Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૧-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બબલને લઈ વિશ્વમાં ચિંતા, એનવિડીયાના નબળા પરિણામો સામે ભારતની અમેરિકા સાથે ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને આઈટી પ્રોફેશનલોની માંગને લઈ અમેરિકા એચ૧બી વીઝામાં ઢીલ મૂકે એવી શકયતા સાથે વૈશ્વિક આઉટસોર્સિંગમાં ફરી વૃદ્વિની અપેક્ષાએ ગઈકાલે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી, જો કે આજે સપ્તાહના અંતિમ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા કારોબાર કરી રહ્યું હતું.
ભારત સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર તેમજ ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં વેચવાલી અટકી ખરીદી જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૫૦%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૫૫% અને નેસ્ડેક ૨.૧૬% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૦ અને વધનારની સંખ્યા ૧૨૦૧ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૨,૩૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૨,૫૪૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૨,૨૫૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૨૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૨,૫૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૫૫,૫૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૫૫,૬૮૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૫૪,૨૫૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૦૦૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૫૫,૪૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
જેકે ટાયર (૪૫૪) : ટાયર અને રબર પ્રોડક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૪૪૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૪૩૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૬૩ થી રૂ.૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!
બાયોકોન લિ. (૩૯૭) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૩૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૦૮ થી રૂ.૪૧૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
રાઈટ્સ લિ. (૨૫૪) : રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૩૭ બીજા સપોર્ટથી સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૬૨ થી રૂ.૨૬૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા જણાય છે....!!
ડીસીબી બેન્ક (૧૮૦) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૭ થી રૂ.૧૯૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૧૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, સ્થાનિક અર્થવ્યવસ્થામાં જોવા મળતી સતત વૃદ્ધિ, મજબૂત વપરાશ માંગ, નિયંત્રિત મોંઘવારી અને જીએસટી દરોમાં થયેલા ઘટાડા જેવા પરિબળો રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ગ્રામ્ય તથા શહેરી બંને તરફથી માંગ સ્થિર રહેતાં કોર્પોરેટ કમાણીમાં વધુ સુધારો થવાની ધારણા છે, જે બજારને નવા ઊંચાણ તરફ લઈ જઈ શકે છે. વૈશ્વિક પરિસ્થિતિ થોડી અસ્થિર હોવા છતાં ભારતનું આર્થિક પરિદ્રશ્ય અન્ય વિકસતા બજારોની સરખામણીએ વધુ મજબૂત દેખાઈ રહ્યું છે. સંવત ૨૦૮૨ની શરૂઆતથી જ બજારમાં આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોંઘવારી નિયંત્રણમાં, વ્યાજદર સ્થિર રહેવા, કોર્પોરેટ કમાણી મજબૂત બનવા તથા સરકારના મૂડી ખર્ચમાં વધારો આ બધું મળીને બજારને સકારાત્મક દિશામાં આગળ ધપાવી રહ્યું છે.