Advertisement
Author: નોબત સમાચાર

સાયકલયાત્રીઓનું જોડિયાની હુન્નરશાળામાં ભવ્ય સ્વાગત

સીઆઈએસએફની વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોનના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: સાયકલોથોનના માધ્યમથી સીઆઈએસએફ ૬૫ યુવાઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની ૩૫૦૦ કિ.મી.ની યાત્રા થકી તટીય સુરક્ષાનો સંદેશ ફેલાવી રહૃાા છે, જેનું આગમન જોડિયામાં થતા સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળામાં ભવ્ય સ્વાગત, જમણવાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના ગીતોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશના જવાનોની સેવાને બિરદાવી હતી.

પટેલ સમાજમાં આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ગીતો ઉપરના સાંસ્કૃતિક કાર્યક્રમ અને સહકાર માટે સી.આઈ.એસ.એફ. ના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તી અને પ્રાંત અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે દ્વારા સંસ્થાના ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયાનું તેમજ સંસ્થાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશીનું અને ટીમનું સન્માન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થિનીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી અન્ય રાજ્યમાંથી આવેલ આ શૂરવીર નવ જવાનોએ ખુશ થઈ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, મામલતદાર  મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ અને અશોકભાઈ વર્મા સહિતના અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહૃાા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે સેવાને વરેલી આ સંસ્થાની શાળા અને હોસ્ટેલમાં અભ્યાસની સાથે અનેક સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ તેમજ તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી વિદ્યાર્થિનીઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh