Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોખા હાથથી ન આવનાર વ્યક્તિને કાયદો મદદ ન કરેઃ
જામનગર તા. ૨૬: જોડીયાના બેરાજા ગામમાં ફલ્લાના એક આસામીએ ચુમાલીસ વર્ષ પહેલાં ખરીદેલી ખેતીની જમીન અંગે સામાપક્ષે વેચાણ દસ્તાવેજ રદ્દ કરવા અને રેવન્યુ રેકર્ડની એન્ટ્રી કઢાવવા દાવો કર્યાે હતો તેની સામે ખરીદનારે કરેલો દાવો ચાલી જતા અદાલતે સામાપક્ષનો દાવો રદ્દ કરતા ઠરાવ્યું છે કે, ચોખા હાથથી અદાલત સમક્ષ ન આવનાર વ્યક્તિને કાયદો મદદ ન કરી શકે.
જામનગર તાલુકાના ફલ્લા ગામમાં વસવાટ કરતા ખેડૂત રમેશચંદ્ર સુંદરજીભાઈ પટેલે જોડીયા તાલુકાના બેરાજા ગામમાં વર્ષ ૧૯૮૨માં ખેતીની જમીન નાગદાન રામાભાઈ ડાંગર પાસેથી ખરીદ્યા પછી તેમાં રમેશચંદ્ર વાવેતર કરતા હતા.
તે જમીન પરત મેળવી લેવા ગુજરનાર દેસુર નાગદાનના વારસોએ જોડીયાની અદાલતમાં દાવો કર્યાે હતો. તે દરમિયાન ધમકીઓ આપવા ઉપરાંત હુમલો પણ થયો હતો. તેથી રમેશચંદ્રએ જોડીયાની અદાલતમાં આ જમીન પોતાની માલિકી અને કબજાની છે તે ઠરાવી આપવા અને જમીનનો કબજો કોઈ છીનવે નહી કે પાકને નુકસાન ન કરે તે માટે કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો કર્યાે હતો. જેની સામે વર્ષ ૧૯૮૨માં કરાયેલો વેચાણ દસ્તાવેજ રદ્દ કરવા અને રેવન્યુ રેકર્ડની એન્ટ્રી રદ્દ કરવા સામાપક્ષે દાવો નોંધાવ્યો હતો.
ઉપરોક્ત બંને દાવામાં બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી જોડીયાની દીવાની અદાલતે રમેશચંદ્ર સુંદરજીભાઈનો દાવો મંજૂર કરી સામાપક્ષનો વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાનો અને એન્ટ્રી રદ્દ કરવાનો દાવો નામંજૂર રાખ્યો છે. રમેશચંદ્ર સુંદરજી તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial