Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી બે દિવસ જોડિયા તાલુકામાં: શ્રેણીબદ્ધ કાર્યક્રમો

ભાદરામાં સેવા સેતુ, સરપંચો-ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદઃ

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૧૯: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં બે દિવસીય 'ગ્રામ કલ્યાણલક્ષી' પ્રવાસ દરમિયાન ભાદરા ગામની મુલાકાત લેશે. તેઓના શ્રેણીબદ્ધ કાર્યક્રમો ગોઠવાયા છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તા. ર૦ અને ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ ના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાતે આવશે. આ 'ગ્રામ કલ્યાણલક્ષી' પ્રવાસ દરમિયાન તેઓ પ્રાકૃતિક ખેતી, ગ્રામીણ વિકાસ અને લોકસંપર્કના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે.

પ્રવાસના પ્રથમ દિવસે ર૦ ફેબ્રુઆરીના ભાદવરા સ્વામિનારાયણણ મંદિરમાં સાંજે ૪ કલાકથી 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં રાજ્યપાલ સેવા સેતુના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે અને કૃષિ સખીઓ તેમજ ભાદરા તાલુકાના સરપંચો તથા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કરશે. ત્યારપછી તેઓ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે.

સાંજના સમયે રાજ્યપાલશ્રી 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ભાદરા ગામમાં વૃક્ષારોપણ કરશે અને ગ્રામ પંચાયત પાસેના પરિસરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે અને ત્યારપછી ગ્રામજનો સાથે 'ખાટલા પરિષદ' યોજી રાત્રિ રોકાણ પણ ગામની પ્રાથમિક શાળામાં જ કરશે.

પ્રવાસના બીજા દિવસે ર૧ ફેબ્રુઆરીના સવારે રાજ્યપાલ ભાદરા ગામમાં પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે, જ્યાં તેઓ કૃક્ષિ પ્રવૃત્તિમાં જોડાશે તથા ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh