Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના બાલંભડીના દિવ્યાંગ યુવાન ગુમ થયાઃ
જામનગર તા. ૨૮: લાલપુરના કાનાલુસ ગામમાં રહેતા મૂળ બિહારના એક યુવાન ગયા ઓગસ્ટ મહિનામાં લાપત્તા બની ગયાની તેના પિતાએ પોલીસને જાણ કરી છે. જ્યારે કાલાવડના બાલંભડી ગામના દિવ્યાંગ યુવાન રવિવારે બહેનના ઘેર રાજકોટ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલા સલીમભાઈ નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા નિઝામુદ્દીન દિનદાર શેખ નામના મૂળ બિહાર રાજ્યના બેતીયા જિલ્લાના બરવાસેખ ગામના વતની પ્રૌઢનો પચ્ચીસ વર્ષનો પુત્ર ઈમરોઝ ઉર્ફે સાહિદ શેખ ગઈ તા.ર૮ ઓગસ્ટની રાત્રે સાડા દસેક વાગ્યે પોતાના રહેણાંકની બહાર ઉભો રહીને મોબાઈલમાં કંઈક કરતો હતો.
ત્યારપછી પડાણા પાટીયા તરફ જવાનું કહીને નીકળેલો ઈમરોઝ ગુમ થઈ ગયો છે. ઉપરોક્ત તસ્વીરવાળા યુવાને છેલ્લે પીળા રંગનું ટી-શર્ટ અને કાળા રંગનું લોઅર પહેરેલુ હતું તેના ડાબા હાથમાં અંગ્રેજીમાં પી શબ્દ ત્રોફાવેલો છે. પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ અને પાતળો બાંધો તથા ઉજળો વાન ધરાવતા આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતા નરેન્દ્રભાઈ સોમાભાઈ ચંદ્રપાલ (ઉ.વ.૪૦) નામના યુવાન જન્મથી દિવ્યાંગ અને સામાન્ય માનસિક બીમારીનો પણ ભોગ બનેલા હતા. આ યુવાન રવિવારે સવારે પોતાના ઘરેથી બહેનના ઘેર રાજકોટ જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે. આ યુવાને બ્લુ તથા પોપટી રંગનો શર્ટ, પોપટી રંગનું પેન્ટ અને લાલ રંગનું જાકીટ ધારણ કરેલુ હતું. પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ ધરાવતા આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ કાલાવડ શહેર પોલીસનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial