ચિરવિદાય

જામનગરઃ ખવાસ જ્ઞાતિના ભીખુભાઈ રામજીભાઈ પરમાર (ઉ.વ.૭૬), તે સ્વ. રામજીભાઈ પરમાર (કાલાવડ)ના પુત્ર, યોગેશ, હીરેન, દક્ષા દિલીપભાઈ સોલંકી, ઉષા ભરતભાઈ ચાવડા, સોનલ મુકેશભાઈ સોલંકીના પિતા, અશોકભાઈ પરમાર (પૂર્વ સેક્રેટરી, જામ્યુકો), હર્ષિદા ભૂપતભાઈ સોઢા (રાજકોટ)ના કાકા, પરી હીરેનભાઈ પરમારના સસરાનું તા. ૬ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮ના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ કાલાવડ) શ્રીગૌડ મેતડવાડ બ્રાહ્મણ મહેશચંદ્ર કૃષ્ણલાલ જાની (ઉ.વ.૬૭) તે રમેશચંદ્રના ભાઈ, ચિંતનભાઈ, બિંદુબેનના પિતા, અજયકુમારના સસરાનું તા. ૬ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮ના સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે,  જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh