જાણો ર૪ જૂન, મંગળવાર અને જેઠ વદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૬ - સુર્યાસ્ત : ૭-૩૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, જેઠ વદ-૧૪ :

તા. ૨૪-૦૬-ર૦૨૫, મંગળવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,

મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ રોહિણી,

યોગઃ શૂલ, કરણઃ વિષ્ટિ

 

જાણો આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. તમારી  તબિયતની અસ્વસ્થતાને લીધે કામમાં વિલંબ જણાય. ધાર્યા મુજબ કામ થઈ શકે નહીં. નાણાકીય  સ્થિતિ સરભર બની રહેવા પામે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત જણાય.  મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ વૃષભ ર૩.૪૬ સુધી પછી મિથુન

જાણો ર૪ જૂન, મંગળવાર અને જેઠ વદ ચૌદશનું રાશિફળ

મિથુન સહીત બે રાશિના જાતકોને કાર્યમાં કદર થવાથી ધંધામાં વૃદ્ધિ થાય, અગત્યના કામનો ઉકેલ આવેે...

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. દોડધામ  રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી  આવી જાય.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૯

 

Cancer (કર્ક: ડ-હ)

નાણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. રાજકીય-સરકારી કામમાં મુશ્કેલી  જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૮

 

Leo (સિંહ: મ-ટ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી રાહત  જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૪

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં ઉપરી-સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. નવી મુલાકાતથી  પ્રગતિ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું પડે. નોકરી-ધંધે જાવ તો ઘરની અને ઘરે રહો તો  ધંધાની ચિંતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી  કામમાં સરળતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગ કોઈને કોઈ મુશ્કેલી ઊભી કરે. રાજકીય-સરકારી કામ અંગે  ખર્ચ રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા રહ્યાં કરે. કામકાજમાં કોઈને રૂકાવટ-મુશ્કેલી  આવ્યા કરે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪

જાણો ૨૩ જૂન થી ૨૯ જૂન ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

વૃષભ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી રહે, સ્વાસ્થ્ય સુધરે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર, વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે. તા.૨૩થી ૨૬ સારી, તા.૨૭થી ર૯ મિશ્ર.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવતા જોવા મળે. બિનજરૂરી ખર્ચ ટાળવા હિતાવહ રહેશે. આરોગ્યમાં સુધાર આવતો જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થા. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. તા.૨૩થી ૨૬ સ્વાસ્થ્ય સુધરે, તા.૨૭થી ર૯ આર્થિક તંગી રહે.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેલા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. સામાજિક જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા.૨૩થી ૨૬ સંબંધો સુધરે, તા.ર૭થી ૨૯ પ્રવાસ.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ-વિરોધીઓ  હાવિ થતાં આપને નુકસાન થવાની સંભાવના જણાય છે. સુમેળ તથા સતર્ક રહી કાર્ય કરવા સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહત અનુભવશો. જમીન-મકાનના પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. તા.૨૩થી ૨૬ કાર્યશીલ, તા.૨૭થી ૨૯ મિશ્ર.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે આનંદિત સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહેવા પામો. સમય પરિવારજનોપ સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસ પાછળ નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીની અસર જોવા મળે. ધાર્યા લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. રાજકીય-સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓથી સાવધાની વર્તવી. તા.ર૩થી ર૬ લાભદાયી, તા.ર૭થી ર૯ આનંદિત.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે ભૂતકાળની ભૂલો ઉપર ધ્યાન આપી ભવિષ્યનું ઘડતર કરવું પડશે. સામાજિક ક્ષેત્રે હોદ્દો-માન-મોભામાં વૃદ્ધિ થાય. ઘર-પરિવારના વ્યક્તિઓ સાથે સમય સુખપૂર્વક પસાર થાય. દાંપત્યજીવનમાં વસંત ખીલતી જણાય. યાત્રા-પ્રવાસ બને પરંતુ ખર્ચાળ પુરવાર થાય. નાણાકીય જોખમોથી દૂર રહેવું, ધર્મકાર્ય-શુભકાર્ય થાય. તા.ર૩થી ર૬ સાનુકૂળ, તા.ર૭થી ર૯ મિશ્ર.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે યશ-કીર્તિ અપાવનારો સમય સાથે લાવતંુ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહમાં સમયગાળા દરમિયાન આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે આપની માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સુખાકારી એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા.૨૩થી ૨૬ માન-સન્માન, તા.ર૭થી ર૯ ખર્ચ વ્યય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ શારીરિક-માનસિક રીતે આનંદિત-પ્રફુલ્લિત રહી શકશો. પુનઃ સ્વાસ્થ્ય સુખાકારી પ્રાપ્ત થતી જણાય. આપની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીથી સાવધાની રાખવી. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાડંુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. તા.ર૩થી ર૬ સ્વાસ્થ્ય સુધરે, તા.૨૭થી ર૯ મધ્યમ.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વાર ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલવર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેર જીવન ક્ષેત્રે શત્રુવિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા.ર૩થી ર૬ લાભદાયી, તા.૨૭થી ર૯ સાનુકૂળ.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા રહે. રાજકીય-સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યાે કે માંગલિક કાર્યાેમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા.ર૩થી ર૬ શુભ, તા.ર૭થી ર૯ સંભાળ રાખવી.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે સામાજિક કાર્યાે કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના દ્વારા કોઈ મોટું કાર્ય સંપન્ન થાય. જેના કારણે આપની માન-પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત રહેતા જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. નોકરી-ધંધા-વ્યવસાયમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.ર૩થી ર૬ વ્યસ્તતા રહે, તા.ર૭થી ર૯ સારી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે મહત્ત્વના કાર્યાેમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલવર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહી પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા રહે તો દૂર થશે. તા.ર૩થી ર૬ આરોગ્ય સુધરે, તા.ર૭થી ર૯ સંભાળવું.

જાણો ર૩ જૂન, સોમવાર અને જેઠ વદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૫ - સુર્યાસ્ત : ૭-૩૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, જેઠ વદ-૧૩ :

તા. ૨૩-૦૬-ર૦૨૫, સોમવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ કૃતિકા,

યોગઃ ધૃતિ, કરણઃ ગર

 

જાણો આજના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારીક દૃષ્ટિએ ભાઈ-ભાંડુ વર્ગનો સહકાર પ્રાપ્ત થાય. તેમની સાથે થયેલા  વાદ-વિવાદનો અંત આવે. સંતાનના પ્રશ્ને થોડી ચિંતા અનુભવાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીના  પ્રશ્નોમાં સરળતા રહે. ધંધા-વ્યવસાયમાં રાહત રહે. દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં  સાનુકૂળતા મળી રહે. નાણાકિય બાબતે ખર્ચમાં ઘટાડો થવાથી આવક જળવાઈ રહે.

બાળકની રાશિઃ વૃષભ

જાણો ર૩ જૂન, સોમવાર અને જેઠ વદ તેરસનું રાશિફળ

મીન સહીત બે રાશિના જાતકોને સરકારી કામનો ઉકેલ આવે તથા કામમાં આકસ્મિક સાનુકૂળતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નો  અંગે ચિંતા જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ રહે. નોકર-ચાકર વર્ગનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસ દરમ્યાન આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવાર, સગા-સંબંધી  વર્ગનું કામ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપી ઉકેલ લાવી શકો. પરદેશના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૫-૭

 

Leo (સિંહ: મ-ટ)

આપને કામકાજમાં મુશ્કેલી જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના  લીધે નાણાભીડ વધે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં, સામાજિક-વ્યવહારીક કામમાં વ્યસ્ત રહો.  ખર્ચ-વ્યય થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપને કામમાં સાનુકૂળતા રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ રહે. આડોશ-પાડોશના કામ  અંગે વ્યસ્ત રહો.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપ હરો-ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં  રૂકાવટ જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૩

 

Capricorn (મકર: ખ-જ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં આકસ્મિક  ઘરાકી આવી જાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામકાજની સાથે બીજું કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી, કાર્યભાર,  દોડધામ, શ્રમ વધે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮

જાણો રર જૂન, રવિવાર અને જેઠ વદ બારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૫ - સુર્યાસ્ત : ૭-૩૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, જેઠ વદ-૧૨ :

તા. ૨૨-૦૬-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,

મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ ભરણી,

યોગઃ સુકર્મા, કરણઃ કૌલવ

 

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપનું સ્વાસ્થ્ય સારૃં રહે. જુની બિમારીમાં સમયસર દવા લેતા રહેવું.  નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપને કેટલાક કામમાં દોડધામ-શ્રમ રહે. તો કેટલાક કામનો ઉકેલ  આવતો જવાથી આપને રાહત થતી જાય. આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી-મિત્રવર્ગના  કામમાં વ્યસ્ત રહેવાનું બને. નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા મળે. પ્રસન્નતા જણાય.

બાળકની રાશિઃ મેષ ર૩.૦૩ સુધી પછી વૃષભ

જાણો રર જુન, રવિવાર અને જેઠ વદ બારસનું રાશિફળ

કુંભ સહીત બે રાશિના જાતકોને ધંધામાં લાભ જણાય, ધર્મકાર્ય થવાથી પ્રસન્નતા રહે​

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

માનસિક વ્યગ્રતા જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. વિચારોની દ્વિધા-અસમંજસતા  રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ, મનદુઃખથી સંભાળવું પડે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી  આનંદ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે ઘર-પરીવાર, સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. ખર્ચ  જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ  થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

કોર્ટ-કચેરી કે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. ધંધામાં નુકસાથીથી સંભાળ  પડે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

 

Libra (તુલા: ર-ત)

સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.  આનંદ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ  થાય.

શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૫-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દેશ-પરદેશના કામ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા રહે. સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યાં કરે.  આવેશ-ઉશ્કેરાટ કરવો નહીં.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. પુત્ર-પૌત્રાદિકના કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જવાથી, અન્ય સહકર્મીના કામને કારણે આપના  કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮

જાણો તા. ૧૬ જૂન થી ૨૨ જૂન ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં તબિયત સાચવવી, કામનું ભારણ રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સ્વાસ્થ્યની સંભાળ માંગતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન આરોગ્યની તકેદારી લેવી અનિવાર્ય બને. ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. વ્યાપાર-ધંધામાં પરિશ્રમનું મીઠું ફળ ચાખવા મળે. નવા કોન્ટ્રાક્ટ, કોલ-કરાર થઈ શકે. આર્થિક સ્થિતિ સંતોષકારક બની રહે. સામાજિક જીવનમાં વિરોધીઓ સક્રીય બનતા જણાય. પારિવારિક ક્ષેત્રે સમય સાનુકૂળ રહે. વડીલ વર્ગથી લાભ થાય. તા. ૧૬ થી ૧૮ લાભદાયી. તા. ૧૯ થી રર આરોગ્ય સાચવવું.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જવાબદારીઓ સતત વધતી જણાય. કોઈ નવા કાર્યમાં જોડાઈ શકો છો, જો કે વ્યાવસાયિક-પારિવારિક જવાબદારીઓના કારણે ઘણી વખત મન વ્યથીત બનતું જણાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. નાણાકીય સ્થિતિમાં અપેક્ષા અનુસાર ફળ મળતા ઉત્સાહ રહે. ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. જાહેર જીવન ક્ષેત્ર સાથે સંકળાયેલ જાતકોને માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ કામનું ભારણ રહે. તા. ર૦ થી રર મિશ્ર.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે તડકા-છાયા જેવું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન નાણાકીય તંગીનો અનુભવ થાય. અણધાર્યા ખર્ચાઓને કારણે પરેશાની રહે. આ સમયમાં બિનજરૂરી ખર્ચ ટાળવા. આરોગ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. ધંધા-રોજગાર ક્ષેત્રે કાર્ય-પદ્ધતિમાં બદલાવ વાવવો જરૂરી બને. ગૃહસ્થ જીવનનું વાતાવરણ આનંદમય રહે. ભાઈ-ભાંડુ સાથે મતભેદ-વિવાદ હશે તો દૂર થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ રહે. સામાજિક ક્ષેત્રે મિલન-મુલાકાત થાય. તા. ૧૬ થી ૧૮ સારી. તા. ૧૯ થી રર ખર્ચ-વ્યય.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે શુભફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયમાં અટવાયેલા કાર્યો આગળ વધતા જણાય. ભાગ્યનો સાથ મળતા ધારી સફળતા મળી રહે. વ્યવસાય ક્ષેત્રે નાણા પ્રાપ્તિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટે નવું સાહસ-ધંધાકીય ખરીદી માટે અનુકૂળતા રહે, જો કે સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે. પેટ સંબંધીત રોગોથી પરેશાની થઈ શકે. જમીન-મકાન, રહેઠણાને લગતી બાબતોમાં કોઈ મુશ્કેલી હશે તો દૂર થાય. ઘર-પરિવાર બાબતે કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. તા. ૧૬ થી ૧૯ સફળતા. તા. ર૦ થી રર મધ્યમ.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસોમાં આપ ભાવનાત્મક બનતા જણાવ. લાગણીઓનો અતિરેક થઈ શકે, જો કે નજીકના સ્નેહીજનો સાથે વિવાદ પણ સંભવ છે. વાણી-વર્તન ઉપર કાબૂ રાખશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. આરોગ્ય સુખાકારી સારી રહે. જુના રોગો-તકલીફોમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. વ્યવસાય ક્ષેત્રે નવી કાર્યરચના થઈ શકે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું પડે. યાત્રા-પ્રવાસમાં સાનુકૂળતા રહે. તા. ૧૬ થી ૧૮ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૯ થી રર વાદ-વિવાદ ટાળવો.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયમાં પુરુષાર્થ કરતા પ્રારબ્ધનું પ્રમાણ વધારે રહેવા પામે. ભાગ્યદેવી રીઝતી જણાય. વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે સમય લાભદાયી પૂરવાર થાય. અટવાયેલા નાણા પરત મળી શકે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ઋતુગત બીમારીઓથી નાની-મોટી પરેશાની રહે. ગૃહસ્થજીવનમાં વાદ-વિવાદ ટાળવો હિતાવહ રહે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ શુભ. તા. ર૦ થી રર બોલાચાલી ટાળવી.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પિવાર માટે નવીન ચીજવસ્તુની ખરીદી પાછળ નાણાનો વ્યય કરતા જણાવ. આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. જમીન-મકાન, રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્યજીવનમાં એક-મેકનો સાથ-સંગાથ મળી રહે. મિત્રોનો સાથ-સહકાર મળી રહે. તા. ૧૬ થી ૧૯ ખર્ચ-વ્યય. તા. ર૦ થી રર મિશ્ર.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે નવી કાર્યરચના કરાવતાનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાઓનું અમલિકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ બની રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે છે. સંતાન બાબતે ચિંતા રહે. તા. ૧૬ થી ૧૯ નવીન કાર્ય થાય. તા. ર૦ થી રર સામાન્ય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો સાથે સુખરૂપ સમય પસાર કરી શકો. અધુરા કાર્યો પૂરા કરવા માટે આપ તત્પર બનશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો તે ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ હાલક-ડોલક થતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. તા. ૧૬ થી ૧૯ પારિવારિક કાર્ય થાય. ત. ર૦ થી રર સ્વાસ્થ્ય સુધરે.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવી કે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત આપના ભવિષ્ય માટે ફળદાયી સાબિત થાય. યાત્રા-પ્રવાસ મજાનો પૂરવાર થાય, પણ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થાય. નોકરી-ધંધામાં આપ આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક સંબંધોમાં આપની લાગણીઓ ઉપર કાબૂ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. મિત્રોથી લાભ થાય. તા. ૧૬ થી ૧૯ સારી. તા. ર૦ થી રર મિલન-મુલાકાત.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને માગ્ય કરતા મહેનત-પરિશ્રમનું ફળ વધારે પ્રાપ્ત થતું જણાય, જેથી આપ આપની મહેનતના પ્રમાણમાં પરિણામ મેળવી શકશો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે, તેના સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તા. ૧૬ થી ૧૯ આનંદદાયી. તા. ર૦ થી રર પરિશ્રમદાયક.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં પ્રગતિકારક તકો પ્રાપ્ત થતી જણાય. અધુરા-અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થજીવનમાં વાતાવરણ એકંદરે શાંત અને સુમેળભર્યું બની રહે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડીલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. તા. ૧૬ થી ૧૯ આનંદદાયી. તા. ર૦ થી રર મિશ્ર.

close
Ank Bandh