Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્યારથી સોનુ મોનુ અને સોના રૂપા એમના સંતાનો સાથે રહેવા આવ્યા છે ત્યારથી, આસપાસ બહેનો ભેગી મળી વાતો કરતી હોય કે આ બે ભાઈઓ અને દેરાણી જેઠાણી વચ્ચે કેવો પ્રેમ છે? જરાય જુદા નથી પડતા સાથે ને સાથે જ હોય છે.બે ભાઈઓ પોતાના ધંધા પર સાથે જ જાય અને સાંજે આવે પણ સાથે. એથી વિશેષ તો દેરાણી જેઠાણી એ કામ વહેંચી લીધા છે. સવારે બન્ને ના બાળકોને જેઠાણી મુકવા જાય અને બપોરે લેવા દેરાણી જાય. બાળકો બન્ને ને બડી માં ,છોટી માં કહેતા હોય, ખબર જ ન પડે કે કયું બાળક કોનું છે. બે ભાઈ અને એક બહેન ત્રણેય સંપીને રહે. એ બધી બહેનો આમ વાતો કરતા હોય , આ પ્લોટમાં મોટું ઘર બનાવ્યું કેટલા રમ છે? રહેનારા છ ,બે ભાઈઓના રૂમ હોય, બે દીકરાઓનો રૂમ હોય અને દીકરીનો એક રૂમ હોય પછી મહેમાનો કદાચ આવી જાય તોય બે રૂમ રહે. નીચે બે બેડરૂમ ,મોટો હોલ, મોટું ડાઇનિંગ ટેબલ સાથે અને રસોડું.
સાંભળ્યું છે કે હવે તો એમના સાસુ સસરા પણ અહીં સાથે જ રહેવા આવવાના છે. સામે મંજુ માસી ના ઓટલે બેસી બધા પંચાત કરતા હોય. પણ નજીક આવે નહિ. ત્યાંથી જોયા કરે. આ પરિવારમાંથી ભાઈઓ કે એ લોકોને જુવે તો સ્મિત આપી નમસ્તે કરે, એ લોકો પણ નમસ્તે કરે પણ બોલે નહિ. મંજુ માસી કહે પણ ખરા કે એલિયું , આંઈ બેસીને જોયા કરો છે અને એમની વાત્યુ કરો છો તો થોડો સ્મિત અને નમસ્તે થી આગળ સંબંધ વધારો , પણ તેમાંથી એકેય આગળ ન જાય , એ લોકોને થાય કે એ લોકો મોટો વ્યવસાય વાળા છે બે ત્રણ ગાડિયું છે. અવારનવાર ત્યાં ઘણા વ્યવસાયી પરિવાર ભેગા થાય જમે. એમાં આપણો ક્યાં ગજ વાગે.* બસ એ લોકો માટે સંબંધ વધારવાનું સરળ એટલે થઈ ગયું કે એ લોકોના માતા પિતા અહીં રહેવા આવી ગયા. એક ટ્રક માં સામાન આવ્યો અને પછી કારમાં એ લોકો આવ્યા. એ લોકો ઘરમાં સેટ થઇ ગયા પછી એક દિવસ રમા બા બહાર પરસાળમાં બેઠા હતા અને એમની નજર સામે મંજુ માસી ના ઓટલે પડી. ઈ બધા એને જ જોતા હતા. રમાબા તરત ઊભા થયા અને નમસ્તે કર્યું. સામે એ લોકો પણ ઉભા થયા અને હરખથી નમસ્તે કરી સ્મિત આપ્યું. રમાબા , તરત અંદર ગયા. આ લોકોને થયું કે આવું કેમ? હરખ દેખાડી ઘરમાં? ત્યાં તો વહુઓને સામેના ઘરે જાઉં છું એમ કહી પાછા બહાર નીકળ્યા અને મંજુ માસી ના ઓટલા તરફ આવ્યા. એ લોકો હરખાઈ ગયા. બસ પછી તો બે જ મુલાકાતમાં સંબંધ પાકો થયો. બસ પછ ી વાતો? અઠવાડિયાની મુલાકાત પછી મંજુ માસી એ પૂછ્યું કે તમારી વહુઓને બહુ જ બને છે, ભાઈઓ ના સંપ પણ કહેવું પડે. આવું બધા પરિવારમાં હોય તો? પણ તમે લોકો આટલો વખત બીજા શહેર હતા? નિવૃત્ત થયા પછી અહીં આવ્યા? રમા બા કહે ના રે ના, આ દીકરાઓ જે ધંધો કરે છે. એ જ ધંધો અમારા વતનમાં હતો. પછી આ દીકરાઓએ ધંધો વધાર્યો. ત્યાં અમારા હરીફો વધી ગયેલા એટલે આ શહેરમાં અને એક બીજા શહેરમાં શાખા કરી. પણ સારી ચાલતી હતી આ જ. એટલે પેલી જે નબળી ચાલતી હતી એ બીજાને આપી દીધી અને અહીં વધુ મહેનત કરી ઘણું વધારી દીધું. પછી આ બંગલો કર્યો અને અમને કયું કે ત્યાંનું બંધ કરી જગ્યા કોઈને આપી દ્યો અને અહીં આવતા રહો. બસ અમે અહીં.... હવે અહીં જ વિકસાવીશું. અમારા બે દીકરા અને વહુઓ ના સાંપને હિસાબે આ થયું. આવું બે ભાઈઓ અને બે વહુઓ માં બહુ ઓછું જોવા મળે. આ આટલી સરસ વાત કરી પણ ભીતરની વાત તો રમા બા ને પણ ખબર નથી. એક સમયે બંને વહુઓ ને એક બીજા સાથે બોલવાનો સંબંધ નહોતો.. એ વાત જાણવા જેવી છે. રમા બા અને રામજીભાઈ ને બે દીકરા હતા.સોનુ અને મોનુ, સોનુ મોટો અને મોનુ નાનો . બંને સરસ ભણ્યા અને બેસવાનું હતું. બાપદાદાના ધંધા પર જ. જે રામજીભાઈના પિતાશ્રી દામજીભાઈએ શરૂ કરેલ. અમુક ઇલેક્ટ્રોનિક કંપનીની પ્રોડક્ટ બનાવતી કંપનીની પ્રોડક્ટ ની ડિસ્ટ્રીબ્યુટર શીપ. ઠીક ચાલતું હતું. દમજીભાઈ પછી એમના દીકરા રામજીભાઈએ સંભાળ્યું અને હવે એમના દીકરાઓ સોનુ મોનુ. આમતો પરંપરાગત સોનજી અને મોનજી જ નામ હતા પણ બદલાયેલા જમાનામાં સોનુ અને મોનુ. સોનુ પહેલા ભણી લીધું એટલે ધંધે લાગી ગયો, એ પછી મોનુ લાગ્યો. બન્ને ભાઈઓ માં ઉત્સાહ બહુ. એમને થતું હતું કે આ પરંપરાગત ચાલ્યા કરે છે એમાં કાંઈક સુધારો કરવો જોઈએ. નવી ઇન્ટરનેશનલ કંપનીઓ ઉમેરવી જોઈએ . અને એ કર્યું. વ્યવસાય વિસ્તર્યો.એ જ સમયે સોનુના લગ્ન થઇ ગયા. એના ત્રણ વર્ષ પછી મોનુના લગ્ન થઈ ગયા. બન્નેની પત્નીઓ આમ એક જ પરિવારની દીકરી હતી. કાકા બાપાની બહેનો.
બંને વહુઓ સોના અને રૂપાને બહુ બનતું. દેરાણી જેઠાણી ની જોડી કહેવાય. સોનુ સોનાના લગ્નને પાંચ વર્ષ થયા પણ સંતાન નહોતું થતું. એક વાર સારા દિવસો રહ્યા પણ પ્રારંભે જ પડી ગયું. પછી કાંઈ રહ્યું જ નહિ. અને મોનુ રૂપા ને ઘર લગ્નના બે જ વર્ષમાં પારણું બંધાઈ ગયું. લોકો બહુ વખાણ કરે અને પંચાતિયા સગાઓ એ તો રમા બા ને કહેવા પણ લાગ્યા કે તમારી નાની વહુએ તો સારા ખબર આપી દીધા પણ તમારી મોટી વહુ ને કેમ કાંઈ છે નહીં? વાંઝણી જ રહેશે? એ તો ઠીક ,ક્યારેક કોઈને ત્યાં સીમંત નો પ્રસંગ હોય તો નાની વહુ ને આમંત્રણ હોય, મોટી ને નહીં. આ બધું સ્વાભાવિક જ કોઈ પણ સ્ત્રી ને ખરાબ લાગે જ. એમાં દેરાણી રૂપાનો કોઈ દોષ નહોતો એ શું કરે? પણ પછી એના પતિ મોનુ ના કહેવાથી આવા કોઈપણ આમંત્રણમાં જવાનું બંધ કરી દીધું. સોના અને સોનુ મહેણાંથી કંટાળી ગયા હતા, એમને એમ થયું કે આ શહેર છોડી બીજે ચાલ્યા જઈએ. બંને ભાઈઓએ રસ્તો કાઢ્યો કે નજીકના શહેરમાં શાખા ખોલીએ. અને મોટો ત્યાં રહેશે. નક્કી થયા મુજબ પિતાજીની મંજૂરી લઇ ત્યાં જગ્યા લીધી અને જે કંપનીનું કામ કરતા હતા એની ત્યાંની ડિસ્ટ્રીબ્યુટર શીપ ખાલી હતી એ લઇ લીધી. સોનુ અને સોના ત્યાં શિફ્ટ થયા. એ શહેરમાં શોપ ચાલુ થઈ ગઈ.મોનુ અહીં પિતાજી સાથે. થોડા સમયમાં રૂપાએ કહ્યું કે આપણે થોડો વખત મોટાભાઈ અને ભાભી સાથે રહેવા જઈએ. એ લોકોને ત્યાં શરૂઆત છે તો મદદરૂપ થઈએ. મોનુએ પિતાયાજીને કહ્યું કે અહીં તો ચાલે જ છે અને તમે સાંભળો છો તો અમે મોટાભાઈ પાસે જઈએ અને એનો ધંધો વધારવામાં મદદ કરીએ . માતા પિતાએ તરત હા પાડી. મોનુ રૂપા ત્યાં પહોંચી ગયા. એ લોકોના ગયા પછી બીજા મહિને રૂપાએ સાસુ રમાબહેનને ખુશખબર આપ્યા કે ભાભીને સારા દિવસો છે પણ હમણાં કોઈને કહેવાનું નથી કે કોઈએ અહીં આવવાનું નથી. તબિયત નાજુક રહે છે અને કાંઈ થઇ જાય તો? લોકોને બોલવાનું મળી જાય. પુરા મહિને મોનુએ માં પિતાજીને ખબર આપ્યા કે ભાભીએ દીકરાને જન્મ આપ્યો છે. હમણાં દોડીને આવતા નહિ. અમે કહીએ પછી આવજો.એનું નામ રાખ્યું છે કૃપલ, રમા બા એ તો ત્યાં પેંડા વહેંચી દીધા કે મારી મોટી માં બની, દીકરાને જન્મ આપ્યો. સમય રમા બા અને રામજીભાઈ દીકરા ને રમાડવા આવ્યા. રૂપા લગભગ ભાભી પાસે જ રહેતી. રાત્રે પણ ત્યાં જ સૂતી.કારણ કે ભાભીને તકલીફ ન પડે. રમા બેન વિચારે કે મોટી ને બાળક રહેતું નહોતું ત્યારે એકબીજા સાથે બોલતા નહિ અને હવે? આટલું ધ્યાન રાખે છે. સોનાએ રમા બા એ પૂછ્યું ત્યારે કહ્યું કે આ જે સારી રીતે બધું થયું એ એને જ આભારી છે. સંસાર સરસ ચાલવા માંડ્યો.સોનાનો દીકરો હવે શીશી થી દૂધ પીતો થયો એટલે મોનુ રૂપા પાછા ઘરે પહોંચી ગયા. તકલીફ ત્યારે થઇ કે કૃપલને હજી વર્ષ નહોતું થયું અને સોનાને ફરી દિવસો રહ્યા. રમા બા કહે કે નહોતું થતું તો વર્ષો ન થયું અને હવે અચાનક બીજું? રમા બા એ કહ્યું તાબડતોબ સોનાને અહીં બોલાવી લ ે, બીજી સુવાવડ અહીં જ થશે.
સોના આવી ગઈ રૂપા પોતાનો દીકરો સુજલ સાથે કૃપલ ને પણ સાચવે અને કૃપલને કાકી સાથે વધુ ફાવે. પુરા દિવસે દીકરી જન્મી . ચાર પેઢીએ રામજીભાઈના પરિવારમાં દીકરી જન્મી. એમ થયું ઈશ્વરે કૃપા કરી એટલે એનું નામ કૃપા રાખ્યું. બસ જે મોટી વહુ ને ટોણા મારતા હતા એ આશીર્વાદ આપવા માંડ્યા. હવે બેય વહુ ના માનપાન વધી ગયા. પરિવાર અને ધંધો સરસ સેટ થઈ ગયું. એમાં આ સોનું એ નવી શોપ આ શહેરમાં કરી એ વધુ જામી ગઈ.. કંપની ને કહી જુના વિસ્તારનું ડિસ્ટ્રીબ્યુશન અહીં સાંકળી લીધું અને આખા રાજ્યની ડિસ્ટ્રીબ્યુટર શીપ થઈ ગઈ. ત્યાં ની મૂળ શોપ માત્ર મેનેજર બેસે.બાકી બધું અહીં. એમાં માતા પિતા અહીં આવી ગયા.
દામજી પરિવાર અપ્રતિમ સંપ સાથે મોજમાં રહેવા લાગ્યું. સંપના મૂળમાં રૂપા હતી એને ભાભી નું દુઃખ જોવાતું નહોતું. એણે એના પતિ મોનુ ને કહ્યું કે હવે જો મને સારા દિવસો રહે તો એ બાળક ભાભીને આપી દઉં. થયું એવું કે સોનુ અને સોના બીજા શહેર સેટ થયા એ દરમ્યાન રૂપાને સારા દિવસ રહ્યા અને તાબડતોબ પહોંચી ભાભી પાસે , એમને રાજી કરી લીધા અને કહ્યું કે આપણે અહીં રહીને આ કામ કરીએ બન્ને ફાર્મ હાઉસ માં રહેવા જતા રહ્યા. કોઈને ખબર ના પડે. ડિલિવરી નોર્મલ થઇ. ચાર દિવસમાં તો રૂપા હરતી ફરતી થઇ, બધું પતી ગયા પછી.સાસુ સસરા ને બોલાવ્યા. કોઈને ખબર ન પડી. એ પછી સાચે સોના ને સારા દિવસો રહ્યા અને દીકરી જન્મી. દેરાણી જેઠાણી નો પ્રેમ કેવો? કોઈને ખબર ના પડી. રમા બા ને પ ણ નહિ. ખબર માત્ર બે ભાઈઓ ની વહુઓને જ. આવો પ્રેમ દેરાણી જેઠાણીનો હોય છે. બંધ મુઠ્ઠીમાં સુખનો સાગર છલકાવ્યો.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ફોનની ઘંટડી વાગી અને અવાજ વધારે ન આવે એટલે તરલા બહેને દોડીને ફોન ઉપાડી લીધો અને સાવ ધીમેથી બોલ્યા કે *હા બોલો કોણ બોલો છો?* સામેથી અવાજ આવ્યો કે હું બોલું છું મંજુલા , વેવાણ આટલું ધીમે કેમ બોલો છો. તરલા બોલી , અરે વેવાણ સવાર સવારમાં શું છે? આ તમારા લોકોના ફોન આવે અને એના અવાજમાં મારી દીકરી જાગી જાય છે. કાલે રાત્રે અમારા એમને તાવમાં પોતા મુકવામાં બચારી અગિયાર વાગે ઊંઘવા પામી. એટલે થોડું ઊંઘવા તો દેવાય ને એને, સાત વાગ્યામાં ઉઠાડી દેવાની? મંજુલા કહે , વેવાણ મને કાંઈ સમજાતું નથી , અગિયાર વાગે સૂતી અને સાત વાગે ન ઉઠાડાય ? વેવાણ આઠ કલાકની ઊંઘ તો બરાબર કહેવાય. ,આ તમારી કઈ દીકરી ને ઊંઘમાં ખલેલ પહોંચે છે? ભત્રીજી? ઈ જે હોય તે દીકરીઓ એ પિયરમાંથી જ વહેલા ઉઠતા શીખવું જોઈએ, હું મારી મૌલી ને રાત્રે વહેલી સુવડાવી અને સવારે વહેલા ઉઠાડી દેતી હતી. જેથી સાસરે તકલીફ નહિ. ચાલો ઠીક છે , મૌલી તો ઉઠી ગઈ હશે ને એને આપો. તરલા બહેન કહે વેવાણ હું મૌલીની જ વાત કરું છું. એ જ ઊંઘે છે, રાત્રે એના સસરા ને પોતા મુકતા અગિયાર વાગે સૂતી હતી. મંજુલા કહે * એમાં એ ડોબી આટલું બધું ઊંઘે? તરલા બહેન તાડૂક્યા ખબરદાર જો મારી દીકરી માટે આવું બોલ્યા છે તો , એને કાંઈ નહિ કહેવાનું.
હવે આમાં મજાની વાત એ છે કે જે મૌલી છે એ મંજુલા બહેનની દીકરી અને તરલા બહેનની પુત્રવધુ. તરલા બહેન પોતાની પુત્રવધુ નું ઉપરાણું લેતા હતા. એ ના ઉઠી જાય એ માટે મંજુલા બહેનને ઘઘલાવતાં હતા. મૌલી એટલે મંજુલા બહેનની જ દીકરી. આ ઘરની પુત્રવધુ. તરલા બહેન એની પુત્રવધૂ માટે મંજુલા બહેન પર તાડૂક્યા * ખબરદાર જો મારી દીકરી માટે આવું બોલ્યા છો તો* નવાઈ લાગી ને? કોઈ સાસુ પોતાની પુત્રવધૂ માટે આ રીતે વેવાણ સામે તાડૂકે? દીકરી એમની જ અને પાછા કહે *મારી દીકરી* પણ વાત જ એવી છે.
આ તરલા બહેનને બે સંતાનો ,મોટો દીકરો મનીષ અને એનાથી નાની એક દીકરી એનું નામ મૌલી તરલા બહેન અને સુધીર ભાઈને પહેલા સંતાન તરીકે દીકરી જ જોતી હતી. એ બન્ને ઇચ્છતા હતા કે. પહેલા ખોળે લક્ષ્મીનાં પગલાં થાય દીકરી જન્મે, પણ એ ના થયું અને દીકરો જન્મ્યો. એ લોકોએ વિચાર્યું કે કાંઈ નહિ, જેવી ઈશ્વરની ઈચ્છા . બરાબર બે વર્ષે ફરી તરલા બહેન ને સારા દિવસો રહ્યા અને વળી પાછા પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન હવે તો દીકરી આપો. અને દીકરી જ જન્મી સુધીરભાઈ તરલા બહેનને નક્કી જ હતું કે દીકરીનું નામ મૌલી રાખવું. એ લોકોએ એક સંબંધીને ત્યાં એક કન્યા જોયેલી , એકદમ નમણી મિતભાષી અને સુંદર મોહક સ્મિત વાળી અને એનું નામ હતું મૌલી , આ બન્ને ને એમ થયું કે આપણે દીકરી હોય તો આવી જ હોય અને એનું નામ પણ મૌલી જ રાખશું. એટલે જ એમને ત્યાં દીકરી જન્મી એનું નામ મૌલી જ રાખ્યું. આ મૌલી જન્મી ત્યારે નાજુક હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે આનું અમુક વર્ષો સુધી વિશેષ ધ્યાન રાખવું પડશે. એને ગમે ત્યારે ખેંચ આવે એવું બનશે. તરલાબેન સુધીરભાઈ ને આમેય દીકરીનું વધારે હતું એમાં ડોક્ટર એવું કહે એટલે કેવું ધ્યાન રાખે? દીકરા મનીષ ને પુરેપુરો સાચવે પણ વધુ ધ્યાન એમનું મૌલી પર હોય. જીવથી વધારે સાચવે. એને એકલી બહાર મોકલે નહિ.કોક સાથે હોય, એકવાર મૌલીને લઈને તરલા બહેન બગીચામાં ગયા હતા ત્યાં પણ એક રૂપકડી છોકરી હતી એને આ મૌલી સાથે મજા આવતી હતી ,એન ું નામ પણ મૌલી જ હતું. રોજ આ બન્ને રમે એમાં એક દિવસ એ છોકરી પાસે એક સરસ રમકડું હતું. એ મૌલીને ગમી ગયું. એણે માં પાસે જીદ કરી કે મને આ જોઈએ, તરલા બહેને કહ્યું કે પછી લઇ આપીશ પણ એને તો આ જ જોતું હતું. પેલી એના જેવડી જ હતી અને એણે હસતા હસતા એનું એ રમકડું આપી દીધું અને કહ્યું , એને રમવા દ્યો , એને રોવડાવો નહિ , તરલા બહેન તો જોઈ જ રહ્યાં કે આટલી નાની અને સમજણ તો જુઓ. આપી દીધું. તરલા બહેને કહ્યું *બહુ જ ડાહી દીકરી તું ખૂબ સુખી થઈશ. પછી તો મળવાનું થયું નહિ. એને શાળાએ બેસાડી ત્યારે એક કન્યાને નોકરીએ રાખી માત્ર મૌલી નું ધ્યાન રાખવા. એ સ્કૂલે જાય ત્યારે સાથે જાય , મૌલી સ્કૂલમાં ભણતી હોય ત્યારે એ બહા ર બેસી રહે. સુધીરભાઈએ સ્કૂલમાંથી ખાસ મંજૂરી લઈ લીધી હતી એટલે એ છોકરીને બહાર બેસવા દેતા.મનીષ પણ એ જ સ્કૂલમાં હતો એટલે એ પણ બહેનનું પૂરતું ધ્યાન રાખે. સ્કૂલ છૂટે એટલે જે કાર આવતી એમાં એ લોકો ઘેર જાય. આમ મૌલીને કાંઈ નહિ પણ ક્યારેક અચાનક વાઈ,ખેંચ નો હુમલો આવે.
મૌલીને તરલા બહેન વધારે પડતું સાચવતા , એને બહુ કામ ન કરવા દે, મૌલી તેમ છતાં કરે જ. એને માં બાપ વઢે પણ નહિ. સવારે સૂતી હોય તો સુવા દે , એ એના સમયે ઉઠી જાય. મૌલી ભલે આવી બીમાર રહે પણ ,કોઈને ખબર ન પડે. એ સ્વસ્થ જ લાગે. મૌલી ઘરની દીકરી તરીકે બધું જ જોવે. પોતાના ભાઈ નું બધું જ ધ્યાન રાખે. એકલી કાંઈ ખાય પણ નહિ. તરત જ કહે કે ભાઈનો ભાગ ક્યાં? ભાઈ વગર કાંઈ ખાય પણ નહિ. ભાઈ માટે મમ્મી પપ્પા સાથે બોલવાનું પણ થાય. ભાઈને આ જોતું હોય તો અપાવી દેવાનું ,ના કેમ પાડો છો? માં બાપ અમસ્તું પણ દીકરી માટે થઇ બધું કરે જ અને એમાંય આ વિશેષ. કુદરત સામે કોઈ જીત્યું છે? મૌલી દસ વર્ષની થઇ એ સમયે રસ્તા પર મમ્મી ની સાથે જ જતી હતી અને કેવા ચક્કર આવ્યા અને ફૂટપાથ પર થી રસ્તા પર પડી ગઈ અને અકસ્માત થયો. એ જે વાહન સાથે અથડાઈ એ વાહન વાળા પણ ઉભા રહી ગયા , એનો તો કોઈ વાંક હતો જ નહિ. લોકો એ ભાઈ ને મારવા દોડ્યા તોય તરલા બહેને રોક્યા અને કહ્યું કે એમનો કોઈ વાંક નથી મારી દીકરી જ અચાનક પડી. હોસ્પિટલ લઇ ગયા પણ મૌલી બચી નહિ. આ આઘાત તરલા બહેન સુધીરભાઈ ને બહુ ઊંડો ઊંચો લાગ્યો. મહિનાઓ સુધી એ લોકો મૌલીના રૂમમાં બેસી રહેતા, સમય જવા માંડ્યો. મનીષ મોટો થઇ ગયો હવે તો નોકરીએ લાગ્યો. મોટો ઓફિસર થઈ ગયો. માં બાપને હવે એના લગ્નની ચિંતા થાય , જોકે વાંધો ન આવે કારણ કે પરિવાર પ્રતિષ્ઠિત , તરલા બહેન અને સુધીરભાઈને એમ હતું કે જે વહુ આવે એને એને દીકરી જ માની ને સાચવવાની, જ જે આપણે આપણી મૌલીને માટેની ઈચ્છા હતી એ બધું આવનાર દીકરી માટે કરવાનું. કોઈ વડીલે કહ્યું કે તમારી વાત સાચી પણ એવી વહુ આવવી જોઈએ ને કે જે દીકરીની જેમ રહી તમને માં બાપ ને ઠેકાણે ગણી સાચવે. વાત બન્ને પક્ષે હોવી જોઈએ.
મનીષ માટે શોધતા શોધતા સુધીરભાઈના બહેન નયના બહેને સૂચન કર્યું કે એક કન્યા છે, તમારી મૌલીની જ પ્રતિકૃતિ જોઈ લ્યો.નામ પણ મૌલી જ છે.અને જ્ઞાતિના જ પ્રતિષ્ઠિત મંજુલા બહેન અને મહાદેવ ભાઈએ દીકરીને બહુ જ ઊંચા સંસ્કાર આપ્યા છે. એ તમારા માટે યોગ્ય રહેશે. તરલાબેન સુધીરભાઈએ નયના બહેન સાથે મહાદેવ ભાઈના ઘેર જોવા જવાનું ગોઠવ્યું. મંજુલાબહેન મહાદેવભાઇએ બહુ પ્રેમ ઉમળકાથી મીઠો આવકાર આપ્યો. બધા બેઠા અને થોડીવાર પછી એમની પુત્રવધૂ મૌલીને લઈને બહાર આવ્યા. મૌલીએ આવીને તરલા બહેન સુધીરભાઈ ના ચરણ સ્પર્શ કર્યા અને સુંદર સ્મિત આપ્યું. તરલા બહેન સુધીરભાઈ બંનેની આંખો એને જોઈ છલકાઈ ગઈ. તરલા બહેન તો ઉભા થઇ મૌલીને ભેટી બોલ્યા વાહ દીકરી કેવી મજાની છો? દેખાય છે બહુ જ ડાહી દીકરી છે. અમારી મૌલી જેવી જ અને સ્મિત પણ એવું જ. એમ કહી એની બાજુમાં જ બેસાડી , મૌલી તરલા બહેન ને કહે તમને હું વર્ષો પહેલા મળી છું, હું નાની હતી એટલે અત્યારે તમે મને ન ઓળખી શકો પણ હું તો તમને ઓળખું ને? તમે દીકરીને લઇ બગીચામાં આવતા હતા ,હું પણ એની સાથે રમતી. એણે મારા એક રમકડાની જીદ કરી હતી અને મેં આપ્યું હતું. તમે કહેલું *બહુ જ દહીં દીકરી ,સુખી થઈશ* એ વખતે મને કોઈ ડાહી દીકરી કહે તો મને બહુ ગમતું. અને આજે એમ જ તમે કહ્યું ડાહી દીકરી. તરલા બહેન ને બધું યાદ આવી ગયું. મૌલી એ પૂછ્યું કે એ બહેન ન આવી? તરલા બહેન કહે એ તો ઈશ્વર ઘેર ચાલી ગઈ પણ ત ું આવી ગઈને ? એની જ પ્રતિકૃતિ. સુધીરભાઈ તરલા બહેને કહ્યું કે દીકરી પાછી આવી ગઈ.
લગ્ન થયા પુત્રવધૂ તરીકે મૌલી એ બધું જ સાંભળી લીધું. સુધીરભાઈ તરલા બહેન ને એટલા સાચવે કે કોઈને પણ થાય કે પુત્રવધૂ હોય તો આવી. સાસુ ને એક કામ ન કરવા દે. તરલા બહેન એને દીકરી ગણી કામ માં મદદ કરવા જાય તો ના પાડે અને કહે મમ્મી તમે આખી જિંદગી કર્યું હવે શાંતિ. થી બેસો. પુત્રવધૂ એક દીકરી ની જેમ પોતાના માં બાપ ને ઠેકાણે ગણી ધ્યાન રાખે.
તરલા બહેન સુધીરભાઈ પણ એમ જ. તરલા બહેન પણ એમ જ. મૌલીનું ઉપરાણું પણ લે. મૌલી સહેજ ઢીલી લાગે કે વિચારોમાં હોય તો તરત * શું થયું બેટા ? તબિયત સારી ને? થાકી હોય તો આરામ કરી લે. એમાં ને એમાં તો તરલા બહેને વેવાણ નો વારો કાઢી નાખ્યો. ભાગ્યે જ જોવા મળે કે સાસુ માં ની જેમ વહેવાર કરે અને વહુ દીકરી જેમ રહે, ધ્યાન રાખે. એ તો એવું છે નસીબદારને ત્યાં દીકરી જન્મે અને દીકરીનું મૂલ્ય સમજતા હોય, દીકરી જેવી પુત્રવધૂ મળે. આપણે ઇચ્છીએ આવું બધે બને.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સરોજ સાવ સાદા કપડામાં પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં દાખલ થઇ અને એ એક ક્ષણ અટકી ગઈ ,પહેલા એને એમ થયું કે હું તો સાવ ગરીબ જેવી દેખાઉં છું, કપડા ના ઠેકાણા નથી. હમણાં કોક આવીને બહાર કાઢી મુકશે પણ એવું થયું નહિ, એક વેઈટરે આવીને નમસ્તે કહી આવકાર્યા અને હાથથી ઈશારો કરી કહ્યું કે પેલા ટેબલ પર ગોઠવાઈ જાવ.એ એની દિકરી સાથે ટેબલ પર ગોઠવાઈ, એને એમ થતું હતું કે આ બહુ જ પ્રતિષ્ઠિત હોટલ છે, મોંઘી પણ હશે,ભૂખ તો માં દીકરી બન્ને ને લાગી હતી. વેઈટરે આવીને પરંપરા મુજબ નમસ્તે કરી મેન્યુ કાર્ડ આપ્યું , સરોજ શું ખાવું એ સમયે એણે રેસ્ટોરન્ટ ની પાછળ ના ભાગમાં લોન હતી ત્યાં એક કેબીન હતી એમાં જીવનને દાખલ થતો જોયો. એ ને ક્ષણ બે ક્ષણ તો વિશ્વાસ ન આવ્યો કે આ જીવન જ હતો? એણે મેન્યુ જોયું ,ભાવ તો સાવ સામાન્ય હતા.પૂરી શાક ના પૈસા ઓછા હતા. એની પાસે એ માં દીકરી એક વસ્તુ ખાઈ શકે એટલા પૈસા તો હતા જ. સરોજે આસપાસ નજર દોડાવી વેઈટર ક્યાંય દેખાયો નહિ, સહેજ વારમાં એ લોન તરફના દરવાજામાંથી દાખલ થયો. સરોજે એને બોલાવીને કહ્યું કે એક પુરીશાક માં કેટલી પુરી આવે? વેઈટર કહે ચાર પુરી, સરોજે વિચાર્યું એક ડીશ મંગાવીએ, એણે કહ્યું એક ડીશ પુરી શાક આપશો? વેઈટર કહે કે બે વ્યક્તિ છો અને એક ડીશ? સરોજ કહે અમે એકમાં ખાઈ લઈશું.વેઈટર કહે પૂરી શાક થી થોડા વધુ પૈસા માં લિમિટેડ થાળી આવે, અને એક સાથે એક ફ્રી આવે એ આપું? સરોજ કહે પણ પૈસા ખૂટશે . વેઈટર કહે ચિંતા ન કરો, તમે શાંતિથી જમો. એ ગયો. સરોજ વિચારે કે આ સારું કહેવાય અમે બન્ને સંતોષ થી જમી શકીશું. . એ સાથે એ પણ વિચાર આવ્યો કે મેં જીવનને જોયો એ સાચું હશે? થોડીવારમાં એક માણસ બે થાળી લઈને આવ્યો અને માં દીકરી સામે મૂકી. બન્ને માં દીકરી ક્યારના ભૂખ્યા હશે એ તો ખબર નહિ પણ એમના ચહેરા પર ખુશી જોઈ એમ લાગે કે બે ચાર દિવસથી ખાધું નહિ હોય. સરોજે પેલા આવકારનાર અને ઓર્ડર લેનાર વેઈટર ને બોલાવ્યો અને પૂછ્યું કે મેં પાછળ લોનમાં કેબીન છે એમાં એક સાહેબને દાખલ થતા જોયા એ ભાઈ જીવન હતા? વેઈટર કહે ના મેડમ એ જતીન સર હતા આ રેસ્ટોરન્ટના માલિક રિંકી બહેનના પિતાજી. સરોજને થયું કે મને કેમ લાગે છે કે એ જીવન હતો?
દરેક વ્યક્તિ એનો ભૂતકાળ ભૂલતો નથી.એમાંય સરોજ પોતાની જાહોજલાલી , ઠસ્સો રુઆબ કેમ ભૂલે? એને બધું યાદ આવવા માંડ્યું , એ જીવનને કેમ ભૂલે? એ જ જીવન રેખા નો પતિ, જીવન અને રેખા પતિ પત્ની હતા. એમના લગ્ન પ્રેમ લગ્ન નહોતા પણ વડીલો એ નક્કી કરેલા સંબંધો હતા એકમેકને પસંદ પડ્યા લગ્ન થયા અને લગ્ન પછી એકમેકના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા હતા. કેટલું સરસ જીવન હતું એમનું .જીવન પોતાના વ્યવસાયથી ઘેર આવે અને રેખા તૈયાર થઇ જીવનની રાહ જોતી હોય. જીવનને પોતાનો વ્યવસાય હતો. અમુક કંપનીઓની ડિસ્ટ્રીબ્યુટર શીપ હતી. સરસ વ્યવસાય હતો. સાંજે છ વાગે તો એની ઓફિસ બંધ થઈ જાય. હા એની ઓફિસ સવારે નવ થી સાંજે છ. બસ પછી ઘેર. સરસ ચાલતું હતું. એ યુગલના જીવનમાં ખુશીઓ છલકાવવા માંડી . રેખાને સારા દિવસો રહ્યા હતા. બન્ને, બાળકના આગમન ની વાતો કરતા રહેતા હતા. દીકરો આવે તો શું અને દીકરી આવે તો શું? જીવન ને તો દીકરી જ જોતી હતી. એ કહેતો કે મારો આત્મા કહે છે કે દીકરી આવશે. પણ જે આવે તે સ્વીકાર્ય. ત્રીજા મહિનાથી રેખાની તબિયત બરાબર રહેતી નહોતી રોજ નવી ફરિયાદ. એક સમયે તો એવું લાગતું હતું કે ગમે ત્યારે કસુવાવડ થઈ જશે. ડોક્ટરને અમુક ભય તો હતા જ પણ કહેતા નહોતા. આઠમા મહિને એક દિવસ અચાનક દુખાવો ઉપડ્યો. રેખાને દાખલ કરવી પડી. એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. એણે દીકરીને જન્મ આપ્યો પણ તબિયત અત્યંત ખરાબ હતી. ડોક્ટરે કહ્યું કે આમનું બહુ જ ધ્યાન રાખવું પડશે. જો અમુક સમયમાં ઉભા થઇ જાય તો ઠીક છે નહીંતર કાંઈ પણ થઇ શકે છે. દીકરીને લઈને ઘેર આવ્યા. રેખા સતત પથારીવશ છતાં દીકરી નું ધ્યાન રાખી શકે , ફીડિંગ કરાવી શકે. પણ હરીફરી ન શકે. આમને આમ વર્ષ નીકળી ગયું. અંતે જીવને કોઈના કહેવાથી એક બહેનને રેખાની સેવા માટે રાખ્યા. એ બહેન એટલે સરોજ , એકદમ રૂપાળી , મીઠડી અને મહા ચાલાક બાઈ. જીવને કહેલું કે તમારે રેખાનું ધ્યાન તો રાખવાનું જ છે પણ સાથે મારી દીકરી રિંકી ને પણ સાચવવાની છે. રિંકી કોઈ વાતે રોવી ન જોઈએ એનું બધું સાચવવું જોઈએ. સરોજ કહે એ ચિંતા ન કરો , હું એની માં બની જઈશ , એક માં ખ્યાલ રાખે એમ ખ્યાલ રાખીશ અને એ રાખવા પણ લાગી. રેખાએ બરાબર બ ે વર્ષ સંઘર્ષ કર્યો અને અંતે રિંકી બે વર્ષની થઇ ત્યારે એણે દેહ છોડી દીધો. જીવન ને માથે પસ્તાળ પડી, એક તરફ એનો જીવ, એનો આત્મા, એનો એક માત્ર પ્રેમ રેખા ગઈ એ સાથે એને જીવન માંથી રસ ઉડી ગયો, એને એમ થવા માંડ્યું કે મારી રેખા ગઈ એ સાથે મારી જીવન રેખા ટૂંકી થઈ ગઈ. પણ દીકરી રિંકી માટે જીવવું તો પડે જ, એના ભવિષ્યનો વિચાર કરવો પડે, રિન્કી ના જન્મ પછી જીવન નો વ્યવસાય વધુ સરસ ચાલવા માંડ્યો હતો પણ જીવનને એમાં રસ નહોતો. ઘણા સમય સુધી એ અનિયમિત થઈ ગયો હતો. સરોજ આ બધું જોયા કરતી હતી. જીવનને સતત સહાનુભૂતિ આપી પોતાની લાગણીઓમાં ખેંચવા પ્રયત્ન કરતી હતી. એને ભરોસો હતો કે એ એમાં સફળ થશે જ. રિંકી નું પુરે પૂરું ધ્યાન રાખતી હતી. જોકે ક્યારેક એના કોઈ ઈરાદામાં કે પ્રવૃત્તિમાં રિન્કી ખલેલ પહોંચાડે કે આદિ આવે, કોઈ વાતે જીદ કરે તો રિન્કી ને મારી પણ લેતી હતી , રિન્કી ભલે બાળકી પણ ચાલાક બહુ જ,એ બધું સમજતી હતી. સરોજ જીવન સાથે વાત કરે ,એને સાચવે એને ચ્હા નાસ્તો ભોજન આપે , એ ઓફિસ જાય ત્યારે બધી તૈયારી કરે એ વખતના એના ભાવ ચેષ્ટાઓ બધું જ રિંકી જોઈ સમજતી હતી. ઈશ્વરે એને જન્મજાત બક્ષિસ આપી હતી , એ સમજી જાય કે કોઈ શું કરવા માગે છે અને હવે શું થશે. એનાથી વિશેષ એના જન્મના ગ્રહો એવા હતા કે એ જ્યાં પગલાં કરે ત્યાં જાહોજલાલી છલકે. એના જન્મ પછી જીવનનો વ્યવસાય ધમધમવા માંડ્યો પણ કહે છે ને કાંઈ સારું થાય ત્યારે સો વિઘ્નો આવે. સરોજ એના માટે જ પ્રારબ્ધ માં લખાઈને આવી હતી જીવનના જીવનમાં. સરોજે ધીમે ધીમે એની જાળ બિછાવવા માંડી. રેખાના ગયા પછી ત્રણ વર્ષે એટલે કે રિન્કી ના પાંચમા વર્ષે જીવનને પોતાના મોહપાશમાં લઇ લીધો રિન્કી ના ભલા માટે જીવને સરોજ સાથે બીજા લગ્ન કરી લીધા, બસ સરોજ નું લક્ષ્ય પાર પડયું , રિન્કી પાંચ જ વર્ષની છતાં વધુ સમજણી થઈ ગઈ હતી. દીકરીમાં એક વિશેષતા હોય છે. એ બધું સહન કરી લેશે પણ પોતાના પિતાની તકલીફો, પિતાનું દુઃખ એ સહન નહીં કરે. એ જ હતું આ રિન્કીમાં પણ સામાન્ય દીકરીમાં હોય એથી વિશેષ. એ લગ્નના પાંચ વર્ષમાં તો સરોજે એવા એવા ખેલ કર્યા કે જીવનની બધી મિલકત ઘર વ્યવસાય બધું હડપ કરી લીધું અને જીવન એન ી દીકરી સાથે રસ્તા પર આવી ગયો.
દીકરી રિન્કીએ ભવિષ્ય પારખી લીધું હતું. સરોજે તો ધમધમતો વ્યવસાય કોઈ વ્યવસાયિક ને વેચી દીધો , વાત એ ફેલાવી કે જીવનની માનસિક હાલત કથળી ગઈ છે. જીવન રિંકી માટે હવે બહુ જ કપરા ચઢાણ હતા . એ પછી સરોજે બાપ દીકરીને પાંચ વર્ષ મજૂરની જેમ રાખ્યા પછી અંતે રિન્કીએ મોટું પગલું ભર્યું. છૂટક છૂટક પૈસા ભેગા કર્યા હતા એ લઇ પિતા ને લઇ શહેર છોડી દીધું અને બીજા જ રાજ્યના શહેરમાં ચાલી ગઈ. હવે એનું લક્ષ્ય હતું પિતાની માનસિક અને શારીરિક હાલત સ્વસ્થ કરવાનું. અજાણ્યા શહેરમાં જવું ક્યાં, રહેવું ક્યાં ,ખાવું ક્યાં અને શું? આ પ્રશ્નો તો ખરા જ. પણ રિન્કી ના નસીબ કે એક સારા વ્યક્તિએ એના બંગલાનાં આઉટ હાઉસ માં આશરો આપ્યો. જીવન આમ તો સ્વસ્થ માત્ર માનસિક રીતે અસ્વસ્થ. કાંઈ બોલે નહિ, ટગર ટગર ગભરુ આંખે જોયા કરે. જે આદેશ આપો એમ કર્યા કરે. જમવાનું કહો તો જમી લે , બધું ગભરાટમાં જ કારણ, એ કહે ને તરત જીવન ન કરે તો સરોજ લાકડીથી મારતી હતી. રિન્કીને આ બધું યાદ હતું. એ સમયમાં રિંકી એક વાર સરોજની સામે થઈ ગઈ હતી અને એની જ લાકડીથી એને ઢીબી નાખી હતી. મારા પપ્પા પર જુલમ? અત્યારે રિન્કીને એક જ ચિંતા હતી કે પપ્પા માનસિક સ્વસ્થ થઇ જાય. રિન્કી ના નસીબ કહો કે ઈશ્વરની મહેર, રિંકી સતત કામની શોધમાં ફરતી હતી , ભીખ માંગવી તો એના સ્વભાવ બહાર , એમાં એણે ફરતા ફરતા એક નાની રેસ્ટોરન્ટ જોઈ ,જેમાં એક ભાઈ બેસી રહેલા અને એની દીકરી કંઈક બના વી કોકને આપતી હતી, રિંકી આ જોયા કરતી હતી. પેલી કન્યા જેનિસ રિન્કીને ધારી ને જોતા જોઈ ગઈ. એણે રિન્કીને નજીક બોલાવી અને પૂછ્યું કે કંઈ ખાવું છે? રિંકી કહે ના , મારે કામ જોઈએ છે હું મહેનત કરીશ તમે મહેનતાણું આપજો. ત્યાં બેઠેલા એના પિતાએ જેનિસ ને કહ્યું કે એટલી તો આપણા આ સ્ટોલ ની આવક નથી , તું આને શું આપીશ? તોય જેનીસે કહ્યું આવી જ અંદર ,એ અંદર આવી જેનીસે એને એપ્રન પહેરાવી દીધું. અને કહ્યું જે ગ્રાહક આવે એને જે જોઈએ તે આપજે અથવા બનાવી દેજો હું બેઠી છું. તને જમવાનું પણ આપીશ અને પૈસા પણ. રિંકી કહે જમવાનું મને બાંધી આપજો , મારા પિતા એક જગ્યાએ એકલા બેઠા મારી રાહ જોતા હશે. જેનીશે આ સાંભળી એને પૂછીને બધી વાત જાણી રિન્કીએ એની માતા થી માંડી અહીં કેમ પહોંચી એ કહ્યું, જેનીશ ઢીલી થઈ ગઈ , એને લાગ્યું હું જેમ મારા આ પિતાનું સાચવું છું એમ જ આ રાખે છે ફરક એટલો છે કે મારા પિતાના જીવનમાં જે સ્ત્રી આવી હતી ઘરમાં ઘૂસી હતી એને મેં કાઢી મૂકી. બાપ દાદાના મકાનમાં અમે રહીએ છીએ , પપ્પાની નોકરી ચાલી ગયેલી ,કરવું શું એટલે બંગલાની જગ્યામાં જ આ નાની રેસ્ટોરન્ટ કરી.જેનીસ નો એક બાળપણ નો મિત્ર હતો પ્રેમી ડેનિસ એ જેનિસ સાથે જ લગ્ન કરવા માગતો હતો, જોકે હવે તો એ યુએસ માં હતો પણ એને નક્કી હતું કે લગ્ન કરીશ તો જેનિસ સાથે. જેનિસ કહેતી કે મારા પિતાજી છે ત્યાં સુધી કાંઈ નહિ. બસ રિંકી ને જેનીસે રાખી પછી તો એ નાનકડી રેસ્ટોરન્ટ ધમધોકાર ચાલવા લાગી. હવે ટેબલ ખુરશી લગાવ્યા. આવક વધવા માંડી , એ નાની હાટડી મોટી રેસ્ટોરન્ટ બની ગઈ, એ દરમિયાન જેનીસ ના પિતા ગુજરી ગયા. ડેનિસ ને ખબર પડી અને એ આવ્યો. જેનિસ સાથે લગ્ન કર્યા અને વિશાળ હૃદયના જેનિસ ડેનિસે બધી જગ્યા રિન્કી ના નામે કરી નાખી. જેનીસે કહ્યું કે મેં મારા પિતા માટે જીવન સમર્પિત કર્યું હતું અને તે પણ એ જ કર્યું છે, જેનિસ ગઈ પછી એ રેસ્ટોરન્ટ વધુ વિશાળ અને સરસ બની ગયો દેખાય હાઈફાઈ પણ પ્રવેશ બધા માટે અને ભાવ સામાન્ય રેસ્ટોરન્ટ જેવા જ, ગરીબ જરૂરિયાત વાળા ને મફત જમાડી દે. રિન્કીએ વિવિધ થેરાપી કરાવી પિતાજીને સ્વસ્થ કરી દીધા. હવે પિતાજી પણ મૂળ તો વ્યાવસા યિક હતા એટલે એ પણ હિસાબ વગેરે સંપૂર્ણ જોવા લાગ્યા.
એ દરમિયાન જ આ સરોજ અહીં આવી. એણે ચાલાકીથી જીવન અને રિન્કીને પાયમાલ કરી નાખ્યા એમ એને પણ પછી એક એનેય આંટી જાય એવો મળ્યો , સરોજ ને ફસાવી લગ્ન કર્યા , એક દીકરી થઈ , બધું હડપી લીધું અને સરોજ અને એની દીકરીને રસ્તા પર લાવી દીધા , એ માં દીકરી ભટકતા ભટકતા આ શહેરમાં રિન્કી ના રેસ્ટોરન્ટમાં આવી ગયા. કહે છે ને કે કુદરત અહીંનું અહીં જ પાછું આપે છે. સારું કે ખરાબ બદલા સાથે. સરોજ એની દીકરી સાથે આવીને બેઠી એ રિન્કીએ અંદરથી સીસીટીવી કેમેરામાં જોયું. અને વેઈટર ને કહ્યું કે આમને વ્યવસ્થિત જમાડજો ને પૈસા નહિ લેતા. એ લોકો જમ્યા પછી વેઇટરને પૈસાનું પૂછ્યું તો વેઈટરે કહ્યું કે શેઠે પૈસા લેવાની ના પાડી છે. સરોજ કહે મને શેઠ ને મેળવશો? અંદરથી રિંકી ના પિતા જીવન આ જોતા હતા એ ઉભા થયા અને બોલ્યા હું જઈ આવું, એને ભાન કરાવું. રિંકી કહે ના પપ્પા , આવા લોકોનો ભરોસો નહિ, તમને અને તમારી આ જાહોજલાલી જોઈ એનામાં સૂતેલો શેતાન પાછો જાગી શકે એટલે નહીં. દીકરી નું માની જીવન બેસી ગયો. દીકરી સાચી હતી.દીકરી પિતા માટે બીજું હૃદય છે. આત્મા છે. પિતાના સુખ માટે એ બધું છોડી શકે, બધું કરી શકે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
માં બાપને દીકરીઓની ચિંતા વધુ હોય છે. એમાંય દીકરી બે થી વધુ હોય ત્યારે તો ખાસ, દિલીપભાઈ અને હેમા બહેનને ચાર દીકરીઓ હતી. મોટી બે ના લગ્ન તો બહુ જ સરસ રીતે સંપન્ન થઇ ગયા હતા. હવે નાની બે ના લગ્ન બાકી હતા . છાયા મોટી અને માયા નાની . માયા બહુ જ રૂપાળી ,કોઈ એને જોવે એટલે તરત ગમી જાય. પણ પહેલા તો મોટી નું નક્કી કરવાનું હોય એટલે નાની માયાને દૂર રાખવી પડે કારણ કે થતું હતું એવું કે જ્યારે કોઈ છાયા ને જોવા આવે અને એ સમયે માયા પણ ત્યાં હોય તો એ લોકો કહે કે અમને તમારી નાની દીકરી માયા વધુ પસંદ છે અમારા દીકરાને પહેલી નજરે એ માયાની માયા લાગી ગઈ છે , અને છાયા ના માતાપિતા કહે કે ક્ષમા કરશો પણ અત્યારે માયા ના લગ્ન નો વિચાર નથી , મોટી માટે વિચાર હોય તો કહેજો. અને એ પછી કદાચ કોઈ પછી એમ કહે કે તમારી મોટી માટે મારા દીકરાને વાંધો નથી તો છાયા ના પાડી દે અને કહે મારે બીજી પરાણે પસંદ નથી બનવું. આમ છાયાની વાત ઠેલાતી જાય.
છાયા બહુ જ શાંત અને સરળ હતી. આમ થોડી શ્યામ પણ નમણી , માયા એકદમ ગોરી અને જોરથી હસે તો ચહેરો લાલ થઈ જાય. એનું સ્મિત કોઈને પણ મોહી લે. આંખ નશીલી એટલે કોઈ પણ મોહી જાય . શાંત અને સરળ જરાય નહિ,જીદ્દી પણ ખરી અને ગુસ્સો જરાકમાં આવી જાય. આપણી ભાષામાં કહીએ તો છટક , બહારના કોઈને ક્યાંથી ખબર હોય . કોઈ દૂર દેશાવર થી જોવા આવ્યું હોય એને તો આ ખબર જ ન હોય. એ માયાને પસંદ કરી લે છાયાની કઈ ખબર હોય જ નહિ. ત્યાં નજીકના તો બધા ઓળખતા હોય એટલે ત્યાં કોઈ વાત લાવે જ નહિ. આવા કિસ્સા બનતા ગયા કે છાયા ને જોવા આવ્યા હોય , માયા ગમી જાય અને અંતે વાતનું ફીંડલું વળી જાય. એ પછી તો માં બાપે જ્યારે કોઈ છાયાને જોવા આવે ત્યારે માયા ને દૂર જ રાખે અથવા જોવાનું જ બીજે રાખે.
એવું જ થયું જ્યારે રોહિત છેક મુંબઈથી છાયા ને જોવા આવ્યો. છાયાના ભાભી છેક મુંબઈ જઈ રોહિત ના ઘેર એમના મા બાપને મળવા ગયા હતા. એક નો એક દીકરો, બહુ જ સરસ વેપાર હતો અને રોહિત દેખાવડો પણ ખરો , શાંત સરળ અને સમાધાન વૃત્તિ વાળો , પૈસો પુષ્કળ હતો પણ અભિમાન જરાય નહિ. કોઈ ખોટા ખર્ચા નહીં. હા કપડા નો શોખીન એટલે એમાં પુરા પૈસા નાખે, ખાવાનો શોખીન એટલે એ પણ શોખ ખરા, કંજૂસ જરાય નહિ એ સાથે ઉડાઉ પણ નહિ. જે ખર્ચા કરવાની જરૂરી હોય એ કરવાના પણ વેડફવાના નહિ. એના માં બાપ કહે કે રોહિત તું દેશ માં જઈ આવ અને જોઈ આવ. ( સૌરાષ્ટ્ર ના માણસો મુંબઈમાં રહે અને વતનમાં આવવાનું હોય ત્યારે *દેશમાં જવાનું છે* એમ કહેતા. રોહિત આ જ્ઞાકિંત તો ખરો જ. એણે તૈયારી બતાવી , રાજકોટ સુધી ફ્લાઈટ જતી હતી અને ત્યાંથી એમના માસીના દીકરા સાથે વતન જઈ શકાય એટલે એમ ગોઠવ્યું. છાયા ના માતા પિતા ને જાણ કરી દીધી કે રોહિત આવે છે. રાજકોટ એરપોર્ટ રોહિતના માસીનો નો દીકરો દિલીપ ઊભો જ હતો. એ રોહિત ને લઇ ઘેર ગયો, માસી ને ચરણ સ્પર્શ કર્યા , માસીએ કહ્યું કે તું જેને જોવા જાય છે એ કન્યા બહુ સરસ છે ,તાર સ્વભાવ ને અને તારી માં ના તારા પરિવારને અનુકૂળ છે. એ પછી એ લોકો નીકળ્યા જામનગર જવા. દિલીપભાઈ હેમા બહેન ને માસીએ જાણ કરી દીધી હતી કે દિલીપ રોહિતને લઈને નીકળ્યો છે. જામનગરમાં મળવાનું સ્થળ નક્કી હતું.ત્યાં ભેગા થયા અને દિલીપભાઈ ના મિત્રના બંગલે મળવાન ું નક્કી હતું ત્યાં ગયા , છાયા સરસ તૈયાર થઈને બેઠી હતી. બહુ જ મજાની લાગતી હતી. એના મમ્મી પપ્પા એ બહારના રૂમમાં રોહિતને આવકાર્યો ત્યારે છાયાએ એને જોયો અને થોડી નિરાશ થઇ ગઈ, એને થયું કે કેટલો રૂપાળો છે ,કેટલું સરસ નમસ્તે કરી સ્મિત આપે છે. વિવેકી નમ્ર છે અને એકદમ સ્માર્ટ દેખાવડો અને ઉંચાઈ પણ મારા કરતા વધારે છે. એની સામે હું કાંઈ જ નથી, આ મને પસંદ કરે જ નહિ. થોડી જ વારમાં એ બધા બેઠક ખંડમાં આવીને બેઠા ,પહેલા એ ઘરની એક દીકરીએ પાણી આપ્યું , અને પછી એણે બારણાં પાસે જઈ કહું કે છાયા દીદી ને લઈને આવો , છાયા આવી હાથમાં ચ્હા નાસ્તા ની ટ્રે લઈને, એ ગભરાયેલી હતી. રોહિતે જોયું કે એ કાંઈક ગભરાટમાં છે, સ હેજ હાથ ધ્રૂજે છે. એના કપાળે સહેજ પરસેવો છે. છાયા ટ્રે મૂકીને બેઠી, રોહિતે નમસ્તે કહ્યું અને છાયાએ સામે બીતાં બીતાં નમસ્તે કહ્યું, એને કોણ જાણે મનમાં એમ થયું હતું કે આ ફરી માયા ને યોગ્ય છે, મને ના જ પાડશે . અને હવે જો એ થયું તો હું સ્વીકારી લઈશ કે હું કદરૂપી અને નક્કામી છું એટલે મારૃં ક્યાંય નહિ થાય , હું આજીવન અપરિણીત રહીશ. આ પછી છોકરા જોવાનું બંધ. એ વિચારતી હતી અને હેમા બહેન બોલ્યા કે આ લોકોને અંદરના રૂમમાં લઇ જ ત્યાં વાત કરશે. એ લોકો અંદર જઈને બેઠા, છાયા હજી ભીતરથી ભીની હતી એમ હતું કે હમણાં આંસુ આંખથી ટપકી પડશે. એ મોઢું નીચું રાખીને ઊંચી આંખથી રોહિત ને જોઈ રહી હતી . રોહિત બોલ્યો કે "જુઓ હું તમને પસંદ છું કે નહિ એ તો મને ખબર નથી અને એ બાબતે હું બહુ વિચારતો જ નથી. પણ હું એક વાત સ્પષ્ટ કહી દઉં કે ..... આટલે એ અટક્યો અને છાયા એ આંખ બંધ કરી મનમાં બોલવા માંડ્યું કે "મને તમે પસંદ નથી" ત્યાં રોહિત બોલ્યો કે "મારે તમને કોઈ સવાલ પૂછવા નથી એટલું જ કહેવું છે કે....." છાયા મનમાં બોલી કે ના પાડી દે ને એટલે પત્યું * રોહિત બોલ્યો *મને તમે પસંદ છો, તમારૃં શું કહેવું છે?* છાયા એ એની સામે જોયું એ ભાવથી કે મેં જે સાંભળ્યું એ સાચું છે? રોહિતે માત્ર ડોકું હલાવી કહ્યું હા , તમે જે સાંભળ્યું એ જ હું બોલ્યો. "એ પછી બન્ને એ ઘણી વાતો કરી. અને બસ છાયા એકદમ મૂડમાં આવી ગઈ. બહાર નીકળ્યા અને બન્ન ેના શરમના શેરડા પડતા લાલ ચહેરા જોઈ વડીલો સમજી ગયા કે ગોઠવાઈ ગયું. તરત અરસપરસ મોઢું મીઠું કરાવ્યું. રોહિત દિલીપ નાસ્તો કરી નીકળતા હતા ત્યારે હેમા બહેને પૂછ્યું કે રાજકોટ માસીને ત્યાં રોકાવાના છો? રોહિતે કહ્યું કે હા રવિવાર સુધી છું, સોમવારે સવારે નીકળીશ મુંબઈ જવા. . એ લોકોના ગયા પછી છાયા પપ્પાના ખભે માથું નાખી રોવા માંડી. પપ્પા કહે "બેટા ભગવાને તારા માટે સારૃં જ વિચાર્યું હશે.
હેમા બહેને રાજકોટ રોહિતના માસીને ફોન કર્યો અને રવિવારે સવારે જમવા આવવા આમંત્રણ આપ્યું. માસીએ સ્વીકાર્યું. એ લોકો ગયા , માસ માસી, દિલીપ અને રોહિત, હવે તો સીધું દિલીપભાઈ હેમા બહેનના ઘરે જ જવાનું હતું. ત્યાં ગયા, બધાએ પ્રેમથી આવકાર્યા. માયા તો રોહિત ને આંખો ફાડીને જોવા લાગી અને વિચારવા લાગી કે *આટલો રૂપાળો હેન્ડસમ છોકરો છાયાને મળી ગયો? હું એને હમણાં લપેટમાં લઉં , એનેય એમ થશે કે મેં છાયા માટે હા ક્યાં પાડી , આ માયા ક્યાં હતી? એણે મારકણું સ્મિત આપી નમસ્તે કર્યું , હેમા બહેન કહે કે આ અમારી નાની દીકરી. રોહિત કહે ઓહ સરસ, એ પછી રોહિતે એની સામે જોયું જ નહિ.. ભાવ આપ્યો જ નહિ. એ છાયા સાથે જ બેઠો, છાયા એ ધીમે થી પૂછ્યું મારી બહેન કેવી લાગી ? રોહિત કહે કે સારી છે પણ મેં તમને પસંદ કર્યા છે પછી કોઈ અપ્સરા આવે તોય હું ડગું નહિ. મા-બાપને દીકરી ખુશ રહે એ ગમે , એ એમાં રાજી હોય હું એમનો અને તમારો રાજીપો તોડું એવો નથી. એ સુંદર હશે તો એને ઠેકાણે, એના માટે કોઈ હશે. મને મારૃં ગમતું પાત્ર મળી ગયું બસ. મારા મા-બાપે મને શીખવ્યું છે કે તું કોઈની દીકરી જોવા જાય છે, માં બાપ નો આત્મા એમાં હોય છે, એમને દુઃખ થાય એવું કંઈ ન કરતો, ન પસંદ પડે તો પછી કહીશ એમ સ્મિત સાથે કહીને આવજે. સંબંધ અગત્યનો છે. ફરી મળીયે તો હસીને મળીયે એમ રાખજે, તમારામાં કોઈ ખામી નથી એ જોઈ લીધું. બસ.
એ લોકોના ગયા પછી માયાએ ઘણો બળાપો કાઢ્યો . ગુસ્સે પણ થઈ. લગ્ન પણ થઈ ગયા રોહિત છાયા ખુશખુશાલ જીવી રહ્યા છે અને માં બાપ ને તો વહુ નહિ દીકરી મળ્યાનો આનંદ થયો એવું છાયા સાચવતી હતી એટલે સાસુ સસરા પણ વધુ સાચવતા.
આ વાત સત્ય ઘટના પર આધારિત છે. વ્યક્તિ અને શહેરના નામ બધા અલગ છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક વાત તો સાચી કે માણસ સ્વમાની, ખુદ્દાર અને આત્મબળથી આગળ વધે એ માણસની પ્રગતિ કોઈન રોકી શકે. એમાંય ગરીબ માણસ કોઈ મોટા માણસનો પડછાયો બન્યા વગર આત્મબળે આગળ વધે એને તો સલામ કરવી પડે.ગરીબ માણસ ધનવાનની દીકરીના પ્રેમમાં પડી લગ્ન કરે અને એ ગરીબ શરત કરે કે તારા પિતાનું આશીર્વાદ સિવાય આપણા ઘરમાં કઈ ના જોઈએ અને એ નામ કરે એ ધન્યવાદને પાત્ર છે. બીજા ઘણાં કિસ્સા જોયા સાંભળ્યા હશે પણ સલોની અને શાલીનના કિસ્સા જેવા કિસ્સા ભાગ્યે જ બનતા હોય. આ વાત એવા પ્રેમીઓને અર્પણ છે અથવા એમ કહીયે કે એવા પ્રેમીઓ કે જેમણે પ્રેમ સાચો કોઈ સ્વાર્થ કે અમસ્તા આકર્ષણ વગર કર્યો હોય અને લગ્ન કરી સંસાર માંડ્યો હોય એવા પ્રેમીઓને અર્પણ. એક વાત તો છે જ કે ગળાડૂબ અથવા એમ કહીએ માથાડૂબ પ્રેમમાં હોય પછી અનેક અડચણોનો સામનો કરી લગ્ન કર્યા હોય પછી જીવનની વાસ્તવિકતા સમજાતા અનેક કારણો સર જીવનમાં ભંગાણ પડયું હોય એવું બન્યું હોય તો ઘણાં લગ્ન પછી તકલીફોનો સામનો કરી એકમેકના પ્રેમને સહારે હાલક ડોલક થયેલી નૈયાને સ્થિર કરી મોજના હલેશા માર્યા હોય. એવાની ટકાવારી ઓછી હોય, બીજાની વધારે.
આપણે વાત કરીએ સલોની અને શાલીનની, શાલીન ગરીબ ઘરનો છોકરો, ભલે ગરીબ પણ એકદમ રૂપાળો એની માં પર ગયેલો. એની પાસે કપડાં બે જ જોડ, પણ એટલો વ્યવસ્થિત રહે કે એ પહેરવેશ પરથી ગરીબ લાગે નહિ. ભણવામાં હોંશિયાર અને વાતચીતમાં બહુ જ સરસ શુદ્ધ ઉચ્ચારણો અને વાંચન પુષ્કળ એટલે જ્ઞાન પણ ઘણું જ. અહીં એક વાત કહેવા જેવી છે કે અમારા સુપ્રસિદ્ધ કવિ મિત્ર શ્રી તુષાર શુક્લ કહે છે, જે એમણે ત્રણ ચાર વર્ષ પહેલા નગરમાં નોબતના વાર્ષિક કાર્યક્રમમાં આવેલા ત્યારે પણ ઇન્ટરવ્યૂમાં કહેલું કે *જો સારા વક્તા અને સારા લેખક બનવું હોય તો સારા શ્રોતા બનો અને સારા વાચક બનો *વાંચન તમને જ્ઞાન અને શબ્દ ભંડોળ આપશે , સારા શ્રોતા બનશો તો ભાષાની પકડ આવશે, ઉચ્ચારણ સુધરશે અને વક્તવ્ય પ્રભાવશાળી બનશે. આ જ વાત શાલીનમાં હતી, એ અમસ્તો ક્યાંય રમવા ન જાય ઘરમાં બેસી વાંચે અથવા સારા વ્યક્તિઓને ટીવી પર સાંભળે. એ શાળામાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે અને જીતે જ. એનો બોલવાની શૈલી પર સલોની વારી ગયેલી. જોકે શાલીન આમ કન્યાઓંથી દૂર રહે. એ તરફ જુવે પણ નહિ છતાં ઘણીવાર એવું બને કે યોગ્ય તાર મળી જાય તો હૃદય જ આકર્ષાય. એ જ થયું બંનેને દોસ્તી થઇ. શલોની હવે શાલીનના સંપર્કમાં સતત રહેવા માંડી, એનો એ સમયે આશય શાલીનને સાંભળવાનો વધુ હતો એને ગમતું હતું એને પણ સારા વક્તા અને મંચ સંચાલક બનવું હતું. ખેર એ તો એક તરફ રહ્યું પણ બન્ને માથાબોળ પ્રેમમાં પડી ગયા. એ પછી શાલીનને ખ્યાલ આવ્યો કે આ હૃદય ખોટી જગ્યાએ લાગી ગયું. એકવાર કોલેજનો સમય પૂરો થયા પછી બન્ને વાતો કરતા બહાર નીકળતા હતા ત્યારે ગેટ પર કાર આવીને ઉભી રહી ડ્રાઇવરે ઉતરીને બારણું ખોલ્યું અને શલોની શાલીનને બાય કહી બેસી ગઈ, એ સમયે શાલીનને થયું કે આ તો ખુબ પૈસાવાળાની દીકરી છે, હું તો સાયકલ પણ લઇ શકું એમ નથી. એ પછી શાલીને અંતર રાખવા માંડ્યું પણ શલોની મક્કમ હતી, એને ખ્યાલ આવી ગયો કે શાલીન આર્થિક ફાસલાને હિસાબે અંતર રાખે છે. એણે કહ્યું કે શાલીન હું તને પામવા મારા પિતાની દોલત જતી કરી શકું એમ છું. તું મારાથી અંતરના રાખ. એ સમયે શાલીને કહ્યું કે તું ગમે તેટલું કરે પણ એક બાપ પોતાની દીકરીને નારાજ ન જોઈ શકે અને એને છોડી પણ ન શકે, દીકરી માટે એ કાંઈ પણ કરી શકે, તેઓ મારી સાથેનો તારો સબંધ સ્વીકારી જ ન શકે, તને કોઈપણ રીતે મારાથી દૂર કરી દે. એટલે આપણે અત્યારથી અંતર રાખીએ એ જ યોગ્ય રહેશે.
વાત એનાથી વિપરીત જ બની, સલોનીના પિતા ના શબ્દો હતા કે મારી દીકરી જેમાં ખુશ એમાં હું ખુશ. હું પણ ક્યાં અમીર જન્મ્યો હતો, એક ગરીબ માં બાપનો જ દીકરો હતો અને આપ બળે આગળ વધ્યો. એને જોઈશે તો આર્થિક મદદ હું કરીશ પણ એ છોકરો મારી જેમ ખુદ્દાર હશે તો નહિ લે કોઈ મદદ. અને એ જ થયું સલોનીના પિતા મંજુર થયા પોતાની લાડલી દીકરીને એક ગરીબ છોકરા સાથે પરણાવવા. શાલીનનું ચાલીમાં આવેલું એક રૂમનું ઘર, ઘરની પરિસ્થિતિ, બધું જોઈને પણ હા પાડી, એ પણ એક શરતે કે અમે લગ્ન કોર્ટમાં કરીશું. તમારા કોઈ રૂપિયા જોતા નથી કે કોઈ વસ્તુ જોતી નથી. હું કમાઈ લઈશ. સલોનીના પિતાએ કહ્યું કે બધું મંજુર છે. હું પણ તમારી જેવો જ સ્વાભિમાની અને ખુદ્દાર છું. મેં મારા આવા સમયમાં કોઈની મદદ લીધી નહોતી. પણ મેં તમારી બધી વાત મંજુર રાખી છે, તમે મારી એક વાત મંજુર રાખજો, લગ્ન પછી તમે અહીં નહિ રહો, મેં દીકરીના નામે એક ફ્લેટ રાખ્યો છે એમાં રહેશો. એ ફ્લેટ એના નામનો જ છે, તમે પતિ પત્ની એકમેકના પૂરક બનો પછી એકમેકના સથવારે બધું કરો અને આ ફ્લેટ એનો જ છે. આ વાત શાલીને મંજુર રાખી. લગ્ન પછી એ લોકો ત્યાં રહેવા ગયા.
જીવન સરસ ચાલવા લાગ્યું, શાલીનને એના સસરા એ નોકરી ઓફર કરેલી જે એણે ના પાડી, એણે કહ્યું કે તમે ભલે મને એક નોકરિયાતને મળે એ જ સુવિધાઓ આપો પણ સાથે કામ કરનારા બધા મને શેઠના જમાઈ ગણી અંતર રાખે. એટલે એ નહિ. સલોનીના પિતાએ એ પણ મંજુર રાખ્યું, એને અંતરથી વિશ્વાસ હતો કે આ છોકરો મારી દીકરીને સુખમાં જ રાખશે, ભલે સૂકો રોટલો શરૂઆતમાં ખવડાવશે પણ ભૂખી નહિ રાખે. કોઈ ભૌતિક સુખ નહિ હોય કાર, આભૂષણ, શોખનું બધું જ પણ મારી દીકરી સદાય હસતી જોવા મળશે.
શાલીનને એક કંપનીમાં નોકરી મળી ગઈ. આ લોકોનો સંસાર સરસ ચાલવા માંડયો. એમને બે સુંદર મજાના જોડિયા(ટ્વીન્સ) દીકરા પણ જન્મ્યા. શાલીનને નોકરીમાં એના કામને લીધે શાબાશી અને પ્રોત્સાહન પણ ઘણું મળવા લાગ્યું. પણ શાલીનને તકલીફ એ થઇ કે એક વર્ષ પછી એ કંપનીના ડાયરેક્ટરને ખબર પડી કે આ તો બહુ મોટા ઉદ્યોગપતિ શેઠ જયરાજનો જમાઈ છે. એટલે એને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો જે શાલીનને મંજુર નહોતું. પણ કરે શું? એ શાંત રહ્યો. એણે સલોનીને વાત કરી કે આ નથી જોતું મારે. સલોની કહે કે મારા પિતાનું નામ એટલું મોટું છે કે આ તો તને નડવાનું જ, તું કોઈપણ કંપનીમાં જાઈશ. આ થશે જ. બન્ને વિચારવા લાગ્યા કે કરવું શું? શાલીનને એમ થઇ ગય ું કે હું અહીં ક્યાંય પણ નોકરી કરીશ તો આ થવાનું જ છે. એક દિવસ એને ખબર પડી કે બહેરાઈન (ગલ્ફ કન્ટ્રી)માં એક સરસ કંપની છે ત્યાં નોકરી મળી શકે એમ છે. એણે બધી તપાસ કરી અને પછી સલોનીને કહ્યું કે ગલ્ફ કન્ટ્રી માં સરસ તક મળે એમ છે. તું જો બાળકોના ભણતર વગેરેનો ખ્યાલ રાખી લે તો હું જાઉં અને ત્યાં સેટ થઇ જાઉં પછી તમને ત્યાં બોલાવી લઉં. સલોની કહે મારી ના હોય જ નહિ. તું પ્રગતિ કર, બાળકોનું હું જોઈ લઈશ. એ પછી શાલીને તરત કહ્યું કે *એક વાતનો ખ્યાલ રાખજે * ત્યાં જ સલોની બોલી કે તારા પપ્પાના ઘરની કોઈ મદદ નહિ લેતી. ..... શાલીન હસ્યો અને કહ્યું કેટલી સમજુ છો? સલોની કહે કે તારી છું, અને તારી જેમ જ સ્વમાની છું. શાલીને અરજી કરી, ટેલિફોન અને વિડિઓ દ્વારા ઇન્ટરવ્યુ થયો અને એપોઇન્ટ થઇ ગયો. કંપનીએ ટિકિટ મોકલી અને શાલીન ગયો. અહીં બન્ને દીકરાઓ બિલકુલ સલોની અને પિતા શાલીન પર જ હતા. શાલીન બહેરાઈન ગયો પછી શેઠ જયરાજે કહ્યું દીકરીને કે અહીં આવીને રહે. દીકરીએ ના પાડી. એમણે એમના દોહિત્રોને કહ્યું કે કાંઈ મદદ જોઈએ તો કહેજો. સરસ ભણજો. દીકરાઓ જય વિજયે કહ્યું કે નાનાજી અમે તમારા સંપર્કમાં રહીશું જ બાકી બધું અમારા માં બાપ કહે તેમ. હા વહેવારે તમે જે કરશો એ આંખ માથા પર સ્વીકાર્ય પણ મદદ નહીં. પિતાજીની ગેરહાજરીમાં પણ એ બન્ને છેક આઇપીએસ આઈએએસ સુધી પહોંચી ગયા. શાલીન ત્યાંથી એના સસરા શેઠ જયરાજના સમપર્કમાં રહેતો. સલોની અને બે દીકરાઓ જય વિજય નાનાજીને ઘર પણ જતા આવતા. ત્યાંથી કાંઈ લાવવાનું નહિ. હા વાર તહેવાર પ્રસંગે વહેવારમાં આશીર્વાદ રૂપે કાંઈ આપે તો લઇ લે પણ મદદ નહિ.
અહીં શાલીને કંપની જોઈન્ટ કર્યા પછી એક વર્ષમાં કંપનીનો ગ્રોથ ઊંચો લાવી દીધો એ ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્થાન બનાવી લીધું. શાલીનના માન પાન વધી ગયા. ત્રણ વર્ષમાં તો કંપની ક્યાંની ક્યાં પહોંચી ગઈ. હવે તો સલોની પણ ત્યાં આવી ગઈ હતી, જય વિજય ઇન્ડિયામાં ઘેર જ હતા અને બન્ને આઈએએસ, આઇપીએસ થવાની તૈયારીમાં હતા. કંપનીના સીએમડીએ શાલીનને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં લેવાનો નિર્ણય કર્યો. બોર્ડમાં પ્રસ્તાવ પણ મુક્યો, મંજુર થયો. ચેરમેન સાથે વાતચીત દરમ્યાન શાલીને પૂછ્યું કે બીજા ડાયરેકટર્સ કોણ છે? સીએમડી એ લિસ્ટ બતાડ્યું એમાં શાલીને પોતાના સસરા જયરાજ શેઠનું નામ જોયું. એટલે પૂછ્યું કે આ જયરાજ શેઠ પણ છે? સીએમડી કહે હા ઇન્ડિયાના બહુ મોટા ઉદ્યોગકાર છે, મોટું નામ છે અને એમનું આમાં રોકાણ પણ છે. એક્ટિવ નથી પણ ખાલી બોર્ડમાં છે, કેમ તમે ઓળખો છો? શાલીન કહે હા એ મારા સસરા છે, સીએમડી ઊભા થઇ ગયા અને કહે ના હોય એ તો કોઈ દિવસ બોલ્યા જ નથી, હકીકતે છેલ્લું ફાયનાન્સિયલ રિઝલ્ટ જોઈ અદભુત પ્રગતિ જોઈ અભિનંદન આપેલા ત્યારે મેં કહેલું કે અમારે ત્યાં એક હોનહાર વ્યક્તિ છે એમના કારણે ત્યારે પણ એમણે કાંઈ કહ્યું નહિ. તમે પણ કોઈ દિવસ બોલ્યા નથી. શાલીન કહે હું મારા કામથી આગળ વધવામાં માનું છું. એ પછી શેઠ જયરાજને સીએમડી એ ફોન કરીને ખબર આપ્યા અને પૂછ્યું કે શેઠ તમે અમને કહ્યું નહિ કે એ તમારા જમાઈ છે તો જયરાજ શેઠ કહે મેં જાણી જોઈને નહોતું કહ્યું, મને ખબર છે કે એ એની કાબિલિયત પર આગળ વધે છે. તમારે ત્યાં પણ એ રીતે જોડાયેલો. એ અહીં હતો ત્યારે જે કંપનીમાં કામ કરતો ત્યાં મારા જમાઈ સમજીને બહુ માનપાન આપતા એ એને નહોતું ગમતું એ ખુદ્દાર છે, એટલે જ ઇન્ડિયા છોડી ત્યાં આવ્યો અને હું તમને એમ કહું કે એ મારો જમાઈ છે તો તમારો એની સાથેનો વહેવાર બદલાઈ જાય, એ એને ફાવે નહિ અને તમને છોડી બીજે જાય. એટલે મેં ના કહ્યું, હવે તો એના દીકરાઓ મારા દોહિત્ર એમના બળ પર આઈએએસ અને આઈપીએસ થઇ ગયા. હવે મને ગૌરવ થાય છે કે મારી દીકરી મારા જમાઈ અને મારા દોહિત્ર છે. એમનાથી હું ઓળખાઉં છું.
ખુદ્દાર બનો, અભિમાની નહિ, સૌને એમના સ્થાન મુજબ સન્માન આપો, તમે તમારી કાબેલિયત સિદ્ધ કરતા જાઓ અને આગળ વધો. લાગવગ ભલામણથી થોડો સમય લાભ રહેશે પછી તમારી ઓકાત મુજબ ભાવ મળશે. માટે અભિમાન એક તરફ રાખી સ્વમાનથી જીવો.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક માં બાપને કેટલો આનંદ થાય જ્યારે એનું મંદબુદ્ધિ બાળક કાંઈક પ્રગતિ કરે અને પૈસા કમાઈને લાવે, એ સાથે એ બાળકનો ચહેરો જોવા જેવો હોય છે, એનો ઉત્સાહ કંઈક જુદો જ હોય છે, વ્યક્ત નથી કરી શકતો. મેં આ પ્રત્યક્ષ જોયેલું અને અનુભવેલું છે. એ સમય હતો કે જ્યારે દર શનિવારે મારો નિત્યક્રમ હતો, એક સવારે આઠ વાગે અપંગ બાળકોની સંસ્થામાં જવાનું એમની સાથે વાતો કરવાની, એ લોકો ઈચ્છે તો રમત રમવાની. એ લોકો શનિવારે સવારથી રાહ જોતા હોય, હું દેખાઉં અને તાળીઓ જ પાડે, બસ અમુક તો વળગી પડે. એ જોઈ એમના સાહેબ મને કહે કે, સમજાતું નથી કે આ લોકોને તમને જોઈ શું આનંદ આવે છે. તમે માત્ર એમની સાથે આનંદ કરો છો, એ લોકોને મન હોય એ રમત રમો છો, હું કહું કે બસ એ જ એમને આનંદ આવે એ જ કરવાનું, એ માટે તો હું આવું છું. દશ વાગે નીકળું ત્યારે એમને ગમે નહિ, એ લોકો કહે થોડું રોકાવને, મારે કહેવું પડે કે તમારા જેવા બીજા બાળકો પણ મારી રાહ જોતા હોય છે. પછી એ લોકો જવા દ્યે. ત્યાંથી નીકળી મંદબુદ્ધિ બાળકોની શાળાએ જાઉં. એમને સવારે દસ વાગે શાળા શરુ થાય. પહેલા પ્રાર્થના ચાલે, પછી એ લોકોની થોડી રમત ચાલે અને પછી ગૃહ ઉદ્યોગનું શીખવાનું વગેરેએ પછી એક વાગે રીસેસ, બધા સાથે જમવા બેસે, અપંગ બાળકો પાસેથી હું ત્યાં પહોંચું એટલે એ નિર્દોષ બાળકો ઘેરી વળે, એમના શિક્ષકો કે સંભાળ લેનારા જે કહો તે, એ સૌને આનંદ એ વાતો થાય કે હવે બે કલાક આપણે શાંતિ, કારણ કે એ બાળકો મારી સાથે જ હોય, એમના શિક્ષકોને યાદ પણ ન કરે. ખુબ રમે મજા કરે, ત્યાંના સંચાલક અને શિક્ષકો કહે કે તમારી હાજરીમાં એ બધા કેટલા ખીલેલા હોય છે. એમાંના એકાદ ને જો મેં ન બોલાવ્યો હોય કે ન ભેટ્યો હોઉં તો એ રિસાય નહિ પણ ઉદાસ ચહેરે એક તરફ બેસી જાય. એને એમ લાગે કે મેં એની અવગણના કરી. મારી નજર પડે પણ હું બોલું નહિ પણ મોટેથી એનું નામ લઈને પૂછું વિશાલ કેમ નથી દેખાતો? મને એના વગર ના ગમે, ત્યાં ખુશ થઇ દોડે અને હું અરે.....કહી વળગીને પૂછું ક્યાં હતો? આ બધા ભાઈબંધમાંથી એક ઓછો હોય કેમ ચાલે? અને તારા વગર કેમ મજા આવે? એ સમયે એનું નિર્દોષ સ્મિત જોઈ મારી આંખ ભીંજાઈ જાય. મને થાય કે કેવા નિર્દોષ છે આ બાળકો, એમને જોઈએ માત્ર હૂંફ, લાગણી બસ. પણ મને ત્યાંથી જવાનું મન ન થાય. એમના શિક્ષકો કહે કે તમે આવો એ આ બાળકો અને અમને ગમે પણ જાવ પછી અમને બહુ તકલીફ પડે. કારણ કે આ બાળકો એકદમ સુનમુન બેસી રહે એ લોકોને મૂડમાં લાવતા અમને બહુ સમય લાગે.
મિત્રો આ વિકલાંગ કે મંદબુદ્ધિ બાળકોને શક્ય એટલો પ્રેમ આપો, એમની મશ્કરી ન કરો. એમાંય મંદબુદ્ધિ બાળકોને તો ખાસ, સહેજ પણ અવગણો નહીં, તમે એ બાળકને કેમ છે દોસ્ત? પ્રેમથી કહેજો એ પ્રથમ તો હળવું સ્મિત આપશે પછી ફરી તમે એની સામે આવશો એટલે અપેક્ષાથી તમારી સામે જોશે, તમે કહેજો કેમ છે દોસ્ત, એ રાજી થશે, પછી એ મળે ત્યારે બોલાવતા રહેવું પડે, જો ના બોલ્યા તો દુઃખી થઈ જાય. આ બાળકોમાં ભરપૂર વેદના સંવેદના છલકાતી હોય. એને સમજો. એની મશ્કરી ક્યારેય ન કરો.
આવા મંદબુદ્ધિ બાળકોની સંસ્થામાં એક વસ્તુ બહુ સરસ છે, એમને આર્ટ એન્ડ ક્રાફટનું બધું શીખવાડવામાં આવે અને એ બાળકો ધીમે ધીમે પણ કરે. નાના બાળકોને નાની વસ્તુ કાગળ કે માટીનું કાંઈ. પછી તહેવાર પ્રમાણે જેમ કે પતંગ, તોરણ, કોડિયા વગેરે અનેક વસ્તુઓ હોય. એ બાળકો મોટા થાય એટલે એમને તબક્કાવાર ફર્નિચર બનાવતા પણ શીખવે, એ બનાવે પણ ખરા, અને મજાની વાત તો એ છે કે એ વેચાય એની કમાણીમાંથી આ બાળકોને પૈસા આપવામાં આવે. એ એમના માં બાપને બોલાવીને આપે.
સુશીલ અને સરલાનો મોટો દીકરો લાલુ જન્મના થોડા જ સમયમાં ખબર પડી કે આ મંદબુદ્ધિ છે. સુશીલ સરલા જરા પણ દુઃખી નહોતા.તેમણે સ્વીકારી લીધું. મનથી નક્કી કરી લીધું કે મંદબુદ્ધિ બાળકોની સંસ્થામાં આને મુકીશું, લાલુને રોજ પપ્પા ઓફિસ જતા મુકતાજાય અને મમ્મી ચાર વાગે લેવા જાય. એને વહેવારીક બધું માં બાપ શીખવતા, નમસ્તે કરવું, મોટાને હાથ જોડવા, ચરણ સ્પર્શ કરવા વગેરે બધું જ અને એ કરતો. એ સંસ્થામાં વડીલોને હાથ જોડી નમસ્તે કહે. આ લાલુ ચાર વર્ષનો થયો ત્યારે સરલાએ બીજા બાળકને જન્મ આપ્યો, એ એકદમ સ્વસ્થ જન્મ્યો. એ સમજણો ત્યારથી એને મોટાભાઈ માટે માનસન્માનની લાગણી માં બાપે શીખવી હતી અને એ શાલીન શીખ્યો અને અનુસરતો હતો. શાલીન થોડો મોટો થયો અને સમજણો થયો, સ્કૂલે જતો થયો પછી જ્યારે એનો જન્મદિવસ આવ્યો એટલે સવારે ભગવાનને પગે લાગ્યો અને માં બાપને પગે લાગતા પહેલા એણે મોટાભાઈ લાલુના ચરણ સ્પર્શ કર્યા, લાલુને એવું જ શીખવવામાં આવ્યું હતું કે સૌને વંદન કરવાના, મોટાને ચરણસ્પર્શ કરવાના, એને કોઈ ચરણ સ્પર્શ કરે એ તો ખબર જ નહિ. એણે બીજા એને કરતા હોય એમ નાના ભાઈના માથા પર હાથ મુક્યો પણ સમજ્યો નહિ આ શું થયું. એની મમ્મીએ એને કહ્યું તું મોટો ભાઈ છો ને, આજે શાલીન નો જન્મદિવસ છે એટલે એ તને ચરણ સ્પર્શ કર્યા, લે આ પૈસા એને આપ, લાલુ નો ચહેરો જોવા જેવો હતો, એને થાય હું મોટો ભાઈ છું. મારે એને આશીર્વાદ આપવાના હોય. આજે લાલુને તો મજા પડી ગઈ.
આ લાલુ હવે મોટો થયો એટલે આ દિવાળીમાં કોડિયા બનાવતા શીખવાયું, એણે ધીરે ધીરે બનાવતા શીખ્યું અને સરસ બનાવતો હતો. એ બાળકોએ ભેગા થઇ પંદર દિવસમાં ઘણાં બધા કોડિયા બનાવ્યા. એ સંસ્થાએ નક્કી થયા મુજબ બીજા વિવિધ વેચનારા નાના વેપારીઓને વેચ્યા, ઘણાં બધા પૈસા આવ્યા. એ સંસ્થાએ જે પૈસા આવ્યા એ આ બાળકોમાં વહેંચ્યા, માનશો ? દરેક બાળકને પાંચ પાંચ હજાર જેવી રકમ મળી. એમના માં બાપને બોલાવ્યા અને કહ્યું કે આ તમારા બાળકે મહેનત કરી હતી એની કમાણી છે. આ લાલુના માં બાપની આંખોમાં આંસુ હતા કે આ દિવાળીમાં અમારો લાલુ કમાઈને લાવ્યો. એ લોકો ઘેર જતા હતા ત્યારે હૃદય ભારે થઈ જાય એવી ઘટના બની. લાલુએ પપ્પા ને ફટાકડા દેખાડી કીધું આ લઇ લ્યો. પપ્પા એ એને બતાડી, બતાડી બસો રૂપિયાના ફટાકડા ખરીદ્યા, પપ્પા પાસેથી એ થેલી લાલુએ લઇ લીધી. મમ્મી કહે ભલે રાજી થતો. ઘેર પહોંચ્યા અને સામે શાલીન બેઠો હતો, લાલુ એની પાસે ગયો અને ફટાકડાની એ થેલી એના હાથમાં આપી અને ઇશારાથી કહ્યું કે આ તારા માટે, પાછળ ઉભેલા માં બાપ એક બીજા સામે જોઈ ભાવવિભોર થઇ ગયેલા. માં એ આંસુ સાથે કહ્યું કે શાલીન બેટા તારા મોટાભાઈએ તારા માટે લેવડાવ્યા છે, આજે એની પહેલી કમાણી આવી એમાંથી. શાલીન ઊભો થયો અને મોટાભાઈના પગમાં પડ્યો, એ સમયે લાલુની આંખમાં આંસુ હતા. એના મનમાં શું હશે એ એને ખબર પણ એમ હશે કે હું પણ માં બાપને મદદ કરી શકું છું.
આ બાળકોને લાગણી આપજો, પ્રોત્સાહિત કરજો આમનો માનસિક વિકાસ ઓછો હોય પણ લાગણી પૂર્ણ વિકસિત હોય. વિકલાંગ, અપંગ કે મંદબુદ્ધિ બાળકો ને દયા કે સહાનુભૂતિ નથી જોતી. પ્રેમ લાગણી હૂંફ જોઈએ છે એ આપજો, સૌને દિવાળીની શુભેચ્છા.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિવાળીના તહેવારો આવે છે એ સમયે ઘણાં પરિવારોમાં રજાઓમાં ફરવા જવાનું કે ઘેર જ હોઈએ તો શું આયોજન કરવું વગેરે ચાલતું હોય છે, હમણાં જ એક ખાસ મિત્રને ઘેર અમસ્તું મળવા ગયેલો, એ મિત્ર એમની પત્ની અને એમનો પુત્ર - પુત્રવધૂ રહે છે. એમને એક પૌત્ર જે બેંગ્લોર નોકરી કરતો હતો, એટલે એ નહિ. અમે આમ કોલેજ સમયના મિત્ર અને પારિવારિક સંબંધો, એકબીજાના સારા માઠા મીઠા બધા પ્રસંગે પરસ્પર હોઈએ જ. અને કોઈ વાત એકબીજાથી છુપી ન હોય. વાત દુઃખની હોય, તકલીફની હોય, મૂંઝવણ હોય કે કોઈ ખુશીની હોય સૌથી પહેલા શેર કરવાની હોય તો અમારે એકબીજા સાથે. હું જેવો ઘરમાં દાખલ થયો કે તરત મારો મિત્ર ગોપાલ કહે આવ આવ ભટ્ટજી, સારૃં થયું આવી ગયો, મેં કહ્યું શું તકલીફ છે? કે કોઈ આનંદની વાત છે? ગોપાલ કહે આનંદની વાત એ છે કે અમે લગ્ન પછી આ દીકરા જયના લગ્ન પહેલા ફરવા ગયેલા, એ પછી સાથે ગયા હોઈશું પણ કોઈ પ્રસંગે કોઈના ઘેર બીજા શહેર પણ ફરવા તો નહિ જ. હવે અમે સાવ નિવૃત્ત, આ લોકો સેટ છે, એમનો દીકરો બેંગ્લોર નોકરી કરે છે એ આજે આવશે. મેં કહ્યું કે આ દિવાળીએ અમે ઘણાં વર્ષે ફરવા જઈએ, મારાથી બોલાઈ ગયું કે સેકન્ડ હનીમૂન, ત્યાં ભાભી તરત શરમાઈ હસ્યા અને બોલ્યા શું ભટ્ટજી તમે પણ? સારૃં લાગે? મેં કહ્યું ભાભી આ તો અમસ્તું, હા તો જાવ ને ફરવા, શું તકલીફ છે? એટલે એમનો દીકરો લાલુ કહે " કાકા મને એક વાત સમજાવો, હવેના સમયમાં તહેવારમાં એકબીજાને ઘેર જવાનું આમેય ઓછું થઈ ગયું છે, અમારે ઘેર લોકો આવે જ, કારણ ? બા બાપુજી બેઠા છે. અમને એકલા હોઈએ તો કોઈ આવે? "મેં કહ્યું વાત મુદ્દાની છે, એટલે એ બોલ્યો કે મેં ના નથી પાડી કાકા, મેં કહ્યું તહેવારમાં સાથે રહીએ તમે હો તો તહેવાર લાગે તમારા વગર શું ખાક? એટલે મેં કહ્યું કે લાભ પાંચમ પછી જાવ આમેય તમે નિવૃત્ત છો, બહાર જ્યાં જશો ત્યાં ભીડ અને પૈસા પણ ઓછા થઇ જશે મજા આવશે, કાકા મેં શું ખોટું કહ્યું ? મેં કહ્યું ગોપાલ આ લાલુની વાત સો ટકા સાચી છે. અને તું રાજી થા, આવા દીકરા ક્યાં છે? આપણા ઓલા ભીમજી કાકાનો કિસ્સો યાદ છે ને?
ભીમજી કાકા એટલે અમારા પિતાજીના મિત્ર, એ સમયમાં તો હજી એકબીજાના ઘરે આવવા જવાનું રહેતું. દિવાળીમાં તો વાટકી વહેવાર ચાલે, એક બીજાને ઘેર ઘરમાં જે બનાવ્યું હોય એ થાળ ભરીને પહોંચી જાય, બેસતા વર્ષે તો સવારે ચાર વાગ્યામાં તો સબરસવાળા છોકરાઓ નીકળી પડતા અને દૂધવાળા આવે તો પહેલા વાટકીમાં દહીં આપે પછી દૂધ અને પાંચ વાગ્યામાં લોકો સાલ મુબારક કરવા આવી જાય ખાસ કરીને તો દાદા બેઠા હોય એમના આશીર્વાદ લેવા. એ જમાનો ગયો. હવે તો સાત વાગ્યા પહેલા કોઈ ઉઠતું નથી.અને ઉઠે તોય પહેલા વોટ્સએપ પર સાલ મુબારક ચાલે. પણ એ સમય હજી યાદ આવે અને હૈયું ભરાઈ જાય. શું વડીલોનું માન. એ સમયે દીકરા વહુ પિતાજીને પૂછે કે અમે જઈ આવીએ? વડીલો ને ઘેર? અને પિતાજી કહે કે હા, અહીં અહીં પહેલા જજો. અને એમ થાય.
એ દિવસોમાં અમારા પિતાજીના મિત્ર ભીમજી કાકા, આમ તો નાના ઉદ્યોગકાર, લેથનું કારખાનું હતું પણ સારૃં ચાલતું. એમને એક જ દીકરો આમ તો નામ એનું ભાગ્યેશ રાખેલું પણ ભાગો કહેતા અને હું એને ઘોઘો કહેતો સમય જતા એને ભગો કે ઘોઘો કહેતા એ ગમતું નહિ. એટલે અમે ભાગ્યેશ જ કહેવાનું રાખેલું. એ થોડો અડીયલ જેને આપણે અઈડ કહીએ. થોડો હાઈફાઈ, એને પિતાજીનું આ લેથનું કામ ગમતું નહિ. એ કહેતો કે હું આ તમારા ધંધે બેસવાનો નથી મને આ હથોડા કામ નહિ ફાવે, હું તો ભણીને કંઈક બનીશ. ભીમજી કાકા કહે કોઈ દબાણ નથી , મને નહિ ફાવે ત્યારે હું આ ધમધમતું લેથ કારખાનું વેચી નાખીશ. તારે જે કરવું હોય એ કરજે. અને ના નહિ એ ભણ્યો બહુ સરસ, મોટી કંપનીમાં સામેથી ઓફર આવી ઊંચી પોસ્ટ પગારની. એ લાગી ગયો. પછી, ભીમજી કાકા થાક્યા એટલે ચાલુ ધમધમતું કારખાનું વેચી નાખ્યું, એના જૂનામાં જૂના કારીગરે કહ્યું કે કાકા ન વેચો, હું બધું સંભાળી લઈશ તમે તમારે બેસજો આવીને. પણ ભીમજીકાકા દૂરંદેશીએ કહે જગા કાલ અને કાળની કોને ખબર હોય? તમે રખડી પડો, હું એવા માણસને વેચીશ કે તમારા બધાની નોકરી સલામત, પૈસા વધશે અને વેચીને હું તમને બધાને કંઈક આપીને જઈશ. અને એમ જ થયું.
ભીમજી કાકા હવે નિવૃત્ત, બસ પૈસા કારીગરો અને બીજા બધાને આપીને કરોડ ઉપર આવ્યા હતા. એ ગોઠવી દીધા અને હવે મજા, બસ મારા પિતાજી, ગોપાલના પિતાજી એ બધા મિત્રો રોજ ભેગા થાય અને મજા કરે. અમે બે એટલે કે હું અને ગોપાલ માતાપિતા જ ભગવાન અને એમના વગર કાંઈ ન થાય, અમે બેય એમને પૂછ્યા વગર ક્યાંય જવાનું કે કાંઈ નવું કરવાનું આયોજન ન કરીયે, ખબર છે ના પાડવાના નથી પણ એ પહેલા. કોઈને ત્યાં કાંઈ પ્રસંગ હોય તો આમંત્રણ એમના નામે જ હોય, એ લોકો કહે કે તમે જઈ આવો. અથવા એમને ક્યાંક જવું જ પડે એવું હોય તો કહે આપણે સાથે જાશું. આ અમે જાળવતા પણ ભાગ્યેશ અમારાથી જુદો પડે, આમેય એ અમારી સાથે હોય જ નહિ. સ્વભાવ જ ન મેળ પડે. જે માણસ એના માં બાપને કહી દે કે તમારૃં કામ નહિ, હવે તમે કહો એમ ના થાય, હું કરૃં એ વિચારીને કરૃં, એમાં નહિ બોલવાનું. આવો. આની સાથે અમને કેમ ફાવે?
આ ભગાએ એક મહાન ભગો કર્યો હતો, આપણે આગળ કહ્યું એમ આપણા માં બાપ કે દાદા બેઠા હોય ત્યારે બધા એમના મોઢે આવે, એમના આશીર્વાદ લેવા આવે. ઘર ભર્યું ભર્યું લાગે. આ ભીમજી કાકાનું એવું જ હતું. કેટલા લોકો આવે? કારીગરો તો ખાસ, જે એમના હાથ નીચે કામ કરી ગયા હોય એ પણ આવે. સાગા સંબંધી તો ખરા જ. આપણે તો રાજી થઈએ પણ ભગાને આ ન ગમે એ અઇડ કહે, શું સવાર સવારમાં હાલી મળતા હશે? ભીમજી કાકાની નિવૃત્તિને પાંચ વર્ષ થઇ ગયા હતા, ભગાના લગ્નને બે વર્ષ થઇ ગયા હતા, જોકે હવે તો માનપૂર્વક ભાગ્યેશ ભાઈ કહેવું પડે કારણ હવે એમને એક દીકરો પણ હતો, નાનપણમાં લક્ષણ દેખાતા હતા કે આ ભાગની માથે બેસશે.
એ સમયમાં દિવાળીમાં ભીમજી કાકા એ કહ્યું કે ભાગ્યેશ હું અને તારી બા આ દિવાળીમાં ફરવા જઈએ, મહિનો ફરીઆવીએ, શું કહેવું છે? તારૃં. ભાગો કહે એના જેવું એકેય નહિ. અમારે મોટી શાંતિ, કોઈ આવશે દિવાળીમાં એમને અમે સાચવી લેશું. તમે જઈ આવો. મારા પિતાજીએ કહ્યું ભીમા તું દિવાળી પછી જ, આ ભગો તારૃં નામ બોળશે, કોને માન અપાય ઈ સમજણ નથી, આવા ભગત વધે નહિ. ભીમજી કાકા કહે, એણે કીધુંને જઈ આવો અમારે મોટી શાંતિ, એટલે એને શાંતિ થાવા દ્યો. ભીમજી કાકા અને કાકા ગયા ફરવા, દિવાળીમાં બધાને ખબર હતી કે ભીમજી અને રમા નથી, બેસતા વર્ષે કોઈ આવ્યું નહિ. કોઈ દિવસ નહિ અને એ દિવસે ભાગ્યેશ અને એની પત્ની સવારે વહેલા તૈયાર થઇ બેઠા પણ દસ વાગી ગયા કોઈ આવ્યું નહિ, એ તો ઠીક એ લોકો બહાર ગયા વડીલો પાસે તો ત્યાં સાંભળવું પડ્યું કે "ભીમજીને કહેવાય નહિ કે પાંચમ પછી ફરવા જાવ, " ભીમજી કાકાના સંતાન એટલે બધા આવકારે તો ખરા જ પણ ઉમળકો ન હોય, ભગાના સ્વભાવને કારણે પણ ખરૃં. એને મહિનામાં ભાન થઇ ગયું કે મા-બાપ બેઠા હોય એના જેવું કાંઈ નહિ. ભીમજી કાકાને એને આ જ ભાન કરાવવું હતું.
એની સામે આ જુવો ગોપાલના સંતાનો લાલુ અને એની પત્ની કહે છે કે માં બાપ બેઠા છે તો તહેવારોમાં હોવા જોઈએને ઘરમાં? વડીલો વગર તહેવાર અધૂરા રહે. મેં પણ કહ્યું કે ગોપાલ દીકરો વહુ સાચું જ કહે છે. તું પછી જા ને? તોય ગોપાલ કહે ભીડમાં મજા આવે, એયને માનવ મહેરામણ ઉમટ્યો હોય, "ત્યાં મેં રોકીને કીધું, હોશિયારીમાંથી હાથ બહાર કાઢ હમણાં તારો પોતરો ઊભો રહેશે એને કહેજે. એ તારા લાડકાને તારા વ્યાજ ને કહેજે. આ વાત ચાલતી હતી અને એનો પૌત્ર શાલીન આવ્યો સામાન મૂકી સીધો એના દાદાના ખોળામાં, "દાદુ શું કરતા હતા? અને શેની વાત કરો છો ?" હું બોલ્યો "એ તો એવું છે ને દીકરા" ત્યાં ગોપાલ મને ઈશારો કરે કે ના બોલ હમણાં, એ આ શાલીન જોઈ ગયો, એટલે કહે શું છુપાવો છો? પાપા આ શું વાત છે? પપ્પા પણ શું બોલે પણ શાલીનની મમ્મી બોલ્યા કે "તારા દાદુને દાદી સાથે દિવાળીમાં ફરવા જવું છે," આટલું બોલ્યા અને શાલીન ભડક્યો કે દાદુ આવો વિચાર પણ કેમ આવે? તમે જ મને શીખવતા હતા કે તહેવારમાં હંમેશાં માં બાપ સાથે હોવા જોઈએ. એ છે તો માન મરતબો છે. અને તમે જ દિવાળીમાં બહાર? અમને મળવા કોઈ આવે જ નહીં, તમારે ક્યાંય નથી જવાનું. એક કામ કરજો હું પાછો જાઉં ને પછી મારી સાથે બેંગ્લોર આવજો, ઉટીમાં અમારી કંપનીનું રિસોર્ટ છે ત્યાં મજા કરાવીશ. આપણે બધા જાશું, આ ભટ્ટજી દાદા અને દાદી પણ આવશે. પણ દાદુ દિવાળીમાં તમે ન હોવ તો અમે નોંધારા થઈ જઈએ. ગોપાલ આ સાંભળી ગળગળો થઈ ગયો. એ કહે હવે બધું કેન્સલ. મેં કહ્યું કે જોયું ને પોતરા આગળ મીંદડી કેવો ઢીલો થઈ ગયો?, ગોપાલ કહે આ કેવું બોલે છે? મેં કહ્યું દિવાળીમાં વડીલ વગર ઘર સૂનું પડી જાય. જીવતા બેઠા હોય તો હાજર હોવા જ જોઈએ.
દિવાળી નજીક છે. વડીલોને માન પાન સાથે બેસાડજો એ છે તો બધું છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મંજુબહેનનું રસોડું આજે બહુ વ્યસ્ત હતું.માણસો કામે લાગ્યા હતા. કલેકટર ઓફિસમાંથી સાહેબ આવીને કહી ગયા હતા કે આજે બપોરે નવા કલેક્ટર અહીં જમવા આવવાના છે. આખા સ્ટાફનો જમણવાર અહીં છે, સાહેબ તરફથી.લગભગ ત્રીસ વ્યક્તિ થશે. મંજુને થયું કે આજ સુધી આવું કોઈ અહીં જમવા આવ્યું નથી. માન્યુ કે મંજુબહેનનું રસોડું બહુ જ પ્રખ્યાત થઈ ગયું છે. કારણ? એક તો મંજુબહેનનો સ્વભાવ અને એમની સ્વાદ સભર રસોઈ. બીજું એમના દીકરા કાન્હાનો સ્વભાવ બધા સાથે વિવેકપૂર્વક વાત કરે, આવનારને નમસ્તે કરી આવકારે, ચારે તરફ એનું ધ્યાન હોય કોઈ ઉદાસ દેખાય, ધીમું જમે, જમતા જમતા વિચારે ચડી જાય તો એમની પાસે જાય, પૂછે, કોઈ તકલીફ? જમવાનું બરાબર નથી? તો પેલા વ્યક્તિ કહે કે "અરે હોય, જમવાનું સરસ જ છે. હું મારા વિચારોમાં હતો, થોડી અંગત તકલીફ છે. કાન્હો એમની તકલીફમાં મદદ કરવાની પણ તૈયારી બતાવે. પૈસાની હોય તો એ પણ. જોકે પૈસાની મદદનું માણસ જોઈને પૂછે. ત્રીજું અને છેલ્લું કારણ નાનાજી, લગભગ બધા એમને નાનાજી જ કહે. હસમુખા અને સૌનું ધ્યાન રાખતા. કોઈ પરિવાર જમવા આવું હોય તો આગ્રહ કરવા જાય. આમ તો મંજુબેન ના પિતાજી અને કાન્હાના નાનાજી, નામ પણ એમનું નાના જી હતું. આમ છતાં કોઈ સરકારી ઓફિસર પદભાર સાંભળે અને સ્ટાફ ને લઇ જમવા આવે એવો દાખલો પહેલીવાર. મંજુબહેન વિચારે કે આ નવા કલેક્ટરને કોણે આપણા રસોડાનું સુજાડયુ હશે? હશે, આવે એટલે જોશું.
આ મંજુબહેન આ લોકચાહના સુધી પહોંચ્યા અને કલેકટરની નોંધમાં આવ્યા એ એમ ને એમ નથી થયું. એક સ્ત્રી કહેવાય લાચાર પણ લાચારી બતાવ્યા વગર, આત્મ સન્માન જાળવીને આત્મબળ સાથે અહીં પહોંચ્યા, મંજુબેન અત્યંત સુંદર, એમનું સ્મિત એટલે વાહ, એમની યુવાનીમાં યુવાન બે ક્ષણ તો એમને જોવા ઊભા રહી જતા. પણ માં બાપના સંસ્કારો એવા કે કોઈ સાથે વધુ વાત નહિ. કોઈની વાતમાં આવવાનું નહિ, સ્કૂલ/કોલેજ છૂટ્યા પછી સીધા ઘેર. એ ગ્રેજ્યુએટ થયા પછી માં-બાપે સારૃં પરિવાર છોકરો જોઈ લગ્ન કરી નાખ્યા.આમ એ પરિવાર અહીં જ હતું પણ મંજુબહેનના પતિ મનીષ દૂરના શહેરમાં નોકરી કરતા એટલે એમને ત્યાં જવું પડ્યું. મંજુના પતિ સૌથી નાના, એનાથી મોટા બે ભાઈઓ, મનીષ કોઈ કારણસર અળખામણો હતો માં બાપ એના બે મોટા છોકરાને મહત્ત્વ આપતા એટલું મનીષને નહિ. મનીષ સમજતો હતો એટલે એણે નોકરી દૂરના રાજ્યના શહેરમાં લીધી હતી. એના લગ્નનો ખર્ચ પણ એના માં બાપે પૂરેપૂરોે એની પાસેથી લીધો હતો, એના લગ્ન પછી એના માં બાપ કે ભાઈઓ કોઈપણ એને ત્યાં આવ્યા નહોતા. અને આ બાબતનો મનીષને અફસોસ પણ નહોતો. પ્રેમાળ યુગલ મોજમાં રહેતું, કુદરતની કઠણાઈ જુઓ. મંજુનો જન્મદિવસ હતો અને એ જ દિવસે એ ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયેલી, ડોકટરે ખુશખબર આપ્યા કે તમે માં બનવાના છો. આ ખુશીના સમાચાર મનીષ ને આપવા હતા, એણે મનીષને ઓફિસે ફોન કર્યો કે આજે જલદી આવજો, મનીષ કહે આવું જ ને, આજે તારો જન્મ દિવસ છે, આપણે બહાર જઈશું. મંજુ કહે કે ના તમને એક ખુશખબર પણ આપવાના છે. મનીષ ઉત્સાહમાં સ્કૂટર લઈને નીકળ્યો. એ ખુશીના શું સમાચાર હશે એ ઉત્સાહ માં વિચારોમાં જતો હતો અને ચાર રસ્તે સિગ્નલ ખુલતા નીકળવા ગયો અને જમણી બાજુથી એક ટ્રક સિગ્નલ બંધ થયું તોય પુરપાટ નીકળ્યો અને ત્યાં જ મનીષને હડફેટે લઇ લીધો.
એ પછી મંજુ ને તો કપરા ચઢાણ થઇ ગયા. એના સાસરીયા બન્ને જેઠ કોઈ ફરક્યું નહીં. આ મંજુએ હવે બાળક સાથે એકલા જંગ લડવાનો હતો.મનીષ જે કંપનીમાં હતો એ કંપનીએ પૈસા આપ્યા હતા, ઉપરાંત એક્સિડન્ટ ક્લેમના ઘણાં એના સસરા આવીને લઈ ગયા. મંજુ પાસે જે વધ્યા એમાં ઘર ચલાવવાનું, દીકરા કાન્હાને ભણવાનો ખર્ચો કેમ કાઢવાના, એ નોકરી માટે પ્રયત્ન કરતી પણ એની અપરંપાર સુંદરતાના હિસાબે લોકોના ઈરાદા પારખી જતી નહિ, લોકો જે સહાનુભૂતિ બતાવે એ આ પારખી જતી. હવે પૈસા ખૂટવા આવી રહ્યા.ખાવાપીવાના અને હવે તો કાન્હાની ફી ભરવાના પણ વાંધા પડવા માંડ્યા.એના ઘરની શેરીના નાકે એક શાકની રેંકડી ઊભી રહેતી એ કાકા સારા હતા. મનીષને લગ્ન પહેલાથી એ સાચવતા અને મનીષ પણ એમને પૈસાની તકલીફ હોય તો મદદ કરતો. મનીષ આમ પણ ઘણાને મદદ કરતો એનો સ્વભાવ હતો કે કોઈને કોઈ તકલીફ હોય તો એમના પડખે ઊભા રહેવું, મદદ કરવી. એ ગુજરી ગયો એ સમયે એ બધાને દુઃખ થયું. એવા બધા શોક વ્યક્ત કરવા પણ આવ્યા, પછી કાંઈ નહિ. અત્યારે મંજુને દીકરાની ફી ભરવી છે, ઘરમાં ખાવાના પૈસા ખૂટી પડશે એવું છે ત્યારે એ કોઈ મદદમાં નથી આવતા, મંજુને જોઈ આઘા ભાગે. મોઢું સંતાડે, એમાં મંજુને એમ થયું કે શાક વાળા કાકા મદદ કરશે. એ શાક ની રેંકડીએ ગઈ તો કાકા નહોતા, એમનો દીકરો દિપક હતો એ બેઠો બેઠો ભણવાનું વાંચતો હતો. એ મંજુને જોઈ ઊભો થઇ ગયો "અરે દીદી તમે ? બોલો શું જોઈએ ? મંજુ કહે કાકા ક્યાં ગયા? દિપક કહે એ બહુ બીમાર છે. હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પણ બોલોને હું આપીશ, પૈસા ન હોય તો ચિંતા નહિ, ભાઈ બહુ મદદ કરતા હતા, એમની મદદથી જ હું ભણી શક્યો અને હજી આગળ ભણવું છે આ એની જ તૈયારી કરૃં છું. બોલો દીદી શું આપું? મંજુની આંખમાં આંસુ સરી પડયા, દિપક કહે અરે અરે દીદી કેમ રડો છો, તમારો નાનો ભાઈ છે ત્યાં સુધી રોવાનું નહિ. મંજુએ કહ્યું ભાઈ કાન્હાની ફી ભરવાની છે, ઘરમાં ખાવાનું બનાવવા ઘઉં વગેરે લાવવાનું છે ખાલી પંદરસો રૂપિયા જોઈએ છે. દિપક ખિસ્સામાંથી પૈસા ગણતા કહે, ભાઈએ કેટલા લોકોની મદદ કરી છે એ કોઈ ન આપે ? મંજુ કહે કે એ બધા મોઢું ફેરવી લે છે. દિપક કહે દીદી પંદરસો તો નથી પણ આ તેરસો છે, આજનો અત્યાર સુધીનો વકરો, લઈ જાઓ, બીજા પછી કરીશ , મંજુ કહે પણ ભાઈ કાકા હોસ્પિટલમાં છે એના માટે જોશે ને, તો દિપક કહે એ મારી બહેન બનેવી જોવે છે. તમે ચિંતા ન કરો. અને રોવાનું નહિ આ ભાઈ બેઠો છે.
મંજુની પડખે કોઈ ઊભું ન રહ્યું પણ આ સામાન્ય શાકવાળા એ મનીષની મદદનો બદલો વાળ્યો. પછી તો દિપકના પિતાજીએ કહ્યું કે દીકરા એ દીકરીનું ધ્યાન રાખજો. મનીષ ના હિસાબે તારી બહેનના લગ્ન થયા છે, તું ભણ્યો છું. હવે આપણી ફરજ છે મંજુ દુઃખી ન થાય. એ પછી દિપક રોજ ખબર લેવા જાય. એ વખતે મંજુ કાંઈક નાસ્તો કરાવે અને કહે કે આ ખાઈને જાવ મેં બનાવ્યું છે. દિપક ખાય અને વખાણ કરે, એક દિવસ દીપકે કહ્યું કે દીદી તમે આટલું સરસ બનાવો છો તો આ બહારના ચોરે તમારી નાસ્તાની કેબીન નાખીયે લોકો સવારે નાસ્તો કરીને જાય. વિચાર સરસ, દીપકે પિતાજીને વાત કરી. અને શોપિંગ સેન્ટરના છેડે જગ્યા હતી ત્યાં પતરા-લાકડાની નાની કેબીન કરી નાખી, સવારે ગરમ નાસ્તો, પૌવા, ભજીયા પૂરી શાક બનાવે અને લોકો હોંશથી ખાઈને જાય. મંજુનું સરસ ચાલવા માંડ્યું. એમાં એક દિવસ એક વડીલ આવ્યા નાસ્તો કરવા એમણે ટેસથી નાસ્તો કર્યો ચા પીધી અને કહ્યું બેટા મજા આવી ગઈ, સંતોષ થઇ ગયો. એ બે દિવસ પછી ફરી આવ્યા નાસ્તો કરીને કહ્યું કે દીકરી આ નાની જગ્યામાં તું ચલાવે છે અને કેટલા બધા લોકો આવે છે, આ આગળની શેરી પાસે મારૃં મોટું ઘર છે ઈ ઓટલો તારો ત્યાં લોકો ખુરશી પર બેસીને ખાઈ શકે. મારે ભાડું ન જોઈએ. આવડી મોટી હવેલી માં હું એકલો છું, આગળ પાછળ કોઈ નથી.તને વાંધો ન હોય તો ત્યાં આ બધું લઇ લે. સાંજે એણે દીપકને કહ્યું કે ભાઈ આવું કહે છે એ કાકા કોણ હશે ? દિપક કહે એ તો દલપત કાકા છે, બહુ ભલા માણસ. દીદી ત્યાં શરુ કરો સરસ ચાલશે.
બસ ત્યાં ચાલુ કર્યું અને બધા ત્યાં આવવા માંડ્યા, એ વડીલે કાયદેસરનું બધું કરી નાખ્યું જેથી કોઈ એને હેરાન ન કરે. એ વડીલે દલપત કાકાને સવારથી રાત નાસ્તા જમવાની ચિંતા ગઈ, હા પૈસા આપી દે, મંજુના પાડે તોય "ના દીકરીનું નો લેવાય" એને અપાય.આમેય મારૃં કોઈ નથી તું મારી દીકરી.આમ કરીને માનવામાં ન આવે પણ આ મોટું મકાન એમણે જીવતાજીવ મંજુના નામે કરી નાખ્યું. એના મહિના પછી એ ગુજરી ગયા. મંજુ ત્યાં રહેવા લાગી અને નાસ્તા પછી જમવાનું બનાવવા લાગી.એને આ બધા માટે દિપક બહુ યાદ આવે એને એમ થાય કે એ ક્યાં ગયો હશે? કહે છે ઊંચું ભણવા ગયો છે, એ હોત તો જમાડત, હવે દીપક તો હતો નહિ, એનો ભાઈબંધ મદદ કરતો એ પણ દીદી જ કહેતો. નામ આપ્યું "મંજુબહેન નું રસોડું." જેમ આવક થતી ગઈ એમ ફેરફાર કરવા લાગ્યા . ડાયનિંગ હોલ જ થઇ ગયો. દસ વાગ્યા સુધી નાસ્તા અને પછી જમવાનું. એમ જ સાંજે ચારથી છ ચ્હા-નાસ્તો સાત થી જમવાનું. ત્યાં બોર્ડમાં નીચે લખેલું "શિરામણ,વાળું કે રોંઢો મંજુબેન ના રસોડે"
હવે સર્વત્ર લોકો એક જ વાત કરતા પરિવાર સાથે બહાર જમવું હોય તો મંજુબેન ના રસોડે. હવે તો એના પિતાજી નાનાજી પણ અહીં હતા, એમને પણ આનંદ થતો કે મારી દીકરી એકલી હારી નહિ, એમાં આજે પહેલી વાર એક સાથે ત્રીસ વ્યક્તિ જમશે એ પણ કલેક્ટરના સ્ટાફ, સરકારી છે પૈસાનું શું? નાનાજી કહે ચિંતા નહિ. થોડીવારમાં સ્ટાફ આવવા માંડ્યો બધા ઊભા રહેવા માંડ્યા, મંજુ કહે બેસો બધા તો એ લોકો કહે હમણાં સાહેબ આવશે.ત્યાં કાર આવી બધા સ્વાગત કરવા દોડ્યા, મંજુ કહે કોણ સાહેબ છે આ? કાન્હાએ ઊંચા થઇ જોયું અને બોલ્યો મામા છે, મંજુ ચમકી મામા? ત્યાં કલેકટર આવ્યા મંજુ સામે અને "દીદી" કહી પગમાં પડયા, મંજુ જોયા કરે કે કોણ? એ ઊભો થયો તો મંજુને ચીસ નીકળી ગઈ દિપક ? મારો ભઇલો તું કલેકટર થઈ ગયો ? દિપક કહે દીદી એનું જ ભણતો હતો, આઈ એ એસ થયો. બહુ સાંભળ્યું કે તમારૃં નામ તો દૂર દૂર સુધી થઇ ગયું છે.
આ કહેવાય કુદરત, મંજીવનમાં કેવા ફેર લાવે, નજીકના દૂર ભાગે અને દૂરના નજીક રહી જીવન સુધારે. "સારૃં કરો તો ઈશ્વર સારૃં જ કરે. એ મંત્ર લખી રાખજો.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નવરાત્રિ પ્રારંભે કીર્તન સોસાયટીમાં ગજબનો આનંદ હતો.માત્ર આ સોસાયટીમાં જ નહિ આસપાસ વિવિધ સોસાયટીમાં એક કુતૂહલ ભર્યો ઉત્સાહ હતો. ચર્ચા તો એક જ હતી કે "સુરજપુરના દેવીમાં અહીં નવેનવ દિવસ ગરબા રમાડવાના છે. કહેવાય છે કે આ દેવીમાંના કંઠમાં માં સરસ્વતીનો વાસ છે, રંગદેવતા નટરાજના આશીર્વાદ છે અને માં અંબા સાક્ષાત છે." સૌ ઉત્સાહિત હતા કે આ વખતે તો ગરબી કીર્તન સોસાયટીમાં જ. દૂરદૂરના લોકોને થાય કે એવું તે શું હશે? બધાને નવરાત્રિ કીર્તન સોસાયટીમાં જ રમવી છે. કીર્તન સોસાયટીના આયોજકો પણ ચિંતામાં હતા કે આયોજન કેમ કરશું? અનેક સોસાયટીના રહીશો અહીં આવવાની વાત કરે છે. એ લોકોએ આમ તો વચ્ચેના કોમન પ્લોટ ના એક ખૂણામાં ગાર્ડન બનાવેલું ત્યાં આયોજન કરતાઓ હતા એને બદલે એ આખો કોમન પ્લોટ વાહનો હટાવી ખાલી કરાવ્યો, બાજુમાં એક બિલ્ડરનો ખાલી પ્લોટ હતો કે જ્યાં એ દિવાળી પછી બાંધકામ કરવાના હતા એમને વિનંતી કરી કે આ નવરાત્રિ પૂરતું અમારા રહીશોને પાર્કિંગ કરવા દ્યો. એ બિલ્ડરે પણ દેવીમાંની વાત સાંભળેલી એટલે એણે તરત હા પાડી દીધી અને એના સિક્યુરિટી વાળાને કહી દીધું કે કીર્તન સોસાયટીના સભ્યોને નવ દિવસ પાર્કિંગ કરવા દેવાનું અને ધ્યાન રાખવાનું. "એ પછી સૌ રહીશોને વિનંતી કરી કે નવ દિવસ પાર્કિંગ ત્યાં કરજો.આ વખતે કીર્તન સોસાયટીમાં નવરાત્રિ ભવ્ય થવાની છે. આ સાંભળી ખાણીપીણી વાળાઓ એ સોસાયટી કમિટીને વિનંતી કરી, પૈસા પણ આપ્યા અને સ્ટોલ લાગ્યા. કોઈકે સૂચન કર્યું કે એક મોટો પટારો મુકો "દાન પેટી" લખીને, અને લખવાનું કે "ઈચ્છા થાય તો યથાશક્તિ ફાળો" ખેલૈયા મન થાય તો આપશે એ આશાએ. અને એમ મોટો પટારો મુકાયો.
જીજ્ઞાશા સ્વાભાવિક જ થાય કે એવું શું છે કે આ દેવીમાં ના આટલા ગુણ ગવાય છે, અને દેવીમાં તો ઘણાં વર્ષથી સુરજપુર મંદિરમાં બિરાજમાન છે તો અચાનક શું થયું કે દેવીમાં રાસ ગરબા ગાય રમાડે, એ કળા વિશે કોને ખબર પડી?
મીરાંબાઈની વાત તો સૌએ સાંભળી હશે, એ આમ તો રાજકુંવરી પણ કૃષ્ણ ઘેલી, પછી જે થયું તે. એમ આ દેવી એક પ્રતિષ્ઠિત ધનાઢ્ય પરિવારમાં જન્મી, શ્રેષ્ઠી હોય, પ્રતિષ્ઠિત હોય એમાં સંતોની અવરજવર પણ હોય, શેઠ દેવરાજ ભલે પૈસો અઢળક પણ માંના પરમ ભક્તોએ નિયમિત રીતે સુરજપુર વિસ્તારના સુપ્રસિદ્ધ માતાના મંદિરમાં જતા. સત્યનિષ્ઠ અને દાનવીર, કોઈને ભીખ ના આપે પણ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, ભોજન સદાવ્રત, પીડિત નારી સંસ્થા વગેરેમાં દાન કરે જ. ઘેર કોઈ પરિપત્ર વગેરે લઇ આવે તો દાન ન આપે, એ કહે સરનામું આપો હું ત્યાં રૂબરૂ પહોંચાડીશ. એમનેય ખબર હતી કે આ કાગળિયા લઈને આવનારા નેવું ટકા બોગસ હોય છે જેનું કોઈ ઠામઠેકાણું ન હોય અન ે હાલી મળે , આવા માઈ ભક્ત ને ત્યાં દીકરી જન્મી અને જ્યારે દેવરાજ ના પત્ની સોનલબા દીકરીને લઈ હોસ્પિટલથી ઘરે આવ્યા એ વખતે સંતો ઘેર પધાર્યા હતા. સોનલબા એ નવજાત બાળકીને સંતના ખોળા તરફ લંબાવી એ સંતે કહ્યું બા સાહેબ આપના હાથમાં જ રાખો. એ પછી સંતે દીકરી બા ને ધ્યાનથી જોયા અને નતમસ્તક વંદન કર્યા અને બોલ્યા બા સાહેબ અને દેવરાજ જી આપ માં ના પરમ ભક્ત છો, દાનવીર છો, સંવેદનશીલ છો, આનંદો આપના ઘરે દેવી એ જન્મ લીધો છે, એક વિનંતી કરીશ કે એ જે કરતા હોય એ કરવા દેજો,એ જ્યાં જવાની, જ્યાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરે એ કરવા દેજો. એમને જે મન હોય એ શોખ કરવા દેજો, તમારી ઈચ્છા એમના પર થોપતા નહિ. કહેતા પણ નહિ કે આ કરાય, આ ના કરાય, એને બધી ખબર છે. એમનું નામ જ દેવી રાખજો, તેઓ આ ધરતી પર કેટલું હશે એ નિશ્ચિત નથી પણ જેટલું હોય એટલું સાચવજો. એ સંતુષ્ટ થશે એટલે ચાલ્યા જશે.બસ એ જ થયું. દેવી બાળકી હતા ત્યારથી દેવરાજ પૂજા કરવા બેસે ત્યારે એમની બાજુમાં જ સુવડાવે, બેસતા થયા પછી બાજુમાં બેસાડે અને પૂજા પતે પછી સ્થાપિત દેવી દેવતાઓની નમન કર્યા પછી દીકરી દેવીના ખોળામાં માથું મૂકે અને એ નવજાત શિશુ હતા ત્યારથી દેવરાજ એમના પર માથું મૂકે એટલે એ એમનો હાથ દેવરાજ ના માથે મૂકે જ. એ બેસતા થાય પછી એમના ખોળામાં માથું મૂકે અને દીકરી દેવીબા પિતાના માથે હાથ મૂકે જ.
દેવીને ભણવામાં એટલો રસ નહિ પણ તોય સાત ચોપડી સુધી ભણ્યા અને અવ્વલ રહ્યા. એ પછી એમણે પિતાજીને કહ્યું કે મને અભ્યાસમાં રસ નથી. પિતાજીએ કહ્યું કે જેવી આપની મરજી. એ પછી એમણે પિતાજીને કહ્યું કે મારે સંગીત શીખવું છે. એમણે એ વ્યવસ્થા કરી આપી, દીકરી બા સંગીત શીખવા માંડ્યા અને ઝડપથી સૂરમાં ગાવા માંડ્યા, યુવા સંગીત માસ્તર ને પણ નવાઈ લાગી કે આટલું ઝડપથી ક્યાંય સુર ચૂક્યા વગર કેમ ગવાય? એટલે બા સાહેબ કહે કે એ દેવીમાં છે, બસ ત્યારથી એ દેવી ભજન કીર્તન ગાવા લાગ્યા, એ નિયમિત પિતાજી દેવરાજ સાથે સુરજપુર માતાજીના મંદિરે જતા. અને ત્યાં બેસી એકાદ ભજન ગાય. એ પછી એ મંદિરના પુજારીએ દેવરાજજીને વિનંતી કરી કે આ મંદિરમાં આ દેવીબાના ભજન રાખીએ, તરત જ દેવી એ પોતે જ કહ્યું કે હા જરુર આ રવિવારે ચાર વાગે, પછી પિતાજીને કહ્યું કે બાપુ ભજન પત્યા પછી બધા ભક્તોને હળવું ભોજન જમાડશું? પિતાજીને તો સંતોનો આદેશ હતો જ કે એને જે કરવું હોય એમાં હા પાડજો. એટલે બધું નક્કી થઈ ગયું. ઘેર ગયા પછી સંગીત માસ્તર ને બોલાવ્યા અને કહ્યું કે આ રવિવારે સુરજપુર મંદિરમાં મારે ભજન ગાવા છે, સાજીંદા તમારા મંડળ માં હશે ને? સંગીત માસ્તરે કહ્યું છે જ ને, અમે કાર્યક્રમો કરીએ જ છીએ. દેવીએ કહ્યું કે આ રવિવારે સાંજે ચાર વાગે લઈને આવજો બે કલાક રંગત જમાવશું. બધા સાજીંદા ને સારી રકમનો પુરસ્કાર મળી જશે. એ રવિવારે સાંજે ખરેખર રંગત જામી ગઈ . પછી તો લોકો કહેવા લાગ્યા એ મંદિરના પૂજારી ને કે દેવીમાં ના ભજન નિયમિત રાખો. એ એ વખતે શક્ય નહોતું પણ થોડા સમય પછી દેવરાજ જ્યારે દેવીને લઈને મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ત્યાં મંદિરમાં જ દેવીમાં એ એમના પિતાને કહ્યું કે બાપુ મારે અહીં જ રહેવું છે, આ પૂજારીજી ને કહો કે મને રહેવાની વ્યવસ્થા કરી આપે. એ કાંઈ બોલે એ પહેલા જ ત્યાં ઊભેલા મંદિરના એક ટ્રસ્ટીએ કહ્યું કેમ નહિ ? અહીં ઘણી જગ્યા છે એક સરસ રૂમ ચણાવી દઈએ. દેવરાજ કહે, એ સુવિધા સજ્જ રૂમ હું બનાવડાવીશ મારા ખર્ચે. એ પછી દેવી બા અહીં રહેશે. બહુ જ ઝડપથી મંદિર પરિસરમાં જ સરસ ઘર તૈયાર થઈ ગયું.વિશાળ બેઠક ખંડ જ્યાં બેસાય, ભક્તો મળવા આવ્યા હોય એમની સાથે સત્સંગ થાય, અંદર શયનખંડ અલગથી રસોઈ ખંડ, બધું જ અને ત્યાં બહાર ભજન માટે ખંડ અને આરસથી ચણેલો મંચ ત્યાં રોજ સાંજે એક કલાક સત્સંગ ભજન થાય. ધીરે ધીરે સુરજપુર ના દેવીમાં તો પ્રસિદ્ધ થઇ ગયા, એ ગાતા હતા સરસ અને એમના માસ્તર હવે એમના સાજીંદા સાથે ભજનમાં નિયમિત રહેતા. આ માસ્તર નવરાત્રિમાં એમના સાજીંદા ગાયકો સાથે કાર્યક્રમો કરતા.
આમ આ વખતે એને વિચાર આવ્યો કે આ નવરાત્રિ દેવી માં ને વિનંતી કરીએ.આપ બહાર અમારી સાથે આવો અને સૌ ભક્તોને રાસ ગરબા રમાડો. દેવીમાં કહે કે આવું પણ અલગ અલગ જગ્યાએ નહિ કોઈ એક જ જગ્યાએ. અને માસ્તરે એ જ્યાં રહેતા હતા એ કીર્તન સોસાયટીના પ્રમુખ ને વાત કરી કે પહેલા નોરતે દેવીમાંના ભજન રાખીએ મારી સંગીત મંડળી સાથે. કારણ કે મારા કાર્યક્રમો તો અલગ અલગ જગ્યાએ નવ દિવસ હોય છે અને દેવીમાં અલગ અલગ જગ્યાએ આવવાની ના પાડે છે. એક જ જગ્યાએ આવીશ એમ કહે છે. પ્રમુખ કહે કે માસ્તર તમે અલગ અલગ જગ્યાએ જવાનું આ વખતે રહેવા દ્યો. નવ દિવસ અહીં જ. અમે તમને નવ દિવસ ના પૈસા આપશું. કદાચ દેવીમાં નવે નવ નવ દિવસ પધારવા રાજી થાય. બધું આયોજન થયું અને દેવીમાંએ હા પાડી પણ કહ્યું કે બાર વાગ્યા સુધી જ.
બધું જ ગોઠવાઈ ગયું સોસાયટીના પ્રમુખે પોલીસ વિભાગમાંથી લેખિત મંજૂરી મેળવી પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો અને મળી ગયો. એ લોકો પણ દેવીમાં વિષે જાણતા હતા એટલે સુરક્ષા જરુરી હતી. આમ તો કોઈ ગરબી રમવા અગિયાર પહેલા આવે નહિ પણ પહેલા દિવસે આઠ વાગ્યાથી ભીડ જામવા માંડી, નવ વાગે દીવીમાં પધાર્યા કાર્યક્રમ શરૂ થયો, દેવીમાં એ કહ્યું "મારી સૌને વિનંતી કે જે લોકો સાચા હૃદયથી રમવા આવ્યા છે, એ જ અહીં રહે બાકી જે કોઈ બીજા ઇરાદે આવ્યા હોય કે કોઈ પીણાં પી ને આવ્યા હોય એ પહેલા બહાર નીકળી જજો નહીં તો પછી અજુગતું થઇ જશે.
ગરબા રમવા માંડયા લગભગ એક કલાકમાં દેવીમાં એ કહેલું એમ અમુક વ્યક્તિઓ શરીરમાં કંઈક અજુગતું થવા લાગ્યું એ નીકળી ગયા અને બીજા અમુક ફરતા ફરતા બેભાન થઇ ગયા એ બધા ને કાઢ્યા પછી ગરબા પછી રાસ ની રમઝટ જામી એ તો ઠીક દેવીમાં પોતે લોકોની વચ્ચે રમવા ઉતર્યા, વાતાવરણ ગજબનું જામ્યું.. બાર વાગે એ બધાને રમતા મૂકી દેવામાં આયોજકોએ ગોઠવેલા વાહનમાં નીજ મંદિર પરત ચાલ્યા ગયા. આ કાર્યક્રમ નવ દિવસ રંગભેર ચાલ્યો છેલ્લા દિવસે તો દેવીમાં લાંબુ રોકાયા અને કેવી રીતે એ ખબર ન પડી પણ ગુલાલ ઉડતો હતો વાતાવરણમાં અને રમઝટ જામી હતી. અને અચાનક ખબર પડી કે દેવીમાં ચાલ્યા ગયા ક્યાં એ ખબર ન પડી. નહિ તો આયોજકોને જાણ થાય કે વાહ ન લાવો દેવીમાં નિજમંદિર જશે. પણ આજે? કેવી રીતે ક્યાં ગયા? નિજમંદિર પણ નહોતા, દેવીમાંના પિતાજીએ કહ્યું કે સંતોએ કહેલું કે "તેઓ આ ધરતી પર કેટલું હશે એ નિશ્ચિત નથી પણ જેટલું હોય એટલું સાચવજો. એ સંતુષ્ટ થશે એટલે ચાલ્યા જશે."
વાચકો કહેવાય છે કે નવરાત્રિ માં ની આરાધનાનું પર્વ છે, જો પૂરા ભક્તિભાવથી કોઈ બદઇરાદા વગર ગરબી રમશો તો માં અજ્ઞાત પણે હાજરી આપી શકે, બાકી ઈરાદા નેક નહિ હોય તો માં અંબા, માં નવદુર્ગા આશીર્વાદ આપવા આવે નહિ. અને જો કદાચ કોઈ વ્યક્તિ સ્વરૂપે આવી ગયા તો બદ ઇરાદાવાળાની હાલત શારીરિક બગડશે (હકીકતે આવા લોલુપ લાલચુ બદ ઇરાદે રમવા આવવાવાળા ઘણાં હોય છે)
- સૌને નવરાત્રિ પર્વની શુભેચ્છા
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બ્રિગેડિયર અજીત આજે વ્યસ્ત હતા. આજે મુખ્ય છાવણીમાં એક તરફ પોતાની માતાની રાહ જોઈ રહ્યો હતો, એનો એક સાથી માં ને જીપ લઇ લેવા ગયો હતો. અને બીજી તરફ તેમના સાથી જવાનો અને સ્વર્ગીય પિતાજીના સાથી જવાનો અને તમામ ઉપરી અધિકારીઓની રાહ જોઈ રહ્યો હતો. ધીરે ધીરે દરેક આવતા હતા. જેમ જેમ આવતા એમ બ્યુગલો વાગતા હતા. ઘણાં ઓફિસર્સ સાથીઓ વગેરે આવી ગયા હતા. થોડી જ વારમાં સાથી અજીતની માતાને લઈને આવ્યો એ જ સમયે બ્યુગલો વાગ્યા અને બધાએ ઉભા થઇ સેલ્યુટ કરી સ્વાગત કર્યું.આજે શ્રાદ્ધ પક્ષ માં બ્રિગેડિયર અજીતના પિતાજી કેપ્ટન વીર બહાદુર ની મૃત્યુતિથિ હતી. એમનું પરિવાર જ આ હતું. માતા પિતા સગા સંબંધી કોઈ નહિ. પરિવાર તો આ જ કારણ કે વીર બહાદુરને આ સૌએ સાચવ્યા હતા અને એ પછી એમના પુત્ર અજીત અને એની માતા એટલે કે વિરબહાદુરના પત્નીને પણ આ સાથીઓએ સાચવ્યા હતા.
સામાન્ય ધંધો વ્યવસાય, નોકરી કરતાં પરિવારો કોઈ સાથે રહે કોઈ અલગ રહે , સંબંધો પણ પ્રવાહી હોય, મને કમને પરિવાર છે એટલે મળતા રહેવું પડે એવું હોય અને ક્યાંક એમ જ આત્મીયતા હોય. ભલે અલગ કે સાથે રહેતા હોય પણ એક સાંજ સાથે બેસી જમવાનું હોય. પણ કોઈ એક સંતાન ને પરિવારથી અલગ જ કરી નાખવામાં આવે તો એનું શું થાય?
આ વીર બહાદુરની વાત કાંઈક આવી જ હતી. દિલિપસિંહ ને આઠ સંતાનો , પાંચ દીકરા અને ત્રણ દીકરીઓ. દિલીપસિંહને પહેલી પત્નીથી એક દીકરો વીર બહાદુર અને બીજી પત્ની થી ચાર દીકરા અને ત્રણ દીકરીઓ. આ સાતેસાત ભાઈ બહેન વીરને દૂર જ રાખે. એમનામાં ગણે જ નહિ. વીર સાવ એકલો હોય. ઘણાં બધા કારણો સર વીર પૂરું ભણી શક્યો નહિ.માત્ર બારમા સુધી ભણ્યો. એટલા મોટા પરિવારમાં એ પોતાની જાતને તરછોડાયેલો અનુભવતો હતો. શરૂઆતમાં પિતાજીની પેઢીમાં કામ કરતો ,ત્યાં જમતો બીજા મજૂરો કે કારીગરો સાથે. . એક સમયે કોઈ એક નિવૃત્ત લશ્કરી અધિકારીએ આ વીરને કહ્યું કે આ બધું છોડ અને આર્મી માં ભરતી થઇ જા. ચાલ મારી સાથે હું તને બધું કરી આપું. દિલીપસિંહને અને પરિવારને આ જ જોતું હોય કે આ જાય તો સારું એને ન કોઈ ભાગ આપવો પડે કે ના કોઈ વહેવાર. એ નિવૃત્ત ઓફિસર દિલીપસિંહ ને કહીને વીરને લઇ ગયા. દિલીપસિંહ અને પરિવારે કહ્યું કે એને પાછો નહિ મોકલતા , હવે જવાબદારી તમારી. વીર કહે ચિંતા ન કરો , મારે પાછા આવવું પણ નથી.
પેલા નિવૃત્ત અધિકારી એ એને સરસ તૈયાર કર્યો , એને ગ્રેજ્યુએટ કર્યો સાથે લશ્કરી તાલીમ અપાવી અને જોડાઈ ગયો લશ્કરમાં. ત્યાં ગયા પછી રજાઓમાં બીજા જવાનો જેમ પોતાના વતન કે પરિવારને મળવા જાય પણ વીરને કઈ નહિ. એના સાથીઓમાંથી કોક એમના ઘેર લઇ જાય. એવામાં એક સાથીની બહેન દીવા સાથે મન મળી ગયું. એ બહેને જ ભાઈને કહ્યું કે ભાઈ મને આ તમારા વીર બહાદુર બહુ ગમે છે.તમે બધા મારા માટે મુરતિયો શોધો છો તો હું કહી દઉં કે શોધવાનું રહેવા દ્યો , મને વીર પસંદ છે અને મારે એને જ પરણવું છે. ભાઈએ વીર ને પૂછય. વીર તો ના પાડે? લગ્ન લેવાઈ ગયા. બધાએ કહ્યું કે તમારા માતા પિતા ભાઈઓ ને બોલાવવા છે? તો વીરે ના પાડી અને બોલ્યો આ જ મારું પરિવાર છે એટલે બસ.અને એ વખતે આ લશ્કરના પરિવારની હાજરીમાં લગ્ન થયા.
આ લગ્નની વાત એના પરિવાર સુધી તો પહોંચી ગઈ. એ લોકોને વીર ની પ્રગતિ વિશે માહિતી મળતી જ રહે.વીર દીવા ને પુત્ર જન્મ્યો.નામ રાખ્યું અજીત , એ લોકોએ ઘર દીવા ના પિયર પાસે જ લીધું હતું એટલે અજિત ને મોસાળ નજીક જ હતું એ મોસાળના લાડ પ્રેમ થી મોજમાં રહેતો, એ લોકોએ અજિતને ભણાવ્યો પણ સરસ. એ કોલેજમાં હતો એ દરમિયાન જ એના પિતાજી વીર બહાદુર સરહદ પર શહીદ થયા. કોઈ આઘાત શોક નહિ કારણ કે આ તો સૌ જાણતા જ હોય, એટલું જ નહિ એ પછી અજીતસિંહ પણ લશ્કરમાં જોડાયો , એને નક્કી જ હતું કે લગ્ન નથી કરવા. એકલા જ રહી દેશની સેવા કરવી છે.
એ એના પિતાને બહુ જ યાદ કર્યા કરતો હતો , એ એકલો જ નહિ લશ્કરના ઘણાં જવાનો , ઉપરી અધિકારીઓ વગેરે બધા જ કારણ કે વીર એક સારો ગાયક હતો. પોતાની પરિસ્થિતિને કારણે દુઃખી રહેવાને બદલે મોજમાં રહેતો હસતો રહેતો અને સૌને હસાવતો. એ લોકોની છાવણીમાં અવારનવાર કાર્યક્રમો કરતો રહેતો. અનેકમાં કોઈ કળા છૂપાયેલી રહેતી એમને પ્રોત્સાહિત કરતો. એ મસ્તમૌલા હતો એટલે બધા એને મિસ કરતા હોય. એવો જ આ એનો દીકરો અજીત હતો. એ તો આટલી તકલીફ ભરેલી , સતત જાગૃત રહેવાની જગ્યાએ પણ સંગીતના વાદ્યો શીખતો, એણે મગાવ્યા પણ ખરા. એ પણ સૌનો પ્રિય હતો.
એના મગજમાં એની માં એ વિચાર મુક્યો કે આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને તારા પિતાની અને બીજા ઘણાની મૃત્યુ તિથિ આવશે આપણે આ સર્વપિતૃ અમાસે બધાને યાદ કરી સરહદ પર શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરીએ. એટલે જ આજે ઘણા બધા જવાનોને બોલાવી મહાભોજ નું આયોજન કર્યું હતું. લશ્કરમાં તો બધાને પરિવાર એટલે આ જ હોય. અને અજિત અને એની માતાને તો આ જ પરિવાર હતું. આ તર્પણ સાચું તર્પણ કહેવાય બાકી હવે તો બધા પોતાના સ્વજન નું શ્રાદ્ધ કોઈ શ્રદ્ધા વગર વહેવારીક કરવા માટે કે મનમાં અજ્ઞાત, પિતૃ નડવાનો ભય હોય એટલે કરતા હશે. આમ જોવા જઈએ તો કોઈ પિતૃઓ નડતા નથી , એમના તો આશીર્વાદ અને શુભ દ્રષ્ટિ જ હોય , નડતા હોય આપણી આસપાસના જીવતા માણસ.
આજે સૌને વિનંતી કે સર્વપિતૃ અમાસે જેમ બધા પિતૃઓને યાદ કરી શ્રાદ્ધ કરો છો એમ આપણી સુરક્ષા અને શાંતિ માટે સરહદ પર આપણી સુરક્ષા માટે જીવ આપી દેનાર અનેક અજ્ઞાત જવાનોને અંજલિ આપી દેજો.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અરે ચંપા, આજે પ્રકાશને ભાવતી રસોઈ બનાવવાની છે હો,મેં શાક સમારીને મૂક્યું છે, બાકી બધું મેં કહ્યું એ બનાવજે, ઘી કાઢી રાખજે વાટકીમાં એને ભાતમાં ઘી જોશે, મારો દીકરો આજે કેટલા વખતે જમવા આવશે, આટલું બોલતા તો દિવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. ચંપા સમજી ગઈ અને તરત દોડતી આવી અને દિવ્યાના આંસુ લૂછતાં બોલી કે *શું બા તમે આમ ઢીલા થઈ જાવ છો? પ્રકાશભાઈ તો કેટલા સરળ છે, જે હોય તે લે. અને પહેલી વાર થોડા આવે છે? હમણાં ગયા મહિને તમને તાવ આવ્યો ત્યારે તો ખબર પૂછવા આવ્યા હતા. એટલે દિવ્યા કહે, ચંપા એ ખબર પૂછવા આવ્યો હતો, કાંઈ ખાધું નહોતું. આમેય એ અહીં આવે પછી તરત જતો રહે,પાણી પણ પીતો નથી, આજે મેં ખાસ વિનં તી કરી હતી કે પપ્પાની તિથિ છે, અને આજે મારે બધી મિલકત તમારા બે ભાઈઓ માં વહેંચી નાખવી છે. ત્યારે એણે કહેલું કે પપ્પા ની તિથિ છે એટલે આવીશ પણ મિલકત તમને જેમ ઠીક લાગે એમ કરજો. મને રસ નથી. મેં કહેલું કે તું જમવા તો આવીશને ત્યારે એટલા પ્રેમથી બોલ્યો હતો કે *હા માં આવીશ જ* ચંપા એ જ્યારે મને *માં* કહે છે ને ત્યારે એના લહેજા પર હું ઓવારી જાઉં. આજે એને ગમતું બધું કરજો. એ જ વખતે નાનો દીકરો દિપક આવ્યો અને બોલ્યો *ચંપા બહેન તમે માં કહે છે એ જ બનાવજો, એમનો દિકરો તો પ્રકાશ છે, મને ભાવતું કાંઈ નહીં બનાવતા. ચંપા કહે કે એવું કેમ બોલો છો ભાઈ, તમને ભાવતું બનાવવાનું બા એ પહેલા કહી દીધું છે. દિપક આમ પણ પ્રકાશ બાબતે ગુસ્સામાં રહેતો. એમાં આજે એણે માં ના મોઢે પ્રકાશ પ્રકાશ વધારે સાંભળ્યું અને ઉખળી પડ્યો. ખાવાની વાત તો સમજ્યા પણ ખાસ મિલકત બાબત એને વાંધો હતો. પ્રકાશને કાંઈ ન મળવું જોઈએ અને આપવાનું હોય તો દસ ટકા જ ભાગ. દીપક જ્યારે જ્યારે પ્રકાશનો વિરોધ કરે, એના વિશે આડું અવળું બોલે ત્યારે દિવ્યા કહેતી કે *તું આટલો પ્રકાશ માટે બળાપો કરે છે પણ કેમ ભૂલી જાય છે કે પ્રકાશે તારા માટે કેટકેટલું કર્યું છે, કેટકેટલા ભોગ આપ્યા છે. એણે જ સારી સ્કૂલમાં એના સરને કહી એડમિશન અપાવેલું એ ભલે સરકારી સ્કૂલમાં ભણતો હતો, તને એ જ ભણાવતો હતો, પોતે ખાતો નહિ અને તને ભાવતું એ તને આપી દેતો, એણે તને બચાવવા ઘણી વાર તારા પપ્પાનો માર પણ ખાધો છે..અરે તે મારી પર ચાકુથી હુમલો કર્યો અને મને હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે નોકર રામુએ એમ કહ્યું કે મેં નાના શેઠને ચાકુ મારતા જોયા હતા ત્યારે ખોટી વાર્તા કરીને પોલીસથી તને એણે જ બચાવ્યો. નહીંતર તું જેલ ભેગો થાત.* દિપક તાડુકીને કહેતો એ તો એને ભવિષ્યમાં મિલકત માટે હેરાન ન કરું એટલે એ કરતો હતો.આમ વારંવાર સંભળાવ્યા શું કરો છો. * એ જ વખતે પ્રકાશ અને એની પત્ની આવ્યા, આ સાંભળી પ્રકાશ બોલ્યો ભાઈ મને મિલકત માં કોઈ રસ નથી. આ તો તું નાનો ભાઈ છો એટલે તને પોલીસથી છોડાવેલો., પ્રકાશનો અવાજ સાંભળી દિવ્યા દોડી અને બોલી આવી ગયો મારો લાડલો. દિપક બોલ્યો, હા એ જ તમારો લાડલો સગો દીકરો હું તો સાવકો છું, લખી દ્યો બધી મિલકત એના નામે.
હકીકત તો એ હતી કે દિપક હતો દિવ્યાનો સગો દીકરો, સાવકો તો પ્રકાશ હતો. પ્રકાશ નો જન્મ થયો અને એની માં કાવ્યા મૃત્યુ પામી કાવ્યા અને કિશોરના લગ્ન આમ ભલે માં બાપે કરાવેલા પણ જ્ઞાતિ માં જ કોઈકના લગ્નમાં એ બન્નેની નજરું મળેલી અને પ્રેમ થયેલો.બન્ને એ પોતાના માં બાપને પસંદગી જણાવેલી, વડીલોએ રાજીખુશી વધાવી અને લગ્ન થયેલા. એ પછી જ્યારે કાવ્યા ગર્ભવતી થઇ ત્યારે બન્ને એ નક્કી કરેલું કે આપણા પ્રેમમાં ઉજાસ લાવનાર આપણું સંતાન જે જન્મે તે, દીકરી આવશે તો નામ રોશની રાખશું અને દીકરો જન્મે તો પ્રકાશ, દીકરો જન્મ્યો પ્રકાશ, પણ એના જન્મ પછી થોડા જ દિવસમાં કાવ્યાનો જીવનદીપ બુઝાઈ ગયો. પ્રકાશ સાવ નાનો કેમ કરવું? એટલે કાવ્યા ના પિતાએ કાવ્યાની જ જોડકી બહેન દિવ્યાના લગ્ન કિશોર સાથે કરાવી દીધા. દિવ્યા આમ તો પ્રકાશની માસી થાય, ભલે કાવ્યાની સગી બહેન એમાંય જોડકી, જેને ટવીન સીસ્ટર કહે છે. છતાં બન્નેનો સ્વભાવ જુદા હોય. અને આમેય એ સ્ત્રી તો ખરીને? દરેક સ્ત્રીને માં બનવાના ઓરતા હોય, પોતાના સંતાનની માં એટલે કે પોતે જાણેલા સંતાનની , પ્રારંભે એ પ્રકાશને બહુ જ સાચવતી, વહાલ કરતી પણ પ્રકાશ પાંચ વર્ષનો થયો ત્યારે એ પોતે ગર્ભવતી થઇ ત્યારથી એના માં ફેરફાર આવવા માંડ્યા , પ્રકાશને શું સમજણ પડે? એને તો માં એટલે માં , એ માં જ કહેતો. અને માં ને બહુ જ પ્રેમ કરતો. દિવ્યાને દીકરો જન્મ્યો અને નામ રાખ્યું દિપક, કિશોરે જ કહ્યું કે મોટો પ્રકાશ અને નાનો દિપક. હવે ધીરે ધીરે દિવ્યામાં ફેરફાર આવવા માંડ્યા. ખાવાપીવાની બાબતમાં કોઈ ફરક નહિ. રમકડાં કપડાં વગેરે બધું જેમ દીપકને હોય એમ જ પ્રકાશને પણ, વર્તનમાં ફરક આવવા માંડ્યો. લાડ પ્રેમ ઓછા થઈ ગયા. પહેલા સ્કૂલેથી આવતા માં કહી દોડીને વળગી પડતો, એને માં મા ઉમળકો દેખાતો, હવે વળગી તો નહોતો શકતો પણ કાવ્યા માં પ્રકાશ સ્કૂલેથી ઉમળકો નહોતો આવતો. પ્રકાશ ધીરે ધીરે આ સમજવા માંડ્યો હતો. હવે એ એકલતા પણ અનુભવતો. એમાંય એના એક દૂરના ફઈએ કીધું કે તારી માં તો તને જન્મ આપીને ઈશ્વર પાસે પહોંચી ગઈ. આ તારી સાવકી માં છે અને તું એનો સાવકો દીકરો, સગો દીકરો તો પ્રકાશ છે. ત્યારથી એણે અપેક્ષા ઓછી કરી નાખી, પણ ઉદાસ ન રહે ક્યારેય, માં બોલાવે એટલે એ તો *આવ્યો માં* એમ કહી દોડે. માં ના બધા કામ કરી આપે, માં ને બહારથી કાંઈ લાવવું પડે તો એ જ લઇ આવે. દિપક અતિશય લાડમાં રહેતો એ બધું ફેંકે, પ્રકાશને મારે તો કાંઈ નહિ. માં બાપ કહે એને મજા આવે છે ને ભલે કરે. કામ તો એ કરે જ શેનો. ઉલટાનું મોટો થવા માંડ્યો એમ એ પ્રકાશને હુકમ કરે *પાણી આપ, આ આપ, બોલ ફેંકે અને કહે લાવી આપ, વગેરે ઘણું અને પ્રકાશ હસતા મોઢે બધું કરી લે. દિવ્યા પ્રકાશને લાડ જરાય નહોતી કરતી, પણ સમયસર નાસ્તો, દૂધ, જમવાનું, સ્કૂલના ડબામાં નાસ્તો, સાંજે આવે ત્યારે નાસ્તો જમવાનું કપડાં વગેરે પૂરતું. એમાં કોઈ ભેદભાવ નહિ અને હા પ્રકાશ પર હાથ ક્યારેય નથી ઉપાડ્યો. બસ લાડ, વ્હાલ પ્રેમ જરાય નહિ. સામે પ્રકાશ માં નું સગી માં જેમ ધ્યાન રાખે. મોટા થયા પછી દિપક એનામાં જ હોય, એને બધી છૂટ હોય એ લગભગ બહાર હોય મિત્રોમાં પ્રકાશ ઘેર હોય, પિતાજી પણ એનામાં હોય માં પાસે સતત પ્રકાશ હોય, દિવ્યા ને તાવ આવે કે બિમાર પડે તો ડોક્ટર પાસે પ્રકાશ જ લઇ જાય. અને માં ના પલંગ પાસે બેસી રહે. સમયસર દવા આપે. એકવાર દિવ્યાને અચાનક તાવ ચડી ગયો ત્યારે મોડી રાત સુધી એણે જ કપાળ પર, પેટ પર, પગના તળિયે સતત પોતા મુક્યા રાત્રે તાવ ઉતર્યો, માં સુઈ ગઈ ત્યારે એની બાજુમાં જ નીચે સૂઈ ગયો. એ રાત્રે દિવ્યાએ જોયું. એણે મનમાં વિચાર્યું કે મારા વરને કઈ નથી સગો દીકરો એની મોજમાં છે અને આ કે જેને ઓછો પ્રેમ આપું છું એ માં માં કરતા થાકતો નથી અને સતત સેવા કરે છે. એ હવે વધારે ધ્યાન રાખવા લાગી. એને ભાવતું બનાવવા લાગી. એકવાર તો એકલો ઉદાસ બેઠો હતો ત્યારે પાસે બોલાવી માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું શું થયું બેટા કેમ ઉદાસ છે? કાવ્યાએ એની આંખમાં આંસુ જોયા, એ કાવ્યા તરફ ફરી બોલ્યો *મારી માં કેમ ભગવાન પાસે ચાલી ગઈ?* અને કાવ્યા એ એને ગળે વળગાડી દીધો અને એ ધ્રુસકે ચડી ગયો, કાવ્યા બધું સમજી ગઈ. એને પોતાની બધી ભૂલ સમજાઈ ગઈ. બસ ત્યાર પછી પ્રકાશ પ્રત્યે ઉત્તરોત્તર પ્રેમ વધવા માંડ્યો કારણે કે સગો દીકરો ઉદ્ધત થવા માંડ્યો હતો, વધુ પડતા લાડ પ્રેમે એને ફાટવી માર્યો હતો. એને હવે દેખાવા માંડ્યું હતું કે માં પ્રકાશ ભાઈને વધુ લાડ કરે છે, એને અદેખાઈ આવતી હતી, એ માં ને કહી ચુક્યો હતો કે તમે પ્રકાશ ભાઈ ને બધું આપો છો ,હું સગો દીકરો છું તોય મને અળગો રાખો છો. આવું વારંવાર થતું એમાં એક દિવસ કોઈ બાબતે વધુ ગુસ્સે થઇ ગયો અને માં શાક સમારતી હતી, પ્રકાશ રસોડાની લાઈટ ઠીક કરતો હતો ત્યારે એમના હાથમાંથી ચાકુ લઇ એમને જ મારવા ઉગામ્યું અને માં ને ખભા પર ઊંડો ઘા થયો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી ,હોસ્પિટલ ની ફરજમાં આવે એટલે એમણે પોલીસને જાણ કરવી પડે. એટલે પોલીસ તો આવે જ.પૂછપરછ દરમિયાન નોકર રામુ એ કહી દીધું કે નાના શેઠે માર્યું હતું ત્યારે પ્રકાશે કહ્યું કે ના સાહેબ , માં શાક સમારતી હતી ત્યારે આ નાનો રસોડાની લાઈટ સરખી કરતો હતો અને ટેબલ ખસ્યું,આ પડ્યો એમાં મન હાથનું ચપ્પુ ખભે લાગી ગયું. ચાલો ઘરે બતાવું. પોલીસ ઘેર આવી શાક સમારેલું પડ્યું હતું, લાઈટ નીચે ટેબલ હતું લાઈટ બગડેલી હતી. પોલીસે સ્વીકારી લીધું. દિપક જેલની હવા ખાતો બચ્યો. તોય દીપકને કોઈ ઉપકાર ભાવ નહિ.
પ્રકાશ દીપક ભણી ગણી નોકરીએ લાગ્યા, બન્નેના લગ્ન પણ થઈ ગયા. અનેક સંજોગો વસાત પ્રકાશે પોતાનો નવો ફ્લેટ લીધો ત્યાં જુદો રહેવા ગયો એ પછી પારિવારિક પરિસ્થિતિ અને એનું અને કાવ્યા નું પ્રેમ પુષ્પ પ્રકાશ જુદો ગયો એ આઘાતથી બીમાર પિતાજી કિશોરભાઈ મૃત્યુ પામ્યા પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની. દિપક કહેવા માંડ્યો કે આ બધી સંપત્તિ મારા નામે કરી દ્યો.દિવ્યાને થયું ક્યારેક હું ના રહી તો આ તો પ્રકાશના હાથમાં કાંઈ નહિ આવવા દે. એટલે આજે કિશોરની પુણ્યતિથિના દિવસે જ વકીલને બોલાવી સરખા ભાગ વહેંચી દેવાનું નક્કી કર્યું.
દીપકને માં બધું યાદ દેવરાવતી હતી કે કેટકેટલું તને પ્રકાશે સાચવ્યો છે ત્યારે દીપકે કહ્યું કે એ મિલકત માં હું હેરાન ન કરું એટલે કરતો હતો ત્યારે પ્રકાશ ઘરમાં આવ્યો અને બોલ્યો કે મને મિલકતમાં કોઈ રસ નથી. બધાએ શાંતિથી જમી લીધું અને વકીલ સાહેબ આવ્યા બધા પેપર્સ લઈને, અને કહ્યું કે જુવો આ કિશોરભાઈ જે લખીને ગયા છે એ કાગળ, એમણે લખ્યું છે કે દિવ્યા એ ન્યાય પૂર્વક પ્રકાશ દીપકને મિલકત સોંપવી. દિપક કહે , હું કિશોર ભાઈ દિવ્યા બહેન નો સાચો પુત્ર , અહીં જ રાહુ છું, પ્રકાશ અહીં રહેતો પણ નથી વગેરે વગેરે ઘણું, દિવ્યા એકદમ વ્યથિત થઇ ગઈ, એ કહે વકીલ સાહેબ કિશોરના ત્રણ કરોડ માંથી બેયને દોઢ દોઢ કરોડ આપો અને આ બં ગલો વેચી અને જે પૈસા આવે એ અડધા અડધા. દિપક વિરોધમાં પડ્યો. મારામારી સુધી આવી ગયો. દિવ્યા રોવા માંડી. પ્રકાશ બોલ્યો. કે જુઓ વકીલ સાહેબ ત્રણ કરોડ અને આ બંગલો દીપકના નામે કરી નાખો. સામે મને અનમોલ મિલકત મળશે. એ હું લઈ જઈશ. દિપક તાડૂક્યો,એવી કઈ મિલકત છે જે મને ખબર નથી. તું કહે છે અણમોલ છે. પ્રકાશ દિવ્યા પાસે ગયો, એમને લઈ એની પત્ની પાસે ગયો પછી બોલ્યો. મને ખબર છે માં ન હોય એના મન હૃદયની પરિસ્થિતિ શું હોય?એના માટે માં અનમોલ હોય. મને મારી માં મળી જાશે. બધું તું રાખ. માંનું કોઈ મૂલ્ય ન હોય. એમ કહી એણે દિવ્યાને આંખમાં આંસુ સાથે કહ્યું *માં વકીલ સાહેબને કહો બધું એના નામે લખી નાખે દિપક લઇ જાય., તમે મારી સાથે આવો હું તમને લઇ જાઉં, માં ના નહિ પાડોને, હવે પ્રકાશ અને એની પત્ની બન્ને દિવ્યાને વળગી રહ્યા હતા. દિવ્યાએ ઈશારા સાથે વકીલને કહ્યું બધું એના નામે કરી નાખો હું સહી કરી મારા વહાલા દીકરા પ્રકાશ સાથે જાઉં છું. માં દીકરો ભેટી પડયા અને પ્રકાશની પત્નીએ બેયને વળગી પડી.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સામાન્ય રીતે એવું કહેવાય કે વહુ અને સાસુને લગભગ મેળ ન હોય, વહુ દીકરી ન બની શકે અને સાસુ માં ન બની શકે. કોઈ માં પોતાના દીકરા માટે વહુ શોધતા હોય ત્યારે એ છોકરીના માવતર, મોસાળ, દીકરીના મા બાપનો સ્વભાવ કેવો છે, એમનો વહેવાર કેવો છે જ એમના માટે બીજા સગા સંબંધીનો અભિપ્રાય શું છે? એ બધા પરથી આ ઘરની દિકરી આપણા પરિવારની પુત્રવધુ યોગ્ય રહેશે કે નહિ એ નક્કી થાય અને સામે દીકરી વાળા પણ, એ યુવાન, એના માં બાપ વિશે બધું જોવે જ કારણ એમને ચિંતા હોય દીકરી સુખી રહેશે ને? સુખ માત્ર પૈસા, સંપત્તિ, ભૌતિક સુખ સગવડ જ નથી હોતું. અગત્યનું તો મનમેળ,પ્રેમભાવ, મન હૃદયની શાંતિ અને સંતોષ છે. આ બધું જોવાય. પણ શુભદા એટલે કે લાડલું નામ બીટ્ટુની વાત દુનિયા કરતા નિરાળી હતી. આવા દાખલા ક્યાંક જ જોવા મળે. શુભદાની કુંડળીમાં જ એવું હતું કે એ જ્યાં જાય ત્યાં બધું શુભ જ થાય. એની કુંડળી જોઈને જોષીજીએ કહેલું કે આ કન્યા જ્યાં હશે ત્યાં સઘળું શુભ થશે, એના પગલાં થશે અને અટકેલા કામ પૂર્ણ થશે, ધન વૃદ્ધિ થશે સુખ શાંતિ હશે. આ દીકરી જ્યાં સુધી પિતાના ઘરે હશે ત્યાં સુધી પિતાની ઉત્તરોત્તર પ્રગતિ થશે અને ધનવર્ષા હશે. એ પરણીને જ્યાં જશે ત્યાં વૈભવ છલકશે. એટલે જ એનું નામ *શુભદા* રાખેલું.
શુભદા સદાય હસતી રહેતી અને રૂપાળી એટલી કે જોતા જ મન હૃદય ઠરે. એ સરસ ભણી હતી.બેંકમાં નોકરી લાગતા જ સારી પોસ્ટ પર હતી.એના માટે યોગ્ય યુવક શોધવાની વાત આવે ત્યારે એના પિતાનો આગ્રહ હતો કે આપણી જ્ઞાતિમાં ઘણા જ સમૃદ્ધ પરિવારો છે, એમાં સારો છોકરો સારું પરિવાર મળશે જ. અને એમની વાત ખોટી તો નહોતી જ. શુભદાની પણ પોતાની પસંદ હતી જ. જ્ઞાતિના શુભ પ્રસંગોમાં એક બે વાર એણે સુમિતને જોયો હતો, ત્યારથી એ એને ગમી ગયેલો. એ પણ રૂપાળો, છોકરા માટે હેન્ડસમ કહેવાય એવો. વળી પોતાની માંનો સતત ખ્યાલ રાખતો. શુભદાએ જોયું હતું કે એ માં નો હાથ પકડી રાખતો. એની માં દેવી બહેન એકદમ શાંત, બહુ જ ઓછું બોલે.એમના ચહેરા પર સ્મિત સદાય ઝળકતું હોય. શુભદાએ એક વાત જોયેલી કે એમની પાસે એમના પતિ આવતા તો એ લગભગ અડધા ઉભા થઇ જશે અને ચહેરાના ભાવ એવા ગભરાટ ભર્યા હોય કે એમ વિચારતા હોય કે હમણાં કંઈક બોલશે, કાંઈક મેં એવું કર્યું હશે તો ખખડાવશે? અને એ જ વખતે દીકરો સુમિત ગમે ત્યાંથી માં પાસે આવી જાય અને માં ના ખભે હાથ મૂકી કહે બેસો એટલે એ નિર્ભીક થઈ બેસી જાય. શુભદા આ જોઈને વિચારે કે આવું કેમ? આ સુમિત ના માં ને એમના પતિ બહુ દાબમાં રાખતા હશે?
શુભદા સુમિત એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા માત્ર એકબીજાને જોઈને, બે માંથી એકેયને ખબર નહિ કે એ બેંકમાં નોકરી કરે છે અને બન્ને એક જ બેંકમાં છે, જુદી જુદી બ્રાન્ચમાં પણ એક દિવસ એ બેન્ક પહોંચી અને એના ટેબલ પર કામ ગોઠવતી હતી ત્યાં સુમિતને બેંકમાં દાખલ થતો જોયો.એ એક બે સ્ટાફ સાથે હાથ મિલાવી હસતો હતો. અંદર આવ્યો એટલે એની નજર શુભદા પર પડી અને તરત બોલ્યો કે તમે અહીં જોબ પર છો? શુભદાએ ખુશી સાથે હા પાડી, એ પછી તરત એ મેનેજરની કેબિનમાં ગયો. શુભદા વિચારે, આ કેમ અહીં આવ્યા હશે? લોન વગેરે માટે? ત્યાં બાજુમાં બેઠેલી સહ કર્મચારીએ કહ્યું કે, આ સુમિત સર છે આપણી બેંકમાં જ છે એમની ટ્રાન્સફર અહીં થઇ છે આપણા ભુપતભાઈ ગયાને એમની જગ્યાએ, એટલે આજથી ચાર્જ લેવા સાહેબ પાસે ગયા. બહુ મજાના માણસ છે. શુભદા મનમાં ખુશ થાય. આમેય સ્ત્રીને ગમતા માણસ, પતિ કે પ્રેમીના વખાણ કરો એટલે ખુશ થાય જ. બસ સુમિતે ચાર્જ સંભાળ્યો પછી તો વાત વધી આગળ બન્ને એકમેકને પસંદ કરતા જ હતા. સંબંધ ગાઢ થયો પછી તો હળવે હળવે સહજીવનના સપના સુધી વાત પહોંચતા વાર ન લાગી. બન્ને એકબીજાના માતા પિતાને વાત કરી. શુભદાના પિતાએ કહ્યું કે એ પરિવાર બહુ સરસ પણ સુમિતના પિતા રજનીભાઈનો સ્વભાવ બહુ ખરાબ, ગજબ ગુસ્સાવાળો, એમને અભિમાન બહુ છે, કઈ વાતનું એ તો એનેય ખબર નહિ હોય. એના દાદા બહુ જ મોટા દાનવીર શ્રેષ્ઠી હતા, આખી નાતમાં એમનું નામ. એ સમયમાં તેમણે ગામડેથી જ્ઞાતિના છોકરા ભણવા આવે એમના માટે હોસ્ટેલ બનવવામાં મોટો ફાળો આપેલો. બીજા ઘણા કામ, આ બંગલો પણ એમણે બનાવેલો. એ સમયમાં કમ્પાઉન્ડમાં બે કાર પડી રહેતી. જ્ઞાતિમાં એમની પાસે જ હતી. પણ પછી એમના દીકરા એટલે કે રજની ભાઈના પિતા ખાસ ભણ્યા નહીં એટલે નોકરી કરવા માંડ્યા. પણ રુઆબ બહુ જ. એ જ રુઆબ રજનીભાઈમાં આવ્યો ભલે ખાનગી પેઢીમાં નોકરી કરે પણ ગુસ્સો, જીદ, અભિમાન બહુ જ. પેઢીના નોકર મજુર વગેરેને ખખડાવ્યા જ કરે. કામ જ કામ કરાવે.અને સ્ત્રી વિષે એવું માને કે એણે તો આપણે કહીએ એમ જ કરવાનું હોય. દાબમાં જ રાખવાની હોય. એમાં એમને સાવ રાંક એવા દેવીબહેન મળી ગયા, એ આમ પણ માં બાપ વગરના, મામાને ત્યાં રહી મોટા થયેલા એટલે કેવું હોય? એટલે દેવીબહેન ને તો સતત ઊંચા જીવે રહેવાનું. રજનીભાઇ બૂમ પડે ત્યારે તો ધ્રૂજે પણ એ આવતા હોય ત્યાં બીવા માંડે કે શું કરશે? ક્યારેક એમનો હાથ પણ ઉપડતો એ સાંભળ્યું છે. પણ એમના દીકરા સુમિતમાં એમાનું કાંઈ નથી એ એની માં પર ગયો છે. શાંત સરળ પણ ગભરુ નહિ.તું વિચારી લે. અમારી એકની એક દીકરી પર કોઈ ગુસ્સો કરે એ મને નહિ ફાવે એમ કહી પિતાની આંખો ભીંજાઈ ગઈ. બીટ્ટુ-શુભદા પપ્પાને વળગી પડી અને બોલી, પપ્પા તમારી દીકરી છું ચિંતા ન કરો.
શુભદા સુમિતના લગ્ન થયા. દેવી બહેન બહુ રાજી હતા. સાથે એ પણ વિચારતા હતા કે મારે વહુ ને સાચવવી પડશે કે વહુ અમને સાચવશે. પણ કહે છે ને *વહુનાં લક્ષણ બારણાંમાંથી* એમ જ જ્યારે એણે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે દેવીબહેનો સ્વાગત કરવા ઉભા હતા. કંકુ પગલાં કરી કળશ ધોળી દાખલ થઇ અને તરત નીચે બેસી દેવી બહેનના ચરણોમાં માથું મૂકી દીધું, દેવી બહેનની આંખો ભરાઈ ગઈ. શુભદા ઉભી થઇ ભેટી પડી અને કહ્યું માં હવે તમારા ચહેરા પર માત્ર સ્મિત જોઈએ આંસુ નહીં. એમને સોફામા બેસાડયા, એ કહે કે બેટા અહીં નહિ નીચે, શુભદા કહે હવે અહીં જ. દેવી બહેનને મનમાં થવા લાગ્યું કે સુખનો સૂરજ ઉગ્યો લાગે છે. સવારે શુભદા વહેલા ઉઠી ગઈ. રસોડામાં ગઈ. દેવી બહેન ચ્હા બનાવતા હતા. અને શાક સમારતા હતા. એ શુભદાને જોઈ બોલ્યા કે તું કેમ વહેલી ઉઠી. શુભદા કહે, હવે હું જ વહેલી ઉઠી, હું જ ચ્હા રસોઈ બધું બનાવીશ, તમે આરામથી બેસશો. સવારથી તમારે મજૂરી બંધ. હવે હું છું. એણે ચ્હા બનાવી અને ડાઇનિંગ ટેબલ પર મૂકી કપ રકાબી ગોઠવ્યા, દેવી બહેન કહે *એમને ચ્હા એમના રૂમમાં આપવી પડે* વહુ કહે આજે આપી દઈશ હું જ આપવા જઈશ. કાલથી બધા અહીં ટેબલ પર ચ્હા-નાસ્તો-જમવાનું બધું અહીં સાથે બેસીને. આવડા મોટા બંગલામાં આ મોટું ડાઇનિંગ ટેબલ શું કામનું? આવા શુભદાએ ફેરફાર કરાવી નાખ્યા.
શુભદા સાસુમાને માં જ કહે અને પળેપળ ખ્યાલ રાખે. ધીરે ધીરે કરતા એમના મન હૃદયમાંથી ભય કાઢી જ નાખ્યો. હવે એવું થઇ ગયું કે શુભદા અને દેવીબહેન સાસુ વહુ સંબંધમાં અને આમ માં દીકરી જેવા બન્નેને એકબીજા વગર ફાવે નહિ. દેવી બહેન રેસ્ટોરન્ટમાં જમવા/ફિલ્મ જોવા ક્યારેય નહોતા ગયા. એ શુભદા લઇ જવા માંડી પછી એવું કર્યું કે મહિનામાં એકવાર બધાએ સાથે બહાર નાસ્તો/જમવા જવાનું અને જતા. શુભદા બેન્કથી આવે પછી એ જ રસોઈ બનાવે, દેવી બહેનને કરવા જ ન દે. હવે તો ત્યાં સુધી થઇ ગયું હતું કે રજનીભાઇ વાતવાતમાં દેવી આ લાવ, દેવી આમ કર બોલતા એ બંધ થઇ ગયું. શુભદા સસરાજીનું માન બહુ જ જાળવે. રોજ સવારે નાહીને સેવા પૂજા પછી બન્નેને પગે લાગી આશીર્વાદ લે. પપ્પાજીનો ખાવા પીવાનો બધો જ ખ્યાલ રાખે. એમનો સમય, શું ભાવે વગેરે બધું. જ, એ અમુક કામ કરતા હોય તો શુભદા કહે કે પપ્પાજીએ કામ તમે ન કરો. બાબુ કરશે. ઘરમાં બે નોકર છે. એ લોકોને સમજાવેલું જ છે.
આ બધામાં એ પોતાના પિયર તો જય જ નહોતી શકતી, એક દિવસ એના પતિ એ કહ્યું કે બીટ્ટુ તું સતત માં પપ્પાનું જોયા કરે છે અને ઘરની બધી જવાબદારી તે સંભાળી લીધી છે લોકો વખાણી રહ્યા છે કે શુભદાએ આ ઘરમાં શાંતિ સ્થાપી, રજનીભાઈનો સ્વભાવ મૂળથી બદલી નાખ્યો. પણ તે તારા માં બાપ પ્રત્યે ધ્યાન આપવાનું બંધ કરી દીધું એ નહિ ચાલે. શુભદા કહે કે હું રોજ માં સાથે એકવાર વાત કરું જ છું. એટલે સુમિત કહે, કે ત્યાં રહેવા તો જા, તારા પપ્પાને તારો ખાલીપો લાગે કે નહિ. હું હમણાં મળવા ગયેલો ત્યારે પપ્પાજી પૂછતા હતા કે *બીટ્ટુ બહુ વ્યસ્ત રહે છે?* એ વખતના એમના ભાવ જોવા જેવા હતા. તું મમ્મી સાથે વાત કરી લે પણ પપ્પા નું શું? તમને ખબર છે? એ આ બાજુથી નીકળે ત્યારે બંગલા સામે જોતા જોતા જાય એ જ આશાએ કે તું દેખાઈ જાય. દીકરીના પિતા છે. આ સાંભળી શુભદા બોલી હા આ શનિ રવિ હું ત્યાં જઈ આવું. સુમિત કહે શનિ રવિ નહિ એક અઠવાડિયું, નોકરીએ પણ ત્યાંથી જ જજે.
શુભદાએ સાસુને વાત કરી કે માં હું આ શનિવારે મારા માં બાપુ સાથે રહેવા જવું છે એક અઠવાડિયું, જાઉં?* દેવીબહેને વહાલથી એના બેય ગાલ પર હાથ મૂકી કહ્યું *કેમ નહિ બેટા તું આવ્યા પછી ક્યારેય ગઈ નથી રહેવા, જઈ આવ એમ કહી એમની આંખ ભીંજાઈ ગઈ. શુભદા કહે મમ્મી તમે રોવાના હો તો નથી જાવું. માં કહે ના બેટા જ, આ તો તારા ગયા પછીના ખાલીપાનો વિચાર કરી આંસુ આવ્યા પછી થયું કે તારા માં બાપને તો કેવો ખાલીપો લાગતો હશે?
શુભદા ગઈ પિયર, એના માં બાપ તો રાજી રાજી. દીકરી અઠવાડિયું અહીં રહેશે. મંગળવારે સવારે શુભદા,એના માતા પિતા સાથે ચ્હા નાસ્તો કરતી બેઠી હતી અને દેવીબહેન હાથમાં થેલી લઇને આવ્યા. શુભદાના મમ્મી કહે અરે અચાનક? આવો આવો. દેવીબહેન આંસુ સાથે શુભદાને એકદમ ભેટી પડયા. શુભદા કહે માં પાછું રોવાનું? દેવી બહેન વેવાણને કહે દીકરી વગર ઘર સૂનું થઈ ગયું છે. જરાય ગમતું નથી, એમાં આના સસરા ત્રણ દિવસ બહારગામ ગયા છે. મને થયું મોઢું જોઈ આવું. સુમિત બેંકમાં જમી લેશે. શુભદાના મમ્મી કહે અરે ત્યાં કોઈ નથી તો અહીં રોકાઈ જાવ, સુમીતકુમાર રાત્રે અહીં જમીને જશે. દેવીબહેન થોડું શરમાતા કહે, હું કપડાં લઈને એ જ વિચારે આવી છું તમને પૂછ્યા વગર. બધા ખુશ. શુભદા કહે માં અત્યાર સુધી હું મમ્મી પપ્પા સાથે એમના રૂમમાં સૂતી હવે હું મારા રૂમમાં સૂઈશ, તમે મારી સાથે.
દીકરી પરણીને જાય પછી માં બાપને દીકરીનો ખાલીપો ખુબ લાગે પણ આપણને થાય કે કોઈ દીકરી આ હદે સાસરે ભળી જાય કે એનો ખાલીપો સાસરામાં સૌને બહુ લાગે. સાસુ સસરા અને વહુ-માં-બાપ દીકરીના બની જાય.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારમાં *કલરવ* બંગલો સૌનું ધ્યાન ખેંચતો હતો. એક તો વિશાળ બંગલો, આગળ પાછળ ખુલ્લી જગ્યા અને આગળના ભાગમાં સુંદર બગીચો હતો. આ બંગલો બહુ જ જૂનો પણ આઝાદી સમયનો હતો, એ વખતમાં બંધાયેલો મજબૂત બંગલો. રાજ્યના અગ્ર કારભારી શ્રી બળવંતરાયને રાજવીએ જમીન ભેટ આપેલી એ જમીન પર બંધાયેલો એમાં વધારાનું ચણતર, સુશોભન અને એની આસપાસ બગીચો, દીવાલ વગેરે એમના પુત્ર પૌત્ર એ કરેલ. નીચે વિશાળ બેઠક ખંડ બે શયન ખંડ, સ્ટોર રૂમ, પૂજા રૂમ અને ઉપર ત્રણ શયનખંડ અને ફરતી બાલ્કની એવો વિશાળ બંગલો. દરેક રૂમ મોટા હતા, જેમાં અત્યારના બાંધકામ મુજબ બે બેડરૂમનો, એ એક હતો. અત્યારે બળવંતરાયના એકના એક પૌત્ર મનોહરલાલ એમના પત્ની અને બે દીકરાઓ એના પરિવાર સાથે રહેતા. મનોહરલાલના પત્ની વિદ્યા બહેન એમની દીકરી નમ્રતા મોટી જેના લગ્ન થઇ ગયેલા એ પછી એમનો દીકરો વિવેક એની પત્ની ધારા અને બે બાળકો તેમજ, નાનો દીકરો સન્માન, એની પત્ની નીતા અને બે બાળકો આ પરિવાર. મનોહરલાલ ને પિતાના પગલે સરકારી નોકરી હતી. એ નિવૃત્ત થયા ત્યારે બહુ જ ઉંચા પદ પર હતા.
મનોહરલાલે દીકરી નમ્રતા અને બંને દીકરાને બહુ જ સરસ ભણાવેલા, નમ્રતા તો સાસરે ગયા પછી પણ ભણતી હતી અને પીએચડી થઇ. એ પ્રોફેસર હતી. નામ પ્રમાણે એનામાં નમ્રતા ભારોભાર હતી, સૌને સન્માન આપતી, સદાય હસતી. સાસરે પરિવારમાં અને જ્યાં નોકરી કરતી ત્યાં સૌની પ્રિય. બે દીકરાઓ ભણ્યા સરસ અને મોટો પહેલા બેંકમાં નોકરીએ લાગ્યો અને એના પગલે અને એના સહયોગથી નાનો પણ બેંકમાં લાગી ગયો. બન્નેના સ્વભાવ વિચિત્ર નામથી તદ્દન વિરુદ્ધ, આ તો એમના પિતા એટલે કે મનોહરલાલને હતું કે મારા જેમ જ મારા સંતાનો વિવેકપૂર્ણ, સૌને સન્માન આપનારા અને નમ્રતાભર્યા સ્વભાવ હોય એટલે નામ એવા રાખ્યા. ત્રણેયને સંસ્કાર, આચરણ શીખ વગેરે એકસરખા આપેલા પણ નામ પ્રમાણે સર્વગુણ સંપન્ન માત્ર દીકરી નમ્રતા જ હતી. દીકરા બેય ઉઠીયાણ કહી શકાય. કોઈનું માન સન્માન જાળવે નહિ. એના માં બાપનું પણ નહિ.
આજે રવિવાર હતો અને સવારે બંગલાના કમ્પાઉન્ડમાં બન્ને ભાઈઓ તેમની પત્નીઓ ચ્હા નાસ્તો કરતા બેઠા હતા અને બાળકો ગાર્ડનમાં રમતા હતા. વિવેક સન્માન વાતો કરતા હતા, વિવેક કહે કે આટલી મોટી જમીન છે આ વિસ્તારમાં આ બંગલો જો વેચાય તો કેટલા બધા કરોડ આવે? સન્માન કહે કે બાપા આ બંગલો વેચવા જ ન દેને? વિવેક કહે, એ કેટલો વખત? એમના ગયા પછી બધું આપણું જ છે ને? સન્માન કહે કે પણ એ જીવતા જીવ કોઈ સેવા સંસ્થા ને દાન કરી દે તો? એમના મિત્ર સંદીપભાઈ વૃદ્ધાશ્રમ ચલાવે છે એને આપી દે. વિવેક કહે એમ થોડું ચાલે? સન્માન કહે કે એમનો જે રીતનો સ્વભાવ છે અને આપણે એમની સાથે જે રીતે વહેવાર કર્યો છે એ રીતે એ કંઈ પણ કરી શકે. એ સમયે એક કાર આવીને ઉભી રહી તેમાંથી ત્રણ વ્યક્તિ ઉતર્યા, ત્રણેય દાખલ થયા એટલે બન્ને ભાઈ પરિવાર ઉભા થયા. એ ત્રણમાંના એકે કહ્યું કે નમસ્તે. આ બંગલાની જમીનનું ચોક્કસ માપ લેવાનું છે. બન્ને ભાઈઓના મોઢામાંથી નીકળી ગયું હેં ? પણ કેમ? એટલે એ ભાઈ કહે *હવે આ બંગલો અમે ખરીદી લીધો છે, અહીં લક્ઝુરિયસ ફ્લેટની સોસાયટી બનશે. વિવેક કહે પણ એ કેવી રીતે બને? અમે રહીએ છીએ, ખાલી નહિ કરીયે. પેલા ભાઈ કહે મનોહર સાહેબ આના સર્વ અધિકાર ધરાવતાં એકમાત્ર વારસદાર માલિક છે. અમે ગયા વર્ષે આ જોવા આવેલા ત્યારે એ અહીં જ રહેતા હતા. એમણે એ વખત કહેલું કે હમણાં નહિ, જયારે એ વખત આવશે ત્યારે હું સામેથી કહીશ. અને ગયા મહિને મારી મુલાકાત થઇ. એક મહિનો પ્રક્રિયા ચાલી અને અંતે નક્કી થઈ ગયું. આમ તો બાકી જે શરતો હતી એ મુજબ બધું થઈ ગયું છે પણ હજી ઘણા પૈસા આપવાના છે. વિવેક કહે કેટલા કરોડમાં સોદો થયો? પેલા ભાઈ કહે એ તમે મનોહર સાહેબને પૂછજો. તમારે ત્રણ મહિના પછી આ ખાલી કરવાનું રહેશે. તમને કાગળ મળી જશે.સન્માન કહે કે અમે ક્યાં જઈએ, નવી જગ્યા ક્યાં શોધીએ. એ પૈસા ક્યાંથી લાવીએ? પેલા ભાઈ કહે સાહેબ, એ બધું તમારે મનોહર સાહેબને પૂછવાનું. એ ભાઈને બધી ખબર હતી તોય કાંઈ ન બોલ્યા. એ ત્રણ વ્યક્તિ અને એમની સાથે આવેલા વ્યક્તિએ ચારે બાજુ ફરી બધું જોઈ માપ લઇ લીધું. એ લોકોને આ લોકોએ ચ્હા નાસ્તો કરાવ્યા, મતલબ તો માહિતી મેળવવાનો હતો પણ કંઈ થયું નહિ. એ લોકો ગયા પછી બંને ભાઈઓના પરિવારના મૂડ ચાલ્યા ગયેલા. સુનમુન બેસી રહ્યા.
બન્ને ભાઈઓને અચાનક આવેલ ઉપાધિ નો આંચકો લાગ્યો. સમજણ જ ન પડે કે શું કરવું, કેમ કરવું , કેવો પ્રતિભાવ આપવો. સન્માન એની પત્ની અને ભાભી સામે જોઈ બોલ્યો કે આ તમે લોકોએ માં બાપુ ને સાચવ્યા નહિ એમાં એ લોકો જુદા રહેવા ચાલ્યા ગયા અને આ થયું. એમનું બધું સમયસર સાચવી લીધું હોત તો પડયા રહેત. ત્યાં તરત ધારા બોલી કે ના દિયરજી માત્ર અમારો વાંક નથી, તમારો ભાઈઓનો પણ વાંક છે અમારા કરતા વધારે.
આવા સમયે વ્યક્તિને પોતાની બધી ભૂલો સામે આવે અને બિચારા ,લાચાર થઇ જાય, પગમાં પડી જાય. આ બન્ને ભાઈઓ અને એમની પત્નીઓને ફિલમ ફ્લેશબેક માં ચાલે એમ બધું દેખાવા લાગ્યું.
વિવેક સન્માન બન્ને ભણી રહ્યા અને એક પછી એક નોકરીએ લાગ્યા પછી વધારે ઉદ્ધત થઈ ગયા. આમેય માં બાપનું સાંભળતા જ નહોતા. સામા જવાબ આપતા, તમને સમજ ન પડે એવું કહી અપમાન કરતા. એમાં લગ્ન પછી વધી ગયું અને પિતા મનોહર લાલ નિવૃત્ત થયા પછી તો હદ કરી નાખી. મનોહરલાલને ડાયાબિટીસ રહેતો અને એમને સવારે સમયસર નાસ્તો જોઈએ એ ન મળે, એમના પત્ની વિદ્યા બહેન ને સવાર ની ચ્હા એ પછી નાસ્તા વગેરે કરવું પડે, રસોઈ પણ કરવી પડે, બાકી તો કામવાળા હતા જ. વિદ્યા બહેનની આ તકલીફ જોઈ મનોહરલાલે રસોયો રાખ્યો એ સવારનો નાસ્તો અને સવાર સાંજ ની રસોઈ કરી જાય. વિદ્યાબહેને કહેલું કે મોટી વહુ ને પૂછીને જે રસોઈ કરવાની હોય એ કર વાની. ઘણીવાર એવું બને કે રસોયો કોઈ કારણ સર ન આવવાનો હોય ત્યારે, કાં તો વિદ્યાબહેને રસોઈ બનાવવી પડે અથવા ચલાવી લેવું પડે. અનાજ કરિયાણું મનોહરલાલ મંગાવતા, પૈસા એમના, ઘરના લાઇટ બિલ એ ભરતા, નોકર રસોઈયા ના પૈસા એ આપતા. એમનું પેનશન ઘણું આવતું એટલે બધા એ જ ચુકવતા, દીકરાને ઘર બાબતનો કોઈ ખર્ચ નહિ. તોય ફાટી પડતા હોય. એ બંને દીકરીઓના રૂમમાં એસી, બાથરૂમમાં ગીઝર વગેરે હતા જ, મનોહરલાલ ને ગરમી થાય અને હવે વિદ્યા બહેનને તકલીફ થતી એટલે એમણે એમના રૂમમાં એસી લગાડાવ્યું, ત્યારે દીકરા બોલ્યા આટલું મોંઘુ એસી? આવો ખર્ચ કરાય? મનોહરલાલ કહે *પૈસા તમે આપ્યા છે? મેં તમારી પાસે માગ્યા? તો ઉદ્વેગ શું છે? એ પછી લાઈટનું બિલ વધારે આવ્યું તો મોટા દીકરા વિવેકે રાડારાડ કરી કે કેટલું બધું બિલ આવ્યું. એસી વગર રહી જતા હતા. મનોહરલાલ કહે *વીજળી બિલ તમે ભરો છો? ઘરના કયા બિલ તમે ભર્યા? કોનો પગાર તમે આપ્યો? વધુ કલાકો એસી તમારા લોકોના રૂમમાં ચાલે છે તોયે રાડો અમારા પર? આવી કચકચ તો આ લોકો રોજ મનોહરલાલ વિદ્યા બહેન સાથે કરે. અને જ્યારે વિદ્યા બહેન એકલા હોય ત્યારે તો બહુ બોલે, વિદ્યાબહેન બચારા શાંત શું બોલે? અને પછી એમને એમ કે એમને કહીશ તો આ લોકો પર ગુસ્સે થશે એમનું બીપી વધશે એટલે કહે નહિ.
એમાં એક વાર થોડા દિવસ માટે વિદ્યાબહેન એમની બહેનને ત્યાં રહેવા ગયા ત્યારે તો રસોઈવાળો મહારાજ એક મહિનાની રજા પર ગયો. એ સમયે મનોહરલાલને ન નાસ્તો સમયસર મળે, અને મળે તોય ઢંગધડા વગરનો, ડાયાબિટીસને કારણે એમને રોજ નવ વાગે એમને નાસ્તો કરવા જોઈએ જે મળે અગિયાર વાગે. વહુ પોતાના રૂમમાંથી નીચે આવે તો ને? જમવાનું પણ મોડું અને મનોહરલાલને ન ફાવે એવું. મનોહરલાલ ત્રાસી ગયા હતા. વિદ્યાબહેન આવ્યા પછી મનોહરલાલે બધી વાત કરી. વિદ્યાબહેન કહે કે આપણે તમારા મિત્ર સંદીપભાઈના જીવનધારા વૃદ્ધાશ્રમમાં જતા રહીયે. મનોહરલાલ કહે એમ થોડું ત્યાં જવાય? એના કરતા આપણે પેલા વિદ્યાવિહાર ના ફ્લેટમાં રહેવા જતા રહીએ. એ આમેય હું નિવૃત્ત થયો ત્યારે નમ્રતા માટે લીધેલ પછી બંધ છે અહીંના બધા ખર્ચા એ લોકો માથે આવશે એટલે ખબર પડશે. મનોહરલાલે એ ફ્લેટમાં ફર્નિચર કરાવી લીધું. અને એક સવારે બધાની હાજરીમાં કહ્યું કે અમે જુદા થઈએ છીએ. એક ફ્લેટ છે જે મેં બહુ પહેલા નમ્રતા માટે લીધેલો પણ એના સસરા એ બંગલો લીધો એટલે એ બધા બંગલામાં છે. દિલીપકુમાર અને નમ્રતાને એનાથી દુર નથી જવું. એટલે વિદ્યા વિહારનો ફ્લેટ એમ જ છે, અમે ત્યાં રહીશું, તમે લોકો અહીં તમારી રીતે રહો. શરૂઆતમાં એ લોકો રાજી થઈ ગયા કે હાશ, છૂટ્યા હવે સંપૂર્ણ આઝાદી પણ મહિના પછી બધા બીલો પગાર આપવાના આવ્યા એટલે બેય દીકરાઓને મરચા લાગ્યા, રસોયાને છૂટો કર્યો. એસી ચોવીસ કલાક ચાલતું એમાં નિયંત્રણ, આવા કેટલાય કાપ આવ્યા.
આ બધા વિચારો આવતા હતા અને એ ચારેય જણા ગાર્ડનમાં સુનમુન બેસી રહ્યા.વિચારવા લાગ્યા કે નવા ફ્લેટ લેવા પડશે, આવા વિસ્તારમાં કરોડથી ઓછામાં મળે જ નહિ. આજે પપ્પાને મળવા જઈએ. વિવેકે ફોન કર્યો કે પપ્પા બહુ દિવસથી મળ્યા નથી આજે સાંજે અમે આવીએ, અમે બહારથી ખાવાનું લેતા આવશું તમને ભાવે છે એવું જ. મનોહરલાલ વિદ્યાબહેન સમજી ગયા. કંઈ બોલ્યા નહિ. એ લોકો આવ્યા, આવીને ચરણ સ્પર્શ કર્યા ડાહી ડાટી વાતો કરવા લાગ્યા, જમીને વિવેક બોલ્યો કે પપ્પા બંગલો વેચી નાખ્યો, કહ્યું પણ નહિ? અમારે બીજો ફ્લેટ ખરીદવો પડશે. મનોહરલાલ કહે તો ખરીદવાનો તમે બેંકમાં છો બેયને લોન મળે, અને આમેય આટલા વર્ષમાં તમારે ખર્ચા કઈ થયા નથી. બધા ખર્ચા હું કરતો હતો, એટલે સો ટકા બચત હશે. એમાં ચિંતા શું? મોજે મોજ જ હતી હવે થોડી જવાબદારી ઉપાડો, એ લોકો કહે *હા પણ અમારા બાળકોના ભણતરના ખર્ચ બહુ જ છે. કેમ કરીએ? આવી ઘણી ચર્ચા થઈ પછી મનોહરલાલ બોલ્યા કે જુઓ. આ જે બિલ્ડરને બંગલો વેચ્યો એની એક સ્કીમ સ્પંદન માં મેં એની પાસેથી આ બંગલાના પૈસામાં અમુક પૈસામાં ત્રણ બીએચકેના બે ફ્લેટ લીધા છે. તમારા બેયના નામે, આ લ્યો ચાવી. જુદા જ રહેજો એટલે સંપ રહે. એ ફ્લેટમાં ફર્નિચર પણ થઇ ગયું છે. ત્યાં ચાલ્યા જાવ. ચિંતા ન કરો.
સ્પંદન નામ સાંભળી આ બન્નેના અને એમની પત્નીઓના ચહેરા પર ચમક ખુશી આવી ગઈ. અલ્ટ્રા મોર્ડન લક્ઝ્યુરિયસ ફ્લેટ. એમની પત્નીઓ કહે માં પપ્પાજી તમે અમારી સાથે જ રહેશો, તમારે કોઈ ખર્ચ નહીં કરવાનો. વિદ્યાબહેન કહે ના બેટા અમે અહીં જ સારા, તમે આવતા રહેજો. તમે ગમે તેવો અમારી સાથે વહેવાર કર્યો પણ અમે માં બાપ છીએ. માં બાપ બધું ભૂલી સંતાનોનું ભલું ઈચ્છે. મજા કરો. આ બધું તમારી મોટી બહેન નમ્રતા એ કર્યું છે. તેને રક્ષાબંધન સિવાય નથી મળતા, હવે અક્કલ આવે તો સમજજો.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પરિવારમાં પુત્રવધુ આવે તો ઘણી રીતે ફેરફાર થઇ શકે, એમાંય ખાસ કરીને સંબંધોમાં. ક્યાંક બહુ જ આત્મીયતા હોય અને મનદુઃખ થાય. દૂર ગયેલા નજીક આવતા હોય તો કદાચ અટકી જાય અને ઘણીવાર ગમે તેટલા મનદુઃખ હોય સૌ એકમેકમાં ભળી જાય. આમાં વહુ એટલે કે દીકરીના પિયરના સંસ્કાર પણ કામ કરતા હોય.
સ્નેહા અને સ્નેહલ પ્રેમાળ ભાઈ બહેન, એકમેક માટે હૃદય પાથરી દે, સ્નેહા મોટી બહેન અને એનાથી ચાર વર્ષ નાનો ભાઈ સ્નેહલ, આ નામ એમની માતાએ રાખેલું, માતાનું નામ હતું સ્નેહ ... હા માત્ર *સ્નેહ* એ સાહિત્યની પૂજારણ કહી શકાય કારણ કે હતી પારંગત. એ નાની હતી ત્યારથી એની માતૃશાષા ગુજરાતીની પૂજારણ, એ કહેતી કે હું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી જેના માટે મને ગૌરવ છે. આમ તો માં બાપની એકની એક દીકરી. લાડકોડ તો હોય જ. એને સાહિત્યમાં રસ હતો એટલે એના પિતા એને બહુ જ પ્રોત્સાહિત કરતા. એ નાની હતી ત્યારથી ભાષા શુદ્ધિમાં નિષ્ણાત, એ લખે એમાં ભૂલો હોય જ નહિ. લોકોને ગણિત વગેરેમાં સો માં થી સો જેવા માર્ક આવે જ્યારે સ્નેહ ને ગુજરાતીમાં સો માં થી ૯૮/૯૫ આવે (ભાષામાં ક્યારેય કોઈને સો માંથી સો ના હોય) એ પછી સ્નેહ ના પિતાના મિત્ર જે લેખક/કવિ હતા તેમના માર્ગદર્શન હેઠળ લખવા માંડી, કાવ્યો, ગઝલો, મુક્તકો, સોનેટ વગેરે અને વાર્તાઓ લેખો વગેરે. એ પછી કોલેજમાં આવી એટલે એને સાહિત્યકારો સાથે મુલાકાત કરાવતા, મુશાયરા, કવિ સંમેલન વગેરેમાં લઇ જતા, ત્યાં એને પરિચય થતા લોકો એની શૈલી ના વખાણ કરતા, પછી તો ધીરે ધીરે એ મુશાયરા, કવિ સંમેલનમાં પઠન કરવા લાગી, એમાં પણ એની પઠન શૈલી ની સાથે ગઝલ, ગીત ની આગવી શૈલીને ભરપૂર દાદ મળતી. એ લેખક/કવિ મંડળમાં સ્થાપિત થઈ ગઈ. એ એમ એ થઇ ગુજરાતી માં, એને પીએચડી કરવું હતું પણ લગ્ન થયા એમાં બધું વેર વિખેર થઈ ગયું.
એના મા બાપે એકની એક દીકરીને પૂરતા લાડ લડાવ્યા. એને જે ગમે તે કરવા દીધું, એને જે વિષયમાં ભણી આગળ વધવું હતું એ કરવા દીધું, ક્યાંય રોકટોક નહીં. સાહિત્ય સભા, કવિ સંમેલન, મુશાયરા વગેરેમાં જાય શહેરમાં કે બીજે શહેર એને છૂટ હતી.સમય સ્થળ કોઈ બંધન નહિ કારણ એના માં બાપ ને એનામાં વિશ્વાસ હતો. સ્નેહ પ્રેમમાં પડી હતી તો માત્ર સાહિત્ય ના પ્રેમમાં, કોઈ વ્યક્તિ માં ઓળઘોળ માત્ર એમની સાહિત્ય કુશળતા માટે પણ બીજે રીતે નહીં. એ માસુમ હતી, માં બાપનું માનતી, એ લોકો કહે એ બરાબર. એમાં માં બાપની એક મોટી ભૂલ થઇ, સ્નેહા માટે જીવનસાથી પસંદ કરવામાં, યુવક બહુ મજાનો, દેખાવડો ખુબ ભણેલો સારું કમાતો. જયારે કોઈકના દ્વારા વાત આવીને જોયું કે પરિવાર ભલે બીજા રાજ્યમાં હતું પણ દીકરો અહીં છે,સઘળું સારું છે, એકનો એક દીકરો છે, એક નજીકનાને પૂછી, પૂછપરછ કરીને નક્કી કરી નાખ્યું. સ્નેહ ને તો પપ્પા કહે એ નક્કી ,જોવાનું ગોઠવ્યું બન્ને એકબીજાને ગમ્યા. એ વખતે યુવકે સાહિત્ય પ્રેમ બતાવ્યો પણ ખરો. બસ સ્નેહને બીજું જોઈએ શું? નક્કી થઇ ગયું. સ્નેહ - સાહિલનું નક્કી થઇ ગયું. સંસાર સરસ ચાલવા માંડ્યો. શરુઆતમાં તો દરેક પતિ પત્ની માં સારું જ હોય, પછી ધીરે ધીરે પોત પ્રકાશવા લાગે. સ્નેહ સાહિલના જીવનમાં એ જ થયું. સાહિલ ની બીજી બાજુ કોઈને ખબર હતી જ નહિ. એ કોલેજ કાળ થી એના શહેરની એક કન્યા પર ન્યોછાવર હતો. એ પછી એ કન્યા અને સાહિલ એક જ નોકરી કરતા, સાહિલને એની સાથે બધા જ સંબંધો હતા પણ એની જાણ, અણસાર કોઈને નહોતો. એ કન્યા લગ્ન કરવા નહોતી માગતી, ત્યક્તા હતી. સાહિલ એની નોકરીમાં ક્યારેક રજામાં એના વતનમાં એક બે દિવસ આ કન્યા પાસે જ આવતો. કોઈને ખબર ના હોય. એના માં બાપને પણ ખબર નહિ સાહિલ ગામમાં આવીને ગયો.
અહીં બધું બરાબર ચાલતું, પ્રથમ સ્નેહને દીકરી જન્મી એનું નામ સ્નેહ એ સ્નેહા રાખ્યું, એ પછી ચાર વર્ષે દીકરો જન્મ્યો એનું નામ રાખ્યું સ્નેહલ રાખ્યું, ભાઈ બહેનની સુંદર જોડી, સ્નેહા પોતાના નાના ભાઈનું બહુ જ ધ્યાન રાખતી. સ્નેહાના જન્મ પછી સાહિલમાં બદલાવ આવવા માંડ્યો હતો, પ્રથમ મુલાકાત વખતે એણે સાહિત્ય પ્રેમ પ્રગટ કર્યો હતો જે સાચું હતું જ નહિ. એનો એ અણગમો બહાર આવવા માંડ્યો, એને એ બધું નાટક લાગવા માંડ્યું. એ સ્નેહને કવિ સંમેલન, મુશાયરા, સાહિત્ય સભામાં જવા જ ન દે. જો ગઈ તો મારે. અને એમાંય સાહિલ બહારગામ ગયો હોય ત્યારે જો એ સાહિત્યકારો સાથે મળવા કે ગોષ્ઠી કરવા ગઈ હોય તો વધુ ભારે માર મારે, ચાઠાં પડી જાય. સાહિલ આમ બહાર બધાને બહુ જ સારો લાગે પણ આમ જંગલી. લોકો તો એમ જ કહે કે સાહિલ જેવો છોકરો નસીબદારને જ મળે. પણ સ્નેહને ખબર પડે. સ્નેહ એટલી સંસ્કારી છોકરી કે એની તકલીફ માં બાપ ને કહે જ નહિ. એ તો એમ જ કહે કે હું બહુ જ સુખી છું, મને બધી છૂટ છે. સાહિલ મારું બહુ જ ધ્યાન રાખે છે, બાકી દીકરી સ્નેહાને બધી જ ખબર હોય , એ પછી તો સ્નેહલ મોટો થયો એ પણ સમજવા મંડ્યો. એ બન્ને માં નો બહુ જ ખ્યાલ રાખે. સ્નેહ કહ્યા કરતી કે તમે લોકો નાના નાની ને કાંઈ નહિ કહેતા, એ લોકો બહુ જ દુઃખી થશે. એ પછી સ્નેહ બીમાર પડી. જીવલેણ બીમારીએ ભરડો લીધો. એ પછી સ્નેહનું અવસાન થયું. કેમ શું થયું? કેવી રીતે, એ ચર્ચા બહુ લાંબી થાય પણ જે થયું એ ખોટું થયું. એ પછી પંદર દિવસમાં સાહિલ ગયો પેલી કન્યા પાસે. જે હવે નોકરીમાં ટ્રાન્સફર થવાને કારણે બીજા શહેરમાં હતી. અહીં બાળકો એકલા. થઇ ગયા. અઠવાડિયા સુધી સાહિલનો કોઈ જ પતો નહિ. નાના નાની સ્નેહા સ્નેહલને પોતાને ઘેર લઇ ગયા. એ ઘરને તાળું મારી દીધું. પછી જોકે સાહિલ આવ્યો જ નહિ, એણે પોતાની બદલી પેલી કન્યાના શહેરમાં કરાવી લીધી. એ એની જિંદગીની મોટી ભૂલ.
અહીં સ્નેહા સ્નેહલ નાના નાનીને ઘેર સેટ થઇ ગયા. સ્નેહના પિતાને એક સાહિત્યકાર મળી ગયેલા એમણે એટલું જ કહ્યું હતું કે લગ્ન પછી સ્નેહ અમને ભાગ્યે જ મળતી અને એની દીકરીના જન્મ પછી તો એ કાંઈ લખતી પણ નહોતી અને ક્યારેય કોઈને મળી નથી, સંપર્ક જ નહોતો રહ્યો, એ કેવી રીતે અવસાન પામી એ ખબર જ ન પડી. સ્નેહના પિતાને આશ્ચર્ય થયું કારણ કે સ્નેહ એમને પોતાના સુખની જ વાત કરતી અને મારું સાહિત્યનું બધું એમ જ ચાલે છે એમ કહેતી. એમણે ઘેર જઈ સ્નેહા સ્નેહલને પૂછ્યું તો પહેલા તો બન્ને એકબીજા સામે જોઈ રોવા માંડયા. પણ નાનાજીએ ભેટી ખુબ વહાલ કર્યુ પછી શાંતિથી પૂછ્યું અને બધું જાણ્યું ત્યારે એમની આંખોમાં પણ દરિયો ઉમટ્યો અને થયું કે મારી દિકરીનું જીવન નર્ક થઇ ગયું હતું અને એ અમને દુઃખ ન થાય એટલે કહેતી કે હું સ્વર્ગની મોજમાં છું.
નાના નાની એ સ્નેહા સ્નેહલને મોટા કર્યા, સરસ ભણાવ્યા, બન્નેને નોકરી પણ બેન્કમાં સરસ મળી ગઈ. આટલા વર્ષોમાં એના પિતા સાહિલે ક્યારેય પોતાના સંતાનો વિષે ભાળ નહોતી મેળવી. પૂછવા પણ નહોતો આવ્યો. એ આ શહેરમાં આવી પોતાનું મકાન પણ વેચીને ચાલ્યો ગયો કોઈને ખબર ન પડી. આ બન્નેને પિતા માટે માત્ર ધિક્કારની લાગણી હતી, કદાચ પણ જો કોઈએ પૂછી લીધું કે તમારા પિતાની કોઈ ભાળ મળી? તો સાહિલ તો ન કહેવાના શબ્દો કહી દે. નાના નાનીએ સારું પરિવાર છોકરો જોઈ સ્નેહાના લગ્ન કરાવ્યા એ છોકરો પણ બેન્ક માં જ હતો, બીજી બેન્ક માં, આ વખતે નાનાજી એ સાત ગરણીએ ગાળીને નક્કી કર્યું, જે ભૂલ પોતાની દિકરીના સંબંધમાં થઇ એવી ન થાય. એના થોડા સમયમાં સાહિલના લગ્ન થાય. નાના જીનું ઘર નાનું હતું એટલે એમણે ખાસ સાહિલ માટે એક ફ્લેટ ખરીદ્યો. એમના ઘરની નજીક જ. સાહિલે કહ્યું નાનાજી હપ્તા હું ભરીશ એ રીતે લઈએ. ફ્લેટ એના નામે જ, બેંકમાં જ હતો એટલે સ્ટાફ લોન, બધું જ સરળ. સાહિલ ને પત્ની અપ્રતિમ સંસ્કારી મળી. નેહા, નાના નાની તો દીકરી દીકરી કહીને નેહાને ખુબ લાડ લડાવે.
પેલી તરફ આ બાળકોના પિતા, પેલી કન્યાના મોહમાં બરબાદ થઇ ગયા. પૈસે ટકે ખુવાર થઇ ગયા. પેલી કન્યા માટે થઇ પોતાનું ઘર પણ વેચી નાખ્યું, એ કન્યાએ આને આટલા વર્ષે, નીચોવી ને નિવૃત્ત થયો એટલે કાઢી મુક્યો. એ આ કન્યાને ઘેર જ રહેતો. એક સાંજે એ બહાર થી ઘેર આવ્યો ત્યારે ઘેર તાળું હતું. એણે આજુબાજુ પૂછ્યું ખબર ન પડી. એ મિત્રના ઘેર ગયો. બીજા દિવસે પાછો ત્યાં આવ્યો તો કોકનો સામાન એ ઘરમાં ગોઠવાતો હતો. સાહિલે પૂછ્યું તો ખબર પડી કે એ કન્યા આ ઘર વેચી ને બીજા શહેર કહ્યા વગર ચાલી ગઈ, એ ક્યાં ગઈ કાંઈ ખબર નહિ. સાહિલ રસ્તા પર આવી ગયો. એ ભટકવા માંડ્યો એને રાખે કોણ? ભાડે એક ખોલી તો મળી ગઈ પણ પછી? હવે દીકરો યાદ આવેન ે? એણે આડકતરી રીતે દીકરા સ્નેહલને સંદેશો મોકલ્યો કે મળવું છે, સ્નેહલ ને તો હદ બહાર ગુસ્સો હતો. એ તો કહે અહીં પગ મૂકે તો મારું. એ પછી સાહિલે દીકરાનું સરનામું મેળવી લીધું અને સંદેશો મોકલ્યો કે આ રવિવારે આવીશ, સ્નેહલ ખુબ ગુસ્સે થયો એની પત્ની નેહા એ વાર્યો એને, કહ્યું કે આપણે ગુસ્સો કરીએ તો ભૂંડા આપણે લાગીએ, ગમે તેમ તોય પિતા છે, આપણને એમની બધી વાત ખબર પડી ગઈ છે? આંખેથી મોહની પટ્ટી ખુલી ગઈ, દુઃખમાં બાપ ને સંતાન જ યાદ આવે. ઘેર આવે તો પ્રેમથી સત્કારવાના, એને થાય કે મેં મારા સંતાનો ને દુઃખી કાર્ય પણ મને એ લોકે માન આપ્યું. એમને આપણે રાખવા નથી કે કોઈ મદદ કરવી નથી ,સંબંધ પણ વધારવો નથી. બસ આંગણે આવેલા બાપને થોડું સન્માન આપવાનું છે.
એ રવિવારે એ આવ્યા, નેહા એ નાનાજી ને હાજર રહેવા કહેલું, સાહિલ આવીને નાનાજી ના ચરણસ્પર્શ કાર્ય. નાનાજી કાંઈ ના બોલ્યા. કોઈ વાતચીત નહિ. જમવા બેઠા અને નેહા એ થાળી કરી અને પછી માથે ઓઢી સસરાને કહ્યું કે પુત્રવધૂ પરણીને આવે પછી સસરાને કંસાર પોતે બનાવી પીરસે, એ લાભ મને આજે મળે છે એમ કહી સાહિલને લાપસી પીરસી અને પગે લાગી, એ સમયે સાહિલ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો.બોલ્યો કે બેટા મારે ઘરેણું આપવું જોઈએ પણ માફ કરજે, હું ખાલી હાથ છું, એ જમ્યા પછી બે કલાક બેઠા પણ કોઈ વાત નહિ. સ્નેહલ તો બોલે જ નહિ. નેહ એ કહેલું એટલે શાંત રહે. એ પછી સાહિલ જવા ઉઠ્યો ત્યારે નાનાજી સાથે ગયા અને બહાર રીક્ષામાં બેસાડતા કહ્યુ ં કે ''હવે પાછા ક્યારેય આ સ્નેહલના ઘેર નહિ આવતા, તમારું બધું તમને મુબારક. આજે વહુ નેહા ને કારણે આ સન્માન તમને મળ્યું છે, સ્નેહલ કાબુ માં રહ્યો છે બાકી સ્નેહા અને સ્નેહલ બન્ને એ મારી દીકરી અને એમની ઉપર પર તમે જે અત્યાચાર કર્યો છે એ જોયો છે.
જેણે આ સાંભળ્યું એ પુત્રવધુ નેહાના વખાણ કરતા અને કહેતા કે કેવા સરસ એના માં બાપના સંસ્કાર હશે કે કહ્યું કે ગમે તેમ તોય પિતા છે, એમ કહી કંસાર જમાડ્યો, નાનાજીની મદદ લઇ બધું થાળે પાડ્યું. દીકરીઓ આવી હોય માં બાપના સંસ્કાર ઉજાળે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે હરિ દાદા નો નેવું મોજન્મદિવસ હતો અને હરિદાદા નેવું વર્ષે પણ સ્વસ્થ, મસ્ત હરતા ફરતા અને મોજમાં રહેતા હતા, આજે પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી કોઈ તકલીફ નહોતી, સમયસર રાત્રે નવ વાગે સુઈ જવાનું અને સવારે પાંચ વાગે ઉઠી જવાનું. ઉઠી બ્રશ અને નિત્યક્રમ પતાવી, ચાલવાનું, યોગા કરવાના એ પછી બધા ઉઠે ત્યારે સાત વાગે ચ્હા પીવાની. આજે આશ્રમમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. એમને પોતાને આ આશ્રમમાં ત્રીસ વર્ષ થયા. હરિદાદા અને એમના પત્ની પાર્વતી બા એમના સાઠમાં વર્ષે અહીં આવેલા. પાર્વતી બા દસ વર્ષ પહેલા ગુજરી ગયેલા પછી હરિ દાદા એકલા પડી ગયેલા પણ એ એમની મોજમાં રહેતા. પાર્વતીબા અને એમના વચ્ચે વિચારભેદ બહુ, મતભેદ પણ એટલા જ પણ મન હૃદય ભેદ જરાય નહિ. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય પણ દસ મિનિટ પછી કાંઈ નહિ.આવું બધું છતાં બંને ક્યારેય નોખા ન પડે. સાથે જ ફરતા હોય.એકબીજા માટે બધું જ કરતા હોય, એકલા ચ્હા નાસ્તો કે જમવાનું પણ ન કરે. સાથે જ ફરતા હોય, હા પાર્વતી બા હરિદાદાની જેમ રોજ સવારે યોગા ન કરે કે મંદિરે ના જાય, હરિદાદા સવારે નહીં ને મંદિરમાં જાય, વૃદ્ધાશ્રમના કમ્પાઉન્ડમાં જ હતું. ત્યાં જઈને બેસે ભગવાન સાથે વાતો કરે. ભગવાન પાસે કોઈ દિવસ કંઈ માંગે નહિ. એ કહે એને જે અનુકૂળ પડે, આપણને જે અનુકૂળ હોય, આપણા માટે જે યોગ્ય હોય એ એની મેળે આપી દે છે. એમાં માંગવાનું શું.? જીવનમાં શાંતિ કેટલી છે? વૃધ્ધાશ્રમનું સરસ સંચાલન કરું છું , પહેલા મિત્ર પ્રહલાદ કરતો હતા એ ઈશ્વર શરણ થયા પછી મને સોંપાયું. એ સમયમાં મારે રિટાયર થવાની વાર હતી ત્યારે પ્રહલાદ કહેતો કે તું રિટાયર થયા પછી દીકરા સાથે ન ફાવે તો તું અને પારો બા અહીં આવતા રહેજો ત્યારે હું કહેતો કે એવો વખત જ નહિ આવે પણ આવ્યો અને અહીં આવી ગયા એ પણ ઈશ્વરની ઈચ્છા હશે, ઈશ્વરને એમ હશે કે આ જ તારા હિતમાં છે. જીવનની સફરમાં હરિભાઈ વીસ વર્ષના હતા ત્યારે લગ્ન થઈ ગયા. જીવનના એકવીસમાં વર્ષે દીકરો જન્મ્યો કિશન ,લાડલું નામ કાનો. દીકરો પચીસ નો થયો ત્યારે એના લગ્ન થયા, પછી એને દીકરો થયો, હરિદાદા અઠ્ઠાવન વર્ષે રિટાયર થયા, પછી દીકરો વહુ અહીં માં બાપ ને મૂકી ગયા.હરિ દાદા બહુ જ સિદ્ધાંતવાદી, દરેક કામમાં ચોક્કસ, નિયમિતતા, માન મર્યાદા, નમ્રતાભર્યું વર્તન વગેરે ના આગ્રહી, જે બધું નવી પેઢીને માફક ન આવે. એ કહેતા કે દરેક બાબતે આયોજન હોવું જોઈએ, જેને આપણે મેનેજમેન્ટ કહીયે છીએ, પ્લાનિંગ વર્ક મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ વગેરે, જો કામનું પહેલેથી સમય સાથે આયોજન કરી નાખો તો કોઈ કામ બાકી રહે નહિ, અને થાક પણ લાગે નહિ અને કામ કર્યાનો આનંદ થાય. ચોખ્ખાઈ હોવી જોઈએ, ઘરમાં બધું વ્યવસ્થિત જોઈએ,
એમને કાના સાથે બહુ જ વાંધો પડે. કાનો ક્યારેક સામે કહી દે કે આવા વધારે પડતા વેદિયાવેડા આપણને નહીં ફાવે. મારી બાબતમાં માથાકૂટ નહીં કરવાની. વગેરે વગેરે, હરિદાદા તડ ને ફડ કરી જ નાખે, એમને એમના પત્ની સાથે પણ મતભેદ થાય, ક્યારેક ગુસ્સામાં કહી દે કે *શું જોઈને ઈશ્વરે મારા માથે આ મુસીબત મારી હશે? એમેય ન કહેવાય કે ના ફાવતું હોય તો જાવ તમારા પિતાશ્રીને ઘેર, કારણ કે એ દીકરીના બાપ છે એને કાળજે ઘા લાગે* પાછું એ પણ માને કે મારાથી આ રાધાને વધારે ખખડાવાય પણ નહિ, એય કોકની દીકરી છે, એનિમા થાય કે મારું કોણ? એટલે હરિદાદા ગુસ્સા પછી દસ મિનિટમાં વહાલ વરસાવે. હરિદાદા યુવાન હતા ત્યારથી દાદા કહેવાતા એ વખતે દાદા એટલે ભાઈ તરીકે હરિદાદા કહેવાતા પછી ઉમર થતા દાદા થાય જ અને મિત્રોમાં તો પહેલેથી આજ સુધી હરિદાદા, આમ એમનું નામ હરિશંકર પણ હરિભાઈ અને હરિદાદા જ કહેવાય. આ શિસ્ત,આદર,ચોકસાઈ, ચોખ્ખાઈ વગેરે એમના દાદા પાસેથી શીખ્યા હતા. દાદા રાધા બા પર ગુસ્સો કરતા અને રાધા બા પણ જવાબ આપતા ત્યારે એમનો દીકરો કાનો આવીને કહેતો કે આમ રાડો ના પાડો, સારા નથી લાગતા, કાનો ભણી રહ્યો સરસ નોકરીએ પણ લાગી ગયો અને એના લગ્ન થયા, એ પણ કન્યા એણે શોધેલી, એક પારિવારિક લગ્નમાં જ્ઞાતિની જ કન્યા સાથે મન હૃદય મળી ગયા અને એણે માં ને કહ્યું કે મને આ કન્યા ગમી છે, નરભેરામ દાદાની પૌત્રી છે રેખા, નરભેરામ હરિદાદાના પરિચિત હતા એટલે વાત ચલાવી અને નક્કી થઈ ગયું. રેખા કાના ના લગ્ન થઇ ગયા. આમ રેખા નો સ્વભાવ બહુ સરસ પણ કચકચ ન ફાવે, આરામથી ઉઠવાનું એટલે કામ બધા એમ જ થાય? પછી દોડાદોડી અને નોકરીનો સમય થઇ જાય એટલે અમુક કામ રહી જાય, રાધાબા સવારે કુકર બનાવી રાખે રેખા ખાલી મદદ કરવાની હોય થોડી ઘણી, આ બધું ચાલે એટલે રાધાબા એ કહ્યું કે સવારે તારે રસોડામાં આવવાનું જ નહિ. સાંજે હું નહિ આવું. રાધા બા રસોઈ બનાવી બન્નેના ટિફિન પણ ભરીને તૈયાર રાખે. પણ તોય એ લોકોને છેલ્લી ઘડીની દોડાદોડી રહે જ. આમાં હરિ દાદાથી રહેવાય નહિ એટલે કહે પણ ખરા કે "વહેલા ઉઠતા હો તો, મોડે સુધી ટીવી જોયા કરો કા તો બહાર ફર્યા કરો, લગ્ન થયા પછી શરૂઆતમાં ઠીક હતું પણ પછ? જવાબદારી સમજો, એટલે રેખા કાના સામે જોવે અને કાનો દાદાને કહે આમાં ફેરફાર નહીં થાય. દીકરા વહુ અને હરિદાદા રાધા બા વચ્ચે હવે આ રોજનું થયું.
કાના રેખાને બાળક થયા પછી તકલીફ વધવા માંડી, એ બાળકને સાચવવો અઘરું હતું. રેખાને મેટરનિટી લીવ સુધી તો વાંધો ન આવ્યો પણ પછી તકલીફ થઇ. રાધા બા સમજુ હતા, એ બધું આયોજન કરી રાખતા. રેખા નીકરીએ જાય અને પાછી આવે ત્યાં સુધી બાળકને સાચવતા. એમાં બહુ તકલીફ નહોતી, સમયસર એને માલિશ કરાવડાવી નવરાવી દૂધ પીવડાવી દે પછી બાળક સુઈ જાય પછી છેક ચાર વાગે ઉઠે પછી દૂધ પીવડાવી બે કલાક રમાડે ત્યાં છ વાગે રેખા આવી જાય એટલે પત્યું. આમ ને આમ ચાલતું રહ્યું અને બીજું બાળક થયું. હવે બેને સાચવવાના એટલે બહુ તકલીફ અને હાલાકી, રાધા બા હોય એટલે તકલીફ તો પડે નહિ. બધું જ રાધા બા સાચવી લેતા તોય દીકરા વહુ ને વાંધા પડતા, ક્યારેક હરિદાદા રાધા બા ને કહેતા કે * શું કરવા તમે આટલું બધું કરો છો, એ લોકોને કદર છે નહીં, તમારી સામે રાડો પાડે છે, તમે નોકરાણી છો? મને આ બધું નથી ગમતું, ક્યારેક હું એ બેયને તગેડી મુકીશ. રહે એકલા અને કરે આયોજન, *આ વાત એકવાર કાનો રેખા સાંભળી ગયા પછી જે મહાભારત થવાનું હતું એ થયું અને પછી આમ તણખા ઝરવા મંડ્યા. આ બાળકો મોટા થવા માંડયા, બંને મહા તોફાન, રોજ એમની ફરિયાદ આવે. મહોલ્લામાંથી સ્કૂલમાંથી, એ કારણે પતિ પત્ની વચ્ચે બોલાચાલી, ક્યારેક ઉગ્ર બોલાચાલી થાય. રેખા કહેતી કે તમારા માં બાપે આ દીકરીઓને ફટવ્યા છે, એ લોકો પાસે જ રહે પણ એમણે ટોક્યા નહિ, રોક્યા નહિ, કાંઈ શીખવ્યું નહિ એમાં બગડી ગયા. આપણે તો એ લોકો માટે અને દીકરાઓ માટે વૈતરું કર્યા કરવાનું, હરિદાદા એ સાંભળીને ઉધડો લઇ નાખ્યો હતો અને કહી દીધેલું કે અમે તમારા બાળકોને કાંઈ કહીએ તો તમે એમ કહો છો કે અમારા બાળકોને કાંઈ કહેવું નથી. મને જે કહેવું હતું એ કહી દીધું મારા બાળકોને નહિ, પછી કેમ કહેવાનું? એક કામ કરો ચાલ્યા જાવ બીજે રહેવા ખબર પડશે. કાના રેખા વચ્ચે પણ શાબ્દિક ટપાટપી થઇ જાય અને વાત ત્યાં સુધી પહોંચે કે એવું હોય તો છુટા પડી જોઈએ, એક દીકરો તમારે રાખવાનો એક હું લઇ જાઈશ. આ જોઈ દીકરાઓ પણ ડઘાઈ જાય. હરિદાદાએ કહ્યું કે આમ છુટા થવાની વાતો ના કરો આની અસર બાળકો પર પડે, એટલું જ નહિ એક સમયે આ જ બાળકો તમારી સામે જુદી રીતે વર્તશે કાઠું પડશે.
આ દરમ્યાન જ હરિદાદા નિવૃત્ત થયા અને એ પછી એ કહેતા કાના રાધાને કે આમ વાતવાતમાં છૂટાછેડાની વાત ના કરો. દીકરાઓ હજી ના સાંજ છે, ડઘાઈ જાય. હરિદાદા હવે ઘરમાં જ હોય. એટલે વધારે ધ્યાન આપે, સલાહ સૂચન આપે, પેલા બે ગમે તેમ બોલે, આમને આમ એકવાર કાના રેખાએ કહ્યું કે તમે હવે એકલા નવરા છો, બંને પ્રહલાદ કાકાના વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહો ત્યાં વધુ ફાવશે, આમેય પ્રહલાદ કાકા કહે જ છે કે ન ફાવે તો આવતો રહેજે, હવે અમને નથી ફાવતું. જાવ ત્યાં. આ વાત પ્રહલાદ સુધી પહોંચી અને પ્રહલાદભાઈ એક રૂમ તૈયાર કરવા જ માંડ્યો, ભાઈબંધને કોઈ તકલીફ ના પડવી જોઈએ, અને ત્રીજા જ દિવસે સવારે કેટલા ઉચ્ચ કક્ષાની બોલાચાલી થઇ હશે કે દીકરો વહુ હરિ દાદા રાધા બા ને પ્રહલાદ કાકા પાસે લઇ આવ્યા અને કહ્યું કે રાખો આમને, અમને નહિ ફાવે. અમે બાળકોને બાલઘરમાં મૂકી ને જાશું, સાંજે લઇ આવશું. પછી એવી સ્કૂલમાં મુક્શું કે જ્યાં છૂટ્યા પછી બાળકોને સાચવે, અમે સાંજે જતા લઈ જાશું, અમને શાંતિ મળશે. પ્રહલાદ કાકાએ એટલું જ કહ્યું કે *મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા*
બસ, ત્યારથી હરિદાદા અને રાધા બા અહીં છે, એ પછી તો કેટલી ઘટનાઓ બની ગઈ, પ્રહલાદ કાકા પણ બીમારીમાં ગુજરી ગયા સુકાન હરિદાદાને સોંપતા ગયા. કાના રેખાના દીકરાઓ પણ મોટા થવા માંડયા, ઉંમર તો બધાની થાય ને ? રેખા કાના ના દીકરાઓ પણ મોટા થાય, એમનાય લગ્ન થયા. એ દીકરાને માં સાથે વધારે ફાવે ક્યારેક કાનો એકલો પડી જાય એવું બને.
આજે આશ્રમમાં ઉત્સવનું વાતાવરણ હતું. કેટલા હાર તોરણ ફૂલોના શણગાર હતા. સવિતા બા અને કિશન કાકાએ ઢોલીને બોલાવી રાખ્યા હતા. બસ હરિદાદા નાહી ધોઈ આવે એની રાહ હતી.. થોડીવારમાં એમના રૂમમાંથી હરિદાદા આવ્યા ઢોલ વાગવાના શરૂ થયા અને આ તરફ મુખ્ય દરવાજામાં કાનો હાથમાં થેલી લઇ પ્રવેશ્યો. એ થંભી ગયો, દૂરથી હરિ દાદા એ જોયું અને કિશન કાકા સવિતા બા એ જોયું અને બોલ્યા કે વાહ દીકરો પિતાના જન્મદિવસ યાદ રાખી આવ્યો. હરિ દાદા કહે એને આવવા તો દ્યો. એ નજીક આવ્યો અને રોતરોતા હરિદાદાના ચરણમાં પડ્યો અને બોલ્યો કે હવે હું અહીં રહેવા આવ્યો છું, રાખશો? ખુશીઓના અવસરે સૌની આંખો ભીંજાઈ ગઈ..... એ વખતે કિશનકાકાને પ્રહલાદકાકાના શબ્દો યાદ આવ્યા, જ્યારે આ કાનો હરિદાદા રેખાબાને મુકવા આવ્યો હતો ત્યારે કહ્યા હતા.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભાઈ બહેનના સંબંધો એવા છે ને કે સંબંધોમાં ગમે તેવી તિરાડ પડી હોય રક્ષાબંધનના દિવસે એકબીજાની યાદ આવેજ. દીપ અને ઝરણાંનું એવું જ હતું. આજે આટલા વર્ષે બંને વ્યથિત હતા. બંનેને એકબીજાની યાદ આવતી હતી. ઝરણાં આજે સવારથી બધી તૈયારી સાથે બેઠી હતી, આમ તો ભાઈ સાથે અંતર થઈ ગયું ત્યારથી દરેક રક્ષાબંધને એ ગણેશજીને રાખડી બાંધતી હતી. એણે મનથી ગણેશજીમા ભાઈ દીપને સ્થાપિત કરી દીધો હતો, એણે ગણેશજીને પ્રાર્થના કરી હતી કે *તમે મારા ભાઈ ને તમારા હૃદયમાં રાખો, હું દીપને તમારામાં જોઇશ અને એ સાથે બીજી વિનંતી કે તમે મારા ભાઈનું ધ્યાન રાખશો. એનું સ્વાસ્થ્ય સારું રહે, સુખી સંપન્ન રહે અને સંતોષથી જીવન જીવે એવું રાખજો, અને સાચે જ ભક્તિભાવથી એ ગણેશજીને પૂજતી, રક્ષાબંધને રાખડી બાંધે એટલું જ નહિ રોજ સવારે પૂજા કરે અને વાતો કરે.
નાનપણથી જ બંને ભાઈ બહેનને એકબીજા માટે બહુ જ પ્રેમ, આમ ઝરણાં મોટી, એ જન્મી ત્યારે દાદાજીને એનું સ્મિત ખળખળ વહેતા ઝરણાં જેવું લાગતું અને એમને બહુ જ ગમતી એમણે કહેલું કે આનું નામ ઝરણાં રાખો. અને જન્મના ત્રણ વર્ષ પછી દીપ જન્મ્યો ત્યારે ફઈએ જ કહેલું કે આ કુળદિપક છે એનું નામ દીપ રાખો.. ઝરણાં તો નાની એટલે બધા લાડથી કહેતા કે તું મોટી બહેન બની ગઈ, ભાઈનું ધ્યાન રાખજો, એ તોફાન કરે તો વઢીને શીખવાડજે, એને વહાલ કરજો, ઉપરાણું પણ લેજો. નાનો ભાઈ છે અને મોટી બહેન તો માં ઠેકાણે કહેવાય. ઝરણાં તો બહુ જ ધ્યાન રાખે, ક્યારેક વધારે પડતું. અને એ વધારે પડતું જેમ જેમ ઉંમર વધે એમ વધારે લાગે, ખૂંચે અને અણગમો થાય. ક્યારેક દીપ છણકો પણ કરી લે.
બંને ધીરે ધીરે યુવાની તરફ જવા માંડ્યા, સમય, વર્ષ અને જીવન વીતતાવાર ન લાગે એ કોઈ માટે થંભે પણ નહિ. ચાલ્યા જ કરે. અને જીવનનો તો એના કાળે અંત પણ આવી જાય એમ જ દાદા દાદી ગયા, હવે મમ્મી પપ્પા રહ્યા. ઝરણાં એ કોલેજ પાસ કરી અને દીપ કોલેજમાં આવ્યો. કોલેજના પ્રારંભ કાળમાં જ એને એક કન્યા શૈલી સાથે દોસ્તી થઈ એમ જ બન્નેના શોખના વિષય લગભગ સરખા હતા, બન્ને સંગીતપ્રેમી, કોલેજમાં આવ્યા પછી શૈલી એ જાણ્યું કે દીપને સંગીતનો શોખ છે પણ ક્યાંય તાલીમ લેતો નથી. એણે કહ્યું દીપને કે તું સંગીત ક્લાસમાં કેમ નથી જતો, શાસ્ત્રીય સંગીતની તાલીમ લે અમારા સંબંધીના જ ક્લાસ છે. એણે પિતાજી ને વિનંતી કરી તો પિતાજી કહે કે મારી પાસે એવી આવક નથી કે તારા માટે આટલી ફી આપું, હા અડધા પૈસા આપું. તો દીપે કહ્યું *હા હા પપ્પા અડધા આપો, બાકી મારા ખિસ્સા ખર્ચ હું જોડી દઈશ. જોકે શૈલીએ એના સબંધીને કહી ફી ઓછી કરાવી અને દીપનું સારું ચાલવા લાગ્યું. હવે આટલું બધું હોય પછી માત્ર મિત્રતા તો રહે નહિ, ઘણું આગળ નીકળી જાય. એ જ થયું. બન્ને સહજીવનના સપના જોવા માંડયા, એઓજ રોજ સાથે ફરવા માંડયા અને ફરતા ફરતા, એકાંત જગ્યાઓમાં શાંતિથી બેસવા કુદરતના ખોળે સંગીતના સૂરો છેડતા પ્રેમની પરાકાષ્ટાએ જવા માંડયા, હા એક વાત હતી કે બન્ને હર્તા ફરતા બેસતા અંતર જાળવતા, પ્રેમના આલિંગન પણ નહિ. એમનો પ્રેમ શુદ્ધ હતો, એના સાક્ષી ઈશ્વર હતા.
આ બન્નેને સાથે ફરતા ઝરણાંએ જોયા અને તપાસ કરી કે આ કન્યા છે કોણ? એને બધી માહિતી મળી ગઈ, એણે લગભગ એક મહિનો એમનો પીછો કર્યો એ લોકો નદી કિનારે, ગાઢ વૃક્ષો વચ્ચે, સારી જગ્યાએ ચ્હા નાસ્તો કરતા સતત જોયા, એમના મળવાના ફરવાના સમય નિશ્ચિત હતા. અને ઝરણાં આ બધું સતત જોયા કરતી. એણે શૈલીના પરિવારની તપાસ કરી, કઈ જાતિના છે એ લોકો વગેરે, એને એક વિચાર તો આવ્યો જ કે આ લોકો જો લગ્નનું વિચારતા હશે તો એ શક્ય નહિ બન્ને, બન્નેના માં બાપ નહિ થવા દે. ઝરણાંએ પહેલી ભૂલ એ કરી કે ભાઈ દીપ સાથે કોઈ જ વાત ન કરી. એણે માં બાપને બધી વાત કરી. એ રાત્રે દીપ આવ્યો પછી પરાકાષ્ટાએ ચર્ચા થઇ અને માતા પિતાએ સ્પષ્ટ કહી દીધું કે *ઝરણા એ સતત એક મહિનો તમારી પાછળ ફરીને બધી તપાસ કરી છે, એ કન્યાના પિતા વિષે અને કુળ વગેરે બધી તપાસ કરી છે. એ ઘરની કન્યા આપણા ઘરની વહુ નહિ બને. બસ એ ક્ષણથી દીપ બહેન ઝરણાં સાથે બોલતો બંધ થઇ ગયો. એનાથી વિશેષ તો ઘટના એ બની કે કોઈ કોઈ એક વ્યક્તિ શૈલીના ઘેર જઈ એના માં બાપને બાપને દીપ શૈલીના સંબંંધો વિષે ઘણું બધું કહી આવ્યું અને એ બે ન મળવા જોઈએ હવે પછી એ પણ કહ્યું. શૈલીના માં બાપને તો ગજબ આંચકો લાગ્યો, એ લોકોએ શૈલીને રાત્રે બહુ જ શાંતિથી અણગમા સાથે બધી વાત કરી, એને કહ્યું કે તમારે આ સબંધો હતા? શૈલીએ કહ્યું કે અમે બે એકબીજાને પસંદ કરીએ છીએ, અમારા વિચારો, પસંદગી, શોખ, સ્વભાવ એક સમાન છે, તો કોઈ સાવ અજાણ સાથે સમાજ, કુટુંબના કહેવાથી લગ્ન કરીએ અને પછી એકબીજાને ધીરે ધીરે સમજતા, મતભેદ સાથે જીવન જીવવા કરતા હૃદયથી સમજીને મોજથી સાથે જીવન જીવીએ તો ખોટું શું છે? આટઆટલું કહેવા છતાં લગ્ન સંબંધ નહિ જ થાય એ બાબતે વડીલો મક્કમ રહ્યા. આ લોકો પણ સાચા પ્રેમીઓ હતા, એકબીજા સાથે નહિ તો કોઈ સાથે નહિ. એ નિર્ણયમાં મક્કમ રહ્યા.
બસ આ ઘટના બની પછી એ ઘટના વિનાશક ભૂકંપ જેવી બની. ઝરણાંને કોઈ એક છોકરા સાથે કેટલા વર્ષથી સંબંધ હશે જેની કોઈને ખબર ના પડી. કેવી સિફતથી જાળવ્યો હશે કે કોઈને ગંધ પણ ના આવે. ભાઈના કિસ્સા પછી એણે માતા પિતાને કહેવું યોગ્ય ના લાગ્યું, એણે વાત કરી નહિ અને એ પેલા પ્રેમી છોકરા સાથે ભાગી ગઈ. જે છોકરી સૂર્યાસ્ત થતા ઘરમાં આવી જતી એ છોકરી રાત સુધી આવી નહિ એટલે માં બાપને ચિંતા થઇ. દીપને દોડાવ્યો તપાસ કરવા પણ મોડીરાત સુધી ક્યાંય પતો ન લાગ્યો, એ પછી વહેલી સવારે. દીપ, ઝરણાંની ખાસ સખી દીપાને ઘેર ગયો અને પૂછ્યું દીદી વિષે. એણે કહ્યું કે જુઓ મારે દીદી સાથે કોઈ સંબંધ નથી, હું એની સાથે બોલતો પણ નથી, મને એની ચિંતા પણ નથી, આ તો મારા માં બાપ માટે તપાસ કરવા નીકળ્યો છું. તમને મારી માં ના સમ છે, ચાલો મારે ઘેર જે હોય તે માં બાપ ને કહો. કારણ તમને આ બાબતે ખબર ના હોય એ શક્ય જ નથી. દીપા ગઈ દીપ સાથે એના ઘેર. એણે કહ્યું કે દીપાને જયવીર સાથે સાત વર્ષથી સંબંધ હતો અમે એક મોલમાં મળ્યા હતા. એ સમયે જયવીરે અમુક છેડતી કરતા છોકરાઓથી બચાવી હતી, બસ એ સમયથી બન્ને વચ્ચે સંબંધ થયેલો પછી પ્રેમ, એ લોકોએ લગ્ન કરવાનું નક્કી કરેલું પણ તમને કહેવાની હિમ્મત નહોતી એ પછી આ દીપની ઘટના બની પછી તો જરાય નહિએ દરમ્યાન ઝરણાને ખ્યાલ આવ્યો કે એ માં બનવાની છે એટલે પહેલા થયું આપઘાત કરું પણ પછી મેં અને જયવીરે સમજાવી એ પછી એ બન્ને એ ભાગી જવાનું નક્કી કર્યું અને ગયા, ક્યાં ગયા છે એ ખબર નથી. બસ આ આઘાત માંથી સહન ના થયો. બેભાન પછી કોમામાં અને પછી મહિનામાં અવસાન. પિતાજી પણ ભાંગી પડેલા. દીપ કાંઈ જ બોલ્યો નહિ માત્ર માં બાપનું ધ્યાન રાખતો અને માં ના ગયા પછી પિતાજીનું ધ્યાન એમના ઈલાજ વગેરે.
સમય જતા, બાળક થયા પછી ઝરણાંને પિતાજીએ સ્વીકારી, દીકરી છે ને? લગભગ એવું થાય કે દીકરીને બાપ સ્વીકારી જ લે ભલે ગમે તેવો વિરોધ હોય, એક સમયે જે બાપ મોઢું ફેરવી લેતો હોય એ પણ બાપનું હ્ર્દય છે. સ્વીકારે જ. ભાઈ દીપે જરાય સ્વીકારી નહિ. એનું બગાડનાર ઝરણાં હતી એટલે ત્યારથી સંબંધ કાપી નાખ્યો હતો પછી એણે આ શરમજનક પગલું ભર્યું એટલે સાવ નહિ, કારણ. કે એના અને શૈલીના સંબંધમાં એ લોકોએ એકબીજાને સ્પર્શ પણ નહોતો કર્યો અને આ તો હદ બહાર. પછી તો જાણે બહેન છે જ નહિ. આમણે આમાં પિતાજી પણ ચાલ્યા ગયા.
આ જીવન ઘટમાળમાં સંબંધોમાં આ અંતર પછી પણ ઝરણાં ભાઈની સુખાકારી ઇચ્છતી હતી. મોટી બહેન ને? દીપ અને શૈલીનું મળવાનું ચાલુ જ હતું. શૈલીના માં બાપ સ્વસ્થ હતા, એમને પણ દીકરીની ચિંતા તો હોય જ ને, ઉંમર થતી જાય છે એટલે માં બાપને થાય કે અમે નહીં હોઈએ પછી એનું શું થાશે? કોઈ કાંઈ બોલતું નહોતું.
વર્ષો વીતવા લાગ્યા, હવે તો ઝરણાનો દીકરો પણ સાત વર્ષનો થયો એ કહેતો કે મામા છે તો ક્યાં છે? કેમ મને મળતા નથી? મને મારા મિત્રોની જેમ મામા ઘેર જાવું છે, ઝરણાંની આંખો છલકાઈ જતી.
ગણેશજીને ભાઈ માનનારી ઝરણાનું ભાઈ ગણેશ ધ્યાન રાખે ને? એક દિવસ શૈલીએ દીપને કહ્યું કે *તું એક વાતનો વિચાર કર કે બહેન પરણીને સાસરે જાય પછી સાસરામાં ભલે ગમે તેટલું સુખ હોય પણ પિયર યાદ આવે જ, એટલે એ અવારનવાર પિયર આવતી હોય એ પછી ભાઈ સાથે બનતું ન હોય, ભાઈ બહેન સાથે સંબંધ રાખતો ન હોય અને માં બાપ ગુજરી જાય પછી એનો આત્મા કહે ને કે *મારું પિયર બંધ થઇ ગયું, હવે ક્યાં જાઉં? એને બદલે ભાઈ બહેનને કહે કે બહેન ભલે મમ્મી પપ્પા નથી પણ ભાઈ બેઠો છે, તું એમ ના વિચારતી કે મારું પિયર બંધ થઇ ગયું. તો બહેનને દુઃખના નહિ હરખના આંસુ આવે. * આ વાત દીપના હૃદયમાં ઉતરી ગઈ, આમ પણ એ શૈલીને પોતાની બધી વાત કરે, સમસ્યા પણ કહે અને એની વાત પણ માને. એટલે આ રક્ષાબંધને બહેન પાસે જવાનું વિચાર્યું.
આજે સંજોગવસાત ઝરણાને રાખડી બાંધવામાં વાર લાગી હતી. એ તૈયારી જ કરતી હતી અને ડોરબેલ વાગી, એ પહેલા બારણું ખોલવા ગઈ જેવું બારણું ખોલ્યું કે સામે ભાઈ, ઝરણાં તો એને જોઈ રોવા જ માંડી વળગી પડી અને *મારો ભઈલું, મને હતું કે મારો ભૈલું મારાથી વધુ નારાજ નહિ રહે. આવશે જ. એ ઘરમાં આવ્યો બનેવીને અને બહેનને ચરણસ્પર્શ કર્યા, રાખડી બાંધી, સાથે જમ્યા અને ત્યાંથી જ શૈલીને ફોન કર્યો અને કહ્યું કે આજે તારા કહેવાથી દીદી પાસે આવ્યો છું. ત્યાં શૈલીની આંખો પણ ભીંજાઈ ગઈ. પછી બનેવીએ પૂછ્યું કે તમારે અને આ શૈલીને સંબંધો તો એજ છે. હવે પરણી જાવ. દીપ કહે એના માતાપિતાને કોણ સમજાવે?
એ પછી બહેન ઝરણાં અને બનેવી લાલ શૈલીના માતાપિતાને મળ્યા, બહુ જ સારી રીતે હાથ જોડી સમજાવ્યા, એ પણ કહ્યું કે તમને ક્યારેક ચિંતા થતી હશે કે આ એકલી રહેશે, અમર ગયા પછી આનું કોણ? આ બેય દૂર રહી એકબીજાનું ધ્યાન રાખે એ કરતા સહજીવન જીવે તો કેવું? આ વાત ગળે ઉતરી, એક વાત તો એ સમજતા હતા કે બન્ને કેટલા સંસ્કારી છે, દૂર રહીને સંબંધ જાળવે છે. એમણે હા પાડી, સાદાઈથી લગ્ન કરી એક થયા. ભાઈ બહેનના પ્રેમે બે પ્રેમીઓને એક કર્યા. આ છે જીવન.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે સુધીર માટે બહુ આનંદ નો દિવસ હતો, એ સાથે એના મન હૃદયમાં એવું થયા કરતું હતું કે હમણાં ભીતરથી લાગણીના દરિયામાં ભરતી આવશે, આજે આ કંપની નો સ્થાપના દિવસ છે, આજે એકવીસ વર્ષ પુરા થયા અને બાવીસ માં વર્ષમાં પ્રવેશ કર્યો. સુધીર ના પિતાજી આનંદ રાજ સાહેબ કે જે બાળપણથી યુએસએ સ્થાયી હતા તેમણે અહીં આવી આ ઇન્ડસ્ટ્રી સ્થાપી હતી. સુધીરને એટલું કંઈ શીખવ્યું નહોતું. એ એમ વિચારતા કે એને મોજ કરી લેવા દ્યો, અહીં લાગશે પછી કોઈ વાતનો સમય નહિ રહે. પણ વિધિની વિચિત્રતા જુઓ. સુધીર અહીં લાગ્યો કામકાજ શીખવા લાગ્યો અને આનંદ રાજ ને રાહત નો અનુભવ થયો એટલે પત્નીને લઈ પહેલી વાર ફરવા નીકળ્યા, રસ્તામાં અકસ્માત થયો અને આનંદ રાજ અને એમના પત્ની ત્યાં જ મૃત્યુ પામ્યા. અચાનક બધી જવાબદારી સુધીર માથે આવી ગઈ. એ ફેકટરીના સિનિયર પાસેથી શીખવા માંડ્યું અને કંપની આગળ લાવવા પ્રયત્ન કરવા લાગ્યો. સેટ થવા લાગ્યું પણ કંપની પિતાજીના સમય કરતા ઓછો નફો કરતી હતી પણ છતાં ઈશ્વરે કોઈ એવા વ્યક્તિને મોકલી દીધા કે કંપની પિતાજી ના સમય કરતા પણ વધુ કમાવા લાગી. આજે જ્યારે કંપની એકવીસ વર્ષ પુરા કરે છે ત્યારે એણે બીજો પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી.
એ બેઠો હતો, બહાર કંપનીનો સ્ટાફ ખુબ આનંદમાં હતો. અને સુધીર નો ખાસ મિત્ર જય એને શુભેચ્છા આપવા આવ્યો. એ આમ સુધીર નો બાળપણનો મિત્ર પણ ચાર વર્ષથી યુએસ ભણવા ગયેલો અને પરત ફર્યા પછી આજે સુધીરને મળવા આવ્યો. સુધીર તો ઉછળી પડ્યો *જય વેલકમ, આજે ખુબ આનંદનો દિવસ છે અને તું આવ્યો. વાહ, જય બેસવા જતો હતો ત્યાં સામેની કેબિનમાં એક વડીલને જોઈ ઉભો રહી ગયો. સુધીર કહે જય શું થયું? જય કહે કે *આ કર્નલ દેવરાજ છે? સુધીર કહે હા, દેવરાજ સર જ છે પણ કર્નલ? જય કહે હવે સમજાયું કે તારી કંપની એકદમ ઊંચી કેમ આવી ગઈ? પણ એમ કહે કે આ કેવી રીતે થયું? સુધીર કહે સરસ વાત છે સાંભળ...
આ દેવરાજ સર, આર્મીમાં હતા, અને કોલોનલ હતા, જેને આપણે કર્નલ એમનો ભારે દબદબો હતો, અને ધાક પણ ઘણી. એમને કોઈ સંતાન નહોતા, એમના ત્રણ ભાઈઓ એમના પિતાજીનો વ્યવસાય સંભાળતા હતા. દેવરાજ સરના પત્નીની તબિયત સારી નહોતી રહેતી. વારંવાર ઘેર આવવું પડતું હતું. આમ તો સંયુકત પરિવાર હતું પણ એના ભાઈઓ પરાણે ધ્યાન આપતા હતા. એટલે કર્નલે નિવૃત્તિ લઇ લીધી. ઘરે પત્નીનું ધ્યાન રાખવા. એ સૌથી મોટાભાઈ હતા અને ભાઈઓ માટે બહુ લાગણી, પોતે મિકેનિકલ એન્જિનિયર હતા, એમનું મગજ બહુ જ તેજ. આ તમે બનાવો છો એ જ પાર્ટસની ફેક્ટરી હતી. દેવરાજ સરના પત્નીને કેન્સર હતું એટલે લાંબો સમય સાથ ન આપી શક્યા, જીવનસંગાથીને એકલા મૂકી ચાલ્યા ગયા. દેવરાજ સર એકલા પડી ગયા. થોડો સમય બધી વાત-પ્રવૃત્તિથી અલિપ્ત રહ્યા. પછી ફેક્ટરી જવાનું શરૃ કર્યું, એમને લાગ્યું કે આ ત્રણ ભાઈઓ બરાબર ચલાવી શકતા નથી, એમણે ભાઈઓ સાથે વાતચીત કરી કે આવું કેમ? આને વિકસાવવા શું કરવું? ભાઈએ કહ્યું કે વધારે વિકસે તો આવક થાય અને વધુ વિકસાવવા રોકાણ કરવું પડે. હવે આપણી પાસે રોકાણ છે નહિ પૈસા લાવવા ક્યાંથી? આગળની લોન ચાલુ છે, એના હપ્તા માંડ નીકળે છે, બીજી લોન મળે નહિ. દેવરાજ સરે બહુ વિચાર કર્યો, પછી વિચાર્યું કે મારી પાસે નિવૃત્તિ પછી આવેલા પૈસા છે જ અને ઘણા છે. ઉપરાંત પિતાજીએ જે ભાગ રાખેલો એ પૈસા જે પત્નીના કહેવાથી થાપણ મુકેલ એ પણ છે જે બધું મળી દોઢ કરોડ થતા હતા, એ એમણે ભાઈઓ સાથે વાત કરી એમાં રોકી દીધા, બસ બધું સરસ ચાલવા લાગ્યું. દેવરાજ સરનો સ્વભાવ, સંબંધો જાળવવાની કુશળતા સરસ ચાલવા લાગ્યું. એમના ભાઈઓ મહા લાલચી અને સ્વાર્થી. આટલા કુશળ, લાગણીશીલ ભાઈને છેતરતા અચકાયા નહિ. એ ત્રણેય ભેગા મળી, એમની લાગણી, ભલમનસાઈ, ભાઈઓ ને પોતાના ગણી ભરોસો મૂકી નિશ્ચિંન્ત રહેનાર પિતા સમાન ભાઈ સાથે ખેલ ખેલ્યો, બંગલો, ફેક્ટરી, થાપણો બધું માત્ર એ ત્રણ ના નામે કરી દીધું. બેંકમાં સહી પણ એમની ત્રણની ચાલે એવું કરી નાખ્યું, એમના ભાગે કશું જ ન આવે એવું કર્યા ઉપરાંત એવો ખેલ ખેલ્યો કે દેવરાજ સર બદનામ થયા.અને ઘરબાર વગરના થઈ ગયા. મૂળ તો લશ્કરના માણસ એટલે હતાશ થઇ આપઘાત કરે એવા હતા જ નહિ. પણ એ મને આઘાત બહુ જ લાગ્યો હતો. સૂનમૂન થઈ ગયા. એ એવી રીતે ફરતા જાણે માનસિક બીમાર હોય, એ એકલા બબડયા કરે કે મારા દીકરા જેવા ગણતો હતો, મેં બધું આપી દીધું, મને તગેડી મૂક્યો, ભગવાન જોશે. અચાનક રોવા લાગે, રસ્તા પર ભટક્યા કરે. એ દરમ્યાન એ એવી જ માનસિક હાલતમાં શહેરમાં રેલવે ક્રોસિંગ પાસે ઉભેલી ટ્રેનમાં ગયા અને પ્રતાપગઢ છોડી દૂરના શહેર પહોંચી ગયા. ટિકિટ તો હતી નહિ. ટીટી આ શહેરમાં ઉતારી મૂક્યા અને એ અહીં ભટકવા લાગ્યા.એ દરમ્યાન એમના જેવા જ એક નિવૃત્ત લશ્કરી અધિકારી મારા પિતાજી કર્નલ હિંમતસિંહ એ એમને જોયા અને ઘેર લઇ આવ્યા, એમનો ઈલાજ કર્યો. ઘણા વખતે એ સ્વસ્થ થયા. માનસિક રીતે સમતોલ થયા. પછી તેમણે પિતાજીને કહ્યું કે હિંમત હું ક્યાંક નોકરી શોધું, સિક્યુરિટી ગાર્ડની મળી જાશે. બસ એ વાત ચાલતી હતી મારા પિતા કહેતા હતા કે દેવરાજ હમણાં શાંતિ રાખ, આ મારો જય વધુ અભ્યાસ અર્થે પરદેશ જાય છેે એ પછી વિચારશું. બસ પછી મને ખબર નહિ શું થયું, પાછા આવ્યા પછી પણ એ બાબતે વિચાર્યું કે પપ્પા ને પૂછ્યું નહોતું. આજે સીધો તને મળવા આવ્યો.
સુધીર કહે એ પછી આગળની વાત હું કહું તને. આ દેવરાજ સર ફરતા ફરતા અહીં આવ્યા. મારી કેબિન ખોલી અંદર આવવાની મંજૂરી માંગી આવ્યા પછી કહ્યું કે બહાર બોર્ડ વાંચ્યું કે સિક્યુરિટી ગાર્ડ જોઈએ છે, હું એક્સ આર્મી મેન છું. મને એમને જોઈ, એમની વાત કરવાની રીત જોઈ સારા લાગ્યા અને રાખી લીધા, એ રહ્યા અને થોડા દિવસ પછી મારા પપ્પાના જુના મિત્ર દેવજી કાકા મારા ખબર અંતર પૂછવા આવ્યા. એ વારંવાર આવતા હોય છે પૂછવા કે બેટા કોઈ તકલીફ નથી ને? શરૃઆતમાં એ આર્થિક મદદ પણ કરતા. એ આવ્યા અને એમણે ગેટ પર દેવરાજ સર ને જોયા, મારી પાસે આવીને કહ્યું કે આ સિક્યુરિટીવાળા હમણાં રાખ્યા? તો મેં કહ્યું કે હા મારે જરૃર હતી, કારણ અહીં બહાર ટુલ્સ પડયા હોય એના ધ્યાન માટે અને એમને જરૃર હતી, મારી પાસે ઓરડી પણ હતી માણસ ભલા હતા એટલે રહેવાની જગ્યા આપી રાખી લીધા, કેમ એમણે તમને કંઈ કહ્યું? તો દેવજી કાકા કહે ના ના એમણે નમ્રતાથી સ્વાગત કર્યું અને આવવાનું કારણ અને કોને મળશો એ પૂછ્યું અને કહે પહેલે માળે જાઓ. હું એમને જોતો જોતો આવતો હતો,કારણ હું એમને જાણતો હતો, બેટા સુધીર ઈશ્વરે તને સિક્યુરિટી ગાર્ડ નથી આપ્યા પણ ધનલાભની મોટી તક આપી છે, આ કોણ છે એ સમજ, એમણે મને કહ્યું કે અહીં પ્રતાપગઢમાં જે આઝાદ હિન્દ ફેક્ટરી છે ને ? એમ કહી આખી વાત કરી પછી કહ્યું કે એને સિક્યુરિટી ગાર્ડના રાખ એનો ઉપયોગ કર, એ મિકેનિકલ એન્જીનીયર છે અને આ જ કામના નિષ્ણાત છે, એના ઉપર ભરોસો રાખો ધંધો વિકસાવવાની તારી બધી ચિંતા ચાલી જશે. બસ કાકા ના સૂચનથી મેં એમને રાખી લીધા, એ પછી એ માનસિક રીતે વધુ સ્વસ્થ થયા, દવાઓની જરૃર જ નહિ અને મેં એમને બધી જ છૂટ આપી દીધી હતી એટલે એમણે મારો આ ધંધો અનેક ગણો વિકસાવી દીધો અને એમની જ દોરવણી હેઠળ હવે બીજો પ્લાન્ટ થાય છે. એમને જે એમનું *આઝાદ હિન્દ ફેક્ટરી* વિકસાવવાનું જે સપનું હતું એ આમાં પૂરું કરે છે અને હવે તો મેં એમને ભાગીદાર બનાવી દીધા છે.
એ પછી સુધીર જય ને દેવરાજ સરની કેબીનમાં લઇ ગયો, જય એ એમના ચરણ સ્પર્શ કર્યા, દેવરાજ સરે એના હાથ પકડી લીધા અને કહ્યું બેટા માં બાપ સિવાય કોઈના પગમાં ના પડાય. સુધીર કહે કે સર, પ્રેરણામૂર્તિ જેવા મક્કમ મનોબળ ધરાવનાર તમારા જેવા પિતાતુલ્ય ના ચરણમાં નમી આશીર્વાદ લેવાય જ.. જય ઉભો થયો એટલે તરત બોલ્યા કે 'તને જોયેલો હોય એવું લાગે છે. *બે મિનિટ વિચારી પછી એકદમ બોલ્યા *અરે હા તો મારા મિત્ર હિંમત નો દીકરો, તું પરદેશ ભણવા ગયો હતો. * જય કહે હા કાકા, ભણીને આવી ગયો, ત્રણ દિવસ પહેલા આવ્યો એટલે આ એક માત્ર અંગત મિત્રને મળવા આવ્યો. કર્નલ કહે હવે શું કરીશ? જય કહે હું આ જ ભણ્યો છું, મને બે ત્રણ કંપનીની ઓફર છે, જ્યાં મને સંપૂર્ણ છૂટ હશે મારી રીતે કામ કરવાની, પૅકેજ સારુંં હશે અને કોઈ દાખલ નહિ હોય, મારા પર વિશ્વાસ મૂકી જવાબદારી સોંપી દેશે એ પસંદ કરી લાગી જઈશ. * દેવરાજ સર કહે, સુધીર એક વાત કહું? આની જે ઈચ્છા છે એ હું પુરી કરું, આપણો નવો પ્લાન્ટ થાય છે એનો ઇન્ચાર્જ જય, સંપૂર્ણ જવાબદારી એની, બોલ શું કહેવું છે? જય સુધીર બન્નેની આંખો ખુશીઓથી છલકાઈ ગઈ. દેવરાજ સરે બન્નેના માથે હાથ મૂકી દીધા.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે આસુતોષના બંને દીકરાઓ મેનેજીંગ ડાયરેક્ટર તરીકે હવાલો સાંભળવાના હતા.સ્ટાફની બહેનોએ ભારે ઉત્સાહથી કંપનીના પ્રવેશદ્વારથી માંડીને આખી ઓફિસ શણગારી હતી. એ દીકરાઓ અજય અને વિજય જોડિયા જન્મેલા, એકદમ રૂપાળા અને ભીતરથી વહાલ ઉપજે એવું એમનું સ્મિત હતું. એના પિતા જેવા જ માનવીય અભિગમ વાળા સંસ્કારી, મિતભાષી અને લાગણીશીલ. દરેકને માન આપે અને વડીલોને તો ખાસ. બન્ને એની માં ની જેમ અત્યંત બુદ્ધિશાળી અને પારખુ નજરવાળા. એ બન્ને ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યા હતા. શરૂઆતમાં તો કોઈને ખબર ન પડે એમ ટ્રેઈની તરીકે કંપનીમાં જોડાયા હતા. છેક સુધી કોઈને ખબર નહિ કે આ શેઠ શ્રી આસુતોષ સરના દીકરાઓ છે. ભવિષ્યના માલિકો છે. એ તો સા માન્ય નોકરિયાત તરીકે સમયસર આવી જતા અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એમનું કામ કરતા. ઓફિસનો સમય સાડા નવ નો હતો એ બન્ને નવ પચીસે આવી જતા અને સ્કૂટર પર જ. એ આવી પંચ કરી કામે લાગી જતા. દર બે મહિને એમના ડિપાર્ટમેન્ટ બદલાઈ જતા. બધાની જેમ એમને પગાર પણ મળતા.
આસુતોષની કંપનીનું સારૃં એવું નામ હતું. ક્યાંય કોઈ તકલીફ નહિ, મૂળ તો એ કંપની એના સસરાની અને સસરા મનુભાઈને માત્ર એક દીકરી હતી *સાયલી* અને એ પણ જન્મી ત્યારથી એક પગની ખોડ લઈને જન્મી હતી. એનો એક પગ નબળો હતો. પણ બાકી મગજ એનું તેજ ચાલે. કહેવાય છે ને કે *ખોડ એની જોડ નહીં* એ માણસ ને બહુ જ ઝડપથી પારખી લે. ભણવામાં એકદમ તેજ. એને જ્યારે નર્સરી/કેજી માં એડમિશન માટે ટેસ્ટ અપાવવા લઈ ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર વિચારમાં પડી ગયા અને અંદર અંદર વાત કરવા માંડ્યા કે આ અત્યારે આટલી તેજ છે તો મોટી થશે પછી તો અકલ્પનીય પ્રગતિ કરશે. મનુભાઈને થતું કે આ એક જ દીકરીએ પણ અપંગ એ નહીં એનો સંસાર માંડી શકે કે ના તો એ મારો વ્યવસાય સંભાળી શકશે. ઈશ્વરની ઈચ્છા હશે એમ થશે.
મનુભાઈ તારાબહેનની એકની એક દીકરી સાયલી , કેટલું વહાલ હોય? એ પણ એક પગે ખોડ વાળી એટલે વધુ ધ્યાન આપે. એ સમજણી થઈ પછી, સ્વમાન જેવું સમજવા માંડી. એને પગની તકલીફ છે એટલે કોઈ એની દયા ખાય, બિચારી કહે, કે મદદ કરવા આવી જાય તો એને સ્વમાન ઘવાતું એ બહુ જ વિનમ્રતાથી કહી દેતી કે મને ખાલી પગની તકલીફ છે બાકી ઈશ્વરની કૃપા છે માટે આભાર હું મારૃં કરી લઈશ, જરરૂર હશે તો ચોક્કસ મદદ માગીશ. એ સ્કૂલમાં પણ બધાની પ્રિય હતી.સૌ સાથે ભળીને રહેતી. કોઈ અપાહિજ કહી અવગણના કરે તો એમની સામે જોતી પણ નહિ અને વાત પણ ન કરતી. સ્કૂલના સમયથી એની સાથે એક સરસ બાળક ભણતો આસુતોષ. એ આમ તો અનાથ હતો પણ કોઈ એક સારા પરિવાર એના અભ્યાસની આજીવન જવાબદારી સ્વીકારી હતી. એ લોકોએ એને દત્તક નહોતો લીધો.પણ આશ્રમમાં કહેલું કે આ ભલે રહે અહીં પણ એના જીવન નિર્વાહ ખર્ચની જવાબદારી અમારી એટલે એના કપડાં, અભ્યાસ અને રહેવા - ખાવા ના ખર્ચની જવાબદારી અમારી. આસુતોષ આશ્રમના સંચાલકોનો પણ પ્રિય કારણ કે ભલે શ્રેષ્ઠી તરફથી પૈસા આશ્રમને મળતા પણ આશ્રમના બધા કામમાં મદદ કરતો. એ નાનો હતો ત્યારથી ખાવા પીવાના કોઈ ખર્ચ ન કરતો. ચોકલેટ વગેરે કે બહારના ખોરાક જંક ફૂડ વગેરે કોઈ દિવસ નહિ. શ્રેષ્ઠી એને પણ ખિસ્સા ખર્ચ ના પૈસા આપતા પણ એ જરૃંર પડે તો જ ખર્ચ કર મહિનાની આખરમાં આશ્રમમાં વધેલા જમા કરાવી દે. આ આસુતોષ. સારી સ્કૂલમાં ભણતો પણ કોઈ સાથે ગાઢ ન બનતો. એ એનામાં જ રહેતો એ જાણતો કે અનાથ છે. આજે બધા સ્નેહ દેખાડે છે પણ કાલે કોઈ પણ ઉતારી પાડી શકે છે. સાયલી આશુતોષ ને જોયા કરતી. આસુતોષ પણ ભણવામાં સારો, અલબત્ત સાયલી જેટલા માર્ક/ગ્રેડ ન લાવી શકતો પણ હોશિયાર તો ખરો જ. એક દિવસ એ એકલો બેઠો હતો અને સાયલી ત્યાં વ્હીલચેરમાં આવી એની પાસે અને આસુતોષે નમસ્તે કર્યું, સાયલી કહે *તમે કેમ રહો છો? કોઈ સાથે ભળતા નથી? આસુતોષ કહે એવું નથી હું વાત તો બધા સાથે કરું છું, બધા બેઠા હોય તો સાથે બેસું છું પણ બધા સાથે ફરતો નથી, બસ ત્યારથી બંને ને સારું ભળવા લાગ્યું. બંને મોટા થવા માંડ્યા. કોલેજમાં આવી ગયા. હવે તો એકબીજા પ્રત્યે યૌવન ની લાગણી જન્મે ને? એ થયું. સાયલી એમ બી એ ની તૈયારી કરવા માંડી. આશુતોષે કહ્યું કે તમે કરો એમબીએ, મને જે શ્રેષ્ઠી મદદ કરતા હતા એમની આર્થિક પરિસ્થિતિ હવે એટલી સારી નથી કે એમના દીકરાના ખર્ચ સાથે મારો ખર્ચ ઉપાડી શકે. હું હવે નોકરી શોધી લઈશ. સાયલીએ એના પિતાને કહી આસુતોષ નો ખર્ચ ઉપાડ્યો અને આસુતોષ પણ એમબીએ થયો. એને નોકરી પણ સાયલીના પિતાની કંપનીમાં મળી. સાયલીએ કહ્યું જ નહિ કે એ અમારી કંપની છે એ મનુભાઈ મારા પિતા છે. મનુભાઈ આશુતોષ ને ઓળખતા હતા. હવે સમય એ હતો કે સાયલી અને આસુતોષ ગાઢ પ્રેમમાં હતા.
એકવાર આસુતોષ ઓફિસમાંથી બધા નીકળી ગયા તો પણ બેઠો હતો. મનુભાઈએ જોયું અને એને કેબિનમાં બોલાવ્યો, પૂછ્યું કે કેમ બેઠો છે? આસુતોષ કહે એક અસમંજસ માં છું. હું એક કન્યા સાથે આખી જિંદગી ભણ્યો,એનું નામ સાયલી છે. અમારું બોન્ડિંગ સરસ થયું. હવે અમને એક બીજા પ્રત્યે બહુ જ પ્રેમ છે. મને સાયલીની તો ખબર નથી પણ મારી ઈચ્છા એની સાથે લગ્ન કરવાની છે. મારા આશ્રમના સંચાલકે હા પાડી પણ એમણે કહ્યું કે એ નહીં બને, એનું પરિવાર અનાથને નહિ સ્વીકારે. સાહેબ હું એના પરિવાર-માં બાપ,એ લોકો શું કરે છે?એ ક્યાં રહે છે? મને કંઈ ખબર નથી. મનુભાઈ કહે હું ઓળખું છું એ સાયલીને એના પરિવાર ને, એ લોકો સ્વીકારી પણ લે તને,હું વાત કરી શકું પણ એ હજી એની એક પગ તો સંવેદના વગરનો હતો થોડા સમય પહેલા અકસ્માતમાં બીજા પગે તકલીફ થઇ છે ,એ સાવ અપંગ ને પરણી તું શું કરીશ? આસુતોષ કહે બીજો પગ જો લગ્ન પછી ગયો હોટ તો? જુઓ સાહેબ એને પગ નથી બાકી એના જેવું મગજ, બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ, માણસોની પરખ, આગવી સૂઝ ક્યાંય ન મળે મને એનું રૂપ નહિ પણ આ બધા ગુણો ગમે છે, સવાલ એ છે કે એમના પરિવારને વાત કરે કોણ? મનુભાઈ કહે હું કરું. હું એ પરિવાર ને ઓળખું છું. તને અત્યારે જ એમના ઘેર લઇ જાઉં પણ એમણે ના પાડી તો? એટલે આસુતોષ કહે, કાંઈ નહિ સાહેબ , આજીવન મારા જીવનમાં બીજું કોઈ નહિ આવે. મનુભાઈ જોઈ જ રહ્યા. આસુતોષને કહ્યું ચાલો જાઈએ, જતા જતા આશુતોષે કહ્યું કે સાહેબ એક વિનંતી, તમે મારી ભલામણ નહીં કરતા, હું જે, જેમ છું એમ સ્વીકારે તો જ. મનુભાઈએ માત્ર સ્મિત આપ્યું. એક બંગલામાં કાર ગઈ બન્ને ઉતર્યા ઘરમાં જતા સામે જ સાયલી બેઠી હતી. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા એ ખુશ થઈ બોલી *પપ્પા આજે આસુ ને લઈને આવ્યા? * આસુતોષ પહોળી આંખો સાથે સ્તબ્ધ થઈ જોઈ રહ્યો, સાયલી કહે આસુ શું જોવે છે? મારા પપ્પા જ છે. મનુભાઈએ એ કહ્યું હા મારી જ દીકરી છે અને મને સ્વીકાર્ય છે.
સરસ પ્રસંગ પત્યો. આંસુ ઘરજમાઈ જ રહ્યો. એ ડાયરેક્ટર બન્યા કંપની નો કાળક્રમે એમને જોડિયા બાળકો જન્મ્યા. મનુભાઈ અને એમના પત્ની પણ ઈશ્વર શરણ થઈ ગયા. સાયલી કંપનીની ચેર પર્સન થઇ આસુતોષ એમડી. સાયલી ઓફિસ નહોતી જતી. બંગલામાં જ એક રૂમમાં ઓફિસ કરેલી. આશુતોષે ઓફિસમાં એની ચેમ્બરમાં સીસી કેમેરા લગાવેલા. આસુ સતત સાયલી સાથે સંપર્કમાં ચેમ્બરમાં જે કોઈ આવે એની ગતિવિધિ સાયલીને ખબર હોય. બિઝનેસમાં સતત સલાહ આપે ઘેર બેઠા. નિર્ણય બંને સાથે મળીને લે. કંપની મનુભાઈ કરતા પણ વધુ પ્રગતિશીલ બની, આસુ એ એક સરસ કામ કર્યું કે આજીવન જે શ્રેષ્ઠીએ એને નાણાકીય સહાય કરી એમના સંતાનોને એની કંપનીના મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર નીમ્યા. હવે તો સાયલી - આસુતોષના દીકરાઓ તૈયાર થઈ ગયા.
આજે બધી તૈયારી થઈ ગઈ, બધા સ્વાગત માટે કંપનીના કમ્પાઉન્ડમાં ઊભા હતા, એક બીજાને કહેતા હતા કે પેલા બે ટ્રેઈની અજય વિજય ના આવ્યા? રોજ આપણા કરતા પહેલા આવે છે અને આજે જ મોડા? જ્યારે શેઠ ના દીકરા ડાયરેક્ટર બનવાના છે. એટલે માં વ્હીલચેર પર સાયલીને લઇ ચોકીદાર આવતો હતો. સાયલીને કોઈએ જોયેલી નહિ, કોઈ બોલ્યું કે આ અપાહિજ શું કામ આવી હશે? એક વ્યક્તિએ તો પૂછી લીધું *ઓ, શું કરવા આવ્યા છો? આવી મોટી કંપનીમાં તમારા જેવા અપંગનું કોઈ કામ નથી. ચોકીદાર તો ઓળખતો હતો એ બોલ્યો , સાહેબ બોલવામાં ધ્યાન રાખો તમે ઓળખતા નથી આ કોણ છે. પેલાએ પૂછ્યું કોણ છે? પાછળ જ અજય વિજય આવ્યા અને બોલ્યા અમારી માં છે. એટલે બીજા ભાઈ કહેલિયો બોલો ટ્રેઈની લોકો એમની લંગડી માં ને લઈને આવ્યા. અજય વિજય કહે ભાઈ મોઢું સાંભળીને બોલો અમારી માં છે અને ..આટલું બોલ્યા ત્યાં પાછળ આસુતોષ ઉભા હતા એ બોલ્યા કે મારી પત્ની છે , આ કંપનીની ચેર પર્સન છે અને આજે જે ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળશે એ અમારા દીકરાઓ અજય વિજય છે.- એ આટલું બોલ્યા અને સોપો પડી ગયો. બધાને કેટલું બધું યાદ આવી ગયું હશે અને શું શું વિચાર આવ્યા હશે?
જીવનમાં શું ન થઈ શકે? સંયમ-સંસ્કાર-માનવતા - માન-સન્માનનું જ્ઞાન અને નિરપેક્ષ પ્રેમ - આત્મીયતા અને સંતોષ હોય તો જીવન સફળ છે. પરિસ્થિતિ કોઈની પણ જે હોય તે સૌને માન આપો ઈશ્વર તમને બધું આપશે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક સમયના વિશાળ હૃદયવાળો શ્રેષ્ઠી જયકર આજે નિરાધાર થઇ એક મોટી કંપનીમાં સિક્યોરિટી ઓફિસરની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા સાહેબની રાહ જોઈને બેઠો હતો.જયકર ને આજીવન એની દીકરી ની યાદ આવ્યા કરે.અત્યારે બેઠા બેઠા એને એમ થાય કે એ સમયે મેં મારી દીકરી થી મોઢું ન ફેરવી લીધું હોત તો સારું હોત, મેં ખોટા મારા બેય દીકરા ને લાડ લડાવ્યા , બહુ જ પ્રોત્સાહન આપ્યું ધંધામાં કાબેલ બનાવ્યા અને એમના જોરે દીકરીને ધુત્કારી. અત્યારે મારી દીકરી ક્યાં હશે, શું કરતી હશે. ક્યાંક એણે આત્મહત્યા કરી જીવન તો નહિ ટૂંકાવી નાખ્યું હોય ને. અને સાથે એમ પણ થાય કે ટૂંકાવી નાખ્યું હોય તોય હું શું કરી શકવાનો? અત્યારે હું સાવ નિરાધાર છુ ં. મારે જ ખાવાના ફાંફા છે એમાં હું શું કરી શકત. દીકરાઓ એ બધું પોતાના નામે કરી લીધું. ધંધો બંગલો બેન્ક એકાઉન્ટ , થાપણો બધું જ, અને મને બદનામ પણ કેવો કરી નાખ્યો કોઈને મોઢું બતાવવા જેવો ન રહ્યો.એક કુશળ બિઝનેસમેન ને કંગાળ કરી નાખ્યો. એટલે જ એ શહેર છોડી દૂર દૂર આ શહેરમાં આવી ગયો. શરૂઆતમાં ખાવા ન મળ્યું , સુવાની ક્યાંય જગ્યા ન મળી ,કોઈ આશરો જ નહિ ,કોને કહું મને કંઈક ખાવા આપો. ઈશ્વર બધું જોવે છે. ન્યાય કરે છે. એક દીકરી જેવી કન્યા નીતુ એક રેસ્ટોરન્ટના બહારના ભાગમાં બેઠી નાસ્તો કરી રહી હતી અને સામેની ફૂટપાથ પર જયકર એની સામે જોયા કરતો હતો, એને થતું હતું આ દીકરી કંઈક ખવડાવે તો સારું. માગવાનો તો હા થ ક્યાંથી ઉપડે? એમાં જ ત્રણ દિવસથી ભૂખથી ટળવળતા હતો. એ જોઈ રહ્યા હતા અને નીતુ ની નજર પડી, એ સમજી ગઈ કે આ વડીલને ખાવું છે પણ કહી નથી શકતા , એ એમની પાસે ગઈ અને પૂછ્યું *દાદા ખાવું છે? , આટલું પૂછ્યું ત્યાં જયકરની આંખો ભીંજાઈ ગઈ. ડૂસકું ભરાઈ આવ્યું અને હા પાડી. એ દીકરી એને ત્યાં લઇ ગઈ, ખુરશી ટેબલ પર બેસાડ્યા અને કોઈ એમને હેરાન ન કરે એટલે બાજુમાં બેઠી. નીતુએ સૌથી પહેલા સૂપ મગાવ્યું જેથી આ વડીલ ના પેટમાં ટાઢક થાય. નીતુ એમને જ જોયા કરતી હતી. પછી નીતુએ એમને પૂછ્યું શું ખાશો? તમને શું ભાવે? જયકરે અચકાતા પોતાના ભાવતું કહ્યું અને ભોજન આવ્યું , જયકર ની ભૂખ કેવી હશે? એ આજુબાજુની દુનિયા ભૂલી જમવા જ મંડ્યા, નીતુ એમને જ જોયા કરતી હતી. એમને ખાતા જોઈ ચોધાર આંસુએ રોતી હતી. આંસુ જયકરની આંખોમાં પણ હતા અને નીતુ ની આંખમાં પણ, જયકરની ડીશમાં કાંઈ ખૂટવા આવે ત્યાં નીતુ ઓર્ડર કરી દેતી. એને હતું કે આજે આમને મન ભરી ખાવા દે. જયકરે સંતોષ પૂર્વક જમી લીધું ,એ પછી ઉપર જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે હું તો ભૂલી જ ગયો કે આ દીકરીએ મને ખાવા આપ્યું, ખાવામાં મશગુલ થઈ ગયો, એણે નીતુની આંખોમાં જોયું કે એ રડી છે. જયકર ઉભો થયો અને એના ચરણસ્પર્શ કરવા ગયો કે બેટા એક લાચાર બાપ ની ભૂખ ભાંગવા બદલ આભાર. એ જેવો નમ્યો કે તરત નીતુ એ હાથ પકડી લીધા અને ઉભી થઇ એનાથી બોલાઈ ગયું 'પપ્પા નહીં, આ શું કરો છો. જયકર એને જોઈ રહ્યો. ખુશ એ કારણ ે થયો કે દીકરીને બહુ જ યાદ કરે છે અને આ અજાણી દીકરીએ પાપા કહ્યું. પછી બોલ્યો કે પેટ ભરીને ખાઈ લીધું હવે ત્રણ ચાર દિવસ નહિ મળે તો ચાલશે. બસ રાત્રે ક્યાંક ઓટલો મળી જાય એટલે ઊંઘ પણ થઇ જાય પછી બીજા દિવસથી કામ શોધીશ. નીતુ કહે , જુઓ હવે હમણાં તમને કામ ન મળે, ક્યાંય રહેવાનું ન મળે ત્યાં સુધી ચાલો મારા ઘરે , જમવાનું મળશે.સુવાનું મળશે. હા, હું જ્યાં રહુ છું, જે કામ કરું છું એ જોઈ તમને એક પળ પણ નહિ ગમે ,તમને કદાચ એમ થશે કે મેં કેવી છોકરી ની મદદ લીધી.
જયકર ને એમ તો થયું કે આ તે કેવી છોકરી હશે? શું કરતી હશે? એ એના ઘેર લઈ ગઈ સરસ એપાર્ટમેન્ટ હતું. ઉપર લઇ જઈ નહીં ધોઈ એક રૂમમાં સુઈ જવા કહ્યું , એમની પાસે થેલા માં બે જોડ પેન્ટ શર્ટ અને બે જોડ લેંઘા જભા દાઢી નો સામાન ,બ્રશ વગેરે હતા. એ સંપૂર્ણ ફ્રેશ થઈ સુઈ ગયા , નીતુએ એમના રૂમનું બારણું બંધ કરી દીધું. એ કેટલા થાકેલા હશે કે છેક સવારે આંખ ખુલી. બ્રશ કરી નહીં ધોઈ ફ્રેશ થઇ પલંગ પર બેસી રહ્યા, થોડી વારે નીતુએ બારણું ખોલ્યું જોવા કે ઉઠી ગયા છે? એ ખુશ થઇ કે જાગી ગયા છે, પૂછ્યું કે ચ્હા નાસ્તો બનાવું ને? જયકર કંઈ ન બોલ્યા, નીતુના ઘરમાં એક નાની છોકરી હતી જે બધા કામ કરતી હતી. એણે બધું ડાયનિંગ ટેબલ પર મ ૂક્યું. નીતુ અને જયકર ત્યાં બેઠા , નાસ્તો કરતા નીતુએ પૂછ્યું કે આપને પૂછી શકું?આપ ક્યાંથી આવ્યા? આપ કોણ છો? આવી પરિસ્થિતિ કેમ થઇ? જયકર કહે ,ચોક્કસ પુછાય દીકરીને બધા હક્ક હોય, મારી દીકરી તો હું ગુમાવી ચુક્યો છું.એ ક્યાં હશે એ મને ખબર નથી. નીતુ કહે કેમ? એ ઘર છોડીને ચાલી ગઈ હતી ? , જયકર કહે હા પહેલા ઘર છોડી ભાગી ગઈ હતી એક છોકરા સાથે , પછી એ છોકરા સાથે લગ્ન કરી પાછી આવી આશીર્વાદ લેવા અને મારા દીકરાઓના કારણે અમે એને કાઢી મૂકી અને કહી દીધું કે તું અમારા માટે મરી ગઈ છે. બેટા એ મારી બહુ જ લાડકી હતી. રાત્રે એ હું સુઈ જાઉં પછી એ સુવા જતી અને સવારે એ જ મને જગાડતી. સાંજે હું કામ થી આવું ત્યારે બારણે રાહ જોઈ ઉભી હોય , આવું એટલે પપ્પા કહી વળગી પડે. એને કાઢી મુક્યા પછી રોજ પળેપળ યાદ આવે. હું મગજથી ખલાસ થવા માંડ્યો. એ વાતનો મારા દીકરાઓ એ લાભ લીધો. મારું મગજ દીકરીમાં જ રહેતું. એ ક્યાં ગઈ હશે, શું કરતી હશે? એ જેને પરણીને ગઈ છે એ માણસ સારી રીતે રાખતો હશે? એ જ વિચારો આવે.હું હવે ઘરમાં જ રહેવા માંડ્યો ઓફિસ જતો જ નહિ. ધીરે ધીરે મારા બેય દીકરા કે જેમના પર મને બહુ જ ભરોસો હતો, વિશ્વાસ હતો એ લોકોએ એનો લાભ લઇ મારો વિશ્વાસઘાત કર્યો, ભરોસો ભાંગી નાખ્યો. એમણે રોજ અલગ અલગ કાગળો ,ચેક પર સહિ કરાવતા કરાવતા બધું એ લોકોના નામે કરી નાખ્યું. બંગલો, ધંધો. થાપણો, બધે સહી એમની,મારી સહી રદ વગેરે બધું કરી પચાવી પા ડ્યું અને જેમના પર આંધળો વિશ્વાસ કર્યો એ લોકોએ પચાવી લીધું. મને ખ્યાલ ક્યારે આવ્યો કે જ્યારે એ લોકો ચેક સહી કરાવવા રોજ આવે એ બંધ થયું. મને થયું કે કેમ કોઈ સહી કરાવવા નથી આવતું? એમ વિચારી એક દિવસ ઓફિસ ગયો તો એકાઉન્ટન્ટે કહ્યું કે હવે બધે જ બે ભાઈઓની સહી ચાલે છે. ધંધો, બંગલો બધું એમના નામે છે. હવે કેબીન પણ તમારી નીકળી ગઈ છે. હું ભાંગી પડ્યો, દીકરીના આઘાતે કેવી હાલત કરી? હું ઘેર આવ્યો, રાત્રે દીકરાઓ સાથે ખુબ બોલાચાલી થઇ અને મને કહ્યું નીકળી જાવ. એ પછી હું નીકળ્યો નહિ પછી એમણે મારી તબિયતના બહાને એક સંભાળ લેવા બહેન રાખ્યા, અને હું એ પછી એવો બદનામ થયો કે કોઈને મોઢું બતાવવા લાયક ન રહ્યો. બસ હું આ ટલા કપડાં લઇ નીકળી ગયો. અને અત્યારે એક લાચાર બાપ તારી સામે છે. દિશા વિહીન. પણ તું તો કહે કે તું કેમ એકલી છે?
નીતુની આંખમાં આંસુ વહી રહ્યા હતા. એ બોલી પપ્પા કેવું છે જીવન? બધું જ હતું અને કાંઈ ન રહ્યું.મારે કાંઈ જ નથી, મળશે ,હવે હું સુખ મેળવીશ એમ કરતા કરતા કાંઈ ન મળ્યું. કહે છે કે મારી માં થી યુવાનીમાં ભૂલ થઇ ગયેલી. એક યુવાનના પ્રેમમાં હતી, એ યુવાને મારી માં નો પૂરો લાભ ઉઠાવ્યો અને માં ના પેટમાં એની નિશાની છોડી ક્યાંક ચાલ્યો ગયો. મારી માં બીજા શહેરમાં નોકરી મળી છે એમ કહી એની એક સહેલીને ત્યાં ચાલી ગઈ. મને જન્મ આપી એક આશ્રમની બહાર મધ્યરાત્રીએ મને મૂકી ચાલી ગઈ. હું એ આશ્રમમાં ઉછરી મોટી થઇ,ત્યાં જ રહી એમ એ સુધી ભણી. એક વાર મારી માં ની સહેલી કે જેને ત્યાં મારી માં રહેલી એ આશ્રમમાં આવ્યા ,મને જોઈને ઓળ ખી ગયા હશે. અને મને બહુ વહાલ કર્યું અને કહ્યું કે તને જોઈને મને મારી સહેલી *તારા* યાદ આવે છે.તું એની જ પ્રતિકૃતિ લાગે છે. એ પણ એટલી રૂપાળી હતી કે કોઈ એના પ્રેમમાં પડી જાય..એના કારણે જ કોઈ એના પ્રેમ માં પડ્યું ,એનો લાભ લઇ એ ખોવાઈ ગયો. તારા ના માં બાપ તો હતા નહિ એના કાકા કાકી સાથે રહેતી , તારા ગર્ભવતી થઇ એટલે કોને કહે? આવી મારી પાસે, નવ મહિના રહી બાળકીને જન્મ આપી ક્યાંક મૂકી ચાલી ગઈ , બે દિવસ પછી ખબર પડી કે એક કન્યા ટ્રેન નીચે કપાઈ ગઈ ,એ તારા જ હતી. બેટા હું કાંઈ કરી તો નહિ શકું પણ અહીં આવીશ ત્યારે તને મળવા જરૂર આવીશ. મને થયું કે હાશ કોઈ મારુ છે. એ પછી આશ્રમમાં અમુક શ્રેષ્ઠી દાન કરવા આવતા એ માં એક શ્રેષ્ઠી પરિવાર સાથે એક યુવાન આવ્યો અમને એમ કે એ આ શ્રેષ્ઠી પરિવાર સાથે જ છે, પણ ના એ અલગ જ હતો,એ પછી એકલો આવતો અમે શ્રેષ્ઠી પરિવાર ના સભ્ય તરીકે સાચવતા, સરભરા કરતા, એણે આશ્રમના સંચાલક વડીલ ને ખૂબ માન આપી, સારી સારી વાતો કરી ભોળવી લીધા, વડીલને થયું શ્રેષ્ઠી પરિવારના આ યુવાનમાં સંસ્કાર કેટલા ઊંચા છે. વંદન છે એ શ્રેષ્ઠી પરિવારને એણે અમારા વડીલ ને ભોળવી મને ફરવા લઇ જવા માટે મનાવી લીધા, મને થયું વાહ જીવન માણવા મળશે, એ મને લઇ નીકળી ગયો. એ શહેરથી અહીં દેશના બીજા છેડે મનેલઇઆવ્યો અને આ ઉચ્ચ કક્ષાના કુટણખાનામાં વેચી ચાલ્યો ગયો. ખબર નહિ એને કેટલા પૈસા મળ્યા હશે. બસ અહીંથી નીકળી ન શ કી એટલો સખ્ત પહેરો હોય, જયકર આખી વાત સાંભળી વિચારવા લાગ્યો કે આ હિસાબે મારી દીકરીનું શું થયું હશે? ક્યાં હશે? નીતુ એ કહ્યું કે પપ્પા એવું ન પણ હોય,, છોડો બધું અને બોલો હવે તમારે ક્યાંક નોકરી શોધવી છે ને? એક બહુ મોટી સંસ્થા છે ત્યાં સિક્યુરિટી ઓફિસરની જગ્યા છે. હમણાં જાહેરાત જોઈ હતી ચાલો ત્યાં જઈએ.
બસ ,એ નીતુ સાથે અહીં બેઠા હતા. અચાનક એક ભાઈ આવ્યા અને પૂછ્યું તમે આવ્યા છો ઇન્ટરવ્યૂ આપવા? જયકરે હા પાડી ,એ ભાઈએ કહ્યું ચાલો મેડમ આવી ગયા છે , જયકર કહે આટલી મોટી પોસ્ટ પર મેડમ છે? પેલા ભાઈ કહે હા બહુ ભલા છે, અમારા મોટા શેઠ એમને દીકરી જ ગણે છે એ થોડા દિવસમાં એમના સસરા થશે . નીતુ અને જયકર કેબિનમાં દાખલ થયા અને જયકર સ્તબ્ધ થઇ ગયા અને સામે પેલા મેડમ પપ્પા કહી ઊભા થઇ ગયા. એ જયકરની જ દીકરી હતી. બાપ દીકરીનું પુનઃ મિલન ભાવવિભોર બની ગયું.
જયકરની દીકરી ક્યાં હતી? આ કેમ થયું? કેવી રીતે અહીં સુધી આવી એ બહુ લાંબી વાત થાય, આમાં બાપ દીકરી તો સાથે રહેવા લાગ્યા પણ સાથે ઘટના એ પણ બની કે નીતુ એ નરક છોડી આ જ કંપનીમાં નોકરીએ લાગી. પણ વાત એ છે કે જીવન રેલ ગાડી જેવું છે. ક્યાંથી ક્યાં લઇ જાય છે કોઈ જાણે છે? નદી, નાળા, પર્વતો, જંગલોમાં ફરતા ક્યાંક પહોંચે, જીવન સુખ દુઃખ મુસીબતો હેરાનગતિ માં વિહરતા ક્યાં પહોંચે? કોને ખબર. આજે જે પળ છે એ સ્વીકારી જીવો , કાલ બદલાવ આવી શકે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જનકભાઈની તબિયત ઘણાં વખતથી સારી નહોતી રહેતી. રાત્રે ઉંઘમાંથી જાગી જાય.કલાકો બેસી રહે. કોઈને કહે નહિ. એક દિવસ સવારે કોઈને કહ્યા વગર સવારે પોતાના ફેમિલી ડોક્ટર પાસે જઈ પોતાની તકલીફ કહી. એ ભલે જનરલ પ્રેક્ટિશનર હતા પણ નિષ્ણાત હતા. એમણે અમુક સવાલો કર્યા અને રિપોર્ટ કરાવવા કહ્યું, એમણે મોટી પેથોલોજી લેબ પર ચિઠ્ઠી લખી આપી અને કહ્યું, ત્યાં જઈ આપજો એ જે રિપોર્ટ ફોટા કરે એ કરવા દેજો, રિપોર્ટ એ મને પછી મોકલી આપશે. એ બધા રિપોર્ટ વગેરે જોઈ અને તેમને કંઈક શંકા ગઈ લેબના ડોક્ટર મેહુલ સાથે વાત કરી. ડોક્ટરે કહ્યું કે નવજીવન હોસ્પિટલ પહોંચી જાવ ડો. માનવ ને મળજો. હું એપોઇન્ટમેન્ટ લઈ આપું છું. વિશ્વકક્ષાની સુવિધા છે ત્યાં વિદેશથી આવેલા અદ્યતન સાધનો છે જે ક્યાંય નથી.બધું જ શ્રેષ્ઠ છે છતાં પૈસા વ્યાજબી છે. મધ્યમ વર્ગ કે ગરીબો માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ છે.
નિર્ધારિત સમયે એ નવજીવન હોસ્પિટલ પહોંચી ગયા , ડો.માનવ ઓપરેશનમાં હતા એટલે કલાક લાગ્યો. જનકભાઈ ને અંદર બોલાવ્યા. ડો. માનવને જોઈ જનકભાઈ બે ઘડી થંભી ગયા અને ડો. માનવને એકધારું જોયા જ કરે , માનવે કહ્યું કે વડીલ બેસો, શું જોયા કરો છો ? હું એ જ છું તમે જે વિચારતા હશો. એ તો જોયા જ કરતા હતા એ દરમિયાન ડો. માનવે રિપોર્ટ વગેરે જોઈ લીધા. એ એટલા નિષ્ણાત હતા કે સમજી જ જાય અને હવે શું કરવું એ પણ વિચારી લે. એ જોયા પછી હળવા સ્મિત સાથે જનકભાઈ સામે જોઈ કહ્યું કે *વડીલ તમે વિચારો છો ને ? આને ક્યાંક જોયા છે? બિલકુલ સાચું છે. તમે મને બહુ જ જોયો છે. હું એ જ બુટ પોલીસ વાળો છોકરો. મનીયો. આમ નાનપણથી મારૃં નામ માનવ. મારી ફોઈ એ પાડેલું. મારી ફોઈ લગ્ન પછી ભણ્યા કારણ કે એને શિક્ષિકા થવું હતું. મારા ફુઆએ ભણાવ્યા અને એ થયા.હોંશિયાર તો હતા જ પણ મારા દાદા પાસે મારા પપ્પા અને ફોઈને ભણાવવાના પૈસા નહોતા.
દાદાએ મારા બાપુને પણ એમના બુટ પોલીસના ધંધામાં બેસાડી દીધા, એ કહેતા કે આપણો જામેલો ધંધો છે પછી એના પર જ બેસાય, દાદા કહેતા કે આપણો જામેલો ધંધો. મારા બાપુ પણ કહે કે કમાઈ તો લઈએ છીએ, વધારે શું જોઈએ ? એમાંને એમાં મારી માં ને બીમારીમાંથી ખર્ચા ને હિસાબે ન બચાવી શકાય એવા ધંધાને જામેલો કહી શું કરવાનું? એટલે મેં નક્કી કર્યું કે મોટી બીમારી થાય અને પૈસા ન હોવાને કારણે ગરીબ માણસ ઈશ્વર ધામ પહોંચી જાય એના કરતા હું જ ડોક્ટર થાઉં અને ગરીબ/મધ્યમ વર્ગનાને ઈલાજ પોસાય અને સાજા થઇ મોજમય જીવન ગુજારે એટલે મારે ભણીને ડોક્ટર થવું હતું અને મારા બાપુ કહે કે ગાંગલીનો થા માં, એવા પૈસા નથી. મારી ફોઈ અને ફુઆ એ મને હિંમત આપી અને શીખવ્યું કે માણસ એક વાર નક્કી કરી લે મારે આ નેક કામ કરવું જ છે પછી કોઈ રોકી ના શકે, ઈશ્વર મદદ કરે અને સફળતા મળે જ.* જનકભાઈ એની સામે જ જોઈ રહ્યા અને કહ્યું કે મારો પૌત્ર નું મન જરાય ભણવામાં નથી. એને કોણ સમજાવે? ડો. કહે એક વાર તમે એને મારી પાસે લઇ આવજો. ડો.માનવે દવા લખી આપી અને એમની તબિયત વિષે એમને જ કહ્યું કે કેન્સર છે, ઠીક થઇ જશે. સામાન્ય રીતે એવું હોય કે ડોક્ટર દર્દીને ના કહે, પરિવારના સૌને કહે પણ ડો. માનવે દર્દીને જ કહ્યું અને કોઈને ના કહેવા કહ્યું સાથે એ પણ કહ્યું કે હું કહું-કરું એ અનુસરજો છ મહિનામાં થઇ જશે.
આ ડોક્ટર માનવની વાત કરીએ તો એની ધગસ ,ઈશ્વર કૃપા અને સારી નીતિને હિસાબે કેટલી સરસ સફળતા મળી એ જોવા જેવું છે. બીમારીને કારણે માનવની માતાના અવસાન પછી એ બહુ જ ઢીલો થઈ ગયો હતો કારણ કે એની માં એનું પ્રેરણાબળ હતી. એ વખતે એ કહેતો કે મારે સરસ ભણવું છે, કંઈક બનવું છે પણ મારા દાદા અને બાપુ વારસાગત ધંધામાં રાખવા માગે છે.માં કહેતી કે ચિંતા ના કર ફોઈ ફુવા છે ને એ ટેકો કરશે. ડોક્ટર બનવાનો વિચાર એને અસહ્ય બીમારીને કારણે મૃત્યુ થવાથી આવ્યો. એ ભણતો હતો એ દરમિયાન એના પિતા બીમાર થયા એટલે થડા પર બેસવું પડ્યું. ફુવા એ હિંમત આપી એટલે એ રોજ સ્કૂલેથી આવી જમીને થડા પર જતો અને ત્યાં પગરખાંના બધા કામ કરતો જાય અને ભ ણતો જાય. હોંશિયાર તો હતો જ અને યાદશક્તિ ગજબ હતી અને ફોઈ ફુવા બન્ને શિક્ષક એટલે એમના શિક્ષણ સહયોગથી દર વર્ષે પહેલા નંબરે જ પાસ થાય એમ કરતા કરતા બારમા માં આવી ગયો. ફુવાની હિંમતથી એણે મેડિકલ લાઈનમાં જવાના વિષયો જ લીધા. આટલા સમય દરમિયાન બધા ઈશ્વર શરણ થઈ ગયા. દાદા તો બહુ પહેલા ગુજરી ગયેલા, માં અને એ પછી પિતા પણ બીમારીમાં ગયા દાદી માવના જન્મ પહેલા ગુજરી ગયેલા. માનવ બારમામાં ટોપર રહ્યો અને બધી એન્ટ્રન્સ વગેરે માં સફળ રહ્યો. મેડિકલમાં આમ પણ ટોપર હતો એટલે એડમિશન મળે જ. એ મેડિકલ નું ભણવા માંડયો એણે બુટ પોલિસના ધંધામાં સમય ફેર કરી નાખ્યો. સવારે અને સાંજે પાંચ પછી. એ ત્યાં બેસી મેડિકલનું વાંચતો. એક દિવસ માનવ બુટપાલિસની જગ્યાએ કામ નહોતું એટલે બેસીને વાંચતો હતો ત્યાં એક વડીલ આવ્યા પાલિસ કરાવવા અને એમણે જોયું કે આ છોકરો મેડિકલની બુક વાંચે છે, એટલે એમણે પૂછ્યું એ મેડિકલનું ભણે છે ? માનવે હા પાડી. એ રાજી થયા અને વધુ સવાલ પૂછ્યા, એ બધા સવાલ ના હસતા હસતા વિવેક પૂર્વક આપતો હતો. પેલા વડીલને માનવ ગમ્યો. માનવે કહ્યું કે વડીલ આ જૂતા અહીંના નથી. એમણે કહ્યું હા*, હું વર્ષોથી શિકાગો રહુ છું. હું ડોક્ટર જ છું, હમણાં અહીં મારા મોટાભાઈને ત્યાં આવ્યો છું મારા ભત્રીજાની દીકરીના લગ્ન માટે આવ્યો છું*
પછી તો એ વડીલ રોજ આવે અને બેસી માનવ સાથે ઘણી વાતો કરે, એટલા સમયમાં એમણે માનવને પારખી લીધો અને પંદર દિવસની ચર્ચાના અંતે છેલ્લે એમણે કહ્યું કે મારે અહીં હોસ્પિટલ બનાવવી છે. ઘણા ગરીબ મધ્યમ આવકવાળા મેડિકલ ખર્ચને ન પહોંચી વળવાને કારણે જીવ છોડે છે. હું વિચારતો હતો કે કોઈ મારા જેવા નેક વિચારના ડોક્ટર મળે કે જેને મારા જેવી ભવન હોય, બસ મારી શોધ પૂરી થઈ. આ નેક કામની શરૂઆત હું અહીંથી કરૃં. તું મોટામાં મોટો નિષ્ણાત ડોક્ટર થા, આજથી તમારા અભ્યાસ માટે જે ખર્ચ થાય એ હું આપીશ અને જમીન મેં લીધેલી છે ત્યાં હોસ્પિટલ બાંધવાનું શરૂ કરીશ, આખી હોસ્પિટલની ડિઝાઇન તૈયાર છે. જમીન પણ છે, બિલ્ડર મારો બાળ મિત્ર છે એ કરશે. આપણે બધા સાથે બેસીશું, તમારા સંપર્કમાં રહેશે અને હોસ્પિટલ તૈયાર થાય ત્યાં સુધીમાં ઈન્ટરર્નશીપ વગેરે પતિ જશે. તું પ્રેક્ટિસ શરૂ કરી દઈશ અને પછી આપણે હોસ્પિટલ ખુલ્લી મૂકશું, ત્યાં સુધી કોઈને ખબર નહિ પડે કે હોસ્પિટલ કોણ બનાવે છે. માનવ માટે તો ઈશ્વરે છપ્પર ફાડીને બધું આપી દીધું. માનવે કહ્યું કે બધું બરાબર, તમે તો મારા આત્માની વાત કરી. મારા મનમાં છે એ રીતે સેવા કરવાની તક મળશે. ક્લિનિક તો ઠીક સીધી હોસ્પિટલમાં કામ કરીશ, પેલા વડીલ કહે કામ નહિ આ હોસ્પિટલ જ ડો. માનવની હોસ્પિટલ તરીકે ઓળખાશે. પૈસા મારા, ભાગીદાર આપણે બે સંપૂર્ણ સંચાલન તારૃં, મેડિકલ લાઈનમાં અત્યારે તારા મારા જેવા વિચારવા વાળા કેટલા ? માનવે કહ્યું કે બધું બરાબર સાહેબ પણ, મારા જે છે, મારા ફોઈ અને ફુવા જ છે, હું આટલે પહોંચ્યો છું એ એમના કારણે. મારા સપનાનું પ્રેરણાબળ મારી માં પછી આ લોકો જ છે. એટલે એમની જાણ બહાર કંઈ ન કરૃં એટલે માનવે બધાની મુલાકાત ફોઈ ફુવા ને ઘેર ગોઠવી. ફુવા તો બહુ જ રાજી થઇ ગયા, ફોઈ ફુવા બંનેની આંખો ભીંજાઈ ગઈ.એ દિવસ પછી ફુવાએ એનો પગરખાં પોલીસ,રીપેર ધંધા પર તેમના એક સગાના છોકરાને બેસાડી દીધો. અને માનવને માત્ર અભ્યાસમાં ધ્યાન આપવા કહ્યું. માનવ ભણી રહ્યો .માસ્ટર થયો, ઇન્ટર્નશીપ પછી એક હોસ્પિટલમાં નોકરી પણ કરી. પછી સંપૂર્ણ સમય નવી હોસ્પિટલના નિર્માણમાં લાગ્યો અને તૈયાર થઇ ગઈ. દરેક દર્દીને નવજીવન આપવાની ખેવના હોવાને કારણે હોસ્પિટલનું નામ "નવજીવન હોસ્પિટલ" રાખ્યું. મેડિકલ વ્યવસાયમાં આંચકો લાગ્યો કે એક મોચીનો દીકરો હોસ્પિટલનો માલિક ? પણ ટૂંક સમયમાં માત્ર પૈસા કમાવા નહિ પણ માનવીય અભિગમ સાથે દર્દીઓની માનવીય અભિગમ સાથે સેવા કરી એને નવજીવન આપવામાં ડો. માનવ અને હોસ્પિટલનું નામ થઈ ગયું.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્ત્રી સશક્તિકરણ ની વાતો બહુ ચાલે છે. જોકે એ વાત પણ સાચી કે ઘણી સ્ત્રીઓ એ એવા કામ કર્યા છે કે નારી એટલે અબળા એ વાત જ ભુલાવી દીધી છે. એવી ઘણી સ્ત્રીઓ છે કે પુરુષોથી આગળ છે. મેં જોયું છે કે ઘણા પુરુષો અંદર અંદર ઘૂંટાતા હોય છે બોલી નથી શકતા. સ્ત્રીની વાત કરીએ તો ઘણી મહિલાઓ પ્રથમ તો સાવ ઢીલી હોય, પેલી કહેવત છે ને *દીકરી ને ગાય, દોરે ત્યાં જાય* એણે જ ઘણી ઘોર ખોદી છે. પુરાણકાળથી દીકરી જન્મે એટલે અમુક વાડા બાંધી દીધા છે. એ વખતમાં તો દીકરીને ભણવા ની શું જરૂર? ઘરના બધા કામ શીખી જવાના, રસોઈ શીખવાની અને પછી એણે બાપા નક્કી કરે ત્યાં પરણી જવાનું પતિ પત્ની એ એકબીજાને જોયા જ ના હોય. બસ સીધા માંડવેએ પછી રસોડું સંભાળવાનું, પતિ કહે એમ જ કરવાનું. ઘર પરિવારની બાબતમાં એમનો કોઈ મત ના હોય. આમાંથી ધીરે ધીરે બદલાવ આવવા માંડ્યા, હવે તો છોકરા છોકરી પોતે જ એકબીજાને શોધી લે.અથવા માં બાપ નક્કી કરે તો છોકરા છોકરીના મત લેવાય.એ લોકો એકબીજાને પસંદ કરે પછી જ નક્કી થાય. આમાં છૂટાછેડા નું પ્રમાણ પણ વધુ છે. એ વિષય જુદો છે. એ સિવાય પણ હજી ઘણી જગ્યાએ માતા પિતા નક્કી કરે ત્યાં જ જબરદસ્તી સંબંધ થાય છે. સમાજના ઘણા લોકો સમજાવે કે ભાઈ આ પરિવાર ધનાઢ્ય છે, નોકરચાકર બંગલા ગાડી બધું જ છે પણ છોકરો બરાબર નથી. ખાધે પીધે પહેરે ઓઢયે સુખી રહેશે પણ શોષાય, મન હૃદયથી ખુશ કે સંતુષ્ટ નહિ હોય અહીં ના કરાય, છતાં વૈભવ જોઈ પરણાવી દે. દુઃખી કોણ થાય? દીકરી.
આ જ વાત વલ્લરી ના જીવનમાં બની. એ દીકરીએ જીવનના કેટલા ચઢાવ ઉતાર જોયા, અત્યારે જે પરિસ્થિતિમાં છે ત્યાં પહોંચતા એણે ઘણા ઝંઝાવાતો નો સામનો કર્યો. વલ્લરી કેટલી લાગણીશીલ હશે? એના ભૂતપૂર્વ પતિ એ એને બહુ જ ત્રાસ આપેલો, છૂટાછેડા લઇ લીધા છતાં આટલા વર્ષે એના ભૂતપૂર્વ સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં જવાના હતા એમને તકલીફમાં જોઈ પોતાની સાથે રહેવા લઇ આવી. વૃદ્ધાશ્રમમાં ન જવા દીધા. પતિ સુરેશ અને એનો ભાઈ મહેશ નપાવટ હતા પણ માં બાપ તો લાગણીશીલ હતા. એમણે એ વખતે કોઈ અન્યાય કે હેરાનગતિ નહોતા કર્યા એ તો ઉપરાણું લઇ બચાવ કરવા ઉભા રહેતા, અંતે એમણે જ પોતાના દિકરા થી વલ્લરીને છૂટી થવામાં મદદ કરી. એમણે જ કહેલું કે દીકરી તું એનાથી છૂટી થઈ જા નહિ તો આખી જિંદગી હેરાન થઈશ. એમ કહી ખાનગીમાં એક ફ્લેટ જે એના સસરા એ ખરીદી રાખ્યો હતો એ વલ્લરી ના નામે કરી નાખ્યો અને કહ્યું કે ભવિષ્યમાં તને કોઈ ના રાખે તો આ ફ્લેટ તારો, એમાં એમનો શું વાંક.? આ બધું વિચારીએ વૃદ્ધો ને ઘેર લઇ આવી હતી.
વલ્લરી પિતાએ અનેક લોકોએ ના પાડી છતાં દીકરીને નરકમાં ધકેલી દીધી. શરૂઆતમાં બહુ સારું ચાલ્યું, એક દીકરો જન્મ્યો એ પછી એના પતિ નો ત્રાસ બેસુમાર વધી ગયો. વલ્લરીના સાસુ સસરા વચ્ચે પડી બચાવતા. એનો દીકરો પણ એના બાપની સામે થઇ જતો.અંતે છૂટાછેડા થયા. વલ્લરી પિયર પાછી આવી ગઈ. લોકોએ વલ્લરી ના પિતાને ખૂબ સંભળાવ્યું પણ એ શું બોલે? એ સમયે પૈસાની ચકાચૌંધ માં દીકરી પરમ સુખમાં રહેશે એવા ભ્રમ માં હતા પણ હવે સમજાયું. જોકે એમાં પિતાનો વાંક ન કહેવાય. દરેક બાપ પોતાની દીકરી રાજરાણી બનીને રહે એમ ઇચ્છતા હોય એમ આ પિતાએ વિચાર્યું, વલ્લરી પણ પિતાને કહેતી કે બાપા આમાં તમારો કોઈ વાંક નથી. તમે તો મારી સારું ઇચ્છતા હતા. પણ પિતાને આનો આઘાત અસહ્ય લાગ્યો હતો. આ જ આઘાતમાં એના પિતાનું મૃત્યુ થયું. વલ્લરીના ભાઈએ ગુસ્સો કાઢ્યો બહેન પર અને કહ્યું કે તમારા પાપે પપ્પા ગયા. માં શું બોલે? જીવન ચાલવા લાગ્યું. વલ્લરી નો શું વાંક? સંજોગો એવા થયા. એક તો દીકરા ને મોટો કરવાનો કામ શું કરવાનું? એને એમ થાય કે એકલો ભાઈ કમાતો હોય અને આખા ઘરનો ખર્ચો એના માથે, ઉપરથી હું અને મારો દીકરો. મારે કાંઈક કામ કરવું જોઈએ. એટલે એણે ખાનગીમાં સસરાજી પાસેથી પૈસા ઉછીના લઇ ગૃહ ઉદ્યોગ શરુ કર્યો. ખાખરા અને અન્ય નાસ્તા બનાવી, ઘેર ઘેર અને અમુક દુકાનોએ વેચવા નીકળી પડતી.રસોઈમાં તો એ અવ્વલ હતી એનું સરસ ચાલવા માંડ્યું કમાવા માંડી. અને ઘરમાં પણ માં ને પૈસા આપતી કે ભાઈના એકલાના માથે કેમ ભાર રાખવો? વલ્લરી ખર્ચ કાઢતા જે પૈસા બચ્યા એ સસરાને આપી આવી. સસરાએ લેવાની ના પાડી તો કહ્યું પાછા જોશે તો લઇ જાઈશ.
અહીં વલ્લરીના ભાઈના લગ્નનું ગોઠવાયું એમાં પણ એણે મદદ કરી. લગ્ન પછી ભાઈ ભાભીએ કહ્યું કે ક્યાં સુધી અહીં પડયા રહેશો. હવે કમાવા માંડયા છો બીજું ઘર ગોતી લ્યો. વલ્લરી પાસે ફ્લેટ તો હતો જ જે એને અને એના સસરાને બે ને જ ખબર હતી. વલ્લરી ત્યાં રહેવા ચાલી ગઈ. દીકરા વૈભવ ને પણ ભણાવવાનો હતો. અને આ ગૃહ ઉદ્યોગ સારો ચાલવા માંડ્યો એટલે એને વધારવાનો હતો. એણે નામ આપ્યું *વૈભવ ગૃહ ઉદ્યોગ* હવે નામ સાથે વેચાતા *વૈભવ ખાખરા* વૈભવ વેફર* વૈભવ નમકીન* વગેરે, હવે જરૂરિયાત વાળી બહેનોને કામ પર રાખી બધું બનાવતી. એનો ધંધો દિવસ રાત વધવા માંડ્યો. એણે એક જગ્યા રાખી અને ત્યાં મોટા પાયે બનાવવા માંડી, કામ માટે મહિલા કારીગર રાખ્યા, પેકીંગ પણ સરસ થયા. દીકરો પણ સરસ ભણવા માંડયો, એમાંના સંજોગો જોઈ બહુ જ સમજુ, વિવેકી નમ્ર અને મહેનતુ થઇ ગયેલો. ભણવાના સમય પછી એ ગૃહ ઉદ્યોગ સ્થળે જ હોય.
આ દરમ્યાન એને ખબર પડી કે એના ભૂતપૂર્વ જે છૂટાછેડા પછી તરત જ યુએસએ ચાલ્યા ગયા હતા એ વર્ષો પછી ત્યાંના નાગરિકો થઇ ગયા પછી એના નાના ભાઈને ત્યાં બોલાવી લીધો. અને હવે એના પતિ અને એના ભાઈએ બાપાના બધા પૈસા પડાવી બંગલો એમના નામે કરી વેચી નાખ્યો છે અને બધા પૈસા લઇ યુએસએ ચાલ્યા ગયા છે. અને બેય વૃદ્ધ માં બાપ રસ્તા પર આવી ગયા અને હવે કોઈની મદદથી વૃદ્ધાશ્રમ રહેવા જશે. વલ્લરીએ બેયને સમજાવી પોતાના ઘેર લઇ આવી. એણે કહ્યું કે મારું આ બધું તમારા કારણે જ છે નહિ તો હું ક્યારની રસ્તે રઝળતી થઇ જાત.
વલ્લરી ભલે ખુબ કમાતી થઇ ગઈ હોય. દીકરો ભણવાનું પૂરૃં કરી બધું સંભાળવાની તૈયારીમાં હોય તોય, વલ્લરીને ક્યારેક એકલતા સતાવતી હોય. એને ય કોઈ વહાલ કરવા વાળું, ખ્યાલ રાખવા વાળું જોઈએ ને? એના ગૃહ ઉદ્યોગના સ્થળે ઓર્ડર નોંધવા, ઓર્ડર મુજબ માલ પહોંચાડવા એક ભાઈ હતા, વિશ્વેશ ભાઈર, બહુ જ વ્યવસ્થિત અને મિતભાષી. એ વલ્લરીનું બહુ ધ્યાન રાખતા, એ સમય થાય એટલે પૂછી લે મેડમ તમે જમ્યા નથી, મેડમ કેમ ઉદાસ છો? તબિયત કેમ ઢીલી છે? એમનો ભાવ સહજ હતો પણ વલ્લરીને અંદરથી એના માટે જુદી લાગણી થતી હતી. વિશ્વેશ આમ એકલો જ રહેતો હતો, એના પરિવારમાં કોઈ નહોતું. લગ્ન થયા હતા પણ છૂટાછેડા થઇ ગયેલા. એ કોઈને કહેતો નહિ. સમય જતાં વલ્લરી-વિશ્વેશ નજીક આવવા લાગ્યા અને એક થવાનું નક્કી કર્યું.
એક સાંજે વલ્લરી વિશ્વેશ ને લઇ ઘેર આવી ત્યારે ભૂતપૂર્વ સાસુ સસરા એમનો સામાન બાંધતા હતા, વલ્લરી વિશ્વેશનો પરિચય કરાવવા લાવી હતી અને આશીર્વાદ લેવા કે અમે હવે એક થવાના છીએ. વલ્લરીએ પૂછ્યું કેમ સામાન બાંધો છો? બહારગામ જવું છે ? એ લોકો કહે કે અમને આ સારા સમાચાર મળ્યા કે આ વિશ્વેશ કુમાર જેવા સંસ્કારી વ્યક્તિ નો તને સાથ મળ્યો, કે જે તારૃં સતત ધ્યાન રાખે, તને વ્હાલ કરે એટલે હવે તું જીવન તારા માટે જીવીશ, અત્યાર સુધી તું લોકો માટે જીવતી હતી. લોકોનું ધ્યાન રાખતી, લોકોને પ્રેમ કરતી હવે તને પ્રેમ કરવા, તારું ધ્યાન રાખવા વાળું આવ્યું છે બેટા હવે તું જિંદગીને માણ, અમે વૃદ્ધાશ્રમના સંદીપભાઈ સાથે વાત કરી લીધી. અમે ત્યાં રહીએ. દીકરી તું હવે જીવી લે તારી જિંદગી. વલ્લરીની આંખો છલકાઈ ગઈ. એણે પોતે પોતાના માટે આવું ક્યારેય વિચાર્યું નહોતું એ આમણે વિચાર્યું. એને થયું કે*મેં જિંદગી માણી જ નથી? * એ વડીલના પગમાં પડી ગઈ અને ધ્રુસકે ચડી ગઈ.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક શુભેચ્છક ના આમંત્રણ ને માન આપી મહર્ષિ દાદા, એમને ઘેર મળવા અને જમવા ગયેલા. એ શુભેચ્છક પરિવાર પણ સેવાભાવી હતું અને મહર્ષિ દાદાના આયોજન કરેલા સેવાકાર્યોમાં એ આખું પરિવાર જોડાયેલું રહેતું, એ લોકો સપ્તાહ અંતે લગભગ સેવા આપવા જતા. સૌને મહર્ષિ દાદા માટે માન હતું. ઘણા તો મહર્ષિ દાદાને કોઈ પુરાણ કાળના મહા ઋષિનો અવતાર કહેતા પણ એ કહેતા કે હું તો ઈશ્વરનો સેવક છું. આજે આ પરિવારના વારંવારના આગ્રહને માન આપી જમવા આવ્યો છું. આ પરિવારનો આશય નેક હતો તેઓ એમના બંગલાની આસપાસની ખુલ્લી જગ્યામાં રવિવારે બાળકોને ભેગા કરી રમતગમત સાથે નવું નવું શીખવતા, વાર્તા કહેતા, દરેક જીવપ્રત્યે માનવીય અભિગમ રાખવો, જીવનના સત્ય સમજાવતા. આ જ વિચારશૈલી મહર્ષિ દાદાની હતી એટલે જ. આવા લોકો મહર્ષિ દાદા સાથે જોડાયેલા હતા.
આ પરિવાર બાળકોને ભોજનનો બગાડ ન કરવા સતત સમજાવતા અને ભોજન કેમ કરાય એ શીખવતા, આજે મહર્ષિ દાદાને ભોજન કરવા બોલાવ્યા હતા એ એટલા માટે કે એમને આ બાળકો ભોજન કરતા જુવે અને શીખે. એટલે દર રવિવારે આવતા એ બાળકોને જમવા બોલાવ્યા હતા. એ બધા બાળકો હાજર હતા અને મહર્ષિદાદા આવ્યા કે તરત બધા બાળકો ઉભા થઇ વારાફરતી એમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા, એ બોલ્યા કે *અરે અરે આ શું કરો છો?* પેલા યજમાન કહે *દાદા તમે એ લોકો માટે પ્રેરણા સ્વરૂપ છો, એ બધા તમારા આશીર્વાદ લે છે કે એમના જીવનનો અભિગમ પણ તમારા જેવો રહે. દાદા એ બધાને આશીર્વાદ આપ્યા. બધા જમવા બેઠા અને પીરસવાનું શરૂ થયું , પીરસવા વાળા નક્કી થયા મુજબ પ્રથમ દાદા ને ને પીરસવા આવ્યા , બધા બાળકો જોતા હતા. પીરસનારને દાદાએ કહ્યું સાવ થોડું થોડું આપજો. જોશે તો ફરી વાર માગીશ. બધા બાળકોએ પણ કહ્યું થોડું આપજો. એ પછી જેને જે જોઈએ એ ફરી લે. કાકારનું જમવાનું પૂરૃં થયું ત્યારે એમની થાળી સાવ ચોખ્ખી હતી, એક દાણો બચ્યો ન હતો.અને બધા બાળકો અનુસર્યા, બધાની થાળી ચોખ્ખી હતી. દાદાએ કહ્યું *વાહ બાળકો, આમ જ ભોજન કરાય. ઘણાં લોકોને એક દાણો મળતો નથી. આમ જ કરજો. તમારા જેવા ઘણા ભૂલકાઓ જમવા નથી પામતા, એમનો ખ્યાલ કરીને પણ અન્નનો બગાડ નહિ કરતા. ખાઈ શકો એટલું જ થાળીમાં લેવાનું, એ પછી વધે તો આવા બાળકોને આપવાનું. બાળકો આ સરસ શીખ્યા.
જમ્યા પછી બધા બેઠા એક બાળકે કહ્યું કે દાદા, તમે નાના હતા ત્યારથી આમ કરો? ભૂખ્યા બાળકો માટે તમે આ વિચારો છો ભોજન માટે તરસતા ગરીબ લોકો માટે કોઈ કામ તમે કેટલું કરો છે? સપ્તાહના અંતે તમે પ્રવૃત્તિ કરો છો એ ખ્યાલ છે, બીજું શું? દાદાએ એ કહ્યું સરસ વાત કરી, ચાલો આજે એ વાત કરીએ. એમ કહી એમણે જે વાત કરી એ અહીં રજૂ કરી છે.
મહર્ષિદાદાનો જન્મ એક બહુ જ ધનાઢ્ય પરિવારમાં થયેલો. જન્મ્યા ત્યારથી એની નજર જે રીતે ફરે. કોઈ સામે ધારીને જુવે તો કોઈ એની પાસે આવી રમાડવા પ્રયત્ન કરે તો મોઢું ફેરવી લે, આ બધું એના દાદા જોતા ત્યારે એમને કંઈક જુદા જ વિચારો આવતા. એમના દાદાને લાગ્યું કે આ બાળક ઈશ્વર અવતાર છે. એ દરમિયાન એક સંત એમના ઘેર આવ્યા, દાદાએ એમને આવકાર્યા એ સંતે કહ્યું કે તમારા ઘેર કોઈ મહાઋષિએ જન્મ લીધો છે? દાદા કહે, એ તો ખબર નથી પણ આપ કહો છો તો એ જ અંશે, કારણ એમની દૃષ્ટિ એવી જ હોય છે. અમુક લોકો સામે જોઈ એમને જોયા કરે, અમુક સામે જોઈ નજર ફેરવી લે. પણ ખુલીને સ્મિત કોઈને ના આપે. દાદાના પુત્રવધૂએ ઈશ્વર સ્વરૂપ બાળકને લઈને આવ્યા. એ બાળક આ સંતને જોઈ વિશાળ સ્મિત આપ્યું અને હાથ જોડતા હોય એમ હાથ રાખ્યા. અને માં ના હાથમાંથી ઉતરી નીચે બેસવા પ્રયત્ન કર્યો એટલે એમની માતાએ એમને જમીન પર બેસાડ્યા. પેલા ઋષિ એકદમ ઊભા થયા અને એ બાળકના ખોળામાં માથું મૂકી સાષ્ટાંગ વંદન કર્યા, એ જ વખતે એ બાળકે પેલા ઋષિના માથા પર હાથ મૂકી દીધા. જાણે આશીર્વાદ આપતા હોય. પેલા ઋષિની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. ઋષિ કહે કે મારો જન્મારો સુધરી ગયો, દાદા તમે નસીબદાર છો આ એ યુગના મહાન ઋષિ હતા. એમણે એ યુગમાં મને વિદ્યા શીખવી હતી. પછી એક ઘટના બની હતી, મેં એક સેવક જમવા બેઠો અને મેં ગુસ્સામાં એનો ભોજન થાળ ઢોળી દીધો. મારા ગુરૂવર્ય મહાઋષિ મારા પર ક્રોધિત થઇ ગયા અને ત્યાંથી મને છોડી ચાલ્યા ગયા. બસ હું નિરાધાર થઈ ગયો. ત્યારથી હજુ મારો મોક્ષ નથી થયો. હું ભટક્યા કરૃં છું. આજે મારા એ ગુરુ મહાઋષિએ મારા માંથે હાથ મુક્યો અને હું ધન્ય થઇ ગયો. આ એ જ મહાઋષિ છે દાદા, તમારે ઘેર જન્મ્યા છે. એ પછી દાદાએ એ બાળકનું નામ મહર્ષિ રાખ્યું. એ પછી તો દાદા સવારે ઉઠીને મહર્ષિને વંદન કરે.
સમય જવા માંડ્યો. મહર્ષિ યુવાન થયા સારૃં ભણ્યા હંમેશાં અગ્રીમ હોય, અને હોય જ ઈશ્વર સ્વરૂપ હતા. એ કોઈને દુઃખી ન જોઈ શકે. એમના પરિવારના સૌએ એમના લગ્ન માટે વાત કરી પણ એમણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું હું આજીવન આમ જ રહીશ ફરી મને કહેતા કે પૂછતાં નહિ. એ પછી કોઈએ કહ્યું નહીં. દાદાની ફેક્ટરી બહુ વિશાળ હતી. દાદાના ગયા પછી મહર્ષિના પિતા સાંભળતા હતા અને હવે ધીરે ધીરે મહર્ષિ પણ જોવા માંડ્યા. મહર્ષિ આમ તો બહુ જ હોંશિયાર અને ફેક્ટરીના દરેક માણસનું બહુ જ ધ્યાન રાખે, કોઈ પોતે માંદા હોય, એમના પરિવારમાં કોઈ માંડુ હોય તો મહર્ષિ દોડીને જાય, બધો ખર્ચ કરે. કોઈના ઘરમાં પ્રસંગ હોય તો નાણાકીય મદદ કરે જ પણ પ્રસંગમાં હાજરી આપે. એના પિતા જો કાંઈ કહે તો એ કહે કે આ આપણું પરિવાર છે, આ લોકો મહેનત મજૂરી કરે છે ત્યારે આપણો ધંધો ધબકે છે. મહર્ષિના આ અભિગમને કારણે ઉત્પાદન અને વેચાણ બધું જ વધ્યું.
આ મહર્ષિ એકવાર બહાર કોઈ કામે ગયા હતા એ કામમાં વાર લાગે એવી હતી એટલે ડ્રાઇવરને કહ્યું કે તું જા બીજા કામ કરી આવો મને અહીં સમય જશે. કલાક પછી આવજે. એ ચાલ્યો ગયો. જ્યાં કામ માટે ગયા હતા એ લોકોને ખબર હતી એટલે એમણે બધી તૈયારી રાખી હતી, એ કંપની પાસેથી બહુ લાંબા સમયથી ઘણા પૈસા બાકી હતા, મહર્ષિએ વિચાર્યું કે હું જ જઈશ, આ વાત એમના એકાઉન્ટન્ટે એ કંપનીમાં કહી રાખેલી. મહર્ષિને હતું કે આ બાબતે ચર્ચા બહુ થાશે એટલે ડ્રાઇવરને મોકલી દીધો પણ મહર્ષિ જેવા એ માલિકની કેબિનમાં ગયા કે તરત એ માલિકે પૂરો ચેક એમના હાથમાં આપી દીધો અને કહ્યું ક્ષમા કરશો, અકાઉન્ટન્ટની લાપરવાહી હતી. મહર્ષિને તો તરત કામ પતી ગયું. ચ્હા પી નીકળી ગયા. બહાર નીકળી એમ થયું કે ભૂખ લાગી છે તો અહીં નાનું ઢાબુ છે ત્યાં થોડું કંઈક ખાઈ લઉં, એ પ્લેટ લઇ બેઠા અને એક નાની બાળકી આવીને એમની સામે જોવા લાગી મહર્ષિએ કંઈ બોલ્યા વગર એ પ્લેટ એ બાળકીના હાથમાં આપી દીધી. એ બાળકી એ લઇ તરત દોડી, મહર્ષિએ જોયું કે એ લઈને દોડી કેમ? એ પાછળ ગયા તો પાછળ એની નાની બહેન અને નાનો ભાઈ લોકોએ જે પ્લેટ ફેંકી હોય એમાં જે વધ્યું હોય એ ઉસેડી ખાતા હતા.
આ ગઈ અને એ લોકો રાજી થયા મહર્ષિએ એ જોયુ. એ પાછા ગયા અને બીજી બે પ્લેટ લઇ ત્યાં આવ્યા એ ત્રણેય બેઠા હતા ત્યાં મૂકી, એ લોકોની આંખમાં હરખના આંસુ હતા અને ત્યાં બેઠા બેઠા જ ઘૂંટણ ટેકવી માથું ટેકવ્યું. કોમળ હૃદયના મહાઋષિ રોઈ પડયા એમને થયું કે લોકોને અન્નનો દાણો નથી મળતો અને ભૂખનું મૂલ્ય ન સમજનાર, આમ વધેલું ફેંકી દે છે. બસ ત્યાર પછી એમના હૃદયમાં બીજું વિચાર જન્મ્યો. શરૂઆત એમની ફેક્ટરીથી કરી એમણે બધાને કહ્યું કે તમે બધા જમવા બેસો ત્યારે દિલથી જમો. કાંઈ ટિફિનમાં વધારો નહિ. અને જો ના ખવાય તો અહીં અલગ અલગ વાસણો મૂક્યા છે એમાં અલગ અલગ ઠાલવી દ્યો. ફેંકતા નહિ. એ બધા અનુસરવા માંડયા, એમણે એક સંસ્થા ઉભી કરી. આ વધેલું ત્યાંના માણસો લઇ જાય. ત્યાં ભોજનશાળા બનાવી, લાચાર ગરીબ ત્યાં જમી જાય. મહર્ષિએ આ વિનંતી અનેક ઓફિસ, કારખાનામાં કરી અને કહ્યું કે અમારા માણસો લઇ જશે. અને એમ ચાલવા માંડ્યું. આ વાત જેમને ત્યાં કોઈ પ્રસંગ હોય ત્યાં પણ કરી અને કહ્યું કે પ્રસંગમાં કાંઈ વધે તો કહેજો અમારા માણસો લઇ જશે. ગરીબો એઠા વાસણોમાંથી ઉસેડી નહિ ખાય સારી રીતે જમી શકશે. આ અભિયાનથી બે વાત બની, લોકો પ્લેટ, થાળીમાં છાંડવાનું બંધ કરવા માંડ્યાં જોઈએ એટલું જ લે. મહર્ષિએ અભિયાન ચલાવ્યું કે કોઈને એક દાણો નથી મળતો અને તમે બગાડો છો?
આમને આમ મહર્ષિદાદા તરીકે પ્રખ્યાત થઈ ગયા એ પછી એમની સંસ્થા દર રવિવારે એક જગ્યાએ જાતજાતના ભોજન એક મીઠાઈ અને પાણીની બોટલ લઇ ઉભા રહે, જે આવે એને પૂછે શું કામ કરો છો? ન કરતા હો તો કરો, અમુકને કામ અપાવે. એ સૌને માન પૂર્વક ખાવાનું આપે અને પાણીની બોટલ આપે. કેટલા લોકોના આશીર્વાદ મળે. મહર્ષિ દાદા કહેતા કે કોઈને પૈસાની ભીખ ના આપો. એ આજીવન ભિક્ષુક રહેશે કામ નહિ કરે. કોઈ વસ્તુ ના આપો એ વેચી નાખશે. એને ભોજન આપો. જમશે. પેટ ભરાશે. એમની સંસ્થા દ્વારા અભિયાન ચાલ્યું, પેટ ભરીને ખાઓ પણ બગાડો નહીં, કોઈનું પેટ ખાલી છે.
આ બધી વાત બાળકોએ સાંભળી અને એમણે નક્કી કર્યું કે હવે સૌને સમજાવશું. સૌએ સમજવું જોઈએ,ભોજન, નાસ્તો કાંઈ પણ મન હોય, પેટમાં જગ્યા હોય એટલું જ ભાણામાં લ્યો. બગાડો નહીં કોઈનું પેટ ખાલી હોય છે અને તમે બગાડો છો એટલું પણ નથી મળતું. જૈન સમાજની એક સરસ વાત છે, ઘણી જગ્યાએ ભોજન સમારંભમાં લોકો ભોજન કરી પ્લેટ મૂકવા જાય ત્યાં સ્વયમ સેવક ઊભા હોય, તમારી થાળીમાં વધેલું હોય તો કહે *આટલું વાપરી લો પછી પ્લેટ મૂકો, બગાડન કરો * આવું દરેકે પ્રસંગમાં કરવું જોઈએ.
- હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે એમ કહેતા હોય અથવા સાંભળતા વાંચતા હોઈએ કે સ્ત્રી હવે સંપૂર્ણ સ્વતંત્ર છે, પુરૂષ સમોવડી છે, વાત સાચી પણ સંપૂર્ણ નહિ. હજી અમુક ટકા સ્ત્રી પીડિત છે. અમુક પુરૂષ વર્ગ પરંપરાગત એવું માને છે કે *સ્ત્રી સંપૂર્ણ પણે પુરૂષ આધીન છે. એણે પુરૂષની જાણબહાર કે એની મંજૂરી વગર કાંઈ જ ન કરવું જોઈએ. ત્યારે ઘણા ખરા પુુરૂષ એમ ચુસ્તપણે માનતા હોય અને અનુસરતા હોય કે સ્ત્રી ને બધા જ અધિકારો છે, એ કોઈની દાસી નથી. પરિવારમાં એમને પોતાના વિચારો, પારિવારિક કાર્યવાહીમાં એમનો મત મુકવાનો પૂરો અધિકાર છે. એ ભણેલી હોય તો પારિવારિક વ્યવસાયમાં પદની અધિકારી છે. એને કોઈ પદ આપી વ્યવસાયમાં સામેલ કરી શકાય. આ પ્રગતિ છે. આપણે કોઈ જ્ઞાતિ-જાતિ, પ્રદેશની વાત નહિ કરીએ પણ બે પરિવારની વાત કરશું.
કિશોરીદાસને એક દીકરો કૈલાશ અને દીકરી રૂક્ષ્મણી, રૂક્ષ્મણી મોટી અને એનાથી ચાર વર્ષ નાનો કૈલાશ. કિશોરીદાસને જો કોઈ કાંઈ કહી શકે તો એ દીકરી ુરૂક્ષ્મણી. પણ અમુક બાબતોમાં એ બહુ વિરોધી, એ લોકોના ઘરમાં એક પરંપરાગત રિવાજ હતો કે સ્ત્રી ને એટલે કે ઘરની પુત્રવધૂને પરિવારની બાબતે કોઈ સુજાવ આપવાનો, મંતવ્ય આપવાનો કોઈ અધિકાર નહિ. એ લોકોની હાલત ઘરની દાસી જેવી. ઘરમાં નોકરચાકર ખરા પણ રસોઈયા નહિ. રસોઈ તો ઘરની વહુ એ જ કરવાની. દીકરી રૂક્ષ્મણી એની માંની હાલત જોતી હતી. એ રસોડામાંથી ઊંચી ન આવે. અને ઘરના પુરુષો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમે રૂક્ષ્મણીની માં મીરાએ તો રસોડામાં જમીન પર બેસીને જમવાનું એ પણ બધા જમી લે પછી. એ જમાનામાં તો દીકરીને ભણાવતા જ નહિ. કોઈ એડવાન્સ પરિવાર હોય તો એમની દીકરીઓ ભણતી, એના માં બાપ ભણાવતા. જીદ કરીને રૂક્ષ્મણી ભણી અને સારૃં ભણી.
રૂક્ષ્મણી એની માં ને કહેતી કે માં તું કેમ સહન કરે છે. તારી સામે બાપુ રાડો જ પાડે છે, મેં ક્યારેય એમને તારી સાથે પ્રેમથી વાતો કરતા નથી જોયા. કાંઈ માંગે તોય બૂમો પાડીને *મારી ચ્હા, મીરા મારો નાસ્તો, અને મોડું થાય તો ધોલધપાટ કેમ વાર લાગી* અને માં હવે તો કૈલાશ પણ એ જ કરે છે. કૈલાશની વહુ આવશે તો એની શું હાલત થશે?, માં કહે મને એ જ વિચાર આવે છે કે શું થાશે? એ સાથે રૂક્ષ્મણીએ પણ વિચારે કે હું જ્યાં પરણીને જાઈશ ત્યાં તો આવું નહીં હોયને? પણ એના નસીબ સારા કે એને બહુ જ સરસ પરિવાર મળ્યું, બુલાખીદાસ પણ કિશોરીદાસની જેમ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. એમનો પણ મોટો વ્યવસાય હતો અને એમના કાકા બાપાના સમગ્ર પરિવારના પોતાના વ્યવસાય હતા. એમાંય બુલાખીદાસની દૂરની બહેનના પતિ જમનાદાસ તો રાષ્ટ્રવ્યાપી વ્યવસાય ધરાવતા હતા. બહુ મોટા દાનવીર કહેવાય, સમાજમાં, સંસ્થાઓમાં એમનો દાનનો મહિમા હતો.
રૂક્ષ્મણી પરણીને બુલાખીદાસના પરિવારની પુત્રવધૂ બની. બુલાખીદાસના દીકરા કિશનલાલ બહુજ નમ્ર, ભલા અને વિવેકી માણસ, આ કિશનલાલે એની સાસુ મીરા માં ને કહેલું કે *માં તમે તમારી દીકરીની જરાય ચિંતા નહિ કરતા, એ રાજ કરશે અને દીકરીની જેમ મોજ કરશે. અમારા ઘરમાં સૌનો દરેક વાત પર અધિકાર અને મત હોય છે.* (એ સમાજના દરેક વ્યક્તિ કિશોરીદાસ પરિવારની પરંપરા જાણતા હોય. સૌ કહે એ ઘરની દીકરી લાવો પણ એ ઘરમાં દીકરી આપો નહિ) સમાજમાં દરેક લોકો કહેતા કે કિશોરીદાસના ઘરમાં દીકરી અપાય નહીં તેમ છતાં બબલદાસે એમની દીકરી કિશોરી દાસ ના પરિવાર માં દીકરા કૈલાશ વેરે આપી. બબલદાસ કિશોરીદાસની જાહોજલાલીથી અંજાયેલા હતા. એમાંય એમની દીકરી તો સિવિલ એન્જિનિયર થયેલી. એટલે એમને એમ કે આટલી ભણેલી દીકરી એ પરિવારમાં જાય તો એમને ધંધામાં પણ મદદરૂપ થઇ શકે. પણ એ ન થયું કારણ કે કિશોરીદાસ પરિવાર બબલદાસને ઘેર ગયું ત્યારે બબલદાસે કહેલું કે મારી દીકરી સિવિલ એન્જીનીયર થયેલી છે ત્યારે જ કૈલાશે કહેલું કે *જે હોય તે અમારા ઘરે અમે નક્કી કરીશું ભલે એન્જિનિયર હોય* બુલાખીદાસની દીકરી મંજુલા અત્યંત રૂપાળી, સદાય હસતી છતાં નિર્દોષ અને ગભરુ. ભલે આટલું ભણી પણ સ્વભાવે ગભરૂ અને બોલી ન શકે એવી. કોઈ પણ વાતમાં *જી જી* એ સમયે રૂક્ષ્મણી આવી હતી ત્યારે એને ચિંતા થઈ કે આ તો નિર્દોષ પારેવું પારધી ની જાળમાં ફસાવા જઈ રહી છે. મારે ધ્યાન રાખવું પડશે. લગ્ન વખતે પણ રૂક્ષ્મણી એ મંજુલા ને કહેલું કે સામે અવાજ કરવાનું રાખજે તારા સ્વભાવ પ્રમાણે જીજી નહિ કરતી. માર ખાઈશ. અને એ જ થયું. એ ભલે એન્જિનિયર થઇ પણ આ ઘરમાં એનું સ્થાન ગૃહિણીનું જ. રસોડાથી બેડરૂમ. કિશોરીદાસની જેવું જ વર્તન. કૈલાશ ઊંચા અવાજે જ વાત કરે, પહેલીવાર તો બધાની સાથે પોતાના ચ્હા નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મુક્યા અને કૈલાશ તાડૂક્યા *એય, અમારી બરાબરી?, તારે રસોડામાં માં સાથે બેસવાનું સમજી? ઓલી *જી જી* કરતી ચાલી ગઈ. અંદર ગઈ એટલે એના સાસુએ વાંસે હાથ ફેરવી સંતવાના આપી અને આ કડવા રિવાજ સમજાવ્યા. ઓલી મંજુલા શું કરે? અફસોસ, એને યાદ આવે લોકો કહેતા હતા કે ભલે કરોડપતિ હોય પણ એ ઘરમાં ના જવાય. એમની દીકરી જે ખાનદાનમાં ગઈ છે એ તો કિશોરીદાસથી પણ વિશેષ અબજોપતિ છે પણ ખાનદાની માણસો. આ લોકોથી તદ્દન વિરુદ્ધ. પણ શું થાય? માં બાપે કર્યું એ ભોગવે. બપોરે એકલા બેઠા એના સાસુએ પારંપરિક પરંપરાની બધી વાત કરી. એ પછી એકવાર દીકરી રૂક્ષ્મણી આવી ત્યારે એની માં મીરા એ મંજુલા પર થતા અત્યાચાર વિષે કહ્યું, એ ઊકળી ગઈ અને કહ્યું કે હું મારા વરની મંજૂરી લઇ અહીં અઠવાડિયું રહેવા આવું છું. પછી કૈલાશને સીધો કરું.
રૂક્ષ્મણી કહ્યું હતું એમ આવી એનો રૂમ એ ગઈ ત્યારનો બંધ હતો. મીરાંએ પુત્રવધૂ મંજુલાને કહ્યું કે હમણાં કલાકમાં તારી નણંદ રૂક્ષ્મણી આવશે એનો રૂમ સાફ કરાવી નાખ. મંજુલા હોંશે હોંશે રૂમ ખોલવા ગઈ અને કૈલાશે જોયું, એ તાડૂક્યા *એય દીદીનો રૂમ કેમ ખોલે છે, તારે કોઈ વસ્તુને અડવું નહિ. એમ કહી એનો કાન પકડ્યો અને તમાચો મારી કહ્યું બંધ કર. આ જ વખતે રૂક્ષ્મણી દરવાજામાં આવી ગઈ હતી અને એણે કૈલાશના દૃશ્યની વિડીયોગ્રાફી કરી લીધી, પછી બોલી *કૈલાશ ભલે ખોલે, માં એ જ કહ્યું હશે હું આવવાની છું એટલે રૂમ ખોલી સાફ કરી નાખ. મારો રૂમ છે અને મારી ભાભી છે, તારે અવાજ નહિ કરવાનો પણ તોય કૈલાશે મોટી બહેનને કહ્યું પત્ની મારી છે હું કહું એ જ એણે કરવાનું, તારે અમારા ઘરમાં નહિ બોલવાનું. રૂક્ષ્મણી સમસમી ગઈ. એણે ચાવી લઇ બારણું ખોલ્યું અને કહ્યું *આવો ભાભી અંદર* કૈલાશ બોલવા ગયો એ સાથે જ રૂક્ષ્મણી એ એક લાફો મારી દીધો અને કહ્યું *હોંશિયારી નહિ, હું મોટા ઘરની પુત્રવધૂ છું. એ ઘરમાંથી કોઈને પણ ખબર પડશે કે તે મારૃં અપમાન કર્યું તો તું તકલીફમાં આવી જાઈશ. કૈલાશ ચુપચાપ ચાલ્યો ગયો. એ પછી રૂક્ષ્મણી એ કૈલાશ અને કિશોરીદાસના મંજુલા સાથેના વર્તનના અનેક વિડીયો ઉતારી લીધા.
છ મહિના મંજૂલાએ બહુ જ સહન કર્યું. સંસ્કાર કેવા? એના માતા પિતા પૂછે તો જુઠ્ઠું બોલે કે બહુ જ મજામાં છું. પણ રૂક્ષ્મણી બબલદાસ ને બધું સાચું કહી આવી અને નમ્રતાથી મીઠો ઠપકો આપ્યો કે પૈસા પદ થી અંજાઈ દીકરીને કૂવામાં નાખી? આ દીકરીને તો આનાથી ઊંચા ખાનદાન મળે, અરે મારા સસરાના દૂરના બહેનનું પરિવાર તો બહુ જ ધનાઢ્ય છે છતાં સજ્જન અને સ્ત્રી સન્માનના આગ્રહી.બધો વહેવાર વહુઓ સંભાળે, એમનો દીકરો સાહિલ તો તમારી દીકરીને બહુ જ પસંદ કરતો હતો, કૈલાશ સાથે મંજુલાનું નક્કી થયું ત્યારે જ એણે મને કહેલું કે *મારા સપનાની રાણી ચાલી ગઈ નહિ તો એને મારી બનાવી મારા બિઝનેસમાં જોડી દેત* ખરેખર એ થયું હોત તો મંજુલા રાજ કરત. મારા પપ્પા કરતા એ સાહિલના પિતા મારા ફૂવાજી જીવણલાલ દસ ગણા ધનવાન છે. કેટલી મોટી હવેલી છે. *આ બોલતા એકદમ બત્તી થઇ અને રૂક્ષ્મણી બોલી *અરે હા, હજી સાહિલ તો કુંવારો જ છે, કૈલાશ સાથે છૂટાછેડા લેવડાવી એને સુખી કરાય.*બબલદાસ કહે અરે ના બેટા કિશોરીદાસ અમને ક્યાંયના નહિ છોડે. રૂક્ષ્મણી કહે *કાંઈ નહિ કરી શકે ચિંતા નહિ. સૌ જોતા રહ્યાર, કિશોરીદાસ અને કૈલાશ ધમપછાડા કરતા રહ્યા અને રૂક્ષ્મણી એ તો ત્રાસ આપતા .માર મારતા, રાડો પાડતા વિડીયો ઉતાર્યા હતા અને છુટા છેડા થયા. જીત રૂક્ષ્મણી ની થઇ. રૂક્ષ્મણી છૂટાછેડાની પ્રક્રિયા સાથે. એણે પોતાના સસરા બુલાખીદાસ, પતિદેવ કિશનલાલ, સાહિલ અને ફઈજી ફૂવાજી એટલે કે સાહિલના માતા પિતા ને છૂટાછેડા ની અને એના પછી સાહિલ સાથે વિવાહની વાત કરી રાખેલી. બધા માની ગયા , છૂટાછેડા પછી સાહિલ મંજુલાના લગ્ન કરાવ્યા. સાહિલે મંજુલાનું નામ બદલી મનીષા કરાવ્યું. મંજુલા આ ઘરના રિવાજોથી અત્યંત ખુશ થઇ એણે રૂક્ષ્મણી દીદીનો આભાર માન્યો , રૂક્ષ્મણી બોલી કે હવે તું મારી દેરાણી થઇ. મંજુલા એટલે કે હવે મનીષા ને એના સસરા બુલાખીદાસે એમના વ્યવસાયમાં લઇ લીધી અને કહ્યું કે દીકરી તું એન્જીનિયર છો, કંપનીમાં ડાયરેક્ટર બની જા. કંપનીના કન્સ્ટ્રક્શન જોબ તું જો. આપણે દેશ ભરના કામ કરીએ છીએ. બીજા બિલ્ડરોને ટેન્ડર આપીયે છીએ. ટેન્ડર આપણને મળ્યું હોય , બિલ પણ આપણું જાય, કામ બીજાને આપી પૈસા આપણે આપીયે. હવે તારે નક્કી કરવાનું. કોને આપીયે. મનીષા કામે લાગી ગઈ. એના સ્વભાવને કારણે મનીષા મેમ ઓફિસમાં સૌના પ્રિય બની ગયા. બીજા વ્યવસાયીઓને પણ લાભ થવા માંડયા , વ્યવસાય વધ્યો. કોઈએ કિશનદાસ અને કૈલાશને કહ્યું કે જીવણલાલની પુત્રવધૂ મનીષા રાણી બહુ મજાની છે. એના આવ્યા પછી ધંધો વધ્યો અને સબ કોન્ટ્રાકટરો ને પણ એ લોકો સારો ધંધો આપે છે પણ મનીષા રાણી ચકાશે બહુ જ. કોઈ પુરુષ અહ્મથી વર્તે તો ગયો, કાંઈ ન મળે.
કૈલાશ અને એના પિતા બુલાખીદાસ ગયા એમની ઓફિસે , મનીષાની કેબીન બહાર જઈ પ્યુન ને કહ્યું કે મેડમ ને મળવું છે, તો પ્યુન કહે એક જ સેકન્ડ ,અહીં વેઇટિંગ નથી હોતું મેડમ ને કહી દઉં. એ તરત બહાર આવ્યો અને કહ્યું જાઓ , એ બન્ને અંદર ગયા મનીષા એટલે કે મંજુલા ખાનામાથી ફાઈલ કાઢતી હતી અને કૈલાશ બુલાખીદાસ અંદર જઈ હાથ જોડી ઊભા રહ્યા અને બોલ્યા *નમસ્તે મનીષા મેડમ* મનીષાએ ઉપર જોયું અને ઊભી થઇ ગઈ અને નમસ્તે કર્યું ,બન્ને એકબીજાને જોતા રહ્યા. મનીષાએ કહ્યું બેસો .. એ લોકો શું બોલવું? કયા મોઢે બોલવું એ સમજી ન શક્યા, મનીષા એટલી નમ્ર હતી કે એ લોકો બેસી ગયા પણ એ ઊભી હતી. પછી જે થયું હશે તે પણ બુલાખીદાસ અને કૈલાશની મનોદશા વિચારવા જેવી હતી. એક પરિવાર સ્ત્રીને શું સમજે , કેમ રાખે અને બીજો પરિવાર સ્ત્રીને સન્માનનીય પદ પર રાખે. આવું છે હજી.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જીવન કોઈનું પણ સંઘર્ષ વગર હોતું જ નથી. કોઈને કોઈ પ્રકારે સંઘર્ષ હોય જ છે. પ્રમાણ અને પ્રકારનો જ ફરક હોય છે. અને એ પણ હકીકત છે કે એ સંઘર્ષ, મુશ્કેલીઓ, દુઃખ,વ્યથા,ચિંતા જે કહો તે, એના પછી સુખ શાંતિ હોય જ છે. કોઈ વ્યક્તિ કહે કે *આપણને કોઈ તકલીફ નથી એને કહેજો કે હૃદય પર હાથ મૂકીને કહે સાચે તકલીફ નથી? તો એ કાંઈ જ નહિ બોલી શકે. એવું કહેવાય છે કે અમુક લોકો તકલીફમાં છાના ખૂણે આંસુ સારી લેતા હોય છે, આપણને થાય કે એને હારવાનું કહેવાય, એમ હારવાનું ના હોય એની સામે બાથ ભીડવાની હોય. એ વ્યક્તિ જીતે જ.
રમા રમેશનો ઉત્કૃષ્ટ દાખલો. રમેશ ની માતા જીવી નાનપણમાં ગુજરી ગયા હતા અને એના પિતાએ રમેશ માટે થઈને જીવી ની જ સગી બહેન લીલી સાથે બીજા લગ્ન કર્યા, એ સમયમાં ભલે સગી બહેન માતા બનીને આવે પણ ગમે તે હોય સાવકી તો કહેવાય જ. રમેશને શરૃઆતમાં તો બહુ જ સરસ રાખતી એની માસી એટલે કે નવી માં લીલી પણ લીલીને પોતાને દીકરો આવ્યો પછી સાવકી માં ના લક્ષણો દેખાયા, અને લીલીને બીજો દીકરો આવ્યો પછી તો રમેશની હાલત નોકર જેવી થઇ ગઈ, રમેશના પિતા એના કામમાં એટલા વ્યસ્ત રહેતા કે એમને આ બધું જોવાનો સમય મળતો જ નહિ. એમને તો એમ જ હતુંકે બધું સરસ છે. રમેશ પણ પિતાને કાંઈ કહેતો જ નહિ. એ એવી વિચારસરણી નો હતો કે *આ મારી તકલીફ છે એમાં એમને શુકામ હેરાન કરું?* રમેશને આટલું જ નહોતું આ તો શરૃઆત હતી. પિતાને પછી ધીરે ધીરે ખબર પડી, લોકો પણ કહે ને? રમેશ પિતાને કહેતો કે પપ્પા બધું બરાબર છે તમે ઉદ્વેગ ના કરશો, હું જે છે એમાં રાજી છું. પિતા અંદરખાને મદદ કરતા રહેતા.એ આંધળા બહેરા તો હતા નહિ, બધું જ જોતા સાંભળતા.
રમેશ જે પરિસ્થિતિ હોય એ સ્વીકારી મોજમાં રહેતો, જે ખાવા, ઓઢવા પહેરવા મળે એમાં સંતોષ માનતો, દુનિયા જોતી કે લીલી એના સાવકા દીકરાને કેટલો ત્રાસ આપે છે પણ એને કાંઈ નહિ. એ હસતો જ હોય. આમ ને આમ ત્રણેય દીકરા મોટા થવા માંડયા રમેશ અને એના બે સાવકા ભાઈઓ. રમેશ એમની સાથે સગા નાના ભાઈઓ જેવો જ વહેવાર રાખતો, એ લોકોને ભણવામાં મદદ કરે. રમેશ પોતે તો હોંશિયાર હતો જ, એ કલાસ માં શિક્ષક જે ભણાવે એ ધ્યાન પૂર્વક ભણી લેતો અને એને તરત મગજમાં ઉતારી જતું અને યાદ પણ રહી જતું. એની યાદશક્તિ એટલે ગજબ હતી. એ વાંચતો ઓછું, સાંભળીને યાદ રાખતો. એને ચોપડી લઇ ઊંધે માથે વાંચવું પડતું નહિ, જ્યારે એના સાવકા ભાઈઓ પરીક્ષા સમયે ઊંધે માથે થઇ જાતા તોય એટલા માર્ક ન આવે, પરીક્ષા સમયે રમેશ એ લોકોને ભણાવે ત્યારે પ્રમાણસર માર્ક આવે અને પાસ થઇ જાય. રમેશ સ્કૂલમાં રમતગમત, ઈત્તર પ્રવૃત્તિ વગેરે માં ભાગ લેતો અને ઇનામો જીતી આવતો., નાટકમાં ભાગ લે, સંવાદો એકવાર વાંચે અને યાદ રહી જાય. આવો હોંશિયાર, એને એની સાવકી માં તરફથી બેસુમાર ત્રાસ મળતો. એને જોતી વસ્તુ મળે જ નહિ. મનગમતી વસ્તંુ, કપડાં, ખાવાનું કાંઈ જ નહિ, એ જે મળતું એમાં સંતોષ માનતો. રમેશ સાથે સ્કૂલના સમયથી રમા ભણતી હતી અને રમા રમેશ ને બહુ બનતું, આ બન્ને ની જોડી કહેવાતી. જેમ રામ સીતા કે સીતા રામ સાથે જ બોલાય એમ રમા રમેશ સાથે જ બોલાય. એ લોકો હોય પણ સાથે જ.
રમેશ ભણી રહ્યો, નોકરી પણ તરત મળી ગઈ અને પિતાને વાત કરી રમેશ રમાના લગ્ન પણ થયા. સાવકી માં લીલીએ બહુ કકળાટ કર્યો, વિરોધના ધમપછાડા કર્યા પણ રમેશના પિતાએ એને ગણકાર્યા સિવાય લગ્ન કરાવ્યા. લીલીને આ જરાય ગમતું નહોતું એટલે સ્વાભાવિક જ વહુને હેરાન કરે જ. અને હેરાન કરવામાં કાંઈ બાકી ના મૂકે. આ બધી તો પિતાને ખબર પડે નહિ. રમા રમેશને કહેતી કે આ આટલી રીતે હેરાન કરે છે ત્યારે રમેશ કહેતો કે જે હોય તે સ્વીકારી લે. બધું સરસ થશે. રમેશ રમા ના લગ્ન પછી લીલીએ બે વર્ષમાં રમા ને બાળક ના થયું એટલે વાંઝણા મહેણાં શરુ કર્યા. રમેશ રમા આમાં દુઃખી થતા પણ કઈ બોલે નહિ. એ પછી રમા ને સારા દિવસો રહ્યા પછી લીલી કહે કે દીકરો જ હોવો જોઈએ. દીકરી હશે તો જોઈ લેજે ત્યારે રમેશ કહેતો કે *માં જે આવે સ્વીકારવાનું હોય, તમે પણ તમારા માં બાપના દીકરી જ હતાને, તમને જન્મ આપ્યો ને? આમાં લીલી છંછેડાઈ જાતિ. ઈશ્વરનું કરવું અને રમા એ પહેલા ખોળે દીકરીને જન્મ આપ્યો, બસ લીલીએ હેરાનગતિ શરુ કરી. આ ફરિયાદ તો રમેશના પિતા સુધી પહોંચી અને એના પિતાએ લીલીનો કલાસ પણ લીધો. એટલે ત્રાસ ઓછો થયો, ખાનગી ધોરણે ચાલ્યો અને બીજી પણ દીકરી આવી પછી તો એવો ત્રાસ થયો કે રમેશ રમા ને ઘર છોડી જુદા થાવું પડ્યું. પિતા ને ખબર પડી, એમણે લીલીને ઘણું કહ્યું અને જુદા ન થવા દેવા બધા પ્રયત્નો કર્યા, એમણે કહ્યું કે મારું આટલું મોટું હવેલી જેવું મકાન અને દીકરો જુદો થાય? એ ભલે અહીં રહે,જોઈએ તો રસોડું નોખું કરો. પણ રમેશે પિતાજી ને કહ્યું કે પપ્પા એમ નથી કરવું. રસોડું નોખું કરવાથી અમને મનની શાંતિ નહિ હોય, તમે મોજમાં રહો અને અમે પણ મોજમાં રહીએ જુદું ઘર લઇ. રમા રમેશ જુદા થયા અને એ પછી એ બન્ને ને દીકરીઓ ચાર થઇ. એ પછી બન્ને એ સંતોષ માણ્યો કે બસ. હવે આ ચાર દીકરીઓ ને જ દીકરાઓ જેવો દરજ્જો મળે એમ ભણાવશું. ત્યાં લીલીના પોતાના બે દીકરાઓના લગ્ન પછી બેયની પત્નીઓએ દીકરા ને જન્મ આપ્યા એટલે લીલી ચાર વહેંત ઊંચી ચાલતી પણ રમેશ રમા ને કોઈ ફરક નહોતો પડતો. રમેશ એના સ્વભાવ પ્રમાણે મોજમાં સંતોષ થી રહેતો અને હવે તો રમા પણ સમજી ગઈ હતી.
રમેશ રમાની ચારેય દીકરીઓ બહુ જ હોંશિયાર હતી. ચારેય સારામાં સારા માર્ક લાવતી અને દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતી. એમને જે જોઈએ તે રમેશ રમા લાવી આપતા, મજાની વાત એ હતી કે રમેશની આટલી સરસ નોકરી, સારો પગાર હવે તો પોતાનું ઘર અને કાર બધું જ હતું છતાં દીકરીઓના કોઈ વિશેષ શોખ નહિ. કોઈ નખરા નહિ. બહાર ખાવાના ચટાકા નહિ કે ફેશન મેક અપ ના દેખાડા નહિ, હા કપડાં પહેરે સરસ પણ વિચિત્ર નહિ. રમેશ રમા ના સંસ્કાર, શીખ કેવા સરસ હશે કે દીકરીઓ નમ્ર, વિવેકી અને સૌને સન્માન આપે એવી બની. એ ચારેય એટલું સરસ ભણી કે એક આઈ એ એસ, એક આઈ પી એસ, એક ડોક્ટર અને એક પ્રોફેસર બની, આ ચારેયના લગ્ન એમની પસંદગીના ,સમકક્ષ યુવાનો સાથે લગ્ન થયા. એ દીકરીઓની પ્રાથમિકતા એમના માતા પિતા, દરેક દીકરી જમાઈઓ પોતાના માતા પિતાને સંતોષ આપતા. માતા પિતા ને દરેક વાત, જવાબદારીઓમાંથી નિવૃત્તિ અપાવી માત્ર મોજ કરાવવાનું નક્કી કર્યું. એ ચારેય દીકરીઓ એમના સાવકા કાકાઓને સન્માન આપતા અને તકલીફમાં મદદ કરતા, રમેશ રમાએ શીખવ્યું હતું કે કોઈ ગમે તે હોય, ગમે તે કહે કરે, આપણે આપણા સંસ્કાર નહિ ભૂલવાના, દાદા દાદી બીમાર પડયા ત્યારેય આ ચારેય દીકરી જમાઈઓ ખડે પગે ઊભા રહી સેવા કરતા. લીલી એ જ્યારે રમેશ રમા દીકરીઓ સામે અફસોસ જતાવી માફ કરવા કહ્યું તોય એ લોકો હાથ જોડી બોલ્યા કે ભૂલી જાવ માં જે થવાનું હતું એ થઇ ગયું. અમે નકારાત્મક બધું જ. અવગણી સંકેલી ને મૂકી દીધું છે અને હકારાત્મક જીવનશૈલી બનાવી મોજમાં રહ્યાં છીએ. તમે ય આનંદ કરો.
આ છે જીવન જીવવાની મજા, તકલીફો, દુઃખ, મુશ્કેલીઓ જીવનમાં આવીને જવા માટે જ છે. એના પર રોયા ના કરાય. એને હકારાત્મક શૈલીમાં સ્વીકારી, સૌ સારા વાના થાશે એમ વિચારી મોજમાં રહેવાય.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પિતા એ બાળકો - પરિવારનું છત્ર છે. ઘટાદાર વૃક્ષ છે, જેની શીતળ છાયામાં વિસામો મળે છે. માતા, પોતાની લાગણી આંખો, ભાવ કે શબ્દોથી વ્યક્ત કરી લે છે , પિતાની લાગણી એ મહાસાગર છે, હૃદય સાગર જેવું વિશાળ હોય છે, સાગરની જેમ અનેક લાગણી, સંવેદના ધરબીને બેઠું હોય છે. પિતાની લાગણી દેખાય નહિ, એ વ્યક્ત કરે નહિ પણ અમલ કરે. પિતાની લાગણી તરત સમજે તો દીકરી, પિતાની નજર, શારીરિક હલન ચલન દીકરી સમજે, પિતા નારાજ છે, કૈક નથી ગમ્યું, કાંઈક ખટકે છે, ખૂટે છે, ખાલીપો છે. દીકરા પણ સમજે, વાર લાગે. ઘણા પિતા પ્રેક્ટિકલ બનવા જાય, પણ અમુક બાબતે અમુક સમયે સંતાનો સામે કે સંતાનો માટે બધું નમતું મૂકી દે. તમે જોયું હશે, પિતા ઘણું કરવા માંગતા હોય પણ અમુક બાબતે એ જતું કરી દે.વિચાર પડતા મૂકી દે, એ લાચાર નથી, બિચારા નથી પણ પરિવાર માટે થઇ ને સિંહ બની જાય અને પરિવાર સામે સસલું બની જાય પણ, કહે કે બતાવે નહિ.એક પરિવારની વાત કરીએ એટલે બધું ખ્યાલ આવી જશે.
સીમા અને સંતોષને બે સંતાનો, એક દીકરો કલરવ, અને દીકરી કિલ્લોલ, કલરવ આજે વ્યથિત હતો, કલરવને આજે દીદીની બહુ જ ખોટ લાગતી હતી. આવતીકાલે રવિવારે વિશ્વ પિતા દિવસ છે *ફાધર્સ ડે* અને એ વખતે દીદીની જરૂર હતી. એણે દીદીને ફોન કર્યો કે દીદી કાલે ફાધર્સ ડે છે, અને હું બહુ જ ઊંચા પરસન્ટેજ સાથે સફળ થયો છું, કાલે મને ગોલ્ડ મેડલ મળવાનો છે અને ગોલ્ડ મેડાલીસ્ટ તરીકે મને કાલને કાલ મને એક કંપની તરફથી મોટી પોસ્ટ અને ઊંચા પગાર સાથે નોકરી મળવાની છે, તમે અને જીજાજી આવોને ઘેર, મારે જે પપ્પા ને કહેવું છે, પપ્પા માટે જે કરવું છે એ માટે એ મારી હિંમત નથી.તમારી હાજરી જોશે, તમે અને જીજાજી હશો તો પપ્પા એ કાર્યક્રમમ ાં આવશે, નહિ તો પપ્પા એટલા બધા લાગણીશીલ છે કે એ મારી આ સિદ્ધિ જોઈ હરખ માં ઢીલા થઇ જશે. દીદી તમે તમારી ઈચ્છા મુજબ ડોક્ટર બન્યા અને સારા સન્માનનીય પરિવારમાં તમારા લગ્ન થયા, જીજાજી પણ ડોક્ટર , તમે સુખી થયા અને હું મારી ઈચ્છા મુજબ ભણ્યો અને મમ્મી પપ્પાને ગૌરવ થાય એવી સિદ્ધિ મેળવી , આ એમની તપસ્યા ફળી છે. દીદી તમે આવો. કિલ્લોલ અને બનેવી કહાન તરત નીકળી ગયા અને બે કલાક માં પહોંચી ગયા. કલરવ તો ઘરમાં જ હતો. એ બહેનના માથું મૂકી ખુબ રડ્યો. કિલ્લોલ કહે ભાઈ તું માથું પપ્પા ના ચરણમાં મૂક, એમની મહેનત છે, આપણે નક્કી કર્યું હતું ને ? કે આપણે સેટ થઇ કમાતા થઇ જઈએ એટલે પપ્પા ને આરામ અને માત્ર મોજ મજા, કલરવ કહે કે દીદી તમારી વાત સાચી પણ પપ્પા ને હું કેમ સમજાવું કે બસ હવે બહુ થયું, બધું છોડો, હવે જિંદગી માણો ,જે ઈચ્છાઓ, શોખ, મોજમજાજ. સપનાઓ અંદર ધરબી દીધા છે એ ઉજાગર કરો. તમે આખી જિંદગી તમારા માટે જીવ્યા જ નથી, હવે તમારા માટે જીવો. દીદી પપ્પા તમારૃં બધું જ માને છે, તમે એમની નબળાઈ છો, તમને યાદ છે ને તમારી વિદાઈ વખતે એમને શોધવા પડયા હતા અને એમના મિત્ર સુમન કાકા શોધી આવ્યા હતા. એ વખતે એમને સાચવવા બહુ અઘરા પડયા હતા. એ દિવસે પહેલી વાર મેં એમની આંખોમાં આટલા આંસુ જોયા અને સાંભળ્યું કે મારા હૃદયનો એક ભાગ ચાલ્યો જાશે. બાકી તો જ્યારે એ ઉદાસ હોય, ચિંતિત હોય કે એમની આંખોમાં આંસુ આવે એ માત્ર તમે જો ઈ જતા હતા. એ માત્ર તમારી આગળ ખુલતા હતા અને તમારી વાત માનતા હતા. તમને બધી ખબર હતી પણ મને કોલેજમાં આવ્યો ત્યારે ખબર પડી કે એ એક દુકાનમાં ગુમાસ્તા ની નોકરી કરતા., એમણે આપણને બન્નેને મોબાઈલ અપાવ્યા પણ પોતે નથી રાખ્યો. આપણું બિલ એ જ ભરતા, દીદી હવે પપ્પા ને મજૂરી બંધ કરાવી મોજ કરાવવી છે. દીદી કહે એ જ થશે તું ચિંતા ન કર. એ પછી કિલ્લોલે પપ્પા જયાં નોકરી કરતા હતા ત્યાં ફોન કર્યો અને કહ્યું ચતુર કાકા હું કિલ્લોલ બોલું છું પપ્પા સાથે વાત થશે? શેઠ કહે, અરે કિલ્લોલ બેટા તું અહીં આવી છે? કેમ છો તમે બધા? કલરવ તો બહુ સરસ પાસ થયો? સાંભળ્યું છે એને ગોલ્ડ મેડલ અને નોકરી મળવાની છે. લે આપું, એમ કહી ચતુર શેઠે બૂમ પાડી *સંતોષ લે તારી દીકરીનો ફોન, આટલું કહ્યું અને સંતોષે આંખમાં આંસુ સાથે ફોન લીધો, *બેટા તું અહીં આવી છે? કલરવ કહે હા પપ્પા, તમે વહેલા ઘેર આવો.સંતોષ કહે હા શેઠ રજા આપે તો આવું. ત્યાં ચાલુ ફોને જ શેઠ બોલ્યા કે *રજા શું? દીકરી આવી છે પૂછવાનું હોય? જા હમણાં જ, સંતોષ પોતાનું ટિફિન લઇ સાયકલ લઇ નીકળી ગયો. એટલી ઝડપથી ઘેર પહોંચ્યો કે કિલ્લોલ બોલી *આટલી ઝડપે સાયકલ ચલાવાય? મને અંતર ખબર છે, કોક તમને પછાડી ચાલ્યું જાય તો? હું નાની હતી ત્યારે પડી ગઈ હતી અને તમને ખબર પડી એટલે ઝડપથી આવવામાં પડયા હતા, ફૂટપાથ માથામાં વાગી હતી જે અમને ત્રણ દિવસ પછી સુમન કાકા એ કહ્યું ત્યારે ખબર પડી હતી, દરેક પપ્પા ની આ તકલીફ હોય છે, સંતાનો માટે જીવની પણ પરવાહ ન કરે. પપ્પા કહે *બેટા હવે તો ખખડાવવાનું બંધ કર, તું આવને હું મારો જીવ કેમ રહે, તું કોઈપણ પિતાને જોઈ લે, દીકરી સાસરેથી પિયર આવી હોય ત્યારે કયો બાપ ઝાલ્યો રહે.
બધાએ બહુ જ આનંદ કર્યો અને પછી કિલ્લોલ ના પતિદેવ જમાઈ બાબુએ ફરમાન કર્યું કે આજે સાંજે આપણે બધા પપ્પાને ગમતી સાઉથ રેસ્ટોરન્ટમાં જમવા જાશું. કહ્યું જમાઈએ તોય સંતોષ કહે એ તો બહુ મોંઘી છે, જમાઈ કહે પપ્પા હું લઇ જાઉં છું ને? ત્યાં કિલ્લોલ કૂદી પડી કે પપ્પા તમને એ જગ્યા કેટલી ગમે છે? પણ ક્યારેય ગયા છો? સુમનકાકા એ તમારા જન્મદિવસે ત્યાં પાર્ટી આપી હતી. તમને વસવસો હંમેશ રહ્યો કે *હું સુમનને ક્યારેય આમ લઇ જઈ શક્યો નહિ, મારા બીજા મિત્રો સાથીઓ નું મેં ખાધું છે ,હું કોઈને નથી લઇ જઈ શક્યો.'' પપ્પા એ ભૂલી જાવ આજે સુમનકાકા ને બોલાવીએ . પપ્પા મજા કરો. એ પછી સુમન કાકાનું પરિવાર અને સંતોષ પરિવાર સાથે મળી જમ વા ગયા, ત્યાં પહોંચ્યા તો બીજા બધા મિત્રો હતા. કિલ્લોલે દીદી સામે જોયું અને દીદીએ કહ્યું કે અમે ત્યાંથી જ સુમનકાકા ને ફોન કરી કહ્યું હતું કે પપ્પા ની પ્રિય રેસ્ટોરન્ટમાં જઈએ, તમારા સર્કલના મિત્રોને ત્યાં ભેગા કરો. બસ બધાએ ખુબ મજા કરી. છૂટા પડયા અને ઘેર જય શાંતિથી બેઠા પછી સંતોષની આંખો ભીંજાઈ ગઈ, કિલ્લોલ કહે શું થયું પપ્પા? સંતોષ કહે કે તમે લોકે મારું ઋણ ઉતારી દીધું. કલરવ કહે પપ્પા હવે અમારી એક વાત માનશો? મેં ચતુરકાકા સાથે પણ વાત કરી છે. હવે તમે નોકરી છોડી માત્ર મોજ કરો. તમે અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી. અમારે જે ભણવું હતું એ ભણાવ્યા, તમે સાયકલ ચળાવી પણ અમને વાહનો અપાવ્યા, તમે સાદા જ કપડા ંપહેર્યા અમને જોઈએ તે અપાવ્યું, તમે ઘણું કર્યું માત્ર અમારા માટે, તમારા માટે હવે અમે કરીએ. બસ હવે તો હું તમારો દીકરો અને દીકરી તમને કિલ્લોલ કરતા જોવા માગીએ છીએ અને વહેલી સવારે તમે પંખીઓનો કલરવ સાંભળો અને ખુશ થાવ એ જોવા માંગીએ છીએ. સંતોષ આનાકાની કરવા જતો હતો ત્યાં કલરવ બોલી *કિલ્લોલ બરાબર કહે છે , હવે એમ જ થશે. કોઈ જ દલીલ નહિ.* સંતોષ શું બોલે? આંખો ભીંજાઈ ગઈ એ સાથે એની પત્ની સીમા પણ રોઈ પડી. કિલ્લોલ કહે માં તું કેમ ઢીલી થઇ ગઈ? સીમા કહે, હું એમની પત્ની છું, એમને ચિંતા કરતા, તમારા માટે ઘણું કરતા, આયોજન કરતા જોયા છે, છાને ખૂણે આંસુ સારતા જોયા છે, ક્યારેક અફસોસ ના તો ક્યારેક તમારી સફળતાની ખુશીના. બધા માટે બધું કર્યું છે, મને થતું હતું કે ઢળતી ઉંમરે એક બાપ ને જીવન માણવા મળે તો સારું અને આજે તમે લોકોએ મારી ઈચ્છા પૂરી કરી. હું ઘણીવાર કહેતી કે તમને ગમતા કપડાં તો તમે લ્યો, તમને ગમતું કે તમારા શોખનું તો કાંઈક કરો. પણ બાપ છે ને એ ન કરે.
બીજા દિવસે કિલ્લોલનો કાર્યક્રમ સરસ થયો, લોકો સંતોષ પર અભિનંદન વર્ષા કરી. સંતોષ સીમા એ ખુશી સાથે સંતોષના આંસુ વરસાવ્યા. હવે સંતોષ માત્ર આનંદ જ કરે છે, એની ધરબી રાખેલી બધી ઈચ્છા દીકરો પૂરી કરે છે. દરેક સંતાનોને વિનંતી છે, પિતા એ તમારા માટે ઘણું કર્યું હોય પણ કહ્યું ના હોય, હવે એમને આનંદ, આરામ અને મોજમજા આપો. દરેક પિતાને આજે *ફાધર્સ ડે * ની વંદન સહ અનેક શુભેચ્છાઓ.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ સંબંધો જ એવા છે જે નાડથી જોડાયેલા હોય, આપણને થાય કે દીકરીની નજર ફરે કે પગલું પડે, બાપ તરત સમજી જાય કે દીકરીને શું જોઈએ છે, દીકરી શું મૂંઝવણમાં છે, એ શું વિચારે છે? પિતા દીકરીનો ચહેરો જોઈ એનો ગમો, અણગમો, ખુશી દુઃખ બધું સમજી જાય અને દીકરી પિતાનો ચહેરો નજર જોઈ સમજી જાય, પિતાના મનમાં શું ચાલે છે. આ જ વસ્તુ માં ની હોય. અને એક વાત સત્ય છે કે પિતા માટે ઘણીવાર દીકરી માં બની જાય. એ ભલે દીકરી હોય પણ મૂંઝાયેલા પિતાના માથે હાથ ફેરવે અને પિતાને અંતરથી થાય કે માં એ હાથ મુક્યો અને પિતાની આંખ છલકાઈ જાય. મેં જોયેલું દૃશ્ય છે, એક અતિશય ચિન્તિત પિતા એટલો વિચારમાં હતો કે કોઈને કાંઈ કહી શકે નહિ, દીકરી જોઈ લે છે અને સમજી જાય છે કે પપ્પા અંદરથી દુઃખી છે એ કોઈ પાસે હૈયું ઠાલવી શકે એમ નથી, એ પિતા પાસે જઈ અને દીવાલને ટેકે જમીન પર બેઠેલા પિતા પાસે બેસી એમના માથામાં હાથ ફેરવી પૂછે છે શું થયું બેટા? (પપ્પાની જગ્યાએ બેટા અજાણતા નીકળી ગયું) અને પપ્પાએ દીકરીના ખોળામાં માથું મૂકી ડૂસકું મુકાઈ ગયું. કોને ખબર દીકરીમાં માં પ્રવેશી ગઈ હશે કે દીકરાને માં નો અવાજ અંદરથી આવ્યો હશે. પણ આવું થાય. સંજોગો ક્યારે શું હોય? શું થાય? કોઈ નથી કહી કે કી શકતું નથી. કોઈ ગરીબ મહેનતથી કે કોઈની મદદથી લાખોપતિ બની જાય અને કોઈ કરોડપતિ સાવ ખાલી થઈ જાય, ધંધામાં ખોટથી કે અધ્યાત્મ માર્ગ અપનાવી દીક્ષા લઇ બધું મૂકી ચાલ્યા જાય. આ જ છે જીવન કવિ શ્રી *બેફામ* એ કહ્યું છે કે*.. નહીં તો જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધી* તો કવિ આનંદે કહ્યું છે કે જન્મ અને મરણ બે પળ છે, એ બે પળ વચ્ચે જીવન વિતાવવું છે, અંતર કોઈપણ હોઈ શકે.
આ બધી પળો માં કેટલા લોકો આવે જાય, કોઈ લાગણી અવિરતના હોય, હોય તો માં - સંતાન, માં બાપ દીકરી, --- વાત એવી જ કંઈક કરવી છે લાગણીની, ભલે સંબંધ લોહીના ના હોય પણ એથી વિશેષ હોય, ક્યારેક એમ થાય કે ઈશ્વર જે સંબંધે બે વ્યક્તિને બાંધવા માગતા હતા અને ભૂલ થઇ તો બીજે રીતે બાંધ્યા. આવા કેટલાય સંબંધ હોય પણ કહેવાયા કે ગવાયા ન હોય.
અક્ષત આવડા મોટા ઘરમાં પરસાળે ઓટલા પર માં ના ખોળે માથું નાખી બેસતો, એ એકલો બેઠો હોય અને દીકરી અચાનક આવી માથામાં હાથ ફેરવે અને પૂછે શું થયું પપ્પા? મમ્મી યાદ આવી? હા એ એજ પરસાળ નો ઓટલો જ્યાં નવરાશમાં અક્ષત એની પત્ની અક્ષરા સાથે બેસી કેટલીયે વાતો કરતો. આજે એ જ અક્ષત સાવ એકલો, આંસુ સારતો, જીવનને વાગોળતો બેઠો હતો અક્ષત અત્યંત લાગણીશીલ, કોઈનું દુઃખ જોઈ ન શકે અને કોઈપણ રીતે વિચારે કે હું આને કઈ રીતે મદદરૂપ થઇ શકું, એ સાથે એ પણ ખરૃં કે પોતાનું દુઃખ કોઈને કહે નહિ કે કળવા દે નહિ, પણ હા એની દરેક વાત સાંજે અને એના એકએક ભાવને સમજે માત્ર દીકરી અક્ષરા.
અક્ષત નાનો હતો ત્યારે જ એ માં નો ખોળો ખોઈ બેઠેલો. અને માં ના ગયા પછી પિતા આઘાતમાં લાંબુ ના જીવી શક્યા. એ બે ના પ્રેમની વાત જ અનોખી હતી. અક્ષત કેમ મોટો થયો એ પણ જુદી વાત છે પણ એ સારૃં ભણીને આગળ વધ્યો, એને પૈસાની કોઈ તકલીફ નહિ. એના પિતાનો પોતાનો વ્યવસાય હતો અને બહુ સારો હતો, પોતાનો બંગલો હતો પણ પિતા માતા કોઈ રહ્યા નહિ. અક્ષતના કાકાએ બહુ મદદ કરી અક્ષતને એના પિતાનો ધમધમતો વ્યવસાય બીજાને વેચી પૈસા અક્ષતના બેન્કના ખાતામાં થાપણ કરી દીધા. એટલે અક્ષતને પૈસાની કોઇ ચિંતા નહિ, વ્યાજમાં જીવન ચાલે. અક્ષત ગ્રેજ્યુએટ થઇ ગયો. બેન્કની પરીક્ષા આપી અને બેંકમાં નોકરી મળી ગઈ. એ જ બેંકમાં એની સાથે કામ કરતી કન્યા જેનું નામ જ અક્ષતા હતું એની સાથે મન મળી ગયું અને બન્ને પરિવારોની મરજીથી અક્ષત અક્ષતા ના લગ્ન થયા. આ બન્નેની કુંડળીઓ મેળવવામાં આવી ત્યારે જ્યોતિષ આચાર્યજીએ અક્ષત અને અક્ષતાના વડીલોને કહેલું કે બન્નેનું બધું સરસ મળે છે પણ અક્ષતા ની જીવનરેખા બહુ જ ટૂંકી છે. એ બાબતે ચર્ચા થઇ પણ સૌની મરજીથી *જોયું જશે* વિચારી લગ્ન થયા . એ બંગલામાં આંનંદના સુર રેલાયા, ટેક જ વર્ષમાં દીકરી નો જન્મ થયો નામ રાખ્યું અક્ષરા, રૂપકડી મજાની અક્ષરા એવું પપ્પાનું ધ્યાન રાખતી કે જાણે અક્ષતના માં એ ફરી જન્મ લીધો હોય. અક્ષતને સમજનારી માત્ર દીકરી હતી. પત્ની અક્ષતા પણ ના સમજી શકે એટલું ઝડપથી દીકરી અક્ષરા સમજે, અક્ષતા જ્યારે બીમાર પડી ત્યારે અક્ષત બહુ જ વિહ્વળ થઇ ગયેલો અને એ સમયે તો અક્ષરા દસ વર્ષની થઇ ગયેલી, બહુ જ સમજદાર, એ ભણતા ભણતા માં નું ધ્યાન રાખતી અને પપ્પા ને સાચવતી. વિધિનું વિધાન હતું, અક્ષરા તેર વર્ષની થઇ ત્યારે અક્ષતા ઈશ્વર શરણ થઇ ગઈ. પરિવારમાં સોપો પડી ગયો. પરિસ્થિતિ સાચવી લીધી દીકરી અક્ષરાએ, એણે પપ્પાને સ્વસ્થ રાખ્યા. અક્ષત નોકરીમાં પરોવાઈ ગયો અને અક્ષરા અભ્યાસમાં, અક્ષતા ના મૃત્યુને એક વર્ષ થયું. પ્રથમ પુણ્યતિથિએ બાપ દીકરી અક્ષત અક્ષરા એ નક્કી કર્યું કે આપણે કોઈ ખર્ચા નથી કરવા પણ વૃદ્ધાશ્રમમાં અક્ષતાની પુણ્યતિથિએ વડીલોને જમાડીએ અને દરેકને ભેટ આપીયે.
બાપ દીકરી ગયા વૃદ્ધાશ્રમ, પહેલાથી તિથિ લખાવી હતી. માં ની યાદમાં સૌને જમાડતા અક્ષરા ઢીલી થઇ જ ગયેલી પણ દેખાવા ન દે કેમ કે એને થાય કે હું ઢીલી પડીશ તો પપ્પા ની હાલત ખરાબ થશે. એ આંસુ ગળી જતી , પીરસ્યા પછી એ એક તરફ બેઠી. અક્ષત દીકરીની પરિસ્થિતિ સમજી ગયો, આખરે બાપ છે. એ બાપ દીકરી એક તરફ બેઠા હતા અને એ આશ્રમના જ સદસ્યા આનંદી બા અક્ષતા પાસે આવી બેઠા અને અક્ષતા ના માથે હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા તારી આંખોમાં હું જોઈ શક્તિ હતી કે તને તારી માં ની ખોટ સાલે છે. પણ તું કોઈને કળવા દેતી નથી પણ હું જોઈ શકતી હતી. મને ય અરમાનો હતા કે મને તારા જેવી દીકરી હોય અને એની લાગણીના સહારે જીવન નીકળી જાય પણ ઈશ ્વરે મને સંતાન સુખ આપ્યું નહિ. તને જોઈ મારી અંદર રહેલું માતૃત્વ છલક્યું. મને મારી જ દીકરી હોય એવું લાગ્યું અને તારી પાસે બેસવા આવી. હવે આપણે સાથે જમશું. અક્ષરા કહે *બા, તમે અહીં આ વૃદ્ધાશ્રમમાં રહો છો?* આનંદી બા બોલ્યા હા બેટા તારા દાદા, અરે ભૂલી મારા પતિના ગયા પછી હું સાવ એકલી પડી ગઈ એટલે ઘરબાર વેચી, એ પૈસા અને મારા પતિના જે પૈસા હતા એ અહીં જમા કરાવી અહીં રહેવા આવી ગઈ. અમારા જે પૈસા હતા એ અહીં થાપણ મુકેલા અને વ્યાજ આ લોકો લઇ લે. મારા અહીંના બધા ખર્ચા પેટે. હું અહીં બધી જ પ્રવૃત્તિ કરું છું. આ વાત ચાલતી હતી પછી અક્ષત અક્ષરા અને બીજા આશ્રમવાસીઓ જમવા ગયા ત્યારે આનંદી બા પીરસવા આવ્યા અને કહ્યું તમે બેય સરસ જમજો, તમે બેય મારા પુત્ર પૌત્રી જેવા છે. આટલું બોલી એમની આંખો પણ ભીંજાઈ ગઈ. જમી લીધા પછી અક્ષત અક્ષરા એક તરફ બેઠા હતા. અક્ષરા એ કહ્યું * પપ્પા આપને એક કામ કરીએ. આપણે બે એકલા જ છીએ. મેં દાદીને નથી જોયા, મને અને તમને બન્ને ને માં ની ખોટ લાગે છે અને આ આનંદી બાને સંતાનની ખોટ છે. એ આપણને પુત્ર પૌત્ર જેવો પ્રેમ કરે છે. આપણે આનંદીબાને આપણે ઘેર લઇ જઈએ. એમને આ ઉંમરે પણ સંતાન સુખ આપીયે અને મને દાદીનો અને તમને માં નો સંતોષ મળશે. એ પછી આ લોકોએ પહેલા આશ્રમ સંચાલકને અને પછી આનંદી બાને વાત કરી. સંચાલકશ્રી એ કહ્યું આનંદીબા કેટલું સારું કહેવાય બન્નેને અરસપરસ સુખ મળશે. તમે જાવ હું તમને તમારા મુકેલા પૈસા અપાવી દઈશ. તો અક્ષત કહે *ના સાહેબ એ પૈસા અહીં જ રાખો, અમારે કામ નથી એ વ્યાજમાં બીજી મદદ થશે. અમારી પાસે ઈશ્વરનું આપેલું બધું જ છે. બસ માં નહોતી એ મળી જશે, આનંદીબા માને તો.
બધું સાંગોપાંગ પર ઉતર્યું. આનંદીબા અક્ષત અક્ષરા ને ઘેર આવી ગયા, આ ઘરમાં જાણે વહેલી પ્રભાતે પંખીઓનો કલરવ સંભળાય એમ હરપળ આનંદ કલરવથી ઘર ગુંજી ઉઠ્યું. એક વાત તો છે જ કે કોઈ પળ કાયમી નથી. થોડા વર્ષોમાં અક્ષરાનાં લગ્ન લેવાયા, ઘરમાંથી સદસ્ય ગયું. અને એ પણ નક્કી હતું કે જમાઈ એનઆરઆઈ હતા, સંબંધ માં જ હતા એટલે એકાદ વર્ષમાં અક્ષરા પરદેશ જવાની હતી, અને ગઈ પણ ખરી લગ્ન પછી અક્ષરા એક વર્ષ પપ્પા -- દાદી સાથે જ રહી, પછી ગઈ.હવે ઘરમાં અક્ષત અને આનંદીબા બે જ. અક્ષરાનાં ગયા પછી નેવું વર્ષની ઉંમરે આનંદીબા ઈશ્વર શરણ થયા. જીવનની ઘટમાળ કેવી છે. અક્ષત માતા પિતા ગયા પછી એકલો પડી ગયેલો પછી દીકરી, આનંદીબા સાથે ઘર ભર્યું ભર્યું થઇ ગયું. અને અચાનક ફરી અક્ષત એકલો પડી ગયો.
અક્ષત પરસાળે સાવ એકલો બેઠો હતો , આંખ બંધ કરી આંસુ સારતો , દીકરી અક્ષરા અને આનંદી બા ને યાદ કરતો , આંખમાં આંસુ હતા આંખો બંધ હતી અને અચાનક અખતના માથે વ્હાલ ભર્યો હાથ ફર્યો, બાપ એ બાપ છે તરત બોલ્યો.... આવી ગઈ બેટા અક્ષરા, એ બેઠી અને અક્ષતે દીકરીના ખોળે માથું મૂકી દીધુ, અક્ષરા બોલી પપ્પા હવે તમને લેવા આવી છું. એણે આટલું કહ્યું અને સામે પેલા વૃદ્ધાશ્રમના સંચાલક આવ્યા, એમણે કહ્યું કે આનંદી બા તો રહયા નહિ, આ એમના પચાસ લાખ અમારે ત્યાં પડયા હતા એ તમને આપવા આવ્યા છીએ. અક્ષત કહે , સાહેબ એ તમારી પાસે જ રાખો, બા ની સ્મૃતિમાને પછી તો હું બીજા આપીશ અને હું જ ત્યાં રહેવા સેવા આપવા આવીશ. અક્ષરા એ કહ્યું *પૈસા આપજો પણ રહેશો મારે ત્યાં * તો અક્ષત કહે ના બેટા, ત્યાં શું ખોટું છે, મને પ્રવૃત્તિ મળશે. અને અહીં જ રહીશ, તું આવતી રહેજે.'
આ જ જીવન છે , જીવનમાં ક્યારે કયા વળાંક આવે કોઈને સમજાય નહિ. અને દરેક વળાંક સ્વીકારવાના હોય. આ સમયે કવિ આનંદનું ગીત યાદ આવે *જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ* અને દો પલ કે જીવન મેં એક એક ઉમ્ર બિતાની હૈ,* અને બેફામ સાહેબે કહ્યું એમ * તોય કેટલું હાંફી જવું પડ્યું નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમુક માનવીના જીવનમાં વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે *હાય હાય હવે શું?* *આવું મારી સાથે જ કેમ થાય છે?* *ઓલા ને કેવું સારું છે?* આવા વિચારો આવે અને એમ હતાશ થઇ જાય કે હવે કાંઈ ન થાય, ભગવાન મારી સાથે જ કેમ આવું કરે છે? વગેરે વગેરે અને પાછું કેમ કરશું? એમ વિચારે પણ જે વ્યક્તિ એમ વિચારે કે સંજોગો બધા આવે એમાં પાર પડી શકાય. આ પણ એક સમય છે, હિંમત રાખી વિચારીયે તો શું શક્ય નથી. ભગવાનને કોસવા કે ભગવાનને ભરોસે રહેવું એ ખોટું છે. ભગવાન સૌ સારા વાના કરશે, માત્ર એવું વિચારવાથી કાંઈ ન થાય, એ તો સારા વાના કરે જ પણ પ્રયત્ન તમારે કરવાના હોય છે.આપણે ભગવાનને કહેવાનું હોય કે હું પ્રયત્ન કરું છું, તમે બળ આપો. બસ પછી થાય જ. તમારામાં આત્મબળ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. રોવા બેસવાથી કાંઈ ન થાય. ઈશ્વાસ કે શ્રદ્ધા સાચી દિશામાં હોય તો સફળતા છે જ. પણ અંધ વિશ્વાસ અને અંધ શ્રદ્ધા કોઈ જ કામની નથી. એ નિરાશા જ આપે.
હમણાં એક ભાઈ કહેતા હતા *એક જ્ઞાની જ્યોતિષે કહ્યું છે કે આ તારીખથી આ રાશિ ને પૈસા સુખ સાહ્યબી અપરંપાર રહેશે. આપણે જલસા, બરાબર પણ એનો અર્થ એ નથી કે લાંબા થઇ સુઈ જવું, એમાં ઉપરથી કાંઈ પડશે નહિ, પ્રયત્ન કરવા પડે. તો કોક એમ કહે આ તારીખથી આપણે કપરા દિવસો છે. તકલીફો જ છે.... આમ વિચારી ઊંધે માથે બેસી ના રહેવાય, પ્રયત્ન સુખ શાંતિના બધી રીતે કરવા જોઈએ, પ્રેક્ટિકલ બનવું પડે.
વચ્ચે એક રમૂજી લઈએ તો એક ભાઈ દ્વારકા દર્શન કરવા ગયા પોતાનું વાહન રસ્તાની કોરે મૂક્યું. ત્યાંના જાણકારોએ કહ્યું કે ભાઈ અહીંયા ના મૂકો. તકલીફ થાશે, ઓલી બાજુ મૂકો. તો એ ભાઈએ કીધું *કાંઈ ન થાય હજાર હાથ વાળો બેઠો છે ઈ ધ્યાન રાખશે. (જાણે દ્વારકાધીશ ને બીજા કામ ન હોય.) એ ભાઈએ ત્યાંના જાણકારની વાત ન સાંભળી અને મૂકીને ચાલ્યા ગયા. એ પછી ટ્રાફિક વાળા વાહન ટો કરી ગયા. ઓલા ભાઈ પાછા આવ્યા, પોતાનું વાહન ન જોયું. એટલે એક ભાઈને પૂછ્યું કે હું અહીં મૂકીને ગયો હતો, એટલીવારમાં કોણ લઇ ગયું? ઓલ ભાઈ કહે તમે હજાર હાથ વાળા ને મળવા ગયા અને અહીં બે હાથ વાળા લઇ ગયા. તમે હજાર હાથ વાળા પર શ્રદ્ધા રાખો પણ ખોટું કરો એમા ઈ સાથ ન આપે.
આવું છે જગતમાં માનવ સ્વભાવ નું. પણ એક વાત નક્કી છે. ગમે તે સંજોગોમાં મન હૃદય સમતોલ રાખો, શાંત ચિત્તે વિચારો સ્વમાન જાળવી આત્મવિશ્વાસથી કાર્ય કરો, સંજોગો અનુકૂળ થઇ જ જાય. આ બાબતનો એક સરસ કિસ્સો મેં હમણાં જ જાણ્યો, ક્યાંક વાંચ્યો એ અહીં પ્રસ્તુત છે.
રેશમા પોતાના પતિ રમેશ પાસે બેઠી હતી અને સાંત્વના આપતી હતી કે રમેશ તમે જરાય હિંમત ના હારજો, બધું સારું થઈ જશે. આ સમય અને સંજોગો જતા રહેશે. રમેશ શેરબજારનો મોટો ખેલાડી, કેટલાયને સલાહ આપતો અને એની ટિપ્સ પર અનેક લોકો માલામાલ થઈ ગયા. એ જ રમેશને એટલું મોટું નુકસાન ગયું કે પાયમાલ થઈ જાય. એ તો ઠીક બચી ગયા કે મકાન વેચવું ના પડ્યું, નહિ તો રસ્તા પર આવી જાત. એટલે રેશમા સાંત્વના આપતી હતી કે હિંમત રાખો બધું પાછું આવી જશે. તમારા પૈસા જતા રહ્યા છે, તમારી આવડત /કુશળતા તો અકબંધ છે ને. રેશમા આ સમજાવી હતી ને ડોરબેલ વાગી, એને એમ થયું કે કોઈ ઉઘરાણી વાળો જ હશે. એ બારણું ખોલવા ગઈ અને સામે જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. સરસ મજાના કપડામાં પ્રભાત અને ઉષા બારણે ઊભા હતા, રેશમાને ચહેરો બહુ જ પરિચિત લાગ્યો. ઉષા બોલી કે *ઓળખાણ ના પડી? હું ઉષા, એકવાર વડાપાઉં ખાવાના પૈસા નહોતા સરખા કપડાં નહોતા અને શરીર પણ સાવ નાજુક હતું. તમે મને કહેલું કે જીવનમાં આત્મસન્માન સાથે આત્મ વિશ્વાસથી આગળ વધવું હોય તો ઘણાં રસ્તા છે.
રેશમા યાદોના વમળમાં ઉલજી ગઈ. બહુ વિચારતા, એક પિસ્તાલીસ કિલો વજનવાળી નંખાઈ ગયેલી કન્યા દેખાઈ. રેશમા વડાપાઉંની રેંકડી પર વડાપાઉં લેવા ઊભી હતી અને એ કન્યા દેખાઈ, એ ભિખારણ નહોતી પણ સ્વમાની હતી. એ કન્યા રેંકડીવાળાને કહેતી હતી કે પૈસા નથી, મને બે વડાપાવ આપો, હું તમારા વાસણ ધોઈ આપીશ. ઓલ ભાઈએ ના પાડી અને કહ્યું કે માફ કરો બહેન. એ નિરાશ થઇ એક તરફ બેસી પડી. રેશમા ને દયા આવી, એણે પૈસા આપી બે વડાપાઉં લીધા અને એ કન્યા પાસે ગઈ. પેલી કન્યાએ આનાકાની કરી પછી લઇ લીધા અને એક તરફ મૂકી રેશમાના ટુ વિલરને પોતાના દુપટ્ટાથી સાફ કરવા માંડી, રેશમાએ ના કહ્યું તો એ કહે હું ભીખ ના માંગુ પણ તમે જે આપ્યું એના બદલામાં કામ કરી આપું ને? એ પછી રેશમા એ એ કન્યાને નોકરી અપાવવાનું કહ્યું તો એ કન્યા કહે કે હું મારા પતિને ઘરમાં એકલા મૂકી બહાર ના જઈ શકું. પછી રેશમાએ વાતવાતમાં જાણી લીધું કે તમને રસોઈ બનાવતા સારી આવડે છે. રેશમા એ પૈસા પણ આપ્યા અને ટિફિન સેવા કરવા જણાવ્યું, -- રેશમા વિચારોમાં હતી અને ઉષાએ કહ્યું કે બહેન હા હું એ જ ઉષા છું. જેને તમે રાહ ચીંધી હતી અને આવતીકાલ સારી ઉગશે. રેશમાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. એ વિચારવા લાગી કે મેં તેને યોગ્ય રાહ પર લાવવામાં મદદ કરી એની સામે હું લાચાર ઉભી છું. ઉષા કહે કે બહેન આ મારા પતિદેવ પ્રભાતકુમાર, જુઓ આજે કેટલા સ્વસ્થ છે, એ સમયે પેરેલિસિસનો શિકાર બન્યા હતા અને અમને લાગતું હતું જીવન હવે અસહ્ય બનશે અને તમે મદદ કરી હતી. એ વખતે પાંચ હજારની મદદ કરી હતી અને આજે હું તમને આમંત્રણ આપવા આવી છું. પચ્ચાસ હજાર ખર્ચી રેસ્ટોરન્ટ બનાવી છે એના ઉદ્ઘાટન માટે. બહેનએ ઉદ્ઘાટન તમે અને તમારા પતિદેવ કરશો.
એ દિવસ ઉષાની સાથે વાતચીતમાં જાણ્યું હતું કે એ રસોઈ સરસ બનાવે છે અને એને રેશમા એ જ સૂજાડ્યું હતું કે ટિફિન સેવા શરુ કર. રોકાણ માટે પાંચ હજાર આપ્યા હતા. ઉષાની રસોઈનો સ્વાદ સૌને મન હૃદયમાં બેસી ગયો અને ટિફિન સંખ્યા વધવા માંડી, એની હિમતે એણે ઘરની આગળ એક ખુલ્લો પ્લોટ હતો ત્યાં સવારે સાઉથ ઇન્ડિયન વાનગીઓ અને ગાંઠિયા ભજીયા અને ચ્હાનું શરુ કર્યું. એ ચાલવા માંડ્યું અને પતિદેવ પ્રભાતનો ઈલાજ/ફિઝિયોથેરાપી ચાલવા માંડ્યા એ નાસ્તા સવારે બે કલાક જ ચાલતા પછી ટિફિન એમ સરસ ચાલવા માંડ્યું અને પ્રભાતની તબિયત સારી થઈ ગઈ અને સવારના નાસ્તાનું એણે સંભાળ્યું, એ જામી ગયું ત્યાં ખબર પડી કે જે ખાલી પ્લોટમાં આ નાસ્તાનું કરતા હતા એ પ્લોટ કોઈ બિલ્ડરે લઇ લીધો અને ત્યાં કોમર્શિયલ કોમ્પલેક્ષ બનશે. ઉષાએ પ્રભાતને કહ્યું કે આ કોમ્પ્લેક્ષમાં એક દુકાન લઇ લઈએ, કાયમનું થઇ જાય પણ પૈસા હપ્તે આપશું એમ કહીએ. આ વિચાર કર્યો ત્યાં બીજા દિવસે સવારે બે વ્યક્તિ નાસ્તો કરવા આવ્યા અને ઉષા ને કહ્યું કે બહેન તમે નાસ્તો સરસ બનાવો છે અને સાંભળ્યું છે કે રસોઈ પણ સારી બનાવો છો. અહીં કોમ્પ્લેક્ષ બનશે તો તમે શું કરશો? તમારા આટલા બધા ગ્રાહકો તૂટી જશે. ઉષા કહે, કંઈક તો રસ્તો નીકળશે. ત્યાં પેલા વ્યક્તિએ કહ્યું કે આ કોમ્પલેક્ષમાં બે શોપ જોડે જોડે મળી જાય તો નાસ્તા ભોજન બન્ને થઈ જાય. લોકોના ટિફિન પણ અહીંથી જાય અને લોકો અહીં થાળી જમવા આવે. ઉષા કહે સાહેબ વાત સાચી પણ અહીં એક શોપ લેવામાં પૈસા ખૂટે છે ત્યાં બે નો મેળ ક્યાંથી પડે. પેલા ભાઈએ કહ્યું બહેન આ કોમ્પલેક્ષ અમે જ બનાવીએ છીએ, અને અમે રાજીખુશીથી તમને બે મોટી શોપ આપશું. દસ સુધી નાસ્તો આપજો અને પછી ગુજરાતી થાળી. બધું એક જ સ્થળે. પૈસા તમારી અનુકૂળતાએ આપજો. મને ખબર છે કે તમે આપશો જ કારણ કે મારી બહેને એક વડાપાઉંમાં આટલે પહોંચાડયા છે અને તમે મારી બહેન જેવા છો. પ્રભાત અને ઉષાની આંખો છલકાઈ ગઈ. એમને થયું કે નીતિ સાફ હોય, તો બધું સારું થાય જ છે.
એ કોમ્પ્લેક્ષ બની ગયું અને પ્રભાત ઉષાનું નાસ્તા ભોજનાલય તૈયાર થઈ ગયું. આજે એનું જ આમંત્રણ આપવા આ પતિ પત્ની આવ્યા હતા ઉષાએ કહ્યું કે બહેન આ કોમ્પલેક્ષ તમારા જ ભાઈએ બનાવ્યું છે અને એમને તમે વડાપાઉંની વાત કરી હશે એ યાદ કરી અમને જગ્યા આપી મને બહેન બનાવી. આ નું ઉદ્ઘાટન તમે જ કરશો અને બહેન હવે મારો વારો હું મદદ કરીશ અને મારા બનેવીનો ધંધો પાછો ધમધમશે. તમે જ તો મને શીખવ્યું હતું કે આત્મસન્માન જાળવી આત્મવિશ્વાસથી આગળ વાંધો તો બધું સારું જ છે.
વાત આ જ છે, ધીરજ રાખો, નીતિ સાફ રાખો, આત્મ વિશ્વાસ સાથે આત્મસન્માન જાળવી આગળ વધો તો જીવનમાં જીત જ છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જીવનમાં કેવા કેવા સંજોગો આવે છે અને બદલાતા પણ રહે છે. જીવન એક જ છે, સંબંધો ક્યાં ક્યાં જોડાય છે. કેવી રીતે એક લોહી જુદું થાય છે અને કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એ સમજમાં જ ન આવે. પરિવાર પૈસાદાર હોય, માધ્યમ હોય કે ગરીબ નાના મોટા ઝંઝાવાત આવે અને ઘણું બધું થઇ જાય.
વાત આસામની છે. બહેનનું નામ વલ્લરી, બહુ સરસ એમનું જીવન એ જે ઘરમાં પરણ્યા એ આઝાદી પહેલાનું રાજવી પરિવાર, વલ્લરી તો એક મધ્યમ ઘરની કન્યા પણ સંસ્કારથી છલ્લોછલ, કોઈ એમના ઘેર આવે તો એને મળી ધન્ય થઈને જાય. આ વલ્લરી જ્યારે દસ વર્ષની હતી ત્યારે એક વડીલ એમને ઘેર આવ્યા, ઘરમાં વલ્લરીના માતાપિતા બહાર ગયેલા, એ વડીલે બારણું ખખડાવ્યું અને વલ્લરીએ અંદર થી કહ્યું કે *જી આવું છું, દ્વાર ખોલું છું. દ્વાર ખોલ્યું અને સામે એક વડીલ ઊભા હતા ન ઓળખાણ, ના કોઈ સંબંધ છતાં બારણે વડીલને જોયા એટલે વલ્લરીએ વાંકા વળી ચરણસ્પર્શ કર્યા અને કહ્યું અંદર પધારો આમ બારણામાં નહિ, એ વડીલ તો આને જોઈને જ અભિભૂત થઇ ગયા. ઘરમાં બેઠા અને વલ્લરી પાણી લઇ આવી બે હાથે ગ્લાસ પકડી આદરથી એમના હાથમાં આપ્યો પછી પાછો લઇ અંદર મૂકી આવી અને પાછી આવી નીચે જમીન પર બેઠી અને બોલી *હાજી શું સેવા કરું?* વડીલ તો જોઈ જ રહ્યા, પછી બોલ્યા કે અભિસાર અનુશ્રી નથી? વલ્લરી કહે *ના એ લોકો ઘરની વસ્તુઓ લેવા બજાર ગયા છે. કલાકમાં આવશે, આપ બેસો ચ્હા નાસ્તો લાવું, આરામ કરો ત્યાં સુધીમાં આવશે. વડીલને થાય કે શું આ કન્યાના સંસ્કાર છે? અભિસાર અનુશ્રીની પ્રતિકૃતિ છે. આટલી નાની કન્યા, જોકે એ સમયમાં દસ વર્ષની કન્યા મોટી કહેવાય , કારણ કે સોળ વર્ષે તો લગ્ન થઇ જતા. અભિસાર અનુશ્રી આવ્યા એટલે સામે જ વડીલને બેઠેલા જોઈ ઝડપથી ઘરમાં આવ્યા અને સોમુ દાદા ? એમ કહી બન્નેએ એમના ચરણોમાં માથું મૂકી વંદન કર્યા અને કહ્યું દાદા આપે અમારા ઘરે પગલાં કર્યા? સોમુદાદા બોલ્યા ,બસ બહુ સમયથી તમારા પિતા નાનાજી ની યાદ આવતી હતી, એમણે કહેલું બાળકોનું ધ્યાન રાખજો, મેં તો એ વિચાર્યું નહોતું પણ એક દિવસ થયું કે મિત્રની વાત મેં અનુસરી જ નથી. એટલે આવ્યો. મને આ વહાલી દીકરીએ સ્નેહ વિવેક સભર સત્કાર્યો, તમારા સંસ્કારોને વંદન છે.
સમય ગયો અને પાંચ વર્ષે એ જ વડીલ ઘેર આવ્યા અને અભિસાર અનુશ્રી પાસે વલ્લરીનો હાથ માંગ્યો. અભિસાર અનુશ્રીને તો વાત ગળે ઉતરે જ નહિ, રાજવી પરિવારની કન્યા બનશે આપણી વલ્લરી? બસ વર્ષો પહેલા સોમુદાદા ના મન હૃદયમાં આ સંસ્કારી લક્ષ્મી વસી ગયેલી ત્યારનું નક્કી કરેલું કે અમારા કુંવર જયરાજ માટે આ જ યોગ્ય રહેશે. વલ્લરી એ ઘરની લક્ષ્મી બની ગઈ.
સમય જવા માંડયો ભારત સંપૂર્ણ દેશ બની ગયો બધા રજવાડા ભળી ગયા, એ રાજવીઓને લાભ મળ્યા પણ એમની સલ્તનત ન રહી.કાળક્રમે સોમુદાદા અને રેવા બા સાહેબ મૃત્યુ પામ્યા, દીકરો એક જ હતો વલ્લરીના પતિ જીત પ્રકાશ એ લશ્કરમાં અને એ બે નો એક દીકરો સૂર્યકુમાર જે પરદેશ ભણવા ગયેલો. આખી ૨૪ રુમની હવેલીમાં એકલા વલ્લરી દેવી અને ચાર નોકર પરિવાર.
વલ્લરી દેવીના પતિ જીતપ્રકાશ યુદ્ધમાં શહીદ થયા, હવે બા એકલા પણ આસપાસના વૃદ્ધ માતાઓ બેસવા આવતા. દીકરા સૂર્યકુમારે પરદેશમાં જ હવેલી બનાવી ત્યાં જ સેટ થયો અને લગ્ન કરી લીધા પછી વલ્લરી દેવીને કહ્યું કે હવે તમે ત્યાં જિંદગી પૂરી કરો. અહીં કામ નથી. વલ્લરી દેવી ભાંગી પડ્યા. દીકરો હોવા છતાં દીકરા વગરના થયા. ખરેખર જીતપ્રકાશે બધા જ સંબંધ કાપી નાખ્યા, કોઈ જ સંપર્ક નહિ. એક માં દીકરા માટે કેટલા તરસતા હોય. ધીરે ધીરે નોકર પરિવારો જતા રહ્યા, વલ્લરી દેવી જ રસોઈ, કપડાં, કચરા, વાસણ કરવા લાગ્યા, એમને સતત એમ થાય કે એક રાજરાણી ભિખારણ બની ગઈ. સાથે સાંજે બેસનારી સખીઓ મદદ કરે અને દયા ખાય એ સખીઓ જાય પછી આવડી મોટી હવેલી ભયાનક લાગે. હવે કોઈ નોકર ચાકર નહિ એટલે વલ્લરી એ બધું સાફ કેમ રાખે?
આમ એક બપોરે વલ્લરી દેવી હવેલીની પરસાળમાં બેઠા હતા અને એક દસ બાર વરસનો લાંઘર વઘર છોકરો સામે આવી ઊભો રહ્યો આંખમાં આંસુ સાથે વલ્લરી દેવી સામે જોવા મંડ્યો. વલ્લરી આમ પણ બહુ જ દયાળુ અને વળી એને એકલતા કોરી ખાતી હતી. એમણે એને અંદર બોલાવ્યો, ઓલા છોકરાએ ઈશારે કહ્યું ભૂખ લાગી છે. વલ્લરીએ એને નહાવા મોકલ્યો પછી દીકરા જીતપ્રકાશના કપડા પડયા હતા એ ગોતીને પહેરાવ્યા. વલ્લરી દેવી એના માટે જમવાની વ્યવસ્થા કરે ત્યાં તો એ પલંગ દેખાયો એમાં આડો પડ્યો અને ક્ષણ ભરમાં સુઈ ગયો. વલ્લરી દેવીએ એને સુવા દીધો એ રાત્રે ઉઠ્યો. વલ્લરી દેવીએ પ્રેમથી જમાડ્યો. પછી એ ક્યાંથી કેમ આવ્યો એ પૂછ્યું ત્યારે એણે કહ્યું *મારા પિતા બહુ જ મોટા શ્રેષ્ઠી મારી માં કેન્સરમાં પીડાતી હતી. અમે બે જ ભાઈ બહેન પિતાને અમારા માટે સમય જ નહોતો એ એમની ઐયાશીમાં જ રહેતા. અમુક લોકોએ મારું અને મારી બહેનનું અપહરણ કર્યું. મારા પિતાને એ ગુંડાઓએ ફોન કર્યો કે તમારા બાળકો અમારી પાસે છે, એ જોઈતા હોય તો દસ કરોડ મોકલાવો. અમારા પિતાએ કહ્યું રાખો તમારી પાસે, મારી પાસે એવા વધારાના પૈસા નથી. એ લોકો અમને મુંબઈ લઇ ગયા, મારી બહેન સમજી ગઈ કે એને ચોક્કસ જગ્યાએ વેચી દેશે. અને મેં સાંભળ્યું કે એ લોકો મારી બે આંખો ફોડી ભીખ મંગાવવાના છે. હું અને મારી બહેન ભાગી છૂટ્યા, બહેન ક્યાં ગઈ મને ખબર નહિ પણ હું ભીખ માગતો અલગ અલગ રાજ્ય ફરતો હતો. પછી ખબર પડી કે બહેન આસામમાં જ છે એક નૃત્ય મંડળીમાં બિહુ ડાન્સની નિષ્ણાત છે. મેં મળવા પ્રયત્ન કર્યો, એણે ઓળખવાનો પણ પ્રયત્ન ન કર્યો, હું ભટકવા માંડ્યો અને ફરતો ફરતો અહીં આવ્યો. મને મારી માં બહુ યાદ આવે છે. વલ્લરી દેવી કહે તને માં યાદ આવે છે, મને મારો દીકરો. હવે આપણે માં દીકરો. બસ ત્યાર પછી વલ્લરી દેવી અને દીકરો વેલોર પ્રેમથી રહેવા માંડ્યા, વેલોર બધું સાંભળતો, વહીવટ એ જ કરતો જમીન ખેતી બધું જ. પછી તો અવળી મોટી હવેલીમાં નિરાધાર લોકોને રાખવા માંડયા અને નામ પડી ગયું સ્નેહ આશ્રય. વલ્લરી દેવીએ બધું વેલોરના નામે કરી નાખ્યું, વેલોરે વિશાળ આશ્રમ બનાવી નાખ્યો કેટલાય નિરાધારોને આશ્રય આપ્યો. ટ્રસ્ટ બની ગયું અને સરકારમાં આ મિલકત વલ્લરી દેવીએ સ્નેહ આશ્રયને દાન આપી દીધી છે અને હવે આનો કોઈ વારસ નથી અને કોઈનો દાવો ચાલશે નહિ. એ લખાઈ ગયું.
એ પછી વલ્લરીનો દીકરો પરદેશથી આવ્યો પણ પાછો ગયો. એ પછી એ *વલ્લરી સ્નેહ આશ્રય* બની ગયો... પછી તો ઘણો વિકાસ થયો. જોવાનું એ છે કે જીવનમાં વળાંકો કેવા અને કેટલા આવે છે. કોઈ સમજી નથી શકતું. પણ સંયમથી જીવો એ વળાંકોમાં પણ ઈશ્વર ધ્યાન રાખે છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સુધાકરના દીકરો આસુતોષ અને દીકરી આકાંક્ષા કેટલા સમયથી અસમંજસમાં હતા કે પપ્પા ગયા ક્યાં. આકાંક્ષાને એક વાતની ખબર જ નહોતી કે ભાઈ આસુતોષ પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો પણ જ્યારે આશુતોષે આકાંક્ષાને ફોન કર્યો કે દીદી પપ્પા ક્યાંક ચાલ્યા ગયા છે. ત્યારે આકાંક્ષાએ પૂછ્યું કે અચાનક ક્યાં ચાલ્યા જાય? તું ઘરમાં નહોતો? ભાભીએ કાંઈ કહ્યું? ત્યારે એ બોલ્યો કે પપ્પા ને તો હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો.દીદી તાડુકી કે પપ્પાને તું વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો? તો આસુતોષ કહે , *હમણાં અમારે રોજ બોલાચાલી થતી હતી. એમાં એ કંટાળીને બોલ્યા કે હું વૃદ્ધાશ્રમ માં રહેવા જતો રહીશ સંદીપભાઈ મારા મિત્ર છે મને રાખશે. હુ ં મૂકી આવ્યો . આ રોજ રોજ એમને અને માલતી ને બોલવાનું થાય અને મારે ઓફિસથી દોડતા ઘેર આવવું પડે. એના કરતા ત્યાં સારા. પણ મારા નિત્યક્રમ પ્રમાણે હું દર રવિવારે પપ્પા ને મળવા જતો એમ ગયો તો સંદીપ અંકલે કહ્યું કે તારા પપ્પા તો બે દિવસથી ક્યાંક ગયા છે. એ અહીં કહીને ગયેલા કે થોડા દિવસમાં આવીશ ને કદાચ ન પણ આવું. ખબર નહિ ક્યાં ગયા છે. (સંદીપ ભાઈને બધી ખબર હતી.) . દીદી પપ્પા ક્યાં ગયા હશે? * આકાંક્ષા આશુતોષને ઘેર જ આવી ગઈ પપ્પા ની ભાળ મેળવવા , ત્રણ ચાર દિવસ પછી સુધાકરના અંગત મિત્ર નયન ભાઈને આ ભાઈ બહેન પૂછવા ગયા તો એમણે કહ્યું એ તો બેંગલૂરુ ગયો છે. બેય ભાઈબહેન ચકરાવે ચડયા કે બેંગલોર કોને ત્યાં હોય, ત્યા ં તો કોઈ છે પણ નહિ, ના મિત્ર કે ના કોઈ સગા . તપાસ કરતા કરતા ખબર પડી કે ત્યાં કોઈ પરિવાર ને ઘેર છે. એક બહેન પોતાના દીકરા વહુ સાથે રહે છે એમના ઘેર પપ્પા રહે છે એમની સાથે. આસુતોષ આકાંક્ષા વિચાર કરે કે ત્યાં તો કોઈ છે જ નહિ. આ છે કોણ? પપ્પા ને શું સંબંધ? એ લોકો વિચારે ત્યાં જવું કે નહિ? પણ સરનામું કોણ આપે? જેમણે માહિતી આપી એમની પાસે સરનામું તો હતું જ નહિ. આ બન્ને એ તપાસ શરુ કરી. આમાં વૃદ્ધાશ્રમના સંદીપ ભાઈ અને સુધાકરના મિત્ર બન્નેને ખબર હતી કે એ ક્યાં છે અને જેમને ત્યાં છે એ લોકો સાથે શું સંબંધ છે. પણ આ લોકો કહેવા નહોતા માંગતા. આકાંક્ષા અશુતોષ પર ગુસ્સે થઇ અને પછી એની પત્ની માલતીને કહ્યું કે આ બધુ તમારે કારણે થયું છે. તમે પડયા રહો હું અને રવિ જઈશું બેંગલોર અને શોધી કાઢશું.
સુધાકર ,સંદીપ ભાઈ , નયનભાઈ અને સુધા સાથે ભણતા હતા , સુધાકર ને - સુધા ને બહુ જ સારો મનમેળ હતો અને એ જ કોલેજમાં બીજી કન્યા હતી સુનયના એને સુધાકર બહુ ગમતો હતો. એ સુધાકર પાછળ પાગલ હતી.સુધાકરને પણ સુનયના ગમતી હતી. એ વાત સુનયના ના પિતાને ખબર પડી એટલે તાબડતોબ એક છોકરો શોધી સુનયનાને પરણાવી દીધી. અને એ પછી આ તરફ સુધાકર સુધાને મનમેળ સાથે હૃદયમેળ વધી ગયો એટલે પરિવારની વિરુદ્ધ લગ્ન કર્યા, સુધાકરના માતા-પિતાએ સુધાકર સુધાને ઘરમાં જ ન આવવા દીધા અને કાઢી મુક્યા એટલું જ નહિ સંબંધ પણ કાપી નાખ્યો. વકીલને કહી જાહેરાત પણ આપી કે અમારે કોઈ સંબંધ નથી. સુધાકર સુધા અલગ રહેવા માંડયા, ઘણાં સમય થવા છતાં કોઈ સંતાન થ યું નહિ. એક વાર આ બંને એ નક્કી કર્યું કે ઈલાજ કરાવીએ નહિ તો આઇવીએફ સારવાર લઈએ . એ દરમ્યાન એક અનાથાશ્રમમાં ગયા હતા ત્યારે ત્યાં એ જ દિવસે કોઈ એ નવજાત શિશુને મૂકી ગયું હતું. એને એ જ દિવસે કાયદાકીય કાર્યવાહી કરી સુધાકર સુધાએ એને દત્તક લઇ લીધો અને નામ રાખ્યું સાંઇપ્રસાદ , સાંઇપ્રસાદ ધીરે ધીરે મોટો થવા માંડયો,એ એકદમ શાંત હતો, અભ્યાસમાં બહુ જ નિપુણ. એ લગભગ છ વર્ષનો થયો ત્યારે કોઈકે ભૂલમાં કહી દીધેલું એની હાજરીમાં જ કે આ દત્તક બાળક કોનું હશે? કેવું નીકળશે કોને ખબર? તમારું પોતાનું બાળક હોય તો એને લોહીના સબંધે લાગણી થાય, આ શું લાગણી રાખશે? સુધા સુધાકરને આ ના ગમ્યું પણ સાંઇપ્રસાદ સમજી ગયો. થોડા સમયમાં સુધાને સારા દિવસો રહ્યા અને દીકરી જન્મી નામ રાખ્યું આકાંક્ષા કારણ કે બન્નેને આકાંક્ષા હતી કે એક દીકરી હોય તો ગમે. એ પછી એક જ વર્ષમાં દીકરો જન્મ્યો નામ રાખ્યું આસુતોષ. એ બન્ને સમજણા થાય ત્યાં સુધીમાં તો સાંઇપ્રસાદ એસએસસી માં આવી ગયો અને એની ઈચ્છા હતી એટલે એને બેંગ્લોર પાસે કોઈ ગુરુકુળમાં મુક્યો. એનું નામ સૌને ફાવે એવું માત્ર પ્રસાદ રાખ્યું. બાકી કાયદાકીય કાગળોમાં તો સાંઇપ્રસાદ જ હતું.
સુધાકર સુધાએ પ્રસાદની કોઈ વાત એમના સંતાનો આકાંક્ષા આશુતોષને કરી નહોતી.કારણ કે પ્રસાદ જ કહેતો કે એમના માટે હું સગો ભાઈ નથી, એમને પરાણે ભાઈ કહેવું પડે એ નથી જોતું મને એ લોકોને કાંઈ કહેતા નહિ અને આબન્ને વાત કરવા માગતા પણ નહોતા. એ એટલો દૂર હતો કે નિયમિત મળવાનું ના થાય એટલે ત્રણ મહિને એક વાર સુધા એને મળવા જાય અને પછીને ત્રણ મહિને સુધાકર મળવા જાય અને દર રવિવારે એની સાથે વીડિયો કોલ પર વાત કરે. પ્રસાદ એટલો સમજુ ,નમ્ર વિવેકી હતો કે કહેતો .માં બાપુજી તમે શુકામ ત્રણ મહિને વારાફરતી ધક્કા ખાવ છો.આપણે રવિવારે વાત તો કરીએ છીએ. એટલે સુધાકર કહેતો કે જો અમારા માટે તો તું જ અમારું પોતાનું પહેલું સંતાન છે, દત્તક નથી એટલે માં બાપ તરીકે અમે વહાલ આમ જ વરસાવશું. સુધા - સુધાકર ના બે સંતાનોમાં આસુતોષ બહુ વિચિત્ર હતો, ગમે તેમ બોલે, સુધાકર કહેતો સુધાને કે તેં જ ફટવ્યો છે, આ આપણું ઘડપણ ખરાબ કરશે. હવે વાત હાથ બહાર જવા માંડી હતી. સમય જતાં સુધાને જીવલેણ બીમારી થઇ. એનો ઈલાજ ચાલવા માંડ્યો. ત્યાં બેંગ્લોરમાં પ્રસાદ ને આ ખબર પડી. એ તો હવે બહુ જ મોટી પોસ્ટ પર હતો. પગાર પણ ઊંચો. એ સુધાકર ને કહેતો કે પપ્પા ખર્ચની ચિંતા નહિ કરતા, હું તમારા એકાઉન્ટમાં નાખતો રહીશ. સુધા સુધાકર ભાવુક થઇ જતા. જયારે એમનો સગો દીકરો લોકોને કહેતો કે મમ્મી હવે થોડાદિવસની મહેમાન છે. ડોકટરે કહી દીધુ છે. આના કરતા પ્રસાદ સારો. એ સતત ચિંતા કરતો , આ ઈલાજ વચ્ચે આકાંક્ષા ના લગ્ન પણ કર્યા ,એ પછી સુધા થોડી સારી થઇ એ દરમ્યાન આશુતોષના પણ લગ્ન કર્યા એ પછી પ્રસાદે કહ્યું કે મમ્મીને લઈને અહીં આવી જાવ અહીં સરસ હોસ્પિટલ અને નિષ્ણાત ડોક્ટર છે. સુધા સુધાકર ત્યાં ગયા એ દરમ્યાન પ્રસાદને ગમતી કન્યા સાથે મમ્મી પપ્પાની હાજરીમાં લગ્ન પણ થયા. ઈલાજ સરસ ચાલતો હતો પણ સુધા એક મહિનો જ રહી દીકરા સાઇપ્રસાદના ખોળામાં જીવ છોડયો .પ્રસાદ ખુબ રડયો ,આકાંક્ષા આસુતોષ ને વાત કરી અગ્નિદાહ પણ ત્યાં જ અપાવ્યો. એ પછી પ્રસાદે કહ્યુકે પપ્પા તમેં અહીં જ રહી જાવ ,હવે શું ત્યાં કરશો? સુધાકરે કહ્યું બેટા જવું પડે ,પછી અહીં જ આવીશ.એ ગયો પણ પત્ની સુધા વગર શું ફાવે? આસ ુતોષ અને એની પત્ની વિચિત્ર વર્તન જ કરતા એ પછી સંદીપ ભાઈના વૃદ્ધાશ્રમમાં અને ત્યાં સાંઇપ્રસાદ ને ખબર પડી એટલે અહીં આવી પપ્પાને બેંગ્લોર લઇ ગયો, કોઈને ખબર પણ ના પડી. સુધાકરને પ્રસાદ અને એની પત્ની તૃષા બહુ જ ધ્યાન રાખતા, સન્માન પણ બહુ જ આપે. એ દરમ્યાન એક સરસ ઘટના બની. સુધાકરની સહપાઠી સુનયના ઘણા બધા પ્રયત્ન પછી જે અનાથ આશ્રમમાં બાળકને મૂકીને આવી હતી ત્યાં તપાસ કરી એ પછી એમના કોમન મિત્ર સંદીપ ભાઈ અને નયનભાઈ ની મદદથી બધી માહિતી મેળવી અને સરનામું મેળવી રવિવારની સવારે બેંગ્લોર સાઇપ્રસાદને ઘેર આવી.
પ્રસાદની પત્ની તૃષાએ બારણું ખોલ્યું, સુનયનાએ નમસ્તે કર્યા અને તૃષાએ કહ્યું આવો, એ અંદર ગઈ અને સામે સુધાકરને જોઈ આંખો છલકાઈ ગઈ, સુધાકર બોલ્યો સુનયના અચાનક? તારી હાલત કેવી થઇ ગઈ છે? તારું લગ્નજીવન? *સુનયના કહે , એ તો પિતાજીએ જીદમાં તાબડતોબ લગ્ન કરાવ્યા ,એક વ ર્ષ પછી હું છૂટી થઇ એ મને જાનવરની જેમ મારતો હતો. ૧ વર્ષે મેં બાળકને જન્મ આપ્યો, હું એકલી રઝળતી બાળકને કેમ રાખું એટલે અનાથ આશ્રમમાં પારણામાં મૂકી આવી , ઘણા વર્ષ મહિલા ઉત્કર્ષ આશ્રમમાં રહી.ત્યાં કામ રોજગાર મળતો હતો. વર્ષો પછી મને થયું કે મારો દીકરો ક્યાંક તો હશે જ, મેં ત્યાં તપાસ કરી તો ખબર પડી તમે લઇ ગયા હતા એ જ દિવસે. તમને ક્યાં શોધું? એટલે સંદીપભાઈ અને નયનભાઈને પૂછ્યું , એમણે બધી વાત કરી અને સરનામું આપ્યું , ફ્લાઈટની ટિકિટ કરી આપી અને પૈસા પણ આપ્યા પછી અહીં આવી. * આ સાંભળતા પ્રસાદ તૃષા અને સુધાકર બન્નેની આંખો ભીંજાઈ ગઈ. સુધાકરે કહ્યું બેસ સુનયના એ બેઠી અને એના ખોળામાં માથું મૂકી પ્રસાદમાં બોલી રોવા માંડ્યો. પછી સ્વસ્થ થઇ બોલ્યો હવે તમારે ક્યાંય નથી જવાનું , એક માં ગઈ અને તમને ઈશ્વરે મોકલી આપ્યા. સુનયના બોલી હા બેટા હવે ક્યાંય નહિ, સુધાકરજી પણ હવે અહીં જ છે ને? કોલેજમાં મારી ઈચ્છા હતી એમની સાથે રહેવાની પણ એ જાણી પપ્પાએ મને કૂૂવામાં નાખી દીધી. પણ ઈશ્વરની લીલા જુવો. તારા માં બાપ અમે સાથે ન રહેવા છતાં પણ કહેવાઈએ. પછી આકાંક્ષા આસુતોષ આવી ગયા એ લોકોને બધી માહિતી મળી સુધાકર ના ગયા. એ ભાઈ બહેનને ખબર પડી કે આ અમારા મોટાભાઈ છે, બન્નેએ ચરણસ્પર્શ કર્યા. આશીર્વાદ લીધા .પ્રસાદે કહ્યું ફરી રજાઓ લઈ આનંદ કરવા આવજો. આ ઈશ્વરની લીલા નહિ તો શું?
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્ત્રી એટલે ગૃહ લક્ષ્મી એ યુગોથી કહેવાયું છે. છતાં એ જમાનામાં દીકરી જન્મે તો દૂધપીતી કરી દેવાનો રિવાજ હતો. એ પછી વિજ્ઞાન આગળ વધ્યું એટલે ગર્ભ તપાસ કરી દીકરી હોય તો જન્મ પહેલા જ ઈશ્વર ઘેર પરત મોકલી દેવાનું ચલણ હતું, એક સાસુ પોતે દીકરી તરીકે જન્મ્યા છતાં પણ પુત્રવધૂને પહેલા ખોળે દીકરો જન્મે એ જીદ રાખતા હતા. હવે તો જમાનો બદલાયો છે અને એ વાતનો રાજીપો પણ છે કે લોકો દીકરી ઇચ્છતા થઇ ગયા છે, દીકરી ને ભણાવવા સરસ ભણાવવાનું ચલણ છે. અને દરેક ક્ષેત્રમાં દીકરી આગળ વધતી જાય છે નામના કરતી જાય છે. છતાં હજી ક્યાંક ત્રુટી રહી જાય છે. જાતી વાદમાં , જ્ઞાતિ ભુલી જાવ પણ કામની દૃષ્ટીએ જોઈએ તો પરંપરાગત પિતા ભણ્યા ન હોય એટલે મજૂરી કરે, નાની આવકમાં સંતાનોને ભણાવી ન શકે એટલે એ પણ મજૂરી કરે અથવા ક્યાંક પાટાવાળા તરીકે લાગે. એ પોતાના સંતાનોને જો ભણાવી શકે તો કાંઈક વાત બને. કોઈક એમની મદદે આવે તો પરિવાર કલ્યાણ થઇ શકે. આમ કહેવાય કે અમુક જાતિ/જ્ઞાતિ તો આગળ આવે જ નહિ, જોકે આરક્ષણ ના હિસાબે સરકારમાં નોકરીઓ મળે છે પણ બીજે? આમાં જાતિ થી પછાત ન હોય એ પીસાય છે. એને આરક્ષણ ન મળે કેમ? તો એ બ્રાહ્મણ છે. આમ બ્રાહ્મણ પૂજનીય છે પણ ભણવામાં એડમિશનમાં , સરકારી/અર્ધ સરકારી નોકરીમાં વગેરે સ્થાને આરક્ષણ નહિ કારણે કે એ આર્થિક પછાત છે , જાતિની દૃષ્ટીએ નહિ ,એટલે ક્યાંય લાભ નહિ. હા અભ્યાસમાં *આર્થિક પછાત* તરીકે લાભો ફી વગેરેમાં મ ળે. આમાં ભલે બ્રાહ્મણ રહ્યા પણ અન્ય લાભોથી વંચિત રહે.
અહીં વિશેષરૂપે *બ્રાહ્મણ* જ્ઞાતિ નો ઉલ્લેખ એટલે કર્યો કે એક બ્રાહ્મણ પરિવારની એમાંય બ્રાહ્મણ કન્યાની ગૌરવ અપાવે એવી વાત કરવી છે. આ ઘટના છે દક્ષિણ ભારતની. એ જાણીને આનંદ બહુ થયો. એક પરિવારે માનવીય અભિગમ અપનાવી બીજા પરિવારનું કલ્યાણ કર્યું.
એક સમારંભમાં સમાજ સેવી મહિલાનું સન્માન થતું હતું. હું ઉદઘોષકના શબ્દો સાંભળી જરા થંભી ગયો. એના શબ્દો હતા કે * શ્રીમતી જાનકી એ ઘણું કામ કરી સમાજનું નામ ઊંચું કર્યું છે, સુંદર અભ્યાસ કરતા કરતા માતાનું અને જે પરિવારમાં સેવાઓ આપતી હતી એ સૌનું ધ્યાન રાખી કોઈ અપેક્ષા વગર સૌના કલ્યાણનો ભાવ રાખી લોકસેવા કરતી રહી. જાનકીને બોલાવી એનું સન્માન કરવા હાર પહેરાવ્યો અને હાથમાં સન્માન પત્ર આપ્યું એ સાથે જ એની આંખો ભીંજાઈ ગઈ અને એ મંચ પર એટલું બોલી કે *આભાર પણ ,આગળ કાંઈ કહું એ પહેલા એક મિનિટ.... એમ કહી એ પાછળ ફરી અને એના સાસુ સસરા અને પતિ બેઠા હતા એમની પાસે ગઈ અને ઘૂંટણીએ પડી ત્રણેયના ચરણસ્પર્શ કરી સન્માન પત્ર એમના ચરણોમાં મૂક્યું , એ ત્રણેય ઉભા થઇ ગયા , સસરા બોલ્યા કે *નહિ બેટા , આવું ના કર, તું અમારા ઘરની લક્ષ્મી છે, તને તો ખબર છે કે લક્ષ્મી ના ચરણસ્પર્શ કરાય ,લક્ષ્મીને ચરણસ્પર્શ કરવા ના દેવાય.* જાનકી આંખમાં આંસુ સાથે ઉભી થઇ અને સસરા અને સાસુના ગાળામાં હાર પહેરાવી દીધો. એ પછી એ માઈક પર આવી અને કહ્યું કે *આ ત્રણેય અને મારા નણંદ જે ઉપસ્થિત નથી અહીં ,એમના સિવાય હું કાંઈ જ નથી ,શૂન્ય છું. ઘર ઘરમાં કામ કરી માં ને સાચવી ગુજરાન ચલાવતી કન્યાનો હાથ ઝાલી, નોકર ન સમજી પરિવારનો હિસ્સો બાનાવી પ્રગતિ કરાવનાર આ પરિવાર મારા માટે ઈશ્વર જેમ પૂજનીય છે.એ પછી ઉદ્ઘોષકે જાનકીના સસરા વિજયન ને કાંઈક કહેવા વિનંતી કરી. એમણે કહ્યું કે * અમારી લાડલી પુત્રવધુ એ અમારું સ્થાન ઊંચું કરી દીધું. વ્યવસાયની દૃષ્ટીએ સૌ અમને શ્રેષ્ઠી તરીકે માન આપે છે પણ અમારી પુત્રવધૂએ જે અમને સન્માન અપાવ્યું એ સૌથી ઊંચું છે. જાનકી ઘેર ઘેર કામવાળી તરીકે કામ કરતી હતી એ બરાબર , એ કામ ઘણા કરતા હોય છે પણ આ દીકરીમાં મેં ચમક જોઈ, એનો સ્વભાવ ,દરેક સંજોગોમાં સમતોલ રહી બધા જ કામ કરવા અને માં નું સતત ધ્યાન રાખવું અને ચહેરા પર સતત નિર્દભ સ્મિત રાખવું. એ સૌ કોઈથી ના થાય. એની આવી બધી વિશેષતાઓ જોઈ ધારેલું કે આને જો સાથ સહયોગ મળે તો ઘણું કરી શકે એમ છે. બસ બાકી શું કહેવું ,મને ખોટો ન પાડવા દીધો.
જાનકી ના દાદા ગોરપદું કરતા ,ખાસ પૂજા પાઠ આવડે નહિ. નાનું મોટું આવડે , સવારે ખભે કાપડની બે-ત્રણ જોળી લઇ નીકળી પડે, ઘેર ઘેર જાય ફૂલનો પડો આપે અને સામે એ પરિવાર એમને જોળીમાં લોટ આપે , કોઈ શાક આપે, કોઈ અનાજ આપે દાળ કઠોળ વગેરે કોઈ ફળ પણ આપે. કોઈ પૈસા આપે. એ બોલે *કલ્યાણમ અસ્તુ* એ બધું લઇ ઘર આવે અને એમની પત્ની રસોઈ બનાવે રોકડા પૈસામાંથી ઘી-તેલ-દૂધ વગેરે લઇ આવે. આમાં એમનો દીકરો ભણ્યો આઠ ચોપડી જ. એને આવું ઘેર ઘેર માગવા જવાનું ના ફાવે, એ લોકોના વાહનો સાફ કરે કે બીજા કામ કરે. એના લગ્ન એક સુશીલ કન્યા સાથે થયા. અને એમને એક દીકરી જન્મી એ આ જાનકી , એ જાનકી પાંચ વર્ષની થાય ત્યારે સમયાંતરે એના દાદા દાદી ગુજરી ગયા અને એ આઠ વાર્ષની થઇ ત્યારે કોઈ કારણસર એના પિતા ગુજરી ગયા. માં દીકરી એકલા પડી ગયા. એટલું સારું હતું કે એ જે ઘરમાં રહેતા હતા (એક રૂમ-રસોડું) એ એમના દાદાએ બનાવેલું એટલે ઘરની ચિંતા નહિ. માં શું કરે? એણે ઘેર ઘેર કપડાં,કચરા પોતા અને વાસણ ઘસવાનું શરુ કર્યું. દીકરી જાનકીએ પણ કહ્યું કે માં સવારના ભાગમાં હું પણ આ કરી શકું અને અગિયાર વાગે સ્કૂલે જાઉં , એમ કહી એણે પણ બે ત્રણ ઘરમાં કામ કરવા માંડ્યું. જાનકીનો સ્વભાવ અને સ્મિત એવા સરસ કે કોઈને પણ વહાલી લાગે. આ ઘરોમાં એક ઘર હતું વિજયન સર નું ઘર , એ સારા વહેપારી હતા. શ્રેષ્ઠી હતા , સરસ બંગલો ,કાર વગેરે એમને બે સંતાનો દીકરો રાઘવન અને દીકરી શૈલજા ,શૈલજા મોટી. જાનકીનું કામ અને એનો સ્વભાવ પરિવારના સૌને બહુ જ ગમે. કોઈ દિવસ કોઈ કામની ના નહિ. હસતા હસતા કામ કરતી હોય , જાનકી કામ પર આવે એટલે વિજયન સરના પત્ની પાર્વતી એને નાસ્તો આપે એ કરે નહિ, ના પાડે.ચ્હા નાસ્તો કાંઈ ના કરે , વિજયન સર ને એમ થાય કે આ છોકરી કેમ ચ્હા નાસ્તાની ના પાડે? પણ પછી ખબર પડી કે એને એક જ વિચાર આવે કે મારી માં ભૂખી હોય એને કોઈ નાસ્તો ચ્હા ન આપે તો મારાથી કેમ ખવાય? એક દિવસ વિજયન સરે જાનકીને કહ્યું કે તું અને તારા માં બધા બીજા કામ બંધ કરી માત્ર અહીં કામ કરો, તમારે પાછળના આઉટ હાઉસમાં રહેવાનું આ બંગલાના બધા કામ કરવાના. તારા માં અને તું ઘેર ઘેર શું કામ જાવ? એક જ ઘર , માં એ રસોઈ પણ કરવાની અને વાસણ ઘસવાના, તારે બીજા કામ અને બપોરે ભણવા જવાનું એ જ સ્કૂલમાં જ્યાં મારી દીકરી શૈલજા અને દીકરો રાઘવન ભણવા જાય છે. તમને પૈસા પણ પૂરતા મળશે. જમવાનું પણ અહીં જ. જાનકી અને એમની માં એ આ વાત સ્વીકારી લીધી.
બધું સરસ ચાલવા માંડ્યું હવે જાનકી અને એની માં આ પરિવારના જ સદસ્ય બની ગયા હતા. આમ કરતા કરતા જાનકી બારમા ધોરણમાં આવી શૈલજા અને રાઘવન તો કોલેજમાં આવી ગયેલા. શૈલજા કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને રાઘવન પહેલા વર્ષમાં , ભલે રાઘવન ને તો પિતાના વ્યવસાયમાં બેસવાનું હતું. પણ ગ્રેજ્યુએટ થવું જરૂરી હતું. શૈલજા ગ્રેજ્યુએટ થઇ ગઈ, રાઘવન બીજા વર્ષમાં આવ્યો અને જાનકી બારમું પાસ થઇ ગઈ, એ પછી એણે વિજયન સર ને કહ્યું કે *આપા (એ આપા જ કહેતી) મારે કોલેજ નથી કરવી ,રાઘવને વિરોધ નોંધાવ્યો કે *શું કામ નથી કરવી? તારે ગ્રેજ્યુએટ થવાનું જ છે* જાનકી કહે * અમારામાં કન્યાઓ ભણે નહિ , હું જે ઘરમાં લગ્ન કરી ને જાઈશ ત્યાં કોઈ પુત્રવધુ ભણેલી ના હોય અને છોકરાઓ પણ બધા ભણેલા ના હોય* રાઘવન કહે કેમ ? બ્રાહ્મણો માં ભણે તો ખરા , અમારું પરિવાર બ્રાહ્મણ જ છે, અમે ભણ્યા જ છીએ. તારે ભણવાનું છે* વિજયન સર બધું સાંભળતા અને સમજતા હતા. એમણે સ્મિત આપી કહ્યું *બેટા જાનકી આ ભગવાન રામ કહે એમ કરો*(રામ નું નામ રાઘવ અને સીતાનું જાનકી પણ હતું), વિજયન સરનો વાત સમજ્યા પછીનો સંકેત હતો. જાનકી કોલેજમાં ભણવા લાગી , એ પછી ટૂંક સમયમાં શૈલજા નાલગ્ન લેવાયા ,એ પરણીને સાસરે ગઈ. એ પછી જતા જતા એણે જાનકીને કહ્યું કે શાંતિથી રહેજો. હું તારા લગ્નમાં પણ આવીશ. અહીં જ જાન આવશે. જાનકી એ હસી કાઢ્યું. રાઘવ ગ્રેજ્યુએટ થઇ ગયો. પિતાજીના વ્યવસાયમાં જોડાઈ ગયો. એ પછી એકાદ વર્ષમાં જાનકી પણ ગ્રેજ્યુએટ થઇ ગઈ. એકાઉન્ટસ ની માસ્ટર , એણે વિજયન સર ને કહ્યું *આપા તમારી કંપનીમાં એકાઉન્ટસ માં નોકરી મળે? *ત્યાં વચ્ચે રાઘવ કૂદી પડયો * કેમ નહિ ? મળે જ* વિજયન સરે રાઘવ સામે જોઈ સ્મિત આપ્યું અને કાંઈ ના બોલ્યા , શૈલજા એની પહેલી ડિલિવરી માટે પિયર આવી હતી. એક રાત્રે બધા બેઠક ખંડમાં બેઠા હતા. જાનકી રસોડામાં વાસણ ગોઠવતી હતી. વિજયન સરે કહ્યું કે *શૈલજા હવે આ રાઘવ માટે કન્યા શોધો, એને પણ પરણાવી દઈએ. રાઘવ કહે *કેમ? શું ઉતાવળ છે?* ત્યાં શૈલજા બોલી કે એને તો નક્કી જ છે. અને એ ઘરમાં જ છે, એ સાથે જ જાનકી રસોડામાંથી શરમાઈને બહાર જતી રહી અને રાઘવ ઉભો થઇ એનામમાં ચાલ્યો ગયો , વિજયન સર અને દીકરી શૈલજાએ એક બીજાની સામે જોઈ સાંકેતિક ડોકું હલાવ્યું. વિજયન સર કહે *મને તો બે કિસ્સામા સમજાઈ ગયું તું, એક તો જાનકીને કોલેજ કરવા ની ચર્ચા વખતે અને બીજું જાનકીએ ગ્રેજ્યુએશન પછી નોકરી માટે પૂછ્યું ત્યારે. વાજતે ગાજતે લગ્ન થઇ ગયા , હવે જાનકી આ ઘરની પુત્રવધુ બની એના સાસુએ વહુના ગૃહ પ્રવેશ સમયે જ એના હાથમાં ચાવીઓ સોંપી અને કહ્યું કે *હવે હું છૂટી , સાંભળો જવાબદારી* ત્યાર પછી બધા પૈસા એની પાસે હોય ઘરના ખરચ, નોકર ચાકરના પગાર અને હિસાબો એ જુવે, એ પછી આપા ની મંજુરીથી એ સમાજ કલ્યાણના કામો કરે.
ઘર, વહેવાર પ્રસંગે કોઈ કાંઈ કહેવા પૂછવા આવે તો સાસુ સસરા કે રાઘવ એક જ જવાબ આપે *જાનકી સાથે વાત કરો, કોઈ સમાજ માટે કાંઈ કહેવા કે ફાળો માગવા આવે તો પણ એક જ જવાબ *જાનકી સાથે વાત કરો* આમ ને આમ જાનકી સમાજની અગ્રણી બની ગઈ. વિજયન સર અને પરિવારના પ્રોત્સાહનથી એ વિજયન પરિવારની અગ્રણી વ્યક્તિ બની ગઈ. એ પરિવારે આટલું બધું મહત્ત્વ આપ્યું ત્યારે એ જાનકી શેઠાણી બની ગઈ ,છતાં પગ જમીન પર જ. આવો પ્રેમ કોણ આપે? છોકરી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? સ્ત્રી ને પ્રોત્સાહન આપો તો માત્ર નોકરી માં નહિ બીજા કાર્યોમાં પણ આગળ પહોંચે એ અહીં સિદ્ધ થાય. નહિ તો ઉચ્ચ શ્રેષ્ઠી પરિવાર એક ઘરકામ કરનારી ને આમ પ્રેમ કરી? આગળ વાધારે? બધા પરિવારો પુત્રવધૂ ને આવો પ્રેમ અને પ્રોત્સાહન આપે તો ઘરમાં જ સ્વર્ગ બની જાય.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
*જય ભગવાન* આ સૂત્ર છે અમારા અમર બાપાનું , બાપાના મુખેથી કોઈ માટે સંબોધન એક જ હોય *ભગવાન* આવકાર માં આવો ભગવાન* બોલો ભગવાન* *લ્યો ભગવાન* એ જ આવે , સામેની વ્યક્તિને સંબોધન માત્ર ભગવાન , કંઈક થાય તો *અરે એમ તે કાંઈ હોય ભગવાન* *ભગવાન નારાજ ના થાઓ હું છુંને* અને કોઈ સ્ત્રી હોય તો દેવી કે દેવીજી , કોઈ ભેદભાવ નહિ , એ એમ માને કે દરેક જીવ ભગવાન કે દેવી નો અંશ છે. ઈશ્વર કે ભગવાન આપણા થી નારાજ રહે, આપણે એમને દુઃખી કરીએ તો સારું કહેવાય? ના તો કોઈ જીવને આપણે શું કામ દુઃખી કરીએ? જેમ દેવો હતા , અસુરો હતા , રાક્ષસો હતા, નારદ હતા એવા જ જીવ ધરતી પર છે, માનવી ,વિવિધ પ્રકાર,સ્વભાવ , વહેવાર, આચાર વિચાર બધું જ. અમર બાપા આ બધું સમજાવે, એમની સાથે વાતો કરવા બેસો એટલે સમયનું ભાન ન રહે. એ કહે કે દરેક માનવીમાં , રામ છે, રાવણ, છે , નારદ છે, કૃષ્ણ છે, વિભીષણ છે, લક્ષ્મણ છે ,શંકર છે (શાંત પણ હોય અથવા ક્રોધિત હોય તો એના જેવું કોઈ નહિ)
આ બધું જ્ઞાન , આ વિચારો ,વહેવાર અમર બાપાને એમને એમ નથી આવ્યા ,એમણે નાનપણથી મન હૃદય પર અનેક ઘા ખાધા છે.એમના માતા પિતા શેરીઓ વળવાનું કામ કરતા, આ અમર બાપા એ વખતે બાળક , લગભગ એ માં બાપુ સાથે હોય એને એકાદ વૃક્ષ નીચે બેસાડે ,આમ એમનું નામ અમર પણ એને અમરો કહે *અમરા આંઈ આવ* અમરા ખાઈ લે* *ક્યાં ગ્યો અમરો ?* સંબોધન આ જ, પણ મૂળ નામ અમર, એ નાના હતા ત્યારે જોતા કે કોઈ એમની માં ને બોલાવી ખાવાનું કે કાંઈ પણ આપે તો માં નો હાથ નીચો હોય અને ઓલા આપનાર વ્યક્તિ માં ના હાથને સ્પર્શ ના થાય એમ ઉપરથી એમના હાથમાં નાખે. માં લઇ લે, અમર ને થાય કે આવું કેવું? હાથમાં ના અપાય? એક વાર એવું થયું કે કોઈના ઘરમાં કાંઈક હશે તો ખાવાનું આપ્યું એ માટીના ઠામમાં , અમર વિચારે કે આમ માટીના ઠામમાં ખાવાનું? ઈ લોકો તો કાંસા કે પિત્તળના વાસણમાં ખાય? અમરે બાપાને પૂછ્યું એવું કેમ? તો બાપા કહે , વાસણ ધોવા ના પડે ખાઈ લીધું એટલે ફેંકી દેવાના. આ વાત અમરના મગજમાં બેઠી નહિ. આમાં એક એવો કિસ્સો બન્યો કે અમર અંદરથી હલી ગયો. એક શેરીમાં એના માં બાપુ કચરો વાળવા ગયા. અમરને બેસાડવા કોઈ જગ્યા નહોતી એટલે એક જણની ડેલી બહાર ઓટલા પર બેસાડયો , ઓલ ઘરધણી એ જોયું ,મોઢું બગાડયું પણ બોલ્યા નહિ, અમરે એ જોયું. અમરની માં એ પણ જોયું કે એમને ગમ્યું નથી. અમરના બાપાએ કહ્યું પત્નીને કે ન્યાં શુકામ બેસાડયો, માં એ કહ્યું અમર ના બાપા,એને ક્યાં બેસાડું? એમના ઘરમાં થોડો બેસાડયો છે? ઓટલે તો બેઠો છે. બાપા એ કહ્યું સારું ,હવે તમે એને ત્યાંથી લ્યો પછી જોજો શું થાય છે. અમર આ બધું સાંભળતો અને સમજતો હતો. શેરી વળાઈ ગઈ પછી માં એ કહ્યું હાલ અમરા જૉઈએ, ઈ લોકો હાલતા થયા અને થોડે આગળ જઈ પાછળ વળી જોયું તો ઓલા ઘર વાળા ઓટલો ધોતા હતા. અમરે જોયું અને બોલ્યો , મેં ઓટલો બગાડયો નથી તો કેમ ધોવે છે? બાપા કહે તને બેસાડયો એટલે. અમર ને આ હૃદયમાં વાગ્યું અને આઘાત લાગ્યો. આ લોકોની આગળની પેઢીમાં તો આનાથી પણ ખરાબ હાલત હતી, એ લોકોએ સાવરણો બાંધી ફરવું પડે, જ્યાંથી નીકળે ત્યાં રસ્તો સાફ કરતા જાય. એ પછી સુધારો થયો થોડો,
અમર એકવાર એક સંતની કથા ચાલતી હતી ત્યાં પહોંચ્યો , સંત કહેતા હતા કે ભગવાન ક્યાં છે? કોઈએ ભગવાનને જોયા છે? અમર ત્યાં બહાર ઊભો રહી સાંભળતો હતો. એને સંતને સાંભળવામાં રસ પડયો અને એ મંડપની નજીક ગયો ત્યાં જ એકબે જણ કહેવા લાગ્યા , આઘો રહે અંદર નહિ આવતો. એક સેવક એની નજીક આવી કહેવા લાગ્યો હાલવા માંડ અહીંથી, ત્યાં વ્યાસપીઠ પર બેસેલા સંતે આ જોયું, એમણે એમના અનુયાયીને કહ્યું કે ત્યાં જાવ અને એ બાળકને હાથ જાલી અહીં લઇ આવો એ ગયા અને અમર નો હાથ જાલી લઇ ગયા. અમર ને થયું કે પહેલી વાર કોઈએ હાથ પકડયો, એને લઇ જઈ સંત ની બાજુમાં ઊભો રાખ્યો, લોકોને થાય કે આ શેરી વાળવાવાળાના છોકરાને હાથ જાલી લઇ ગયા અન ે ઓલા સંત એને વાંસે હાથ ફેરવે છે. સંતે અમર સામે સ્મિત કર્યું અને વાંસે હાથ ફેરવ્યો પછી લોકોને કહ્યું કે *હું હમણાં કહેતો હતો કે ભગવાન ક્યાં છે? તો ભક્તો ભગવાન આમ ક્યાંય નથી પણ દરેક જીવમાં છે. દરેક માનવીમાં છે, હું, તમે, આ બાળક બધા ઈશ્વરના અંશ છીએ. ભગવાન સૌમાં છે, તમને કોઈના નામ ન ખબર હોય તો સંબોધન કરો. ભગવાન, કહો *આવો ભગવાન* આમાં ઊંચ નીચ ,છૂત અછૂત કાંઈ ન આવે. સામે ભક્તોની વાત જવા દ્યો પણ અમરના મનમાં આ વાત ઉતરી ગઈ. બસ ત્યારથી એ દરેકને *ભગવાન જ કહે ,જય ભગવાન*
એ એક સજ્જનની મદદ થી ભણવા માંડયો અને આઠમા ધોરણ સુધી ભણ્યો એ દરમ્યાન એના પિતાનું અવસાન થયું, એણે નક્કી કર્યું કે આ ગામમાં રહેવું નથી, માં ને લઈને ઘણાં દૂરના ગામે રહેવા ચાલ્યો ગયો , પિતાજી બચતના પૈસા મૂકીને ગયેલા , સરકારે પણ મદદ કરી હતી.એ બધા પૈસા જોડી એક ચા નાસ્તાની નાની દુકાન કરી. *ભગવાન ટી સ્ટોલ* અમર ચ્હા બહુ જ સરસ બનાવે , ગ્રાહક આવે એટલે *જય ભગવાન* *આવો ભગવાન , બેસો ભગવાન * એક છોકરો રાખ્યો હતો એને કહે કે નાનકા ભગવાનને પાણી આપ, લે આ ઓલા ભગવાનને ચ્હા આપી દે* બસ આમ જ અને આ બધાને ગમે, હવે કમાણો એટલે આદુ, ફુદીનો વગેરે રાખે , એની માં તજ લવિંગ વગેરે દળી મસાલો કરી આપે , અમર ની ચ્હા વખણાવા લાગી. લો કો ક્યાં ક્યાંથી આવવા લાગ્યા. બધા કહે *હાલો ભગવાનની ચ્હા પીવા. ઈ જગ્યાએ એક વાર એક યુગલ આવ્યું , અમરે જોયું અને ઓળખ્યા કે આ લોકો જેને નીચલી જાતિ ગણે છે એ જ હશે. અમરે તરત કહ્યું આવો ભગવાન , ઓલા ભાઈએ કહ્યું *ચ્હા પીવડાવશો? બધા વખાણે છે ભગવાનની ચ્હા * અમર કહે બેસો ભગવાન આપું છું. અમરે કહ્યું અને એ લોકો જમીન પર બેઠા , અમરે તરત કહ્યું કે નીચે નહિ હું બાંકડો ત્યાં મૂકવું છું , એણે એના છોકરાને કહી બાંકડો મૂકાવ્યો અને કહ્યું કે હવે બેસો , નીચે નહિ બેસવાનું , ભગવાનને ત્યાં બધા સરખા , એક બે જણાએ મોઢું બગાડ્યું પણ બોલ્યા નહિ. એ લોકોએ પ્રેમથી ચ્હા પીધી . અમરે પૈસા પણ લીધા અને કહ્યું *ભગવાન ફરીથી આવજો* ઓલા એકદમ રાજી થઈને ગયા. ગમે તે હોય પણ અમર ને ત્યાં હવે ભેદરેખા ભૂસાવા મંડી. એના નસીબ જુઓ એ જ જગ્યાએ કોમ્પ્લેક્ષ બન્યું અને એમાં એને એક દુકાન મળી. મોટી હતી એટલે ત્યાં રેસ્ટોરન્ટ કરી. નામ એ જ. થોડા ફેર સાથે * ભગવાન ચ્હા નાસ્તા બેઠક* હવે નામ થઇ ગયું *ભગવાનની બેઠક* બધા હવે એમ કહે હાલો બેઠકે ચ્હા પીવા*
હવે અમર થઇ ગયા અમર બાપા , લોકો કહે ભગવાન ચ્હા પીવડાવો. આ અમરને કારણે ઘણાં લોકો ભેદ રેખા ભૂસવા માંડયા, અમરના આ ચ્હા સ્ટોરની બાજુમાં જ રેસ્ટોરન્ટ હતી એ ચાલતી નહોતી અને એ માલિકને વેચવી હતી, એકવાર અમરે પૂછ્યું *કેમ ભગવાન ઉદાસ છો? * ઓલા ભાઈ એ કહે ભગવાન આ બરાબર ચાલતી નથી , કોઈ લઇ લે તો હું છૂટું , અમર કહે હું હલાવું પણ ખરીદીશ નહિ , તમને ભાડું ચૂકવીશ અને કાં તમે કહો તો પાવલી ભાર ભાગ આપીશ , તમને ગમે ઈ તમારું. , ઓલાએ પચીસ પૈસા ભાગમાં હા પાડી , અમરની ચ્હા નાસ્તા બેઠક મોટી થઇ ગઈ. જુના માલિકને થોડો સમય થડે બેસાડયો, એક દિવસ બે વાગે અમરે વેઈટરો ને પૂછ્યું તમે જમો છો ક્યારે? તો એમનો એક કહે ત્રણ વાગે , અમર કહે આટલું મોડું? હાલો પહેલા જમી લ્યો, એ લોકો અંદર જમીન પર બેઠા એટલે પાછો અમર કહે કેમ નીચે? અહીં બહાર ટેબલ પર બેસો , ઓલા છોકરા કહે શેઠ ગુસ્સે થાય અમારાથી આંઈ ન બેસાય, અમર ગુસ્સે થયો, ભગવાન નીચે બેસે? અને ઈ ભલે કહે હું કહું છું ને? બધા ટેબલ પર બેઠા, જુના શેઠે કહ્યું કે આ ખૂટું થાય છે, અમર કહે હવે આ મારી છે ભગવાન, તમને નો ફાવે તો ઘેર જાવ ઘેર ભાગ પહોંચી જાશે બાકી અહીં બધા સરખા ભગવાન.બસ, ગમે તે કહો આ ભાવ કે ભાવના ને કારણે ભગવાન ચ્હા નાસ્તા બેઠક, ભોજન બેઠક પણ બની ગઈ.
હવે અમરના લગ્ન થયા, માં પણ ઉંમરલાયક થઇ. એમ થયું કે હવે ઘરકામ માટે કોકને રાખીયે. કોકને વાત કરી રાખી હતી એટલે એક છોકરી આવી મળવા એ વખતે અમર એની માં અને પત્ની બધા ચ્હા પીતા બેઠા હતા , અમરે કહ્યું આવો દેવી બેસો , ઓલી છોકરી આઘી જમીન પર બેઠી , અમર તરત ઉભો થયો અને કહ્યું દેવી નીચે શું કામ? આંઈ સોફા પર બેસો, એ છોકરી કહે *અમારાથી ઉપર નો બેસાય , કોઈને ઘેર બેસવા નથી દેતા એટલે અમે સમજીને નીચે જ બેસીયે* અમ્ર કહે અમારા ઘરમાં અમે કોઈને નીચે નથી બેસવા દેતા , બેસ આંઈ , ઈ બેઠી અમરની પત્નીએ એને મોટા કપમાં ચ્હા આપી, ઓલી કહે આમાં ચ્હા ? બીજા તો અમને નાના ઠીકરા જેવામાં આપે છે, બહેન કહે અમારા ઘરમાં આમ જ હોય. ઓલી છ ોકરી ભાવવિભોર થઇ બોલી * આનંદ થયો કે કોઈએ અમને માણસમાં ગણ્યા* એ કામ પર શરુ થઇ અને પારિવારિક સભ્ય બની ગઈ. જોકે ઘણાંમાં આ અમરાબાપા ને કારણે બદલાવ આવવા માંડ્યો. એ કહેતા કે તાજા જન્મેલા દસ બાળકોને એક લાઈનમાં કપડાં વગર ગોઠવી દ્યો તો ખબર પડે? એમાંથી કોણ ભવિષ્યના મજુર, ગરીબ,ધનપતિ કે સંત છે? કોણ પછાત છે? એ ભેદ આપણા છે બધું ભૂલો માનવી છો તો માનવતા રાખો.
ઘણાં ઘરોમાં એવું હોય છે, ઘરના નોકરને ચ્હા નાસ્તો જુદા વાસણમાં આપે, જુદા મૂકે, જમવાનું વાસી આપી દે, અરે એ પણ માણસ છે. આ કામ કરે છે એ એની મજબૂરી છે. ખાવા પીવા ઓઢવા પહેરવામાં જુદા કેમ ગણો છો, માનવતા રાખી થાય તો મદદ કરો. અંતર ન રાખો ભગવાનની જેમ અંતરમાં રાખો. હા ક્યારેક એમ લાગે કે આ એ સ્થાનને લાયક નથી તો પહેલા સમજાવો પછી ન સુધરે તો મૂકો એક તરફ કારણ બધા એને લાયક ના હોય, અમુક માથે બેસવા જાય. જોવાનું કે એવાને કારણે જરૂરિયાતવાળો ન કૂટાઈ જાય.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વસંત અને વાસંતી અત્યંત પ્રેમાળ યુગલ, એમને કોઈ દુશ્મન નહિ. એમને બધા સાથે ફાવે, એ લોકોને કોઈ સાથે ન ફાવે તો એ બન્ને એમનાથી અંતર બનાવી લે. સંબંધ ના બગાડે. આ બન્ને પહેલેથી જ એવા.કલ્પનામાં ન આવે એવા સંતોષી જીવ. આ બન્ને કોલેજમાં હતા ત્યારે પણ જે મળ્યું એનાથી સંતુષ્ટ હોય અને જે ના મળે તો કહે કે આપણા નસીબમાં નહિ હોય અથવા આપણે યોગ્ય નહિ હોય. એ લોકો એમ માને કે ઈશ્વર દરેકને એમના જોગું આપી જ દ્યે છે.એટલે એ આપે જ. આપણને શું દુઃખ છે? પહેરે ,ઓઢયે, ઓટલે અને રોટલે જરાય દુઃખ છે? અપેક્ષા રાખે એ દુઃખી થાય. આપણે કોઈ અપેક્ષા રાખતા જ નથી.
આ વિચારો આ બન્નેના હતા. આ બન્નેના માતાપિતા પણ સરળ બન્નેના પિતા બેંકમાં સાથે નોકરી કરતા હતા. એ લોકોએ જ પોતાના સંતાનોનું અંદર અંદર નક્કી કરી નાખ્યું હતું પણ સંતાનોને કહેલું નહિ. વસંત વાસંતી સાથે પહેલા ધોરણથી સાથે ભણતા બધું જ સાથે. કોલેજમાં આવ્યા અને વિચારો, શોખ પસંદગી બધું મળતું આવે એટલે યુવાન વયે જુદી જ લાગણી બંધાય અને એ થયું .અત્યાર સુધી અરસપરસ લાગણી તો હતી જ પણ હવે કાંઈક જુદી જ ઉભરવા માંડી જેને આપણે કહીએ કે અરસપરસ પ્રેમમાં પડયા છે એ લાગ્યું. જોકે બન્નેના માં બાપ એ લોકોનામાં થયેલા ફેરફારોને સમજી ગયા હતા. હવે જોવાનું એ છે કે એ લોકો માં બાપને કહે ક્યારે કે અમારે એક થવું છે.
આ વડીલો એ સરળ બનાવ્યું , એક દિવસ એક જ સમયે બન્ને પોતપોતાના ઘરમાં હતા અને એમના માતાપિતાએ કહ્યું વસંતને કહ્યું કે કાલે રવિવાર છે, તારા માટે છોકરી જોવા જવાનું છે. એ વાસંતીના પિતા રમણીકરાયના સંબંધી છે. એ જ સમયે વાસંતીના પિતાએ કહ્યું કે કાલે રવિવારે એક પરિવાર તને જોવા આવવાનું છે , છોકરો બહુ જ સારો છે. તારા સ્વભાવને અનુકૂળ . એ લોકો વસંતના પિતા જયકાંત ભાઈના સંબંધી છે. કાલે જવાનું છે , કાલ સવારે વસંતને ઘેર એ લોકો આવશે અને જયકાંતભાઈએ છોકરાના પરિવાર સાથે અહીં આવશે , એ લોકો જાય પછી વસંતને લઇ જયકાન્તભાઈ છોકરી વાળાને ઘેર વસંત માટે જશે. જોકે જયકાન્તભાઈએ કહ્યું છે કે તમે પણ આવજો પરિવાર સાથે. આપણે બન્ન ેના શુભ સંબંધ કરી નાખીએ. બન્ને પોતપોતાના ઘેર મુંજાય કે આપણે આપણા માં બાપ ને કહ્યું નહિ અને ક્યાંક ગોઠવાઈ જશે. હદ તો ત્યાં થાય છે કે બન્ને સંતોષી એટલે મનોમન કહે કે ઈશ્વરે જુદું નિર્માણ કર્યું હશે એટલે સાથે જીવનસાથી નહિ બની શકીયે. હશે જેવી ઈશ્વરની ઈચ્છા.
રવિવારની સવારે બન્નેના ઘરના સરસ તૈયાર થવા માંડયા વાસંતીને ઘેર તો નાસ્તા તૈયાર થવા માંડયા , ગોળ ધાણાની થાળી તૈયાર થઇ, મીઠાઈ ગોઠવાઈ , વાસંતી કહે કે આ શું? જાણે નક્કી જ હોય એમ તૈયારી? હજી એકમેક ને જોવા દ્યો , એ હા પાડે , મને છોકરો ગમે અને હું હા પાડું તો ગોળધાણા અને મોઢું મીઠું થાય , એ સિવાય બારોબાર નક્કી?
અહીં વસંતના પિતા જયકાંતભાઈએ વસંતને કહ્યું કે સરસ તૈયાર થાજે. પહેલા સામે રમણીકરાય ને ઘેર જાશું પછી બન્ને પરિવાર આપણે જે છોકરી જોવા જાવાનું છે ત્યાં જાશું અને પછી બધા સાથે જમવા જાશું. વસંત કહે પહેલા મને છોકરી જોવા દ્યો, છોકરીને હું પસંદ પડું પછી જોશું. જયકાન્તભાઈ કહે મને ખાતરી છે અરસપરસ ગમશે જ. આજે જ નક્કી. સાંજે સગાઇ હોલ્પન બુક છે. તારી અને વાસંતીની સગાઇ એક જ સ્થળે. વસંત કહે ઓહ્હ્હહહ આટલી હદે? કમાલ છો તમે લોકો. આટલો આત્મવિશ્વાસ? વાસંતી અને જે છોકરો હશે એ એકબીજાને ગમશે જ અને હું અને ઓલી છોકરી એકબીજાને ગમશું જ, નક્કી પણ એટલું જ કે સગાઇ કરશું. વાહ.
વસંત એના માતા પિતા સાથે વાસંતીને ઘરે ગયા રમણીકરાય અને એમના પત્નીએ આવકાર્યા , બધા બેઠા . વાસંતી એ એના પિતાને કહ્યું કે છોકરા વાળા ક્યારે આવશે? રમણીકરાય કહે *બહુ ઉતાવળ તને તો? * ત્યાં વસંત બોલ્યો હા એક વાત પતે ને? એ પછી આપણે મારા માટે છોકરીવાળા ને ત્યાં જઈએ. તમે નક્કી જ કરી નાખ્યું છે તો વાત પતે. તમે અત્યારે રાજી થાવ અમે રહેતા રહેતા થાશું. રમણિકરાય અને જયકાંતભાઈ બન્ને બોલ્યા , આપણે બધા અત્યારે જ રાજી , રમણિકરાય કહે તમે લોકો શું કરવા પછી રાજી? બેટા જયકાન્તભાઈ જ છોકરા વાળા અને અમે છોકરી વાળા, તમારા બન્ને માટે અરસ પરસ , બોલો છે મંજુર? તમારા બન્નેના વિચારો મુજબ ઈશ્વરે આ જ નિર્માણ કર્યું છે. લાગણીનો ઉભરો તો જુવો , બધાની હાજરીમાં વસંત વાસંતી ભેટી પડયા , એ સાંજે સગાઇ થઇ અને બે મહિનામાં લગ્ન. વસંત વાસંતીના લગ્ન થયા અને તેઓ એમના સંસારમાં ઓતપ્રોત થઇ ગયા. વસંતની સરસ નોકરી હતી. એ કંપનીના માલિકનો એ પ્રિય હતો કારણ કે એ કામમાં બહુ જ ચોક્કસ હતો. એક તો આવડત બહુ જ. લખવા બોલવામાં કે વહેવારમાં ભાષા બહુ જ સરસ. શાંતિથી જ વાત કરવાની એને કોઈએ ઉગ્ર નહિ જોયો હોય. એનો વિશેષ ગુણ એ કે કોઈ કામ બાકી નહિ રાખવાનું અને કોઈ કારણસર રહી જાય તો એની ડાયરીમાં હોય , દિવસે સૌ પ્રથમ એ કામ કરે. કોઈ માગણી નહિ. સંતોષ.
વાસંતી નોકરી કરતી હતી પણ બીજા બાળક પછી બન્ને એ નક્કી કર્યું કે વાસંતીએ નોકરી નહિ કરવાની , વસંતે બીજી એક પાર્ટટાઈમ નોકરી સ્વીકારી લીધી.એ જ્યાં ફુલટાઇમ નોકરી કરતો હતો એ જગ્યાની આગળ જ એક કોમ્પ્લેક્ષમાં હતી. છ મહિના એ ચાલ્યું . વસંત રોજ સવારે સાત વાગે ટિફિન લઇ નીકળી જાય. ત્યાં બે કલાક કામ કરે અને પછી એની ફુલટાઇમ જોબ પર. રવિવારે એ પાર્ટટાઈમ નોકરી પર બારથી પાંચ કામ કરે અને આખા અઠવાડિયાનું બધું પતાવી દે. એક દિવસ એના સાહેબે એને જોયો પાર્ટટાઈમ નોકરીએથી નીકળતા , સાહેબને વિચાર આવ્યો કે આ અહીં આ સમયે? કોઈ શોપ તો ખુલી નથી. એ દિવસે એ કાંઈ ના બોલ્યા , બીજા દિવસે એ જ સમયે એ કોમ્પ્લેક્ષ પાસે જઈ ઉભા રહ્ય ા. દસ વાગે એમણે વસંતને લીફ્ટમાંથી નીકળતા જોયો , એમણે જોયું કે આ અહીં પાર્ટટાઈમ જોબ કરતો લાગે છે. વસંતને જવા દીધો, આગળ જઈ એ કંપનીના કમ્પાઉન્ડ તરફ વાળ્યો એ પછી ડ્રાઇવરને કાર ચલાવવા કહ્યું. -- એ ઓફિસે પહોંચ્યા અને વસંતને એના ટેબલ પર ગોઠવાઈ કામ કરતો જોયો. એણે કોમ્પ્યુટર ચાલુ કરી ફાઈલો કાઢી આ બધું શેઠે જોયું. શેઠ કેબિનમાંથી વસંતને જોઈ શકતા હતા. એ જોયા કરતા હતા. અહીં એક વાત વિચારવા જેવી છે કે જે માણસો કોઈને કાંઈ કહે નહિ ,નિષ્ઠાથી પોતાનું કામ કર્યે જાય , પોતાની તકલીફ ,ઈચ્છા કોઈને કહે નહિ ,જે આવક હોય એમાં પોતાનું ગોઠવી લે, પોતાનો ખ્યાલ પછી કરે બાળકો નું જ વિચારે , કોઈનું ખરાબ ન વિચારે ,કોઈ તકલીફમાં હોય તો ધ્યાન રાખે. પોતાની તકલીફ કોઈને કહે નહિ ,એનું ઈશ્વર ધ્યાન રાખે. ઈશ્વર એમના મનની વાત સાંભળી એનું કલ્યાણ કરે. એની ઈચ્છા પુરી કરે ભલે કોકના દ્વારા પણ કરે. વસંતે કામ શરુ કરતા પહેલા ટેબલ પર ચ્હા આવી એ પી લીધી . પછી કામ શરુ કરતો હતો ત્યાં શેઠે એને કેબિનમાં બોલાવ્યો. વસંત તરત ગયો ,એમ વિચારીને કે શેઠ ને કાંઈક અરજન્ટ હશે. એ અંદર ગયો અને શેઠે કહ્યું બેસ મારી સામે. એ બેઠો અને શેઠે કહ્યું * તું આગળના કોમ્પ્લેક્ષમાં કોઈ કંપનીમાં કામ કરે છે? વસંતે હા પાડી અને તરત બોલ્યો *પણ હું અહીં સમયસર આવી જાઉં છું* શેઠ કહે મને ખબર છે. તારી ચોકસાઈ માટે મને માન છે, તારા જેવું સિન્સિયર કોઈ હોય જ નહિ, કામ બાબતે ત ારા માટે કોઈ ફરિયાદ હોય જ નહિ. તું આટલો બધો સંતોષી કેવી રીતે હોય? જાણું છું ત્રણ બાળકો ના ખર્ચ હોય , તું એવો માણસ છે કે તારી ઈચ્છા, જરૂરિયાત એકબાજુ મૂકી બાળકોનું જ બધું કરે, તને એમ થાય કે એમને ઓછું ના આવે . વસંત તું પણ માણસ છે, અત્યારે બાર કલાક કામ કરીશ તોય કાંઈ નહિ થાય પણ પાછલી ઉંમરે શરીર જવાબ દેશે. એ પાર્ટટાઈમ બંધ કર હું એટલો પગાર વધારી આપું છું. તને પ્રમોશન આપીને. કાલથી ત્યાં કામ પર કહીને આવજે હવે બંધ. વસંત કહે *શેઠ આ રવિવાર સુધીમાં એમનું બધું ગોઠવી દઉં જેથી એમને તકલીફ નહિ. માર્ચ એન્ડનું બધું બાકી હતું. એ કરી લઉં , શેઠને થયું કે આવા પણ માણસો હોય. વસંતે ત્યાં કહી દીધું , રવિવારે બધું ગોઠવી દીધું , સાંજે નીકળતો હતો ત્યારે એના માલિક આવ્યા. એમણે વસંતને બમણો પગાર આપ્યો અને કહ્યું કે તમે જે કામ કર્યું એનાથી અમને ફાયદો થયો એની ખુશીમાં બમણો પગાર. વસંત ભાવવિભોર થયો. એણે ઘેર જઈ વાસંતીને કહ્યું કે, મારા શેઠે મને પ્રમોશન આપી પગાર વધાર્યો અને, પાર્ટ ટાઈમવાળા એમને બમણા પૈસા આપ્યા. વાસંતી કહે *ઈશ્વર ધ્યાન રાખે છે હો, સ્કૂલ શરુ થતા પહેલા એમનું બધું લેવાઈ જાશે.
આમ ને આમ બાળકો મોટા થવા માંડયા, બાળકોમાં પણ વસંત વાસંતીના સંસ્કાર, સ્વભાવ આવે ને બે દીકરી અને એક દીકરો. ત્રણેય અંદર અંદર વાતો કરે કે મમ્મી પપ્પા આપણું બધું કરે છે , આપણી બધી જરૂરિયાતો, શોખ મોજ મજા . દર રવિવારે આપણને બહાર લઇ જાય બધું જ આપણને ગમતું કરાવે પણ એ લોકો તો કાંઈ પોતાના માટે કરતા જ નથી. આપણે મોટા થઇ એમની બધી ઈચ્છા પૂરી કરશું. આમને આમ બાળકો ભણી રહ્યા બે દીકરીઓ પરણી ગઈ એક પરદેશ ગઈ એક અહીં નજીક જ. વસંત હવે રીટાયર થવાનો હતો. એક રાત્રે મોટી દીકરી જે અહીં હતી એ ભાઈએ કહ્યું એટલે રોકવા આવી હતી, ભાઈએ કહ્યું કે બહેન તું આવ, કાલે પપ્પા રિટાયર થશે. એમની કંપનીએ ખાસ વિદાય સમારંભ રાખ્યો છે , આપણે જાશું. બહેન આવી ગઈ, રાત્રે બધા જમી વાતો કરતા બેઠા.નાનીને પણ ત્યાં સવાર પડી હતી એને ઓનલાઇન લીધી. દીકરાએ પૂછ્યું કે પપ્પા કાલે તમે રીટાયર થશો પછી શું આયોજન છે? વસંત કહે કે જ્યાં બહુ પહેલા પાર્ટ ટાઈમ કરતો હતો એમને ત્યાં કામ શરૂ કરીશ. અમે તમારા કોઈ પર બોજ નહિ બનીયે. આટલું કહેતા વસંત વાસંતી ની આંખો ભીંજાઈ ગઈ એ સાથે દીકરો દીકરી પણ એમની નજીક આવી ગયા અને આંખમાં આંસુ સાથે કહેવા લાગ્યા કે *આવું કેમ બોલો છો? અમે તમારા પર બોજ હતું? તમે જીવનમાં શું મજા કરી? બધી ઈચ્છાઓ ,મોજ શોખ ,અરમાનો સંકેલી મૂકી દીધા હતા અમારા માટે , મમ્મી પપ્પા હવે અમારો વારો. વાતાવરણ ભાવસભર હતું. પેલી નાની જે ઓનલાઇન હતી વિડીયો પર એણે કીધું કે પપ્પા મમ્મી તમે બન્ને અહીં ફરવા આવશો. ભાઈ તું એમની બધી વ્યવસ્થા કર વિઝા વગેરે એ પછી હું અહીંથી ટિકિટ મોકલીશ. ત્રણેયે કહ્યું કે હવે કોઈ જ કામ નહિ કરવાનું માત્ર મોજમજા કરવાની.
આ સંસ્કારી સંતાનો , દરેક જગ્યાએ લોકો કહે છે એવું નાથી હોતું , પાછલી ઉંમરે બાળકો માં બાપને જીવન માણવા જેવું છે એ સિદ્ધ કરી આપે. રાત્રે સૂતી વખતે વાસંતીએ વસંતને કહ્યું કે *આપણે સૌ નું ધ્યાન રાખ્યું, ઈશ્વરે ધ્યાન રાખ્યું કારણ આપણે માથે ઈશ્વર રાખી નિષ્ઠાથી કામ કર્યું કોઈનું ખરાબ ના વિચાર્યું. જતું કર્યું ,હશે, ચાલશે , ફાવશે , કાંઈ વાંધો નહિ વિચારી સંતોષ મય જીવન જીવ્યા , ઈશ્વર હવે બધું આપવા બેઠા છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તિલકરાજ અને તારા બહેન સાંજના સમયે ઘરની પરસાળમાં ખાટલા પર બેઠા હતા અને અચાનક પોલીસની જીપ સાયરન વગાડતી આવીને ઉભી રહી.તિલકરાજ અને તારા તો થથરી ઉઠયા, તિલકને થયું કે મારા છોકરાએ નક્કી વળી પાછું કાંઈક કર્યું હશે અને ભાગી ગયો હશે એટલે પોલીસ અહીં આવી. આ વખતે ગામના લોકોનું ટોળું એમની ડેલીની બહાર જમા થઇ ગયુ. ગામડાગામમાં તો બધાને કુતૂહલ થાય જ કે શું થયું? હજી તો પોલીસ અંદર આવે એ પહેલા રડમસ અવાજે તિલક બોલવા માંડયો કે સાહેબ અમારો કોઈ વાંકગુનો નથી, આ બેય છોકરાઓ અમારા કહ્યામાં નથી અને અમારે એમની સાથે કોઈ સંબંધ નથી. એટલામાં બે કોન્સ્ટેબલ અંદર આવ્યા અને બોલવાનું બંધ કરવા હાથ કર્યો અને એમની પાછળ લેડી પોલીસ ઓફિસર દાખલ થયા, માથે ટોપી હતી આંખ પર ચશ્માં હતા અને યુનિફોર્મમાં સજ્જ એ લેડી પ્રતિભાશાળી લાગતા હતા. એ જેમ જેમ તિલકરાજ અને તારાની નજીક આવવા માંડયા ત્યાં પેલા બન્ને પાછળ ખસવા લાગ્યા. એ લેડી ઓફિસર બોલ્યા *ત્યાં જ ઉભા રહો* પેલા બંને ત્યાં જ ઉભા રહી ગયા, એ નજીક આવ્યા માથેથી હેટ ઉતારી, આંખેથી ગોગલ્સ ઉતાર્યા ,તિલક તારા ને ચહેરો જાણીતો લાગ્યો, એ લેડી નજીક આવ્યા અને તિલક તારાના ચરણસ્પર્શ કર્યા. ઉભી થઇ અને બોલી *ના ઓળખી? હું તમારી દીકરી અમથી, અમિતા અને તમારા સૌની ભૂરી. આટલું બોલી ને તિલક તારા ધ્રુસકે ચડી ગયા અને ડેલી બહાર ઉભેલા ટોળામાંથી ડેલીને અડીને ઉભેલા શાંતા બા બોલ્યા કે *આ તો આપણી ભૂરી, મોટી પોલીસ સાહેબ બની ગઈ છે, અલ્યા ડાહ્યા તારો ઢોલ લઇ આવ અને વગાડ, અરે ગામની છોરીએ પગલાં કર્યા છે. અને ડાહ્યો ઢોલ લાવી વગાડવા માંડયો ,તિલક તારા કહે દીકરી અમને માફ કરી દે અમે તારા ગુનેગાર છીએ. શાંતા બાએ અમને ઘણું કહેલું અને ઈ સાચું પડયું. ભૂરી એટલે કે અમિતા ની આંખ પણ ભીની હતી ભૂરી એટલે કે અમથી એટલે કે અમિતા બહાર આવી. બધાને હાથ જોડયા અને શાંતા બા ના ચરણસ્પર્શ કર્યા. શાંતા બા એટલે ગામના મુખિયા. સો વર્ષના પણ કડેધડે, એમણે કેટલિયે પેઢી જોઈ નાખી. આ ભૂરી માટે તિલકને ખખડાવનાર શાન્તાબા જ હતા. ભૂરી માં બાપને લઇ બહાર આવી બહાર કાથીનો ખાટલો પડ્યો હતો એ ઢાળી એમાં બેઠી અને માં બાપ અને શાંત બા ને બાજુમાં બેસાડ્યા. ગામના સૌ બેઠા, સૌના હૈયે એક અવાજ હતો, આપણી ભૂરી મોટી પોલીસ સાહેબ બની ગઈ.
આ ભૂરી તિલક તારાનું પહેલું સંતાન હતું. તિલક તારા પરણ્યા ત્યારે તિલકની માં એટલે કે તારાના સાસુએ કહેલું કે આપણા ખાનદાનની પ્રથા રહી છે કે પહેલા ખોળે દીકરો જ જોઈએ. એ વખતમાં ગામડામાં તો આવું જ ચાલતું. સુવાવડ પણ ઘરમાં જ થાતી. તારાને પુરા મહિને પહેલી દીકરી જન્મી , માતા તો વિફર્યા અને કહ્યું ફેંકીઆવ આને, તિલક ભારે હૈયે ગામના ઉકરડે મૂકી આવતો રહ્યો. તિલકને આ દીકરીને રૂુકતા શાંતા બા જોઈ ગયેલા , તિલક જેવો મૂકીને ભાગ્યો કે તરત શાંતબાએ દીકરીને ઉકરડેથી ઉપાડી અને પહોંચ્યા તિલકને ઘેર ,તિલક હજી ઘરમાં દાખલ થઇ ડેલી બંધ કરે ત્યાં જ શાંતબા તાડુક્યા *ઉભો રહે તિલકા આ લેતો જા* તિલકે પાછળ જોયું તો શાંત બા દીકરીન ે લઇ ઉભા હતા. શાંતાબા દીકરી હાથમાં આપતા કહે *કેમ આવો વિચાર આવ્યો? * તિલક કહે *મારી બા.....* ત્યાં તો શાંત બા તાડુક્યા *જીવી ક્યાં ગઈ? * જીવી બા બહાર આવ્યા એટલે શાંતાબા બોલ્યા *કેમ જીવી એક સ્ત્રી થઈને દીકરીને ઉકરડે રૂકાવડાવશ ? તું જન્મી ત્યારે તારા માં બાપે મૂકી 'તી ? જીવીબેન શાંત બા સામે શું બોલે? એ બાળકી રહી ગઈ આ લોકોએ નામ પાડયું અમથી (કારણ કે નોતી જોતી અને અમથી જાણમી ગઈ), એની આંખો થોડી માંજરી હતી એટલે બધા ભૂરી કહે. ભૂરી ને ભણવા તો મૂકે નહિ,એ કાયમ જ કરતી હોય આટલી નાની તોય , શાંતા બા ગામની સ્કૂલના માસ્તરને કહેતા કે જીગા માસ્તર આ છોડીને ભણાવવી પડે, આને ભણાવો કાંઈક બનાવો મારે તિલક તારા અને ઓલી જીવીનું નાક કાપવું છે. ભૂરી જન્મી પછી ત્રણ જ વર્ષમાં તારાને બે દીકરા જન્મ્યા , પછી તો ભૂરીની હાલત શું થાય? માં બાપ તો મારે ,બે ભાઈઓ પણ મારે અને ઓલી રોતરોતા માર ખાઈ લે. શાંતા બા પડખે જ રહે ,ઈ બધું જ જોતા હોય. એક દિવસ જીગા માસ્તર એમની પત્ની સાથે શાંતા બા ના આશીર્વાદ લેવા આવ્યા અને પગે લાગીને કહ્યું કે *શાંતા બા ,મારી શહેરમાં બદલી થઇ છે અમે આજે જાશું,
આશીર્વાદ આપો, અમારી પ્રગતિ થાય અને અમનેય ભગવાન એક સંતાન આપે, ભલે દીકરી આપે. શાંતા બા કહે *જીગા માસ્તર એક કામ કરો આ ભૂરી ને લઇ જાવ. હું સરપંચને બોલાવી કાગળિયા કરાવી તમને દત્તક અપાવી દઉં. બોલો રાખશો ? જીગા માસ્તર ની પત્નીની આંખ ભીની થઇ ગઈ અને બોલી *બા આ ભૂરી જેવી દીકરી કોને ન ગમે? હું ભગવાનને પ્રાર્થના કરું કે એક સંતાન આપો ભલે આ ભૂરી જેવી દીકરી આપો શાંતા બા કહે કે આપી , શાંત બા એ ભૂરીની દાદી જીવી અને ભૂરીના માં બાપને સરપંચની સામે બેસાડી , કાગળિયા કરાવી જીગા માસ્તરને આપી દીધી. શાંતા બા કહે *જીવી તને ઈ દીકરી ભાર લાગતી હતી ને? તારો ભાર ઉતાર્યો, હવે ઈ દીકરી પણ રાજી રહેશે , રાજ કરશે. તમે લોકો લક્ષ્મીને લાયક નથી. પાણી અને સમયના વહેણ ક્યાં વહી જાય કોઈને ખબર ના પડે. આટલા સમયમાં , તિલક તારા ના બે દીકરા વંઠેલ, ગામનો ઉતાર સાબિત થયા એ લોકોએ જ ષડયંત્ર કરી પોતાની દાદીને મારી નંખાવી , શક નું તીર એમના પર તંકાયેલું પણ નિર્દોષ સાબિત થયા. એ પછી તો બહુ આતંક ફેલાવ્યા ,અનેક વાર પોલીસ ઘેર આવી ઉભી રહે. અંત શાંત બા ના કહેવાથી ગામમાંથી તળી પાર કરાવ્યા. એ નહોતા તોય પોલીસ ઘણી વાર ઘેર આવે. શાંતા બા પાછા વાળે. આ બાજુ ભૂરી એટલે કે આંધીનું નામ જીગા માસ્તરે બદલી અમથી માંથી અમિતા કરાવ્યું. એને ખુબ ભણાવી હોંશિયાર તો હતી જ. આઇપીએસ બની. જીગા માસ્તરે કહ્યું કે ગામ જા. શાંતા બા ના આશીર્વાદ લે. અને તારા જન્મદાતા માતા પિતા ના આશીર્વાદ લે.
અમિતા એ કહ્યું કે બાપુ ડયૂટી જોઈન્ટ કરી લઉં પછી જાઈશ. અને એમ કર્યું ડયુટીમાં વ્યવસ્થિત ગોઠવાઈ ,પહોંચી ગામડે . હકીકતે ભૂરી એટલે કે અમિતા ને જરાય ઈચ્છા નહોતી માં બાપ ને મળવાની, હા શાંતા બા ના આશીર્વાદ તો લેવા જ પડે. એટલે ગઈ પહેલા માં બાપ ને મળી પછી શાંત બા ને. એણે શાંતા બા ને કહ્યું કે *બા આજે તમારું સપનું પૂરું કર્યું ને?તમે મારા બાપુને કહેતા હતા ને કે આને કાંઈક બનાવો. આજે બની, તમારા આશીર્વાદ થી. શાંતા બા કહે દીકરી હવે તો જીગા માસ્તર ને નિરાંત આપજે એણે બહુ ઢસરડા કર્યા છે.એનો દીકરો શું કરે છે? અમિતા કહે એ તો દાક્તર થયો એણે અને મારા માં બાપુ એ કહ્યું છે કે તારા માતાપિતા તિલક અને તારા બહેનને અહીં લઇ આવ એમનેય નિરાંત મળે. * શાંતા બા ની આંખો ભીંજાઈ ગઈ અને તાડુકીને બોલ્યા *સાંભળ તિલકા માસ્તર એનો દીકરો અને આ દીકરી તમારું ભલું ઈચ્છે છે, આ દીકરી જ કરી શકે.
તિલક તારા ના ના કહેતા રહ્યા અને અંત જીગા માસ્તરનું આખું પરિવાર આવીને તિલક તારા ને લઇ ગયું. હજી ભલમનસાઈ છે જ. જે નહોતું જોઈતું એ જ જીવનમાં હાશ અને નિરાંત લાવે છે. ઘણાંએ સમજવા જેવું છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે બગીચામાં અચાનક બહુ જ ભીડ જોવા મળી , ગરીબોના ટોળા ,નાના નાના બાળકો અને મોટા છોકરાઓ અને એથી મોટા વ્યક્તિઓ *જલદી કોક ને બોલાવો, એમ્બ્યુલન્સ બોલાવો એમ બોલીને આવતા જતા ને વિનંતી કરતા હતા. આપણે સૌ જાણીએ છીએ કે માનવી એક તો વધુ સ્વાર્થી થઇ ગયા છે અને એથી વિશેષ તો કોઈ પળોજણમાં પડવા નથી માંગતા ,પાછું સૌને એમ થાય છે કે આમાં પડશું તો પોલીસ ના લફડાં માં પડવું, અનેક સવાલો ના જવાબ આપવાના ,અને એમાં આ ગરીબ ભિખારી લોકો ની પળોજણ ? એટલે હડધૂત કરી ભાગી જાય ,નાના બાળકો રોતરોતા બોલતા હોય કે દાદાને કાંઈક થઇ ગયું છે જુવોને પણ હરામ બરાબર કોઈ ફરકે તો . પણ કહે છે ને ઈશ્વર જોતો હોય છે. ઈશ્વર બધું જોતો હોય છે તમે કો ઈ લાચાર ને હેરાન કરો એ અને તમે કોઈ લાચારને મદદ કરો એ , બધું જ. એક માણસ મંગળ નજીક આવ્યો અને ચમક્યો અને બોલ્યો અરે આ તો દેવદત્ત બાપા છે, જલદી એના દીકરા દેવાંગ ને ફોન કરવો પડે , એમ કહી એણે પોતાના મોબાઈલ માંથી ફોન લગાવ્યો અને કહ્યું દેવાંગજી મંગળ બોલું છું દેવદત્ત બાપા ને કાંઈક થયું છે અને આ બાગમાં છે. દેવાંગ કહે મંગળ તાત્કાલિક એમને ડૉ. તિલકની હોસ્પિટલ લઇ જાવ હું આવું છું. મને ખ્યાલ છે એમને શું થયું હશે. મંગળે ૧૦૮ બોલાવી , ૧૦૮ આવીને એ લોકો જોઈને ચમક્યા અને બોલ્યા ,આ તો દેવદત્ત બાપા લઇ લો જલદી, સાહેબ ક્યાં લઈ જાશું? મંગલ કહે ડો. તિલક હોસ્પિટલ લઇ જા ફટાફટ , એમ્બ્યુલન્સના એટેન્ડન્ટ કહે , સાહેબ ચિંતા નહિ અમારા સૌના દેવદત્ત બાપા છે, એમને કાંઈ નો થાય અમારા જેવા સૌની શુભેચ્છાઓ છે, આ બધાને જુઓ કોઈની આંખો કોરી છે? અરે ઈ દેવદત્ત બાપા નથી દેવદૂત છે. હાલ, એમ કહી એમને લઈને ચાલ્યા. સૌના આશ્ચર્ય વચ્ચે તિલક હોસ્પિટલમાં ટોળેટોળા ઉમટી પડયા, જેમ જેમ ખબર પડે એમ લોકો દોડે. આ ડો.તિલક એટલે દેવદત્ત બાપા નો મોટો દીકરો અને મંગલે જેને ફોન કર્યો હતો એ દેવાંગ આ દેવદત્ત બાપાનો નાનો દીકરો. આખા શહેરમાં એમની હોટલ ચેઇન છે, *રસથાળ* સૌ વખાણે રસથાળની થાળી.
આ રસથાળ ની અમુક વિશેષતાઓ છે. એમની મુખ્ય જે રેસ્ટોરન્ટ છે એ વિશાળ જગ્યામાં છે. અને અલગ અલગ બિલ્ડિંગમાં આખા ભારતની સુપ્રસિદ્ધ વાનગીઓ છે. એક બિલ્ડિંગમાં માત્ર દક્ષિણ ,એકમાં પંજાબી, એકમાં મહારાષ્ટ્રીયન ,એકમાં રાજસ્થાની,એકમાં ગુજરાતી થાળી અને એકમાં માત્ર વિવિધ જગ્યાના નાસ્તા જેને જ્યાં જમવું હોય ત્યાં જમે , વિશાળ પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા . ત્યાંનો દરેક કર્મચારી આવનાર સાથે પ્રેમ અને નમ્રતા પૂર્વક વાત કરે. આટલો ભપકો, દેખાવ પણ પૈસા વધારે નહિ, અહીં ચાલીસ રૃપિયામાં મસાલા ઢોસા મળે અને એકસો પચાસમાં ગુજરાતી થાળી.એ પ્રમાણે ભાવ હોય. ગુણવત્તા, સ્વચ્છતા, સ્વાદ, સરભરામાં કોઈ કસર નહિ. આ એમની મુખ્ય જ ગ્યા અને શહેરમાં અલગ અલગ જગ્યાએ જે રસથાળ રેસ્ટોરન્ટ છે ત્યાં એક સાથે બધું પણ જ્યાં છે ત્યાં કોઈ કોમ્પ્લેક્ષમાં નહિ એ બિલ્ડીંગ જ એમનું હોય અલગ અલગ ફ્લોર પર અલગ અલગ વાનગી હોય પણ, નીચે ગુજરાતી થાળી, ઉપર પંજાબી અને ત્રીજા મળે કોન્ટિનેન્ટલ. સરસ આયોજન, આ બધું ચલાવવા વાળા બે ભાઈઓ અને એક બહેન જ. દેવાંગ, દેવાંગીની અને અને દિવ્યેશ આ ત્રણેય ભાઈ બહેન *હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ભણ્યા, શહેરની હોટલ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અને ત્રણેય મેડાલીસ્ટ, આ ત્રણેયથી મોટો તિલક જે ડોક્ટર થયો. આ બધા દેવદત્ત બાપાના સંસ્કારી સંતાનો.
માનવામાં નહિ આવે પણ એ જમાનામાં દેવદત્ત બાપાએ પ્રેમ લગ્ન કરેલા, દેવદત્ત *બાપા* તરીકે સેવા કરતા કરતા ઓળખાવા માંડ્યા, એમના પિતા રવિ દત્ત બહુ જ મોટા જમીનદાર, ઘણી જમીન હતી અને ખેતરો એટલા જેમાં એમના માણસો કામ કરે. રવિ દત્ત બાપાને ઘણા વર્ષો સંતાન નહિ પણ ઈશ્વર દયાળુ છે, એક સુંદર બાળક રવિ દત્ત અને રિવા ના પરિવારમાં જન્મ્યું અને દેવ કૃપા હતી એટલે નામ રાખ્યું દેવદત્ત. ભણવામાં હોંશિયાર બહુ જ. સાવ શાંત કોઈ માગણીઓ નહિ. કોઈ બાબતની કોઈ જીદ નહિ,જે આપો તે ખાઈ લે , પહેરી લે, નખરા નહિ. નાનપણમાં એ બહાર માતા પિતા સાથે નીકળ્યા હોય પિતાએ કંઈક ખાવાનું લઇ આપ્યું હોય ત્યારે રસ્તામાં જો કોઈ નાનું બાળક એમની સામે લાચાર નજરે જોયા કરે તો , દેવદત્ત પોતાનું એને આપી દે. એના પિતા રવિ દત્ત આ જોતા અને કહેતા કે કાંઈ વાંધો નહીં, સ્વભાવ દયાળુ છે એ સારું છે. ઈશ્વરનો દૂત છે. લોક કલ્યાણ માટે જ આ ધરતી પર આવ્યો હશે. એને જે સારું લાગે એ કરવા દ્યો. ખોટું તો કરતો નથી. રવિ દત્ત બાપા ની જમીન નો રખેવાળ, ખેડુ, સાથી , ગણોતિયા જે કહો તે શિવા ની દીકરી દયા બહુ મજાની, સતત હસ્તી જ હોય, નમણી રૃપાળી બોલકી આંખો વાળી, એને સારા કપડાં પહેરાવો તો કોઈ કહે નહિ કે મજુર ની છોકરી છે. એ દયા અને દેવદત્ત ને બહુ જ ફાવે , ખેતરે બેય હારે જ બેઠા હોય. યૌવનની પાંખો ફૂટે અને હૃદય ઉડ ઉડ સ્વાભાવિક જ થવા માંડે ,એમ જ આ બન્નેના હૃદય ઉડ ઉડ થવા મંડ્યા પણ કોઈ વિચિત્ર ભાવ નહિ ,કે આઈ લવ યુ કે એવા વેવલાવેડા પણ નહીં. એક દિવસ આ દયા વૃક્ષ ના ટેકે રોતી બેઠી હતી. દેવદત્તે પૂછ્યું કે શું થયું? દયા કહે મારા પિતા, મારાથી ડબલ ઉંમર ના સાથી સાથે મારા વિવાહ કરવા માગે છે. ઓલી મારા બાપાને અઢળક પૈસા આપવાના છે. દેવદત્તે કહ્યું કે આ નહિ થવા દઉં . આટલું કહીને ચાલ્યો ગયો. બીજા દિવસે દેવદત્ત ના પિતા રવિ દત્ત સાહેબે દયા ના પિતા શામળ ને મળવા બોલાવ્યા અને પૂછ્યું કે શામળ તને પૈસાની શું તકલીફ છે? શામળ કહે કાંઈ નહિ, મારે આગળની સીમમાં એક જમીન રાખવી છે . મારી પોતાની જમીન. રવિ દત્ત કહે કે 'મેં આપી તને મારી જમીન જા , આપણી જમીનો પુરી થયા પછી ફૂલા ની જમીન છે એના પછી એક ખેતર આપ ણું છે, એ જમીન તારી. શામળ તો સાંભળીને ચમકી ગયો અને બોલ્યો બાપા આટલી મોટી જમીન મને? પણ કેમ? રવિબાપા કહે તું તારી દીકરીને વેચવા માંગે છે ઓલા બીજવર પુંજા ને જે તારી ઉંમરનો છે. શરમ આવે છે? શામળ કહે પણ બાપા હું શું કરું? મને એમ છે કે મારી દીકરી પૈસા વાળા ના ઘરમાં જાય , રાજ કરે. એટલે રવિબાપા કહે એ રાજ કરશે પણ મારી પુત્રવધુ બનીને , મારા દેવદત્ત અને તારી દયા ના મન મળી ગયા છે, ઈ વાત મને આજે દેવદત્તે કરી. મને વાંધો છે જ નહિ. -- બસ આમ દેવદત્ત દયાના લગ્ન થઇ ગયા. રવિબાપાને પોતાના દીકરાના સ્વભાવ વિશે ખબર હતી , એમને એક જ્યોતિષે કહેલું કે આ તમારા કૂલનું નામ રોશન કરશે. આ દેવનો દૂત છે. એ પૈસા વેડફશે કે ઉડા ડશે નહિ સારા કામે ઉપયોગ કરશે. રવિબાપા કહે એકનો એક દીકરો છે જે કરે ઈ સારા કામ કરશે ને? દેવદત્ત વસ્તીઓમાં ફરતો હોય લોકોની તકલીફ જોઈ બાપા ને મદદ કરવા કહે અને રવિબાપા કરે. રવિબાપાએ શહેરમાં જમીનો રાખેલી. એમાં એક જમીનમાં તો ત્રણ ત્રણ મકાન બનાવ્યા હતા અને હજી થાય એમ હતા. થોડા દમયમાં રવિબાપા ગુજરી ગયા અને બધું એકના એક દીકરા દેવદત્તના નામે કરતા ગયા. દેવદત્તે ગામમાં સદાવ્રત ખોલેલું ગરીબોને જમાડે , એક ટ્રસ્ટ કર્યું એમાં સાચા અર્થમાં જરૃરિયાત વાળા લોકોને મદદ કરે કપડાં વાસણ વગેરે અને દિવાળીમાં તો બધું જ આપે , એ પછી શહેરમાં જે વિશાળ જામીન હતી ત્યાં હોટલ કરી ગુજરાતી થાળીની ઈશ્વરની કૃપા હોય તે નામ થઇ ગયુ ં. એમને એક કામ કરેલું કે કોઈની થાળીમાં જો અન્ન પડ્યું રહે તો અલગ અલગ વાસણમાં ભરાવી લે ,અને એ ગરીબોને જમવા આપી દે , આમ કરતા એમની બીજી જમીનમાં જલપાન સેવા કરી ત્યાં એમની રેસ્ટોરંટથી બચેલું ખાવાનું આવે અને અહીં ગરીબોને મફત પીરસાય, એમ કરતા અલગ અલગ રેસ્ટ રનત થઇ.
દેવદત્તને પહેલો દીકરો જન્મ્યો એનું નામ તિલક રાખ્યું કારણ કે ઈશ્વરે અમારા ભાલે સંતાન સુખનું તિલક કર્યું. અને મોટો *તિલાટ*, એ બહુ ભણેશ્રી એને ડોક્ટર થઇ સેવા કરવી હતી તો એને એમ કરવા દીધું. લોકો કહે કે એ ડોક્ટર થશે તો તમારા આ *રસથાળ* નું શું? એને આમ લેવાય, દેવદત્ત બાપા કહે મારા પિતા એ મારી કોઈ ઈચ્છાને મરવા નથી દીધી ,એમણે કરવા દીધું કારણ એમને એમણે આપેલા સંસ્કાર પર ભરોસો હતો, એમ જ મને છે. એ પછી જે સંતાનો થયા દેવાંગ, દિવ્યેશ અને દેવાંગીની એ લોકોને આ હોટલ વ્યવસાય વિકસાવવો હતો એટલે એ ભણ્યા અને પિતાનો કારોબાર વધુ જમાવ્યો. પિતાજીને કહી દીધું કે તમે સેવા કર્યો કરો અમે આ સંભાળીશું. એ સંતાનોએ દેવદત્ત બાપાના સંસ્કાર દિપાવ્યા. કોઈ ખોટા શોખ નહિ, માંગણી નહિ, જીદ નહિ કે લાલચ નહિ. ખોટા પૈસા લેવાના નહિ. માપસરના જ અને જમવાનું આરોગ્યપ્રદ સ્વાદિષ્ટ ,સંતોષ થાય એવું શ્રેષ્ઠ.
પ્રેમાળ અને દયાળુ સ્વભાવ સતત લોકોની સેવા કરવાની, કોઈનું દુઃખ જોઈ ના શકે, તરત મદદ કરે, એ રસ્તા વચ્ચે ઉભા કાંઈક ખાતા હોય અને કોઈ ભૂખ્યું બાળક કે વ્યક્તિ ખાલી એમની સામે જોઈ રહે પણ માગે નહિ, તો એ પોતાનું ખાવાનું એને આપી દે , પછી પૂછે કે બીજું કાંઈ ખાવું છે? આ દેવદત્ત બાપા કોઈને ભીખ ના આપે , એ કહે કે આ એક ધંધો કરી નાખ્યો છે. ખવડાવે લઈને પણ પૈસા ના આપે. કોઈ દિવસ નહિ. એક સવારે દેવદત્ત બાપા એમની આદત પ્રમાણે ચાલવા નીકળ્યા હતા. એ ચાલવા નીકળે એટલે પૈસા તો ખીસા માં હોય જ. જરૃરિયાત વાળાને કાંઈ જોતું હોય તો અપાવી દે, ગરીબોની વસ્તીમાં બાળકોને ભણાવવા માટે પૈસા આપે. કપડાં વગેરે બધું જ આપે, દિવાળી કે બીજા તહેવારોમાં તહેવાર ઉજવવા બધું આપે. અને આ માટે એમના બાળકો મદદ કરે. *પપ્પા તમને ગમે તે કરો. આ તમે અને દાદા બધાનું ધ્યાન રાખો છોએટલે ઈશ્વર આપણા સૌનું ધ્યાન રાખે છે. ગરીબની વસ્તીઓમાં કોઈ કપડા વગર ના હોય, કોઈ ભૂખ્યું ના સુવે. અરે દેવદત્ત બાપાએ એ ગરીબો માટે સ્કૂલ બનાવી, એ બાળકો ને ભણાવે. જોકે સરકારી ગ્રાન્ટ મેળવે માન્યતા માટે, પણ સરકારની દખલગીરી ના ચલાવે. કેટલાયને નોકરીઓ અપાવી, આ અમુકને રીક્ષા જેવા વાહનો અપાવ્યા. આટલા બધા દેવદત્ત બાપાને હિસાબે ઉજળા થયા હોય એમને માટે તો દેવદૂત જ કહેવાય ને. પણ માત્ર સેવા, રાજકારણીઓએ ચૂંટણીનું પ્રલોભન આપ્યું પણ ના એટલે ના, હું મારી સિસ્ટમ મારી રીતે ચલાવીશ પણ મારી સિસ્ટમમાં રાજકારણ નહિ આવવા દઉં. બાપા ને બધા હોય.ગરીબ તવંગર બધા વંદન કરે.
આ દેવદત્ત બાપા જ્યારે તિલકની હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલની બહાર કીડિયારું ઉભરાયું એટલે લોકો, પોલીસ પણ પ્રેમથી બંદોબસ્ત જાળવે, રોડ ઉપર ટ્રાફિક વધવા માંડયો, બસ ના ડ્રાઇવર કંડકટર પૂછે કે કોણ બીમાર પડ્યું? કોઈ ફિલ્મ સ્ટાર છે? તો પોલીસ કહે ના એ બધાની ઉપર *દેવદત્ત બાપા* આ સાંભળતા જ એ સૌની આંખમાં આંસુ આવી જાય અને માનવામાં ના આવે પણ સર્વત્ર દેવદત્ત બાપા માટે પ્રાર્થના થાય. ભલે રસ્તા બંધ થયા પણ સહયોગ પૂર્ણ શાંતિ, કોઈ ધમાલ નહીં. બે દિવસ અનેક લોકો જાગતા ઉભા બેસેલા ત્યાં જ રહ્યા ત્રીજા દિવસે તિલક દેવદત્ત બાપાને વરંડામાં લઇ આવ્યો ત્યારે ટોળામાં ચિચિયારી થઇ અને લોકોએ પુષ્પ વર્ષા કરી. એમના સં તાનોએ કહ્યું કે બાપા, આ પ્રેમ જોયો? ઈશ્વરે આપણને નિશ્વાર્થ સેવા કારાવી અને આ સન્માન, આ પ્રેમ, બાપા અમને ગૌરવ છે કે અમે તમારા સંતાનો છીએ, અમે તમારા સંસ્કાર દીપાવીશું જ. દેવદત્ત બાપા બોલ્યા બસ હવે મારે કાંઈ ન જોઈએ, ઈશ્વરે મને જે કામ માટે મોકલ્યો હતો એ કર્યું. ઈશ્વરે મને પાસ કર્યો હવે તમે સાચવજો. સંદેશો આપજો *માનવ અવતાર મળ્યો છે તો માનવતા રાખજો* ઈશ્વર તમારું ધ્યાન રાખશે ,તમે ગરીબ, લાચાર, સંજોગોના શિકાર જરૃરિયાતવાળાનું ધ્યાન રાખજો. દેવદત્ત બાપા હવે ફરતા નથી પણ એમની સેવાનો પ્રેમ રસથાળ સર્વત્ર પીરસાય છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રોહિત રીનાના ઘરમાં આજે પાર્ટીનો માહોલ હતો. જોકે રોહિતને એવો શોખ બહુ હતો એના નજીકના ચાર પાંચ.મિત્રો બોલાવે અને ખાણીપીણી મોજ મસ્તી , હળવા અવાજમાં મિત્રો સખીઓ મળીને નૃત્ય પણ કરે. રોહિત રીનાની માં એક તરફ એના રૂમમાં બેઠા હોય અને બીજા રૂમમાં આ લોકો મજા કરતા હોય, એટલું ખરું કે આ મિત્રો કોઈ નશા કે દારૂનું સેવન નહોતા કરતા, એ કોઈ મિત્રોને પાન, બીડી, તમાકુ કે એવું કોઈ વ્યસન નહિ, આ બધા ભણવામાં જ ધ્યાન આપે અને આ એકેએક ભણવામાં હોંશિયાર. બસ અઠવાડિયે દસ દિવસે આમ ભેગા થાય. ફરતો ફરતો રોહિતનો પણ નંબર આવે. રોહિત- રીના એના પપ્પાને સવારે કહી દે કે કાલે મારા મિત્રો આવવાના છે સાંજે, અમારા માટે આ નાસ્તો લેતા આવજો. પપ્પા રાત્રે આવતા લેતા પણ આવે. રોહિત રીનાના પિતા એક હોસ્પિટલમાં કામ કરતા હતા. આટલું આ ભાઈ બહેનને ખબર હતી. બીજું કાંઈ નહિ.
દર વખતની જેમ પપ્પા નાસ્તો ઠંડા પીણાં લઈને આવી ગયા હતા. એટલે રોહિત રીના ખુશ હતા, એ બન્ને બાળકોને માં બાપ સરસ સાચવે એમને ગમતું જોઈતું બધું જ લાવી આપે કારણ કે આ બન્ને ભાઈ બહેન ભણવામાં હોંશિયાર , બીજું એ કે એ લોકો ખોટા ખર્ચા કે ખોટી માગણી ના કરે. એમને ખબર હતી કે માં માત્ર ગૃહિણી છે અને પિતા હોસ્પિટલમાં નોકરી કરે છે પણ પગાર બહુ ભારે નથી. એક વાર દીકરી રિના એ પૂછ્યું પણ હતું કે પપ્પા મેં જાણ્યું છે કે હોસ્પિટલમાં શિફ્ટ હોય સવારે આઠ થી ચાર, ચાર થી રાત્રે નવ અને રાત્રે નવ થી સવારે આઠ, તો તમે કેમ સવારે આઠ વાગે જાવ અને રાત્રે દસ વાગે આવો? એટલે પિતા કહે બેટા તારી વાત સાચી પણ હું બે શિફ્ટ કરું ત્યારે આપણું બધું ભેગું થાય, તમારા ભણવાના કપડાં વગેરે અને ઘરના ખર્ચ થાય. દીકરીને થતું કે પપ્પા અમારા માટે કેટલી મહેનત કરે છે? અમે તો બધા સાથે મોજમજા કરીએ પણ મમ્મી પપ્પા ક્યારેય બહાર જતા નથી કારણ પપ્પા રવિવારે પણ નોકરીએ જાય. આપણે કમાતા થાશું એટલે માં પપ્પાને બહાર લઇ જાશું.
આજે આમ જ રોહિત રીના એમના મિત્રોને બોલાવ્યા હતા, આજનું આયોજન અચાનક થયું હતું એટલે રોહિતે પપ્પાને કહેલું કે આજે રાત્રે તમે આવો ત્યારે એટલું લેતા આવજો. કાલે સાંજે અમે બધાએ નક્કી કર્યું એટલે કાલે ના કહી શક્યા પણ આજે લાવજો, ભલે તમે દસ વાગે આવો છો એ સમયે લાવજો અમે ગેમ રમશું અને પછી જમશું. પપ્પા રાત્રે આવ્યા અને રીનાને બોલાવી બધું આપી દીધું પછી પોતાના રમ તરફ જતા રહ્યા. એ આવ્યા અને રિનાને બધું આપતા હતા ત્યારે રીનાની સખી વિશાખા અને ના ભાઈ વીરૂએ રીનાના પપ્પાને જોયા પછી વિશાખા વીરૂ એ એકબીજા સામે જોયું પછી કહ્યું કે આજે પપ્પા સાથે લતા આન્ટીની ખબર પૂછવા હોસ્પિટલ ગયા અને અંકલ આપણને એ હોસ્પિટલની કેન્ટીનમાં લઇ ગયા ત્યારે આ જ અંકલ હતા ને ટેબલ સાફ કરી ડીશો અંદર મુકવા ગયેલા. બન્નેએ મોજમજા પત્યા અને બીજા મિત્રો ગયા પછી વિશાખા એ રીના રોહિતને પૂછ્યું કે આ તારા પપ્પા ક્યાં નોકરી કરે છે? રોહિત કહે ફલાણી હોસ્પિટલમાં, વીરૂએ પૂછ્યું કે હોસ્પિટલમાં પણ શું કામ કરે છે? તો રોહિત કહે એ ખબર નથી. તો ક્યા વિભાગમાં એ પણ ખબર નથી. વીરૂ કહે આજે અંકલ રીનાને બધું આપતા હતા ત્યારે અમે એમને જોયા પછી ખબર પડી કે આ તો એ જ. રોહિત રીના કહે શું કરતા હતા? ક્યાં વિભાગમાં હતા? વિશાખા કહે કાલે આપણે જાશું. તમે ભાઈ બહેન જ જોઈ લેજો.
બીજા દિવસે રાત્રે વિશાખા વીરુ, રીના રોહિતને લઈને ગયા સીધા કેન્ટીન પાસે, દૂર ઉભા રહ્યા. વીરૂએ કહ્યું કે આપણે દૂર ઉભા રહી જોશું એમને ખબર નહિ પડવા દઈએ નહિ તો એ શરમાઈ જશે. બન્ને ભાઈ બહેને જોયું કે એમના પપ્પા ડીશો ગોઠવતા હતા, પછી એટલામાં એક ટેબલ પરથી ત્રણ જણા ઊભા થયા હાથ ધોવા અને રોહિતના પપ્પાએ એ ડીશો લઇ પાછળ મૂકી આવ્યા અને પોતું લઇ એ ટેબલ પર સાફ કર્યું , પેલા લોકો હાથ ધોવા ગયા હતા એમાંથી એક ભાઈ આવ્યા અને એ ટેબલ સાફ કરવા વાળાના હાથમાં વીસ રૂપિયા આપ્યા અને ચાલતા થયા. રોહિત રીના ના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એમને શરમ આવી ગઈ અને વિશાખા વીરૂ સામે જોઈ ઢીલા થઈ ગયા. વીરૂએ કહ્યું કે જો ભાઈ આમ ઢીલા નહિ થવાનું. મારા પપ્પા પણ એક પ્રતિષ્ઠિત હોટલમાં કામ કરે છે પણ એ હાઉસ કીપિંગમાં છે, એ પણ રૂમોમાં ચાદરો બદલવી રમ સરસ રાખવા વગેરે કરે છે. એ લોકો આવું કામ કરે છે પણ આપણા માટે જ ને? જરાય શરમાવાનું નહીં, અમારા અને તમારા પપ્પા ખોટું કામ નથી કરતા અને આપણે બાપના પૈસા ખોટા ઉડાડતા નથી. આપણે એટલું જ શીખવાનું છે કે કાલે આપણો વારો છે, એમને આપણે મોજ કરાવવાની. આ ચારેય હોસ્પિટલની એ કેન્ટીનની બીજી તરફ હતા, ત્યાં એક ભાઈ નીકળ્યા, હોસ્પિટલના જ હતા. એમણે આ ચારેય ને પૂછ્યું *શું જુવો છો? રોહિત કહે તમે અહીં જ નોકરી કરો છો ને? પેલા વડીલ જે ટેબલ સાફ કરે છે એ આ જ કામ કરે છે? પેલા ભાઈ કહે - રમેશ કાકાની વાત કરો છોને? બાળકોએ હા પાડી, પછી એમણે કહ્યું કે સર્કસમાં જોકર જોયો છે? એને બધું જ આવડતું હોય ને? એ અમારા રમેશ કાકા જીનિયસ છે. સતત હસતા હોય, એનેય પરિવાર છે, એમને પણ સુખદુઃખ હોય પણ એ હસતા જ હોય. જોકર જુલા જુલે, સાયકલ ચલાવે, પ્રાણીઓના પાંજરામાં પણ જાય અને લોકોને હસાવે પણ ખરા, બધા ખેલ આવડે, અમારા આ રમેશ કાકા આમ તો ટેબલ પર આવેલા મહેમાનોને હસીને બધું લાવી આપે. એ લોકો ટીપ પણ આપે શેઠ જોવે પણ કોઈ બોલે નહિ. એ પછી રસોઈ પણ બધી આવડે, કારીગર ના હોય તો ઢોસા ઉતારે, વાનગીઓ બનાવે, શેઠ એને એ દિવસ વધારાના પૈસા આપે. આ રમેશ કાકા બપોરે જમે અહીં જ , શેઠ નો હુકમ હોય. રાત્રે ક્યારેક એકાદ વાનગી લઇ જાય, એ બાળકો જોઈ જ રહ્યા. પેલા ભાઈ કહે કે અમારા રમેશ કાકા નું સપનું હતું કે પોતાની નાની હોટલ બનાવીશ પછી ગલ્લે બેસીસ. પણ એ તો કેમ પૂરૃં થાય? મેં કહ્યું કે રમેશકાકા હું પૈસા લગાડું તમે ચલાવો, તમારા હસતા ચહેરાને કારણે જ તો બધા પ્રેમથી આવે છે એમ ત્યાં આવશે. રમેશકાકા કહે *બરાબર પણ હોટલ તો તમારી કહેવાય ને?* --- આ રમેશકાકાના બાળકો ફટાફટ નીકળી ગયા. પપ્પા રાત્રે ઘેર આવ્યા ત્યારે પણ કાંઈ પૂછ્યું નહિ.
રમેશકાકા ના બેય બાળકો સરસ ભણ્યા હોટલ મેનેજમેન્ટનું જ, અને એ બન્ને ભાઈ બહેને મહેનત કરી. હોટલમાં નોકરી કરી અને એ જ હોસ્પિટલના પેલા જે અંકલ હતા એમની સલાહ સૂચન અને મદદથી નાની પણ સરસ હોટલ બનાવી, પપ્પાને કહ્યું નહીં, એ હોટલના ઉદ્ઘાટન માટે મમ્મી પપ્પાને સરસ કપડાં લઇ આપ્યા. અને કહ્યું કે એક મિત્રની નવી હોટલ ખુલે છે ઉદઘાટન તમારે કરવાનું છે. રમેશભાઈ તો ખુશખુશાલ હતા અને કહ્યું કે ભલે મારી હોટલ ના થાય પણ હું ઉદઘાટન તો કરીશ. આટલું બોલતા એમની આંખો ભીંજાઈ ગઈ અને બાળકો પણ નમ થઇ ગયા. કેટલા આમંત્રિતો હતા, પેલા વડીલ નરભેરામ તો હતા જ, હોસ્પિટલની કેન્ટીનના માલિક જયરામ શેઠ પણ હતા. રમેશ કાકાએ એમને જોઈ આશ્ચર્યથી પૂછ્યું શેઠ તમે? આ હોટલ તમારા ઓળખીતાની હશે. એમણે હા પાડી પછી રમેશકાકા ઉત્સાહથી કહે આનું ઉદ્ઘાટન મારા હાથે છે. જે જાણતા હતા એમની આંખો ભીની હતી. બધા આગળ આવ્યા, રમેશભાઈએ રીબીન કાપી અને પછી દીકરી રિનાએ કહ્યું કે આ ઉપર હોટલનું નામ છે એની ઉપરથી આ દોરી ખેંચી કપડું ખેંચો બધા નામ જોશે. એમણે કપડું ખેંચ્યું અને નામ આવ્યું *આર આર આલ્પાહાર* દીકરા રોહિતે કહ્યું હવે આગળ આવો અને આ ગલ્લા પર બેસો, રમેશભાઈ ખુશ થતા બેઠા અને રિના રોહિત બન્નેએ ચરણસ્પર્શ કર્યા અને કહ્યું આ તમારું તમે આના માલિક જુવો શું નામ છે? આર આર -- રમેશ રમા અને અમે રોહિત રિના -- આરઆર,
આ સાંભળી રમેશ કાકા ધ્રુસકે ચડી ગયા, રોહિત રિના કહે કે પપ્પા તમારું સપનું હતું ને? પૂરું થયું -- આમાં અમે આ જયરાજ કાકા અને નરભેરામ કાકાની મદદ લઇ તમારું સપનું પૂરું કર્યું. બધાએ તાળીઓથી વધાવી લીધા. જયરાજ શેઠે મજાકમાં કહ્યું કે રમેશ કાકા તમારે કેન્ટીનમાં તો આવવું જ પડશે કારણ તમારા સ્મિત ભર્યા આવકારના સૌ પ્રેમી છે. પણ તમારા સંસ્કારી સંતાનો માટે માન છે. સંતાનો આવા જોઈએ. પિતાની આવક પ્રમાણે શોખ કરે અને પાછલી ઉંમરે માં બાપને મોજ આપે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રોહન આર્મીમાં બહુ જ અગત્યના હોદ્દા પર હતો, આમ એકલપંથી પણ મોજીલો, વાંચન, લેખન અને સંગીતનો શોખીન, અમસ્તો પણ ગીત ગણગણતો હોય, એના સાથીઓ એનાથી ખુશ કારણ એ બધાને ખુશ રાખતો આમ પણ સરહદ પર રહેલા જવાનોને એમના આત્મજનોં યાદ કેવી કોરી ખાતી હોય એ એમનો આત્મા જ જાણતો હોય. સરહદ પર જ્યારે કાંઈ કામ ન હોય અને શાંતિ હોય ત્યારે એ લોકોની ટુકડી રાત્રે બેઠા ગીત સંગીતની મોજમાં હોય અને બીજા જેને જે આવડતું હોય એ કરે પણ સહુ મળીને મોજ કરે. મોજ કરતા કરતા કોકની આંખમાં આંસુ નીકળી આવે એવું પણ બને. આ તો એક ટુકડીની વાત થઇ પણ બીજા પણ આમ જ મોજ કરતા હોય.
એવું સાંભળ્યું છે કે આર્મીમાં અમુક સમયે જવાનોની ટુકડીઓને ઘેર/વતન જવા રજા મળે, એ સમયે બધા હોંશથી તૈયારી કરે. રજા તો નિશ્ચિત દિવસની હોય જ પણ સાથે શરત હોય કે ગમે ત્યારે જરૂર પડે રજા છોડી હાજર થઈ જવું પડશે. એ સમયે જ્યાં રહેતા હોય ત્યાં સોપો પડી જાય. આવું જ એક વાર થયું, બધા રજા પર જવાની તૈયારી કરતા હતા પણ રોહન બાલ્કનીમાં બેઠો બેઠો માઉથ ઓર્ગન વગાડતો હતો. એક સાથીએ કહ્યું કે રોહન તારે કોઈ તૈયારી નથી કરવાની? તો કહે *હું ક્યાં જાઉં? પિતા તો છે નહિ, સાવકી માં એના દીકરા સાથે મોજમાં હશે, એક દોસ્ત હતી જેની સાથે હું મન ભરીને વાતો કરતો, જેને હું મારી ગણતો મારું દુઃખ,આનંદ લાગણી એની સાથે શેર કરતો એ ત્યાં છે નહિ. મેં જ્યારે એને કહ્યું કે હું આર્મીમાં જોડાવાનો છું ત્યારે એ ખુબ રોયેલી પણ એ પછી નીકળવા સુધી એ દેખાઈ નહિ મળવા પણ ના આવી ઘેર તપાસ કરી તો એ શહેર છોડી ગઈ હતી. એ શહેર છોડી ગઈ અને હું ઘર છોડીને નીકળ્યો એના ત્રણ દિવસમાં પિતાજી દેહ છોડી ગયા. હું કોની પાસે જાઉં? * આટલું કહેતા એની આંખો છલકાઈ ગઈ.એની શું બધા ભાવવિભોર થઇ ગયા અને રોહનને સાંત્વના આપવા વળગી પડયા, એ પછી નહોતું જવું છતાં રોહનને એકલો મૂકી નીકળી ગયા.
રોહનના નાનાજી આર્મીમાં જ હતા. કેપ્ટન જયસિંહ, ગજબ વ્યક્તિત્વ એમની ઊંચાઈ છ ફૂટ ત્રણ ઇંચ. કસાયેલું શરીર અને જુસ્સો જોરદાર, એ અનેક માટે પ્રેરણા રૂપ હતા. નાનાજીને જ્યારે રજા મળે અને વતન આવે ત્યારે રોહન એમની પાસે જ હોય, એક મિનિટ આઘોના જાય, એ નાનાજીનો લાડકો હતો, એ નાનો હતો ત્યારે, નાનાજીને કહેતો, હું લશ્કરમાં જોડાઈ તમને સેલ્યુટ કરીશ પણ એ સમજણો ત્યારે બધા જવાનો સાથે મળી નાનાજીના પાર્થિવ શરીરને સેલ્યુટ કરવી પડી. એનું સપનું તો અકબંધ હતું પણ માં ના પાડતી, માં બીમારીમાં રોહનને મૂકીને ઈશ્વરધામ ચાલી ગઈ. રોહન એકલો પડી ગયો. રોહનને બે જ આત્મીય હતા એક એની માં અને બીજા નાનાજી, નાનાજી તો સરહદ કે અન્ય જગ્યાએ ડયુટી પર હોય એટલે રોહનની બધી વાતો માં જ સાંભળે, રોહનને દરેક વાતની જીજ્ઞાશા બહુ જ, *આ શું? આ કેમ? આવું કેમ? વગેરે બહુ સવાલ હોય અને માં એના જવાબો આપે. પિતાજી તમને નોકરીમાંથી ઊંચા ન આવે. રોહન પિતાજીને કોઈ પૂછવા જાય તો પિતાજી કહી દે, તારી માંને પૂછ, મારૃં માથું ન ખા. જ્યારે નાનાજી આવવાના હોય ત્યારે માં કહેતી કે હાશ પિતાજી આવે છેને એટલે મને એટલા દિવસ શાંતિ. આ લપિયો મને પૂછવા નહિ આવે. મને એક મહિનો રાહત.
આ બધા સંજોગોમાં રોહનના નાનાજી અચાનક ફરજ પર મૃત્યુ પામ્યા. રોહન સાવ ભાંગી પડ્યો. સાવ સૂનમૂન થઈ ગયો, નાનાજીના મૃત્યુ પછી એ બહુ જ ઓછું બોલતો. પિતાજી સાથે તો વાત કરવાનો પ્રશ્ન જ નહોતો, એ રોહનની માંને પણ સમય નહોતા આપતા, રોહનની માતા બીમાર પડી ત્યારે માત્ર એકવાર ડોક્ટર પાસે સાથે ગયેલા, એ ડોક્ટર પારિવારિક હતા એટલે પછી તો એ એકલા જ જતા, ડોકટરે એકવાર રોહનના પિતાને કહેલું કે ભાભીની બીમારી જીવલેણ છે. તોય એમણે કહેલું કે તમે ડોક્ટર છો ને? ઈલાજ કરો. ડોકટરે બહુ જ પ્રયત્ન કર્યા પણ ના બચાવી શક્યા. આ રોહન માટે બીજો મોટો આઘાત હતો. હવે તો સાવ એકલો પડી ગયો. એને સાચવે કોણ? પિતાજી સવારે રાત્રે થોડો સમય આપે પણ પછી? રોહનના પિતાએ એક બહેન આખા દિવસ માટે રાખ્યા એ સવારે આવી રોહનને સાચવે, રસોઈ બનાવે ઘરના બધા કામ કરે વગેરે, એ સાચવતા બધું. એ પણ લાંબુ ના ટક્યા. એક મિત્રની સલાહથી એના જ ઓળખીતા એક બહેન સાથે રોહનના પિતાએ બીજા લગ્ન કર્યા. લતા નામ એનું.
રોહન માટે સાવકી માં કહેવાય પણ વર્તનમાં સાવકી માં ન હોતી. એ રોહનનો પૂરો ખ્યાલ રાખે. રોહન સવારે ઉઠે એટલે એનો ચ્હા /દૂધ. નાસ્તો બધું તૈયાર રાખે. સ્કૂલ માટે તૈયાર કરે, જમાડે વગેરે બધું, એ સાંજે સ્કૂલેથી આવે ત્યારે પણ બધું જ તૈયાર રાખે. રોહનને લતાએ જ શીખવ્યું હતું એટલે એ છોટી માં કહી બોલાવતો. લતા સગી માં તો ઠીક, માં જેવી લાગણી, હૂંફ આપી ન શકે. રોહન એકલો જ હોય. ક્યારેય એવું ના હોય કે લતા એની પાસે બેઠી, વાંસે/માથે હાથ ફેરવ્યો, જમાડ્યો જરાય નહિ. રોહનની જરૂરિયાતો બધી પુરી કરે પણ એનાથી શું થાય? બાળકને જોઈએ માંની અથવા માં જેવી હૂંફ, લાગણી, વહાલ વગેરે પણ એમાનું કાંઈ લતા ન આપી શકે, પણ રોહન છોટી માં નો પડ્યો બોલ જીલે એને કાંઈ પણ કામ હોય તો તરત કરી આપે, ભલે સાવકી માં છે પણ માં ના સ્થાને છે. મારી માં ના સંસ્કાર મારામાં હોય જ. માન પૂરૃં આપે, જેમ માં ને પગે લાગી ભણવા જતો એમ જ છોટી માંને પગે લાગી જતો. એ પૂરૃં માન સન્માન આપતો પણ લતા એક દીકરા જેવો પ્રેમ નહોતી આપતી એમાંય જ્યારે લતાને પોતાનો દીકરો થયો ત્યાર પછી તો ઘણું ઓછું થઈ ગયું. આવામાં કોઈપણ બાળક એકલું પડી જાય. રોહન છોટી માં નું વર્તન જોતો હતો, સાથે બીજું એક એ જોતો હતો કે પિતાજી જે પ્રેમથી છોટી માં સાથે વર્તે છે, એને બહાર લઇ જાય એવું કાંઈ પિતાજી મારી માં સાથે કરતા નહોતા.
આમને આમ રોહન મોટો થવા લાગ્યો એ સાથે જ એનો સાવકો ભાઈ પણ મોટો થવા મંડ્યો. સાવકો ભાઈ અજીત બહુ જ ઉત્પાતિયો, જીદ્દી, માં સામે રાડો પાડે, પિતાજીને તો કહેતો કે *તમે તમારા કામમાં વ્યસ્ત રહોને* રોહન કોલેજમાં એનસીસીમાં હતો જ એ વખતે નક્કી કરેલું કે માં છે નહિ કે વહાલ મળે, સાવકી માં તો આમેય નહોતી વહાલ કરતી અને અજીતના આવ્યા પછી સાવ નહિ. હું લશ્કરમાં જ જોડાઈ જાઉં. એણે નાનાજીના જ એક મિત્રની સલાહ, માર્ગદર્શન અને મદદથી એ ઈચ્છા પુરી કરી, એ જોડાઈ જ ગયો, એને થયું હું હવે ઘરથી દૂર મુક્ત મને રહીશ. છોટી માં ને દીકરો છે. પપ્પા એમનામાં છે, મારું કોણ? એક માં હતી જેની સાથે આમેય અત્યારે એમના ફોટા સાથે વાત કરું છું એ જ્યાં હોઈશ ત્યાં કરીશ. એ બધાને નમન કરી નીકળી ગયો. એ આર્મીમાં જોડાયો અને તાલીમમાં જવાનું થયું ત્યારે પિતાજીએ કહેલું કે *મને કહેવું તો જોઈએને કે આર્મીમાં જોડાઉં છું,* રોહને હળવું સ્મિત આપી કહેલું કે *શું ફરક પડતો* રોહનને તાલીમ પછી પોસ્ટીંગ પણ મળી ગયું. એ ગયો.
રોહનના ગયા પછી પિતાનું કોઈ કારણોસર અવસાન થયું. સાવકો ભાઈ અજીત આમ પણ સ્વચ્છંદી હતો, માં બાપ સામે ઉદ્ધત વર્તન કરતો, એની પસંદગીની કન્યા સાથે લગ્ન કર્યા અને માંને એકલી મૂકી જુદો થઇ ગયો. આ ઘટના પછી લતા સાવ એકલી પડી ગઈ, હવે એને રોહનની બધી વાતો યાદ આવતી, એને યાદ આવતું કે *હું એકલી બેઠી હોઉં ત્યારે એ આવીને પૂછે કે છોટી માં શું થયું ? કાંઈ તકલીફ? કાંઈ જોઈએ છે? ત્યારે એ કહી દેતા ના ના તું તારૃં કર, મને કાંઈ નથી થયું. લતાને એનો સગો દીકરો અજીત ગમે તેમ બોલતો ત્યારે એક બે વાર રોહન વચ્ચે પડેલો અને કહેલું કે માં સાથે આમ વાત ના કરાય ત્યારે અજીત તો ઠીક લતા પણ બોલેલી કે અમારા મામલામાં વચ્ચે નહીં પડવાનું. રોહન નિરાશ થઇ ખસી જતા. એકવાર અજીતે પોતાની માં ને ધક્કો માર્યો હતો અને એ પડી ગઈ ત્યારે રોહન જ ગયેલો છોટી માં પાસે અને ઉભા કરેલા ત્યારે લતા બોલેલી તું રહેવા દે હું ઠીક છું.* આ બધું યાદ કરતા એની આંખો છલકાઈ ગઈ, એ રોહનના રૂમમાં ગઈ એના પલંગ પર બેઠી અને જે કાંઈ પડ્યું હતું એ સરખું કરવા માંડી એમાં એને એક કાગળ હાથ લાગ્યો, રોહનનો જ લખેલો, રોહને એની માં ને લખેલો, ઉપર લખેલું *મારી માં ને આ કોઈ પહોંચાડે?*
લતાએ કાગળ વાંચવાનું શરૂ કર્યું,એણે લખ્યું હતું
*માં આમ સાવ એકલો મૂકી ચાલ્યા જવાનું? મારી કચકચથી તકલીફ થતી હતી તો કહેવું હતુંને,હું મૂંગો થઈ જાત, જે અત્યારે થઈ ગયો છું. છોટી માં ને વ્હાલ કરવા એમની પાસેથી વ્હાલ મેળવવા પ્રયત્ન કર્યો પણ ના થયું, માં જેવો પ્રેમ વ્હાલ કોઈ કરે? પણ માં હું છોટી માંને માન સન્માન બધું આપું, તમને કાંઈ પણ કામ હોય કરી આપું છું પણ માં હવે હું થાકી ગયો છું. પિતાજીને સમય નથી, છોટી માં અને એમનો દીકરો એમનામાં છે. હું હવે આર્મીમાં જોડાવા જય રહ્યો છું. પછી હું ત્યાં જ રહીશ રજામાં પણ કોની પાસે જાઉં, હું ત્યાંથી જ તમારી પાસે આવીશ ..... હું છાવણીમાં પણ તમારી સાથે વાતો કરીશ. જયહિન્દ.*
લતા ચોધાર આંસુએ રોઈ પડી અને જાતને કોષવા લાગી કે, હું દીકરાનો પ્રેમ ઓળખી ના શકી, હું તપાસ કરૃં અને કહું કે રજામાં મારી પાસે હું તારી માં છું. એને સમાચાર મળ્યા કે રોહન ઘાયલ થયો છે અને આર્મી હોસ્પિટલમાં છે. ઠીક થઇ પાછો છાવણી હેડકવાર્ટર જ જશે આરામ કરવા. લતા તપાસ કરી ત્રણ દિવસમાં પહોંચી ગઈ આર્મી હોસ્પિટલ અને કાઉન્ટર પર લેફટનન્ટ રાહુલ બાબતે પૂછ્યું તો કહ્યું કે એ ડિસ્ચાર્જ થઇ ગયા, અત્યારે રેસ્ટ રૂમમાં જ બેઠા છે, હમણાં વાહન આવશે એટલે હેડકવાર્ટર જશે. મળવું છે? લત્તાએ હા પાડી એ પછી પ્રોટોકોલ પ્રમાણે અંદર પૂછવા ગયા એ પછી એક ઓફિસર લતાને અંદર લઇ ગયા, રોહન છોટી માં ને જોઈ ઉભો થઇ ગયો અને ચરણ સ્પર્શ કર્યા, લતા રોહનને ભેટી રોવા જ લાગી, રોહને એમને બેસાડયા, લતાએ આંખમાં આંસુ સાથે રોહનના માથે હાથ ફેરવી કહ્યું કે *બે ઘડી મારા ખોળામાં માથું રાખી દે.* બન્નેની આંખ આંસુથી છલકતી હતી. લતાએ કહ્યું કે આરામ કરવા હેડકવાર્ટર નથી જવું અને અહીંથી માં પાસે સ્વર્ગમાં નથી જવું, હું છોટી માં છું, ઘેર ચાલ ....... બસ રોહનને આ જ જોતું હતું *હૂંફ અને વહાલ...* જે છોટી માં મોડું મોડું પણ સમજી.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્કૂલના કમ્પાઉન્ડમાં રીસેસ દરમિયાન એક વૃક્ષ નીચે ઓટલા પર ભાઈ બહેન કેવિન અને કાવ્યા બેઠા હતા. આ લોકોને આમ એકલા બેઠેલા એમના શાલિની ટીચર જોઈ રહ્યા હતા અને એ ધીમે ધીમે ચાલતા આવીને વૃક્ષ પાછળ આ લોકો જુવે નહિ એમ ઉભા રહી વાત સાંભળતા હતા. કાવ્યા ભાઈ કેવિનના આંસુ લૂછતાં કહેતી હતી કે *ભાઈ, અત્યારે તું નાસ્તો કરી લે. તું ઘરે પહોંચીશ ત્યારે મમ્મી તો નોકરી પર ચાલી ગઈ હશે. તું એકલો કાંઈ ખાતો પણ નથી. તું ચિંતા ના કર બધું સારું થઇ જશે કેવિન કહેતો હતો કે કેવી રીતે થાય? આમ ને આમ ચાર વર્ષ થયા. મને થાય છે કે આપણા મમ્મી પપ્પા કેમ સમજતા નહીં હોય? કાવ્યા કહે કે પપ્પા તો સમજે જ છે, કેવિન કહે કે સાચું, પણ એ મમ્મી ને સમજાવી નથી શકતા ને? * આ સાંભળી શાલિની ટીચરની આંખો પણ ભીંજાઈ ગઈ. એ જોઈ રહ્યા કે બહેન કાવ્યા ભાઈને કોળીયા ભરાવતી હતી. અચાનક કેવિન બોલ્યો કે બહેન તું તો ખાતી નથી. તો કાવ્યા કહે કે હું તો ઘરે પહોંચે એટલે દાદી મારી રાહ જોઈ બેઠા હશે. એ મને જમાડશે. કેવિન તરત બોલ્યો કે આજે સ્કૂલથી તારી સાથે દાદી પાસે આવીશ, આપણે બેય દાદીની સાથે જમશું. મમ્મી તો ઘરે હશે નહિ હું મોડો પહોંચે તો શું ફરક પડશે? કાવ્યા રાજી થઈ ગઈ.
આપણા દેશમાં ધીરે ધીરે વિદેશી વાયરા ઘર કરતા જાય છે. ફેશન વગેરે સુધી ઠીક છે પણ લગ્નજીવન, પરિવાર જીવન શૈલી એ બધું આવવા માંડ્યું છે. ઘર નાનું હોય અને મોટા થઈ સંતાન જુદા રહે ત્યાં સુધી વાત બરાબર છે પણ મોટું, ચાર બેડરૂમનું ઘર હોય તોય એક દીકરો હોય એય પરણીને જુદો થાય. એ સમજ્યા પણ લગ્ન જીવન એ ઢીંગલા ઢીંગલીનો ખેલ હોય એમ બાળકોની દેખતા શાબ્દિક ઝઘડો કરે અને કહી દે કે *ન ફાવતું હોય તો આપણે સેપરેટ (જુદા) થઈ જઈએ.* કુમળા બાળકોને શું થાય?
કેવિન અને કાવ્યા (ટવીન્સ) કેટલા માસુમ એકબીજાને ખભેથી વળગી રૂમના બારણામાંથી આ ઝઘડો જોઈ રહ્યા હતા, જોકે આવું વારંવાર થતું હતું અને એ બન્ને સમસમી જતા હતા, ક્યારેક આ બંનેના ઝઘડામાં આપણને માર પડશે એ બીકે રૂમમાં સંતાઈ જતા, આજે અંદર જ હતા, આ સાંભળતા હતા અને *આપણે જુદા થઇ જઈએ * સાંભળ્યું પછી કાવ્યા કેવિન એકબીજા સામે જોઈ રોવા મંડયા. એ જ વિચારતા હશે ને કે આ જુદા થાશે તો આપણે ક્યાં જાશું? આ શબ્દ યુદ્ધ પછી કાવ્યા અને કેવિન મમ્મી પાસે આવ્યા અને કાવ્યા રોતા રોતા બોલી *મમ્મી તમે જુદા થશો? ના થાવ ને,* તોરલ કાંઈ ના બોલી, આંખમાં આંસુ સાથે બેયના માથે હાથ ફેરવી વળગી પડી.
આપણને એમ થાય કે બાળકો સામે ઝગડો કરો તો એમના કુમળા માનસ પર શું અસર થાય? એ અનેક યુગલો સમજતા કેમ નહિ હોય? તમે એ કુમળા બાળકો સામે જે વર્તન કરો એની અસર એમના માનસ પર થવાની જ. તમે પ્રેમથી હસી મજાક કરતા સમય પસાર કરો તો બાળક તમારી સામે ખુલે અને ખીલે. એક યુગલ છે જેમને એક જ દીકરો છે, એ નાનો હતો ત્યારથી માં બાપ એની સામે મજાક મસ્તી અને પ્રેમ ભરી જ વાતો કરે. પત્ની પતિ વચ્ચે મતભેદ થાય તો એકલા ચર્ચા કરી પતાવી દે. (કોઈ પણ ઘરમાં વાસણ તો ખખડે જ) પણ બાળક સામે નહીં. એ દીકરો સમજણો થયો પછી રોજ સાંજે સાથે જમે એ સમયે અને જમ્યા પછી ત્રણેય સાથે બેસી સુવા સુધી મસ્તી સભર વાત કરતા હોય. આ સ્વસ્થ વાતાવરણ હોય તો બાળકનું જીવન ઉજ્જવળ બને. એકવાર આ બાળક ડ્રોઈંગ રૂમમાં બેસી એવું કંઈક ભણતો હતો, એના માતા પિતા કંઈક ચર્ચા કરતા હતો અને એમાં *હું સાચો અને હું સાચી* હુંસાતુંસી ચાલતી હતી એટલે દીકરો કહે *ઓ મિસ્ટર એન્ડ મિસિસ, અંદર રૂમમાં જઈ ડિબેટ કરો મને ડિસ્ટર્બ થાય છે.* પેલા બે જતા રહ્યા. એ લોકો ચર્ચા કરતા સુઈ ગયા હશે અને અહીં આ દીકરો કામ પતાવી એના રૂમમાં સુઈ ગયો. સવારે ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેઠા ત્યારે દીકરાએ માં બાપને પૂછ્યું કે પછી કોણ જીત્યું? મામી કહે ફિટોસ -ડ્રો ગઈ, સમાધાન થઇ ગયું.* આ જોઈએ
તોરલ અને તુષાર સમજતા જ નહોતા. બેય સારૃં ભણેલા. બેય સ્કોલર, બેય નોકરીમાં ઊંચી પોસ્ટ પર. લાયબ્રેરીમાં ઓળખાણ, દોસ્તી. પ્રેમ અને બન્ને પક્ષેમાં બાપની મંજૂરી પછી લગ્ન થયા. અભ્યાસ, આવડત સિવાય એકબીજાના સ્વભાવ બાબતે ખબર જ નહિ. બુદ્ધિજીવી ચર્ચાઓમાં જ રહેતા અને પછી એકમેકને ગમતા થયા. બીજા સ્વભાવનો પરિચય થોડો હોય? આ લોકોને લગ્નની વહેવારીક વાત કરવા જ્યારે તુષાર અને મમ્મી ગયા ત્યારે મમ્મીએ- તોરલના મમ્મી દીકરી સાથે જે રીતે વાત વહેવાર કરતા હતી અને તોરલ જે રીતે બૌદ્ધિક દલીલો કરતી હતી એ જોઈ વિચાર તો આવ્યો કે, આ કરશે લગ્ન પણ ચાલશે કેટલું? એને લાગ્યું કે તોરલ મગજ ભણવામાં જ વાપર્યું છે, વહેવારીક બુદ્ધિ ઓછી લાગે છે. વહેવારીક બુદ્ધિમાંની વાપરે છે, એમની સલાહ જ સમજે છે. લગ્ન થઈ ગયા, તુષારનું ઘર એક જ બેડરૂમનું હતું એટલે સ્વાભાવિકના ફાવે, એક દિવસ તોરલે સાસુને કહ્યું કે મારી માં કહેતી હતી કે તમે જુદા રહેવા જાવ તો સારૃં પડે. પપ્પાએ એક ફ્લેટ લીધેલ પડ્યો જ છે. અમે ત્યાં રહેવા જઈએ?' તુષારના માં એ કહ્યું કે બરાબર છે જાવ પણ બેટા બધી વાતમાં તારા મમ્મીને વચ્ચે નહિ લાવવાના, આપણા ઘરની બધી વાત ત્યાં ના પહોંચાડવાની હોય.
એ જુદા તો થઇ ગયા, તુષારના માં એ જ ઘર માંડી આપ્યું, તોરલના મમ્મી એ તો સલાહ સૂચન શિવાય કાંઈ નહોતું આપ્યું. તોરલના પિતા પણ કહેતા કે બેટા તારી માં ને તારા ઘરની બધી વાત ના કહે, તારો સંસાર બગડશે. તોરલ તુષાર એકલા રહેતા અને જે થતું એનું દૈનિક બુલેટીન તોરલ માં પાસે રજૂ કરી દેતી. માં દીકરીની વાતો તોરલના પિતા સાંભળતા અને જ્યારે આ લોકોની જુદા થવાની વાત ચગી અને પત્નીને દીકરી તોરલ સાથે વાત કરતા સાંભળી ત્યારે તોરલના પિતા બોલેલા કે આની માં તોરલ તુષારને જુદા કરશે, બાળકો હિજરાશે. અને એ થાય.
વાત બહુ મહાન નહોતી છતાં અગત્યની હતી. તુષારના પિતા તો હતા નહિ, માં એ જ દીકરા તુષારને મોટો કર્યો. લગ્ન પછી જુદા થયા એના સસરાએ જ લીધેલા ફ્લેટમાંં. આ પછી ટવીન્સ જન્મ્યા કાવ્યા અને કેવિન. એ જન્મ્યા પછી મતમતાંતર બહુ થતા. રોજ કોઈકને કોઈક વાતે ચડસા ચડસી થાય. એમ કરતાં બાળકો ચાર વર્ષના થઈ ગયા. સૌને ખ્યાલ હશે કે હવેનું જનરેશન બહુ જ શાર્પ હોય છે. સમજુ, મોટા કરતા પણ અમુક બાબતોમાં નિષ્ણાત પુરવાર થાય. આ દરમિયાન તુષારના મમ્મીની તબિયત નરમગરમ રહેવા માંડી. તુષારે કહ્યું કે મમ્મીને અપને ઘરે લઇ આવીએ, આ વાત પર જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થયો. તોરલની માં એ શીખવ્યું હતું, સાસુને બહુ ઘરમાં ભળવા નહિ દેતી, એ આઘીજ સારી. આવું આવું થશે વગેરે. એટલી હદે વાત વકરી કે તોરલે કહી દીધું જુદા થઈએ, તમે તમારી માં પાસે રહો, અહીં તો નહિ જ. અને આ બાબતમાં તુષાર પણ અડગ હતો કે આપણા બન્નેના માં બાપ એ આપણી જવાબદારી છે. હું માં ને એકલા આમ હેરાન થતા નહિ જોઈ શકું. અરે આટલા નાના બાળકોએ કહ્યું કે દાદીને અહીં લાવવા જોઈએ પણ તોરલને એની માંનું વાક્ય યાદ આવે. સાસુ ને ભળવા નહિ દેતી. (સાચું તો છે જ દીકરીઓનો સંસાર ઘણી જગ્યાએ દીકરીની માંના ઘોંચપરોણા થી બગડતો હોય છે.) તુષારે કહ્યું સારૃં, આ ઘર તારા પિતાનું છે, તું રહે હું જાઉં છું મારી માં પાસે. સવાલ સંતાનોનો આવ્યો ત્યારે કેવિન કાવ્યા બોલ્યા કે અમે દાદી પાસે આવશું. ત્યારે તોરલે જે કકળાટ કર્યો એથી કેવિનને માં પાસે રહેવું પડ્યું અને કાવ્યા ગઈ પપ્પા સાથે દાદી પાસે.
આમ ને આમ જુદાઈ (સેપરેશન ને ચાર વર્ષ થયા છે. છૂટાછેડા નથી થયા) એક તો થશે જ. પણ બાળકોનું શું? વિચારો કોઈ કહે કે વૃદ્ધાશ્રમ કેમ વધતા જાય છે. તો જવાબ સરળ છે, આ કારણે. બાળકોને જ તમે જગ્યા આપો છો વિચારવાની. તોરલને એની માં એ ઉંચો ઉંચો બોધપાઠ આપ્યો છે. તોરલે એની માંને કહ્યું કે મારાથી એકલા કાંઈ થતું નથી, હવે તો કેવિન દાદી પાસે જમીને આવે છે. તુષારએની માં પાસે રહેવા ગયો છે એમ હું તારી પાસે રહેવા આવી જાઉં. માં એ તરત કહ્યું *જરાય નહિ, તું ત્યાં જ રહે, હું તને ના સાચવી શકું. તું જાણ અને તારો દીકરો કેવિન* તોરલ સમસમી ગઈ અને સમજી પણ ગઈ.
સાંભળ્યું છે કે તોરલને જ્ઞાન લાધ્યું છે, બધું સરખું થવાનું છે પણ દરેક માં બાપને વિનંતી *બાળકોના ભવિષ્ય માટે, બાળકોને એ રીતે કેળવજો કે એ હિજરાય નહિ, તમારા પતિ પત્નીના જે કોઈ મતભેદ હોય બેડરૂમમાં ઉકેલજો, ત્યાં ભલે જે કરો બાળકો સામે શાબ્દિક ઝઘડા પણ નહિ કરતા. એના પરિણામ સારા નહિ આવે. પસ્તાવો ઢળતી ઉંમરે થશે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નસીબની વાતમાં ઘણા માનતા નથી હોતા, એ ન માનનારા કહેતા હોય છે કે પુરુષાર્થ કરો, મહેનત કરો ફળ મળી જ જાય. તો કોઈ કહેતા હોય કે નસીબમાં હોય એ થાય. ઘણા મહેનત, પુરુષાર્થ કરીને ઉંધા પડી જાય,ગુલાંટિયા મારી જાય તો પણ નસીબમાં ન હોય તો ન મળે, કેટલાકના નસીબ એવા હોય કે થોડું કરે અને ઘણું મળી જાય. કોઈ ઝૂંપડામાં રહેતા ગરીબના ઘરમાં જન્મે અને છતાં, ભણે અને મોટા સાહેબ કે ઉદ્યોગપતિ બને, આને નસીબની બલિહારી કહી શકાય? એક વ્યક્તિએ કહ્યું હતું કે *પ્રારબ્ધ માં જે હોય એ ભોગવવાનું હોય જ* આમાં બધું આવી ગયું. દુઃખ, સુખ, સાહ્યબી,હેરાનગતિ, જલસા બધું જ. આ બધી જ વાતો શ્રદ્ધા, આસ્થા,માન્યતા વગેરે પર નિર્ભર કરે છે પણ દક્ષિણના રાજ્યમાં એક નાનકડા ગામના પરિવારની વાત જાણવા જેવી છે. આપણને એમ થાય કે પ્રારબ્ધ જેવું કંઈ હશે જ.
ગામના ચોરે બધા આઘા પાછા થવા મંડયા અને વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ *પોલીસ આવી છે આપણા ગામમાં પાછી, આજે તો એમના મોટા સાહેબ પણ સાથે છે. નક્કી પાછા મોહન માટે જ આવ્યા હશે. મોહન હમણાં જ ખૂનના ગુનામાં જેલમાં જઈ આવ્યો, જોકે સાચા ગુનેગાર પકડાઈ ગયા એટલે એ નિર્દોષ છૂટી ગયો હતો. વાત એવી હતી કે મોહનની બહેન વિશે કોઈ આડુંઅવળું બોલ્યું હતું અને મોહન ભયંકર ગુસ્સે થઇ ગયેલો અને બોલ્યો હતો કે ફરીવાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડીથી ગળું કાપી નાખીશ. આ વાત ગામના સૌએ સાંભળેલી અને જે માણસને મોહને કીધું હતું એ બીજા કોકનો દુશ્મન હતો. એ બીજા કોકે પણ આ સાંભળેલું એ લોકોએ આ ઉચ્ચારણનો લાભ લઇ ખેતરમાં દાતરડાથી ઓલા માણસનું ગળું કાપી મારી નાખ્યો, નામ આવ્યું મોહનનું પોલીસે ઘણાને પૂછ્યું કે આ મરનારની કોઈ સાથે દુશમની? તો બધા કહેતા કે કાલે આને મોહન સાથે બાધણું થયેલું અને મોહને કીધું હતું કે *ફરીવાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડાથી ગળું કાપી નાખીશ* આ માર્યો છે દાતરડાના ઘા થી એટલે મોહન જ હોય. પોલીસ લઇ ગઈ, જોકે ઉપરથી તપાસનો આદેશ થયો અને સાચા ગુનેગાર પકડાઈ ગયા, મોહન નિર્દોષ છૂટ્યો. આજે પોલીસ એ પણ મોટા સાહેબ સાથે? શું હશે? ઓલા ખૂનીઓએ કાંઈક કીધું હશે એટલે મોહનની પૂછપરછ માટે હશે? બિચારા સીધા સાદા મોહનને કઠણાઈનો પાર નથી.
આ મોહનની વાત કરીએ તો એના દાદાના વખતથી મજૂરીનું કામ સૌ કરે, એના પિતા પણ ખેત મજુર અને હવે મોહન ખેત મજુર, રોટલો રળવા મજૂરી જ કરવી પડે અને બાળકો પણ નાનપણથી મજૂરી કરવા માંડે પછી ભણવાનું તો ક્યાંથી હોય? એ લોકોના ખાનદાનમાં છેલ્લી ચાર પેઢીથી બધાને એક એક દીકરો જ હતો, માત્ર મોહનના માતા પિતાને દીકરા પછી એક દીકરી જન્મી. આ લોકો દીકરીને ખેતરમાં મજૂરીના કરાવે એણે તો ઘર કામ જ કરવાના, આ દીકરીનું નામ લક્ષ્મી (દક્ષિણમાં નામ આમ જ હોય -મોહનન -લક્ષ્મી વગેરે) આ લક્ષ્મી કોણ જાણે કેમ પણ કહ્યા કરતી હતી કે મારે ભણવું છે. એના પિતા કેમ ભણાવી શકે? મોહન કહેતો કે બાપા આને ભણાવો, આપણે વધારે મજૂરી કરશું. આમ ગામના બાલ મંદિરમાં તો એને મુકી ચાર ધોરણ સુધી પહોંચી ત્યાં સુધીમાં મોહનના માતાનું અવસાન થયું અને પછી પિતાનું અવસાન થયું એ પછી શરૂઆતમાં મેળ ના પડયો પણ પછી શહેરથી બે ઓળખીતા આવ્યા હતા એમણે મોહનને કહ્યું કે તને વાંધો ના હોય તો અમે આ લક્ષ્મીને લઇ જઈએ, ત્યાં ભણાવશું. મોહને કહ્યું કે મારી પાસે પૈસા નથી તો પેલા કહે, પૈસા કોણ માગે છે? અમે અમારા ખર્ચે ભણાવશું. કોઈને નવાઈ લાગે કે એવો કાંઈ સબંધ નથી કે એક પૈસો ના લે. પણ મોહને એમ ધારીને કે બહેનનું સારૃં થાય છે ને, સાથે લઇ જવા દીધી. ત્યાં પહોંચ્યા પછી ઓલ લોકોએ પોત પ્રકાશ્યું. એ લોકો વેશ્યાલયમાં વેચી જ દેવાના હતા અને ટ્રેનમાં આ લોકોની વાત એક શ્રેષ્ઠીએ સાંભળી લીધેલી. એ શ્રેષ્ઠીએ આ લોકોની બધી તપાસ કરી પોલીસમાં ફરિયાદ કરી અને લક્ષ્મીને છોડાવી. પોલીસે શરતોને આધીન લક્ષ્મીને પેલા શ્રેષ્ઠી સાથે જવા દીધી. શ્રેષ્ઠીએ કહ્યું કે તારે ભણવું છે ને તો ભણ, ફી હું ભરીશ તારે ઘરકામ કરવાના, થોડી મોટી થાય પછી રસોઈ પણ કરવાની. લક્ષ્મીને તો ભણવું હતું જ. એ ઘરકામ શ્રેષ્ઠીના નાના બાળકને સાચવવાનું અને ભણવાનું બધું જ કરવા માંડી. પેલા શેઠ અને શેઠાણી એને પ્રેમથી રાખતા સાથે જ જમાડતા, દીકરીની જેમ જ સાચવતા., લક્ષ્મી ભણવામાં બહુ જ હોંશિયાર, સારામાં સારા માર્કસ લાવતી, હંમેશા અવ્વલ રહેતી. શેઠ શેઠાણીને પણ એમ હતું કે આને ભણવું હોય તો ભણાવવી જ.
ગામડામાં મોહનને થતું કે મારી બહેનને ઓલા લઇ ગયા છે તો ભણાવતા હશેને ? ગામના એક બે વડીલોએ કીધું પણ ખરું કે તે એ લોકોનું સરનામું કેમ ના લીધું? તું તપાસ કેવી રીતે કરીશ? મોહન પણ ચિંતામાં હતો કે બહેનને કેમ હશે? મેં ભૂલ તો કરી જ છે. પણ પૂછવું કોને? શહેરમાં જઈ ક્યાં ગોતું. એને. એ સતત ચિંતામાં હતો અને પોતાનું જાતને કોષતો હતો. એ દરમ્યાન શહેરમાં ઓલા શ્રેષ્ઠીએ લક્ષ્મી પાસેથી ગામની અને મોહનની બધી વિગત મેળવી લીધી. એ પહોંચી ગયા ગામડે, ગામના ચોરે એક દુકાનમાં મોહનનું સરનામું પૂછી પહોચી ગયા, મોહન છાણાથી બનાવેલા /લીપેલાં ઘરની બહાર ખાટલો ઢાળી બેઠો હતો. એ આ શ્રેષ્ઠીને જોઈ ઉભો થઇ ગયો અને ઉતાવળે પૂછવા લાગ્યો, *કોનું કામ છે? ક્યાંથી આવ્યા? શહેરથી? તો આ ભાઈઓ ને ઓળખો? મારી બહેન લક્ષ્મીની ખબર લાવ્યા છો?* ઓલ શ્રેષ્ઠી કહે ધીરા પડો ભાઈ તમારા આ બધા સવાલના જવાબ મારી પાસે છે. જુઓ હું શહેરથી આવ્યો. હું બીજા શહેરથી મારા શહેર ટ્રેનમાં જતો હતો ત્યારે ઓલા ભાઈઓ તમારી બહેનને લઇ ટ્રેનમાં ચડયા એ લોકોની વાત પરથી મને લાગ્યું કે એ તમારી બહેનને વેશ્યાલયમાં વેચી દેવાના છે. મેં પોલીસ ફરિયાદ કરી બચાવી, એ મારે ઘેર છે. સારું ભણે છે અમારે એક દીકરો જ છે. આને દીકરી માની ભણાવીએ છીએ. તમારી બહેનને તમારી બહુ ચિંતા થાય છે. તમે એક દિવસ મારી સાથે આવો મારે ઘેર, આવીને જોઈ જાવ. આ વખતે ગામના વડીલની સલાહ લઇ એ ગયો શ્રેષ્ઠી સાથે. શ્રેષ્ઠીએ મોહન માટે કપડાં લીધા, ઘરે પહોંચ્યા અને લક્ષ્મી ભાઈને ભેટી પડી. બેય ભાઈ બહેન ખુબ રોયા અને શેઠ શેઠાણી પણ ભાવ વિભોર થઇ ગયા. આ લોકોએ બહુ જ આવભગત કરી. આરામ કરાવ્યો, સારું જમાડયો, બીજા દિવસે એ જતો હતો ત્યારે શેઠે એને પૈસા આપ્યા તો હાથ જોડી ના પાડી અને કહ્યું કે તમે મારી બહેન માટે કરો છો એ ઓછું છે? મારાથી ના લેવાય પણ હું મજૂરી કરી કમાઈશ એમાંથી બચાવી મોકલીશ. શેઠે કહ્યું કે ભાઈ ના, એ અહીં ઘરના બધા કામ કરે છે એના મહેનતાણા રૂપે અમે બધો ખર્ચો કરીએ છીએ. મોહન કાંઈ જ બોલ્યા વગર નીકળી ગયો.
એણે મનમાં નક્કી તો કર્યું જ હતું કે હું બહેન માટે કાંઈક ને કાંઈક પૈસા આપી આવીશર, એ બચાવતો અને દર મહિને શહેર જતો અને શેઠને ઘેર આપી આવતો, એમાં પહેલીવાર એવું થયું કે એ નાની પોટલીમાં પૈસા લઈને ગયો અને શેઠે કહ્યું કે ભાઈ તમે પૈસા આપવા ના આવો. એ ઘરકામ કરે છે એના મહેનતાણા પેટે અમે એને રાખીયે, સાચવીયે, જમાડીએ, ભણાવીયે બધું આવી ગયું. તોય મોહને તાણ કરી પછી શેઠે કહ્યું ભલે લાવો. એ જતો અને આપી આવતો. એ ધીરે ધીરે મોટી થવા લાગી. હવે તો શેઠે કડક થઈને પૈસા આપવા આવવાની ના પાડી દીધી હતી. મોહન એ પછી ગામના ટપાલી દાદા ને વિનંતી કરી સરનામું આપી મની ઓર્ડર કરાવતો. મોહને જવાનું બંધ કર્યું.
સમય જવા માંડયો, લક્ષ્મી યુવાન થઇ ગઈ ખુબ ભણવા પણ માંડી અને શેઠ શેઠાણી પોતાની દીકરી ગણી ઉછેરતા હતા. એટલે હવે દીકરો પણ લક્ષ્મી દીદી પાસે શિસ્તબદ્ધ ભણતો એને પણ દીદીની જેમ સારું ભણવું હતું. હવે એ પણ સારું ભણવા માંડ્યો. શેઠ શેઠાણી ખુબ રાજી થાતાં. દીકરાને ડોક્ટર થવું હતું એટલે લક્ષ્મી એ એને એ લેવલના માર્ક/ગ્રેડ/ટકાવારી જાળવવાનું લક્ષ્ય રાખવાનું કહેલું અને એ મુજબ એ ભણતો. (અહીં જોવાનું એ છે કે ઘરનું એક વ્યક્તિ સરસ ભણતું હોય તો બીજાને પ્રેરણા મળે) લક્ષ્મીને આઇપીએસ થવું હતું અને સફળ થતી ગઈ. છેલ્લે એને બીજા શહેર જવું પડયું તો શેઠે મોકલી.
અહીં ગામમાં મોહનને ચિંતા તો રહેતી જ, ગામ નાનું અને ચોરે થાય પંચાત, ઘર ઘરની ખબર એ ચોરે ચર્ચાય, એમાં લક્ષ્મી પણ ચર્ચાય, મોહને બધાને કહેલું કે લક્ષ્મી શહેરમાં ભણે છે. હવે વાતો એ થતી કે કેટલું ભણે છે. આટલા બધા વર્ષ ભણે? એમાં એક જણ ગામના ઉતાર જેવા બોલ્યા કે શહેરમાં આડાઅવળા ધંધા કરી કમાતી હશે. આમાં મોહન ગુસ્સે થયો મારામારી સુધી વાત આવી ગઈ, મોહનથી બોલાઈ જવાયું કે *ફરીવાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડાથી ગળું કાપી નાખીશ* આ વાત એ ગામના ઉતારના દુશ્મનો એ સાંભળી, એમને ઓલાને એક અદાવતમાં મોતને ઘાટ ઉતારવો જ હતો, એમને થયું કે ચોરે બધાએ મોહન બોલ્યો એ સાંભળ્યું છે. આપણે દાતરડે ઉડાડી દઈ એ તો નામ એનું આવશે અને એ થયું, પોલીસે તપાસ કરી તો લોકોએ કહ્યું કે મોહન એવું બાપલ્યા હતો. પોલીસ પકડી ગઈ, મોહન બોલતો રહ્યો કે હું બોલ્યો હતો બારાબર પણ મેં માર્યો નથી. એ પછી કેમ થયું શું થયું એ ચર્ચા લાંબી છે પણ સાચા ગુનેગાર પકડાઈ ગયા અને મોહન નિર્દોષ જાહેર થયો.
આ બધું શાંત થયું ત્યાં આજે ચોરે દેકારો થયો. કે પોલીસ આવી છે આપણા ગામમાં પાછી અને આજે તો એમના મોટા સાહેબ પણ સાથે છે. બધા બોલવા લાગ્યા કે નક્કી ઓલ લોકોએ જેલમાં બેઠા મોહનની વાત કરી હશે એટલે પાછી શંકાની સોય એની સામે આવી હશે. જોતજોતામાં ગામ ચોરે ભેગું થઇ ગયું, મોહન પણ આવી ગયો અને થોડીવારમાં જીપ આવીને ઉભી રહી, સોપો પડી ગયો, બે જણા બોલ્યા કે આ તો કોઈ બેન સાહેબ ઇન્સ્પેક્ટર છે. એ બહેન નીચે ઉતર્યા માથે ટોપી, આંખે કાળા ચશ્માં ટટ્ટાર ચાલતા મોહન સુધી પહોંચ્યા, લોકો બોવ માંડયા *કીધું'તુ ને મોહન માટે જ હોય.* એ લેડી સાહેબ મોહન પાસે ગયા. ટોપી ઉતારી, ચશ્માં ઉતાર્યા. મોહન તરત ઓળખી ગયો આ બહેન લક્ષ્મી છે. અને આંખમાં આંસુ આવી ગયા, લોકોને થયું મોહન ગભરાયો. લક્ષ્મીએ ટોપી ઉતારી મોહનના માથે મૂકી અને ગોઠણીયે બેસી ભાઈના પગમમાથુ મૂક્યું. દ્રશ્ય આખું બદલાઈ ગયું ગામના સૌ સમજી ગયા કે આ તો લક્ષ્મી છે. સૌએ તાળીઓ પાડી તાત્કાલિક સરપંચે ચોરે ખુરશી ટેબલ લગાવડાવ્યા અને બધાએ વધામણાં કર્યા. એ પછી તો ભાઈ બહેનની વાહ વાહ થઇ ગઈ. બહેનનને કારણે ભાઈ પરણ્યો નહોતો એય ગોઠવાયું. મોહનને સંતોષ હતો કે બહેનને ભણવું હતું અને એ સપનું સાકાર થયું. અને માનશો? આજે ઘણા વર્ષે મોહન પૂરું ભાણું જમ્યો એય બહેન સાથે. આને પ્રારબ્ધ કહો કે પુરુષાર્થ કહો.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો