Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થળ પરથી ચાર મોબાઈલ પણ મળી આવ્યાઃ
જામનગર તા. ૨૬: જામજોધપુર તાલુકાની લુઆસર ગામની વીડીમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સને એલસીબીએ પકડી પાડી રોકડ, ત્રણ બાઈક, ચાર મોબાઈલ મળી કુલ રૂ।.૧,૮૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. પાંચેય સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામજોધપુર તાલુકાના લુઆસર ગામના વીડી વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી એલસીબીના અજય વિરડા, ક્રિપાલસિંહ, ભયપાલસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને તેનાથી વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે લુઆસર ગામની વીડીમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી ગંજીપાના વડે જુગાર રમતા લાલપુરના ખટીયાના જયંતિભાઈ ભનજીભાઈ મકવાણા, સમાણાના બાવનજીભાઈ વીરાભાઈ પરમાર, જયંતિભાઈ જાદવજીભાઈ વાદી, લુઆસર ગામના ઈમ્તિયાઝ મુસાભાઈ કુરેશી અને કિશોર બાબુભાઈ અજુડીયા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૮૭૦૦ રોકડા, ત્રણ બાઈક, ચાર મોબાઈલ મળી કુલ રૂ।.૧,૮૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial