Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના છ જેટલા મનોદિવ્યાંગ- દિવ્યાંગોના આશ્રમમાં સેવાકીય કાર્યોઃ
જામનગર તા. ૧૬: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા જામનગર જિલ્લાના ૬ જેટલા મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના આશ્રમમાં અનેકવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જામનગર જિલ્લામાં ૬ જેટલાં મનો દિવ્યાંગોના આશ્રમમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંધજન તાલીમ કેન્દ્ર અંધાશ્રમ સોસાયટી, દિગ્જામ સર્કલ, ન્યુ અર્ધ જન માનવ સવો કેન્દ્ર ઢીચડા, જામનગર, ઓમ ટ્રેનિંગ સેન્ટર ૮૦ ફૂટ રોડ, મેહુલ નગર, આણદાબાવા અનાથાશ્રમ લીમડા લાઈન, માનવ કલ્યાણ સંઘ સંચળ સંવેદના મંદ બુદ્ધિ બાળકોની શાળા લાખા બાવળ ખાતે શ્રી ખોડલધામ સમિતિ જામનગર શહેર, જિલ્લા અને તાલુકાની ટીમ રૂબરૂ જઈને આશ્રમમાં આશ્રય લઈ રહેલા બાળકો, વડીલો, દીકરા-દીકરીઓને જરૂરિયાત મુજબની વસ્તુઓનું વિતરણ કર્યુ હતું નરેશભાઈ પટેલના જન્મદિવસની સાર્થક ઉજવણી કરાઈ હતી.
મહત્ત્વનું છે કે, નરેશભાઈ પટેલે હંમેશા વંચિતો અને જરૂરિયાતમંદ વર્ગો માટે કાર્ય કર્યું છે. તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનોદિવ્યાંગો અને દિવ્યાંગોની સેવા પસંદ કરી હતી.. આ એવા લોકો છે જેઓને આપણા પ્રેમ, હુંફ અને સહારાની સૌથી વધુ જરૂર છે. નરેશભાઈ પટેલનો આ નિર્ણય સમાજ પ્રત્યેની તેમની ઉંડી સંવેદનશીલતા અને નિસ્વાર્થ સેવાભાવના દર્શાવે છે. નરેશભાઈ પટેલનું જીવન ખરા અર્થમાં સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial