Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવરી પાસે ત્રણ પદયાત્રીને અકસ્માતઃ
જામનગર તા. ૨૫: ખંભાળિયા નજીક લાલપુર રોડ પર ગઈકાલે એક બળદગાડાને પાછળથી આવતી બોલેરોએ ટક્કર મારતા તે ગાડામાં જઈ રહેલા ખેડૂત તથા બે બળદ ઘવાયા છે. બોલેરો ગોથું મારી ગઈ હતી. જ્યારે ભાણવરી ગામ પાસે ત્રણ પદયાત્રીને એક બાઈકે ઠોકર મારતા કુલ ચારને ઈજા થઈ હતી.
જામખંભાળિયા નજીક લાલપુર રોડ પરથી ગઈકાલે અરજણભાઈ નકુમ નામના ખેડૂત પોતાના બળદગાડા સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક બોલેરો ફૂલસ્પીડમાં ધસી આવ્યો હતો. તેના ચાલકે બળદગાડાને હડફેટે લેતા અરજણભાઈ તથા તેમના બંને બળદને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી બોલેરોએ ગોથું માર્યું હતું.
હાલમાં દ્વારકા તરફ પદયાત્રીઓનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે ભાણવડથી કેટલાક પદયાત્રીઓ દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાણવરી ગામ પાસે બેકાબુ બનેલુ એક બાઈક ત્રણ પદયાત્રીને હડફેટે લેતું ગયું હતું. આ અકસ્માતમાં ત્રણ પદયાત્રી અને બાઈકચાલક સહિત ચાર ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial