ફલેશબેક - દેશ-વિદેશ ૨૦૨૪

ઉહાપોહ-ઉન્નતિ-ઉથલપાથલો-ઉમ્મીદો સાથે બાય...બાય... ૨૦૨૪

સંસદમાં ધમાચકડી, ભારે વરસાદ, પૂર, કેટલાક રાજ્યોમાં અશાંત, આગ અને અકસ્માતો, મેગા પ્રોજેક્ટો, વિવાદો

રાજ્યોમાં સત્તા પરિવર્તન-પુનરાવર્તનો સાથે દેશમાં પુનઃ મોદી સરકારઃ ભાજપની પીછેહઠઃ 'ઈન્ડિયા' મજબૂત

વર્ષ ર૦ર૪ માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નહીં, પરંતુ એનડીએ ગઠબંધનને જનાદેશ મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. કેટલાક રાજ્યોની ચૂંટણીઓમાં ક્યાંક સત્તા-પરિવર્તનો થયા તો ક્યાંક સત્તારૂઢ  પાર્ટી કે ગઠબંધનને પુનઃ જનાદેશ મળ્યો. હરિયાણા તથા મહારાષ્ટ્રના પરિણામોએ બધાને ચોંકાવ્યા. દેશમાં કેટલાક  રાજ્યોમાં ફરીથી હિંસક તોફાનો થયા. મણિપુરમાં ફરી અશાંતિ સર્જાઈ. જમ્મુ-કાશ્મીરની મહત્ત્વપૂર્ણ ચૂંટણીમાં નેશનલ  કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને જનાદેશ મળ્યો અને ઓમર અબ્દુલ્લા ફરી મુખ્યમંત્રી બન્યા. રાહુલ ગાંધી  રાયબરેલીથી અને પ્રિયંકા ગાંધી વાયનાડથી ચુંટણી જીત્યા. ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવનો માહોલ રહ્યો. હિંડનબર્ગે  પુનઃ અદાણી ગ્રુપ પર આક્ષેપો કર્યા. ઈન્ડિયા ગઠબંધન વધુ મજબૂત થયું. ભારતના બાંગ્લાદેશની નવી સરકાર તથા કેનેડા  સાથે સંબંધો વણસ્યા. ચીન સાથે વાતચીતનો દોર શરૂ થયો.

સંસદ અને સિયાસત

સંસદમાં લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક સાંસદોને સસ્પેન્ડ કરાયા, તેનો વિવાદ રહ્યો, તો ચૂંટણી પછી પુનઃ એનડીએની  સરકાર રચાયા પછી પણ મણિપુર, બંધારણ, મોંઘવારી, સરકારની કામગીરી તથા કેટલાક નવા કાયદાઓની વિરૂદ્ધમાં  હોબાળો થતો રહ્યો. સંસદના બન્ને ગૃહોમાં ધમાચકડી થતી રહી. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ધનખડ સામે  અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાયો. કેટલાક વિષયોમાં તથા વિવાદોમાં ભાજપ બેકફૂટ પર જણાયું અને ઈન્ડિયા ગઠબંધન મજબૂત  થતું દેખાયું. સંસદમાં આઈપીસી, સીઆરપીસી અને પુરાવાના કાયદા રદ્ કરીને તેના સ્થાને ત્રણ નવા કાયદા અમલી બન્યા.  રાજ્યોમાં કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા. ભારતે રશિયા અને યુક્રેન, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન, ઈરાન,  ઈઝરાયેલ વગેરે દેશોના યુદ્ધો તથા સંબંધોના મુદ્દે તટસ્થ વલણ જાળવી રાખ્યું. મુખ્યમંત્રી પદેથી કેજરીવાલનું રાજીનામું  પણ ચર્ચામાં રહ્યું.

કુદરતી આફતો-આગ-અકસ્માતો

શિયાળાની શરૂઆત કડકડતી ઠંડી વચ્ચે થઈ છે. હિમપ્રપાતો થઈ રહ્યા છે અને કોલ્ડવેર પ્રસરી રહ્યો છે. તે પહેલા ઉનાળામાં માવઠા, ચોમાસામાં ભારે વરસાદ, પૂર અને લેન્ડસ્લાઈડની કુદરતી આફતોએ વિનાશ વેર્યો અને ઘણાં લોકોના જીવ  ગયા. ભૂકંપ, જવાળામૂખી, સુનામીની ચેતવણીઓ, કમોસમી વરસાદ અને હિમવર્ષાના કારણે ભારત તથા પડોશી દેશો  સહિત દુનિયાભરમાં તબાહી સર્જાઈ અને હજારો લોકોના જીવ ગયા.

કેટલીક દુર્ઘટનાઓએ પણ વિનાશ સર્જ્યો. ગુજરાતમાં વડોદરાની હરણી દુર્ઘટના અને રાજકોટની ટીઆરપી દુર્ઘટના,  બિહારમાં સંખ્યાબંધ બ્રીજોનું ધ્વસ્ત થયું. દેશભરમાં બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ, આગ-માર્ગ અકસ્માતો, રેલવે  દુર્ઘટનાઓ તથા તદ્વિષયક કાવતરા, નક્સલી હિંસા અને આતંકી હુમલાઓ તથા એન્કાઉન્ટરો, વિપક્ષોના આંદોલનો,  ખેડૂતો દ્વારા ફરીથી દિલ્હી ભણી કૂચનો પ્રયાસ, 'નીટ'નો વિવાદ અને કાનૂની જંગ, કેન્દ્ર-રાજ્ય સરકારો દ્વારા કેટલાક કડક  કદમ વગેરેના પ્રત્યાઘાતોમાં સર્જાયેલી વિષમ તથા હિંસક ઘટનાઓ પણ ચર્ચામાં રહી. ગમખ્વાર અકસ્માતો તથા આગની  દુર્ઘટનાઓમાં ઘણાં જીવ ગયા. તાજેતરમાં જ જયપુરમાં ૪૦ વાહનો એકસાથે સળગતા મોટી દુર્ઘટનામાં ઘણાનાં જીવ ગયા.

અદાલતી ફેંસલાઓ, ટિપ્પણીઓ તથા સુનાવણીઓ ચર્ચામાં રહી. ઈલેક્ટ્રોલ બોન્ડને ગેરકાયદે ઠેરવવા, બુલડોઝર એક્શન  પર અંકુશ, પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામો, જ્ઞાનવાપી સહિતના ધર્મસ્થળોના વિવાદો, કેટલાક કૌભાંડો, કેટલાક  કાયદાઓના બંધારણીય અર્થઘટનો જેવા દૂરગામી અદાલતી ચૂકાદાઓ આવ્યા.

વિકાસ પ્રોજેક્ટો

દેશમાં અનેક સ્થળે નવા વિકાસ પ્રોજેક્ટો શરૂ થયા, તો અનેક સ્થળે અબજો રૂપિયાના મેગા પ્રોજેક્ટોના ભૂમિપૂજન- લોકાર્પણો-ખાતમુહૂર્તોના કાર્યક્રમો યોજાયા. વાયબ્રન્ટ ગુજરાત સહિત કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રયાસો પછી ઘણાં નવા  મૂડીરોકાણો પણ આવ્યા. જમ્મુ-કાશ્મીરમાં પણ નવા વિકાસ પ્રોજેક્ટો સાકાર પામ્યા. અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને વૈશ્વિક આવકાર મળ્યો તો કેટલીક પ્રક્રિયાગત વિવાદો પણ સર્જાયા.

સૈન્ય-અવકાશી સિદ્ધિઓ

ભારતે અંતરીક્ષ તથા સંરક્ષણ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી. નવા યુદ્ધ-જ્હાજો, હથિયારો તથા યુદ્ધ-વિમાનોના ક્ષેત્રે  ભારત આત્મનિર્ભર થવા જઈ રહ્યું છે, અને સેનાની ત્રણેય પાંખો અદ્યતન સાધન-સામગ્રીથી સજ્જ થઈ રહી છે. તેવી જ  રીતે ઈસરોએ પણ વર્ષ દરમિયાન અનેક અવકાશી સિદ્ધિઓ હાંસલ કરી છે. ચંદ્રયાન પછી આદિત્ય મિશન હેઠળ આદિત્ય  એસ-૧ ને સૂર્યની નજીક મોકલ્યું. કેટલાક વધુ ઉપગ્રહો આકાશમાં છોડ્યા, જોકે સુનિતા વિલિયમ્સ અને તેના સાથી  સાયટિસ્ટ સ્પેશ સ્ટેશનમાં ફસાયેલા રહ્યા, જેના સંદર્ભે નાસા અને ઈસરોના પ્રયાસો સતત ચાલતા રહ્યા.

કૌભાંડોની ભરમાર

નેશનલ અને ઈન્ટરનેશનલ ક્ષેત્રે અનેક કૌભાંડોની ભરમાર રહી. નકલી ડીગ્રીઓ, નકલી ડોક્ટર, નકલી અધિકારી, નકલી  કચેરીઓ, નકલી સ્કૂલો, નકલી અદાલતો સહિત 'નકલીઓ'ના પર્દાફાશ થતા રહ્યા. વિકાસકામોમાં ગરબડ તથા આર્થિક  ક્ષેત્રે વિવિધ કૌભાંડોના સંસદ સુધી પડઘા પડ્યા

ભારત રત્ન સન્માન

કેન્દ્ર સરકારે ચૌધરી ચરણસિંહ, લાલકૃષ્ણ અડવાણી, એસ. સ્વામીનાથન, કર્પુરી ઠાકુરને ભારત રત્ન તથા અનેક  વિભૂતિઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાયા.

પ્રકિર્ણ ઘટનાઓ

દેશમાં કેટલીક પ્રકિર્ણ ઘટનાઓ પણ ચર્ચામાં રહી. ગયા વર્ષે કેન્દ્રિય બજેટમાં આવકવેરાના ક્ષેત્રે પહત્ત્વના ફેરફાર થયા હતાં.  હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રિય નાણામંત્રી બજેટ રજૂ કરે, ત્યારે રાહત આપશે કે કડવો ડોઝ આપશે તેની ચર્ચાઓ  થઈ રહી છે. કોલકાતામાં હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટના પછી દેશવ્યાપી તબીબોની હડતાલ ચર્ચામાં રહી. જમ્મુ-કાશ્મીર  વિધાનસભામાં ઝપાઝપી પછી સંસદમાં ધક્કામૂક્કીમાં કેટલાક સાંસદોને ઈજા થતા તેના ઘેરા પડઘા પડ્યા. અદાણી વિરૂદ્ધ  અભેરિકાની અદાલતે વોરંટ કાઢ્યું. તે પણ ચર્ચામાં રહ્યું. હાર્ટએટેકથી યુવાનોના મૃત્યુ વધ્યા. કેટલાક નવા રોગચાળાઓ  જીવલેણ બન્યા. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના કેટલાક નિવેદનો પણ ચર્ચામાં રહ્યા. વકફ બોર્ડની સંબંધિત બિલ  પણ અંતે જેપીસીમાં મોકલવા સરકાર મજબૂર બની. જામનગરના રાજવી જામસાહેબે અજય જાડેજાને ઉત્તરાધિકારી  નિયુક્ત કર્યા.

નિધન

દેશમાં કેટલાક લબ્ધ-પ્રતિષ્ઠિત વિભૂતિઓએ કાયમી વિદાય લઈ લીધી. રતન ટાટા, સીતારામ યેચુરી, ઉપરાંત કેટલાક  સેલેબ્રિટીઝ અને વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો આપણે ગુમાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા અને કુદરતી-કૃત્રિમ આફતો વચ્ચે અટવાતી દુનિયા... શાંતિ સ્થપાશે?

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા પછી આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં બદલાતી દોસ્તી અને અચાનક પ્રસરતી દુશ્મનીઓ અનિશ્ચિતતાઓની આંધીને વધુ તોફાની બનાવી છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ઈરાન, ઈઝરાયેલ-હમાસ તથા હીઝબુલ્લા, સિરિયા-પાકિસ્તાન-બાંગ્લાદેશ વિગેરે દેશોમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ તથા અમેરિકા-ચીનના છદ્મ યુદ્ધોએ ત્રીજા  વિશ્વયુદ્ધની સંભાવનાઓ ઘણી જ વધારી દીધી છે. વિશ્વમાં વાવાઝોડા, ભારે વરસાદ, પૂર, સુનામી, જવાળામૂખી ઉપરાંત  હવાઈ અને માર્ગ-દરિયાઈ અકસ્માતો તથા જળ દુર્ઘટનાઓ-અગ્નિકાંડોએ તબાહી મચાવીને હજારો જીવ લીધા અને અનેક  બીમારીઓ પણ જીવલેણ બની. ભારત-પાક., ઉત્તર-દક્ષિણ કોરિયા તથા યુરોપના ઘણાં દેશો વચ્ચે પણ તંગદિલી પ્રવર્તે છે.  તેવામાં હવે યુદ્ધો થંભી રહ્યા નથી અને આ બધા ઝંઝાવાતો વચ્ચે જ ર૦ર૪ નું વર્ષ પસાર થઈ ગયું. હવે વિદાય લઈ  રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન અને નવા ચૂંટાયેલા ટ્રમ્પ વચ્ચે પણ તનાતની વધી છે.

વર્ષ ર૦ર૪ ના પ્રારંભમાં ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયું. દ. બ્રાઝિલમાં મેઘપ્રકોપ પછી કટોકટી જાહેર થઈ.  ભારતીય જળસીમામાં અવારઅનવાર પાકિસ્તાની બોટ્સ ઘૂસવાનો તથા પાકિસ્તાનીઓ પડકાયાનો સીલસીલો ચાલ્યો.  વડાપ્રધાને ત્રીજી ટર્મમાં પણ વિદેશ પ્રવાસો કરીને વિવિધ દેશો સાથે મંત્રણાઓ કરી. દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાતા કરાંચીની હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાના અહેવાલોએ ખળભળાટ મચાવ્યો હતો. વિશ્વના ઘણાં દેશોમાં ભૂકંપ, વાવાઝોડા,  ભારે વરસાદ અને પૂરે તારાજી સર્જી. વર્ષ દરમિયાન વૈશ્વિક શેરબજારમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા. અબુધાબીમાં રૂ. ૭૦૦  કરોડના ખર્ચે બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર બન્યું. ચિલીના જંગલોમાં આગ લાગતા ૧૧ર ના મૃત્યુ થયા. મોટી  ખાવડીના રિલાયન્સ મોલમાં આગ લાગી. મોસ્કોમાં આતંકી હુમલો થતા ૭૦ ના મોત થયા. કોવિશિલ્ડથી હાર્ટએટેકની  સંભાવનાની વાત એસ્ટ્રા ઝોનેકા કંપનીએ સ્વીકારી. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભણકારા પછી ભારેલા અગ્નિ જેવી  સ્થિતિ રહી. ઘણાં દેશોમાં સત્તાપરિવર્તનો થયા. બાંગ્લાદેશમાંથી પી.એમ. હસીના શેખને છોડવો પડ્યો., અને ત્યાં વચગાળાની સરકાર રચાઈ. ભારતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની વૈશ્વિક ચર્ચા પછી અમેરિકાની ચૂંટણી પણ ચર્ચામાં  રહી.

મક્કાની હજયાત્રામાં પ૭૭ હાજીઓના મૃત્યુ થયા. અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વૈશ્વિક પ્રત્યાઘાતો પડ્યા.  નેપાળમાં મેઘતાંડવે તારાજી સર્જી. કેન્યાની શાળામાં આગથી ૧૭ બાળકોના મૃત્યુ થયા.

એકંદરે વૈશ્વિક અશાંતિ અને તખ્તાપલટ, સત્તાપરિવર્તન, કુદરતી-કૃત્રિમ આફતો વચ્ચે વર્ષ ર૦ર૪ નું વર્ષ વિત્યા પછી હવે  વર્ષ ર૦રપ ત્રીજા વિશ્વયુદ્ધ ભણી ધકેલાશે કે શાંતિ સ્થપાશે, તેવા પ્રશ્ન સાથે વર્ષ ર૦ર૪ ને બાય...બાય...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફલેશબેક - ગુજરાત ૨૦૨૪

અનેક ઉતાર-ચઢાવ તથા ઘટનાક્રમો વચ્ચે એકંદરે પ્રગતિશીલ રહ્યું ગુજરાતનું કેલેન્ડર વર્ષ

ગુજરાતમાં વર્ષારંભે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું. વડોદરાની હરણી બોટ  દુર્ઘટનામાં ૧૭ ના મૃત્યુ પછી ૧૮ ની ધરપકડ થઈ. જામનગરના બેડીબંદરમાં ઓપરેશન ડિમોલીશન થયું. બિલ્કીશબાનુ  કેસના અપરાધીઓના છૂટકારા સામે ગુજરાત સરકારને સુપ્રિમ કોર્ટે ઝટકો આપ્યો. ગુજરાત વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ  યોજાયો. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને પછીથી તદ્ન સાજા થઈ ગયા. નાણામંત્રી કનુભાઈ  દેસાઈએ ૩.૩ર લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. બેડીમાં એડવોકેટ હારૂન પાલેજાની હત્યાનો મુદ્દો ગરમાયો. હાલાર સહિત  રાજ્યમાં માવઠા થયા. રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' નીકળી.

ખંભાળિયામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને કાળા વાવટા દેખાડાયા. પરિમલભાઈ નથવાણીનું લોહાણા સમાજે  સન્માન કર્યું. ગુજરાત વિધાનસભાની પેટચૂંટણીમાં વિજેતા પાંચ ધારાસભ્યોની શપથવિધિ થઈ. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંખ્યાબંધ મૃત્યુ થયા અને તેના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા. અનેક જવાબદારો જેલમાં ગયા. 'નીટ'નો  મુદ્દો પણ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો. લોકસભાની ચૂંટણીમાં જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમનો વિજય થયો.  અનંત અંબાણીના હાઈ-ફાઈ વેડીંગ સેરેમનીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગે ૪૮ નો  ભોગ લીધો. ગુજરાતમાંથી ૩૧૦૦ કિલો ડ્રગ્સ પકડાયું. ભારે વરસાદથી ઠેર-ઠેર જલભરાવ થયો. વીરપુરમાં જલારામ  બાપાના સાંનિધ્યમાં રઘુવંશી મહાસંમેલનમાં રાજ્ય રઘુવંશી (લોહાણા) સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલની વરણી  થઈ.

રાજ્યમાં ચોમાસું થમ્યું. નદી-નાળા-જળાશયો છલકાયા. વીજળી પડતા તથા ભારે વરસાદથી કેટલીક જિંદગીઓના  પણ ભોગ લેવાયા. ખાના-ખરાબી પણ થઈ. ટ્રેનો ઉથલાવવાના કાવતરા ઝડપાયા. સરદાર સરોવર ડેમ છલકાયો. કેન્દ્ર  અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લોકાર્પણો તથા ખાતમુહૂર્તો થયા. લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની  ચૂંટણીઓ પછી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચહલપહલ વધી. દ્વારકા સહિતના દરિયાકાંઠેથી વખતોવખત  ડ્રગ્સ, ચરસના પેકેટ બિનવારસુ મળ્યા. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો. રાજ્યમાં જન્માષ્ટમી,  દિવાળી, ઈદ, નાતાલ, નવરાત્રિ, ગણેશોત્સવ જેવા ઉત્સવો ઉમંગભેર ઉજવાયા. કેટલાક ગમખ્વાર માર્ગ અકસ્માતો,  અગ્નિકાંડો તથા અન્ય દુર્ઘટનાઓમાં ઘણાં મૃત્યુ થયા. ગુજરાતના ખ્યાતિકાંડે દેશને હચમચાવી નાંખ્યો. સુરતમાં બોગસ  ડોક્ટરો તૈયાર કરવાનું કૌભાંડ ઝડપાયું. શિયાળાના પ્રારંભે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા હાડ ધ્રુજાવતી ઠંડી શરૂ થઈ  ગઈ. કેન્દ્રિય એજન્સીઓ તથા રાજ્યના વિભાગોના દરોડાઓ પણ પડતા રહ્યા. કેટલાક વાવાઝોડા તથા તેની આડઅસરોથી  જાનમાલનું નુક્સાન પણ થયું. 'નોબત'ના અડીખમ સ્તંભ સમા કિરણભાઈ માધવાણી, હાસ્યકલાકાર વસંત પરેશ 'બંધુ'ના  નિધનથી જામનગરમાં શોક ફેલાયો. રાજ્યમાંથી કરોડોનું જીએસટી કૌભાંડ ઝડપાયું. એકંદરે ગુજરાત રાજ્ય માટે વર્ષ  ર૦ર૪ નું વર્ષ અનેક ઉતાર-ચઢાવ છતાં એકંદરે પ્રગતિશીલ રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો  પણ લીધા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફ્લેશબેક - ર૦ર૪ : ભાગ – ૪

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લો

 

ઓક્ટોબર

જામનગરમાં ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા રેલી યોજાઈ.

જામનગરના ખીજડા મંદિરેથી મહામતી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની નીકળી શોભાયાત્રા.

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્થાપના દિને પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમ યોજાયા.

રણકાર રાસોત્સવમાં પોલીસ પરિવાર દ્વારા એક દિવસ માટે યોજાયેલા વેલકમ નવરાત્રિ કાર્યક્રમમાં એસપી પ્રેમસુખ ડેલું પત્ની સાથે ગરબે ઘુમીયા.

'નોબત' દ્વારા આયોજિત ચૂંટણી સ્પર્ધા તથા ઓલમ્પિક સ્પર્ધા સંપન્નઃ સાંસદ પૂનમબેનના હસ્તે ડ્રો કરાયો.

યાત્રાધામ દ્વારકામાં આસામથી આવેલા યાત્રાળુઓને ફૂડ પોઈઝનિંગ થતાં આઠને જામનગર ખસેડાયાઃ એકનું મોત.

છોટીકાશીમાં નવરાત્રિ પર્વના શુભારંભ સાથે જમાવટ.

જામનગરમાં પટેલ યુવક મંડળમાં સળગતા અંગારા વચ્ચે મસાલ રાસ યોજાયો.

જામનગરના દરેડ બીઆરસીમાં પુસ્તકો વરસાદમાં પલળી ગયાઃ ભૂલકાઓ પુસ્તકથી વંચિત.

જામનગરમાં 'અંડર ધ લેમ્પ' નૈઇલ સ્ટુડિયોનું ઉદઘાટનઃ નેઈલ આર્ટિસ્ટ હિમાનીનું નવ્ય સોપાન.

નગરના અગ્રણી ઉદ્યોગપતિ અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઇન્દુભાઇ વોરાનું અવસાન.

સોલાર સિસ્ટમ ધરાવતા ઘરમાં પણ ભારે રકમનું વીજબીલ આવતા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પીજીવીસીએલના અધિકારી સામે લાકડી ઉગામી.

મીઠાપુરની ટાટા કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ.

જામસાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાના નામની જાહેરાત.

જામનગરમાં આરએસએસના સ્થાપના દિન નિમિત્તે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે કામઈ માતાજીના મંદિરે નવરાત્રિ નિમિત્તે ૧૧૧૧૧ દીવડાની આરતી.

જામનગરમાં રામ સવારીના નગર ભ્રમણ પછી પ્રદર્શન મેદાનમાં રાવણનું દહનઃ મોટી સંખ્યામાં ઉમટ્યા નગરજનો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી.

વિશ્વના ટોચના આયુર્વેદ તજજ્ઞોની ઉપસ્થિતિમાં આયુર્વેદ ક્ષેત્રમાં કારકિર્દીના ભાવિ માર્ગો પર પરી સંવાદ યોજાયો.

ખંભાળિયામાં આરએસએસના કાર્યકર પર હુમલો કરનાર સાત વિધર્મી ઝડપાયા.

જામનગરમાં ખાડા પૂરીને કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ.

રિલાયન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલને ૧૨૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ અપાઇ.

ગોવા સીપ યાર્ડ દ્વારા ઇન્ડિપેન્ડન્સ ડાયરેક્ટરના પ્રયાસોથી જામનગરની સરકારી હોસ્પિટલને ૨૦,૦૦,૦૦૦ નું ઇ.આર.સી.પી મશીન ફાળવાયું.

ચીફ ફાયર ઓફિસર વતી ૩૦,૦૦૦ ની લાંચ માગનાર વચેટીયાને દબોચતી એસીબી.

હર્ષિદા ગરબા મંડળ, શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેર જિલ્લાની બાળાઓ માટે મહાપ્રસાદ યોજાયો.

છોટીકાશીની બજારો દીપોત્સવી પર્વે ધમ ધમીઃ તોરણ- રંગોળી-દીવડાઓની ધૂમ ખરીદી.

વિવિધ પડતર પ્રશ્ને ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું આંદોલન.

પૂર્વ મંત્રી બાબુભાઈ લાલની જન્મતિથિએ ત્રિવેણી સંગમરૂપ ભવ્ય સમારોહ સંપન્નઃ જામનગરના યુવાઓને સનદી અધિકારી બનવા માટે લાલ પરિવારે સહયોગની કરેલી જાહેરાત.

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના વિનોદ કરમુરે મલેશિયામાં વૈશ્વિક સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ.

જામનગરના વોર્ડ નંબર ૧૨ ના કોંગ્રેસના બે કોર્પોરેટર ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ.

જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે રન ફોર યુનિટી સંપન્નઃ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર.

રણજીતસાગર માર્ગે એક દરગાહનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું: અઢી હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ.

ઇન સ્કૂલ યોજનાની ટેકવોન્ડો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જોડિયાની સાંઈ વિદ્યા સંકુલના ખેલાડીઓએ ૧૫ ગોલ્ડ સહિત મેળવ્યા ૫૫ મેડલ.

જામનગરની દીકરી હેત ગઢવીની બોલીવુડમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે ઉજ્જવળ કારકિર્દી.

સરદાર પટેલ જયંતિ નિમિત્તે જામનગરમાં બાઈક રેલી-મેગા રક્તદાન કેમ્પ યોજાયોઃ પુષ્પાંજલિ.

હાલાર સહિત દેશભરમાં દિવાળીની ઉત્સાહી માહોલમાં ઉજવણી.

વીટીવી દ્વારા 'નોબત'ને બેસ્ટ ઇવનિંગ ન્યુઝ પેપરનો એવોર્ડ એનાયત.

નવેમ્બર

''નોબત'' પરિવારના વડીલ અને સહકારી ક્ષેત્ર તથા બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી એવા કિરણભાઈ રતિલાલભાઈ માધવાણીનું ૭૩ વર્ષની વયે દુઃખદ નિધન. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો તથા સ્વજનો જોડાયાઃ સાર્વત્રિક છવાયો શોકનો માહોલ.

સ્વ.કિરણભાઈ માધવાણીને અગ્રણીઆ -સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ.

જામનગર સહિત સમગ્ર હાલારમાં હરખભેર ઉજવાયું દીપોત્સવી પર્વઃ નૂતન વર્ષના ધમાકેદાર વધામણા.

દ્વારકામાં દીપાવલી-નૂતન વર્ષના તહેવારોની ધર્મમય માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કાલાવડ તાલુકાના માવઠાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

વાંસજાળીયામાં જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના કેસીયરે કરી ૩૪ લાખની ઉચાપત.

જામનગર સહિત સમગ્ર હાલારમાં ૨૨૫ મી જલારામ જયંતીની ભવ્ય ઉજવણીઃ રઘુવંશી સમાજ દ્વારા મહાઆરતી માસ્તાનનું ભોજન તથા નાતજમણ.

હાપાના જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણીઃ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનો લાભ લઇ ધન્ય થયા ભક્તો.

જામનગરના ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટને સવા લાખ ટન કચરાનો થશે નિકાલ, કંપનીએ ગોઠવી મશીનરી.

જામનગર-ભરૂચ વાયા ભાવનગરનો બનશે નવો નેશનલ હાઇવેઃ દરિયામાં ૩૦ કિ.મી.નો બ્રિજ.

ખંભાળિયા-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયાઃ લાખો ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાઈ.

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવકઃ ૮૦,૦૦૦ જેટલી મગફળીની ગુણીઓની હરાજીની.

રાજ્ય સરકારે ઓપીએસ મંજૂર કરતા જામનગરમાં કર્મચારીઓએ મીઠાઈ વહેંચી કરી ઉજવણી.

તપોવન ફાઉન્ડેશન-વડીલ વાત્સલ્ય ધામ દ્વારા માતા પિતા વિહોણી સર્વ જ્ઞાતિની ૧૬ દીકરીના સમૂહ લગ્ન યોજાયા.

જામનગરની મામલતદાર કચેરીમાં પૂરગ્રસ્તોની લાંબી લાઈનોઃ પોલીસ બંદોબસ્ત મુકાયો.

લાખાબાવળમાં આવેલા લીલાવતી નેચરક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા શ્રીલંકાની સનાથના આયુર્વેદ સંસ્થા સાથે એમઓયુ.

જામનગરમાં બંધ કરી દેવાયેલી પેઢીના સંચાલકો સામે ફોજદારીઃ યમુના મોટરે ૧ કરોડ ઉપરાંત વેટ ન ભરતા આઠ ભાગીદાર સામે નોંધાયો ગુનો.

જામનગરની કુવરબાઈ ધર્મશાળામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂલકા મેળો યોજાયો.

જામનગરમાં પુસ્તક પલળી જવાના પ્રકરણમાં તપાસ ફાઈલ ગુમ કરી દેવાઇ.

જામનગરના ચાર સાયકલીસ્ટોએ ૭૫ કલાકમાં સતત ૧૦૦૦ કિમી સાયકલ ચલાવીઃ નવો રેકોર્ડ સર્જ્યો.

જામનગરમાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી કેમ્પઃ ૧૯ શિક્ષકને બદલીના આદેશ અપાયા.

દ્વારકામાં દિવાળી વેકેશનમાં ઉમટ્યા ૧૬ લાખથી વધુ સહેલાણીઓ.

હાલારના વિદ્યાર્થીઓ માટે જળસંગ્રહ અંગેની યોજાયેલી સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ જામનગરના બે વિદ્યાર્થી ઝળક્યા.

સૌરાષ્ટ્ર કક્ષાના પ્રદેશ યુવા ઉત્સવમાં હાલારના કલાકારો ઝળક્યાઃ અનેક સ્પર્ધાઓમાં વિજેતા.

જામનગરની મેડિકલ કોલેજના બે સર્વશ્રેષ્ઠ અભ્યાસને પુરસ્કારઃ નગરનું ગૌરવ.

આરંભડાના શખ્સે પાકિસ્તાની મહિલા જાસુસ માટે જાસુસી કર્યાનો ઘટસ્ફોટઃ સાતેક મહિનાથી કરતો હતો  જાસૂસી, એટીએસએ કરી ધરપકડ.

જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૌથી ઢીલા-નબળા શિક્ષણ અધિકારીનો એવોર્ડઃ પુસ્તકો પલળી જવાના પ્રકરણમાં એનએસયુઆઈ આક્રમક.

ડિસેમ્બર

કલ્યાણપુર તાલુકામાં જામગઢકા પાસે વીજ લાઈનમાં સ્પાર્કથી ખેડૂતોની ૧૩ વીઘા મગફળી સળગી ગઈ.

બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચાર રોકવા મુદ્દે જામનગરમાં હિન્દુ એકતા સમિતિના નેજા હેઠળ મૌન રેલીઃ આવેદન પાઠવાયું.

થાવરીયામાં કુખ્યાત શખ્સે ગૌચરની ૧૧ વીઘા જમીનમાં ગેરકાયદે ખડકેલા ફાર્મ હાઉસ પર પોલીસનું ફર્યું બુલડોઝરઃ દબાણકાર હુસેન સામે ગેંગરેપ સહિત નોંધાયા છે સાત ગુન્હા.

જામનગરમાં ચિ. હેતકુમારનો દીક્ષા મહોત્સવઃ યાત્રા યોજાઇ.

પોરબંદરથી સામાન લઈ ઈરાન જવા રવાના થયેલું વહાણ મધદરિયે ડૂબ્યું: બાર ખલાસીનો બચાવ.

જામનગરમાં પૂ. રસાર્દ્રરાયજીના શુભ વિવાહ દિવ્યતાપૂર્વક થયા સંપન્ન.

જામનગર જિલ્લાની ૨૮ ગૌશાળા અને પાંજરાપોળ માટે ૧.૨૧ કરોડની આર્થિક સહાય મંજૂર કરાઈ.

જામનગર જિલ્લા જેલમાં યોજાયો 'પરિવર્તન પ્રેઝન્ટ ટુ પ્રાઈડ કાર્યક્રમ.

ખંભાળિયા હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં યોજાઈ બાઇક રેલીઃ આવેદન.

જામનગરમાં એપ્રેન્ટીસ ભરતી મેળાનું પ્રારંભ અનેક ઉમેદવારો હાજર રહ્યા.

દ્વારકાના ભીમગજામાં કુંજ પક્ષીનો શિકાર કરનારા ચાર શખ્સ ઝડપાયાઃ થયા જેલ હવાલે.

રોઝી માતાજી મંદિર, અઢીબેટમાં પ્રવેશ માટે મંજૂરી જરૂરીઃ જામસાહેબની સ્પષ્ટતા.

જામનગરમાં ગીતા વિદ્યાલયમાં ગીતા જયંતીની ઉજવણી કરાઈ.

જન્મના પ્રમાણપત્રમાં ચેડા કરી બનાવટી પાસપોર્ટ તૈયાર કરી આપતા નવ ઝડપાયાઃ દ્વારકા એસઓજીએ યુકેના વિઝા મેળવવા રચાતા કૌભાંડ પરથી પડદો ઉચક્યો.

૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવાયેલી ઈંગ્લીશ દારૂની ૬૨૫૨ બોટલ ઝડપાઈ.

જામનગર વકીલ મંડળના પ્રમુખ પદે આ વર્ષે પણ ભરત સુવાની બિનહરીફ વરણી.

નાનીવાવડીમાં ધોળેદહાડે વાહનોની ચોરી કરનાર બેલડી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ.

જામનગરના ધન્વન્તરિ પરિસરના ઓડિટોરિયમનું રાજમાતા ગુલાબકુંવરબા નામાભિધાન કરાયું.

જામનગરમાં સિઝનમાં પ્રથમવાર તાપમાન સિંગલ ડીજિટઃ ૯.૬ ડિગ્રીઃ હાલાર ઠંડુગાર.

આંબેડકર વિરોધી ઉચ્ચારણો સામે જામનગરમાં પ્રચંડ વિરોધઃ કોંગીજનોની અટક.

દેશ-વિદેશમાં હાસ્ય કલાકાર તરીકે ડંકો વગાડનાર જામનગરના 'હાસ્યરત્ન' પરેશ વસંત 'બંધુ'નું નિધન.

જામનગરના થિયેટર પીપલનું નાટક યુવક મહોત્સવમાં રાજ્ય કક્ષાએ વિજેતા.

જામનગરના બાર એસો.ની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક કરાયું મતદાનઃ વિજેતા હોદેદારોના કરાયા વધામણા.

જામનગરમાં નીકળ્યું દિક્ષાર્થી વિશ્વા કુમારીનો વરસીદાનનો વરઘોડો.

જામનગરમાં ભાજપ-કોંગ્રેસના પ્રદર્શનકાર્યો વચ્ચે ઝપાઝપીઃ એક કોંગી નેતા આઈસીયુમાં.

જામનગરના રીનોવેટેડ ટાઉનહોલનો ખર્ચ અને શ્રાવણી મેળાના મંડપનો અધધ ખર્ચ રહ્યા વિવાદમાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફ્લેશબેક - ર૦ર૪ - ભાગ - ૩

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લો

ભાગ - ૨

જુલાઈ

ટી ૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનતા જામનગરમાં ભવ્ય ઉજવણી.

જામનગરમાં નિશાનબાઝ ખેલાડીઓ માટે કેદાર લાલ શૂટિંગ એકેડેમીનું ધમાકેદાર ઉદ્ઘાટન.

ખંભાળિયામાં સાત ઇંચ અને દ્વારકામાં છ ઇંચ વરસાદ પડતા પાણી પાણી.

હાલારમાં શ્રીકાર વર્ષાઃ ૨૪ કલાકમાં એક થી નવ ઇંચ વરસાદ પડતા ખુશીનો માહોલ.

જામનગર મહાનગરપાલિકામાં ઇજનેરો,કોમ્પ્યુટર ઓપરેટરો, જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા અચાનક જ રદ કરાતા તર્ક-વિતર્ક.

જામનગરમાં આવેલ ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરીમાં ભભુકી આગ.

જામનગરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા કરાઈ આનુસાંગિક કામગીરી.

જી.જી. હોસ્પિટલમાં કોલેરાના બાળદર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરાયો.

રણજીતસાગર ડેમ નજીક આવેલા ઢોરના ડબ્બામાં ૨૦ ના મૃત્યુ.

ખંભાળિયામાં અષાઢી બીજ પર્વ નિમિત્તે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા યોજાઈ જગન્નાથજીની ભવ્ય રથયાત્રા.

જી.જી. હોસ્પિટલના પટાવાળાની એસીબી દ્વારા કરાય ધરપકડ.

ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અપનાવાયેલી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત એક પરિવારને ૧૦ લાખની સહાય અર્પણ.

જામનગરના આહિર પરિવારના ચાર વ્યક્તિઓની સામૂહિક આત્મહત્યાથી સમગ્ર પંથકમાં ચકચારઃ ચારની ધરપકડ.

જામનગર ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ રથયાત્રા નિમિત્તે ૫૬ ભોગના દર્શન યોજાયા.

ઢોરના ડબ્બાની ઓચિંતી મુલાકાત લઈ મેયર અને ચેરમેને ખદબદતિ ગંદકીની સફાઈ કરાવી.

જામનગર જિલ્લાની બહેનોની ટીમ રાજ્ય કક્ષાની અંડર ૧૭ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બની ચેમ્પિયન.

કલ્યાણપુરના ખાખરડાની પરબડી સીમમાં વૃદ્ધ ખેડૂતની કરાઈ કરપીણ હત્યા.

જામનગરમાં સારા વરસાદથી પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં નવા નિરની આવક.

જામ્યુકોમાં શંકાસ્પદ ચાંદીપુરા અને કોલેરાના રોગચાળા સંદર્ભે યોજાઇ બેઠક.

લીંબડીથી ચરકલા થઈને દ્વારકા જતા માર્ગ પર ફરી વળ્યા વરસાદી પાણીઃપરિવહન બંધ.

દ્વારકા જિલ્લામાં ભયંકર મેઘ ગર્જના વીજળીના કડાકા ભડાકા સાથે ૧૨ ઇંચ વરસાદઃમાર્ગો બંધ.

ભારે વરસાદથી દ્વારકાની બજારો- માર્ગો-રહેણાક વિસ્તારો જળમગ્નઃ મંદિર સંકુલોમાં ઘુસિયા પાણી.

વ્યાજખોરોના દુષણને ડામવા રોડમાં યોજાય જન સંપર્ક સભાઃ આઇજીપી અને એસપીએ આપ્યું માર્ગદર્શન.

યાત્રાધામ દ્વારકામાં અનરાધાર ૨૦ ઇંચ વરસાદથી જળબંબાકારઃ એનડીઆરએફ તૈનાત.

ભારે વરસાદથી રણજીતસાગર અને રસોઈ ડેમ થયો ઓવરફ્લોઃ લોકોના હૈયા થયા પૂલકિત.

મીઠાપુર નજીકના મોજપર દરિયાકાંઠેથી રૂપિયા ૧૧ કરોડનું ચરસ બિનવારસુ મળ્યુ.

જામનગરમાં નિર્માણાધીન ફ્લાય ઓવર આસપાસના તમામ માર્ગો અત્યંત બિસ્મારઃ લોકોને હાલાકી.

ઓગસ્ટ

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરનો શષ્ઠી પૂર્તિ પાટોત્સવઃ મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયાઃ ૬૧મા વર્ષમાં મંગલ પ્રવેશ.

ધ્રોલમાં ૭૪૮ વ્યક્તિઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર માટે મંજૂરી માંગતા ખળભળાટ, તંત્ર સફાળું દોડ્યુંઃ રાજ્યભરમાં ચર્ચા.

જામનગર બન્યું ખાડા નગરઃ કોંગ્રેસે ખાડા પૂજન-ગરબા સાથે કર્યો નવતર વિરોધ.

વિશ્વવિખ્યાત વાસ્તુશાસ્ત્રી ડો. નરેન્દ્ર ભેંસદડીયાની યુનિવર્સલ મેરીટ એવોર્ડ ૨૦૨૪ માટે પસંદગીઃ નગરનું ગૌરવ.

શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીથી સર્જાયું ઉજ્જૈનનું વાતાવરણ.

હાલારમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ શિવાલયોમાં ભક્તોનો ધસારોઃવિશેષ આરતી.

દ્વારકા જિલ્લામાં સીઝનનો ૧૫૦ ટકા વરસાદ નોંધાયો.

જામનગરની ન્યુ સાધના કોલોનીમાં ૩૬ જર્જરીત ફ્લેટ તોડી પડાયા.

હર્ષદમાં મુખ્યમંત્રીના હસ્તે હરસિદ્ધિ વનનું લોકાર્પણઃ ૭૫ મા વન મહોત્સવનો પ્રારંભ.

જામનગરના ૪૮૫ મા સ્થાપના દિન નિમિત્તે ખાંભી પૂજન તથા પૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પહાર.

સ્વાતંત્ર્ય પર્વ પર રોશનીનો શણગારઃ જામનગરમાં સરકારી ઇમારતો જળહળી.

અબુધાબીમાં યોજાયેલ એવોર્ડ સમારોહમાં ઇવેન્ટ મેનેજમેન્ટના ત્રણ-ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ જામનગરના યુવાન પરાગ વોરાને એનાયત.

દ્વારકા જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ જામ કલ્યાણપુરમાં ઉજવાયુંઃ રાજ્યના સામાજિક ન્યાય વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારે લહેરાવ્યો તિરંગો.

જામનગર જિલ્લા કક્ષાનું સ્વતંત્રતા પર્વઃ જામજોધપુરમાં ઉજવાયો, જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના હસ્તે ધ્વજવંદન.

જામનગરમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયાએ લહેરાયો તિરંગો.

કોલકાતામાં ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના પ્રકરણમાં આક્રોશઃ  જામનગરમાં ઇટ્રા દ્વારા કેન્ડલ માર્ચ-વિરોધ.

કોલકાતામાં બનેલી ઘટનાના વિરોધમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં જુનિયર-રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલઃ ધરણા-રેલી.

કોલકાતા રેપ કેસના વિરોધમાં જામનગરમાં ખાનગી દવાખાના અને હોસ્પિટલોના શટર બંધ.

બેટ-દ્વારકા માટે રૂપિયા ૧૫૫ કરોડનો વિકાસ પ્રોજેક્ટઃ દ્વારકા કોરિડોર વિચારાધીન રખાયો.

જામનગરમાં દોડશે મેટ્રોલાઈટ અને મેટ્રોનિયમ ટ્રેનઃ તૈયાર થાય છે ડીપીઆર.

ક્રિમિલેયર મુદ્દે સુપ્રિમ કોર્ટના ફેસલા સંદર્ભે જામનગર સહિત ભારત બંધ.

બેટ દ્વારકાનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરાશે ઃ પ્રથમ તબક્કામાં રૂ.૧૫૦ કરોડ ફાળવાયા.

'નોબત' ડ્રોના વિજેતા ગ્રાહકને રોકડ પુરસ્કાર એનાયત.

જામનગરમાં પૂરના પાણી ઓસરતા ઉજાગર થઈ તારાજીઃ વાહનો તણાયા-ઈમારતોને નુકસાન, ગંદકીનું સામ્રાજ્ય.

ખંભાળિયામાં ત્રણ દિવસમાં ૩૬, ભાણવડમાં ૨૫, કલ્યાણપુરમાં ૨૪ અને દ્વારકામાં ૨૧ ઇંચ વરસાદથી જળબંબાકાર.

જામનગરમાં જળમગ્ન વિસ્તારોની સાંસદ-ધારાસભ્યો અને મેયર લીધી મુલાકાત.

વિવિધ મંદિરોમાં મધરાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડના ઉત્સવ ઉજવાયો.

જામનગર જિલ્લામાં મેઘરાજાએ અનરાધાર વરસતા બારેમેઘ ખાંગા થયાઃ ચાર દિવસમાં ૧૮ થી ૨૫ ઇંચ સુધી વરસાદ ખાબકીઓ.

ખંભાળિયામાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિને પગલે ભારે નુકસાનઃ ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા.

અતિવૃષ્ટિના કારણે મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે યોજી બેઠક.

શહેરની સાનસમા લાખેણા રણમલ તળાવમાં ભરપૂર પાણીની આવક થતા ઓવરફ્લો.

સપ્ટેમ્બર

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે બંધ થયેલા ૪૬ પૈકી ૩૩ રસ્તાઓ પૂર્વવત કરાયા.

જામનગર મનપાએ લાલપુર બાયપાસે આઠ જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા.

દ્વારકા અને ઓખા નગર પાલિકાઓને બાંધકામ મંજૂરીની સત્તા પુનઃસોપાઈ.

જામનગરમાં પ્રથમવાર જોવા મળ્યા કાળા તેતર પક્ષીઃ પક્ષી પ્રેમીઓમાં ઉત્સાહ.

જામનગરમાં વિઘ્નહર્તા દેવના સ્વાગત માટે ઠેર ઠેર પંડાલ-મંડપ સમિયાણા ઊભા કરાયા.

સપડાના સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તોની ભીડઃ રાત્રે જ પદયાત્રીઓ પહોંચ્યા.

હાપા માર્કેટીંગ યાર્ડમાં ચાઈનીઝ લસણના મુદ્દે વેપારીઓનો વિરોધ.

જેએમસી કનેક્ટ એપનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોન્ચિંગ.

જામનગરમાં દગડુશેઠ ગણેશજીને પહેરાવાઇ ૫૫૧ મીટરની પાઘડીઃ ૧૧૧૧૧ મોદક ધરાવાયા.

હાપાઃ ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રસાદી આરોગ્યા પછી ૧૦૦ લોકોને ફૂડ પોઈઝનિંગ.

રોગચાળો બેકાબુ થતા નગરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ.

બેટ દ્વારકાના દરિયા કાંઠેથી ૯૩ લાખનું ચરસ ભરેલા બે પેકેટ બિન વારસુ મળ્યા.

જામનગરમાં વોકથોનઃ મેયર, કમિશનર સહિતના પદાધિકારીઓ જોડાયા.

જામનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો. પ્રવીણ તોગડિયાની બાઈક રેલી યોજાઇ.

કલ્યાણપુરના ખાખરડામાં વૃદ્ધની હત્યાના આરોપમાં પોલીસમેનના ત્રણ દિવસના રિમાન્ડ.

પાન કાર્ડ કેન્સલ કરાવવા આવેલા આસામી પાસેથી રૂપિયા ૩૦૦૦ લાંચ લેતો દ્વારકા ઇન્કમટેક્સ ઓફિસનો ઇન્સ્પેક્ટર પકડાઈ ગયો.

જોડીયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ અપાયો.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભરતી અને બઢતીના રિક્રુટમેન્ટ રૂલ્સ મંજૂર કરાયા.

હાપા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ૧૦,૬૬૧ લાભાર્થીઓને ૨૩.૩૩ કરોડની સહાય ચૂકવાઇ.

જામનગરમાંથી પીકઅપ વાનમાંથી ઝડપાયા બીયરના ૧૯૨૦ ટિનઃ એક શખ્સ પકડાયો.

નાગેશ્વરમાં પોલીસે ઓફિસને તાળું મરાવી ચાવી લઈ લીધાનો કરાયો આક્ષેપોઃ કોળી સમાજ ખફા.

વીરપુરમાં અખિલ ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલનું પદગ્રહણ.

જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ યોજાયો.

દ્વારકા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૨,૦૦૦ થી વધુ લાભાર્થીઓને રૂ. ૩.૬૬ કરોડના લાભો અપાયા.

જામનગરમાં મેરેથોનઃ જોશભેર હજારો દોડીયાઃ વિજેતા દોડવીરોને ઇનામ અપાયા.

દ્વારકાના બરડીયા પાસે રખડતા ઢોરના કારણે અકસ્માતઃ સાતના મૃત્યુ થતા અરેરાટી પ્રસરી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફ્લેશબેક - ર૦ર૪ : ભાગ - ૨

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લો

ભાગ - ૨

એપ્રિલ

''નોબત''ની વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૪-૨૫નું ભવ્ય લોન્ચિંગ.

માર્ચ એન્ડીંગના કારણે બેંક-સરકારી કચેરીઓ રજાના દિવસે પણ ધમધમી.

દ્વારકામાં મકાનમાં આગ લાગ્યા પછી એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ.

જામનગરના રાજપૂત સમાજની બેઠકમાં કરાયો રણ ટંકારઃ 'રૂપાલાની ટિકિટ રદ કરો'.

જામનગરમાં ઉજવાયો જ્યોત્સવઃ અભિનેતા જય વિઠ્ઠલાણીની સ્મૃતિઓમાં ચિરંજીવી હોવાનો જયઘોષ.

જામનગરમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય મહિલાઓની વિશાળ રેલી.

રૂપાલાના વિરોધમાં ખંભાળિયામાં સી.આર. પાટીલ સામે કાળા વાવટા દેખાડાયાઃ સૂત્રોચાર-પ્રચંડ આક્રોશ.

ભાજપના સ્થાપના દિને જામનગરમાં નીકળી બાઈક રેલી.

જામનગરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને 'દર્શક' એવોર્ડ એનાયત.

વિચિત્ર સાયલન્સર ફીટ કરીને સીન જમાવતા બુલેટચાલક સામે પોલીસની લાલ આંખઃ અનેક દંડાયા

ખીજડા મંદિરના જીર્ણોદ્ધાર માટે ભગવાન શ્રી રાજશ્યામજીને સ્થાનાંતરિત કરાયા.

જામનગરમાં ચેટીચાંદ પર્વની ઉમંગભેર ઉજવણીઃ બાઈક રેલી, સમૂહ જનોઈ-મહાપ્રસાદી યોજાયો.

કારખાનામાંથી ૧૫ લાખના ૨૫૦૦ કિલો પિત્તળની ચોરી.

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જામનગરની ૩,૪૦૦ મહિલાઓ, બાળાઓએ મેળવી સ્વરક્ષણની તાલીમ.

વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે ભવ્ય અન્નકોટ મહોત્સવ તથા મહાઆરતી.

સચાણા પાસે મોટર સાથે ટ્રક અથડાતા ચાર યુવાનના મૃત્યુ.

ઘુતારપરમાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી માતાએ માર્યો ધુબાકોઃ ચારેયના મૃત્યુ.

જામનગરમાં આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ - રેલી યોજાઇ.

જામનગરમાં રામનવમી પર્વ ઉજવવા થનગનાટઃ ભક્તિ ફેરી યોજાઈ.

દ્વારકામાં દરિયાકાંઠેથી બિનવારસુ મળી આવ્યું ૪૪ લાખનું ચરસ.

જામનગરમાં ઘણાં વિસ્તારોમાં રસોઈ ટાકણે જ પાઈપલાઈન ગેસ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી.

જામનગરના વસંત પરિવાર સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ રદ કરવાનું હુકમ.

રામનવમીના પાવન પર્વે જામનગરમાં પંચેશ્વર ટાવર પાસેના રામ મંદિર તથા બાલા હનુમાને મહાઆરતી.

રાજસ્થાન બોર્ડર પર મોટરમાં એક કરોડ ઉપરાંતનું ડ્રગ્સ લાવી રહેલા જામનગરના ત્રણ શખ્સ ઝડપાયા.

દ્વારકામાં યોજાયો પાંચ દિવસીય શ્રી કોટી ગાયત્રી યજ્ઞઃ યજમાન પદે દ્વારકાધીશજી.

ખંભાળિયામાં રામનવમીના પર્વે નીકળી ભવ્ય શોભા યાત્રાઃ ઠેર ઠેર થયું ભવ્ય સ્વાગત.

ખંભાળીયાની ઘી નદીમાં છવાયેલી ગાંડી વેલ બની પશુઓ માટે મૃત્યુની વેલ.

છોટીકાશીમાં રામનવમી પર્વે ભવ્ય રામસવારીઃ ઐતિહાસિક જનમેદની ઉમટી.

'નોબત' વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ ઇનામના ભાગ્યશાળી વિજેતાને ચેક અર્પણ કરાયો.

જામજોધપુરઃ મહિલાને રકમ માટે ખોટા દાગીના પધરાવી ૧૧ લાખની છેતરપિંડી

છોટીકાશીમાં હનુમાન જયંતી પર હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર.

નગરમાં હાટકેશ્વર જયંતીની ભવ્ય ઉજવણીઃ શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

જામનગરમાં ગુજરાત ઓપન કરાટે ટુર્નામેન્ટ યોજાઈ.

જી.જી. હોસ્પિટલના બે ડોક્ટરો તથા ચાર નર્સને નવજાત શિશુ માટે સ્પેશિયલ ફેલોશીપ મંજૂર.

મે

ભાણવડના મોડપર પાસે સરકારી જમીનમાં ઝડપાયુ ગેરકાયદે માટી-મોરમનું ખોદકામ.

એનજીઓના સહયોગથી મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ.

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમનઃ ચૂંટણી વિજય વિશ્વાસ સભામાં સંબોધન કર્યું.

જામનગરમાં મહાપ્રભુજીના ૫૪૭ મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, શ્રી મોટી હવેલીથી પ્રભાત ફેરી તથા મહાપ્રભુજીની બેઠકે પાલખીયાત્રા યોજાઈ.

ખંભાળિયામાં ઉજવાયો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રાગટ્ય.

જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણીઃ પ્રમુખ પદે ગિરીશભાઈ ગણાત્રા.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું જામનગર જિલ્લાનું ૯૦.૩૪% અને દ્વારકા જિલ્લાનું ૮૬.૪૬ ટકા પરિણામ.

અખાત્રીજના પાવન દિવસે જામસાહેબના હસ્તે નિર્માણાધીન મંદિરનો શિલાન્યાસઃ જામનગરના પ.નવતનપુરીધામ ખીજડા મંદિરનું થશે નવનિર્માણ.

છોટીકાશીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતીની ઉજવણીઃ શોભાયાત્રા નીકળી.

ધોરણ ૧૦નું જામનગર જિલ્લાનું ૮૨.૩૧% અને દ્વારકા જિલ્લાનું ૭૯.૯૦ ટકા પરિણામ.

બાલાચડી સૈનિક સ્કૂલના બે વિદ્યાર્થી સાથે બેન્ડ માસ્ટરે કર્યા અડપલાઃ ધરપકડ.

હાલારમાં માવઠુંઃ ઠેર ઠેર કરા સાથે વરસાદ.

સ્માર્ટ મીટર નાખવાની જોહુકમી સામે ઉઠતો ઉગ્ર વિરોધ વંટોળ.

જામનગર લોહાણા મહાજનના પ્રમુખ પદે ભરતભાઈ મોદી સહિતની નવી ટીમની સર્વાનુમતે વરણીઃ ચેતનભાઇ માધવાણી બન્યા ઉપપ્રમુખ.

જામનગરની કૃતિકા ખીરાનું હિન્દી ફિલ્મમાં પદાર્પણ.

જામનગરમાં ગેમઝોન, વિડીયો પાર્લર, મનોરંજન મેળાઓનું સઘન ચેકિંગ.

ખંભાળિયા અને સલાયા પંથકમાં તરખાટ મચાવતી કુખ્યાત ચોર ગેંગના નવ સામે નોંધાયો ગુજસીટોક.

ખંભાળીયા માર્ગ પર વસઈ પાસે બાઈકને ટ્રકની ટક્કરઃ માતા-પુત્રીના મૃત્યુ.

સ્થાનિક જળસ્ત્રોત ખૂટતા યાત્રાધામ દ્વારકા અને લાંબા ગામમાં પાણીની થીવ્ર તંગીઃ લોકોની હાલત દયનીય.

જામનગરમાં ગેમઝોન, વીડિયો પાર્લર, મનોરંજન મેળાનું કરાયું સઘન ચેકીંગ.

જામનગરના જાણીતા ડેન્ટલ સર્જન મેહુલ ખાખરીયાને આઈ.સી.ઓ.આઈ. દ્વારા ફેલોશિપ તથા માસ્ટરની ડિગ્રીથી નવાજાયા.

ફાયર એનઓસી નહીં હોવાથી જામનગરમાં હોટલ, સ્કૂલ, હોસ્પિટલ વગેરે મળી ૯૧ મિલકતોને સિલ.

જૂન

જામનગરના સાત ખેલાડીની સૌરાષ્ટ્રની અંદર -૧૯ ના સિલેક્શન કેમ્પ માટે પસંદગી.

જામનગરમાં તળાવ બુરી દેવાનું કારસ્તાનઃ કોંગ્રેસનો વિરોધ.

ફાયર તેમજ બી.યુ. સર્ટી. ના મુદ્દે જામનગરમાં ૧૪ સ્કૂલ અને ૨૧ ટ્યુશન ક્લાસીસ કરાયા સીલ.

જામ્યુકોને એડવાન્સ ટેક્સ વળતર યોજના ફળીઃ રૂ. ૨૬.૮૮ કરોડની આવક મળી.

ખંભાળિયામાં નગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની વ્યવસ્થામાં ભયંકર ભ્રષ્ટાચારની બૂ.

જામનગરમાં ૧૫ જેટલા ગ્રાહકના જૂના મીટરો સામે સ્માર્ટ વીજ મીટરના રીડિંગ સરખાઃ પીજીવીસીએલનો દાવો.

જામનગરના લાખોટા તળાવને હુડકો- ન્યુ દિલ્હી દ્વારા મળ્યું પ્રથમ ક્રમાંકનું ઇનામ.

ખંભાળિયાનો કેનેડીપુલ જર્જરીત હોવાથી ચોમાસામાં બંધ કરાયોઃ લોકોને હાલાકી.

જામનગરની હરિયા કોલેજમાં યોજાયેલી મત ગણતરી દરમિયાન ભોજનમાં બગડેલું શાક પીરસાતા દોડધામ.

ખંભાળિયા,રાવલ, ઓખા, ભાણવડ, સલાયામાં ફાયર સેફટી અંગે સઘન ચકાસણીઃ દ્વારકામાં ૨૦૦ ને નોટિસ.

જામનગરની સાધના કોલોનીમાં બે જર્જરીત ઇમારતોના ૨૪ ફ્લેટનું ડિમોલિશન કરાયું.

દ્વારકાના જગત મંદિરનો રૂપિયા ૧૮ કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર થશે. શિખરનું કરાયું સ્ક્રિનિંગ.

વરવાળા પાસે ૧૬ કરોડ ઉપરાંતના ઝડપાયેલા ડ્રગ્સને લઈને ઉંડી તપાસ શરૃઃ સઘન ચેકિંગ.

ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમના પાકિસ્તાન સામે ભવ્ય વિજયની જામનગરમાં ઉજવણી.

કાલાવડના નિકાવા ગામમાં લેન્ડ ગ્રેમીંગનો ગુન્હો નોંધાયો.

મીઠાપુર પાસેથી ૧૧ કરોડનું મળ્યું બીનવારસુ ડ્રગ્સ.

બર્ધનચોકમાં દબાણ હટાવ ઝુંબેશઃ પથારાવાળા દૂર કરાયા પરંતુ થોડીવારમાં જ દબાણો યથાસ્થાને.

દ્વારકાના વાંચ્છુ-બરડીયાના દરિયાકાંઠેથી મળી આવ્યા ડ્રગ્સના બિનવારસુ ૬૦ પેકેટ.

દ્વારકા પોલીસે નવ દિવસમાં પકડી પાડ્યો રૂપિયા ૬૧ કરોડનો ડ્રગનો જથ્થો.

જી.જી. હોસ્પિટલમાં યુવાનની થયેલી હત્યાના ચાર આરોપીને દબોચાયા.

જામનગરના ધરારનગરમાં આઠ માળીયા આવાસમાં યુવાનની હત્યા પછી તપાસનો ધમધમાટ.

જામનગરની મોદી સ્કૂલમાં ઈલેકટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટથી આગઃ દોડધામ.

રણમલ તળાવમાં બુરાણ નહીં પણ ખોદાણ થતા એક કરોડ લીટરનું વધશે જળસંગ્રહઃ મ્યુનિ. કમિશનર.

જામનગરના રણજીતસાગર ડેમમાં મજારનું ગેરકાયદે બાંધકામ હટાવી દેવાયુંઃ સાધન- સામગ્રી જપ્ત.

'મહારાજ' ફિલ્મના પ્રદર્શન સામે વૈષ્ણવ સમાજ આકરા પાણીએ.

જામ્યુકોની સામાન્ય સભા હાકલા-દેકારા વચ્ચે સંપન્ન.

અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ બનતા જીતુભાઈ લાલ.

૧૪૦૪ આવાસ યોજનાના જર્જરીત મકાનોના ડિમોલિશનનો રહેવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ.

જામનગરમાં તળાવની પાળે યોગ દિવસની ઉજવણીઃ ધારાસભ્ય, ડેપ્યુટી મેયર,મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટરો વિગેરે જોડાયા.

અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ પદે વરાયેલા જીતુભાઈ લાલનું ભવ્ય સ્વાગત કરાયું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફ્લેશબેક - ર૦ર૪ : ભાગ - ૧

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લો

ભાગ - ૧

જાન્યુઆરી

ઉત્સવપ્રેમી જામનગરીઓ-યુવાઓ દ્વારા મનભરીને થર્ટીફર્સ્ટ નાઈટની ઉજવણી.

સાયન્સ સિટીમાં યોજાયેલ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈટ્રા અને જીબીઆરસી વચ્ચે થયા એમઓયુ.

થર્ટીફર્સ્ટ તથા પૂર્વ સંધ્યાએ શહેર-જિલ્લામાં પોલીસનું સઘન ચેકીંગ

નગરમાં નવા વર્ષના પ્રારંભે ત્રણ સ્થળે યોજાયા સામૂહિક સૂર્યનમસ્કાર.

જામનગરમાં ઘાંચીની ખડકીથી ટીટોડીવાડી સુધી ર૩ મીટરના રોડનું ડિમોલીશન.

રાણ ગામમાં ખૂલ્લા બોરમાં સરકી પડેલી બાળકી એન્જલનું મૃત્યુ.

જામનગરના આંગણે પાંચમો ટેક-ફેસ્ટ-ર૦ર૪ યોજાયો.

નગરની ટેબલ ટેનિસ ખેલાડીનો ૩૦ વર્ષે એસજીએફઆઈ ટીમમાં સમાવેશઃ રાષ્ટ્રીય કક્ષાએ કર્યું પ્રતિનિધિત્વ

રાષ્ટ્રીય કક્ષાની માનસિક અંકગણિતની સ્પર્ધામાં નગરની અલોહા એશ્યોર એકેડમીના ૪પ વિદ્યાર્થીઓ ઝળક્યા.

જામનગરમાં ડોર-ટુ-ડોર કચરો એકઠા કરતા કર્મચારીઓની અચાનક અચોક્કસ મુદ્તની હડતાલઃ તમામ કામગીરી ઠપ્પ.

ગઢવી સમાજના આઈશ્રી સોનલ માતાજીના શતાબ્દી વર્ષની હાલારમાં ઉજવણીઃ ઠેર-ઠેર શોભાયાત્રા યોજાઈ

વિદેશમાં રહેતા ર૯ના બેંક એકાઉન્ટમાંથી પોણાછ કરોડ, બે ભત્રીજાએ ગુપચાવ્યાઃ બન્નેની ધરપકડ

જામનગર જિલ્લા પોલીસવડાના હુકમનો અનાદર કરનાર પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ

આઈશ્રી સોનલ શતાબ્દી મહોત્સવ નિમિત્તે દ્વારકાના જગતમંદિરે ગઢવી સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણઃ ભવ્ય શોભાયાત્રા

દ્વારકામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હેઠળ ૧૪ દેશ અને ભારતના બે રાજ્યના પતંગબાજો જોડાયા

ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કેન્દ્રનો સંતો-મહંતોના હસ્તે શુભારંભ

જામનગરમાં બજરંગી કારસેવકો પ્રેરિત કળશ પૂજનનો ૬ દિવસીય જાહેર કાર્યક્રમ યોજાયો

જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ પવિત્ર અક્ષત કળશનું ધાર્મિક વિધિથી કર્યું પૂજન

જામનગરઃ જીગ્નેશ દાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્ન

'નોબત' પરિવાર તરફથી ચેતનભાઈ માધવાણીએ કર્યું પવિત્ર અક્ષત કળશનું પૂજન

માધવાણી પરિવારના આંગણે પૂ. જીગ્નેશ દાદાની પધારમણી

હાલારમાં ઉમંગભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

જામનગરના ગાંધીનગર મોક્ષ મંદિરને રિલાયન્સ તરફથી વાતાનુકુલીન-આધુનિક શબ પેટી અર્પણ

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણીઃ ૩પ૧ બોટલ લોહી એકત્ર કરાયું

જામનગર સાંધ્ય દૈનિક 'નોબત'ના પત્રકાર ગુણવંત જોષી (ગુરૂ) નું નિધન

બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીજીએ કર્યા ભગવાન દ્વારકાધીશના દર્શન

જામનગરમાં ગુરૂ ગોવિંદસિંઘની જન્મ જયંતી નિમિત્તે ગુરૂદ્વારામાં શબ્દ કીર્તન, કથા, લંગર યોજાયા

ખંભાળિયામાંથી નશાકારક ૫૦૦ ટેબલેટ સાથે નગરપાલિકાના ડ્રાઇવરની અટકાયત

ધ્રોલમાં હડકાયા શ્વાને ૨૪ કલાકમાં ૨૮ ને બચકા ભરી લેતા પ્રસરીયો ભય

શિવરાજપુર બીચમાં અન્ડરવોટર ભગવો લહેરાવતી દ્વારકાની જોડીયા બહેનો.

જામનગરમાં નવાનગર નેચર ક્લબ દ્વારા યોજાયેલ સાયક્લોથોનઃ મ્યુનિસિપલ કમિશનરે કરાવ્યું પ્રસ્થાન.

યાત્રાધામ દ્વારકા બન્યું રામમયઃ જગત મંદિર સહિત કૃષ્ણ નગરીમાં ભગવાન શ્રીરામના વધામણા.

જામનગર હિન્દુ સેના દ્વારા રામરથ સાથે વિશાળ બાઈક રેલીઃ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા.

જામનગરમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોઃ જિલ્લો રામમયઃ મહાનુભાવો જોડાયા.

છોટીકાશીના પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં ઉજવાયો અયોધ્યા ધર્મોત્સવઃ હજારો ભક્તોએ કર્યા દર્શન.

અયોધ્યામાં રામ મહોત્સવ પ્રસંગે જામનગરના સત્યસાઈ વિદ્યાલયમાં ૧૫૧૧૧ દીવડા પ્રગટાવાયા.

એચ. જે. લાલ પરિવારના યજમાન પદે મહા સોમયાગ તથા વિષ્ણુ ગોપાલ મહાયાગનો શુભારંભઃ ભવ્ય કળશયાત્રા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જામનગરની સરકારી ઇમારતો ઝળહળી.

અયોધ્યાથી પરત આવેલા ધારાસભ્ય રિવાબાનું  જામનગરમાં વિશાળ બાઈક રેલી થી ભવ્ય સ્વાગત કરાયું.

જોડીયામાં ઉજવાયું જામનગર જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વઃ જિલ્લા વિકાસ અધિકારીએ ફરકાવ્યો તિરંગો.

જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે મેયર વિનોદભાઈ ખીમસુરીયાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી.

ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર મેયર ઇલેવન વિજય.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે જી.ટી.પંડયાની નિમણૂક.

ફેબ્રુઆરી

જામનગરમાં કલેકટર તરીકે બી.કે. પંડયાની નિમણૂક.

જામનગરમાં રોગચાળો વકર્યોઃ માત્ર જી.જી.હોસ્પિટલમાં જ દરરોજની ૩૫૦૦ દર્દીની ઓપીડી.

જામનગરના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા રખડતા કૂતરાની સમસ્યા સંદર્ભે સ્વાન સાથે મનપામા પહોંચ્યા.

જામનગર પત્રકાર મંડળ અને વોલેન્ટરી બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયોઃ ૩૦૦ થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું.

હાપા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ ૧૪ ઉમેદવારોનો વિજય.

ખંભાળિયા તથા ભાડથર ગામમાંથી કહેવાતા આયુર્વેદિક કેફી પીણાની ૩૯૦૦ બોટલ મળી.

મોટી ખાવડીમાં રિલાયન્સ મોલમાં વિકરાળ આગ લાગી.

જામનગરમાં પર્યાવરણ જાગૃતિ અને ફિટનેસના સંદેશ સાથે સાઇકલોફનઃ ૧૨૦૦ થી વધુ લોકો જોડાયા.

બરડા ડુંગરમાં કાનમેરાનેસના જંગલમાં રાત્રે ભભૂકી આગઃ સેંકડો વૃક્ષ બળીને ખાખ.

જામનગરમાં હજારો કૂતરા સામે મનપા દ્વારા માત્ર ૯૧૬ નું થયું ખસીકરણ.

જી.જી. હોસ્પિટલને એમ.પી. શાહ મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રૂ. ૧.૬૦ કરોડના મશીનનું દાન.

જી.જી. હોસ્પિટલ પરિસરમાં રૂપિયા ૫૭૫ કરોડના ખર્ચે બનશે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ.

આઈએનએસ વાલસુરામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો.

જામનગરમાં વડાપ્રધાનને આવકારવા માટે લાઇટિંગનું શણગાર કરાયો.

જામનગરમાં ૪૮૦૦૦ ચોરસ મીટર જમીન પર  રૂપિયા ૨૧ કરોડના ખર્ચે જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થશે.

દિગજામ સર્કલથી ઓશવાળ સેન્ટર સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શોઃ છોટીકાશીના નગરજનોએ ઉમળકાભેર આવકાર્યા.

વડાપ્રધાને સમુદ્રમાં સાહસિક સ્કૂબા ડાઈવીંગ કરી ડૂબેલી દ્વારકાના કર્યા દર્શનઃરોમાંચક દૃશ્યો.

વડાપ્રધાને જગત મંદિરના દર્શન કરી શંકરાચાર્યજીના મેળવ્યા આશીર્વાદઃ સુદામા સેતુ નિહાળીઓ.

જામનગરના ખ્યાતનામ રંગકર્મી તથા અભિનેતા જય વિઠલાણીની ચિરવિદાયથી કલાજગત શોકમય.

અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગ સેરેમનીમાં સેલિબ્રિટીઝ તથા મહાનુભાવોનો જમાવડો.

માર્ચ

પૂ. વ્રજકુમારજીના સાનિધ્યમાં હોલી રસિયા ઉત્સવ યોજાયોઃ વૈષ્ણવો થયા ભક્તિરસમાં તરબોળ.

અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીનો જામનગરમાં પ્રારંભઃ જશ્નનો માહોલ.

જામનગરમાં રૂપિયા ૫૨૦ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રિના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન.

જામનગરમાં મીલેટ એક્સપોમાં વિવિધ સ્ટોલની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ઉજવાયો દશાબ્દી પાટોત્સવ.

જામનગરની યશ્વિ સાતાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં નવ ગોલ્ડ સહિત કુલ ૧૧ જેટલા પુરસ્કાર એનાયત. તબીબ દંપતીની પુત્રીએ વધાર્યું જામનગરનું ગૌરવ.

સાંસદ પરિમલ નથવાણીએ 'નોબત'ની શુભેચ્છા મુલાકાત લીધી.

મહાશિવરાત્રિ પર્વે આશુતોષ ભોળાનાથના છોટી કાશીના શિવાલયોમાં ઉમટ્યા ભક્તજનો.

મહાશિવરાત્રિ પર્વે છોટીકાશીમાં નીકળી ભવ્ય શિવ શોભાયાત્રાઃ ઠેર ઠેર સ્વાગતઃ ભક્તિ ભાવ ઉભરાયો.

સલાયામાં જૂના રેલવે સ્ટેશન પાસે ખડકાયેલા દબાણો હટાવવા ડિમોલિશનઃ રેલવેની ૯૦૦ મીટર જગ્યામાં ઊભા થયા હતાં ૬૦ મકાન.

સૌરાષ્ટ્રના ડોક્ટર વિજય સાતાની ગુજરાત ઓર્થોપેડિક એસો.ના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી.

જામનગરના અધિક્ષક ઇજનેરના ઘરે લગાવાયું પ્રથમ સ્માર્ટ મીટર.

બેડીમાં ૬ બંગલા સહિતના દબાણો માટે ઓપરેશન ડિમોલિશન શરૃઃ એનઆરઆઈની જમીન તથા સરકારી જમીન પર સાયચા ગેંગના છે દબાણ.

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા પદયાત્રિઓનો પ્રવાહ. ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ.

જામખંભાળિયા અને દ્વારકા વચ્ચે ધમધમતા સંખ્યાબંધ સેવા કેમ્પોમાં પદયાત્રિઓની સેવા સરભરા.

જામનગરની શ્રી મોટી હવેલીમાં હોળી પૂર્વે પરંપરાગત રીતે ઉજવાયો રાળ ઉત્સવ.

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ સંદર્ભે જિલ્લા પોલીસનો એક્શન પ્લાનઃ ૧૧૦૦ પોલીસકર્મી કરાયા તૈનાત.

જામનગરના આંગણે ડબલ્યુએચઓના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેક્ટરની પ્રથમ ટેકનિકલ સંકલન બેઠક પૂર્ણ.

દ્વારકા જગત મંદિરમાં ત્રણ દિવસમાં ૫.૬૪ લાખથી વધુ ભક્તોએ માણ્યો ફૂલડોલ મહોત્સવ.

હાલારમાં રંગોત્સવઃ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

જામનગરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા યોજાયો હોલિકા દહનનો વિરાટ કાર્યક્રમ.

નગરસેવિકાના પતિએ ઇજનેરનો બોચો પકડી મહિને એક લાખના હપ્તાની કરી માંગ.

જામનગરમાં ખોડલધામ સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસ સાથે માં ખોડલના અલૌકિક લાપસી મનોરથની ઉજવણી.

ખટીયા-બેરાજામાં ભરડીયામાંથી ઝડપાઈ રૂ. ૧.૪ર કરોડની વીજચોરી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh