Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગતમંદિરના સ્વર્ગદ્વારેથી એન્ટ્રી, મોક્ષ દ્વારેથી એક્ઝિટ
દ્વારકા તા. ર૭: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા આવતા લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
યાત્રાધામ દ્વારકામાં હોળી-ફૂલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી પગપાળા, રેલ, રોડ-રસ્તે લાખો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો હોય, ત્યારે યાત્રિકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રિકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
દ્વારકાના જગતમંદિરમાં દર્શન કરવા જવા માટે રિલાયન્સ રોડ, કીર્તિ સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને કતારબદ્ધ રીતે શ્રદ્ધાળુઓને પ૬ સીડી વાટે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન પછી મોક્ષ દ્વારેથી પરત નીકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત જગતમંદિર પરિસર સહિત ઠેર ઠેર બેરીકેટ્સ, મંડપ ઈત્યાદી પણ ગોઠવાઈ રહ્યા છે. તા. ૩ જી માર્ચે બપોરે ર થી ૩ સુધી જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial