Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાપાલિકામાં ભ્રષ્ટાચાર તથા લોકપ્રશ્ને કોંગ્રેસ દ્વારા ધરણાં-સૂત્રોચ્ચાર

આવેદનપત્ર આપવા જતા બોર્ડના બંધ દરવાજા પાસે ધક્કા-મુક્કીમાં તાળું તૂટતા તંગદિલી સર્જાઈ હતીઃ ઉગ્ર વિરોધ પ્રદર્શન

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકામાં ભાજપના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં શાસકોની નિરસતા અને નિષ્ફળતાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ આજના જનરલ બોર્ડ સમયે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા જતી વેળાએ બોર્ડનો કાચનો દરવાજો બંધ હતો અને ધક્કા-મુક્કીના કારણે તાળું તૂટી જતા કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓએ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે ધરણાંનો કાર્યક્રમ કરતા સમગ્ર મનપા પરિસરમાં ભારે તણાવભરી સ્થિતિ થઈ ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh