Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજુભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યાઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં રવિવારે યોજાયેલી શિવ શોભાયાત્રા વચ્ચે પોલીસ દ્વારા ડીજે બંધ કરી દેવા તથા ઝડપથી શોભાયાત્રા ચલાવવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવતા મામલો ગરમાયો છે. ૪૫ વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરતી મહાદેવ હર મિત્ર મંડળ નામની ટીમના પ્રમુખ રાજુભાઈ વ્યાસ પોલીસના દબાણ સામે આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ત્યારપછી તેઓનું બ્લડપ્રેશર લો થઈ જતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ મામલો છેક ગાંધીનગર સુધી પડઘાયો છે. તેમાં આગામી દિવસોમાં કેવો વળાંક આવે છે તે જોવાનું રહ્યું.
જામનગરમાં રવિવારે યોજાયેલી શિવ શોભાયાત્રા દરમિયાન છેલ્લા પિસ્તાલીસ વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરતા રાજુભાઈ વ્યાસ (મહાદેવ)એ પોલીસ દ્વારા ડીજે બંધ કરી દેવા અપાયેલી સૂચનાના પગલે એક વખત માટે મૌન શોભાયાત્રા ચાલુ રાખવા માટે સૂચના આપવી પડી હતી.
ત્યારપછી રાજુભાઈ વ્યાસે જુદા જુદા પોલીસ અધિકારીઓ ડીજે વગાડવા બાબતે સૂચન આપતા રહેતા હોવાની વાત કરી છેલ્લા પાંચ દિવસ આ મુદ્દે માનસિક ત્રાસ અપાતો હોવાનું ઉમેર્યું હતું. રાજુભાઈએ બેડી નાકા પાસે ચાલુ શોભાયાત્રાએ રોડ પર બેસી જઈ ધરણાં પણ કર્યા હતા. આ વેળાએ પોલીસ અધિકારીઓએ કરેલી સમજાવટ પછી શોભાયાત્રા પૂર્વવત રાખવામાં આવી હતી.
ઉપરોક્ત મુદ્દે જામનગર શહેર ઉપરાંત છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. હિન્દુઓના તહેવાર વેળાએ પોલીસ દ્વારા વધારે પડતું દબાણ કરવામાં આવતું હોવાની ચાલી રહેલી ચર્ચા વચ્ચે આગામી દિવસોમાં આ પ્રકરણમાં કેવો વળાંક આવે છે તે જોવાનું રહ્યું. તે દરમિયાન રવિવારે મોડીરાત્રે શિવ શોભાયાત્રાના મુખ્ય આયોજક રાજુભાઈ વ્યાસનું બ્લડપ્રેશર લો થઈ જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા પછી રજા આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial