Advertisement
Author: નોબત સમાચાર

કજુરડા પાટીયે અકસ્માતમાં દંપતી ખંડિતઃ રિક્ષાના ચાલક સામે ગુન્હો

મંગળવારે બપોરે સર્જાયો ગમખ્વાર અકસ્માત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર પાટીયાથી આગળ આવેલા કજુરડા ગામના પાટીયા નજીક મંગળવારે બપોરે વાડીનારના દંપતીના બાઈકને એક અજાણી રિક્ષાએ ટક્કર મારતા દંપતી રોડ પર પછડાયું હતું. જેમાં ગંભીર ઈજા પામેલા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે અને તેમના પતિને ફ્રેક્ચર થઈ ગયું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા કજુરડા ગામના પાટીયા પાસેથી મંગળવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના આમીનભાઈ દાઉદભાઈ ચમડીયાના બહેન ફિરોઝાબેન તથા બનેવી રફીકભાઈ જીજે-૩૭-ક્યુ ૩૭૦૯ નંબરના મોટરસાયકલમાં વાડીનારથી નીકળી ખંભાળિયા તરફ જઈ રહ્યા હતા.

આ દંપતીના બાઈકને એક અજાણી રિક્ષા ઠોકરે ચઢાવીને નાસી ગઈ હતી. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા ફિરોઝાબેનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે રફીકભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર થઈ જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમીનભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh