Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગ અંગે ફોજદારી ફરિયાદ કરવાનો આદેશઃ
ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નજીકના ધરમપુર પાસે ન.પા.ના આવેલા કચરાના ડમ્પિંગ યાર્ડમાં ગઈકાલે ફરીથી ભીષણ આગ ભભૂકી હતી. તેમાંથી નીકળતા ધુમાડાના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ ગુંગળામણ અનુભવી હતી. આગ અંગે ફોજદારી ફરિયાદ કરવાનો આદેશ કરાયો છે.
ખંભાળિયા નગર પાલિકાના કચરાના ડમ્પિંગ યાર્ડમાં કચરાના પડેલા વિશાળ ઢગલામાં ગઈકાલે કોઈ રીતે આગ ભભૂકતા બે-બે કિલોમીટર દૂરથી આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. આગ લાગતા જ ફાયરબ્રિગેડની ટૂકડી ધસી આવી હતી અને પાણીનો મારો શરૂ કરાયો હતો.
પાણીનો સતત મારો ચાલતો હોવા છતાં આગ ભભૂકી રહી હતી અને તેમાંથી નીકળતા ધુમાડા આજુબાજુના વિસ્તારોમાં પ્રસરી જતા ગ્રામ્યજનો ગુંગળામણથી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. જે જગ્યાએ ડમ્પિંગ યાર્ડ આવેલુ છે ત્યાં નજીકમાં જ ધરમપુરનો ગ્રામ્ય વિસ્તાર અને તરઘડી, સખપર, સિંહણ સહિતના ગામો આવેલા છે. તે તમામ ગામમાં ધુમાડા પ્રસરી ગયા હતા.
આ અંગે રોષપૂર્ણ રજૂઆતો કરાતા ધરમપુરના અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ કડક કાર્યવાહીના આદેશ કર્યા છે. પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આ રીતે વારંવાર આગ લાગતી હોય, કોઈ અસામાજિક તત્ત્વો ટણી કરતા હોવાની શંકાથી પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીએ સેનેટરી ઈન્સ્પેક્ટરને ફોજદારી ફરિયાદનો આદેશ કર્યાે છે. આગના કારણે ખેત ઉત્પાદનને પણ માઠી અસર થઈ રહી છે અને ડમ્પિંગ યાર્ડના કારણે ત્યાં જમીનના ભાવ પણ ઘટી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial