સંક્ષિપ્ત સમાચાર

૫ીએનબી કૌભાંડઃ ભાગેડૂં નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુકેના ગૃહમંત્રાલયે મંજૂરી આપી.

વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીનનો જીડીપી ૧૮ ટકા વધ્યો.

આંધ્રપ્રદેશમાં કોરોના વેક્સિનનો સ્ટોક પૂર્ણઃ કેન્દ્ર પાસે ૬૦ લાખ ડોઝ માંગ્યા.

અમેરિકામાં ફરી ગોળીબારઃ ૮ લોકોના મૃત્યુ.

પ.બંગાળમાં સાંજે ૭ થી સવારના ૧૦ વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર નહીં કરી શકાયઃ ચૂંટણી પંચ.

રાજય સરકાર કોરોનાના સાચા આંકડા જાહેર કરેઃ ગુજરાત હાઈકોર્ટ.

કેન્દ્ર સરકારે એલઆઈસી કર્મચારીઓના પગારમાં સરેરાશ ૧પ થી રપ ટકાનો વધારો અને સપ્તાહમાં પાંચ દિવસ કામની પોલિસીને મંજૂરી આપી.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે સરકારે 'ટ્વિટર', ફેસબુક સહિતના સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો.

સીબીઆઈના પૂર્વ વડા રણજીતસિંહનું કોરોનાથી નિધન.

કોરોનાના ખતરાના પગલે નાસિકમાં ચલણી નોટોનું છાપકામ ૩૦-એપ્રિલ સુધી બંધ કરાયું.

'હવા દ્વારા ફેલાય છે કોરોના વાયરસ' લાન્સેટના રિપોર્ટમાં દાવો.

ગુજરાતમાં એમ્બ્યુલન્સની સાયરન પર રૃપાણી સરકારનો પ્રતિબંધ.

રાજસ્થાનમાં વીકેન્ડ કરફયૂની જાહેરાત થતા ગુજરાતમાંથી જતા તમામ વાહનોને પરત મોકલાયા.

કોરોના સંકટને જોતા કુંભને પ્રતિકાત્મક રાખોઃ નરેન્દ્ર મોદી.

મહારાષ્ટ્રમાંથી છેલ્લા પખવાડીયામાં સાડાત્રણ લાખ લોકો વતન પરત ફર્યા.

૬૩ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર દેશમાં સતત પ્રથમ નંબરે.

રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે ૬૮ ના મૃત્યુ.

કોરોનાની ભયાવહ સ્થિતિ યથાવતઃ ગુજરાતમાં ૮૯ર૦ લોકો કોરોનાથી સંક્રમિત અને ૯૪ લોકોના મૃત્યુઃ જ્યારે એક્ટિવ કેસ પચાસ હજારની નજીક.

close
Ank Bandh 29 March
close
PPE Kit