Advertisement
Author: નોબત સમાચાર

વિરોધપક્ષના પૂર્વ નેતાની હત્યાના પ્રયાસના કેસમાં નગરસેવકના આગોતરા જામીન નામંજૂર

અલ્તાફ ખફીની ધરપકડ માટે માર્ગ મોકળો થયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા પર એક મહિના પહેલાં પાંચ શખ્સે મોટરમાં ધસી આવી તલવાર, પાઈપ, ધોકાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાે હતો. અન્ય એક કોર્પોરેટરના ઈશારે ઉપરોક્ત હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ કોર્પોરેટરે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નકારી છે.

જામનગરના વોર્ડ નં.૧૨ના નગરસેવક અસલમ ખીલજી ગઈ તા.ર૯ ડિસેમ્બરની સાંજે સાડા સાતેક વાગ્યે મહાનગર પાલિકાની ઈમારતમાંથી નીકળી પોતાના સ્કૂટર પર લાલબંગલાથી ટાઉનહોલ તરફ આવી રહ્યા હતા ત્યારે એક મોટર પાછળથી પુરઝડપે ધસી આવી હતી અને તેમાંથી ઉતરેલા જુનેદ ચૌહાણ ઉર્ફે પાવડરીયા, ઈસ્તિયાક, સમીર ઉર્ફે ચોટલી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ નામના પાંચ શખ્સે ધોકા, તલવાર, પાઈપથી હુમલો કર્યાે હતો.

આ શખ્સોએ વોર્ડ નં.૧રના જ બીજા કોર્પોરેટર અલ્તાફ ખફીના ઈશારાથી પ્રાણઘાતક હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને અલ્તાફ ગફાર ખફીની શોધ આરંભી હતી. આ આરોપીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

અરજીમાં તેણે જણાવ્યા મુજબ તેઓ સામાજિક આગેવાન અને કાર્યકર છે, ચાર વખતથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ રહ્યા છે અને બનાવના સ્થળે તેઓ હાજર ન હતા. તેઓનું રાજકીય કદ વધતા તેમની કારકિર્દી ખતમ કરવા અસલમ ખીલજી દ્વારા ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે તેવી દલીલ કરાઈ હતી. અદાલતે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની આગોતરા જામીન અરજી રદ્દ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બનાવની પાંચ મિનિટ પહેલાં એક હુમલાખોર અને અલ્તાફ ખફી વચ્ચે વોટ્સએપ પર કોલ દ્વારા વાતચીત થઈ હતી. અલ્તાફ ખફી સામે અગાઉ પણ પાંચ ગુન્હા નોંધાયેલા છે અને આ આરોપીએ ફરિયાદમાંથી પોતાનું નામ કાઢી નાખવા હાઈકોર્ટમાં તાજેતરમાં કવોસીંગ પીટીશન થઈ હતી. તેને કોઈ કારણથી પરત ખેંચી લેવામાં આવી હતી. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર, મૂળ ફરિયાદી તરફથી વકીલ હર્ષદ ભટ્ટ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh