Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાના કુલ ૯૮ પોલીસ કર્મચારીઓની બદલી કરતા જિલ્લા પોલીસ વડા

આ પહેલા નીતિશકુમાર પાંડે દ્વારા સામૂહિક બદલીઓ કરાઈ હતી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા ૯૮ પોલીસકર્મીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ ગઈકાલે મોડી સાંજે તાકીદથી અમલ થાય તેવી રીતે ખંભાળીયા, સલાયા, દ્વારકા, ઓખા, ભાણવડ, પોલીસ હેડક્વાર્ટર, ટ્રાફિક, એલ.સી.બી., એસ.ઓ.જી. મહિલા પો.સ્ટેશન, વાડીનાર સહિતના પોલીસ સ્ટેશનોમાં એક સાથે ૯૮ પોલીસકર્મી, જમાદાર, પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ.ના સામૂહિક બદલીના હુકમ કરતા ભારે ચર્ચા જાગી છે. તો વર્ષો જુના પણ એક જ જગ્યાએ રહેલા કર્મીઓ પણ બદલાયા છે.

ખંભાળીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. દીપકભાઈ રાવલીયાને એલ.સી.બી.માં, ખંભાળીયા પો. સ્ટેશનના જયપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, રમેશભાઈ માધર, નઝમાબાનુ કંઠીયા, હેતલબેન અમરેલીયા, રાજલ રાવલીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મહીપતસિંહ જાડેજા તથા લાલજીભાઈ જોશીને ભાણવડ પોલીસ સ્ટેશનમાં બદલાયા છે.

ભાણવડના પ્રવીણાબેન ચૌહાણ, જાગૃતિબેન જેઠવા, ભીમાભાઈ મોરી, અજય ભારવાડીયા, પવાભાઈ કોડીયાતર, પીયુષભાઈને ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.

કલ્યાણપુરના હરીશભાઈ બારીયા, રામશીભાઈ ઘાવડાને દ્વારકા મુકાયા છે. દ્વારકાના સંજયભાઈ વાંક, હિતેન્દ્રસિંહ જાડેજા, હીરલબેન મકવાણાને કલ્યાણપુર પો. સ્ટેશનમાં મુકાયા છે. મહિલા પો. સ્ટેશનના મુળુભાઈ ગોજીયાને સલાયા, કલ્પનાબેન કણઝારીયાને સલાયા, દામજીભાઈ કણઝારીયાને વાડીનાર મુકાયા છે. હેડકવાર્ટરમાં ફરજ બજાવતા લીલુબેન મોઢવાડીયા, કાનુભાઈ કામળીયા, રસીલા બેન સોલંકી, અલ્પાબેન આંબલીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. ટ્રાફિક શાખાના હમીરભાઈ ચંદ્રાવડીયા ભોજાભાઈ ગોજીયાને હેડક્વાર્ટરમાં તથા શક્તિસિંહ જાડેજાને ઓખા મરીનમાં મુકાયા છે. ટ્રાફિક શાખાના સહદેવસિંહ જાડેજાને ખંભાળીયા, એલ.સી.બી.ના વિપુલ ડાંગરને સલાયા મરીનમાં, પુરીબેન સરડીયાને હેડક્વાર્ટરમાં મુકાયા છે. એલ.આઈ.બી.ના પૃથ્વીસિંહ વાઘેલાને એસ.ઓ.જી.માં, દ્વારકાના સુમાતભાઈ ભાટીયાને એસ.ઓ.જી.માં એમ.ટી. વિભાગના જગદીશ કરમુરને એસ.ઓ.જી.માં, સાયબર ક્રાઈમના અશ્વિનભાઈ પરમારને હેડક્વાર્ટરમાં તથા ભરતભાઈ નંદાણીયાને ખંભાળીયા પો. સ્ટેેશનમાંથી સાયબર ક્રાઈમમાં બદલાયા છે.

કેટલીક બદલીઓ જાહેર હિતમાં તથા કેટલીક બદલીઓ પદરના અર્થે કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ બદલીઓ કરવામાં સૌથી વધુ બદલીઓ જિલ્લા પોલીસ વડા નીતિશકુમાર પાંડે દ્વારા થઈ હતી. તે પછી સૌથી વધુ બદલીઓ કરવામાં હાલના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાનો નંબર આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh