બરડા ડુંગરના અનમોલ આભૂષણ સમા સોનકંસારીના મંદિરોની અવદશા માટે જવાબદાર કોણ? છે જવાબ?

ઘુમલીના મંદિરો એક નહીં, ૬ થી ૭ શૈલીથી બન્યા છે, જે દેશમાં અજોડ છેઃ

ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘુમલી બરડા ડુંગરમાં અણમોલ ઐતિહાસિક ઘરેણા સમા સોન કંસારીના મંદિરોની અવદશાનું જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પાસે બરડા ડુંગરની ગોદમાં આવેલા ઐતિહાસિક સોન કંસારીના મંદિરો જે ઐતિહાસિક ઘરેણા છે તે સાર સંભાળના અભાવે ખંઢેર જેવી સ્થિતિમાં થઈ ગયા છે તથા લુપ્ત થઈ જવાના આરે છે.

પ્રાચીન સમયથી મંદિરોમાં વિવિધ શૈલીઓમાં મંદિરો બનાવાતા હતા પરંતુ ઘુમલી બરડા ડુંગરમાં આવેલા સોન કંસારીના મંદિર એક નથી સમૂહો છે ઢગલાબંધ મંદિરો પર્વત ઉપર આવેલા છે. જેમાં જુદી જુદી છ થી સતા શૈલીઓમાં રચનાઓ થયેલી છે જે ભારતમાં એક માત્ર ઘુમલી સોન કંસારીના મંદિરોમાં જ છે!!

સામાન્ય રીતે મંદિર એક શૈલીમાં બનતા હોય છે જેમકે આધુનિક અયોધ્યાનું રામ મંદિર નગર શૈલીમાં બનેલું છે. નાગર, રોમન, બૌદ્ધ, પેગાડા, પિરામીડ જેવી અનેક વિશેષતાઓ તથા શૈલીના પ્રાચીન મંદિરો પ્રસિદ્ધ છે પરંતુ નિષ્ણાતોના કહેવા મુજબ સોનકંસારીના મંદિરોમાં પ્રાચીન ૬ થી ૭ શૈલીના મંદિર છે જે સમગ્ર ભારતમાં કયાંય એક સ્થળે નથી!! હાલ એકવીસમી સદી ચાલે છે ત્યારે છઠ્ઠી થી ચૌદમી સદીના આ મંદિરો અદ્દભૂત પ્રાચીન ધરોહર સમાન છે પણ ઈતિહાસના પાને 'ગૂમનામ' સ્થિતિમાં છે.

ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન પાસેથી પર્યટન વિભાગે શીખવા જેવું છે. નાનકડું શિલ્પ સ્થાપત્ય હોય તો પણ તેને હેરીટેજ લૂક આપીને રાજસ્થાનમાં હજારો પ્રવાસીના આકર્ષણનું સ્થળ બની જાય છે ત્યારે ભાણવડના ઘુમલીના સોન કંસારીના મંદિરો છઠ્ઠી સદીથી ઈતિહાસનું મહત્ત્વ ધરાવતા ઐતિહાસિક અને શૈલીઓમાં વિશિષ્ટ હોવા છતાં પણ ભાગ્યે જ લોકો ત્યાં જાય છે કે પહોંચી શકે છે કેમ કે ત્યાં સુધી જવા કોઈ રસ્તો જ નથી અને જંગલની પગદંડી જેવો રસ્તો ત્યાં જાય છે. ભીમનાથ જતાં યાત્રિકો ત્યાં જતાં કયારેક આ મંદિરોમાં જાય છે. પણ અફસોસ દુઃખી થાય છે કેમ કે વર્ષો જુના ઐતિહાસિક ધરોહર સમાન આ મંદિરો હાલ જર્જરીત પડી જવા, તૂટી જવા કાટમાળમાં ફેરવાઈ જવા સતત ટાઢ ગરમી વરસાદની તિરાડો પડવી, વૃક્ષો તેમાં ઉગી જવાની સ્થિતિમાં છે!! એક સમય એવો આવશે કે કાળની થપાટોથી આ જર્જરીત મંદિરો લુપ્ત થઈ જશે જો તેની જાળવણી અને જીણોદ્ધાર નહીં થાય તો!!

તાજેતરમાં બરડા ડુંગરમાં જંગલ સફારીનું નવું આકર્ષણ શરૂ થયું છે જે ખૂબ જ પ્રચલિત થયું છે ત્યારે અહીં સુધી રસ્તા અથવા ઉંટ સવારીથી પહોંચવાની વ્યવસ્થા સાથે મંદિર જીર્ણોદ્ધાર થાય તો પ્રાચીન ધરોહર સચવાઈ અને આવતી પેઢીને તેના ગૌરવની જાણ થાય તથા લોકોને ત્યાં જવાનો મોકો મળે કેમ કે સામાન્ય રીતે કસરત કે ચાલવાનો અનુભવ હોય તે જ આ ટ્રેકીંગ જેવા રસ્તામાં જઈ સોન કંસારી પહોંચી શકે છે ત્યારે વર્ષોથી  ઉપોનીત સ્થિતિના આ પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર સાથે લોકો ત્યાં પહોંચે તેવી વ્યવસ્થા થાય તેવી પ્રચંડ લોક માંગ ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગર નજીક અશ્વ પાલનનું આદર્શ ઉદાહરણ એટલે રાજલ સ્ટડ ફાર્મ

સારા અશ્વની કિંમત ઓડી કે મર્સિડીઝ કારથી પણ વધુ હોય છે

ઘોડેસવારી એ રાજવી શોખ છે એમ કહેવાય છે પરંતુ પહેલાનાં સમયમાં ઘોડેસવારી પરીવહનનું પણ અગત્યનું માધ્યમ હતું. આધુનિક સમય પહેલાં જંગમાં ઘોડાઓની અગત્યની ભૂમિકાઓ હતી. હાર-જીત કે જીવન-મરણ ઘોડાઓ પર આધારીત હતાં. મહારાણા પ્રતાપનાં ઘોડા ચેતકની વીરતા અને બલિદાન ઇતિહાસમાં અમર છે ત્યારે વર્તમાનમાં ઘોડાઓનો ઉપયોગ મહદ્અંશે ફક્ત ઘોડાગાડી પૂરતો સિમિત રહી ગયો છે એ ખરેખર તો વિધિની વક્રતા જ કહી શકાય.

આવા વિપરીત સંજોગોમાં જામનગરથી ૩૦-૩૫ કિ.મી. દૂર રાજકોટ હાઇ-વે પર સોયલ ટોલનાકા નજીક ખીજડીયા રવાણી ગામે આવેલ 'રાજલ સ્ટડ ફાર્મ' અશ્વ પાલનની પ્રવૃત્તિના પ્રેરક ઉદાહરણરૂપ કહી શકાય એમ છે. મિલનભાઇ કારીયા તથા ભાવનાબેન કારીયા (કારીયા  દંપતી) તેમજ છત્રપાલસિંહ જાડેજાના સંયુક્ત સોપાન સમાન રાજલ સ્ટડ ફાર્મની 'નોબત'ની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 'નોબત' પરિવારનાં દર્પણભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય દ્વારા ફાર્મનાં સંચાલકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

મિલનભાઇ કારીયા અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝમાં ડાયરેક્ટર છે તથા ભાવનાબેન ડિજીટલ ક્રિએટર છે. ભાવનાબેન બી.કોમ., એલ.એલ.બી., જર્નાલીઝમ તથા બી.એડ. સહિતની ડિગ્રીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રનો પણ બહોળો અનુભવ ધરાવે છે. અશ્વ પાલનને તેઓ પોતાનાં પેશન તરીકે ઓળખાવે છે. જ્યારે છત્રપાલસિંહ જાડેજા એક સારા ફોટોગ્રાફર પણ છે. આ અલગ અલગ ખૂબીઓ ધરાવતા લોકોનાં અશ્વ પાલનનાં કોમન પેશને તેમને પાર્ટનર બનાવ્યા અને સાકાર થયું 'રાજલ સ્ટડ ફાર્મ'...

સંવાદ દરમ્યાન ભાવનાબેન જણાવે છે કે આરંભમાં ફાર્મની શરૂઆત ૩ અશ્વથી થઇ હતી. આજે ફાર્મમાં કુલ ૧૧ અશ્વ છે. જેમાં ઘોડા-ઘોડી તથા વછેરાઓનો પણ સમાવેશ થાય છે. મારવાડી પ્રજાતિના વખણાતા અશ્વ પણ અહીં છે.

પરમરાજ નામનો અશ્વ ગત વખતે પુષ્કર મેળામાં દાંત વગરનાં ઘોડાઓની સ્પર્ધામાં ટોપ-૧૦ માં આવ્યો હતો જ્યારે આ વખતે તે ફરી પુષ્કર મેળામાં મેદાન ફતેહ કરવા સજ્જ છે.

પરમરાજની પ્રજાતિ કે કુળ વિશે છત્રપાલસિંહ વિગતે વાત કરે છે તથા સારી પ્રજાતિનાં અને આંબો અર્થાત કોનું સંતાન છે વિગેરે માહિતીવાળા અશ્વની કિંમત ખૂબ ઉંચી હોવાનું જણાવ્યું હતું. વર્તમાનમાં પરમ રાજ જેવા સારી પ્રજાતિનાં અશ્વની કિંમત ઓડી કે મર્સિડીઝ જેવી પ્રિમીયમ કાર કરતા પણ વધુ હોય છે. ઘણાં લોકો કરોડપતિ બનવા માટે જ 'અશ્વ પાલન' કરે છે તો અમૂક લોકો પેશનને કારણે આ પ્રવૃત્તિ કરે છે.

આર્થિક પરીબળોથી આકર્ષાય અશ્વપાલન કરતા કે ઘોડાઓનો કોમર્શીયલ ઉપયોગ કરતા લોકો ઘોડા સાથે ક્રૂરતા કરતા પણ જોવા મળતા હોય છે એ અટકાવવા ભાવનાબેન ખાસ જાગૃતિ કાર્યક્રમ ચલાવે છે. કાંટાવાળી બીટનો ઉપયોગ નહીં કરવાનાં અનુરોધ સાથે ઘણી વખત ફ્રી માં બીટનું વિતરણ પણ કરે છે. ઉપરાંત 'ઇન્ડીજીનસ હોર્સ મિડીયા' નામથી યૂટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં અશ્વ પાલનને લગતી તમામ માહિતી મળી રહે છે.

રાજલ સ્ટડ ફાર્મ દ્વારા બ્રીડીંગની સુવિધા પણ આપવામાં આવે છે. 'નોબત' ની ટીમ દ્વારા ફાર્મ પર વિવિધ પ્રજાતિનાં ઘોડાઓને નિહાળી તેમની વિશેષતાઓ જાણી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પક્ષીઓની અનોખી દુનિયાઃ માઈગ્રેશન કરી જીવન ટકાવી રાખે છે

પક્ષીઓ દર વર્ષે હજારો કિલોમીટર અંતર કાપીને દૂર દૂર સુધી પ્રવાસ કરે છે.લાખો પક્ષીઓ આ પ્રવાસ માં જોડાય છે. આપણા દેશ માં પણ ખૂબ પ્રવાસી પક્ષીઓ આવે છે અને પોતાની સીઝન પૂરી થતાં પાછા જતા રહે છે.રશિયા, આફિકા, યુરોપ, મધ્ય એશિયા અને બીજા ઘણા સ્થાનો પરથી દર વર્ષ દરમિયાન આપણાં મહેમાન બને છે. આવી જ રીતે ગુજરાત પણ પક્ષીઓનું હોટસ્પોટ બને છે.

દરેક વર્ષે આવતા પક્ષીઓ જામનગરના આકાશ માં પણ ખૂબ મોટી રંગોળી પુરે છે. કેમ કે ખુબ બધા કલર, આકાર, અને પ્રજાતિઓ નાં પક્ષીઓ જામનગર આવે છે.

મહેમાનો જામનગરના જલપ્લાવિત વિસ્તારો જેવાકે ખીજડીયા પક્ષી અભયારણ્ય , લાખોટા તળાવ, ઢિચડા તળાવ, જામનગર માં આવેલા લાંબા અને સમૃદ્ધ દરિયા કિનારા, દરિયા ની નજીક આવેલા મીઠા નાં અગરિયા તેમજ રણજીતસાગર જેવા અનેક ડેમ વિસ્તારો માં આરામથી વિહરતા જોવા મળી જતા રહે છે. જામનગર માં ખુબ લાંબો દરિયા કિનારો આવેલો હોવાથી પક્ષીઓ સહેલાઈ થી રહે છે. આ ઉપરાંત જામનગર માં આવેલા મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા અભયારણ્ય પક્ષીઓ માટે આખા દેશ માં સ્વર્ગ સમાન છે.

૩૫૦ થી વધારે પ્રજાતિઓનાં પક્ષી જામનગર માં નોંધાયેલા છે. ગ્રેટ વ્હાઇટ પેલિકન, ઇન્ડિયન સ્કિમર,ક્રેબ પ્લોવર, ગ્રેટ નોટ, રેડ નોટ, કોમન ક્રેન, આ બધાં પક્ષીઓ ખુબ આકર્ષણ જગાવે છે.

(પક્ષીઓનું માઇગ્રેસન કરવાનું કારણ...)

સામન્ય રીતે પક્ષીઓ માઇગ્રેસન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરતા હોઈ છે. ઉદાહરણ તરીકે કોઈ એક તાપતાંલ એટલે કે બતક ની પ્રજાતી છે કે જે રશિયા દેશ માં રહે છે ત્યાં માળાઓ બનાવે છે હવે બધા જાણતા હશે કે રશિયા માં ઠંડી ની સીઝન એટલી સખત હોઈ છે કે જે બતકો ને ભોજન માટે નદી, તળાવો જેવા વિસ્તારો માં નિર્ભર રેહવું પડે છે તે તળાવો થીજી જતા હોઈ છે. એના કારણે ત્યાં ભોજન મળવું અશક્ય જેવું બની જતું હોઈ છે. આમ ભોજન ની ઉણપ દૂર કરવા તે લાંબા પ્રવાસ કરી ભારત માં આવે છે. કેમ કે ભારત માં હજી વરસાદ ની સીઝન પૂરી થય હોઈ અને જળપ્લાવિત વિસ્તારો ભોજન થી ભરપૂર મળે છે. અને રશિયા ની સરખામણીમાં ભારત માં એટલી ઠંડી નથી પડતી.  તો આમ આ પક્ષીઓ ભારત અને જામનગર માં આવે છે. આવી જ રીતે બીજા કારણો જવાબદાર હોઈ છે જેમ કે કોઈ વિસ્તારો માં શિકારી પક્ષીઓ કે શિકારી પ્રાણીઓ થી બચવા પણ ત્યાં થી ઉડી ને દૂર જતા હોઈ છે. એક પક્ષી જે જામનગર આવે છે તેનું નામ છે ૈંહઙ્ઘૈટ્ઠહ જીૌદ્બદ્બીિ કે જેને જળહળ કહેવાય છે. આ પક્ષીઓ આપણા જ દેશ માંથી એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ નાં ચંબલ નદી કિનારાના વિસ્તારોમાં અને નદીઓમાં પાણી જ્યારે ઓછું થાય ત્યારે નાના નાના ટાપુઓ બને છે તેમાં માળાઓ બનાવે છે. હવે માળાઓ બનાવવાની સીઝન પછી ત્યાં નદીઓમાં વરસાદ નાં લીધે પાણી ની પુષ્કળ આવક હોઈ છે તો ટાપુઓ ડૂબી જતાં હોઈ છે હવે આવી પરિસથિતિમાં પક્ષીઓ ને બેસવાનું પ ણ મૂશ્કેલ બને છે તો ત્યાં થી આ પક્ષીઓ માઇગ્રેસન કરી દેશ નાં ઘણા સ્થાનો ઉપર જતાં રહે છે અને એક બહું મોટી સંખ્યા માં જામનગર આવે છે. પાછું ફરતા જ્યારે શિયાળાની સીઝન પૂરી થતાં જ્યારે ત્યાં ચંબલ નદી માં પણ પાણી નું સ્તર નીચું આવે ત્યારે ત્યાં માળાઓ કરવા જતાં રહે છે.

આવી રીતે બધા પક્ષીઓ પાસે પોતપોતાનું કારણ હોઈ છે માઇગ્રેસન કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે.

(માઇગ્રેસન કઈ કઈ રીતે થાય છે?)

પક્ષીઓ માઇગ્રેસન મોટાં ભાગે ઉડીને ને જ કરે છે. પણ માઇગ્રેસન કરતા બીજા પક્ષીઓ પણ છે કે જે ચાલીને અને પાણી માં તરીને પણ કરે છે. જેમ કે સાહમુર્ગ અને ઇમુ જેવા પક્ષીઓ ચાલીને માઇગ્રેસન કરે છે. ઘણી વાર એમના વિસ્તારો માં પાણી ની અછત હોઈ છે તો ઘણા કિલોમીટર સુધીનો પ્રવાસ ચાલીને કરે છે એવી જ રીતે ઠંડા પ્રદેશો નાં પક્ષીઓ જેવા કે પેંગ્વિન કે જે અમુક સમય દરિયા માં માછલીઓ ની અછત સર્જાઈ જતા દૂર દૂર સુધી પાણી માં તરીને માઇગ્રેસન કરે છે. આમ મુખ્યત્વે ૩ પ્રકારે માઇગ્રેસન થાય છે. ઉડીને , તરીને અને ચાલીને.

(માઇગ્રેસન પાછળ નું વિજ્ઞાન)

પક્ષીઓ માઇગ્રેસન કરે તો છે પણ વેજ્ઞાનિકો માટે એના જવાબદાર કારણો હંમેશા રહસ્યમય રહ્યા છે. કેમ કે કોઈ સચોટ સિદ્ધાંત અત્યાર સુધી ઉપલબ્ધ નથી મળ્યા. તેમ છતાં પક્ષીઓ પાછળ ખૂબ સંશોધનો થયા છે તેમાંથી મુખ્યત્વે ૩ સિદ્ધાંત માનવામાં આવે છે.

*જીેહ ર્ષ્ઠદ્બૅટ્ઠજજ* એટલે કે સૂર્ય ની ગતિ, સૂર્ય નું પરિભ્રમણ અને સૂર્ય નાં આધાર અને દિશા માર્ગદર્શન થી પક્ષીઓ ને મદદ મળે છે.

*જીંટ્ઠિ ર્ઝ્રદ્બૅટ્ઠજજ* એટલે કે તારાઓ અને ગ્રહો ને જોઈ અને દિશા અનુમાનીત કરી ને રાત્રી દરમિયાન કરવામાં આવતું માઇગ્રેસન.

*સ્ીખ્તહીંૈષ્ઠ ર્ઝ્રદ્બૅટ્ઠજજ" એટલે કે પૃથ્વીના ચુંબકીય આકર્ષણ ને અનુભવ કરીને કરવામાં આવતું માઇગ્રેસન.

આમ આ ત્રણ સિદ્ધાંત માનવામાં આવે છે પણ હજી સુધી કોઈ સચોટ સિદ્ધાંત પુરવાર નથી બન્યું. વેજ્ઞાનિકો હજી સુધી આટલી ટેકનોલોજી અને સંસાધન હોવા છતાં જાણી નથી શક્યા.

(માઇગ્રેસન કઈ રીતે જાણી શકાય છે?)

પક્ષીઓ બધા જાણે છે પ્રવાસ કરે છે પણ પ્રવાસ કેટલો થાય છે? કેમ થાય છે? આ જાણવા માટે ખૂબ બધા સંશોધન થયા છે. જેમ કે પક્ષીઓ નાં પગમાં રીંગ પેરાવીને, પક્ષીઓ ને શરીર ઉપર જીપીએસ બેસાડીને તેમના પ્રવાસ જાણી શકાય છે.

પક્ષીઓ ઉપર નાના એવા જીપીએસ ટ્રેકિંગ ડીવાઈસ લગાવીને પક્ષીઓ કેટલું અંતર કાપે છે , કેટલું જીવે છે , ક્યાં ક્યાં જાય છે, ક્યા દેશો માંથી કેવા વિસ્તારો માં રોકાય છે કે માળાઓ બનાવે છે. પક્ષીઓ નાં જીવન ની કલાક કલાક નાં મોનીટરીંગ કરી એના રહસ્યો જાણવા પાછળ ખૂબ બધું વિજ્ઞાન કામ કરતું હોઈ છે.

ભારત માં મ્સ્ઁજી એટલે કે મ્ર્દ્બહ્વટ્ઠઅ દ્ગટ્ઠંેટ્ઠિઙ્મ ઁૈજંર્િઅ જીર્ષ્ઠષ્ઠૈીંઅ)/ આ રિગિંગ અને ટેગીગ નું કામ કરે છે અને બીજી સંસ્થાઓ પણ આ મહત્વપૂર્ણ કામો કરે છે.

(માઇગ્રેસન ને જાણવું જરૂરી કેમ છે?)

પક્ષીઓ માઇગ્રેસન કરે છે એને જાણવા પાછળ ખૂબ બધા હેતુ કામ કરે છે.જેમ કે પક્ષીઓ કેટલું જીવે છે, કેવી સીઝન માં કેવા ખોરાકો લે છે, કેટલો લાંબો પ્રવાસ કરે છે, પક્ષીઓ કેટલી સંખ્યા માં પ્રવાસ કરે છે, કેટલા દેશ ક્રોસ કરીને આવે છે.આ બધી અને બીજી પણ જરૂરી માહિતી એકઠી કરીને જંગલ ખાતા તેમજ અન્ય સંસ્થાઓ અને બીજા પક્ષી નિરીક્ષકો તેના સરંક્ષણ પાછળ પગલાં લેવા માટે મહેનત કરતા રહે છે.

જામનગરનું મહત્વ કેટલું છે ?

જામનગર હંમેશા થી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન રહ્યું છે. જામનગર માં લોકો ખૂબ જવાબદાર અને જાગૃત છે તેમજ શિકારી પ્રવુતિઓ નથી થતી અને જંગલખાતા તેમજ સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ નાં પ્રયાસો સમયે સમયે ચાલુ રહેતા હોઈ છે. એટલા માટે પક્ષીઓ ને ખૂબ સુરક્ષિત વતાવારણ મળી રહે છે.

જામનગરમાં આવેલા મરીન નેશનલ પાર્ક માં ૪૨ થી વધારે ટાપુઓ આવેલા છે આટલો મોટો દરિયા કિનારો પક્ષીઓ ને ખૂબ અનુકૂળ આવે છે. દરેક કિલોમીટર માં માણસો ની વસ્તી પણ ઓછી છે તો પક્ષીઓ ને ખલેલ પહોંચે એવી કોઈ પ્રવૃત્તિઓ જોવા નથી મળતી.

જામનગર ૩૫૦ થી વધારે પક્ષીઓ માટે ઘર સમાન રહ્યું છે. પ્રવાસી પક્ષીઓ જામનગર સપ્ટેમ્બર મહિના નાં અંત માં આવવાનું ચાલુ કરે છે અને લગભગ માર્ચ મહિના નાં અંત સુધી જામનગર માં રહે છે. લાખોની સંખ્યામાં જામનગર પક્ષીઓ વિહરતા હોઈ છે.

આલેખનઃ જગત રાવલ, આશિષ પાણખાણીયા

તસ્વીરઃ જગત રાવલ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરમાં પરંપરાગત પૂજા-આરતી-ભોગ-શ્રૃંગાર મહોત્સવોની ઉજવણીનું માહાત્મ્ય

ભવ્ય મંદિરનું નિર્માણ

હાલારની દ્વારકાનગરી એટલે ભગવાન શ્રીકૃષ્ણનું રાજ્યાસન.. અહીં ભગવાન દ્વારકાધીશજીના સ્વરૂપમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન થયા હતાં. વરસો પૂર્વે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર દ્વારા આ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું, અને મંદિરના નિર્માણમાં સાત મજલા છે. અને ૭૨ સ્તંભ છે. ચાર મજલાના કારણે ચારધામની યાત્રાનું પુણ્ય મળે અને સાત માળ થકી સપ્ત પૂજાની કામના પૂર્ણ થાય છે. મંદિરનું પરિસર કાચબા આકારનું છે અને ૭૧ પેઢી સુધી ડીએનએ જળવાઈ રહેતા હોવાની વાયકા પ્રમાણે ભગવાનના ૭૧ પેઢીના અને ત્યારપછીની વારસાગત પેઢીઓના વંશજો દ્વારા પૂજા-ભક્તિ  થાય તેવા ભાવ સાથે મંદિરમાં ૭૨ સ્તંભો છે. ભવ્ય મંદિરનું શિખર શ્રીયંત્ર સ્વરૂપનું છે.

મંદિરમાં પ્રવેશ માટે છપ્પન સીડી છે જે છપ્પન કોટીની સ્તુતિ છે. શ્રદ્ધાળુ સૌ પ્રથમ ગોમતી નદીમાં સ્નાન કરી શુદ્ધ કરે, દાન-દક્ષિણા  આપીને ધન પવિત્ર કરે, પિતૃઓને તર્પણ કરે, ધર્મ દ્વારથી અને ત્યાર પછી મોક્ષ દ્વારમાંથી પ્રવેશ કરે ત્યારે તમામ ભોગનો ત્યાગ કરનારને શ્રીજીના દર્શન થાય છે ભગવાન મોક્ષદ્વાર સામે બિરાજમાન છે.

દ્વારકાધીશના વિવિધ શ્રૃૃંગાર સાથે અલૌકિક સ્વરૂપના દર્શન

દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાન રાજાના રૂપમાં બિરાજમાન છે. તેથી દરરોજના નિત્યક્રમમાં એક રાજાધિરાજને શોભે તેવા વસ્ત્રો-અલંકારો સાથેના શ્રૃંગાર તિથિ, ઉત્સવ અને ઋતુચક્ર પ્રમાણે કરવાની પરંપરા પૂજારી પરિવારે જાળવી રાખી છે.

ભગવાને હંમેશાં શંખ, ચક્ર, ગદા અને પદમ્ ધારણ કર્યા છે. સાચા હિરા-મોતી જડીત સુવર્ણ અલંકારો સાથે પિતાંબર સહિતના વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે. માથા ઉપર મલમલની પાધ ઉપર ફૂલે (મુગટ) તેમજ કાનમાં કુંડલ, હાથમાં સુવર્ણ વાંસળી સાથે ભગવાનના મોહિની સ્વરૂપના દર્શનનો લાભ મળે છે. જેમાં સોળેકળાના દર્શનની પ્રતીતિ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણના લલાટ પર શિવજી, બ્રહ્મા અને વિષ્ણુ એમ ત્રણે દેવોને વંદન અર્પણ કરતા હોય તેમ ત્રિપુંડ તિલક, કરવામાં આવે છે. તેમજ લલાટ મધ્યે ચંદનની બીંદી કરી સર્વે દેવોની ઝાંખી કરવાવવામાં આવે છે.

ભગવાન દ્વારકાધીશને ગ્રહો અને વાર પ્રમાણે સેવાભાવથી વાઘા, અંગિકાર કરાવવામાં આવે છે. જેમાં સોમવારે ગુલાબી, મંગળવારે પીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેસરી, શુક્રવારે સફેદ, શનિવારે વાદળી અને રવિવારે લાલ રંગના વાઘા ધારણ કરાવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણએ માનવ અવતાર લીધો હોવાથી પૂજારીઓ દ્વારા શ્રીજીની મુર્તિના સજીવ સ્વરૂપે જ સેવા પૂજા કરવામાં આવે છે. જેમાં દરરોજના નિત્ય ક્રમમાં દ્વાર ખુલ્યા પહેલાં પૂજારી દ્વારા પક્ષાપાલન, દાતણ, નાના સ્વરૂપની અભિષેક સાથે પૂજા થાય છે. આ વિધિના દર્શનનો લાભ આમ જનતાને મળતો નથી. પણ ત્યારપછી ગર્ભગૃહના દ્વાર ખુલે એટલે સવારે મંગળા દર્શન થાય છે.

શરદઋતુમાં ગરમ પાણીથી જારીજળમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. તેમજ ઉનના કપડામાંથી બનાવેલા વસ્ત્રો ઉપર પિતાંબર ધારણ કરાવાય છે. આ ઋતુમાં હિરાના દાગીનાનો મહત્તમ ઉપયોગ શ્રૃંગાર માટે કરવામાં આવે છે. ભગવાનને સવારે ગરમ કેસરયુકત દૂધ અને સુંઠ ધરવામાં આવે છે. થાળમાં ગરમ વાનગીઓના ભોગ પીરસવામાં આવે છે.

ગ્રીષ્મ ઋતુમાં ભગવાનને માત્ર સુતરાઉ કાપડના વસ્ત્રો જ અંગિકાર કરાય છે. હિરાના દાગીના ઓછા ચડાવાય છે. સોનામાં જડેલા મોતીના આભુષણોનો શણગાર કરવામાં આવે છે. સવારે સ્નાન પછી પિતાંબર અને ઓછા વસ્ત્રો સાથેના દર્શન થાય છે. શ્રીજીને ઠંડા ભોગ ધરાય છે. જેમાં દૂધની સામગ્રી અને શ્રીખંડ જેવી વાનગીઓ ધરવામાં આવે છે. ઋતુ પ્રમાણેના ફળનો ભોગ ધરાય છે. રાજભોગમાં પણ ઠંડો આહાર જ પીરસવામાં આવે છે. ચંદનનો લેપ કરી જુહી, ચમેલી, ડોલરની કળીઓ દ્વારા શિતળતા બક્ષે તેવો પુષ્પ શ્રૃંગાર કરાય છે. જેમાં તિથિ મુજબ મુગટ, આયુધો, આભુષણોના શણગાર કરવામાં આવે છે.

જ્યારે વર્ષા ઋતુમાં ભગવાનને ભાજી કે રીંગણાની વાનગી ધરાતી નથી. ઋતુને અનુકુળ મિષ્ઠાન સાથેના ભોગ ધરવામાં આવે છે. આ ઋતુ દરમ્યાન ભગવાનને ઓછા આભુષણો અને બરછટ કે જાડા વસ્ત્રોના બદલે આછા વસ્ત્રો સાથે શ્રૃંગાર કરવામાં આવે છે.

આમ દરેક ઋતુ અને વાતાવરણને ધ્યાને લઈને શ્રીજીને અલંકારો, વસ્ત્રો, ભોગ સાથે વિવિધ શ્રૃંગાર દર્શનનો લાભ મળતો રહે છે.

ધ્વજાજીનું માહાત્મ્ય

નવ ગ્રહ, બાર રાશિ, સત્તાવીસ નક્ષત્રો અને ચારેય દિશાને સંલગ્ન કરી લેવાય તે રીતે ધ્વજાજીનું આરોહણ મંદિરના શિખર પર થાય છે. ધ્વજાજીનું દર્શન માત્રથી તમામ પ્રકારના ગ્રહદોષમાંથી મુકત થાય છે. શ્રદ્ધાળુઓની ધ્વજાજી પ્રત્યેની અસીમ શ્રદ્ધાના કારણે દરરોજ મંદિરના શિખર ઉપર છ વખત નૂતન ધ્વજારોહણ થાય છે.

દ્વારકાધીશ મંદિરમાં ઉજવાતા મહોત્સવો

દ્વારકાધીશ મંદિરમાં વર્ષ દરમ્યાન નાના-મોટા મળી કુલ ૫૪ ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં સૌથી મોટા ઉત્સવોમા જન્માષ્ટમી (કૃષ્ણ જન્મોત્સવ), હોળી-ફૂલડોલ ઉત્સવ, દીપોત્સવી-નૂતન વર્ષ ઉત્સવનું શ્રદ્ધાળુઓમાં વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ ઉપરાંત અષાઢી બીજે રથ યાત્રા યોજાય છે. તેમજ શ્રાવણી પૂનમે શ્રીજીના યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના દિને ઉજવાય છે. જેમાં મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી થાય છે અને ત્યારપછી શ્રીજીના અદ્દભુત દર્શનનો લાભ મળે છે. માત્ર કેસરી રંગના પિતાંબર અને વસ્ત્રો ધારણ કરેલા હોય છે. છઠ્ઠીના દિવસે પણ કેસરી વાઘા પહેરાવાય છે. સવારે ખુલ્લા પડદે સ્નાનના દર્શન થાય છે. જયેષ્ઠ માસની પૂનમે જલયાત્રા યોજાય છે.

હોળાષ્ટકમાં શુભકાર્યોનો નિષેધ હોય છે. ત્યારપછી ભગવાનને ભગવા રંગની પોટલી દ્વારા કેસુડાના જળથી છંટકાવ કરવામાં આવે છે. આ રંગની પોટલીના રંગનો છંટકાવ હોળી-ધૂળેટીના દિને સવાર-સાંજની આરતી સમયે પ્રસાદીરૂપે દર્શનાર્થીઓ ઉપર કરવામાં આવે છે. જ્યારે પડવા (ધૂળેટી)ના દિવસે અબીલગુલાલની પ્રસાદીનો છંટકાવ કરવામાં આવે છે. શ્રીજીને ઘેરૈયા બનાવી તેમને પણ રંગવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિરમાં દીપોત્સવી પર્વ તથા નૂતનવર્ષ પર્વ નિમિત્તે રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણને સોના-ચાંદી-હીરા-મોતીના કિંમતી આભૂષણો સાથેનો વિશિષ્ટ શ્રૃંગાર કરવામાં આવે છે.

નવરાત્રિના દિવસો દરમ્યાન શરદોઉત્સવ મનાવાય છે. વ્રજમાં રાધાકૃષ્ણ અને ગોપીઓ સાથેની રાસલીલાનું જે મહત્ત્વ છે તે પ્રણાલી મુજબ મંદિરમાં શરદોત્સવ ઉજવવામાં આવે છે. સફેદ વસ્ત્રો, સફેદ મોતી જડેલા દાગીના, મુગટથી ભગવાનને શણગાર કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની રાધા સહિત ગોપીઓ સાથેના રાસલીલાને જીવંત રાખવા રાસ-ગરબાની રમઝટ સાથે શરદોત્સવ ઉજવવામાં આવે છે.

રાધાકૃષ્ણને ભંડાર પરિસરમાં લાવવામાં આવે અને ત્યાં પૂજારી પરિવાર રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે વિશેષ કાકડા આરતી કરવામાં આવે છે ભગવાનને રાખડી બાંધવામાં આવે છે અને પૂજારી પણ રાખડી ધારણ કરી શ્રદ્ધાળુઓને પણ રક્ષાબંધન કરવામાં આવે છે.

અષાઢી બીજના દિવસે ગોપાલજીના નાના સ્વરૂપ સાથે બે ઘોડાવાળા રથમાં રથયાત્રા નીકળે છે. રથનું પૂજન અને આરતી પછી મંદિરને રથ દ્વારા ચાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. ભંડારના ચોકમાં પૂજારી પરિવારની મહિલાઓ જોડાય છે અને અંતિમ રાઉન્ડમાં તો પૂજારીઓ રથ આગળ આળોટતા-આળોટતા તેમાં જોડાય છે અને ત્યારપછી રથયાત્રા વાજતે-ગાજતે પૂર્ણ થાય છે.

શ્રીજી સન્મુખ વિવિધ ભોગના મનોરથ

દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાન સન્મુખ દરરોજ થાળ (ભોગ) ધરવામાં આવે છે. તેમં કોઈ યજમાન ધર્મ લાભ લ્યે કે ન લ્યે પૂજારી પરિવાર દ્વારા આ નિત્યક્રમ જાળવી રાખવામાં આવે છે. છેલ્લા ઘણાં સમયથી કૃષ્ણભકતો દ્વારા વર્ષ દરમ્યાન અનેક મનોરથના દર્શન થાય છે. જેમાં સૂકા મેવાનો મનોરથ, કુનવારા મનોરથ, કુંડલા ભોગ મનોરથ, અન્નકુટ મનોરથ, છપ્પનભોગ મનોરથનો લાભ યજમાનો લઈ તેમનમા મનોરથ સમ્પન્ન કરે છે.

અન્નકુટ અને છપ્પન ભોગમાં તો અનેક વાનગીઓનો શ્રીજી સન્મુખ ધરવામાં આવે છે જેમાં વિશાળ અને ભવ્ય દર્શન અલૌકિક બની રહે છે.

આપણાં ધર્મગ્રંથ પ્રમાણે કાનાએ જ્યારે ગોવર્ધન પર્વતને એક આંગળી ઉપર ઉંચકીને તમામ જીવોની રક્ષા કરી અને સાત દિવસ પછી કોપાયમાન ઈન્દ્રદેવ શાંત થયા ત્યારે ગામલોકોએ જોયું કે કાનાએ સાત-સાત દિવસથી અન્ન-જળ લીધા વગર સૌની રક્ષા કરી છે ત્યારે તમામ લોકો પોત-પોતાના ઘરે દોડ્યા.. અને કોઈએ ખીર, કોઈએ અન્ય મિઠાઈ, અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને કાનાને ધરાવી, તેને ભોજન કરાવ્યું. ગૌશાળાની સવાસો ગૌશાળાની સવાસો જેટલી ગૌમાતાના દૂધમાંથી જ બનેલા શુદ્ધ ઘી, માખણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

જે યજમાને કોઈપણ ભોગ મનોરથનો ધર્મલાભ લ્યે છે તેને મંદિરમાં શ્રીજી સન્મુખ સહપરિવાર દોઢ-બે કલાક પૂજા-અભિષેક-દર્શનનો વિશેષ લાભ મળે છે. કોઈપણ શ્રદ્ધાળુ મનોરથનો સંકલ્પ પૂર્ણ કરવા માંગતા હોય તેમણે પૂજારી પરિવાર અને દેવસ્થાન સમિતિનો પંદર દિવસ અગાઉ સંપર્ક કરી નોંધણી કરાવે તો નિશ્ચિત તિથિએ મનોરથ દર્શન થઈ શકે છે.

ત્યારથી શ્રીકૃષ્ણ ભગવાનને વિવિધ ભોગ ધરવાની પ્રથા ચાલી આવી છે, જો કે સમયાંતરે હવે યજમાન ઘરેથી વાનગીઓ ન લાવી શકે તેવી સ્થિતિમાં પૂજારી પરિવારના મહિલા વર્ગ દ્વારા જ ભોગ પ્રમાણેની તમામ વાનગીઓ મંદિરના ભોગ-ભંડારામાં જ બનાવવામાં આવે છે, અને તે વાનગીઓનો ભોગ જ શ્રીજી સન્મુખ ધરવામાં આવે છે.

તમામ વિધિ-વિધાન, પૂજા-મનોરથ-દર્શનનું અલગ માહાત્મ્ય

દ્વારકાધીશ મંદિરમાં વર્ષ દરમિયાન તિથિ, વાર અને તહેવારો તેમજ ઋતુચક્ર પ્રમાણે દરેક વિધિવિધાન સાથેના પ્રસંગો, ઉત્સવો, પૂજા, મનોરથ દર્શન યોજાય છે અને દરેકનું એક અલગ માહત્મ્ય છે. પૂજારી પરિવાર દ્વારા દરેક મનોરથી, યજમાન અને તમામ કૃષ્ણભક્તોને આ સેવક-પૂજાના અને દર્શનના સંકલ્પનો લાભ મળે તેવી વ્યવસ્થા નિર્ધારીત કરેલી છે અને તે પ્રમાણે ખૂબ જ ભવ્યતા સાથે ખૂબ જ શ્રદ્ધા સાથે, ખૂબ જ ધામધૂમથી શ્રીજીના ધર્મલાભનો લાભ લઈ દરરોજ અસંખ્ય કૃષ્ણભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો, દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે. તેમાંય દર મહિનાની પૂનમે તો એક-દોઢ લાખ જેટલો માનવ મહેરામણ ઉમટે છે.

હે દ્વારકાધીશ !!

ના તમારાથી વધુ કાંઈ

તલભાર જોઈએ...

ના તમારાથી ઓછું કાંઈ

લેશમાત્ર જોઈએેેે

હર એક ક્ષણ કૃષ્ણ

માત્ર એક કૃષ્ણ જોઈએ...

 

આલેખનઃ પી.ડી. ત્રિવેદી,

સંકલનઃ ચંદુભાઈ બારાઈ

તસ્વીરઃ રવિ બારાઈ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખરીફ કઠોળના ઊભા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા

જામનગર જિલ્લાના ખેડૂતોના લાભાર્થે

જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે ખરીફ કઠોળના ઊભા પાકોમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા અને પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર,

- રોગ નિયંત્રણ : ભૂકી છારો : મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગની શરૂઆત થયેથી ૩૦ ગ્રામ દ્રાવ્ય ગંધક/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/ ૧૫ ગ્રામ થાયોફેનેટ મિથાઇલ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો.

- મગ, અડદ, તુવેર, ગુવારના પાકમાં પાનનાં ટપકાંનો રોગઃ (સરકોસ્પોરા) અથવા કાલવ્રણ રોગની શરૂઆત થયેથી ૧૦ મિ.લિ. હેકસાકોનાઝોલ/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/ ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો.

- પીળો પચરંગીયો : મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદ માખી કે મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રિડ ૪ મિ.લિ. દવાનો ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેને છાંટવી.

- જીવાણુંથી થતા રોગના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયક્લીન દવા ૧ ગ્રામ અને કોપર ઓક્સીક્લોરાઇડ ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો છંટકાવ કરવો. જો જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦ થી ૧૨ દિવસ બાદ કરવો.

- સંકલિત જીવાત નિયંત્રણ : ખેતરમાં મોલોના ઉપદ્રવ સાથે જ કુદરતી રીતે તેના પરભક્ષી કીટક લેડીબર્ડ (ડાળીયાં) પણ દેખાય છે. જેનું પુખ્ત ઇયળ મોલોને ખાઇ તેનું નિયંત્રણ કરે છે. આ સમયે રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો જોઈએ. અથવા જરૂર જણાય તો વનસ્પતિ આધારિત દવાનો છંટકાવ કરવો. મોલોના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી ક્રાયસોપાનાં ઇંડા અથવા ઇયળો હેક્ટર દીઠ ૫૦,૦૦૦ જેટલા છોડવા.

- સફેદમાખીના પરભક્ષી કીટક જેવા કે એન્કારસીયા નામની ભમરી છોડવી.

- મોલો મશી, થ્રિપ્સ, તડતડિયા, સફેદ માખી, રાતી કથીરી, ચીકટો, શીંગના ચૂસિયા જેવી ચૂસિયા જીવાતોનો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીના મીંજનો અર્ક (૫ % અર્ક) ૧૦ લીટર પાણીમાં અથવા લીંબોળીનું તેલ ૪૦ મીલી/ ૧૦ લીટરમાં ઉમેરીને તેનો છંટકાવ કરવો. જો વધુ ઉપદ્રવ જણાય અને છોડ ઉપર પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો કોઈપણ એક શોષક દવા જેવી કે ઈમિડાક્લોપ્રિડ ૧૭.૮  એસએલ ૩ મીલી/ થાયોમિથોક્ઝામ ૨૫ ડબલ્યુડીજી ૪ ગ્રામ/ એસિફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ/ એસિટામીપ્રિડ ૨૦ એસપી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે ભેળવીને તેનો છંટકાવ કરવો.

- લીલી ઇયળની ફૂંદી પીળા રંગ તરફ આકર્ષતી હોઇ તુવેર જેવા પાકોમાં ખેતરો ફરતે તેમજ પાકની વચ્ચે છુટાછવાયા ગલગોટાનું વાવેતર કરવું. તેમજ ખેતરમાં હેકટર દીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવી. 

- રાત્રીના સમયે ખેતરમાં પ્રકાશ - પિંજર ગોઠવવા. ખેતરમાં જયાં લાઈટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવીને તેની નીચે પાણી ભરેલી ટ્રે ગોઠવીને તેમાં જંતુનાશક દવાના ૧ થી ૨ ટીપા નાખવા. જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા તેનો નાશ થશે.

- પક્ષીઓને બેસવા ટેકા/ બેલીખડા પ્રતિ હેક્ટરે ૫૦ ની સંખ્યામાં ગોઠવવા. જેથી પક્ષીઓ દ્વારા ઈયળો અને ફૂદીંનો નાશ થાય.

- તુવેરમાં લીલી ઇયળ તેમજ શીંગ માખીના નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મી.લી/ લીંબડાની લીંબોળીના મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. ત્યારબાદ ૧૫ દિવસના અંતરે બીજા ૨ થી ૩ વાર છંટકાવ કરવા.

- જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ/ બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરીને તેનો છંટકાવ કરવો. અથવા ન્યુકિલયર પોલીહેડ્રોસીસ (એનપીવી) વાયરસ ૨૫૦ ઇયળ એકમ (૨૫૦ એલઇ) જરૂરી પાણીના જથ્થામાં ઉમેરીને હેકટર દીઠ વિસ્તારમાં આ મિશ્રણનો છંટકાવ કરવો જોઈએ.

 - તુવેરના પાકમાં શીંગો કોરી ખાનાર ઇયળો સામે રક્ષણ મેળવવા પાકમાં ૫૦ % ફૂલ બેસવાની અવસ્થાએ એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ/ ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૪ મી.લી./ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલી અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલી/ ફ્લુબેન્ડીયામાયીડ ૪૮ એસસી ૨ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો.

આ ઉપરાંત દવાના વપરાશ વખતે દવાની બોટલ ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે- તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને તેને અનુસરવા જણાવવામાં આવે છે. આ તમામ માહિતી માટે સહયોગ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી તરફથી મળેલો છે.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ, નાયબ ખેતી નિયામકશ્રી તાલીમનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેવભૂમિ દ્વારકા બન્યુ ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશનઃ હાલારના યાત્રાધામોમાં વધ્યો પ્રવાસીઓનો પ્રવાહ

જિલ્લામાં પ્રવાસન સુવિધાઓ વધતા યાત્રિકોને થઈ રહી છે સુખદ અનુભૂતિઃ આકર્ષક સ્થળોની હારમાળા

અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા...!

પુરી દ્વારાવતી ચૈવ સત્પૈતા મોક્ષદાયિકાઃ...!!

પ્રાચીન કાળમાં દ્વારાવતી તરીકે ઓળખાતું દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ. આપણા શાસ્ત્રોમાં દ્વારકાને સાત મોક્ષદાયી નગરોમાં સમાવેશ કરાયો છે. બેટ દ્વારકા, ઘુમલી, અને હરસિદ્ધિ મંદિર જેવા પ્રાચીન સ્થળો ધરાવતો દ્વારકા જિલ્લો ધાર્મિક અને રાષ્ટ્રીય સુરક્ષાની દષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શાસન ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ રહ્યું છે. વર્ષ ૨૦૧૩માં દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકાને સમાવીને અલગ દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચનાં કરવામાં આવી. છેલ્લા એક દાયકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાએ કરેલો વિકાસ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો દેશ વિદેશના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ચાલો આપણે જાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળો વિશે.

હેરીટેજ સિટી દેવભૂમિ દ્વારકા

સાંસ્કૃતિક અને પુરાતત્વીય વારસો ધરાવતી આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિને કેન્દ્ર સરકાર દ્વારા હેરીટેજ સિટી તરીકે જાહેર કરી વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં લાખો ભાવિકો શીશ ઝુકાવે છે.

બેટ દ્વારકા  સુદર્શન સેતુ

ઓખાથી બેટ દ્વારકાને જોડતા આ સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રીજનું ફેબ્રુઆરી, ૨૦૨૪માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.  પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થયું છે. તેમજ બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા ભકતજનો સરળતાથી દર્શન કરી શકશે.

સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કિલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ ટ ૧૨ મીટરના  ૪  મોરપંખ આકારવામાં આવ્યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે. ફુટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબિઓ  દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર  પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શિવરાજપુર બીચ

દ્વારકા અને ઓખા વચ્ચે બ્લુ ફ્લેગ ધરાવતો સ્વચ્છ, સુંદર, સલામત અને મનોહર એવો શિવરાજપુર બીચ આવેલો છે. જે દેશ  વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.  આ બીચ ઉપર હાલ પ્રવાસીઓને લગતી સુવિધાઓને વિકસાવવા માટે પ્રવાસન નિગમ દ્વારા ત્રણ ફેઝમાં કામગીરી કરવામાં આવી રહી છે.  આ કામગીરી પૂર્ણ થતા પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ

દારુકાવનમાં બિરાજતા ભગવાન શિવના જ્યોતિર્લિંગ સમા અને બારે માસ પ્રવાસીઓથી ધમધમતા નાગેશ્વરમાં મહાશિવરાત્રિના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દ્રશ્ય ખડું થતું   હોય છે.

નાગેશવન

સામાજિક વનીકરણ યોજના હેઠળ સને.૨૦૧૩-૧૪ માં નાગેશ્વર ખાતે રાજ્યકક્ષાના ૬૪માં વન મહોત્સવની ઉજણવી માટે ૧૦માં સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પૌરાણિક તથા ધાર્મિક મહત્ત્વ ધરાવતાં શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કરેલ હતું.

આ નાગેશ વનમાં જુદા જુદા વનો જેવા કે, રાશિવન, નક્ષત્ર વન, પંચવટી વન,  તુલશી વન, સપ્તરૂષિ વાવેતર, તેમજ વિવિઘ જાતના વૃક્ષોનું વનોમાં વાવેતર કરેલ છે. તેમજ આ નાગેશવનમાં કોતરણીવાળો કલાત્મક ગેઇટ, કૈલાશ પર્વતનું મોડેલ અને તેના ઉ૫ર બિરાજમાન ભગવાન શિવની સહ પરિવાર મુર્તિ, ભગવાન શ્રી કૃષ્ણજીની મૂર્તિ, દારૂકાવધ પ્રસંગની મૂર્તિ, વન કુટીર, મરીન ઇન્ટરપ્રીટીશન સેન્ટર, કેકટસ હાઉસ, ઉજાણી ગૃહ તથા બાળકોના મનોરંજન માટે જુદી જુદી રાઇડસ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. અને નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવતા પ્રવાસીઓ માટે એક રમણીય સ્થળનું નિર્માણ કરવામા આવેલું છે.

કોયલા ડુંગરમાં બિરાજમાન હરસિદ્ધિ માતા

હરસિદ્ધિ માતાનું મંદિર તીર્થધામ કોયલા ડુંગરમાં આવેલું છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે આ મંદિર આવેલુ છે. અહીં નવરાત્રી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

હરસિદ્ધિ વન

કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં આવેલ પૌરાણિક તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં હરસિદ્ધિ માતાના મંદીર નજીક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

હરસિદ્ધિ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો; વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનું વાવેતર કરવામાં આવેલ છે તથા દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ; પીલુ, નાળિયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલ છે. ગુગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ ઉછેરવામાં આવેલ છે.

ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે સંદર્ભમાં આ સાંસ્કૃતિક વનમાં બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન,ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અન્ય પ્રવાસન સ્થળો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂક્મણી મંદિર, ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ, ગોપી તળાવ, હનુમાન દાંડી, કિલેશ્વર મહાદેવ, શનિ મંદિર  હાથલા, ઘુમલી, સોનકંસારી, આભાપરા હિલ સ્ટેશન, મરીન નેશનલ પાર્ક  નરારા ટાપુ સહિત અનેક પ્રવાસન સ્થળો આવેલા છે કે જે દેશ  વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

સંકલનઃ વૈશાલી રાવલીયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંચાલનમાં સૌજન્યતા અને સંવેદનશીલતાનો અભાવ એટલે મિસમેનેજમેન્ટઃ માઠાં પરિણામો

કાનૂન પણ કેટલાક કેસમાં લાગણીઓને લક્ષ્યમાં લ્યે છે...!

કોઈપણ પ્રકારના મેનેજમેન્ટમાં સૌજન્યતા, સંવેદનશીલતા અને શાણપણ જરૂરી હોય છે. ઘણાં લોકો કહેતા હોય છે કે વહીવટ કે સંચાલન (મેનેજમેન્ટ) માં લાગણીઓને સ્થાન હોતું નથી, પરંતુ મારી દૃષ્ટિએ આવો કોન્સેપ્ટ યોગ્ય નથી. કાનૂન અને અદાલતોમાં પણ કેટલાક કેસોમાં લાગણીઓને લક્ષ્યમાં રાખીને નિર્ણયો લેવાતા હોય છે. કોઈ બાળકની કસ્ટડી હોય કે સામૂહિક દુષ્કર્મનો કેસ હોય, વૃદ્ધ માતા-પિતાને તરછોડવાનો કેસ હોય કે મામુલી કારણે છૂટાછેડાનો કેસ હોય, ચાઈલ્ડ ટ્રાફિકીંગનો કેસ હોય કે પછી ખાનગી મિલકતોમાં અતિક્રમણનો કેસ હોય, ભૂલથી સરહદપારથી આવેલા કોઈ નિર્દોષ વ્યક્તિનો કેસ હોય કે વિદેશમાં ફસાયેલા કે ત્યાં ખોટા ખટલાઓમાં અટવાયેલા ભારતીય નાગરિકોનો કેસ હોય, કાનૂન, બંધારણ અને કુદરતી ન્યાયની મર્યાદામાં રહીને લાગણીશીલતા અને સંવેદનશીલતા, માનવતા અને સહિષ્ણુતા તથા દયા અને મદદરૂપ થવાની ભાવનાથી કેટલાક નિર્ણયો 'આઉટ ઓફ બોક્સ' એટલે કે અસાધારણ પ્રકારે પણ લેવાતા જ હોય છે ને?

સંચાલનમાં સંવેદનશીલતા, સૌજન્યતા અને સદ્વ્યવહારથી ઊભી થતી પ્રોફેશનલ પરિવારભાવના અંતે તો સંસ્થા, પેઢી, કંપની, કચેરી, શાસન કે સંગઠનને લાભદાયક જ નિવડતી હોય છે ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિવાળી પૂર્વે બરડા અભ્યારણ્યનો પ્રારંભઃ સિંહદર્શન સંભવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રવાસનની હરણફાળઃ

જામનગર તા. ૧૭: સોમનાથથી દ્વારકાવાળા રૂટ પર તીર્થયાત્રાની સમાંતર પ્રવાસનને વેગ આપવા સરકાર પ્રતિબદ્ધ હોય, હવે પોરબંદર નજીક બરડા ડુંગર સંલગ્ન વન વિસ્તારમાં વન્ય જીવ અભ્યારણ્યનો આરંભ થવા જઈ રહ્યો છે. બરડા વન્યજીવ અભ્યારણ્યમાં લોકોને વનમાં જંગલી પશુઓ નિહાળવાનો મોકો મળશે. ઉપરાંત ગીરની જેમ સિંહ દર્શનની પણ ઉત્કંઠા ભાવિ પ્રવાસીઓમાં જોવા મળી રહી છે, જો કે આધુનિક રીતે આ લાયન સફારી નથી, પરંતુ વાઈલ્ડ લાઈફ સફારી છે એટલે સિંહ દર્શન કેન્દ્ર સ્થાને નથી, પરંતુ મર્યાદિત ધોરણે પણ લોકોને સિંહ દર્શનની સંભાવનાઓ રોમાંચિત કરી રહી છે.

હાલ અભ્યારણ્યની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અભ્યારણ્ય આરંભ થવાની કોઈ નિશ્ચિત તારીખની અધિકૃત ઘોષણા હજુ થઈ નથી, પરંતુ દિવાળી પહેલા અભ્યારણ્ય આરંભ થઈ જવાની પ્રબળ સંભાવના છે. વન અધિકારી દ્વારા પણ આ અંગે સહમતિ દર્શાવવામાં આવી છે.

બરડા વન્ય અભ્યારણ્યનો રૂટ રપ કિ.મી.થી વધુ લાંબો હોવાની માહિતી છે. રૂટનો આરંભ તથા ઓફલાઈન ટિકિટ બુકીંગ કપૂરડી નાકાથી થશે. સફારીમાં ચારણુઆઈ બેરીયરથી અજમાપટથી ભૂખબરા સુધીનો વિસ્તાર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

ગીર અભ્યારણ્યની જેમ જ અહીં પણ પ્રવાસીઓને જીપ્સી અને ગાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવાસીઓને ૪૦૦ રૂપિયા પરમીટ ફી, ૪૦૦ રૂપિયા ગાઈડ ફી, તથા ર૦૦૦ રૂપિયા જીપ્સી ફીપેટે કુલ ર૮૦૦ રૂપિયાનો ખર્ચ થશે. તમામ બુકીંગ આરંભમાં ઓફલાઈન રહેશે અને કપૂરડી નાકા પાસેની બુકીંગ ઓફિસથી થઈ શકશે.

અભ્યારણ્યમાં પરિભ્રમણનો સમય ઉનાળામાં સવારે ૬ થી ૯ તથા સાંજે ૩ થી ૬ નો રહેશે તેમજ શિયાળામાં સવારે ૬-૪પ થી ૯-૪પ નો અને બપોરે ૩ થી ૬ નો રહેશે.

દરેક અભ્યારણ્યની માફક બરડા અભ્યારણ્ય પણ દર વર્ષે ચોમાસાની ઋતુમાં ૧૬ જૂનથી ૧પ ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે.

હાલ અભ્યારણ્યના હોર્ડિંગ્સ લાગી ગયા છે અને પૂરજોર તૈયારીઓ ચાલી રહી છે. તમામ વ્યવસ્થાઓની ગોઠવણ અંતિમ તબક્કામાં હોવાની માહિતી સાથે જ આ અભ્યારણ્ય દિવાળી પહેલાજ આરંભ કરી દેવાના સરકારના ધ્યેયને પગલે તહેવારો અને વેકેશનની રજામાં લોકો પ્રકૃતિની ગોદમાં નવા પ્રવાસન સ્થળનો આનંદ માણી શકશે.

બરડા અભ્યારણ્યનો આરંભ સમગ્ર હાલાર માટે લાભદાયક

બરડા અભ્યારણ્યથી પોરબંદર જિલ્લાને લાભ થશે, પરંતુ તેની જ સમાંતર દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ ફાયદો થશે, કારણ કે અભ્યારણ્યના અગત્યના લોકેશન (પ્રવાસન સ્થળો) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે. ઘુમલી, આભાપરા શિખર, સોનકંસારીના દેરા વિગેરે ભાણવડ પંથકમાં હોય તેમજ દ્વારકામાં જગતમંદિર આવેલ હોય, તીર્થધામ હોવાથી દ્વારકા તરફ પણ વધુ પ્રવાસીઓ ખેંચાશે જેથી અભ્યારણ્યને પગલે પ્રવાસનને મળનારા વેગનો દેવભૂમિ દ્વારકા જિલ્લાને તથા જામનગર જિલ્લાને પણ લાભ મળવાની ઉજ્જળી સંભાવનાઓને પગલે સમગ્ર હાલાર માટે પણ આ ખુશખબર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુદર્શન સેતુ એટલે દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ

વ્યુઈંગ ગેલેરી, ભગવદ્ગીતાના શ્લોક, મોરપંખ સહિતના અનેક આકર્ષણો

'ઓખો તો દુનિયાથી નોખો કહેવાય...' આ છેવાડાનું નગર ઓખા કે જે દેશના પશ્ચિમ ખુણે આવેલું છે, ત્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે પણ ભૂતકાળમાં સિદ્ધિ મનાતી તેવા વિસ્તારમાં સમુદ્ર પર કેબલ બ્રિજ બનાવાશે એવી તો કલ્પના પણ કોને હોય? ૧૩-૧૪ વર્ષ જેટલા સમય પહેલાં દેશનું આર્થિક પાટનગર ગણાતાં અને સંસાધનયુક્ત મુંબઈમાં બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજ ચાલુ થયો ત્યારે આવો કેબલ બ્રિજ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બને તેવો કોઈને સપને પણ વિચાર ન હોય. પરંતુ, શ્રીકૃષ્ણના સાંનિધ્યથી પાવન બનેલી આ ભૂમિ સાથે સંકળાયેલી યાત્રાળુઓની શ્રદ્ધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુભવી અને સપનું સેવ્યું સુદર્શન બ્રિજનું, એવો  બ્રિજ કે જે શ્રદ્ધાના કેન્દ્ર એવા બેટ દ્વારકા ટાપુને ઓખાની અને ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડે.

ચારધામમાંનું એક એવું જગત મંદિર દ્વારકામાં આવેલું છે, તેનાં દર્શને આવતાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓને બેટ દ્વારકા પર આવેલા કેશવરાયજી મંદિર અને હનુમાન દંડી જેવા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા મંદિરોના દર્શન કરવા માટે બોટ/ફેરી પર નિર્ભર રહેવું પડતું હતું અને ઘણો સમય પણ લાગતો હતો. આ નિર્ભરતા દૂર થાય અને બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ સાથે જોડે તેવો બ્રિજ બને તે વડાપ્રધાનનું વિઝન હતું, આ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેઓએ તત્કાલીન યુ.પી.એ.ની કેન્દ્ર સરકાર પાસે પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

વર્ષો પછી સુદર્શન સેતુના આ વિઝનને તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ૨૦૧૬માં સૈદ્ધાંતિક મંજૂરી આપી. ૨૦૧૭માં ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું અને ૨૦૨૪માં ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થયું. આ પુલ એક સુવિધામાત્ર નહિં, પરંતુ  એન્જીનિયરીંગનો એક કમાલ છે, એથી વધુ ગુજરાતની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. દ્વારકાધીશના દર્શન ને સરળ બનાવતો આ સેતુ દ્વારકા નગરીની દિવ્યતામાં ચારચાંદ લગાવે છે. ઉલ્લેખનીય છે કે બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજથી આ બ્રિજ લાંબો છે, વળી આ બ્રિજમાં ફૂટપાથ/સાઈકલ રસ્તો/ ગોલ્ફ કારનો રસ્તો પણ છે.

સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થતાં ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બન્યો છે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં પણ વધારો થયો છે.

સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કિલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ બાય ૧૨ મીટરના ૪ મોરપંખ આકારવામાં આવ્યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રિજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ ૨૭.૨ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે. ફૂટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદ્ગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબિઓ  દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના  લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પ ર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભાર્ગવ કે. ભંડેરી,

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લોકલ ટુ ગ્લોબલ અભિગમ હેઠળ જામનગરનું આઈ.ટી.આર.એ. બન્યું આયુર્વેદનું આરાધનાલય

ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એકમાત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસિન સેન્ટર પણ જામનગરમાં

આસો વદ તેરસની ધનતેરસ તરીકે પણ સર્વત્ર ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે આ દિવસે આયુર્વેદના આરાધ્ય દેવ શ્રી ભગવાન ધન્વન્તરિ દેવનો પ્રાગટ્ય દિવસ પણ છે અને આ દિવસને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં નવ વર્ષથી આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. અને આ વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણી દેશના સિમાડાઓ વટાવી ૧૦૦ થી વધુ દેશોમાં થઇ રહી છે. ત્યારે આવો જાણીએ આ સંસ્થાનને લોકલ ટુ ગ્લોબલ બનાવવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ભૂમિકા કેટલી મહત્ત્વની રહી છે.અને કઈ રીતે આ સંસ્થા વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ બની છે.

રજવાડાના સમયે શરૂ

થયેલી પદ્ધતિ બની ગ્લોબલ

જામનગર એ આયુર્વેદનું કાશી અને માન્ચેસ્ટર તેમજ ઉદગમ સ્થાન તરીકે વિશ્વ વિખ્યાત બન્યું છે કારણ કે અહીં રજવાડાંના સમયથી થયેલી શરૂઆત આજે વિશ્વભરની પરંપરાગત ચિક્ત્સાનું મહત્ત્વનું કેન્દ્ર બનવા જઇ રહી છે.વર્ષ ૨૦૨૦માં ૧૫ ઓક્ટોબરના રોજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઈટ્રા) ની સ્થાપના કરવામાં આવી હતી જે સમગ્ર દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન બનવા પામ્યું છે.ચિકિત્સા અને સારવાર માટે અહી ઇટ્રામાં જાણે મહા યજ્ઞ યોજાઇ રહ્યો હોય તેમ ત્રણસો પથારીની સુવિધા સાથેની અદ્યતન એન.એ.બી.એચ.પ્રમાણિત  રાજ્યની એક માત્ર અને સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રની હોસ્પિટલ કાર્યરત છે જેમાં દૈનિક સરેરાસ ૧,૫૦૦ દર્દીની ઓ.પી.ડી. ચાલે છે. વધુમાં જામનગર શહેર અને જિલ્લામાં સુરક્ષાદળો, જેલ, ગ્રામ્ય વિસ્તાર વગેરે જેવા કુલ આઠ સ્થળોએ પણ ઓ.પી.ડી. સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

આઈટીઆરએ (ઈટ્રા) ની સિદ્ધિ

આયુર્વેદ અને શસ્ત્રક્રિયા એ સામાન્ય રીતે લોકો માટે થોડો આશ્ચર્ય પમાડે તેવી વાત છે ત્યારે ઇટ્રામાં ૧૦૦ દિવસના ટૂંકાગાળામાં જ શલ્ય વિભાગ દ્વારા કુલ ૫૨૨ થી વધુ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે. સામાન્ય સમસ્યાથી લઇ વૈશ્વિક મહામારી અને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે અહીં સક્ષમ પ્રયાસો થકી સારા પરિણામો મેળવાઇ રહ્યાં છે. આધુનિક વિજ્ઞાનની કુલ ૬ પ્રકારની એન.એ.બી.એલ.પ્રમાણિત લેબોરેટરી અને અદ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે. યોગ અને નિસર્ગોપચાર માટે અલાયદું કેન્દ્ર અહીં શરૂ કરી લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે કાર્યરત કરાયું છે જેનો નાગરિકો ભરપૂર લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં જ યોગ નેચરોપેથી માટે ૬ ડિ પ્લોમા-પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યાં છે. ઇટ્રામાં યોજવામાં આવતા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતો હોય છે જેમાં વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરિક્ષણ અને સારવાર તો આપવામાં આવે જ છે ઉપરાંત નાડિ-શ્રમ  પરિક્ષણની સાથે રોજિંદા જીવનમાં આયુર્વેદ શૈલી અપનાવવાથી શું ફાયદો થાય અને સ્વાસ્થ્ય કેમ સમૃદ્ધ બનાવી શકાય તે માટે વિશાળ ડોમમાં પ્રદર્શન યોજવામાં આવે છે.ગત વર્ષે પણ અહી મિલેટ્સને અનુમોદન આપવા માટે 'સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુર્વેદિક અભ્યાસક્રમો

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા સાત રાષ્ટ્રીય અને આઠ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કાર્યો હાથ ધરાયા છે. આઇ.ટી.આર.એ. ખાતે સમૃદ્ધ અને અતિ અદ્યતન લાયબ્રેરી છે જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો અને પાચ હજારથી વધુ હસ્તપ્રતો (મેન્યુસ્ક્રિપ્ટ) ઉપલબ્ધ છે. આ ગ્રંથાલયમાં છેલ્લા છ દાયકામાં થયેલાં તમામ શૈક્ષણિક સંશોધનોને ડિજિટલાઇઝ કરીને વિજાણું સ્વરૂપે ઉપયોગ અર્થે સાચવવામાં આવ્યાં છે.અહીં એનીમલ હાઉસ પણ છે જ્યાં નિયત માપદંડોથી તબીબી અને ઔષધિય સંશોધનો કરવામાં આવે છે.

સંસ્થામાં કુલ ૧૪ શૈક્ષણિક વિભાગોમાં સર્ટિફિકેટથી લઇ પીએચ.ડી. સુધીના કુલ દસ અભ્યાસક્રમો ચાલે છે.અહીં વિવિધ આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ દેશોના કુલ ચારસોથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે.વિશ્વ કક્ષાએ જેનું મહત્વ છે તેવું પીઅર રીવ્યુડ જર્નલ 'આયુ'અહીંથી પ્રકાશિત થાય છે અને આયુર્વેદ તબીબો-સંશોધકો અત્યાર સુધીમાં સાડા પાચ હજારથી વધુ શોધપત્રો મહત્ત્વના અને પ્રમાણિત જર્નલોમાં પ્રકાશિત કરી ચૂક્યાં છે.

આઇ.ટી.આર.એ.માં વન નેશન-વન હેલ્થના મંત્રને ચરિતાર્થ કરવાં આયુર્વેદને આધુનિક અને અન્ય ચિકિત્સા પદ્ધતિ સાથે જોડી નવા આયામો આકાર આપવાની પ્રક્રિયા કાર્યરત છે.

આગામી ભવિષ્યમાં આયુર્વેદ ક્ષેત્રના સિમાડાંઓ વિસ્તરણ કરવાની નેમ સાથે આયુર્વેદ પદ્ધતિની સુપર સ્પેસ્યાલિટી હોસ્પિટલ, આયુર્વેદ અને આયુર્વેદ ફાર્માસિ અભ્યાસક્રમોમાં અત્યાધુનિક પદ્ધતિ અને આધુનિક વિજ્ઞાન સાથે સમન્વય કરી સંશોધન અને સારવારની પદ્ધતિ વિકસાવવા માટે કમર કસવામાં આવી રહી છે.

આયુર્વેદ ક્ષેત્ર માટે પ્રથમેશઃ જામનગર

વર્ષ ૧૯૪૪ માં રાજવી જામ પરિવાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા માટે કેન્દ્ર સ્થપાયું ત્યાર બાદ વર્ષ ૧૯૪૬માં સૌપ્રથમ ગુલાબકુંવરબા આયુર્વેદ સંસ્થાની સ્થાપના થઇ અને/આઝાદી બાદ વર્ષ ૧૯૪૭માં આયુર્વેદ માટે આધુનિક સંશોધન કેન્દ્ર સ્થપાયું, વર્ષ ૧૯૫૪માં સી.આઇ.આર. આઇ.એસ.એમ. સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર પણ અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૬માં સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ સંસ્થાન પણ જામનગરમાં સ્થપાયું, વર્ષ ૧૯૬૭માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવી, આયુર્વેદ ક્ષેત્રનું સૌપ્રથમ ડબલ્યુ.એચ.ઓ.નું કોલોબ્રેટિવ સેન્ટર પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૨૦૨૦માં દેશની સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્ત્વનો  દરજ્જો ધરાવતી સંસ્થા આઇ.ટી.આર.એ. પણ અહીં સ્થપાઇ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન 'ગ્લોબલ ટ્રેડિશલ મેડિસિન સેન્ટર' (જી.ટી.એમ.સી.) પણ જામનગરને ફાળે આવ્યું છે.

ફ્લાઈંગ વૈદ્યને આયુર્વેદના વિકાસનું સોંપાયું સુકાન

છેલ્લાં બે દાયકામાં આયુર્વેદને વિશ્વ કક્ષાએ અભૂતપૂર્વ મહત્ત્વ મળી રહ્યું છે અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં તેને મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ત્યારે તેના વિકાસ માટે સરકાર સખત અને સતત પ્રયત્નો કરી રહી છે તેમાં ભારત સરકારના આયુષ વિભાગના સચિવ તરીકે પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાને સુકાન સોપવામાં આવ્યું છે જેઓને વડાપ્રધાન મોદીજી 'ફ્લાઇંગ વૈદ્ય' તરીકે નવાજે છે. કારણ કે તેઓએ વિશ્વના ત્રણ ડઝનથી વધુ દેશોમાં આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી તેનું ફલક વિસ્તાર્યું છે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કાર્ય કરી ચૂક્યાં છે. હાલ આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક પ્રૉ. બી.જે. પાટગીરી દ્વારા આયુર્વેદ જામનગરના આયુર્વેદ ક્ષેત્રને શિક્ષણ અને સંશોધનની બાબતમાં ઉત્તમોતમ બનાવવા માટે પ્રયત્નશીલ છે.

વિરેન્દ્રસિંહ પરમાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આયુર્વેદમાં 'જાલંધર બંધ' પદ્ધતિ હેઠળ દુઃખતા સડેલા દાંત દુઃખાવા વગર કાઢી શકાય છે

રોગોને મૂળમાંથી કાઢવાની ચિકિત્સા પદ્ધતિ

જામનગર તા. ૧૦: આયુર્વેદ એ પ્રાચીન ભારતના તબીબી વિજ્ઞાનની દૂરંદેશીતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આયુર્વેદમાં જે પ્રકારની સારવાર તથા નિદાનની વાત કરવામાં આવે છે, તે શરીરના રોગોને મૂળથી દૂર કરવા માટે હોય છે. ઘણાં અસાધ્ય રોગોમાં આયુર્વેદિક સારવાર વધુ કારગત નીવડે છે.

દાંતની જ વાત કરીએ, તો દાંત એ શરીરનું અવિભાજ્ય અંગ છે. તેની સંભાળ રાખવી પણ અત્યંત જરૂરી છે. પરંતુ, જ્યારે આ દાંતમાં કોઈ પ્રકારનો રોગ ઘર કરી જાય, ત્યારે તેને કાઢવો એ મુશ્કેલીભર્યું કામ છે. હાલની ડેન્ટલ ટ્રીટમેન્ટમાં દાંત કાઢવા માટે થોડા પ્રમાણમાં એનેસ્થેસિયા આપીને દર્દીના જડબાનો ભાગ બહેરો કરવામાં આવે છે, અને તે પછી જે તે દાંત અથવા દાઢને કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી લાંબી અને પીડાદાયક હોય છે. ઉપરાંત, તેમાં એનેસ્થેસિયાનું જોખમ પણ રહેલું છે. હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોના દર્દીઓને, કે જેમને એનેસ્થિસિયા આપવો હિતાવહ નથી હોતો, તેમના માટે ઘણીવાર દાંતના દુખાવાને સહન કરવો જ એકમાત્ર વિકલ્પ રહી જાય છે.

આયુર્વેદમાં આવી પરિસ્થિતિમાં પણ દર્દીને વધુ દુખાવો ના થયા, તે રીતે દાંતને કાઢવાનો ઉપાય છે. જાલંધર બંધ નામની પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિથી હલતા તથા સડી ગયેલા દાંતને એનેસ્થેસિયા વગર કાઢવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ગરદનની યોગ્ય મુવમેન્ટ દ્વારા સુષુમણા નાડીના ચેતાતંત્રને બહેરું કરીને સાવ ઓછા સમયમાં, કોઈ પણ જાતના દુખાવા વિના સડી ગયેલાકે હલતાં દાંતને કાઢી શકાય છે.

આ જાલંધર બંધ નામની પદ્ધતિ પ્રમાણમાં ઓછી પ્રચલિત છે. આ પદ્ધતિને વધુ જનભોગ્ય બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના શાલાક્ય વિભાગ દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદરમાં જાલંધર બંધ આધારિત દંતોટપાતન વિધિથી ડેન્ટલ એકસ્ટ્રેકશન કેમ્પ અને હેન્ડ ઓન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના તમામ નવ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ૩ર કોલેજના ફેકલ્ટી મેમ્બર્સે પણ આ ટ્રેનિંગ કેમ્પમાં જોડાઈને જાલંધર બંધની આ પદ્ધતિથી દાંતના રોગોની સારવાર થઈ શકે તે માટે પ્રયત્નો કર્યા છે. આ પદ્ધતિનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે અને આ પદ્ધતિનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુ માટે આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.

મૂળ ભારતીય યોગશાસ્ત્રમાં ત્રણ પ્રકારના બંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૂળબંધ, ઉડિયાન બંધ તથા જાલંધર બંધ. યોગશાસ્ત્ર પ્રમાણે રકતાભિષણ અર્થાત બ્લડ સકર્યુલેશન ઉપર કરવાની પ્રક્રિયાને બંધ કહે છે. જાલંધર બંધમાં ગળાની ઉપરના અવયવોમાં લોહીનો પ્રવાહ કન્ટ્રોલ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર શરીરમાં વાયુનો પ્રભઆવ અટકાવીએ તો પીડાને અટકાવી શકાય છે. આ પદ્ધતિમાં ૪ પ સેકન્ડ માટે ગળાથી ઉપરના ભાગમાં વાયુની ગતિ અટકાવીને તરત જ દાંત પાડી દેવામાં આવે છે. જેનાથી લોહી ખૂબ ઓછું વહે છે, તથા દુખાવામાં પણ રાહત રહે છે.

પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમમાં આ પ્રકારનો ડેન્ટલ કેમ્પ વર્ષોથી આયોજિત કરવામાં આવે છે. આ સંસ્થાના સહયોગથી આ અદ્વિતીય પ્રાચીન ટેકિનકને હાલના સમયમાં પ્રેક્ટિસમાં મૂકીને એનેસ્થેસિયા તથા દુખાવા વગર સડેલા અને હલતા દાંતની સારવાર કરવામાં આવે તથા આ પદ્ધતિ પ્રચલિત બને તે માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ તથા પ્રાદ્યાપકો માટે પણ આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દંત વૈદ્ય સરોજબેન જોશી, વૈદ્ય હારિન્દ્ર દવે તથા વૈદ્ય શ્રેણિક નાહતા આ કેમ્પમાં પ્રશિક્ષણ આપે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પાંડવોએ જ્યાં પૂર્વજોના પીંડ તારવ્યા હતાં, તે પીંડારા ઝંખે છે, પ્રવાસન પ્લેસ તરીકે વિકાસ

અહીં દુર્વાષા ઋષિનો આશ્રમ, ૩૨ પ્રાચીન પૂતળાઓ-ભોયરૂ, મહાપ્રભુજીની બેઠક છે

ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લો જુદા-જુદા ધાર્મિક સ્થાનો માટે જાણીતું છે ત્યારે કલ્યાણપુર તાલુકાનું પિંડારા ગામ અનોખું છે. જ્યાં ભીમ-પાંડવો દ્વારા તેમના પૂર્વજોના પીંડ લોખંડના તરાવીને પિતૃ મોક્ષ કરાવ્યો હતો.

પીંડતારક કૂંડ

ભાટિયા-નંદાણા કે રાણ તરફથી દ્વારકા ચરકલા જતા રોડ પર પંદરેક કિ.મી. ફૂટ પિંડારા એટલે કે, પીંડ તારક ગામ આવેલું છે. જ્યાં સમુદ્રના કાંઠા પર પીંડતારક કૂંડ આવેલો છે. જ્યાં મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ આવીને લોખંડના ૧૦૮ પીંડ ઋષિમુનીઓની સલાહથી તરાવ્યા હતાં તથા પિતૃ મોક્ષ કરાવ્યો હતો.

ત્રણ શિવલીંગવાળું મહાદેવનું મંદિર

હાલ વિશાળ જગ્યામાં આવેલ પીંડતારક જગ્યામાં વિશાળ મેદાન સમુદ્રના કાંઠા પાસે પીંડતારક કૂંડ અતિ પ્રાચીન ત્રણ શિવલીંગવાળું મહાદેવનું મંદિર તથા દુર્વાસા ઋષિનો આશ્રમ આવેલો છે.

પાંચ હજાર પુરાણી જગ્યા

આ અતિ પ્રાચીન પાંડવકાલીન જગ્યા કે જ્યાં પાંડવો આવેલા તે પાંચ હજાર વર્ષ પુરાણી જગ્યા છે, પણ અહીં સગવડતા નથી. પવિત્ર કૂંડ ગંદા પાણીથી ભરેલો છે તથા દુર્વાષા આશ્રમ બાજુમાં છે, જ્યાં દુર્વાષા ઋષિ સ્થાપિત અતિ પ્રાચીન ખૂબ જ ઉંચા શિવલીંગ, દુર્વાષા ઋષિ જ્યાં બેસતા તે જગ્યા પ્રાચીન મૂર્તિઓ, બત્રીસ પ્રાચીન પૂતળીઓ જેને દરેક ગણતા જુદો આંકડો આવે, નજીકના સમુદ્રમાં ઉંડે આવેલો અન્ય કૂંડ જ્યાં શ્રાવણ-અમાસના જાણકારો જઈ શકે છે તથા દુર્વાષા આશ્રમ પાસે પ્રાચીન ભોંયરૃં તથા નજીકમાં મહાપ્રભુજીની બેઠક આવેલા છે.

રાણનું વૃક્ષ જ્યાં દુર્વાષા ઋષિ તપ કરતા

પિંડારા ગામની નજીક જ વિશાળ તળાવ જે બારે માસ પાણીથી ભરેલું હોય છે. ત્યાં તળાવના કાંઠે જમીનમાં ૩૦/૩પ ફૂટ ઉંડો અને વિશાળ થડ અને બખોલોવાળું વૃક્ષ રાણનું છે. જે હજારો વર્ષ જુનું છે. જ્યાં દુર્વાષા ઋષિ તપ કરતા હતાં, તે ભવ્ય જગ્યા પણ જોવા લાયક છે. જેનાથી ઘણાં લોકો અજાણ છે.

મલ્સકુસ્તી મેળાની વિશેષતા

પિંડારામાં દર વર્ષે યોજાતો મલ્લ કુસ્તી મેળો પણ ખૂબ જ જાણીતો છે, ત્યારે હાલ ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રને મહત્ત્વ આપીને વિકાસ કરી રહી છે ત્યારે ખાસ દ્વારકા જિલ્લાનો વધુ વિકાસ થાય તો અહીં દ્વારકા આવતા હજારો યાત્રિકો દુર્વાષા આશ્રમ, પીંડતારક કૂંડની મુલાકાત લઈ શકે તથા પ્રાચીન રાણ વૃક્ષ જોઈ શકે.

ચરણગંગાનો ઈતિહાસ

દુર્વાષા આશ્રમથી જ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી રથમાં જાતે જોડાઈને ઘોડાની જગ્યાએ રથ લઈને દ્વારકા દુર્વાષા ઋષિને લઈ જતા ટુંપણી ગામ પાસે રૂક્ષ્મણીને પાણીની તરસ લાગતા ચરણગંગા શ્રીકૃષ્ણએ પ્રગટ કરેલી, જે સ્થળ પણ જાણીતું છે, ત્યારે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા દ્વારકા જિલ્લાના ધારાસભ્ય છે, ત્યારે લોકો આ સ્થળના વિકાસની રાહ જુએ છે. આ સ્થળે લોકો બહુ દૂરથી આવે છે, પણ તેમને રહેવાની કોઈ વ્યવસ્થા નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકારે પાકું મકાન આપ્યુ અને પરિવાર સુખી થઈ ગયોઃ કમાભાઈ ડોરૂ

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓનો પ્રતિભાવ

ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં આવેલ કાકાભાઈ સિંહણ ગામના લાભાર્થી કમાભાઈ ગાંગાભાઈ ડોરુંનો ૧૦ વ્યક્તિનો પરિવાર. પતિ, પત્ની બે પુત્રો અને તેમના પરિવાર સાથે જુના ફળિયા વિસ્તારમાં નળિયાવાળા કાચા મકાનમાં રહેતાં. કમાભાઈ તેમજ તેમનાં પુત્રો છુટક મજુરી કામ કરે. બન્ને પુત્રોને પત્ની અને બે પુત્રોનો પરિવાર. આ કાચા મકાનનો ઘણો ભાગ વર્ષો પહેલાં વાવાઝોડામાં પડી ગયેલો, રહેવા માટે લાયક ન હોવા છતાં આ તુટેલા મકાનમાં રહેવા સિવાય કોઈ આરો નહોતો. વરસાદમાં, પવનોમાં અને ઠંડી, ગરમીમાં આધાર ન મળે, તો શૌચાલય કે બાથરૂમની તો વાત જ ક્યાંથી હોય? આવી પરિસ્થિતિમાં વર્ષો વિતતાં હતાં.

પરિવારને રહેવા માટે ઘર તો નહોતું પણ પાકું ઘર બનાવવાં માટે જમીન પણ ન હતી. છેવાડાનાં માનવીને યોજનાકીય સહાય દ્વારા પગભર કરીને તેને વિકાસયાત્રામાં જોડવાની સરકારશ્રીની નીતિ અને નિયતને લીધે તેમના પરિવારની વ્હારે સરકાર આવી.  તેમને ઘરથાળ યોજના અંતર્ગત ગામનાં ભરવાડવાડા વિસ્તારમાં ૯૦૦ ચોરસ ફુટ જમીન ફાળવવામાં આવી. વધુમાં તેના પર ઘર બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય યોજનાઓ અંતર્ગત ઘર બાંધવા માટેની ૧.૫ લાખ જેટલી સહાય મંજૂર કરવામાં આવી.

લાભાર્થી કમાભાઈ ડોરું પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે, અત્યાર સુધી કોઈ અમારી સંભાળ લેવા આવ્યું નહોતું. અમારી સહાય કરીને પ્લોટ આપવા અને ઘરનો આધાર બનવવા સહાય આપવા માટે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો  ઓછો છે.

તેમનાં પુત્ર પ્રવિણભાઈ જણાવે છે કે, આ ઘર બનાવવાં માટે પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ, મનરેગા, શૌચાલય માટેની સહાય મળીને દોઢ લાખ જેટલી સહાય અલગ અલગ હપ્તાઓમાં મળી છે. આ સહાયથી અમે બે રૂમ, રસોડૂ અને ઓસરીનું મકાન બાંધ્યું છે. બાથરૂમ અને શૌચાલય બનાવ્યાં છે. પહેલાં વરસાદ, ઠંડી-ગરમીની ઋતુમાં તકલીફો પડતી, હવે પાકું મકાન આપીને સરકારે સુખી કરી દિધા છે. વરસાદનો અને પવનોથી ઘર પડવાની ચિંતા મટી છે. ઘરનાં મહિલાઓને વ્યવસ્થિત રસોડું તેમજ શૌચાલયની સુવિધા મળી છે. બાળકોને ભણવા માટે પણ હવે સગવડતા છે.  આ ૧૦ વ્યક્તિના પરિવારને રહેવા માટે આધારરૂપ પાકું ઘરનું સ્વપ્ન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી હકીકત બન્યું. પાકાં મકાનમાં રહેવા મળતાં સમગ્ર પરિવારને જાણે એક આધાર અને આગળ વધવા નવો જુસ્સો મળ્યો.

પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં પરિવારો કે જે ઘરવિહોણાં છે, અથવા કાચા ઘરમાં રહે છે, તેઓને પાકું મકાન બનાવવા માટે સહાય આપીને વિકસિત ભારત માટે "હાઊસિંગ ફોર ઓલ" ના સ્વપ્નને સાકાર કરવા માટે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે ગ્રામ પંચાયતમાં તલાટી કે વી.સી.ઈ.નો સંપર્ક કરીને અરજી કરી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સપ્તધાન્યાંકુર અર્ક નૈસર્ગિક રીતે ફૂલોની ચમક, વજન અને પોષક ક્ષમતા વધારે છે...!

ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતીને માતાનો દરજ્જો અ૫ાયો છે

ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતી બન્નેને 'માઁ' નો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી, તે બન્નેનું સંરક્ષણ કરવાની જવાબદારી પ્રત્યેક મનુષ્યની છે. પ્રાકૃતિક ખેતી એ જમીનનાં સત્ત્વનું રક્ષણ કરતી વિલક્ષણ ખેતીપદ્ધતિ છે, જેમાં ગાયનો પણ મહત્ત્વપૂર્ણ ફાળો હોય છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ કુદરતી ચક્રો તેમજ જીવામૃત, વાપ્સા વ્યવસ્થાપન, આચ્છાદન અને સહજીવી પાક પદ્ધતિ વગેરેના સુમેળભર્યા ઉપયોગથી સફળ પાક લેવામાં આવે છે. હાલનાં સમયમાં પ્રાકૃતિક ખેતી એક વ્યવહારીક ખેતી તરીકે પ્રસ્થાપીત થઈ રહી છે. આ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી ફક્ત નાના ખેડૂતો જ નહિં પણ, મધ્યમ અને મોટા ખેડૂતોને પણ લાભદાયી સાબિત થઈ છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજી ના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ણવાયેલ પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અનુસાર બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં સપ્તધાન્યાંકુર અર્કની મહત્ત્વની ભૂમિકા વિષે આ લેખમાં જાણીએ.

સપ્તર્ષિ, સપ્ત ચક્ર, સપ્તાહ વગેરે આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે, તે જ રીતે બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં સાત અલગ અલગ દાણાથી બનતા સપ્તધાન્યાંકુર અર્કનું અનેરૃં મહત્વ છે. આ અર્ક બનાવવાની પદ્ધતિમાં એક વાટકીમાં ૧૦૦ ગ્રામ તલ (કાળા અથવા સફેદ) લઈને તેને પાણીમાં પૂરા ડુબે એટલું પાણી લઈને પલાળો અને કપડાંથી ઢાંકીને રાખો. બીજા દિવસે સવારે અન્ય મોટી વાટકીમાં મગ, અડદ, ચોળા, મઠ, ચણા, ઘઉં આમ છ પ્રકારના દાણા દરેક ૧૦૦ ગ્રામની માત્રામાં લઈને તેને ભેગા કરો અને તે પાણીમાં સારી રીતે પલળે તેટલું પાણી ઉમેરી વાટકી સુરક્ષિત જગ્યા ઉપર રાખો. બીજા દિવસે બધા જ પલાળેલા દાણા તલ સહિત એક ભીના કપડામાં બાંધો. તે પોટલી ઘરમાં  અંકુરણ થવા માટે લટકાવીને રાખી દો. જે પાણીમાં આ સાતે પ્રકારના દાણા પલાળ્યા હતા તે પાણીને સાચવી રાખો. હવે જે દિવસે પોટલી અંદરના દાણામાં ૧ સેન્ટિમીટર જેટલા લાંબા અંકુર ફૂટે, તે દિવસે પોટલીમાંથી બધા જ દાણા કાઢીને તેની ખાંડણીયામાં ચટણી બનાવો. (મિક્સર ગ્રાઈન્ડરનો ઉપયોગ ન કરવો. તેમાં ગરમી પેદા થવાથી અંતઃસ્ત્રાવો ઊડી જાય છે.) ૨૦૦ લીટર પાણી લઈ તેમાં ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર ઉમેરો, દાણા પલાળ્યા હતા તે પાણીને પણ આમાં ઉમેરીને મિશ્રણને લાકડીથી હલાવો પછી તેની સાથે જ દાણાની ચટણી ઉમેરો. ચટણીને આ પાણીમાં આંગળીથી ચોળીને સારી રીતે ભેળવી દો. ફરી એક વખત હલાવ્યા બાદ સ્થિર થયા પછી, તેને બે કલાક કોથળાથી ઢાંકીને  રાખી મૂકો. પછી દ્રાવણને કપડાથી ગાળી લો અને તરત તેનો છંટકાવ કરી દો. આ દ્રાવણ બન્યા પછી ૨૪ કલાકની અંદર તેનો ઉપયોગ થઈ જવો જરૂરી છે.

આ સ્પ્તધાન્યાંકુરના છંટકાવથી ફળ અને દાણાની સાઈઝ વધે છે, ચમક આવે છે ફળ અંદરથી પૂરી રીતે ભરાઈ જાય છે. ઉપરાંત, ફળોનાં ડિટ મજબૂત બનતાં ફળ ખરતાં અટકે છે. પરિણામે સ્વાદ, સુગંધ વધે છે તેમજ ઉત્પાદન પણ વધે છે. પાકના દાણા દુગ્ધ અવસ્થા (મીલ્કીંગ સ્ટેજ) માં હોય, તે સમયે આ સ્પ્તધાન્યાંકુરનો છંટકાવ પાક ઉપર કરવો. છંટકાવ સમયે તેમાં પાણી ભેળવવું નહિ એટલે કે જેવો છે તેવી જ સ્થિતિમાં છંટકાવ કરવો. ફળઝાડ ઉપર ફળો લાગવાની શરૂઆત થાય ત્યાર પછી ફળ ઉપર અને પાન ઉપર ૨૦૦ લીટર સપ્તધાન્યાંકૂરનો પ્રતિ એકર એક મહિનામાં ઓછામાં ઓછા એક વખત છંટકાવ કરવો. ફૂલની ખેતીમાં જ્યારે ફૂલ કળી અવસ્થામાં હોય ત્યારે પ્રતિ એકર ૨૦૦ લીટર સ્પ્તધાન્યાંકુર અર્કનો છંટકાવ કરવો. લીલાં શાકભાજી, પાલક, મેથી કાપ્યા પછી પાંચ દિવસમાં સપ્તધાન્યાંકુર ૨૦૦ લીટર પ્રતિ એકર છંટકાવ કરવો.

આમ, બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં ફળ-શાકભાજીની ચમક, વજન અને ગુણવત્તા નૈસર્ગિક રીતે વધારવા માટે તેમજ પોષક તત્વો પૂરાં પાડીને સફળ પાક ઉત્પાદન માટે સપ્તધાન્યાંકુર અર્કની અગત્યની ભૂમિકા રહેલી છે.

આલેખનઃ ભાર્ગવ કેે. ભંડેરી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરના ધન્વન્તરિ મેદાનમાં ઈટ્રા અને હાર્ટફુલનેસ દ્વારા એક સદી જુના વડલાને જીવતદાનનો નૂતન પ્રયાસ

રાજવીકુળના સંસ્મરણોઃ 'એક પેડ માં કે નામ'ના સંકલ્પને અનુમોદન

જામનગર તા. ૧રઃ જામનગરમાં છેલ્લે આવેલા અનરાધાર વરસાદ અને તોફાની પવન જેવી સ્થિતિમાં ઈટ્રાના ધન્વન્તરિ મેદાનમાં એક સદીથી પણ જુનો વડલો ધરાશાયી થયો હતો. આ વડલો આયુર્વેદ સંસ્થાનને જામનગરના નામદાર રાજવી પરિવાર તરફથી સાંપડેલા આયુર્વેદ પરિસરની સાથે જ મળ્યો હતો. તે વાતાવરણની તોફાની સ્થિતિમાં તા. ર૮ ઓગસ્ટના પડી ભાંગતા તેને ફરી જીવતદાન આપવાનો અભિનવ અને અભિન્ન પ્રયોગ થવા જઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના ઈતિહાસમાં આ ઘટના સૌ પ્રથમ વખત થવા જઈ રહી છે. એક વૃક્ષનું મહત્ત્વ જીવનમાં અનેક ગણું છે ત્યારે તેને મૂળથી ઉખડી ગયા પછી પણ ફરી સજીવન કરવાનો આ પ્રયોગ એ અનોખી અને નવી દિશા ખોલનારી ઘટના ગણાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે 'એક પડે માં કે નામ' સંકલ્પ કરાયો છે ત્યારે આ ઘટના તેનું અનુમોદન ગણાય.

મૂળથી ઉખડી ગયેલા આ વડલાને ઈટ્રા અને હાર્ટકૂલનેસ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ કાર્ય કરશે. અઢાર કલાક સુધીની જહેમત અને આધુનિક મહાકાય સાધનોના ઉપયોગ પછી વડલાને તેના મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. સાથોસાથ તેમાં જરૂરી દવાઓ અને ખાતર પણ ઉમેરવામાં આવશે. મોટા થાંભલાઓ વડે તેને ટેકો (થોડા સમય માટે) આપવામાં આવશે અને ત્યારપછી કૂંપળ ફૂટતા તેને સ્વતંત્ર રીતે ફરી વિસ્તારવા દેવાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ વડલો ધરાશાયી થતાની સાથે જ ઈટ્રાના એસ્ટેટ વિભાગ દ્વારા બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હાર્ટફુલનેસ દ્વારા તુરંત આ પડકારરૂપ કાર્ય કરવા માટે ઉત્સુક્તા બતાવી સંમતી દાખવી હતી.

ઈટ્રાના કાર્યકારી નિયામક પ્રો. બી.જે. પાટગીરી જણાવે છે કે સંસ્થાની જગ્યા જામ રાજવી પરિવાર દ્વારા જ્યારથી અર્પણ કરવામાં આવી હતી ત્યારથી આ વડલાની હયાતી છે. એટલે તેનું મહત્ત્વ અનેકગણું છે. વડલો ફરી સજીવન પામે તે અમારા માટે ગર્વની લાગણી સમાન છે.

હાર્ટફુલનેસ સંસ્થાના સંયોજક સચિનભાઈ વ્યાસ જણાવે છે કે, વર્તમાન અનિયંત્રિત વાતાવરણની સ્થિતિએ અનેક વૃક્ષો ધરાશાયી થતા રહે છે, પણ પીઢ અને ઘેઘુર વૃક્ષોને ફરી રોપણ દ્વારા જીવતદાન એ વર્તમાન સમયની માંગ છે અને આવશ્યક બાબત છે. હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધુ આવા વૃક્ષોને પુનઃ સજીવન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમાં ૦૦ ટકા સફળતા મેળવી છે. આ વડલો તો એક સદીથી પણ વધુ ઉંમર ધરાવે છે એટલે તે મહત્ત્વનો છે.

એક દિવસની સતત અને ત્રણ માસની સઘન સારસંભાળ દ્વારા નવજીવન

બે મહાકાય ક્રેઈન અને જે.સી.બી.ના ઉપયોગથી વડલાને મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. ત્રણથી ચાર મોટા થાંભલા દ્વારા વડલાને તેના મૂળ જમીનમાં ફરી પકડ ન જમાવે ત્યાં સુધી આધાર તરીકે ખોડવામાં આવશે. દસ જેટલા કારીગરો અને તજજ્ઞો દ્વારા આ સમગ્ર નૂતન ઘટનાને આકાર આપવામાં આવશે. ખાસ પ્રકારના બાયોફર્ટિલાઈઝર-સ્ટિમ્યુલન્ટ અને ખાતર દ્વારા તેના મૂળિયા જમીનમાં પુનઃ ઊંડાણપૂર્વક મજબૂતાઈ જમાવે તેવું વાતાવરણ તૈયાર કરાશે. સતત એક માસ સુધી વડલાને પાણી અને જરૂરી વાતાવરણથી નવા પ્રાણ આપવાની અભુતપૂર્વ ઘટના બની છે.

શું હોય છે વડલાની ખાસિયત?

શાસ્ત્રો અને પુરાણોમાં વડલાને પવિત્ર માનવાામં આવે છે અને તેની પૂજા થાય છે. એટલું જ નહીં, પરંતુ તેની હયાતીથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો થાય છે. માત્ર ધાર્મિક જ નહીં, પણ પર્યાવરણની દૃષ્ટિએ પણ તેની વડવાઈઓના આધારે વાતાવરણમાંથી પોતાની જીવનજરૂરી વાયુ અને પાણી મેળવે છે અને એક માસ સુધી તે જીવિત રહી શકે છે. આ વિશ્વમાં વડલાની ઘણી પ્રજાતિઓ છે અને તેનો જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. પ્રાણવાયુ આપનાર વિરાટ વૃક્ષથી માંડી ઘરોમાં સુશોભન તરીકે પણ ઉપયોગ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ક૫ાસના ઊભા પાકમાં સંકલિત રોગો અને તેના ઉપાયો અંગે ગાઈડલાઈન કરાઈ જાહેર

જામનગર જિલ્લાના ખેડૂતો માટે

જામનગર તા.૧૧: જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, (૧) કપાસમાં ખૂણિયા ટપકાં (કેમ્પેટ્રીસ) બીજજન્ય રોગ જેમ કે ધરુ મૃત્યુ, પાનના ખૂણિયા ટપકાં, કાળી નસ, જીંડવાનો કોહવારો, કાળિયો વગેરેના નિયંત્રણ માટે પ્રાથમિક આક્રમિત પાનને વીણીને નાશ કરવો. દ્વિતીય આક્રમણ વખતે તાંબાયુકત દવા બ્લ્યુ કોપર, બ્લાઈટોક્ષ પૈકી કોઈ એક દવા ૦.૨ % નું મિશ્રણ કરીને તેનો છંટકાવ કરવો.

રોગની શરૂઆત જણાય ત્યારે ૨૦ દિવસના અંતરે મેન્કોઝેબ ૦.૨ % દવાના ૩ થી ૪ વાર છંટકાવ કરવા. પાક પુર્ણ થયે રોગિષ્ટ પાન, ડાળી, જીંડવા વગેરેનો બાળીને નાશ કરવો. વાવણીના ૩૦ અને ૬૦ દિવસ બાદ સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ ૦.૫ % ડબલ્યુપી ૧૦૮ સીએક્યુ/ ગ્રામ ૨.૫ કિગ્રા/ હેકટર પ્રમાણે ૨૫૦ કિલોગ્રામ વર્મીકમ્પોસ્ટ ખાતરમાં ભેળવીને ચાસમાં આપવું અથવા સ્યુડોમોનાસ ફલુરોસેન્સ સ્ટ્રેઈન-૧ ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરીને ૧૫ દિવસના અંતરે ૩ વખત છાંટવું. મૂળખાઈ કે મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ઝાયનેબ અથવા મેન્કોઝેબ દવાનું ૦.૨ % નું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે.

મૂળખાઈ કે મૂળનો સડો તેમજ સુકારોના નિયંત્રણ માટે ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાનું મિશ્રણ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. બળીયા ટપકાં રોગના નિયંત્રણ માટે રોગિષ્ટ પાક અવશેષોને દૂર કરવા. રોગના પ્રાથમિક લક્ષણો દેખાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ડબ્લ્યુ પી ૦.૨ % ૧૦ લીટરમાં ૨૭ ગ્રામ અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૦.૨ % ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩ % ડબ્લ્યુપી ૧૦ લીટરમાં ૨૦ ગ્રામ ઓગાળીને તેનું મિશ્રણ તૈયાર કરીને ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ વખત છંટકવ કરવો જોઈએ.

ફુગનાશક મિશ્રણ કેપ્ટાન- ૭૦ % + હેકઝાકોનાઝોલ ૫% ૭૫૦ ગ્રામ પ્રતિ હેકટરે, ૧૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં નાંખીને તેનો ૩ વાર છંટકાવ રોગની શરૂઆત થાય કે તુરંત જ ૧૫ દિવસના અંતરે કરવો જોઈએ અને રોગિષ્ટ અવશેષો દૂર કરવા અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૫ ડબ્લ્યુ જી + મેટીરામ ૫૫ ડબ્લ્યુ જી ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ૨ વખત ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. અથવા ફલુકઝાપાયરેકઝોઈડ ૧૬૭ ગ્રામ.+ પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ ૨ વખત ૭.૫ ગ્રામ કે ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ.

દહિંયો કે છાસિયા રોગની શરૂઆત થતા કાર્બેન્ડાઝીમ ૦.૦૫ % ૧૦  ગ્રામ કે૧૦ લીટર પાણીમાં અથવા વેટેબલ સલ્ફર ૨૦ ગ્રામ કે ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ. અથવા કેસોક્સિમ મિથાઇલ ૪૪.૩ એસ.સી ૧૦ લીટર પાણીમાં ૧૦ મિ.લિ. મિશ્રણ તૈયાર કરીને તેનો છંટકાવ કરવો જોઈએ. અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ ૦.૨ % ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો ૧૫ દિવસના અંતરે ૨ વાર છંટકાવ કરાવવો જોઈએ.

પેરાવિલ્ટ કે નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરસ પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું. અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો, પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી. જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે.

મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર- જવર માટે કાણાં પાડવા, અસર પામેલ છોડની ફરતે ૩ % પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૧ % યુરીયાના દ્રાવણ રેડવું જોઈએ. તેમજ ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઈડ ૧૦૦ લીટરમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવીને તેનો છંટકાવ કરવો જોઈએ. આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી.

છોડ ઉપર ફૂલભમરી અને જીડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯- ૧૯- ૧૯ (એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઈકોમિક્સ ગ્રેડ- ૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાન ઉપર છંટકાવ કરવો જોઈએ. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ જન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું જોઈએ.

કપાસમાં લાલ પાન જોવા મળેથી ડી.એ.પી. ૨ % હુંફાળા પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ. મેગ્નેશિયમ સલ્ફેટ ૦.૫ % ના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. વાવણી બાદ ૨૫ કિગ્રા. હેકટર મેગ્નેશિયમ સલ્ફટ આપવું અને ચૂસિયા પ્રકારની જીવાતોનો નિયંત્રણ કરવું.

ટોચના પાનોની વિકૃતિના નિયંત્રણ માટે ખેતરમાં શેઢા પાળા ઉપર કે પાણીની ફીલ્ડ ચેનલોમાં કે ધાસિયાં ખેતરોમાં ૨- ૪ દિવસ માટે દવાનો છંટકાવ ટાળવો જોઈએ. નિંદામણ નાશક દવાઓના છંટકાવ બાદ પંપ ૨ થી ૩ વખત ધોઈને વ્યવસ્થિત સાફ કરીને જ અન્ય દવાના વપરાશ માટે વાપરવો.

કપાસના ખેતરમાં ૨- ૪ દિવસ દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. ગ્રોથ હોર્મોનનો ઉપયોગ ભલામણ મુજબ જ કરવો. ખેતરમાં આવી વિકૃતિ છોડમાં જોવા મળે કે તરત જ ખેતરમાંથી પાણી નીતારી નાંખવું અને ફરી હળવું પિયત આપવું. જમીનમાં વરાપે આંતરખેડ કરવી. ઉપદ્રવિત છોડ ઉપર ૨ % યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો.

જીડવાનો સડો, આંતરીક અને બાહ્ય જીંડવાનો સડો અટકાવવા માટે નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. કળી બેસવાના સમયે ચુસીયા પ્રકારના કિટકોની મોજણી કરતાં રહેવું. સાવચેતીનાં પગલાં તરીકે લીલા જીંડવા અવસ્થાએ વાદળછાયું વાતાવરણ હોય તો જીડવાનાં સડાને અટકાવવા માટે કોપર ઓકસીકલોરાઈડ ૫૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈંસી ૧૦ મીલી અથવા કાર્બન્ડાઝીમ ૫૦ વે.પા. ડબલ્યુપી ૩૦, ૧૦ ગ્રામ ફુગનાશકને ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બાહય જીંડવાનાં સડાને રોકવા માટે મેટીરામ ૫૫ % + પાયરાકલોસ્ટ્રોબીન ૫ % ડબલ્યુજી ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ.

ઉપરાંત આ તમામ દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે- તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે. તેનો ભલામણ મુજબ ઉપયોગ કરવા માટે જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી,  મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામક તાલીમનો સંપર્ક સાધી શકાશે. આ અંગે સંપૂર્ણ માહિતી મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી અને કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકારની શિષ્યવૃત્તિ થકી જામકલ્યાણપુરની માજીદુન નામની વિદ્યાર્થિનીએ કર્યો ઉચ્ચ અભ્યાસ

ધોરણ-૮ ના તબક્કે લેવાતી "સેટ" અને "મેટ" ટેસ્ટની ફળશ્રુતિ

જામનગર તા. ૧૧: રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના નાગરિકોનો આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસ થાય તે માટે સતત પ્રતિબદ્ધ છે. અનુસૂચિત જાતિ માટે ખાસ યોજનાઓ ઉપરાંત અન્ય યોજનાઓના પણ તેમની યોગ્ય ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે સરકાર ચિંતિત છે. રાજ્ય સરકાર રાજ્યની તેમજ કેન્દ્રની વિવિધ યોજનાઓના સફળ અને અસરકારક અમલીકરણ વડે અનુસૂચિત જનજાતિના વિકાસ માટે ઉદાહરણરૂપ કાર્ય કરી રહી છે. તેના પુરાવારૂપે દરિયાકાંઠાના છેવાડાના ગણાતા તેવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિદ્યાર્થિની માજીદુનની વાત જાણીએ.

દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકાના વતની લાભાર્થી વિદ્યાર્થિની વજીગુડા માજીદુન ઇનુસભાઈ હાલ સરકારી વાણિજ્ય કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેઓ પોતાનો સ્વાનુભવ કહેતા જણાવે છે કે, 'અમે માતા પિતા સાથે ૮ ભાઈ બહેનો છીએ, પિતા નોકરી કરતાં જે રીટાયર થયાં છે, અને ભાઈ બહેનોમાં હું સૌથી નાની છું. ધોરણ ૮ દરમ્યાન સરકારી કન્યા શાળા કલ્યાણપુરમાં અભ્યાસ દરમ્યાન આ યોજના વિષે જણકારી મળતા પરીક્ષા આપેલી. પરીક્ષામાં પાસ થયે મને સ્કોલરશીપ મળવાની શરૂ થઈ. આ પરીક્ષામાં સિલેક્ટ થતાં હું મારા આગળના ભણતર માટે નિશ્ચિંત થઈ ગઈ. આર્થિક આધાર મળતાં ભણવામાં પણ વધુ આત્મવિશ્વાસ સાથે જોડાઈ અને હાલ કોલેજમાં ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી રહી છું.'

કલ્યાણપુરના ઇન્દિરા આવાસ- પોલીસ લાઈન પાસેના વિસ્તારમાં સહપરિવાર રહેતી વિદ્યાર્થિની માજીદુને સરકારનો આભાર માનતાં કહ્યું હતું કે, આ યોજના અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન દર વર્ષે ૧૨ હજાર લેખે કુલ રૂ.  ૪૮,૦૦૦ની સહાય મળી છે. આ યોજના મારા અને મારા જેવા આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી યોજના છે, આ યોજના માત્ર આર્થિક સહાય નહિ, આર્થિક સધિયારા રૂપ નીવડે છે. હું અને મારા જેવા આદિજાતિ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિઓનો લાભ આપી આગળ વધારવા માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને તેઓ ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરી શકે તે માટે તે માટે આર્થિક સહાય આપવા નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ દર વર્ષે ૧૨ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. દેશભરમાં દર વર્ષે ૧ લાખ નવા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે. ધોરણ ૮ માં ઓછમાં ઓછા ૫૫ ટકા માર્ક મેળવેલ  હોય તેવા નવોદય અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ સિવાયના સરકારી અને સરકાર અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૮ ની ટકાવારીને આધારે પાત્રતામાં ૫% છુટછાટ આપવામાં આવે છે.

પાત્ર તેજસ્વી વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એન.એમ.એમ.એસ. સ્કોલરશીપ પરિક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધોરણ ૮ના તબક્કે આ પરિક્ષા આપી શકે છે. મેટ (મેન્ટલ એબિલીટી) અને સેટ (સ્કોલાસ્ટીક એપ્ટિટયુડ) માં ઓછામાં ઓછા ૪૦% માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠેરવવામાં  આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પાત્રતાની ટકાવારી ૩૨% રાખવામાં આવી છે.

શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને આગળની શિષ્યવૃત્તિ મેળવવા માટે દસમાં ધોરણમાંં ૬૦% માર્ક્સ લાવવા ફરજિયાત હોય છે, તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ૫% છુટછાટ આપવામાં આવે છે. વધુમાં આગળનો લાભ મેળવવા માટે પ્રથમ પ્રયાસે ધોરણ ૧૦ અને ૧૨ પાસ કરવા જરૂરી છે. આ યોજનાનો લાભ ડી.બી.ટી. દ્વારા સીધો બેંક ખાતામાં આપવામાં આવે છે.

આમ, માજીદુન જેવાં અનુસૂચિત જનજાતિના અનેક તેજસ્વી છાત્રોને માધ્યમિક શિક્ષણ માટે પ્રેરીને ઉચ્ચ શિક્ષણના દ્વારે પહોંચાડવા માટે સરકારની બહુવિધ શિષ્યવૃત્તિ સહાય અસરકારક માધ્યમ સાબિત થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગણપતિજીના પ્રત્યેક અંગો આપે છે વિશેષ સંદેશ

ગણપતિ બાપ્પા મોરિયા... જય ગજાનન... જય ગણેશ

ભગવાન ગણેશ-ગજાનનનું સ્વરૂપ બધા જીવો, મનુષ્ય, દેવતાઓમાં, સંસારની બધી શક્તિઓમાં બિલકુલ જુદુ પડી જાય છે. શ્રી ગણેશજીનું સ્વરૂપ જ વિશેષ અને દર્શનીય છે. આશ્ચર્યજનક, અકલ્પનીય આકૃતિવાળા ગણેશજીને સમજવા બહુ જ મુશ્કેલ છે.

ગણેશજીએ હાથી અને મનુષ્યના શરીરના ભાગને પોતાના રૂપમાં સંયોજન કરીને બન્નેને ગૌરવાન્વિત કરી એમનો મહિમા સ્થાપિત કર્યો છે.

હાથીની ગર્દનનો ઉપરનો ભાગ અત્યંત મહત્ત્વપૂર્ણ રહસ્યોને અભિવ્યક્ત કરે છે. ગણપતિને હાથીનું મૂખ છે એ તો સર્વવિદ્તિ છે. મૂખમાં જીભ, દાંત, નાક, કાન અને આંખના આ અવયવનો સમાવેશ થાય છે.

ગણેશજીના દર્શન કરતાની સાથે જ તેમના મુખ પર આંખ વિશેષ વિશેષ રૂપથી દેખાય આવે છે. શ્રી ગણેશજીના ધડ ઉપરનો ભાગ હાથીના મૂખનો છે એટલા માટે ગણેશજીની આંખો પણ હાથીની આંખો છે અને હાથીની આંખનો લેન્સ સાધારણ વ્યક્તિના લેન્સ જેવો નથી. આ લેન્સ દૂરબીન, ટેલીસ્કોપના લેન્સ જેવો છે. દૂરબીનના લેન્સથી સામેની વસ્તુ તેના કદથી કંઈ ગણી મોટી દેખાય છે. અર્થાત્ હાથીની આંખો પણ તેમની સામે આવેલ જીવોને તેમની વાસ્તવિક્તાથી કંઈ ગણો મોટો જુએ છે.

આમ ગણેશજીની આંખો એ શિક્ષા આપે છે કે ભલે આપણે ગણાધ્યક્ષ કે મહત્ત્વની પદવી પર હોય તો પણ સામે આવેલ વ્યક્તિનું સન્માન કરો અર્થાત્ માન આપો અને તેમની સમસ્યાને આત્મિયતાથી અને સહાનુભૂતિપૂર્વક સાંભળો.

આમ, પ્રત્યેક વ્યક્તિ જો પોતાના જીવનમાં, સંસારમાં મહત્ત્વપૂર્ણ ઉન્નતિ, પ્રગતિ કરવા ઈચ્છે તો તેને સામેની વ્યક્તિને ગણેશજીની આંખોથી જોવાનું રહેશે. આનાથી તેમના કાર્યો સામેની વ્યક્તિ પર તેમની સારી વર્તણૂક, વ્યવહારને લીધે ચોક્કસપૂર્વ સારી રીતે પાર પાડશે. આમ તે વ્યક્તિ ચોક્કસપણે ગજાનન, ગણાધ્યક્ષ, ગણપતિ બની શકશે. રિદ્ધિ-સિદ્ધિ, લાભ-શુભ સફળતા પ્રાપ્ત કરી શકશે.

શ્રી ગણેશજીના દર્શન કરતાની સાથે જ તેમનું વિશાળ મસ્તક જોવા મળે છે. મોટુ કાર્ય કરવા માટે મોટી જવાબદારી નિભાવવા માટે મોટા મસ્તકની જરૂર પડે છે.

જેમનું મસ્તક વિશાલ, વિચારયુક્ત, ગંભીર યોજનાવાળું હશે તે જ સરદાર અથવા ગણાધ્યક્ષ બનશે. એટલે જ સફળતાની પ્રાપ્તિ માટે પોતાના મસ્તકને ગણેશજી જેમ બનાવવું જોઈએ.

ગણેશજીના મસ્તકમાં અને તેની બુદ્ધિમાં અગણિત વિશેષતા છે એટલે જ ગણપતિનું પદ પ્રાપ્ત થયેલ છે. જે વ્યક્તિ જીવનમાં આગળ વધવાની ઈચ્છા રાખે છે, શ્રી ગણેશજીની જેમ જ પ્રથમ પૂજ્ય કે વિશેષ વ્યક્તિ બનવાની ઈચ્છા રાખે છે તેને પોતાની દૃષ્ટિ-રીતિ-નીતિ, હાવ-ભાવ, કર્, ચાલ-ચલગત, પોતાની અંદરની નીતિ કે બહારની નીતિ ગણેશજીની જેમ જ બનાવી લેવી જોઈએ. જે વ્યક્તિ પોતાનામાં શ્રી ગણેશજીના ગુણો વધુમાં વધુ અપનાવી લેશે તેને જ મોટું સન્માનિય પદ મળશે.

હાથી પોતાનું મસ્તક મૃતિકા, ચિકિત્સા અર્થાત્ પ્રાકૃતિક ચિકિત્સા અનુસાર ભીની માટીથી વારંવાર ઠંડુ રાખે છે અને ઠંડા મસ્તકવાળા જ પોતાનું ધાર્યું કામ કરાવી શકે છે. ગણશેજી પણ પ્રાકૃતિક ચિકિત્સા (પાણી-સ્નાન-શાકાહારી ખોરાક) ને મહત્ત્વ આપીને એ સંદેશ આપે છે કે શાકાહારી હોવા છતાં બધી રીતે સ્વસ્થ, તંદુરસ્ત રહી શકીએ છીએ. હાથી પણ પૂર્ણ શાકાહારી છે. તેનું શરીર પણ શાકાહારી હોવા છતાં ખૂબ જ કદાવર છે. ખાસ તો હાથી જો નદી કિનારે કે જ્યાં પાણીની સગવડ હશે ત્યાં તે ભોજન લેતા પહેલા ચોક્કસ સ્નાન કરશે અને ભોજન પહેલા સ્નાન લેવાથી પાચન શક્તિ તીવ્ર બનશે. ભૂખ પણ સારી લાગે છે અને તંદુરસ્તી સારી રહે છે. આમ ગણેશજીના અંગના દરેક સ્વરૂપથી એક નહીં, પરંતુ અનેક સંદેશ મલે છે. શરીર સ્વસ્થ હશે તો પ્રત્યેક વ્યક્તિને જીવનના કાર્યોમાં સરળતા રહેશે.

ગણેશજીના કાન પણ આપણને કંઈક વિશેષ સંદેશ આપે છે કે સંસારમાં આગળ વધવું હોય તો પોતાના કાન પણ હાથીના કાનની જેમ રાખવા જોઈએ.

ગણેશજીનું મસ્તક હાથીનું છે એટલે તેમના કાન પણ અનાજ સાફ કરવાના સુપડા જેવા મોટા છે.

સંસારમાં રિદ્ધિ-સિદ્ધિની તમન્નાવાળી વ્યક્તિ, સત્તાધીશોએ પોતાના કાન ગણેશજીના કાનની જેમ બનાવી લેવા જોઈએ. દરેકની બધી વાતો સાંભળો, સારી સારી વાતો, સૂચનો ધ્યાનમાં રાખી લો, નકામી વાતોને ગણકાર્યા વગર કાઢી નાખો અને પોતાના માર્ગ પર પોતાના જ આયોજન અનુસાર આગળ વધતા રહેવું જોઈએ.

હાથી જ્યારે આવતો હોય છે, ત્યારે કૂતરો ભસતો-ભસતો, હાથીના ભારેખમ શરીરથી ડરતો ડરતો હાથીની ખૂબ જ દૂર રહીને ચાલતો હોય છે.

પરંતુ હાથી પર કે જીવનમાં આગળ વધનાર વ્યક્તિને પોતાની આસપાસ ખોટો શોર મચાવવાવાળા કે આંદોલનકારીઓની વ્યર્થ નારેબાજી કોઈ પ્રભાવ નથી પાડતી. તે તો પોતાની યોજના અનુસાર પોતાના લક્ષ્યની આગળ વધતા જ રહે છે.

ગજકર્ણ-હાથી જેવા મોટા કાનવાળા, મદ-લોભ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ વગેરેથી દૂર રહીને પોતાના વિશાળ મસ્તકમાં, પોતાની યોજના અનુસાર પ્રત્યેક વ્યક્તિનું હિત ધ્યાનમાં રાખીને કામ કરતા વ્યક્તિ જ ગણતંત્રના જનતાના ગણપતિ-ગજકર્ણ કહેવાને યોગ્ય છે.

જો તમે તમારા જીવનમાં સફળતા, સિદ્ધિ, ધન-દૌલત પ્રાપ્ત કરવાનું ઈચ્છતા હો તો તમારી કાર્યશૈલી-યોજનાઓ સંસારમાં પ્રદર્શન કરવા માટે એવી રીતે રજૂ કરવી જોઈએ, જેનાથી સફળતામાં બીજા લોકો તરફથી સહાય મળી શકે અને યોજનાની કે ધંધાની પૂરેપૂરી વાત-માહિતી પણ જાહેર ન થવી જોઈએ. જેટલી નીતિ ગુપ્ત હશે તેટલી સફળતા મળશે.

શાસ્ત્રોમાં પણ સિદ્ધિની, મંત્રની, રાજનીતિની રહસ્યપૂર્ણ વાતોને ગુપ્ત રાખવાનું કહેલ છે. જે કાર્યની માહિતી ખાનગી નહીં રહે તે કાર્યમાં સફળતા મળવી મુશ્કેલ છે અને તેથી જ જે લોકો પોતાના વેપાર-ધંધામાં-રાજકારણમાં પોતાની યોજનાને ગુપ્ત રાખે છે, તેટલી વધારે સફળતા મેળવે છે.

સંસારમાં કોઈપણ જીવની જીભ ગણશેજી જેવી નથી. દરેક જીવની જીભ અંદરથી બહારની તરફ આવે છે, જ્યારે હાથીની જીભ તો દાંતના મૂળથી કંઠ તરફ એટલે કે અન્ય જીવોની જીભથી ઉલટી રીતે વિશેષ પ્રવૃત્ત જણાય છે. બહર્મૂખ જીભ જ સર્વે આપત્તિનું કારણ છે. આપણે આપણી જીભ જ બીજાની તરફ ન કરતા આપણી તરફ કરી લેવી જોઈએ એટલે કે આપણે જે વાત બીજાને કહેવાની છે, તે જ વાત આપણે પોતાને કહી, વિચારીને બોલવું જોઈએ તે વાત આપણને સારી લાગે તો બીજાન કહેવાની...

ગણેશજીની જીભ એથી વિપરિત અર્થાત્ અંતર્મૂખ હોવાથી તે નિર્વિઘ્નતાના વિધાતાછે. આથી જ ગણપતિ વિઘ્ન વિનાયક કે વિઘ્ન વિનાશક કહેવાય છે. જે વ્યક્તિ બોલવામાં ધ્યાન રાખશે તેમના કાર્યોમાં એક પણ વ્યક્તિ વિઘ્ન નહી નાખે. તેમની મીઠી બોલીને કારણે તેમના કાર્યોમાં સહભાગી બની જશે અને ફલ સ્વરૂપે તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે જ.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હશે તો પ્રિય મધૂર, સંતુલિત, સંયમિત સભ્યવાણી જ બોલવી જોઈએ.

ગણેશજીનું મસ્તક હાથીનું છે અને હાથીની સુંઢની જેમ જ ગણેશજીનું નાક સંસારના બાકીના જીવો કરતા ખૂબ જ મોટું છે. જીવનમાં સફળ થવા માટે હાથીની જેમ શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ જેમ કે હાથી સુંઢ દ્વારા ફૂંક મારતો મારતો કીડી-મકોડા જેવા જીવજંતુઓને ઊડાડતો ઊડાડતો ચાલતો જાય છે. આ જ આપણને દર્શાવે છે કે કીડી જેવા નાના નાના જંતુ પણ મોટા શત્રુની જેમ આપણને હાની પહોંચાડી શકે છે એટલે જ સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ.

હાથીની સુંઢ અત્યંત દૂરના પદાર્થને ગંધ પરથી તે પારખી શકે છે. તેને માટે હાનિકારક એવા વાઘ, સિંહ, જેવા પશુઓના અસ્તિત્વનું જ્ઞાન તેને દૂરથી જ થાય છે. આ રીતે આત્મરક્ષણ માટે સુંઢ ખૂબ ઉપયોગી અંગ છે.

આમ ગણેશજીની સુંઢ સંવેદન, સંરક્ષણ અને સંવર્ધની ઘોતક છે. સુંઢ એ ગણપતિનું નાક પણ છે. નાક પ્રતિષ્ઠાનું ઘોતક છે. નાક ન હોવું, નાક કપાવું, લાંબુ નાક હોવું, નાક બચાવવું વગેરે વાક્ય પ્રયોગ આ બાબતના પ્રમાણ છે.

નાકની પ્રતિષ્ઠા માટે વ્યક્તિ અનેક ઉપાય કરે છે અને એવા કાર્યોથી બચવાનો પ્રયત્ન કરે છે જેનાથી તેની પ્રતિષ્ઠાને નુક્સાન ન પહોંચે. પોતાના લાંબા નાક દ્વારા ગણપતિ મનુષ્યને પોતાની લાંબા સમયની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનો સંદેશ આપે છે અને પ્રતિષ્ઠા વધારે એવા કાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપે છે.

દિલીપ ધ્રુવ - જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગણપતિ બાપ્પા મોર્યા

જન્માષ્ટમીના તહેવારો પછી તે જ પ્રકારની ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થતી હોય છે. વિઘ્નહર્તા ગણપતિજીની પ્રતિમાઓનું સ્થાપન કરીને ઠેર-ઠેર પંડાલોમાં ગણેશજીના પૂજન-અર્ચન સાથે વિવિધ ધાર્મિક-આધ્યાત્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે. ગણેશજીના જન્મને સાંકળીને વિવિધ કથાઓ ગણેશચતુર્થીને લઈને પ્રચલિત છે અને ગણેશચતુર્થીથી ગણેશોત્સવની સાર્વત્રિક ધામધૂમથી ઉજવણી થાય છે. આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.

કોઈપણ શુભકાર્યની શરૂઆત ગણેશ સ્થાપનાથી જ થાય છે. ગણપતિજી વિઘ્નહર્તા છે. ગણેશજીની પૂજા-ભક્તિથી રિદ્ધિ-સિદ્ધિ પ્રસન્ન રહે છે. ગણેશજીના બુદ્ધિચાતુર્યની પણ ઘણી જ કથાઓ પ્રચલીત છે. શિવપુત્ર ગણેશજી સુંઢાળા કેવી રીતે થયા, તેની પણ પ્રચલિત કથાઓ લોકપ્રિય છે.

પર્યાવરણની સુરક્ષા અને વિસર્જન પછી ગણેશજીની પ્રતિમાઓ અપમાનજનક સ્થિતિમાં ન મૂકાય, તે માટે હવે ઈકો-ફ્રેન્ડલી એટલે કે માટીની પ્રતિમાઓ સ્થાપિત કરવાનું ચલણ વધ્યું છે, અને હવે તો પર્યાવરણને હાનિકર્તા પ્રતિમાઓના નિર્માણ, વેંચાણ અને સ્થાપન પર પણ અંકુશો મૂકાયા છે.

બોલો ગણપતિ બાપા મોર્યા...

ગણપતિ ગજાજનની જય...

ઓમ ગણપતેય નમઃ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સૌ માટે પોષક આહાર

આ વર્ષે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર સુધી ઉજવાયેલા પોષણ સપ્તાહનું થીમ 'સૌ માટે પોષક આહાર' હતું. આ ઉજવણી દરમિયાન સ્વાસ્થ્ય, પોષક આહાર અને પોષણ અભિયાનના વિષયો પર કાર્યક્રમો, સેમિનારો, એક્ઝિબિશનો, સ્પર્ધાઓ અને વ્યાખ્યાનો યોજાય છે.

પોષણ સપ્તાહને જનઆંદોલનનું સ્વરૂપ અપાયું છે. પ્રસૂતા બહેનો, ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશૂઓ તથા બાળપોષણને કેન્દ્રમાં રાખીને દેશભરમાં વિવિધાસભર કાર્યક્રમો યોજાય છે.

રાષ્ટ્રીય પોષણ સપ્તાહની સૌ પ્રથમ વખત માર્ચ ૧૯૭પ માં અમેરિકન ડાયટેટિક એસોસિએશન દ્વારા ઉજવણી થઈ હતી, જે હવે એકેડમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સના નામથી ઓળખાય છે.

પોષણ અને શિક્ષણનો વ્યાપ વધારીને ભાવિ પેઢીને સશક્ત અને શિક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી ઉજવાતું આ સપ્તાહ કુપોષિત બાળકોની સંખ્યા વિશ્વભરમાંથી ઘટાડવા અને કુપોક્ષણના કારણે મૃત્યુની સંભાવનાઓ ઘટાડવા આ વર્ષે 'સૌ કોઈ માટે પોષણની જરૂરિયાત' જેવા વિષયો પર વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં પ્રથમવાર જોવા મળ્યા કાળા તેતર પક્ષીઃ પક્ષીપ્રેમીઓમાં ઉત્સાહ

માત્ર કચ્છમાં જોવા મળતું પક્ષી દેખાયુ ઘર આંગણે

પક્ષી જગત એક અલગ જ દુનિયા છે, માત્ર ભારતમાં જ ૧ર૦૦ કરતા વધુ પ્રકારના નાના-મોટા અને રંગબેરં પક્ષીઓ જોવા મળે છે, જામનગર પક્ષીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં આ વર્ષે પણ કાળા તેતર અહીં જોવા મળ્યા જે અનોખી ઘટના છે. જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈન ફોટોગ્રાફર યશોધનભાઈ ભાટીયા, આશિષ પાણખાણીયા અને હિરેન ખંમભાયતા સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરવા ગયા હતા તે દરમિયાન તેઓને બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળો તેતર પક્ષીના અવાજ સાંભળવા મળ્યા સામાન્ય રીતે આ પક્ષી ગુજરાતના કચ્છ સિવાય કોઈ જગ્યાએ નોંધ થયું નથી એટલે આ કાળા તેતરનો અવાજ સાંભળી આ પક્ષીવિદે ચોંકી ઉઠ્યા હતાં.

જામનગરમાં કાળા તેતરનો અવાજ ખટિયાવિડી વિસ્તારમાં સાંભળવા મળતા  કલાકો સુધી વિડી વિસ્તારમાં કેમેરા અને બાયનોક્યુલર લઈ ફરી વળ્યાં અને તેવોના આશ્ચર્ય વચ્ચે તેમને ૬ થી વધુ કાળા તેતર જોવા મળ્યા હતાં. વર્ષો પૂર્વે જામસાહેબ રણજીતસિંહજી દ્વારા આ જ વિસ્તારમાં કાળા તેતર પ૦૦ પેર બહારથી લાવી છોડવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર પાંચ વર્ષમાં અહીં આ પ્રજાતિ ફરી લૂપત થઈ ગઈ હતી પણ..., આજે વર્ષો બાદ જામનગરમાં પ્રથમ વખત કાળો તેતર પક્ષી જોવા મળ્યું તેનો આનંદ તો આ ત્રણ પક્ષી પ્રેમીઓને હતો જ પણ એક બીજી અનોખી ઘટના એ હતી કે પચરંગી તેતર અને કાળો તેતર બંને એક જ જગ્યાએ જોવા મળ્યા જેનો હજું સુધી કોઈ સાયન્ટિફિક રેકર્ડ નથી જે જામનગરમાં બન્યો. જામનગરના ખટિયા વિડીમાં કાળા તેતર જોવા મળતા જામનગર અને સમગ્ર ગુજરાતના પક્ષી પ્રેમીઓમાં એક રોમાંચ જોવા મળી રહ્યો છે અને આ ઘટના અંગે અન્ય પક્ષી સંસ્થાઓ અને વેબસાઈડમાં પણ જાણ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લાભશંકર પુરોહિતના નિધનથી સાહિત્યનો એક પંડિત યુગ આથમ્યો : પૂ. મોરારીબાપુ

ઈન્ડોનેશિયામાં ચાલુ કથાએ વ્યાસપીઠ પરથી આપી શ્રદ્ધાંજલિ

જામનગર તા. રરઃ ગુજરાતી સાહિત્ય જગત તથા શિક્ષણ ક્ષેત્રે શ્રી લાભશંકર પુરોહિત (જન્મ :૨૯-૧-૧૯૩૩, ચિરવિદાય :૨૧-૦૮-૨૦૨૪)નું નામ અત્યંત ગૌરવભેર લેવામાં આવે છે. તેમણે જામનગરમાં વસવાટ કરી 'છોટીકાશી' ને પણ કાશી ની જેમ પાંડિત્યની નગરી હોવાનું ગૌરવ પ્રદાન કર્યુ હતું. તેઓ મધ્યકાલીન તથા અર્વાચીન ગુજરાતી સાહિત્ય, લોકવિદ્યા/લોકસાહિત્ય, સંતસાહિત્ય, ચારણી/બારોટીસાહિત્ય, ઈતિહાસ, પુરાણો, તત્ત્વજ્ઞાનના વિદ્વાન વિરલ અભ્યાસી તથા શાસ્ત્રીયસંગીત, લોકસંગીત, ભક્તિસંગીત અને સુગમસંગીતના તજજ્ઞ તથા અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષા-સાહિત્યના જાણકાર હતાં   પંડિતયુગનાં વિવેચકોની પરંપરાના વર્તમાન સાક્ષરોમાં તેમનું નામ મોખરાનું હતું.

સાહિત્ય,શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં 'લાભુદાદા' તરીકે ઓળખાતા  લાભશંકર ધનજીભાઈ પુરોહિતે ગુજરાતી-હિન્દી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરેલી, એમ.એ.ની પદવી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવેલ અને કવિશ્રી દલપતરામ સુવર્ણચન્દ્રકના અધિકારી બન્યા હતાં. જ્યારે સનદી અધિકારી અને શૈક્ષણિક પ્રધ્યાપકોની જીપીએસસી એક હતી ત્યારે તેઓ ડે.કલેકટર તરીકે જઈ શકે તેમ હતા પરંતુ તેઓ પ્રાધ્યાપક થયા.

ઈ.સ. ૧૯૬૨થી ૧૯૯૨ સુધી ગુજરાતી વિષયના તેજસ્વી અધ્યાપક તરીકે બહાઉદ્દીન કોલેજ જૂનાગઢમાં, અને રાજકોટ, ભાવનગર, અમદાવાદની સરકારી કોલેજો તથા ડી.કે.વી.કોલેજ જામનગરમાં આચાર્ય તરીકે પણ સેવાઓ આપી. તેમણે રાષ્ટ્રીય કક્ષાનાં અસંખ્ય પરિસંવાદો-સેમિનારમાં મુખ્ય વક્તા કે અભ્યાસી સંશોધક વિદ્વાન તરીકે વ્યાખ્યાનો આપ્યાં છે.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં તથા મુંબઈ યુનિ. અને એસ.એન.ડી.ટી.યુનિ. મુંબઈમાં મુલાકાતી પ્રાધ્યાપક કે વિશિષ્ટ વક્તા તરીકે છેલ્લાં પચીસેક વર્ષથી સાહિત્ય અને સંગીત વિષયક અનેક વ્યાખ્યાનો આપેલાં છે. વિસનગરમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૪૦ માં અધિવેશનમાં સંશોધન-વિવેચન વિષયનાં વિભાગીય અધ્યક્ષ તરીકે તથા શ્રી ડોલરરાય માંકડ વ્યાખ્યાનમાળા (૧૯૯૫), શ્રી સોમનાથ સુવર્ણજયંતી વ્યાખ્યાનમાળા (૨૦૦૧), શ્રી વિ.મ.ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા (૧૯૯૭), શ્રી દર્શક વ્યાખ્યાનમાળા (૧૯૯૭)માં મુખ્ય વક્તા તરીકે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં.

ફાર્બસ ગુજરાતી સભા મુંબઈનાં ઉપક્રમે મધ્યકાલીન શબ્દસંપદા' વિષયે પાંચ દિવસની સ-ગાન વ્યાખ્યાનશ્રેણી (૨૦૦૩) માં ; પ્રસારભારતી, આકાશવાણી રાજકોટ દ્વારા 'અષ્ટછાપ કરત ગાન'શીર્ષક અંતર્ગત કીર્તનગાન પરંપરા વિશે તથા દૂરદર્શન રાજકોટ પરથી પ્રસારિત દસ્તાવેજી રૂપક 'પુષ્ટિ મહારસ દેન'માં અપાયેલાં સ-ગાન વક્તવ્યોને રાષ્ટ્રીય આર્કાઈવલ શ્રેણીઓમાં કાયમી રીતે જાળવી રાખવામાં આવ્યાં છે. વર્ષો સુધી એમણે મોરારીબાપુ પ્રેરીત ગુજરાતનાં કથાકારોનાં સંગઠન 'ત્રિવેણી'ના સંયોજક તરીકે સેવાઓ આપી.

સૌ કથાકારોને અલાહાબાદ કુંભમેળા અને થાઈલેન્ડ સુધીની યાત્રાઓ કરાવી. જોડિયામાં યોજાતા ગીતાજયંતી ઉત્સવમાં પણ સંયોજક-સંચાલક તરીકે એમનું પ્રદાન કાયમ યાદ રહેશે.

ઈ.સ.૧૯૯૯માં પ્રકાશિત થયેલ તેમનાં વિવેચન સંગ્રહ 'ફલશ્રુતિ' જેમાં સાહિત્ય, સંગીત અને લોકપરંપરાને લગતા અભ્યાસલેખો છે, તેને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ વિવેચન ગ્રંથ તરીકેનાં પ્રથમ ઈનામો પ્રાપ્ત થયા હતાં

ઈ.સ.૨૦૦૯માં પ્રાચીન મધ્યકાલીન સાહિત્યને લગતાઅભ્યાસ/વિવેચન લેખોનો સંગ્રહ 'અંતઃશ્રુતિ' પ્રકાશિત થયો.એ સિવાય કેન્દ્રીય સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી તરફથી 'મણિલાલ નભુભાઈ દ્વિવેદી' (મૂળ અંગ્રેજીનો અનુવાદ); શ્રી ઉપેન્દ્ર પંડયા સ્મૃતિગ્રંથ 'પરથમ પરણામ' (સંપાદન) પ્રકાશિત થયા છે. અર્વાચીન/આધુનિક ગુજરાતી સાહિત્યને લગતા અભ્યાસલેખો શબ્દ પ્રત્યય'શીર્ષકથી અને લોકસાહિત્ય, લોકપરંપરાને લગતા અભ્યાસલેખો 'લોકાનુસંધાન' શીર્ષકથી પ્રકાશિત થયાં છે.

અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ હઠીસિંહની વાડીના પટાંગણમાં જૈનાચાર્યશ્રી આચાર્ય વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજસાહેબની નિશ્રામાં તા.૦૯/૧૦/૨૦૧૦ ના રોજ ગુજરાતી ભાષા-સાહિત્યના ત્રણ તેજસ્વી વિદ્વાનો સર્વ શ્રી કનુભાઈ જાની અને ડૉ.હસુભાઈ યાજ્ઞિકની સાથે શ્રી લાભશંકર પુરોહિતને પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય પરનાં વિધાકાર્યો માટે 'કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ચંદ્રક' અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોરારીબાપુનાં હસ્તે શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' ફાઉન્ડેશનનો ર૦રર વર્ષનો સાહિત્ય એવોર્ડ, સાવરકુંડલાના વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા 'દર્શક એવોર્ડ' જેવાં અનેક સન્માનો એમને પ્રાપ્ત થયા હતાં. મોબાઈલ/યુટયૂબ પર શોધ કરતાં એમના દ્વારા અપાયેલ મુલાકાતો, વક્તવ્ય અને ગાનની વાત કરવા જઈએ તો પુસ્તકો ભરાઈ જાય એટલું વિપુલ એમનું પ્રદાન છે. તેમની આવી જ કૌટુંબિક ઉજવળ શૈક્ષણિક પરંપરા જાળવતા તેમના પુત્ર અરવિંદભાઈ મધ્યપ્રદેશનાં રાજ્યપાલના ખાસ ફરજ પરના અધિકારી તરીકે સેવારત તે પણ દાદા ના પુણ્યનો પ્રતાપ છે એમ કહી શકાય.

લાભુદાદાનાં ગોલોકવાસી થવાથી એક પંડિત યુગ આથમી ગયો એમ કહી શકાય. જેને પગલે સમગ્ર સાહિત્ય જગતમાં શોકની લહેર છે. પ્રસિદ્ધ રામ કથાકાર પૂ. મોરારી બાપુ હાલ ઇન્ડોનેશિયામાં કથા કરી રહ્યા છે ત્યાં તેઓને લાભુ દાદાની ચિરવિદાયનાં સમાચાર પ્રાપ્ત થતા તેમણે વ્યાસ પીઠ પરથી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઠેબાના પ્રગતિશીલ ખેડૂતે નર્સરી વિકસાવી અને મહિનાના રૂપિયા ચાર લાખ કમાતા થયાઃ પ્રેરક

બાગાયત યોજના હેઠળ સવા બે લાખથી વધુની સહાય સાથે નવતર પહેલ

જામનગર તા. ૨૧: જામનગર તાલુકાના ઠેબા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ સાંઘાણી માટે બાગાયત કચેરી, જામનગરની આર્થિક સહાયએ આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે. પરંપરાગત ખેતી કે રૂઢિગત કૃષિ પદ્ધતિ અપનાવ્યા વિના અશોકભાઈએ એક નવી જ પહેલ આરંભી છે. તેઓએ રૂ. ૨.૨૭ લાખની સહાય મળતા જ ઠેબા ગામમાં પોતાની ''જય સોમનાથ નર્સરી'' શરુ કરી છે. જ્યાં તેઓ રોપ તથા બીજનું અન્યોને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. અશોકભાઈ માત્ર રૂ.  ૩ થી શરુ કરીને રૂ.  ૧૦૦ સુધીમાં શાક્ભાજી અને ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેંચાણ કરે છે.

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના અંતર્ગત તૈયાર કરેલી સ્વરોજગરલક્ષી બાગાયત નર્સરી વિશે અશોકભાઈ જણાવતા કહે છે કે, પહેલા તેઓ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા. પછી તેઓએ જામનગરની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના બાગાયત અધિકારી શ્રી પ્રતિકભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો. તેમેની પાસેથી નર્સરીમાં રોપ ઉછેર તૈયાર કરવાનું માર્ગદર્શન મેળવી તેમણે નવતર પ્રયોગ તરીકે શાકભાજીના રોપ અંગેની નર્સરી બનાવવાનું વિચાર્યું.

તેઓ નર્સરીમાં મરચી, રીંગણા, ટામેટા સહિત અનેક શાકભાજીના રોપ તૈયાર કરે છે. આ ઉપરાંત તેઓ નર્સરીમાં ગલગોટા, સેવંતી વગેરે ફૂલોના રોપનો પણ ઉછેર કરે છે. તેમજ નર્સરીમાં સીતાફળ, આંબા, જામફળ, નાળિયેર જેવા ફળપાકની કલમોનો પણ ઉછેર કરે છે. આમ અશોકભાઈ હર્ષની લાગણી અનુભવતાં જણાવે છે કે રોપનો પહેલા પરંપરાગત પદ્ધતિથી ઉછેર કરવામાં ઉગવાનો દર, જગ્યા, નિંદામણ, જીવાત, છોડનો વિકાસ, વરસાદ, પવન તેમજ પ્રાણીઓથી રોપને નુકસાન થતું હતું. જ્યારે નર્સરીમાં વીડ મેટ અને પ્લગ ટ્રે માં રોપ ઉછેરવાથી ઉપરોક્ત તમામ પ્રકારના નુકસાનથી બચી શકાય છે, બિયારણ ઉગવાનો દર સારો રહે છે અને ખર્ચ ખૂબ ઓછો આવે છે. આ માટે અમને બાગાયત વિભાગ તરફથી સ્વરોજગરલક્ષી બાગાયત નર્સરી માટેની રૂ.  ૨,૨૭,૧૪૬ ની સહાય મળેલ છે. અમે ત્રણ મહિના પહેલા આ નર્સરીની શરૂઆત કરી હતી અને અત્યારે તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અશોકભાઈની વાર્ષિક આવક અત્યારે રૂ.  ૪,૦૦,૦૦૦ થી વધુ છે. અશોકભાઈએ આગળ જણાવ્યું હતું કે, અમારી નર્સરી ખાતે બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું અને તે મુજબ અમે વાવેતર કર્યું છે. જેનાથી અમારા ઉત્પાદનમાં વધારો થયો છે. હાલમાંં સિઝનમાં વરસાદ સારો થયો છે તેથી મબલખ ઉત્પાદન મળ્યું છે. શાકભાજી અને ફ્રૂટમાં અમે રીંગણ, ટામેટાં, મરચી, જાંબુ, સ્ટારફ્રુટ, ડ્રેગનફ્રૂટ સિવાય ફૂલઝાડમાં ગલગોટા, તુલસી, મોરપંખ, કરેણ, ગુલાબ વગેરેના રોપ બનાવીએ છીએ. જેની ગ્રાહકમાં બહોળા પ્રમાણમાં માંગ જોવા મળે છે. 

અશોકભાઈ અંતમાં જણાવે છે કે, હાલના વર્તમાન પરિસ્થિતિ અને વાતાવરણને જોતા દરેક વ્યક્તિ પ્રાકૃતિક કૃષિના માર્ગ તરફ વળે તે ઈચ્છનીય છે. દરેક પોતાના ઘરે કિચન ગાર્ડનનું નિર્માણ કરે, જેથી સૌને રાસાયણિક ખાતરમુકત શુદ્ધ અને સાત્ત્વિક શાકભાજી, ફળ આપણે ઘરે બેઠા મેળવી શકીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તસ્વીરોમાં કવિતાની 'ગર્જના' અનુભવાય એવું પુસ્તક 'કોલ ઓફ ધ ગીર'

ચારો દિશા દહાડવાલી હૈ, ગીર કી બાત હી નિરાલી હૈ

રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઇ નથવાણીનું નવું પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' તાજેતરમાં પ્રકાશિત થયું છે. જે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરી તેની પ્રથમ પ્રત વડાપ્રધાનને ભેટ કરી હતી. ગીરનાં સિંહજીવન અને વન્યજીવનને ઉજાગર કરતી તસ્વીરોથી સભર  ૮૪ પેજનું આ દળદાર પુસ્તક વાઇલ્ડ લાઇફ લવર્સ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક દસ્તાવેજ સમાન છે એમ કહી શકાય.

'કોલ ઓફ ધ ગીર' એ અંગ્રેજી ભાષમાં લખાયેલ તથા અંગ્રેજી ભાષાનાં ખ્યાતનામ પબ્લિશર 'ક્વિગનોગ' દ્વારા પ્રકાશિત લક્ઝરી કોફી ટેબલ બુક છે.હાર્ડકવર ધરાવતા પુસ્તકનાં પ્રથમ મુખપૃષ્ઠ પર સિંહની મુખાકૃતિનો ક્લોઝ અપ ફોટો અનેક અર્થો પ્રગટ કરી પુસ્તક વાંચવા પ્રેરણા આપનારો છે. મોનાલીસાનાં ચિત્ર જેવું અકળ રહસ્ય આ મુખપૃષ્ઠનાં સિંહની આંખોમાં ઝળકતું જોવા મળે છે.

પુસ્તકમાં અનુક્રમણિકાની સમાંતર લેખક પરીમલભાઈનો સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તેમણે આ પુસ્તક દ્વારા વાચકનાં મનમાં ગીર પ્રત્યે પ્રેમ ઉદભવે એ બાબતને પોતાની શ્રેષ્ઠ સફળતા ગણાવી છે જે તેમનો ગીર અને તેનાં સિંહ જીવન પ્રત્યેનો અનહદ પ્રેમ અને સમર્પણ ઉજાગર કરે છે.

પુસ્તકનાં આરંભે જ પુસ્તક વિશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ પુસ્તકની ગરિમાને ગગનચુંબી બનાવે છે.

ઉપરાંત 'વનતારા' નાં સ્વપ્નદૃષ્ટા અને વિશ્વભરમાં એનિમલ લવર તરીકે ખ્યાતિ પામેલા રિલાયન્સના અનંત અંબાણીનો સંદેશ પણ પુસ્તકનાં વિષયને તેનાં મર્મજ્ઞનાં સમર્થનરૂપ છે.અનંત અંબાણીએ આ પુસ્તકને 'માસ્ટર પીસ' સમાન ગણાવ્યું છે.

આ ઉપરાંત પુસ્તકમાં કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ તથા ગુજરાતનાં પર્યાવરણ અને વનમંત્રી મૂળુભાઇ બેરાનાં સંદેશ પણ પુસ્તકને અધિકૃતતાની મહોર લગાવે છે.

પુસ્તકને સૌથી મોટી અધિકૃતતા તો વાચકોનાં હૃદયમાં  મળે છે. જે પ્રકાશિત થયાનાં ટૂંકા સમયમાં જ લોકપ્રિય થઇ ગયેલા આ પુસ્તકની સિદ્ધીનો પુરાવો છે.પુસ્તકમાં પ્રસ્તાવના અને મહાનુભાવોનાં સંદેશોને બાદ કરતા વિવિધ ૧૮ પેજ ઉપર લખાણ કે માહિતી છે. જ્યારે ૧૦૯ તસ્વીર છે. જૈ પૈકી ૫૫ તસ્વીર સિંહની છે. ૧૪ તસ્વીરમાં પરિમલભાઇ પણ દૃશ્યમાન થાય છે.પુસ્તકમાં લખાણ મર્યાદિત અને જરૂર પુરતું છે.જેનો ઉદ્દેશ્ય લખાણને ફક્ત માહિતીરૂપે પ્રસ્તુત કરી સિંહ જીવનને તસ્વીરો નાં માધ્યમથી માણવામાં રસક્ષતિ ન ઉદ્ભવે એનું ધ્યાન રાખવાનો હશે એ સહજ અનુમાન લગાવી શકાય છે.

પુસ્તક એમેઝોન સહિતની ઇ-કોમર્સ સાઇટ પર ઉપલબ્ધ છે અને તેની કિંમત ૪૯ અમેરિકન ડોલર અર્થાત ભારતીય ચલણ મુજબ રૂ.૪૦૦૦ આસપાસ છે પરંતુ એમઝોન સહિતનાં પ્લેટફોર્મ ઉપર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

પુસ્તકમાં કમલેશ્વર ડેમ, જાડા જાંબુ જેવાં કુદરતનાં ખોળે વસેલા સ્થળોનાં સૌંદર્ય તેમજ ગીરનાં અભિન્ન અંગ અને મૂળનિવાસી એવા માલધારીઓનાં જીવનને પણ દર્શાવવામાં આવ્યું છે.

હરણ, દિપડો, મગર, શિયાળ, વાનર,સાંભર સહિતનાં પશુઓ તથા વિવિધ પક્ષીઓની તસ્વીરો પણ ગીરની વાઈલ્ડ લાઈફનો ચિતાર આપે છે.

પુસ્તકમાં દર્શાવાયેલ સિંહની વિવિધ તસ્વીરો વડે સિંહ જીવનને ઉજાગર કરવાનો પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે એમ કહી શકાય. આ તસ્વીરો  પુસ્તકમાં મન મોહી લે છે પરંતુ એ તસ્વીરો ઝડપવા માટે પરિમલભાઈએ ગીરમાં કેટલા કલાકોની રઝળપાટ અને તસ્વીર લાયક અમૂલ્ય ક્ષણની પ્રતિક્ષા કરી હશે એ કલ્પના કરીએ તો આ પુસ્તક પ્રકાશિત થતા તેમનું એક તપ સિદ્ધ થયું છે એમ કહેવું યોગ્ય રહેશે.

પુસ્તકમાં દર્શાવેલ જોડીયા સિંહ 'જય-વીરૂ' ની જોડી સહજ ધ્યાન ખેંચે છે. ટ્વીન લાયનનું દુર્લભ આઈડેન્ટિફિકેશન અને તેની તસ્વીરો એક મોટી સફળતા કહી શકાય. ઉપરાંત સિંહ-સિંહણનાં સહવાસ અને સિંહણ દ્વારા સિંહબાળનાં ઉછેરને પણ દર્શાવતી તસ્વીરો જંગલી જીવનમાં પણ સામાજીકતાનાં અર્થો પ્રગટ કરે છે.

પુસ્તકમાં લાયન હોસ્પિટલ તથા સિંહનાં બચાવકાર્ય અને સંરક્ષણ વગેરે કાર્યોની માહિતી પણ આપવામાં આવી છે જેમાં પરીમલભાઈ સ્થાપિત એન.જી.ઓ. 'ગીત ફાઉન્ડેશન' નો ઉલ્લેખ અને કાર્યો પણ દર્શાવાયા છે. પ્રોજેક્ટ લાયનનાં મુખ્ય મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે તેમજ ગીરમાં ૧૯૬૮ માં ૧૭૭ સિંહની સંખ્યા ક્રમશઃ ૨૦૨૧ માં ૬૭૪ સુધી કેમ પહોંચી એ આંકડાકીય માહિતી પણ રજૂ થઇ છે.

પુસ્તકમાં પાલીતણા નજીકનાં ખાંભા તથા પોરબંદર પાસેનાં બરડામાં પણ સિંહસૃષ્ટી વિકસાવવાનું અમૃતકાલનું વિઝન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

ગીરમાં આવેલ કેટલાક સૈંકડો વર્ષ જૂના દુર્લભ વૃક્ષોને પણ કેમેરામાં કંડારી પુસ્તકમાં દર્શાવાયા છે. સેંજળ પીતા સાવજડાની તસ્વીરો વાચકોનાં મનમાં નિર્ભયતાનો સંચાર કરે છે.

રાજુલાની રાણીનું બિરૂદ પામેલ સિંહણની વાત પણ પુસ્તકમાં છે. જેમાં સિંહણ પોતાનાં બચ્ચાઓનાં રક્ષણ માટે ૩૦૦ કિ.મી.નું અંતર કાપે છે અને પોરબંદર પાસે અન્ય સિંહણનાં બચ્ચાઓ ઉપર પણ હેત વરસાવે છે. આખરે રાજુલાની રાણીને શોધીને વન વિભાગ તેને વતન રાજુલાનાં જંગલમાં પુનઃ સ્થાપિત કરે છે એ પ્રેરક ઘટનાક્રમ જીવનમાં સંઘર્ષ વડે દરેક કપરી પરિસ્થિતિને મ્હાત આપી શકાય એ માટેનો સંદેશ આપે છે.

પુસ્તકમાં શબ્દો ઓછા છે પરંતુ માર્મિક તસ્વીરો મૌન કાવ્યનાં ચિત્રરૂપ સમાન છે.

પુસ્તકમાં આરંભમાં દર્શાવાયેલ ભગવદ્ ગીતાનાં શ્લોકનાં માધ્યમથી આ લેખની પૂર્ણાહુતિ કરીએ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે 'પશુઓ માં હું સિંહ છું'. ત્યારે આ શ્લોકનાં માર્મિક અર્થઘટન પર ધ્યાન આપવું જોઇએ. શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો પૂર્ણાવતાર છે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ અને સનાતન હિન્દુ ધર્મનાં મત અનુસાર ભગવાન વિષ્ણુ ઉપર સંસારનાં પાલન પોષણની જવાબદારી છે. ત્યારે સંસારમાં નિર્ભયતાથી જીવવું અને સફળતા માટે કર્મશીલ રહેવું એ જ સાચા સિંહપુરુષનું વ્યક્તિત્વ છે એ સંદેશ અભિવ્યક્ત થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં યોજાનારા શ્રાવણી લોકમેળામાં રાજ્ય સરકારની ગાઈડલાઈન્સનો અમલ થશે?

લોકમેળામાં ભાવ બાંધણું હોવા છતાં રાઈડ્સવાળા અને ખાણી-પીણીવાળા બેફામ ભાવ લઈ લૂંટમેળો બનાવી દ્યે છે! શા માટે પગલાં લેવાતા નથી!:

જામનગર તા. ૧૪: રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી અત્યંત ગમખ્વાર દુર્ઘટના તેમજ અન્ય શહેરોમાં થયેલી દુર્ઘટનાઓના પગલે ગુજરાત સરકારે ખાસકરીને મેળાઓના આયોજનોમાં અને વિવિધ રાઈડ્સ સહિતના મનોરંજન સાધનો સાથે ધંધો કરનારાઓ માટે સરકારના ચોક્કસ વિભાગોમાંથી યોગ્યતાના પ્રમાણપત્રો, એનઓસી ફરજિયાત લેવાની ગાઈડલાઈન્સ સાથેના આદેશ જારી કર્યા છે.

રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીના મેળા માટે ટેન્ડર પ્રક્રિયા સમયે જ આ એસઓપી અને વિવિધ વિભાગોના પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાની અમલવારી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં યોજાનાર લોકમેળા માટે આયોજક જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારની એસઓપીના અમલ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી! જામનગરમાં પ્રદર્શન મેદાન આમે ય વસતિ અને લોકમેળામાં ઉમટી પડતી જનમેદની સામે હવે ખૂબ જ નાનું પડી રહ્યું છે. તેમ છતાં આ મેદાનમાં સાવ નજીક નજીક નાની-મોટી તેમજ જમ્બો રાઈડ્સ ખડકી દેવામાં આવે છે. મોતના કૂવાની આસપાસ જગ્યા પણ સાંકડી હોય છે. આ ઉપરાંત મેદાનમાં ખાલી દર્શાયેલી જગ્યાઓમાં મનપા તંત્રની મીઠી નજર હેઠળ નાની રાઈડ્સવાળા, અન્ય વસ્તુઓના પથારાવાળાના દબાણો સર્જાય છે. આ ગ્રાઉન્ડમાં રમકડાના સ્ટોલના વિભાગમાં સ્ટોલ વચ્ચે ખૂબ જ સાંકડી જગ્યા રાખવામાં આવે છે, જેથી ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાય છે. મોટી રાઈડ્સવાળા પોતાના પ્લોટમાં જ પેટા ભાડે અન્ય નાની રાઈડ્સવાળાને ગોઠવી દ્યે છે. વીજ કનેક્શન બાબતમાં પણ શંકા જાગે તેવી કામગીરીથી જોડાણ આપી દેવામાં આવે છે, જે જોખમી થઈ શકે છે.

લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો બાળકો, પરિવારો સાથે ઉમટી પડતા હોવા છતાં આવવા-જવાના કોઈ ઈમરજન્સીમાં બહાર નીકળવાના ગેઈટ પર્યાપ્ત સંખ્યામં જણાતા નથી. પરિણામે પીક અવર્સમાં ભીડના કારણે અફડાતફડી મચી જવાની શક્યતા રહે છે.

પીવાના પાણીના સ્ટોલ, લેડીઝ/જેન્ટ્સ યુરીનલ/ટોયલેટ બ્લોક વિગેરેની વ્યવસ્થા અપૂરતી હોવાથી ગંદકી ફેલાયેલી રહે છે. ખાણી-પીણીના સ્ટોલવાળા શુદ્ધ પાણીનો ઉપયોગ કરે, વાસી ખોરાકનું વેંચાણ ન કરે, સ્વચ્છતા જાળવે તે બાબતને મનપા તંત્રએ ટોચની પ્રાથમિક્તા આપવાની જરૂર છે.

મેળામાં દર વર્ષે રાઈડ્સવાળા અને ખાણી-પીણીના સ્ટોલવાળા બેફામ ભાવ પડાવી રીતસર લૂંટ ચલાવતા હોવા છતાં જવાબદાર તંત્રના જવાબદાર અધિકારીઓના આંખ મિચામણાથી આવી લૂંટપ્રવૃત્તિ ચાલુ રહે છે.

લોકમેળામાં ડોક્ટરની સુવિધા મળે તે માટે ટેન્ટ ઊભો કરાય છે અને તે આવકારદાયક અને જરૂરી છે, પણ આ ટેન્ટમાં મનપાના સ્ટાફના મળતિયાઓ ખૂરશીઓમાં બેસેલા જોવા મળે છે, તો વળી એક મોટો સમિયાણો વીઆઈપી માટે સોફા સાથે ઊભો કરવામાં આવે છે. લોકમેળામાં ગરીબ-તવંગર, ઊંચ-નીચ જેવા ભેદભાવ ન જ હોવા જોઈએ! તેમાં ય વળી મનપા તંત્ર કે મેળામાં જેમની વિવિધ કામગીરી માટે જવાબદારી છે તેવા અધિકરીઓ તેમના પરિવારો સાથે મેળામાં મફતની મજા માણતા જોવા મળે છે. એટલું જ નહીં, અન્ય લોકોને પણ મફત મજા કરાવવા મેળામાં ખડેપગે સેવામાં હોય છે.

લોકમેળાના સ્થળ આસપાસ પાર્કિંગની વ્યવસ્થા પણ દર વર્ષે ટૂંકી પડે છે. કેટલાક લુખ્ખા અને માથાભારે લોકો ગેરકાયદેસર રીતે પાર્કિંગના નાણા ઉઘરાવતા હોય છે, તો પાર્કિંગની જગ્યાઓ પર સેંકડો પાથરણાવાળા જગ્યા રોકીને ધંધો કરતા હોવાથી વાહનો ક્યાં રાખવા તે સમસ્યા સર્જાય છે!

જામનગરના લોકમેળામાં દર વર્ષે મનપા તંત્રને માતબર રકમની આવક થાય છે પણ તેની સામે ગંજાવર ખર્ચાઓ બતાવી દેવામાં આવે છે. મેળાના ખર્ચનો હિસાબ સંબંધિત વિભાગ દ્વારા છ-છ મહિના સુધી સત્તાવારરીતે જાહેર કરવામાં આવતો નથી.

સદ્નસીબે જામનગરના લોકમેળામાં કોઈ દુર્ઘટના થઈ નથી. નાના-નાના અકસ્માતો કે ઈજા થવાના કિસ્સા કોઈ-કોઈ વર્ષે થાય છે પણ તેમ છતાં જામનગરનો લોકમેળો મનપા તેમજ અન્ય તંત્રની શંકાસ્પદરીતે ભ્રષ્ટ કામગીરીના કારણે વિવાદાસ્પદ જ બને છે. જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લામાંથી પણ લોકો મોટી સંખ્યામાં જામનગરના લોકમેળામાં આનંદ માણવા આવે છે અને મેળામાં પાર્કિંગ, અસ્વચ્છતા, ભાવ વધારો, ગીચતા સહિતની તમામ અવ્યવસ્થાને કોરાણે મૂકી સ્વયંશિસ્તથી મેળાનો ભરપૂર આનંદ માણે છે. મેળા માણવા આવતા લોકોને સૂચારૂ અને સુરક્ષિત વ્યવસ્થા, નિયમોની કડક અમલવારી સાથેની સુવિધા મળે તે માટે સંબંધિત વિભાગોએ તકેદારી રાખવાની જરૂર છે... તેમાંય જરૂરી પ્રમાણપત્રો, એનઓસી વગેરેમાં લેશમાત્ર છૂટછાટ આપવામાં ન આવે તે જોવાની જવાબદારી ઉચ્ચ અધિકારીઓની છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરના સ્થાપના દિનની ઉજવણીની ખુશી પણ...

પરંપરાગત રીતે કાર્યક્રમ યોજવા સિવાય કોઈને રસ નથી?

જામનગર તા. ૧ર : તિથિની દૃષ્ટિએ શ્રાવણ સુદ-સાતમના દિવસે જામનગરનો સ્થાપનાદિન પરંપરાગત રીતે ઉજવાયો, ખાંભી પૂજન થયુ અને રાજવી પરિવાર તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ વારાફરતી પૂજનવિધિ કરી, અને આપણા ગૌરવશાળી રજવાડી નવાનગર-જામનગરની સ્થાપનાની ખુશી મનાવાઈ. નગરમાં એવી ચર્ચા છે કે હવે આ ઉજવણી ફાર્માલિટી ખાતર પરંપરાગત રીતે મનપાનું તંત્ર ઉજવે છે, પરંતુ પહેલા જેવો ઉમંગ, ઉત્સાહ જોવા મળતો નથી, અને શાસકો-પ્રશાસકોને જાણે તેમાં રસ જ ન હોય તેવી વાતો વહેતી થઈ હતી. મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતાપક્ષનું શાસન છે, અને નગરની ગરિમા સૌ કોઈને હોય તે સ્વાભાવિક ગણાય, પરંતુ રાજકીય પક્ષોને પણ આ ઉજવણીમાં બહુ રસ હોય તેમ જણાતું નથી.

ભાજપમાં તો રાજ્ય કક્ષાએ પણ સરકાર અને સંગઠન વચ્ચે બધુ સમુસુતરુ નથી, તેવી વાતો રાજકીય વર્તુળોમાં થઈ જ રહી છે, અને આંતરિક અસંતોષ ઘણાં જિલ્લાઓમાં વધી રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ તેની અસરો જોવા મળી હોય તેમ શહેર કક્ષાના પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિનો અભાવ પણ ચર્ચાના ચાકડે ચડ્યો છે.

બીજી તરફ એવી વાતો પણ થઈ રહી છે કે છોટીકાશી તરીકે ઓળખાતા આ દિવ્ય, રમણ્ય, રજવાડી નગરની સ્થાપના કરનાર અને તેનો પેડી-દર-પેઢી વિકાસ કરનાર વડવાઓનો આત્મા પણ દુભાતો હશે, કારણ કે આ વખતે તો વરસાદ પડ્યા પછી નગરના મોટાભાગના વિસ્તારો 'રબડીરાજ' માં ફેરવાયા છે, અને વોર્ડ નં-૬ ની સોસાયટીઓ-ટાઉનશીપોમાં રહેવું પણ દુષ્કર થઈ ગયું હોવાથી નાગરિકો લોકતાંત્રિક ઢબે 'કાંઈક નવું' કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો વહેતા થયા છે.

જે હોય તે ખરું, નોબત પરિવાર અને માધવાણી પરિવાર નગરજનોને જામનગરના સ્થાપનાદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પોર્ટુગલના ગગનમાં ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએ સ્કાય ડાઈવીંગનો અનુભવ માણ્યોઃ રોમાંચ

જામનગરના જાણીતા બિલ્ડરના યુવા પુત્રએ

જામનગર તા. ૧૨: જામનગરના જાણિતા બિલ્ડર મેરામણ પરમારના  નાના પુત્રએ પોર્ટુગલના આકાશમાં આશરે ૧૪૦૦૦ ફીટની ઉંચાઈ થી સ્કાઈ ડાઈવીંગ કરી અનોખા રોમાંચનો અનુભવ કર્યો હતો.

મુળ પોરબંદર ના વતની હાલ જામનગર માં રહેતા જાણિતા બિલ્ડર મેરામણ પરમારના પુત્ર  આર્ય પરમારે તાજેતર માં પોર્ટુગલના આકાશમાં આશરે ૧૪૦૦૦ ફીટથી વધુની ઉંચાઈથી સ્કાય ડાઈવીંગનો અનોખો અનુભવ મેળવ્યો હતો. આર્ય પરમારે અમદાવાદથી બી.બી.એ.નો અભ્યાસ કરીને હાલમાં લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સમાં માસ્ટરનો અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાહસિક યુવાને આકાશની સફર કરવા માટે સ્કાય ડાઈવીંગનો અનુભવ મેળવ્યો.

આર્ય પરમારે સ્કાયડાઇવ પોર્ટુગલ નામની સંસ્થામાં સ્કાયડાઇવિંગના અનુભવ માટે પોર્ટુગલના ઇવોરા ગયો હતો. એક્સિલરેટેડ ફ્રીફોલ (એ. એફ. એફ.) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો, જે વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે સ્કાયડાઇવિંગ કેવી રીતે કરવું તે શીખવવા માટે રચાયેલ છે. કોર્સ આઠ કલાકની ગ્રાઉન્ડ ટ્રેનિંગ થી શરૂ થાય છે, જ્યાં તેઓ પેરાશૂટ થિયરીથી લઈને કટોકટીની પ્રક્રિયાઓ સુધી બધું આવરી લે છે. આ કાર્યક્રમમાં આઠ ડાઇવ્સનો સમાવેશ થાય છે, જેમાં દરેકને પૂર્ણ કરવા માટે ચોક્કસ કાર્યો છે. પ્રથમ ત્રણ ડાઇવ બે પ્રશિક્ષકો સાથે હોય છે, અને પછીના પાંચ એક પ્રશિક્ષક સાથે હોય છે, જે આખરે તમને એકલા સ્કાયડાઇવ કરવા માટે છોડી દે છે. આ ડાઇ વ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, તમે જાતે જ સ્કાયડાઇવ કરી શકો છો. અત્યાર સુધી, મેં ૧૨  ડાઇવ્સ પૂર્ણ કર્યા છે, જેમાંથી ચાર કોઈ પણ પ્રશિક્ષકની સહાય વિના એકલા હતા. રસપ્રદ વાત એ છે કે મારા અભ્યાસક્રમમાં કતાર સૈન્યના સહપાઠીઓ અને કેટલાક પોર્ટુગીઝ સ્થાનિક લોકો હતા, જેણે આ અનુભવને વધુ મનોરંજક અને સમૃદ્ધ બનાવ્યો.જુન માસમાં પ્રથમ ૫  સ્કાય ડાઈવીંગના જંપ કર્યા હતા. ટુંક સમયમાં સ્કાય ડાઈવીંગનુ લાઈસન્સ મેળવશે. આકાસમાં તરવાની આર્યની નાનપણથી ઈચ્છા હતી. અને તે માટે આ સ્કાય ડાઈવીંગથી શકય બને તેથી તેનો અભ્યાસ કર્યો. જેમા પ્રથમ સ્કાય ડાઈવીંગ વિષે થિયરી, માહિતી માર્ગદર્શન અને ગ્રાઉન્ડ ટ્રેનીંગ આપવામાં આવી હતી. જેમ ાં યુવાનોનુ મનોબળને વધુ મજબુત કરવાના પ્રયાસ કરવામાં આવે છે. સ્કાય ડાઈવીંગ માટે ખાસ વિમાનમાં આશરે જમીનથી ૧૪૦૦૦ ફીટ ઉંચાઈ જઈને ત્યાથી હવામાં કુદકો મારવામાં આવે છે. સ્કાય ડાઈવીંગ વિશે જાણકારી મળતા કેટલા પ્રશ્નો અને મુજવણો મનમાં રહે છે. પરંતુ બાદ અનુભવી નિષ્ણાંત ઈનસ્ટ્રકટર સાથે ખુલ્લા આકાશમાં સ્કાય ડાઈવીંગ કરતા આત્મવિશ્વાસ વધ્યો અને સાથે તે આકાશમાં ઉડવાની સફર જીવનની યાદગાર ક્ષણ અને અનુભવ અદભૂત હોવાનુ આર્ય પરમારે જણાવ્યુ હતુ. ૨૦૦ - ૨૫૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે ૧૪૦૦૦  ફુટથી કૂદકો મારવોએ એક અવર્ણનીય લાગણી છે. તે શાંતિપૂર્ણ, આનંદકારક અને ખૂબ જ સંતોષકારક છે. સ્કાયડાઇવિંગ એ માત્ર એક શારીરિક પડકાર નથી ; તે એક માનસિક રમત છે જેમાં ધ્યાન અને શાંતિની જરૂર છે. જે પ્રેરણા પોતે જાતને માનસિક રીતે પડકારવાની, કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરવાની ઇચ્છાથી આવી. આ માટે માતા-પિતા અને ભાઈનો ટેકો મળ્યો, જેણે આ અનુભવ શક્ય બનતા પોતાને ખૂબ જ ભાગ્યશાળી હોવાનુ જણાવ્યુ.

હજુ આવા કેટલા સ્કાય ડાઈવીંગના અનુભવ મેળવીને સ્કાય ડાઈવીંગ અંગેનુ લાયસન્સ મેળવવાની ઈચ્છા સાહસિક યુવાન આર્ય પરમારે વ્યકત કરી. જે સપનુ આશરે ૨  સપ્તાહમાં પુર્ણ કરશે. સ્કાયડાઇવિંગનો શોખને ચાલુ રાખી આગામી લક્ષ્ય સ્કાયડાઇવિંગ એ-લાઇસન્સ મેળવવા માટે ૨૫ ડાઇવ પૂર્ણ કરવાનું છે, જેનાથી વિશ્વભરમાં સ્કાયડાઇવિંગ કરવાની મંજૂરી આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જીવામૃત એટલે પ્રાકૃતિક કૃષિના પંચાધાર પૈકીનો એક સ્તંભઃ અસંખ્ય જીવાણુઓનો ભંડાર

પ્રાકૃતિક કૃષિ ધરતીના સ્વાસ્થ્ય માટે કરવામાં આવી રહેલો એક સામૂહિક પ્રયત્ન છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે.

પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્થંભ મુજબ ખેતી કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.

પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્થંભમાંનો એક સ્થંભ છે જીવામૃત. જીવામૃત કોઇપણ વૃક્ષ કે વનસ્પતિને આપવા માટેનો ખોરાક નથી. તે તો એક અસંખ્ય જીવાણુઓનો વિશાળ ભંડાર છે. જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી બને છે. તેમજ તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. આનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નાઈટ્રોજનની ઉપલબ્ધિ વધે છે.

જીવામૃત તૈયાર કરવાની રીત

ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરતા સમયે રાસાયણિક ખાતરને બદલે જીવામૃત વાપરવું જોઈએ. આ જીવામૃત તૈયાર કરવા માટે ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૧૦ કિ.ગ્રા દેશી ગાયનું તાજું છાણ, + ૧ મુઠી ઝાડ નીચે પડેલા શેઢા પાળા વાડની માટી + ૧ કિ.ગ્રા દેશી ગોળ + ૧ કિ.ગ્રા ચણા કે કોઈ પણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી અને મિશ્રણ મિક્ષ કરવું. ત્યારબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયડે રાખવું અને લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૦૫-૦૫ મિનિટ સુધી હલાવવું. ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં આવી રીતે જીવામૃત બની જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ તે નો ઉપયોગ કરી શકાય છે.

વાપરવાની રીતઃ આ જીવામૃતને એક એકર માટે ૨૦૦ લીટર ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર તેનો છંટકાવ કરવો.

ઘન જીવામૃત તૈયાર કરવાની રીત

૨૦૦ કિ.ગ્રા સખત તાપમાં સૂકવેલ, ચાળણીથી ચાળેલા દેશ ગાયના છાણના પાવડરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી અને ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સૂકાઈ જાય ત્યારબાદ તેના ગાંગડાનો ભૂક્કો કરી  એક વર્ષ સુધી તે વાપરી શકાય છે.

વાપરવાની રીતઃ ઘન જીવામૃત જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા આપવું.

ગુજરાતની રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક સલ્ફર, વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પ્રકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરાયેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા અને પોષક તત્ત્વોની ઉપલબ્ધિ વધે છે.

પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ભેજ સંગ્રહની ક્ષમતા વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.  માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણી બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે.

મયંક ગોજીયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"ચિત્રકલાસં૫દા" - (ભાગ-૧ - ગ્રંથ ૧૯)

"લલિતકલા" ના આકા૨૫્રદ આયામને ચિત્રકલાની વ્યાખ્યામાં મૂકાય. ચિત્ર, તળ૫દી ભાષામાં "ચિત૨". અહીં ચિત + ૨ નો સમાસ જોતાં "ચિત્ત" માં '૨મણુ ક૨વું' તેવું કહી શકાય.

કોઈ૫ણ દૃશ્ય – ચક્ષુસ્થ છે. જેના ૨ંગ–રૂ૫ તથા ૨ેખા–આકા૨ વગે૨ેને ચર્મચક્ષુ વડે માનસ૫ટ ૫૨ની "ફલો૫ી" માં અવિ૨ત, અગણિત, આજીવન સંગ્રહિત થતું હોય છે. આ સંચય મગજમાં અમર્યાદિત ક્ષમતાનો છે. (એક્સા બાઈટ-૧૦૦૬)

જયા૨ે ભીત૨ીય ભાવનાઓની ભીનાશમાં "સ્મ૨ણાંકુ૨ો"નો પ્રાદુર્ભાવ થવા લાગે છે, વિલસિત થતો જાય છે ત્યા૨ે તે ઉદ્ભવતી ૫્રક્રિયા વખતે ચિત્ત શકિત ઝંકૃત બને છે. અતીતના ઓથા૨ે ચક્ષુસ્થ થયેલા ભૂતકાલીન દૃશ્યો–સ્મ૨ણોને એક નવો આયામ સાં૫ડે છે. તે ક્ષણે સ્વસંવેદના, સાંસ્કૃતિક ધ૨ોહ૨, સમયકાળના ૫િ૨વર્તનો અને વ્યકિતના સ્વાનુભવનું સુંદ૨ અલૌકિક સંમિશ્રણ પ્રયોજાય છે. તે વેળાના સ્૫ંદનોનો આવિર્ભાવ એટલે ક૨–કલમ–કાગજ જેવા માઘ્યમને સહા૨ે ચિત્તનું ૨મણ ક૨તા થવું ત્યા૨ે મન ૫્રફુલ્લિત બનતા ફળશ્રુતિએ એક સુંદ૨ ચિત્રનો ૫્રાદુર્ભાવ – સર્જન અવત૨ે છે.

"કુમા૨" સામયિક, કલાિ૫૫ાસુ, કલા સંવર્ધક તથા સાહિત્યજ્ઞો માટે ગુજ૨ાતી ભાષાનું સાક્ષ૨ોમાં એક સમયે સામ્રાજય ધ૨ાવતું હતું. એક શતાબ્દી ક૨તાં ૫ણ વધુ સમયથી કલા જગતને ૫્રાપ્ય આગવું અદકે૨ું મર્મસભ૨ આ નજ૨ાણું મળતું ૨હ્યું છે.

'કુમા૨' એક સદીની કલ્યાણયાત્રા "ભાગ–૧, ગ્રંથ–૧૯ માં લલિતકલાના ચિત્રકલા ૫૨ત્વે ગ્રંથસ્થ થયેલા અનેક સુ૨ુચિક૨, જ્ઞાનવર્ધક લેખોના સંકલનની ૫્રસ્તુતિ છે. તેમાંની સમીક્ષા, સંકલન અને ૫ુનઃ ૫્રસા૨ણનાં ઉ૫હા૨નોયશ "કલાતીર્થ ટ્રસ્ટ" ને જાય છે. જ્ઞાન િ૫૫ાસુઓ ક૨તાં કલાિ૫૫ાસુ, કલા મર્મજ્ઞો માટે આ અભૂત૫ૂર્વ–અદ્વિતીય ૨સ થાળ છે, એમ કહેવું યથોચિત લેખાશે.

૨ેખાઓ–લીટીઓએ અદીઠયું અનેક બિંદુઓ – ટ૫કાઓનું સુદૃઢ, સાયુજય છે. બિંદુઓ સૌહાર્દ સભ૨ સીધા, વક્ર, ખૂણિયા કે ચતુષ્કોણીય કે વર્તુળાકા૨ સાથેની લીટીઓ દ્વા૨ા ઉભ૨ી આવે છે. તેના અગણિત સ્વરૂ૫ોમાં ઉભ૨તા લય, લચક, નજાકતભર્યા ૨ંગોની ૨સલ્હાણ છલકાય છે. તેના હાર્દમાં કલાકા૨નું ધબકતું હ્ય્દય છે. જે તેની તે સમયની ચૈત્યશકિતના પ્રાદુર્ભાવની ૫્રસ્તુતિ કરે છે. માટે દ૨ેક વ્યકિતની આગવી અનુભૂતિનું નિરૂ૫ણ, નિસ્૫ંદન એટલે "ચિત્રજગત".

૫્રસ્તુત ગ્રંથમાં સાંપ્રત સમય ૫હેલાંના મુર્ધન્ય કલા મર્મજ્ઞ, કલાગુ૨ુ ૨વિશંક૨ ૨ાવલ કે જેઓ "કુમા૨" સામયિકનો ધબકતો આત્મા હતા તેઓના અનેક લેખોમાં ચિત્રકલાના આયામો, સિદ્ઘાંતો અને સમીક્ષા ક૨તા ઉભ૨ી આવેલ છે. અત્યા૨ની ૫ેઢીના દ૨ેક કલાિ૫૫ાસુ માટે જ્ઞાનકોશ સમાન છે. તે સાથે અનેક તજજ્ઞો, ચિત્રકા૨ો દ્વા૨ા સમૃદ્વ બનેલા લેખોનો સમાવેશ ક૨ાયો છે. સમગ્ર ગ્રંથમાં સુંદ૨ સંકલન, સમીક્ષા તથા ઊંડાણભર્યુ કલાજગત વિલસે છે. સૌ કલા ૫્રેમીઓ માટે મા સ૨સ્વતી (મા–શા૨દા) ને જાણે છપ્૫ન ભોગનો અન્નકૂટ ધ૨ાવ્યો હોય તેમ ૩૩૧ ૫ાનાનો દળદા૨ સચિત્ર ગ્રંથ લોકા૫ર્ણ થયો છે.

નિસર્ગભાઈ આહિ૨, સાહિત્ય ક્ષિતિજમાં ખૂબ જ ૫્રજવલિત ચમક–દમક ધ૨ાવતા સિતા૨ા સમાન છે. તેના નામ મુજબ "૫્રકૃતિદેવી" એ દિલ દઈને ખોબલે મોઢે ૫્રીતિ વ૨સાવી સા૨સ્વત બનાવ્યા છે. તેઓના અક્ષ૨દેહમાં ચિત્રોનું લાલિત્ય શૃંગા૨ સુ૫ે૨ે નિખ૨ી ઉઠયું છે. કલામર્મજ્ઞતાના ઊંડાણની ગહનતા તાદ્દશ્ય થાય છે. શબ્દોને મનભાવન ૨મણ ક૨તો દેહ આ૫ી અમીટ નજરે વાંચ્યા ક૨વાનું મન થાય તેવું સંકલન – સંસ્સક૨ણ બા–અદબ અતિ સ૨ાહનીય – ૫્રસંસનીય છે.

શ્રી૨મણિકભાઈ ઝા૫ડીયા કે જેઓ સુંદ૨ ચિત્રકા૨ ૫ણ છે, કલા મહાધાંતા ૫ણ ખ૨ા જ ! તેઓને "કુમા૨" માસિકના ૧૦૦ વર્ષ ના લેખોનો સંગ્રહ મંત્રમુગ્ધ ક૨ી ગયો. તેનાં ચ્યવન–૫ઠન અને વિશ્લેષણે તેમની આ ગ્રંથ બહા૨ ૫ાડવાની ઉત્કંઠા અતિ ૫્રબળ ક૨ી. આજે આવા સુંદ૨ ગ્રંથનો ત્રીજો ભાગ આ૫ણી સમક્ષ ૫્રસ્તુત ક૨ીને સાહિત્ય – લલિતકળાની ઉત્તમ સેવા ૫્રદાન ક૨વાના યશ ભાગી બન્યા. તેઓ ૫ણ હ્ય્દયની ૫્રશંસા૫ાત્ર છે જ –

જગ્યાના અભાવે ગ્રંથનું વધુ વિવ૨ણ અ૫્રસ્તુત હોવાથી ફકત અનુક્રમણિકાનો થોડો અંશ અત્રે ૨જૂ કર્યો છે. ૨વિશંક૨ ૨ાવલના "અજંતા કલામંડ૫ો", "જા૫ાનની ચિત્રકલા", "ભા૨તની ચિત્રકલાનો ક્રમ વિકાસ", "કલાકા૨ શ્યાવક્ષ ચાવડા", "૨ાજા ૨વિ વર્મા" જેવા તેઓના ઉત્તમ લેખો છે. જયા૨ે "ચિત્ર વિજ્ઞાન – ૪ લેખો" અધેન્દ્રકુમા૨ ગાંગુલીના લેખોનું અ૫ર્ણાબહેન વિવેદી દ્વા૨ા સુંદ૨ ભાષાંત૨ થયું છે. વડોદ૨ા યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજના ભૂત૫ૂર્વ ૫્રોફેસ૨, ડીન, જયોતિભાઈ ભટ્ટના" કલામાં વિકૃતિક૨ણ ૧–૩" લેખોનો સમાવેશ છે. ફિ૨ોજશા ૨ુસ્તમજી મહેતાના "દશાવતા૨", "સૌંદર્ય દેવી વીનસ", "લુવ્ર જગતનું સૌથી જંગી અને સમૃદ્ઘકલા ધામ" વગે૨ે લેખો થકી એક આગવું ૫ાસું ઉભ૨ી આવ્યું છે. બીજા અનેક લેખો છે. કલા જગતના ચિત્રક્ષેત્રના વા૨સાની એક સદીની યાત્રા અહીં ગ્રંથસ્થ ક૨ીને ગુજ૨ાતી વાચકોને ઉત્તમ નજ૨ાણું ૫ી૨સવા બદલ કલા તીર્થના ૨મણીકભાઈ ઝા૫ડિયા તથા અન્ય સક્રીય સભ્યોનો હ્ય્દયસ્થ આભા૨, ધન્યવાદ.

આ ગ્રંથ વિનામૂલ્ય કિંમતનો વેચાણ હેતુસ૨ ન હોવાથી બૂક સ્ટોર્સમાં ઉ૫લબ્ધ નહીં હોય. જેની નોંધ વાચકો લેશે.

પ્રેષકઃ ડો. ૫ીયૂષ માટલિયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સમગ્ર દેશમાં અગ્રેસર

કુદરતી આફતોના સમયે વ્ય્વસ્થાપન અને સુચારૂ સંકલન માટે

 રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારૂ સંકલનનું કેન્દ્ર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે.

રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા માટે ગુજરાત સરકારનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તમામ અદ્યતન તકનિકો સાથે સુસજ્જ છે. ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય કે પછી હીટવેવ, નાગરિકોની સુરક્ષા માટે ગાંધીનગરમાં આવેલું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ર૪ કલાક ૭ દિવસ કાર્યરત રહીને રાજ્યના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ છે.

ગુજરાતમાં આવતી દરેક આપદાઓથી નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબોતનું એક જ સ્થળેથી સંકલન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાની જરૂર વર્તાઈ હતી. આપત્તિના સમયે સમગ્ર રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવી એક જ સ્થળેથી તેની સમીક્ષા થઈ શકે તે માટે 'ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ'ની રચના કરી, આપત્તિ વ્યવસ્થાપનનું સ્વતંત્ર માળખું કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. ત્યારથી લઈને આજ સુધી રાજ્યમાં આવેલી તમામ આપદાઓમાં એસઈઓસી ઝડપી રિસ્પોન્સ, અસરકારક સંકલન અને બચાવ કાર્યો માટેનું કેન્દ્ર બન્યું છે.

એસઈઓસીની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધી રાજ્યમાં આવેલી આપદાઓ સમયે થતી કેઝ્યુઆલિટીમાં સતત ઘટાડો આવ્યો છે. ગત્ વર્ષે રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાની આપત્તિ આવી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસઈઓસી એ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને રાહત બચાવ અને આપત્તિ વ્યસ્થાપનની તમામ કામગીરી સુનિશ્ચિત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે એસઈઓસીમાં સમયાંતરે ઉપસ્થિત રહીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર અને વિવિધ વિભાગો દ્વારા કરાયેલી વ્યવસ્થાની સતત સમીક્ષા કરી હતી. પરિણામે બિપોરજોય વાવાઝોડા દરમિયાન રાજ્યમાં ઝીરો કેઝ્યુઆલિટી સુનિશ્ચિત કરી શકાઈ હતી.

સચેત પહેલા અને હેલ્પલાઈન નંબરની અદ્યતન સુવિધા

રાજ્યમાં આવતી કોઈપણ આપદા અંગે નાગરિકોને સતર્ક રવા માટે કેન્દ્ર દ્વારા 'સચેત પોર્ટલ'ની અદ્યતન સુવિધા વિક્સાવવામાં આવી છે. આ પોર્ટલના માધ્યમથી એસઈઓસી દ્વારા અરસગ્રસ્ત વિસ્તારોના અથવા સમગ્ર રાજ્યના નાગરિકોને સતર્ક કરવા માટે માસ એસ.એમ.એસ. કરીને સાવચેત કરવામાં આવે છે.

આ .પરાંત આપત્તિના સમયે નાગરિકો રાહત-રચાવ માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને સીધો સંપર્ક કરી શકે તે માટે જિલ્લા અને ાલુકા કક્ષાએ પણ 'ઈમરજન્સી ઓપરેશન સેન્ટર' કાર્યરત કરીને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યનો કોઈપણ નાગરિક રાજ્યકક્ષાએ પ૧૯૦૦/૧૦૭૦ અને જિલ્લા કક્ષાએ ૧૦૭૭ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને કોઈપણ આપત્તિ અંગેની માહિતી આપી શકે છે. આ હેલ્પલાઈન સેન્ટરને ર૪ કલાક ૭ દિવસ કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી મુશ્કેલીના સમયે નાગરિકોને ત્વરિત સહાય પહોંચાડી શકાય.

વિવિધ વિભાગો સાથેનું સંકલન

આપદાના સમયે સૌથી મહત્ત્વની કામગીરી વિવિધ વિભાગો સાથેના સંકલનની હોય છે. એસઈઓસી સંબંધિત તમામ વિભાગો સાથે સંકલન કરવા માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. ભારતીય હવામાન વિભાગ સાથે સંકલન કરીને એસઈઓસી દ્વારા વરસાદ, ભૂકંપ અને હીટવેવ જેવી આપદાઓ અંગે અન્ય વિભાગોને સાવચેત કરવામાં આવે છે. આપદાના સમયે રાહત-બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે સંકલન કરીને ટીમ ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. જરૂર પડ્યે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, નેવી અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ સાથે પણ એસઈઓસી દ્વારા સંકલન કરવામાં આવે છે.

રાજ્યમાં આપદાના સમયે અન્ન પુરવઠો, પાણી પુરવઠો, વીજ પુરવઠો અને યાતાયત સુવિધા ખોરવાય નહિં તે માટે તેમજ જો ખોરવાય તો તુરંત જ તેને પૂર્વવત કરી શકાય તે માટે એસઈઓસી દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, જળસંપત્તિ વિભાગ, ઊર્જા વિભાગ અને જીએસઆરટીસી સાથે સતત સંકલન કરવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ તેમનું સ્થળાંતર કરવા માટે શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, મહેસુલ વિભાગ અને પશુપાલન વિભાગ સાથે એસઈઓસી સંકલન કરે છે.

આપદાના સમયે પ્રાથમિક સારવાર સુવિધાઓ માટે આરોગ્ય વિભાગ, ખેડૂતોના પાક સુરક્ષા માટે કૃષિ વિભાગ, કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ગૃહ વિભાગ, જંગલો-અભયારણ્યોમાં વસતા જાનવરોની સલામતી માટે વન વિભાગ, રોડ-રસ્તા-પુલની મરામત માટે માર્ગ અને મકાન વિભાગ તથા રાજ્યના બંદરો પર જ્હાજોની સલામતી સુનિશ્ચિત કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે પણ એસઈઓસી સંકલન કરે છે.

આમ, રાજ્યમાં જ્યારે પણ કોઈ આપદા આવે ત્યારે એસઈઓસી વિવિધ વિભાગો સાથે સુદૃઢ સંકલન કરીને ઝીરો કેઝ્યુઆલિટી અને સૌની સલામતીનો એપ્રોચ અપનાવે છે. સ્ટેટ ફમરજન્સી ઓપરેશન સેન્ટરના આગવા મોડલ અને સુચારૂ આપત્તિ વ્યવસ્થાપનની કાર્યક્ષમતાને પરિણામે ગુજરાત આજે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં એસઈઓસીની સ્થાપનાથી ગુજરાત આજે દરેક આપદા સામે મક્કમતા અને સુસજ્જતા સાથે લડી રહ્યું છે અને સાથે જ અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંવિધાન હત્યા દિવસ વર્સિસ મોદી મુક્તિ દિવસઃ કૌન કિતને પાની મેં...

ન જાણ્યુ જાનકીનાથે... સવારે શું થવાનું છે?ઃ કરવટ બદલતી રાજનીતિ

નવી દિલ્હી તા. ૧૩ઃ કેન્દ્ર સરકારે વિધિવત રીતે રપ મી જૂન-૧૯૭પને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું, અને ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું, તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને તેની સામે તમતમી ઉઠેલી કોંગ્રેસે પણ ચોથી જૂનને 'મોદી મૂક્તિ દિવસ' તરીકે ઓળખવાની જાહેરાત કરી દીધી છે, બંધારણે પોતે જ હવે રાજકીય મુદ્દો બની ગયો છે.

હકીકતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે અબ કી બાર, ચારસો પારનો નારો ગુંજતો કર્યો, તેને જ મુદ્દો બનાવીને રાહુલ ગાંધીએ પોતાના હાથમાં ભારતના બંધારણની ચોપડી પકડીને મતદારોને ચેતવ્યા કે મોદી સરકાર ૪૦૦ બેઠકો મેળવીને બંધારણ બદલવા માટે જરૂરી સંખ્યાબંળ સંસદમાં મેળવવા માંગે છે, અને જો એનડીએને ૪૦૦ અને ભાજપને ૩૬૦ બેઠકો મળી ગઈ તો તેઓ ભારતના બંધારણને જ બદલી નાંખશે અથવા ખતમ કરી દેશે અને આ ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે તો, પછી દેશમાં તાનાશાહી સ્થપાઈ જશે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ આ મુદ્દે એવો પ્રચાર કર્યો કે ૪૦૦ થી વધુ બેઠકો મેળવ્યા પછી મોદી સરકાર અનામત જ ખતમ કરી દેશે.

તે પછી ચૂંટણી થઈ અને ભાજપને અઢીસો બેઠકો પણ મળી નહીં અને ભાજપને એકલાને બહુમતી મળી નહીં, પરંતુ પ્રિ-પોલ એલાયન્સ એટલે કે ચૂંટણી પહેલાના ગઠબંધન એનડીએને બહુમતી માટે જરૂરી બેઠકો કરતા વીસેક બેઠકો વધુ મળી અને એનડીએની સરકાર રચાઈ, તથા મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.

ઈન્ડિયા ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસે આ ચૂંટણી પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નૈતિક અને વ્યક્તિગત હાર ગણાવીને વર્તમાન સરકાર લઘુમતી સરકાર હોવાના વ્યંગ સાથે મોદી સરકાર સામે નવેસરથી મોરચો ખોલ્યો. રાહુલ ગાંધીએ સંસદમાં બંધારણની બૂક લહેરાવીને કહ્યું કે 'અમે બંધારણ બચાવી લીધું...'

ઈન્ડિયા ગઠબંધન તથા ખાસ કરીને લોકસભામાં વિપક્ષના વડા બનેલા રાહુલ ગાંધીએ બંધારણને કેન્દ્રમાં રાખીને પ્રહારો ચૂંટણી પછી પણ ચાલુ રાખ્યા, તેથી તમતમી ઉઠેલી ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રતિ આક્ષેપો કર્યા અને રપ મી જૂને કાળો દિવસ મનાવ્યો. આ કારણે બંધારણનો મુદ્દો રાજકીય બની ગયો.

ભાજપે કહ્યું કે કટોકટી લાદીને નાગરિકોના તમામ અધિકારો છીનવી લેનાર કોંગ્રેસને બંધારણના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી અને એનડીએ ગઠબંધને બંધારણીય રીતે જ બહુમતી મેળવી છે, અને મોદી વડાપ્રધાન બન્યા છે, તે કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નથી, અને યુપીએ સરકાર કેવી રીતે રચાઈ હતી અને તે કેટલી કાંખઘોડીઓ પર નિર્ભર હતી, તે પણ કોંગ્રેસે યાદ રાખવું જોઈએ. વિગેરે...

કોંગ્રેસે સણસણતો ઉત્તર આપ્યો કે ૪૦૦ પારનો નારો આપનાર ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી શકયો નથી અને અત્યારે નાયડૂ-નીતિશ પર નિર્ભર સરકાર કાંઈ લાંબુ ચાલવાની નથી, હવે મોદી મેજીકનું સૂરસૂરિયુ જ થઈ ગયું છે વિગેરે...

આ રાજકીય પક્ષો વચ્ચેનું પ્રચાર યુદ્ધ હતું, પરંતુ હવે મોદી સરકારે વિધિવત રીતે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને દર વર્ષે રપ જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાનું સરકારી ધોરણે નક્કી (ફરમાન) કર્યું છે, તેના કારણે વિવાદનો વંટોળિયો ઊભો થયો છે, જે સંસદના બજેટસત્રમાં પણ પડઘાશે, તે નક્કી છે.

ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી હતી. વર્ષ-૧૯૭પ ની રપ  મી જૂને કટોકટી જાહેર કરીને તે સમયની ઈંદિરા ગાંધી સરકાર દ્વારા સત્તાનો દુરૂપયોગ કરીને દેશવાસીઓ પર અત્યાચાર કર્યા હતાં, અને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવીને પ્રેસ-મીડિયા પર સેન્સરશીપ મૂકાઈ હતી, એટલું જ નહીં, દેશભરમાં વિપક્ષના ઢગલાબંધ નેતાઓ-કાર્યકર્તાઓને લાંબા સમય માટે કોઈપણ દોષ-ગૂન્હા વિના અને કોઈપણ કાનૂની કાર્યવાહી વિના જેલમાં ધકેલી દેવાયા હતાં. સંસદની ચૂંટણી કર્યા વગર તેની મુદ્દત લંબાવી દેવાઈ હતી અને ન્યાયતંત્ર પર પણ કેટલાક અંકુશો મૂકી દેવાયા હતા, તે પ્રકારના આક્ષેપોનો મારો ભાજપના નેતાઓ ચલાવી રહ્યા છે.

કોંગ્રેસ પણ આકરા શબ્દોમાં જવાબ આપી રહી છે. અતિશય ઘમંડમાં ઉડ્યા પછી મળેલો પરાજ્ય પચતો નથી તેથી ડઘાઈ ગયેલી ઓક્સિજન પર જીવતી સરકાર હવે સ્વયં સત્તાનો દુરૂપયોગ કરી રહી હોવાના આક્ષેપો વિપક્ષો કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે 'નોન-બાયોલોજિકલ વડાપ્રધાન (મોદી) ફરી એકવાર હિપોક્રેસી ભરેલી હેડલાઈન્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ દેશના લોકો ચોથી જૂનને દર વર્ષે 'મોદી મૂક્તિ દિવસ' તરીકે ઓળખશે. આ દિવસે મળેલી નિર્ણાયક અને નૈતિક હાર પૂર્વે તેમણે (મોદીએ) ૧૦ વર્ષ સુધી અઘોષિત કટોકટી લગાવી રાખી હતી. તેમણે એમ પણ કહ્યું કે હવે દેશવાસીઓ દર વર્ષે ૮ મી નવેમ્બરે (નોટબંધી ઈફેકટ) 'આજીવિકા હત્યા દિવસ' મનાવશે !

બંધારણ હત્યા દિવસ વર્સિસ મોદી મૂક્તિ દિવસની સાથે સાથે 'આજીવિકા હત્યા દિવસ'ના નવા નેગેટિવ નેરેટિવ તથા આક્ષેપબાજીના દેશમાં મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. દેશમાં અઘોષિત કટોકટીના ૧૦ વર્ષ વર્ષ-૧૯૭પ ની બે-અઢી વર્ષની કટોકટી કરતાં પણ વધુ બિહામણા હતા, અને હજુ પણ આ ઓક્સિજન પર રહેલી સરકાર સત્તામાં છે, ત્યાં સુધી ભલે અંકુશ રહે, તેમ છતાંયે તાનાશાહી વલણ તો રહેવાનું જ છે, તેથી પોતાની નૈતિક હાર માનીને ભાજપે પુનઃ જનાદેશ લેવો જોઈએ, તેવી કોમેન્ટો પણ થઈ રહી છે, અને વર્તમાન સરકાર ગમે તે કરે પણ લાંબુ નહીં ટકે તેવા અભિપ્રાયો અપાઈ રહ્યા છે, અને તેને મૂંગેરીલાલના હસીન સપના પણ ગણાવાઈ રહ્યા છે, પરંતુ 'ન જાણ્યું જાનકી નાથે... સવારે શું થવાનું છે!'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રોગચાળો ફેલાતો અટકાવવા શું કરવું..?

જુલાઈમાં ડેન્ગ્યૂ વિરોધી માસ ઉજવાઈ રહ્યો છે ત્યારે

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જુલાઈ માસમાં "ડેન્ગ્યૂ વિરોધી માસ" નિમિત્તે આરોગ્ય શાખા દ્વારા સમગ્ર શહેરમાં જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં હાલમાં વર્ષાઋતુનો સમયગાળો છે. તેથી સમગ્ર શહેરમાં નાગરિકોના ઘરની છત પર, નકામા પડી રહેલ સરસામાન, નાનામોટા ખાડા, ખાબોચીયામાં વરસાદી પાણીના ભરવાના કારણે મચ્છરની ઉત્પત્તિમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જેનાથી મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસોમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. તેને ધ્યાનમાં રાખતા જામનગર શહેરમાં ૧ર આરોગ્ય કેન્દ્ર પર વાહકજન્ય રોગ અટકાયત અંગેની કામગીરી હાલમાં ચાલુ છે, જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે, લોકોમાં વાહકજન્ય રોગ પ્રત્યે જાગૃતિ લાવવાના કાર્યો, એબેટ કામગીરી, ઈન્ટ્રા ડોમેસ્ટિક એન્ટી લાર્વલ સર્વેલન્સ કામગીરી વગેરે જેવા વિવિધ રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશમાં તમામ શહેરીજનોનો પુરતો સહકાર મળી રહે તે ખુબ જ અગત્યની બાબત છે. આવા મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે દરેક શહેરીજનોને આરોગ્ય શાખા દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે અને ઘરમાંથી તેમજ ઘરની આસપાસ ભરાયેલા પાણીમાંથી મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ખુલ્લામાં પડી રહેલા ટાયર, નકામો સરસામાન વગેરેમાં વરસાદનું પાણી ભરાવાથી મચ્છરની ઉત્પત્તિ થાય છે. તેનાથી મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચીકુનગુનિયા અને મેલેરિયાના ફેલાવાની શક્યતા વધી જાય છે. તેથી જામનગર શહેરના ટાયરના વિક્રેતાઓ, ટાયર-પંચરના ધંધાર્થીઓ, ભંગારના વેપારીઓ વગેરેએ તાત્કાલિક ધોરણે ખુલ્લામાં પડી રહેલા ટાયર, ભંગાર, જૂનો સરસામાન વગેરેનો નિકાલ કરવા કે શેડ વાળી જગ્યા પર પાણી ભરાય ન રહે તે રીતે તેને મૂકી દેવા જણાવવામાં આવે છે.

રહેણાંક મકાનો, દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષ, તેની આજુબાજુના વિસ્તારોમાં, સરકારી અને બિનસરકારી તમામ સંસ્થાઓને તેમના કેમ્પસ વિસ્તારો અને કોમ્પલેક્ષના છત પર પ્રિ-મોનસૂન એક્ટીવીટી સબબ વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે છત પર પડી રહેલો નકામો ભંગાર દુર કરાવી, સફાઈ કરાવી લેવા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

શહેરના તમામ નાગરિકોએ તેમના ઘરની અંદર કોઈપણ પાણી ભરેલા પાત્ર ખુલ્લું ન રહે તે અંગે ખાસ તકેદારી રાખવી  જોઈએ.

પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા જોઈએ.

પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક અને વ્યવસ્થિત રીતે સાફ કરવી જોઈએ.

પાણીના નાના ખાડા, ખાબોચિયામાં ભરાયેલા વરસાદી પાણીને વહેડાવી દો કે તેને માટીથી પૂરી દો.

મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાખવું જોઈએ. જેથી મચ્છર ઉત્પતિ પર નિયંત્રણ લાવી શકાય.

અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલા પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ.

ચોમાસામાં નકામા ટાયરો, ખાલી વાસણો, ધાબા પરના ડબ્બા, અન્ય જુના સરસામાનમાં વરસાદી પાણી ભરાવા દેવું ના જોઈએ.

મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આખી બાંયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે મેડિકેટેડ વસ્તુઓનો ઉપયોગ કરો.

દર અઠવાડિયે એકવાર સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મિનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીના પાત્રોને ખાલી કરીને તેને ઘસીને સાફ કરવા જોઈએ. તેને સુકવ્યા બાદ જ ફરીથી તે સાધનો ઉપયોગમાં લેવા જોઈએ.

જામનગર શહેરના તમામ નાગરિકોને અત્રે જણાવેલ માર્ગદર્શિકાનું ખાસ પાલન કરવા માટે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આરોગ્ય શાખા, જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચેલાના ખેડૂત લખમણભાઈ નકુમ પ્રાકૃતિક પ્રોડકટ્સની જામનગરમાં કરે છે હોમ ડિલિવરી

ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ દર વર્ષે રૂ.  ૧૦,૮૦૦ ની સહાય મળે છે...

ઓનલાઈન વેબસાઇટ પરથી તમે અનેક વસ્તુઓની ઘરે બેઠા ખરીદી કરી શકો છો. પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિષે નહિ સાંભળ્યું હોય. જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીની તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુદ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે.

પોતાના ૧૪ વીઘા ખેતરમાં તેઓ બારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેમાં લખમણભાઈ શાકભાજી, ઘાસચારો, ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. તેમની પાસે અંદાજિત ૨૨ જેટલી દેશી ગાયો છે. જેનું ગૌમૂત્ર, છાણ તેમજ ખાટી છાસ એકત્ર કરી તેઓ જંતુનાશકો તરીકે જમીનમાં છંટકાવ કરે છે. જેનાથી રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચ થતાં નથી. તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થયું હોવાથી વધારે ભાવ મળતા તેઓની આવક બમણી થઈ છે.

લખમણભાઈ નકુમ જણાવે છે કે, મારે ૧૪ વીઘા જમીન છે હું ૨૦૧૩થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અગાઉ મારી પાસે ઓછી ગાયો હતી. પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧માં પશુપાલન વિભાગ દ્વારા સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે રૂ. ૨,૨૫,૦૦૦ની સહાય આપવામાં આવી છે. હાલમાં મારી પાસે ૨૫ ગાયો છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા એક ગાયની સહાય એક મહિનાના રૂ. ૯૦૦ લેખે આપવામાં આવે છે. જે વાર્ષિક રૂ.  ૫૪૦૦ ના બે હપ્તા દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ બાગાયતી પાકોના બગીચામાં જામફળ, ચીકુ, સીતાફળ, ખારેક, નાળિયેર, લીંબુનું વાવેતર કર્યું છે. તેમજ મગફળી અને શાકભાજીનું પણ વાવેતર કરૃં છું.

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ત્યાં શાકભાજી અને ફળોનું વેચાણ કરતાં બજાર ભાવ કરતાં એક કિલો શાકભાજીના રૂ. ૨૦ થી રૂ. ૩૦ વધારે મળવાથી આર્થિક ફાયદો થાય છે. હું મગફળીનું પણ વાવેતર કરું છું અને તેમાંથી તેલ બનાવી તેનું વેચાણ કરું છું. અમે પણ શુદ્ધ વસ્તુઓ ખાય છીએ અને ગ્રાહકને પણ શુદ્ધ વસ્તુઓ ખવડાવીએ છીએ. ગાયોનું દૂધ કાંચની બોટલમાં ભરી શહેરમાં હોમ ડિલિવરી કરું છું. જેના પ્રતિ લિટરના ૮૦ રૂપિયા મળે છે. ગાયના દૂધની સાથે હું પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલા શાકભાજી અને ફળો પણ લોકોના ઘર સુધ ી પહોંચાડું છું. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમો દરમિયાન પ્રાકૃતિક સ્ટોલ ઊભા કરવામાં આવે છે. ત્યાં હું મારી વસ્તુઓનું વેચાણ કરી શકું છું. સાથોસાથ વિનામૂલ્યે જાહેરાત થાય છે અને વેચાણ પણ વધે છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નિમાસ્ત્ર, બ્રહ્મોસ્ત્ર અને અગ્નિશસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુરોધકોનો છંટકાવ એટલે પાકની સંજીવની...

પાકને બરબાદ કરતી જીવાતોના નિયંત્રણ માટે રામબાણ ઈલાજ ક્યો ? જાણો

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે. દેશની સાથે સાથે ગુજરાત રાજ્યના અનેક ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ધરાવતી ખેત પદ્ધતિને છોડી વર્ષો જૂની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂત મિત્રોને શરૂઆતમાં થોડી તકલીફોનો સામનો કરવો પડે છે. કારણ કે, જમીનનો સેન્દ્રીય કાર્બન ઓછો થઈ ગયો હોય છે અને જમીન લગભગ બિન ફળદ્રુપ થઈ ચૂકી હોય છે. તેથી શરૂઆતમાં પાક પર વધારે રોગ, જીવાત આવે છે.

આથી આ રોગ, જીવાતોના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકાય છે. તેમાં લીમડો, ધતુરો, આંકડો, ગળો, સીતાફળ જેવી વનસ્પતિઓને ગૌમુત્રની અંદર સેડવીને તેને ૧૫ થી ૨૦ લીટર પાણીમાં ૨ લીટરના પ્રમાણમાં ઉમેરીને પાક પર છંટકાવ કરવો. જેથી રોગ જીવાતોનું નિયંત્રણ થશે. મહિના જૂની છાશ (લસ્સી)ને પાણીમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત આપી રોગથી બચાવશે. આવા બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવોને ખેડૂત મિત્રો પોતાના જ ઘરે બનાવી શકે છે, તેના માટે બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. જેનાથી જમીનનો સેન્દ્રીય કાર્બન વધી જશ ે અને પાકોમાં આવતા રોગો પણ અટકી જશે.

નિમાસ્ત્રઃ ચુસિયા પ્રકારની જીવાત તેમજ નાની ઇયળોના નિયંત્રણ માટેની પદ્ધતિ

૫ કિલો લીમડાનાં લીલા પાન અથવા લીમડાની ૫ કિલો લીંબોળી લઈ પાન અથવા લીંબોળીને ખાંડીને રાખી મૂકો. ૧૦૦ લીટર પાણી લઈ તેમાં ખાંડીને તૈયાર કરેલી ચટણીને પાણીમાં ઉમેરો. હવે તેમાં ૫ લીટર ગૌમૂત્ર અને ૧ કિલો દેશી ગાયનું ગોબર નાખી ભેળવી દો. લાકડી વડે તેને હલાવી અને ૪૮ કલાક સુધી ઢાંકીને રાખી મૂકો. યાદ રાખો કે આ તૈયાર થયેલા દ્રાવણને દિવસમાં ત્રણ વખત હલાવવાનું રહેશે. ત્યારબાદ ૪૮ કલાક પછી આ દ્રાવણને કપડાથી ગાળી લેવાનું છે. આમ આ તૈયાર થયેલા દ્રાવણનો પાક ઉપર છંટકાવ કરી શકાય છે. આ દ્રાવણમાં પાણી ઉમેર્યા વગર જ તેનો છંટકાવ કરવાનો રહેશે.

બ્રહ્માસ્ત્રઃ મોટા કીડી મંકોડાના નિયંત્રણ માટે

લીમડો (૫ કિલો ગ્રામ), સફેદ ધતૂરો (૨ કિલો ગ્રામ), સીતાફળ (૨ કિલો ગ્રામ), કરંજ (૨ કિલો ગ્રામ), જામફળ (૨ કિલો ગ્રામ), એરંડા (૨ કિલો ગ્રામ), પપૈયા (૨ કિલો ગ્રામ) પૈકીમાંથી કોઈ પણ પાંચ વનસ્પતિ લઈ તેની ચટણીને ૧૦ લીટર ગૌમુત્રમાં ભેળવી ઢાંકીને ધીમી આંચ પર ત્રણથી ચાર ઉફાણા આવે ત્યાં સુધી રાખો. નીચે ઉતારી તેને ૪૮ કલાક સુધી મૂકી રાખો. પછી કપડાં વડે ગાળીને તેનો યોગ્ય પાત્રમાં સંગ્રહ કરો. આ બ્રહ્માસ્ત્રને ૧૦૦ લીટર પાણીમાં ૨ થી ૨.૫ લીટર ભેળવીને પાક પર છંટકાવ કરો. તેને ૬ મહિના સુધી રાખી  શકાય છે.

નાની મોટી ઇયળોના નિયંત્રણ માટે અગ્નિઅસ્ત્ર છે ખૂબ જ ઉપયોગી

વૃક્ષના થડ અથવા ડાળીમાં રહેતા કીડા, સિંગોમાં અને ફળોમાં રહેતી ઇયળો તેમજ કપાસના જીંડવામાં રહેતી ઇયળો અને અન્ય પ્રકારની નાની મોટી ઇયળોના નિયંત્રણ માટે અગ્નિઅસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. ૨૦ લીટર ગૌમુત્ર લઈ તેમાં ૫૦૦ ગ્રામ તીખા લીલા મરચાની ચટણી ઉમેરો. ૫૦૦ ગ્રામ લસણ વાટીને તેમાં નાખો, લીમડાના ૫ કિલો પાનની ચટણી લઈ ૧ કિલોગ્રામ તમાકુ પાવડર ઉમેર્યા પછી  આ પુરા મિશ્રણને લાકડીના ડંડાથી હલાવો અને એક વાસણમાં ધીમા તાપે ઉકાળો. ૪ થી ૫ વખત ઉફાણા આવે એટલે નીચે ઉતારો. ૪૮ કલાક સુધી રાખી મૂકો ત્યારપછી તેને કપડા વડે ગાળીને વાસણમાં સંગ્રહ કરો. ૧૦૦ લીટર પાણીમાં ૨ થી ૨.૫ લીટર નાખી તેનો ખેતી પાક પર છંટકાવ કરી શકાય છે. ત્રણ માસ સુધી આ મિશ્રણને વાપરી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ તથા તેના ફાયદાઓ અંગે થોડું જાણીએ

ખેડૂતો અને ખેતી દેશના વિકાસનું ગ્રોથ એન્જિનઃ આવો, ગુજરાતને આત્મનિર્ભર કૃષિથી સમૃદ્ધ બનાવીએ...

દેશના આખા અર્થતંત્રના વિકાસ માટેનું મોટું એન્જિન ખેતી અને ખેડૂતોનો વિકાસ છે. રાજય સરકારે આ વાતને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ કૃષિકારોને સમૃદ્ધિની દિશામાં તો દોરી જ જશે. જયારે પ્રાકૃતિક ખેતીને પણ મોટું પ્રોત્સાહન મળતાં આગામી દિવસોમાં ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેનું નક્કર આયોજન આ યોજનાઓમાં જોવા મળે છે.

નિભાવ ખર્ચમાં સહાય

સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત થાય તેમજ ખેતરમા પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગાય નિભાવ ખર્ચમા સહાય આપવાની યોજના શરૂ કરવામા આવી છે. આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે દેશી ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામા આવે છે.

કેટલા ખેડૂતોને કેટલી સહાય મળી?

પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે. ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે ત્યારે ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે દેશી ગાયના નિભાવ માટે વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૧૯૧ ખેડૂત લાભાર્થીઓને રૂ.૬૪.૩૧ લાખનો પ્રથમ હપ્તો તેમજ ૧૧૪૦ ખેડૂત લાભાર્થીઓને રૂ.૬૧.૫૬ લાખના બીજા હપ્તા સહિત કુલ રૂ.૧૨૫.૭૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

દેશી ગાય આધારિત

પ્રાકૃતિક કૃષિના ફાયદા

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદા છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ખેત પેદાશ વધુ મળશે અને ભાવ પણ સારા મળવાથી ખેડુતની આવકમાં વધારો થશે. કુદરતી ખેતી પધ્ધતિમાં ૭૦ ટકા પાણીનો વપરાશ ઘટે છે, તેથી ઓછા પાણીમાં ખેતી કરી શકાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ખર્ચ બચે છે અને પાણીનો વપરાશ ઓછો થાય છે, જેથી વીજળીની બચત થાય છે. ખોરાકનું મૂલ્યાંકન તેમાં રહેલા પોષક મૂલ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ પોષક તત્ત્વોની અછત અને ઝેરી રાસાયણ વાળો ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. જેના કારણે આપણે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. મૂલ્યવાન ખોરાક પૂરો પાડવા માટે કુદરતી ખેતી જરૂરી  છે. જમીન પોચી અને ભરભરી બનતા ફળદ્રુપતા અને નિતારશકિત વધે છે.

  ગુણવત્તાયુકત અને ઝેરી રસાયણમુક્ત ઉત્પાદન મળે છે. જમીનમાં દેશી અળસીયાનું પ્રમાણ વધે છે. મિશ્રપાક પદ્ધતિથી એકબીજા પાકોને પૂરક પોષણ મળી રહે અને ઉત્પાદન જળવાય રહે છે. આમ પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટતા, નફો વધારે મળે છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેના સમર્પિત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ,ગુજરાતને આત્મનિર્ભર  કૃષિથી સમૃદ્ધ બનાવીએના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે.

- વૈશાલી રાવલિયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

યુ.કે.માં ૪૦૦ પાર કરીને સત્તારૂઢ થયેલી લેબર પાર્ટીનું વલણ હંમેશાં પ્રો-ઈન્ડિયા રહ્યું છે... ડોન્ટ વરી...

ભારતને આઝાદી અપાવવાનો વાયદો અને કાયદો લેબર પાર્ટીએ જ ઘડ્યો હતોઃ હિસ્ટ્રી

લંડન/નવી દિલ્હી તા. ૮: યુનાઈટેડ કિંગ્ડમ, જેને આપણે બ્રિટન તરીકે ઓળખીએ છીએ. તેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, ઉ. આયર્લેન્ડ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. આપણે ત્યાં લોકસભા છે તેમ ત્યાં હાઉસ ઓફ કોમન્સ હોય છે. જેની ચૂંટણીમાં ૧૪ વર્ષથી સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે અને ૬પ૦ માંથી ૪૦૦ થી વધુ બેઠકો મેળવીને લેબર પાર્ટીને જનાદેશ મળ્યો છે. હવે ભારત સાથે બ્રિટન (યુ.કે.) ના સંબંધો કેવા રહેશે, તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઋષિ સુનકે રાજીનામું આપ્યું અને હવે કીર સ્ટાર્મર વડાપ્રધાન બન્યા પછી સંબંધો કેવા રહેશે, તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે, અને ત્યાં દિગ્ગજોનો પરાજય અને ચાર ચાર પૂર્વ વડાપ્રધાનોની વ્યક્તિગત હાર પણ ચર્ચામાં છે.

ભારતને આઝાદી કોણે અપાવી?

ભારતમાં બે સદીથી ચાલતી સ્વાતંત્ર્ય ચળવળને અંતે જ્યારે બ્રિટન (યુ.કે.) ની સંસદમાં એક કાયદો પસાર કરીને ત્યાંની સરકારે ઠરાવ પસાર કર્યો ત્યારે સફળતા મળી, અને તે ઈતિહાસ સાથે લેબર પાર્ટી જોડાયેલી છે. લેબર પાર્ટી પણ ૧૦૦ વર્ષ જુની ગણાય છે, અને તેનો ઈતિહાસ અલગ છે, પરંતુ ભારતને લાગે-વળગે છે ત્યાં સુધી બ્રિટનમાં લેબર પાર્ટીએ સત્તામાં આવ્યા પછી ભારતને આઝાદ કરવાનો ઝડપભેર નિર્ણય લીધો. તેમાંથી લેબર પાર્ટીની સ્વતંત્ર ભારતની પોલિસી પ્રગટી હતી અને હવે તો ત્યાંની રાજનીતિમાં પણ મૂળ ભારતીયોનો પ્રભાવ વધી રહ્યો છે. આઝાદી પછી કાશ્મીર જેવા કેટલાક મુદ્દે લેબર પાર્ટીએ ભૂતકાળમાં ભારત વિરોધી વલણ પણ અપનાવ્યું હતું, પરંતુ હવે લેબર પાર્ટી સત્તામાં આવ્યા પછી તેની નીતિ ભારત વિરોધી તો નહીં જ હોય, તેવો મહત્તમ અભિપ્રાય પ્રગટી રહ્યો છે, અને સ્ટાર્મરે પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી દીધો હોવાના અહેવાલો છે.

કન્ઝર્વેટિવ પાર્ટી સાથે પણ ઋષિ સુનકના કારણે સંબંધો

કન્ઝર્વેટિવ પાર્ટી ૧૪ વર્ષ સત્તામાં રહી, અને તેના પ્રારંભિક ભારત સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા હતાં, પરંતુ છેલ્લે ઋષિ સુનક ત્યાંના વડાપ્રધાન બન્યા પછી કન્ઝર્વેટિવ પાર્ટીનું વલણ પણ ભારત સાથે મિત્રતાપૂર્ણ બન્યું હતું, પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીની મૂળ નીતિ તો અવઢવવાળી જ રહી હતી. હવે જ્યારે લેબર પાર્ટી સત્તામાં આવી છે, ત્યારે તેના ભારત સાથેના સંબંધોમાં ઋષિ સુનકની વ્યક્તિગત રીતે મૂળ ભારતીય હોવાની તથા પોતે હિન્દુ હોવાની જે છાપ ઊભી થઈ છે, તે અવરોધરૂપ નહીં બને અને નવા પી.એમ. પણ બન્ને દેશો વચ્ચે સારા સંબંધો જ ઈચ્છશે, તેવા તારણો નીકળી રહ્યા છે, કેટલાક એવા નિવેદનો પણ આવી રહ્યા છે કે, ભારત સાથે નવી સરકાર પણ સ્ટ્રેટેજિક પાર્ટનર બનવાની ઈચ્છા ધરાવે છે, અને તેથી સુનક સરકાર કરતા પણ વધુ ગાઢ સંબંધો કેળવાઈ શકે છે.

પાળી પહેલા પાળ

બ્રિટનના નવા વિદેશમંત્રી ડેવિડ થૈમ્મી બનવા જઈ રહ્યા છે. ભારતની કુટનૈતિક રણનીતિ હેઠળ જ કદાચ બ્રિટનની ચૂંટણીઓ જાહેર થયા પહેલા અને પછી પણ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ડેવિડ થૈમ્મી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાતો કરી હતી, ત્યારે ધરોબો પણ કેળવ્યો હતો, જેને ભારતની કુટનૈતિક નિપુણતા તથા પાણી પહેલા પાળ બાંધવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે, તે ઉપરાંત બ્રિટનના પ્રવાસ દરમિયાન પણ જયશંકર સ્ટાર્મર સહિતના નેતાઓને મળ્યા હતાં, જે પાણી પહેલા પાળ બાંધવાની કહેવતને અનુરૂપ હતાં.

લેબર્ટ પાર્ટીનું ભારત તરફી વલણ

બ્રિટનમાં વર્ષ ૧૯૦૦ માં બ્રિટનના ટ્રેડ યુનિયનો અને સમાજવાદી વિચારસરણીના પ્રભાવ હેઠળ રચાયેલી લેબર પાર્ટીએ પહેલેથી જ તે સમયે બ્રિટનની ગુલામી હેઠળ રહેલા ભારતને સ્વતંત્રતા આપવાનું વલણ દાખવ્યું હતું, અને છેક વર્ષ ૧૯૩૮ સુધી તેના નેતાઓના ભાષણોમાં પણ આ મુદ્દો અગ્રતાક્રમે રહેતો હતો.

ચૂંટણીમાં વાયદો, પછી બનાવાયો કાયદો

બીજા વિશ્વયુદ્ધ પછી વર્ષ ૧૯૪પ માં જ્યારે બ્રિટનમાં જનરલ ઈલેક્શન થયા, ત્યારે લેબર પાર્ટીએ ભારતને સ્વશાસનની તક આપવાનો વાયદો કર્યો હતો, જ્યારે તે સમયના કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપ્રધાન રૂઢીવાદી તત્કાલિન પી.એમ. વિન્સ્ટન ચર્ચિલ જાહેરમાં ગોળ ગોળ વાતો કરતા રહેતા હતાં, પરંતુ વાસ્તવમાં ભારતને આઝાદી આપવાના કટ્ટર વિરોધી હતાં, તેમ કહેવાય છે.

તે સમયે ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટી હારી ગઈ અને લેબર પાર્ટી જીતી ગઈ, અને ક્લીમેન્ટ એ. વડાપ્રધાન બન્યા. તેમણે લેબર પાર્ટીના ચૂંટણી-ઢંઢેરામાં ભારતીયોને આપેલોવાયદો પાળ્યો અને વર્ષ ૧૯૪૬ થી ભારતને સ્વતંત્રતા આપવાની દિશામાં કામ શરૂ થયું અને તે માટે સંવિધનસભાની રચના કરવા માટે કાયદો ઘડ્યો, જે બ્રિટનની સંસદમાં પસાર થયો. વર્ષ ૧૯૪૭ ની ૧૮ મી જુલાઈના ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ હેઠળ ભારતને આઝાદી આપવાની જોગવાઈઓ અમલી બની, અને ર૦ મી ફેબ્રુઆરી ૧૯૪૭ ના દિવસે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ (લોકસભા)માં ઘોષણા કરાઈ કે ૩૮ જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને પૂર્ણ સ્વશાસન સોંપી દેવાશે, પરંતુ તે પહેલા જ વર્ષ ૧૯૪૭ માં ભારતને ૧પ ઓગસ્ટે આઝાદી આપી દેવાઈ હતી.

જો કે, ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, તેમાં લોર્ડ માઉન્ટ બેટન અને તે સમયના બ્રિટિશ બ્યુરેક્રેટ્સની ભૂંડી ભૂમિકા હોવાનો એક કલંકિત ઈતિહાસ પણ છે, પરંતુ એવું કહી શકાય કે ભારતને આઝાદી અપાવવા માટે લેબર પાર્ટી પહેલેથી જ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓની તરફેણમાં હતી અને સત્તામાં આવ્યા પછી વાયદો પાળ્યો પણ ખરો...

આગે આગે દેખિયે...વેઈટ એન્ડ વોચ

આમ, લેબર પાર્ટીની એક સદીથી વધુ સમયથી મુખ્યત્વે ભારત તરફી પોલિસી રહી છે, અને કેટલીક વખત માનવતાવાદ અને ભેદભાવ જેવા મુદ્દે ડિફરન્સીઝ પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ભારત વિરોધી પરિબળો, ખાલિસ્તાનવાદીઓ તથા આતંકવાદીઓ-અલગતાવાદીઓ પર હવે બ્રિટનમાં વધુ સકંજો કસાશે, તેવી આશા પણ રાખવામાં આવી રહી છે.

વિદાય લઈ રહેલા વડાપ્રધાન ઋષિ સુનક પોતે જીત્યા

બ્રિટનની ચૂંટણીમાં બે ડઝનથી વધુ મૂળ ભારતીયો બન્યા ત્યાંના સંસદસભ્ય...

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીમાં વિદાય લઈ રહેલા વડાપ્રધાન ઋષિ સુનક પોતે પોતાના હરિફને હરાવીને વ્યક્તિગત રીતે પોતાની ચૂંટણી જીતીને ત્યાંના સાંસદ બની રહ્યા છે. જીતી ગયા છે, પરંતુ તેમણે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.

ઋષિ સુનક સહિત ભારતીય મૂળના ર૬ ઉમેદવારો જીત્યા છે, જેમાં લેબર પાર્ટીમાંથી વિજયી બનેલા કેટલાક ઉમેદવારો પૈકી કોઈને કદાચ મંત્રીપદ પણ મળી શકે છે. મૂળ ભારતીય ૯૯ જેટલા ઉમેદવારોનો પરાજય પણ થયો હોવાનું બહાર આવ્યું છે, તેમ છતાં કુલ ૧૦૭ માંથી ર૬ ઉમેદવારો બ્રિટનના સાંસદો બન્યા હોય, તો ત્યાંની સંસદમાં પણ ભારતનો અવાજ ગૂંજતો રહેશે તેમ જણાય છે. નવા સૂચિત વડાપ્રધાન સ્ટાર્મરે પણ ભારત સાથે સારા સંબંધોના સંકેતો આપ્યા છે, ત્યારે આ સત્તાપરિવર્તન ભારત માટે ફળદાયી પણ નિવડી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વર્ષા-જળનું સંચય કરી અ-કુદરતી પૂરના વિનાશને રોકીએ

વર્ષાના આગમનના એંધાણ જ પૃથ્વી પરના તમામ માનવ જીવોને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવી જાય છે. માનવ તો શું પશુ-પક્ષીઓ પણ વર્ષાઋતુના આગમનનો આનંદ પોતાની રીતે વ્યકત કરવા લાગે છે-એ પણ કુદરતની ખૂબજ રોમાંચક ઘટનાઓ પૈકીની એક ગણી શકાય.વરસાદના આગમનથી હર્ષ થાય એ સ્વાભાવિક છે-કારણ કે એ જ આપણાં સૌ માટે જીવન સ્ત્રોત સમાન છે, જેના કારણે જગતનો તાત આપણાં સૌ માટે સારી રીતે અને પુષ્કળ માત્રામાં અનાજ ઉત્પન્ન કરી શકે છે-કલ્પના તો કરો, વરસાદ વિના અને તેના થકીક જમીનમાં બનેલા જળસ્ત્રોતો વિના ખેતી થઈ શકે ખરી ? કુદરતની અણમોલ ભેંટ સમાન વરસાદને આપણે સૌ ખૂબજ આનંદથી વધાવીએ છીએ અને ઈશ્વરનો આભાર પણ માનીએ છીએ કે માનવ જીવન ને હર્ષ અને ઉલ્ લાસમય બનાવવા માટે.સૌ કલ્યાણમય જીવનની આશા સાથે આગળ વધશે એમાં કોઈ શંકા નહિં રહે.પણ ધારો કે કુદરત આપણાં હરખમય જીવનથી રૂઠી જાય તો? આપણાં જીવનને વધું કઠોર બનાવે તો ? આપણાં અરમાનોને સફળ ન બનાવે તો ? આપણાં સ્વપ્નાઓને વેર-વેખર કરવા લાગે તો? આપણાં પોતાના અહમ અને અભિમાનને કચડી નાખે તો ? માત્ર કલ્પના જ જો આપણને દુઃખી બનાવે છે તો પછી વાસ્તવમાં આ બધું બની જાય તો ? કાળા માથાનો માનવી હતપ્રત-નાસીપાસ થયા વિના રહી નહિં શકે.વરસાદની કમી-ઓછો વરસાદ કે પછી ભયંકર પૂરની દશા ? આ બંને પ્રસંગોએ પોતાના થકી થયેલી ભયંકર ભૂલો નહિં જુવે, માત્ર કુદરતને જ દોષ દેવા લાગશે. જ્યારે તે કદાચ નિરાંતે વિચારશે ત્યારે જ સત્ય હકીકત સમજાશે ત્યારે ખૂબજ મોડું થઈ ગયેલ હોય એવું તેને લાગશે પણ હવે ખરો સમય આવી ગયો છે જાગવાનો, વર્ષા-જળનો સંપૂર્ણ સંગ્રહ કરવાનો.

વિશ્વ માનવીઓ આવી અમૂલ્ય કુદરતી સંપત્તિનો દૂર-ઉપયોગ કરતો આવ્યો છે એમ કહીએ તો અતિશ્યોક્તિ નહીં ગણાય અને તેના ગંભીર પરિણામો જોયા બાદ છેલ્લાં ઘણાં વર્ષોથી વિશ્વમાં લગભગ તમામ દેશોના બુદ્ધિજીવીઓ-પર્યાવરણની રક્ષા કરનારાઅને કુદરતને સારી રીતે જાણનારા મહાનુભાવો પર્યાવરણ અને જળની અવહેલના નહિં કરવા સમજાવતા આવ્યા હતા અને ભવિષ્યની દુનિયાનું વરવું પણ વાસ્તવિક ચિત્ર રજુ કરતા રહ્યા હતા.જળની કિંમત લોકો સમજે એ માટે તો વિશ્વ કક્ષાએ અનેક ચિંતન શિબિરો,પરિસંવાદો,વાર્તાલાપો વિગેરેનું આયોજન છેલ્લાં થોડાંક વર્ષોથી થતું હતું.જળ-સંરક્ષણ જળનો સદ-ઉપયોગ જળની બચત,જળનું મહત્ત્વ જેવા અનેક મુદ્દાઓની ચર્ચા-વિચારણાં સમયાંતરે વિશ્વના ઘણાં  દેશો દ્વારા યોજાતી રહી છે.ભારત સરકારશ્રીના જળશકિત મંત્રાલય હેઠળના નેશનલ વોટર મિશન દ્વારા લોકો સમક્ષ સરસ રીતે મૂક્યું છે, વરસાદ જયાં પડે, જ્યારે પડે ત્યાં તેના પાણીનો સંગ્રહ કરવો.પાણી બચાવો જળ-સંગ્રહ અને જળની બચત માટે લોકોને આનાથી ઘણી પ્રેરણા મળે છે એ હકીકત છે.

આ બાબત અગત્યની એટલા માટે છે કારણ કે,વ્હાલી કુદરત તો વર્ષા-જળ રૂપે વિશ્વને શુધ્ધ જળ તો અઢળખ માત્રામાં આપતી રહે છે પણ આ વરસાદી પાણી-અમૃત-નો આપણે જોઈએ તેટલી માત્રામાં સંગ્રહ કરી શકવા અસમર્થ છીએ અને કરોડો લીટર પાણી દરિયામાં વહી જાય છેઅને વરસાદી પૂરના પ્રકોપ તળે અસંખ્ય ગામડાંઓ-શહેરો લાચાર બની જાય છે-જાનમાલનું પુષ્કળ નુક્સાન થતું રહે છે જે વિશ્વ-માનવીની ક્મનસીબી નથી તો બીજું શું છે? વિશ્વસમાજે હવે જળસંચય ક્ષેત્રે આળસ-ઉદાસીનતા-ખંખેરી નાખવી જોઈએ. આજે જ્યારે કુદરત વરસાદ રૂપે અમૃત વરસાવે છે ત્યારે તેનો મહત્તમ સંગ્રહ કરવો જરૂરી છે આના માટે લોક જાગૃતિ અને જળસંગ્રહ ક્ષેત્રે મહા અભિયાન થકી અમલમાં મૂકવાનો પ્રયત્ન  કરીએ તો જળ-સંચય ક્ષેત્રે સૌ પોતાનું સારૂ એવું યોગદાન આપી સમાજ સેવાનું સુંદર મજાનું કાર્ય પણ સહજ ભાવે થાય એવી આશા.

એક અંદાજ મુજબ દર વર્ષે ભારત ૪૦૦૦ બીલીયન ઘન મીટર પાણી વરસાદ રૂપે પામે છે પરંતુ તેનો માત્ર ૮% જથ્થો જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને એટલે જ વિનાશક વરસાદી પુર આવતાં રહે છે આ માત્ર વિકાસ પામી રહેલાં દેશોની જ વાત નથી વિક્સિત દેશો પણ આવી કુદરતી હોનારતનો ભોગ બનતાં આવ્યા છે અને એટલે જ વરસાદી પાણીનો મહતમ સંગ્રહ કરવા માટે આપણે સૌ એ અથાક પ્રયત્ન કરવા જરૂરી બને છે આ અંગે વિવિધ પધ્ધ્તિઓ છે જેના મારફતે આપણે આ કાર્ય કરી શકીએ છીએ. આ પરિપ્રેક્ષ્યમાં જળના રીચાર્જીંગ કરવાની વિવિધ ટેકનીક્સ અપનાવવામાં આવતી રહે છે-ડંકી-કૂવા રીચાર્જ-ખેતરમાં પાળાઓ બાંધવા,ખેત તલાવડી બાંધવી,નદી પર ચેકડેમ બાંધવા વિગેરે. સૌરાષ્ટ્રમાં દ્વારકા-પોરબંદર જેવા દરિયા કાંઠાના અનેક વિસ્તારોમાં વર્ષોથી વરસાદના પાણીનો સંગ્રહ ઘરમાં જ બનાવેલ ટાંકાઓમાં કરવામાં આવતા રહ્યા છે. આપણે હવે રહેઠાણ માટેની દરેક મોટી સોસાયટી અને વાણિજ્ય ક્ષેત્રેની તમામ બિલ્ડીંગ્સમાં-મોલમાં, વર્ષા-ઋતુના જળના ફરજીયાત સંગ્રહ માટેના નિયમો પુનઃસં૫ૂર્ણ રીતે પાલન થાય તે બાબતે એક લોકજાગૃતિ અભિયાન શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. હવે તો ઘણાં રાજ્યોમાં દરેક પ્રકારની બહુમાળી ઈમારતો માટે વરસાદી પાણીના ફરજીયાત સંગ્રહ માટે નિયમો પણ બનાવ્યા છે જેનો ચુસ્તપણે પાલન થશે તો જળસંગ્રહ ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અપાશે એવી આશા છે જે સમયાંતરે ભારતના વિકાસમાં આગે કદમ પુરવાર થશે  એમાં કોઈ શંકા નથી.

ભારત સરકાર દ્વારા વર્ષો જુની યોજનાને નવું સ્વરૂપ આપીને તેને કાર્યાંવિત કરેલ છે અને તે છે નદીઓનું જોડાણ.આ ખૂબજ મહત્વકાંક્ષી યોજના છે અને ઉતર-દક્ષિણ એમ બે વિભાગમાં ભારતની આશરે ૧૬-૧૭ નદીઓને જોડવા બાબતે પ્લાનીંગ થયેલ છે.આનાથી એક નદીના પૂરના પાણીને અન્ય નદી તરફ વાળી શકાશે જાન-માલ નું નુક્સાન તો ઓછું થશે પણ સાથો સાથ વરસાદી પાણીનું સંચય પણ વધું માત્રામાં થશે. અન્ય પણ ઘણાં લાભો છે. આવી મહત્ત્વ પૂર્ણ યોજનાઓ પણ હવે વિના વિલંબે મુર્તિમંત સ્વરૂપ પામે એવી આશા સાથે દરેક મુશ્કેલીઓનો સહાનુભૂતિ પુર્વક અને વિચારપૂર્ણ રીતે નિરાકરણ થશે તો ભારતની વિકસિત દેશ માટેની રફતાર તેજ બનશે એવી આશા.

ભારતમાં પ્રાચીનકાળમાં જળસંગ્રહ માટે વિવિધ પ્રણાલિકાઓ અસ્તિત્વમાં હતી જેમાં વાવનો પણ સમાવેશ થયેલ છે.ભારતમાં મુખ્યત્વે ગુજરાત,રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને કર્ણાટક રાજ્યોમાં અણમોલ ખજાના સમાન જોવા મળે છે.ગુજરાતના તત્કાલિન માનનીય મુખ્યમંત્રી - અને હાલ માનનીય પ્રધાનમંત્રી દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.જીર્ણશીલ-ખંડેર થયેલ વાવોને શોધીને તેને પુનઃજીવિત કરેલ હતી અને તેમાં જળ-સંગ્રહ પુનઃ થયેલ.વાવને તેઓ દ્વારા જળ મંદિર નામ આપેલ.જળસંગ્રહ અને તેના આદર આપવાનો નવો જ અભિગમ-દીર્ઘ દૃષ્ટિનું પરિણામ હતું અને ત્યાર બાદ ઘણાં રાજ્યોમાં આ પ્રકારના અભિયાનો શરૂ થયેલ જેના સારા પરિણામો મળેલ છે. આજના યુગમાં પણ હવે વિસરાતી વાવોને પુનઃનવજીવન આપી જળસંગ્રહનું ઉત્તમ માધ્યમ બનાવવાની અને એ રીતે ગૌરવશાળી ઈતિહાસને પુનઃઉજાગર કરવાની તેમજ આવા સ્થળોની પ્રવાસન ક્ષેત્રેના વિકાસ પ્રોત્સાહન માટેની જરૂર છે.

આજના યુગમાં વાવ નવા સ્વરૂપે પુનઃજીવિત થયેલ છે.નવી ડિઝાઈન-પરિકલ્પના સાથે બિરખા-બાવડી-જોધપુર રાજસ્થાન-૨૧મી સદીની વાવ છે. આ વાવમાં લગભગ-૧૭.૫ મીલીયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.નવા જમાનામાં હવે પુનાની નજીક દેહુ વિસ્તારમાં નવ નિર્માણ પામનાર પ્રકલ્પ એવો ગ્રીન સિટીમાં વિશ્વની સૌથી મોટી વાવનું બાંધકામ આ જુન મહિનામાં શરૂ કર્યાના અહેવાલ જોવા મળેલ છે.

હવે વધું જળસંગ્રહ કરવા અને અમૃત સમાન પાણીને બચાવવા માટે વિશ્વ-માનવીઓ એ હવે જળની કિંમત સમજવી ખૂબજ જરૂરી છે.આ દિશામાં વધુ જાગૃતતા લાવવાની જવાબદારી સૌ નાગરિકોની પણ છે. હવે જો જાગી ગયા છો તો પાણી બચાવવાની ઝુંબેશમાં જોડાઈ જશો. જળની સુરક્ષા કરવી અને તેનો સદ્ઉપયોગ કરવો એ દરેક વિશ્વ-માનવીની પવિત્ર ફરજ છે. અસ્તુ.

સંકલન : કિરીટ બી.ત્રિવેદી (ગાંધીનગર)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લ્યો સંતુલિત આહાર, રહો સદાબહાર...

વ્યક્તિની તંદુરસ્તીમાં યોગ્ય આહાર અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક વર્ષોથી બહુમતી  પ્રજામાં પરંપરાગત પોષણયુક્ત આહાર બાજરી - જુવારના  રોટલા, ભાખરી, ખીચડી,  ગોળ, ઘી, દૂધ, દહીં, લીલાં શાકભાજી,  ઋતુજન્ય ફળો અને  કુદરતી પીણાં જેવા કે નાળિયેર પાણી, લીંબુ શરબત, લસ્સી, છાસ વગેરેનું મહત્વ ઘટતું જાય છે. આ પરંપરાગત આહારમાં  શરીરના આરોગ્ય માટે જરૂરી  પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહેતાં. પ્રચલિત કહેવતોમાં પણ પોષક આહાર અને ઘી - તેલનો મહિમા આમ પ્રગટ થતો :

ઘઉં ખાવાથી શરીર ફૂલે, ને જવ ખાવાથી ઝૂલે,

મગ ને ચોખા ના ભૂલે, તો બુદ્ધિના બારણાં ખૂલે.

ગાયના ઘીમાં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો,

ને તલના તેલથી માલિશ કરો તો દુખે નહિ એકેય સાંધો.

વર્તમાન સમયમાં ભેળસેળવાળા તળેલાં બજારુ ફરસાણ, વેફર, નુડલ્સ, પિઝા, બર્ગર અને પેપ્સી - કોલા જેવા કોલ્ડ  ડ્રીંકસનું ચલણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. તેમાંય પિઝા - બર્ગર તો યુવાઓના દિલો - દિમાગમાં છવાઈ ગયા છે. આવા ટેસ્ટી આહારનો સ્વાદ મનને લલચાવે છે, પરંતુ શરીરના સ્વાસ્થ્ય માટે જોખમી  મેંદા, મીઠા અને ખાંડનું પ્રમાણ તેમાં  ઘણું વધારે હોય છે.  ટીવી-મોબાઈલ પર આકર્ષક જાહેરાતોના પ્રભાવ હેઠળ યુવાપેઢીમાં આવો સ્વાદિષ્ટ આહાર હોટ ફેવરિટ બનતો જાય છે. પરંતુ યુવાન વયે જ હાર્ટફેઇલ, બ્રેઈનસ્ટ્રોક, ડાયાબિટીસ, ડિપ્રેશન  જેવા વધી રહેલા ગંભીર રોગો પાછળના સંશોધનોમાં ઉપર જણાવેલ હાનિકારક જંક ફૂડ - ફાસ્ટ ફૂડવાળી ખાનપાનન ી શૈલીને  જવાબદાર ગણાવાય છે તે કડવી વાસ્તવિકતા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૭ એપ્રિલના રોજ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા  વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. હાલના વર્ષ ૨૦૨૪ માટે  તેના દ્વારા નક્કી કરેલ  'મારું સ્વાસ્થ્ય, મારા અધિકાર'  થીમ પર  કાર્યક્રમો વિશ્વભરમાં યોજાતા રહેશે.  કેટલાક આરોગ્યચિંતકો આ દિશામાં જનજાગૃતિ માટે  પ્રયાસો કરતાં રહે છે. મૂળ અમરેલીના શ્રી બી.વી.ચૌહાણ દ્વારા શોધાયેલી  'નવી ભોજન પ્રથા'  (ન્યુ ડાયેટ સિસ્ટમ)ને  પણ  કેટલાક લોકો હવે અપનાવી રહ્યાં છે.  કોઈ પણ ગંભીર-અસાધ્ય બિમારીને આ નવી ભોજન પ્રથાના અમલથી  દૂર અથવા હળવી કરી શકવાના તારણો આપવામાં આવે છે. યુ ટ્યુબ પર તેના ઘણાં વીડિયો ઉપલબ્ધ છે અને વિશ્વમાં ૧ ૫ કરોડ લોકો તેની સાથે જોડાયેલા છે. આયુર્વેદમાં પણ પ્રચલિત સૂત્ર છે 'આહાર એ જ ઔષધ '.

પ્રવર્તમાન ચિંતાજનક અને જીવલેણ આહારશૈલીની પરિસ્થિતિમાં, દર્દીઓની સારવાર કરતી કોઈ ડોકટર વ્યક્તિ પોતાના વ્યસ્ત કારોબારમાંથી સમય કાઢીને, લોકોને ખાનપાન બાબતે જાગૃત કરવા પ્રયાસ  કરે તો જરૂર આવકારપાત્ર  ગણાય. આવો જ એક ઉલ્લેખનીય પ્રયાસ કર્યો છે, એક શબ્દપ્રેમી સ્થાનિક  સર્જન ડો. અમરીશ મહેતાએ. જાણીતા સાહિત્યકાર શ્રી ધ્રુવ ભટ્ટની સ્વરાંકિત ગીતરચના ' કદી તું ઘર તજીને રે ' ના લય - ઢાળ પ્રમાણે  તેમની અનુમતિથી

ડૉ. અમરીશે ' કદી તું પિઝા તજીને રે ' શીર્ષક પંક્તિથી એક  આધુનિક  ગીતરચના કરી છે. આ ગીતરચનામાં પરંપરાગત પોષણયુક્ત આહાર - પીણાંનો  મહિમા કરીને લોકોને તે અપનાવવા અનુરોધ કર્યો છે.  તેમનાં કિશોર વયના સંતાનોએ  મધુર કંઠે આ રચના ગાઈ પણ  છે. દર્દીઓને રૂબરૂમાં પણ તેઓ આ બાબતે હંમેશા ધ્યાન દોરતાં રહે છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં દર્દીઓને નવજીવન આપવા માટે ઓજાર ઉપાડતા આ  સર્જન ડોકટરે સ્વસ્થ આહાર શૈલીની પ્રેરણા માટે કલમ પણ ઉપાડી છે, તે ખરેખર નોંધપાત્ર  અને પ્રશંસનીય ગણાય. નિજાનંદ અને ઉમદા હેતુ સાથે લખાયેલ તેમની આ ગમ્મત ભરેલી વિનોદી ગીતરચના ભાવકોને મોજ સાથે મહત્વનો સંદેશ આપે છે. દર્દીઓની સારવાર માટે કાર્ય રત અન્ય ડોકટરવર્ગ  પણ શહેરની આમજનતાની  સ્વાસ્થ્ય જાગૃતિ  માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી  વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઘોષિત 'મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર ' થીમ પર પ્રવચન કે પ્રશ્નોત્તરીના કાર્યક્રમો જરૂર ગોઠવી શકે.

આરોગ્યપ્રદ આહારશૈલી માટે પ્રેરણા આપતી ડો. અમરીશની કૈંક અંશે રમુજી ગીતરચના 'પિઝાનું ગીત'  અત્રે માણીએ અને દૈનિક ખાનપાનની શૈલીમાં યોગ્ય ફેરફાર કરીને જીવનમાં અમૂલ્ય સ્વાસ્થ્ય લાભ મેળવવા આપણે  પણ પ્રયાસ કરીએ.

આજીનો મોટો, મેગી અને ચાઇનીઝ વાનગીમાં સ્વાદ - સોડમ માટે વપરાતો અત્યંત નુકસાનકારક

પદાર્થ છે તેમાં સીસા સાથે મોનો સોડિયમ બ્યુટામેટ ભેળવેલ હોય છે.

- ચંદ્રેશ શાહ

પિઝાનું ગીત

કદિ તું પિઝા તજીને      રે, કદિ તું પિઝા તજીને રે...

બાજરીના રોટલાની ભેળો રીંગણ કેરો ઓળો ખાને રે...

જવ જુવારની બદલે મેંદો, પેટમાં ચોંટી કરશે ફાંદો રે

પારકુ ધાન એની આવે શું તોલે,પાક્યું જે આ માટીને ખોળે રે...

તાજું ને ઘરનું ખાને રે......

કોળિયે ભાવે દાળ મજાની, ઠંડાપીણાંની છાપ તોફાની રે

ટંકે ટંકે એને જો પીવો, જલદી થશે છબિમાં દીવો રે

જમી લે દૂધ કટોરે રે......

સિંધાલૂણી સેવને માણો, નુડલ્સના નુકસાનને જાણો રે

જેથી ચડે પેટમા ગોટો, એવો એમાં *આજીનો મોટો રે

વાળુમાં હળવું ખાને રે......

સાચી ભાખરી, ખીચડી-ખીચી,બર્ગરની છે નિયત નીચી રે

પગે છુંદાય, લોટ બંધાય, ક્રીમરોલ ઘરેઘરે ખવાય રે

થેપલામાં છુંદો ખાને રે......

નાળિયેરી નરવી ને ન્યારી, કોલ્ડ્રિંક કેરી કેલરી કાળી રે

હોજરીમાં પાડી દે કાણાં ગવાય છતાં એના ગાણાં રે

  છાશમાં અમૃત જોને રે......

- ડો.અમરીશ મહેતા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"અ હીલિંગ હેન્ડઃ રક્તપિત્ત નાબૂદી - ગાંધીજીનો વારસો" માં "ડો. કે.એમ. આચાર્યની એક સાચા ગાંધીવાદી" તરીકે પ્રસ્તૂતિ

સચિન માંકડની વધુ એક પ્રેરણાત્મક દસ્તાવેજી ફિલ્મ

છેવાડાનો માણસ, કોને કહીશું આપણે? જેણે બનાવેલી રસોઈનો લોકો ધુત્તકાર કે તિરસ્કાર કરીને જમવાની ના પાડી દે ?  કે જેના હાથ કોઈ કામ ધંધો કરવા અસમર્થ થઇ જાય? કે જેના પગ ખોટા થવા લાગે? હાથ પગનાં આંગળા ખરી જાય, જેના થી લોકો દૂર ભાગવા માંડે? હા, આ છે ખરેખર છેવાડાનો માણસ કે જે રક્તપિત્ત / કુષ્ઠ રોગના દર્દીઓ છે. કે જેમાંથી ઘણા લોકોએ જીવવાની મહેચ્છા જ છોડી દીધી હતી અને ઘણાએ પરિવારના સાથના લીધે ખુદને સંભાળવાની કોશિશ કરી હતી. આવા છેવાડાનાં માણસોની સેવા કરવી, તેમની સારવાર કરવી અને તેમનું સમાજમાં પુનઃસ્થાપન કરવાને ડો. કે. એમ. આચાર્યએ પોતાના જીવનનું એક લક્ષ્ય બનાવી લીધું.

ડો. કે.એમ. આચાર્ય, કે જેમણે રક્તપિત્તના દર્દીઓ ની આજીવન સેવા કરવામાં પોતાનું જીવન ખપાવી દીધું છે, ગાંધીજીના જીવનનું અધુરૂ કાર્ય આગળ ધપાવ્યું. આજે જયારે સમાજમાં સંવેદન બધિરતાનો બહુ મોટો પ્રશ્ન છે, ત્યારે આવા સંવેદનશીલ ડો. આચાર્ય જેવા લોકોનું સમાજ માં હોવું એ ગૌરવપૂર્ણ છે, સમાજની મૂડી છે. જે સમયમાં સામાન્ય લોકો તો ઠીક પરંતુ ડોક્ટર્સ પણ આવા રક્તપિત્તનાં દર્દીઓની નજીક આવવામાં ડરતા હતા, એ સમયથી ડો. આચાર્ય એ પોતે તો સેવા કરવાનું શરુ કર્યું, પણ સાથે-સાથે આ સેવા કાર્ય માટે મેડિકલનો અભ્યાસ કરતા તેમના વિદ્યાર્થીઓમાં પણ આ સેવા કાર્ય ના બીજ રોપ્યાં અને તૈયાર કર્યા, રક્તપિત્ત વિષે નો ડર જડ-મૂળ થી ભગાડ્યો.

દર્દી નારાયણ એટલે કે પેશન્ટ ઇઝ ગોડ એવું પોતાના વિદ્યાર્થીઓને શીખવનાર ડો. આચાર્ય એમના વિદ્યાર્થીઓ કે જે હાલ જાણીતાં ડોક્ટર્સ છે, તેઓમાં દર્દીઓ પ્રત્યે માનવતા અને પ્રામાણિક્તાના બીજ પણ રોપ્યા હતાં. ડો. આચાર્ય માટે રક્તપિત્ત એટલેકે કુષ્ઠરોગનું શારીરિક નિદાન કરવું એટલું અઘરૂ રહ્યું ન હતું કારણકે એના માટે દવા હાજર હતી પણ લોકોના મનમાં રહેલો કુષ્ઠરોગ એટલે કે માનસિક કુષ્ઠરોગ ને મટાડવો અને લોકોમાં રહેલી રક્તપિત્તના દર્દીઓ પ્રત્યેની સદીઓ જુની અંધશ્રદ્ધાઓ, ખોટી માન્યતાઓને કાઢવાનું કઠિન હતું. કુષ્ઠ રોગી ને શાપિત માની તેમને જીવતા સળગાવી દેવામાં આવતા કે દરિયામાં ફેંકી દેવામાં આવતા. જે તેમણે આટલા વર્ષો ન ા અથાગ પ્રયત્ન સાથે અને સમાજના અનેક મોભીઓના સહયોગ અને સંતો - મહંતોના આશીર્વાદ સાથે કર્યું.

અત્યારની યુવા પેઢી પોતાની આસ-પાસમાં માનવતાની પ્રેરણાની ખામીનો અનુભવ કરી રહી છે, આવા સમયમાં ડો. આચાર્ય જેવા, વર્ષ ૧૯૭૭ થી સતત સેવાયજ્ઞ કરતા લોકોની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચે, તે સમાજ નું દાયિત્વ બની રહે છે - એવું શ્રી તુષારભાઈ ગાંધી (મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર) એ  ડો. આચાર્ય માટે કહ્યું છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીના પરિવારમાંથી જ આવતા શ્રીમતી કુસુમબેન મહેન્દ્રભાઈ મણિયારે તો ત્યાં સુધી કહ્યું છે કે જો બાપુ પોતાની નજરે ડો. આચાર્યનું કાર્ય નિહાળતા હોત તો એમની ખુશીની તો કલ્પના જ કરી શકાય એમ નથી.

ભારત સરકારશ્રી તરફથી ડો. આચાર્યને પદ્મશ્રી થી ૨૦૧૪ માં સન્માનિત કરવામાં આવ્યા હતા, આ ઉપર એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, જામનગર પણ ગર્વ અનુભવે છે એવું હાલ ના ડીન ડો. નંદિની દેસાઈ એ કહ્યું હતું.

હાલમાં જ રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ અ હીલિંગ હેન્ડઃ રક્તપિત્ત નાબૂદી - ગાંધીજીનો વારસો માં ડો. આચાર્યના કાર્યના સાક્ષી બનેલા સમાજના પ્રતિષ્ઠીત લોકોએ પોતાનો સહજ પ્રતિભાવ આપ્યો છે. આ ઉપરાંત આ સેવાના લાભાર્થીઓએ પણ તેઓ કઇ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા અને હવે કેવી રીતે પોતાની રોજી-રોટી મેળવી પોતાના પરિવાર સાથે રહી ઉપયોગી જીવન જીવે છે એના વિષેની વાતો કરી છે. આ ડોક્યુમેન્ટરી જામનગરના જાણીતા ફિલ્મ સર્જક સચીન માંકડ એ બનાવી છે. આ ફિલ્મ તેમના યુટ્યુબ પર જોઇ શકાય છે.

હાલના દેશના વડાપ્રધાન અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર તરફથી અને વ્યકિતગત શુભેચ્છાઓ ડો. આચાર્ય ને મળતી રહી છે અને તેઓ હંમેશા રક્તપિતના દર્દીઓ પ્રત્યે પોતાની માનવતા સભર લાગણીઓ દર્શાવતા રહયા છે. આ ઉપરાંત રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીની શુભેચ્છાઓ પણ આ ભગીરથ કાર્યમાં મળતી રહી છે,

ડો. આચાર્યએ સચિન માંકડ, કિશોરભાઈ ગાંધી, શ્રીમતી કુસુમબેન મહેન્દ્રભાઈ મણીયાર, પૂ. મોરારીબાપુ, કૌશિકભાઈ મહેતા, ડો. નંદિનીબેન દેસાઈ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્રત્યે આ દસ્તાવેજી ફિલ્મ નિર્માણમાં સહયોગ અને પ્રતિભાવો બદલ અહોભાવ વ્યક્ત કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિશ્વના કેટલાક દેશોની ચૂંટણીમાં પણ ટેમ્પલ પોલિટિક્સઃ માથું ટેકવવા જતા નેતાઓ

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સાંસદ અને સ્પીકર વચ્ચેનો એ સંવાદ 'ટોક ઓફ ધ વર્લ્ડ' કેમ બની ગયો?: વૈશ્વિક રાજનૈતિક પ્રવાહો કઈ દિશામાં?

નવી દિલ્હી તા. ૩: સંસદમાં રસાકસી અને દેશમાં રાજકીય હલચલ વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકર રવિવારે કતરના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમણે કતરના વડાપ્રધાન મોહમ્મદ-બિન-અબ્દુલ રહેમાન-બિન-જસીમ અલ થાની સાથે વાટાઘાટો કરી. ભારત અને કતર વચચે વેપાર, રોકાણો અને ઊર્જાના ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મૂકાયો.

ઓગસ્ટ-ર૦રર માં જાસૂસીના આરોપમાં ત્યાંની અદાલતે દોષિત યરાવીને ફાંસીની સજા સંભાળવી હતી. તે ભારતીય નૌકાદળના આઠ કર્મચારીઓને ચાર-પાંચ મહિના પહેલા ત્યાંની સરકારે છોડી મૂક્યા, તે પછી ભારતીય વિદેશમંત્રીની આ પ્રથમ મુલાકાત હતી. દોહામાં ત્યાંની સરકાર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પર બન્ને દેશોના લોકોની પણ નજર હતી, કારણ કે ઘણાં ભારતીયો કતરમાં વસવાટ કરી રહ્યા છે.

બીજા કાર્યકાળમાં ત્રીજી મુલાકાત

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પોતાના બીજા કાર્યકાળમાં વિદેશમંત્રી તરીકે યથાવત્ રહ્યા પછી તેમની આ સતત ત્રીજી વિદેશયાત્રા હતી. આ પહેલા જયશંકરે શ્રીલંકા અને યુએઈનો પ્રવાસ પણ કર્યો અને કેટલીક સમજુતિઓ પર સહમતી સધાઈ. એનડીએના ત્રીજા કાર્યકાળમાં વિદેશમંત્રીની આ પ્રારંભિક વિદેશયાત્રા અંગે વ્યૂહાત્મક અને વૈશ્વિક કુટનીતિના સંદર્ભે તો મહત્ત્વપૂર્ણ છે જ, સાથે સાથે આ ત્રણેય દેશોમાં વસવાટ કરતા કે વ્યાપાર-ઉદ્યોગ કે પારિવારિક સંબોધોની દૃષ્ટિએ સંકળાયેલા પરિવારોને સંબંધિત મુદ્દાઓ તથા ભારત સાથે આ ત્રણેય દેશોના કુટનૈતિક, વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનાવવાની દૃષ્ટિએ પણ ઘણાં જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. એસ. જયશંકરે વિદેશ સચિવ તરીકે ભૂતકાળમાં બજાવેલી ફરજો અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત વિદેશમંત્રી તરીકેનો અનુભવ પણ ઘણો જ ઉપયોગી બની રહ્યો છે.

વિદેશોમાં પણ મંદિરોમાં

માથુ ટેકવતા નેતાઓ

રાહુલ ગાંધી સંસદમાં ભગવાનના વિવિધ ફોટાઓ લઈને પહોંચ્યા હતાં અને તેના સંદર્ભે સંસદમાં જે ચર્ચાઓ અને હોબાળા થયા, તે આપણે જોયું. લોકસભાની ચૂંટણી પછી પણ ધર્મ અને મંદિરોનો ઉલ્લેખ રાજનેતાઓ ભારતમાં કરી રહ્યા છે, જ્યારે વિશ્વના અન્ય કેટલાક દેશોમાં પણ ચૂંટણીલક્ષી મંદિરભક્તિના અહેવાલો આવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો પરિવાર ભારતીય મૂળનો છે. એટલું જ નહીં, તેઓ પોતે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ મંદિરોમાં તથા ભગવાનમાં આસ્થા-શ્રદ્ધા ધરાવે છે, તેથી તેઓ મંદિરોની સ્વાભાવિક રીતે જ મુલાકાતે જાય, પરંતુ તેમની પાર્ટીના અન્ય સાંસદો પણ મંદિરોમાં જવા લાગ્યા હોવાના અહેવાલો છે, તો ઋષિ સુનકને પડકાર આપી રહેલા અને બ્રિટનના હવે પછીના વડાપ્રધાન બનવા થનગની રહેલા લેબર પાર્ટીના કીર સ્ટાર્મર પણ હિન્દુ મંદિરમાં પહોંચ્યા, તેવા અહેવાલોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતે બ્રિટનમાં દસેક લાખ હિન્દુઓના મતો મેળવવા ઉભય પક્ષે આ કવાયત થઈ રહી હોવાનું કહેવાય છે.

અમેરિકામાં પણ ચૂંટણી આવી રહી છે અને રાષ્ટ્રપતિ પદ માટે બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં આવ્યા છે. જો બાઈડન સ્પર્ધામાંથી હટી જાય તો પણ ભારતીય મૂળના કમલા હેરિસ મેદાનમાં આવી શકે છે.

અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં તો કટલાક ભારતીય તહેવારોની ઉજવણી થાય છે, પરંતુ કેટલાક સાંસદો-નેતાઓ ત્યાં પણ હિન્દુ મંદિરોમાં માથું ટેકવવા જઈ રહ્યા હોવાના અહેવાલો છે.

હિન્દુ ફોમિયા સામે રક્ષણ

અમેરિકામાં તો હિન્દુ ફોલિયા અને ત્યાંની હિન્દુઓ સહિતની લઘુમતીઓ પ્રત્યે ભેદભાવ વધી રહ્યો હોવાનું સંકટ વધી રહ્યું છે, ત્યારે તેની સામે રક્ષણ અપાવાના વાયદાઓ પણ ત્યાંના રાજનેતા બનેલા ધારાશાસ્ત્રીઓ કરવા લાગ્યા છે. હિન્દુફોલિયા એટલે હિન્દુઓનું અપમાન, તિરસ્કાર કે હિન્દુઓની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવો એવું અર્થઘટન થાય. આ ફોલિયા સામે કાનૂની, સામાજિક અને રાજકીય સંરક્ષણ આપવાના વાયદાઓ થઈ રહ્યા છે, જે ત્યાંની ચૂંટણીઓમાં ભારતીય પ્રજાના અમેરિકનોના મતો મેળવવાના પ્રયાસો ગણવામાં આવી રહ્યા છે. હિન્દુઓ ઉપરાંત આફ્રિકા ખંડના દેશોનું મૂળ ધરાવતા લોકો સાથે થતાં કાળા-ગોરાના ભેદભાવ (રંગભેદ) સામે રક્ષણના વાયદાઓ પણ થઈ રહ્યા છે.

પાકિસ્તાનની રસપ્રદ ઘટના

હમણાંથી હળવા અંદાજમાં ઘણી જ રસપ્રદ ચર્ચા પાકિસ્તાનની એક ઘટનાની થઈ રહી છે. પાકિસ્તાનની સંસદ ચાલી રહી હતી અને સાંસદો પોતાની રજૂઆત કરી રહ્યા હતાં, ત્યારે તેણીએ જે કાંઈ કહ્યું અને ગૃહના સ્પીકરે તેનો જે જવાબ આપ્યો, તે ઘણો જ ચર્ચામાં રહ્યો છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી એટલે કે સંસદમાં ઈમરાન સરકારમાં કેબિનેટમંત્રી રહી ચૂકેલી મહિલા સાંસદ જરતાજ ગુલે પોતાના વક્તવ્ય દરમિયાન સ્પીકરને ઉદ્દેશીને કહ્યું કે 'સ્પીકર સર, મારે આપનું ધ્યાન આકર્ષિત કરવું છે', તો સ્પીકર અયાઝ સાદિકે પરવાનગી આપતા કહ્યું કે, 'પ્લીઝ, જે કહેવું હોય તે કહો'.

એ પછી જરતાજ ગુલે કહ્યું કે, 'મારા પક્ષના નેતાએ મને આંખોમાં આંખો મીલાવીને વાત કરવાનું શિખવ્યું છે અને હું પણ આઈ-ટુ-આઈ કોન્ટેક્ટ ન હોય, તો વાત કરી શકતી નથી, તેથી તમારા ચશ્મા પહેરીને મારી સાથે આંખ મિલાવીને વાત કરો. હું એક નેતા છું, અને મને દોઢ લાખ મત મળ્યા છે. જો તમે મારી વાત નહીં સાંભળો તો મારી રજૂઆત કરી શકીશ નહીં.'

આ પછી સ્પીકરે જે કાંઈ કહ્યું ત્યારે ગૃહમાં તો ખડખડાટ હાસ્ય પણ ફેલાઈ ગયું અને આ મુદ્દો 'ટોક ઓફ ધ વર્લ્ડ' પણ બની ગયો.

અયાઝ સાદિકે કહ્યું હતું કે, 'મને મહિલાની આંખોમાં જોઈને વાત કરવાનું પસંદ નથી.'

આ ઘટના પછી રાજકીય મતભેદો હોવા છતાં નેશનલ એસેમ્બલી અથવા સંસદમાં કેટલીક વખત હળવાશની પળોમાં રાજનેતાઓ વચ્ચે રહેતા મિત્રતાપૂર્ણ સંબંધો દર્શાવે છે કે પછી તેનો કોઈ અન્ય ગુપ્તાર્થ થતો હતો, કે પછી સ્પીકર શરમાઈ ગયા હતાં? તેવા સવાલો ઊઠ્યા, તો એ પણ પૂરવાર થયું કે ભારતની સંસદ જ નહીં, વિશ્વની ઘણી બધી સંસદોમાં આ પ્રકારે હળવાશભર્યા સંવાદો પણ થતા હોય છે, અને ઉગ્રતાપૂર્ણ સંવાદો પણ સંઘર્ષમાં ફેરવાતા હોય છે, જો કે ઘણાં લોકતાંત્રિક દેશોમાં પણ હવે સંસદની ગરિમા અને દેશની આબરૂના કાંકરા થાય, તેવી ઘટનાઓ પણ બનવા લાગી છે, જે વૈશ્વિક લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે શુભ સંકેત નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને નમો લક્ષ્મી યોજના વિષે જાણો...

માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના ક્ષેત્રે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે પ્રોત્સાહકઃ

શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં સમગ્ર રાજ્યમાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષના બજેટમાં *નમો લક્ષ્મી યોજના* અને *નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના* જાહેર કરવામાં આવી છે. તો આવો જાણીએ  નમો લક્ષ્મી યોજના* અને *નમો સરસ્વતી યોજના* વિશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

ધોરણ ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે. ધોરણ ૧૧ અને ૧૨ માટે કુલ રૂ.  ૨૫ હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. જેમાં ધોરણ ૧૧ માટે રૂ.  ૧૦,૦૦૦ની સહાય, ધોરણ ૧૨ માટે રૂ.  ૧૦,૦૦૦ની સહાય અને બાકીના રૂ.  ૫૦૦૦ની સહાય ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળવાપાત્ર થશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે ?

જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, અનુદાનિત અને સ્વ નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા છાત્રો કે જેમણે રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ અને ૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.  ૬ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે.

નમો લક્ષ્મી યોજના

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ કુલ રૂ.  ૫૦ હજારની આર્થિક સહાય મળવાપાત્ર છે. ધોરણ ૯ અને ૧૦ મળીને કુલ રૂ.  ૨૦,૦૦૦ની સહાય જેમાં ધોરણ ૯ અને ૧૦ માટે વાર્ષિક રૂ.  ૧૦,૦૦૦ જ્યારે બાકીના રૂ.  ૧૦,૦૦૦ ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળવા પાત્ર થશે. તેમજ ધોરણ ૧૧ અને ૧૨ મળીને કુલ રૂ.  ૩૦,૦૦૦ની સહાય મળશે. જેમાં જોઈએ તો ધોરણ ૧૧ અને ૧૨ માટે વાર્ષિક રૂ.  ૧૫,૦૦૦ની સહાય તેમજ અન્ય રૂ. ૧૫,૦૦૦ની સહાય ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કરાયા બાદ મળવા પાત્ર થશે. આ યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન મળશે તેમજ માધ્યમિક ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટશે.

નમો લક્ષ્મી યોજનાનો   લાભ કઈ વિદ્યાર્થિનીઓને મળવા પાત્ર છે ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી છાત્રાઓ કે જેમણે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવ્યો હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ઇ્ઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ ૧ થી ૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવ્યો હોય અથવા એવી વિધર્થિનીઓ કે જેમણે ધોરણ ૮ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૯માં પ્રવેશ મેળવ્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.  ૬ લાખ કે તેથી ઓછી હોય તેવી કન્યાઓને આ સહાય મળવા પાત્ર રહેશે.

આ યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી ?

આ યોજનાઓની અરજી કરવા માટે જરૂરી આધારો સાથે આ યોજનાના ફોર્મ સબંધિત શાળા દ્વારા ઓનલાઇન પોર્ટલ પર ભરવાના રહેશે. હાલ આ યોજનાની રજીસ્ટ્રેશનની કામગીરી શાળા દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે વિદ્યાર્થિના તેમજ વાલીના આધારકાર્ડની નકલ,  બેંક ખાતાની પાસબુકની નકલ, સ્વનિર્ભર શાળાના કિસ્સામાં કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, માતા/વાલીનો મોબાઈલ નંબર, પરિણામની નકલ વગેરે આધારો સાથે અરજી કરી શકાશે તેમજ વધુ માહિતી માટે શાળાનો સંપર્ક કરી શકાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભ મળવા પાત્ર તમામ વિદ્યાર્થીઓને શિક્ષણને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ મળે તે માટે યોજનાઓના પ્રચાર પ્રસાર અને યોજનાના સફળ તેમજ વ્યાપક અમલીકરણ માટે જિલ્લા તંત્ર સતત કાર્યરત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાત હાઈકોર્ટે શા માટે વારંવાર શાસન-પ્રશાસનની ઝાટકણી કાઢવી પડે? શું સરકાર માટે આ શરમજનક નથી?

સુપ્રિમ કોર્ટ અને દેશની હાઈકોર્ટ અવારનવાર શાસન, પ્રશાસનની ઝાટકણી કાઢે કે ટકોરો કરવી પડે તે શું સૂચવે છે?

ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં સરકારો જાણે લાચાર હોય, તેમ ઘણી વખત ઉચ્ચ અધિકારીઓ કે મોટા માથાઓને બચાવવા કે છાવરવાના પ્રયાસો કરી રહી હોવાની ચર્ચાઓ હવે દેશવ્યાપી બની છે, તો બીજી તરફ દેશની અદાલતોને પણ હવે સરકારી કામગીરી, પ્રક્રિયાઓ તથા વ્યવસ્થાઓને લઈને હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હાઈકોર્ટો તથા સુપ્રિમ કોર્ટે સરકારોને ફટકાર લગાવવી પડી રહી છે, જે એક તરફ તો રાજકીય અને શાસકીય કમજોરી દર્શાવે છે, તો બીજી તરફ શાસન-પ્રશાસન-સ્થાપિત હિતો તથા મળતિયાઓ વચ્ચેની સાઠગાંઠનું પરિણામ છે.

હમણાંથી દેશના કેટલાક મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ ઘણી વખત કેન્દ્ર અને રાજ્યસરકારોને ફટકાર લગાવી છે, તો કેટલીક નીચલી અદાલતો (લેબર કોર્ટસ) તથા પ્રશાસનિક ક્ષેત્રની કોર્ટો, ટ્રિબ્યુનલો તેમજ વિશેષ અદાલતોએ પણ તંત્રોને ઝાટક્યા છે.

ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓ જીવલેણ બન્યા પછી તથા કેટલાક અગ્નિકાંડો અને પરીક્ષાકાંડો થયા પછી અવારનવાર રાજ્યની વડી અદાલતે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા, મહાપાલિકા, પંચાયતો તથા તેના તંત્રોની આકરા શબ્દોમાં ઝાટકણીઓ કાઢી છે અને કેટલાક કડક દિશા-નિર્દેશ તથા આદેશો પણ આપ્યા છે, તેમ છતાં નિંભર તંત્રો કે સિસ્ટમને તો કોઈ અસર થતી નથી, પરંતુ શાસકો-પ્રશાસકોનું પણ રૃંવાડુ યે ફરકતું નથી, અને તેથી જ અદાલતો હવે વધી કડક અભિગમો અપનાવવા લાગી હોય તેમ જણાય છે.

વડોદરા હરણીકાંડના મુદ્દે રજૂ થયેલા રિપોર્ટ પછી લાલઘૂમ બનેલી હાઈકોર્ટે જે કડક શબ્દોમાં સરકાર તથા તંત્રોની ઝાટકણી કાઢી છે, તે આજે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

વડોદરા હરણી કાંડના મુદ્દે ત્યાંના મ્યુનિસિપલ કમિશનરને છાવરવાની થયેલા પ્રયત્નોને લઈને અદાલતે ટકોર કરી છે, તે કેટલાક સનદ્ી અધિકારીઓ તથા શાસકો વચ્ચેની સાઠગાંઠને ઉજાગર કરે છે.

એ પહેલા ટીઆરપી ગેમઝનના ભયાનક જીવલેણ અગ્નિકાંડની સુનાવણી સમયે પણ રાજકોટના મ્યુનિ. કમિશનર સામે કેમ કડક કદમ ઊઠાવ્યા નથી, અને વાસ્તવિક જવાબદારોની સામે કેમ કુણું વલણ રાખવામાં આવી રહ્યું છે તેવા વેધક સવાલો ઊઠ્યા હતાં.

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના પછી પણ પ્રારંભમાં ત્યાંના નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મોટા માથાઓને છાવરવાનો પ્રયત્ન સચિવાલય કક્ષા સુધી થયો, તે પછી જ કડક કાર્યવાહી થઈ હતી, તે સૌ જાણે જ છે.

અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોર, માર્ગો પર પડતા ભૂવા, ટ્રાફિક સમસ્યા અને ચોમાસામાં જલભરાવના મુદ્દે તો ગુજરાત હાઈકોર્ટ અવાર-નવાર રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કમિશનર તથા સંબંધિત ઉચ્ચ સનદ્દી અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓને ઉધડો લેતી જ રહી છે.

પ. બંગાળની હાઈકોર્ટે પણ ત્યાંની રાજ્ય સરકાર તથા તેના તંત્રો સામે વારંવાર લાલઆંખ કરતી રહી છે, અને તેને તતડાવીને ગુજરાત સરકારના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો પલટાવતી પણ રહી છે.

મુંબઈના સ્થાનિક પરિવહન અને લોકલ ટ્રેનના મુદ્દે ત્યાંની હાઈકોર્ટે બીએમસી તથા મહારાષ્ટ્ર સરકારનો રિપોર્ટ માંગ્યો છે, અને વેધક ટકોર પણ કરી છે, તે પછી આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ પડઘાયો છે.

આ રીતે દેશની હાઈકોર્ટે અને સુપ્રિમ કોર્ટે પણ હવે સીધા ઉચ્ચ સનદી અધિકારીઓ તથા ઉચ્ચ પોલીસ અધિારીઓને પણ જવાબદાર ઠેરવવાની ટકોરો કરવા લાગી છે, કારણ કે એ હવે સર્વવિદિત થઈ ગયું છેે કે કોઈ અકળ કારણે ઉચ્ચ સનદી અધિકારીઓ પાસે સરકારો પણ કેટલીક વખત લાચાર થઈ જતી હોય તેમ જણાય છે, અને તેમાંથી જ સાઠગાંઠિયા ભ્રષ્ટાચારની બૂ આવતી હોય છે. વાસ્તવિક સત્તા જ બ્યુરોક્રેટ્સ પાસે હોવાથી તેને પણ સંબંધિત મુદ્દાઓમાં જવાબદાર ઠેરવવાની અદાલતોની આ રણનીતિ સામાન્ય જનતાને પણ ગમતી હોય તેવા પ્રતિભાવો મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી બહાર આવવા લાગ્યા છે.

શું ભ્રષ્ટ 'લોબી'ને નાથવાની વર્તમાન શાસકોમાં નથી? શું નેતાઓ બ્યુરોક્રેટ્સથી કોઈ અકળ કારણે ડરે છે? શું સરકારો બદલાવા છતાં નહીં, બદલાતી ભ્રષ્ટ સિસ્ટમોનો કોઈ ઉકેલ જ નથી? તેવા સવાલો પણ જનમાનસમાં ગૂંજી રહ્યા છે, તો બીજી તરફ ઘણાં બધા પ્રામાણિક અને નિષ્ઠાવાન બ્યુરોક્રેટસ, ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અમલદારોની અવગણના થઈ રહી હોવાની ગુસપુસ પણ થતી રહે છે.

હમણાંથી હાલાર સહિત રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી હોવાની તથા શાસન-પ્રશાસનની પકડ ગુનેગારો પર ઢીલી થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જામનગર સહિતના શહેરોમાં હત્યાના બનાવો તથા વિવિધ કારણે આત્મહત્યાની ઘટનાઓ પણ આ સંદર્ભે ચર્ચાઈ રહી છે.

વલસાડના સનદી અધિકારી સામે પગલાં લેવાયા અને એકાદ-બે આઈએએસ કે ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરાયા (કે કરવા પડ્યા?) ના ગાણા ગઈને બચાવ કરવાના બદલે પારદર્શક વહીવટ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક પગલાં ઊઠાવશે, તેવી આશા રાખી શકાય ખરી?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઠેબામાં ફાર્મહાઉસમાં ઉગાડેલા ફળો માત્ર પક્ષીઓને ખવડાવી દેતા દરિયાદિલ ખેડૂત...વાહ...

રસાયણ વિહોણી ૧૫ વિઘા જમીનમાં બારેય માસ પંખી મેળોઃ મોર, ચકલી, પોપટ જેવા પક્ષીઓનો ગુંજતો મધુર કલરવ

કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના પુસ્તકમાં જણાવ્યું છે કે, મુખ્ય પાકનો ખેતી ખર્ચ આંતરપાક કે મિશ્ર પાકના ઉત્પાદન માંથી મેળવી લેવો ને મુખ્ય પાક બોનસના રૂપમાં લેવાને જ પ્રકૃતિક કૃષિ કહેવાય છે.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલમાં છે. જામનગર જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ઠેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી આત્મા પ્રોજેકટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી ૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરીને તેનું સારું ઉત્પાદન મેળવી ખેડૂતો આર્થિક ફાયદો તો મેળવી રહ્યા છે. પરંતુ દરિયાદિલ દિલીપભાઈની ખાસિયત એ છે કે, પોતાના ફાર્મમાં તેઓએ અનેક ફળોનું વાવેતર કર્યું છે. અને એક પણ ફળ તેઓ ખાતા નથી કે તેનું વેચાણ પણ કરતાં નથી. માત્ર પક્ષીઓ રસાયણમુક્ત ફળો ખાઈ શકે તે માટે તેઓ ઝાડના બધા ફળો તેમના માટે મૂકી દે છે. તેમના ફાર્મમાં રસાયણમુક્ત જમીન તો છે જ સાથે સાથે મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલરવ પ્રદૂષણમુક્ત વાતાવરણમાંથી મનને શાંતિ આપે તેવું વાતાવરણ પણ ઊભું થયું છે.

જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી જણાવે છે કે, તેઓએ ૧૫ વિધા જમીનમાં બાગાયતીપાકો પૈકી ફળો જેમાં ચીકુ, નાળિયેરી, ખારેક, મોસંબી, આંબો, જાંબુનું વાવેતર કર્યું છે. માત્ર ને માત્ર પશુ-પક્ષીઓ કોઈ જંતુનાશક દવાઓથી પકાવ્યા વગરના ફળો ખાઈ શકે તે હેતુથી ફળોનું વેચાણ પણ કરતાં નથી. છેલ્લા ૧૧ વર્ષથી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરે છે. કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર ઉપયોગ કર્યું નથી. ગાયનું છાણ અને ગૌમૂત્રનો જ ખેતીમાં ઉપયોગ કરે છે. તમામ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતતા લાવવા માટે સંદેશો આપતા દિલીપભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી કરવાથી મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જમીનની ફળદ્રુપ તા વધે અને આવક સારી મળે છે.

માતા ભૂમિ ૫ુત્રોહમ પ્રુથિવ્યાઃ એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. પરંતુ વધારે ઉત્પાદનની લાલચમાં માણસ કુત્રિમ ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. જેના લીધે જમીન અને માણસ બંને અનેક અનેક સમસ્યાઓથી હેરાન છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઉગાડેલા પાકથી માણસનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે અને જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. પરંતુ જો કુદરતે આપેલી વસ્તુઓ ને કુદરતી જ રહેવા દઈએ તો લાંબાગાળે તેનો ફાયદો મનુષ્ય ને જ છે. માટે ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને પ્રકૃતિક ખેતી અપનાવે તે દિશામાં ગુજરાત સરકાર મક્કમ પગલાં લઈ રહી છે.

પારૂલ કાનગળ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમર ડાયારીયાઃ ઉનાળામાં થતાં પેટનો અતિ ગંભીર રોગ, તેની આયુર્વેદ ચિકિત્સા

ઉનાળામાં થતા ઝાડાનું કારણ, લક્ષણો અને ઉપાયો

પેટના રોગો ઉનાળાની ઋતુમાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. આયુર્વેદ ના મતે રોગ અને તેની ચિકિત્સાની યોગ્ય માહિતી લોકો તે અગત્યની છે. સમર ડાયારીયા અથવા ઉનાળામાં ઝાડા ક્યારેક અતિ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ના રૂપ પણ લેતી જોવા મળે છે જો યોગ્ય રીતે સમયસર ઉપચાર કરવામાં ના આવે.

અતિસાર જીવાણુ સંક્રમણ જન્ય પેટ નો રોગ છે જે અલગ  અલગ પ્રકાર ના સૂક્ષ્મ જીવો ના સંક્રમણ ના પરિણામે જોવા મળે છે. સામાન્ય રીતે આ સંક્રમણ બેક્ટેરિયા, પ્રોટોજૂઆ, વાઇરસ, વિગેરે ના કારણે દૂષિત પાણી, અને ખોરાક અને/અથવા હાઈજીન ને યોગ્ય કાળજી ન લેવાના પરિણામે થતું હોય છે. આ કારણ ની સાથે વાતાવરણ નો પ્રભાવ ના પરિણામે પણ શરીર ના રોગ પણ થતાં જોવા મળે છે.

ઉનાળામાં થતાં ઝાડાનું કારણ

ઉનાળામાં જો કોઈ વ્યક્તિ જો યોગ્ય કાળજી વગર તડકામાં કામ કરવું પડતું હોય, અથવા ગરમીમાં અતિ પ્રમાણમાં ઠંડા પીણાંમાં ઉપયોગ કરવાથી થી અને ખોરાક નો અયોગ્ય રીતે ઉપયોગ કરવા, ખુલ્લો ખોરાક લેવો, હાથ પગને સાફ કર્યા વગર ખોરાક લેવો, અતિ ક્ષોભક ખોરાક લેવાથી અતિસાર  ઝાડા નો રોગ થાય છે. રોગ ઉનાળાના પ્રભાવના કારણે થનાર શારીરિક ફેરફારના પરિણામે રોગ થતો હોય તેને સમર ડાયારીયા નામ આપવામાં આવે છે.

ઉનાળામાં અતિ પ્રમાણમાં ડિફાઇડ્રેશન ના પરિણામે શરીરમાં ફ્લુઇડ પાણી અને ક્ષાર  ઇલેક્ટરોલાઇટ ઇમબેલેન્સના પરિણામે કોલન  એટલે કે મોટા આંતરડામાં ઉદક ધાતુમાં ફેરફાર થવાથી મોટા આંતરડામાં સોજો આવી અને વારંવાર માલ પ્રવૃત્તિ થાય છે.

ઉનાળામાં થતાં ઝાડાનું લક્ષણ

રોગ સામાન્ય રીતે કોઈપણ પ્રકારના પૂર્વરૂપ વગર એકાએક પેટમાં દુખાવા સાથે અથવા દુખાવા વગર, દ્રવ રૂપ મલની પ્રવૃત્તિ થાય છે. જો રોગ ગંભીર લક્ષણ વાળો હોય, વૃદ્ધ, અન્ય રોગ ગ્રસિત, લો ઇમ્યુનિટીના લોકોમાં ગંભીર લક્ષણ જોવા મળે. જો રોગી મધ્યમ બલ ધરાવતો હોય તો સામાન્ય રીતે લક્ષણ અતિ ગંભીર જાણતા નથી. રોગી ને વારવાર પાણી જેવા ઝાડાની સાથે. પેટનો દુખાઓ, પાચ્ય વગરનો ખોરાક, મળમાં ચીકાશ આવવી, ભૂખ ના લગાવી, ટોઇલેટ વારંવાર જવા છતા પણ પેટ બરાબર રીતે સાફ નથી થતું લેવું લાગવું, શરીરા અને ગાત્રો ભારે લાગવા, ઉત્સાહ ન જણાવો, ક્યારેક તાવનું લક્ષણ પણ જોવા મળે છે.

ઉનાળામાં થતાં ઝાડાની આયુર્વેદ ચિકિત્સા

અતિ ગંભીર અવસ્થાને બાદ કરતાં રોગ બેભાન હોય, સતત પાતળો ઝાડો થતો હોય, નાડી ગતિ મંદ પડે, બ્લડપ્રેશર ઓછું થાય, હાથ  પગ ઠંડા પાડવા, વિગેરે જો જાણાય તો રોગીને ઇમરજન્સી ટ્રીટમેન્ટ ની જરૂરિયાત ઊભી થઈ શકતી હોય. તે સિવાયના રોગીમાં આયુર્વેદની ટ્રીટમેન્ટથી વધુ લાભ થવાની સંભાવના રહે છે. આયુર્વેદ ચિકિત્સાક રોગી ની પરીક્ષા કરી કુટજ, હિંગવાષ્ટક, શિવાક્ષાર પાચન, સંજીવની વટી, ચિત્રકાદી ગ્રહણી કપાટ, કર્પૂર રસ, આનદભૈરવ રસ, ખસખસ, પાપાવર વિગેરે નો ઉપયોગ કરાતા હોય છે.

ઉનાળામાં થતાં ઝાડા રોકાવાના ઉપાય

રોગ ને મટાડાવા કરતાં રોગ ને ઉત્પન્ન ન થવા દેવો વધુ ઉપયોગી છે. સમાર ડાયારીયાને રોકવા પાણી ઉકાળી ને લેવું, ચાઇલ્ડ વોટર  બેવરેજીસ ના લેવા, થર્મલ શોક થી બચવું, તડકા થી બચવું, પાણી વાળ ફાળો ખાવા, ગુલાબ નું પાણી, સુખડનું પાણી, મુસ્તાનું પાણી લેવું, કાળી દ્રાક્ષનું પાણી લેવું. વીગેરે ઉપાય કરી શકાય. રોગ ન થાય તેના માટે આયુર્વેદ દવા આયુર્વેદ ચિકિત્સક ની સલાફ પ્રમાણે પ્રોફાયલેટિક  પ્રવેન્ટીવ દવા નો પણ ઉપયોગ કરી શકાય.

ઉનાળામાં થતાં ઝાડામાં સલાહ

જો પેટ માં દુખાવા સાથે વારંવાર મળ પ્રવૃત્તિ થાય તો આયુર્વેદ ચિકિત્સાક  નો સંપર્ક કરી યોગ્ય દવા નો ઉપયોગ કરવો. ઝાડા નો યોગ્ય ઈલાજ કરવામાં ના આવે તો તેના પરિણામે ક્રોનિક કોલાઇટીસ ની તકલીફ થવાની શક્યતા વધુ રહે છે. વધુ માહિતી અને ચિકિત્સકીય અભિપ્રાય માટે આયુર્વેદ ચિકિત્સક અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરી શકો.

ડો. નિશાંત શુકલ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં વ્યસન મુક્તિ જનજાગૃતિ માટે તમાકુની નીકળી શબયાત્રાઃ વિવિધ સ્પર્ધાઓ

સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા ર૦મી મે થી ૬ઠ્ઠી જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાયાઃ ઓરલ હેલ્થ ચેકઅપ સહિતના કેમ્પો યોજાયા

વિશ્વમાં દર વર્ષે ૧.૪૦ કરોડ લોકોમાં કેન્સરનું નિદાન થાય છે. દર વર્ષે ૮૮ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. વિશ્વમાં થતાં મરણોમાં કેન્સર બીજા ક્રમે છે. દર ૬ મરણમાં એક મરણ કેન્સરથી થાય છે. ત્રીજા ભાગના કેસો તમાકુની કુટેવોના કારણે થાય છે. વિશ્વભરમાં ૧૦૦ કરોડથી પણ વધુ લોકો તમાકુને લગતી અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેમાંના ૮૦ ટકાથી પણ વધારે લોકો ભારત તેમજ અન્ય વિકાસશીલ દેશોમાં રહે છે. ઘણા ખરા લોકો તમાકુના વપરાશકર્તા ખાસ કરીને ધુમ્રપાન કરતા લોકોના સતત સંપર્કમાં રહેવાના કારણે પણ મોટી બીમારીઓનો ભોગ બનતા હોય છે અને મૃત્યુ પામે છે.          

ઉત્પાદન અને ઉપયોગ વિનાશકારી

તમાકુના ઉત્પાદન દેશ અને સમાજના વિકાસ માટે ખતરા સમાન છે અને સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક રીતે પણ હાનિકારક છે. તમાકુના વ્યસનની મોટાભાગે મોજ-મજા અને ક્ષણિક આનંદ સાથે શરૂઆત થતી હોય છે. દેખા દેખી, મિત્રો અને આસપાસના લોકોના પ્રભાવના કારણે જે આગળ જતા વ્યસનમાં પરિવર્તિત થાય છે. વ્યક્તિને તમાકુ ન મળતાં બેચેની, ઉદાસી, અકળામણ, તણાવ, ઊંઘમાં ખલેલ વગેરેની ફરિયાદો શરૂ થાય છે.

 યુવાનોમાં તમાકુનો ઉપયોગ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. તમાકુમાં નિકોટીન નામનો નશાયુક્ત પદાર્થ હોય છે. તેનું સેવન કરતા વ્યક્તિને થોડા સમય માટે ખુબ જ આનંદ પ્રાપ્ત થાય છે પરંતુ લાંબાગાળાના સેવન બાદ તે શરીરને અસર કરે છે જેમ કે ફેફસાં, પેટ, હૃદયની તકલીફો અને આગળ જતા જ્ઞાનતંતુઓને પણ અસર કરી શકે છે.આ સાથે તમાકુ વ્યક્તિની માનસિક, સામાજિક અને આર્થિક સ્થિતિને પણ વ્યાપકપણે નુકસાન પહોંચાડે છે.

આ વર્ષની થીમ "પ્રોટેકટીંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઈન્ડસ્ટ્રીઝ ઈન્ટરફિયર્સ"

આ થીમને ધ્યાને લઈ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પીટલ, જામનગરે ૨૦ મે થી ૬ જૂન ૨૦૨૪ સુધીમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન જનજાગૃતી માટે કર્યું છે. જેમાં હસ્તાક્ષર ઝુંબેશ, તમાકુ જાગૃતિ ચર્ચા, પેમ્પલેટ વિતરણ, તમાકુ નિષેધ શપથ, નુક્કડ નાટક, પ્રતિસાદ સ્પર્ધા, જાગૃતિ રેલી,  કટપુતળી શો, બાઈક અને સાઇકલ રેલી, બાળકોની ચિત્ર સ્પર્ધા, તમાકુ શબ યાત્રા, આ વર્ષના તમાકુ નિષેધ દિનની આ થીમ ઉપર નવીન વિચાર સ્પર્ધા, મોઢાના કેન્સરની તપાસ માટેનો મફત કેમ્પ, ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ વગેરે કરેલ છે.

કોલેજના ડીનનો સંદેશ

કોલેજના ડીન ડૉ.નયના પટેલે પોતાના સંદેશમાં કહ્યું છે કે હું દરેકને મોઢાના સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારી પર તમાકુની હાનિકારક અસરોને ઓળખવા વિનંતી કરું છું. વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ચાલો આપણે તેજસ્વી સ્મિત અને સ્વસ્થ ભવિષ્ય માટે તમાકુ-મુક્ત જીવનશૈલી માટે પ્રતિબદ્ધ થઈએ. યાદ રાખો, તમાકુ છોડવાથી માત્ર જીવન જ બચતું નથી પણ તમારા સ્મિતની સુંદરતા પણ જળવાઈ રહે છે. તમાકુ અંગેની જાગૃતિ ફેલાવવા અને તમારી આસપાસના લોકોને પ્રોત્સાહિત કરવામાં અમારી સાથે જોડાઓ. સાથે મળીને, આપણે એક સ્વસ્થ, સુખી સમુદાય બનાવી શકીએ છીએ.

તમાકુ છોડવાના સચોટ ઉપાયો  

સૌ પ્રથમ તો તમાકુ છોડવાના શારીરિક અને આર્થિક ફાયદાઓ વિશે વિચારો જેમ કે કેન્સર અને હૃદયરોગ થવાના જોખમો ઘટશે, હૃદય પરનો તણાવ અને સ્નેહીજનોને તમારા વ્યસનથી કોઈ નુકસાન નહીં થાય અને કાયમી ખાંસી કે ઉધરસની સમસ્યાઓ નહીં રહે અને દાંત વધારે સફેદ અને ચોખ્ખાં રહેશે. સાથો સાથ આર્થિક બચત પણ થશે.

તમાકુ છોડવાની પ્રક્રિયા બહુ જ જટિલ છે અને લગભગ ૮૦% લોકો તમાકુ છોડવાનો પ્રયત્ન કરતા જ હોય છે. તમાકુ છોડવાના અગત્યના અને પ્રથમ સ્ટેપમાં વ્યક્તિની ઈચ્છા અને દૃઢ મનોબળ (સંકલ્પ) જવાબદાર હોય છે. બીડી, સિગારેટ, પાન, મસાલા નજરે ન ચડે તે રીતે રાખો તમાકુ  સેવન કરવાની તમારી તલપને સમજો અને તેને પહોંચી વળવાના માર્ગો શોધી કાઢો. વ્યસની લોકોથી દૂર રેહવાની કોશિશ કરો. તલપ લાગે ત્યારે બેઠા બેઠા કે ઉભા ઉભા ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. પાણીનો ગ્લાસ લઇને કસરત કરવી એ પણ તલપ ઘટાડવામાં મદદ કરે છે. ચુઇંગ ગમ, વરિયાળી, પીપરમિન્ટ, આમળા જેવું કંઇક મોઢામાં મુકવાનો પ્રયાસ કરો અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. તમાકુ લેવાનું મન થાય ત્યારે તમારા બાળકો અંગે વિચારો અને તેમના ભવિષ્ય પર શું અસર પડશે તે અંગે વિચારો. તમાકુ છોડવાની કોઈ એક તારીખ નક્કી કરો. તમને મદદ કરી શકે તેવી કોઈ વ્યક્તિ શોધી કાઢો, આયોજન કરો, જાતને સતત હકારાત્મક પ્રતિભાવો આપો, રોજ કસરત કરો, ચાલવા જાવ, નવા શોખ વિકસાવો, સક્રિય બનો અને તંદુરસ્ત આહાર લો.           

બાળકોને તમાકુ ઈન્ડસ્ટ્રીઝથી સચેત કરો

આ વર્ષની થીમ પ્રોટેકટીંગ ચીલ્ડ્ર્ન ફ્રોમ ટોબકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયર્સ છે એટલે કે ટોબેકો ઇન્ડસ્ટ્રીના દખલથી બાળકોને રક્ષણ આપવું તે છે. તમાકુના સેવનથી બાળકો અને યુવાનો પર કેવી અસર થાય છે તે અંગે આપણે માહિતી મેળવી આ ટોબેકો ઇન્ડસ્ટ્રીની ચાલાકી પૂર્ણ યુક્તિઓથી યુવાનોને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવાની જરૂર છે. આ ઇન્ડસ્ટ્રીઝનો હેતુ ધુમ્રપાન કરનારાઓ અને નિકોટીન વપરાશ કર્તાઓની નવી પેઢી બનાવવાનો છે. આપણા દેશમાં ધુમ્રપાન તથા તમાકુના સેવનને ઘટાડવામાં ઘણી પ્રગતિ થઈ હોવા છતાં સિગરેટ અને નિકોટીન પાઉચ જેવા ઉત્પાદનોની ઝપેટમાં બાળકોને યુવાનો આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ડ્રગ્સની બદી, સ્મગલીંગ અને આતંકવાદથી દેશને ખોખલો કરવાનું કાવતરૃં? સરકાર કમજોર?

એનડીએ ૩.૦ ની વિદેશનીતિ કસોટીની એરણે... માલદીવના બેવડા વલણો... શરીફ બ્રધર્સ સાથે પીએમના નામે સંદેશા-વ્યવહાર!

એનડીએ ૩.૦ ના શાસન કાળના પ્રારંભે જ પડોશી દેશોની પ્રતિક્રિયાઓને લઈને વિવાદ શરૃ થઈ ગયો છે. માલદીવના રાષ્ટ્રપતિ ભારતમાં શપથવિધિ સમારંભમાં હતાં, ત્યારે જ માલદીવમાં ભારત સાથે ભૂતકાળમાં થયેલા કરારોથી પુનઃ સમીક્ષા કરવાના નિર્ણયો ત્યાંની સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા હતાં. આ કારણે માલદીવની ચીન તરફી નીતિ તો ઉજાગર થઈ જ હતી, પરંતુ માલદીવને લઈને ભારત સરકારના વલણ તથા વ્યૂહની ટીકાત્મક ચર્ચાઓ પણ થઈ રહી છે. ભારતે અડોશ-પડોશના દેશો પૈકી પાકિસ્તાન અને ચીનને આમંત્રણ આપ્યું નહીં હોવાથી તેના સંદર્ભે પડી રહેલા પ્રત્યાઘાતો પણ ઘણાં જ સૂચક છે.

શરીફ બ્રધર્સ સાથેનો સંદેશા વ્યવહાર

ગઈકાલથી જ શરીફ બ્રધર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા અભિનંદન તથા તેનો વડાપ્રધાન દ્વારા અપાયેલો જવાબ ચર્ચામાં છે. શાહબાઝ શરીફે સોશ્યલ મીડિયાના માધ્યમથી પી.એમ. મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા તેની એક લીટીની શુભેચ્છા અને તે પછી પાકિસ્તાનના પૂર્વ પી.એમ. તથા ત્યાંના શાસકપક્ષ પીએમએલ-એનના વડા નવાઝ શરીફે બે લીટીમાં શુભેચ્છા સંદેશ મોકલ્યો. આ બન્ને સંદેશાઓનો પી.એમ. મોદીએ જવાબ પણ આપ્યો, અને આ સંદેશાવ્યવહારમાં જ જે સૂચક રીતે ટકોરો થઈ તેની ચર્ચા ટોક ઓફ ધ ગ્લોબ બની છે.

એ બધું તો ઠીક, પરંતુ તે પછી પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા શરીફે એક અન્ય કાર્યક્રમમાં કહ્યું કે પી.એમ. મોદીને જે શુભેચ્છા અપાઈ, તે માત્ર રાજદ્વારી મજબૂરી હતી. આ કોઈ પ્રેમસંદેશ નથી, વગેરે...

પાકિસ્તાનના રક્ષામંત્રીના નિવેદનથી જે કડવાશ નિતરી રહી હતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચે એનડીએ ૩.૦ માં પણ તંગદિલી ઘટે તેવું લાગતું નથી, જો કે ચીને ગ્લોબલ ટાઈમ્સના માધ્યમથી ચતૂરાઈપૂર્વક પહેલેથી જ પી.એમ. મોદીને શુભેચ્છા પાઠવીને પાણી પહેલા પાળ બાંધી લીધી હતી, કારણ કે પાક. અને ચીનને શપથવિધિથી દૂર રાખીને ભારતે પહેલેથી જ મૂક સંદેશ તો આપી જ દીધો હતો!

ચીનને તેની જ ભાષામાં જવાબ

ચીને અરૃણાચલ પ્રદેશના ૩૦ સ્થળોના નામ બદલાવ્યા, તેનો ભારતે વિરોધ તો નોંધાવ્યો જ હતો અને અરૃણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે, તેમ જણાવી દીધું અને તાજેતરમાં ત્યાં ચૂંટણીઓ પણ સંપન્ન થઈ ગઈ. હવે ભારતે ઈંટનો જવાબ પથ્થરથી આપીને તિબેટના ૩૦ સ્થળોના નામો બદલાવવાની જાહેરાત કરી છે, જેના સંદર્ભે ભારતની આઝાદીકાળથી આજ પર્યંતની વિદેશનીતિની સાતત્યતાની પણ અલગથી ચર્ચા થઈ રહી છે.

વડાપ્રધાન શેખ હસીનાનો

ગાંધી પરિવાર સાથે ધરોબો

બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ માટે ભારતના પ્રવાસે આવ્યા હતાં તે દરમિયાન તેઓની સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે થયેલી મુલાકાતના અહેવાલો પણ મુખ્ય હરોળમાં હતાં. તેઓ વર્ષ ર૦૧૯ માં જ્યારે પી.એમ. મોદીની શપથવિધિ થઈ ત્યારે પણ ગાંધી પરિવારને મળ્યા હતાં. શેખ હસીનાનો ગાંધી ફેમિલી સાથે ઈન્દિરા ગાંધી અને શેખ મુજીબુર રહેમાનના સમયથી નાતો રહ્યો છે, અને તે હજુ સુધી જળવાઈ રહ્યો છે.

આમ પણ જ્યારે કોઈપણ દેશના વડાઓ સત્તાવાર પ્રવાસે અન્ય દેશોમાં જાય, ત્યારે લોકતાંત્રિક દેશોના વિપક્ષી નેતાઓની મુલાકાત પણ લેતા હોય છે, પરંતુ શેખ હસીના સાથે ગાંધી પરિવારના વિશેષ સંબંધો દાયકાઓથી જળવાઈ રહ્યા છે, જે બન્ને દેશોની લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે ગૌરવપ્રદ પણ છે, ખરૃ ને?

આતંકવાદ-ડ્રગ્સ-સ્મગલીંગનું ષડ્યંત્ર

જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, અને દરિયાઈ સરહદેથી સ્મગલીંગ તથા ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે, ત્યારે પડોશી દેશોમાંથી દોરીસંચાર કરીને એક તરફ તો આતંકી હુમલાઓ કરાવાઈ રહ્યા છે, તો બીજી તરફ ડ્રગ્સ ઘૂસાડીને ભારતની યુવાપેઢીને બરબાદ કરવાના કાવતરા ચાલી રહ્યા છે. તાજેતરમાં જ દ્વારકા મંડળના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જુદી જુદી જગ્યાએથી ઝડપાયેલો જથ્થો એક રીતે ખતરાની ઘંટડી સમાન છે, અને ગુજરાત ડ્રગ્સની હેરાફેરીનું જંકશન બની રહ્યું નથી ને? તેવા સવાલો ઊઠ્યા છે. એટલું જ નહીં, અનુ આ પ્રવૃત્તિને નાર્કોટિક્સ કે પ્રોહિબિશન સુધી મર્યાદિત રાખવાના બદલે દેશવિરોધી કાવતરાના એન્ગલથી મુલવીને પણ દરિયાકાંઠાને સુરક્ષિત અને સ્મગલીંગ જેવી પ્રવૃત્તિઓથી મુક્ત બનાવવા વધુને વધુ કડક અને વ્યૂહાત્મક કદમ ઊઠાવવાની જરૃર છે, તેમ નથી લાગતું? માત્ર ડ્રગ્સ નહીં, હવે ડીઝલ પણ સ્મગલીંગથી આવી રહ્યું હોવાની વાતો પણ ત૫ાસ માગે છે.

વિદેશમંત્રીનું સૂચક નિવેદન

વિદેશમંત્રી એસ. જયંશકરે ગઈકાલે ચીન, પાકિસ્તાન અને ભારતની રક્ષણ અને સાતત્યપૂર્ણ વિદેશનીતિ અંગે જે કાંઈ કહ્યું તે નવી સરકારના વલણો તથા પડોશી દેશો સાથેના સંબંધોને લઈને મહત્ત્વપૂર્ણ છે. મોદી સરકાર નબળી પડી નથી, અને એનડીએની સરકાર સ્થિર રહેવાની છે, તેવા ગર્ભિત ઈશારાના પણ વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.

જેલમાં બેઠા બેઠા જીત!

ભારતના લોકતંત્રની ખૂબી છે કે જ્યાં સુધી આરોપ પૂરવાર ન થઈ જાય, ત્યાં સુધી આરોપીને અપરાધી ગણવામાં આવતો નથી. આપણા દેશમાં તો જેલમાં બેઠા બેઠા સરકાર પણ ચલાવી શકાય છે અને ચૂંટણી પણ લડી શકાય છે. આનું તાજુ દૃષ્ટાંત અમૃતપાલ સિંહ છે.

એનએસએ હેઠળ જેની સામે કેસ નોંધાયો હતો, તે અમૃતપાલ સિંહ એક વર્ષ સુધી ફરાર રહ્યા અને પછી પંજાબના મોંગામાં આત્મસમર્પણ કર્યું હતું. તેના પર ખાલિસ્તાની સમર્થક હોવાનો આરોપ છે. તેથી લોકસભાની ચૂંટણીમાં જંગી સરસાઈથી જીત થયા પછી અમેરિકા સહિતના દેશોમાંથી તેને જેલમાંથી છોડાવવાની હિલચાલ શરૃ થઈ છે અને એક અમેરિકન એડવોકેટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી હોવાનું બહાર આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે મોદી સરકારનું વલણ કેવું રહે છે.

કોંગી નેતા રાહુલ ગાંધી અને વિપક્ષો હંમેશાં મોદી સરકાર પર એવો આરોપ કરતા રહે છે કે, ચીન ભારતની જમીન દબાવીને બેઠું છે, અને પીઓકે પાછું મેળવવાના મુદ્દે પણ હવે વિપક્ષો મોદી સરકારને ઘેરી રહ્યા છે. બીજી તરફ 'નકલી'ના માધ્યમથી દેશને ખોખલો કરવાના તથા ડ્રગ્સની સરવાણી વહાવીને દેશના યુવાધનને બરબાદ કરવાના કાવતરા ચાલી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકાર મક્કમ અને મજબૂત હોય તે જરૃરી છે. આ સંજોગોમાં કોઈપણ એક પક્ષની બહુમતી નહીં ધરાવાતી ગઠબંધન સરકાર કેટલી કારગર નિવડશે, તે સવાલોના ઘેરામાં છે. જોઈએ, આગળ આગળ શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મોદી મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી સાથે નવી સરકાર એક્શનમાં: લીટમસ ટેસ્ટ

ભાજપ અને એનડીએના જુના ચહેરાઓના ખાતા યથાવત્: કેટલાકના ખાતાઓ આશ્ચર્યજનક રીતે બદલાયા

લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ. પરિણામો આવી ગયા. એનડીએ ૩.૦ ની સરકારે શપથ લઈ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૭ર મંત્રીઓનું મંત્રીમંડળ રચાયું. હવે ગઈકાલે મંત્રીમંડળના સભ્યને ખાતાઓની ફાળવણી પણ થઈ ગઈ. વડાપ્રધાને પહેલા જ દિવસે પહેલી ફાઈલ કિસાન સમ્માન નિધિની ક્લિયર કરી, જેથી નવ કરોડથી વધુ કિસાનોના ખાતામં રૂ. ર૦૦૦ જમા થઈ ગયા. વર્ષ ર૦૧૪ ના પ્રથમ દિવસે અને વર્ષ ર૦૧૯ ના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કામકાજનો પ્રારંભ કર્યો હતો, તેની અલગથી ચર્ચા થઈ રહી છે.

ગઈકાલે મોડી સરકારની ત્રીજી ઈનિંગ શરૂ થઈ અને પહેલી કેબિનેટમાં જ ત્રણ કરોડ ઘરોનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નિર્માણ કરીને ઘરવિહોણાને ઘરનું ઘર આપવાની જાહેરાત કરી.

વડાપ્રધાને ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂત, ગરીબ, યુવાવર્ગ અને મહિલાઓને દેશની મુખ્ય જાતિઓ માની હતી. તે પૈકી ખેડૂતોને સાંકળીને કિસાન સમ્માન નિધિનું પ્રથમ એક્શન કામકાજ સંભાળવાના પહેલા જ દિવસે લીધુું અને સાંજે કેબિનેટમાં ગરીબોને ઘરનું ઘર આપવાનું એલાન કર્યું. હવે પછી વડાપ્રધાન જે લાંબાગાળાના રોડમેપ પૈકી જે જાહેરાતો કરશે તેમાં મહિલા કલ્યાણ-વિકાસ અને યુવાવર્ગ વિકાસ તથા રોજગારીને લગતા વિષયો અગ્રીમ હશે, તેમ મનાય છે.

લિટમસ ટેસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ વખતે લીટમસ ટેસ્ટ છે, કારણ કે આ વખતે ભારતીય જનતા પક્ષને બહુમતીની જરૂરી બેઠકો મળી નથી, પરંતુ પ્રિ-પોલ એલાયન્સ હોવાથી ભાજપે તમામ પ૪૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા નહીં હોવાથી એનડીએ ગઠબંધનને જનાદેશ મળ્યો છે, ત્યારે સાથીદાર પક્ષોને પણ સાથે લઈને વડાપ્રધાને ચાલવું પડશે. તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન પણ મજબૂત થયું છે, જો કે સાથીદાર પક્ષોએ જે મક્કમતાથી સમર્થન જાહેર કર્યું છે અને તે પછી વડાપ્રધાને પણ સાથીદાર પક્ષો સાથે પરામર્શ કરીને તેઓને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન આપીને મહત્ત્વના વિભાગો પણ ફાળવ્યા છે, અને પહેલા જ દિવસથી જે સક્રિયતા દર્શાવી છે, તે મહત્ત્વપૂર્ણ છે.

નવા પ્રયોગો કરવાનું ટાળ્યુ!

નવા મંત્રીમંડળની રચનામાં વડાપ્રધાને નવા પ્રયોગો કરવાનું ટાળ્યું, અને જુના, પીઢ, અનુભવી ચહેરાઓને તેના વિભાગો સાથે રિપિટ કર્યા, અને સાથીદાર પક્ષોને પણ મહત્ત્વના ખાતાઓ ફાળવાયા. એટલું જ નહીં, મીનીમમ ગવર્નમેન્ટ, મેક્ઝીમમ ગવર્નન્સના બદલે ૭૧ સભ્યોનું મંત્રીમંડળ રચ્યું, તે જોતા વડાપ્રધાન મોદી હવે એનડીએની સહિયારી સરકારના વડા હોય તે રીતે નિર્ણયો લઈ રહેલા જણાય છે.

વડાપ્રધાને સાથીદાર પક્ષો સાથે જરૂરી પરામર્શ કરીને જ મંત્રીઓની પસંદગી કરીને તેઓને વિભાગોની ફાળવણી કરી હશે, અને હજુ પણ તેમાં ફેરફારને અવકાશ રહેશે, તેવું મનાય છે.

વર્ષ ર૦૧૪ નું મંત્રીમંડળ કેવું હતું

વર્ષ ર૦૧૪ માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે માહોલ અલગ જ હતો અને વડાપ્રધાને પણ સમયને અનુકૂળ મંત્રીમંડળની રચના કરીને વિભાગો ફાળવ્યા હતાં. તે ચૂંટણીમાં પણ એનડીએનું પ્રિ-પોલ એલાયન્સ હતું, અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ મંત્રીમંડળમાં એનડીએના સાથી પક્ષોને પણ સ્થાન આપ્યું હતું.

વર્ષ ર૦૧૪ ની ર૬ મી મે ના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ૪પ મંત્રીઓ સાથે શપથ લીધા હતાં, જેમાં ર૩ કેબિનેટ અને ૧૦ સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી તથા ૧ર રાજ્યમંત્રી હતાં.

તે પછી તબક્કાવાર મંત્રીમંડળના વિસ્તરણો થયા, પરંતુ વર્ષ ર૦૧૪ માં માત્ર ૪પ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી હતી.

વર્ષ ર૦૧૯ નું મંત્રીમંડળ કેવું હતું?

નરેન્દ્ર મોદી વર્ષ ર૦૧૯ માં વધુ મજબૂત બહુમતી સાથે વડાપ્રધાન બન્યા અને ભાજપને ૩૦૩ બેઠકો મળી, જ્યારે એનડીએને ૩પ૦ થી વધુ બેઠકો મળી. વર્ષ ર૦૧૯ માં પણ વડાપ્રધાને ૩૦ થી મે ના દિવસે શપથ લીધા ત્યારે તેની સાથે પ૭ અન્ય મંત્રીઓએ શપથ લીધા હતાં, જેમાં બે રાજ્યસભાના સભ્યો હતાં. વર્ષ ર૦૧૯ ના મોદી મંત્રીમંડળમાં વડાપ્રધાન સહિત રપ કેબિનેટ કક્ષાના,૯ રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભાર સાથેના મંત્રીઓ તથા ર૪ રાજ્યમંત્રી હતાં.

વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં પ્રથમ મંત્રીમંડળ માન્ય માપદંડો કરતા નાનું રાખવામાં આવ્યું હતું, અને સંજોગો તથા જરૂર મુજબ પાંચ-પાંચ વર્ષના સમયગાળા દરમિયાન તેમાં ફેરફાર પણ કરાયા હતાં.

વર્ષ ર૦૧૪ થી દબદબો

મોદી સરકારની આ ત્રીજી ટર્મ છે. આ પહેલાની બન્ને ટર્મમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપરાંત પિયુષ ગોયલ, નિર્મલા સિતારમણ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, રાવ ઈન્દ્રજીતસિંહ, રાધામોહનસિંહ, થાવરચંદ ગેહલોત, ધર્મેન્દ્ર પ્રધાન, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજસિંહ, અર્જુન મેઘવાલ, મનસુખ માંડવિયા સહિતના કેટલાક મંત્રીઓનો વર્ષ ર૦૧૪ થી દબદબો રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા પણ વર્ષ ર૦૧૪ થી મોદી મંત્રીમંડળ સાથે સંકળાયેલા છે, પરંતુ જ્યારથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા, ત્યારથી મંત્રીમંડળની જવાબદારીમાંથી મુક્ત કરાયા હતાં. હવે ફરીથી તેઓને મંત્રીમંડળમાં સમાવાયા છે.

વર્ષ ર૦૧૪ માં પક્ષવાર સ્થિતિ

લોકસભાની વર્ષ ર૦૧૪ ની ચૂંટણીમાં ભાજપને ર૮ર, શિવસેનાને ૧૮, ટીડીપીને ૧૬, એલજેપીને ૬, અકાલી દળને ૪, આરએસએલપીને ૩, એસડબલ્યુડીને ૧, એઆઈએનઆરબીને ૧, એનપીપીને ૧, કોંગ્રેસને ૪૪, એનસીપીને ૬, આરજેડીને ૪, આઈયુએનએલને ૧, અન્યને ૩, એનપીપીને ૧, એનપીએફને ૧, એઆઈએ ડીએમકેને ૩૭, એઆઈટીએમસીને ૩૪, બીજેડીને ર૦, ટીઆરએસને ૧૧, આઈએનએલડીને ર, એઆઈયુડીએફને ર, આમ આદમી પાર્ટીને ૪, પીડીપીને ૩, જેડીએસને ર, જેડીયુને ર, સમાજવાદી પાર્ટીને પ, એલડીએફને ર, એઆઈએમઆઈએમને ૧, સીપીઆઈને ૧, આઈએનડીને ૦૩, વાયએસઆરને ૯ અને સીપીઆઈએમને ૯ બેઠકો મળી હતી. આમ એનડીએને કુલ ૩૩૬, યુપીએને ૬૦ અને અન્ય પક્ષોને ૧૪૭ બેઠકો મળી હતી.

વર્ષ ર૦૧૪ ની સાથે વર્ષ ર૦ર૪ ની ચૂંટણીની સરખામણી કરીએ તો આસમાન જમીનનો તફાવત જણાય છે. વર્ષ ર૦૧૪ માં મંત્રીમંડળમાં હતાં, તેવા ઘણાં ચહેરા હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તો કેટલાક દિગ્ગજોનું નિધન થઈ ચૂક્યું છે. આંકડાકીય માહિતીમાં પણ દસ વર્ષમાં આવેલા તફાવતના આંકડા ઘણાં જ રસપ્રદ અને સાંકેતિક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ત્રણ-ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતા મનિષભાઈ ચાવડાનું બેંગ્લુરૂમાં કેન્વાસ પેઈન્ટીંગનું સોલો એક્ઝિબિશન યોજાયું

મૂળ જામનગરના ચિત્રકારની સિદ્ધિ

મૂળ જામનગરના વતની મનિષભાઈ ચાવડાએ કેન્વાસ પેઈન્ટીંગના કલાક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ૧૧રમાં ઓલ ઈન્ડિયા આર્ટ એકઝીબીશનમાં મોબ્બે આર્ટ સોસાયટી તરફથી ર૦૦૪ માં એવોર્ડ એનાયત થયો હતો. ગુજરાત સ્ટેટ લલીતકલા અકાદમીનો એવોર્ડ   તથા શ્રી માણેકબા સીલ્વર મેડલ અમદાવાદના સીએન શેઠ વિદ્યાલય તરફથી એવોર્ડથી તેમનું સન્માન કરાયું હતું.

મનિષભાઈ ચાવડાના જણાવ્યા પ્રમાણે તેઓ ૧૪ વર્ષના હતા ત્યારથી જ પેઈન્ટીંગનો ખૂબ જ શોખ હતો અને એક ઉચ્ચ દરજજાના ચિત્રકાર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું.

તેમણે અમદાવાદની ફાઈન આર્ટસ, કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમની ચિત્રકલાને પ્રદર્શિત કરવા અભ્યાસકાળ દરમ્યાન સારૃં પ્લેટફોર્મ મળ્યું હતું. તેઓ મુંબઈની એક આર્ટ ગેલેરી સાથે જોડાયા અને ર૦૦પ માં તેમના મિત્રોને શો-કેસ કરવાની તક ર૦૦પ માં મળી હતી. તેમના ચિત્રોનું સૌપ્રથમ સોલો એકઝીબીશન જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું હતું. આ પ્રદર્શનના કારણે તેમની એક અલગ ઓળખ પ્રસ્થાપિત થઈ અને ત્યારપછી દર વરસે તેમના ચિત્રોનું પ્રદર્શન યોજાતું હતું.

તેમના કેન્વાસ ઓઈલ પેઈન્ટીંગમાં મુખ્યત્વે પક્ષીઓ અને રંગસભર કુદરતિ દૃશ્યોને કંડારવામાં આવ્યા હતાં. જેના માધ્યમથી તેઓ શાંતિ, વિશાળતા અને શુભ ધારણો વ્યકત કરતા રહ્યા હતાં.

જો કે, તેમણે અનેક કોલેજના છેલ્લા વર્ષમાં અનેક પોર્ટઈટસ્ પણ બનાવ્યા હતાં. જેમાં વાસ્તવિકતા, અલગ અલગ મૂડ, ટ્રાફિક સીગ્નલ પાસે ટ્રાફિકમાં પ્રજા, શેરી-ગલીઓમાં જીવન વગેરેને ચિત્રાંકિત કર્યા હતાં.

જ્યારે તેમણે માસ્ટર ડિગ્રી માટે કરેલી બાબતે વખત અરજી નામંજુર થઈ ત્યારે ખૂબ નિરાશ થયા હતાં. જો કે આ સમયગાળામાં બગીચાઓમાં બેસીને વૃક્ષો, વૃક્ષોના પાંદડા, ફૂલઝાડ, પક્ષીઓ, ખીસકોલી વગેરેના કેન્વાસ પેઈન્ટીંગ કરવાની પ્રેરણા મળી.. અને બસ ત્યારપછી તેમણે તેમના પેઈન્ટીંગમાં અદ્દભુત કલાદર્શન કરાવ્યા... માનવી કોઈપણ રીતે કુદરતથી દૂર રહી શકે નહીં, અલગ થઈ શકે નહીં તેવો સંદેશો તેમના ચિત્રોમાં જોવા મળ્યો...

તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે દરેક વાલીઓએ તેમના સંતાનોમાં ચિત્રકલાની શક્તિ છુપાયેલી હોય તો તેમની આ સર્જન શક્તિને પૂરેપૂરૃં પ્રોત્સાહન આપવું જોઈએ મને પણ મારા પેરેન્ટસ અને નેચરે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામ સ્વરૂપે જ આજે મને સન્માન અને પ્રોત્સાહન મળ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શાસક ગઠબંધનને બહુમતીઃ વિપક્ષી ગઠબંધન મજબૂતઃ કહીં ખુશી... કહીં ગમ...

'નોટા'માં રેકોર્ડબ્રેક મતો પડ્યા પછી મતદારોની નાપસંદગીનો મુદ્દો ફરી દેશભરમાં ચર્ચાઈ રહયો રહ્યો છેઃ

વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને આજે કન્ફર્મ ફાયનલ ડેટા પ્રગટ થવા જઈ રહ્યો છે, ત્યારે મોડી રાત્રે લીડ તથા વિજયના આંકડાઓના આધારે કોને કેટલી બેઠકો મળી છે, તેની વિગતોની સાથે સાથે વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ ના તદ્વિષયક આંકડાઓની ચર્ચા પણ થઈ રહી છે. ઈન્દોરમાં 'નોટા'માં પડેલા રેકોર્ડબ્રેકના જુદા જુદા આંકડા સામે આવી રહ્યા છે, તો હવે આત્મમંથન અને વિશ્લેષણોનો દોર શરૂ થઈ ગયો છે. ઘણાં લોકો કહે છે કે સરકાર જીતીને પણ હારી ગઈ છે, અને વિપક્ષો હારવા છતાં જીતી ગયા છે!

એક્ઝિટ પોલ્સની ચર્ચા

વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓ પછી જે પરિણામો આવ્યા છે, તેના નવેસરથી વિશ્લેષણો થઈ રહ્યા છે. બીજી તરફ આ વખતે એક્ઝિટ પોલ્સમાં ભાજપને રપ૦ થી ઓછી અને એનડીએને ૩૦૦ થી ઓછી બેઠકો મળશે, તેવું બતાવાયું નહોતું, જ્યારે ભાવપ અઢીસોથી પણ પાછળ રહી ગયું છે, તેવા ગઈકાલે અહેવાલો આવ્યા પછી પ્રારંભમાં તો હવે મોદી સરકારની વિદાય નિશ્ચિત છે, તેવા દાવાઓ પણ થવા લાગ્યા હતાં, પરંતુ સાંજ થતાં થતાં ભાજપ અને મોદીના ટ્વિટ્સ અને તે પછી દિલ્હીમાં ભાજપના કાર્યકરોના સંબોધન સાથે સમગ્ર દેશને વડાપ્રધાને કરેલા સંબોધન પછી તેઓ ત્રીજી વખત વડાપ્રધાન થવા જઈ રહ્યા છે, તેવો દાવો કર્યો, તે પહેલા ઈન્ડિયા ગઠબંધન પણ સરકાર રચવા માટે તડજોડ કરી રહી હોવાના અહેવાલો હતાં.

જો કે, એક્ઝિટ પોલ્સ દ્વારા ફરીથી મોદી સરકાર સત્તામાં આવશે, તેવી જે સંભાવનાઓ દર્શાવાઈ રહી હતી, તે તો ખરી ઠરશે, તેમ લાગે છે, પરંતુ બેઠકોની સંખ્યામાં એક્ઝિટ પોલ્સ અને એક્ઝેટ રિઝલ્ટ્સ વચ્ચે ઘણો તફાવત દેખાઈ રહ્યો છે, અને બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન પણ બહમુતીથી નજીક નથી, તેથી એક્ઝિટ પોલ્સનો દિશા નિર્દેશ ઠીક હતો, પરંતુ સચોટ અનુમાનો નહોતા, તે પૂરવાર થયું હતું.

ઘણાં લોકોએ એવી ટકોર પણ કરી હતી કે એનડીએ જીત્યુ, તેમ છતાં વિજયનો આનંદ મળવો જોઈએ, તેટલો જણાતો નથી, જો કે ગઈકાલે સાંજે જુસ્સેદાર ભાષણ કરીને વડાપ્રધાને ફરી એકવાર બાજી સંભાળી લીધી હતી, તેવી વાતો પણ થઈ હતી.

વર્ષ ર૦૧૪ માં કોને કેટલી બેઠકો?

વર્ષ ર૦૧૪ માં એનડીએને મળેલી ૩પ૩ બેઠકોમાં ભાજપને ર૮ર, શિવસેનાને ૧૮, ટીડીપીને ૧૬, એલજેપીને ૬, અકાલીદળને ૪, આરએસએસપીને ૩, એડીએસને ર, પીએમકેને ૧, એલડબલ્યુપીને ૧, એઆઈએનઆરસીને ૧ અને એનપીપીને ૧ તથા એમપીએફને ૧ બેઠકો મળી હતી.

વર્ષ ર૦૧૪ માં યુપીએને મળેલી બેઠકોમાં કોંગ્રેસને ૪૪, એનસીપીને ૬, આરજેડીને ૪, આઈયુ-એનએસને ર, જેએમએમને ર, કેસી-એમ) ને ૧ અને આરએસપીને ૧ બેઠક મળી હતી.

વર્ષ ર૦૧૪ ના અન્ય પક્ષોને મળેલી બેઠકોમાં એઆઈએડીએમકેને ૩૭, એવાઈટીસીને ૩૪, બીજેડીને ર૦, ટીઆરએસને ૧૧, આઈએનએલડીને ર, યુડીએફને ૩, 'આપ'ને ૪, પીડીપીને ૩, જેડીએસને ર, જેડીયુને ર, એસ.પી.ને પ, એસડીએફને ૧, એઆઈએમઆઈએમને ૧, વાયઆરએસપીને ૯, આઈએનડીને ૩, સીપીઆઈએમને ૯ અને સીપીઆઈને ૧ બેઠક મળી હતી.

ર૦૧૯ ના પરિણામઃ પાર્ટીવાર બેઠક

વર્ષ ર૦૧૯ માં ભાજપને ૩૦૦, ઈન્ડિયા નેશનલ કોંગ્રેસને પર, તૃણમુલ કોંગ્રેસને રર, બીએસપીને ૧૦, સમાજવાદી પાર્ટીને પ, વાયએસઆર કોંગ્રેસને રર, ડીએમકેને ર૪, શિવસેનાને ૧૮, ટીડીપીને ૩, માર્કસવાદી સામ્યવાદી પક્ષને ૩, બીજેડીને ૧ર, જેડીયુને ૧૬, એનસીપીને પ, એઆઈએડીએમકેને ૧, તેલંગાણા રાષ્ટ્ર સમિતિને ૯, આરજેડીને શૂન્ય, અકાલીદળને ર, વંચિત બહુજન અઘાડીને શૂન્ય, સામ્યવાદી પાર્ટીને ર, જે.ડી.એસ.ને ૧, 'આપ'ને ૧, ઝારખંડ મુક્તિ મોરચાને ૧, મુસ્લિમ લીગને ૩, એઆઈયુડીએફને ર, અપના દલ-સોનેવાલને ર, આરએસપીને ૧, એજેએસયુને ૧, વિદુકલાઈ સિરૂપાઈગલ કચ્છીને ૧, નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને ૧, નેશનલ પીપલ્સ પાર્ટીને ૧, કેરલ કોંગ્રેસ(એમ) ને ૧, નાગા પિપલ્સ ફ્રન્ટને ૧, નેશનલ કોન્ફરન્સને ૩, મિઝો નેશનલ ફ્રન્ટને ૧, એસ.કે.એમ.ને ૧ અને ૪ અપક્ષોનો વિજય થયો હતો.

વર્ષ ર૦ર૪માં કોને કેટલી બેઠક મળી?

વર્ષ ર૦ર૪ માં ભાજપને પ૯ જેટલી બેઠકોના નુક્સાન સાથે કુલ ર૪૦ બેઠકો મળી છે, અને તેના સહિત એનડીએને ર૯ર બેઠકો મળી છે. ઈન્ડિયા ગઠબંધનને મળી ર૩૧ બેઠકોમાં કોંગ્રેસને મળેલી ૯૯ બેઠકોનો સમાવેશ થાય છે. મોડી રાત્રિના જાહેર થયેલા આંકડાઓ મુજબ વિજય તથા લીડ બન્ને મળીને ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના પરિણામો જોઈએ તો ક્રાંતિકારી સમાજવાદીને ર, જેડીએસને ર, સમાજવાદી પાર્ટી ૩૭, ટીડીપીને ૧૬, શિવસેના (ઉદ્ધવ) ને ૯, સીપીઆઈએમને ૪, આમ આદમી પાર્ટીને ૩, હમને ૧, એનસીપીને ર, વોઈસ ઓફ ધ પિપલ્સ પાર્ટીને ૧, આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ને ૧, તૃણમુલ કોંગ્રેસને ર૯, ડીએમકેને રર, જનતા દળ (યુ) ને ૧ર, એનસીપી (શરદચંદ્ર પવાર) ને ૭, શિવસેના (શિંદે) ને ૭, એલ.જે.પી.ને પ, વાયએસઆરસીપીને ૪, આરજેડીને ૪, મુસ્લિમ લીગને ૩, જનસેના પાર્ટીને ર, સી.પી.આઈ.એમ.એલને બે, વીસીકેને ર, સીપીઆઈને ર, જેએમએસને ૩, આરએલડીને ર, નેશનલ કોન્ફરન્સને ર, અકાલી દળને ૧, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને ૧, યુ.પી.એલ.ને ૧, જે.કે.એમ.ને ર, એજીપીને ૧, કેરાલા કોંગ્રેસને ૧, આરએસપીને ૧, ઝેડપીએમને ૧, બીજેડીને ૧, આરએલટીપીને ૧, બીએપીને ૧, એમડીએમકેને ૧, અપના દળ (સોનિયાલ) ને ૧, એજેએસયુ પાર્ટીને ૧, એઆઈએમઆઈએમને ૧ અને અપક્ષોને ૭ બેઠકોમાં સરસાઈ અથવા જીત મળી છે. આ આંકડાઓમાં મામુલી ફેરફાર થઈ શકે છે, અને આજે અંતિમ આંકડાઓ ફાયનલ થઈ જશે.

વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ સત્તામાં એનડીએના અન્ય પક્ષો  પણ ભાગીદાર હતાં, એ જ રીતે આ વખતે પણ અન્ય પક્ષો સત્તામાં ભાગીદારી કરશે, પરંતુ ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી એનડીએના અન્ય સાથીદાર પક્ષોનું મહત્ત્વ થોડું વધ્યું છે.

નોટામાં કેટલા મત પડ્યા?

કોઈપણ પાર્ટી કે ઉમેદવાર પસંદ નથી, તે દર્શાવવા માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમમાં 'નોટા'નું બટન રાખવામાં આવે છે. વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં તો ઈન્દોરના લોકોએ રેકોર્ડબ્રેક મતદાન નોટા માટે કર્યું હોવાના અહેવાલોને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે ઉપલબ્ધ ડેટા મુજબ પોણાસાત લાખ મતદારોએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં 'નોટા'માં મતદાન કર્યું હતું.

ચૂંટણી પંચે મતદાન વધારવા માટે તથા મતદારોનો વાસ્તવિક અભિપ્રાય જાણવાના હેતુથી વર્ષ ર૦૧૩ થી ઈવીએમમાં નોટાનું બટન રાખીને 'ઉપરોક્તમાંથી કોઈ નહીં' એટલે કે 'નોટા'નો વિકલ્પ આપતું બટન રાખ્યું હતું.

જો કે, આ રીતે મતદારોના અભિપ્રાયની પરિણામો પર અસર પડતી નથી. એટલે કે નોટામાં પડેલા મતો કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારને સીધી અસર તો કરતા નથી, પરંતુ તેના કારણે ઉમેદવારોને મળનારા સંભવિત મતોને અસર થતી હશે, તેમ ઘણાં માને છે.

વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં નોટાને ૧.૯૦ લાખથી વધુ મત મળ્યા હતાં. વર્ષ ર૦૧૯ માં ૧.૮૯ લાખ જેટલા મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે આ વખતે વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં તો પોણાસાત લાખ જેટલા મતદારોએ આ વિકલ્પ પસંદ કર્યો છે, જે પ્રવર્તમાન સરકાર અને વિપક્ષ સહિતના સંબંધિત વિસ્તારોના ઉમેદવારો પ્રત્યેની નારાજગી પ્રગટ કરે છે.

જો તમામ ઉમેદવારોને મળેલા મતો કરતા પણ નોટાને મત વધી જાય, તો ફેરચૂંટણી કરવાની માંગી ઊઠી રહી છે, કારણે મહત્તમ મતદારોની નારાજગી વ્યક્ત થયેલી હોય છે, જ્યારે કેટલાક અભિપ્રાયો મુજબ તમામ ઉમેદવારોને મળેલા મતો કરતા પણ 'નોટા'ને વધુ મતો મળે, તો ફેરચૂંટણી કરાવવી જોઈએ, જો કે તેવું બનવું કઠીન છે. આ મુદ્દો હજુ ચર્ચા અને સંશોધનનો વિષય છે.

વિશ્લેષણોનો દોર

એનડીએને બહુમતી મળી, પરંતુ ભાજપની બેઠકો રપ૦ થી પણ ઓછી રહી તે અંગે એક તરફ વિશ્લેષણોનો દોર ચાલી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન દ્વારા વર્તમાન એનડીએમાં તોડફોડ કરીને એટલે કે નાયદુ, નીતિશ કુમારને પોતાની તરફ ખેંચીને સરકાર બનાવવાના પ્રયાસોની ચર્ચા થઈ રહી છે, જો કે જેડીયુ અને ટીડીપી તરફથી એ પ્રકારના કોઈ સંકેતો હજુ અપાયા નથી. આ ચૂંટણીના એવા પરિણામો આવ્યા છે કે એનડીએની સરકાર રચાવા જઈ રહી હોવા છતાં જીતવાની ખુશી ઓલી દેખાય છે અને ધાર્યા મુજબના પરિણામો આવ્યા નહીં, તેનો વસવસો દેખાય છે, તો બીજી તરફ વિપક્ષમાં જ બેસવાનો જનાદેશ મળ્યો હોવા છતાં વિપક્ષી ગઠબંધન પોતાની મજબૂતી વધી હોવાની ખુશી મનાવી રહ્યું છે. આ જ છે લોકતંત્રની ખૂબસુરતી...

ઈવીએમ-વીવીપેટ પર પ્રહારો ઘટ્યા

વર્ષ ર૦૦૯ ની ચૂંટણી પછી ઊઠેલો ઈવીએમનો મુદ્દો વર્ષ ર૦૧૪ અને તે પછીની ચૂંટણીઓમાં પણ ગૂંજતો રહ્યો હતો અને જે પાર્ટી ગઠબંધન કે ઉમેદવારનો પરાજય થાય, તે હારની પાછળ ઈવીએમનો વાંક કાઢતા હતાં. શંકાના સમાધાન માટે પાછળથી જોડાયેલા વીવીપેટ મશીનોની વિશ્વસનિયતા પર પણ સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ વર્ષ ર૦૧૪ ની ચૂંટણીના ગઈકાલે પરિણામો આવ્યા પછી પરાજય માટે કોઈ પક્ષ ઈવીએમ જવાબદાર હોવાનું બહાનુ કાઢી રહ્યો છે કે આ અંગે બહુ ચર્ચા પણ થઈ રહી નથી. આ કારણે આ મુદ્દો પણ વિશ્લેષકો માટે સંશોધનનો વિષય બન્યો છે. એકંદરે ઈવીએમ અને વીવીપેટ પર દર વખતે થતા પ્રહારો ઘટી જતા ચૂંટણી પંચને પણ આ વખતે રાહત થઈ હશે!

:: આલેખન ::વિનોદકુમાર કોટેચા એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરના લાખેણા લાખોટા તળાવને હૂડકો-ન્યુ દિલ્હી દ્વારા મળ્યું છે પ્રથમ ક્રમાંકનું ઈનામ

દર વર્ષે ૧પ લાખ મુલાકાતીઓ મુલાકાત લ્યે છેઃ ભાગ-ર/૩ ના વિકાસ પછી જળક્ષમતા વધશેઃ

જામનગર તા. ૪: રણમલ તળાવ ભાગ-૧ જ્યારે ડેવલોપ કરવામાં આવ્યું અને સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી હાલે અંદાજીત ૧પ લાખ મુલાકાતીઓ રણમલ તળાવની મુલાકાત દર વર્ષે લે છે. આ સમગ્ર પ્રોજેક્ટને રાજ્ય/કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળેલ છે. કેન્દ્ર સરકારના હાઉસીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન (હૂડકો-ન્યુ દિલ્હી) દ્વારા પ્રથમ નંબરનું પ્રાઈસ પ્રાપ્ત થયેલ છે.

આ તળાવના ભાગ-ર અને ભાગ-૩ ની કાયાકલ્પ થવાથી શહેરીજનોને એક તદ્ન નવા પ્રકારની નેચરલ હેરીટેજ થીમ આધારીત હરવા-ફરવાની જગ્યા મળશે. આ ભાગમાં દેશ અને વિદેશથી આવતા પક્ષીઓ તથા જળચર પ્રાણીઓ માટે નેસ્ટીંગ આયર્લેન્ડ, રૃસ્ટીંગ વૃક્ષો મોટા પ્રમાણમાં આપવામાં આવશે. આ રીઝયુમેનેશનની પ્રક્રિયામાં એન્ટ્રન્સ પ્લાઝા, વોકીંગ ટ્રેક, સાયકલ ટ્રેક, બેઠક વ્યવસ્થા, બર્ડ ઈન્ટિક્રિટીશન સેન્ટર, પક્ષીઓને નિહાળવાનું વોચ ટાવર, પેડેસ્ટ્રીયન બીજ, બાળકો માટે ગજેબો, જરૃરિયાત મુજબના ફૂડ કોર્ટ, કીયોસ્ક, એમ્ફી થિયેટર અને કેંજન વોટર એ.ટી.એમ. જેવી સગવડતાઓ લોકોને મળશે. તદ્ઉપરાંત લાઈટીંગ, સાઉન્ડ સિસ્ટમ, લેન્ડ સ્કેપીંગ, હરબલ ગાર્ડન, એરોમેટિક ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, યોગા અને મેડીટેશન માટેની લોનનો પણ સમગ્ર પ્રોજેક્ટના કાયાકલ્પમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ કામનો જ બીજો ભાગ એટલે કે રણમલ તળાવ ભાગ-ર હવે પર્યાવરણીય થીમ ઉપર વિક્સાવવાનો પ્રોજેક્ટ જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૃ કરવામાં આવેલ છે. સદરહુ કામ પર્યાવરણના તમામ નિયમોનુસાર થાય તે માટે રાજ્ય સરકારની ઈનવાયરમેન્ટ ઈમ્પેક્ટ ઓથોરીટીની મંજુરી મેળવવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી તથા વહીવટી પાંખ સમક્ષ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન થયા પછ સર્વસંમિતથી આ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવેલ છે.

આ રણમલ તળાવ ભાગ-ર તથા ભાગ-૩ મા પાણીની સંગ્રહ ક્ષમતા બાબતે જણાવવાનું કે, આ કામ પૂર્ણ થયા પછી તેની પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે તે પ્રકારનું આયોજન કરેલ છે. પાણીની સંગ્રહ ક્ષમતા હયાત ક્ષમતા કરતા વધે તેના તમામ પ્રકારના ટેકનિકલ પાસાઓ ચકાસવામાં આવેલ છે. જેના ભાગરૃપે ભાગ-ર અને ભાગ-૩ મા તળાવ ખોદીને ઊંડુ ઉતારવાનું પણ આયોજન કરેલ છે. રણમલ તળાવ ભાગ-ર નો વિસ્તાર ર૬ હેક્ટર છે. ભાગ-૩ નો વિસ્તાર ૩ હેક્ટર છે. આ બન્ને ભાગની પાણીની ઊંડાઈને ધ્યાને લેતા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા કુલ ૧૩૯.૯૩ કરોડ લીટર થાય છે. જેની સામે તળાવના પાથ-વે માટે જગ્યામાં માટી ફીલીંગનો જથ્થો ૧૪,૯૬૦ ઘનમીટર મુજબ ૧.૪૯ કરોડ લીટરનો બાદ કરતા નેટ સંગ્રહ ૧૩૮.૪૪ કરોડ લીટર થાય છે. આ માટી ફીલીંગથી જે પાણીની જગ્યા પાથ-વે માં જાય છે તેની સામે તળાવના બન્ને ભાગ-ર અને ભાગ-૩ ને ઊંડુ ઉતારી કુલ સંગ્રહ ક્ષમતા અગાઉ જે હતી તેના કરતા પણ ૧ કરોડ લીટર વધશે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે અને તે મુજબ જ કામગીરી થશે.

કેન્દ્ર/રાજ્ય સરકારના તળાવો જેવા જળાશયોનો પાણી સંગ્રહ તથા તેની જાળવણી કરવાના કામોને અગ્રીમતા આપવી તે જામનગર મહાનગર મહાનગરપાલિકાના મુખ્ય કાર્યોમાં પણ આવે છે. હાલે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા તમામ જળાશયોની નવીનિકરણ વરસાદી પાણીની સંગ્રહ ક્ષમતાથી વોટર માર્વેસ્ટીંગ કરવાના કામોને પ્રાથમિક્તા આપવાના અભિગમને ધ્યાને લઈ આ એવોર્ડ વીનીંગ પ્રોજેક્ટનું ભાગ-ર નું કામ કરાવવામાં આવે છે. સદરહુ કામમાં પર્યાવરણના તમામ પાસાઓને આવરી લઈ અને પક્ષીઓના કાયમી વસવાટ, જળચર જીવોના વસવાટ વિગેરે તમામ બાબોતને ધ્યાને લઈ જામનગર શહેરમાં તમામ નગરજનોને એક ઉત્તમ પ્રકારની સુવિધા મળી રહે તે હેતુથી આ કામ કરવામાં આવી રહ્યું છે. તદ્ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સમગ્ર પ્રોજેક્ટની દર ત્રણ મહિને સ્થળ વિઝીટ કરવામાં આવે છે અને તમામ ડેટાનું વેરીફિકેશન પણ કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh