Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ભારે પવન સાથે માવઠું થતા ૪૮ કલાકમાં ર૧ લોકોના મૃત્યુઃ ર૦ થી વધુને ઈજા

ખેડૂતોના પાકને નુક્સાનઃ ૪પ પશુઓનો જીવ ગયો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૮: ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદે ર૧ લોકોનો ભોગ લીધો છે, જ્યારે ૪પ પશુઓના જીવ ગયા છે. ખેતીને નુક્સાન થયું છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઈનના કારણે ગુજરાતમાં મેઘરાજા સતત ૪૮ કલાકથી બેટીંગ કરી રહ્યા છે. એવામાં ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક જાનહાનિ અને માલહાનિના સમાચાર પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં ર૧ લોકોના મોત નિપજ્યા છે. ર૦ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ સિવાય ૪પ થી વધુ પશુના મોત નિપજ્યા છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુક્સાન સર્જાયું છે. જેમાં આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુક્સાન થયું છે. જેના કારણે ખેડૂતોના મોઢે ઓલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. બીજી બાજુ વડોદરામાં બે ઈંચ વરસાદ ખાબકતા તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં.

આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગરમાં રપ૦૦ હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુક્સાન થયું હતું. મહુવામાં ૭ ઈંચ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમજ પાલીતાણામાં વરસાદના કારણે રપ૦૦ હેકટર જેટલા વિસ્તારની આંબાવાડીઓની કેસર કેરીના પાકને નુક્સાન થયું હતું.

નોંધનિય છે કે, હજુ સુધી વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે (૮ મે) ૧૦ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની સંભાવના છે. ગુરુવારે ૧૦ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યભરમાં પ૦-૬૦ કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. શુક્રવારે નવમી તારીખે આખા ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારે ૧૦ મી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને રવિવારે ૧૧ મી તારીખએ આખા ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh