર હતાં. પંજાબના પ્રવાસ દરમિયાન તેમણે જામનગરમાં પહેલવાની માટે માર્ગદર્શન કરવા માટે કહ્યું. આથી રણજીતસિંઘની વિનંતીથી પહેલવાની કરતાં પાંચ શીખ પરિવાર જામનગર આવ્યા અને વસવાટ કર્યો. હાલારમાં ત્રણ ગુરુદ્વારા પણ છે જેમાં જામનગર, દ્વારકા અને બેટ-દ્વારકાનો સમાવેશ  થાય છે. બેટ દ્વારકાનું ગુરુદ્વારા ભાઈ મોહકમસિંઘના નામે ઓળખાય છે.

સૌરાષ્ટ્રમાં વસતા શીખ પરિવારો અમૃતસર જવા માટે સીધી ટ્રેન સેવા લાંબા સમયથી માંગી રહ્યા છે. ઓખા-અમૃતસર ટ્રેન શરૃ કરવા માટે અનેક વાર રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ કટરા ટ્રેન હોવાથી અમૃતસરની  શક્યતા ન હોવાનો જવાબ આપવામાં આવે છે.

અસંખ્ય શીખ લોકો હાલારમાં સેનામાં નોકરી કરે છે. આ ઉપરાંત ખાનગી ઉદ્યોગ, રિફાઇનરીમાં પણ મોટી સંખ્યામાં રોજગાર મેળવે છે.

'નોબત'ના વાચક અને ચાહક એવા શીખ સમુદાયને સત શ્રી અકાલ.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૧૮ પક્ષની નવી સયુંકત સરકાર સામે છે જૂના અને હઠીલા પડકારો!

દેશનો કોમન મેન હજુ આર્થિક અને સામાજિક રીતે કોમામાં જ છે!: બેકારી, ગરીબી અને અસમાનતા વકરી રહ્યા છે

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શ્રી ડી. સુબ્બારાવે લોકસભાની ચૂંટણીના પરિણામોના એક સપ્તાહ પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એડીટ પેઈજ ઉપર લખેલો લેખ વાચવા જેવો છે. સુબ્બારાવની ગણતરી ખૂબ મોટા આર્થિક નિષ્ણાત તરીકે અને સાથે મોટા ગજાના લેખક તરીકે થાય છે ત્યારે ડિયર ન્યુ ગવર્નમેન્ટ, ડુ ગેટ રિયલ શિર્ષક હેઠળના મુદ્દાઓ વિચારવા જેવા છે! આ લેખ સામાન્ય લોકોના પલ્લે ન પડે તે સમજી શકાય તેવી વાત છે. આમ પણ વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક આર્થિક બાબતોમાં દેશની ૯૫ ટકા જનતાને ટપ્પો નથી પડતો. એક તરફ દેશ આગે બઢ રાહ હૈ ના નારાઓ ગુંજે છે અને બીજી તરફ દેશની અડધી વસ્તીને મફત અનાજ આપવું પડે છે! વિશ્વની નાણાકીય સંસ્થાઓ ભારતને વિશ્વની આર્થિક મહાસત્તા તરીકે નવાજી રહી છે ત્યારે દેશના નબળા લોકો ઉપરનું માથાદીઠ દેવું વધી રહ્યું છે.

ભારતમાં નવી સરકાર મતદારોએ પસંદ કરી લીધી છે. નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે ત્રીજીવાર અને ૧૯૪૭ પછીના ૨૦ મા વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ ગઠબંધન વ્યવસ્થા છે, સરકારો બદલે છે, વિચારો, યોજનાઓ, પરિમાણો બદલે છે, પરંતુ કોમન મેન આર્થિક અને સામાજિક રીતે કોમામાં જ રહે છે. આર.કે. લક્ષ્મણનો કોમન મેંન હજુ પણ ચિંતાગ્રસ્ત જ છે. તેના ચહેરા ઉપર સ્મિત રેલાયું જ નથી.

સુબ્બારાવ તેના આર્ટિકલમાં પેટા હેડિંગમાં કહે છે કે, ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થામાં જે ૮૦ ટકા લોકો કામ વિહીન છે તે યુવાનો છે. બહુ ગંભીર તારણ છે! બીજું અતિ ગંભીર તારણ એ છે કે, વિશ્વમાં સૌથી વધુ ગરીબો ભારતમાં રહે છે!

લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહુમતી માટે જરૃરી ૨૭૨ બેઠક મળી નથી. આથી દિલ્હીમાં ખીચડી સરકાર બનશે. અહીં સેવકો કરતાં સ્વાર્થી લોકોની સંખ્યા વધુ હશે. નરેન્દ્ર મોદી ૨૦૦૧ પછી પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી વગરના ભાજપનું નેતૃત્વ કરશે. તેમણે, ગુજરાત હોય કે દિલ્હી, બહુમતી ધરાવતી સરકારની જ આગેવાની લીધી છે.

ભારતમાં માત્ર ૧૦ ટકા લોકો જ સક્રિય રાજકારણમાં હોય છે. ગુજરાતમાં માત્ર ૨૬ સાંસદ અને ૧૮૨ ધારાસભ્ય મળી કુલ ૨૦૮ રાજકારણી ૭ કરોડની પ્રજાનું ભલું કરવા માટે દોડધામ કરે છે. આ બન્નેથી નીચેના હોદ્દેદારો તો ઓશિયાળું જીવન જીવે છે.

પ્રાથમિકતા

કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રાથમિકતા હેપીનેસ ઈન્ડેક્સ વધારવાની હોવી જોઈએ. તેને બદલે વિપક્ષને અધમુવો કરવો, તોડી પડવો, ઉચિત ન હોય તેવા આક્ષેપોમાં સમય વ્યતીત કરવો તે ભારતીય રાજકારણની તાસીર બની ગઈ છે. ધર્મનો પ્રચાર પ્રસાર કરવો તે આવકાર્ય છે, પરંતુ તેના નામે મતો માંગવા તે સ્વાર્થ છે. ધર્મ ટેકણ લાકડી છે, પગ નથી! ભારતના લોકો માટે રોટી, કપડાં ઓર મકાન મૂળભૂત આવશ્યકતા છે. હવે તેમાં વાહન પણ ઉમેરાયું છે, રોજગારી મેળવવા માટે દૂર સુધી જવું પડે છે, માટે સમૂહ પ્રવાસ સાધન પણ હોવા જોઈએ. ભારતમાં વાહનો અને ઈંધણની કિંમત આસમાને પહોંચી છે. આવાગમનના મામલે દૂધ કરતાં છાસ મોંઘી જેવો તાલ છે!

કેન્દ્ર અને રાજ્ય સરકારે જીવન જરૃરી ટોચની ૧૦ ચીજો નક્કી કરી તેના ઉપરનો ટેક્સ નાબૂદ કરી દેવો જોઈએ અને ન્યુનત્તમ કરતાં નીચા ભાવે લોકોને મળે તેવું કરવું જોઈએ. જેથી જીવન સરળ બને.

દિલ્હી

હવે ચર્ચા કરી એ સુબ્બારાવે ઊઠાવેલા મુદ્દાઓની. તેમણે મત ગણતરી પહેલાં જ નવી સરકાર માટે હીટલિસ્ટ લખી નાખ્યું હતું. ગુજરાતની સામાન્ય પ્રજાને સીધી રીતે દિલ્હીનો વહીવટ અસર કરતો નથી. કેન્દ્ર સરકાર ધોરીમાર્ગો ઉપર ટોલટેક્સ વધારે તે ભરવો પડે. દિલ્હી સરકારના આવકવેરાની સૌથી વધુ અસર આમ આદમી ઉપર પડે છે. ૧૫૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૨૦ કરોડ લોકો જ આવકવેરાનું ફોર્મ ભરે છે. ભારતમાં ધોળી આવક એક જ છે, પછી બે નંબર, ત્રણ નંબર.. વગેરે શરૃ થાય. ભારતમાં કાળા અને ધોળા ઉપરાંત અનેક રંગનું નાણું છે! નરેન્દ્ર મોદીની ગત બે ટર્મમાં કાળા રંગના નાણા ધરાવતા લોકો વધુ સુખી થયા છે. મોદી સરકાર પાસે જે આર્થિક સુધારાઓની અપેક્ષા હતી તે પૂર્ણ થઈ નથી. આમ આદમી તેનાથી દુખી છે. નરેન્દ્ર મોદી જેવા જવાબદાર અને અનુભવી વડાપ્રધાન ચૂંટણી સભામાં અંબાણી અને અદાણીએ ટેમ્પો ભરી કાળું નાણું મોકલ્યું જેવા બેજવાબદાર નિવેદનો કરે તે પચતા નથી.

ભારત માટે કાળું નાણું એ જૂનો, હઠીલો રોગ છે, મોદી ૩.૦ સરકારે તેને નાથવો પડશે. જો કે, તે ક્ષેત્રે કઈ ખાસ કામગીરી થાય તેવા અણસાર નથી.

રાજ્યોના નાગરિકોને દિલ્હીનો વહિવટ બહુ સીધી રીતે અસર કરતો નથી. બળતણના ભાવો હવે કોઠે પડી ગયા છે. પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસમાં ઉત્પાદકો અને સરકાર જંગી નફો તારવે છે. તેનાથી મોંઘવારી વધે છે. પેટ્રોલ અને ડિઝલ ૭૫ રૃપિયા પ્રતિ લીટર કરવામાં આવે તો પણ દેશ ચાલે તેમ છે. પરંતુ નવી સરકાર આ હઠીલા અને જૂના રોગને ડામવા માટે કઈ કરે તેવી શક્યતા નથી!

ગુજરાત

ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે. બન્ને ત્રણ દાયકાથી વહીવટ ચલાવે છે. લોકોએ રાજ કાજ ચલાવવા માટે ફરી મંજૂરી આપી છે. ગુજરાતમાં ૨૫ બેઠક આપી છે. કેન્દ્રમાં પણ ત્રીજીવાર ચેતવણી આપી તક આપી છે. ગુજરાત આ બન્નેને પનોતા પુત્ર માને છે. દરેક ચૂંટણીમાં જૂના હિસાબ-કિતાબ ભૂલીને જંગી બહુમતી પણ આપે છે. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકો ડૂબીને મર્યા બાદ તુરંત વિધાનસભાની ચૂંટણી આવી, તેમાં પણ દુઃખ દર્દ ભૂલીને ભાજપના ઉમેદવારને મોટા માર્જિનથી જીતાડી દીધા! સુરત હોય કે વડોદરા, મતદારોએ ભાજપને અનેક અવ્યવસ્થા, અકસ્માત, વહીવટી બેદરકારી, છતાં જીતની માળા પહેરાવી છે. આમાં મોદીજીની આવડત છે કે, મતદારોમાં જાગૃતિનો અભાવ છે? તે ખબર નથી પડતી.

મોદીમય ગુજરાતમાં જૂના અને હઠીલા રોગોની ભરમાર છે. ગણ્યા ગણાય નહીં, મગજમાં સમાય નહીં તેટલાં પ્રશ્નો મોં ફાડીને ઊભા છે. આનંદીબેન પટેલની વિદાય પછી ગુજરાતમાં નોંધનીય, મજબૂત વડા આવ્યા જ નથી. થિગડાં જેવી સરકાર ચાલે છે.

ગુજરાતનાં લોકોને ૧૦ ટકા કેન્દ્ર સરકાર અને ૯૦ ટકા રાજ્ય સરકાર અસર કરે છે. પરંતુ મોદી અને શાહ કેન્દ્રમાં સત્તામાં હોય ત્યારે ગુજરાતની અપેક્ષાઓ વધી જાય તે સ્વાભાવિક છે. જો કે, છેલ્લા કેટલાંક વર્ષોમાં આ બન્ને નેતાઓ પોતાના માતૃ રાજ્ય ઉપર બહુ ધ્યાન આપતા હોય તેમ લાગતું નથી.

વિજયભાઇ રૃપાણીને શા માટે ગડગડિયું પકડાવી દેવામાં આવ્યું તે ખુદ રૃપાણીને પણ ખબર નથી, અથવા જાહેરમાં કારણ બોલી શકતા નથી. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેટલું ટકે તે મોટો સવાલ છે. તેમના નબળા શાસનમાં ભાજપ જીતે તે પણ નવાઈની બાબત છે. તેમના હસ્તકના શહેરી વિકાસ વિભાગમાં લોલમલોલ ચાલે છે. શહેરી વિકાસ જેવું ભારેખમ નામ ધરાવતો વિભાગ નાના કસ્બાનો વિકાસ કરવા સક્ષમ છે કે કેમ તે સવાલ છે. માત્ર ઓવરબ્રિજ બાંધવા તેને વિકાસ ન કહેવાય.

ગુજરાતમાં સૌથી મોટી અવ્યવસ્થા શિક્ષણ ક્ષેત્રે છે. નામ બડે ઓર દર્શન ખોટે જેવું છે. આસમાન જેટલી ઊંચી ફી છે અને તળિયા જેવી ગુણવત્તા છે. લાખો  પિયા ખર્ચીને બાળકને શિક્ષણ આપ્યા પછી કમાણી શું કરશે? તે મોટો સવાલ છે. ધોરણ ૧૦ અને ૧૨ મા દિશાહીન શિક્ષણ છે. ગુજરાતમાં શિક્ષણની અવદશા સુધારવા માટે નરેન્દ્ર મોદી તેમની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં નક્કર કામગીરી કરે તેવી અપેક્ષા.

ગુજરાતમાં વધુ એક મોટી સમસ્યા રોજે રોજ જટીલ બની રહી છે. ખાદ્ય પદાર્થોમાં બેફામ ભેળસેળ થાય છે. ગુન્હેગારોને પકડવા માટે નક્કર તંત્ર નથી, ભેળસેળ નક્કી કરવા માટે લેબોરેટરી નથી, ભેળસેળ સાબિત થયા પછી દાખલો બેસે તેવી સજાની કોઈ જોગવાઈ નથી! બુલેટ ટ્રેન કે વંદે ભારત ટ્રેનમાં મંદલા લોકો મુસાફરી કરી રહ્યા છે! જામનગરમાં ભેળસેળ પકડાય તો સેમ્પલ ચકાસવા છેક વડોદરા મોકલવા પડે છે. તહેવારોમાં બાબાગાડી જેવી ગતિએ તંત્ર ભેળસેળ પકડવા નીકળે છે! ગુજરાતની સાત કરોડની જનતામાંથી ૯૯.૯૯ ટકા લોકો ગંભીર બીમારીઓ કરે તેવો ગંદો ખોરાક લાચારીથી આરોગે છે! નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મમાં મતદારોને શુદ્ધ ખોરાક મળે તેવી વ્યવસ્થા કરે તેવી અપેક્ષા.

ગુજરાતમાં શિક્ષણ લીધા પછી પાક્કી, કાયમી નોકરી નથી. બેરોજગરોનું શોષણ કરવામાં આવે છે. રોજગાર ભરતી મેળા હવે અર્થહીન બની ગયા છે. સરકારને ખુશ કરવા ખાનગી નોકરી દાતાઓ રોજગાર ભરતી મેળામાં બેરોજગારને નોકરી આપે છે, ત્યારબાદ થોડા સમયમાં તેને ઇકડમ તિકડમ કારણો બતાવી કાઢી મૂકે છે. સાદા સ્નાતક પાસે તો નસીબ સિવાય કઈં હોતું નથી. સરકાર પોતે સહાયકના નામે શોષણ કરે છે!

વિષયો

જાહેર જીવનને સ્પર્શતા વિષયો કેન્દ્રના હોય કે રાજ્યના, પ્રજાને તેની સાથે કોઈ લેવાદેવા નથી. સાચો કરવેરો ભરનાર અને ખોટી આવક જાહેર કરનાર બન્ને માટે સરકાર પાસે સ્પષ્ટ નીતિ હોવી જોઈએ. દેશના મોટાભાગના લોકો આવક છુપાવે છે, આવકના ખોટા પ્રમાણ પત્રો મેળવે છે અને સરકારની યોજનાઓના ગેરકાયદે લાભો મેળવે છે. ભ્રષ્ટાચારીઓ મોજ કરે છે, ભેળસેળ કરનારા બેફામ છે, જાણે કે હળાહળ કળયુગ ચાલતો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

રિઝર્વ બેંકના પૂર્વ અધિકારી શ્રી સુબ્બારાવે કોથળામાં પાનશેરી ભરી રાખી છે. ચૂંટણીના પરિણામો પહેલાં જ કરવાના થતાં કાર્યોની યાદી આપી દીધી છે. આ જ્ઞાની મહાનુભાવે તેમના લેખમાં ક્યાંય ધાર્મિક કાર્યોનો ઉલ્લેખ કર્યો નથી. માત્ર સામાજિક અને આર્થિક ઉત્તરદાયિત્વને જ યાદ કરાવ્યું છે.

નવી સંયુક્ત સરકાર આમ આદમીને ફીલ ગુડ કરાવે તેવી અપેક્ષા.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતીઓની ખેતરના શેઢે ભાતુથી ફેન્સી ફૂડ સુધીના સ્વાદની રસભર સફર

પેનકોટા, ક્રોસન, પેટથાઈ, ખાઉસવે, ઠુકપા, જિલેતો, વેફલ્સ સ્વાદ શોખીનોને આકર્ષે છેઃ રિસોટો એ રશિયન ખિચડી છે!

ખેતરના શેઢે ઝાડના છાંયડે બેસી રોટલો, છાસની દોણી અને ડુંગળીના દડબા આરોગતા ખેડૂત દંપતી હવે ચિત્રોમાં જ રહ્યા છે. પાકના ચાસમાં રેંટથી પાણી સિચાતું હોય ત્યારે પશુઓના ભાંભરવાના અવાજો હવે સાંભળવા પણ નથી મળતા. વાળુ, રોંઢો અને શિરામણ હવે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડીનર બની ગયા છે. મારા જેવા ૬૦+ ને તો હોટેલનું મેનુ પણ વાચતા ન આવડે તેવા અટપટા નામો વાચવા મળે છે. કેટલાક લોકો ટેવને કારણે ગુજરાતી થાળી જમવા જાય છે, જે થોડો ચેન્જ કરવા માંગે છે તે પંજાબી ડીસ ખાય છે, ૬૦ ટકા મોર્ડન લોકો ઇટાલિયન, મેક્સીકન, થાઈ ફૂડ આરોગવા જાય છે. નવી પેઢી કે જે ૨૫ વર્ષથી નીચે છે તે ફેન્સી ફૂડ આરોગે છે. જામનગર, ખંભાળિયા, ધ્રોલ, દ્વારકા જેવા છેવાડાના વિસ્તારોમાં પણ ફેન્સી ફૂડના કાઉન્ટર ધમધમી રહ્યા છે.

ફેન્સી ફૂડમાં સિઝલર, ફ્રેન્કી, વેફલ્સ, નાચોઝ, મોમોઝ, ટાકોઝ, પેનકોટા (ડેઝર્ટ), ક્રોસન,પેટથાઈ, ખાઉસવે, ઠુકપા, જિલેતો (એક પ્રકારનો આઇસક્રીમ), વલ્ડરોફ સલાડ, ક્રોસએન્ટ, જાપાનીઝ માત્સુટેક મશરૂમ જેવી અનેક ડીસ પ્રચલિત થઈ રહી છે. ગુજરાતીઓ હવે ઉદરની બાબતમાં ફેન્સી થઈ ગયા છે. અનેક ફેન્સી ફૂડનો અહી ઉલ્લેખ કર્યો નથી, કારણકે ઔચિત્ય ભંગ થાય તેમ છે. ફેન્સી ફૂડમાં ૯૯ ટકા ઘીનો વપરાસ થતો નથી.

જામનગરમાં અનંત અંબાણીના પ્રિ વેડીંગ પ્રસંગે પીરસાયેલી એક વાનગીનું નામ ક્રેસપેલા આલા ક્રિમા ડી ફોનગી ઈ ફોનટીના હતું! બીજી વાનગીનું નામ ગામબેરી અગલી ઓલીઓ ઈ પેપરિકોસીની હતું, જે વાનગીનું નામ આપણે સરળતાથી બોલી પણ ન શકીએ, તે ખાવી કઈ રીતે અને બને કઈ રીતે તે પણ મોટી મૂંઝવણ છે.

સિઝલર

ગુજરાતીઓ હવે સિઝલરને મોટી માત્રામાં આરોગી રહ્યા છે. દરેક મોટા ફૂડ કાઉન્ટર અને જોઇન્ટ્સ ઉપર અનેક જાતના સિઝલર્સ મળે છે. સિઝલર્સને ફુલમીલ પણ ગણવામાં આવે છે. જે ડીસમાં ૨૫ થી ૩૦ ટકા બાફેલાં, રાંધેલા, વઘારેલાં શાકભાજી હોય છે. સામાન્ય રીતે કારેલાં, રીંગણાં તેમાં પડતાં નથી. ગાજર, કોબી, ટામેટાં, ફણસી, બટેટાં, ચાવલ હોય છે. જે હોટ પ્લેટમાં પીરસવામાં આવે છે.

સિઝલર્સનું જન્મ સ્થાન જાપાન છે અને ૧૯૬૩ માં મુંબઇમાં પ્રથમ સિઝલર્સ ફિરોઝ ઈરાની દ્વારા પીરસવામાં આવ્યું હોવાનું ફૂડ લેખકો કહે છે. ગુજરાતમાં પ્રખ્યાત થતાં આને પાંચ દાયકા લાગ્યા! સિઝલર્સનો જન્મ નોનવેજ આઈટમ તરીકે થયો હતો, ભારતમાં તે વેજ બની ગયું. હવે તો આ જાપાની ડીસ દેસી બની ગઈ છે. ગુજરાતી સિઝલરમાં મસાલા ખિચડી, વઘારેલો રોટલો, કઢી, ભજીયા, બટેટાની સૂકી ભાજી પણ મૂકવામાં આવે છે!

ફ્રેન્કી

નામ બડે ઓર દર્શન ખોટે જેવુ આ ભોજનમાં છે. મોર્ડન યુવાનો  તેને રેપ્સ પણ કહે છે. ઘણાં સ્વાદ શોખીનો ફ્રેન્કી અને રેપ્સ, બન્ને જુદા હોવાનો અભિપ્રાય પણ આપે છે. ફ્રેન્કીમાં અડધી પકવેલી રોટલીમાં અર્ધ પકવેલા ગાજર, કોબી, ફણસી, બીટ, બટાટાની ચિપ્સ ઉપરાંત ચીઝ, સોસ, મેયોનિઝ ભરવામાં આવે છે અને બીજા તબક્કામાં વધારે પકવવામાં આવે છે.

વેફલ્સ

વેફલ શબ્દ અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ ૧૭૨૫માં દેખાયો. વેફેલ ડચ ખોરાક છે. તે બેલ્જિયમમાં પ્રસિદ્ધ થયો અને બેલ્જિયમ વેફલ્સ તરીકે વિશ્વમાં ફેલાયો. જામનગરમાં પણ બેલ્જિયમ વેફલ્સ મળે છે. તેમાં કેકના બેટરને ખાસ પ્રકારના ચોરસ આકારના સેન્ડવીચ ટોસ્ટરમાં ચીઝ, મેયોનિઝ જેવી વિવિધ ચીજો સાથે પકવવામાં આવે છે. સામાન્ય રીતે તે ૧૫૦ થી ૨૦૦ ના ભાવે મળે છે!

હર્બેડ વેગન મશરૂમ પેટે

આ હર્બ્ડ વેગન મશરૂમ પેટને તમારી કોકટેલ પાર્ટીમાં એપેટાઇઝર તરીકે અથવા તમારા સ્વાદિષ્ટ રાત્રિભોજન પહેલાં પીણાં સાથે પીરસવામાં આવે છે. મશરૂમ્સ બાહુલ્ય ધરાવતા સેમી લિક્વિડ સુપમાં રોસ્ટેડ બ્રેડ કટકા મૂકી શકાય છે.

રિસોટો

શુદ્ધ ગુજરાતી બોલીમાં કહેવું હોય તો કહી શકાય કે રિસોટો એ રશિયન ખિચડી છે! મશરૂમ સ્ટોકમાં વેજિટેબલ્સ અધકચરા પકવવામાં આવે છે અને તેને ભાત સાથે ફાઇનલ રાંધવામાં આવે છે. ગુજરાતનાં મોટા શહેરોમાં રિસોટો મળે છે. રિસોટોમાં બહુ સુગંધી અને સ્વાદ ધરાવતા મસાલા પડતા નથી. તે પચવામાં હલકું અને હેલ્ધી ફૂડ ગણાય છે.

લઝાનિયા

મૂળ નામ લાસગ્ના છે, પરંતુ આપણે તેને લઝાનિયા તરીકે ઓર્ડર કરીએ છીએ. ઇટાલિયન મૂળની પાસ્તા વાનગી છે, જે મોટા ભાગે રફલ્ડ નૂડલ્સ અને ટામેટા, વિવિધ પ્રકારના ચીઝ, અથવા સફેદ ચટણી સાથે બનાવવામાં આવે છે. લાસગ્ના નવી પેઢીમાં પ્રિય છે. મને પણ ભવે છે.લાસગ્નામાં મુખ્યત્ત્વે પાસ્તા અને સોસ મુખ્ય છે, બાકી દરેક પ્રદેશોમાં અલગ અલગ રીતે પકવવામાં આવે છે. પાસ્તા એ નુડલ્સ મૂળનો ખોરાક છે અને નુડલ્સનું મૂળ ચીન છે.

બિસકોફ ફ્રેપ

આ એક પ્રકારની કોફી છે. બિસકોફ એક પ્રકારના બિસ્કિટ છે, જેને કોફીના ઉકાળમાં નાખવામાં આવે છે અને કોફી-બિસ્કિટના મિશ્રણને થીક શેક તરીકે ઠંડુ પીરસવામાં આવે છે. જેના એક ગ્લાસનો ભાવ ૨૦૦-૨૨૫ આસપાસ હોય છે. સદી ભાષામાં કહેવું હોય તે, આપણે ત્યાં ઓરિયો ના બિસ્કિટ પ્રખ્યાત છે, હવે ઓરીઓ શેક મળે છે, તે રીતે જ બિસકોફ બિસ્કિટ છે અને તેને ફ્રેપ મોડમાં પીરસવામાં આવે છે.

ગુજરાતી

ગુજરાતી લોકો રહેણીકરણી, ખાનપાન, પોષાક ગમે તે પ્રદેશના હોય, તેનું ગુજરાતી કરણ કરી નાખે છે. પંજાબી પહેરે છે તે ઓરિજિનલ પાંજબનું છે, પરંતુ આપણી બહેનો તેને ગુજરાતી પોષાક ગણે છે. પંજાબી ટોપ નીચે જીન્સ પહેરે છે! રસોઈમાં પણ આવું જ છે. પાસ્તા, નૂડલ્સને વિદેશી ગણતાં જ નથી. પીઝા હવે દેશી બની ગયા છે. સિઝલર્સ પણ બિચારું વટલાઇ ગયું છે. જામનગરની એક હોટલમાં આમપન્ના ઓર્ડર કર્યો, તો કાચી કેરીનાં સિરપમાં સોડા ઉમેરી પીણું આવ્યું. તેમાં કાગળની બહુ નાની છત્રી શા માટે મૂકવામાં આવી હતી, તેનો જવાબ વેઇટર કે બનાવવાવાળા પણ ન આપી શક્યા!

સૌરાષ્ટ્રના સ્વાદ શોખીનો માટે હવે ગુજરાતી થાળી પીરસતા રેસ્ટોરાં અને હોટેલ ઓછી થઈ રહી છે, સામી બાજુએ ફેન્સી ફૂડ પીરસતી રેસ્ટોરાં વધી રહી છે. જામનગરમાં રૂફટોપ નો ક્રેઝ વધ્યો છે, રૂફટોપ ઉપર આવી અવનવી ફેન્સી વાનગીઓ ઢગલાબંધ મળે છે. આશ્ચર્યની બાબત એ છે કે, ગુજરાતમાં પાક કલાનું શિક્ષણ આપતી શાળા, કોલેજો નગણ્ય છે. તેમાં પણ આ ફેન્સી વાનગીઓ ક્યાં, કોણ ભણાવતું હશે તે મોટો સવાલ છે. આપણે ત્યાં ૯૯ ટકા કૂક નેપાળી જ હોય છે. ગુજરાતીઓ જાહેર જગ્યાઓ ઉપર બહુ ઓછું રાંધે છે.

ફેન્સી ફૂડ એટલે ટૂંકમાં કહેવું હોય તો.. ગુજરાતી, પંજાબી, દક્ષિણનું ન હોય તે..! મોટાભાગે તે ઇટાલિયન, મેક્સીકન, ચાઇનીઝ, થાઈ, કે કોરિયન હોય છે.

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા એક્સપો ૨૦૨૪

વિશ્વને સમૃદ્ધ ભારતીય ખાદ્ય સંસ્કૃતિનો પરિચય કરાવવા તેમજ દેશના વૈવિધ્યસભર ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે ૨૦૧૭માં વર્લ્ડ ફૂડ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ શરૂ કરી. ૨૦૨૩ની ઉજવણીને ધ્યાનમાં રાખીને મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ અને વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને એકસાથે લાવવા માટે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે ૨૦૨૩માં બીજી આવૃત્તિ વર્લ્ડ ફૂડ ઈન્ડિયાનું આયોજન કર્યું હતું. આ વર્ષે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૪નું આયોજન ૧૯ થી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪  દરમિયાન પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં કરવામાં આવશે.

આ પ્રદર્શનમાં ૯૦ દેશોના ૭૫૦ થી વધુ ઉપભોક્તાઓ સામેલ થશે. ૧૨૦૦ થી વધુ પ્રદર્શન સ્ટોલ હશે. જ્યાં ૧૫૦૦૦ થી વધુ વાનગીઓ રજૂ કરવામાં આવશે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર સેમિનાર, કરાર, વાર્તાલાપો પણ થશે.

આ આંતરાષ્ટ્રીય મેળાવડામાં ગુજરાત સરકારે પણ ગુજરાતી ઓથેન્ટિક ફૂડ રજૂ કરવું જોઈએ. ત્યાં સ્ટોલમાં થેપલાં, ખમણ, લાડુ, શીરો, ચેવડો, ઊંધિયું, રોટલા, પૂરી, ઢોકળાં, પૂરણપોળી, દાળઢોકળી જેવી વાનગીઓ પ્રમોટ કરવી જોઈએ. આ બધી ચીજો ભલે આપણાં માટે દેશી હોય, પરંતુ ઈટાલી, મેક્સિકો, જાપાન, ચીન જેવા દેશો માટે તો ફેન્સી ફૂડ જ કહેવાય!

બ્રિટિશ વાનગીઓ પ્રમોટ કરવા માટે સ્થાનિક સરકાર દ્વારા લંડન ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ૨૧-૨૩  જૂન, ૨૦૨૪ દરમિયાન વિક્ટોરિયા પાર્ક, ડાઉનટાઉન લંડન, ઑન્ટારિયોમાં યોજાશે, આ વાઇબ્રન્ટ રાંધણ પ્રસંગ છે. આ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય વાનગીઓની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવશે. જ્યાં ખાદ્યપ્રેમીઓ માટે વિવિધ સ્વાદની શોધ કરવાની ઉત્તમ તક છે.

સાવધાન

મોડર્ન દેખાવના મોહમાં ગમે તે આરોગવું નહીં. બધાં ફેન્સી ફૂડ બધાં લોકોને પચે નહીં. કારણ કે તેમાં કદાચ મોટી માત્રામાં વીનેગર, ખાવાનો સોડા જેવી ચીજ સ્વાદિષ્ટ અને આકર્ષક બનાવવા માટે નાખવામાં આવી હોય શકે છે. દેશમાં પેક ફૂડ ઉપર ઉત્પાદન/ અંતિમ વપરાશ તારીખ, વપરાયેલી ચીજો, તેની અસરો નિર્દિષ્ટ કરેલી હોય છે, પરંતુ હોટેલોમાં પીરસાતી વસ્તુઓ ભગવાન ભરોસે ખાવાની હોય છે! ટાઢો રોટલો દૂધમાં ચોળીને ખવાય, પરંતુ પાઉંભાજી કે સિઝલર વાસી હોય તો ફરી ગરમ કરીને ન ખવાય! આરોગ્ય માટે નુકસાનકર્તા છે.

આપણી થાળી ફેન્સી થઈ છે, પરંતુ પેટ ફેન્સી થયું નથી, યુવાનીમાં કદાચ પથરા પણ પચી જાય, ત્યારબાદ પરિણામ શું આવે તે નક્કી નથી! ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવતા ચકાસવાની પદ્ધતિ કંગાળ કે ભેળસેળ કરનારને લાંબા સમયે નજીવો દંડ કરવામાં આવે છે. ભેળસેળ કે આરોગ્ય માટે હાનિકારક ખાદ્ય ચીજો ચકાસવા માટે આધુનિક લેબ પણ નથી, છે તે બહુ અપૂરતી છે. માટે..  જાતે સાવચેત બનો

બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી લારીઓ ઉપર તૂટી ન પડવું!

'નોબત'ના વાચકો અને ચાહકો ભોજન-નાસ્તામાં  શરીરનું ધ્યાન રાખી અવનવા અખતરા કરતા રહે અને તંદુરસ્ત જીવન જીવે તેવી અભ્યર્થના.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંપત્તિ જ શક્તિ છે.. તેવો સામાજિક ભ્રમ જુદી માટીના નરેન્દ્ર મોદીએ ભાંગી નાખ્યો!

ટેલેન્ટ, ટાર્ગેટ અને ટેમ્પરામેન્ટ મહત્ત્વના છેઃ માત્ર ૩ કરોડની સંપત્તિવાળા મોદીજી વિશ્વ ઉપર છવાઈ ગયા છે!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ ઉપર ગમે તેટલી વાર લખો, કઇંક નવું પરિમાણ મળે. નવી ફિલોસોફી મળે. તેમણે સંસારના તમામ સામાન્ય નીતિ-નિયમો, માન્યતાઓ ચકનાચૂર કરી નાખ્યા છે. જીવનના તમામ ગણિતો તેમને સ્પર્શી શક્યા નથી. આજે અહી તેમના જીવનના આધારે આર્થિક પરિમાણો ઉપર એન્જિઓગ્રાફી કરવી છે. અહી લખવાની કે વિશ્લેષણ કરવાની પ્રેરણા મને તેમણે લોકસભાની ચૂંટણીમાં જાહેર કરેલ  સંપત્તિ વાંચીને મળી. વિશ્વના શક્તિશાળી એવા નરેન્દ્ર મોદી પાસે નાણાના  કોઈ કોથળા નથી, વિશાળ સંપત્તિ નથી. મોટી અને મહત્ત્વની બાબત એ છે કે,  તેમણે સંપત્તિના ઢગલા કરવાનો શોખ નથી અને તમન્ના પણ નથી. મારા કરતાં થોડી વધુ સંપત્તિ ધરાવતા નરેન્દ્ર મોદી આમ છતાં વિશ્વના ટોચના  ધનિકો સાથે માન સન્માનપૂર્વક સંબંધો રાખે છે, તેના અભિપ્રાયોની વિશ્વ કક્ષાએ નોંધ લેવામાં આવે છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે, મોટાભાગના લોકો દેખાડો કરી, દેવું કરી ઘી પીવે છે અને મોટા ભા થઈ ફરે છે. દેશના ૯૯  ટકા લોકો પોતાની સંપત્તિ બાબતે ખોટું બોલે છે અથવા જે બોલે છે તેને લોકો સાચું માનતા નથી. પરંતુ નરેન્દ્ર મોદીના કેસમાં સંપત્તિ બાબતેની જાહેરાતમાં ૯૯ ટકા લોકો શંકા કરતાં નથી અને મોદીજી ખોટું બોલતા હશે તેમ મનાતા  નથી. માત્ર રૂપિયા ૩ કરોડનો માલિક અબજોપતિ શાસકો રશિયાના વ્લાદિમીર પુતીન, અમેરિકાના પ્રમુખો ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઈડેન, ચીનના શી પિંગ સાથે ગર્વ અને જ્ઞાનથી ચર્ચાઓ કરી શકે છે. એલોન મસ્કથી અંબાણી અને અદાણી સુધી ગાઢ સંબંધો ધરાવે છે. સંપત્તિ જ શક્તિ છે તેવો સામાજિક ભ્રમ નરેન્દ્ર મોદીએ ભાંગી નાખ્યો છે.

અહીં કોઈ રાજકીય પ્રશસ્તી કરવાનો આશય નથી.

સંપત્તિ

નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી સતત ત્રીજીવાર ઉમેદવારી નોંધાવી છે. એફિડેવિટ પ્રમાણે પીએમ મોદી પાસે ન તો કોઈ ઘર છે, ન જમીન કે કાર. હાલમાં માત્ર ૩ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ, કુલ  ૫૨,૯૨૦ રૂપિયાની રોકડ છે. જ્યારે સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં ૭૩,૩૦૪ રૂપિયા છે, એસબીઆઈની વારાણસી શાખામાં માત્ર ૭૦૦૦ હજાર રૂપિયા છે. પીએમ મોદીની સ્ટેટ બેંકમાં ૨,૮૫,૬૦,૩૩૮ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ છે.

સંપત્તિમાં વધારો

નરેન્દ્ર મોદીની સંપત્તિ પાંચ વર્ષમાં માત્ર ૮૭ લાખ જેટલી વધી છે, જે એક શક્તિશાળી વડાપ્રધાન માટે આ રાઈના દાણા જેટલી ગણાય!

૨૦૧૪માં મોદીએ કુલ સંપત્તિ ૧.૬૫ કરોડ રૂપિયા જાહેર કરી હતી. ૨૦૧૯માં ૨.૧૫ કરોડ રૂપિયા જાહેર કરી હતી. જ્યારે ૨૦૨૪માં ૩.૦૨ કરોડની સંપત્તિ જાહેર કરી છે. પરિણામે પાંચ વર્ષમાં સંપત્તિ ૮૭ લાખ જેટલી  વધી છે. વડાપ્રધાન પાસે ચાર સોનાની વીંટી પણ છે. પીએમ મોદી પાસે નેશનલ સેવિંગ્સ સ્કીમમાં ૯,૧૨,૩૯૮ રૂપિયા છે. વડાપ્રધાનની કુલ સંપત્તિ રૂ.  ૩,૦૨,૦૬,૮૮૯ છે.

આર્થિક કે સામાજિક દૃષ્ટિએ ૩ કરોડ ધરાવનાર મધ્યમ વર્ગના કહેવાય અને સામાન્ય જીવન જીવે. મોદીજી આ બાબતે જુદી માટીના છે. સામાજના આર્થિક સમીકરણો તેને સ્પર્શી શક્યા નથી.

સમકક્ષ

એક સમયની મહાસત્તા ગણાતા રશિયામાં સતત પાંચમી વખત સત્તા મેળવનાર વ્લાદિમીર પુતીન વિશ્વના સૌથી ધનાઢ્ય રાજકારણી છે, જેમની સંપત્તિ ૮૫૦ બિલિયન ડોલર છે અને ૭૫૦ મિલિયન ડોલરનું જેટ વિમાન ધરાવે  છે. રશિયામાં ક્રૂડ ઓઇલના કૂવા, રિફાયનરી, સોનાની ખાણો, લશ્કરી શસ્ત્રો બનાવતા એકમો છે. ખંભાળિયા નજીક ધમધમતી નયારા રીફાયનરીમાં પુતીનની માલિકીની રોસનેફટનો હિસ્સો હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય  મેગેઝિન ફોર્બ્સના જણાવ્યા અનુસાર અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડેનની સંપત્તિ ૪૦૦ બિલિયન ડોલર છે. જે કે તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ અમરિકન ઇતિહાસના સૌથી વધુ ધનિક પ્રમુખ રહ્યા! તેમની પાસે અંદાજે ૯૦૦ બિલિયન ડોલર હતા. તેમનો વ્યવ સાય બહુ મોટો છે.  અમેરિકાના સૌથી ચર્ચાસ્પદ અને કુખ્યાત શહેર લાસ વેગસમાં ટ્રમ્પ ટાવર છે. જેની દુનિયાના અતિ વૈભવશાળી ઇમરતોમાં ગણના થાય છે. ચીન સામ્યવાદી દેશ છે તેથી તેના પ્રમુખ શી પિંગની સંપત્તિ બાબતે કોઈ જાણકારી  મળતી નથી, પરંતુ તે પણ અતિ ધનિક હોવાનો અહેસાસ થાય છે.

સન્ડે ટાઈમ્સે અમીરોની નવી યાદી બહાર પાડી છે. આ અમીરોની યાદીમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની સંપત્તિમાં ગયા વર્ષેઃ ૧૨૨૨ મિલિયન (લગભગ રૂ.  ૧૨૮૭ કરોડ)નો વધારો થયો  છે. નવી યાદીમાં તેમની અંદાજિત નેટવર્થ ૨૦૨૩ માં  ૫૨૯ મિલિયનથી વધીને ૬૫૧ મિલિયન (રૂ.  ૬૮૭૪ કરોડ) થઈ છે.

વર્ષ ૨૦૨૨ માં ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની સંપત્તિ દિવંગત ક્વીન કરતા વધુ થઈ ગઈ હતી. તે વર્ષે એલિઝાબેથ-૨ ની સંપત્તિની વેલ્યુ ૩૭૦  મિલિયન હતી. સુનક સન્ડે ટાઈમ્સના ૩૫ વર્ષના ઈતિહાસમાં વાર્ષિક સંપત્તિની યાદીમાં સામેલ થનાર પ્રથમ ફ્રન્ટ-લાઈન રાજકારણી બન્યા છે. સુનકની સંપત્તિમાં તેના સસરા નારાયણ મૂર્તિની કંપની ઈન્ફોસિસના શેર મળતાં વધારો નોંધાયો છે.

માત્ર ૩ કરોડની સંપત્તિ ધરાવનાર નરેન્દ્ર મોદી આ મોટી તોપો સાથે ઘરોબો ધરાવે છે. તેમને તેની પ્રતિભામાં ધન કદિ આડું આવ્યું નથી! ધનના આધારે માનવીનું માપ કાઢનાર લોકો સામાન્ય બુદ્ધિના હોય તેવું મારૃં માનવું છે!

ભારત

ભારતમાં પણ નરેન્દ્ર મોદી કરતાં અનેક ગણી વધુ સંપત્તિ ધરાવતા રાજકારણીઓ છે. આમ છતાં તે બધા મોદી પાસે ટૂંકા પડે છે. મોદી ગુજરાતનાં  મુખ્યમંત્રી હતા, ત્યારે પણ અનેક અબજોપતિઓ તેમની ચેમ્બર બહાર રાહ જોઈ બેસતા હતા! વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સમયે પણ મોદી જ કેન્દ્રમાં રહેતા હતા. અહી સંપત્તિ કરતાં વ્યક્તિ હંમેશાં આગળ રહી છે.

દેશમાં કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમાર સૌથી અમીર ધારાસભ્ય છે, જેમની પાસે ૧,૪૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. એક અહેવાલમાં જણાવાયું છે કે દેશના ટોચના ૨૦ સૌથી ધનિક ધારાસભ્યોમાંથી ૧૨  કર્ણાટકના છે, જેની સરેરાશ સંપત્તિ ૬૪ કરોડ રૂપિયા છે. તેમાંથી, ૧૪ ટકા અબજોપતિઓ છે, દરેકની સંપત્તિ ૧૦૦ કરોડ કે તેથી વધુ છે, જે દેશમાં સૌથી વધુ ટકાવારી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના સોગંદનામામાં રૂ.  ૧૨.૫૩ કરોડની સંપત્તિ જાહેર કરી છે. સોનિયા ગાંધીની ઇટાલીમાં તેમના પિતાની ૨૭ લાખની સંપત્તિમાં પણ હિસ્સો છે, એમ  એફિડેવિટમાં જણાવાયું છે. આ સિવાય તેની પાસે ૮૮ કિલો ચાંદી, ૧૨૬૭ ગ્રામ સોનું અને જ્વેલરી છે. કોંગ્રેસ નેતા નવી દિલ્હીના ડેરા મંડી ગામમાં ત્રણ વીઘા ખેતીની જમીન ધરાવે છે. તેણીની આવકનો ઉલ્લેખ તેણીના સાંસદ  પગાર, રોયલ્ટી આવક, મૂડી લાભ વગેરે તરીકે કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે પોતાની સંપત્તિ ૧૧.૧૫ કરોડ રૂપિયા દર્શાવી છે.

જામનગર

ધનિક નેતાઓની યાદીમાં આપણું નવાનગર જામનગર પણ પાછળ નથી. વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણાં સાંસદ પૂનમબેન માડમ પણ એક અબજ રૂપિયાની નવી સંપત્તિને કારણે ચમક્યા હતાં! આપણાં લોકપ્રતિનિધિઓમાં પબુભા માણેક, હકુભા જાડેજા અને રિવાબા જાડેજા ધનિક  નેતાઓની યાદીમાં સ્થાન પામે છે.

ઉદ્દેશ

અહી.. નરેન્દ્ર મોદી કે કોઈ રાજકીય પક્ષનો પ્રોપેગેન્ડા કરવાનો ઇરાદો નથી. આપણાં સમાજમાં વર્તમાન સમયમાં વ્યક્તિની કક્ષા તેની સંપત્તિના આધારે નક્કી કરવાનું ચલણ છે. જ્ઞાન કે આવડત એક બાજુ જતી રહી છે. સમાજ  સંપત્તિ પાછળ બેફામ દોડી રહ્યો છે. ગરીબને જ્ઞાની માનવાનો રિવાજ નથી ત્યારે અહી નરેન્દ્ર મોદીનો કેસ સ્ટડી રજૂ કરી જ્ઞાન અને આવડતને મહત્ત્વ આપવનો નમ્ર પ્રયાસ છે. આપણાં સમાજમાં વર્તમાન સમયમાં એક કહેવત  પ્રચલિત છે.. અભણ માણસને ત્યાં ભણેલા લોકો નોકરી કરે! આ વરવી વાસ્તવિકતા છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા પહેલાં, નરેન્દ્ર મોદી કોઈ ખાસ લાઈમ લાઇટમાં હતા નહીં. વહીવટનો મોટો અને ઊંડો અનુભવ પણ હતો. પરંતુ, તેમની દૃષ્ટિ વ્યાપક હતી. તક મળી ત્યારે ખીલી ઉઠયા! દસ વર્ષ વડાપ્રધાન રહ્યા પછી પણ તેમની પાસે માત્ર ૩ કરોડ રૂપિયા જ છે. બીજા કોઈ આવું કહે તો માન્યમાં ન આવે, પરંતુ મોદી કહે એટલે તેના ઉપર શંકા કરવાની કોઈ ઈચ્છા ન થાય. તેમને સંપત્તિનો મોહ નથી. આજે પણ તેમની પાસે ઘરનું ઘર નથી! આ તેમની અણઆવડત નથી, સભ્યતા છે.

વર્તમાન સમાજ નાણે નાથાલાલ ઉક્તિમાં ગળાડૂબ છે. સંપત્તિ જ સર્વસ્વ છે તેવી માન્યતા ધરાવે છે. આ વાત ખોટી પણ નથી. ડગલે ને પગલે રૂપિયા મૂકવા પડે છે, ખિસ્સામાં રૂપિયા ન હોય તો રાજકારણમાં કોઈ પગ પણ નથી મૂકવા દેતું. રાજકારણ અબજોપતિ લોકોની દુનિયા બની ગઈ છે, તેવા સમયે નરેન્દ્ર મોદી દીવાદાંડી સમાન છે. યુવાનોને..

ખુદી કો કર બુલંદ ઇતના,

કી હર તકદીર સે પહેલે,

ખુદા બંદે સે ખુદ પૂછે,

બતા તેરી રઝા કયા હૈ?

આ કેસ સ્ટડી ઉપરથી નવી નવી કારકિર્દી શરૂ કરતાં યુવાનોને સલાહ  આપવાની કે, ટેલેન્ટ અને ટાર્ગેટ અને ટેમ્પરામેન્ટ મહત્ત્વના છે. જ્ઞાન, વિચાર, વર્તુણક, સંબંધો કારકિર્દી ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. સંપત્તિ સાથ છોડી શકે છે, જ્ઞાન અને અનુભવ કાયમ સાથે રહે છે. સંપત્તિના અભાવે જિંદગી નિષ્ફળ જશે તેવું માની ન લેવું!

હું નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થયા પહેલાં નજીકથી ઓળખતો હતો. તેમની પાસે કોઈ વૈભવી નિવાસ, આધુનિક રાચરચીલું કે તગડી આવક નહોતી. મુખ્યમંત્રી બન્યા પહેલાં તેમની પાસે પોતાનું કાયમી આવાસ પણ હતું નહીં. આજે વિશ્વના શક્તિશાળી નેતા તરીકે ભવ્ય આલીશાન બંગલામાં રહે છે, આધુનિક વિમાનો અને ગાડીઓનો કાફલો તેના માટે ૨૪ કલાક હાજર હોય  છે.

'નોબત'ના યુવાન વાચકો અને ચાહકો પણ અનુભવ અને કાર્યક્ષમતાને જીવનનું ભાથું માને અને નવો પથ કંડારે તેવી વિનંતી.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ ભલે થાય, વેપારીકરણ ન થવું જોઈએ

શિક્ષણ સંસ્થાઓના સંચાલકો મંદિરના પૂજારીઓ જેટલા જ પવિત્ર હોવા  જોઈએ.: ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો પછીનું વિશ્લેષણ

શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તેમના આ વિભાગના કાર્યકાળ દરમિયાન કહેતા હતાં કે, ઓછું પરિણામ આપી આપણે ગુજરાતને અભણ રાખવાનું નથી.  મોટી પરીક્ષાઓમાં ઓછું પરિણામ આપવાથી વિદ્યાર્થી  નિરાશ થાય છે, ભણવાનું છોડી દે છે, અને નબળી રોજગારી મેળવે છે, બેકારી વધે છે. આપણે શિક્ષકના સ્તરની નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સ્તરની પરીક્ષા લેવી જોઈએ. આનંદીબેને ક્રમશઃ ધોરણ ૧૦ અને ૧૨ ના  પરિણામોની ટકાવારી વધારવી શરૃ કરાવી. ચાલુ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામોને કારણે લાખો વિદ્યાર્થીઓ ઊચ્ચ અભ્યાસ માટે પ્રેરાયા છે. ૪૦ કે ૫૦ ટકા આસપાસના પરિણામોને કારણે લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ અધૂરૃં  છોડી દેતા હતા. હવે ટેકનિકલ અને તબીબી  શિક્ષણની બેઠકોમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. આથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ તે તરફ વળ્યા છે. હવે તો, બી.કોમ. ભણવા પણ વિદ્યાર્થીઓ અમદાવાદ, બેંગ્લોર કે  મદ્રાસ જાય છે.

પરિણામો

સૌથી હોટ ડીમાન્ડ ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં હોય છે. ૨૦૨૪ માં ૧,૩૧,૮૯૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેની સામે ૯૧,૬૨૫ પાસ થયા અને પરિણામ ૮૨.૪૫ ટકા થયું. સામાન્ય પ્રવાહમાં ૩,૭૯,૭૫૯  ઉમેદવારો નોંધાયા હતા તેમાંથી ૩,૪૭,૭૩૮ પાસ થયા એટલે ૯૧.૯૩ ટકા થયું. ૨૦૧૩ માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૬.૧૫ ટકા આવ્યું હતું, જેમાં માત્ર ૫૦ ટકા વિદ્યાર્થીઓ ઊચ્ચ અભ્યાસ લાયક માર્ક મેળવી  શક્યા હતા. ૨૦૨૪ ના વર્ષમાં પાછલા ૩૦ વર્ષમાં સૌથી વધુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડની વેબસાઇટ ઉપર કોઈ વિગતવાર જૂનો ડેટા ઉપલબ્ધ નથી. આર્કાઇવસ પણ નથી.  આટલા આધુનિક અને સંશોધનના યુગમાં પરિણામોની  વર્ષવાર જાણકારી મળવી જોઈએ. આ માટે ભારતનું ચૂંટણી પણ ખૂબ સારી મહેનત કરે છે. જૂના  સમયનો ચૂંટણી ડેટા બહુ સરળ રીતે પ્રાપ્ય છે. શિક્ષણ વિભાગે પણ આવી  માહિતી અપડેટ કરવાની જરૃર છે, અથવા તો એક ક્લિકમાં વર્ષવાર મળી જવી જોઈએ.

અભ્યાસ

ગુજરાતમાં બાળકો અને યુવાનો કેવો અભ્યાસ કરે છે તે ઉપર સરકાર નજર  રાખે છે, પરંતુ બોર્ડ પોતે અભ્યાસ કરે છે કે નહીં? તે શિક્ષણ મંત્રી જોતા હોય  તેમ લાગતું નથી! હકીકતમાં શિક્ષણ, વિદ્યાર્થીઓ, પરિણામો અને પ્રથાનો નિરંતર અભ્યાસ થવો જોઈએ. ગુજરાતમાં માત્ર રાજકીય હેતુઓ માટે  સિદ્ધિઓના આંકડાઓનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે. આધુનિક બિલ્ડિંગો અને સ્માર્ટ ક્લાસ બાબતે વારંવાર જાણવા મળે છે, પરંતુ  વિદ્યાર્થીઓની સ્માર્ટનેસ કેટલી વધી તે અધ્યાહાર જ રહે છે! દર વર્ષે પરિણામો સુધારતાં જાય છે, પરંતુ વિદ્યાર્થીઓના જ્ઞાનની ગુણવતા સુધરતી જાય છે?

શિક્ષણમાં વિદ્યા સહાયકનો હોદ્દો ઊભો કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ, બન્નેને સરકારે અન્યાય કર્યો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાનનો વિકાસ બહુ થયો, ટેકનોલોજી માસ્ટર બની ગયું. વિદેશના પ્રતિનિધિ મંડળે આ વિકાસનું  કારણ પૂછ્યું, ત્યારે જાપાનીઝ નેતાએ જવાબ આપ્યો, યુદ્ધ પછી સમજી ગયા કે યુદ્ધ કોઈ ઉકેલ નથી. આથી અમે ઊચ્ચ શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, મોટાભાગનું રોકાણ શિક્ષણમાં કર્યું. યુવાનોને અમારી મૂડી માની! ભારતે હવે  જાપાનના આ મંત્રને આત્મસાત કરવાની જરૃર છે. આપણાં રાજકારણીઓ કામ ઓછું અને દલીલો વધુ કરે છે. ગુજરાતમાં હંમેશાં દિલ્હીની સરખામણી કરવામાં આવે છે. દલીલો અને આક્ષેપબાજીમાં સમય વ્યતીત કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે.

મને તો આશ્ચર્ય એ બાબતનું છે કે, લોકસભાની વર્તમાન ચૂંટણીમાં શિક્ષણ નામનો કોઈ મુદ્દો જ ન હતો! ભારતે અફઘનિસ્તાન બનવું છે કે જાપાન? તે નક્કી કરી લેવું જોઈએ.

ભારતમાં જ્યારે શિક્ષણના મુદ્દે ચૂંટણી લડાશે ત્યારે સાચો વિકાસ થશે.

ખર્ચ

ગુજરાતમાં શિક્ષણ અતિ ખર્ચાળ બની ગયું છે. નર્સરીની ફી લાખોમાં પહોંચી છે. અનેક શાળાઓ ઇન્ટરનેશનલના પાટિયાં લગાવી ધમધમે છે. શું તે સાચા અર્થમાં ઇન્ટરનેશનલ છે? શાળા કે મહાશાળાના આધુનિક મોટા બિલ્ડિંગો, ડિજિટલ ક્લાસરૃમો તેનો આત્મા છે? ના.. તેજસ્વી, દમદાર, પ્રતિભાશાળી  વિદ્યાર્થીઓ તેની મૂડી છે. શાળાની મોંઘી ફી ઉપરાંત ટ્યુશન ક્લાસની જંગી  ફી પણ વાલીઓએ ચૂકવવી પડે છે. શાળા હોય, તો પછી ટ્યુશન ક્લાસ શા  માટે? ધોરણ ૧૦ અને ૧૨ માં વાલીઓ અને વિદ્યાર્થીઓ અધમુવા થઈ જાય  છે. ભારતને એકલવ્ય જેવા વિદ્યાર્થીઓ અને ગુરુ દ્રોણાચાર્ય જેવા શિક્ષકોની  તાતી જરૃર છે. શિક્ષણનું ખાનગીકરણ ભલે થાય, વેપારીકરણ ન થવું જોઈએ.

શિક્ષણ ફી વધુ હોય શકે છે, પરંતુ હોસ્ટેલમાં બેડીંગ વગરના એક પલંગની ફી વાર્ષીક એક લાખ રૃપિયા કેવી રીતે હોય શકે?શાળાઓના સંચાલકો મંદિરના પૂજારીઓ જેટલા જ પવિત્ર હોવા જોઈએ. ત્યાં લોભ, લાલચ, લૂંટ, ઈર્ષા,  હરીફાઈ, ટાંટિયા ખેંચ ન હોવી જોઈએ. સંસ્થાઓના સંચાલકો ભલે  રાજકારણના ક્ષેત્રમાં પ્રવૃત્ત હોય, શિક્ષણમાં રાજકારણ હોવું ન જૉઇએ.

ગુજરાતમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે અને બેઠકો ઓછી છે, તેથી હજારો વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે ચાલ્યા જાય છે. વિદેશમાં શિક્ષણ ખર્ચ બહુ  મોટો હોય છે. ત્યાંની ગુણવત્તા પણ ઊચ્ચ હોય તેમ મનવાનું કારણ નથી. ખાસ કરીને તબીબી શિક્ષણ ક્ષેત્રે ગયેલા વિદ્યાર્થીઓ માટે ભારતમાં પ્રેક્ટિસ કરવી બહુ મુશ્કેલ છે. એક જાણકારી મુજબ વિદેશમાં તબીબી શિક્ષણ મેળવેલ  ૧૦ વિદ્યાર્થીઓ પૈકી ૮ વિદ્યાર્થીઓ ભારતમાં એલીજીબીલીટી ટેસ્ટ પાસ કરી શકતા નથી. તો નાપાસ થયેલા ૮ વિદ્યાર્થી શું કરે છે? તે તપાસનો વિષય છે.

પ્રયાસ

ગુજરાતમાં શિક્ષણને મજબૂત બનાવવા માટે અનેક પ્રયસો કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ શરૃ કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ પ્રાથમિક શાળાઓમાં નામાંકન વધે.  તાજેતરમાં ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરતમાં  ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મ લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતી ફિનલેન્ડની કજાની યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના કિમ્મો નિક્કાનેન અને શિક્ષણવિદ્ એન્ટિ ઇસોવિતાએ હાજરી આપી હતી. શિક્ષા સુધારણા માટે આ પ્રોજેક્ટમાં માઇક્રોસોફ્ટ અને અગ્રણી ફિનિશ યુનિવર્સિટી સાથે સહયોગ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણમાં ખાસ કરીને ટેકનોલોજીમાં ક્રાંતિ લાવવા માટે  ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્યાસક્રમો પહોંચાડવાનો છે. શિક્ષા રિફોર્મ  માઇક્રોસોફ્ટ અને ફિનિશ યુનિવર્સિટી સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી જેવા અદ્યતન ક્ષેત્રોમાં ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ઓફર કરે છે. વિદ્યાર્થીઓ નજીવી ફી ચૂકવીને પ્લેટફોર્મ પર વિવિધ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી શકે છે.

પ્રવેશ

ધોરણ ૧૦ અને ૧૨ ના પ્રવેશ પછી વાલીઓની પરીક્ષા શરૃ થાય છે. ઊંચા માર્કવાળા સારી કોલેજો માટે દોડધામ કરે છે. મધ્યમ માર્કવાળા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ઓછા ખર્ચે પ્રવેશ મળે તે માટે દોડધામ કરે છે. ગુજરાતમાં પ્રવેશ ન મળે તો નજીકના રાજ્યોમાં, ભારતમાં રહેવા ઉછાળા  મારે છે. જેમનો ક્યાં ગજ ન વાગે તે વિદેશની ફ્લાઇટ પકડે છે. આ આવો ધસારો તબીબી શાખા માટે જ હોય છે.

એન્જિનિયરિંગ પ્રવેશ મહદ્અંશે સરળ છે. પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓ કરતાં કોલેજોમાં બેઠકોની સંખ્યા વધુ છે. ધોરણ ૧૦ પછી એક વિકલ્પ ૧૧ મા ધોરણમાં પ્રવેશનો છે અને બીજો વિકલ્પ ડિપ્લોમા એન્જિનિયરિંગનો છે. ડિપ્લોમા લેવાથી ૧૧-૧૨ની દોડધામ નડતી નથી, બાયપાસ થઈ શકાય છે. ત્યારબાદ ડી ટુ ડી એટલે કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકાય છે. ગુજરાતમાં ૩૨ મેડિકલ કોલેજ છે જેમાં ૨૬ સરકારી અને ૧૬ ખાનગી છે.   અમદાવાદમાં સૌથી વધુ સાત કોલેજ છે, ત્યારબાદ વડોદરામાં ૪, સુરતમાં ત્રણ છે. ગુજરાતમાં ૬૪૫૦ તબીબી બેઠક છે. સરકારી કોલેજોમાં ૪૨૫૦ અને ખાનગી મેડિકલ કોલેજોમાં ૨૨૦૦ બેઠકો છે. રાજ્યમાં ૨૬૯  એન્જિનિયરિંગ કોલેજો છે. જેમાં ૧ લાખ ૪૦ હજારથી વધુ બેઠકો છે.

બીએસ.સી. અને બી.કોમ. જેવા અભ્યાસક્રમો આપતી કોલેજો મોટાભાગના જિલ્લામાં છે. અહી સરકારી કોલેજોમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ મળે છે. ખાનગી કોલેજો વહેલો તે પહેલોના ધોરણે પ્રવેશ આપે છે.

જામનગર

જામનગરની મેડિકલ કોલેજ ગુજરાતમાં ઊંચું નામ ધરાવે છે, પરંતુ અહી પ્રવેશ માટે ટોપ રેન્કીંગ જરૃરી છે. આયુર્વેદ યુનિવર્સિટી પણ નામાંકિત છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો ઔદ્યોગિક રીતે દેશમાં નામના ધરાવે છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, અહી એક પણ નામાંકિત  એન્જિનિયરિંગ કોલેજ નથી. પોલિટેકનિકની ગુણવત્તા સારી છે. જામનગર જિલ્લામાં વિશાળ સાગરકાંઠો છે ત્યારે મરીન અભ્યાસ શરૃ કરવામાં આવે તો સારું રહે. દ્વારકામાં એન્જિનિયરીંગ કોલેજ માટે સરકારે જમીન ફાળવેલ છે, પરતું ત્યાં કોઈ કોલેજ કરવા ઉત્સુક નથી. નયારા અને રિલાયન્સ જિલ્લાના રોજગારવાંછુંઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૃ કરે તો સારી તકો અને અનુભવ મળી શકે. હાલમાં હાલારમાં ટાટા, ઘડી, જી.એસ.એફ.સી., એસ્સાર, નયારા, રિલાયન્સ, બ્રાસ ઉદ્યોગ હોવા છતાં  તેના શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા નથી! 

ગુજરાતનાં હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં પણ અભ્યાસ કરે છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ બાબતેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. કોરોના સમયે અને યુક્રેન યુદ્ધ સમયે તેમને સ્વદેશ પરત લાવવા માટે વિગતોના અભાવે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વિદેશમાં કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નોંધણી ફરજિયાત બનાવવી જોઈએ.

સારાંશ

પરિણામો જ અંતિમ નિર્ણય નથી. વિદ્યાર્થીઓ સતત અને સ્માર્ટ મહેનત કરે  તે જરૃરી છે. શાળાઓ અને શિક્ષકો પણ તેમાં જોડાય તે જરૃરી છે. 'નોબત'ના વાચકો, ચાહકો તથા શિક્ષણ સાથે જોડાયેલા સૌ કોઈ શિક્ષણ સમૃદ્ધ બને તે માટે સંતભાવ થી મહેનત કરે તેવી વિનંતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જીવનને તંદુરસ્ત અને તણાવ મુક્ત કરવા માટે વિચાર ઉપવાસ જરૂરી!

પેટની સાથે મગજ પણ અનેક ગંભીર રોગોનું ઉત્પત્તિ સ્થાન છે.: મગજને પણ નિયમિત ડિટોક્ષ કરવું આવશ્યક

વિચાર શૂન્ય ક્ષણ કે જીવનનો કદી વિચાર કર્યો છે? માણસ ક્યારથી વિચારતો થાય છે તે માનસશાસ્ત્રી જ કહી શકે, તે પણ અંદાજ જ મૂકી શકે. આજે મારે 'નોબત'ના વાચકો અને ચાહકો સામે વિચાર ઉપવાસનો ખ્યાલ રજૂ કરવો છે, નવો છે, પરંતુ આજના તણાવભર્યા જીવનમાં બહુ જરૂરી છે. આપણાં શાસ્ત્રો, સંતો અને જ્ઞાની લોકોએ ધ્યાન શબ્દ વાપર્યો છે. આ ધ્યાન એટલે જ વિચાર ઉપવાસ! શું સામાન્ય માનવી વિચાર શૂન્ય કે નિર્વિચાર થઈ શકે? કેટલા સમય માટે આવી અવસ્થા ભોગવી શકે? શા માટે નિર્વિચાર અવસ્થા જરૂરી છે? તેના ફાયદા શું? ધ્યાન અને નિર્વિચાર બન્ને સમાન લાગે, પરંતુ બન્ને ભિન્ન છે. નવજાત બાળક હંમેશાં વિચાર શૂન્ય હોય છે, લાગણીઓથી પર હોય છે.

આપને થશે કે, વિચાર શૂન્ય અવસ્થા કઈં મોટી વાત નથી. સહજ છે. મિત્રો, આ જ આપણી ભૂલ છે. ધ્યાન કે નિર્વિચાર થવું બહુ કઠીન છે. પ્રારંભમાં તો થોડી ક્ષણો પણ કાફી થઈ જાય, જાણે કે, મગજમાં દાવાનળ ફૂટી નીકળ્યો હોય તેવો અનુભવ થાય. મગજ અને અસ્તિત્વ હચમચી ઉઠે. જેમ શ્વાસ રોકવાથી ગભરામણ થાય તેમ વિચારોને શૂન્ય કરવાથી પણ પરસેવો વળી જાય.

ધ્યાન

હિન્દુ શાસ્ત્રોમાં ધ્યાન ને બહુ મહત્ત્વ આપ્યું છે. રાવણ જેવા રાક્ષસે પણ ધ્યાન અથવા તપસ્યા દ્વારા શિવને પ્રસન્ન કર્યા હતા, ને શિવજી પ્રસન્ન પણ થયા હતા. ધ્યાન પણ તપસ્યાનો ઉત્તમ માર્ગ છે. ધ્યાન શારીરિક સ્વસ્થતા માટે અને તપસ્યા લક્ષ હાંસલ કરવા માટે હોય છે. ઋષિઓ એટલું ગહન ધ્યાન ધરતા હતા કે તેમના ઉપર કીડી મકોડના રાફડા બની જતા હતા. વાલ્મિકી બનતા પહેલાં વાલિયા લૂંટારાએ અગાધ ધ્યાન ધર્યું હતું. પ્રાચીન સમયમાં ધ્યાન જ્ઞાનનો માર્ગ હતો. અગાઉ અહી લખ્યું તેમ ધ્યાન અને વિચાર શૂન્ય દશામાં ફર્ક છે. ધ્યાનમાં કોઈ મહાપુરુષ કે દૈવી તત્ત્વની આરાધના વિચાર હોય છે, લક્ષ હોય છે. રાવણના ધ્યાનમાં શિવજીને પામવાની ઈચ્છા હતી. રોમ રોમમાં શિવ ભક્તિ હતી.

ધ્યાન એ યોગની એક ક્રિયા છે. ધારણાં પછીનો અને સમાધી પહેલાનો જે તબક્કો છે તેને ધ્યાન કહી શકાય. સામાન્ય રીતે ધ્યાનમાં ઇશ્વરનો કોઇ આકાર કે આત્મ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. આવા ધ્યાનને સાકાર ધ્યાન કહેવાય. જેમાં નિરાકાર-સર્વવ્યાપી ઇશ્વરનું ધ્યાન કરાય તેને નિરાકાર ધ્યાન કહે છે. શરૂઆતમાં નિરાકાર ધ્યાન કરવું અઘરું હોવાથી સાકાર ધ્યાન કરવાની યોગગુરૂઓ દ્વારા સલાહ આપવામાં આવે છે.

ધ્યાન અંતરની શોધ માટે, સમર્પણની ભાવના માટે, નિર્વિચારીતાની સ્થિતિ કેળવવા માટે, પ્રાર્થનાના ભાવમાં લય થવા માટે પણ યોગીઓ કરતા હોય છે. ધ્યાન કરવાથી આત્મબળ પણ વધતું હોવાનો યોગીઓનો મત છે. વૈજ્ઞાનિક રીતે પણ મન વિચારશૂન્ય બનવાથી તેની કાર્યક્ષમતા વધે છે એમ માની શકાય છે. આ બધા હેતુઓ માટે ધ્યાન થાય છે.

સામાન્ય રીતે ધ્યાન માટે વહેલી સવાર અને મોડી રાતનો સમય વધુ અનુકૂળ માનવામાં આવે છે. સ્નાન કરીને વધુ તંગ ન હોય તેવા વસ્ત્રો ધારણ કરીને ધ્યાનમાં બેસી શકાય. ધ્યાનનો સમય અને સ્થળ નિયમિત રીતે એક જ રહે તો વધુ સારી રીતે ધ્યાન થઈ શકે છે. આંખો બંધ કરીને ધ્યાનમાં બેસ્યા બાદ વિચારો પર કાબૂ મેળવીને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો હોય છે, અથવા માત્ર કોઇ એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં વધુને વધુ ઊંડા ઊતરવાનું હોય છે. ધ્યાનથી એકાગ્રતા, પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા, સમતા વગેરે કેળવાય છે. સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બન્યા પહેલાં બોધિ નામના વૃક્ષ હેઠળ તપસ્યા કરી હતી. દુર્વાષા ઋષિ તેના ક્રોધ માટે  જાણીતા છે. તેમાં પણ જ્યારે તપસ્યા કે ધ્યાન ધરતા હોય ત્યારે ખલેલ પડે તે તેના માટે અસહ્ય હતું. દુર્વાષા ઋષિએ તેના ધ્યાનમાં ખલેલ પાડનાર નર્તકી ઉર્વશીને શ્રાપ આપ્યો હતો તે કથા પ્રચલિત છે.

નિર્વિચાર

આજનો યુગ વ્યસ્તતાનો  યુગ છે. ઋષિમુનિઓની જેમ લાંબા સમય સુધી કામકાજ વગર ધ્યાન કરવું શક્ય નથી. ધ્યાનમાં પણ વિક્ષેપ પાડનાર અસંખ્ય પરિબળો છે.

શરીરના સંચાલનમાં બે અંગો મહત્ત્વના પરિબળો છે. ખોરાક પચાવતું જઠર અને અંગોનું સંચાલન કરતું મગજ. સાદી ભાષામાં આપણે જેને પેટ કહીએ છીએ, તેની સફાઇ માટે નિતનવા અખતરા કરીએ છીએ. ઉપવાસ તેમના એક છે. શ્રાવણ માસમાં ઉપવાસ દ્વારા પેટની કાળજી લેવામાં આવે છે. જૈનો પર્યુષણમાં ઉદાર શુદ્ધિ કરે છે. મુસ્લિમો રોજા રાખે છે. ઉપવાસમાં નિર્જળા પલ કરવામાં આવે છે અને ફળાહાર પણ કરવામાં આવે છે. નોરતમાં ઉપવાસ, એકટાણા પણ થાય છે. બાળાઓ અલૂણાં વ્રત કરે છે. આ બધા પેટ લક્ષી વ્રતો છે. પાચન તંત્રને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે.

શું આપણે મગજની શુદ્ધિ માટે કોઈ વ્રત કે તહેવાર કરીએ છીએ? શરીર શુદ્ધિ માટે ભોજન ગ્રહણ નથી કરતાં તેમ મનની શુદ્ધિ માટે વિચારોના ઉપવાસ કરીએ છીએ? ભોજનના ઉપવાસની જેમ મગજના ઉપવાસ દ્વારા ડિટોક્ષ એટલે કે ઝેર મુકત કરી તેની સફાઇ કરવી જોઈએ.

આપણે મગજની સફાઇ કરીએ છીએ ખરા?

જવાબ છે.. ના !

વિચાર ઉપવાસ

ઉદરમાં ભેળસેળવાળા ખોરાક વધી રહ્યા છે, તેને કારણે માંદગી પણ બેફામ બની છે. લોકો કટાક્ષમાં કહે છે કે, હવે તો ઝેર પણ શુદ્ધ મળતું નથી! લીલા અને પોષક શાકભાજીમાં ઝેરી રસાયણો ભરપૂર માત્રામાં હોય છે. બહારથી લીલા છમ્મ દેખાતાં ખેત ઉત્પાદનો હકીકતમાં કેમિકલોથી ભરેલાં હોય છે. આપણી ચાહિતી કેસર કેરી પણ કાર્બનથી પકવાતી હોવાની મોટી ફરિયાદો છે!

આવુંજ વિચારોનું છે. શુદ્ધ વિચારો અલોપ થઈ ગયા છે. ભ્રષ્ટ વિચારોની ભરમાર છે. લાગવગ, સગાંવાદ, લોભ, લાલચ, છેતરપિંડી, શંકા જેવા દૂષ વિચારોનું આક્રમણ છે. વિચારોમાં પણ ઝેરી તત્ત્વો ભળી ગયા છે. ઉદરની અસર જેમ શરીર અને જીવન ઉપર થાય છે તેમ વિચારો પણ આપણને પ્રભવિત કરે છે. મારા મતે તો પેટ કરતાં મગજનો કચરો વધુ પીડા સર્જે છે.

તો શું કરવું? મગજના ઉપવાસ કરવા. વિચારોના ઉપવાસ કરવા જોઈએ. દિવસમાં થોડી ક્ષણો, મિનિટો કે કલાકો મગજને શટડાઉન કરી દેવું જોઈએ. ધ્યાન મુદ્રામાં નાનું મગજ અને મોટું મગજ બન્ને શૂન્ય કરી દેવા જોઈએ. આ નવી કે અશક્ય બાબત નથી. ઊંઘમાં આપણે રોજ મગજના દરવાજા ચપ્પટ બંધ કરી દઈએ જ છીએ. માટે જ રાત્રિ સુખમય હોય છે. વૈજ્ઞાનિક તારણો કહે છે કે, ઊંઘમાં વ્યક્તિ બાળક સમાન નિર્દોષ હોય છે. ભૌતિક બાબતોથી પર હોય છે. મારી સલાહ છે કે, જાગૃત અવસ્થામાં પણ જો મગજને બંધ કરી દેવામાં આવે તો મગજ તંદુરસ્ત બને, લોહીનું ભ્રમણ સ્મૂધ બને, મગજનો કંટ્રોલ વધુ અસરકારક બને. આપણે, વાહનનો ઉપયોગ ન હોય ત્યારે, એન્જિન બંધ કરી દઈએ છીએ. પાર્કિંગ સમયે પણ એન્જિન ચાલુ રાખીએ તો? બસ આવું જ મગજનું છે. બિનઉપયોગી અવસ્થામાં પણ શા માટે ધમધોકાર દોડાવીએ છીએ?

પેટને આરામ આપીએ છીએ તેમ, મગજને પણ આરામ આપવો જોઈએ. વિચાર ઉપવાસ તેનો ઉત્તમ માર્ગ છે. વિચાર ઉપવાસ પછીનો તબક્કો, વિચાર શુદ્ધિનો છે. સારા અને તંદુરસ્ત વિચારો જ કરવા. જરૂર હોય તેટલાજ વિચારો કરવા. ચૂંટણી પતે પછી રાજકીય વિચારો, વિશ્લેષણ, ચર્ચા સંપૂર્ણ બંધ કરી દેવા. જે જીતશે તે દેશ ચલાવશે. પત્ની શું રાંધશે તેના વિચાર ઓફિસમાં બેસીને ન કરવા. ગ્લોબલ કલયમેટ વિષે યુનો કઈં કરતું નથી, તેવા અર્થહીન વિચારો ન કરવા.

આપણે માત્ર આપણી ક્ષમતા જેટલા જ વિચારો કરવા. વારંવાર ઉશ્કેરાઈ ન જવું. હું જ સાચો.. તેવો ભાવ ન રાખવો. પરિસ્થિતિ અને સંજોગોને સ્વીકારી લેવા. સાઈકલને હાર્લી ડેવિસન બાઇક જેટલી દોડાવવાનો પ્રયાસ ન કરવો. આપણાં પુત્રના લગ્ન સમયે અનંત અંબાણીના લગ્નના વિડીયો કે ફોટા ન જોવા! ટૂંકમાં માપમાં રહેવું.

કુરૂક્ષેત્ર

દરેક માણસના મનમાં જાણે અજાણ્યે મહાભારત ચાલતું હોય છે. નાની મોટી બાબતે સતત યુદ્ધ ચાલતું રહે છે. મોટા મગજમાં કઈક ચાલતું હોય તો, સબકોન્સિયસ માઈન્ડમાં   અલગ વિષય ધમાલ મચાવતો હોય છે. શરીરના રોગો, માંદગી માટે જેટલું ઉદર જવાબદાર છે તેટલું જ મગજ જવાબદાર છે. રક્તચાપ, સ્યુગર, કલોરેસ્ટોલ જેવા અનેક ભયંકર રોગ ખોટી ચિંતા અને વિચારોથી જન્મતા હોવાનું તારણ છે.

વાહનોમાં જેમ પીયુસી હોય છે તેમ મગજ માટે પણ કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. મગજના મહાભારતમાં કૌરવોની સંખ્યા વધુ હોય છે.

નવા વૈજ્ઞાનિક તારણો કહે છે કે, ખોટા વિચારો બંધ કરો. લાંબુ વિચારવાનું બંધ કરી દો. બહુ વિચારવાથી કઈં અંબાણી બની જવાતું નથી! જરૂર પડતું અને જરૂર પડે ત્યારે જ વિચારો. રોજ થોડી ક્ષણો, મિનિટો તે કલાકો માટે વિચાર ઉપવાસ કરો. જ્યારે પણ વિચારો, ત્યારે સારું અને શુદ્ધ જ વિચારો. અશક્ય લગતી હરીફાઈમાં ઉતારો નહીં. ગ્રાઉન્ડ ફ્લોર જવા માટે અગાસી ઉપરથી કૂદકો ન લગાવો. વાર લાગશે, પરંતુ સીડીથી સલામત ઉતરી શકો છો.

અતિ વિચારનો રોગ ધનિક-નિર્ધન બન્ને લોકોને હોય છે. સ્લીપિંગ પિલ્સ ખાવી પડે તેણે દુર્દશા કહેવાય. રાત્રે સૂતા પહેલાં મગજને બંધ કરી દો. અસભ્ય કે હિંસક વેબ સીરિઝ રાત્રે ન જોવી. મગજની વિચાર દિશા અને ક્ષમતા જાતે જ નક્કી કરી લેવી. બીજા નક્કી કરશે તો ટેન્સન લાવશે.

અંતે

વિચાર શૂન્ય અવસ્થા મેળવવી અતિ કપરું છે. વિચાર ઉપવાસ નો ખ્યાલ કદાચ અહીં એન્જિઓગ્રાફીમાં પ્રથમવાર રજૂ કરવામાં આવી રહ્યો છે. સંતા-મહંતો તંદુરસ્ત જીવન માટે અનેક માર્ગો બતાવે છે, પરતું મગજના એન્જીનને આરામ આપવા બાબતે મૌન છે. આ બાબતે વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઈએ. આપણામાં એક કહેવત છે કે બહુ વિચારે તે ગાંડા થઈ જાય! વિદેશમાં મનોચિકિસ્તકોનો ધંધો ખૂબ ચાલે છે. કારણકે ત્યાં, ભૌતિકવાદ વધુ છે અને અધ્યાત્મવાદ બહુ ઓછો છે. રાજનીશે સંભોગથી સમાધી સુધી નો ખ્યાલ રજૂ કર્યો હતો. તેમાં વિદેશી લોકોને બહુ આકર્ષણ થયું હતો. ઓશો કોમ્યુનમાં નસેડી લોકોનો બહુ ધસારો થયો હતો. અબજો લોકો શાંતિ માટે અહી તહી ભટકે છે, પરતું ઘરમાં વિચાર ઉપવાસ કરતા નથી!

'નોબત'ના વાચકો અને ચાહકો રોજ થોડા થોડા વિચાર ઉપવાસ કરે અને જીવન સાથે શરીરને પણ શુદ્ધ બનાવે તેવી વિનંતી!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાજા અને રૈયતના સંબંધો પુષ્પ અને ભમરા જેવા હોવા જોઈએ!

આદર્શ લોકશાહીની વ્યવસ્થા હવે લુપ્ત થવા લાગી છેઃ રાજકારણીઓએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએઃ

ગુજરાતી સાહિત્યમાં રાજા વિક્રમની કથાઓની બહુ મોટી ભરમાર છે. ઉજ્જેનના રાજા વિક્રમ પોતાની રૈયતની ખબર લેવાં મધરાતે પછેડી ઓઢી નગર ભ્રમણ કરતા હતા. લોકોની સાથે સામાન્ય નાગરિકની જેમ ચર્ચા કરતા અને  રૈયતમાંથી મળતા પ્રતિભાવો આધારે રાજ ચલાવતા હતા. રાત્રિ ચર્યા દરમિયાન કોઈ દુઃખી મળે તો, બીજા દિવસે ચૂપચાપ તેને મદદ મોકલી આપતા હતા. રાજા વિક્રમ ઉત્તમ શાસકનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર પણ વિક્રમ સંવત તરીકે ઓળખવામાં આવે છે.

આજે અહી રાજા વિક્રમાદિત્યને કેમ યાદ કરવા પડ્યા?

કારણ કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત તેના શાસક રાજાને પસંદ કરવા માટે મતદાન દ્વારા અભિપ્રાય આપી રહી છે. ઉત્તમ લોકશાહીની વ્યાખ્યા શું? રાજા વિક્રમ પહેલાં રામ રાજ્ય પણ બહુ લોકપ્રિય અને પ્રજાભિમુખ શાસન વ્યવસ્થા હતી. ભગવાન રામના સમયમાં અયોધ્યાના લોકો ચિંતાહીન હતા. મારા જ્ઞાન અનુસાર સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતા યુગમાં સામાન્ય લોકોની કોઈ મોટી ફરિયાદો જાણવા નથી મળી. લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ કલિયુગમાં શરૂ થયા હોવાનું કહેવાય છે. લંકા સોનાની હતી, પરંતુ પ્રજા સુખી હતી કે નહીં, તે બાબતે બહુ ઓછું લખાયું છે.

આ લેખ તમે વાચતાં હશો ત્યારે ગુજરાતમાં ઉમેદવારોની લગ્ન જાન દરવાજે આવી ગઈ હશે, મતદાનની શરણાઈઓ વાગવા લાગી હશે. ૭ મેના એક દિવસ માટે મતદાર રાજા હશે! એક દિવસ જ શા માટે? મતદાર જ કાયમ માટે રાજાધિરાજ હોવો જોઈએ! હવે રાત્રિના અંધકારમાં કાળી પછેડી ઓઢી ફરતો રાજા વિક્રમ ખોવાઈ ગયો છે. નવા, આધુનિક રાજાઓ મોટા મોટા તામ ઝામ અને ભવ્ય રસાલા સાથે દિવસે જ નગર ભ્રમણ કરે છે. સુરક્ષાના કારણોસર રૈયત બિચારી દૂરથી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ચૂંટણીના માહોલમાં આજે ઉત્તમ લોકશાહી બાબતે થોડી ચર્ચા કરીએ.

ઉત્તમ લોકશાહી

લોકશાહી એક એવી વ્યવસ્થા છે, જ્યાં દરેક નિર્ણયમાં લોકોના અવાજનો પડઘો પડતો હોય. પારદર્શિતા અને જવાબદારી સ્વસ્થ લોકશાહીનો મુખ્ય પાયો છે. આપણે જે શુદ્ધ ગુજરાતીમાં ભણ્યા છીએ તે ભાષામાં કહીએ તો.. લોકો માટે, લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી. જ્યાં લોકો કાયમ હોય છે, પરંતુ શાસક કાયમી હોતા નથી. રાજાનો ખજાનો લોકોની મિલકત ગણાય છે. ચાણક્યે આ બાબતને બહુ સરસ રીતે વ્યાખ્યાઈત કર્યું હતું. તેમના કહેવા અનુસાર ભમરો જે પ્રકારે, પુષ્પને નુકસાન કર્યા વગર તેનો રસ ચૂસે તે રીતે રાજાએ પ્રજા પાસેથી કરવેરા ઉઘરાવવા જોઈએ. પ્રજા રાજાશાહી રીતે જીવવી જોઈએ અને રાજા સામાન્ય જીવન જીવવો જોઈએ!

આદર્શ લોકશાહીમાં રાજા સેવક હોવો જોઈએ, જે દંભ કે લોભ વગર પ્રજાના ઉત્કર્ષ માટે ચિંતીત રહે. ભમરો ફૂલનો રસ ચૂસે છે, પરંતુ જીવનનિર્વાહ પૂરતો જ ગ્રહણ કરે છે. મધમાખીનું જીવન આવું નથી, તે ફૂલોનો રસ ચૂસીને દળદાર મધપૂડો પોતાના માટે જ બનાવે છે. તેનો સ્વભાવ અતિશય સંગ્રહનો છે. પોતાના મધપૂડા પાસે બીજા જીવને ફરકવા પણ દેતી નથી. વર્તમાન સમયના મોટાભાગના રાજકારણીઓ હવે ભમરાને બદલે મધમાખીની વૃત્તિ ધરાવતા થઈ ગયા છે. ભેગું કરો મુખ્ય ઉદેશ છે.

અવાજ

વિશ્વભરમાં, લોકશાહી ક્રોધીત વસ્તીનો વિરોધ સહન કરી રહી છે. અસંખ્ય લેખકો અને પત્રકારો લોક અવાજ બની ગયા છે. કરોડો લોકો રાજકારણીઓથી કંટાળી ગયા છે કારણ કે, શાસકો તેમનું અસરકારક રીતે પ્રતિનિધિત્ત્વ કરતા નથી. હ્યુ પોપ, મધ્ય પૂર્વના અનુભવી પત્રકાર જેમણે આંતરરાષ્ટ્રીય કટોકટી જૂથ માટે પણ ૧૫ વર્ષ કામ કર્યું તેમણે 'નાગરિકો'ના સંગઠન માટે વધતી ચળવળને શબ્દ વાચા આપી. પોપ રાજ નેતાઓના બ્લેક લીસ્ટમાં રહેતા હતા, કારણ કે, તે લોકોના અવાજ, લાગણીઓ, માંગણીઓને નજર અંદાજ કરી દેતા હતા. પોપ હંમેશાં તેનો વિરોધ કરતા હતા.

અમેરિકન લેખક લેરી ડાયમન્ડના પુસ્તક ઈલ વિન્ડસમાં  લોકશાહી માટે લડતા, ચળવળ કરતાં લોકોને સલાહ આપીને તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનું પોતાનું જીવન કાર્ય બનાવ્યું છે. લોક હક્કોને કચડતા રાષ્ટ્રોના ભાવિને સુધારવા લોકશાહીના વિસ્તરણ માટે હંગેરી, પોલેન્ડ, તુર્કી, ફિલિપાઇન્સ અને તેનાથી આગળના દેશોમાં ઉદાર શાસકોનો ઉદય થયો. લેરી તેનાથી પ્રભાવિત થયાં. જ્યારે ચીન અને રશિયા અને છેલ્લે ટ્રમ્પની ચૂંટણી સમયે તેઓ ખિન્ન થયા.

અરૂંધતિ રૉય

ભારતીય લેખિકા અરુંધતિ રોય દ્વારા લોકશાહી ઉપર ઘણું કામ કરવામાં આવ્યું છે. જેમાં તેનું પુસ્તક લીસનિગ ટુ ધ ગ્રાસશોપર્સ એ ભારતના લોકશાહી અને તેની સાથે સંકળાયેલી બાબતો ઉપર લખાયેલા નિબંધોનો સંગ્રહ છે. રોય વાચકોને પ્રશ્ન કરે છે કે, લોકશાહીનું અંતિમ પરિણામ શું આવશે? તેણીને લાગે છે કે સમાજના માત્ર ઉપરના ૧૦ ટકા લોકો લોકશાહીનો આનંદ માણે છે, જ્યારે બાકીના લોકો તેમના સમાન ગરીબીથી પીડિત જીવનમાં ટકી રહેવા માટે વિવશ છે.

તેણી રાષ્ટ્રવાદની જૂની હિંદુ ફિલસૂફી પર સવાલ ઉઠાવે છે, જેણે સંસ્થાનવાદી શાસનનો વિરોધ કર્યો હતો અને બધા માટે સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો હતો. ભારતના આર્થિક ઉદારીકરણે બધા માટે સમાન કરની મંજૂરી આપી હોવા છતાં, ધનિકો સંપત્તિના પ્રમાણમાં લઘુત્તમ કર ચૂકવે છે. ભારતમાં વાસ્તવિક કરતાં આભાસી આર્થિક વૃદ્ધિ થઈ રહી હોય તેવું લાગે છે.

હેમંત શાહ

ગુજરાતના અનેક લેખકો, ચિંતકો રાજકારણ ઉપર લખી રહ્યા છે. તેમાં હું અમદાવાદના હેમંત શાહને નિયમિત ફોલો કરું છે. તે વર્તમાન સરકારના આલોચક પણ છે. મોટા ભાગે આર્થિક બાબતો ઉપર તેના વિચારો બહુ સ્પષ્ટ હોય છે. તેમની લેટેસ્ટ બુક રામરાજ્ય હજુ મે વાંચી નથી. ૧૮૪ પેઈજની બુકની કિમત ૧૦૦ રૂપિયા છે. અહીં રામના રાજ્ય ઉપર વિવિધ સંદર્ભ ગ્રંથોના આધારે છણાવટ કરી છે. રામ રાજ્ય કેવું હતું, સમાજ વ્યવસ્થા કેવી હતી, તેના પરિમાણો બાબતે તેમાં વાચન છે.

સીધુંને સટ્ટ

સો વાતની એક વાત કે, રાજા પ્રજાના રક્ષણ અને સંવર્ધન માટે ગાદી ગ્રહણ કરે છે. પ્રજા ચોરી કરે તેવા કરવેરા ન હોવા જોઈએ. ચોરોને કડક અને તત્કાળ સજા મળવી જોઈએ. ગદ્દાર લોકોને શિરપાવ ન મળવો જોઈએ. વાણી, વર્તન સમાન હોવા જોઈએ. રાજા માલિક નથી, ટ્રસ્ટી છે. દરેક શાસકે પ્રજાભિમુખ અને અનુશાસન યુક્ત વહીવટ આપવો જોઈએ. નબળા લોકોની ખાસ દરકાર રાખવી જોઈએ, ધનિક લોકોથી અંજાઈ ન જવું જોઈએ. મધમાખી જેવી નહીં પરંતુ ભમરા જેવી વૃતિ હોવી જોઈએ. ફિલ્મોમાં અભિનય ચાલે, સત્તા ઉપર બેઠાં પછી અભિનય ન કરવો જોઈએ. આજે સત્તા ઉપર બેઠેલા લોકોની સંપત્તિમાં અચાનક વધારો જોઈએ સાચા કરદાતાને હાંફ ચડી જાય છે.

રાજકારણમાં પડેલા લોકોએ રાજા વિક્રમ અને રામને સદા યાદ રાખવા જોઈએ. તેમના કાર્યો અને આચરણને જીવન મંત્ર બનાવવો જોઈએ. રામને વનવાસ પછી ભરતે ગાદી પચાવી નોહતી પાડી, પરંતુ રામની પાદુકા રાખી વહીવટ કર્યો હતો. વર્તમાન સમયમાં શાસન કર્તાઓએ સામાન્ય મતદારોની ચાખડી રાખી વહીવટ કરવો જોઈએ.

અમેરિકન ચિંતક અને લેખક રોલૈંડ માનયરે અમેરિકન પ્રમુખના નિવસ્થાન અને આવેલ ઓફિસનેને નિહાળ્યા પછી પુસ્તક લખ્યું બ્લેક ઇમ્પ્રેસન ઓફ વ્હાઇટ હાઉસ! તેના મનમાં આઘાત લાગ્યો અને કહ્યું કે, આ રાજા તો વિલાસી લાગે છે. આપણાં પ્રેરણા પુરુષ મહાત્મા ગાંધી પણ આઝાદી સમયે ભારતના લોકોની દારૂણતા જોઈએ એક વસ્ત્ર ઉપર જીવ્યા હતા.

ગ્રીકના પ્રોફેસર, હરિસ પેલીંગએથેન્સ લોકશાહી સહિત પ્રાચીન ગ્રીસ વિશે વાત કરે છે અને કહે છે કે, સરકાર સીધા નાગરિક નિયંત્રણ હેઠળ હોવી જોઈએ. તેઓએ પ્રાચીન ગ્રીસમા, લોકશાહીના નામે ગુલામો, સ્ત્રીઓને નિર્ણય લેવામાંથી બાકાત રાખ્યા હતા, તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

પ્રોફેસર લિન હન્ટ ફ્રેન્ચ ક્રાંતિને જુદી નજરે જોતા હતા. તે કહેતા કે, આ લોક સેવા માટેની લડાઈ નથી, પરંતુ ધનિક દેશ ઉપર રાજ કરવા માટેની લડાઈ છે.

એલેક્સિસ ડી ટોકવિલે (૧૮૦૫-૧૮૬૦) એક કુલીન કુટુંબમાંથી ફ્રેન્ચ રાજકારણી બન્યા હતા જેમણે લોકશાહી અને ફ્રેન્ચ ક્રાંતિના કારણો વિશે અતિ પ્રભાવશાળી પુસ્તકો લખ્યા. ઉદાર વલણ હોવા છતાં, ટોકવિલેના વિસ્તૃત પરિવારના દસથી વધુ સભ્યોને આતંક દરમિયાન ફાંસી આપવામાં આવી હતી, જેમાં તેમના પરદાદા, ગુઇલોમ-ક્રેટિયન ડી લેમોઇનોન ડી માલશેર્બેસનો સમાવેશ થાય છે. ટોકવિલે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ જ નહીં પરંતુ ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને ઉત્તર આફ્રિકામાં પણ વ્યાપક પ્રવાસ કર્યો. ટોકવિલેના જીવનચરિત્ર ધ મેન હુ અન્ડરસ્ટુડ ડેમોક્રસીઃ ધ લાઈફ ઓફ એલેક્સિસ ડી ટોકવિલે (૨૦૨૨) વર્જિનિયા યુનિવર્સિટીના ઓલિવર ઝુન્ઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. રાજકીય સિદ્ધાંતવાદી જેરેમી જેનિંગ્સ દ્વારા ગત વર્ષે ટોકવિલેની મુસાફરી પર કેન્દ્રિત પુસ્તક, ટ્રાવેલ્સ વિથ ટોકવિલે બિયોન્ડ અમેરિકા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આચરણ

અહી એ કહેવાનું તાત્પર્ય એ નથી કે, ભારતના નાના મોટા તમામ શાસકોએ પોતડી પહેરીને કે ચાખડી પહેરીને ફરવું જોઈએ. સમય અનુસાર પરિધાન અને આધુનિકતા જરૂરથી અપનાવવા જોઈએ. હવે રાજા વિક્રમ કે રાજા રામ જેવું અદ્દલ આચરણ કે અનુસરણ શક્ય નથી. પરંતુ મતદારોને ખૂંચે તેવું વર્તન કે વાણી ન હોવી જોઈએ. રાજકારણીઓ પાસેથી દલા તરવાડી જેવા વહીવટની અપેક્ષા નથી. આર્થિક લાભો માટે પક્ષ પલટા યોગ્ય નથી. મધમાખીની છાપ ન લાગે તેની પણ કાળજી રાખવી જોઈએ. બધું બદલવું જોઈએ પરંતુ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ન ભૂલવો જોઈએ.

શુદ્ધતા

૧૦૦ ટચની શુદ્ધતા હોય તો જ સોનાની સાચી કિમત થાય. રાજકારણમાં પડેલા લોકો જો સોના જેવી શુદ્ધતા ધરાવે તો જ મતદારો કિમત કરે. પરંતુ અત્યારે ખાટલે મોટી ખોટ એ છે કે, પિત્તળ ઉપર સોનાનો ઢોળ ચડાવી મતદારોને ભ્રમિત કરવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે કે, હવે કોઈ રાજનેતા અવિસ્મરણીય રહ્યા નથી. ચૂંટણી હારી જય, એટલે ભૂલાય જાય છે. રામને વનવાસ મળ્યો ત્યારે તે વનજીવન માટે રાજાશાહી ઠાઠમાઠ સાથે નહોતાં ગયા, તમામ વૈભવ અયોધ્યામાં ત્યાગીને ગયા હતા. જેવો દેશ, તેવો વેશ હોવો જોઈએ. વહીવટ કર્તા તમામ લોકોનું જીવન શુદ્ધ અને પારદર્શક હોવું જોઈએ.

મત આપજો

'નોબત'ના વાચકો અને ચાહકોને નમ્ર વિનંતી કે ૭ મે ના દિવસે અવશ્ય મતદાન કરજો.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ફરી કડક માસ્તર ટી. એન. શેષનની જરૂર છે!

ટી.એન. શેષન પોતે ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા!: છટકબારીના નિષ્ણાતો હવે ચૂંટણી પદ્ધતિમાં પણ છીંડા પાડી ચૂક્યા છે

જેના લગ્ન હોય તેના ગીત ગવાય. આ આપણી પ્રાચીન ઉક્તિ છે. આપણે પણ ચૂંટણી ચાલે છે એટલે ચૂંટણીના જ ગીતો ગાઈએ તે સમયોચિત્ત ગણાશે. ચૂંટણી વિષય ઉપર ઘણું લખી શકાય તેમ છે. મારા મતે તો પીએચ. ડી. જેટલો મહાનિબંધ લખી શકાય. કોઈએ ચૂંટણી ઉપર આ ડિગ્રી માટે મહાનિબંધ લખ્યો છે કે નહીં? તેની કોઈ વિગતો હાલમાં મારી પાસે ઉપલબ્ધ નથી. જો તમારા કોઇની જાણમાં હોય તો શેર કરજો. ભારતમાં ૧૯૪૯થી નાની મોટી ચૂંટણીઓ યોજાય છે. દેશમાં લોકશાહી અને ચૂંટણી બાબતે રાજકીય પક્ષોએ આ વિષય ઉપર અભ્યાસ કરનાર લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. રાજકારણ બહુ મોટો, ઊંડો, લાંબો અને અટપટો વિષય છે, તેમાં અભ્યાસ કરનાર વ્યક્તિનું રાજકીય પક્ષોએ બહુમાન કરવું જોઈએ. જો કે રાજકીય નેતાઓ જાતે ફૂલહાર પહેરવામાંથી બહાર આવતા નથી તેથી આવી ટેલેન્ટ બહાર આવતી નથી.

યાદેં પુરાની

જૂના જમાનામાં બોગસ વોટિંગ, બુથ કેપ્ચરીંગ થતું હતું. મતદાનના છેલ્લા એક કલાક રાજકીય લોકો બોગસ વોટિંગ માટે આકાશ પાતાળ એક કરતાં હતા. છેલ્લી એક કલાક બહુ રોમાંચક રહેતી હતી. અચાનક લોકોના ટોળાં મતદાન મથક ઉપર ઉમટવા લાગે, અંતરિયાળ મતદાન મથકો મોડે સુધી ધમધમતા રહે. માથાભારે લોકો આખું મતદાન કેન્દ્ર કબજે કરે. આવી ઘટનાઓ બહોળી માત્રામાં બનતી હતી, પરંતુ સંદેશ વ્યવહારના સાધનોના અભાવને કારણે તેની બહુ પ્રસિદ્ધિ થતી ન હતી. બહુ મોટી ઘટના હોય તો અખબારના ક્યાંક ખૂણામાં વાંચવા મળે. બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અડધા ભારતમાં સત્તાના મધપૂડાને કબજે કરવા માટે મોટું મહાભારત ખેલાય જાય. ગુજરાતમાં બહુ મોટી હેરાફેરી ન થતી. નાની મોટી ઘટના બનતી હતી. જામનગરમાં મતદાનના દિવસે વિરોધી જૂથના અનેક લોકોને બસો બાંધી યાત્રા કરવા માટે રવાના કરી દેવામાં આવતા હતા! જેથી વિરોધમાં મતદાન ન કરી શકે. એક વ્યક્તિ વધુવાર મતદાન પણ કરતી હતી.

પરિવર્તન

૧૯૯૦ ના ડિસેમ્બર માસમાં ૧૦માં ચૂંટણી કમિશનર તરીકે તિરુનેલ્લી નારાયણ શેષનનો પ્રવેશ થયો. ચૂંટણીનું આખું પરિપ્રેક્ષ બદલાઈ ગયું. કડક માસ્તરે સમગ્ર દેશની ચૂંટણી પ્રક્રિયાને ચેતનવંતી બનાવી દીધી. ચૂંટણી પંચ નામનો કાગળનો વાઘ ત્રાડ પાડવા લાગ્યો! રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્ર સાવધ બની ગયા. તેને અનેક નવા ચિલ્લા પડ્યા. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવી. કોંગ્રેસે આવા અનેક લોકોને પ્રમોટ કર્યા તેમાં એક સામ પિત્રોડાને પણ ગણી શકાય.

ટી. એન. શેષન ઇન્ડિયન સિવિલ સર્વિસીઝના અમલદાર હતા. જેમણે ભારતીય વહીવટી સેવામાં સેવા આપી હતી. મદ્રાસમાં વિવિધ હોદ્દા પર અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં સેવા આપ્યા પછી, તેમણે ૧૯૮૯માં ભારતના ૧૮મા કેબિનેટ સચિવ તરીકે સેવા આપી. તેઓ ભારતના ૧૦મા મુખ્ય ચૂંટણી કમિશનર (૧૯૯૦-૯૬) તરીકે નિયુક્ત થયા અને તેમના ચૂંટણી સુધારાઓ માટે જાણીતા બન્યા. તેમણે ૧૯૯૬માં સરકારી સેવા માટે રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યો હતો.

તેમના દ્વારા બિઝનેસ સ્ટાન્ડર્ડને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂ મુજબ, કાયદા પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીએ તેમની નિમણૂકમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ચૂંટણી સુધારા માટે જાણીતા બન્યા હતા. તેમણે ભારતના ચૂંટણી પંચની સ્થિતિ અને દૃશ્યતાને ફરીથી વ્યાખ્યાયિત કરી. તેમણે સો કરતાં વધુ ચૂંટણીની ગેરરીતિઓને ઓળખી અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા કર્યા. તેમણે અમલમાં મૂકેલા કેટલાક સુધારાઓમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ, તમામ લાયક મતદારો માટે મતદાર ઓળખ પત્ર, ચૂંટણી ઉમેદવારોના ખર્ચની મર્યાદા, ચૂંટણીનો સામનો કરી રહેલા રાજ્યો સિવાયના રાજ્યોના ચૂંટણી અધિકારીઓની નિમણૂકનો સમાવેશ થાય છે. તેમણે મતદારોને લાંચ આપવી અથવા ડરાવવા, ચૂંટણી દરમિયાન દારૂનું વિતરણ, પ્રચાર માટે સરકારી ભંડોળ અને મશીનરીનો ઉપયોગ, મતદારોની જાતિ અથવા સાંપ્રદાયિક લાગણીઓને અપીલ કરવા, પ્રચાર માટે ધર્મસ્થાનોનો ઉપયોગ, લાઉડસ્પીકરનો ઉપયોગ અને ઉચ્ચ અવાજ વિના સંગીતનો ઉપયોગ કરવા જેવી અનેક ગેરરીતિઓને રોકી હતી.

૧૯૯૯ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન તેમના સુધારાને કારણે, ૧૪૮૮ ઉમેદવારો તેમના ખર્ચના હિસાબો રજૂ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. એવું નોંધવામાં આવ્યું હતું કે તેણે ૪૦ હજારથી વધુ ખર્ચ ખાતાઓની સમીક્ષા કરી હતી અને ખોટી માહિતી માટે ૧૪૦૦૦ ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા હતા. ૧૯૯૨માં ચૂંટણી પંચે બિહાર અને પંજાબમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓને કારણે ચૂંટણી રદ કરી હતી. તેઓ તેમના કડક સ્વભાવ, નિયમોના અમલીકરણ, સ્વચ્છ ચૂંટણી માટે તેમની કાર્યશીલતા માટે કાયમ યાદ રાખવામાં આવે છે.

તેઓ ૧૯૯૯માં ગાંધીનગરથી ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સામે કોંગ્રેસની ટિકિટ પર લોકસભા લડ્યા હતા અને હારી ગયા હતા. ૧૦ નવેમ્બર ૨૦૧૯ના તેમનું ચેન્નાઈમાં તેમના ઘરે અવસાન થયું હતું.

વર્તમાન

સાપ ગયા ને લીસોટા રહ્યા જેવું છે. ચૂંટણીને સ્વચ્છ અને પારદર્શક બનાવવા માટે વહીવટી તંત્ર અથાગ પ્રયાસો કરે છે, પરંતુ છટકબારીના નિષ્ણાતો હવે તેમાં પણ છીંડા પાડી ચૂક્યા છે. મતદારોને પ્રલોભનો આપવામાં આવે છે. ચૂંટણી લડતા નાના અને અપક્ષોને પણ પોતાના તરફે કરવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવે છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં સુરતની ઘટના તેનું ઉદાહરણ છે. ઉમેદવારના સાક્ષી બનેલા સગા બનેવી અને ભાગીદાર અચાનક ફરી ગયા!

હવે ખર્ચની મર્યાદા પણ આભાસી બની ગઈ છે. ઉમેદવાર દ્વારા ચૂંટણી પછી, જીતે તો જ લાભો આપવાની શરત રાખવામાં આવે છે! મતગણતરી પછી કરવામાં આવતા ખર્ચ માટે ચૂંટણી પંચ કૉઈ કાર્યવાહી ન કરી શકે. ચૂંટણી પહેલાં અને પછી મહત્ત્વના અને મોટા ખર્ચ કરવામાં આવી શકે છે.

ચૂંટણી દરમિયાન ભોજન અને નાસ્તાની જયાફતો નાના અને મધ્યમ લોકો માટે સતત યોજાતી રહે છે. મોટા ટેકેદારો તો મોટી મિજબાનીઓ પાંચ વર્ષ માણી શકે છે. સૌરાષ્ટ્રમાં તાવા-ચાપડી પાર્ટી, ભજીયા પાર્ટી, પાઉભાજી પાર્ટી ઠેર ઠેર રાખવામાં આવે છે. આ ચૂંટણીમાં નવરત્ન પાર્ટી અમલમાં આવી છે. જે ફાઇવ સ્ટાર કક્ષાની હોય અને કાર્યકરોને અભિભૂત કરી શકે તેટલી ભવ્ય હોય છે. નવરત્નમાં મોટી ગિફટો પણ છૂટથી આપવામાં આવે છે. સૌરાષ્ટ્રના વિસ્તારની એક બેઠકના કાર્યકરો માટે દીવમાં એક પાર્ટી-સાર્ટી થઈ ચૂકી છે.

ચૂંટણી જેવી પવિત્ર પ્રક્રિયામાં હળાહળ કળિયુગ પ્રવેશી ચૂક્યો છે. રાવણ સિતાનું હરણ કરી ગયો છે. શેષાન જેવા રામ ક્યારે આવશે તે મોટો પ્રશ્ન છે? વિરોધીઓને યેનકેન પ્રકારે દબાવવાની પ્રવૃત્તિ ફૂલીફાલી છે. રામાયણમાં રાવણ અનૈતિક કાર્ય માટે સાધુનો વેશ ધારણ કરી આવ્યો હતો. આજે પણ સાધુ વેશ જ ચાલે છે.

જવાબદારી

લોકશાહી મજબૂત કરવાની સૌથી મોટી જવાબદારી મતદારોની છે. મતદારોનો મતિભ્રમ બહુ નુકસાન કરે છે. મતદારોએ નીર અને ક્ષીરની પરખ કરવી પડશે. લોભ-લાલચ કે ધાક ધમકીથી દોરવાઈ ન જવું જોઈએ. લોકશાહીના પાયામાં સ્થિરતા અને તટસ્થતા જરૂરી છે. મતદારો સૂત્રોથી કે વચનોથી દોરવાઈ જાય તે યોગ્ય નથી. ભારતીય મતદારો સમય અનુસાર હજુ પરિપક્વ થયા હોય તેમ લાગતું નથી.

લોકસભાની ચૂંટણીમાં હજુ મતદારોના ભાગે રેવડી આવી નથી. કદાચ રાજકોટની ધમાલમાં રેવડી ભુલાઈ ગઈ લાગે છે! ભારતની નાની મોટી ચૂંટણીઓ મફત અને મદદને આધારે લડવામાં આવે છે, અને મતો પણ તે આધારે જ મળે છે. અહી તેને રેવડી કહેવામાં આવે છે. આ રેવડીનું કદ અને વજન દિવસેને દિવસે વધી રહ્યું છે!

સુરત

વર્તમાન ચૂંટણીમાં સુરતે નવો રેકોર્ડ કર્યો. દેશમાં પહેલી બિનહરીફ બેઠક આપી. ચાલુ ચૂંટણીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું! અન્ય ઉમેદવારો ખસી ગયા. ભાજપના ઉમેદવાર લડ્યા વગર જીતી ગયા.

આ ઘટના બહુ ચોંકાવનારી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો ફરી ગયા અને કહ્યું કે, ટેકેદારો તરીકે અમારી સહી નથી! ખોટી સહીઓ કરી છે. ચૂંટણી પંચ જેવા જવાબદાર તંત્રએ આ વાત સ્વીકારી લીધી અને ફોર્મ રદ કરી નાખ્યું!

તો, મોટો અને ગંભીર સવાલ એ છે કે, ખોટી સહીઓ કરી કોને? સરકાર સાથે છેતરપિંડી કોણે કરી? સામાન્ય નિયમ છે કે, સરકાર સમક્ષ જો કોઈ પત્રો, સહમતિ, પુરાવા કે આવેદન આપે તેને સરકાર સાથે છેતરપિંડી ગણવામાં આવે છે. સુરતમાં પણ (૧) નિલેશ કુંભાણી અથવા (૨) ટેકેદારો, બે માંથી કોઈ તો ખોટું છે. ચૂંટણી પંચે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જવાબદાર સામે પગલાં લેવાં જોઈએ. લોકશાહી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી છે. નિલેશ કુંભાણી અને તેના ટેકેદારોની કોલ ડિટેલ્સ પણ તપાસવી જોઈએ. જો કે તેવું કંઈ નહીં થાય, કારણ કે, ભાજપના ઉમેદવાર જીત્યા છે.

૨૧ મી સદી

વર્તમાન સમય વીજળી વેગે સંદેશા વ્યવહારનો છે. અફવા બજાર સતત ગરમ અને ધમધમતું રહે છે. મોબાઈલ હવે રાક્ષસી સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. મતદારોના માનસ પટલ ઉપર ઇલેક્ટ્રોનિક સાધનો સાચા ખોટા સંદેશાઓનો સતત વરસાદ કરતાં રહે છે. મોટા દેશો બીજા દેશોની ચૂંટણીને સોફ્ટવેરની મદદથી પ્રભાવિત કરતાં હોવાના સમાચારો આવતા રહે છે. અમેરિકા જેવો દેશ પણ સાયબર એટેકનો ભોગ બને છે. રશિયા, ચીન અને અમેરિકા બીજા દેશોમાં પોતાના તરફી પક્ષ અને વડા બેસાડવા ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરે છે. ભારતમાં પણ ઈ.વી.એમ. માં ચેડાં થતાં હોવાના આક્ષેપો કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણી પરિણામો પોતાના તરફી કરવા માટે સાયબર ચેડાં કર્યાં હોવાનો આક્ષેપ પણ છે. ભારત હજુ ગામડાઓમાં વસતો દેશ છે, તેથી બહુ મોટું સાયબર હેકીંગ અસર કરતું નથી, પરંતુ વિચારો અને માનસિક્તાને જરૂર પ્રભાવિત કરે છે. ભાજપનો સાયબર સેલ અને આઈ.ટી. સેલ બહુ આક્રમક રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

લોકસભાની વર્તમાન ચૂંટણીમાં 'નોબત'ના વાચકો અને ચાહકો મજબૂત, અર્થસભર અને પવિત્ર લોકશાહી માટે તટસ્થ રીતે, લોભ કે પ્રલોભન વગર અવશ્ય મતદાન કરે તેવો અનુરોધ.

પરેશ છાંયા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગરબડકારોના સ્વાર્થ અને સત્તાના મોહમાં લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે!

રાજકીય પક્ષોમાં સેવાના નામે સલામતી શોધતા ગરબડકારોથી બચવું પડશે!: સયુંકત રાષ્ટ્રના મતે માત્ર ૨૪ દેશમાં જ સંપૂર્ણ લોકશાહી છે!

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બિરુદ ધરાવતા આપણાં ભારતમાં અને વિશ્વના સૌથી મોટા શક્તિશાળી દેશ અમેરિકામાં ૨૦૨૪ નું વર્ષ ચૂંટણીનું છે. બન્ને દેશના રાજકારણીઓ અને મતદારો ચર્ચામાં છે. જો કે બન્ને દેશની ભૌગોલિક, સામાજિક, આર્થિક, વ્યાવહારિક, રાજકીય પરિસ્થિતિ તદ્દન ભિન્ન છે. આમ જોવા જઈએ તો, ભારત અને અમેરિકાની ચૂંટણીની સરખામણી થઈ શકે તેમ નથી, પરંતુ સાથે યોજાતી હોવાથી દરેક જાગૃત નાગરિકે તેનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. હું મારા વ્યવસાય અને શોખ બન્નેને કારણે ભારતની ખાસ કરીને ગુજરાતની તમામ રાજકીય ચૂંટણીઓની નજીક રહ્યો છું. અભ્યાસ કર્યો છે.

કેલિડોસ્કોપ

સાવ સાદું કહી શકાય તેવું, દેશી કેલિડોસ્કોપ નામનું સાધન છે, તેને જેટલું ગોળ ગોળ ફેરવો, દર વખતે તેમાં જુદા રંગોના આકાર, આકૃતિઓ જોવા મળે. તેમાં ક્યારેય રંગો કે આકૃતિઓનો અંત ન આવે અને રિપીટ ન થાય. ચૂંટણી પણ આ કેલિડોસ્કોપ જેવી છે, દર વખતે અલગ અનુભવ, નીત નવા રંગ! મતદારો બિચારા કેલિડોસ્કોપ ગોળ ગોળ ફેરવે રાખે છે, ક્યારેય સંતોષ નથી થતો કે ફાઇનલ ચિત્ર નથી મળતું. નાનીમોટી દરેક ચૂંટણીમાં રાજકારણીઓ નવા નવા રૂપ, વિચારો અને વાયદાઓ લઈને આવે છે. મતદાર પણ ત્રણ કલાકની ફિલ્મ જેવો અનુભવ કરી સંતોષ માને છે. ખાય પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારહ આના જેવી હાલત હોય છે. કેલિડોસ્કોપ હાથમાંથી મૂકો, ત્યારે જ રમત પૂરી થાય! ભારતના ૯૦ કરોડ મતદારો મેળાના ઊંચક નિચકમાં ફરી રહ્યા છે. આ ફજેત ફાળકો ગમે તેટલો ઊંચો જાય, અંતમાં તો જમીન ઉપર જ ઊભો રહે છે. મતદારોએ પણ ફજેત ફાળકાની જેમ છેલ્લે જમીન ઉપર ઊતરવું જ પડે છે!

આ ચૂંટણીમાં મારા મતે બે બાબતો બહુ ધ્યાનાકર્ષક રહી. ભારતમાં ઇલેક્ટરોલ બોન્ડની પોલ જોઈએ તેટલી ખૂલી નહીં! સત્તાધારી પક્ષ તેને દબાવવામાં સફળ રહ્યો અથવા વિપક્ષ તેનો યોગ્ય અપપ્રચાર કરી શક્યું નહીં. બીજી બાબત એ કે, અમેરિકામાં મહારથી ઉદ્યોગપતિ એલોન મસ્કએ પોતાની માલિકીના એક્સ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી સ્પષ્ટતા કરી કે અમેરિકાની ચૂંટણીમાં અમે બન્નેમાંથી કોઈ પાર્ટીને દાન આપ્યું નથી! ભારતમાં કોઈ મોટો, નામાંકિત કે ફસાયેલો ઉદ્યોગપતિ આવું ખૂલીને જાહેરમાં લખી કે બોલી શકે તેમ નથી! આદર્શ લોકશાહી એટલે, લોકો માટે, લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા!

સ્વાર્થ

રાજકારણમાંથી સેવા લુપ્ત થઈ રહી છે. સ્ટેજ ઉપર ભજવતા નાટક કરતાં નેપથ્યમાં ભજવતા દૃશ્યો કંઈક જુદા અને ચોંકાવનારા હોય શકે છે, ત્યાં રામ અને રાવણ કદાચ એક ટિફિનમાંથી જમતા જોવા મળે. વર્તમાન રાજકારણમાં મોટાભાગે લોકો સ્વાર્થ, સલામતી અને સત્તા માટે જોડાય છે!

રાજ્યો

ભારતમાં બે શાસન વ્યવસ્થા છે. (૧) કેન્દ્ર સરકાર (૨) રાજ્ય સરકાર. જે રાજકીય રીતે સંચાલન કરે છે. આઝાદી પછી જેમ જેમ જરૂર પડી અને અનુભવો થયા તેમ તેમ રાજ્યોના વિભાજન કરવામાં આવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રની રચના ૧૯૬૧ માં કરવામાં આવી. જૂની વાતો હવે જવા દઈએ તો પણ છેલ્લા કેટલાંક દશકાઓમાં બન્ને રાજ્યોએ રાજકીય ક્ષેત્રે અનેક ચડ-ઉતર જોયા છે. રાજકીય અસ્થિરતાનો અનુભવ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો આયારામ ગયારામ વાક્ય પણ ટૂંકું પડે તેમ છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, આમ છત્તા છેલ્લી ઘટનામાં વિજયભાઇ રૂપાણીના આખા મંત્રીમંડળને અડધી રાત્રે આશ્ચર્યજનક રીતે ઉતારી મૂકવામાં આવ્યું.

બિહાર, મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારો તેનો કાર્યકાળ પૂરો નથી કરી શકતી. ધારાસભ્યો અને સાંસદો ચાલુ કાર્યકાળે પક્ષો બદલાતા હોવાના બનાવો વધી રહ્યા છે. રાજકીય ઠેકડા ઠેકડી વિષય ઉપર ઘણું લખી શકાય, પરંતુ અહી ઉદ્દેશ માત્ર લોકશાહીના પાતળા પડી રહેલા પોતને ઉજાગર કરવાનો છે.

મજબૂત લોકશાહી

મજબૂત લોકશાહીની વ્યાખ્યા શું? દરેક સરકાર તેનો કાર્યકાળ પૂરો કરે, પક્ષાંતર ન થાય, દરેક રાજકીય પક્ષો અને રાજકીય લોકોની ચોક્કસ વિચારધારા હોય, આદર્શો અને સિદ્ધાંતોને વરેલા લોકો ખુરશી ઉપર બેઠા હોય અને ટ્રસ્ટી શિપના સિદ્ધાંતોને આધારે વહીવટ ચલાવતા હોય, ચૂંટણીઓ સંપૂર્ણ નિષ્પક્ષ અને તટસ્થ હોય, રાજકીય પક્ષો કે ઉમેદવારો મતદારોને અવાસ્તવિક પ્રલોભનો ન આપે, મતદારો પ્રભાવિત થાય તેવા કર્યો ન કરે, જે જે વચનો આપે તે સાચા અર્થમાં પૂરા કરે, નબળા કે સામેના ઉમેદવારને માન સન્માન આપે, કાયમ રાજ્યને વફાદાર હોય તેને મજબૂત લોકશાહી ગણી શકાય!

લોકશાહીમાં આક્ષેપો, પ્રતિ આક્ષેપો હોય તે સામાન્ય બાબત છે, પરંતુ કૉઇને ઉતરી પાડવા, સરકારી તંત્રનો ઉપયોગ કરી પરેશાન કરવાની બાબત લોકશાહી માટે સારી નિશાની નથી.

મતદાતાઓ પણ જાગૃત બને, પ્રલોભનો ન સ્વીકારે, પક્ષ પલટુઑને પક્ષ બદલવાની હિમ્મત ન થાય તેટલી હદે સક્રિય બને, આર્થિક લાભો માટે નહીં, પરંતુ પક્ષ અને ઉમેદવારની વિચારધારાને પ્રાધાન્ય આપે, મતદાર પોતાની વ્યક્તિગત વિચારધારાને વળગી રહે તેને મજબૂત લોકશાહી ગણી શકાય.  અભ્યાસ ઉપરથી અનુમાન લગાવી શકાય કે, આદર્શ આચરણ કરવાનું રાજકીય લોકો અને મતદારો મહદ્અંશે ચૂકી ગયા છે.

વિશ્વ

લોકશાહીનું પોત પાતળું પાડવાની દશા માત્ર ભારતમાં જ ઝડપી બની છે, તેવું નથી. સમગ્ર વિશ્વમાં લોકશાહી પાનખરનો અનુભવ કરી રહી છે. શક્તિશાળી રાજકીય નેતાઓને કારણે શાસન વ્યવસ્થા હીણ બની રહી છે. ધનિક અને બહુબલી લોકો ખુરશી ઉપર ચડી ગયા છે અથવા ચિટકી ગયા છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, અફઘનિસ્તાનમાં માત્ર કહેવા પૂરતી લોકશાહી અમલમાં છે. વિશ્વના બે મોટા અને માથાભારે દેશ રશિયા અને ચીનમાં સામ્યવાદ છે, પરંતુ ત્યાંનાં શાસકો પણ દેખાડા ખાતર લોકમત પ્રક્રિયા કરે છે. સત્તા ન છોડવા માટે ઇકડમ તિકડમ કરે છે! રશિયા અને ચીનમાં અસંખ્ય વિરોધીઓ કે વિપક્ષી નેતાઓ જેલમાં છે અથવા અકુદરતી મોતને ભેટે છે. વિશ્વના ૫૦ ટકા કરતાં વધુ દેશોમાં કહેવા પૂરતી લોકશાહી છે, બાકી શાસન વ્યવસ્થા સરમુખત્યારોના હાથમાં છે!

પ્રજાના પ્રતિનિધિનો મુખવટો પહેરીને સામંતો, શક્તિશાળી લોકો વહીવટ ઉપર કબજો જમાવે છે. બાપડી, બિચારી પ્રજા આજે ઉધાર થશે, કાલે ઉધાર થશે, તેવા દીવા સ્વપ્નોમાં અથવા ડર કે લોભમાં સરમુખત્યાર નેતાઓને થોકડાબંધ મતો આપી ગાદી સોંપે છે. પાકિસ્તાનના લશ્કરી શાસક અને ત્યારબાદ વડાપ્રધાન પદ ઉપર ચઢી બેઠેલા જનરલ પરવેઝ મુશરફે કહ્યું હતું કે, હું લોકશાહી ઢબે ચૂંટાયેલો ન હોવા છતાં મારા નામ પહેલાં જનરલ શબ્દ લગાવીશ જ, જેથી મારી ધાક કાયમ રહે!

માપદંડ

જ તે દેશ ક્યાં પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવે છે, તે માટે સયુંકત રાષ્ટ્ર દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તેને સ્કોર કહે છે. જે શૂન્યથી ૧૦ સુધી ક્રમ ધરાવે છે ૧૦ સ્કોર ધરાવતો દેશ સંપૂર્ણ લોકશાહી ધરાવતો દેશ કહેવાય. અમેરિકા, બ્રિટન અને ભારત સહિત ૨૪ દેશ ૧૦ નો સ્કોર ધરાવે છે. ૫ થી ૪ નો આંક ધરાવતા દેશોની સંખ્યા ૫૧ છે, જે હાયબ્રીડ વર્ગમાં આવે અને ત્યાં લોકશાહીના દેશમાં તાનાશાહી હોય તેમ માનવામાં આવે છે

લોકશાહી

''લોકશાહી'' શબ્દ ગ્રીક શબ્દ ''ડેમોસ'' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ''નાગરિક'', અને ''ક્રેટોસ'', જેનો અર્થ થાય છે ''સત્તા'' અથવા ''શાસન''. તેના સૌથી મૂળભૂત રીતે, લોકશાહી એ સરકારનું એક સ્વરૂપ છે જેમાં રાષ્ટ્રના નાગરિકોને તેઓ કયા કાયદા હેઠળ જીવશે તે નક્કી કરવાની સત્તા ધરાવે છે. આ નિર્ણયો કાં તો ''પ્રત્યક્ષ લોકશાહી''માં લોકોના મત દ્વારા લેવામાં આવે છે (જેને ''સાચી'' અથવા ''શુદ્ધ'' લોકશાહી પણ કહેવાય છે), અથવા ''પ્રતિનિધિ લોકશાહી''માં તેમના ઘટક વતી મત આપતા ચૂંટાયેલા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે.તમામ લોકશાહી સમાન હોતી નથી. અસંખ્ય લોકશાહી પેટા પ્રકારો અસ્તિત્વમાં છે, જેમાં બંધારણીય લોકશાહી, લીલી લોકશાહી, ડિમાર્ચી, ઉદાર લોકશાહી, ઔદ્યોગિક લોકશાહીનો સમાવેશ થાય છે. હકીકતમાં, એક વિદ્વાને લોકશાહીની બે હજારથી વધુ વિવિધતાઓને ઓળખી કાઢી છે.

ચિંતા

આજના આર્થિક પ્રભુત્વવાળા યુગમાં લોકશાહી ઉપર અર્થ સત્તા હાવી થઈ ગઈ છે. લોકશાહીનું પોત પાતળું થઈ રહ્યું છે. રશિયામાં વ્લાદિમીર પુટીન સામે ચૂંટણીમાં કોઈ ઊભું જ ન રહ્યું. પુટીન ૮૮.૭ ટકા જંગી મતો મેળવી સત્તા ઉપર ટકી ગયા. ચીનના પ્રમુખ ક્ષી પિંગે બહુમતીના જોરે પોતાની વ્યક્તિગત સત્તા ૨૫ વર્ષ માટે લંબાવી દીધી! અફઘાનિસ્તાન, ઈરાક, ઈરાન આફ્રિકાના મોટા ભાગના દેશો, પાકિસ્તાન જેવા અનેક દેશો માત્ર નામની લોકશાહી ધરાવે છે. સયુકતં રાષ્ટ્રનો નિયમ છે કે, જે દેશમાં ચૂંટાયેલી સરકાર હોય તે ને જ વિશ્વ બેંકની આર્થિક, તાંત્રિક, ખાધ્ય, આરોગ્યઅને લશ્કરી સહાય આપવામાં આવે છે. આથી પાકિસ્તાન જેવા દેશો સમયાંતરે ચૂંટણીના નાટકો કરે છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મળતી મદદ ભોગવે છે.

મોટો ચિંતાનો વિષય એ છે કે, શાસન ગમે તેનું હોય, ગમે તે પ્રકારનું હોય, પરંતુ માનવ અધિકારોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. ખોરાક, શિક્ષણ, આરોગ્ય, સલામતી, ન્યાય જેવી પાયાની સવલતો સામાન્ય લોકોને મળતી નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા અને ચીનનું પ્રભુત્વ છે. યુક્રેનમાં લાખો લોકો પ્રાથમિક જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. આફ્રિકાના અસંખ્ય દેશોમાં ભૂખમરો છે, દારુણ ગરીબીથી લોકો કૃશ કાય બની ગયા છે.

રીંગણાં લઉં બે ચાર અને બળિયાંના બે ભાગ જેવી પરિસ્થિતિ વ્યાપક બની રહી છે. સત્તામાં બેઠેલા પાંચ દસ લોકોને સાચવી લેવાના, પછી મલાઈ તારવી લેવાની માનસિકતા મોટી ચિંતાનો વિષય છે. રાજકીય પક્ષોમાં સેવાના નામે સલામતી શોધતા ગરબડકારોથી બચવા માટે લોકોએ જ જાગૃત થવું પડશે.

જાગતા રહો

મતદારો માટે બહુ કપરો સમય ચાલે છે. નીર અને ક્ષીર જુદા તારવવા કપરું છે. ૧૯૭૦ માં દિલીપ કુમારની ફિલ્મ ગોપીનું યાદગાર ગીત બહુ યાદ આવે તેવું છે. રામચંદ્ર કહે ગયે સિયા સે, ઐસા કલયુગ આયેગા, હંસ ચૂગેગા દાના દૂનકા, કૌવા મોતી ખાયેગા! જ્યારે પણ રાજકીય પ્રતિનિધિ પસંદ કરવાનો સમય આવે ત્યારે, મતદાતા એ પોતાનું ભવિષ્ય પસંદ કરતાં હોય તેટલી જાગૃતિ અને કાળજીથી મતદાન કરવું જોઈએ.

'નોબત'ના વાચકો અને ચાહકોને લોકશાહીના સૌથી મોટા પર્વની હાર્દિક શુભકામના.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મેનેજમેન્ટ વિષય બ્રહ્માંડના અકળ, અગાધ, અનંત અને અકલ્પનિય જેવી બાબત !

સફળ મેનેજમેન્ટ માટે કોઈ અંતિમ ગાઈડલાઇન નથી!: જો જીતા વહી સિકંદર જેવા ન્યાયે મેનેજમેન્ટ ચાલે છે

અભણ સફળ રહે અને ભણેલા નિષ્ફળ રહે તેનું નામ જીવન! અને આ ટેકોનોલૉજીનું નામ એટલે મેનેજમેન્ટ. સફળતા અને નિષ્ફળતા મહદ્અંશે સિક્કાની બે બાજુ છે. કયું મેનેજમેન્ટ સારું, સાચું કે ખોટું તે નિર્ણય કરવો અતિ કઠીન છે. ભારતના સૌથી મોટા અને શિક્ષણ માટેના સફળ સ્ટાર્ટ અપ બાયજુસના સ્થાપક બાયજુસ રવીન્દ્રન એક સમયે દેશના ધનિકોની યાદીમાં સ્થાન ધરાવતા હતા, હવે સમાચાર આવ્યા છે કે, તેની મિલકત તાજેતરમાં શૂન્ય થઈ ગઈ છે! ભારતની સૌથી મોટી કોફી ચેઇન કાફે કોફી ડે ના સ્થાપક સિદ્ધરથે સફળતાની ટોચ ઉપર હતા ત્યારે જ આત્મહત્યા કરી લીધી!

આમ કેમ?

આવા અસંખ્ય ધનિકો, સફળ લોકો, બૌદ્ધિક લોકો શા માટે અચાનક નિષ્ફળ  જાય છે? શું આ માટે તેમનું મેનેજમેન્ટ જવાબદાર છે? ના, તેઓ સતત ઝઝૂમતા હોવા છતાં, તેમની આવડત એકાએક શૂન્ય થઈ જાય છે. કોઈ  નિષ્ફળ વ્યક્તિ અચાનક ઝગારા મારવા લાગે છે. સફળતાની સીડી ચડવા  લાગે છે. શું તેને અચાનક મેનેજમેન્ટ આવડી ગયું?

ના.. મારા મત અને અનુભવ પ્રમાણે વ્યક્તિના જીવનમાં ૫૧ ટકા નસીબ, ૨૫ ટકા મહેનત અને ૨૪ ટકા જ્ઞાન કામ લાગે છે. સફળ કોને ગણવા? ક્યારે ગણવા? કેટલા ગણવા? તે બાબતે કોઈ વિજ્ઞાન કે ગણિત પદ્ધતિ કામ લાગતી નથી કે તેની સ્થાપિત વ્યાખ્યા નથી. દુનિયાના ૯૯ ટકા સફળ લોકો કોઈ શિક્ષણમાં ગોલ્ડ મેડલ ધરાવતા નથી. તમે દલીલ કરશો કે, ગુગલના  સી.ઈ.ઓ. છે. સુંદર પીચાઈ પાસે ઊચ્ચ શિક્ષણ, જ્ઞાન અને પ્રતિભા છે માટે સફળ છે.

સાચી વાત છે.. તે પ્રતિભાશાળી હોવા છતાં ગુગલના લેરી પેજ હેઠળ નોકરી કરે છે. સોફ્ટવેર જાયન્ટ ગુગલના સ્થાપક માલિક ભણવામાં મારા જેટલી જ ડિગ્રી ધરાવે છે. ધીરુભાઈ અંબાણી કદી કેમિકલ એન્જિનિયરિંગ ભણ્યા  નહોતાં. ગૌતમ અદાણી મરીન એન્જિનિયરિંગ કે એરપોર્ટ મેનેજમેન્ટનું ભણ્યા નથી. ઈન્ફોસિસના નારાયણ મૂર્તિ કોમ્પુટર સાયન્સ ભણ્યા નથી.

સાચી વાત છે.. જે ભણ્યા છે, તે કામ લાગ્યું નથી. દેશના ટોચના લોકોનું મેનેજમેન્ટ જાણવું જોઈએ. મેં દેશની ટોચની કોર્પોરેટ કંપનીમાં એક દશક સુધી નોકરી કરી છે અને મેનેજમેન્ટ નજીકથી જોયું છે. તેના ઉપરથી આજે આ  એન્જિઓગ્રાફી લખી રહ્યો છું.

મેનેજમેન્ટ ગુરુ

પીટર ડ્રકરને મેનેજમેન્ટ થિયરી અને પ્રેક્ટિસમાં તેમના સફળ યોગદાનને કારણે ''મેનેજમેન્ટના પિતા'' તરીકે ઓળખવામાં આવે છે. મેનેજમેન્ટ એ એક અલગ વિજ્ઞાન છે જેને વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યોની જરૂર હોવાનું  સૂચવનારા તેઓ પ્રથમ મેનેજમેન્ટ ચિંતકોમાંના એક હતા. ભારતમાં શિવ ખેરાને આ ક્ષેત્રના ગુરુ માનવામાં આવે છે.

સારા અને સફળ મેનેજમેન્ટ માટે અહી કેટલાંક મુદ્દા રજૂ કર્યા છે. આ બાબતો અનુભવ આધારિત છે, અંતિમ નથી. નાના, મધ્યમ કે મોટા એકમો આ મુદ્દા આધારિત પ્રગતિ કરે છે.

લાંબુ વિચારો

હંમેશાં આપણે લાંબુ, ભવિષ્યનું વિચારવું જોઈએ. કમસે કામ પાંચ વર્ષનું તો વિચારવું જ પડે. નરેન્દ્ર મોદી બીજા રાજકારણીઓ કરતાં જુદા પડે છે, તેનું કારણ તેમના વિચારો, વિચાર શક્તિ અને દૂરદૃષ્ટિ છે. પાંચ કે દસ વર્ષ  પછીની પરિસ્થિતિ શું હશે? તે પ્રમાણે ભાવી આયોજન કરવું પડે. આપણાં જેવા સામાન્ય લોકો ઇલેકટ્રીક વાહન ખરીદવા માટે દોડીએ છીએ ત્યારે, ટેસ્લાના એલોન મસ્ક આ ઉદ્યોગમાં મોનોપોલી કક્ષાનો ઇજારો ધરાવે છે. એલોને  ૨૫ વર્ષ પહેલાં ઇલેકટ્રીક વાહનો ઉપર કામ શરૂ કરી દીધું હતું! આપણાં જેવા સામાન્ય લોકો ગોવા કે દુબઈ જવાના પ્લાન બનાવીએ છીએ ત્યારે એલોન હાલમાં સ્પેસ ટુરિઝમ ઉપર કામ કરે છે! તેને લોકોને આકાશમાં ફરવા લઈ જવા છે.

મોટું વિચારો

કિડીના પગલાં અને હાથીના ડગલાંમાં મોટો ફર્ક હોય છે. સંયુક્ત આરબ અમીરાત ઉજ્જડ રણ છે, પરંતુ તેને વિશ્વના મોટા પ્રવાસન સ્થળ અને ઉદ્યોગ ક્ષેત્રમાં તબદીલ કરી નાખવામાં આવ્યું છે! વિશ્વની સૌથી ઊંચી ઇમારત દુબઈમાં છે. નાના ડગલાં નાના અને ક્ષુલ્લક પરિણામો આપે છે. તેનાથી કોઈ મોટી ક્રાંતિ થતી નથી. ગાંધીજીએ વકીલાત ચાલુ રાખી હોત તો મહાત્મા ગાંધી ન બની શક્યા હોત. ગાંધીજીએ સીધી વિશ્વની મહાસત્તા એવા  અંગ્રેજો સામે બાથ ભીડી નાખી. અશક્ય કંઈ નથી. ભારતમાં બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન પગદંડો જમાવી બેઠી હતી, મોબાઈલ કોમ્યુનિકેશન ક્ષેત્રે વિશ્વમાં નામ છે. ભારતમાં પણ તે ખૂબ સારી કામગીરી કરી રહી હતી.  પરંતુ મુકેશ અંબાણીની જીઓએ તેની બધી ચરબી ઉતારી નાખી. તે સમયે ૧ જીબી ઇન્ટરનેટનો ભાવ ૨૫૦ રૂપિયા હતો. વાત કરવાના અલગ નાણા આપવાના! આજે જીઓ ૨૩૦ રૂપિયામાં રોજનું ૨.૫ જીબી ઇન્ટરનેટ અને આઉટગોઇંગ મફત આપે છે. તો પણ જંગી નફો કરે છે.

કહેવાનું તાત્પર્ય એ જ કે, સામાન્ય લોકો કરતાં વધુ અને મોટું વિચારશો તો નવી કેડી કંડારી શકશો. જાપાન, અમેરિકા, રશિયા અને ચીન દુનિયામાં આગળ પડતા દેશ છે તેનું કારણ મોટા વિચાર જ છે. અમેરિકાની ૩૫ કરોડની વસ્તી છે અને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. ભારતની વસ્તી ૧૪૦ કરોડ છે છતાં પ્રમુખ દેશ નથી. કારણ કે, આગળ લખ્યા તે બધા દેશો સતત સંશોધનો કરે છે, જંગી ઉત્પાદન કરે છે અને નવીનતા લાવે છે. ચીનની મોબાઈલ જાયન્ટ કંપની ક્ષીઓમી હવે ઇલેકટ્રીક વાહનો બનાવવા લાગી છે!

ઊંડું વિચારો

ઊંડું વિચારો, એટલે કે, જે ક્ષેત્રમાં જવા માંગો છો તેનો ઊંડો અભ્યાસ કરો, સારા-નરસા પાસા બાબતે વિચારો. દરેક સિક્કાને બે બાજુ હોય છે, તેમ તમારા પ્રોજેક્ટને પણ બે બાજુ હશે. તેમાં હકારાત્મક પાસા ઉપર વધારે ફોકસ કરો અને નબળી બાજુથી મોટું નુકસાન ન થાય તેની કાળજી રાખો. જે કામ હાથમાં લો તેમાં જ રચ્યાપચ્યા રહો. જીઓ પ્રોજેક્ટ સમયે મુકેશ અંબાણી  ગાડીમાં બેસી જાતે મોબાઈલ કનેક્ટિવિટી ચકાસવા નીકળતા હતા. જામનગર-દ્વારકા રુટ ઉપર તેમણે રોડ પ્રવાસ કરી જીઓ મોબાઈલનું નેટવર્કની ગુણવત્તા ચકાસવા પ્રવાસ કર્યો હતો!

કોઈપણ કામ કે પ્રોજેક્ટ ૧૦૦ ટકા કર્મચારીઓ ઉપર ન છોડી દેવો જોઈએ. માલિકે જાતે સેમ્પલ સર્વે કરવો જોઈએ. ટેસ્લાની હવાઈ કંપની સ્પેસ એક્સ સામાન્ય લોકોને અવકાશ ગમન કરાવવા માટે પ્રયત્નશીલ છે. એલોન મસ્ક  જાતે એક ફ્લાઇટમાં સ્પેશ શુટ પહેરી અવકાશ ગમન કરી પરત આવ્યા. અતિ જોખમી હોવા છતાં ટેસ્ટ ફ્લાઇટને પણ તેમણે જાતે ચકાસી! મારો અનુભવ કે અભ્યાસ કહે છે કે, મોટા લોકો સરેરાશ ૧૦ વર્ષ પછીનું વિચારતા હોય છે. જો કે તેમાં નસીબ પણ મોટી ભૂમિકા ભજવે છે.

નવું વિચારો

સફળ થવા માટે નવું ક્ષેત્ર વધુ અનુકૂળ હોય છે, કારણ કે ત્યાં હરીફાઈ બહુ જૂજ હોય છે. ભારતમાં પેમેન્ટ એપ પેટીએમ તદ્દન નવો કોન્સેપ્ટ હતો, આજે તે મોખરાની પેમેન્ટ બેન્ક છે. આવું જ ઝૉમેટો અને સ્વીગી માટે કહી શકાય.  ભોજનની હોમ ડિલિવરી કરવાનો ખ્યાલ તદ્દન નવીનત્તમ કહી શકાય! ઓલા અને ઉબેર પાસે એક પણ માલિકીનું વાહન નથી, છતાં તે સફળ રીતે લોકોને લાખો વાહનો વ્યાજબી ભાડાંમાં પૂરાં પાડે છે! ઓનલાઈન ડિલિવરી ક્ષેત્રે  એમેઝોન બહુ મોટું નામ છે. આ ચીની કંપનીએ માલ વેચવાં માટે અપનાવેલી તરકીબથી ખળભળાટ મચી ગયો છે. ભારતમાં સેકડો મોબાઈલ એપ સ્ટોર ખૂલી ગયા છે. આ મુદ્દા માટે વાત કરતાં હોઈએ ત્યારે ગૂગલને કેમ ભૂલી  શકાય? આજે એમ કહેવાય છે કે, ઑક્સિજન અને ગૂગલ વગર જીવન શક્ય નથી! તમે જે મોબાઈલ વાપરો છો તે એન્ડ્રોઇડ છે, તે હવે રોબોટ કક્ષામાં પ્રવેશી ગયું છે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજેન્ટ એટલે કે એ.આઈ. ના ટૂંકા નામે ઓળખાતી શોધ હવે ધમાલ મચાવી રહી છે. ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ પણ નવા વિચારોનું જ પરિણામ છે. બીબાંઢાળ વિચારોને છોડો અને નવું વિચારો.

સંશોધન કરો

ભારતમાં સંશોધન બાબતે મોટો દુકાળ છે. આ બાબતે અમેરિકા અને જાપાન પ્રથમ ક્રમે છે. આપણાં દેશમાં બીબાંઢાળ ઉત્પાદનોની ભરમાર છે. હાલમાં દેશમાં વપરાતી અને લોકપ્રિય ૧૦ ચીજોમાંથી ૯ વિદેશમાં બને છે અથવા  ત્યાં સંશોધન થયું હોય છે. નફાના ૨૫ ટકા રકમ નવા સંશોધન માટે ખર્ચ કરવી જોઈએ. આ જમાનો અપગ્રેડનો છે. આપણે પણ જાતને સતત અપગ્રેડ કરતાં રહેવી જોઈએ.

નસીબ

વ્યક્તિના જીવન, વ્યવસાય અને સફળતા-નિષ્ફળતામાં આ પાસું બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ધીરુભાઈ અંબાણીએ કરલો 'દુનિયા મુઠ્ઠી મે'ના સ્લોગન સાથે શરૂ કરેલી મોબાઈલ કંપની ઊંધે માથે પછડાઈ હતી. પરિવાર  ઉપર મોટું દેવું ખડકાઈ ગયું હતું. ત્યારના સમયની નવી સી.ડી.એમ.એ. હોટ કેક જેવી ટેકનોલોજી હતી. ત્યારબાદ જીઓ શરૂ કર્યું ત્યારે જૂની નિષ્ફળતા ભૂલીને આગળ વધ્યા. આજે જીઓ ૪૨ કરોડ ગ્રાહકો સાથેની દેશની પ્રથમ ક્રમની મોબાઈલ ઓપરેટર કંપની છે. કહેવાનું તાત્પર્ય એ જ કે,  ત્યારે નસીબે સાથ ન આપ્યો, હવે આપ્યો!

જ્યારે પણ કંઈ શરૂ કરો ત્યારે બધા પાસની સાથે નસીબને ધ્યાનમાં રાખો, જે આપણાં હાથમાં નથી. એક સમયની સૌથી સફળ મોબાઈલ હેન્ડસેટ કંપની નોકિયા અચાનક ખોવાઈ ગઈ! વડનગરમાં સામાન્ય પરિવારમાં જન્મેલા બાળક નરેન્દ્ર મોદી વિશ્વ કક્ષાના રાજનેતા બની ગયા! વ્યક્તિના દિમાગમાં કંઈ નવી ઉમેરાતું ન હોવા છતાં તે અચાનક દોડવા લાગે છે. ઊડતો વ્યક્તિ કડડભૂસ કરતો તૂટી પડે છે.

આમ કેમ?

કારણ કે, મોટાભાગની બાબતો આપણાં હાથમાં કે કંટ્રોલમાં હોતી નથી. હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ભરોસે શબ્દ બહુ પ્રચલિત છે. આ ભગવાન ભરોસો એટલે જ નસીબ. આપણે કરોળિયાની જેમ સતત જાળ ગુંથતા રહેવું.  સફળતા તો ઝાંઝવાના જળ જેવી છે. આપણે દોડ્યા રાખવાનું!

મેનેજમેન્ટ બાબતે કોઈ અંતિમ કે અસરકારક વ્યાખ્યા, પુસ્તક કે ગાઈડલાઇન નથી. જો જીતા વહી સિકંદર!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતી લાડું, ખાંડવી, ખીર, ખમણ કે શીરો કેમ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ નથી બની શકતા?

પીઝા, બર્ગર, આઇસક્રીમ, ડોનટ્સ, નુડલ્સ, કોફી વૈશ્વિક બ્રાન્ડ બની ચૂક્યા છે!: પંજાબી અને દક્ષિણની વાનગીઓ દેશ બહાર પણ વ્યાપક બની છે!

ગુજરાતી થાળી શા માટે બ્રાન્ડ નથી બની શકતી? પીઝા, ડોનટ્સ, કોફીના આંતરરાષ્ટ્રીય કક્ષાના જોઇન્ટ્સ જોવા મળે છે. જામનગર કે જામખંભાળિયામાં પીઝા બ્રાન્ડ નેમથી મળે છે તો આપણાં લાડું, ખાંડવી, ખીર, શીરો, ભજીયા કેમ દેશ વિદેશમાં બ્રાન્ડ નેમથી નથી મળતાં? ડોમીનોઝ પીઝા અને મેક ડોનાલ્ડ બર્ગર, સબ વે, બાસ્કીન-રોબિન્સ, પીઝા હટ્ટ, ટાકોબેલ, બર્ગર કિંગ, મોમોઝ હવે લોકલ ફૂડ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બરિસ્ટો કોફી ચેઇન મેગા મોલ કે હવાઈ મથક ઉપર અવશ્ય જોવા મળે છે. દુનિયાની મોટી મોટી ફૂડ ચેઇન હવે ભારતમાં વિસ્તારી રહી છે. કે.એફ.સી. પણ હવે સ્ટેટસ બની ગયું છે. ચાઈનાની ફૂડ જાયન્ટ લી માંક હવે એશિયાની લીડીંગ બ્રાન્ડ છે, જે મોટા ભાગે નોન વેજ ફૂડ પીરશે છે.

ગુજરાત અને દેશ બહાર નાસ્તામાં પાઉંભાજી, ઢોસા, ઇડલી, પૂરી ભાજી, પોહાં, છૂટથી પીરસે છે. તો મને એવો વિચાર આવે છે કે, દેશ વિદેશમાં સવારના નાસ્તામાં લાડુંં, ખાંડવી, ગાંઠિયા, થેપલા, ભાખરી-શાક, ખીર, દૂધપાક, દાળ ઢોકળી, ખમણ, ઢોકળાં, ભજીયા-ગોટા, કચ્છી દાબેલી કેમ મળતાં નથી? મેં જેટલી જગ્યાએ પ્રવાસ કર્યો છે ત્યાં, ૯૦ ટકા નાસ્તો બીનગુજરાતી જ ખાવા મળે છે. વિશ્વના ફૂડ બઝારમાં હાલમાં પંજાબી ખોરાકની બોલબાલા છે. બીજા ક્રમે ઈટાલી આવે છે. મરાઠી ફૂડ ત્રીજા ક્રમે આવે છે. ગુજરાતી ખોરાક બહુ ઓછા રેસ્ટોરાં ઓફર કરે છે. ગુજરાતીના નામે પંજાબી ટેસ્ટ જ ખાવો પડે છે. મોટાભાગના શાકમાં પંજાબી મસાલો ઠપકારવામાં આવે  છે. સેવ-ટમેટાં સંપૂર્ણ ગુજરાતી ડીશ છે, તેમાં પંજાબી કરી શા માટે કરવામાં આવે છે? દેશી ઢોકળીના સ્વાદની પણ હત્યા કરવામાં આવી છે. ખીરમાં ચીઝ શા માટે ઉમેરવામાં આવે છે?

બ્રાન્ડ બનાવો

ગુજરાતી અસ્મિતા જાળવવી હશે તો, ગુજરાતી વાનગીઓ બ્રાન્ડ સાથે વિશ્વમાં મળતી કરવી પડશે! ડોનટ્સ સાથે લાડું પણ બ્રાન્ડ સાથે મળવા જોઈએ. હોટેલોમાં નાસ્તામાં ખાંડવી, ખીર, સેવ મમરા કે ભજીયા મળવા જોઈએ. હાલમાં, કેટલાક ટુર ઓપરેટરો પ્રવાસમાં શુદ્ધ ગુજરાતીનો પ્રચાર કરે છે અને પીરસે છે પણ ખરા. પરંતુ તે પીઝા, પાસ્તા કે ડોનટ્સની જેમ વ્યાપક મળતાં નથી. કોકાકોલા, પેપ્સી મળે છે તેમ ચાના કાઉન્ટર જોવા મળતાં નથી! દુબઈ-અબુ ધાબી ધોરી માર્ગ ઉપર એક જગ્યાએ આપણી આદું, ફૂદીનાવાળી ઉકાળેલી ચા પીવા મળી હતી! બાકી કોઈ હોટલો આપણાં જેવો ઉકાળો ચા આપતી નથી. માત્ર ડીપ ડીપ ના પાઉચ અને ગરમ પાણી આપી ગ્રાહકોને સાચવે છે!

અમદાવાદનો ગાંઠિયા રથ રાજકોટના ખેતલા આપા કે ટી પોસ્ટ લોકલ બ્રાન્ડ તરીકે જીવે છે. મહારાષ્ટ્રમાં ચા અમૃતતુલ્ય નામે મળી રહી છે. તેની ગુણવત્તા અને સ્વાદ આપણાં ઉકાળા જેવો જ હોય છે. મજા આવે!

કારણ

ગુજરાતી ફૂડ શા માટે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ નથી બની શકતું? પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે, ગુજરાતીઓ પ્રવાસ વધુ કરે છે, પરંતુ પ્રવાસના સ્થળોએ ગુજરાતી દેશી ખોરાક માંગતા જ નથી. જ્યારે પણ આપણે ગુજરાત બહાર પ્રવાસ કરીએ ત્યારે ત્યાં, ગુજરાતી ખોરાકની માંગ કરવી જોઈએ. આજે નહીં તો કાલે હોટલો મેનુ બદલવા લાગશે! આપણે પ્રવાસમાં પાઉંભાજી કે મસાલા ઢોંસા ખાઈ ચલાવી લઈએ છીએ. જ્યારે બીજા પ્રદેશના પ્રવાસીઓ પોતાનું ફૂડ અવશ્ય માંગે છે. મહારાષ્ટ્રની હોટેલોમાં રસમ મળે છે, પરંતુ આપણી કઢી મળતી નથી, આમ કેમ? શિરડી ગામમાં સવારે નાસ્તામાં પૌહાં સાથે રસમ પીરસવામાં આવે છે. પરંતુ ગાંઠિયા સાથે કઢી મળતી નથી, જો કે, ગાંઠિયા-ફાફડા સરળતાથી મળતા પણ નથી! રાજકોટમાં બીન ગુજરાતી ભોજનના ૧૧૦૦ નાના મોટા કાઉન્ટરો ધમધમે છે. જામનગરમાં એક નામાંકિત ઢોંસાવાળાના મેનુમાં ૨૫૦ પ્રકારની વાનગીઓ દર્શાવેલી છે. તેમાં ૯૯ ટકા બીન ગુજરાતી છે. ગુજરાતી થાળીનો ઉલ્લેખ છેલ્લે કર્યો છે અને ભાવ ૧૬૦ રૂપિયા છે. ગુજરાતી કઢી-ખિચડી કેમ ભૂલી શકાય. તે પણ એક સુપર ફૂડ છે. આમ છતાં પીઝા, બર્ગરની જેમ એક બ્રાન્ડ બની શક્યા નથી!

નવા નામ

મધ્યમ કે જૂની પેઢી ન સાંભળ્યા હોય તેવા નામોની હોટલો અને રેસ્ટોરાં ભારતમાં આવી ચૂક્યા છે. ગુજરાતીઓ તો ડોમીનોઝ, મેક ડોનાલ્ડ કે એવા બે ત્રણ વિદેશી નામોનો જ પરિચય ધરાવે છે. અહી કેટલાક નવા નામો પણ રજૂ કર્યા છે, કે જે આગામી થોડા વર્ષોમાં રાજકોટ, ખંભાળિયા કે જામનગરમાં જોવા મળશે.

અમેરિકાની લોકપ્રિય ફાસ્ટ ફૂડ ચેઈન વેન્ડીઝ તેની સ્વાદિષ્ટ હેમબર્ગર પેટીસ, સૉલ્ટી ફ્રાઈસ, ચિકન સેન્ડવિચ અને આઇકોનિક ફ્રોસ્ટી (એક જાડા મિલ્કશેક) માટે જાણીતી છે. ૨૯ દેશમાં ૬૫૦૦ થી વધુ રેસ્ટોરન્ટ્સ સાથે, વેન્ડીઝ એ વૈશ્વિક સ્તરે સૌથી મોટી રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સમાંની એક છે. વેન્ડીઝે મે ૨૦૨૦ માં ગુડગાંવમાં ભારતમાં તેનું પ્રથમ આઉટલેટ ખોલ્યું હતું અને તે આજે ૨૪ ભારતીય શહેરમાં તે હાજર છે, જે ૧૧૦થી વધુ આઉટલેટ ધરાવે છે.

કેનેડિયન કોફી માટે પ્રખ્યાત, ટીમ હોર્ટન્સે ઓગસ્ટ ૨૦૨૨માં ભારતમાં  મુંબઈથી પ્રવેશ કર્યો હતો. ટિમ હોર્ટન્સે ઝડપથી ભારતમાં વિસ્તાર કર્યો અને ભટિંડા, ચંદીગઢ અને લુધિયાણા જેવા શહેરો સહિત સમગ્ર એન.સી.આર. પ્રદેશમાં ૮ સ્ટોર ખોલ્યા છે. ટીમ હોર્ટન્સનું મેનુ તેના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ખાદ્ય ધોરણો માટે અલગ છે જેમાં તેની પ્રતિષ્ઠિત ફ્રેન્ચ વેનીલા અને આઈસક્રીમથી લઈને ડોનટ્સ અને ટિમ્બિટ્સ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. તેના ચોકલેટ ડીપ ડોનટ, વેનીલા આઈસ્ડ કેપ, ગ્લેઝ્ડ ટિમ્બિટ્સ, મશરૂમ મખાની રેવિઓલી પાસ્તા, છોલે કુલચા ફ્લેટબ્રેડ, ચિકન ટિક્કા ક્રોઈસન્ટ સેન્ડવિચ પ્રસિદ્ધ છે.

સેન્ડવિચ અને લુઈસિયાના મસાલાવાળા બર્ગર માટે પ્રખ્યાત અમેરીકન ફાસ્ટ-ફૂડ ચેઈન પોપેઈસે જાન્યુઆરી ૨૦૨૨ માં ભારતમાં પ્રવેશ કર્યો. તેના ૩૦+ દેશોમાં ૪૦૦૦ થી વધુ આઉટલેટ્સ છે અને તેને કેએફસીની હરીફ તરીકે ગણવામાં આવે છે. બ્રાન્ડ ટૂંક સમયમાં જ તેના ભારતીય સમર્થકો માટે એક મોબાઈલ એપ અને વેબસાઈટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તે સ્વીટ અને સ્પાઈસી વિંગ્સ, ફ્રાઈડ ચિકન સેન્ડવિચ, વેજ બર્ગર, રાઇસ બાઉલ, સિગ્નેચર ચિકન, રેપ્સ વગેરે વિશ્વ પ્રસિદ્ધ છે.

બ્રિટિશ કોફી અને સેન્ડવિચ ચેન પ્રેટ-એ-મેન્જરે આ વર્ષે એપ્રિલમાં ભારતમાં પ્રવેશ કર્યો છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી દ્વારા ભારતમાં લાવવામાં આવેલ, પ્રેટ એ મેન્જર તેની બ્રિટિશ વાનગીઓને ભારતીય સ્વાદ પસંદગી સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કરે છે. ફૂડ ચેઇન ટૂંક સમયમાં ભારતમાં તેના આઉટલેટની સંખ્યાને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. તે ઓર્ગેનિક કોફી અને તાજા બનાવેલા ખોરાક માટે જાણીતું છે. તે બાલ્સમિક ચિકન અને એવોકાડો સેન્ડવિચ, ધ મોરોક્કન લેન્ટિલ સૂપ, એવોકાડો અને ટોસ્ટેડ પાઈન નટ રેપ, કોકોનટ ચિકન અને સ્વીટ પોટેટો બેલેન્સ બોક્સ, પ્રેટ્સ ટુના અને કાકડી વગેરે માટે સ્વાદપ્રિય લોકોમાં ફેવરિટ છે.

વૈશ્વિક સ્તરે વખણાયેલ જાપાનીઝ કરી હાઉસ કોકો ઈચીબાનીયાએ, ૨૦૨૦ માં ભારતમાં તેનું પ્રથમ આઉટલેટ ખોલ્યું. આ જાપાનીઝ ફૂડ જાયન્ટના ૧૫ દેશોમાં ૧૮૦૦ થી વધુ આઉટલેટ્સ છે, અને દિલ્હીમાં તેના બે આઉટલેટ્સને ભારતમાં જાપાનીઝ ભોજન પ્રેમીઓ દ્વારા ઉષ્માભર્યું આવકાર મળ્યો છે. કોકો લીચીબાન્યા ભારતમાં જાપાનીઝ ભોજનના અનુભવમાં ક્રાંતિ લાવવાની કલ્પના કરે છે. અહી ઓથેન્ટિક જાપાનીઝ ફૂડ, જાપાનીઝ કરી, શ્રિમ્પ કરી, કાત્સુ કરી, ઉડોન નૂડલ્સ વગેરે મળે છે, આ હોટેલ તેના ગ્રાહકોને પ્રોત્સાહન તરીકે જાપાનીઝ ચોંપ સ્ટિક ભેટ આપે છે.

ઇન્ટરનેશનલ હાઉસ ઓફ પેનકેક બ્રાન્ડ ખૂબ જ પ્રિય નાસ્તાના અસંખ્ય વિકલ્પો આપે છે, જેમાં વેફલ્સ, પેનકેક જેવી નાસ્તાની વસ્તુઓના અદ્ભુત સંયોજનો છે. વૈશ્વિક સ્તરે ૧૮૦૦ થી વધુ રેસ્ટોરન્ટ્સ સાથે,આઈએચઓપીએ ૨૦૧૯ માં ભારતમાં તેનું પ્રથમ આઉટલેટ ખોલ્યું, ભારત તેની હાજરી ધરાવતો વીસમો દેશ બન્યો. બ્રેકફાસ્ટ ડિલાઈટ્સનું આ હબ ભારતમાં તેની ફૂટ પ્રિન્ટ ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેના ગ્રાહકોને કેલિફોર્નિયાના ઉનાળા, દરિયાકિનારા અને તાજગી સાથે કેલિફોર્નિયા જેવો અનુભવ આપવા માંગે છે. અહી પેનકેક, ખાસ પ્રકારના ઓમેલેટ, ફજીટા, તળેલી ચિકન, હેમ સાથે એગ બેનેડિક્ટ, વેફલ્સ, મોઝેરેલા સ્ટીક્સ વગેરે મળે છે.

ગુજરાતી થાળી

આપણું આ ગૌરવ, સંસ્કૃતિ અને વારસો છે. દાળ, કઢી, રોટલી, પૂરી, પાપડ, લીલાં શાક, કઠોળ, ફરસાણ, ચટણી, મિષ્ટાન, રાઈતાં, છાસ તેની ઓળખ છે. જામનગરમાં આરામ, કલાતીત, કલ્પના, સેલિબ્રેશન, ચેતના, મોરબીનો ઠાકરનો થાળ, અમદાવાદમાં ગોપી, ચેતના વગેરે ગુજરાતી થાળી માટે પ્રખ્યાત છે. ખંભાળિયાના મિલનમાં જમવા માટે લોકો દૂર દૂરથી જાય! દુબઈમાં પોરબંદરના જોશીભાઈની હોટેલ અદ્દલ ગુજરાતી થાળી પીરસે છે. મુંબઈની તાજમાં ગુજરાતી થાળીનો ભાવ ૯ હજાર સુધીનો છે!

ટેસ્ટ

ગુજરાતીઓ ભોજનમાં વિવિધ વાનગીઓ આરોગવાના શોખીન છે, સાથે સાથે પ્રયોગશીલ પણ છે. જ્યાં જાય ત્યાં સ્થાનિક ભોજન જરૂર આરોગે. નવરાત્રિમાં ગુજરાતી ગરબા રમી ઇટાલિયન પીઝા, અમેરિકન ફ્રેન્કી, ચાઇનીઝ નુડલ્સ, ફ્રેંચ કોફી જેવા વિદેશી ખોરાક પેટમાં પધરાવે! હવે તો ચાઇનીઝ ભેળ, ઇટાલિયન સમોસા પણ બને છે. ગુજરાતીઓની આ ખાસિયતને કારણે જ વિદેશીઓ અહી આવે છે, પરંતુ આપણાં લાડું, તુવેરની દાળ, ખાંડવી કે દાળ ઢોકળી આપણાં સીમાડની બહાર નીકળી શકતા નથી!

આપણાં પરિચિત ડોમિનોઝ પિઝા ઇન્ક. ની ૨૦૨૩ની વાર્ષિક આવક ૪૪૭૯ બિલિયન ડોલર હતી, ૨૦૨૨ માટે ડોમિનોઝની વાર્ષિક આવક ૪૫૩૭ બિલિયન ડોલર હતી, જે ૨૦૨૧ની સરખામણીમાં ૪.૧૫% વધી હતી. પીઝાની એક માત્ર ચેન કાઉન્ટર આટલું મોટું કદ ધરાવે છે. આપણાં કઢી-ખિચડી કે પાતરાં ક્યાં છે?

તંગી

ગુજરાતી ફૂડ રાંધવાવાળા રસોઈયાઓની બહુ તંગી છે. આપણે રાંધણ પ્રવૃત્તિને માનવાચક ગણતાં નથી. નવા નવા સંશોધનો કરતાં નથી. ગુજરાતમાં પણ બીન ગુજરાતી લોકો રસોડામાં આધિપત્ય ધરાવે છે. ૯૦ ટકા રસોઈયાઓ નેપાળી હોય છે. આપણે ખાવાના શોખીન છીએ પરંતુ કૂકિંગ કોલેજોની તંગી છે. માસ્ટર શેફ નામનો ટીવી શો ઊંચી ટી.આર.પી. ધરાવે છે. ગુજરાતી યુવક યુવતીઓએ હવે રસોઈ ક્ષેત્રે પણ તક ઝડપવી પડશે. રોજગારીનું આ મોટું અને કમાણી કરતું ક્ષેત્ર છે. આપણે ડૉક્ટર કે ઇજનેર થવું છે, પરંતુ રસોઈયા થવું નથી! હોટલોમાં ગુજરાતી રસોઈ શા માટે ગુજરાતી ન કરતો હોય?

ભારત અને ગુજરાત સરકારે રાંધણ કળા ભણતા વિદ્યાર્થીઓને ખાસ સહાય અને સગવડ આપવી જોઈએ. શુદ્ધ ગુજરાતી હોટેલ અને રેસ્ટોરાંને પણ સબસિડી આપવી જોઈએ. સંપૂર્ણ ગુજરાતી ફિલ્મને જેમ સબસિડી કે કરમુક્તિ મળે છે તેમ, દેશમાં કે દેશ બહાર સંપૂર્ણ ગુજરાતી રસોઈયા અને ગુજરાતી ખોરાક ધરાવતી હોટેલ કે રેસ્ટોરાંને ખાસ ઉત્તેજન આપવું જોઈએ.

'નોબત'ના ચાહકો અને વાચકો રાજ્ય બહાર જાય ત્યારે એકવાર અચૂક ગુજરાતી માંગે તેવી વિનંતી!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મનના મહાભારતમાં કાયમ કુરૂક્ષેત્ર કરતાં વધુ ગંભીર ધમાસાણ ચાલી રહ્યું છે!

ઘર્ષણ અને સંઘર્ષ બધા રોગોનું જન્મસ્થાન છે!: માનસિક યુદ્ધ તો પૉર્ટેબલ છે, સાથે સાથે ફરે છે

ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને ૮ માર્ચ ૨૦૨૪ ના મહાશિવરાત્રિની ઉજવણી પણ કરી. ભારતીય લોકો માટે ધાર્મિક ગુરુઓ ભગવાનના પ્રતિનિધિ સમાન હોય છે. તેમણે માન સન્માન આપે છે. સદગુરુ જગ્ગી વાસુદેવ પણ તે પૈકીનાં એક છે. તેમના ઉપર આવી પડેલી શારીરિક આફતથી તેમના અનુયાયીઓ સદમામાં છે.

આમ કેમ થયું?

સદગુરુ જગ્ગી વાસુદેવ પાસે આનંદદાયક જીવન છે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને કેમિકલ ફ્રી ખોરાક છે, તબીબોની સતત દેખરેખ છે.. તો પછી સદગુરુ ઉપર આવી મુશ્કેલી આવી કેમ? અનુયાયીઓને સુખી થવાના માર્ગો દર્શાવતા ગુરુ પોતે જ શા માટે અસ્વસ્થ થયા? માનસિક શાંતિ દ્વારા પરમ પ્રભુને પામવા માટે વિશ્વ ભ્રમણ કરતાં ગુરુ પોતે કેમ મગજના રોગમાં સપડાયા?

અહી માત્ર સદગુરુ જગ્ગી વાસુદેવની વાત કે ચર્ચા કરવી નથી, પરંતુ માનવ શરીર ક્યાં ગોટે ચડ્યું છે, તે બાબતે એન્જિઓગ્રાફી કરવી છે.

એક સમાન

શરીર માટે કોઈ વી.આઈ.પી. વ્યક્તિ નથી. રાજાથી લઈ રંક સુધી સમાન સ્ટેટસ ભોગવે છે. હૃદયરોગના નિષ્ણાત તબીબ હૃદયરોગના હુમલાનો ભોગ બને છે. જામનગરના આ ક્ષેત્રના નિષ્ણાત તબીબ ગૌરવ ગાંધી તેનું ઉદાહરણ છે. કેન્સરના તબીબને કેન્સર થઈ શકે છે. ધર્મગુરુઓ પણ ગંભીર રોગના ભોગ બને છે. જીવન પવિત્ર હશે તો નિરોગી રહીશું તેવી માન્યતા ભૂલ ભરેલી છે. ઓર્ગેનિક ખોરાક લેશું તો માંદા નહીં પડીએ તે પણ ખોટી માન્યતા છે. રોગ સામે બધા સમાન છે.

આમ કેમ?

નાના-મોટાં, રાજા-રંક, ગરીબ-તવંગર સૌ માટે માંદગી સમાન છે. ત્યાં ભેદભાવ નથી.

આ તમામ વર્ગમાં એક બાબત સમાન છે, તે છે.. માનસિક પરિશ્રમ, તણાવ અને શરીર નામના યંત્ર પાસેથી લેવામાં આવતું વધારે પડતું કામ!! તબિયત છે તો બધું છે.

મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા અનેક મોટા માણસો મોટા રોગોથી ગ્રસિત હોય છે. ધનિકો સદાબહાર દેખાતા હોય છે, પરંતુ અંદરખાને ખોખલા થઈ ગયા હોય છે. તે લોકો છાનામાંના વિદેશમાં મોંઘી સારવાર કરાવી હાજર થઈ જાય છે. સામાન્ય માણસને લાગે કે, આટલું દોડે છે, છતાં હિટ ભી હૈ, ઔર ફિટ ભી હૈ!  પૈસા, પદ, કાબેલિયત બધું જ હોય, પણ વ્યસ્તતાને કારણે કદાચ હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને જીવ ગુમાવ્યો એમ કહી શકાય. જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા. જલેબી, સમોસા ફેવરિટ હતા અને ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટ્લે કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું. જેટલીજીની એવી ઈચ્છા હતી કે, પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું. આ કિસ્સાઓ પરથી આપણે શું શિખવાનું? વૃદ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી, પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું. શરીર રોગિષ્ટ થવાનાં મુખ્યત્વે બે કારણ કહી શકાય. વધુ પડતો શારીરિક આરામ વધુ પડતો માનસિક થાક. બસ, આ બાબતોથી પોતાની જાતને બચાવી લેજો. કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતા. પોતાનાં બાળકો માટે પણ નહીં. કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતાં બાળકોનું ધ્યાન રાખી શકશો અને એના માથે બોજ બનીને નહીં રહો એ નફામાં. ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેશે. એટલે મહેનત જરૂર કરવાની પણ ચિંતા હરગિજ નહીં કરવાની. જીવનમાં પદ, પૈસો, બધું જ અગત્યનું છે, પણ એ બધાથી પહેલાં તમારું શરીર છે. એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે. મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો શરીર આપમેળે સુડોળ રહેશે જ અને મન અળવીતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે. એક વાત યાદ રાખજો કે શરીરનું મૃત્યુ થાય ત્યારે સૌ રડે છે પરંતુ મનનું મૃત્યુ થાય ત્યારે પોતાને જ રડવું પડે છે. એના માટે સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે. વધુ પડતી અપેક્ષા કે મોટા સપના ના રાખો અને જે છે એમાં સંતુષ્ટ રહો તો કદાચ તમે આસમાનની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ સુખી સંસાર જરૂર મેળવી શકશો.

ઘર્ષણ અને સંઘર્ષ

બન્ને સાંભળવામાં થોડા થોડા સમાન શબ્દ લાગે, પરંતુ સ્વભાવે અને પ્રકૃતિએ તદ્દન વિરોધભાષી છે. શરીરને ખોખલું કરવામાં આ બન્ને બહુ મોટી ભૂમિકા ભજવે છે.

બે સગા ભાઈ ભેગા મળી, રૂપિયા કમાઈને મકાન બનાવે તેને સંઘર્ષ કહેવાય. જ્યારે બન્ને ભાઈઓ એક મકાન લેવા માટે આમનેસામને લડાઈ, માથાકૂટ, કાવાદાવા કરે તેને ઘર્ષણ કહેવાય. બન્ને ઘટનામાં મકાન અને બે ભાઈ કોમન છે, પરંતુ પરિસ્થિતિ અલગ છે. સંઘર્ષમાં સુખ મળે છે, ઘર્ષણમાં પીડા મળે છે.

સદગુરુ જગ્ગી વાસુદેવની બીમારીમાં શું થયું? તે સુખી સંપન્ન છે, શાંતિનો સંદેશ આપે છે, સુખના રસ્તા બતાવે છે, વિશ્વ પ્રવાસ કરે છે. તો પછી, આરોગ્યમાં કેમ ગરબડ થઈ? લોહીમાં ગાંઠ થવાનું કારણ શું? કો તો કેમિકલ લોચો છે. મારા મત મુજબ..

શરીરની શક્તિ કરતાં વધુ શ્રમ આ રોગ થવાનું કારણ હોય શકે છે. આપણે બધા શરીર અને મગજ પાસેથી શક્તિ કરતાં વધુ કામ લઈ રહ્યા છીએ. ગાડાની વાહન શક્તિ છે અને ટ્રક જેટલો ભાર વહન કરી રહ્યા છીએ. ૧૦ ટન ક્ષમતા વહન કરતાં મગજના વાહનમાં અપેક્ષાઓ, ઈચ્છાઓ, દેખાદેખીની દોડમાં ૨૦ કે ૨૫ ટન ટેન્શન ભરી દઈએ છીએ! પરિણામ એ આવે છે કે, શરીર ખખડી જાય છે. નાના મોટા રોગનો ભોગ બને છે. શાંતિ, એકતા અને ધર્મનો સંદેશ આપતા ગુરુ પણ શરીર પાસેથી વધુ પડતું કામ લઈ રહ્યા હતા, પરિણામ એ આવ્યું કે લોહી ગંઠાવા લાગ્યું! શરીરનો જે ભાગ નબળો હોય તે રોગમય બને છે. લીવર, કિડની, હ્ય્દય, મગજ, ફેફસા જે નબળા પડે ત્યાં હુમલો થાય.

દુઃખી લોકો જ સંઘર્ષ કરતાં હોય તેવું નથી, ધનિકો પણ માનસિક અને શારીરિક સંઘર્ષ કરતાં હોય છે.

મહાભારતમાં ધૂતરાષ્ટ્ર બાણસૈયા ઉપર જીવ છોડવા માટે સંઘર્ષ કરતાં હતા, પાંડવો યુદ્ધ જીતવા માટે સંઘર્ષ કરતાં હતા અને કૌરવો રાજપાઠ માટે જંગે ચડયા હતા. ભગવાન કૃષ્ણ અને રામ આપણાં માટે આદર્શ નર રત્નો છે, પરંતુ તેમણે પણ જીવનનો બહુમૂલ્ય સમય સંઘર્ષ કરીને વિતાવ્યો હતો. કુરુક્ષેત્રના યુદ્ધથી ભગવાન કૃષ્ણ ખુદ બહુ વ્યથિત હતા. તેમને લોહિયાળ સંઘર્ષ અટકાવી ન શકવાનો અફસોસ બહુ હતો. યુદ્ધ પૂર્ણ થતાં તે હસ્તિનાપુર છોડી દ્વારકા ચાલ્યા ગયા. કારણ કે તેમણે શંકા હતી કે, અહી તેમને શાંતિ નહીં મળે!

મનમાં મહાભારત

તમે હસ્તિનાપુર છોડી શકો છો, પરંતુ મનમાં ખેલાતું મહાભારત છોડી નથી શકતા! આ યુદ્ધ તો પૉર્ટેબલ છે, સાથે સાથે ફરે છે. ભગવાન શંકર આખી જિંદગી વિષ સાથે જીવ્યા! આજે પણ તેના હજારો નામમાં નિલકંઠ મુખ્ય છે. ભગવાન જ વિષને ત્યાગી ન શકતા હોય તો, આપણે પામર મનુષ્ય તો અંગ અંગ હળાહળ જીવીએ છીએ. સમુદ્ર મંથન સમયે તો એકવાર જ હળાહળ નીકળ્યું હતું, આજે તો ડગલે ને પગલે સમુદ્ર વલોવાય છે અને રત્નો કરતાં ઝેર વધુ ઠલવાય છે. ત્યારે તો શંકર એક હતા, જે પી ગયા, આજે તો બધાને ભાગે થોડું થોડું આવે છે!

કૈલાશ પર્વત ઉપર પાર્વતી શંકરને પ્રશ્ન પૂછે છે કે, રામ વિષ્ણુ અવતાર છે અને સીતા લક્ષ્મી અવતાર છે તો પણ કેમ પીડા ભોગવી રહ્યા છે?

ભગવાન શંકરે શાંત ચિતે જવાબ આપ્યો કે, દેવી, માનવ દેહ ધારણ કર્યો છે એટલે દુઃખ તો આવશે જ!

પાર્વતી એ પૂછ્યું: પ્રભુ, તો તેનું નિવારણ શું?

શંકરે પીઢતાથી જવાબ આપ્યો કે, માનસિક શાંતિ.

શંકર ભગવાનનો તે સામેનો પ્રત્યુત્તર આજે પણ યથાર્થ છે.

દુષ્કર

માનસિક શાંતિ અલભ્ય થઈ ગઈ છે. અપેક્ષાઓ અગણિત છે, શક્તિ સીમિત છે. આમ છતાં ઊંદરો આખલાઓ સાથે રણે ચડે છે. માણસ અણુબોમ્બ પણ બનાવે છે અને બગીચા પણ બનાવે છે! શું કરવું છે તે ખબર જ નથી. હું ભગવાન કે ધર્મનો વિરોધી નથી, પરંતુ માળા ફેરવવાથી કે પ્રદિક્ષિણા કરવાથી ભગવાન મળવાના નથી. ગંગા નદીમાં ડૂબકી મારવાથી પાપ ધોવાતા હોવાનું આપણે ક્યાં સુધી માનશુ?

આ બધી દલીલો વ્યર્થ છે. જેમને જ્યાં શાંતિ મળતી હોય ત્યાં જવાની, માનવાની છૂટ છે.

હું તો કહું છું કે, જ્યાં શાંતિ મળે ત્યાં જાઓ, શાંતિની શોધમાં આડેધડ ભટકો નહીં! પીડા અવિચળ છે, નિશ્ચિત છે, અનંત છે. સુખ દુષ્કર છે, અલભ્ય છે, નાશવંત છે, ક્ષુલ્લક છે, અમૂલ્ય છે, નિરાકાર છે. છતાં આપણે શોધમાં પાગલ બની જઈએ છીએ.

તો પછી ઉકેલ શું?

જે મળ્યું, જેટલું મળ્યું, જ્યાં મળ્યું, જેવું મળ્યું, જેના દ્વારા મળ્યું, જેટલી વાર મળ્યું, જે રીતે મળ્યું તે કાફી!

બહુ અઘરું છે આમ માનવું. સંતોષની કોઈ સીમા નથી. જે દિવસ, જે રીતે, જે પ્રકારે, જેટલો સંતોષ મળે તે માણી લેવું.

દુઃખની રેસીપી હજારો છે પરંતુ સુખની રેસીપી અનિશ્ચિત છે. માણસોએ લાખો કરોડો શોધ કરવાને બદલે માત્ર સુખની શોધ કરવાની જરૂર છે. જે દિવસે બજારમાં કે મોબાઇલમાં સુખની એપ આવી જશે તે દિવસે માણસો બીજા બધા એપ ડિલીટ કરી નાંખશે!

'નોબત'ના વાચકો અને ચાહકોને સદા સંતોષ મળે, નજીક મળે અને સદાકાળ મળે તેવી શુભકામના.

- પરેશ છાયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નાના બજેટની ફિલ્મો અને વેબ શ્રેણીઓ મોટી સફળતા મેળવી રહી છે!

આમિર ખાન અને કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ સફળ રહીઃ મામલા લીગલ હૈ અને શો ટાઈમ એવરેજ વેબ સીરિઝ

મનોરંજન ક્ષેત્રે દર્શકોને જલ્સા પડી ગયા છે. સિનેમા હોલના મોટા અને ટેલિવિઝનનાં નાના પડદા ઉપર ભાતભાતના કાર્યક્રમો પ્રસારિત થઈ રહ્યા છે. ૨૦૨૪ નું વર્ષ આમ પણ સારા શુકનમાં શરૃ થયું છે. નાના બજેટની ફિલ્મો તગડી કમાણી કરી રહી છે. ટ્વેલ્થ ફેઈલ નામની ઓફબીટ ફિલ્મ, અજાણ્યા કલાકારો, નાનું બજેટ, લઘુતમ પ્રચાર છતાં પ્રેક્ષકોને પસંદ પડી. હવે આવી છે, આમિર ખાન અને કિરણ રાવ જેવા મોટા નામ દ્વારા નિર્મિત લપત્તા લેડીઝ! તદ્દન નવા અને નાના કલાકારો, ગરીબ, અભણ અને બેકાર લોકોના જીવનમાં સર્જાયેલી મુશ્કેલી ઉપર હળવી ફિલ્મ બનાવી છે. આ નાના બજેટની ફિલ્મને પણ મોટું ઓડિયન્સ મળી રહ્યું છે.

નાના પડદા ઉપર સનફ્લાવર-૨ અને મહારાણી-૩ આવી ગયા છે. બન્નેની આગલી શ્રેણીઓ સફળ રહી હતી. જો વેબ સીરિઝ સફળ થાય એટલે નિર્માતા અને એપ બન્ને તેના ઉતરાર્ધ બનાવવામાં મચી પડે છે. જો કે ક્યારેક તેનાથી રસભંગ પણ થાય છે. ચિંગમની જેમ સ્વાદ ગુમાવે છે. અંગ્રેજી વેબ શ્રેણીઓ તો ૯ થી ૧૦ સિઝન આરામથી ખેંચી કાઢે છે! લાંબી લચક વાર્તાઓ આજની વાત નથી. ૧૯૬૨ માં અમેરિકન ટીવી ઉપર પ્રસારિત થયેલી વર્જિનિયન ૯ સિઝન અને ૨૪૯ એપિસોડ સુધી ચાલી હતી. ભારતમાં આ શ્રેય એકતા કપૂરને ફાળે જાય છે, જેમણે સાસ ભી કભી બહુ થી થી નવો ચીલો પડ્યો. જો કે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાર હજાર એપિસોડસ તથા યે રિસ્તા કયા કહેલતા હૈ ના ૩૬૦૦ એપિસોડસ પૂરા થઈ ચૂક્યા છે.

લાપત્તા લેડીઝ

આમિર ખાન અને કિરણ રાવ આમ તો જાહેરમાં ૨૦૨૧ માં અલગ થઈ ચૂક્યા છે, છતાં સાથે મળીને સફળ ફિલ્મ લાપત્તા લેડીઝ બનાવી છે. ૨૧ મી સદીમાં કેટલીક વાતો ગળે ન ઉતરે તેવી છે, પરંતુ ફિલ્મી ન્યાયે અને મનોરંજન તરીકે પસંદ પડે તેવી છે.

કિરણ રાવ તેની પ્રથમ ફિલ્મ ધોબી ઘાટના એક દાયકા પછી દિગ્દર્શક તરીકે પાછી આવી છે. આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત લાપત્તા લેડીઝમાં નવો વિષય અને તાજગીભરી માવજત આપી છે.

ફિલ્મ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવી છે. ગામની બે નવી પરિણીત છોકરીઓ ટ્રેનમાં ભારે ગીર્દીને કારણે ઊલટ સુલટ થઈ જાય છે. એક નવોઢાને તો પોતાના ગામનું નામ, પરિવાર, રાજ્ય કે ફોન નંબર પણ ખબર નથી. તે રેલવે સ્ટેશન ઉપર ઉતરી અટવાઈ જાય છે. બીજી નવોઢા શિક્ષિત છે, તે ભૂલથી અન્ય યુવાનને પતિ સમજી ટ્રેનમાંથી ઉતરી જાય છે.

ફૂલ કુમારી (નીતાન્શી ગોયલ), તેની કિશોરાવસ્થામાં જ છે, જ્યારે તેનો પતિ દીપક (સ્પર્શ શ્રીવાસ્તવ) ટ્રેનમાંથી ઊતરે છે અને તે અન્ય પુરુષની સમાન પોશાકવાળી અને ઘૂંઘટવાળી કન્યા (પ્રતિભા રાંતા)નો હાથ પકડીને ટ્રેનમાંથી ઉતરે છે. બન્ને દંપતીઓ એક જ ટ્રેનમાં એક જ સ્થળે બેઠા હોય છે.

જ્યારે દીપક તે સ્ત્રી સાથે તેના ગામડાના ઘરે પહોંચે છે જે તેની પત્ની નથી, ત્યારે તે અને તેના પરિવારને શરમજનક ગફલતના પરિણામોનો સામનો કરવો પડે છે. દુલ્હન પોતાને પુષ્પા રાની તરીકે ઓળખાવે છે. દીપકને કોઈ જ ખબર નથી કે તેણે જે છોકરી સાથે લગ્ન કર્યા તે ફૂલ ક્યાં ગાયબ થઈ ગઈ? તે અને તેના સાથીઓ ઠેર ઠેર શોધ કરે છે. તેઓ સ્થાનિક પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવે છે પરંતુ ઇન્સ્પેક્ટર શ્યામ મનોહર (રવિ કિશન) કેસને ગંભીરતાથી લેતો નથી.

બીજી નવોઢા પુષ્પા, વધુ પડતી પરેશાન દેખાતી નથી. તે ચાલક અને શિક્ષિત છે. તે પરિવારની બે મહિલાઓ- દીપકની માતા યશોદા (ગીતા અગ્રવાલ શર્મા) અને તેની ભાભી પૂનમ (રચના ગુપ્તા) સાથે પણ સંબંધ બાંધવાનું શરૃ કરે છે. ફિલ્માં વાર્તા જકડી રાખે છે, ગીતોનું બહુ મહત્ત્વ નથી. દરેક પાત્ર તેની ભૂમિકાને ન્યાય આપે છે. ફિલ્મને દર્શકો મોટા પડદા ઉપર માણી શકે છે.

સનફ્લાવર-૨

પ્રથમ સિઝન સફળ રહી. સામાન્ય રીતે મર્ડર મિસ્ટ્રી બહુ ભારે હોય છે. જો કે અહી હાસ્ય પણ મળે છે. વેબ સિરિઝના સંવાદો અને પાત્રા લેખન રસપ્રદ છે.

સનફ્લાવર એઝી-૫ ની બ્લેક કોમેડી વેબ સિરિઝ છે જેનું નિર્દેશન વિકાસ બહલ અને રાહુલ સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અભિનેતા-હાસ્ય કલાકાર સુનિલ ગ્રોવર સોનુની મુખ્ય ભૂમિકામાં છે. કલાકારોમાં રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, મુકુલ ચડ્ડા, સોનાલી નાગરાણી, સોનલ ઝા અને આશિષ વિદ્યાર્થી જેવા કલાકારોનો સમાવેશ થાય છે. પ્રથમ સિઝનમાં ૮ એપિસોડ હતા, તેના દિગ્દર્શન, લેખન અને અભિનય માટે વિવેચકો અને પ્રેક્ષકો તરફથી હકારાત્મક સમીક્ષાઓ પ્રાપ્ત થઈ હતી. અભિનેત્રી અદા શર્મા બીજી સિઝન માટે કલાકારોમાં જોડાઈ છે.

સુનિલ ગ્રોવર તેના માનસિક અસ્થિર વ્યક્તિ તરીકેના અભિનયથી દર્શકોને જકડી રાખે છે. આશિષ વિદ્યાર્થી સનફ્લાવર કોમ્પ્લેક્ષણ સેક્રેટરી તરીકે સારો અભિનય કરે છે. અહી ઘટનાઓ કરતાં દિગ્દર્શક વધુ સફળ છે. દર્શકોને બીજી સિઝન પસંદ પડી છે. પ્રોડક્શન ટીમે અંત અધૂરો છોડી દીધો છે, તેથી હવે ત્રીજી સિઝન બનાવશે!

મહારાણી-૩

બિહારના રાજકારણ આધારિત આ વેબ સીરિઝ લોકપ્રિય રહી છે તેથી નિર્માતાએ ત્રીજી સિઝન બનાવી છે. આ શ્રેણીનું મુખ્ય પાત્ર ભજવતી હુમા ખાન ફિલ્મ ક્ષેત્રે બહુ કરી શકી નથી, પરંતુ અહી તેનો અભિનય કાબિલે દાદ છે. બિહારના લોકો અને નેતાઓની માનસિકતા, લાગણીઓ, સ્વાર્થ, માંગણી અને કાવાદાવા અહી સફળ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ટીપીકલ બિહારી રાજકારણીને જોવા માટે ગૌરીશંકર પાંડે નામનું પાત્ર પૂરતું છે. વારંવાર પક્ષ અને વફાદારી બદલવી, સ્વાર્થ માટે ગેરકાનૂની કામો પણ કરવા અને સતત સત્તાની નજીક રહેવું તેનો સ્વભાવ છે. મહારાણીને પાડી દેવા માટે નવીન કુમાર પણ ઊંડું અને ગંદુ રાજકારણ રમે છે. રીઢા અને ખંધા રાજ્યપાલ સમયે સમયે સ્વરૃપ બદ લે છે. તેનો ગેટઅપ એક સમયના રાજકારણી એન. ડી. તિવારી જેવો હૂબહૂ લાગે છે!

મહારાણી સિઝન ૩ રાણી ભારતીના જીવનમાં એક નવા અધ્યાયની શરૃઆત કરે છે, તે જેલમાં બંધ છે પરંતુ હજુ પણ બદલો લેવા માટે દોડી રહી છે, અહી પીઢ રાજકારણી તરીકે તેના બોલવામાં સંયમ છે, તેની આંખોમાં નિર્ભયતા છે અને તેના સ્વરમાં આત્મવિશ્વાસ છે. નિર્માતાઓ આકર્ષક પ્રદર્શન અને અપવાદરૃપે લખેલી સ્ક્રિપ્ટ સાથે રોમાંચક રાજકીય નાટકને આગળ લઈ જાય છે, જે બિહારના અંડરબેલીમાંથી છૂટાછવાયા પ્રેરણાને દોરે છે.

મામલા લીગલ હૈ

દેશમાં ન્યાયલયો અને કાનૂન ઉપર કામ કરી  મનોરંજ ક્ષેત્રએ ભરપૂર લાભ લીધો છે. અસંખ્ય ફિલ્મો, નાટકો અને વેબ આવી છે. નેટફિલક્ષ ઉપર મામલા લીગલ હૈ તેમાં વધારો કરે છે. હાવર્ડ કોલેજમાંથી એલ. એલ. એમ. કરેલી યુવતીને દિલ્હીની પડપડગંજ અદાલતમાં બેસવા ટેબલ પણ મળતું નથી. મુખ્ય ભૂમિકામાં રવિ કિશન સિનિયર વકીલની ભૂમિકામાં અને યુવતીની ભૂમિકામાં નીલા અગ્રવાલ દર્શકોને જકડી રાખે છે. કાનૂન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ જોવા લાયક વેબ છે. રાજબરોજની કામગીરી, વકીલો અને ન્યાયધીશો વચ્ચેની નોકઝોક, જામી ગયેલા અને નવા વકીલો વચ્ચે ખેચતાણં રસપ્રદ છે. અસીલોને ખેચવાથી માંડી બારની ચુંટણીના કાવાદાવા પણ અહી જોવા મળે છે.

શો ટાઇમ

ફિલ્મ જગતની વ્યથા અને કથા કરતી અનેક ફિલ્મો અને વેબ આવી ગયા, તેમાં ડિઝની હોટ સ્ટારની શો ટાઈમ વધુ એક છે. ફિલ્મ ક્ષેત્રે ચાલતા રાજકારણ, ખેચતાણં, સ્ટારડમ, ઝાકઝમાળ પાછળની અંધારી દુનિયા, સુપર સ્ટારના નખરાં, યુવતીઓનું શોષણ, ફિલ્મ બનાવવા, રજૂ કરવા અને સફળ કરવા માટે થતા કાવાદાવા અહી જોવા મળે છે. મુખ્ય ભૂમિકામાં ઈમરાન હાશ્મી છે. નસીરુદ્દીન શા પણ છે, પરંતુ ઈમરાન હાશ્મીના પિતા તરીકે નાની ભૂમિકા છે. તેની વિક્ટર ફિલ્મ હસ્તગત કરવા માટે નસીરની પ્રથમ પત્નીની પુત્રી અને બીજી પત્નીના પુત્ર ઈમરાન વચ્ચે ખેચતાણં ચાલે છે. આમ કહીએ તો બહુ નવીન વાર્તા નથી, ટાઈમ પાસ માટે ચાલે તેમ છે.

પોચર

રિચી મહેતા દ્વારા બનાવવામાં આવેલી વેબ સિરિઝ 'પોચર' છે.  એમેઝોન પ્રાઇમ વિડિયોની આ વેબ સિરિઝમાં નિમિષા સજ્જન, રોશન મેથ્યુ, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, કની કુસરુતિ, રંજીતા મેનન અને માલા પાર્વતી મુખ્ય ભૂમિકામાં છે. તે વન અધિકારીઓ વિશે છે કે જેઓ હાથીદાંતના શિકારની રીંગનો પર્દાફાશ કરે છે. કેરળના જંગલમાં આ વેબ સિરિઝનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

ઘેર બેઠા ગંગા

આ કોઈ વેબ સીરિઝ કે ફિલ્મનું નામ નથી. પરંતુ, ઘરમાં બેઠા બેઠા મનોરંજનનો મહાસાગર ઘૂઘવાટા મારે છે. મોટી મોટી ફિલ્મો હવે ઓ.ટી.ટી. ઉપર આવી રહી છે.

આઈ.પી.એલ.

મેગા મનોરંજન પૂરું પાડતી ક્રિકેટની આ લીગ આજથી શરૃ થઈ રહી છે. આ વખતે ચૂંટણીના કારણે બે ભાગમાં રમશે. અહીં કરોડો દર્શકો ઘેર બેઠા ક્રિકેટ માણી શકે છે. આ લીગ ચાલતી હોય ત્યારે મોટી ફિલ્મો પણ રીલીઝ પાછળ ઠેલી દે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩માં ટુર્નામેન્ટે રેકોર્ડબ્રેક ૪૫૦ મિલિયન દર્શકો મેળવ્યા હતા.

રમત ગમતના ૯૯ ટકા પ્રસારણ ડિઝની હોટસ્ટાર અને જીઓ સિનેમા દ્વારા કરવામાં આવે છે.

હાલમાં ભારતમાં ઓવર-ધ-ટોપ મીડિયા સેવાઓ (ઓટીટી)ના લગભગ ૫૭ પ્રદાતાઓ છે, જે ઈન્ટરનેટ ઉપર સ્ટ્રીમિંગ મીડિયા અથવા વિડિયોનું વિતરણ કરે છે. જેમાં ડિઝની હોટસ્ટાર ટોપ ઉપર છે. ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ભારતમાં બીગ ફ્લીક્સ સાથે શરૃ થયું. ૨૦૦૮ માં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા શરૃ કરાયેલ, બીગ ફ્લીક્સ ભારતનું પ્રથમ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ બન્યું. ઝી ટીવી અને સોની લીવના લોન્ચિંગ પછી ૨૦૧૩ માં ઓ.ટી.ટી. ભારતમાં સમૃદ્ધ થવાનું શરૃ કર્યું. ડિઝની હોટસ્ટાર ૨૦૧૫ માં શરૃ થયું.

મનોરંજનના મહાસાગરમાં ડૂબકી મારવી પણ મફત નથી. દરેક એપ રૃપિયા ચૂકવી જોઈ શકાય છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિનાશક અણુબોમ્બના પિતા ડો.ઓપનહાઇમરની જીવનકથાના ફિલ્માંકનનું ઓસ્કારમાં સન્માન!

બાયોગ્રાફિકલ થ્રિલર ઓપનહાઇમરે શ્રેષ્ઠ ફિલ્મ સહિત સાત પુરસ્કારો મેળવ્યા!ઃ પ્રથમ અણુ ધડાકામાં જાપાનમાં બે લાખ લોકો કરૂણ મોતને ભેટયા

૯૬ માં એકેડેમી એવોર્ડ્સ જે ઓસ્કાર એવોર્ડના નામે પ્રચલિત છે તેમાં આ વર્ષે ક્રિસ્ટોફર નોલાનની એપિક બાયોગ્રાફિકલ થ્રિલર ઓપનહાઇમરને શ્રેષ્ઠ ફિલ્મ સહિત સાત પુરસ્કારો મળ્યા! જ્યારે નોલાન અને અભિનેતા સિલિયન મર્ફી અને રોબર્ટ ડાઉની જુનિયરને અનુક્રમે શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાના પુરસ્કારો પણ મળ્યા. શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં, એમ્મા સ્ટોનને યોર્ગોસ લેન્થિમોસની પુઅર થિંગ્સમાં બેલા બેક્સ્ટર તરીકેના અભિનય માટે એકેડેમી એવોર્ડ મળ્યો હતો. દરમિયાન, ધ હોલ્ડવર્સ ડા'વાઈન, જોય રેન્ડોલ્ફે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો.

ઓસ્કાર એવોર્ડની ખાસિયત કહો કે, તટસ્થતા, એક તરફ શાંતિના દૂત અને આઝદીના સેનાની મહાત્મા ગાંધીની જીવન કથા ઉપર આધારિત રિચાર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીનું સન્માન કરે છે અને બીજીતરફ અણુ બોમ્બના પિતા ડો. ઓપનહાઈમરની જીવન કથા કહેતી ફિલ્મને પણ સન્માન આપે છે! વિશ્વ વિનાશક શોધ માટે ઓપનહાઇમર સતત ઝઝૂમતા રહ્યા. ડો.ની જીવન કથા કહેતી ફિલ્મ ભારતમાં એક વર્ષ પહેલાં રજૂ થઈ હતી, પરંતુ સામાન્ય અંગ્રેજી ફિલ્મની માફક આવી અને ચાલી ગઈ. જો કે, ફિલ્મની ગંભીરતા સમજનાર પ્રેક્ષકો તેને અચૂક જોવા ગયા હતા. તે બોક્સ ઓફિસ ઉપર કોઈ મોટો ધમાકો કરી શકી ન હતી.

ફિલ્મના લંડન પ્રીમિયર દરમિયાન દિગ્દર્શકે ખુલાસો કર્યો કે, ફિલ્મનું વાસ્તવિક નિર્માણ બજેટ ૧૦૦ મિલિયન ડોલર એટલે કે રૂ. ૮૨૦ કરોડ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ નિર્માણ ખર્ચ વધી ગયો અને બજેટ રૂ. ૧૪૮૦ કરોડ સુધી પહોંચી ગયું હતું. આ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ આદિપુરુષના નિર્માણ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતાં બમણી રકમ છે. હોલીવુડના ટ્રેડ અનુસાર આ ફિલ્મે ૨૦૦૦ કરોડનો ધંધો કર્યો હતો.

વિશ્વ યુદ્ધ

બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીના સરમુખત્યાર અને નાઝી સેનાના વડા એડોલ્ફ હિટલરનો હાહાકાર મચાવતો ત્રાસ હતો. અમેરિકાને આ ગાંડા લશ્કરી નેતાનો બહુ ભય હતો. ગમે ત્યારે ગમે તેવું પગલું ભરી વિનાશ કરી અમેરિકાને હરાવી શકે તેમ હતો. અમેરિકાને ખુફિયા જાણકારી મળી કે, હિટલર અતિ શક્તિશાળી બોમ્બ બનાવે છે. જો આ બોમ્બનો ઉપયોગ અમેરિકા ઉપર કરવામાં આવે તો અમેરિકા યુદ્ધ હારી જાય અને સુપર પાવર તરીકે કાયમ માટે ખોવાય જાય. આથી અમેરિકાએ પણ સુપર બોમ્બ બનાવવાની શરૂઆત કરી દીધી.

તો પછી, આ સુપર બોમ્બ જર્મનીના બદલે જાપાન ઉપર શા માટે ફેંકવામાં આવ્યો?

કારણ કે, અમેરિકાની બોમ્બ બનાવવાની પ્રક્રિયા દરમિયાન જ જર્મન સેના હારી ગઈ, હિટલરે આત્મહત્યા કરી લીધી અને તે યુદ્ધના નકશામાંથી ખસી ગયું. જર્મનીના સ્થાને હવે જાપાને આગેવાની લીધી. જર્મની કરતાં પણ જાપાન ટેકનોલોજીમાં આગળ હતું. જાપાન જો જીતે તો પણ અમેરિકાનું એક ચક્રી શાસન સમાપ્ત થઈ જાય. આ દરમિયાન ડો. ઓપનહાઇમર અણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયા હતા. વિશ્વ ઉપર ધાક જમાવવા માટે જાપાનને હરાવવું જરૂરી હતી. ટોક્યોમાં અમેરિકનોની વસ્તી વધારે હોવાથી ત્યાં અણુ બોમ્બ ફેંકવાને બદલે નાગાશાકી અને હિરોશિમા ઉપર બે અણુ બોમ્બ ઝીકવામાં આવ્યા. જાપાન યુદ્ધ હારી ગયું, વિશ્વ યુદ્ધ ઠંડુ પડી ગયું અને અમેરિકાની આણ અણનમ રહી!

પરિચય

જે. રોબર્ટ ઓપનહાઇમર એક સનકી અને ધૂની પ્રોફેસર હતા. અમેરિકા પાસે અણુ બોમ્બ બનાવવા માટે ઓપનહાઇમરથી વિશેષ કોઈ વિકલ્પ હતો નહીં. પરંતુ, ઓપનહાઇમર ઉપર સામ્યવાદી હોવાની છાપ હતી અને તેમણે અમેરિકાના વિરોધી જર્મનીનો પ્રવાસ કર્યો હતો તેથી શંકા હતી! ફિલ્મમાં અડધો સમય તો તેની આ બાબતેની ટેસ્ટીમોની બતાવવામાં પસાર થાય છે. અમેરિકાના ન્યુક્લિયર એનર્જી કમિશને કમને પણ તેમને ન્યૂ મેક્સિકોના લોસ એલામોસની ગુપ્ત પ્રયોગશાળાના ડીરેક્ટર બનાવ્યા હતા, જ્યાં અણુ બોમ્બની રચના કરવામાં આવી હતી. અણુ બોમ્બ કેવી રીતે કાર્ય કરશે તેના સૈદ્ધાંતિક કાર્યને વ્યવહારુ હથિયારમાં રૂપાંતરિત કરવું પડ્યું, જે વિમાનમાંથી છોડી શકાય અને તેના લક્ષ્યની ઉપર વિસ્ફોટ થઈ શકે. રોબર્ટ ઓપનહાઇમર એક અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. તેમને ''અણુ બોમ્બના પિતા'' કહેવામાં આવે છે.

ન્યુયોર્ક સિટીમાં જન્મેલા, ઓપનહાઈમરે ૧૯૨૫માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી રસાયણ શાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને ૧૯૨૭ માં જર્મનીની યુનિવર્સિટી ઓફ ગોટિંગેનમાંથી ભૌતિકશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી, જ્યાં તેણે મેક્સ બોર્ન હેઠળ અભ્યાસ કર્યો. અન્ય સંસ્થાઓમાં સંશોધન કર્યા પછી, તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા, જ્યાં તેઓ ૧૯૩૬માં સંપૂર્ણ પ્રોફેસર બન્યા. તેમણે સૈદ્ધાંતિક ભૌતિક શાસ્ત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું, જેમાં ક્વોન્ટમ મિકેનિક્સ અને બોર્ન-ઓપનહાઇમર જેવી ન્યુક્લિયર ફિઝિક્સમાં સિદ્ધિઓનો સમાવેશ થાય છે. મોલેક્યુલર વેવ ફંક્શન્સ માટે અંદાજ, ઇલેક્ટ્રોન અને પોઝિ ટ્રોન્સના સિદ્ધાંત પર કામ, ન્યુક્લિયર ફ્યુઝનમાં ઓપનહાઇમર-ફિલિપ્સ પ્રક્રિયા અને ક્વોન્ટમ ટનલિંગ પર પ્રારંભિક કાર્ય કર્યા. વિદ્યાર્થીઓ સાથે, તેમણે ન્યુટ્રોન સ્ટાર્સ અને બ્લેક હોલ્સ, ક્વોન્ટમ ફિલ્ડ થિયરી અને કોસ્મિક કિરણોની ક્રિયા પ્રતિક્રિયાઓમાં પણ યોગદાન આપ્યું.

વિસ્ફોટ

૧૯૪૨માં, મેનહટન પ્રોજેક્ટ પર કામ કરવા માટે ઓપનહાઇમરની ભરતી કરવામાં આવી હતી. પ્રોજેક્ટની સફળતામાં તેમનું નેતૃત્વ અને વૈજ્ઞાનિક નિપુણતા મહત્ત્વની હતી. ૧૬ જુલાઈ, ૧૯૪૫ના, તેઓ અણુ બોમ્બના પ્રથમ પરીક્ષણમાં હાજર હતા. ઓગસ્ટ ૧૯૪૫માં, હિરોશિમા અને નાગાસાકીના બોમ્બ ધડાકામાં જાપાન સામે આ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સશસ્ત્ર સંઘર્ષમાં પરમાણુ શસ્ત્રોનો એકમાત્ર ઉપયોગ હતો. આ વિનાશક શક્તિશાળી પરમાણુ બોમ્બ વિસ્ફોટમાં ૨ લાખ લોકો મરી ગયા, લાખો ઘાયલ થયા અને કાયમી રીતે વિકલાંગ બની ગયા!

૧૯૪૭માં, ઓપનહાઇમર પ્રિન્સટન, ન્યુજર્સીમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ સ્ટડીના ડિરેક્ટર બન્યા અને નવા બનેલા યુએસ એટોમિક એનર્જી કમિશનના જનરલ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ બન્યા. તેમણે સોવિયેત યુનિયન સાથે પરમાણુ પ્રસાર અને પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને ટાળવા માટે પરમાણુ શક્તિના આંતરરાષ્ટ્રીય નિયંત્રણ માટે લોબિંગ કર્યું. તેમણે પ્રશ્ન પર ૧૯૫૧ની સરકારી ચર્ચા દરમિયાન હાઇડ્રોજન બોમ્બના વિકાસનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ સંરક્ષણ-સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ કેળવી. કમ્યુનિસ્ટ પાર્ટીએ અમેરિકા સાથેના તેના ભૂતકાળની સંધિઓ ઓપનહાઇમરના વલણને કારણે રદ કરી હતી. આથી સરકારના પરમાણુ રહસ્યો અને પરમાણુ ભૌતિકશાસ્ત્રી તરીકેની તેમની કારકિર્દીનો અચાનક રીતે અંત આવ્યો. તેના સીધા રાજકીય પ્રભાવ પણ છીનવી લીધા પછી પણ ઓપનહાઇમરે ભૌતિકશાસ્ત્રમાં વ્યાખ્યાન આપવાનું, લખવાનું અને કામ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૩માં, રાજકીય પુનર્વસનના સંકેત તરીકે, તેમને એનરિકો ફર્મી એવોર્ડ આપવામાં આવ્યો. ૧૯૬૭ માં ૬૨ વર્ષની વયે ગળાના કેન્સરથી તેમનું અવસાન થયું.

ભારત

ઓસ્કાર એવાર્ડ વિશ્વનો ટોચનો ફિલ્મ એવાર્ડ છે. ભારતના ફિલ્મ નિર્માતાઓ અહીં જવા અને જીતવા માટે તલસે છે. ૧૯૫૭ માં ૩૦મા એકેડેમી એવોર્ડમાં, મહેબૂબ ખાનની હિન્દી-ભાષાની ફિલ્મ મધર ઈન્ડિયા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં એકેડેમી એવોર્ડ માટે નામાંકન મેળવનાર ભારતની પ્રથમ ફિલ્મ હતી. તે અન્ય ચાર ફિલ્મો સાથે નોમિનેટ થઈ હતી અને ઈટાલિયન ફિલ્મ નાઈટ્સ ઓફ કેબિરિયા સામે એક મતથી હારી ગઈ હતી.

બ્રિટિશ-ભારતીય ઐતિહાસિક ફિલ્મ ગાંધી ૧૯૮૨માં રિલીઝ થઈ, જે મહાત્મા ગાંધીની વાર્તા અને અહિંસક સવિનય અસહકાર દ્વારા ભારતને આઝાદી મેળવવા માટેના તેમના સંઘર્ષની વાર્તા છે. આ ફિલ્મે શ્રેષ્ઠ ચિત્ર સહિત આઠ એકેડેમી પુરસ્કારો અને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ સહિત પાંચ ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો જીત્યા હતા. આ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથયા વ્યક્તિગત ઓસ્કાર જીતનાર પ્રથમ ભારતીય છે. ત્યારબાદ સ્લમ ડોગ મિલીઓનેર પણ અહી સફળ રહી.

તે ૨૦૦૯માં ૧૦ એકેડેમી પુરસ્કારો માટે નામાંકિત થઈ હતી અને ૮ જીતી હતી જે આ વર્ષમાં એક સાથે સૌથી વધુ એવાર્ડ જીતનાર ફિલ્મ બની હતી! તે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો સમાવેશ થાય છે. તેણે બેસ્ટ ફિલ્મ, પાંચ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ અને ચાર ગોલ્ડન ગ્લોબ સહિત સાત બાફ્ટા એવોર્ડ જીત્યા. આ ફિલ્મનું ગીત જય હો આજે પણ દેશ ભક્તિના ગીત તરીકે લોકપ્રિય છે. એલિફન્ટ વ્હીસપર અને આરઆરઆર પણ અહી ચમકી છે. આ વર્ષે પણ નાટુ નાટુ ગીત અહી વાગ્યું હતું. ભારતમાં બેંગાલી ફિલ્મના કામ માટે સત્યજીત રાઈને ઓસ્કાર દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવાર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આવું સન્માન પ્રાપ્ત કરનાર તે એક માત્ર ભારતીય છે!

ઇતિહાસ

ઓસ્કારનો ઈતિહાસ ૯૬ વર્ષ જૂનો છે, ઓસ્કારની શરૂઆત ૧૯૨૯માં કરવામાં આવી હતી. અહી વિજેતાની પસંદગી પ્રક્રિયા ખૂબજ રસપ્રદ છે. અગાઉ જ્યુરી વિજેતાનું નામ નક્કી કરતી હતી અને વિજેતાનું નામ બ્રીફકેસમાં રાખવામાં આવતું હતું.

'ઓસ્કાર' ક્યારે અને

કેવી રીતે શરૂ થયો?

૧૯૨૭માં અમેરિકાના એમજીએમ સ્ટુડિયોના માલિક લુઈસ બી. મેયરને સૌપ્રથમ ભવ્ય અને વૈશ્વિક એવોર્ડનો વિચાર આવ્યો હતો. તેણે તેના સાથીદારો અને મિત્રોને બોલાવ્યા અને એક મિટિંગ યોજી જેમાં ડિરેક્ટર ફ્રેડ નિબ્લો, ફિલ્મ નિર્માતા ફ્રેડ બિટ્સન અને અભિનેતા કોનરાડ નેગેલ હાજરી આપી. તેમને આ વિચાર ગમ્યો અને બાદમાં હોલીવુડની ૪૦ ટોચની હસ્તીઓને એક હોટલમાં બોલાવવામાં આવી. આ વિચારને સૌની સામે મૂકતી વખતે 'એકેડમી એવોર્ડ' નામ આપવામાં આવ્યું, જે બધાને પસંદ આવ્યું.

પ્રથમ એકેડેમી એવોર્ડ ૧૬ મે ૧૯૨૯ના યોજાયો હતો. જેમાં હોલીવુડની ૩૦૦ જેટલી હસ્તીઓ સામેલ થઈ. આ તમામ ફિલ્મી સેલેબ્સને હોલીવુડની રૂઝવેલ્ટ હોટેલના બ્લોસમ રૂમમાં આવવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. અહીં પ્રથમ ઓસ્કાર ઈવેન્ટ યોજાયો, જેમાં કોઈ દર્શકો નહોતા અને ફંક્શન માત્ર ૨૦  મિનિટમાં પૂરું થઈ ગયું. આ કાર્યક્રમની  ટિકિટ પાંચ ડોલરમાં વેચવામાં આવી હતી.

૨૦૨૪

૯૬મો એકેડેમી એવોર્ડ સમારોહ, જે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, તે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ હોલીવુડ, લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ  દરમિયાન,૨૦૨૩ માં રિલીઝ થયેલી ફિલ્મોના સન્માનમાં ૨૩ કેટેગરીમાં એકેડેમી એવોર્ડ્સ (સામાન્ય રીતે ઓસ્કર તરીકે ઓળખાય છે) રજૂ કર્યા હતા. એ. બી. સી.  દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રસારિત કરવામાં આવેલા સમારંભનું નિર્માણ રાજ કપૂર, મોલી મેકનર્ની અને કેટી મુલાન દ્વારા કરવામાં આવ્યું હતું. હેમિશ હેમિલ્ટન ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

સદી

૨૦૨૯ માં આ એવોર્ડને ૧૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યા છે, તે પ્રસંગની ઉજવણી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. એક સદી દરમિયાન ફિલ્મ ક્ષેત્રે બનેલી ઘટનાઓ, ઓસ્કાર એવાર્ડ સમારંભ, અવિસ્મરણીય ફિલ્મો, કલાકારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. દુનિયાના પ્રમુખ શહેરોમાં ઓસ્કાર વિજેતા ફિલ્મો ફરી રજૂ કરવાનું આયોજન પણ છે. જીવિત કલાકારો દુનિયામાં ફરીને શાંતિનો, એકતાનો સંદેશ આપે તેવું પણ આયોજન કરવામાં આવશે. વિશ્વના ચાર મોટા શહેરોમાં કાયમી મ્યુઝિયમ પણ ઊભા કરવામાં આવશે. હોલિવૂડમાં તેનું મુખ્ય મથક રહેશે. સમગ્ર એશિયામાં કદાચ આ મ્યુઝિયમ માટે ભારતની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં મની, મસલ્સ અને મોદી પાવરને કારણે ભાજપની જીત નક્કી છે!

કોંગ્રસ પાસે નસીબ, નેતા અને નાણું નથી!ઃ ચૂંટણી સમયે રાજકારણનો દૂરબીન દૃષ્ટિએ અભ્યાસઃ

ચૂંટણી આવી. દેશમાં ૩૬૫ દિવસ કોઈને કોઈ ચૂંટણી ચાલતી હોય છે. સરપંચથી માંડીને વડાપ્રધાન સુધીના હોદ્દેદારો લોકસેવા કરવા માટે સતત તલસતા હોય છે. ૧૪૦ કરોડની વસ્તીના ઉદ્ધાર માટે માંડ ૧ ટકા લોકો રાજકારણનું ક્ષેત્ર પસંદ કરે છે. જે રાજકારણમાં છે તે મોટાભાગે અનાયાસે અહીં આવી ગયા હોય છે. ગુજરાતમાં પોલિટિકલ સાયન્સ નામની શાખા અને શિક્ષણ છે, પરંતુ તેમાં પ્રવેશ કરનાર બહુ ઓછા હોય છે.

પરિસ્થિતિ

ભારતમાં લોકશાહી છે. બહુપક્ષીય શાસન વ્યવસ્થા છે. જે ઈચ્છે તે ચૂંટણી લડી શકે. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પણ દરેક નાગરિકને અધિકાર છે. સરપંચથી લઈ રાષ્ટ્રના વડા સુધીના હોદ્દા માટે સ્પર્ધા કરવા માટે  બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે તેમાં કેટલીક શરતો અને જોગવાઇઓ પણ રાખવામાં આવી છે. જો દેશના એક ટકા નાગરિકો પણ ચૂંટણી લડવા માટે ઝંપલાવે તો વ્યવસ્થાની દૃષ્ટિએ અવ્યવસ્થા સર્જાઇ જાય.

ભારતમાં આઝાદી સમયથી મોટાભાગે કોઈ એક પક્ષનું લાંબા સમય માટે એકચક્રી શાસન રહ્યું છે. એક સમયે ઇન્દિરા ઇઝ ઇન્ડિયાનો નારો હતો, આજે મોદી કા પરિવારનું સૂત્ર છે! રાજકારણનો દૂરબીન દૃષ્ટિએ અભ્યાસ કરીએ તો જણાશે કે, ભારતના ૮૦ વર્ષના આઝાદ ઇતિહાસમાં માત્ર બે જ સુપર પાવર નેતા થયા, એક ઇન્દિરા ગાંધી અને બીજા નરેન્દ્ર મોદી. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિ તરીકે ૧૫ મા વડા છે. સૌથી વધારે શાસન જવાહરલાલ નહેરુને નામે છે. તેમણે ૧૬ વર્ષ અને ૨૮૬ દિવસ શાસન કર્યું હતું. બીજો નંબર ઇન્દિરા ગાંધીનો છે, તેમણે ૧૫ વર્ષ અને ૩૫૦ દિવસ રાજ કર્યું હતું. સૌથી ઓછો સમય ગુલઝારીલાલ નંદા રહ્યાં, તે માત્ર ૨૬ દિવસ સત્તા ઉપર રહ્યા. ભારતની ગાદી ઉપર બાપ-દીકરીએ ૩૧ વર્ષ રાજ કર્યું! પક્ષની દૃષ્ટિએ જોઈએ તો કોંગ્રેસે ૫૪ વર્ષ ૧૨૩ દિવસ રાજ કર્યું જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ૧૬ વર્ષ સત્તા સંભાળી છે. ભારતના ૭૭ વર્ષના કાર્યકાળમાં માત્ર બે પક્ષોએ જ ૭૦ વર્ષ રાજ કર્યું છે!

વાસ્તવિકતા

ભારતનું બંધારણ તમામ નાગરિકોને ચૂંટણી લડવાનો અધિકાર આપે છે. પરંતુ આવી પરિસ્થિતિ બની શકે છે ખરી? ભારતની ચૂંટણીઓ હવે ખાસ લોકો માટે બની ગઈ છે. સામાન્ય નાગરિકની હેસિયત કે હિંમત ચૂંટણી લડવાની રહી નથી. અંદાજે કહીએ તો, ૧૦૦ કરોડ લોકોને ચૂંટણી હારે તો ડિપોઝિટ ગુમાવવી પડે તે આર્થિક રીતે પોસાય તેમ નથી! એક સમયે કોંગ્રેસની ધાક એટલી મોટી હતી કે, તેની સામે ચૂંટણી લડવા કોઈ તૈયાર ન હતું. બીજા પક્ષોને ચૂંટણી લડવા માટે ઉમેદવારો મળતા ન હતા. આજે ભાજપ માટે આમ જ કહી શકાય. ગુજરાતમાં કોંગ્રસને ઉમેદવારોના ફાંફાં પડી ગયા છે.

ભાજપ

દેશ અને દુનિયામાં ભાજપનો ડંકો વાગે છે. તેની પાસે ટીમ વર્ક, બ્રેઇન વર્ક અને લક છે. તે સૌથી ઝડપી રાષ્ટ્રીય પક્ષ બની ગયો છે. લોકસભામાં બે બેઠકોથી લઈ આજે ૪૦૦ બેઠકો જીતવાના છાતી ઠોકીને દાવો કરે છે. આ જાદુ મોદીનો છે. તે બહુરૂપી છે. તે ગાંધીને નમન કરી શકે અને બ્રિટિશ લોકોને પણ અભિભૂત કરી શકે છે. મોદીનો એક મંત્ર જીવનમાં ઉતારવા જેવો છે. તેણે ભાજપની તિજોરી છલકાવી દીધી છે અને તેની ચાવી પોતાના હસ્તક રાખી છે. કોંગ્રસ સમયની તો મને ખબર નથી, પરંતુ મોદીરાજમાં દાતાઓને ફંડના બદલામાં લોકસભા અને વિધાનસભાની બેઠકો આપવામાં આવે છે. ફંડ દાતા કહે તેને ટિકિટ આપવાની! ગુજરાતમાં પણ લોકસભાની ત્રણ અને વિધાનસભાની સાત બેઠકોના  ઉમેદવારો આવી રીતે ભાજપ બહારના લોકો નક્કી કરે છે!

લોકસભાની વર્તમાન ચૂંટણીમાં મોદીએ કોંગ્રેસને ખોખલી કરી નાખી છે. ગત ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો ભાજપે જીતી હતી, આ વખતે બધી સીટો ચાર લાખના માર્જિનથી જીતવાના પડકારો કરે છે. પહેલી યાદીમાં આપણાં પૂનમબેન માડમ આવી ગયાં. ભાજપની પ્રથમ યાદીમાં સ્થાન પામવું તે પણ મોટી વાત કહેવાય. આ યાદીમાં મોદી અને શાહ જેવા જ લોકો આવ્યા છે. પોરબંદરમાંથી રમેશ ધડૂકની ટિકિટ કપાઈ ગઈ. તેને તેનો વાણી વિલાસ નડી ગયો. તેને સ્થાને હાલના મનસુખ માંડવીયા આવ્યા. તે વ્યક્તિ તરીકે સરળ છે, કોરોના સમયમાં આરોગ્ય મંત્રી તરીકે સારી કામગીરી કરી હતી, તેનું ફળ મળ્યું હોય તેમ લાગે છે. તેની રાજ્યસભાની મુદ્દત પૂર્ણ થવામાં છે ત્યારે લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. માંડવીયાની બીજી બાજુ એ છે કે, આરોગ્ય મંત્રી તરીકે તેમણે તબીબી શિક્ષણમાં ગુણવત્તા વધારવાના બદલે નાણા આધારિત બનાવી દીધું. આજે તબીબી શિક્ષણનો ખર્ચ કરોડોમાં પહોંચી ગયો છે. આ વખતે નીટ-પીજી પરીક્ષામાં કટ ઑફ માર્ક શૂન્ય કરી દેવાના નિર્ણય અંગે પણ તેની બહુ ટીકા થઈ હતી! રાજકોટમાં પુરષોત્તમ રૂપાલા ફીટ છે. લોકો વ્યંગમાં કહે છે કે, રૂપાલા જીતશે એટલે હાસ્યકારોના ધંધા પડી ભાંગશે! તે તેમના રમૂજી સ્વભાવ અને સારા વક્તવ્ય માટે પ્રચલિત છે. વતન અમરેલીના પાટીદારોમાં તેમનો ગજ વાગતો નથી એટલે રાજકોટ ખસેડયા! પૂનમબેન માડમ જીતશે તે નક્કી છે, પૂનમબેન પાસે મની પાવર, મસલ્સ પાવર અને મોદી પાવર તેણીની પાસે છે એટલે જીતશે. લડાયક મિજાજ ધરાવે છે. મોટા ઉદ્યોગ ગૃહોનો પણ તેને ટેકો છે. જ્ઞાતિના ગણિત પ્રમાણે ૧૨-જામનગર બેઠક ઉપર પાટીદાર ઉમેદવાર જીતવા જોઈએ, પરંતુ અહીં ચંદ્રેશભાઈ પટેલ પછી કોઈ પાટીદાર જીત્યા નથી! આહિરોનો આ બેઠક ઉપર કબજો છે. જો કે સામે પક્ષે મજબૂત ઉમેદવાર પણ નથી.

કોંગ્રેસ

આ પક્ષની હાલત ખસ્તા છે. કાળક્રમની થપાટો ખાઈને ખોંખરો થઈ ગયો છે. સત્તા નથી, એટલે શક્તિશાળી લોકો પણ તેની સાથે નથી. ભાજપ મોટા લોકોને અભય વચન આપી શકે છે, તે કોંગ્રેસ આપી શક્તી નથી. કોંગ્રસના નેતાઓ પણ પોતાના વ્યવસાય ધમધમતા રાખવા માટે ભાજપ સાથે પાછલા દરવાજે સારા, મીઠા સંબંધો રાખે છે. ઇન્દિરા અને રાજીવ ગયા પછી અહીં કાલરાત્રિ છે. નરસિંહ રાવ અને મનમોહન સિંહ બે બહુ સારા વડાપ્રધાન આપ્યા, તેને મતદારો પણ ભૂલી ગયા છે. કોંગ્રેસ પાસે નસીબ અને નેતા બન્ને નથી! જામનગરમાં વિક્રમ માડમ સશક્ત અને લોકપ્રિય ઉમેદવાર હતા, પરંતુ તે ચાણક્ય ચાલ સામે માર ખાઈ ગયા. જામનગરમાં કોંગ્રસ દ્વારા વિક્રમભાઈ માડમ અથવા પાલભાઈ આંબલિયાને  ટિકિટ આપવાનું વિચારાય છે. નવા કે આર્થિક રીતે નબળા ઉમેદવાર માટે બેઠક હેઠળ આવતાં ૧ હજાર ગામોમાં જીતવા માટે લોકપ્રિયતા મેળવવી લોઢાના ચણા ચાવવા જેવુ છે. આમ આદમી પાર્ટી સાથેનું જોડાણ કેવો રંગ લાવે છે તે જોવાનું રહ્યું.

વાસ્તવિકતા

વાસ્તવમાં ચૂંટણી લોકપ્રિયતા અને કામોને આધારે લડાવી જોઈએ. પરંતુ હકીકત એ છે કે હવેની ચૂંટણીઓ ગોઠવણોને આધારે જીતવામાં આવે છે. હાલમાં કોઈ ધનિક ધંધાદારી વ્યક્તિ પણ ચૂંટણી લડવા માંગતો નથી, તે ટૂંકમાં કહે છે કે.. માથાકૂટમાં કોણ પડે! એક વખત રાજકારણના કુંડાળામાં પગ પડે પછી જિંદગી અટવાઈ જાય છે. તેમાં પણ જો વિપક્ષમાં ગયા તો શાસક પક્ષના લોકો બહિષ્કાર કરી દે છે. કામ મળતું ઓછું થાય છે, અથવા બંધ થઈ જાય છે. રાજકારણ ક્ષેત્રે અસ્પૃશ્યતાની માનસિકતા હજુ ગઈ નથી. દેશને જો સાચા અર્થમાં મહાસત્તા બનાવવો હોય તો સ્વચ્છ વહીવટ જરૂરી છે. રાજકીય પક્ષો ચૂંટણી ફંડમાં જ મોટી ગોલમાલ કરે છે. જેની આવકો જ શંકાસ્પદ હોય તે વહીવટ કેવી રીતે ચોખ્ખો આપી શકે? ચૂંટણી ફંડમાં પારદર્શકતા લાવવા માટે ઇલેક્ટરોલ બોન્ડ શરૂ કરવામાં આવ્યા. દસ વર્ષે ખબર પડી કે અસ્તિત્વ ન ધરાવતા ધંધાર્થીઓએ જ મોટી રકમના દાન આપ્યા! તે યાદીમાં દેશના ટોચના ધનિકોના નામ જ નથી! આવું બેનામી ફંડ મેળવવામાં ભાજપ ટોચ ઉપર છે. સુપ્રિમ કોર્ટે આ બોન્ડ ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. અમેરિકાની લોકશાહી આપણાં કરતાં મજબૂત કહેવાય. ત્યાંનાં સૌથી મોટા પૈકીનાં એક અબજોપતિ અને ટેસ્લા, સ્પેસ એક્સ, એક્સના માલિક એલોન મસ્કે તેની સોશિયલ મીડિયા સાઇટ ઉપર લખ્યું કે, અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં મેં કોઈ પણ પક્ષના ઉમેદવારને નાણા નથી આપ્યા? ભારતમાં આવું લખી શકાય?

ચૂંટણી સુધારાઓ અને તેના કડક અમલ માટે ટી. એન. શેસન હજુ લોકોને યાદ છે. હવે આચારસંહિતા જેવુ બહુ રહ્યું નથી. રાજકીય પક્ષો અને સરકારી તંત્ર કુલડીમાં ગોળ ભાંગી ફરજ પૂરી કરે છે.

કપરાં ચઢાણ

ભાજપ માટે આ ચૂંટણીમાં ૪૦૦નો આંક પાર કરવો સરળ નથી. ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં તેનો દેખાવ સારો છે. દક્ષિણના રાજ્યોમાં તે નબળું પડે છે. ત્યાં સ્થાનિક પરિબળો, નેતાઓ અને પરિસ્થિતિ ભાજપ માટે ચિંતા પ્રેરક છે. તેલંગાણા, કર્ણાટક, કેરળ તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં નબળી હાલત છે. મહારાષ્ટ્રમાં શિંદે, શિવસેના, શરદ પવાર, કોંગ્રસ અને ઠાકરે પરિવાર અમિત શાહ માટે માથાના દુખાવા સમાન છે. ભાજપ સાથે જોડાણ કરનાર પક્ષો ઉપર મોદીને પણ જાજો વિશ્વાસ નથી. તે ૪૦૦ ના લક્ષાંકમાં સાથી પક્ષોને ૩૦ બેઠકો જ જીતવાનું ગણિત કહે છે!

બીજીતરફ ઈન્ડિયા સંગઠન પણ જો બેઠકો બાબતે સમજૂતી સાધી લે તો પરિણામો બદલાઈ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ ૨૪ અને આમ આદમી પાર્ટી ૨ બેઠક ઉપર સમજૂતી સાધી ચૂકી છે. આવી સમજૂતીથી વિધાનસભાના પરિણામો બદલી શકે, પરંતુ લોકસભામાં બહુ મોટો ફર્ક પડી ન શકે! કોંગ્રસ માટે કપરાં ચઢાણ એમ પણ છે કે, તેની પાસે મજબૂત ઉમેદવારો, સક્રિય કાર્યકરો નથી. રૂપિયા પણ નથી. રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ ચાલે છે, તે ધનિક પણ છે, જાણીતો ચહેરો છે, આમ છતાં અનેકવાર ચૂંટણી હારી ચૂક્યા છે.

ગુજરાતમાં રોજ રાજકારણના નવા નવા સમીકરણો રચાઇ રહ્યાં છે, મતદારોએ નિર અને ક્ષીરની ઓળખ કરવાનો સમય પાકી ગયો છે. નાના અને ક્ષુલ્લક વચનો, વાતો કે દેખાડાના આધારે હવે મત આપવો ન જોઈએ. ચૂંટણીની આચાર સંહિતા નવેસરથી નક્કી કરવાનો સમય થઈ ગયો છે. ચૂંટાયેલા ઉમેદવારો અધવચ્ચેથી રાજીનામું આપી દે, એટલે ફરીથી જંગી ખર્ચ અને સમય બગડી ચૂંટણી પ્રક્રિયા કરવી પડે છે. આ સમય અને ખર્ચની વસૂલાત ફસકી ગયેલા પદાધિકારીઓ પાસેથી કરવી જોઈએ!

'નોબત'ના ચાહકો અને વાચકો લોકશાહીને મજબૂત રાખવા જાગૃત બની મતદાન કરે તેવી વિનંતી....

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુણ આધારિત શિક્ષણમાંથી ગુણવત્તાની બાદબાકી ભવિષ્ય માટે જોખમી છે!

ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા સમયે શબ્દમંથનઃ શિક્ષણ પદ્ધતિ બાબતે સમયાંતરે નિયમિત રિવ્યૂ થવો જરૂરી છે

જ્ઞાનનો મુખ્ય ઉદ્ેશ શાંતિ અને સ્થિરતાનો છે. પશુ અને માનવીમાં તફાવત માત્ર શિક્ષણને કારણે જ છે. બાકી બન્ને અબુધ જ છે. આદર્શ પરિસ્થિતિ મુજબ શિક્ષણ સરળતાથી મળવું જોઈએ અને જીવનમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે, હળાહળ કળયુગમાં શાંતિના બે મુખ્ય માધ્યમ ધંધો બની ગયા છે. આપણે પણ ધર્મ અને જ્ઞાન માટે આંધળી દોટ મૂકી છે પરિણામે બન્ને અશાંતિનું કારણ બની ગયા છે. દુનિયામાં અડધી અશાંતિ અને મોટાં યુદ્ધો ધર્મના કારણે જ છે. જો કે, આજે અહીં શિક્ષણની એન્જિઓગ્રાફી કરવી છે. વર્તમાન શિક્ષણનું આ પ્રથમ વખત વિશ્લેષણ થતું હોય તેવું નથી. વાર-તહેવારે શિક્ષણ પદ્ધતિને વલોવવામાં આવે છે પરંતુ અર્થનું માખણ નીકળતું જ નથી. એક સમયે ડિગ્રીને ઉપાધિ કહેવામાં આવતી હતી. આજે ડિગ્રી ખરેખર નામ જેવાજ ઉપાધિના ગુણ ધરાવે છે.

બહુ જૂની વાર્તા છે, પરતું કહેવી પડશે. કેટલાક ચક્ષુહીન વ્યક્તિને હાથી પાસે ઊભા રાખવામાં આવ્યા. દરેકે અલગ અલગ અભિપ્રાય આપ્યા. પગ પકડ્યા તેમણે કહ્યું કે, હાથી થાંભલા જેવો છે. પૂંછડી પકડી તેમને કહ્યું કે, હાથી દોરડા જેવો છે. દાંત પકડ્યા તે કહે, હાથી તો ઝાડના ઠૂંઠા જેવો છે. પેટ પકડયું તે કહે, હાથી તો મોટા પથ્થર જેવો છે!

શિક્ષણનું પણ આવું જ છે. જેના હાથમાં જે આવ્યું, તેવું કહ્યું.

આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે શિક્ષણ ઉપર થોડું મનોમંથન કરવું જરૂરી છે.

પરિવર્તન

સમય સાથે શિક્ષણ પદ્ધતિમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. એક સમય હતો, જ્યારે ૧૦ પાસનું સમાજમાં માનપાન હતું, નોકરી અને છોકરી સરળતાથી મળી જતી હતી. પછી આ સ્ટેટસ ૧૨ માનું આવ્યું. ૮૦ નો દાયકો ગ્રેજ્યુએટનો હતો. જેમાં મારા જેવા લાખો યુવાનો જિંદગીની વૈતરણી તરી ગયા! પછી લોકો દોડ્યા ઍન્જિનિયરિંગ તરફ!

મોટાભાગના વાહનો ઉપર ઈઆર લખેલું નજરે ચડે. વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ રાખે એટલે દીકરો-દીકરી આ ઉપાધિ હાંસલ કરી શકે. હવે આ ડિગ્રી પણ ઉપાધિ જ બની ગઈ છે. એન્જિનિયરિંગ કોલેજો બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળી છે. મોટાભાગની કોલેજો ખાલી પડી છે. આ ડિગ્રી ધરાવતા લાખો યુવાનો જે મળ્યું ત્યાં ગોઠવાઈ ગયા છે. આવક પણ બહુ નગણ્ય થઈ ગઈ છે. માંડ ૨૫ ટકા યુવાનો સદ્ધર જિંદગી પામી શક્યા છે. બેંગલોર, મદ્રાસ કે તેવા બે ચાર મોટા શહેરોમાં આઈ.ટી. એન્જિનિયરીંગ ડિગ્રી ધરાવતા યુવાનોને સારી તક છે. જો કે, ઘણાં તો ક્લાર્ક પણ બની ગયા છે. નવા એન્જિનિયરને બહુ મહેનત પછી ૧૦ હજારના પગારની નોકરી મળે છે! કેમિકલ એન્જિનિયરીંગનું ભણેલા લોકો મોબાઈલ ટાવરના થાંભલા ઊભા કરવાની નોકરી કરી રહ્યાં છે. ઈલેક્ટ્રોનિક્સનું ભણેલ વ્યક્તિ ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરી રહ્યાં છે. ટૂંકમાં.. ભણો તેવી જ નોકરી મળે તેની કોઈ ગેરંટી નથી! ગુજરાત સરકાર સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ કરી છાતી ફૂલાવે છે, પરંતુ ફી ભરતા સમયે વાલીઓના છાતીના પાટીયા બેસી જાય છે!

ડૉક્ટર બનો

એન્જિનિયરિંગમાં દ્રાક્ષ ખાટી થઈ ગઈ છે. બાળકોના વાલીઓ હવે બાળકોને ડોકટર બનાવવા માટે આંધળી દોટ મૂકી રહ્યાં છે. ૧૨ મા ધોરણમાં 'બી' ગ્રુપ રાખો તો તબીબી લાઇન લઈ શકાય. હાલમાં તબીબી વ્યવસાય ટોચ ઉપર છે. તેને ટંકશાળ માનવામાં આવે છે. પરંતુ આ ટંકશાળ શરૂ થાય તે પહેલાં જ વાલીના ખિસ્સાં ફાટીને ચીંથરા થઈ જાય છે.  'બી' ગ્રુપ રાખો એટલે શાળાઓ અને ટ્યુશન ક્લાસવાળા મોટી ફી ખંખેરી લે છે.

પ્રાચીનકાળમાં આયુર્વેદ ભણવા માટે કે ભણાવવા માટે કોઈ નક્કર વ્યવસ્થા, પુસ્તકો, ગુરુઓ ન હતા છતાં આયુર્વેદ એક મુખ્ય ઉપચાર પદ્ધતિ હતી અને આજે પણ તેને અનુસરવામાં આવે છે. વર્તમાનમાં નક્કર વ્યવસ્થા હોવા છતાં તબીબો ગોથાં ખાય છે. તબીબી શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે. સરકારે ફી નિયમન કર્યું તો કોલેજ સંચાલકોએ નવો રસ્તો અપનાવ્યો છે. શિક્ષણ ફી ઉપર સરકારની મર્યાદા છે આથી હોસ્ટેલ ફી અને મેસ ફી આકાશ જેટલી ઊંચી કરી રૂપિયા ખંખેરે છે. હોસ્ટેલમાં એક પલંગ, એક કબાટની સુવિધા આપે અને વાર્ષિક બે લાખ રૂપિયા લે છે. લાઇટ બીલ અલગથી ભરવાનું!

વાલીઓ સંતાનને તબીબ બનવા માટે જમીન મકાન વેંચી નાખે છે, જંગી કરજ કરે છે. સેલ્ફ ફાઇનાન્સ માટેની ફી એક થી દોઢ કરોડ સુધી પહોંચી છે. અહીં આજે માસ્ટર ડિગ્રીની ચર્ચા નથી કરતાં, માત્ર સ્નાતક માટે જ કરોડો ખર્ચ કરવો પડે છે.

પસંદગી

સંતાનને શું પસંદ છે, તે ભણાવો. સામાજિક સંસ્થાઓ અને માનસ શાસ્ત્રના તબીબોએ આવા કાઉન્સિલિંગ કરવા જોઈએ. જામનગરના જ મારા મિત્ર કમલેશ નાણાવટીએ તેના બન્ને સંતાનોને તેની પસંદ અનુસાર ભણાવ્યા છે. મોટો પુત્ર ફાઇન આર્ટ્સમાં ખૂબ સારું કામ કરી રહ્યો છે. નામાંકિત આર્ટ ગેલેરીઓમાં તેના ચિત્ર પ્રદર્શન યોજાય છે. નાનો પુત્ર સંગીત ક્ષેત્રે શિક્ષણ મેળવી રહ્યો છે. આપણાં ખ્યાતનામ વક્તા અને લેખક જય વસાવડા પણ તેનું ઉદાહરણ ગણી શકાય. આ લેખ લખનાર વ્યક્તિએ પણ પત્રકારત્વની કેડી પસંદ કરી હતી.

બાળકની પસંદગી બાબતે શાળાઓએ પણ વધુ સક્રિય થવાની જરૂર છે. માધ્યમિક કક્ષાથી જ વિદ્યાર્થીઓની પસંદગી બાબતે અભ્યાસ શરૂ થઈ જવો જોઈએ. મોટાભાગના વાલીઓ રમત ક્ષેત્ર બહુ ધ્યાન આપતા નથી. કારણ કે, ત્યાં કમાણી મોડી અને અનિશ્ચિત હોય છે. પોલિટિકલ સાયન્સ પણ બહુ મહત્ત્વની શાખા છે. એક સમયે ગૃહ વિજ્ઞાન શાખા તેજીમાં હતી. હવે તે અસ્તાચળ તરફ છે. આપણી વિચારસરણી કારકિર્દીલક્ષી નથી પરંતુ કમાણીલક્ષી છે.

સંખ્યા

વસ્તી વધી રહી છે, પરંતુ તે પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી નથી તે મોટો ચિંતાનો વિષય છે. ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સૌરાષ્ટ્રમાંથી ૩.૬૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ધોરણ ૧૦ માં ૨,૧૫,૮૪૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં ૨૬,૫૨૩ અને સામાન્ય પ્રવાહમાં ૧,૨૫,૪૫૪ છે. જામનગરમાં ધોરણ ૧૦ માં ૧૬,૮૮૫, ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં ૧,૮૭૦ અને સામાન્ય પ્રવાહમાં ૯,૪૫૬ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ માં ૮,૫૦૭, ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૩૪૮ અને સામાન્ય પ્રવાહમાં ૪,૪૨૦ વિદ્યાર્થીઓ છે.

રાજ્યના ૧૬૩૪ કેન્દ્રો ઉપર બન્ને ધોરણના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે આ સંખ્યા ૧૬.૪૯ લાખ હતી. આમ, સરેરાશ કહીએ તો ૧.૫ લાખ વિદ્યાર્થીઓ ઘટયા!

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની પસંદગી, માનસિકતા, વાલીઓની આર્થિક સ્થિતિ, ઉપલબ્ધ અભ્યાસક્રમ બાબતે જેટલો અભ્યાસ (રિસર્ચ) થવું જોઈએ તેટલું થતું નથી.

નોકરી

આજે અહી સામાન્ય નોકરીની વાત નથી કરવી. હાલમાં 'ટ્વેલ્થ ફેઈલ' ફિલ્મ બહુ ચર્ચાસ્પદ રહી. કલેકટર, પોલીસ, વનવિભાગ, વિદેશ સેવા જેવી ઉચ્ચ નોકરી માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નામની પરીક્ષા પાસ કરવી પડે છે, જેને ટૂંકમાં યુ.પી.એસ.સી. ના નામે ઓળખવામાં આવે છે. ગુજરાતીઓ ત્યાં બહુ ઓછા જાય છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારના યુવાનો આ ક્ષેત્રે બહુ મહેનત કરે છે. આ નોકરી માટેના ટ્યુશન કલાસ ઉપર પણ અનેક ફિલ્મો, વેબ આવી ગઈ છે, તેટલો મોટો વ્યાપ ધરાવે છે.

એક સમયના માતબર અંગ્રેજી મેગેઝિન ઈન્ડિયા ટુડે ના તંત્રી અને હાલમાં ધ પ્રિન્ટના મુખ્ય સંપાદક શેખર ગુપ્તા લખે છે કે, યુ.પી.એસ.સી. આજે જે સ્વરૂપમાં છે તેને સમાપ્ત કરી દેવું જોઈએ. આ સર્વોચ્ચ સ્તરની સરકારી નોકરી માટેની ભરતી પ્રક્રિયા યાંત્રિક ગોખણપટ્ટીવાળી બની ગઈ છે. સ્પર્ધા તો સ્વચ્છ છે, પરંતુ આ સિસ્ટમ ઉપર અસંખ્ય કોચિંગ સંસ્થાઓનું ગ્રહણ લાગેલું છે. જ્યાં માંડ બે કે ત્રણ હજાર યુવાનો આ પરીક્ષા પાસ કરી શકે છે ત્યાં લાખો યુવાનો ઝંપલાવે છે અને અસંખ્ય પરિવારો દેવામાં ડૂબી જાય છે. નરેન્દ્ર મોદી જેવા નવી વિચારસરણીવાળા નેતાએ આવી ભરતી પ્રક્રિયાના નવીનીકરણ બાબતે પણ વિચારવું પડશે!

હેતુ

વર્તમાન સમયમાં શિક્ષણનો મુખ્ય ઉદ્ેશ નોકરી બની ગયો છે. પરંતુ બીજી વાસ્તવિકતા એ છે કે, જેટલું ઓછું ભણો તેટલાં વધુ કમાણી કરો! હાલના મોટા ભાગના અબજોપતિઓ કે કરોડપતિઓ બહુ ઓછું શિક્ષણ મેળવેલ હોય છે. આપણાં વડીલો કહેતા કે, ભણતર કરતાં ગણતર વધુ મહત્ત્વનું છે. આપણે ભણતર ને મહત્ત્વ આપીએ છીએ, પરંતુ ગણતરને ભૂલી ગયા છીએ. જ્યારે ભણતર આટલું વ્યાપક કે આધુનિક ન હતું ત્યારે પણ, ન્યુટન, ગેલેલિયો, પાઇથાગોરસ, આર્કીમીડિઝ કે જેને ગણિતશાસ્ત્રના પિતા કહેવાય છે તે, આલબાર્ટ આઈન્સ્ટાઈન, શકુંતલાદેવી, આર્યભટ્ટ, અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, ચિત્રકાર એમ. એફ. હુસેન, પંકજ ઉધાસ જેવા જિનિયસ લોકો પણ થઈ ગયા!

આજે આપણે તકલાદી જીવન પદ્ધતિ તરફ વધુ દોડી રહ્યાં છીએ. ગુણવત્તા ગુમાવી ચૂક્યા છીએ.

બીજી તરફ વિદેશ શિક્ષણ માટે પણ આંધળી દોડ લાગી છે. જે બાળક વિદેશમાં ભણતો હોય તેના વાલી તો જાણે સ્વર્ગની સીડી મળી ગઈ હોય તેમ માને છે. અમેરિકા, કેનેડા, રશિયા, યુ. કે. ચીન જેવા અનેક દેશોમાં આપણાં હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. કરુણતા તો એ બાબતની છે કે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસે આવા વિદ્યાર્થીઓનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. વિદેશના મોટાભાગના દેશોમાં ભારતીય ભણતર માન્ય નથી, ત્યાં નોકરી માટે ત્યાં ભણવું પડે છે, ત્યાંની પરીક્ષા આપવી પડે છે. પરંતુ બીજો સળગતો સવાલ એ છે કે, વિદેશમાં ભણીને ભારત પરત ફરે તો તેની ડિગ્રીને કેટલું માન્ય ગણવું તે નક્કી નથી. વિદેશમાં પ્રાપ્ત કરેલી ડિગ્રી ભારતમાં કેટલી માન્ય ગણાય તે જાણીને સંતાનોને બહાર ભણવા મોકલવા જોઈએ. વિદેશમાં તબીબી શિક્ષણ મેળવે તે ભારતમાં પ્રેક્ટિસ કરી શકે?

જે હોય તે, જાગતા નર સદા સુખી! વાલીઓ અને વિદ્યાર્થીઓએ હવે ગાડરીયા પ્રવાહમાં જોડાવાને બદલે  ભવિષ્ય માટે જાગવું પડશે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સતયુગથી કળીયુગ સુધી ભગવાન રામનો પ્રભાવ અવિરત અચલ અખૂટ રહ્યો છે

મોરારિબાપુ કથા દરમિયાન હવે રામ મહાત્મ્યને પ્રાધાન્ય આપે છેઃ ટીવી, ફિલ્મો, નાટકોમાં પણ રામજી છવાયેલા જ રહે છે!

સૌ પ્રથમ રામ કથા ભગવાન શિવજીએ કૈલાશ પર્વત ઉપર પોતાના નિવાસસ્થાને પાર્વતીજીને સંભળાવી હતી. ત્યારબાદ, માતા પાર્વતીજીએ કાગ ભૂષનડીજીને સંભળાવી હતી. કાગજીએ ત્યારબાદ ગરૃડને સંભળાવી હતી.  આપણી પાસે જે ઉપલબ્ધ છે તે તુલસીદાસજી દ્વારા લિખિત છે. રામાયણ પણ અનેક ગુરુઓ દ્વારા અનેક ભાષામાં, અનેક પ્રસંગોની વિવિધતા સાથે  ઉપલબ્ધ છે. રામ, સીતાનું જીવન બહુ રોચક અને ઉપદેશ સભર છે. સમયાંતરે તેનું સ્મરણ થતું રહે છે. તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિર લોકાર્પણ સાથે રામ ફરી માનસપટ ઉપર તાજા થયા. દરેક હિંદુના જીવનમાં, વિચારોમાં રામ પરિવાર સતત ઘૂમરાયા કરે છે. આજે રામ સંબંધિત કેટલીક બાબતો અને ઘટનાઓને ફરી યાદ કરવાનો પ્રયાસ કરીએ.

વર્તમાનમાં રામ કથાકાર તરીકે તલગાજરડાના એક સમયના શિક્ષક મોરારિદાસ હરિયાણી (મોરારિબાપુ) રામકથા કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે ૯૩૧ મી રામ કથા લીમડી ગામે શ્રી નિમ્બાર્ક ધામ લોકાર્પણ પ્રસંગે પૂર્ણ  કરી. બીજું રામાયણ આપણને રામાનંદ સાગરનું સ્મૃતિપટ ઉપર છે. જો કે તેને લગભગ ચાર દાયકા થઈ ગયા તેથી નવી યુવા પેઢીને તે બાબતની ખબર નથી. છેલ્લે, એટલે કે, વર્તમાન સમયમાં સોની ટીવી ઉપર નવી શ્રી શ્રીમદ્ રામાયણનું પ્રસારણ થઈ રહ્યું છે.

મોરારિબાપુ

મોરારિબાપુ રામચરિત માનસના પ્રસિદ્ધ વક્તા છે અને સમગ્ર વિશ્વમાં પચાસ વર્ષથી રામ કથાઓનું પઠન કરી રહ્યા છે. તેમની કથાનો એકંદર સિદ્ધાંત સાર્વત્રિક શાંતિ અને સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવવાનો છે. જ્યારે  કેન્દ્રબિંદુ શાસ્ત્ર પોતે છે, ત્યારે બાપુ અન્ય ધર્મોના ઉદાહરણો પર ધ્યાન દોરે છે અને તમામ ધર્મના લોકોને પ્રવચનમાં હાજરી આપવા આમંત્રણ આપે છે. મોરારિબાપુ સતત કહે છે કે, તમારા ઇષ્ટદેવનું અવશ્ય સ્મરણ કરો, પરંતુ સાથે સાથે રામ નામનું પણ સ્મરણ કરો. તે ૯૩૨મી કથા અયોધ્યામાં કરવાના છે.

બાપુનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા નજીક આવેલા  તલગાજરડા ગામમાં ૧૯૪૬માં શિવરાત્રિના દિવસે થયો હતો અને તેઓ આજે પણ તેમના પરિવાર સાથે ત્યાં રહે છે. તેઓ વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક  વંશના છે અને તેમના બાળપણનો મોટાભાગનો સમય તેમના દાદા અને ગુરુ ત્રિભોવનદાસ, દાદા અને દાદી અમૃત માની દેખરેખ હેઠળ વિતાવ્યો હતો. જ્યારે તેમના દાદી તેમને પ્રેમથી કલાકો સુધી લોકકથાઓ સંભળાવતા, તેમના  દાદાએ તેમને રામચરિત માનસ વિશેનું ઊંડું જ્ઞાન આપ્યું. બાર વર્ષની ઉંમર સુધીમાં, બાપુએ આખું રામચરિત માનસ કંઠસ્થ કરી લીધું હતું અને ચૌદ વર્ષની ઉંમરે રામ કથાનું પઠન અને ગાયન શરૃ કર્યું હતું.

મોરારિબાપુ હવે રામની જીવન કથા ઓછી કહે છે, પરંતુ રામ મહાત્મ્યને પ્રાધાન્ય આપે છે. રામના જીવન સંદેશને પ્રસારિત કરવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે, રામ પાસેથી વર્તમાન સમયમાં મર્યાદા શીખવાની જરૃર છે.  રાવણના જીવનમાં બધું અમર્યાદિત થઈ ગયું હતું માટે તેનો અંત આવ્યો. કોઈપણ મર્યાદા ઓળંગે એટલે નાશ તરફ ગતિ કરે છે. આજે પણ મોરારિબાપુના કંઠે રામકથા સાંભળવા હજારો લોકો ઉમટે છે. તે કહે છે, આ મારી  લોકપ્રિયતા નથી, આ ભગવાન રામની કૃપા જ છે!

જો કે આ રામ કથા બેસાડવી સામાન્ય માણસનું કામ નથી, કારણ કે તે માટે આયોજકે ૬૦ કરોડથી ઉપરનો જંગી ખર્ચ કરવો પડે છે. સામે પક્ષે સારી બાબત એ છે કે, શ્રોતાઓએ કોઈ ખર્ચ કરવો પડતો નથી, વિનામૂલ્યે કથા  શ્રવણ કરી શકે છે. સાથે ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન પણ મફત હોય છે. બાપુ હવે સવારે માત્ર ત્રણ કલાક જ કથા વાચન કરે છે. તેમણે લીમડીની કથામાં કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ પણ બહુ સારી રામ કથા કરતાં  હતા. મોરારજીભાઈના કહેવાથી જ તેમને, કથાના પ્રારંભમાં યોજાતી પોથી યાત્રામાં જોડાવાનું બંધ કરી દીધું.

રામ કથાકાર મોરારિબાપુ હાલમાં સેલિબ્રિટીનું સ્ટેટસ ભોગવે છે!

ટીવી શ્રેણી

૧૯૮૭ માં દૂરદર્શનમાં રામાયણ શ્રેણી પ્રસારણ સમયે સમગ્ર દેશમાં કર્ફયૂ જેવું વાતાવરણ થઈ જતું હતું. માત્ર રવિવારે સવારે જ તેનું પ્રસારણ થતું. તે સમયે ટીવી માટેનો પ્રાઇમ ટાઈમ ગણાતો હતો. રામાયણ એક ખૂબ જ સફળ  ભારતીય ટીવી શ્રેણી છે, જેનું નિર્માણ, લેખન અને દિગ્દર્શન રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. ૭૮ એપિસોડની આ સિરિયલ મૂળરૃપે દૂરદર્શન પર ૨૫ જાન્યુઆરી ૧૯૮૭ થી ૩૧ જુલાઈ ૧૯૮૮ દરમિયાન રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે પ્રસારિત કરવામાં આવી હતી.

તે સમયે રામની ભૂમિકા ભજવતા અરુણ ગોવિલ અને સીતાની ભૂમિકા ભજવતા દિપીકા ચીખલિયાને લોકો ભગવાનનું સ્ટેટસ ગણી પગે પણ લાગતા હતાં. ઘણી જગ્યાઓએ ભગવાન તરીકે તેમના કીરદારવાળા ફોટાઓની પૂજા આરતી કરવામાં આવતી હતી. રવિન્દ્ર જૈનનું ભક્તિ સંગીત ઠેર ઠેર સાંભળવા મળતું હતું.

રામાનંદ સાગર મૂળ તો ફિલ્મ નિર્માતા હતા અને મસાલા ફિલ્મો બનાવતા હતા, પરંતુ રામાયણના નિર્માણ પછી તે રામાયણના નિર્માતા તરીકે જ  ઓળખાવા લાગ્યા. આ શ્રેણી ભારતીય ટીવી જગતમાં નવી ચેતના અને ક્રાંતિ  લાવનાર બની રહી.

આ શ્રેણી પ્રાચીન ભારતીય ધર્મગ્રંથ રામાયણનું ટીવી રૃપાંતરણ હતું અને તે મુખ્યત્ત્વે વાલ્મિકી રામાયણ અને તુલસીદાસજીના રામચરિતમાનસ પર આધારિત હતું.  કેટલાક પ્રસંગો કમ્બનના કમ્બરમાયણ અને અન્ય ગ્રંથોમાંથી  લેવામાં આવ્યા હતા.

૨૦૨૦માં જ્યારે દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે તેનું પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું હતું, આ સમયે પણ રામાયણ કાર્યક્રમને ફરી એકવાર દૂરદર્શન ચેનલ પર સૌથી વધુ વ્યુઅરશિપ  રેટિંગ મળ્યું હતું. હાલમાં ત્રીજીવાર દૂરદર્શન ઉપરથી તેનું પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

૨૦૨૪

રામકથા એવરગ્રીન છે. સમયાંતરે તે લોકભોગ્ય બને છે તેથી મનોરંજન  જગત તેના નવા નવા અવતારો બનાવતુ જ રહે છે. વર્તમાન સમયમાં સોની ટીવી ઉપર રાત્રે ૯ કલાકે શ્રીમદ્ રામાયણ નામની નવી શ્રેણી પ્રસારિત થઈ  રહી છે. દક્ષિણના નિર્માતાઓ દ્વારા તેમની કાર્યશૈલી મુજબ આ નવી શ્રેણીને ભવ્ય રીતે બનાવવામાં આવી રહી છે. સ્વસ્તિક પ્રોડક્શન્સના બેનર હેઠળ સિદ્ધાર્થ કુમાર તિવારી દ્વારા નિર્મિત આ શ્રેણીમાં સુજય રેઉ રામના પાત્રમાં અને પ્રાચી બંસલ સીતાના પાત્રમાં છે, જેમનો અભિનય પણ સારો છે. આ શ્રેણીનું સંગીત લોકપ્રિય થયું છે.

આદિપુરૃષ

ગત વર્ષે ૨૦૨૩મા રીલીઝ થયેલી આદિપુરૃષ ફિલ્મ ભારતીય પૌરાણિક એક્શન ફિલ્મ છે જે હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત હતી. આ ફિલ્મ ઓમ રાઉત દ્વારા નિર્દેશિત અને સહ-લેખિતઅને ટી-સિરીઝ અને રેટ્રોફિલ્સ દ્વારા નિર્મિત હતી. હિન્દી અને તેલુગુમાં એકસાથે શૂટ કરવામાં આવેલ આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, સની સિંહ અને દેવદત્ત નાગે  છે. ફિલ્મનું સંગીત અજય-અતુલ દ્વારા રચાયેલ છે. આદિપુરુષનું બજેટ  ૬૫૦ કરોડનું હતું અને તેને સૌથી મોંઘી કેટલીક ભારતીય ફિલ્મોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ. રામ કથા હોવા છતાં દર્શકોને જરા પણ પસંદ ન આવી.

ફિલ્મી ઇતિહાસ

રામાયણ પર અત્યાર સુધી અસંખ્ય ફિલ્મો અને સિરિયલો બની છે, જેમાં  ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકા અલગ-અલગ કલાકારોએ ભજવી  છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પૌરાણિક વિષયો પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ વર્ષ ૧૯૧૭ની આસપાસ શરૃ થયો હતો. ૧૯૧૭માં  રિલીઝ થયેલી ફિલ્મ લંકા દહન હિન્દી સિનેમામાં રામાયણ પર બનેલી પ્રથમ ફિલ્મ હતી. રામરાજ્ય (૧૯૪૩), સંપૂર્ણ રામાયણ (૧૯૬૩) મુખ્ય કહી શકાય. વિદેશી સહયોગથી બનાવવામાં આવેલી 'રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ' એ હિંદુ મહાકાવ્ય રામાયણથી પ્રેરિત પ્રથમ એનિમેશન  ફિલ્મ  હતી. આ ફિલ્મ ભારતીય અને જાપાનીઝ એનિમેશન ઈન્ડસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી હતી. આ રામાયણની શ્રેષ્ઠ-એનિમેટેડ રીમેકમાંની એક હતી, અને તેની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આજે પણ અદભૂત છે. આ ફિલ્મ વર્ષ ૧૯૯૩માં રિલીઝ થઈ હતી.

રામા મંડળ

દાયકાઓ પહેલાં જ્યારે મનોરંજનના આધુનિક સાધનો કે શોધો ન હતી ત્યારે નાટ્ય કલાકારો ગામડે ગામડે ફરી નાટકો ભજવતા હતા. તેમાં મોટાભાગે રામાયણના પાત્રો દ્વારા જ મનોરંજન પીરસવામાં આવતું હતું. ભવાઇ કલામાં પણ રામ-સીતા પ્રસંગો મુખ્ય રહેતા હતા. માતા સિતાનું પાત્ર ઘણીવાર પુરુષ કલાકારો જ ભજવતા હતા. કારણ કે સ્ત્રી કલાકારોની તંગી હતી!

રાજકારણ

વર્તમાન શાસક પક્ષ ભાજપને રામ બહુ ફળ્યા છે. લાલકૃષ્ણ અડવાણીની રામ રથ યાત્રાને કારણે જ ભાજપનો વનવાસ પૂરો થયો અને ભારતના રાજકારણમાં ગાદી મળી. સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાએ ભાજપનું  ભવિષ્ય બદલી નાખ્યું. વર્તમાન સમયમાં પણ અયોધ્યા મંદિરને કારણે ભાજપ માટે ઉજળા સંજોગો લાવ્યું હોવાનું ગણિત મંડાઇ રહ્યું છે. મંદિર વહીં બનાએંગેના સૂત્રએ ભાજપને દિલ્હીની ગાદી આપી દીધી. આજે પણ રામને લોકોના માનસ પટ ઉપર જીવતા રાખવા માટે રાજકીય રીતે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

૩૩ કરોડ દેવી દેવતાઓમાં ભગવાન રામ ટોચનું સ્થાન ભોગવી રહયાં છે. ભારતમાં અત્ર તત્ર સર્વત્ર રામ ફેલાયેલા છે. સમયાંતરે તે ભક્તો સામે વિવિધ રૃપોમાં આવે છે.

સારાંશ

રામ મર્યાદા પુરુષ હતા, તેનો જીવન સંદેશ પણ સંયમ અને મર્યાદા માટે છે. રામના આ જીવન સંદેશને આપણે ચરિતાર્થ કરવામાં ઊણા ઉતાર્યા છીએ. આપણે અમર્યાદ અને બેફામ બની ગયા છીએ. લાવ લાવ અને સ્વાર્થમય  જીવી રહ્યાં છીએ. ભગવાન કૃષ્ણએ સંભવામી યુગે યુગે કહ્યું હતું, રામે આવું વચન આપ્યું નથી. રામને ભજવાની સાથે તેના મર્યાદા અને સંયમના ગુણોને પણ અપનાવવા જોઈએ.

રામાયણમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાના ત્યાગને લગભગ નજર અંદાઝ કરી દેવામાં આવ્યો છે. ઊર્મિલા વનમાં સાથે આવે તો, લક્ષ્મણ રામ-સીતાની સેવા યોગ્ય રીતે ન કરી શકે. લક્ષ્મણને ઊંઘ આવે તો પણ સેવામાં વિક્ષેપ પડે, આથી ઊર્મિલા લક્ષ્મણની નિંદ્રા ગ્રહણ કરી લે છે, અને કહેવાય છે કે, ઊર્મિલા લક્ષ્મણના ૧૪ વર્ષના વનવાસ દરમિયાન આયોધ્યાના મહેલમાં તંદ્રામાં રહી અને લક્ષ્મણે જાગતા રહી ભાઈ-ભાભીની સેવા કરી!

આપણે પણ, જો કોઈ સેવા કરતું હોય તો, તેના કાર્યમાં અડચણરૃપ ન બનવું જોઈએ. ઊર્મિલાની જેમ સેવકને જાગતા રાખવા પ્રયાસો કરવા જોઈએ!

જય શ્રીરામ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શક્તિ અને આસ્થાના અખૂટ સ્ત્રોત સમાન રૃદ્રાક્ષ શિવજીએ માનવોને આપેલા આશીર્વાદ છે

સૌથી લાંબી આવરદા ધરાવતું ધરતી ઉપરનું આ ઍક માત્ર બીજ છેઃ એકથી ૨૧ મુખી રૃદ્રાક્ષ મળી શકે છે

સનાતન ધર્મમાં રૃદ્રાક્ષનું મહત્ત્વ અનેરૃં છે. શિવ આરાધના માટે ભક્તો રૃદ્રાક્ષ  ધારણ કરે છે. આરોગ્ય માટે પણ તેને મહત્વ આપવામાં આવે છે. રૃદ્રાક્ષ એ ઝાડ ઉપર ઊગતું ફળ છે, જે જવલ્લે જ જોવા મળે છે. રૃદ્રાક્ષ પણ વિવિધ પ્રકારના હોય છે. સામાન્ય રીતે એક થી ૨૧ મુખી સુધીના રૃદ્રાક્ષ ઉપલબ્ધ છે. રૃદ્રાક્ષ સંસ્કૃત ભાષાનો એક સંયોજન શબ્દ છે જે રૃદ્ર અને અક્ષ શબ્દોથી બનેલો છે. ''રૃદ્ર'' એ ભગવાન શિવના વૈદિક નામોમાંનું એક છે અને ''અક્ષ'' નો અર્થ છે, 'આંખના આસું', તેથી તેનો  શાબ્દિક અર્થ થાય છે ભગવાન રૃદ્ર (ભગવાન શિવ) ના આંસુ.

ઉત્પત્તિ

શાસ્ત્રો અનુસાર ''ત્રિપુરાસુર'' નામના રાક્ષસે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને તક્ષક સાથે યુદ્ધ કરીને તેને પરેશાન કરી મૂક્યા હતા. લોકોના જીવનમાં તબાહી મચાવી દેતાં દેવતાઓ આ દુષ્ટ રાક્ષસથી છૂટકારો મેળવવા માટે મદદ  માટે ભગવાન શિવ પાસે ગયા. ત્યારબાદ ભગવાન શિવે તેમના ધનુષ અને તીર સાથે-તેમના ખાસ શસ્ત્ર ''કાલાગ્નિ'' ધારણ કર્યું. કાલાગ્નિની શક્તિઓ પ્રાપ્ત કરવા માટે તેણે હજારો દૈવી વર્ષો સુધી તપ કર્યું હોવાનું માનવામાં આવે  છે. ધ્યાન અને પ્રસન્નતાના થાકને કારણે તેમની આંખમાંથી આંસુ ટપકતા હતા અને જ્યાં આ આંસુ પડ્યા હતા ત્યાં રૃદ્રાક્ષના વૃક્ષો ઉગ્યા હોવાનું માનવામાં આવે છે.

બીજી કથા અનુસાર ભગવાન શિવને જન્મ અને મૃત્યુના પુનરાવર્તિત ચક્રમાંથી પસાર થતા માણસની વેદના જોઈને દુઃખ થયું. માણસ આ અનંત ચક્રમાંથી મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરી શકતો ન હોવાથી તે દુઃખી હતો. ઊંડી વેદનાને કારણે તેની આંખોમાંથી આંસુના ટીપાં વહેવા લાગ્યા અને જ્યાં આ આંસુનાં ટીપાં પડ્યાં ત્યાં રૃદ્રાક્ષનાં વૃક્ષો ઉગ્યાં હોવાનું મનાય છે. આ વૃક્ષોના બીજ (રૃદ્રાક્ષ)માં જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મોક્ષ (મોક્ષ) પ્રદાન કરવાની  શક્તિઓ હોવાનું માનવામાં આવે છે. તેથી પ્રાચીન સમયથી, ઋષિમુનિઓ અને અન્ય પવિત્ર પુરૃષો મોક્ષની શોધમાં રૃદ્રાક્ષ પહેરતા હતા, જે ભગવાન  શિવ તરફથી માનવજાતને એક અદ્ભુત ભેટ છે.

શિવ-મહાપુરાણ અનુસાર, શિવની દૈવી પત્ની પાર્વતીએ રૃદ્રાક્ષ વિશે પૂછ્યું  અને ભગવાન શિવે તેનો પ્રશ્ન સાંભળીને કહ્યું કે તેણે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી અને આંખો બંધ કરીને થાકીને તેણે આંખો ખોલી અને થોડા આંસુના  ટીપાં પૃથ્વી પર પડ્યા અને આ રૃદ્રાક્ષમાંથી વૃક્ષો ઉગ્યા હોવાનું મનાય છે.

ઉપયોગ

રૃદ્રાક્ષ નામના ફળનો મહત્તમ ઉપયોગ આધ્યાત્મિક ક્ષેત્રમાં થાય છે. તેને પહેરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. રૃદ્રાક્ષ શિવનું વરદાન છે, જેને ભગવાન શંકરે સંસારના ભૌતિક દુઃખોને દૂર કરવા માટે પ્રગટ કર્યું છે. સામાન્ય રીતે ભક્તો તેને આસુરી શક્તિઓથી રક્ષવા માટેની  રક્ષણાત્મક ઢાલ તરીકે અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માટે પહેરે છે. આ બીજ મુખ્યત્ત્વે ભારત અને નેપાળમાં ઓર્ગેનિક રૃપમાં જોવા મળે છે.

ભારત અને નેપાળમાં રૃદ્રાક્ષની માળા પહેરવાની જૂની પરંપરા છે. ભગવાન શિવ પોતે રૃદ્રાક્ષ માળા ધારણ કરે છે અને રૃદ્રાક્ષ માળાનો ઉપયોગ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ પુનરાવર્તિત થાય છે. જો કે રૃદ્રાક્ષ  પહેરવા માટે મહિલાઓ પર કોઈ ચોક્કસ પ્રતિબંધો નથી, તેમ છતાં સ્ત્રીઓ માટે મોતી જેવી અન્ય સામગ્રીમાંથી બનેલી માળા પહેરવી સામાન્ય છે. ધર્મિક માન્યાત અનુસાર  આ માળા પહેરવા બાબતે ધાર્મિક આચારસંહિતા પાળવી  જરૃરી છે. સ્મશાન યાત્રા, સ્ત્રીને માસિક ધર્મ સમયે, સૌચ કર્મ સમયે, સ્નાન કરતી વખતે જ ઉતારી લેવી જોઈએ.

રૃદ્રાક્ષના વૃક્ષને ઈઙ્મર્ટ્ઠીષ્ઠટ્ઠિૅેજ ખ્તીહૈંિેજ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષોની  ઊંચાઈ ૫૦ ફૂટથી ૨૦૦ ફૂટ સુધીની હોય છે. તે મુખ્યત્ત્વે નેપાળ, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, હિમાલય અને ગંગાના મેદાનોમાં જોવા મળે છે. સૌથી  મહત્ત્વની વાત એ છે કે આપણા દેશમાં રૃદ્રાક્ષની ૩૦૦ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તેનાથી પણ વિશેષ વાત એ છે કે તે સદાબહાર વૃક્ષ છે, જે ઝડપથી વધે છે. આ વૃક્ષને ફળ આવતાં ૩ થી ૪ વર્ષ લાગે છે.

રૃદ્રાક્ષના પ્રકાર

એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં રૃદ્રાક્ષના ૧૦૮ મુખ હતા, પરંતુ હવે તેની માળામાં લગભગ ૧ થી ૨૧ રેખાઓ છે. તેનું કદ મિલીમીટરમાં માપવામાં આવે છે. ૨૦ થી ૩૫ મીમી (૦.૭૯ અને ૧.૩૮ ઇંચ) વચ્ચેના રૃદ્રાક્ષ નેપાળમાં અને ૫ થી ૨૫ મીમી (૦.૨૦ અને ૦.૯૮ ઇંચ) ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. તે લાલ, સફેદ, ભૂરા, પીળા અને કાળા રંગોમાં પણ આવે છે જે બહુ જૂજ જોવા મળે છે, આપણે ત્યાં મહત્તમ બ્રાઉન કલરના જ મળે છે.

રૃદ્રાક્ષ અતિ પ્રાચીન ફળ છે, જે દક્ષિણ પૂર્વ એશિયા (જાવા, કોરિયા, મલેશિયાના ભાગો, તાઈવાન, ચીન) અને દક્ષિણ એશિયા (ઉત્તર ભારત અને નેપાળ) ના સ્થળોએ વૃક્ષો પર ઉગે છે. રૃદ્રાક્ષ સૌથી શુદ્ધ, સૌથી અસરકારક, ઉપયોગી, પ્રાચીન છે. રૃદ્રાક્ષ ફળનું બીજ છે. તે ગુચ્છોમાં ઉગે  છે. તે મે-જૂનમાં ખીલે છે અને સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે પાકે છે. તેનો પલ્પ કઠણ હોય છે અને તેના બીજ સાથે ચોંટી રહે છે. તેને ઘણાં દિવસો સુધી પાણીમાં રાખવામાં આવે છે અને પછી માવો છોલીને રૃદ્રાક્ષને બહાર કાઢવામાં આવે છે.

ઔષધિય ગુણો

આ ફળ ઔષધીય ગુણ પણ ધરાવે છે. તેની માળા ગળામાં પહેરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનું તેલ ખરજવું, દાદ અને ખીલથી પણ રાહત આપે છે. રૃદ્રાક્ષ શ્વાસનળીના અસ્થમામાં પણ રાહત આપે છે. આ સિવાય  તેને પહેરવાથી ઉંમરની અસર ઓછી થાય છે. રૃદ્રાક્ષ ધારણ કરવાથી હૃદયના રોગો, ચિંતા વગેરેમાંથી રાહત મળે છે તેવી માન્યતા છે.

૨૧ પ્રકાર

(૧) એક મુખી રૃદ્રાક્ષનું મહત્ત્વ અનેરૃં છે. તે બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તે ઇષ્ટદેવ શિવને અતિ પ્રિય છે. ધ્યાન, એકાગ્રતા, બુદ્ધિના વિકાસ અને ચતુરાઇ માટે ધારણ કરવામાં આવે છે.

(૨) બે મુખી રૃદ્રાક્ષ શિવ સ્વરૃપ અર્ધ નારેશ્વરને પ્રિય છે. તેને ધારણ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે.

(૩) ત્રણ મુખી રૃદ્રાક્ષ અગ્નિ દેવને પ્રિય છે અને તેને પાપનાશક અને રોગનાશક માનવામાં આવે છે.

(૪) ચાર મુખી રૃદ્રાક્ષના ઇષ્ટ દેવ બ્રહ્માજી છે. સર્જનાત્મક શક્તિમાં વધારો કરે છે, યાદશક્તિ, કલા અને બુદ્ધિ માટે પ્રેરક બળ છે. 

(૫) પાંચ મુખી રૃદ્રાક્ષ કાલાગ્નિને પ્રિય છે. માનસિક શાંતિમાં વધારો કરે છે. મુખ્યત્ત્વે ધ્યાન ધરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

(૬) છ મુખી રૃદ્રાક્ષ ભગવાન કાર્તિકેને પ્રિય છે. વિવેક બુદ્ધિ, શિક્ષણ, ચાતુર્ય વધારવા માટે મહત્ત્વનો છે.

(૭) સાત મુખી રૃદ્રાક્ષના ઇષ્ટ દેવી લક્ષ્મીજી છે. તે આર્થિક પરિસ્થિતિ સુધારવા, વેપાર વાણિજ્યકારક માનવામાં આવે છે.

(૮) આઠ મુખી રૃદ્રાક્ષ ગણેશજીને પ્રિય છે અને તેથી વિઘ્નહર્તા માનવામાં આવે છે.

(૯) નવ મુખી રૃદ્રાક્ષમાં દુર્ગાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને ધારણ કરનારને શક્તિ પ્રદાન થાય છે, નવી ઉર્જાનો સંચાર કરે છે. જીવનને ગતિમય અને ભક્તિમય બનાવે છે.

(૧૦) દશ મુખી રૃદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. ધારણ કરનારને નકારાત્મક વિચારો અને આસુરી શક્તિથી રક્ષણ આપે છે.

(૧૧) અગિયાર મુખી રૃદ્રાક્ષ રામ ભક્ત હનુમાન પ્રિય છે. નિડર બનવા, શક્તિ અને બળ પ્રાપ્ત કરવા તેને ધારણ કરવામાં આવે છે.

(૧૨) બાર મુખી રૃદ્રાક્ષ ધારણ કરવાથી નેતૃત્વના ગુણો વિકસે છે, વહીવટી કુશળતા મળે છે અને તંદુરસ્ત હૃદય માટે ગુણકારી છે. તે સૂર્યદેવનું પ્રતિનિધિત્વ કરે છે.

(૧૩) તેર મુખી રૃદ્રાક્ષ પ્રખર વક્તા, શરાફી પેઢી, માર્કેટિંગ વ્યવસાય ફાયદાકારક છે અને ભગવાન ઇન્દ્રને પ્રિય છે.

(૧૪) ચૌદ મુખી રૃદ્રાક્ષ ભગવાન શિવ અને ભગવાન હનુમાન બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે. નિર્ણય શક્તિને બળવાન અને સચોટ બનાવે છે.

(૧૫) પંદર મુખી રૃદ્રાક્ષ ભગવાન પશુપતિનાથને પ્રિય છે અને દીર્ઘદૃષ્ટા બનાવમાં સહાય કરે છે. ધન સંપત્તિમાં વધારો કરે છે.

(૧૬) સોળ મુખી રૃદ્રાક્ષ ભગવાન રામને પ્રિય છે. તેને ધારણ કરવાથી વિપરીત પરિસ્થિતિ અનુકૂળ બને છે, કોર્ટ કચેરીના પ્રશ્નોમાં મદદ મળે છે.

(૧૭) સત્તર મુખી રૃદ્રાક્ષ ભગવાન વિશ્વકર્માને પ્રિય છે અને ધારણ કરનાર નવા ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે. આકસ્મિક ધનલાભ કરાવે અને ધાર્મિક વૃત્તિમાં વધારો કરાવે છે.

(૧૮) અઢાર મુખી રૃદ્રાક્ષ ભૂમિ દેવને પ્રિય છે. વ્યાપાર ક્ષેત્રે વૃદ્ધિ, જમીન મકાન સોદામાં લાભ આપે છે અને સંપત્તિકારક મનાય છે.

(૧૯) ઓગણીસ મુખી રૃદ્રાક્ષ વિષ્ણુ ભગવાનને પ્રિય છે. નેતૃત્વના ગુણો વિકસે છે અને લોકચાહના વધે છે.

(૨૦) વીસ મુખી રૃદ્રાક્ષ બ્રહ્માજીને પસંદ છે. તેને ધારણ કરવાથી હકારાત્મક ઉર્જા મળે છે. સંબંધોમાં નવી શક્તિનો સંચાર થાય છે.

(૨૧) એકવીસ મુખી રૃદ્રાક્ષ કુબેરજીને પ્રિય છે. આ રૃદ્રાક્ષ ફળ બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તે ધનમાં વૃદ્ધિ કરે છે, જીવનમાં સ્થિરતા લાવે છે અને વૈભવશાળી જીવનની પ્રાપ્તિ થાય છે.

રૃદ્રાક્ષ માટે એમ કહેવાય છે કે, શિવજીના આશીર્વાદને કારણે તેનો સામાન્ય સંજોગોમાં નાશ થતો નથી. જો તેની યોગ્ય માવજત અને કાળજી રાખવામાં  આવે તો તે અનંત કાળ સુધી ટકે છે. ધરતી ઉપરનું આ ઍક માત્ર બીજ છે જે, સૌથી લાંબી આવરદા ધરાવે છે.

વર્તમાન સમયમાં રૃદ્રાક્ષ પણ નકલી મળતા હોવાનું કહેવાય છે. જેને સામાન્ય લોકો ઓળખી શકતા નથી. અસલી રૃદ્રાક્ષને ઓળખવાની કેટલીક પદ્ધતિઓ પણ છે. હવે આધુનિક એક્સ-રે પદ્ધતિ પણ આવી છે. જેમાં તેની ઊંડી તપાસ કરવામાં આવે છે.

ધાર્મિક સ્થળો ઉપર રૃદ્રાક્ષ મોટા પ્રમાણમાં વેંચાય છે. ભાવ પણ સામાન્યથી અસામાન્ય સુધી હોય છે. સામાન્ય લોકો તો માત્ર આસ્થા અને વિશ્વાસના આધારે જ ખરીદી કરતાં હોય છે.

રૃદ્રાક્ષ આસ્થાનો વિષય છે, તેથી વાચકોએ વિવેક બુદ્ધિપૂર્વક આ લેખ વાચીને અમલ કરવો.

- પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આંકડા આધારિત વર્તમાન ફોર્મેટને વિરામ આપવો જોઈએ!

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સહી સિક્કા નહીં, ભૂમિપૂજન કે ઉદ્ઘાટન કરો!ઃ ૨૦૨૪ માં ૯૮ હજાર એમ.ઓ.યુ. થયા, એટલે એક જિલ્લાના ભાગે ૩ હજાર આવે!!

વર્તમાન ભારતના લોકપ્રિય, સક્ષમ અને દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ખ્યાતિ મળી હોય તો તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે. તેમણે બિન અનુભવી મુખ્યમંત્રીમાંથી એક નવી  આભા કંડારી તેનું એક શ્રેય આ સમિટને પણ જાય છે. ગુજરાતને ચેતનવંતુ અને ગતિશીલ બનાવવા માટે દેશ વિદેશના નામાંકિત અને મોટા ઉદ્યોગગૃહોને રાજ્યમાં આમંત્રણ આપી રોકાણ કરવા જણાવ્યું. દેશમાં આવી પહેલી  ઘટના હતી, જેમાં એક મુખ્યમંત્રી સીધા દેશ વિદેશના ફલક ઉપર પહોંચી ગયા. ગાંધીનગરમાં પણ સરકારી તંત્ર દોડતું અને વિચારતું થયું. રેડ ટેપીઝમ બંધ થયું, સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ થઈ. નરેન્દ્ર મોદી ગુજરાતને એક મેગા સ્ટેટ બનાવવા માંગતા હતા, થોડે ઘણે અંશે બન્યું પણ ખરું.

ઉદ્દેશ

ખેતી પ્રધાન રાજ્યમાં વૈકલ્પિક રોજગારી વધારવી હોય તો ઉધોગ જરૃરી છે. નાના એકમો બહુ ટકી ન શકે અથવા મોટી રોજગારી ન આપી શકે. જ્ઞાન અને કૌશલ્યનો પણ અભાવ હોય. આથી મોટા, નવા અને ગેમ ચેન્જર  એકમો આવે તો જ ઝડપથી પ્રગતિ થાય. તેમને શાળા પ્રવેશ ઉત્સવ, કૃષિ મહોત્સવ જેવી નાની નાની બાબતોને પણ મહત્ત્વ આપ્યું અને પાયાની બાબતો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે શરૃ કરેલાં અભિયાનો આજે પણ ચાલે છે, પરંતુ તે હવે ધ્યેય ભટકી ગયા હોય તેમ લાગે છે. મોદીજી મેગા પ્રોજેક્ટના ચાહક છે. તેમના કાર્યોની નાણાકીય સિદ્ધિઓ કેલ્ક્યુલેટરમાં ન સમાય તેટલી જંગી હોય છે. ટુંકમાં કે  સરળ ભાષામાં કહીએ તો તેમની આંકડાકીય સિદ્ધિઓ બહુ મોટી હોય છે. ગુજરાતની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટની આંકડાકીય સિદ્ધિઓ બહુ મોટી અને સામાન્ય માણસ વિચારી ન શકે તેટલી મોટી હોય છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટને તાજેતરમાં ૨૦ વર્ષ થયા, અને ૨૦૨૪ માં ૧૦ મી સમિટ મળી! ૧૦ સમિટના આંકડાઓનો સરવાળો કરો તો, ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ જવી જોઈએ, પરંતુ તેમ થયું નથી. સમિટના અંતે રજૂ કરવામાં આવેલી વિગતો વાંચી લાગે કે, હવે સમિટ આંકડાઓમાં અટવાઈ ગઈ છે.

સરકારી નિવેદન

ગુજરાત સરકારના પ્રવકતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦ મી વાઇબ્રન્ટ સમિટની પૂર્ણાહુતિ પછી માહિતી આપતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિમાં ૧૪૦ દેશોમાંથી ૬૧ હજારથી  વધુ સહભાગીઓએ હાજરી આપી હતી, જેમાં વિવિધ વિષયો પર ૧૫૦ સેમિનાર યોજાયા હતા. આ ઉપરાંત સમિટમાં ૨૮૬૨બી૨બી બેઠકો અને  ૧૩૬૮બી૨જી બેઠકો યોજાઈ હતી. સૌથી અગત્યનું, સેમિકન્ડક્ટર, ઇ-મોબિલિટી, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને તેના જેવા ક્ષેત્રોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૨૨ વીજીજીએસમાં ૫૭,૨૪૧ પ્રોજેક્ટ્સ માટે રૃપિયા ૧૮.૮૭ લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે કોવિડ-૧૯ રોગચાળાને કારણે મુલતવી રાખવા પડ્યા હતા.

આ ઉપરાંત જાન્યુઆરી-૨૦૨૪ની શરૃઆતમાં યોજાયેલી સમીટની દસમી આવૃત્તિ માટે રૃપિયા ૨૬.૩૩ લાખ કરોડના ૪૧,૨૯૯ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુલ મળીને, ૪૫.૨૦ લાખ કરોડના મૂલ્યના ૯૮.૫૪૦ હજાર પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે એક રેકોર્ડ છે.

વાસ્તવિકતા

૧૦મી સમિટમાં ૪૫ લાખ કરોડના રોકાણો માટે ૯૮,૫૪૦ એમ.ઓ.યુ. એટલે કરારો કરવામાં આવ્યા છે. ગુજરાતનાં ૩૩ જિલ્લા છે, તેથી એક જિલ્લાના ભાગે ૩ હજાર એમ.ઓ.યુ. કે કરાર આવે. આ ગળે ન ઉતરે તેવી બાબત છે. ડાંગ, પોરબંદર કે દ્વારકા જિલ્લામાં કેટલા કરારો અમલી બની શકે? આવા નાના જિલ્લાઓને બાદ કરો તે મોટા જિલ્લાઓમાં પાંચ હજાર ભાગે આવે. ૪૫ લાખ કરોડના આર્થિક આંકડાના ગુણાકાર અને ભાગાકારમાં પણ આવી જ અવાસ્તવિકતા જોવા મળે. આ તો માત્ર ૨૦૨૪ ની જ વાત છે, કુલ ૧૦ સમિટ યોજાઇ, તે બધાના સરવાળા કરો તે ઈન્દ્રનું આસન પણ હચમચી જાય! લોકોને લાગે છે કે, મોટા આંકડાઓ અને સિદ્ધિઓની વચ્ચે વાસ્તવિકતા ઢંકાઈ ગઈ છે.

સમિટની વિગતોનો અભ્યાસ કરતાં જોવા મળે છે કે, સરકાર કહે છે કે, સાણંદ, માંડલ અને બેચરાજીમાં મોટાં રોકાણો આવ્યા છે. સારી બાબત છે. પરંતુ બીજા જિલ્લાઓનું શું? જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ડાંગ, નર્મદા જેવા જિલ્લાઓમાં આજે પણ સ્થાનિક પરંપરાગત ઉદ્યોગ ઉપર લોકો નભે છે. રાજ્ય સરકાર સિદ્ધિઓની વાત કરે છે ત્યારે વાસ્તવિકતા છાની રહેતી નથી.

વાસ્તવિકતા એ છે કે, રાજ્ય સરકાર સાથે કરાર કર્યા પછી ૬૦ ટકા ઉદ્યોગપતિઓ અલોપ થઈ જાય છે. સમિટમાં ફોટા પડાવ્યા પછી ક્યાંય દેખાતા નથી. ૨૦ ટકા જમીન, સબસિડી જેવા લાભો લઈ સરકી જાય છે. અનેક કરારો એવા હોય છે કે, જેના પ્રોજેક્ટ પ્રગતિમાં જ હોય છે અને  વાઈબ્રન્ટના નામે ચઢાવી દેવામાં આવે છે.

વાઇબ્રન્ટ સમિટનો મૂળ ઉદ્દેશ તો નવા, આધુનિક, રોજગારપ્રદ, વાસ્તવિક, વિદેશી ઉદ્યોગ આવે અને ગુજરાત ગતિશીલ બને તેવો હતો, જે હવે  આંકડાબાજીમાં અટવાઈ ગયો છે.

વર્ષ ૨૦૦૩ ની પ્રથમ સમિટમાં એક હજાર ડેલિગેટ્સ આવ્યા હતા, જ્યારે ૨૦૨૪ માં તે સંખ્યા ૬૧ હજારે પહોંચી છે. પ્રથમ સમયે ૫૫ હજાર કરોડના રોકાણો માટે ૧૭૬ દરખાસ્તો આવી હતી. જે હવે ૪૫ લાખ કરોડના રોકાણો અને ૯૮ હજાર કરારો સુધી પંહોચી છે.

હિસાબ

ગુજરાતનાં સૌથી મોટા ઇવેન્ટ તરીકે યોજાતી આ સમિટના ખર્ચના આંકડા અબજોમાં હોય શકે છે, પરંતુ જાહેર કરવામાં આવતાં નથી! બીજી તરફ ૧૦ ઇવેન્ટમાં કુલ રોકાણના કરારો કે વાસ્તવિક સિદ્ધિઓની જાણકારી સરકારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નથી! એમ.ઓ.યુ. બાબતે આછેરી માહિતી મળે છે તે મુજબ ૧૦ ઇવેન્ટમાં કુલ ૧,૭૫,૨૧૬ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે જેમાં ૨૦૦૭, ૨૦૧૩ અને ૨૦૧૫ ની માહિતી ઉપલબ્ધ નથી! કુલ પોણા બે લાખ કરારોમાંથી ૯૮ હજાર તો ૨૦૨૪ માં જ કરવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીના બ્રેઇન ચાઇલ્ડ તરીકે ચાલતી આ સમિટના પ્રયાસો અને સિદ્ધિઓનો હિસાબ સરકાર પાસે નથી, અને લોકોને જાણકારી પણ નથી. દરેક સમિટ પત્યા પછી ખાધું પીધું ને રાજ કર્યું જેવી ઉક્તિ સાથે સૌ છૂટા પડે છે.

જામનગર

વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ માં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ સમિટમાં શું કરવામાં આવ્યું, તેની આધિકારિક વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ મનપા દ્વારા રૃપિયા ૨૦૧૬ કરોડના કામો માટે ૯૩ એમ.ઓ.યુ.  કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવતા રૃટિન બાંધકામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિટ વગર પણ આ કાર્યો થવાના જ હતાં! હકીકતમાં ૯૩ કરારની વિગતો જાહેર કરવી જૉઇએ, કે જે ગેમ ચેન્જર હોય. બીજા જિલ્લાઓમાં પણ હવે બંધ બારણે કરારો કરી ગાંધીનગરમાં રજૂ કરી દેવામાં આવે છે.

મારી જાણ મુજબ જામનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટને કારણે કોઈ નવો, આધુનિક, મોટો ગેમ ચેન્જર ઉદ્યોગ આવ્યો નથી. કોઈ શિલાન્યાસ થયો હોવાનું જાણમાં નથી. જામનગર બ્રાસ પાર્ટસનું મોટું મથક છે. કૃષિ ક્ષેત્ર પણ  ફેલાયેલું છે, ત્યારે આ માટે ફૂડ પ્રોસેસિંગ યુનિટ કરી શકાય. લાંબો સાગર કાંઠો છે, તેના માટે પણ કામ થઈ શકે.

હાલારમાં ૧૦ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ દરમિયાન શું મળ્યું? તે એક મોટો સવાલ છે. જો હોય તો, છાતી ઠોકીને જાહેર કરવું જોઈએ.

ઉકેલ

ગુજરાત વાઇબ્રન્ટ સમિતને ૧૦ સિઝન પછી હવે વિરામ આપી, નવેસરથી ફોર્મેટ તૈયાર કરવું જોઈએ. દરેક જિલ્લાના ભાગે એક ગેમ ચેન્જર ઉદ્યોગ આવે તેવું આયોજન કરવું જોઈએ. ભલે, માત્ર ૫૦ કરાર થાય, પરંતુ તેનો ૧૦૦ ટકા અમલ થવો જોઈએ. કરાર કરનાર પાસેથી એમ.ઓ.યુ.ની રકમના અમૂક ટકા એડવાન્સ ડિપોઝિટ લેવી જોઈએ, જો તે એકમ ન કરે તો તે રકમ ખાલસા કરવી જોઈએ.

ગુજરાતનાં લોકો હવે ૯૦ કે ૯૫ હજાર એમ.ઓ.યુ.ના આંકડામાં રસ નથી ધરાવતા. રાજ્ય સરકારને વિનંતિ કે કરવું જોઈએ! પ્રજાની વિનંતી ઓછું કરો, પરતું નક્કર કરો!

બે વર્ષ દરમિયાન ૫૦ જ મોટા ઉદ્યોગ સાથે સંકલન કરો, પ્લાન કરો અને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સહી સિક્કા નહીં, ભૂમિપૂજન કે ઉદ્ઘાટન કરો!

સમતુલન

ગુજરાતમાં પ્રાદેશિક સમતુલન બગડી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જ વસ્તી અને વેપાર કેન્દ્રિત થઈ રહ્યો છે. ગીચતા વધી રહી છે. કારણ કે, સરકાર તેની મોટા ભાગની ફાળવણી આ શહેરોની આસપાસ જ કરે છે. બીજા વર્ગના શહેરો, જુનાગઢ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, દાહોદ, હિંમતનગર જેવા શહેરોને હવે પ્રાધાન્ય આપવું જોઈએ. જ્યાં મોટી આર્થિક પ્રવૃત્તિઓ થાય. ચાર મોટા શહેરો હવે વસ્તી અને સમસ્યાઓથી ફાટી રહ્યાં છે. અમદાવાદથી મુંબઈ સુધીનો પટ્ટો તો અતિ ગીચ બની ગયો  છે. ભરૃચ-સુરત હાઇવે ઉપર મુસાફરી દુષ્કર બની છે. ભાજપ સરકારે  સૌરાષ્ટ્ર પટ્ટા ઉપર હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૃર છે. અહીં કુદરતી સંશાધનો, ફાજલ જમીન અને માનવ શક્તિ ઉપલબ્ધ છે. એલેન મસ્કના ટેસ્લા પ્રોજેક્ટને અમરેલી કે જૂનાગઢમાં કેમ લાવી ન શકાય?

સારાંશ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને હવે વાસ્તવિક બનાવવાની જરૃર છે. માત્ર કરારો જ કરવા, સેમિનાર કરવા કે પ્રદર્શનો યોજવા પૂરતી સીમિત રાખવી ન જોઈએ. હવે, મોટા એકમોને ભૂમિ પૂજન કે ઉદ્ઘાટન કરવા પ્રેરિત  કરવા જોઈએ. ૯૮ હજાર કરારોને બદલે માત્ર ૯૮ જ કરો, પરંતુ તેના ભૂમિપૂજન કે પ્રારંભ જ કરાવો. વર્ષ ૨૦૦૩ મા પ્રથમ સમિટ નવરાત્રિમાં યોજાઇ હતી જેનું ઉદ્ઘાટન તત્કાલીન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કર્યું  હતું. હવે ૨૦૨૬ માં નવા રૃપ રંગ સાથે યોજવી જોઈએ. જેમાં માત્ર વાતો નહીં પરંતુ અમલીકરણ તબક્કાનો સમાવેશ જ કરવો જોઈએ.

નરેન્દ્ર મોદીએ ફરી તેમની કુશાગ્ર બુદ્ધિ, દીર્ઘદૃષ્ટિ, અનુભવ, વૈશ્વિક  પ્રતિભા, સવાયા ગુજરાતી તરીકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને નવજીવન આપવાની જરૃર છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh