શુભ વિવાહ

બજાણાના બંધિયા પરિવારમાં લગ્નોત્સવ

ખંભાળીયા તાલુકાના બજાણા ગામના રહેવાસી ઝાંઝીબેન તથા કાનાભાઈ રાણાભાઈ બંધિયા (આહિર અગ્રણી) ના પુત્ર ચિ. પરેશના શુભવિવાહ કબરકા નિવાસી માધીબેન તથા પાલાભાઈ દેવાણંદભાઈ નંદાણીયાની સુપુત્રી ચિ. ક્રિષ્ના સાથે મહવદ-૧, તા. ૧૩-ર-ર૦રપ ના નિરધારેલ છે.

 

મોવણીયા પરિવારમાં લગ્નોત્સવ

ખંભાળીયાના સ્વ. ખીમયબેન તથા શ્રી ગગુભાઈ સુરાભાઈ મોવાલીયા (ગઢવી) ના સુપુત્ર ચિ. સાગર (સામરા) ના શુભ વિવાહ ભાડથર નિવાસી અમીબેન તથા અજીતભાઈ પુનાભાઈ ધનાણીની સુપુત્રી ચિ. આસુ સાથે તા. ૧૩-ર-ર૦રપ, ગુરૂવારના દિને નિરધારેલ છે.

 

ગોસ્વામી પરિવારમાં લગ્નોત્સવ

લાલપુર તાલુકાના માધુપુર (મોટા ખડબા) ના રહેવાસી મુક્તાબેન તથા મનસુખપરી રાજપરી ગોસ્વામીની સુપુત્રી ચિ. કરૂણાના શુભ વિવાહ મૂળ ગજણાના - હાલ લાલપુર નિવાસી ગં.સ્વ. જોશનાબેન તથા કૈ.વા. ધનસુખગર ભવાનગર ગોસ્વામીના સુપુત્ર ચિ. જયેશગીરી સાથે તા. ર૧-ર-ર૦રપ ના શુભદિને યોજાયેલ છે.

close
Ank Bandh