close
| | |

Jun 2, 2020
અમદાવાદ તા. રઃ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, અને હવે મહારાષ્ટ્રના દરિયા કિનારે 'નિસર્ગ' વાવાઝોડું ટકરાશે. દમણ અને રાયગઢમાં ક્રોસ થઈને વાવાઝોડું હવે મહારાષ્ટ્રના હરિહરેશ્વરમાં આવતીકાલે બપોરે ટકરાશે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. 'નિસર્ગ' ના નામે ઓળખાતું વાવાઝોડું મોટાભાગે ગુજરાતમાં જમીન ઉપર નહીં આવે. આ વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગઢ નજીક હરિહરેશ્વર પાસે ત્રણ જૂનની બપોરે અથડાય તેવી શક્યતા છે. અલબત્ત આ ચક્રવાતની સ્પીડ કલાકના ૯૦ થી ૧૧૦ કિલો મીટરની ઝડપની રહેવાની હોય, ... વધુ વાંચો »

Jun 2, 2020
વાવાઝોડાની આડઅસરના કારણે વીજ પુરવઠો ખોરવાય નહીં, તેવી વ્યવસ્થા ઉર્જા વિભાગની સૂચનાથી વીજ કંપનીઓએ કરી છે. આ માટે વિશેષ નોડલ ઓફિસરની નિમણૂક કરીને તેઓને આ જવાબદારી સોંપાઈ છે. વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળિયા તા. રઃ ફેમ ઈન્ડિયા એશિયા પોસ્ટ દ્વારા દેશના ૭ર૪ જિલ્લાનો સર્વે કર્યો હતો, જેમાં લોકપ્રિય કલેક્ટરોની કેટેગરીમાં ટોપ-પ૦ માં સન્માન મેળવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ દેશના છેવાડે આવેલા નાનકડા જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે. દેશના જાણીતા ફેમ ઈન્ડિયા એશિયા પોસ્ટ મેગેઝીન દ્વારા તાજેતરમાં સમગ્ર ભારતના ૭ર૪ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરોની કામગીરી તથા જુદી જુદી પ૦ જેટલી કેટેગરીઓમાં દરેક જિલ્લાઓની મુલાકાત લઈને ખાસ સર્વે કરીને સમગ્ર દેશના પ૦ જિલ્લા કલેક્ટરોનું લોકપ્રિય તથા ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરની તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં પડેલી એક જુની જીપમાં કોઈ કારણથી આગ ભભૂકી હતી. જ્યારે લુહારસાળમાં સાડીના કારખાનામાં ગેસનો બાટલો લીક થતા આગનું છમકલુ થયું હતું. બન્ને સ્થળે તાત્કાલીક પહોંચેલા ફાયરના કાફલાએ આગને વધુ પ્રસરતી અટકાવી હતી. જામનગરના પત્રકાર કોલોની વિસ્તાર પાસે આવેલી તાલુકા પંચાયતની કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી એક જુની જીપમાં ગઈકાલે રાત્રે નવેક વાગ્યે કોઈ કારણથી આગ ભભૂકી હતી. તેમાંથી ઉઠતી અગન જ્વાળાઓ નજીકમાં આવેલા સ્ટોરરૃમને અડકતા ... વધુ વાંચો »

Jun 2, 2020
ઓખા તા. ૨ઃ ગઈકાલે ઓખાના રેલવે સ્ટેશન પર મુંબઈના બાંદ્રાથી આવેલી એક ગુડ્ઝ ટ્રેનના ડબ્બામાંથી મેડિકલ ગુડ્ઝના નામે બુક કરાવવામાં આવેલા ૪૮ પાર્સલ ઉતારવામાં આવ્યા હતાં. તે પાર્સલ નિહાળી રેલવે પોલીસના એક કર્મચારીને શંકા ગયા પછી તલાસી લેવાતા તેમાંથી બિયરના ૨૨૮૩ નંગ ટીન નીકળી પડ્યા હતાં. આ જથ્થાની ડિલીવરી લેવા આવેલા પોરબંદરના શખ્સની ધરપકડ કરાઈ છે. તેણે અન્ય બેના નામ ઓકી નાખ્યા છે. ઓખાના રેલવે સ્ટેશન પર ગઈકાલે બપોરે મુંબઈના બાંદ્રાથી આવેલી પાર્સલ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરની જીએસટી કચેરીએ ગઈકાલે સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં પાન-મસાલાના હોલસેલ વેપારીને ત્યાં સર્ચ કર્યા પછી તે પેઢીના જ બે અન્ય સંસ્થાનો પર ચકાસણી કરી હતી જેમાં રૃપિયા દોઢેક લાખની જીએસટીની રકમની ભરપાઈ કરાવાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. લોકડાઉનમાં વ્યસનીઓને કેટલાક વેપારીઓએ મનફાવે તેવા ભાવ પડાવી લૂટ્યા હતાં. તે પછી જીએસટીની કામગીરી શરૃ થતા આવા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જામનગરમાં લોકડાઉન-૪માં છૂટછાટો આપવામાં આવ્યા પછી રાજ્ય સરકારની સૂચનાથી ગઈકાલથી લોકડાઉન-૫માં પણ વ્યાપક ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ કોરોના વાઈરસના વધતા જતા વ્યાપ વચ્ચે ગઈકાલે કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન આજે સવારે ચાર જિલ્લામાંથી ર૪પ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. જામનગરમાં સમયાંતરે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન ગઈકાલે જામનગરની લેબોરેટરીમાં મળેલા ૧૭૦ સેમ્પલોમાંથી ૧૬૭ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો તો ત્રણ સેમ્પલો રિજેક્ટ થયા હતાં. ઉપરાંત ગત્ સાંજના પ૪ સેમ્પલનો રિપોર્ટ બાકી છે, તો અજો સવારના બેચમાં વધુ ર૪પ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. આમ તમામ ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે તા. ૧૯ મી જૂને ચૂંટણી યોજાશે. લોકડાઉન લાગુ થયું, તે પછી મોકૂફ રહેલી રાજ્યસભાની ચૂંટણી અનલોક જાહેર થતા જ જાહેર થઈ ગઈ, તેના વિશ્લેષકો અને રાજકીય પક્ષો વ્યૂહાત્મક તારણો કાઢી રહ્યા છે. લોકડાઉન પછી અનલોક-૧ ની શરૃઆત થઈ, અને એ જ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીની પણ જાહેરાત થઈ ગઈ. રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે ૧૯ મી જૂને મતદાન થવાનું છે. આ પહેલા કોરોના ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ ભારતમાં જ્યારે જ્યારે કોઈ એવી ઘટના બને, જેમાં કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ સવાલો ઊઠે, ત્યારે ત્યારે  અમેરિકાની સંસ્થાઓ અને માનવાધિકારના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ ભારતમાં માનવાધિકારો અને ધાર્મિક સ્વાતંત્ર્ય અંગે કાગારોળ મચાવવા લાગે છે. અમેરિકામાં ગોરા-કાળાનો રંગભેદ એટલો વ્યાપક છે કે ત્યાંની પોલીસ પણ ઘણી વખત આ પૂર્વગ્રહથી પીડાઈને અત્યાચારો કરતી હોય છે અને ત્યાંની સેનામાં પણ આવા ભેદભાવ રખાતા હોવાનું કહેવાય છે. હવે જ્યારે અમેરિકામાં રંગભેદને લઈને અત્યારે ઘરઆંગણે જગતનું જમાદાર ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા ર૪ કલાકમાં નવા ૮૧૭૧ દર્દીઓ ઉમેરાતા કુલ દર્દીઓની સંખ્યા ૧,૯૮,૭૦૬ થઈ છે, અને કેસનો આંકડો બે લાખ ભણી આગળ વધી રહ્યો છે, જો કે આ પૈકી ૯પ હજારથી વધુ દર્દીઓ સાજા પણ થઈ ગયા છે, જ્યારે પપ૯૮ ના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા ર૪ કલાકમાં ૮૧૭૧ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ર૦૪ લોકોના મોત થયા છે. આ ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ કહ્યું છે કે તા. ૮ મી જૂનથી મુખ્ય મંદિરો ખૂલશે, પણ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. મંદિરો ખૂલવાની રાહ જોઈને બેઠેલા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાત સરકારે અનલોક-૧ જાહેર કર્યું જેમાં તા. ૮-૬-ર૦ર૦ થી ધાર્મિક સ્થળોને નિયમો સાથે ખૂલ્લા રાખવાનું નક્કી થયું હોય, આ અન્વયે દેવભૂમિ દ્વારકાના પણ યાત્રાધામો ધાર્મિક સ્થળો ખૂલશે. જિલ્લા કલેક્ટર ડો. ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ ઉપરથી રેંકડી દૂર ખસેડવાના મુદ્દે ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ધરણાં શરૃ કરવામાં આવ્યા હતાં જે આખી રાત ચાલુ રહ્યા હતાં. આ માટે વિપક્ષના નેતા અને સ્થાનિક કોર્પોરેટરે મધ્યસ્થી કરી હતી અને સમાધાનકારી રસ્તો કાઢી આપતા હાલ પૂરતા ધરણાંનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. ખોડિયાર કોલોની ૮૦ ફૂટ રોડ ઉપરથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રેંકડી દૂર ખસેડવા/કબજે કરવામાં આવી હતી. આ પ્રશ્ને ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અને ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ વાગડિયા ડેમ આગામી ચોમાસામાં સંપૂર્ણકક્ષાએ ભરાય તેમ હોવાથી વાગડિયા જળસંપત્તિ યોજનાના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી સિંચાઈ વિભાગે આપી છે. જામનગર તા. રઃ વાગડિયા જળસંપત્તિ યોજનામાં અંશતઃ ડુબાણમાં આવતા વાગડીયા ગામના અસરગ્રસ્તોને જણાવવામાં આવે છે કે, વાગડિયા જળસંપત્તિ યોજના ડેમના સ્પીલ-વે માં રાખવામાં આવેલ ગેપનું કામ તા. ૩૧-૧-ર૦ર૦ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે, તેથી ચાલુ ચોમાસામાં ડેમ સંપૂર્ણ રીતે ભરવાનો હોય, ડેમના મહત્તમ પૂરના વિસ્તારમાં રહેતા લોકો તથા ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-ર૦ર૦ ના અંતમાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી ડિસેમ્બર-ર૦ર૦ માં ગુજરાતમાં ૬ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પણ યોજાશે તેવી આશા રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા થનગનતા રાજકીય વ્યક્તિઓ રાખી રહ્યાં છે. જામનગર શહેરનો સ્થાપના દિવસ વિક્રસ સંવત પ્રમાણે દર વરસે શ્રાવણ સુદ સાતમના છે. જ્યારે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પહેલી મે છે. બાકી દેશના રાષ્ટ્રીય પર્વ ર૬મી જાન્યુઆરી ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ હાલ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયામાંથી પરત આવવા તથા માછીમારોને બોટ લઈ દરિયામાં ન જાય તેની તકેદારી રાખવા તેમજ અગરિયાઓને દરિયાથી દૂર રહેવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત વાવાઝોડા અનુસંધાને ર૪ કલાક કંટ્રોલ રૃમ કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈ અઘટિત બનાવ બને તો લોકોને જિલ્લા કક્ષાના કંટ્રોલરૃમ ૦ર૮૮-રપપ૩૪૦૪ તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર જાણ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર જિલ્લા પંચાયત દ્વારા ગઈકાલથી મેલેરિયા વિરોધી માસની ઉજવણીની શરૃઆત કરવામાં આવી હતી જેમાં ઘરે ઘરે જઈને સર્વે કામગરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. આથી જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલથી આ માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશા બહેનોની ટીમ બનાવી હાઉસ ટુ હાઉસ સર્વેક્ષણ શરૃ કર્યું હતું. આ માસની ઉજવણી દરમિયાન પોરા નાશક કામગીરી, લોક જાગૃતિ, તાવના કેસો શોધી કાઢવા અને તેને ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. ૨ઃ ગુજરાત સરકાર દ્વારા અનલોક-૧ ના તબક્કામાં એસ.ટી. વ્યવહાર શરૃ કરવાની છૂટ મળતા  ખંભાળીયા એસ.ટી.ડેપો દ્વારા ૩૮ રૃટ પર બસ દોડાવવાનું શરૃ થયું છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનીટાઈઝરનો ઉપયોગ, બસમાં નિશ્ચિત સંખ્યા, માસ્ક પહેરવું સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ખંભાળીયાથી મોરબી, કેશોદ, વિસાવદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, ઉના, ભાણવડ વગેરે મળી ૩૮ રૃટ શરૃ થયા છે. જેમાં આઠ એક્સપ્રેસ તથા ૧૫ લોકલ બસો દોડાવવામાં આવી રહી છે. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ સરકાર દ્વારા નાના વ્યાપારીઓ માટે લોન યોજના શરૃ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે પ્રથમ દિવસે જામનગરમાં આશરે ૬૬૦ જેટલા ફોર્મનું વિતરણ થયું હતું. કોરોના વાયરસના કારણે લોકોને, વ્યાપક નુકસાન સહન કરવાની ફરજ પડી હતી. સરકારે નાના વ્યાપારીઓને મદદરૃપ થવા નજીવા વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જામનગરમાં ગઈકાલની સહકારી બેંક દ્વારા આ લોન માટેના ફોર્મ વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં નવાનગર કો.ઓપરેટિવ બેંક ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગર, દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ એમ ચાર જિલ્લામાં લોકડાઉનના સમયગાળામાં ર૦-પ-ર૦ સુધીમાં પપ૦ ટન ઘઉંનું વિતરણ ૩૩૮ ગામના ગરીબ પરિવારોમાં કરવામાં આવ્યું હતું. જામનગરની સમર્પણ જનરલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ જે. કેશવાલાના નેતૃત્વમાં તેમની સીધી દેખરેખ હેઠળ આ સેવાકાર્ય પછી હવે તેમના દ્વારા તા. ર૧-પ-ર૦ર૦ થી ઘઉં વિતરણનો બીજો રાઉન્ડ શરૃ કરવામાં આવ્યો છે. આ બીજા રાઉન્ડ માટે બે લાખ કિલો (ર૦૦ ટન) ઘઉંની ખરીદી કરવામાં આવી છે અને તેને વીસ કિલોની બેગમાં ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ લોકડાઉનના કારણે સરકારી કચેરીઓમાં પણ અનેક પ્રકારની કામગીરી બંધ રાખવામાં આવી હતી. હવે અનલોકની અમલવારીમાં આવા બંધ કામો પૂનઃ શરૃ થઈ રહ્યા છે. જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં પણ ૪ થી તારીખથી પૂનઃ ધમધમતી થશે, જો કે અમુક નીતિ-નિયમોની અમલવારી રાખવાની રહેશે. અરજદારે ઓનલાઈન અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવીને આવવાનું રહેશે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકડાઉનની અમલવારી કરવામાં આવી હતી. હવે લોકડાઉનના પાંચમાં તબક્કામાં અનલોક-૧ ની અમલવારીની શરૃઆત કરવામાં આવી છે. જેમાં અનેક પ્રકારની ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ વાવાઝોડાની દહેશતને ધ્યાને લઈને જામનગર (હાપા) માર્કેટ યાર્ડને થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વાવાઝોડાનો ખતરો ઝળુંબી રહ્યો છે, ત્યારે જામનગરનું વહીવટી તંત્ર સાબદુ થયું છે. તો બીજી તરફ હાપા માર્કેટ યાર્ડને પણ હાલ નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં અમુક જણસોને ખુલ્લામાં રાખવામાં આવતી હોવાથી વરસાદના પાણીથી નુક્સાન થઈ શકે તેમ છે. ઉપરાંત સંભવિત વાવાઝોડાથી નુક્સાન થવાની દહેશત હોવાથી આગમચેતી ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પરીક્ષણ માટે મોકલાયેલા પ૭ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ર૦ર૮ સેમ્પલના રિપોર્ટ કરાયા છે, જો કે અત્યાર સુધીમાં છેલ્લા નિવૃત્ત તલાટીના રિપોર્ટ સહિત માત્ર ૧૩ જ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાંથી ૧ર તો સાજા થઈને ઘરે પણ ચાલ્યા ગયા છે. નિવૃત્ત તલાટીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમના સંપર્કમાં આવેલા કુલ ૧રપ વ્યક્તિઓની ઓળખ કરી તમામને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામના નિયમોનુસાર ટેસ્ટીંગ કરવામાં ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ સંગઠન સી.આઈ.આઈ.ને સંબોધન કરતા કહ્યું કે ભારતે લોકડાઉનને પાછળ છોડીને અનલોકમાં પ્રવેશ કર્યો છે, અને મોટાભાગની ઈકોનોમી ખુલી ગઈ છે, તેથી વિકાસ ફરીથી વેગીલો બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૃરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભવરા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ મુડીઝે ભારતનું રેટીંગ ઘટાડ્યું છે, અને નેગેટિવ આઉટલુક યથાવત રાખ્યું છે, અને કહ્યું છે કે, ભારત પર ગંભીર આર્થિક મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. મૂડીઝે ભારતનું સોવરિન રેટીંગ ઘટાડી દીધું છે, તે સાથે જ આઉટલુકને નેગેટિવ કર્યુ છે, પહેલા ભારતનું રેટીંગ 'મ્ટ્ઠટ્ઠ૨' હતું. જેને ઘટાડીને 'મ્ટ્ઠટ્ઠ૩' કરવામાં આવ્યું છે, મૂડીઝે કહ્યું કે, ભારત સામે ગંભીર આર્થિક મંદીનો ખતરો છે. જેના કારણે રાજકોષિય લક્ષ્ય પર દબાણ વધી રહ્યું છે. મૂડીઝે ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગર શહેરમાં મહાનગર પાલિકા સ્ટાફ દ્વારા ગઈકાલે જાહેરમાં થુંકવા અંગે, માસ્ક નહીં પહેરવા તથા સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવતા અંગે કુલ ૧૪૧ કેઈસ કરવામાં આવ્યા હતા અને રૃા. ૨૭,૬૦૦ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જામનગરમાં ગઈકાલે સોશ્યલ ડીસ્ટન્સનો એક કેઈસ કરવામાં આવ્યો હતો અને રૃા. ૨૦૦ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જ્યારે માસ્ક નહીં પહેરનારા ૧૨૭ લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને રૃા. ૨૪,૮૦૦ની તેમજ જાહેરમાં થુંકનારા ૧૩ લોકો પાસેથી રૃા. ૨૬૦૦ની ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. ૨ઃ કેન્દ્ર સરકારે ગઈકાલે દેશમાં ચૌદ ખેત પેદાશોના ટેકાના ભાવની જાહેરાત કરી છે અને કેન્દ્રીય મંત્રીએ આ જણસોના ટેકાના ભાવમાં ૫૩ થી ૮૩ ટકા જેવો વધારો કર્યો હોવાનું જણાવ્યું છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ અને ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયાએ રોષ સાથે જણાવ્યું છે કે આ જાહેરાત માત્રને માત્ર આંકડાની માયાજાળ છે. તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો  થશે નહીં. પાલભાઈ આંબલીયા હાલ હોમ કોરોન્ટાઈનમાં છે. અને સરકારીતંત્રને જગાડવા તેમણે ઘરમાં જ પ્રતીક ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૩૭ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. નગરજનો અસહ્ય ગરમી અને બફારાથી હેરાન થયા હતાં. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું, જ્યારે આંશિક ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ર૬.ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. રઃ ગુજરાતમાં આવનાર સંભવિત નિસર્ગ વાવાઝોડા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં  વાવાઝોડા અન્વયે તકેદારીના તમામ પગલાં લેવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી. તમામ વિભાગોએ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૃપે કરેલ કાર્યવાહીની વિગતો મેળવવામાં આવી હતી. તેમજ "નિસર્ગ" વાવાઝોડા તથા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખી નિચાણવાળા વિસ્તારમાં રહેતા તથા દરિયા કાંઠે ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ વામ્બે આવાસમાં આજે સવારે પાણી ઢોળવાના પ્રશ્ને એક દંપતી પર પાડોશીઓએ હુમલો કર્યો હતો.જેમાં પ્રૌઢને ગંભીર ઈજા થઈ છે જ્યારે ગઈરાત્રે રાજપાર્ક પાસે ગાય પકડવાના મુદ્દે બે વ્યક્તિ પર લાકડીથી હુમલો કરાયો હતો જેમાં એકને ફ્રેક્ચર થઈ ગયું છે. જામનગરના વામ્બે આવાસમાં આજે સવારે પાણી ઢોળવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા આવાસના ઈડબ્લુએસ-સી ૨૬૦૨માં રહેતા રમેશભાઈ મોહનભાઈ નકુમ (ઉ.વ. ૫૫) તથા રમાબેન રમેશભાઈ નકુમ પર હુમલો થયો હતો. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરના સાધના કોલોની વિસ્તારમાંથી ગઈકાલે પોલીસે જુદા જુદા બે દરોડામાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચાર શખ્સને પકડી પાડ્યા છે. તેમના કબજામાંથી રોકડ રકમ ઝબ્બે લેવામાં આવી છે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બીજા ઢાળીયા પાસે ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકી બેકી બોલી પૈસાની હારજીત કરી રહેલા રતન આરમુર્ગમ મુદલીયાર તથા કિશાન કાથળભાઈ આહિર નામના બે શખ્સને પકડી પાડી પોલીસે રૃા. ૧૪૯૦ રોકડા કબજે કર્યા છે. આ શખ્સો ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પરથી પોલીસે ગઈકાલે એક મોટરસાયકલમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ચાર બોટલ કબજે કરી તેના ચાલકની ધરપકડ કરી છે. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે સવારે પોલીસ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ત્યાં આવેલા રૃપિયાના સિક્કાવાળા સર્કલ પાસેથી પસાર થયેલા જીજે-૧૦-સીજે-૬૨૯૨ નંબરના મોટરસાયકલને શકના આધારે રોકી પોલીસે તેની તલાસી લીધી હતી. આ મોટરસાયકલમાં રહેલા થેલામાંથી અંગ્રેજી શરાબની ચાર બોટલ પોલીસને મળી આવી હતી. રૃા. ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હમુસર ગામમાં મૂકવામાં આવેલા સરકારી સીસીટીવી કેમેરા પૈકીના એક કેમેરામાં તેમજ બાર સાર્વજનિક નળમાં એક શખ્સે તોડફોડ કરી રૃા. ચૌદ હજારની નુકસાની કરતા તેની સામે ઉપસરપંચે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના હમુસર ગામમાં સર્પાકારે ગ્રામ પંચાયતની હદમાં મૂકવા માટે ફાળવવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરા પૈકીના એક કેમેરા તેમજ નળની લાઈનમાં તોડફોડ થયાનું સરપંચ તથા અન્ય સ્થાનિક લોકોના ધ્યાનમાં આવતા પોલીસને જાણ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરના ધુતારપરમાં એક જમીન પર ઊભો કરાયેલો વાડો ચાલીસ વર્ષથી હયાત હતો તે પછી જમીન ખરીદવાના પ્રશ્ને એક શખ્સે તે વાડો ઊભો કરનાર વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો જેમાં ગંભીર ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવની વધુ વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા મણીબેન ચકુભાઈ રાઠોડ તથા તેમના પતિ ચકુભાઈ હમીરભાઈ રાઠોડ (ઉ.વ. ૭૫) પર ગયા અઠવાડીયે અશોક જેન્તિભાઈ ચૌહાણ નામના ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગર તથા દ્વારકા જિલ્લામાં પોલીસે કેટલાક આસામી સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. રણજીતનગરમાં શાકભાજી વેચતા ચાર સામે કાર્યવાહી કરવા ઉપરાંત પોલીસે ખંભાળીયામાં સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ દુકાન ખુલી રાખનાર આઠ સામે ફોજદારી કરી છે અને કારણવગર રખડતા ત્રણની અટકાયત કરી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન-૫માં વ્યાપક છૂટછાટો આપવામાં આવી હોવા છતાં કેટલાક નાગરિકો તે છૂટછાટનો પણ ભંગ કરતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તંત્ર ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં એક ખેતર પાસેથી ટ્રેકટર લઈને નીકળવાના પ્રશ્ને ગઈકાલે મારામારી થઈ હતી. જેમાં બે શખ્સ તથા બે મહિલાને ઈજા થઈ છે. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં રહેતા રમીલાબેન સુરેશભાઈ કારેણા નામના સગર મહિલા ગઈકાલે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે હતા ત્યારે ત્યાંથી ટ્રેકટર લઈને નીકળેલા કેતન કરણાભાઈ કારેણાને તેઓએ અહીંથી ટ્રેકટર લઈને નીકળવું નહીં તેમ કહેતા મામલો બીચક્યો ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામજોધપુરની ધુનડામાં આવેલી હરીરામ બાપાની વાડીમાં કૂવામાંથી પાણી સિંચતી યુવતી અકસ્માતે ખાબકી જતા તેણીનું વધુ પડતું પાણી પીવાઈ જવાથી મૃત્યુ થયું છે. જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં આવેલી હરીરામ બાપાની વાડીમાં વસવાટ કરી ત્યાં કામ કરતા મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટીપાનેલી ગામના દિનેશભાઈ બટુકભાઈ પરમાર નામના દેવીપુજક પ્રૌઢની ૨૧ વર્ષની પુત્રી કુંજલબેન ગઈકાલે બપોરે વાડીમાં આવેલા કૂવામાંથી પાણી સિંચવા તજવીજ કરતી હતી. આ વેળાએ તે યુવતી પાણી સિંચવાનું દોરડું સરકતા ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા એક યુવાને દારૃ પીવા માટે પત્ની પાસે પૈસા માગ્યા હતાં પરંતુ પત્નીએ પૈસા આપવાની ના પાડતા થયેલી બોલાચાલીથી માઠુ લગાડી આ યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી છે. જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા જયેન્દ્રસિંહ ભગવાનજી ઝાલા (ઉ.વ. ૪૨) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના પત્ની પાસે દારૃ પીવા માટે પૈસા આપવાની માંગણી કરી હતી પરંતુ તેમના પત્નીએ પૈસા આપવાનો ઈન્કાર કરતા સામાન્ય બોલાચાલી ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના આગેવાન ઉદ્યોગપતિ કાંતિલાલ મેપાભાઈ કરમણભાઈ ગડા, રમણીકલાલ જેઠાલાલ બીદ, કાંતિલાલ રાજપાર ગડા વગેરે હાલારમાં નિયમિત પક્ષીઓ માટે  ચણ વિતરણનો સેવાયજ્ઞ કરે છે. લોકડાઉનના કપરાકાળમાં પણ આ સેવા યજ્ઞ અવિરત ચાલુ રહ્યો છે. આ દરમ્યાન નાના માંઢાના વતની અને હાલ મુલુન્ડમાં રહેતા જીવદયા પ્રેમી દાતા માતુશ્રી મોતીબેન પ્રેમચંદ ભીમજી જાખરીયા પરિવાર તરફથી મનસુખભાઈ પ્રેમચંદ જાખરીયા, રીટાબેન મનસુખ જાખરીયા તથા ટી.પી. મનસુખ જાખરીયા દ્વારા ૩૦ કિલો ચણના ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ સરકારે કોરોના સંક્રમણના સંકટને ધ્યાને લઈ શૈક્ષણિક સંસ્થાઓને 'અનલોક-૧' માં પણ છૂટછાટ આપી નથી. હાલ સ્કૂલ-કોલેજો, કોચીંગ ક્લાસ વિગેરે તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી છે. વર્ગમાં ભણાવવા પર પ્રતિબંધ છે. ડીસ્ટન્સ લર્નીંગને જ મંજૂરી આપવામાં આવી છે, છતાં જામનગરમાં અનેક ખાનગી કોચીંગ ક્લાસ બંધ બારણે ધમધમી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. કોરોનાના સંક્રમણને પગલે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં જવા ઈચ્છતા નથી અને વાલીઓ પણ ખચકાઈ રહ્યાં છે, પરંતુ ક્લાસીસના સંચાલકો ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. ૨ઃ ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર દેશમાં ૩૧-૫-૨૦૨૦ના ગૃહે-ગૃહે ગાયત્રી યજ્ઞના એલાન મુજબ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા-જામનગર જિલ્લામાં ૧૫૦૦૦ થી વધુ ભાવિકોએ કોરોના મહામારીના જંગ સામે પ્રાર્થના માટે પોતાના ઘરે સાદાઈથી ગાયત્રી યજ્ઞો કર્યા હતા. જામનગર-દ્વારકામાં ૧૨૦૦૦ યજ્ઞ સામગ્રીની કીટ અપાઈ હતી, જેમાં ગાયના છાણા તથા હોમ સામગ્રી તથા એક પત્રિકામાં કઈ રીતે યજ્ઞ કરવો અને ૨૪ ગાયત્રી મંત્ર, પાંચ મહામૃત્યુંજય મંત્ર અને શાંતિમંત્ર કઈ રીતે કરવા તે ... વધુ વાંચો »

Jun 2, 2020
નિફટી ફયુચર ૯૯૦૯ પોઈન્ટ ઉપર તેજી યથાવત્ રહેશે !! સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૩૩૩૦૩.૫૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૩૪૫૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૩૦૧.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૩૭૪.૬૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૨.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩૪૮૫.૯૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!! નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૭૯૧.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૮૩૦.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૬૪૦.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ ઉપરથી રેંકડી દૂર ખસેડવાના મુદ્દે ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ધરણાં શરૃ કરવામાં આવ્યા હતાં જે આખી રાત ચાલુ રહ્યા હતાં. આ માટે વિપક્ષના નેતા અને સ્થાનિક કોર્પોરેટરે મધ્યસ્થી કરી હતી અને સમાધાનકારી રસ્તો કાઢી આપતા હાલ પૂરતા ધરણાંનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. ખોડિયાર કોલોની ૮૦ ફૂટ રોડ ઉપરથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રેંકડી દૂર ખસેડવા/કબજે કરવામાં આવી હતી. આ પ્રશ્ને ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અને કોંગ્રેસના કોર્પોરેર જેનબબેન ખફી દ્વારા ગઈકાલથી કમિશનર કાર્યાલયમાં ધરણાં શરૃ કરવામાં આવ્યા હતાં જે રાતભર ચાલુ રહ્યા હતાં આખરે આજે ... વધુ વાંચો »

Jun 2, 2020
ઓખા તા. ૨ઃ ગઈકાલે ઓખાના રેલવે સ્ટેશન પર મુંબઈના બાંદ્રાથી આવેલી એક ગુડ્ઝ ટ્રેનના ડબ્બામાંથી મેડિકલ ગુડ્ઝના નામે બુક કરાવવામાં આવેલા ૪૮ પાર્સલ ઉતારવામાં આવ્યા હતાં. તે પાર્સલ નિહાળી રેલવે પોલીસના એક કર્મચારીને શંકા ગયા પછી તલાસી લેવાતા તેમાંથી બિયરના ૨૨૮૩ નંગ ટીન નીકળી પડ્યા હતાં. આ જથ્થાની ડિલીવરી લેવા આવેલા પોરબંદરના શખ્સની ધરપકડ કરાઈ છે. તેણે અન્ય બેના નામ ઓકી નાખ્યા છે. ઓખાના રેલવે સ્ટેશન પર ગઈકાલે બપોરે મુંબઈના બાંદ્રાથી આવેલી પાર્સલ ટ્રેન થંભતા હાલમાં કોરોના વાઈરસના અનુસંધાને ટ્રેનમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ ન થાય તે માટે ડીઆઈજી (રેલવે) ગૌતમ પરમાર તેમજ પોલીસ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરની જીએસટી કચેરીએ ગઈકાલે સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં પાન-મસાલાના હોલસેલ વેપારીને ત્યાં સર્ચ કર્યા પછી તે પેઢીના જ બે અન્ય સંસ્થાનો પર ચકાસણી કરી હતી જેમાં રૃપિયા દોઢેક લાખની જીએસટીની રકમની ભરપાઈ કરાવાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. લોકડાઉનમાં વ્યસનીઓને કેટલાક વેપારીઓએ મનફાવે તેવા ભાવ પડાવી લૂટ્યા હતાં. તે પછી જીએસટીની કામગીરી શરૃ થતા આવા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જામનગરમાં લોકડાઉન-૪માં છૂટછાટો આપવામાં આવ્યા પછી રાજ્ય સરકારની સૂચનાથી ગઈકાલથી લોકડાઉન-૫માં પણ વ્યાપક છૂટછાટો મળવા પામી છે. લોકડાઉનની શરૃઆતમાં પાન-મસાલા, સોપારીના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો હતો તે પછી લોકડાઉન-૪ના મધ્ય ભાગથી તેના પરનો ... વધુ વાંચો »

Jun 2, 2020
અમદાવાદ તા. રઃ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, અને હવે મહારાષ્ટ્રના દરિયા કિનારે 'નિસર્ગ' વાવાઝોડું ટકરાશે. દમણ અને રાયગઢમાં ક્રોસ થઈને વાવાઝોડું હવે મહારાષ્ટ્રના હરિહરેશ્વરમાં આવતીકાલે બપોરે ટકરાશે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. 'નિસર્ગ' ના નામે ઓળખાતું વાવાઝોડું મોટાભાગે ગુજરાતમાં જમીન ઉપર નહીં આવે. આ વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગઢ નજીક હરિહરેશ્વર પાસે ત્રણ જૂનની બપોરે અથડાય તેવી શક્યતા છે. અલબત્ત આ ચક્રવાતની સ્પીડ કલાકના ૯૦ થી ૧૧૦ કિલો મીટરની ઝડપની રહેવાની હોય, તે દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ૩-૪ જૂના રોજ લાવશે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-ર૦ર૦ ના અંતમાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી ડિસેમ્બર-ર૦ર૦ માં ગુજરાતમાં ૬ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પણ યોજાશે તેવી આશા રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા થનગનતા રાજકીય વ્યક્તિઓ રાખી રહ્યાં છે. જામનગર શહેરનો સ્થાપના દિવસ વિક્રસ સંવત પ્રમાણે દર વરસે શ્રાવણ સુદ સાતમના છે. જ્યારે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પહેલી મે છે. બાકી દેશના રાષ્ટ્રીય પર્વ ર૬મી જાન્યુઆરી અને ૧પમી ઓગસ્ટ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જામનગર મહાનગરપાલિકા પરિવાર દ્વારા એક વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો... "ઝગમગશે ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ કોરોના વાઈરસના વધતા જતા વ્યાપ વચ્ચે ગઈકાલે કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન આજે સવારે ચાર જિલ્લામાંથી ર૪પ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. જામનગરમાં સમયાંતરે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન ગઈકાલે જામનગરની લેબોરેટરીમાં મળેલા ૧૭૦ સેમ્પલોમાંથી ૧૬૭ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો તો ત્રણ સેમ્પલો રિજેક્ટ થયા હતાં. ઉપરાંત ગત્ સાંજના પ૪ સેમ્પલનો રિપોર્ટ બાકી છે, તો અજો સવારના બેચમાં વધુ ર૪પ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. આમ તમામ મળીને કુલ ર૯૯ સેમ્પલની ચકાસણી ચાલી રહી છે અને સાંજે રિપોર્ટ મળનાર છે. આજે મળેલા ર૪પ સેમ્પલોમાંથી જામનગરના ૬૭, પોરબંદરના ... વધુ વાંચો »

Jun 2, 2020
કોરોના નામક વાયરસ તમામ સતાઓની આકરી કસોટી કરી હંફાવી રહ્યો છે. ભારતમાં પણ આ કીટાણું એ એક લાખથી વધુને પોતાના બાહુમાં ઝકડી લીધા છે એ ૩૦૦૦ થી વધુ જીવોને ભરખી લીધા છે. બે મહિનાથી લોકડાઉનમાં ઘરમાં પુરાય રહેલો આમ આદમી લોકડાઉન પુર્ણ થયા બાદ પણ ઘરની બહાર નિકળવા જેવો રહેશે ખરો...? કહેવાતી કોમનમેનની સરકારે કોમન સેન્સનું કોઈ ઉપયોગ કર્યો જ નહી, કોમન રીતે કોઈ કામ કર્યું હોય તો તે માત્રને માત્ર એક જ કામ લોકડાઉનને આગળ ખેચંવાનું અને લોક લાગણીને કોઈને કોઈ રીતે બીજી તરફ વાળવું લોકડાઉનના આરંભથી જ છેતરામણી જાહેરાતો અને રાહતોની વાતોથી આમ આદમી ભૂખથી વિશેષ કંઈ જ આપ્યું ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળિયા તા. રઃ ફેમ ઈન્ડિયા એશિયા પોસ્ટ દ્વારા દેશના ૭ર૪ જિલ્લાનો સર્વે કર્યો હતો, જેમાં લોકપ્રિય કલેક્ટરોની કેટેગરીમાં ટોપ-પ૦ માં સન્માન મેળવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ દેશના છેવાડે આવેલા નાનકડા જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે. દેશના જાણીતા ફેમ ઈન્ડિયા એશિયા પોસ્ટ મેગેઝીન દ્વારા તાજેતરમાં સમગ્ર ભારતના ૭ર૪ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરોની કામગીરી તથા જુદી જુદી પ૦ જેટલી કેટેગરીઓમાં દરેક જિલ્લાઓની મુલાકાત લઈને ખાસ સર્વે કરીને સમગ્ર દેશના પ૦ જિલ્લા કલેક્ટરોનું લોકપ્રિય તથા સારી કામગીરીનું લિસ્ટ તૈયાર કરીને તેમનું ગૌરવ વધાર્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાને પણ સ્થાન મળતા ... વધુ વાંચો »

Jun 2, 2020
ગઈકાલે મોદી સરકારે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી છે. કેબિનેટની બેઠક પછી કેન્દ્રના મંત્રીઓએ વિવિધ જાહેરાતો કરી છે, જેના પ્રત્યાઘાતો સામે આવી રહ્યાં છે. આ જાહેરાતો મોટભાગે છેતરામણી, અધૂરી અને ગેરમાર્ગે હોવાના પ્રત્યાઘાતો વધુ પડી રહ્યાં છે. કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ૧૪ જેટલી મુખ્ય ખરીફ ખેત પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવોમાં પ૦ ટકાથી ૮૩ ટકા સુધીનો વધારો કર્યો અને નવા એમએસપી એટલે કે, લઘુત્તમ ટેકાના ભાવો નક્કી કરી દીધા છે. આ કારણે ખેડૂતોને ઘણો ફાયદો થશે, તેવો દાવો તેમણે કર્યો છે. આ ઉપરાંત ૩૧મી ડિસેમ્બર સુધીમાં લોનની પરત ચૂકવણી કરનાર ખેડૂતોને તેઓની લોન પર ૪ ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ કહ્યું છે કે તા. ૮ મી જૂનથી મુખ્ય મંદિરો ખૂલશે, પણ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. મંદિરો ખૂલવાની રાહ જોઈને બેઠેલા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાત સરકારે અનલોક-૧ જાહેર કર્યું જેમાં તા. ૮-૬-ર૦ર૦ થી ધાર્મિક સ્થળોને નિયમો સાથે ખૂલ્લા રાખવાનું નક્કી થયું હોય, આ અન્વયે દેવભૂમિ દ્વારકાના પણ યાત્રાધામો ધાર્મિક સ્થળો ખૂલશે. જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તા. ૮-૬-ર૦ર૦ થી દ્વારકાધીશ મંદિર, દ્વારકા, નાગેશ્વર મંદિર તથા હરસિદ્ધિ માતાજીના મંદિરો જે ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા ર૪ કલાકમાં નવા ૮૧૭૧ દર્દીઓ ઉમેરાતા કુલ દર્દીઓની સંખ્યા ૧,૯૮,૭૦૬ થઈ છે, અને કેસનો આંકડો બે લાખ ભણી આગળ વધી રહ્યો છે, જો કે આ પૈકી ૯પ હજારથી વધુ દર્દીઓ સાજા પણ થઈ ગયા છે, જ્યારે પપ૯૮ ના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા ર૪ કલાકમાં ૮૧૭૧ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ર૦૪ લોકોના મોત થયા છે. આ સાથે દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૯૮,૭૦૬ થઈ છે. જેમાંથી ૯૭,પ૮૧ સક્રિય છે અને ૯પ,પર૭ લોકો સાજા થયા છે ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ સંગઠન સી.આઈ.આઈ.ને સંબોધન કરતા કહ્યું કે ભારતે લોકડાઉનને પાછળ છોડીને અનલોકમાં પ્રવેશ કર્યો છે, અને મોટાભાગની ઈકોનોમી ખુલી ગઈ છે, તેથી વિકાસ ફરીથી વેગીલો બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૃરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભવરા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ૧ માં પ્રવેશ કર્યો છે. ઈકોનોમીનો મોટો ભાગ આ તબક્કે ખુલ્યો છે. આઠ દિવસ પછી બીજો મોટો ભાગ ખુલશે ... વધુ વાંચો »

Jun 2, 2020
વાવાઝોડાની આડઅસરના કારણે વીજ પુરવઠો ખોરવાય નહીં, તેવી વ્યવસ્થા ઉર્જા વિભાગની સૂચનાથી વીજ કંપનીઓએ કરી છે. આ માટે વિશેષ નોડલ ઓફિસરની નિમણૂક કરીને તેઓને આ જવાબદારી સોંપાઈ છે. વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ ભારતમાં જ્યારે જ્યારે કોઈ એવી ઘટના બને, જેમાં કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ સવાલો ઊઠે, ત્યારે ત્યારે  અમેરિકાની સંસ્થાઓ અને માનવાધિકારના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ ભારતમાં માનવાધિકારો અને ધાર્મિક સ્વાતંત્ર્ય અંગે કાગારોળ મચાવવા લાગે છે. અમેરિકામાં ગોરા-કાળાનો રંગભેદ એટલો વ્યાપક છે કે ત્યાંની પોલીસ પણ ઘણી વખત આ પૂર્વગ્રહથી પીડાઈને અત્યાચારો કરતી હોય છે અને ત્યાંની સેનામાં પણ આવા ભેદભાવ રખાતા હોવાનું કહેવાય છે. હવે જ્યારે અમેરિકામાં રંગભેદને લઈને અત્યારે ઘરઆંગણે જગતનું જમાદાર અમેરિકા ઘેરાયું છે. આ વિરોધ પ્રદર્શનો એટલી હદે વકર્યા કે કદાચ દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બંકરમાં જઈને છૂપાઈ જવું પડ્યું, ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરની તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં પડેલી એક જુની જીપમાં કોઈ કારણથી આગ ભભૂકી હતી. જ્યારે લુહારસાળમાં સાડીના કારખાનામાં ગેસનો બાટલો લીક થતા આગનું છમકલુ થયું હતું. બન્ને સ્થળે તાત્કાલીક પહોંચેલા ફાયરના કાફલાએ આગને વધુ પ્રસરતી અટકાવી હતી. જામનગરના પત્રકાર કોલોની વિસ્તાર પાસે આવેલી તાલુકા પંચાયતની કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી એક જુની જીપમાં ગઈકાલે રાત્રે નવેક વાગ્યે કોઈ કારણથી આગ ભભૂકી હતી. તેમાંથી ઉઠતી અગન જ્વાળાઓ નજીકમાં આવેલા સ્ટોરરૃમને અડકતા આગ વિકરાળ સ્વરૃપ ધારણ કરે તેવી શક્યતાઓ વચ્ચે કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો દોડ્યો હતો. દોડી ગયેલા ફાયરના ... વધુ વાંચો »

Jun 2, 2020
આવતીકાલે વિશ્વ સાયકલ દિવસ લોકો માટે શ્રેષ્ઠ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે પર્યાવરણ અને પ્રાણીઓ આપણા સહયોગી છે. ચાલો સાયકલનો ઉપયોગ કરીને આવનારી પેઢી સુધી પર્યાવરણને સારી રીતે જાળવવા માટે સાવચેત રહેશે. માનવશરીરથી પ્રવૃત્તિમય રહેવું અને મનને સ્થિર રાખવાનું છે. પણ આધુનિકરણની આંધળી ગતિમાં કંઈક ક્યારે બીજી રીતે  બનવા માંડ્યું, એનો ખ્યાલ જ ન રહ્યો. આપણે સૌ નાના શહેરોમાં રોજનું વાહનથી ૨૦ કે ૩૦ કિલોમીટરની સફર કરીએ છીએ. સાઈકલ તેનો ઉત્તમ ઉપાય છે. જ્યારે પણ શક્ય હોય, સાયકલ ચલાવી કામના સ્થળે જવું, આ લઘુત્તમ આવશ્યકતાની દૈનિક શારીરિક પ્રવૃત્તિ સંપૂર્ણ સ્વાસ્થ્ય વર્ધક તો છે જ સાથે સાથે શારીરિક અંતર જાળવવામાં પણ ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે તા. ૧૯ મી જૂને ચૂંટણી યોજાશે. લોકડાઉન લાગુ થયું, તે પછી મોકૂફ રહેલી રાજ્યસભાની ચૂંટણી અનલોક જાહેર થતા જ જાહેર થઈ ગઈ, તેના વિશ્લેષકો અને રાજકીય પક્ષો વ્યૂહાત્મક તારણો કાઢી રહ્યા છે. લોકડાઉન પછી અનલોક-૧ ની શરૃઆત થઈ, અને એ જ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીની પણ જાહેરાત થઈ ગઈ. રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે ૧૯ મી જૂને મતદાન થવાનું છે. આ પહેલા કોરોના અને લોકડાઉનના કારણે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રહી હતી. હવે અનલોક-૧ ની જાહેરાત થઈ છે, અને રાજ્યસભાની ચૂંટણી પણ અનલોક થઈ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ સરકારે કોરોના સંક્રમણના સંકટને ધ્યાને લઈ શૈક્ષણિક સંસ્થાઓને 'અનલોક-૧' માં પણ છૂટછાટ આપી નથી. હાલ સ્કૂલ-કોલેજો, કોચીંગ ક્લાસ વિગેરે તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી છે. વર્ગમાં ભણાવવા પર પ્રતિબંધ છે. ડીસ્ટન્સ લર્નીંગને જ મંજૂરી આપવામાં આવી છે, છતાં જામનગરમાં અનેક ખાનગી કોચીંગ ક્લાસ બંધ બારણે ધમધમી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. કોરોનાના સંક્રમણને પગલે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં જવા ઈચ્છતા નથી અને વાલીઓ પણ ખચકાઈ રહ્યાં છે, પરંતુ ક્લાસીસના સંચાલકો કોર્ષ આગળ ચલાવી દેવાની 'શૈક્ષણિક ધમકી' આપતા હોવાથી ના છૂટકે વિદ્યાર્થીઓએ ક્લાસીસ જવું પડે છે અને તેમના વાલીઓ પણ સંતાનોના ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પરથી પોલીસે ગઈકાલે એક મોટરસાયકલમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ચાર બોટલ કબજે કરી તેના ચાલકની ધરપકડ કરી છે. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે સવારે પોલીસ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ત્યાં આવેલા રૃપિયાના સિક્કાવાળા સર્કલ પાસેથી પસાર થયેલા જીજે-૧૦-સીજે-૬૨૯૨ નંબરના મોટરસાયકલને શકના આધારે રોકી પોલીસે તેની તલાસી લીધી હતી. આ મોટરસાયકલમાં રહેલા થેલામાંથી અંગ્રેજી શરાબની ચાર બોટલ પોલીસને મળી આવી હતી. રૃા. ૨૦૦૦ની કિંમતનો શરાબનો આ જથ્થો પોલીસે કબજે કરી મોટરસાયકલના ચાલક રણજીતનગરમાં બ્લોક નં. આઈ/૭૨/૧૩૫૩માં રહેતા હિરેન ઈન્દ્રજીત ચંદન નામના સિંધી ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા એક યુવાને દારૃ પીવા માટે પત્ની પાસે પૈસા માગ્યા હતાં પરંતુ પત્નીએ પૈસા આપવાની ના પાડતા થયેલી બોલાચાલીથી માઠુ લગાડી આ યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી છે. જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા જયેન્દ્રસિંહ ભગવાનજી ઝાલા (ઉ.વ. ૪૨) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના પત્ની પાસે દારૃ પીવા માટે પૈસા આપવાની માંગણી કરી હતી પરંતુ તેમના પત્નીએ પૈસા આપવાનો ઈન્કાર કરતા સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારપછી માઠું લાગી આવતા જયેન્દ્રસિંહે પોતાના ઓરડામાં જઈ અંદરથી સ્ટોપર માર્યા પછી પંખાના હુકમાં સાડી ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. ૨ઃ ગુજરાત સરકાર દ્વારા અનલોક-૧ ના તબક્કામાં એસ.ટી. વ્યવહાર શરૃ કરવાની છૂટ મળતા  ખંભાળીયા એસ.ટી.ડેપો દ્વારા ૩૮ રૃટ પર બસ દોડાવવાનું શરૃ થયું છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનીટાઈઝરનો ઉપયોગ, બસમાં નિશ્ચિત સંખ્યા, માસ્ક પહેરવું સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ખંભાળીયાથી મોરબી, કેશોદ, વિસાવદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, ઉના, ભાણવડ વગેરે મળી ૩૮ રૃટ શરૃ થયા છે. જેમાં આઠ એક્સપ્રેસ તથા ૧૫ લોકલ બસો દોડાવવામાં આવી રહી છે. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ વામ્બે આવાસમાં આજે સવારે પાણી ઢોળવાના પ્રશ્ને એક દંપતી પર પાડોશીઓએ હુમલો કર્યો હતો.જેમાં પ્રૌઢને ગંભીર ઈજા થઈ છે જ્યારે ગઈરાત્રે રાજપાર્ક પાસે ગાય પકડવાના મુદ્દે બે વ્યક્તિ પર લાકડીથી હુમલો કરાયો હતો જેમાં એકને ફ્રેક્ચર થઈ ગયું છે. જામનગરના વામ્બે આવાસમાં આજે સવારે પાણી ઢોળવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા આવાસના ઈડબ્લુએસ-સી ૨૬૦૨માં રહેતા રમેશભાઈ મોહનભાઈ નકુમ (ઉ.વ. ૫૫) તથા રમાબેન રમેશભાઈ નકુમ પર હુમલો થયો હતો. અચાનક જ બઘડાટી બોલતા આ દંપતી હેબતાયુ હતું. તે પૈકીના રમેશભાઈને લોહીલુહાણા કરી નાખવામાં આવ્યા હતાં. કોઈએ ૧૦૮ને જાણ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ સરકાર દ્વારા નાના વ્યાપારીઓ માટે લોન યોજના શરૃ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે પ્રથમ દિવસે જામનગરમાં આશરે ૬૬૦ જેટલા ફોર્મનું વિતરણ થયું હતું. કોરોના વાયરસના કારણે લોકોને, વ્યાપક નુકસાન સહન કરવાની ફરજ પડી હતી. સરકારે નાના વ્યાપારીઓને મદદરૃપ થવા નજીવા વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જામનગરમાં ગઈકાલની સહકારી બેંક દ્વારા આ લોન માટેના ફોર્મ વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં નવાનગર કો.ઓપરેટિવ બેંક લિ. દ્વારા પપ૯ જેટલા ફોર્મનું વિતરણ થયું હતું. જ્યારે મહિલા બેંકના આશરે ૪૦ થી પ૦ અને જેપી બેંક દ્વારા પ૦ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગર તથા દ્વારકા જિલ્લામાં પોલીસે કેટલાક આસામી સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. રણજીતનગરમાં શાકભાજી વેચતા ચાર સામે કાર્યવાહી કરવા ઉપરાંત પોલીસે ખંભાળીયામાં સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ દુકાન ખુલી રાખનાર આઠ સામે ફોજદારી કરી છે અને કારણવગર રખડતા ત્રણની અટકાયત કરી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન-૫માં વ્યાપક છૂટછાટો આપવામાં આવી હોવા છતાં કેટલાક નાગરિકો તે છૂટછાટનો પણ ભંગ કરતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તંત્ર તૈયાર બન્યુ છે. ગઈકાલે જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં ચકાસણી કરવામાં આવતા ત્યાં શાકની રેકડી રાખી વ્યાપાર કરતા ધીરજલાલ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ વાગડિયા ડેમ આગામી ચોમાસામાં સંપૂર્ણકક્ષાએ ભરાય તેમ હોવાથી વાગડિયા જળસંપત્તિ યોજનાના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી સિંચાઈ વિભાગે આપી છે. જામનગર તા. રઃ વાગડિયા જળસંપત્તિ યોજનામાં અંશતઃ ડુબાણમાં આવતા વાગડીયા ગામના અસરગ્રસ્તોને જણાવવામાં આવે છે કે, વાગડિયા જળસંપત્તિ યોજના ડેમના સ્પીલ-વે માં રાખવામાં આવેલ ગેપનું કામ તા. ૩૧-૧-ર૦ર૦ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે, તેથી ચાલુ ચોમાસામાં ડેમ સંપૂર્ણ રીતે ભરવાનો હોય, ડેમના મહત્તમ પૂરના વિસ્તારમાં રહેતા લોકો તથા વાગડિયા ગામના લોકોને ચેતવણી આપવામાં આવે છે કે, હાલ આગામી ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાય તો ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર જિલ્લા પંચાયત દ્વારા ગઈકાલથી મેલેરિયા વિરોધી માસની ઉજવણીની શરૃઆત કરવામાં આવી હતી જેમાં ઘરે ઘરે જઈને સર્વે કામગરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. આથી જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલથી આ માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશા બહેનોની ટીમ બનાવી હાઉસ ટુ હાઉસ સર્વેક્ષણ શરૃ કર્યું હતું. આ માસની ઉજવણી દરમિયાન પોરા નાશક કામગીરી, લોક જાગૃતિ, તાવના કેસો શોધી કાઢવા અને તેને સારવાર આપવી, ડ્રાય દિવસ મનાવવો, બેનર, પત્રિકા, રેડિયો જીંગલ વગેરે દ્વારા મેલેરિયા વિશે જનજાગૃતિ કેળવવા પ્રયાસો કરવામાં આવશે. આ કામગીરી ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. રઃ ગુજરાતમાં આવનાર સંભવિત નિસર્ગ વાવાઝોડા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં  વાવાઝોડા અન્વયે તકેદારીના તમામ પગલાં લેવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી. તમામ વિભાગોએ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૃપે કરેલ કાર્યવાહીની વિગતો મેળવવામાં આવી હતી. તેમજ "નિસર્ગ" વાવાઝોડા તથા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખી નિચાણવાળા વિસ્તારમાં રહેતા તથા દરિયા કાંઠે રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે આશ્રયસ્થાનો નક્કી કરવા સૂચના આપી હતી. સંભવિત સ્થળાંતર કરવામાં આવનાર લોકો માટે ખોરાક, પીવાનું પાણી ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના આગેવાન ઉદ્યોગપતિ કાંતિલાલ મેપાભાઈ કરમણભાઈ ગડા, રમણીકલાલ જેઠાલાલ બીદ, કાંતિલાલ રાજપાર ગડા વગેરે હાલારમાં નિયમિત પક્ષીઓ માટે  ચણ વિતરણનો સેવાયજ્ઞ કરે છે. લોકડાઉનના કપરાકાળમાં પણ આ સેવા યજ્ઞ અવિરત ચાલુ રહ્યો છે. આ દરમ્યાન નાના માંઢાના વતની અને હાલ મુલુન્ડમાં રહેતા જીવદયા પ્રેમી દાતા માતુશ્રી મોતીબેન પ્રેમચંદ ભીમજી જાખરીયા પરિવાર તરફથી મનસુખભાઈ પ્રેમચંદ જાખરીયા, રીટાબેન મનસુખ જાખરીયા તથા ટી.પી. મનસુખ જાખરીયા દ્વારા ૩૦ કિલો ચણના ૪૪૦ બાચકા ચણનું દાન કર્યું છે. ઉપરાંત મુંબઈ તથા ભીવંડી રહેતા હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજનના દાતાઓ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગર, દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ એમ ચાર જિલ્લામાં લોકડાઉનના સમયગાળામાં ર૦-પ-ર૦ સુધીમાં પપ૦ ટન ઘઉંનું વિતરણ ૩૩૮ ગામના ગરીબ પરિવારોમાં કરવામાં આવ્યું હતું. જામનગરની સમર્પણ જનરલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ જે. કેશવાલાના નેતૃત્વમાં તેમની સીધી દેખરેખ હેઠળ આ સેવાકાર્ય પછી હવે તેમના દ્વારા તા. ર૧-પ-ર૦ર૦ થી ઘઉં વિતરણનો બીજો રાઉન્ડ શરૃ કરવામાં આવ્યો છે. આ બીજા રાઉન્ડ માટે બે લાખ કિલો (ર૦૦ ટન) ઘઉંની ખરીદી કરવામાં આવી છે અને તેને વીસ કિલોની બેગમાં પેક કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બીજા રાઉન્ડમાં વૃદ્ધાશ્રમો, અનાથાલયો, બહેરા-મૂંગા, અપંગ આશ્રયો, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા ચાલતા નિઃશુલ્ક ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હમુસર ગામમાં મૂકવામાં આવેલા સરકારી સીસીટીવી કેમેરા પૈકીના એક કેમેરામાં તેમજ બાર સાર્વજનિક નળમાં એક શખ્સે તોડફોડ કરી રૃા. ચૌદ હજારની નુકસાની કરતા તેની સામે ઉપસરપંચે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના હમુસર ગામમાં સર્પાકારે ગ્રામ પંચાયતની હદમાં મૂકવા માટે ફાળવવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરા પૈકીના એક કેમેરા તેમજ નળની લાઈનમાં તોડફોડ થયાનું સરપંચ તથા અન્ય સ્થાનિક લોકોના ધ્યાનમાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દોડી ગયેલા મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં તપાસ કરતા એક કેમેરો તથા પાણીની પાઈપલાઈનમાં ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પરીક્ષણ માટે મોકલાયેલા પ૭ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ર૦ર૮ સેમ્પલના રિપોર્ટ કરાયા છે, જો કે અત્યાર સુધીમાં છેલ્લા નિવૃત્ત તલાટીના રિપોર્ટ સહિત માત્ર ૧૩ જ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાંથી ૧ર તો સાજા થઈને ઘરે પણ ચાલ્યા ગયા છે. નિવૃત્ત તલાટીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમના સંપર્કમાં આવેલા કુલ ૧રપ વ્યક્તિઓની ઓળખ કરી તમામને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામના નિયમોનુસાર ટેસ્ટીંગ કરવામાં આવશે. જિલ્લામાં બોટ ક્વોરેન્ટાઈન કરાયેલા તમામ ર૭૪ વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમય પૂર્ણ થતા તેમને મુક્ત કરાયા છે, જ્યારે હોમ ક્વોરેન્ટાઈનમાં ૧૭૩૯ ... વધુ વાંચો »

Jun 2, 2020
નવી દિલ્હી તા. રઃ મુડીઝે ભારતનું રેટીંગ ઘટાડ્યું છે, અને નેગેટિવ આઉટલુક યથાવત રાખ્યું છે, અને કહ્યું છે કે, ભારત પર ગંભીર આર્થિક મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. મૂડીઝે ભારતનું સોવરિન રેટીંગ ઘટાડી દીધું છે, તે સાથે જ આઉટલુકને નેગેટિવ કર્યુ છે, પહેલા ભારતનું રેટીંગ 'મ્ટ્ઠટ્ઠ૨' હતું. જેને ઘટાડીને 'મ્ટ્ઠટ્ઠ૩' કરવામાં આવ્યું છે, મૂડીઝે કહ્યું કે, ભારત સામે ગંભીર આર્થિક મંદીનો ખતરો છે. જેના કારણે રાજકોષિય લક્ષ્ય પર દબાણ વધી રહ્યું છે. મૂડીઝે ભારતના વિદેશી કરન્સી અને લોકલ કરન્સી લાંબાગાળાના ઈસ્યુઅરને 'મ્ટ્ઠટ્ઠ૨' થી ઘટાડીને 'મ્ટ્ઠટ્ઠ૩'કરી દીધું છે. ટૂંકાગાળાના લોકલ કરન્સી રેટીંગ પી-રથી ઘટાડીને ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરના સાધના કોલોની વિસ્તારમાંથી ગઈકાલે પોલીસે જુદા જુદા બે દરોડામાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચાર શખ્સને પકડી પાડ્યા છે. તેમના કબજામાંથી રોકડ રકમ ઝબ્બે લેવામાં આવી છે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બીજા ઢાળીયા પાસે ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકી બેકી બોલી પૈસાની હારજીત કરી રહેલા રતન આરમુર્ગમ મુદલીયાર તથા કિશાન કાથળભાઈ આહિર નામના બે શખ્સને પકડી પાડી પોલીસે રૃા. ૧૪૯૦ રોકડા કબજે કર્યા છે. આ શખ્સો સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધાયો છે. સાધના કોલોનીના પ્રથમ ઢાળીયા પાસેથી હસમુખ દુર્લભજી રાયઠઠ્ઠા તથા ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગરના ધુતારપરમાં એક જમીન પર ઊભો કરાયેલો વાડો ચાલીસ વર્ષથી હયાત હતો તે પછી જમીન ખરીદવાના પ્રશ્ને એક શખ્સે તે વાડો ઊભો કરનાર વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો જેમાં ગંભીર ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવની વધુ વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા મણીબેન ચકુભાઈ રાઠોડ તથા તેમના પતિ ચકુભાઈ હમીરભાઈ રાઠોડ (ઉ.વ. ૭૫) પર ગયા અઠવાડીયે અશોક જેન્તિભાઈ ચૌહાણ નામના શખ્સે ચાલીસ વર્ષ પહેલાંની જમીન લેવાના પ્રશ્ને સળીયા વડે હુમલો કર્યો હતો. જેમાં આ વૃદ્ધ દંપતીને ગંભીર ઈજાઓ થતા સારવાર ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં એક ખેતર પાસેથી ટ્રેકટર લઈને નીકળવાના પ્રશ્ને ગઈકાલે મારામારી થઈ હતી. જેમાં બે શખ્સ તથા બે મહિલાને ઈજા થઈ છે. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં રહેતા રમીલાબેન સુરેશભાઈ કારેણા નામના સગર મહિલા ગઈકાલે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે હતા ત્યારે ત્યાંથી ટ્રેકટર લઈને નીકળેલા કેતન કરણાભાઈ કારેણાને તેઓએ અહીંથી ટ્રેકટર લઈને નીકળવું નહીં તેમ કહેતા મામલો બીચક્યો હતો. ઉશ્કેરાયેલા કેતન તથા મંજુબેન કેતનભાઈએ ગાળો ભાંડી ધોકા તથા ઢીકાપાટુ વડે રમીલાબેન પર હુમલો કરી માર માર્યાની ભાણવડ પોલીસ ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. ૨ઃ ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર દેશમાં ૩૧-૫-૨૦૨૦ના ગૃહે-ગૃહે ગાયત્રી યજ્ઞના એલાન મુજબ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા-જામનગર જિલ્લામાં ૧૫૦૦૦ થી વધુ ભાવિકોએ કોરોના મહામારીના જંગ સામે પ્રાર્થના માટે પોતાના ઘરે સાદાઈથી ગાયત્રી યજ્ઞો કર્યા હતા. જામનગર-દ્વારકામાં ૧૨૦૦૦ યજ્ઞ સામગ્રીની કીટ અપાઈ હતી, જેમાં ગાયના છાણા તથા હોમ સામગ્રી તથા એક પત્રિકામાં કઈ રીતે યજ્ઞ કરવો અને ૨૪ ગાયત્રી મંત્ર, પાંચ મહામૃત્યુંજય મંત્ર અને શાંતિમંત્ર કઈ રીતે કરવા તે જણાવ્યું હતું. દ્વારકા તથા જામનગર જિલ્લામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, ભાવિકોએ કોરોના મહામારી જંગ સામે આધ્યાત્મિક જંગ છેડ્યો ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ લોકડાઉનના કારણે સરકારી કચેરીઓમાં પણ અનેક પ્રકારની કામગીરી બંધ રાખવામાં આવી હતી. હવે અનલોકની અમલવારીમાં આવા બંધ કામો પૂનઃ શરૃ થઈ રહ્યા છે. જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં પણ ૪ થી તારીખથી પૂનઃ ધમધમતી થશે, જો કે અમુક નીતિ-નિયમોની અમલવારી રાખવાની રહેશે. અરજદારે ઓનલાઈન અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવીને આવવાનું રહેશે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકડાઉનની અમલવારી કરવામાં આવી હતી. હવે લોકડાઉનના પાંચમાં તબક્કામાં અનલોક-૧ ની અમલવારીની શરૃઆત કરવામાં આવી છે. જેમાં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. જે સરકારી કચેરીઓમાં અમુક પ્રકારની કામગીરી બંધ હતી તેનો પૂનઃ પ્રારંભ થઈ રહ્યો છે. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ વાવાઝોડાની દહેશતને ધ્યાને લઈને જામનગર (હાપા) માર્કેટ યાર્ડને થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વાવાઝોડાનો ખતરો ઝળુંબી રહ્યો છે, ત્યારે જામનગરનું વહીવટી તંત્ર સાબદુ થયું છે. તો બીજી તરફ હાપા માર્કેટ યાર્ડને પણ હાલ નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં અમુક જણસોને ખુલ્લામાં રાખવામાં આવતી હોવાથી વરસાદના પાણીથી નુક્સાન થઈ શકે તેમ છે. ઉપરાંત સંભવિત વાવાઝોડાથી નુક્સાન થવાની દહેશત હોવાથી આગમચેતી રૃપે યાર્ડને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામજોધપુરની ધુનડામાં આવેલી હરીરામ બાપાની વાડીમાં કૂવામાંથી પાણી સિંચતી યુવતી અકસ્માતે ખાબકી જતા તેણીનું વધુ પડતું પાણી પીવાઈ જવાથી મૃત્યુ થયું છે. જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં આવેલી હરીરામ બાપાની વાડીમાં વસવાટ કરી ત્યાં કામ કરતા મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટીપાનેલી ગામના દિનેશભાઈ બટુકભાઈ પરમાર નામના દેવીપુજક પ્રૌઢની ૨૧ વર્ષની પુત્રી કુંજલબેન ગઈકાલે બપોરે વાડીમાં આવેલા કૂવામાંથી પાણી સિંચવા તજવીજ કરતી હતી. આ વેળાએ તે યુવતી પાણી સિંચવાનું દોરડું સરકતા તેણી લપસી હતી અને કૂવામાં ખાબકી ગઈ હતી. તે વેળાએ વાડીમાં હાજર પિતા સહિતના અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતાં. તેઓએ ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૨ઃ જામનગર શહેરમાં મહાનગર પાલિકા સ્ટાફ દ્વારા ગઈકાલે જાહેરમાં થુંકવા અંગે, માસ્ક નહીં પહેરવા તથા સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવતા અંગે કુલ ૧૪૧ કેઈસ કરવામાં આવ્યા હતા અને રૃા. ૨૭,૬૦૦ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જામનગરમાં ગઈકાલે સોશ્યલ ડીસ્ટન્સનો એક કેઈસ કરવામાં આવ્યો હતો અને રૃા. ૨૦૦ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જ્યારે માસ્ક નહીં પહેરનારા ૧૨૭ લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને રૃા. ૨૪,૮૦૦ની તેમજ જાહેરમાં થુંકનારા ૧૩ લોકો પાસેથી રૃા. ૨૬૦૦ની વસુલાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૫૮૧૨ કેસ કરવામાં આવ્યા છે. અને કુલ રૃપિયા ૧૧,૫૨,૭૫૦ની દંડનીય ... વધુ વાંચો »

Jun 2, 2020
ખંભાળીયા તા. ૨ઃ કેન્દ્ર સરકારે ગઈકાલે દેશમાં ચૌદ ખેત પેદાશોના ટેકાના ભાવની જાહેરાત કરી છે અને કેન્દ્રીય મંત્રીએ આ જણસોના ટેકાના ભાવમાં ૫૩ થી ૮૩ ટકા જેવો વધારો કર્યો હોવાનું જણાવ્યું છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ અને ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયાએ રોષ સાથે જણાવ્યું છે કે આ જાહેરાત માત્રને માત્ર આંકડાની માયાજાળ છે. તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો  થશે નહીં. પાલભાઈ આંબલીયા હાલ હોમ કોરોન્ટાઈનમાં છે. અને સરકારીતંત્રને જગાડવા તેમણે ઘરમાં જ પ્રતીક ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે. જેથી ગઈકાલે પોલીસતંત્રએ તેમના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્ર ... વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૩૭ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. નગરજનો અસહ્ય ગરમી અને બફારાથી હેરાન થયા હતાં. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું, જ્યારે આંશિક ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ર૬.ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિ ઘટતા નગરજનો ગરમી અને બફારાથી વધારે હેરાન થયા હતાં. પંખાથી દૂર ... વધુ વાંચો »

Jun 2, 2020
રાવલઃ રાવલ નિવાસી શ્રી કોટેચા અમૃતલાલ હરીદાસ (અમુભાઈ સાયકલવાળા) (ઉ.વ. ૮પ) તે સ્વ. કાંતિભાઈ કટલેરીવાળા તથા ગોવિંદભાઈ (ભાટિયા) ના મોટાભાઈ તથા હિતેશભાઈ અને મદુબેનના પિતા, જયંતિલાલ રૃઘાણી (રાજકોટ) ના સસરા, ચિરાગ તથા વિશાલના દાદા તા. ૧-૬-ર૦ર૦ ના શ્રીજીચરણ પામ્યા છે. હાલના સંજોગો ધ્યાને લઈ લૌકિકક્રિયાઓ બંધ રાખી છે. તા. ૪ ને ગુરૃવારના સદ્ગતનું શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ, રાવલમાં મર્યાદિત કૌટુંબિક રીતે માત્ર પ્રાર્થના માટે ૪ થી ૪.૩૦ ઉઠમણું રાખેલ છે, અન્ય તમામ સગા-સ્નેહીઓ માટે ટેલિફોનિક બેસણું રાખેલ છે. ટેલિફોનિક સાંત્વના પાઠવવા માટે હિતેશભાઈ મો. ૯૮૭૯૦ ૪૭૩૦૦ નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. રઃ હાલ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયામાંથી પરત આવવા તથા માછીમારોને બોટ લઈ દરિયામાં ન જાય તેની તકેદારી રાખવા તેમજ અગરિયાઓને દરિયાથી દૂર રહેવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત વાવાઝોડા અનુસંધાને ર૪ કલાક કંટ્રોલ રૃમ કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈ અઘટિત બનાવ બને તો લોકોને જિલ્લા કક્ષાના કંટ્રોલરૃમ ૦ર૮૮-રપપ૩૪૦૪ તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર જાણ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગરઃ રશ્મિબેન હરેશભાઈ રાવલ (પીજીવીસીએલ - જુનિયર આસિ., જુનાગઢ), તે સ્વ. વિશ્નુપ્રસાદ કૃપાશંકર રાવલ, જ્યોત્સનાબેન વિશ્નુપ્રસાદ રાવલના પુત્રવધૂ તથા પ્રિયમ હરેશભાઈ રાવલ, વિનીતી શ્વેતાંગભાઈ રાવલના માતા તથા નિલાબેન એ. વ્યાસ, નિતાબેન એચ. વ્યાસ, જાગૃતિબેન ડી. ભટ્ટના ભાભી તથા શ્વેતાંગ રાવલના સાસુનું તા. ૧-૬-ર૦ર૦ ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્ગતનો લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી. ટેલિફોનિક બેસણા/સાંત્વના પાઠવવા માટે પ્રિયમ રાવલ મો. ૯૭ર૬૦ ૦૯૯૬ર, ૯૭ર૬૬ ૧પ૭ર૯ નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Jun 2, 2020
જામનગર તા. ૧ઃ જામનગરના પુનિતનગરે એક મકાનમાં ધમધમતું જુગારધામ પકડી પાડ્યું છે જ્યારે જામજોધપુરમાં એક વાડીની ઓરડીમાંથી પણ તેર શખ્સ જુગાર રમતા ઝડપાયા છે. બે દિવસમાં પોલીસે જુગાર પકડવા પાડેલા કુલ નવ દરોડામાં ૪૪ શખ્સ રૃા. પોણા લાખના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે. જામજોધ૫ુર શહેરમાં આવેલા સાતવડ નજીક એક વાડીની ઓરડીમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં માવજીભાઈ બેચરભાઈ ફળદુની વાડીની ઓરડીમાંથી ગંજીપાના ... વધુ વાંચો »

અર્ક

  • તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાના બદલે તેના કારણો શોધો.

વિક્લી ફિચર્સ

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

કેટલીક પ્રતિકૂળતા અને વિઘ્નોના કારણે ધાર્યા પ્રશ્નો ગુંચવાતા લાગે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. શુભ રંગઃ લીલો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી-વ્યવસાયની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ અથવા તો તક મળી આવે. પ્રવાસમાં પ્રગતિ થાય. શુભ રંગઃ પીળો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

પ્રગતિની કેડી કંડારી શકશો. અગત્યના કામમાટે સાનુકૂળતા રહે. બેચેની-વ્યથા અનુભવાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આવક સામે ખર્ચા વધતાં જણાય. બિનજરૃરી ખરીદીઓ ટાળજો. નાણાભીડ અનુભવાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આશાઓ પૂરી થતી લાગે અને કોઈ મહત્ત્વનું કામકરવાની તક સર્જાય. મિલન-મુલાકાત થવા પામે. શુભ રંગઃ દુધિયા ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની સમસ્યાઓને ઉકેલવાની મદદ-સંજોગ જોવા મળે. વ્યર્થ ચિંતા છોડવાથી રાહત મળે. શુભ રંગઃ બ્રાઉન - શુભ ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આદર્યા કામઅધૂરા રહેતા જણાય. વિલંબ બાદ સફળતાનો યોગ બની રહે. શારીરિક કષ્ટથી સંભાળવું. શુભ રંગઃ લાલ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારો સિક્કો ખરો કરવા જશો તો કામબગડતું જણાશે. માટે સમય-સંજોગો અનુસાર વર્તવું. શુભ રંગઃ સફેદ - ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

અગત્યના કામઅટક્યા હશે તો તમે આગળ ધપાવી શકશો. કૌટુંબિક બાબતોની ગુંચવણ ઉકેલાય. શુભ રંગઃ મરૃન - ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા વિરોધીઓથી સાવધ રહેજો. અવરોધ બાદ કાર્ય સફળતાની તક આવી મળે. શુભ રંગઃ બ્લુ - શુભ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

સામાજિક કાર્ય અંગે પ્રગતિકારક તક સર્જાય. વ્યવસાયિક મુશ્કેલી જણાશે. ધાર્યુ ફળ વિલંબથી મળે. શુભ રંગઃ ગુલાબી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

ધીમે-ધીમે સમસ્યાઓ પૂર્ણ થતી જણાય. કાર્ય ક્ષમતામાં વધારો થાય. મિત્ર-સ્નેહી તરફથી સહકાર મળે. શુભ રંગઃ કેસરી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે પ્રયત્નોનું મીઠું ફળ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે આરોગ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ઉત્સાહપ્રેરક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે વ્યાવસાયિક બાબતે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit