Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વેપારીને ચેક પરતના ચાર કેસમાં કરાયેલા દંડ-સજા અપીલમાં રખાયા યથાવત

કુલ રૂ।.૧૮ લાખના ચેક પરતનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના કે.વી. રોડ પર દુકાન ચલાવતા એક આસામીને કુલ રૂ।.૧૮ લાખના ચાર ચેક પરત ફરવાના ચાર કેસમાં એક-એક વર્ષની કેદ તથા ચેકની રકમનો દંડ કરાયો હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ ઉક્ત હુકમ યથાવત રહ્યો છે.

જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર રોડ પર જે.કે. ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા જગદીશભાઈ બથીયાએ પોતાના મિત્ર દિલીપભાઈ પ્રભુલાલ ઉદાણી પાસેથી રૂ।.૧૮ લાખ સંબંધદાવે ઉછીના મેળવ્યા પછી તે રકમની પરત ચૂકવણી માટે રૂ।.પ લાખના ત્રણ અને રૂ।.૩ લાખનો એક એમ ચાર ચેક આપ્યા હતા.

તે તમામ ચેક બેંકમાં રજૂ થતાં પરત ફર્યા હતા. તેથી દિલીપભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. જે ચારેય ફરિયાદ અલગ અલગ કોર્ટમાં ચાલી જતાં અદાલતે ચારેય કેસમાં આરોપી જગદીશભાઈ બથીયાને એક-એક વર્ષની કેદ, ચેકની રકમ મુજબ દંડ ફટકાર્યાે હતો.

ઉપરોક્ત હુકમ સામે આરોપી જગદીશભાઈએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નીચેની અદાલતનો હુકમ યથાવત રાખી સજાનું વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી બંને અદાલતમાં વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh